તથાસ્તુ ભાગ ૨ · ભાગ ૧૧
મન જેવું છે, તેવો જ તારો દેહ બન્યો. તારું માનવ મન હતું, માનવીય ગુણો તે હાસિલ કર્યા હતા પ્રકૃતિની અંદર, તો તને માનવ દેહ મળ્યો. તું જીરાફના ગુણો ધારણ કરીશ તો તું નેક્સ્ટની અંદર જીરાફમાં ચોક્કસ જઈશ. "લાંબી ડોક હોય તો કેવી સારું! આમ કે આમ કરીને આમ ઉપરથી પાંદડા આરામથી તોડી શકે અને બધા જાંફળ ખાઈ જવાય!" જો આવો વિચાર ભૂલેચૂકે આવ્યો તો નક્કી જીરાફમાં ગયો. પછી બીજા, ત્રીજા, ચોથા જન્મના જબુકિયા ચાલુ થઈ જાય. એના પછી ત્યાં આગળ સમજાયું એટલે ગાંડા વિચારો કરવા જોઈએ નહીં. એક ક્ષણે રોક લગાવો કે "આ બેબુનિયાદ વાત ના કરીશ તું, વાહિયાત વાતોનો વિચાર ના કરીશ તું."
એટલે દેહ જે છે એ મનનો ગઠ્ઠો છે. તમારા મનમાં જે તમે ભેગું કરો છો અને ઘૂંટઘૂંટ કરો છો, એ જ તમે બનો છો. મનનો નાશ, દેહભાવનો નાશ કર પહેલા કે "તું દેહ છું" એ ભાવનો જ પહેલા નાશ કર. તું જ જીવંત છે, બાકી બધું તો મરેલા મળદા છે. કે આ જે કંઈ છે બાકીનું બધું એ મળદા જેવું છે. તારા હોવાથી આ બધું તું જીવંત કરે છે અને તને એ બધું જીવંત ભાસે છે. પછી તું એ જુએ છે, જાણે છે, હસે છે, રડે છે, ભડકે છે અને બધું તું કર્યા કરે છે. તો આ મળદા કેવી રીતે છે? તો કે એને ચૈતન્ય તું જ આપે છે. અને આ પાછળની જે કંઈ વસ્તુઓ છે તે બધી સ્ટેન્ડ સ્ટીલ છે, જેમ છે તેમ જ છે. જેમ આ ચોપડી પડી રહી છે, પણ હું આને જીવંતતા જેવી આપું તો આ ચોપડી પછી જીવંત જેમ થઈ જાય. એવી રીતે તું આ બધી વસ્તુઓને એક્ટિવેટ કરનારો તું ખુદ છે. તારી હાજરીથી આ થઈ રહ્યું છે એ તું સમજી જા.
એટલે બધા મળદા છે, આ બધા મરેલા છે. વિચારો પણ અંદર જે પૂર્યાષ્ટકમાં લઈને આવ્યો છે ઝીણા ઝીણા ઝીણા સૂક્ષ્મ કણો રૂપે, એ બધા આમ તો ઇનએક્ટિવ છે એટલે મળદા જ છે. ડબ્બીમાં ભરેલી કેપ્સુલ જેમ પડી રહ્યા છે, એ બધા તું એને જીવતા કરે છે. એને ચૈતન્ય ભાવ આપીને "આનું શું કરવું? આનું શું કરવું?" કરીને જે થાય છે ને, એમાં એ જીવતા થાય છે. તને ખબર નથી પડતી, તારો પાવર આ બધા ખાઈ જાય છે. રાતે થાકી જાય છે તારો દેહ, તારું મન થાકી જાય છે. તારે ઊંઘ અને આરામની જરૂર પડે છે. પણ આ બધા મળદાઓને રોજ તું જીવતા કરે અને તારો જે મૂળ પાવર હોય એ તું આ બધાને આપી દે, તો રાતે તું ખાલી જ થઈ ગયો હોય ને પછી! એટલે તારે આરામની જરૂર પડે છે, તારે સૂઈ જવાની જરૂર પડે, તારે ખાવાની જરૂર પડે, તારે શ્વાસ લેવાની જરૂર પડે છે. બાકી બ્રહ્મને શ્વાસ લેવાનો જ ના હોય.
