અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૧. અથર્વશિર ઉપનિષદ્

વિડિયો ૧

લેખ ૧ / ૧૪૯ · 66 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

આપણે હવે ઉપનિષદ શૃંખલાની શરૂઆત કરીએ છીએ. એમાં સૌથી પ્રથમ જે ઉપનિષદ છે, એ અથર્વશીર ઉપનિષદ મારું અતિ પ્રિય ઉપનિષદ છે. અતિશય પ્રિય એટલા માટે કે એટલું બધું એ હોલસમ અને કોમ્પ્રિહેન્સિવ છે અને આમ બિલકુલ રોકેટ ગતિથી જાણે કે આપણને આમ પહોંચાડી દેતું હોય ને, એવા પ્રકારનું બ્રહ્મની અંદર એમ કે સીધું જ આપણને ટ્રાન્સફર જ કરી દે, જ્યારે પણ આપણે એનું અધ્યયન કરીએ ત્યારે.

તો આ ઉપનિષદ ખરેખર અથર્વ વેદમાંથી લેવામાં આવ્યું છે. હવે એમાં દેવગણો દ્વારા રુદ્રરૂપમાં પરમાત્મ સત્તાના સાક્ષાત્કારનું વર્ણન અને એમની સ્તુતિ છે. દેવો દ્વારા રુદ્ર રૂપમાં અનેક જે નામ રૂપની આપણે વાત કરીએ, હવે પરમાત્માના તો અનેક એમ કે રૂપો છે અને અનેક નામ છે, પણ વાસ્તવમાં એમનું એક જે બ્રહ્મ સ્વરૂપ છે, તે જ નિરંજન નિરાકાર. તો અહીં એમના આ બધી બધી વિભૂતિઓ વાળા જે છે, તેમાંથી એક વિભૂતિ એટલે કે રુદ્ર સ્વરૂપ કહેવાય, જે રૌદ્ર. પણ એનો અર્થ શું છે, તે પણ એની અંદર આગળ આવશે, એને આપણે જોઈશું. એટલે એમને આદિકારણ ભૂત રૂપ અને ભવિષ્ય, વર્તમાન, પુરુષ, અપુરુષ, સ્ત્રી, ક્ષર, અક્ષર, ગોપ્ય અને ગુહ્ય એવું કહેવામાં આવે છે.

તેઓ જ આ ચરાચર જગતને તેની વિશેષતાઓથી વિભૂષિત કરનારા, એટલે જગત આખું એમની વિભૂતિ સ્વરૂપે જ છે. વિભૂતિ એટલે વિશેષભૂતિ, અનુભૂતિ કરાવનારી બાબત, એને આપણે વિભૂતિ કહેવાય. વિભૂતિને એક અર્થ ભસ્મ પણ થાય છે, પણ બીજો અર્થ આવો પણ છે. અને આધ્યાત્મિક રીતે જગતને વિભૂતિ સ્વરૂપ કહેવાનો મતલબ એ છે કે આ ભસ્મરૂપ જ છે અને આ બધું નાશવંત જ છે, જે કંઈ છે તે આખુંય જગત. એટલે વિભૂતિનો આવી રીતના ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે, તે પ્રમાણે તેનો અર્થ કરી શકાય.

એવા પરમાત્માને જ ઓમ તથા અ, ઉ અને મ થી પણ પર એવા કહેલા છે. એમને પ્રણવરૂપ કહે છે. એમની વિશેષતાઓ, ક્ષમતાઓ અને ઉપાસનાનું મહત્વ દર્શાવવામાં આવેલ છે. આ ઉપનિષદમાં એ પણ બતાવ્યું છે કે ત્રણ ગુણો જે છે: સત્વ, રજ અને તમ, અને મૂળ ક્રિયાશીલ તત્વ કે જેને આપણે આપ કહીએ છીએ, તો એની ઉત્પત્તિ અને એના દ્વારા સૃષ્ટિના આખાય વિકાસનું કેવી રીતે થાય છે, તે બધું આની અંદર આપેલું છે.

તો કોઈપણ ઉપનિષદની શરૂઆત શાંતિપાઠથી થાય. અહીં પણ શાંતિપાઠ છે: "ૐ ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ દેવા:, ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રા:. સ્થિર રંગેચુસ્તુવાસસ્તનો ભી વ્યવ ક્ષેમ દેવહિતમ વ્યદાયુ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા:, સ્વસ્તિ ન: પૂષા વિશ્વવેદા:. સ્વસ્તિ નસ્તા રક્ષો અરષઠનેમિ, સ્વસ્તિનો બ્રહસ્પતિર દધાતુ. ૐ શાંતિ શાંતિહ શાંતિહી."

"હે દેવ, અમે કાન દ્વારા કલ્યાણકારી વાતો સાંભળીએ. આંખો દ્વારા કલ્યાણકારી દ્રશ્ય જોઈએ. અમો ઋષ્ટપુષ્ટ અંગો અને શરીર દ્વારા ઈશ્વરે આપેલા પૂર્ણ આયુષ્યને દેવહિતના કાર્યોમાં જ વિતાવીએ. મહાન કીર્તિ સંપન્ન દેવરાજ ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. સર્વજ્ઞ પુષા દેવતા અમારું કલ્યાણ કરો અને અરિષ્ટનેમિ એટલે કે જેની ગતિને રોકી ના શકાય તે તાર્ક્ષ્ય એટલે કે ગરુડ તથા બૃહસ્પતિ દેવ અમારું કલ્યાણ કરો. ત્રિવેદ તાપોની શાંતિ થાવ."

અહીંયા આવા આજે ભાવના છે, તે શું કહે છે? "કાન દ્વારા કલ્યાણકારી વાતો સાંભળીએ, આંખો દ્વારા કલ્યાણકારી દ્રશ્યો જોઈએ." બરાબર? તો જે કંઈ ઉર્જાનો દુર્વ્યય છે, એમાંથી 70% વ્યય એ આંખો જ કરે છે અને એમાં પછીનો નંબર આવે છે કાનનો. એટલે 18 થી 22% પાછા કાનના ભાગે જાય છે. એટલે 70 અને 22% બીજા એની અંદર ઉમેરાઈ જાય. આ મુખ્ય બાબતો. એટલે સૌથી વધુ એ પાછા એવું પણ બને છે કે પહેલા તમે કંઈક સાંભળો છો અને પછી તમે તરત એ બાજુ દ્રષ્ટિપાત કરીને જુઓ છો. કેટલાક કેસમાં એવું થાય છે કે તમે પહેલા જુઓ છો અને પછી એના બાબતે સાંભળો પણ છો કે શું કહેવા માંગે છે ત્યાં આગળ તીવ્ર.

તો વ્યવહારની અંદર આંખ અને કાન દ્વારા જ અકલ્યાણકારી બાબતો આપણે ગ્રહણ થઈ જતી હોય. કરવા નથી માંગતા, પણ થઈ જતી હોય, કારણ કે પ્રકૃતિનું અંદર બળ એવું હોય કે તમને ખેંચે એ બાજુ જોવા માટે, સાંભળવા માટે અને પછી એ બધું કેવું લાગે? હિતકારી લાગવા માટે, સારું લાગવા માટે. આ પાવર ઓફ માયા છે ભગવાનની. એટલે દૂર કરવા માટે થઈને અહીંયા આગળ કીધું છે. સંકલ્પ કરીએ છીએ કે અમે કાનથી ફક્ત કલ્યાણકારી વાતો જ સાંભળીશું. એટલે શું થશે? તો કે કાન દ્વારા જે કંઈ દુર્વ્યય થતો હતો, એ તો બંધ થયો, પણ કાનની જે ઇન્દ્રિય છે, તેને શક્તિ આપનારું જે મૂળ તત્વ છે, કાનની પાછળ રહેલું, તેના દ્વારા કાનનો પણ આપણે ઉદ્ધાર કરીએ. આપણી આંખોનો પણ આપણે ઉદ્ધાર કરીએ. એટલે વ્યવહારિક જગતમાં જે આંખો અને કાન અને શરીર દ્વારા આપણે બધા કાર્યો કરીએ છીએ, તે બધા વ્યવહારિક છે, પણ હવે કેવા થશે?

તો કે દિવ્ય થશે. કેમ? તો કે આપણું લક્ષ્ય કેવું છે? તો કે દિવ્ય લક્ષ, પરમાત્માની પ્રાપ્તિ કરવાની. મજાક નથી. તો પછી આવી આંખો ને આવા કાન ને આવા શરીર વડે થઈ શકે કેવી રીતે? એના માટે તો પાછું તૈયાર તો થવું જ પડે છે. એટલા માટે આવો આ એક શાંતિ પાઠ આપણે કરીએ કે જેના દ્વારા આપણે આત્મનિવેદન કરીએ. આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને કહીએ છીએ કે અમે કાન દ્વારા કલ્યાણકારી વાતો સાંભળીએ, આંખો દ્વારા કલ્યાણકારી દ્રશ્ય જોઈએ અને ઋષ્ટપુષ્ટ અંગો અને શરીર દ્વારા ઈશ્વરે આપેલા પૂર્ણ આયુષ્યને દેવ હિતના કાર્યોમાં વિતાવીએ.

દેવ હિતનું કાર્ય કયું છે? આ બધા ઇન્દ્ર છે, તે બધા દેવો જ છે. હવે એમનું હિત શું છે? તો કે એ પરમાત્માની પ્રાપ્તિ. આ બધાય સમૂહોનું કામ શું છે? પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવાની. એ જેવી રીતે પણ પ્રાપ્ત થઈ શકે, તેમાં જ આયુષ્યનો મોટા ભાગનો સમય જાય. મોટા ભાગનો નહીં કે બીજા કોઈ ભોગ વિલાસમાં અને એવી બધી ચીજો ગરબાની અંદર જતો રહે. એ આપણને.

ને હરગીજ મંજૂર નથી. એટલે કીધું કે દેવ હિતના કાર્યોમાં વિતાવીએ. પછી દેવરાજ ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. ઇન્દ્રરાજા છે એ હંમેશા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, આધિપત્ય ધરાવે છે. એટલે આપણે એમને દેવરાજ કહીએ છે. અને ઇન્દ્ર ઇન્દ્રિયોના પણ રાજા છે. સર્વજ્ઞ એવા પુષા દેવતા અમારું કલ્યાણ કરો. અરિષ્ઠનેમી, જેની ગતિને ના રોકી શકે શકાય તેવા ગરુડજી; એમના માટે અરિષ્ઠનેમી શબ્દ વાપરવામાં આવે છે. તો તે અને બૃહસ્પતિ દેવ પણ અમારું કલ્યાણ કરો. અને ત્રિવિધ તાપોની શાંતિ. તો ત્રિવિધ તાપ કયા કયા? તો કે આદિ, વ્યાધિ અને ઉપાધિ. ત્રણ લોક છે, ત્રણ એમ કે આ તાપ છે. તો દરેક જગ્યાએથી આપણને કઈક કઈક કઈ કઈ આવતું હોય, તે બધી વસ્તુઓમાંથી આપણે મુક્તિ પામી શાંત થઈ અને પછી હવે આપણે ઉપનિષદનું અધ્યયન શરૂ કરીએ છીએ. તેમાં કહે છે: "આપણે સંસ્કૃત ભાગને છોડી દઈશું કે સાથે લેવો છે?"

એક સમયે દેવતાઓએ સ્વર્ગલોકમાં જઈને એ રુદ્ર ભગવાનને પૂછ્યું કે, "આ કોણ છે?" એનો એનો મતલબ એ થયો કે દેવતાઓ હતા અને એ લોકો સ્વર્ગલોકમાં ગયા. અહીંયા સ્વર્ગ એટલે આપણે એવું નથી લેતા કે કોઈક બહુ જ સુંદર, સ્વચ્છ અને બહુ ચકચકેત ને એવી ઝણકાટવાળી જગ્યા કે જ્યાં આગાળે બધા રહેતા હોય. હવે દેવતાઓ એ સ્વર્ગલોકમાં, તો દેવતાઓ પણ તો સ્વર્ગમાં રહે. તો અહીંયા આગળ આ કયા દેવતાઓની વાત કરે છે કે જે લોકો પાછા સ્વર્ગલોકમાં માં જઈને રુદ્ર ભગવાનને પૂછે છે? એટલે આ આ એક કાઠું રૂપક છે. આ દેવતાઓ એટલે આપણા ઇન્દ્રિયોના દેવતાઓ છે અને સ્વર્ગલોક એટલે આપણે એમ કે જ્યારે પણ આત્મા જે છે તેની સાનિધ્યની અંદર જેમ કે પહોંચીને પછી આમ એ વાત કરે છે. તો તે જગ્યા જે છે, તો એ ઝણકાટવાળી ઘણી વખત આપણને દેખાતી હોય છે એવી કે જ્યાં ગણે આત્માનો નો નિવાસ છે.

તે જગ્યાને અહિયા આગળે સ્વર્ગલોક રૂપક તરીકે આપેલું છે. અને એવા ત્યાં લોકમાં જઈ અને રુદ્રને પૂછ્યું ત્યાં કે, "આપ કોણ છો? આપ કોણ છો?" ત્યારે રુદ્ર ભગવાને જવાબ આપ્યો કે, "હું એક છું, બીજો નથી." આપણે એક વીરોની વાત પણ કરી લીધી. એટલે આના વગર બધાય મીટા. "હું એક છું, ભૂતકાળ છું, વર્તમાનકાળ છું અને ભવિષ્યકાળ પણ હું જ છું."

આપણે જ્યારે ચૈતન્ય, ધ્યાન, એક્સેપ્ટન્સ બધું કરીએ છીએ, તો આપણે ત્યાં આગળે પણ જોયું હતું કે કાળ એક જ છે અને અખંડ છે. ભૂતકાળનું દર્શન પણ આપણે વર્તમાનમાં જ કરતા હોઈએ છીએ અને ભવિષ્યનું દર્શન પણ આપણે વર્તમાનમાં આ ક્ષણે જ કરતા હોઈએ છીએ. એટલે વાસ્તવની અંદર આ બધી વસ્તુઓ કેવળ વર્તમાનમાં જ સંભવી શકે છે. તેને જાણવું, કશું પણ કરવું, તેના માટે મારા સિવાય બીજું કાઈ છે જ નહીં. ફાઇનલ વાત કરી દીધી છે કે મારા સિવાય બીજું કાઈ છે જ નહીં. જે અંતરના પણ અંતરમાં વિદ્યમાન છે. અંતરના પણ અંતરમાં, આપણા હૃદય જે છે તેના માટે શબ્દ વાપરવામાં આવે છે "અંતર". હવે એ હૃદયની અંદર રહેલો જે ઇનરમોસ્ટ ભાવ છે, તે પણ હું જ છું એમ કે છે. બાકી બીજી બધી વસ્તુઓ હૃદયમાં વિદ્યમાન થાય. ઘણી વખત ઘણી ચીજોની જરૂરત પડે, કોઈ વ્યક્તિ ગમી જાય, કોઈ ના ગમી જાય, તેવા ગમા અનગમા બધું થતું હોય છે.

તે સમસ્ત દિશાઓમાં સમાયેલ છે, તે હું જ છું. કોઈ એવી દિશા બાકી નથી કે જેને અંદર હું પહેલેથી મોજૂદ નથી. દિશાઓ તો પછી આવે છે કે મારું અસ્તિત્વ પહેલા છે, એવું કહે છે.

