અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૧૦. કુણિણ્ડકોપનિષદ્ ભાગ ૧

વિડિયો ૧૪

લેખ ૧૧ / ૧૪૯ · 7 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

આપ્યાયન્તુ મમાંગાનિ વાક્ પ્રાણ ચક્ષુ શ્રોત્રમ્ અથો બલમ્ ઇન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મૌપનિષદમ્. માહમ બ્રહ્મ નિરાકુરિયા, મામા બ્રહ્મ નિરાકરોદ. નિરાકરણમ્ અસ્તુ, અનિરાકરણમ્ મે અસ્તુ. તદાત્મની નિરતેય ઉપનિષદો ધર્માસ્તે મયી સંતુ, તે મયી સંતુ. ૐ શાંતિ શાંતિ શાંતિ.

મારા અંગો, સમસ્ત અંગો, અવયવ વૃદ્ધિને પામો. વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ ને બધી ઇન્દ્રિયો વિકસિત થાઓ. સમસ્ત ઉપનિષદ બ્રહ્મ છે. મારાથી બ્રહ્મને છોડાય નહીં અને બ્રહ્મ અમારો ત્યાગ ના કરો. મારો પરિત્યાગ ન થાવ, ન થાવ. એ રીતે બ્રહ્મમાં રત થયેલા અમોને ઉપનિષદ પ્રતિપાદિત ધર્મની પ્રાપ્તિ થાવ. અમારા ત્રિવિધ તાપોનું સમન થાવ તથા અમોને શાંતિ પ્રાપ્ત થાઓ.

આ કુંડીકોપનિષદ જે સામવેદ સાથે સંબંધિત છે, એમાં એકથી તેર સુધી સદગૃહસ્થની જવાબદારીઓ પૂર્ણ થયા પછી સંન્યાસ ધર્મની અંદર જવાનું અને એની જીવનચર્યા કેવી હોવી જોઈએ એ બાબતો વિશે કહેલું છે. ત્યારબાદ સંન્યાસીની અંતર્મુખી સાધનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી જેને સંન્યસ્ત કર્યું નથી, ત્યાં સુધી તો બ્રહ્મ બહુ દૂર છે ભાઈ. એટલે કહેવામાં આવે છે કે જપ-ધ્યાનના માધ્યમથી એ બ્રાહ્મી ચેતનાની અવતરણ પ્રક્રિયાની જાણકારી પહેલા પ્રાપ્ત કરવામાં આવે. પછી એને સમસ્ત સર્વત્ર આત્મચેતનાના રૂપમાં સંવ્યાપ્ત હોવાનો અનુભવ કરવામાં આવે. ધેટ ઇસ સેકન્ડ સ્ટેપ. અને ત્રીજાની અંદર તનમાત્રાઓના સંયમથી. તનમાત્રાઓ એટલે આંખો જોઈએ છે તે તનમાત્રા જોવાની કહેવાય. નાકથી સુંઘવાની જે છે તેને પણ તનમાત્રા કહેવાય. એવી રીતે દરેક ઇન્દ્રિયોની તનમાત્રા.

તો એના પર સંયમ દ્વારા. સંયમ એટલે બંધ કરી દેવાની છે એવું નથી, સંપૂર્ણ શટડાઉન કરી દેવાનું છે એવું નથી. એનો સદુપયોગ કરવાનો છે. શું? "આંખો વડે હું બ્રહ્મને જોઉં, કાન વડે હું બ્રહ્મને જ સાંભળું." થયો ઉપયોગ, બદલાઈ ગયો. તમે શું જુઓ છો, શું સાંભળો છો તે મહત્વનું એ આગળનું પરિણામ તમને લાઈ આપે છે. એટલે એવી રીતે કરવાથી, તનમાત્રાઓનો સંયમ કરવાથી એક સમય સુધી આગળ ઉપર શું થાય? તો કે અનાહતના નાદના માધ્યમથી જીવ ચેતનાના ઉન્નયનની સાધના પૂર્ણ કરવામાં આવે. ઉન્નયન, આ નયન જે છે તેને પણ ઉન્નત કરવાના, તેને ઉન્નયન કહેવાય. એટલે તમારું દર્શન જે છે તે વિકાસ પામે, વિકસિત થાય. અને જ્યારે છેવટે તમે તો કે બ્રહ્મદર્શન જ બધે કર્યા કરો છો, જ્યાં જુઓ ત્યાં બધે બ્રહ્મ જ દેખાય છે. આ અવસ્થાએ પહોંચવું પડે. પહેલા એવું પણ લાંબો સમય સુધી રહેશે.

