ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૧૯
વિડિયો ૧૧૯
આ નાનકડું ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદ પરંપરા સાથે જોડાયેલું છે. આને નારાયણ અથર્વશિર પણ કહેવામાં આવે છે. આ ઉપનિષદમાં ચાર વેદોનો ઉપદેશ સાર, શિર એટલે કે મસ્તકના રૂપમાં વર્ણવેલો છે. સૌપ્રથમ નારાયણથી સમસ્ત ચેતન અને અચેતનના પ્રાગટ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પછી નારાયણની સર્વાત્મકતા એટલે કે બધાના આત્માના રૂપે નારાયણ રહેલા છે તેની વાત કરી છે. તદુપરાંત, નારાયણના અષ્ટાક્ષર મંત્ર "ઓમ નમો નારાયણાય"નું વિવેચન કરેલું છે. તે પછી નારાયણ અને પ્રણવનું ઐક્ય તથા અંતમાં આ ઉપનિષદના અધ્યયનનું ફળ દર્શાવવામાં આવેલું છે.
પ્રયત્ન એ જ છે કે હરિ ને હર બે એક છે. પહેલા હરિનું વર્ણન કરે, પછી હરનું વર્ણન કરે. "આ શ્રેષ્ઠ છે, આ શ્રેષ્ઠ છે, આ શ્રેષ્ઠ છે." પછી કે, "આ શ્રેષ્ઠ છે, આ શ્રેષ્ઠ છે, આ શ્રેષ્ઠ છે." હવે બે વિભાગ પાડવાનો વખત આવ્યો. તે વખતે બેને એક કરી દેશે કે, "એ તો હરિહર છે અને એ બંને એક જ છે." એને અયપા કહેવામાં આવે છે. તો આ ઉપનિષદનું અધ્યયન કરવાથી ચારે વેદોના પાઠનો પુણ્ય લાભ પ્રાપ્ત થઈ જાય. ચાર વેદ આખા તમે કેમ કે કર્યા હોય પાઠ એવી રીત પણ આપણે સમજ્યા છીએ કે એક ઓમકાર કર્યા પછી જો ત્યાં આગળ છોડી દીધું, અર્ધમાત્રા પછીની જગ્યા તમે જાણી લીધી, તો પણ તમે વેદ જાણી લીધો છે. એટલે એ પણ સાથે સાથે ધ્યાનમાં રાખવાનું.
"ૐ સહ નાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ૐ શાંતિ શાંતિ શાંતિઃ."
"અથ પુરુષો હ વૈ નારાયણોકામયત, પ્રજાઃ સૃજેયેતિ, નારાયણાત્ પ્રાણો જાયતે મન સર્વે ઇન્દ્રિયાણિચ ખમ વાયુર જ્યોતિ આપ પૃથ્વી વિશ્વસ્ય ધારિની નારાયણાત બ્રહ્મા જાયતે નારાયણાદ્ રુદ્રો જાયતે નારાયણા ઇન્દ્રો જાયતે નારાયણા પ્રજાપતિ પ્રજાયતે દ્વાદશાદ આદિત્ય રુદ્ર વસવ સર્વાણી છંદાસી નારાયણા દેવ સમુત્પતયંતે નારાયણા પ્રવર્તંતે નારાયણે પ્રલવીયંતે."
એ કહે છે કે એ પુરુષરૂપ નારાયણ ભગવાને સંકલ્પ કર્યો, જે મૂળ પુરુષ છે તેને, કે "હું પ્રજા એટલે કે પ્રજાની એટલે કે જીવોની સૃષ્ટિ કરું, જીવોની સૃષ્ટિ કરું." તેથી તેમના દ્વારા જ બધી પ્રજાની ઉત્પત્તિ થઈ છે. નારાયણ દ્વારા સમષ્ટિગત પ્રાણનો પ્રાદુભવ થયો. તેમના દ્વારા જ મન અને ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. નારાયણ ભગવાન દ્વારા જ આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, સંપૂર્ણ જગતને ધારણ કરનારી પૃથ્વી આદિ બધાનું પ્રાગટ્ય થયું. ભગવાન નારાયણ દ્વારા જ બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો. નારાયણથી જ ભગવાન રુદ્ર ઉત્પન્ન થયા. નારાયણ દ્વારા જ દેવરાજ ઇન્દ્ર ઉત્પન્ન થાય. નારાયણ દ્વારા જ પ્રજાપતિનો પણ પ્રાદુર્ભાવ થાય છે. નારાયણથી જ 12 આદિત્ય ઉત્પન્ન થાય છે. 12 આદિત્ય આ બધા અને 11 રુદ્ર, આઠ વસુ અને સંપૂર્ણ છંદ બધું ભગવાન નારાયણથી પ્રગટ થયેલું છે.