હું નિત્ય અને અનિત્ય બંને વસ્તુઓ છું. નિત્ય એટલે શાશ્વત અને અનિત્ય એટલે ક્ષણભૂત, ક્ષણે ક્ષણે બદલાયા કરતું હોય તેવું. મતલબ, પુરુષ પણ હું છું, પ્રકૃતિ પણ હું છું, પરમાત્મા પણ હું છું અને પરમેશ્વરી શક્તિ પણ હું છું. વ્યક્ત અને અવ્યક્ત, બ્રહ્મ અને અબ્રહ્મ છું. હવે અહીંયા આગળે "અબ્રહ્મ" શબ્દ વાપરેલો છે. વાસ્તવની અંદર અબ્રહ્મ જેવું કાઈ છે જ નહીં. એને ખાલી બ્રહ્મ સ્વરૂપે ના જોવું, બસ એટલા પૂરતું કે એને બીજું કાઈ નામરૂપ આપણે આપી બેસીએ છીએ, એટલા પૂરતું આપણે એને અબ્રહ્મ કહી શકાય. વાસ્તવની અંદર બ્રહ્મ તેમાં પણ છે, તેના વગર તો એનું અસ્તિત્વ અબ્રહ્મનું પણ થવાનું નથી. એટલે બ્રહ્મ તો પહેલા જોઈશે. તો કહે છે કે, "હું બ્રહ્મ પણ છું અને હું અબ્રહ્મ પણ છું."

હું જ પ્રાચી એટલે કે પૂર્વ અને પ્રતિચી એટલે કે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે વગેરે દિશાઓ અને વી દિશાઓ હું છું. આપણે કોઈપણ સ્થળે, કોઈપણ ગંતવ્યની એમ કે જાણકારી જોઈતી હોય, તમે એકમાત્ર જગ્યા એવી જુઓ કે જેની અંદર તમે એવું કહો છો કે દિશાઓ અને વી દિશાઓ. હવે એક પોઈન્ટથી બી પોઈન્ટ સુધી આપણે જવું છે અને આપણને એ ખબર જ નથી કે બી પોઈન્ટ ક્યાં છે. ગુર રંધાવું એવી એક સ્થિતિની અંદર આપણે એમ કે ટ્રાવેલ કરવાનું છે. તો આપણે કેવી રીતે નક્કી કરીશું કે આ ક્યાંથી ક્યાં કેવી રીતે જવું? અને એટલા માટે એવી જગ્યાઓમાં આપણે દિશાઓનું જ્ઞાન થવું વાસ્તવિકતા છે, વ્યવહારિકતા કે જેના વડે આપણે કહી શકીએ કે, "ભાઈ, હું પૂર્વ દિશામાં ચાર ડગલા ચાલ્યો અથવા તો ડાબી તરફ ત્રણ ડગલા ચાલ્યો." સાવ અંધારામાં ચાલવાનું છે. એટલે ખબર જ નથી કે શું ખાઈ રહ્યું છે.

એટલા માટે એમ કીધું કે ભાઈ દિશાઓ પણ જ્યાં આપણને દિશાઓ પણ દ્રશ્યમાન ના હોય તેવી જગ્યાએ પણ આપણે આવી રીતે કરીશું કે, "હું સીધી લીટીમાં સાત ડગલા ચાલ્યો, પછી ડાબી તરફ હું ત્રણ ડગલા ચાલ્યો, પછી પાછો ફરી મેં અબાઉટ ટર્ન કર્યો, વળી પાછો હું આમ ચાલ્યો." એવી રીતના કરીને કરીએ તો દિશા કઈ હશે મારી તે આપણને ઝડઈને ખ્યાલ ના આવે. એટલે સ્પષ્ટતા રાખવા માટે રહીને આપણે આ દિશાઓની પણ વાત કરીએ છીએ. અને એવી રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવું કહી શકીએ આપણે. એવી જ રીતે ઈશાન, અગ્નિ, નૈરત્ય અને વાયવ્ય. વ્યવહાર જગતની અંદર કામ કરવા માટે થઈ તેને આ બધી દિશાઓની વાત કરી તી. હવે ઉમાન અને અપુમાન એટલે કે પુરુષ અને અપુરુષ, જે પુરુષ...

નથી એવું તો કોઈ છે જ નહીં, જાણે કે બરાબર છે. પણ એમાં પાછું અપુરુષ તત્વ એટલે કે સ્ત્રી પણ હું જ છું, એમ કે અર્ધનારેશ્વર સ્વરૂપની જે આપણે વાત કરતા હોઈએ છીએ, તેમાં પુરુષ અને સ્ત્રી બંને હોય છે. વાસ્તવમાં કોઈ મનુષ્યની અંદર, મનુષ્ય યોનિની અંદર, કોઈ પણ એક મનુષ્ય છે તો તેની અંદર પુરુષ પણ છે અને સ્ત્રી પણ છે, બંને મોજુદ છે. હવે એને શ્રેષ્ઠ રીતે અર્ધનારેશ્વર સ્વરૂપે બતાવવામાં આવ્યું છે, શિવજીનું અર્ધનારીશ્વર સ્વરૂપ કે શિવજી પણ છે અને પાર્વતી પણ.

હવે પાર્વતી જે છે તે પ્રકૃતિ અને આ પ્રકૃતિ માતા પાર્વતી એટલે હવે તેની અંદર ત્રણ ગુણો હોય: સત્વ, રજસ અને તમસ. અને એ ત્રણ ગુણોનું આધિપત્ય હોય, એના પ્રમાણે પછી તેમાં ક્રોધ, માન, માયા, લોભ ગોઠવાય. એટલે જ્યાં સુધી પુરુષ દેહની અંદર પરમાણુઓમાં ક્રોધ અને માન, બે વસ્તુઓ હોય, ત્યાં સુધી એ પુરુષ દેહની અંદર આવી શકે. હવે માયા અને લોભ, મોહ જેને કહેવાય, માયા એટલે મોહમાયા. માયા અને લોભ, બે વસ્તુઓ જ્યારે હોય, એના પરમાણુઓ જ્યારે વધી જાય, ત્યારે શું થાય? એને સ્ત્રી દેહમાં જવાનો વખત આવે. એટલે વસ્તુતઃ આ ચારે ચાર દરેકની અંદર મોજુદ જ છે.

હવે આગળ કહે છે કે "હું જ ગાયત્રી, હું જ સાવિત્રી અને સરસ્વતી હું જ છું." ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતી ત્રણેય એક રીતે જોઈએ તો બુદ્ધિને ઉચ્ચ અને પ્રકાશિત કરવાનું કામ કરનારી દૈવી શક્તિઓના નામ છે. તો ફંક્શનરીસ છે આ બધા. ગાયત્રી સ્વરૂપે વિશ્વામિત્રને પ્રાર્થના કરી. વિશ્વામિત્રે તો એમને કીધું કે "અમારી બુદ્ધિને એવી પ્રકાશિત કરો કે અમે તેજ સ્વરૂપ, પાપનાશક એવી બુદ્ધિ પ્રદાન કરો. અમે એને ધારણ કરીએ." એવી જ રીતે સાવિત્રી. સાવિત્રી, સવિતા, સૂર્ય આ બધા એક પર્યાયવાચી છે અને એનું કામ શું છે? તો પ્રકાશિત કરવા માટે.

હવે દિવસ ક્યારે થાય? તો કે જ્યારે સૂર્યનારાયણ આવે ત્યારે દિવસ શરૂ થાય. ત્યાં સુધી તો ઘોર અંધારી રાત જ હોય છે. મતલબ એ છે કે જ્યારે જીવાત્મા પોતે ઘોર અંધકાર રૂપી અજ્ઞાનમાંથી આત્મા તરફ જવાની પ્રક્રિયા શરૂ કરે, કોઈ જગ્યાએ કોઈ ડગલું માંડે, ત્યારે એવું બને છે કે સવાર પડે. ત્યારે જ સવાર, ઉષા, લાલીમા પહેલા એ આવું બધું જુએ છે અંદર. અને એ વસ્તુ એને પ્રેરે છે કે "બસ, આજે દિવસ થયો, હવે આગળ વધીએ આપણે આની અંદર." તો એ પોતાની સાધનામાં વધારેને વધારે જોર કરતાં કરતાં કરતાં આગળ પહોંચે જોશભેર અને મધ્યાહન સમયે પછી સંપૂર્ણ પ્રકાશિતતા અને બધું પ્રાપ્ત કરી લે અને પછી એ બ્રહ્મમાં પ્રવેશ મેળવતો હોય છે.

સરસ્વતી. સરસ્વતી પણ આપણે જોઈએ છીએ કે લોકો વ્યવહારની અંદર પણ સરસ્વતી માની બહુ જ પૂજા પ્રાર્થના કરતા હોય છે. કારણ કે જ્ઞાન, વિજ્ઞાન, કળાઓ આ બધી વસ્તુઓ. મુખ્ય બાબત તો એ છે કે આપણને સન્મતિ પ્રદાન કરનાર કોણ છે? તો કે સરસ્વતી.

ગંગા, જમુના, સરસ્વતી. ગંગા એટલે ચંદ્રનાડી, જમુના એટલે સૂર્યનાડી. "સૂર્યપુત્રી" કહેવાય છે એને, અને સરસ્વતી એટલે શું? સોમના ત્યાં પણ આવો એક ભાગ આવી રીતના રહેલો છે. હવે, "ત્રિસ્તુપ, જગતી અને અનુસ્તુપ" વગેરે છંદ પણ હું જ છું. બરાબર? જેમ કે કહેવામાં આવે છે કે, "યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્." આગળ કહે છે, "સંભવામી યુગે યુગે." તો આવા જે છંદબદ્ધ રીતે જ્ઞાનની જે વાર્ધક્યતા છે, જ્ઞાનનું જે પ્રસારણ કરવાની જે છે, તેમાં આ છંદોની આવશ્યકતા તે વખતે પડતી. તો એ છંદો પણ હું જ છું.

એવી રીતે, "ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, આહવનીય" એ ત્રણ અગ્નિના સ્વરૂપો છે. હું જ સત્ય, ગાય, ગૌરી, જેષ્ઠ, શ્રેષ્ઠ અને વરિષ્ઠ છું. "આપ" અને "તેજસ" પણ હું જ છું. "આપ" એટલે પાણી નહીં, જેના દ્વારા આ આખી પ્રકૃતિનું નિર્માણ થાય છે તે "આપ" અને "તેજસ" બંનેનું જ્યારે મિલન થાય ત્યારે એમાંથી આખી સૃષ્ટિની રચના થાય છે. "ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ" પણ હું જ છું. ચારે ચાર વેદ છે. મૂળ તો એક જ વેદ હતો પહેલા, "પ્રણવ વેદ" હતો. એના ચાર ભાગ કરવામાં આવ્યા, ફંક્શન પ્રમાણે એની વ્યવસ્થા કરવામાં આવી અને પછી એ ચાર વેદ બન્યા છે. તે ચારે ચાર હું જ છું.

"અક્ષર", "અક્ષર ગોપ્ય" એટલે કે છાનું રાખવા યોગ્ય અને "ગુહ્ય" એટલે જે છુપાવી રાખેલું છે તે, બંને હું જ છું. "અરણ્ય પુષ્કર" એટલે તીર્થ, પવિત્ર હું છું. "અગ્ર, મધ્ય, બાહ્ય અને પુરસ્તાર" વગેરે દસે દિશાઓમાં અવસ્થિત અને અનવસ્થિત, ત્યાં રહેલો અને ત્યાં ન રહેલો પણ જ્યોતિરૂપ શક્તિ મને જ ગણવી જોઈએ. આ એની પ્રખરતા અને વ્યાપકતા બતાવે છે અને બધું જ મારામાં વ્યાપ્ત હોવાનું માનવું જોઈએ. કશું એવું નથી કે જે મારી અંદર નથી. મતલબ, સંપૂર્ણતા મારામાં છે.

આ રીતે મને જે જાણે છે તે સમસ્ત દેવો અને અંગો સહિત સમસ્ત વેદોને જાણે છે. વેદ શું છે? તો કે, પરમાત્મા શું છે તેના વિશે જે જાણકારી આપે છે, નિર્દેશ કરે છે તેને આપણે વેદ કહીએ અને તે હંમેશા કોના દ્વારા આવે છે? કોઈ મહાપુરુષ દ્વારા ઉચ્ચરિત હોય છે. એ એમના શિષ્યને તેનું ભાન કરાવે છે. "તતસવિતુરવરેણયમ" આવો જે સૂર્ય પ્રકાશ જે પ્રખર છે, જબરજસ્ત જ્ઞાન સ્વરૂપ છે તેવો તેનું એ દિશાનિર્દેશ સૂચન કરાવી શકે. એના માટે થઈને આ બધી વેદોની રચનાઓ કરવામાં આવી હતી.

હું ગાયોને ગૌત્વથી, બ્રાહ્મણોને બ્રાહ્મણત્વથી, હવીને હવિશ્યતી (હવી એટલે યજ્ઞમાં જે હોમવાની સામગ્રી હોય તેને હવી કહે છે), આયુને આયુષ્યતી, સત્યને સત્યતાથી અને ધર્મને ધર્મતત્વથી તૃપ્ત કરું છું. જે નામ છે તેની પાછળ તેની શક્તિ મૂકીને હું તેને પ્રજ્વલિત, ઉદ્દીપ્ત કરું છું કે જેથી એ વ્યવહારમાં કાર્યશીલ બની શકે. સાંભળીને દેવગણોએ રુદ્રને શું કર્યું? તો કે જોયા. દેવગણો હતા ને, એટલે એમને રુદ્રએ.

સ્વયં પાછો ઉપદેશ કર્યો કે, "હું આ છું." એટલે તરત જ એમને એટલું બધું આમ એ થઈ ગયું કે, "પ્રભુ, તમે છો!" હવે એ લોકો એમનું ધ્યાન કરવા લાગ્યા, કારણ કે, "સંપૂર્ણ જે કાંઈ છે તે બધું હું જ છું," એમ છેવટે એમણે કહી દીધું. એટલે પછી એમણે બંને હાથ ઉઠાવી અને ભુજાઓ ઉપર કરી અને સ્તુતિ કરવા માંડ્યા કે, "હે પ્રભુ, હે ભગવાન રુદ્ર, આપ બ્રહ્મા સ્વરૂપ છો, આપને નમન છે. આપ વિષ્ણુનું સ્વરૂપ છો, આપને નમસ્કાર છે."

આપણે કોઈક નાનકડું બાળક હોય અને પેલું કે.જી. ને એવું બધું થોડું કરીને બહાર નીકળેલું હોય. હવે એને આપણે પૂછીએ કે, "બેટા, તું શું ભણે છે? તને શું આવડ્યું સ્કૂલની અંદર?" એટલે તરત જ શું કરી દેશે? એને જેટલું આવડતું હશે એ બધું બોલી જશે. "ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર," આખેઆખી. પછી બીજી કવિતા, પછી ત્રીજી કવિતા, જે આવડતું હોય એ બધું કહી દે. તેવી રીતે આ દેવોએ પણ પોતે જે કંઈ પોતાના જ્ઞાનમાં હોય તે બધા જ શબ્દો, તે બધી જ બાબતો વડે તે રુદ્ર સ્વરૂપની સ્તુતિ કરવામાં. રુદ્ર સ્વરૂપને કોઈ ફરક નથી પડવાનો, બરાબર? એમની સ્તુતિ કરવામાં આવે કે ન કરવામાં આવે, પણ દેવો જ્યારે એમની સ્તુતિ કરે છે ત્યારે શું થાય છે કે રુદ્રની તો મહાનતા વિશે એ લોકો સભાન બને છે અને પોતે અપડેટ થાય છે, અપગ્રેડ થાય છે. એટલે પરિવર્તન આ સ્તરે આવવાનું છે.