તું બ્રહ્મ છું, હું આ તારી સ્થિતિ તો જો! નક્કી કર. એટલે તું જ જીવન છે, બાકી બધું તો મરેલા મળદા જેવું છે, જે તું જ દિવસ-રાત ચૂંથ્યા કરે છે. આ મળદાઓને ચૂંથવાનું બંધ કરો. સાવધાન! હોશમાં આવ. તારા સ્વરૂપનું સ્મરણ કર. તારું સ્મરણ રૂપનું કેવી રીતે કરીશ? તો કે અત્યારે તને શું સ્ફૂરે છે? રાઈટ નાઉ, રાઈટ હિયર, બ્રહ્મ કે પછી ભ્રમ? ભ્રમ એટલે ઇલ્યુઝન છે અને બ્રહ્મ તો બ્રહ્મ જ છે. તો તપાસ કર, આ સાધના છે. પ્રતિ પળ જાગૃતિ રાખ કે તું બ્રહ્મા છું કે બ્રહ્મમાં છું. સતત આ ધ્યાન રાખ્યા કર કે આમ જાય છે કે આમ જાય છે, કઈ બાજુ જઈ રહ્યો? આ સાધના છે અને આ પણ સાધન છે. તું તદરૂપ તેમાં થા. તારી બધી ટોટલ એક્ટિવિટી એમાં તું જોડી દે એમ કહે છે. તું બ્રહ્મ છે. ઓમકાર અક્ષર તત્સત સ્વામિનારાયણ. સ્વ અમી, સ્વ અમી નારાયણ, સ્વામિનારાયણ, આદિ નારાયણ.
એ કેવા? તો કે પ્રચંડ. જેવો તું એના સાથે આમ જોડાઈશ ને, ત્યાં શું થાય? તો કે શક્તિપાત થશે. જ્યાં પ્રચંડ શક્તિ હોય, જ્યાં ઓછી હોય ત્યાં ઉપરથી આમ નીચે આમ વહી આવે. આ નિયમ છે વિજ્ઞાનનો. જે તત્વ રૂપે એ છે, એ તત્વ રૂપે જો તું બનીશ તો કુદરતે એ શક્તિ તારામાં વહી જ આવશે. તું જોડે જ જઈશ. કારણ કેમ? તો કે તે પણ કોપરનો વાયર છે અને આ પણ કોપર જ છે. પણ આ કોપરમાં જો જરા પણ ભેળસેળ હશે, ત્યાં સુધી એ વહી નહીં શકે પ્રોપર. એટલે વિકારી ભાવને દૂર કરતો જઈશ. જેટલી તત્વ શુદ્ધિ તારી થશે, જેટલું વધારે તત્વનું ચિંતન થશે, એટલી સુપર કંડકટીવીટી વધતી જશે. જેથી કરીને એ વસ્તુ શક્ય બનશે અને એક દિવસ શક્તિપાત થશે. આમ તો થયા જ કરતા હોય છે, પણ શક્ય છે કે કોઈકને એકદમ જ આવે, બધું જોરશોરભેર આવે, જબરજસ્ત રીતે. એટલે સામાન્ય રીતે શું થાય છે કે આ જે અણુ છે, એના અણુને આ લોકો એક અણુને બીજા અણુની સાથે અથડાવે છે વિથ ધ સ્પીડ ઓફ લાઈટ.
ત્યારે શું કરે છે? તો કે શક્તિનો સ્ફોટ થાય, વિસ્ફોટ થાય મોટો. જ્યાં જ્વાળામુખી ફૂટતો હોય એવી રીતના ધડામ દઈને બધું ફૂટે અને એમાંથી એનર્જી નીકળે. એક બીજો રસ્તો એવો છે કે એક અણુને બીજા અણુની સાથે જોડવામાં આવે. તો તું જ્યારે બ્રહ્મ સાથે જોડાય છે, તેને યોગ કહેવામાં આવે છે અને સાયન્સની ભાષામાં એને ફ્યુઝન કહેવામાં આવે છે. વિસ્ફોટ હતો તે ફ્યુઝન હતું અને આ જે થશે તે ફ્યુઝન છે. આ શાંત છે, સ્થિર છે અને જેને કહેવાય કે અનઈવન્ટફૂલ છે. એટલે તને બ્રહ્મ જડી જશે અને જીવો જડશે એટલે પછી તું બ્રહ્મ છો. હવે વાત એવું કહે છે કે તું બિંબ છું, પ્રતિબિંબ નથી તું. તારી જાતને પ્રતિબિંબમાં ખોળે. એક રાજકુમાર હતો, તેની પાછળ સૈનિકો પડ્યા હતા અને એ પોતાની પ્રેમિકાને લઈને ભાગતો હતો. પછી આમ ઘોડા પરથી બે જણા ગબડ્યા. ગબડ્યા તો એમ એક ઝરણાના કિનારે એ લોકો ગબડતા ગબડતા પડ્યા.