નારાયણ દ્વારા જ પ્રેરણા પ્રાપ્ત કરીને બધા પોત પોતાના કાર્યોમાં લાગી જાય. આ બધા વસુઓ, દેવો, ઇન્દ્રો, બધા જે કાંઈ છે દેહની અંદર રહેલા તે બધા એ નારાયણની કૃપાથી કરે છે અને ભગવાન નારાયણમાં જ અંતે વિલીન થઈ જાય છે. એવું આ ઋગ્વેદીય ઉપનિષદનું કથન છે.
આ ભગવાન નારાયણ જ નિત્ય છે. નારાયણ આત્માની જ વાત છે. બ્રહ્માજી પણ નારાયણ છે. ભગવાન શિવ તેમાં દેવરાજ ઇન્દ્ર પણ નારાયણ જ છે. જો એમાંથી એ આવ્યા છે અને એ પાછા નારાયણ જ છે. માનવ છે તો માનવનો પુત્ર માનવ જ હોય છે અને એ પાછો માનવ જ પેદા કરે છે એમ જોઈએ છે ને આપણે? એવી રીતની વાત છે. તો વિ દિશાઓ એટલે દિશાઓના મધ્યખૂણા, કોણ જે કહીએ છીએ તે પણ નારાયણ છે. ઉર્ધ્વ પણ નારાયણ, અધ પણ નારાયણ, અંતઃ તેમજ બાહ્ય પણ નારાયણ છે. જે કાંઈ બની ગયું અને જે કાંઈ બની રહ્યું છે તથા જે કંઈ બનવાનું છે તે બધું જ નારાયણ છે. નારાયણ જ એકમાત્ર નિષ્કલંક. એને કલંક લાગતું નથી. તો પછી આકાશથી સૂક્ષ્મ હોવા જોઈએ. નિરંજન. એને કોઈ જાતનું રંજન થતું નથી. રંજ થાય તો શોક કહેવાય. નિરંજન એટલે સદા આનંદમાં હોય. તો એ કોણ હોય? તો નારાયણ હોય. નિર્વિકલ્પ. એનો કોઈ વિકલ્પ જ ના હોય.
એના જેવું બીજું કઈ નથી. તો અલ્ટીમેટલી ક્યાં આવીને ઊભા રહેલા આપણે? એને જ તમે નારાયણ કહો છો. "મેં પંછી ઊંચી ડાલકા" જેને જુવે છે ને તે નિર્વિકલ્પ આ પ્લેસલેસ પ્લેસની વાત છે તે નારાયણ છે. નિર્વિકલ્પ, અનિર્વચનીય અને વિશુદ્ધ દેવ છે. વિશુદ્ધ દેવ. એના જેવો કોઈ બીજો દેવ એટલો શુદ્ધ નથી. બાકી બીજા બધામાં થોડું ડાયલ્યુશન થયેલું છે. તેના સિવાય બીજું કઈ છે જ નહીં. જે મનુષ્ય આ જાણે છે તે સ્વયં વિષ્ણુમય બની જાય છે. વિષ્ણુ કેવા છે? અનંત છે, વ્યાપક છે અને અતુલ તેજ વાળા છે. એના જેટલું તેજસ્વી બીજું કોઈ નથી. તો એવું કોણ છે? તો કે નારાયણ છે. નારાયણ કોણ છે? તો કે પરબ્રહ્મ પરમાત્મા છે. પહોંચી ગયું બધું પાછું ત્યાં. એ વિષ્ણુ જ બની જાય છે. આવું યજુર્વેદનું કથન.