ત્યાં જરૂરત નથી, ત્યાં તો છે જ બધું સંપૂર્ણ જ છે. બ્રહ્મને કશું કરવાનું નથી, એમાં કશો ફેરફાર કરવાનો નથી. અહીંયા ફેરફાર કરવાનો છે, આ જગ્યાએ કરવાનો છે.

એટલે એ બધા દેવો જે છે તે સ્તુતિ કરે છે કે, "આપ વિષ્ણુ સ્વરૂપ છો, આપ બ્રહ્મા સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. હે ભગવાન રુદ્ર, આપ સ્કંદ રૂપ છો." સ્કંદ એટલે કાર્તિકેય, ભગવાન શિવનો જે સૌથી મોટામાં મોટો પુત્ર. એને કાર્તિકેય જે કહે છે, એને સ્કંદ કહેતા હતા. સ્કંદ પુરાણ પણ છે એટલા માટે. "આપને નમન છે. આપ ઇન્દ્ર સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ, વાયુ સ્વરૂપ અને સૂર્ય સ્વરૂપ છો, આપને નમન છે. હે ભગવાન રુદ્ર, આપ સોમ સ્વરૂપ છો." સોમ એટલે ચંદ્ર. ચંદ્ર એ શીતળતાનો, ઔષધી ગુણોનો, એનું પ્રતીક રૂપે અહીંયા આગળ ચંદ્ર લેવામાં આવે છે. "અષ્ટગ્રહ સ્વરૂપ છો, પ્રતિગ્રહ સ્વરૂપ છો." હવે આઠ બાકીના ગ્રહો, સૂર્યની વાત તો કરી. એની સાથે પ્રતિગ્રહ સ્વરૂપ છે. જે ગ્રહની સામે પડતા હોય છે તેવા બધા જે હોય તે બધા કેવા પ્રતિગ્રહો કહેવાય? પ્રતિગ્રહો કોણ છે?

ધૂમકેતુ, નિહારિકાઓ, મોટી મોટી ઉલ્કાઓ જે આવે છે તે બધા પ્રતિગ્રહ સ્વરૂપ. "આપને નમસ્કાર. આપ ભૂ સ્વરૂપ, ભુવ સ્વરૂપ, સ્વહ સ્વરૂપ અને મહ સ્વરૂપ છો, આપને નમન છે."

તો સૌથી નીચેના સ્તરેથી એમણે શરૂઆત કરી કે ભૂસ્વરૂપ એટલે કે પૃથ્વી સ્વરૂપ, ભુવ સ્વરૂપ એટલે પૃથ્વીથી ઉપરનું જે સ્વર્ગ જે છે તે અને પછી સ્વહ સ્વરૂપ છે અને એટલે કે કારણ જેમ કે જગત આખું આવી જાય છે તેની અંદર અને ઉપર તેનાથી ઉપર મહ સ્વરૂપ જે મહાકારણ મુખ્ય બાબતો ગણાય સંસાર આખું ઉત્પન્ન થવાનીની અંદર. તો "ૐ ભૂવ સ્વહ" અને પછી આગળ આવે છે "મહ". તો પછી મહથી ઉપર પાછું જન, તપ, લોક અને સત્યમ એવી રીતે સાત લોક ગણવામાં આવ્યા છે. સત્યલોક ઉપર સૌથી ઉપર, પછી બાકીનું બધું નીચે એક પછી એક પછી એની વ્યવસ્થા છે.

"આપને નમન છે. હે રુદ્ર ભગવાન, આ પૃથ્વી, અંતરિક્ષ, આપ અને આકાશરૂપ છો, આપને નમસ્કાર છે. હે રુદ્ર ભગવાન, આપ વિશ્વરૂપ, સ્થૂળ રૂપ, સૂક્ષ્મ રૂપ, કૃષ્ણ અને શુક્લ સ્વરૂપ છો, આપને નમન છે. આપ સત્યરૂપ અને સર્વસ્વરૂપ છો, આપને વારંવાર નમન છે. હે રુદ્ર ભગવાન, ભૂ, ભુવસ્વ લોક ક્રમશઃ આપની નીચે, મધ્ય અને ઉપરના લોકો. આપ વિશ્વરૂપ છો અને એકમાત્ર બ્રહ્મ છે, પરંતુ બ્રહ્મવસ બે અથવા ત્રણની સંખ્યાવાળા તમે જણાવ છો. આપ વૃદ્ધિ સ્વરૂપ છો, શાંતિ સ્વરૂપ છો, પુષ્ટિરૂપ છો, હૂત અને અહૂત રૂપ છો, દત્તરૂપ અને અદત્ત રૂપ છો." દત્તરૂપ એટલે દીધેલું અથવા દત્તરૂપ એટલે જેને કહેવાય ભગવાન દત્તાત્રેયનું જે દત્તરૂપ છે. તો દત્ત એટલે દીધેલું એમ કહેવાય છે. તો એવા દત્તરૂપ અને અદત્તરૂપ એવા પણ તમે છો. "સર્વરૂપ અને અસર્વરૂપ તમે છો, વિશ્વ અને અવિશ્વરૂપ પણ તમે છો." આ વિશ્વ છે એની પાછળ જે કંઈ છે તે બધું શું કહેવાય?

તો કે અવિશ્વ. ત્યાં આગળ વિશ્વ બનવાનું માત્ર દ્રવ્ય જ તૈયાર હોય, બાકી કશું ન હોય એવી એક સ્થિતિ. "કૃતરૂપ છો અને અકૃત રૂપ છો." એટલે કોઈ આકૃતિ પણ છે અને એ જે આકૃતિ વગરની ફક્ત નિર્મળ ઊર્જા સ્વરૂપ છે તે પણ તમે છો. અહીં આજ વસ્તુ વધારે સ્પષ્ટ કરે છે કે "પર અને અપરરૂપ પણ તમે છો અને પરાયણ રૂપ છો. આપે અમોને દેવતાઓને અમૃત સ્વરૂપ સોમપાન કરાવીને અમૃતત્વ પ્રદાન કરેલ. અમો જ્યોતિ સ્વરૂપ થઈને જ્ઞાનને પ્રાપ્ત થયેલા છીએ, જ્ઞાની બનેલા છીએ. કામ આદિ શત્રુ હવે અમોને નુકસાન પહોંચાડી શકે એમ નથી. આપ મનુષ્યોને માટે અમૃત સમાન છો. હે દેવ, આપ ચંદ્ર અને સૂર્યથી પહેલા પણ ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ પુરુષ છો. આપ સંપૂર્ણ જગતનું હિત કરનારા અક્ષરરૂપ, પ્રજાપત્ય મતલબ કે પ્રજાપતિઓ દ્વારા સ્તુતિ કરાયેલા એવા સૂક્ષ્મ અને સૌમ્ય પુરુષ પણ તમે જ છો.

જે પોતાના તેજથી અગ્રાહ્યને, અગ્રાહ્યથી ભાવને, ભાવથી સૌમ્યને, સૌમ્યથી સૂક્ષ્મને, સૂક્ષ્મથી વાયુને, વાયુથી ગળી જાય છે." એટલે જે સ્થિતિ છે તેનાથી પણ સૂક્ષ્મ સ્તરે જઈને પણ એ બધું જ કાર્યાન્વિત કરી શકે છે એવી ક્ષમતાવાળા છે. બધાને પોતાનામાં એ સમાવી લઈ શકે એવા છે. એવા મહાગ્રાસ એટલે કોળિયો. જેમ કે વ્યક્તિ બહુ મોટો ભોજન કરવા બેઠેલો હોય રુદ્ર સ્વરૂપે અને આખા બ્રહ્માંડને એક આમ કોળિયો કરીને જાણે કે ભોજન કરી જતો હોય એવી રીતના એ પૂરું કરી નાખી શકે એટલો શક્તિશાળી, એટલો ક્ષમતાવાન જે છે તેવા રુદ્રદેવ તમે છો એમ અહીંયા પ્રાર્થના કરીને કહેવામાં આવે છે. "આવો મહાગ્રાસ કરનારા આપ રુદ્ર ભગવાન."

અને નમસ્કાર છે બધા હૃદયોમાં દેવગણ, પ્રાણ અને આપ બિરાજો છો. જો બધા જ હૃદયોની અંદર શું કીધું? દેવગણ છે, બીજા બધા દેવોની હાજરી પણ છે, પ્રાણની પણ હાજરી છે. પણ આ બંને નિષ્પ્રાણ થઈ જાય અને આ દેવો પણ કોઈ કામના ના રહી જાય જો આપ ત્યાં આગળે હાજર ના હોય દરેકના હૃદયની અંદર બિરાજેલા. એટલે કહે છે કે મનુષ્યના અંતઃકરણમાં જીવન ઉર્જા રૂપી પ્રાણો, દિવ્ય સંવેદના રૂપ દેવ ગણો અને આત્મચેતન રૂપમાં પરમાત્માનું રહેઠાણ ઋષિઓ અનુભવે. એમની અનુભૂતિની વાતો કહેલી છે એમણે. એને એનાથી સંબંધિત એવા અનુશાસનોના માધ્યમ દ્વારા સક્રિય અને ફલિત કરી શકાય છે. એટલે કે એમ કહેવા માંગે છે કે એને યોગ્ય પ્રકારની સાધનાઓ વડે કાર્યાન્વિત કરી અને આપણે એને સક્રિય બનાવીને પછી એના પરિણામો પણ આવી રીતે જોઈ શકીએ છીએ. એટલે આ વાત અને વિષય આખોય અનુભૂતિનો છે, અનુભવનનો છે.

હૃદયમાં બિરાજતા એ આપ ત્રણેય માત્રાઓથી પર છો: અ, ઉ અને મ. એનાથી પણ પર બિંદુ સ્વરૂપ, નાદ બિંદુ કલા, એનાથી પણ ઉપર. એમ હૃદયની ઉત્તરમાં એમનું મસ્તક છે, દક્ષિણમાં પગ છે. આપણે અહીંયા ઉત્તર દિશા ગણાય. માણસ ઊભો હોય તો આ ઉત્તર દિશા, નીચે દક્ષિણ દિશા, પછી જમણો હાથ તે પૂર્વ દિશા અને આ ડાબો હાથ તે પશ્ચિમ દિશા છે. એમાં પણ એ રીતે ગોઠવણી કરવામાં આવે. જે ઉત્તરમાં બિરાજમાન છે તે જ ઓમકાર છે. ઓમકારને જ પ્રણવ કહેવામાં આવે છે અને પ્રણવ જ સર્વવ્યાપી છે. એ સર્વવ્યાપી પ્રણવ જ અનંત છે. જે અનંત છે તે જ તારક સ્વરૂપ છે. જે તારક છે એ જ સૂક્ષ્મ સ્વરૂપ છે અને જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ જ શુક્લ છે. જે પ્રકાશિત ચંદ્ર જેવું હોય છે તે વિદ્યુત વિશેષ રૂપથી પ્રકાશિત. આમ લાઈટનિંગ હોય એની અંદર જે વિદ્યુત છે એ પરબ્રહ્મ છે. જે વિદ્યુત છે તે પરબ્રહ્મ.

જે પરબ્રહ્મ છે તે એકરૂપ છે. જે એકરૂપ છે તે રુદ્ર છે. જે રુદ્ર છે તે ઈશાન રૂપ અને જે ઈશાન છે તે જ ભગવાન મહેશ્વર છે. સૌથી મોટા મોટા એટલે એમને મહેશ્વર કહેવામાં આવે. મહાન ઈશ્વર શબ્દ ભેગો કર્યો. ઈશ્વરોમાં જે સૌથી મહાન હોય તે મહેશ્વર કહેવાય.

કયા કારણોને લઈને ઓમકાર કહેવામાં આવે છે? એ એટલા માટે કહેવામાં આવે છે કે ઓમકાર ઉચ્ચારિત કરવામાં શ્વાસને અને પ્રાણને ઉપર તરફ ખેંચવું પડે. પછી બોલાશે "ૐ". પ્રાણ ઉપર ચડવા માટે તરત જેમ કરશો ઓમકાર તેમ પ્રાણ ઉપર ઉર્ધ્વ ગતિમાં આવવા માંડે. પ્રણવ એટલા માટે કહેવામાં આવે છે કે તેનો ઉપયોગ ઉચ્ચારણ, રૂક, યજુસામ, અથર્વાંગીરસ અને બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે કરવામાં આવે છે. બ્રાહ્મણ એટલે કોણ? જે બ્રહ્મને જાણે છે તેવાને ઓમ કહેવાય. ગમે તેને આપણે ઓમ ઓમ કરીએ તો એ કંઈ ચાલે નહીં. સિવાય કે પછી તમને સામે અમિતભાઈ મળ્યા હોય અને તમે એમને બ્રહ્મ સ્વરૂપ આમ જાણીને પછી તમે એમ કહો કે "ઓમ", તો એ તમને કહે સામે "ઓમ", તો એ બરાબર એકનોલેજમેન્ટ થયું. "હેલો" તો "હેલો" એ બરાબર નથી. આપણી પ્રાચીન પદ્ધતિ જે સંવાદની પણ હતી તે આ હતી. કોઈકને તમારે કઈ રીતે કહેવું હોય, ભલે એનું નામ આપણને ખબર જ નથી, પણ તો પણ આવી રીતે બોલાવવામાં આવતા હતા.

તો એમને એટલા માટે એનું નામ પણ પ્રણવ એવું પડેલું છે.

એને સર્વવ્યાપી કેમ કહેવામાં આવે છે? તે એટલા માટે કે જે રીતે તલમાં તેલ રહેલું છે, સમવ્યાપ્ત. આખા તલમાં તેલ હોય. આમ એવું કંઈ બને નહીં કે તલના એક ખૂણામાં જ બધું તેલ હોય અને બીજે બધે ના હોય. એવું નહીં, સંપૂર્ણપણે. કેવી રીતે વ્યાપ્ત છે? ક્યાં આગળે? તો કે અવ્યક્ત રૂપથી સંપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. અહીં મહત્વની બાબત કહી એવી અવ્યક્ત રૂપ. વ્યક્ત રૂપે તો આપણે કેટલું જોઈ શકીએ છીએ? તેટલામાં આપણે જોઈએ કે હા બરાબર છે, આટલું બ્રહ્મ છે. પણ ના, અવ્યક્ત સ્વરૂપ તો એનાથી મોટું છે, એનાથી મહાન છે. આપણી આ ઇન્દ્રિયોને દ્રષ્ટિમાં આવે કે એની મર્યાદાઓમાં આવે તેનાથી પણ અનેક ગણું મોટું છે. એટલા માટે મહાન વ્યાપ્ત જે છે તેને આપણે અવ્યક્તરૂપત એ સંપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. એને કારણે એને સર્વવ્યાપી એમ પણ કહેવામાં આવે છે.