તે વખતે પેલાએ પોતાનું આમ ડોકું છે તો આમ પાણીની અંદર એકદમ આમ જોયું તો એને એમ થયું કે, "ઓહો! હું આટલો બધો સુંદર છું!" પ્રતિબિંબની અંદર ત્યાં સુધી તો એને જાણે ખબર નથી. એ સૌંદર્યને જોવામાં ને જોવામાં જ એવું આમ સ્થિર થઈ ગયો. પેલી એની પ્રેમિકા એને બુમો પાડી રહી કે, "ઊભો થા! ઊભો થા! પેલા સૈનિકો આવી ગયા છે, હમણાં તને મારી નાખશે!" પણ પેલો ઊભો...
થઈ જ ના શક્યો. પ્રતિબિંબના અંદર એટલો બધો એ મોહિત થઈ ગયો હતો કે એમાં સમય એને ગુમાવી દીધો. ઊભા થઈને ભાગવાનો પેલા લોકોએ આવીને પતાવી દીધું. તો એ સૈનિકો કાળના આવી રીતે પાછળ પડેલા છે આપણી. ગમે તે ક્ષણે આપણને પહોંચી જશે. આપણને ખબર નથી ક્યારે, એમ. અને આપણે હજી તો આ પ્રતિબિંબની દુનિયાની અંદર પછડાઈને દુનિયાની અંદર બધા ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. આપણે એટલા બધા મોહિત થઈ ગયા છે. સેલ્ફ હિપ્નોસિસ થયું હોય ને જાણે કે, એવા પ્રકારના બનીને આમ ફરી રહ્યા છે. પોતાનું મૂળ સ્વરૂપ ભૂલીને ઝોમ્બી બનીને ભટકી રહ્યા છીએ.
"તું જીવ છું, તું વિચાર તો કર. તને એવું લાગે છે કે તું જીવ છું, તો પછી તું અહંકાર રૂપી હાથી પર બેઠેલો છું. એના પરથી નીચે ઉતર. પહેલામાં પહેલો આ ક્યાં ક્યાં સુધી ફર્યા કરીશ આ હાથી ઉપર? અત્યાર સુધી કેટલી જન્મ જન્મની અંદર, કેટલા યોનિઓની અંદર તું ફરફર કરી રાખ્યું છે તે? તો વિચાર તો કર."
એટલે પેલાએ કીધું, "તું કર વિચાર તો પામ." શ્રીમદ રાજચંદ્રએ કે, "આત્માનો તું વિચાર કર્યા કર. તું આત્માનો વિચાર કર્યા કર તો તું પામીશ. આમ ક્યાં સુધી ફરીશ ભાઈ તું ધારામાં? તારા આત્માને તું મહેરબાની કરીને અધોગતિમાં ના લઈ જઈશ. એવું કોઈ કશું ના કરી બેસીશ કે જેનાથી આવી કોઈ સ્થિતિ પેદા થાય. ભલે સંસારમાં કેટલા પણ નુકસાની થઈ જાય, મહેરબાની કરજે તારા આત્મા ઉપર અને ક્યારેય પણ એને અધોગતિમાં ના મોકલીશ. આટલું એક પ્રોમિસ તું તારા જાત સાથે ચોક્કસ કરજે. હું તને વિનંતી કરું છું કે આજ પછીથી આ સ્થિતિમાંથી પાછો નીચે ફરી ના પડીશ."