હવે વીતી આપે છે કે સૌ પહેલા આરંભમાં શું કરો? તો કે ઓમકારનું ઉચ્ચારણ કરો. ત્યારબાદ "નમઃ" શબ્દનો અને અંતમાં "નારાયણ" પદનું ઉચ્ચારણ કરો. "ઓમ" આ એક અક્ષર છે. "નમઃ" એ બે અક્ષર છે અને "નારાયણાય" એ પાંચ અક્ષર છે. એ રીતે આ "ૐમ નમો નારાયણાય" એ આઠ અક્ષર વાળો મંત્ર થયો. ભગવાન નારાયણના અષ્ટાક્ષરી મંત્રનો જે મનુષ્ય જપ કરે છે તે શ્રેષ્ઠતમ કીર્તિવાળો થઈને પૂર્ણ આયુષ્ય અને પૂર્ણ યશને પ્રાપ્ત કરે છે. એટલે કે પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરે. એને જીવોનું આધિપત્ય, સ્ત્રી, પુત્ર તેમજ ધન, ધાન્ય આદિ તથા ગૌ આદિ પશુઓનું સ્વામિત્વ પણ પ્રાપ્ત થાય છે. તદુપરાંત, એ અમૃત તત્વને પણ પ્રાપ્ત થાય. આ સામવેદી ઉપનિષદનું પ્રતિપાદન. જો પહેલા યજુર્વેદે આ કહ્યું, આ સામવેદે કહ્યું, એ પહેલા ઋગ્વેદે કહ્યું કે આ નારાયણ છે. તો દરેક વેદમાંથી એમને કાઢ્યો છે નારાયણને.
શું કહેવાનું છે અને શા માટે નારાયણનું આપણે યજન પૂજન કરવું જોઈએ? તો આ ત્રીજો.
વેદ કહી દીધું. હવે ચોથાની વાત કરે છે. અકાર, ઉકાર, મકાર માત્રાઓથી યુક્ત આ પ્રત્યેક ઓમકાર આનંદમય છે. એક એક ઓમકાર કરો, આનંદ ના થાય, તમને ઉપજે તો તમારો ઓમકાર કરેલો વ્યર્થ છે એમ સમજજો. એટલું બધું મહાત્મ્ય છે ઓમકારનું! તમે ઓમ કરો અને તમને આનંદ ના આવે તો બેકાર છે બધું બોલેલું. એટલે કે તમે યોગ્ય રીતે કરેલું નથી, નહીં તો આનંદ ઉત્પન્ન થવો જ જોઈએ અને તત્કાળ ફળ આપનારું છે.
ઓમ તો બ્રહ્મ પુરુષ પ્રણવ સ્વરૂપ છે. આ ભિન્ન ભિન્ન છે. આ માત્રાઓના સંમિલિત સ્વરૂપને ઓમ કહેવામાં આવે છે. અકાર, ઉકાર, મકાર અને અર્ધમાત્રા – આ બધું ભેગું થાય ત્યારે ઓમ બને છે એમ કહે છે. આ પ્રણવરૂપ ઓમકારનો જપ કરીને યોગી સાધક જન્મ-મૃત્યુ રૂપી સાંસારિક બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. "ૐમ નમો નારાયણાય" આ મંત્રની સાધના કરનારો સાધક વૈકુંઠ ધામમાં જાય છે. આ વૈકુંઠધામ પુંડરિક એટલે કે હૃદય કમળ વિજ્ઞાનમય છે. વૈકુંઠ ક્યાં છે એ પણ કહી દીધું, એટલે પાછું ફરી પૂછતા નહીં કે ભાઈ, વૈકુંઠ કઈ બાજુ આવ્યું? નોર્થ અમેરિકાથી પછી આમ નીચે આમ જવાનું એવું બધું નથી. વૈકુંઠ સમજ્યા? એ ક્યાં છે? હૃદય કમળમાં અને પાછું કેવું છે? વિજ્ઞાનમય છે. એટલે વિજ્ઞાનમય કોષ જેને કહેવાય ત્યાં આગળ. આને કારણે આનું સ્વરૂપ વિદ્યુતના જેવું છે. એટલે કે વિદ્યુત આમ થાય ને જેમ, એવું પરમ પ્રકાશમય છે આખું એનું એ ધામ.
"તદધામ પરમમ બ્રહ્મમય".