એનું નામ અનંત એટલા માટે છે કે એ શબ્દનું ઉચ્ચારણ કરતાં ઉપર, નીચે, ત્રાસમાં ક્યાંય પણ એનો અંત જણાતો નથી. પ્લેસલેસ પ્લેસ અનંત. તારક નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે એ ગર્ભ, જન્મ, વ્યાધિ, ગડપણ અને મરણથી યુક્ત આ સંસારના ભયમાંથી તારનારું છે. જ્યાં સુધી આ રુદ્રનું, આવા રુદ્રનું કે આવા બ્રહ્મ સ્વરૂપનું આપણને સંપૂર્ણ જ્યાં સુધી જ્ઞાન ઉપજતું જ નથી, ત્યાં સુધી આ બધી જ વસ્તુઓ આપણને પાછળ લાગેલી જ છે: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. કહે છે ને "પીડિતમ કર્મ બંધન"? બધા કર્મના બંધનો ઊભા થયેલા છે અને એના વડે એ પીડા કરે છે. તો આ સંસારરૂપ જે ભય છે તેમાંથી તારનારું છે.

એનું શુક્લ નામ એટલા માટે છે કે સ્વપ્રકાશિત છે. દાદાએ પણ કહ્યું છે, "આત્મા કેવો છે? હું સ્વપ્રકાશક એવો આત્મા છું." દાદા બોલાવતા હતા આપણને એ રીતના. બીજાઓ માટે એ પ્રકાશક છે. બીજાને પણ એ લાઈટ આપે છે. પોતે સ્વપ્રકાશિત હોવા ઉપરાંત એના કારણે બીજા બધા પણ પ્રકાશિત થાય છે. એને સૂક્ષ્મ એ કારણથી કહેવામાં આવે છે કે એનું ઉચ્ચારણ કરવાથી સૂક્ષ્મ સ્વરૂપ થઈને સ્થાવર વગેરે શરીરોમાં અધિષ્ઠિત થાય છે, વાસ કરે છે. હવે અહીંયા હિલિંગ ટેકનિક આવી, જો. શું કીધું એને કે ઉચ્ચારણ કરવાથી સૂક્ષ્મ સ્વરૂપ થઈ અને સ્થાવર વગેરે શરીરોમાં અધિષ્ઠિત થાય છે. તમે એને આવી રીતના પ્રેશિત કરી શકો છો રુદ્રને, બ્રહ્મને. આ આવી રીતે તમે મૂકી શકો છો, મોકલી શકો છો કે અને ત્યાં જે છે તેને ઉજાગર પણ કરી શકો છો. એમ પણ કહી શકાય કે જે અવ્યક્ત છે તે વ્યક્ત થાય જ્યારે આવી રીતના તમે બોલો ત્યારે.

ત્યારે એટલે ઉચ્ચારણ કરવાથી પણ એ સૂક્ષ્મ સ્વરૂપ થઈને સાવર વગેરે શરીરોમાં અધિષ્ઠિત થાય છે, વાસ કરે છે. એને વૈદ્યુત.

કહેવાનું કારણ એ છે કે એનું ઉચ્ચારણ કરવાથી ગાઢ અંધકાર, અજ્ઞાનની સ્થિતિમાં પણ સમગ્ર કાયા — સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ — વિશેષ રૂપે પ્રકાશમાન બની જાય છે. પંદર મિનિટ બેસીને ફક્ત આપણે આમ ઓમકાર જ કરી નાખ્યો હોય અને પછી જે થાય આપણી હાલત, તે બધું આમ જળહળાણ, બધું આખું ભવ્યતા ભવ્ય તેવું દેખાય કે વિશેષ રૂપે પ્રકાશમાન બની જાય છે.

હવે આવું રોજ થોડીક વાર કરવાથી આપણને આનો અનુભવ આવે, પણ જો બહુ જ લાંબો સમય સુધી નિરંતર જો કોઈ વ્યક્તિ આવી રીતે બેસીને કરતો હોય તો એ પોતે સ્વયં પ્રકાશિત બની જાય. પછી તો લોકો દૂરથી એને જુએ તો ખબર પડી જાય કે આ તો એકદમ રેડિયન્ટ છે, બાકી રેડિયમ જેવો બની ગયો. આ માણસ વાસ્તવમાં એની અંદર શું થયું? તો કે બ્રહ્મનું અવતરણ થઈ રહ્યું છે. એ વચલી સ્થિતિમાં પહોંચ્યો છે કે બહુ જ નજીક પહોંચી ગયો છે. હવે એ ગમે ત્યારે બ્રહ્મમાં પ્રવેશ મેળવી લે એવી સ્થિતિ છે.

પરબ્રહ્મ કહેવાનું કારણ એ છે કે એ પર, અપર અને પરાયણ આ ત્રણેય બૃહત વ્યાપક ઘટકોને બૃહદતા, વિશાળતાના માધ્યમ દ્વારા વ્યાપક બનાવે. તમે એમ કહો કે "બ્રહ્મ કેટલો? આટલો છે?" તો કે "ના, એ તો એનથી મોટો છે." પછી હારું કરીને કહો કે "આટલો છે?" તો કે "ના, એનાથી મોટો છે." હવે અહીં બેઠા બેઠા કેવી રીતે બતાવું કે હવે આનાથી કેટલો મોટો છે? એટલે પછી આમ કરીને આમ બતાવી દેવું પડે કે શું? "આ બે જે છે એનાથી પણ મોટો?" તો કે "હા, એ તો એનાથી પણ મોટો છે." તો એ રુદ્ર ભગવાન જે છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, તે આટલું બધું મોટું છે.

એને બ્રહ્મ એક એટલા માટે કહેવામાં આવે છે કે સમસ્ત પ્રાણોનું ભક્ષણ કરીને અજસ્વરૂપ બનીને ઉત્પત્તિ અને સંહાર કરે છે. બધાના જ પ્રાણ જે છે, તેની ઉત્પત્તિ અને આ બધાને રાખવાનું જે મૂળ કામ, એને મેન્ટેન કરવાનું, ઉત્પત્તિ કરવાનું, એને સંહાર કરવાનું એટલે લય કરવાનું. જેમ એક વ્યક્તિ દેખાય છે, હયાત છે, 80-90 વર્ષનો થઈ ગયો, પથારીવશ થઈ ગયો છે અથવા બેઠો છે અને બસ આમ પ્રાણ જતો રહ્યો. હવે લોકો એમ કહે છે કે "એ ભાઈ તો નથી, એનું બોડી પડ્યું છે." એવું કહે છે લોકોને. ખબર પડી જાય પાછી કે "આ ભાઈ છે" અને કે "ભાઈ ગયા." કેટલું બધું સરસ વસ્તુ છે! એને ખબર જ પડી જાય. તો એ "ભાઈ ગયા" કે "હયાત છે" એ બધું ખબર કેવું પડે? તો કે પ્રાણના આધારે ખબર પડે. એના સમસ્ત પ્રાણોનું ભક્ષણ કરીને, પાંચ પ્રાણ, પાંચ અપાન બધાય પૂરા થઈ જાય તો ભક્ષણ થઈ ગયું.

એટલે પછી હવે શું થયું? તે પોતે અજો સ્વરૂપ બની ગયા, ઉત્પત્તિ અને સંહાર કરે છે.

બધા તીર્થોમાં એ એક જ તત્વ વિદ્યમાન છે. તમે કોઈપણ તીર્થમાં જાવ, પણ બ્રહ્મ તો બધે છે જ ને! એ એક જ તત્વ રહેલું છે. ઋષિકેશમાં જાવ તો પણ અને રામેશ્વર જાવ તો પણ એ એક જ તત્વ. અનેક લોકો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણના વિભિન્ન તીર્થોમાં પરિભ્રમણ યાત્રા કરે છે. ત્યાં પણ તેમની સદગતિનું કારણ એ એક જ તત્વ છે. સમસ્ત પ્રાણીઓમાં એક જ રૂપે રહેવાને કારણે એ તત્વને "એક" કહેવામાં આવે છે. અહીં જો ડિફાઇન કરી દીધું કે એમને શા માટે એક કહેવામાં આવે. પહેલા આપ્યું કે સમસ્ત તીર્થોની અંદર એ એક જ તત્વ છે. હવે શું કહે છે? તો કે સમસ્ત પ્રાણીઓમાં પણ એ એક જ રૂપે રહેલા હોવાના કારણે પણ એને "એક" કહેવામાં આવે છે.

"રુદ્ર" એટલા માટે કહેવામાં આવે છે, હવે અહીં મૂળ વાત આવી, આખી વાતનું હાર્દ છે કે એના સ્વરૂપનું જ્ઞાન ઋષિઓને સહજ થઈ જાય છે. ઋષિ રુદ્ર. ઋષિ જે "રૂ" ને જોઈ શકે તે ઋષિ અને રુદ્ર. સમજાયું? જે રુદ્રને જોઈ શકે તે ઋષિ. એવી રીતે જ્ઞાન સહજ રીતે થઈ જાય છે. સામાન્ય લોકોને તેનું જ્ઞાન થવું મુશ્કેલ છે, અઘરું પડે. ના થાય એવું કોઈ નિયમ નથી, પણ એ સામાન્યતા છોડીને અસામાન્યતા ગ્રહણ કરવાની શરૂ કરે એટલે પછી એને પણ એનું જ્ઞાન વિશેષ થાય.

સામાન્ય લોકો શું કરે? સામાન્ય લોકોને જીવનચર્યા કેવી હોય? તો કે આઠ કલાક ઊંઘે. આ અડધા જાગતા ઊંઘે, બધી વસ્તુઓ જુદી છે. ઘણા સ્વપ્ના જોતા ઊંઘે. બધું સવારમાં બધા ઉઠે. પછી ઉઠીને બધા નિત્ય કર્મ પરવારે, બધું આ કરે. પછી છાપું લઈને બેસી જાય કાં તો મોબાઈલ લઈને બેસી જાય. પછી એ જોતા જોતા નાસ્તા કરે. પછી નાવા જાય, તૈયાર થઈને પછી કામ ધંધે લાગી જાય. એ સાંજ મોડે રાત સુધીને બધું કંઈક કરતા હોય. એમાંય આપ્યા, દીધા, લીધા, બસ વેચી મારો, નાતો ખરે કરી લો, ગમે તે એવું કંઈક પણ બધું કરતા હોય. ટૂંકમાં, ધન સંચય માટેની પ્રક્રિયા દિવસ દરમિયાન કરે લોકો અને પછી સહજે પાછા ઘરે આવે તો ખાય પીવે, બધું ચાલે કરે. તો આ સામાન્ય વ્યવહાર થયો. બોલચાલ કર્યા કરે લોકો જોડે, ફોન પર વાતો કરે.

હવે અસામાન્યતા તરફ વળતો માણસ શું કરશે? તો કે લોકો છ વાગ્યે, સામાન્ય રીતે આઠ-આઠ વાગ્યે, નવ વાગ્યે ઉઠતા હોય તો કે એ માણસ સાડા પાંચ વાગ્યે, પાંચ વાગ્યે ઉઠી જશે. હવે આ અસામાન્ય થયો, બરાબર? હવે કેટલો વહેલો ઉઠશે તો પછી શું કરશે? એટલે કે આંખો મીચીને ઈશ્વરનું સ્મરણ કરશે, રુદ્ર ભગવાનનું સ્મરણ કરશે, બેસીને ઓમકાર કરશે, જપ કરશે. હવે દોઢ કલાક ત્યાં એક જ જગ્યાએ બેસી જઈ અને આ કરવું એને તપ કહેવાય. એટલે એને જપની સાથે સાથે તપ થયા જ કરતું હોય. તપ એટલે શું? તિતિક્ષા છે એક જાતની કે જેની અંદર તમે રેસ્ટ્રેઇન કરો છો. આંખોને ગમે તે જોવાનું નહીં, કાનને ગમે તે સાંભળવાનું નહીં, શરીરને ગમે તે મુવમેન્ટ નહીં કરવાની, હલાય હલાય નહીં કરવાનું. મેડિટેશન કરતા હોય તો શરીર હાલેને એવું બધું ના ચાલે. વારેવારે લોકો કરે, આમ કરે, કંઈ આમ માથામાં ખંડવા બેસી જાય, જતા હોય એવી કોઈપણ પ્રકારની નિરર્થક એટલે અનાવશ્યક જેને કહેવાય એવી કોઈપણ મુવમેન્ટ પણ ન હોય.

એટલે સંપૂર્ણ સંયમની સ્થિતિ આવી જાય. તો આ શું કહેવાય? અસામાન્ય કહેવાય. કોઈ વ્યક્તિ આવું બધું કરવા માટે...

એટલે શું થયો અસામાન્યતા તેનામાં આવવા માટે? આ આવી આવી અસામાન્યતા ઘણો લાંબો સમય જાય ત્યારે પછી છેવટે અંતકાળે શું થવાનું છે? પ્રાપ્તિના સમયે તે પોતે સ્વયં રુદ્ર સ્વરૂપ બની જશે, તે બ્રહ્મ બની જશે, તે બ્રહ્મ સ્વરૂપ બની જશે. આ અસામાન્યતાઓ જ એને ત્યાં સુધી પહોંચાડવાની છે.

એટલે હવે કેટલાક લોકો એમ કહે કે, "યાર, મારે તો આવી રીતના તમે આટલું વહેલા ઉઠીને આમ કરો છો, તેમ કરો છો." તો પેલા ભાઈ કશું બોલે કરે નહીં કે, "ભાઈ, આ મારી ડિસિપ્લિન છે. મારે આવી રીતે રહેવાનું છે, જીવવાનું છે." બીજા લોકો સમજી જાય કે આ ભાઈ આવા જ છે. પણ એ ભાઈ નથી. એ ભાઈ તો હવે બ્રહ્મ સ્વરૂપ થવાની તૈયારીઓ કરવા માંડ્યા છે. ખરેખર એ લોકોને ના દેખાય, પણ બહુ જ લાંબા ગાળે ઘણી વખત એકદમ કશું કામ એવું થઈ જાય પછી ખ્યાલ આવે કે આ તો રુદ્ર સ્વરૂપ બની ગયા ભાઈ કે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. તો આવી વાત છે.

એટલે રુદ્ર એટલા માટે કહેવામાં આવે. "ઈશાન" કેમ કહે છે? તો એટલા માટે કે સમસ્ત દેવો અને તેમની શક્તિઓ ઉપર પોતાનું પ્રભુત્વ, ઈશત્વ જાળવી રાખે. એમનો નિગ્રહ છે, કંટ્રોલ. પણ આ એવો કંટ્રોલ નથી કે પેલા ઘોડાને આમ પેલું લગામ બાંધી રાખ્યું હોય ને ખેંચ ખેંચ કરે કે હાથીને બી આમ દોરડું બાંધી રાખ્યું હોય. એવું કંટ્રોલ નથી. એમની હાજરીનો પ્રભાવ જ એટલો બધો છે, વ્યક્ત સ્વરૂપમાં અને અવ્યક્ત સ્વરૂપમાં, કે બધા એનાથી બંધાયેલા છે અને દરેક એની સત્તાને માણસ એ છે કે નથી, છતાં ખાલી આમ એક સિક્કો ત્રણ સિંહનો મારી દીધો, ભારત સરકાર લખી દીધું એટલે ભારત સરકારની હાજરી ત્યાં આગળે થઈ ગઈ. અને કોઈપણ એવા ખાલી પ્લોટ ઉપર જઈને આવી રીતના આમ પાટીયું મારી દીધું એટલે એ જગ્યા ભારત સરકારની છે એવું ખબર પડે. ભારત સરકારની હાજરી છે ત્યાં આગાળે. એવી રીતે અહીંયા આગળે પણ રુદ્રની, એમ કે બ્રહ્મ સ્વરૂપની હાજરી છે.