ધ્યાન આપજો, એટલે કહે છે કે, "જગતમાં પરમ તત્વ પ્રાપ્ત થવું બહુ જ મુશ્કેલ, પણ જો તત્વદર્શી મળે તો એ સહેલું સટ છે. તું તત્વદર્શીને ખોળ. જે તત્વને જોઈ શકતો હોય." દર્શનનો મતલબ જેમ હું તમને જોઉં છું એવો નથી. દર્શનનો મતલબ એ છે કે તત્વ શું છે તેના વિશે એને સ્પષ્ટતા હોવી જોઈએ કે બ્રહ્મ કે આત્મા તત્વ રૂપે શું છે તે બાબતે સ્વયં સ્પષ્ટ હોય એવાને તું ખોળ. એવાને ખોળીશ અને તું એને જોઈશ કે એની કૃપા પામીશ ત્યારે તું પણ તત્વદર્શી બની ચૂક્યો હોઈશ. એ તારી અંદર બ્રહ્મ નિષ્ઠા જાગૃત કરી આપશે જે તને બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચાડી દેશે. એટલે કહે છે કે, "તત્વદર્શી મળે તો તો એ બહુ સહેલું સત છે ભાઈ."
તો પછીનો પ્રશ્ન એ છે કે એ ક્યાં મળે? ક્યાંય ના મળે, પણ એ તત્વદર્શી તમારી સામે પ્રગટ થાય. એ તમને ખોળતો હોય છે. કારણ કે એને આ પેલી ટોર્ચ છે ને એ કોકને આપવાની છે. એટલે એ ખોળતો હોય કે આ કોને આપવું? ગમે તેને અપાય નહીં. તમને ખબર છે ને એવા કેટલાય બધા દાખલા છે કેમ કે ભગવાનને લઈને નીકળ્યા હતા, રાજા નીકળ્યા હતા કે રાવણ નીકળ્યો તો, કોઈ બી હતા અને પછી એમ કે એને સુસુ લાગી એટલે પછી કે પહેલા નીચે મૂકી દીધું. પછી કે ભગવાન કે હવે આજ મારી જગ્યા, હવે હું તારી સાથે આગળ નહીં આવું. એવી કેટલી માતાઓની પણ મૂર્તિઓની સ્થાપનાઓ થયેલી છે. એની બધી કીવદંતીઓ ચાલતી હોય છે. એટલે એના જેવું છે કે એને ત્યાં આગળ તમને આપવાનું હોય એટલે એ ત્યાં પ્રગટ થઈ જ જાય તમારા જીવનની અંદર. તમને એમ લાગે કે તમે એના દર્શન કરવા ગયા, ખરેખર તો એ તમને ત્યાં આગળ આમ રાહ જોતો જ બેઠો હોય કે આ જગ્યાએ છે ને તો આવવા આવવાનો છે.
એને ખબર જ હોય આ કરશે જ, આજ કરશે ને આ બધા બાકીના બીજા બધા નહીં જ કરે. એવું બધું એને ખબર પડતી હોય છે. પણ એનો કલ્યાણ ભાવ હોય કે ભાઈ ચલ તારામાં વાવી આપું. તારામાં તું તું આ જન્મે જજે, તું ચાર જન્મે જજે, તું દસ જન્મે જજે, તું સો જન્મ પછી જજે ને ભાઈ, પણ તને તે વખતે બી આ ફૂટી નીકળશે, આ જ્ઞાન તને પ્રગટ થઈ જશે. ચલ તું મને મળી ગયો ને એટલે તારું કામ થવું જ જોઈએ. બસ આવા પ્રકારનું એક અંદરથી એને બ્રહ્મત્વ જે હોય ને તે આવું કર્મ કરાવડાવે. આ બધું નિષ્કામ હોય, એનું કોઈ ફળ ના હોય. એને પોતાને કશું મળવાનું નથી આનાથી, પણ એના દ્વારા કરાવવામાં આવતું હોય. એટલે એ જીવન મુક્તના લક્ષણોની અંદર આવતી બાબત છે અને એની જીવનશૈલીની અંદર આવતી બાબત છે. એટલે એની અનિચ્છાએ પણ એને ઈચ્છા અનિચ્છા હોતું જ નથી. એ વસ્તુ બન્યા જ કરતી હોય. આમ થઈ જ જાય.
પેલો લાયક માણસ આવે ને એટલે ચમકારો પ્રગટી જાય અને બસ આમ પ્રવાહ વહી જ જાય. કરતો કશું ના, કોઈ કશું ના કરી શકે વચ્ચે.