ત્યાર પછી બ્રહ્મમાં પ્રવેશ થશે અને પછી એ વ્યક્તિ મટી જતાં બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે લાંબા સમયે. તો આ વિશિષ્ટ સાધના ક્રમ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

એટલે કહે છે કે વેદોનું અધ્યયન કર્યા બાદ. વેદો એટલે બધા ઋગ્વેદથી શરૂ કરીને બધા જ વેદો. આપણે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તે ઉપનિષદ એટલે વેદનો પણ અંત જ્યાં આગળ આવી જાય છે કે ભઈ હવે બસ થયું, જે છે હવે બધું એનો સમાવેશ કરીને અહીંયા આ બધી વસ્તુઓ મૂકી દીધેલી છે. તો એ ઉપનિષદ છે. એટલે વેદોનો પણ અંત જ્યાં આગળ આવે છે તે જગ્યાએ અત્યારે ઓલરેડી આપણે આ કામ કરીએ છીએ. તો એવું અધ્યયન કર્યા બાદ બ્રહ્મચર્ય આશ્રમની સમાપ્તિ પર ગુરુની સેવામાં લાગેલા જે પુરુષને ગુરુ ઘેર જવાની આજ્ઞા આપી દે તે વ્યક્તિ આશ્રમી કહેવાય છે, ગૃહસ્થ આશ્રમી કહેવાય. એટલે એ કાળમાં એવું હતું કે બધા જ જે બ્રહ્મચારીઓ હોય એ પોતે વેદનું અધ્યયન પૂરું કરે એટલે બધાને એમ કે ઘરે જવાની આજ્ઞા મળી જ જાય એવો કોઈ નિયમ હતો નહીં. એ ડિસ્ક્રેશન પર હતું અને એની જરૂરિયાત પર હતું.

જે તે વ્યક્તિની જરૂરિયાત કેવી છે અને ગુરુ એને સમજતા હતા. એ હંમેશા તટસ્થ, નિષ્પક્ષપાતી અને બ્રહ્મ સ્વરૂપ હતા એ વખતના, એ કાળના બધા ગુરુ. શું અત્યારે બધા પીએફ-પેન્શનનું જ વિચાર્યા કરતા હોય રાત-દાડો કે પેલો હપ્તો છૂટ્યો કે ના છૂટ્યો, છાપામાં આવ્યું કે ના આવ્યું, જીઆર નીકળ્યો કે ના નીકળ્યો? તો એ એમની અત્યારના ગુરુઓની જે જરૂરિયાતો છે તેમાં જ એટલા બધા ગૂંચવાઈ ચૂક્યા છે. પહેલા એવી જરૂરિયાતો એમની ઊભી નહોતી. જે તે દેશ-કાળની અંદર જે તે રાજા હોય એની જવાબદારી થતી હતી, એ પ્રજાની જવાબદારી થતી હતી કે એ ગુરુકુળની અંદર બધું પ્રાપ્ત થયા કરે જે એની જરૂરિયાતો હોય એ કુદરતી રીતે પૂરી થાય. તમને એનો દાખલો પણ બતાવ્યો. આપણે આશ્રમમાં ગયા સંતરામ મંદિરે, તો ત્યાં તમે જોયું કે સામે પેલા ભાઈ બધું લઈને આવ્યા હતા. આટલો શ્રમ કરીને ત્યાંથી તોડી-વીણીને બધું ભેગું કરીને છેવટે આ બધું મંદિર સુધી પહોંચતું કરે અને તેમાં પણ સ્વીકાર થાય એટલે એ ધન્યતા અનુભવે કે આજે મારો દિવસ સાર્થક થયો.