એટલે એમને ઈશાન કહેવામાં આવે છે.

આપ સુરની અમે એવી રીતે સ્તુતિ કરીએ છીએ કે જેમ દૂધ મેળવવા માટે ગાયને પ્રસન્ન કરવામાં આવે છે. ગાય પાસેથી આપણે દૂધ મેળ ગ્રહણ કરવું છે, મેળવવું છે, તો ગાય તો ખુશ હોવી જોઈ, સુખી હોવી જોઈ, તોય એ આપણને દૂધ આપશે. એટલે એવી રીતે થઈને અમે આપ જ ઇન્દ્રરૂપ થઈને આ સ્થાવર જંગમ સંસારના ઈશ અને દિવ્ય દ્રષ્ટથી સંપન્ન છો. એને કારણે આપને ઈશાન નામથી સંબોધવામાં આવે છે.

આપને ભગવાન મહેશ્વર કેમ કહેવામાં આવે છે? એટલા માટે કે જે ભક્તજન જ્ઞાન મેળવવા માટે આપનું ભજન કરે છે અને આપ એની પર કૃપાનો વરસાદ વરસાવી દો છો. "વાક શક્તિનો પ્રાદુર્ભાવ કરું છું" (આપણામાં બોલવાની ક્ષમતા પછી વધતી જાય ધીમે ધીમે જેમ જેમ આપણે આ પ્રભુ ભજન કરીએ). એટલે સાથે સાથે સમસ્ત ભાવોનો પરિત્યાગ કરીને (સમસ્ત ભાવો એટલે સંસાર ભાવ), એકમાત્ર આત્મભાવ, આત્મજ્ઞાન અને યોગના ઐશ્વર્યથી પોતાની મહિમામાં સ્થિર રહો છો. તમે રહો છો અને પહેલાને પછી રહેવાની ક્ષમતા પ્રદાન કરો છો. એટલા માટે આપને મહેશ્વર એટલે કે મહાન ઈશ્વર કહેવામાં આવે છે.

આ રીતે આ રુદ્રના ચરિત્રનું વર્ણન થયું. એક જ દેવતા એવા છે કે જે સમસ્ત દિશાઓમાં નિવાસ કરે છે. સર્વપ્રથમ એનો આવિર્ભાવ થયો. આ હવે એમની ઉત્પત્તિ વિશે ને એવી બધી બાબતો બતાવે છે. મધ્ય અને અંતમાં એ જ રહેલા છે. એ જ ઉત્પન્ન થાય છે અને હવે પછી પણ તે જ ઉત્પન્ન થશે. પ્રત્યેકમાં એ જ સમવ્યાપ્ત થઈ રહેલા છે. એવું કહે છે કે, "પ્રત્યેક અણુની અંદર હું જ રહેલો છું." એમ કે, "અણુની અંદર પણ હું જ રહેલો." એટલા સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપે માત્ર એક રુદ્ર જ આ લોકનું નિયમન એટલે કે નિયંત્રણ કરી રહેલા છે, બીજું કોઈ નહીં.

સમસ્ત પ્રાણી એની અંદર જ નિવાસ કરી રહેલા છે. એટલે આઉટરમોસ્ટ બાઉન્ડરી એ છે અને છેવટે પણ તેમાં તેનો નો વિલય થાય છે. વિશ્વનું ઉદ્ભવ અને સંરક્ષણ કરતા પણ એ જ છે, જે સમસ્ત જીવોમાં સમવ્યાપ્ત બનીને રહે છે. આખું વિશ્વ છે, તેમાં પાછા આટલા બધા પ્રાણીઓ છે અને પાછા પ્રત્યેક પ્રાણી માત્રના હૃદયમાં એ પાછા વ્યાપીને રહેલા છે. વ્યાપીને એટલે એ જે તે પ્રાણીનો જે દેહ હોય તેના પ્રમાણની અંદર એ સંપૂર્ણપણે મોજૂદ હોય. એટલે તમે અહીં આંગળી તરફ મૂકીને જુઓ તો અહીં જેટલો આત્મા છે એટલો જ અહીંયા આત્મા હોય. અહીં વધારે છે અને અહીંયા ઓછો છે એવો નહીં. આમ એક સમપ્રમાણ વ્યાપેલા છે એમ કે. એવી રીતના છેવટે પણ એમમાં જ વિલય થાય છે. વિશ્વનું ઉદ્ભવ અને સંરક્ષણ કરતા પણ એ જ છે. સમસ્ત જીવોમાં સમવ્યાપ્ત બને બનીને રહે છે. સમસ્ત પ્રાણીઓ તેમાં સમવ્યાપ્ત થઈને રહેલા છે.

એ ઈશાનદેવના ધ્યાનથી મનુષ્યને પરમ શાંતિનો લાભ મળી શકે છે. એક્સેપ્ટન્સ મેડીટેશન કરતાં કરતાં તમે અસીમ ઠંડકનો અનુભવ આવે છે તે વાત અહીંયા આગળે લખાયી છે.

સમસ્ત પ્રપંચો માટે. એટલે કીધું ને કે, "તમે જ્યાં જોશો ને ત્યાંથી તમને ચાવીઓ બધી મળતી જ જશે." અહીંયાં જોશો તો કે, "હા, અહીંયા આપેલું, ત્યાં પેલું આપેલું છે." પણ આ બધુંય છેવટે શું? તો કે જ્ઞાન છે. જ્ઞાન છે એ જ પરમાત્મા. એટલે પછી એમ થાય કે ક્યાં નથી પરમાત્મા? બધ જ છે, બસ. અને એ જ બધું છે. પાછો બધામાં એ રહેલા છે. બધું જ એ છે.

સમસ્ત પ્રપંચો માટે ભૂત, અજ્ઞાન છોડી દઈને, સંચિત કર્મોને બુદ્ધિ દ્વારા રુદ્રમાં માં અર્પિત કરીને પરમાત્માનું એકત્વ પ્રાપ્ત થાય છે. જો, અહીંયા આખો માર્ગ બતાવી દીધું આટલી નાનકડી બાબતની અંદર. સમસ્ત પ્રપંચો છોડી દેવાના પહેલામાં પહેલું તો. એટલે મનમાં કોઈ જાતના ઘાટ, ઘૂટ, આ તે, વૃત્તિ, વિચાર કશું હોવું જોઈએ ન. કંઈ પણ ઉત્પન્ન થતું ના હોવું જોઈએ, બરાબર? પછી ભૂત અને અજ્ઞાન એટલે... એટલે ભૂત અહીંયા આગળે શું કહે છે? કાળના હિસાબે ભૂત મૂકેલું છે. એટલે ભૂતકાળની કોઈ બાબતોને તમારે પાસ્ટમાં જે બની ગયું, બની ગયું છે એનું ગિલ્ટ લઈને ફરવાનું ન કે, "મારાથી આવું થઈ ગયું તું."

આવું થઈ ગયું હતું, આવું થઈ ગયું હતું, આવા વિચારો આવી ગયા હતા મને, આવું ગંદું દેખાઈ ગયું હતું મને. એવા કોઈપણ પ્રકારના ગિફ્ટ બધા બાજુ પર મૂકી દેવાના અને પછી કહે છે કે અજ્ઞાનને છોડી દેવાના. આ બધું અજ્ઞાન છે એમ કહેવાનું. જે કંઈ છે તે બધું એટલે એને છોડી દો. હવે આપણને જ્ઞાન પકડાશે. જ્યારે તમે બધાને અજ્ઞાન ડિક્લેર કરી દીધું કે આ બધું કેવળ અજ્ઞાન જ છે, ત્યારે પછી તમે કેવળ જ્ઞાન તરફ ગતિ કરી શકશો; કારણ કે એક જગ્યાએથી ખસો તો બીજી જગ્યા પામશો.

એટલે સંચિત કર્મોને, સંચિત કર્મો એટલે પૂર્યા પૂર્યાસ્તક આખેઆખું બુદ્ધિ દ્વારા. બુદ્ધિ કેવી? એવી સદ્બુદ્ધિ દ્વારા. દુર્બુદ્ધિ પણ હોય છે. "આ બધું ભગવાનનું છે કે મારું નથી કરું," ભગવાનને માથે આરોપ નાખી દેવાના બધા, એવી રીતના કરનારી બુદ્ધિ નહીં ચાલે, પણ સન્માર્ગે પ્રેરિત કરનારી બુદ્ધિ જેને સદ્બુદ્ધિ આપણે કહીએ છીએ. "સદ્બુદ્ધિ આપો ભગવાન, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કા." એટલે એવા પ્રકારની જેને કહેવાય એવી સંચિત કર્મો જે છે તેને બુદ્ધિ દ્વારા, સદ્બુદ્ધિ દ્વારા રુદ્રમાં અર્પિત કરીને અર્પણ કરવાના. રુદ્રમાં એ બધાનું આરોપણ નથી કરવાનું આપણે. આપણે ભગવાનને એવું આ જનરલી શું છે કે કઠડમ ખડો કરી દઈએ અદાલતની અંદર કે ભાઈ તું જ જવાબદાર છે દરેક વસ્તુ માટે. એવી રીતના નહીં કહેવાય. એ આરોપ કર્યો કહેવાય. આપણે એમને અર્પણ કરવાનું છે, "પ્રભુ તેરા તુજકો અર્પણ." આ બધું તમારાથી, તમારા દ્વારા, તમારા વડે જ છે, તો આ બધું હું તમને અર્પણ કરું છું.

એમ કરવાથી શું થશે? તો કે પરમાત્માનું એકત્વ પ્રાપ્ત થાય છે, જે શાશ્વત અને પુરાણ પુરુષ પોતાના સામર્થ્યથી અન્ન વગેરે પ્રદાન કરીને પ્રાણીઓને મૃત્યુ પાસમાંથી મુક્ત કરે છે. એમની પાસે સામર્થ્ય છે એટલે શું કરે છે? અન્ન તૈયાર કરે છે. એ અન્ન વગેરે પ્રદાન કરીને પ્રાણીઓને મૃત્યુપાસમાંથી મુક્ત કરે છે. જો કોઈને અન્ન પ્રાપ્ત ના થાય તો એ કેટલા દિવસ જીવિત રહી શકે? તો પ્રાણીઓ ઉત્પન્ન કરે એટલે એમની અંદર ક્ષુધા ઓટોમેટિક છે. સમય થશે, દરેકને ભૂખ લાગવાની છે. તો બધાને અન્ન પૂરું પાડનાર જે છે તે કોણ છે? તો કે પરમાત્મા પોતે જ છે. એ જ આત્મજ્ઞાન આપનાર. આપણી શ્રદ્ધા હોવી જોઈએ. આપણને જ્ઞાન એ જ આપે છે. ગમે ત્યાંથી, ગમે તે સ્વરૂપે પણ જે જ્ઞાન જે આપણી પાસે આવે છે તે બધું ક્યાંથી આવે છે? પરમાત્મા તરફ. નામરૂપ તરફ નહીં જોવાનું.

આડું મોઢું નહીં જોયા કરવાનું. યાદ રાખવાનું કે આની પાછળ એ છે, એટલે એનું મહત્વ હોય, બાકી એનું કોઈ મહત્વ રહેતું નથી.

ઓમ ચોથી માત્રાથી શાંતિ પ્રદાતા અને બંધન મુક્તિ પ્રદાતા છે. ચોથી માત્રા એટલે રેફ કરી અને પછી ઉપર જે બિંદુ મૂકવામાં આવે છે તે કલા અને બિંદુ. તે બિંદુ સ્વરૂપ જે છે તે શાંતિ પ્રદાતા છે અને બંધનમાંથી મુક્તિ પણ આપનાર આત્મા એટલે બંધન મુક્તિ પ્રદાતા એને કીધા. એ રુદ્રદેવની પ્રથમ માત્રા બ્રહ્માની છે. પ્રથમ માત્રા. ઓમ જે કરવામાં આવે છે ને, તો પહેલું ઉપરનું જે આમ આવે રેફ આટલું આમ કરીને આમ એ લાલ કલરમાં છે એમ કહે છે. એના નિયમે ધ્યાનથી બ્રહ્મ પદ પ્રાપ્ત થાય છે. લાલ કલરનું આટલું આમ જોવાનું. આજે ઓમકાર હું તમને બતાડું છું અહીંયા આગળ. આ જે ભાગ આવ્યો, આ જે આટલો આ ભાગ છે તેને કહેવામાં આવે છે. અહીંયા આગળ જો વધારે સ્પષ્ટતાથી આ લાલચ છે ઓલરેડી. આટલો ભાગની વાત કરે છે. એના ધ્યાનથી શું થાય? તો કે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.

પછી બીજી માત્રા વિષ્ણુની જે કૃષ્ણ વર્ણની છે. આ બીજી માત્રા છે, આ બીજી નીચેની આ બીજી માત્રા એ કૃષ્ણની. એ માત્રા કાળી છે એટલે લાલ છે. કૃષ્ણ વર્ણની છે. એના નિયમ ધ્યાનથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. ત્રીજી માત્રા ઈશાનની છે. આ જે આમ કરીને આમાં જે આપેલું છે તે ઈશાન સ્વરૂપ છે. અહીંયા આગળ ઈશાન રુદ્ર સ્વરૂપ છે અને તેનાથી શું થાય છે? તો કે એનો વર્ણ પીળો છે. આવો કલર છે, આ પીળો કલર છે. આ પાળો, આ આ કાળું છે, આ લાલ છે અને આ પીળું છે. એટલે લાલ, કાળું ને પીળું. લાલ, પીળું ને કાળું એવી રીતના યાદ રાખવાનું. તો આ અહીંયા આગળ આવી રીતના છે. આ બ્રહ્મ સ્વરૂપ છે, આ વિષ્ણુ સ્વરૂપ છે અને આ રુદ્ર સ્વરૂપ છે. ત્રણે ત્રણ અહીંયા આગળ આવી ગયા.

હવે આગળ શું કહે છે કે ઈશાન પદની પ્રાપ્તિ થાય છે. ફક્ત એટલો જ આમ અ, ઉ અને મ. આ મ છે. અ, ઉ અને મમ. એ રીતે જોવું હોય તો પણ આ અ, ઉ અને આ મ. ઓ પછી શું મ ચાલ્યો? એ પછી આ આનો ઉદ્ભવ થશે. આ જગ્યા સુધી વ્યક્ત છે. એનાથી ઉપર જાવ છો એટલે તમે અવ્યક્તમાં પ્રવેશ કરો છો અહીંયા આગળ. એને અવ્યક્તની આ બોર્ડર કીધી. પછી એને પેલે પાર ગયા એટલે પછી અવ્યક્તમાં પ્રવેશ અને ત્યાં શું છે? તો કે માત્રબિંદુ દેખાશે.