એટલે નાભીમાંથી નાદ ઉઠે, પવન પહેલા ફૂંકાય. એની મોર મધુરસ વછૂટે, કાચબો જો બની જાય. કુંડલિની કુટિલ ગતિએ શક્તિ ચાલન નોબત. ફુવારા આત્મા પ્રગટ તેમ થાય, દૂધ મધ સૂર્ય ચંદ્ર જ્યોતિ. પંચદેવ હરખાય, અનંત પ્રગટે જ્ઞાન દર્શને. શક્તિ સામર્થ્ય ઊભા થાય, ત્યારે જાગે સદાશિવ. એમ મૂર્ત સત ચિત્ત આનંદ ત્યાંય, આ સઘળું સાવ સહેલું. જો તત્વદર્શી ભટકાય, પૂર્ણ ચતુર્ભુજ એ જ છે. જે નિરાકારમાં બધું સમાય, પાંચ જન્ય એ પંચેન્દ્રિયો. દિવ્ય પ્રણવ પ્રગટાવ, ગુપ્ત દિવ્યતા નાદ થાય. જો નિધિધ્યાસન અખંડ રાખ, મૂલાધારે તું સહસ્ત્રારે. સહસ્ત્રારે તું મૂલાધારે, અવધાન અખંડ રાખ. બ્રહ્મરંધ્રમાં સદા શિવ શક્તિ, મગન થઈ લગન માણ. જ્ઞાન શક્તિના પ્રાદુર્ભવે સાક્ષાત્કાર એમ જ થાય. સોહમ પ્રગટે બ્રહ્માંડ ધરુજે, દેવ દેહમાં થરથર કાંપે. ઉત્થાન આંચકા આમ ઝુલાવે, વિદ્યુત પ્રવાહ વયો જાય.
તાપ નિધિધ્યાસનનો એવો, કુંડલિની પ્રવાહિત થાય. ઉર્ધ્વગમન કુટિલ એની, વાયુ દૈવી પ્રસરે જાય. ઝણકારે વિદ્યુત વહેતી, છ ઘંટીઓ ઘર ઘર થાય. તેજસ્વી દલ સહસ્ત્ર તેના, બ્રહ્મ જ્યોતિ રૂપ એમ થાય. પ્રભા અદભુત સૂર્ય ચંદ્રની, પ્રભા અદભુત સૂર્ય ચંદ્રની. આગીયા ઉડતા જાય, ઘૂમતા અસંખ્ય કણ સોનેરી. ઘૂમતા અખંડ કણ સોનેરી, તિમીર અજ્ઞાન સમૂળ જાય. દર્શી તે ત્રિક લોક ત્રિકાળી, ગુડ વિજ્ઞાન ઊભું થાય. રોગ સઘળા નાશ પામતા, પ્રકૃતિમાં અમૂર્ત થાય.
થઈ જાય અદ્રશ્ય, અલક્ષ્ય, અવાચ્ય, અગમ. હું કેવળ સમર્થ દ્રષ્ટા. થાય સર્વ સત્તા છતાં સાક્ષી, સર્વ સત્તા છતાં સાક્ષી. યોગ સિદ્ધ સમ્રાટ, સિદ્ધ યોગી, દિગંત વ્યાપી એમ થવાય. જ્યોતિ મંચ જો થાય, ત્યારે જ્ઞાન સ્વયં પ્રગટ થઈ જાય. બુદ્ધિ તારી બ્રાહ્મી થતાં, બ્રહ્મજ્ઞાન સ્વયંભુ થાય. કણકણ સૂર્ય સમાન પ્રભા રુધિરાભિસરણથી ઉપજે, જો ભાવ અનંતના થાય. વિચારે ઉચ્ચ ભાવનાથી ભાવ ચિંતન પુષ્ટ થાય. નિધિધ્યાસન પક્વ થતાં જ, રક્ત સૂર્ય જાગૃત થાય. તેજ સઘળું ગુપ્ત રક્તમાં; ચંદ્ર રૂપેરી, સૂર્ય સોનેરી, સન્મુખ ફુવારા થાય. વેદન થતાં સટ ચક્ર તણું, જ્યોતે મુક્તના દર્શન થાય. આવી આ વાત છે. બધું બ્રહ્મચિંતન જ છે.
હવે પછી જે કઈ જીવનની અંદર આપણે બાકી રહેલું, એટલે હવે આપણે આપણી પ્રકૃતિનો આ બ્રહ્મની અંદર બસ સંપૂર્ણ સમર્પણ ભાવથી લય કરીએ અને આપણા બ્રહ્મ સ્વરૂપમાં આપણે સ્થિર થઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.