એ ભાવ છે એનો એ દાનની પાછળ. અહીંયા સરકાર બી નિશાસા નાખી નાખીને આપે છે ને પેલો નિશાસા નાખતો નાખતો જ ભોગવ્યા કરતો હોય છે. એવી સ્થિતિ ત્યાં નહોતી. એટલે એવું પણ નહોતું કે અતિશય બધું ગોડાઉન ભરાઈ જાય ને બધું બહુ વ્યવસ્થિત રીતે ચાલ્યા કરતું હોય. જરૂરિયાતો હોય પૂરી થયા કરે એવું હતું. બળતણ એક બાજુ હોય, એવી રીતે અનાજ એક બાજુ હોય, શાકભાજી-ફળો એક બાજુ આયા કરતા હોય. બીજી બાજુ ગાયોને એનું સંવર્ધન બધું ચાલતું હોય. તો એ હોય અને એક બાજુ કૃષિ પેદાશો, ખેતી વગેરે બાબતો. આશ્રમ પાસે બહુ મોટી ખેતી લાયક જમીનો હોય પણ ખરી, ન પણ હોય. જો હોય તો આ જ લોકો બધા એની અંદર પછી શ્રમદાન કરતા હોય પાછા આશ્રમની જમીનમાં. આ યોગેશ્વર કૃષિ વાળો જે કન્સેપ્ટ આવ્યો હતો આઠવલે સાહેબનો (પાંડુરંગ શાસ્ત્રી આઠવલે), એ પણ એના કારણે હતો. એમાંથી જ એ બાબત લેવામાં આવી હતી કે ગામના લોકો શ્રમદાન કરી દે ત્યાં આગળ આવીને અને એની જે ઉપજ હોય તે વળી પાછી આશ્રમની અંદર જમા કરાવે.

તો આવી પરિસ્થિતિ હતી અને એવી રીતે આખું તો જે ગુરુકુળનો

આશ્રમમાં આ બધું ચાલતું હતું. રાજા આવે તો એ પણ જુએ કે ભાઈ, એની શું રિક્વાયરમેન્ટ છે? એની આપણે પૂરી કરો. કે અહીં સુધી જવાનો રસ્તો બરાબર નથી તો વ્યવસ્થિત રસ્તો કરાવી આપે, પથરા મુકાઈ આપે, જે જરૂરિયાત હોય તે. પાણીની જ વ્યવસ્થા દાખલા તરીકે આગળ હોય તો કૂવો ખોદાઈ આપે, એના પૈસા આપે. આવું આવું બધું થતું હતું.

તો એવા આશ્રમની અંદર રહેતા વ્યક્તિઓ ૨૪ થી ૪૮ વર્ષ સુધી તો વેદનું અધ્યયન કર્યા કરતા હતા. હવે એમાંથી કોઈક એવું લાગે ગુરુને કે ભાઈ, આ હવે જરા થોડુંક અસ્થિર, ચંચળ થઈ રહ્યો છે અને હવે આ આશ્રમની અંદર લાંબુ ટકી શકે એવું લાગતું નથી.

એક બીજું, એ કાળના રાજાઓ જે હતા તે બધા સતત તલવારબાજી, લડાઈ, હાથ તે બધું ચાલ્યા જ કરતું હોય. એની અંદર કેટલાય યુવાન લોકોની જરૂરત પડતી હતી. તો કુશળ સેનાની હોય, સેનાપતિઓ હોય, આ બધા લોકો જ્યાં એ હોય તે લોકો બધા ગૃહસ્થ આશ્રમમાં જાય, જોડાય. એ લોકો સંતતિ ઉત્પાદન કરે અને એ પોતે આવા બધા કાર્યોમાં જોડાય રાજ્યના. એટલે મંત્રી બને, સેનાપતિ બને, સિપાહી બને અને એવી રીતના રાજ્યનું રક્ષણ કરે.

આ બધું થતું એટલે જેવા લોકો કે જેને બ્રહ્મ પ્રત્યે અતિશય એમ કે અત્યારે રિક્વાયરમેન્ટ નથી લાગતું કે તરફળિયા નથી મારતો બ્રહ્મ માટે એવું ગુરુને જણાય, એવા બધાયને એ શું કરે પછી? સમયે સમયે રજા આપી દે, "ગૃહસ્થ આશ્રમમાં જાઓ." કે આદેશ આપે. એટલે એવી રીતે આદેશ પૂર્વક જાય બધા, ભાગી ના જાય. સમજે કે એને આશ્રમી કહેવાય.

એટલે બુદ્ધિમાન મનુષ્ય ઈચ્છવું જોઈએ કે પોતાને અનુકૂળ સ્ત્રીનો સ્વીકાર કરીને, પોતાની શક્તિ મુજબ અગ્નિને ગ્રહણ કરીને, બ્રહ્મચર્ય યજ્ઞમાં સંલગ્ન રહીને પોતાનું જીવન વ્યાપન કરે. ત્યાં ગયા પછી પણ એને બ્રહ્મ યજ્ઞ તો કરવાનો છે, અગ્નિને ગ્રહણ તો કરવાનો છે. કયો અગ્નિ? બ્રહ્મ અગ્નિ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.