હવે આગળ ચાલીએ તો કે જે અર્ધ ચોથી માત્રા છે તે સમસ્ત દેવોના રૂપમાં અવ્યક્ત બનીને આકાશમાં વિચરણ કરે છે. પછી એ બધું આકાશ જ છે, ઓપન ટુ સ્કાય. એ શુદ્ધ સ્ફટિક મણિના વર્ણની છે. સ્ફટિક જેને કહેવાય એવો કલર, વાઈટ બિલકુલ આમ એટલે ટ્રાન્સપરન્ટ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. આનો કલર, આનો કલર, આનો કલર તેની સામે આ ટ્રાન્સપરન્ટ અને પછી આ બોર્ડર એટલે એની પેલી પાર. હવે કહે છે જેના ધ્યાનથી મુક્તિ મળે. એટલે આ આકાશ તત્વ આવી ગયું, અંતરિક્ષ આવી ગયું. તમારું આમ પેલે પાર જવાનું છે. તેની તેના સુધી જવાથી શું થાય? તો કે મુક્તિ મળે. તમે આ સંસાર છોડીને પેલી બાજુ જઈ રહ્યા છો. મનુષ્યોનું કહેવું છે કે અડધી માત્રાની ઉપાસના જ ઊંચી. એટલે આ ફૂલ માત્રા છે: એક, બે, ત્રણ અને આ સાડા ત્રણ. એવી એવી રીતના કહે છે. સાડા ત્રણ માત્રા, સાડા ત્રણ વજ્રની વાત પણ એક વખત મેં કરી.

સાડા ત્રણ વજ્રની વાત. તો આવું છે. તો આ અડધી માત્રાની ઉપાસના જ ઉચિત છે કારણ કે એનાથી કર્મના બધા બંધનો સાફ થઈ જાય.

ખતમ થઈ જાય એટલે આ જે સ્ફટિક સ્વરૂપ જે આપણને અર્ધમાત્રા છે, તેનું આપણે ધ્યાન કરવું જોઈએ. આ ઉત્તરાયણ! ઉત્તરાયણ આપણે કીધું તું ને કે કોઈપણ વસ્તુ હોય, આને ઉત્તર દિશા કહેવાય, આ દક્ષિણ, ફરી પાછું એ જ. આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. તરત જ આપણને સ્પષ્ટતા થઈ જાય છે. ઉત્તરી માર્ગથી જ દેવ, પિતૃ અને ઋષિગણ ગમન કરે છે. ઉપરથી આવે બધા અને પાછા જાય એવી રીતના. આ જ પર, અપર અને પરાયણ માર્ગ છે. પર, અપર અને પરાયણ ત્રણ માર્ગ કીધા તે છે.

વાળના અગ્રભાગ સમાન સૂક્ષ્મ રૂપે હૃદયમાં વસનાર, વિશ્વરૂપ, દેવરૂપ, સમસ્ત ઉત્પન્ન થયેલા લોકોને જાણનાર, શ્રેષ્ઠ પરમાત્માને જે જ્ઞાની લોકો પોતાની અંદર જુએ છે, તેવો જ શાંતિ મેળવે છે. બહાર નથી જોવાના, સમજાઈ ગયું? અંદર જોવાના. આજે યથાર્થ ગીતા વાંચતા પણ એ જ કીધું છે ભગવાન શ્રીકૃષ્ણ કે તમે ધ્યાન તો કે હૃદયમાં મારું જ. એટલે ટેલી થઈ ગયું, બરાબર છે વાત સાચી. તેવો જ શાંતિ મેળવે છે, બીજા કોઈને પણ એ શાંતિ પ્રાપ્ત થતી નથી.

હવે આ બધું કરવાનું છે પણ સાથે સાથે કીધું છે, "તૃષ્ણા, ક્રોધ વગેરે માટે સમૂહના મૂળને છોડીને." આ બધા જે કંઈ છે, આ બધા સમૂહ છે એમ કીધું કે દુર્ગુણોનો સમૂહ કહેવાય. તો એ બધા, બધાના સમૂહના મૂળને છોડીને. આ બધાનું મૂળ કોણ છે? ત્રણ ગુણો. આ બધાની પાછળ શું છે? તો કે ત્રણ ગુણો છે: સત્વ, રજસ, તમ. હવે તમે સત્વમાં હશો ત્યાં સુધી તમને ગોલ્ડન કેજ જેવું લાગશે, પણ એનાથી ઉપર જવાની તમને અનુકૂળતા પણ મળે છે. એટલે સત્વગુણની અંદર હોવું એ તો સારી વસ્તુ છે. પછી એનાથી ઉપર ઉઠવાનું એ આગળની વાત છે, પણ પહેલા તમે દુર્ગુણોમાંથી તો મુક્તિ મેળવી લો, સદગુણો તો કેળવો. સદગુણો એટલે દૈવી સંપત્તિ. પાછી ભગવાને કીધી'તી તે જ દૈવી સંપત્તિ એટલે કરુણા, ઉચ્ચ ગુણો છે બધા. જે બીજાને મદદ કરવાની ભાવના હોય, પરમાત્માને પામવાની અંદર એક જિજ્ઞાસા હોય એવા પ્રકારનું.

તો એવા સમૂહના મૂળનો પરિત્યાગ, છોડીને, પરિત્યાગ કરીને સંચિત કર્મોને બુદ્ધિપૂર્વક રુદ્રમાં સ્થાપિત કરવાથી. શું કીધું? આખો પોરયાટ નાળિયેર જેવું બનાવી દેવાનું અને કહેવાનું, "લો પ્રભુ, આ તમને અર્પણ કરું છું." સિમ્પલ, સમજાયું ભાઈ? એક ટેકનિક આવી ગઈ આખી. જે કંઈ આ સંચિત કર્મો છે તે બધા, આ બધા જ આ એક નાળિયેર સ્વરૂપ જેવા બધાને હું કોમ્પ્રેસ કરીને, ભેગા કરીને બધા હું અહીંયા ભેગા કરું છું, મૂકું છું. આવી રીતના બધું કોમ્પ્રેસ કરું. બધા જ સંચિત કર્મો જન્મ જન્માંતરથી અત્યાર સુધીના, આ બધા જ એકઠા કરું છું, ભેગા કરું છું. હવે પોઈન્ટ બ્લોક કરી દો. ઓકે. હવે આ એક આખું નારિયળ તૈયાર થયું છે અને ઉપરથી જે દોષ દેખાય છે તેવું કહેવાનું કે, "હે પરમાત્મા, હે પરબ્રહ્મ, હે પરમપિતા, આ હું આપને અર્પણ કરું છું. તેનો સ્વીકાર કરો અને મને સંપૂર્ણ સંસાર મુક્તિ આપશો.

મને આત્મજ્ઞાન આપો. તમારો આભાર, ધન્યવાદ." પતી ગયું, બરાબર? એટલે આવું કરવાનું.

હવે રુદ્ર સાથે એકત્વ પ્રાપ્ત થાય છે એટલે આપણને શું થઈ જાય? રુદ્ર સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય. રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર, રુદ્ર શાશ્વત છે, પુરાણ છે, એટલે કે પ્રાચીન છે. તેથી એ પોતાની શક્તિ અને તપ દ્વારા બધાના નિયંત્રક છે. અગ્નિ, વાયુ, જળ, સ્થળ અને આકાશ એ બધા કેવા છે? ભસ્મરૂપ છે. ભગવાન પશુપતિ, બંધનથી બંધાયેલા પ્રાણીઓના સ્વામીની, બંધાયેલા પ્રાણીઓના સ્વામીની ભસ્મનો જેના અંગમાં સ્પર્શ થયેલ નથી, તે પણ ભસ્મ સમાન જ છે. પશુપતિ ભગવાન પશુ ક્યાં છે? તો કે અંદર જે બધી દુર્વૃત્તિઓ છે એ બધી પશુવૃત્તિ છે. હવે એનો પતિ, પતિ કોણ? તો કે પરમાત્મા અંદર બેઠેલો હોય. જે ઘડીએ એણે પોતે કંટ્રોલ લઈ લીધો એટલે આ બધા પશુઓ કંટ્રોલમાં આવી ગયા. એટલા માટે આત્માને પશુપતિ કહેવાય છે. એ પરમાત્મા પશુપતિ છે, કારણ કે એને કંટ્રોલ લઈ લીધો છે.

પહેલા એનો હતો, સાધના કરતાં કરતાં ધીમે ધીમે ધીમે કરતાં કરતાં એને ઇન્દ્રિયોનો કંટ્રોલ મેળવી લીધો એટલે દુર્વૃત્તિઓનો સંબંધ થઈ જવાના કારણે હવે એ પશુપતિ રૂપ બની ગયો અને પરમાત્મા સ્વરૂપ થયો. એટલે હવે એ શું કહે છે કે આ બધા બંધનથી બંધાયેલા પ્રાણીઓના સ્વામી એટલે એ પશુપતિની ભસ્મનો જેના અંગમાં સ્પર્શ થયેલો નથી. આત્મા બધે કેવી રીતે વ્યાપેલો છે? ભસ્મ રૂપે વ્યાપેલો છે. એ પણ ભસ્મ સમાન જ છે.

આ રીતે પશુપતિ રુદ્રની બ્રહ્મરૂપ ભસ્મ પશુ પ્રાણીઓના બંધનોને કાપનારી. આત્માનું જ બધી જગ્યાએ લેપન કરી દીધું એટલે બધું ઉડી ગયું. કહેવાનો મતલબ એ હતો ત્યારે આ લોકો પેલું ભસ્મ લઈને આમ આમ કરી, ત્રિપુન્ડ કરીને પછી આમ બેસવા માંડ્યા. "અગ્નિરિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ." એ બધા એના મંત્રો બધા બોલે. બધું મૂળભૂત રીતે એને એમ જોવાનું છે કે આ બધો દેહ નાશવંત રૂપ છે અને આ ભસ્મ સ્વરૂપ જ છે. અને એ પરમાત્મા જે છે તેની આમ જે એ છે ધીર લઈને હું એમ કે આ બધી જગ્યાએ ધારણ કરું છું એટલે આ બધું હવે ભસ્મીભૂત થઈ ગયું છે અને ફક્ત પરમાત્મા જ બાકી રહેલો છે. અને એવો પશુપતિ હું પોતે છું, એવો પરમાત્મા હું પોતે છું. અને બસ પછી પોતાના સ્વરૂપની અંદર આમ બેસીને પછી ધ્યાન ને ચિંતન કરતો હોય, તદરૂપ બનીને રહેતો હોય અને બસ એમ જ જીવતો હોય.

કલાક ગયો, બે કલાક ગયો, ચાર કલાક ગયા, બે દાડા ગયા, અઠવાડિયું ગયું, કેટલો બી સમય ગયો પણ એ બધું કરતાં કરતાં કરતાં કરતાં છેવટે પછી એ પોતાના સ્વરૂપની અંદર જ નિરંતરપણે રહેતો હોય. એટલે એવી અદભુત સ્થિતિ એની થઈ જાય. એટલે એને કહે છે કે ભઈ તું આ બધા બંધનોને કાપનારો છે. તો એ કહે છે કે પદાર્થ પોતાના રૂપમાં એટલા માટે રહે છે કે એમાં કણોને જોડી રાખનારી પ્રવૃત્તિ, વાઈન્ડિંગ ટેન્ડન્સી, સક્રિય હોય છે. ભસ્મ બનવાથી એનું એ સ્વરૂપ સમાપ્ત થઈ જાય છે. બાઈન્ડિંગ ટેન્ડન્સી એકબીજાને જકડી રાખવાની, પકડી.

રાખવાની જે કંઈ બધું હોય, એ બધું ખતમ થઈ ગયું તો આપણે ભસ્મ લગાડીએ. પાવડર એ લગાડાય ને? આ બધા પાવડર નથી ચોપડતા? બધા આપણે આમ આમ કરીને પાવડર ચોપડીને બધું ફરીએ કે, "હા, એનો વાંધો નહીં, તું પાવડર ચોપડ છે, એવી રીતે ચોપડ છે, પણ એવા ભાવથી ચોપડ છે કે તું ભસ્મ સ્વરૂપે બધું ચોપડી રહ્યો છે." અને આ જે ભસ્મ છે, તે પરમાત્માની બ્રહ્મ સ્વરૂપની વિભૂતિ છે. અને એ વિભૂતિને તું ધારણ કરી રહ્યો, તો પછી અંદર રહેલું આ બધું જે પશુત્વ છે, એ બધું સમાપ્ત થઈ જશે તારું. અને તું પછી તે સ્વરૂપે તું રહી શકીશ. એટલે એને બાંધનારી જે ક્ષમતા છે, એ ખતમ થઈ જાય. ભસ્મ એટલા માટે લગાડવાની હોય છે.

પશુપતિના રૂપમાં એ જ આદિસત્તા જીવને કાયા સાથે બાંધી રાખે, તો બ્રહ્મ સ્વરૂપમાં એ જ સત્તા બાંધી રાખનારી પ્રવૃત્તિથી મુક્ત થઈ જાય છે. અને એટલા માટે પરબ્રહ્મને રૂપ અને ગુણના બંધનથી મુક્ત એવા ભસ્મરૂપ કહેવામાં આવે છે. "હું જન્મ-મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું નામ-રૂપથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું." એવી રીતના જે રુદ્ર અગ્નિ અને જળમાં વ્યાસ કરે છે.

અગ્નિમાંથી જળ બને છે, બરાબર? હવે, અગ્નિ અને જળ એ બે વચ્ચેના પંચભૂતો છે. સૌથી ઉપર આકાશ છે, સૌથી નીચે પૃથ્વી તત્વ છે. આ જળ અને અહીંયા જોડકું છે જળ અને પૃથ્વીનું. અહીંયા અગ્નિ અને વાયુનું જોડકું છે. આકાશ તો મોટું વેસલ છે આખું એની અંદર. તો હવે, અહીંયા આ બેને સાથે લાવવામાં આવે છે: જળ અને અગ્નિ. આમ જોવા જઈએ તો પાણી અગ્નિને બુઝવી નાખે અને અગ્નિ પાણીને બાળી નાખે. બળાબળનો નિર્ણય કોણ કરે? તો કે, જે બાજુ બ્રહ્મ છે, તે બાજુનું કામ થશે, કંઈ. બરાબર ને? એટલે એવી રીતના ગોઠવણી થાય છે.

તો જે રુદ્ર અગ્નિ અને જળમાં બંને જગ્યાએ એ સમાન રૂપે રહેલો છે. રુદ્ર એ જ ઔષધિઓ અને વનસ્પતિઓમાં પણ પ્રવેશી ગયો છે. ઔષધીઓ અને વનસ્પતિઓ આ બધી ક્યાં થાય? તો કે, પૃથ્વી તત્વ, જમીન ઉપર બધું થાય. તો આકાશમાંથી એ તેજ ને એ તો સૂર્યનું હતું જ. હવે વરસાદ પડ્યો. વરસાદ કેમ પડ્યો? તો કે, વાદળાં આવ્યાં. વાદળાં કેમ આવ્યાં? તો કે, પેલું ત્યાં આગળ એટલો બધો વાયુ વાયો કે બધા વાદળાં આમથી આમ આવ્યાં. અને પછી એ વાદળાં ભટકાયાં એકબીજા સાથે, વીજળી પેદા થાય. અને પછી વરસાદ પડી ગયો. એ જળ તત્વ જે નીચે આવ્યું, તે રસ છે, મૂળભૂત રહી ગઈ. અને એ રસ જેવો ધરતીને પ્રાપ્ત થયો, એટલે ધરતી કેવી બની ગઈ? તો કે, સમરસ બની ગયેલી, સમરસ બની, શાંત બની, તૃપ્ત થઈ. ઉનાળામાં ના હોય તૃપ્ત. એ તૃપ્તિ એને ક્યારે થાય? પહેલી વખત વરસાદ પડે તે વખતે. આમ, હા, એટલી બધી આહ્લાદકતા આપણે આપણને આમ ખરેખર ફીલ થાય કે પૃથ્વી પ્રસન્ન થઈ ગઈ વરસાદ પડ્યો તો.

આપણે બધા જ, આપણે કારણ કે આપણી અંદર પણ પૃથ્વી તત્વ છે, આપણી અંદર પણ જળ તત્વ છે, એટલે આપણને પણ પ્રસન્નતા એટલી જ વ્યાપી જાય છે તે વખતે. એનું કારણ જ એ છે.

હવે એ જળ તત્વની સમરસતા થઈ જવાના પછીથી શું થાય છે કે, સાથે સાથે એ જળ જ્યારે પડ્યું ને, ત્યારે પણ તેની અંદર તેજ તો હતું જ, અલ્પ પ્રમાણમાં હતું. પણ હવે શું થાય છે કે દિવસ થાય છે અને રાત થાય છે. દિવસ થાય છે અને રાત થાય છે. તો દિવસે સૂર્યનારાયણની શક્તિઓ બધી જે છે, તે પ્રોજેક્ટ થાય, બરાબર? એની પર જેટલો તેજ પડે, જેટલો તડકો પડતો જાય ધરતી ઉપર, એટલા પ્રમાણની અંદર એ સક્રિય બનવાનું શરૂ કરે બીજ અંદરથી બધા. અને તેની અંદર પોષણ થવાનું શરૂ થાય છે. તેવી રીતના રાત્રે તો કે ચંદ્ર આવી જાય. તો ચંદ્ર એના ઔષધી ગુણો સિંચે છે. દિવસે સૂર્યનારાયણ એમાં શક્તિ પૂરે. દિવસે સૂર્યનારાયણ શું પૂરે? શક્તિ પૂરે. અને પછી રાત્રે ચંદ્ર એની અંદર ઔષધી ગુણ મૂકે. એવા પાકેલા ઘઉંને પછી જ્યારે તમે કાપીને ખાવ રોટી બનાવીને, ત્યારે તમારી અંદર એ શક્તિ અને ઔષધિ બંને ગુણો આવી ચૂકેલા હોય છે.

એવી રીતના આગળ કામ ચાલતું હોય. અને એ તમે એટલે કીધું છે કે, "અન્ન છે તે પણ હું જ છું." પરમાત્મા કહે છે, "મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ અન્ન છે જ નહીં."

એટલે ઘણા માણસો સાવજ કંઈ પણ બીજું ઠોસ ગ્રહણ ન કરે. માત્ર પરમાત્માના ધ્યાનમાં, નામના રૂપની અંદર રહેવા છતાં પણ એ લોકો જીવિત રહી જાય. એમને કશું ના થાય. દિવસોના દિવસો, વર્ષોના વર્ષો નીકળી જાય. "હજાર વર્ષ તપ કર્યું, હજાર વર્ષ ખાધા-પીધા વગર કેમ બેસી રહ્યો માણસ?" તો કે, "એને તો બસ એને જે ઊર્જા મળતી હતી, તમને જે રોટલીમાંથી મળતી હતી, એ એને પેલા ધ્યાનમાંથી મળી ગઈ હતી. એટલે એ જીવતો રહી ગયો હતો, નહિતર મરી ગયો હોય ક્યારનો." પણ એવું થતું નહોતું. તે વખતે તો નહોતું જ થતું. અત્યારે પણ એ વાત એટલી જ સાચી. ફક્ત એમાંથી પરમાત્મા રૂપી અન્નને ગ્રહણ કરવાનું, ધ્યાનની અંદર એ પ્રક્રિયા કેવી રીતે કરવી, તે બાબતની જાણકારી લોકો ગુમાવી ચૂક્યા છે. એટલા માટે લોકો એવું નથી કરી શકતા.

હવે જો, તે જમાનાના ઋષિમુનિને સાયકલ ચલાવતા નથી આવડતી. તે જમાનાના ઋષિમુનિઓને ગાડું ચલાવતા, બળદ ચલાવતા બધું આવડતું હતું, પણ ગાડી ચલાવતા નથી આવડતું. તે જમાનાના ઋષિમુનિઓને એનું રિપેરિંગ ખબર નહોતી કે કેવી રીતે કરવાનું, કારણ કે હતું જ નહીં તો પછી કરે ક્યાંથી, બરાબર? પણ એનો મતલબ એ નથી કે એ આવે. કોઈ એકદમ ઊઠીને કોઈ હિમાલયની ગુફામાંથી એકદમ બહાર આવીને કોઈ ખોટવાયેલો હોય, તો એને ચાલુ ના કરે, એની ગાડીને ચાલુ કરી દે. કારણ કે એમની પાસે જ્ઞાન છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, તે બધી એમને ખબર છે. જો એક સામાન્ય પ્રાણી હિલર આમ કરીને આમ ફેરવીને કહે કે, "આ અહીંયા ગડબડ લાગે છે," તો એને ખબર ના પડે. એ પણ આમ કરીને આમ જુએ, બરાબર? "ઓકે, કાર્બોરેટરમાં કચરો આવી ગયો છે, આનો પ્લગ ઊડી ગયો છે, આનું ફલાણું આમ..." તો બધું કહી શકે.

એવી રીતે કોને, કોના શરીરમાં શું ખામી-ખરાબી કઈ જગ્યાએ થઈ છે, તે કેમ ના થઈ શકે? એ કહી જ શકે, કારણ કે એનું એનું...

પરિમાણ શું હશે? પરિમાણ કહું છું, એનું પરિમાણ શું હશે? બ્રહ્મ એ દરેક વસ્તુને બ્રહ્મથી જ જુએ છે અને જાણે છે. એટલે આમ કરે કે બ્રહ્મત્વ ક્યાં છે ને ક્યાં નથી, બસ એનાથી પકડે છે. આપણે પ્રાણ પકડીએ છીએ, એનર્જી પકડીએ છીએ, એ બ્રહ્મ પકડશે દરેક જગ્યાએ. ત્યાંથી જ બધું કળશે. એટલે કે અહીંયા બ્રહ્મ છે ને અહીં બ્રહ્મ ખસી ગયેલું છે, અહીં વ્યક્ત છે ને અહીં અવ્યક્ત છે, એવી રીતના એને ખબર પડશે. એને એવી રીતે ખબર પડશે.

તો આવું થાય છે. એટલે એ કહે છે કે એ જ વનસ્પતિઓમાં પણ પ્રવેશી ગયેલો છે, જેના દ્વારા આ સમસ્ત વિશ્વ ઉત્પન્ન થયું છે. મેન્ટેન પણ એ જ કરે છે. એ અગ્નિરૂપ રુદ્રને નમન છે. તેજરૂપ, અગ્નિરૂપ અને ઉષ્મા, ગરમી. ભયંકર ઠંડી પડતી હોય તેમાં સહેજ આપણને આમ સહેજ ગરમાવો મળી જાય, આમ થોડી હુંફ મળી જાય કોઈક જગ્યાએ, તો કેટલું બધું સરસ લાગે! પાછું આપણું જીવન પાછું નોર્મલ સારું લાગે છે. એટલે એના દ્વારા સમસ્ત વિશ્વ અને ભુવનોનું સર્જન કરવામાં આવે છે. કોના દ્વારા? જે રુદ્રદેવ અગ્નિ, ઔષધિઓ અને વનસ્પતિઓમાં વાસ કરે છે, તેના દ્વારા સમસ્ત ભુવનોનું સર્જન કરવામાં આવે છે. તેમને નમસ્કાર છે.

જે રુદ્રદેવ જળ, ઔષધિઓ અને વનસ્પતિઓમાં વિદ્યમાન છે, બિરાજમાન છે, જેના દ્વારા સમસ્ત જગત ધારણ કરવામાં આવે છે. જે રુદ્ર શિવ અને શક્તિ તથા ત્રિધા, દ્વિધા અને ત્રિધા એટલે સત્વ, રજસ અને તમસ, ત્રણ ગુણો જેને કહેવાય પ્રકૃતિની અંદર. અહીંયા શિવ અને શક્તિ સ્વરૂપ કીધો, પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ કીધું, અહીંયા સત્વ, રજસ અને તમસ કીધેલું છે. દ્વારા આ પૃથ્વીને સંચાલિત કરે છે. ફક્ત આ પૃથ્વી એવું નહીં, અહીંયા આગળ એનો બહોળો અર્થ લેવાનો કે સમસ્ત બ્રહ્માંડોને જે સંચાલિત કરે છે તેવા. જેને નાગોને, નાગ એટલે વાદળો, આકાશમાં રહેલા જે વાદળો. નાગલોક કે એટલે લોકો નીચે જુએ, પણ ઉપર જોવાનું છે. તને ખબર જ નથી પડતી, બોલો કેવી ઊંધી વાત છે! ક્યાં મેળ પડશે પછી?

તો કે નાગોને અંતરિક્ષમાં પ્રતિષ્ઠિત સ્થાપિત કરી રાખેલા છે, તેમને નમન. વાદળ રહે છે કેવી રીતના? એ પણ એક બાબત છે ને, બોલો. આકાશની અંદર આમ તો બધું જેવું આવે બધું પાણી ભર કરતું પડી જાય. તો પણ પાછું ખાલી થઈ ગયેલું વાદળ પણ પાછું સફેદ આકારની અંદર આપણને ત્યાં આગળ થોડું ઘણું દેખાય અને શરદ ઋતુ આવતા આવતા આખોય આકાશ એકદમ સ્વચ્છ થઈ જાય અને પછી એક વાદળું દેખાય નહીં એવું. અને જો આસુબેનના ઘરે જઈએ આપણે, પેલું શું નામ, ઇંગ્લેન્ડમાં હતા ત્યાં તો આમ સવારથી તો સાંજ સુધીને નરે વાદળનો જ ગાઢો ગુંબારો જાણે કે પેલો ઉપર આકાશમાં લાગેલો જ હોય એવું દેખાય આપણને. કે સાંજના પોણા છ વાગ્યા હોય ને કેવું વાતાવરણ થાય, બસ એટલા લાઈટ હાથે બધું એવું ડીમ ડીમ રહ્યા કરે આખો દાડો એવું રહે. હવે એમાં કોઈક વખતે બાય ચાન્સ એવું થાય કે એ વાદળોમાંથી થોડુંક જરાક આમ ઓપનિંગ થઈ જાય કોઈક કારણસર.

ને પ્રકૃતિના ઘણા બધા વે હોય, તો એટલી જગ્યામાંથી ઉપરથી સૂર્યનો તીવ્ર પ્રકાશ આમ જે આવે ને ધરતી ઉપર, એ બહુ અદભુત સીન હોય. આમ ટનલમાંથી જ્યારે સૂર્યનો પ્રકાશ આવતો હોય ને એવું દેખાય આપણને, બહુ અદભુત હોય.

તો આવી બધી અદભુત રચના કરનારો, એ બધું કરનાર કોણ છે? તો કે રુદ્ર ભગવાન તમે જ છો, બીજું કોઈ નથી. એટલે હું તમને એક્સેપ્ટ કરું છું અને હું તમને નમસ્કાર કરું છું, વારે વારે નમસ્કાર કરું છું. ભગવાન રુદ્રની પ્રણવ રૂપ મૂર્ધાની ઉપાસના કરનારા અથર્વાની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. અથર્વા સર્વોચ્ચ સ્થિતિને અથર્વા કહે છે. પ્રણવરૂપ મૂર્ધાની ઉપાસના, પ્રણવરૂપ આ આખે આખું આ કરતાં કરતાં કરતાં મૂર્ધા એટલે એક એવી સ્થિતિની અંદર આવી જશે કે જ્યાં આગળ બસ પછી કાંઈ છે નથી. આમ કોઈ સંસાર નથી, કોઈ સંસાર ભાવ નથી, કોઈ કામ એને પાર જતો રહ્યો છે. બિલકુલ ચોથી માત્રાને પાર કરીને અને પછી જે આપણે અનુભવ કરીએ છીએ આપણા એક્સેપ્ટન્સ મેડિટેશનમાં નરી ઠંડક, નરી ઠંડક, બસ બીજું કાંઈ જ નહીં. તે પણ તમે જ છો. ઉપાસના ન કરનારા નિમ્ન સ્થિતિમાં જ રહે છે.

સમસ્ત દેવતાઓનું સામૂહિક સ્વરૂપ રુદ્ર ભગવાનનું મસ્તક છે. એમના પ્રાણ, મન અને મસ્તકના રક્ષક છે. પૃથ્વી, આકાશ અને સ્વર્ગનું સંરક્ષણ કરવામાં દેવતા જાતે સમર્થ નથી. દેવતાની પાછળ રુદ્ર ભગવાન હોવા અતિ આવશ્યક છે. કે આંખમાં શક્તિ નથી, આંખને જોવાની શક્તિ પ્રદાન કરનાર બ્રહ્મ પોતે જ છે, રુદ્ર ભગવાન પોતે જ છે. એ જે કંઈ છે, અર્થાત બધું જ રુદ્ર ભગવાનમાં જ સમાયેલું છે. એટલે મોટામાં મોટું જેને કહેવાય કેપેસીટર કોણ છે? તો કે રુદ્ર ભગવાન છે. એનાથી મોટું કોઈ કેપેસીટર નથી. હવે એ કેપેસીટરને પાછા કયા કેપેસીટરમાં મુકાય? તો કે ના, એવું કોઈ કેપેસીટર નથી. એ ગાડી વાતો કરવાની. મોટું સૌથી મોટું કેપેસીટર કહી દીધું એટલે પતી ગયું. એનાથી મોટું કોઈ એની અંદર બધા વાસણ આવી ગયા. શું? એનાથી પર કંઈ પણ નથી. એનાથી પહેલા પણ કંઈ ન હતું. એનાથી પહેલા ભૂતકાળમાં અને એનાથી આગળ ભવિષ્યકાળમાં પણ કંઈ જ નથી.

સહસ્ત્રપાદ અને એક મસ્તક વાળા રુદ્ર સમસ્ત ભૂતોમાં સમવ્યાપ્ત છે. સમસ્ત ભૂતોમાં એ વ્યાપેલા જ છે. એટલે રુદ્રનું સંકલ્પ નિર્ધારણ એક જ છે, તેથી તેમને એક મસ્તક વાળા કહેવામાં આવે છે. એક અને મસ્તક વાળા જે કહેવામાં આવે છે, એનું કારણ એ છે કે ફક્ત એ એક જ છે. આપણે એમ કીધું ને, ઝીરો નહીં, એક. તેમની ગતિશીલતાના હજારો પક્ષ છે, એટલા માટે એમને સહસ્ત્રપાદ કહેવામાં આવે. સહસ્ત્રપાદું, સહસ્ત્રાચક્ષુ. "હજારો આંખો વડે જોવું છું, હજારો મારા હાથ છે." ને તો શું છે? તો કે ભઈ, એમને જેનાથી પણ કામ કરાવવું હોય, એની પાસે એ કામ કરાવી દે શકે. તમે એમ કહો કે મારા વગર ના ચાલે, તો એ વાત ખોટી. ભગવાન કહે, "તું બેસી રહે, હું પેલાની પાસે કરાવીશ." તો પછી પાડો હોય ને.

એને પાછળ લઈ જઈએ ને કે કે વેદ બોલવા માંડે એટલે પછી પાડો વેદ બોલે અને પછી પેલો ત્યાં ગાડે બેઠો બેઠો સાંભળે. પાછો કેટલે આવતું લેતો જાય કે, એટલે કોઈ એમ કે કે અહંકાર કરીને હું જ છું ને મેં જ કર્યું, તો એના માટે આ મોટામાં મોટો લેસન હોય છે.

અક્ષરથી કાળની ઉત્પત્તિ થાય છે. ક્ષર અને અક્ષર એટલે જે અવ્યક્ત છે અને શાશ્વત છે, જેનો ક્ષર થતો નથી, તેનાથી કાળની ઉત્પત્તિ થાય છે. અક્ષરમાંથી જેવો અક્ષર માંથી જેવો ક્ષર થવા માંડે છે એટલે કાળ ચાલુ થઈ જાય એમ કહેવા માંગે. અસ્તિત્વમાં આવ્યો ને એટલે કાળ ચાલુ લાગી અને સ્થળ અને કાળ બે વસ્તુઓ લાગી જ જાય તરત જ પછી.

એટલે પછી પૂછે કે, "કઈ બાજુ?" તો કે, "ઈશાન ખૂણાની અંદર 10 ડિગ્રી, 32 ડગલા આગળ ચાલો." પછી એવું ગોઠવા ચાલુ થઈ જાય તરત. અને કાળથી એ વ્યાપક કહેવાય છે. વ્યાપક અને શોભાયમાન રુદ્ર જ્યારે શયન કરવા લાગે છે, ત્યારે સમસ્ત પ્રજા પ્રાણી સમુદાયનો સંહાર થાય છે.

એટલે કહે છે કે, રુદ્ર ભગવાન જ્યારે એવું ડિસાઈડ કરે કે ભાઈ, હવે મારો તો બસ ઊંઘવાનો ટાઈમ થયો છે, એટલે જ્યારે એ પોતાની સક્રિયતા છોડી દે અને નિષ્ક્રિયતાની અંદર કે સુષુપ્તિ સ્થિતિમાં જો રુદ્ર પહોંચી જાય, તો શું થાય? તો કે, સમસ્ત પ્રાણી સમુદાયનો સંહાર થઈ જાય, બધું પતી જાય, ખતમ થઈ જાય.

જ્યારે ભગવાન રુદ્ર શ્વાસ લે છે, તો તમ ઉત્પન્ન થાય છે અને તમથી આપ તત્વનો પ્રાદુર્ભાવ થાય. અહીં સુધી પહોંચ્યું. હવે અંદર ગયા પછી શું છે? આપ પછી છે ને બહાર કાઢો છો ને જ્યારે, ત્યારે અંદરથી તો અંદર ભેજ આવે છે. તે આપને પોતાની આંગળી દ્વારા મથવાથી (એ આપ એટલે પાણી નહીં બોલ) આંગળી દ્વારા મથવાથી આપ તત્વનું ગાઢું રૂપ ઉત્પન્ન થાય. એટલે આપ જે તત્વ રહેલું છે તેને આંગળી દ્વારા એ મથવાથી, એ એ શિશિરને મથવાથી ફીણ ઉત્પન્ન થાય છે. ફીણથી ઈંડું અને ઈંડાથી બ્રહ્માનો પ્રાદુર્ભાવ થાય.

ત્યારબાદ બ્રહ્માથી વાયુ, વાયુથી ઓમકાર, ઓમકારને સાવિત્રી પ્રગટ થાય છે. સાવિત્રીથી ગાયત્રી અને ગાયત્રીથી લોકોનો ઉદ્ભવ થાય છે. ગાયત્રી પહેલા ઇન્દ્રિયો બધી બની. ગૌ ગાયત્રી સમજાયું કંઈક? પહેલા ઇન્દ્રિયો ઉત્પન્ન થાય, પહેલા ઇન્દ્રિયોનો રાજા આવે, ઇન્દ્ર એટલે કે મન આવે, પછી એમાંથી બધું પેદા થઈ જાય અને એવી રીતના લોકોનો ઉદ્ભવ થાય છે. લોકો એટલે આપણ પણ લોકો થાય અને આ જે કંઈ છે તે પણ લોકો છે. આ પણ બધા, આ પણ બધા લોકો ઉત્પન્ન થઈ જાય છે.

તો જ્યારે રુદ્ર તપ કરે છે, ત્યારે સત્યરૂપી મધ ઝરે છે. પોતે તપ કરવા બેસે છે રુદ્ર ભગવાન, ત્યારે જે શાશ્વત હોય છે. આ પરમ તપ છે: "આપ જ્યોતિ રસ અમૃત બ્રહ્મ ભુવર્ સ્વરૂપ પરબ્રહ્મને નમસ્કાર." પછી આગળ એનું ફળ આપેલું છે કે જે બ્રાહ્મણ આ અથર્વશીર ઉપનિષદનું અધ્યયન કરે છે, એ શ્રોત્રીય ન હોય તો પણ શ્રોત્રીય બની જાય છે.

મતલબ કે જે શાસ્ત્ર વિશે કશું જ જાણતો નથી. શાસ્ત્ર એટલે શું? ગમે તે ચોપડી નહીં, કોઈએ લખેલી. શાસ્ત્ર એટલે બહુ સ્પેસિફિક રીતે સમજો કે જેમાં આત્મા અને પરમાત્મા વિશે જાણકારી હોય અને ત્યાં કેવી રીતે પહોંચવું તેનું માર્ગદર્શન આપવામાં આવેલું હોય, તેને જ શાસ્ત્ર કહેવાય. બધા શાસ્ત્ર કહેવાય. તો એવો શ્રોત્રીય બની જાય. એનું જે વાંચન કરનારો હોય તેને શ્રોત્રીય કહેવાય. કોઈ બીજો ગમે તે શ્રોત્રીય કહેવાય. તો શ્રોત્રીય મોટો કે પીએચડી વાળો શ્રોત્રીય? કોકને પૂછજો હવે એક આવો સવાલ. તો કે, "બોલો, તમે મને કહો કે શ્રોત્રીય મોટો કે પીએચડી મોટો?" પછી એને આ સમજાવવાનું બોલ કે, "હવે તું મને કહે, તારો જવાબ શું છે?"

અનુપવિત એટલે જનોઈ વગરનો વ્યક્તિ ઉપવિત સંપન્ન બની જાય છે. એમાં ત્રણ આપેલા છે સૂત્ર: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના. બરાબર ત્રણ શક્તિઓ સ્વરૂપે આપેલા. એટલે કે એવી જનોઈ રૂપી એના વગરનો વ્યક્તિ જે હોય તે પણ ઉપવિત સંપન્ન બની જાય છે. એટલે કે એને બધી આવી ગઈ, પછી એને પહેરવાની જરૂર રહેતી નથી. જો, અમે પહેરતા નથી. બહુ ટાઈમ પહેલા બધી છૂટી ગઈ હતી. એ પણ કોઈ એમ કહે કે, "તે જનોઈ ધારણ કરી છે?" તો હું કહું, "હા." "શું જનોઈ ધારણ કરી છે?" તો કે, "હા, કરી છે." "ક્યાં? તને નહીં દેખાય. અનુભવ હોય તો તારી વાત છે."

આપણે એવું નથી કે આમ પેલું બાથરૂમ થઈએ એટલે પાછું આમ આમ કરવું પડે ને, તેમ પાછું કરવું પડે ને, હાથ ધોવા પડે ને. કોઈક મરી જાય એટલે વળી પાછું એમ બધું કાઢી નાખવાની ને પાછું ફરી 15 દિવસ પછી નવી ધારણ કરવાની, એવું કશું નહીં. આપણે એક વખત આ થઈ ગયું એટલે ઉપવિત થઈ ગયું. હવે આપણે ઉપવિત થઈ ગયું એમ. ઉપનયન જેને આવી જાય એને શું કહે છે? કેવા સંસ્કાર કહેવાય? ઉપનયન સંસ્કાર. આ નયન છે, આમ કરીને આપ જુઓ તો એ નયન કહેવાય. પેલા ઉપનયન સંસ્કાર એટલે એની પાછળનું જે હાર્દ રહેલું છે તેનાથી તમે જ્યારે બ્રહ્મને જોતા ને જાણતા સમજતા થાવ, ત્યારે એને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે.

એ સમસ્ત દેવનો જાણકાર, સમસ્ત વેદોનો અધ્યેતા અને સમસ્ત તીર્થોનો સ્નાતક બની જાય છે. બધા તીર્થોમાં જઈને એવો સ્નાન કરી આવ્યો હોય એટલો પવિત્ર. અગાઉ શું કીધું કે દરેક પ્રત્યેક તીર્થની અંદર એ એક જ પરમાત્મા રહેલો છે? હવે કહે છે કે બધા તીર્થોની અંદર એવો નાયેલો હોય એવો બની જાય. તો હું અહીં બેઠા બેઠા નાહી લીધું ને મેં! તો મેં જ્યારે રુદ્ર ભગવાનને નમસ્કાર કર્યા એટલે બસ મેં બધા તીર્થો ફરી લીધા, બધા વેદો વાંચી લીધા, બધું પતી ગયું, બધું થઈ ગયું. હવે આ બધું મહેનત મજૂરીનું કામ કરવાની જરૂર રહેતી નથી. સમજણપૂર્વક જો વ્યક્તિ કામ કરે તો એ કેટલી બધી ચીજોમાંથી છૂટી જાય છે! હવે માત્ર બેસીને શું કરવાનું? તો કે, રુદ્ર ભગવાન બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. ક્યાં બેસવા દે? તો કે, અહીં બેસવા. તો કે, એ છે, એને તારે અનુ અનુભવ્યા કરવાનું છે, બીજું કશું નહીં.

તને ભૂલથી બી સંસારનો અનુભવ ના થવો જોઈએ તે વખતે.

કન્ડિશન એપ્લાય. તને તે વખતે માત્ર બ્રહ્મ સ્વરૂપનો જ અનુભવ આયા જ કરવો જોઈએ. એવી કોઈ ક્ષણ ના હોય, બે ક્ષણ વચ્ચેની જગ્યા એવી બાકી ના રહી જાય કે તેની અંદર પણ તને આમ આમ કરવાનું મન થઈ જાય. "એ પણ કાઢી નાખવાનું," એમ કહે છે.

હવે આગળ કહે છે: એ સમસ્ત યજ્ઞોના પુણ્યનું ફળ. યજ્ઞ એક જ છે. યજ્ઞ એટલે અર્પણ કરવાની પ્રક્રિયા. યજ્ઞ એટલે પ્રક્રિયા છે, અને શું? તો કે કર્મને કરવાની જે તૈયારી હોય તે, એને યજ્ઞ કહેવામાં આવે છે. આ બહાર જે જવ તલના આમ તેમ બધું લઈને બેસી જાય, આટલું બધા મોટા મોટા મંડપો કરીને લાઉડસ્પીકરો ઉપર બધું બધું ચાલતું હોય, આ બધા યજ્ઞોની વાત નથી.

60હજ ગાયત્રી મંત્રના જપનું ફળ મેળવે છે. ઇતિહાસ પુરાણોના અધ્યયનનું, એક લાખ રુદ્રના જપનું, 10હજ પ્રણવ જપનું પ્રતિફળ પ્રાપ્ત થાય છે. એનું દર્શન કરીને લોક પવિત્ર બની જાય. દર્શન કરાય તો આવા ન કરાય. કેમ કીધું? તો કે આ બ્રહ્મ છે એવું જે જાણે છે તે જ બ્રાહ્મણ છે, અને એવા બ્રાહ્મણના દર્શન કર્યા પછીથી, એવા બ્રાહ્મણના દર્શન પવિત્ર થઈ જવાય છે. એના વિશેની જાણકારી, એ પોતાની પહેલાની સાત પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. ભગવાને કહ્યું છે કે, "અથર્વ શેરના એક જ વારના જપથી સાધક પવિત્ર બનીને કલ્યાણ કર્મનો અધિકારી બની જાય છે."

કલ્યાણ કર્મ એક જ છે, ભાઈ! બસ, પરમાત્માની પ્રાપ્તિ, સ્વસ્વરૂપની સ્વાનુભૂતિ મેળવવાની. બસ, બીજું કાઈક નહીં. તો એના માટે એક જ વખત એ કરી લે એટલે એ ક્વોલીફાય કરી નાખે. બીજીવાર જપ કરવાથી ગાણપત્ય પદની પ્રાપ્તિ કરે છે. બીજી વખત ગાણપત્ય એટલે ગુણપતિ, બરાબર? હવે ગુણોના પતિ જે છે, કયા? કે સદગુણોના પતિ, દૈવી સંપત્તિની વાત જે ગીતામાં કરી છે તે, તેના તે પદને પ્રાપ્ત કરી લે છે. એટલે એનામાં બધી જ સંપૂર્ણપણે દૈવી સંપત્તિ જ પછી બાકી રહી જાય છે. આ ત્રણેય ગુણોમાંથી જે અસરો છે તેમાંથી એ મુક્ત થઈ જાય છે. ત્રણેય ગુણોથી ઉપર જઈને એ ત્રિગુણાત્મક જે આખી સૃષ્ટિ છે તેને મટી જાય છે, એવી સ્થિતિમાં આવે છે.

અને ત્રીજી વાર જપ કરવાથી એ સત્ય સ્વરૂપ ઓમકારમાં પ્રવેશી જાય છે. સત્ય સ્વરૂપ ઓમકાર બિંદુની અંદર પહોંચી જાય છે કે, "હવે હું આજ છું." અને એક વખતે ત્યાં પહોંચ્યો ને વ્યાપક થઈ ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. એનું પછી અસ્તિત્વ પણ રહેવાની આવી રીતના જરૂર રહેતી નથી. એ નીકળી ગયો, બસ પતી ગયું.

અત્યાર સુધી દેખાતા હતા દિવભાઈ, હવે ગાયબ. કે હવે ત્યાં મળશે? એડ્રેસ ક્યાં? તો કે, "એવરીવેર! એકે એક એટમની અંદર હું પ્રવેશી જઉં!" બોલો, આ કેવી અદભુત બાબત છે! ક શું આ અહિયા બેસી રહેવાનું ખાલી આપણે? તો કે, "ના, આપણે તો બધે જ હોવા દઈએ."

એમાં કેટલાય ચલાયમાન છે, કેટલા અચલાયમાન છે. તમને કેવા અનુભવો થાય! તો ઓહો! ધ્રુવ પ્રદેશમાં પડેલી ભયંકર ઠંડીની હિમશિલાઓને એ બધું હોય ત્યાં પણ તમે જ મોજુદ છો, અને સમુદ્રના સૌથી નીચેના પેટાળની અંદર પણ તમે જ છો કે જ્યાં આગાળે ફિઝિકલ વર્ડના વૈજ્ઞાનિકો પહોંચી બી નથી શકતા, સુરજ બી નથી પહોંચી શકતો, એનું તેજ બી નથી પહોંચી શકતું, ત્યાં પણ તમે જ છો. અરે! આ ધરતીની મધ્ય ભાગની અંદર તમે પહોંચી ગયા. અંતરિક્ષમાં કેટલી જગ્યા! ત્યાં બધે જ તમે છો. તો તમે તો શું છો, ભાઈ? કે તો કે, "તમે રુદ્ર છો." તમે શું છો? અને રુદ્રને કોણ જાણી શકે છે? ઋષિઓ જાણે છે. એટલે ઋષિઓ રુદ્રને જાણે છે, તો તમે પછી ઋષિ બનો," એમ આ કહેવાનો એ છે.

અને આ સત્યરૂપ ઓમકાર ત્રિકાળ સત્ય છે. અથશ્રી અથર્વશરૂપ ઉપનિષદ. હરિ ઓમ તતસત. બ્રહ્માર્પણ મસ્તુ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.