દેવકી નંદન ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્મણ્ય અર્થાત્ બ્રાહ્મણપ્રિય છે. જે બ્રહ્મને જેને કહેવાય કે પ્રેરિત કર્યા કરે છે, તે બ્રાહ્મણ જાણવાનો પ્રયત્ન કરે છે તે. અને તેવા એવા બ્રાહ્મણને એ પ્રિય છે. ભગવાન પોતે જ મધુસુદન, પુંડરીકાક્ષ અને એ જ વિષ્ણુ અને અચ્યુત પણ એ જ છે. વ્યાપક પણ એ છે અને અચ્યુત પણ એ છે. જો બે બીજા આવી ગયા. આત્માનાથ ગુનો આ વિષ્ણુ પણ પાછા એનાથી અલગ હોઈ શકે તમારા આત્માથી. એટલે ભગવાન વિષ્ણુ, ભગવાન વિષ્ણુ કરો કે તમે આત્મા, આત્મા કરો, બધું એક જ સમજાવું છું. એની મહત્તા બતાવવા માટે થઈને આ સ્વરૂપ આપવામાં આવે છે. વાસ્તવમાં એ વાત કોની કરે છે? આત્માની જ ભજનાની વાતો કરે. પ્રાણી માત્રમાં એ ભગવાન નારાયણ જ નિવાસ કરે છે. કોણ બીજું હોઈ શકે? આત્મા જ હોઈ શકે. એટલે એ પોતે કારણ પુરુષ હોવા છતાં પણ એ કારણ રહિત છે.
તો આત્મા પણ એવો જ છે ને? કારણ પુરુષ હોવા છતાં એ કારણ રહિત હોય છે. આત્મા દરેકમાં અકર્તા હોય તો વાત કોની કરે છે? નારાયણની કરે છે, તે જ આત્માની કરે. તો નારાયણ આપણો આત્મા છે એમ આપણે જાણવાનું છે કે આત્મા છે તે જ નારાયણ પણ છે. બીજી રીતે જાણવું હોય તો આ પણ એક આનો અર્થ છે.
વિદ્વાનો, અથર્વવેદી એ ઓમકાર રૂપી આ શિરોભાગ એટલે કે સારનું અધ્યયન કરે છે. વિદ્વાન જે છે, અથર્વવેદીય, અથર્વવેદના જ્ઞાતા જે વિદ્વાનો છે, તેઓ પણ આ ઓમકાર રૂપી સારનું અધ્યયન કરે. તો ઓમકાર રૂપી સાર શું છે? ઓમ પતી જાય પણ જે બાકી રહ્યું તે તેનો સાર છે. તે જ નારાયણ છે, તે જ આત્મા છે. તેને જ તમે બ્રહ્મ કહો છો, તેને જ તમે પરમાત્મા કહો છો, તેને જ તમે પરબ્રહ્મ કહો છો. આ બધું ઉપનિષદ એના માટે જ છે. સમજાયું?
તો આ ઉપનિષદનો પ્રાતકાળે પાઠ કરવાથી રાત્રે કરેલા પાપો નાશ પામે. રાત્રે, રાત્રી દરમિયાન જે જે બધા વિચારોથી શરૂ કરીને કૃત્યો સુધીના બધા જ જે કરેલા, "રાત્રી કૃતમ પાપમ". રાત્રી એટલે અજ્ઞાન જ્યારે વ્યાપેલું હોય તે વખતે તમારાથી થઈ ગયેલા દુષ્કૃતિઓ જે હોય તે બધા મનસા, વાચા, કર્મના બધા તે બધા નાશ પામે છે. બંને સંધ્યાઓ એટલે પ્રાત અને સાયમકાળ સમય પણ આ ઉપનિષદનો પાઠ કરવાથી વહેલી સવારે અને સાંજે. તો વહેલી સવારે ક્યારે છે? કે જ્યારે જ્ઞાનોદય થવાનો છે તેના સહેજ પહેલા અને નિશા એટલે તમે અજ્ઞાનમાં ડૂબી જાઓ છો એના પહેલા તમને જો ખ્યાલ આવી જાય તો એ સમયે જો તમે એમ કરી દીધું, "પ્રભુ પરમાત્મા મને બચાવ, અજ્ઞાનમાં ડૂબી રહ્યો છું." પછી તો તમારું ચાલવાનું નથી. તો તમે ડૂબી જ જવાના, પણ પહેલા તમે પ્રાર્થના કરેલી છે એટલા માટે તમને બચાવી લેવામાં આવે છે.
તમારા પાપોને માફ કરવામાં આવે. માફ કરવાનું એટલે કોઈ બીજો આવીને માફ કરવાનો નથી. તમારા પોતાના એ દુષ્કૃતિઓ જે છે તે બધા આવી રીતના નીકળી જાય છે. એમ કે સ્ટોર થતા નથી, સંચય થતા નથી. પાપ અને પુણ્યનો સંચય થાય છે ને? પેલું થયા ને નીકળી ગયા. બસ, પતી ગયું. પાપ થયું, નીકળી ગયું. થયું ખરું પણ નીકળી ગયું. સ્ટોર થયું નથી, જમા થયું નથી, સંચિત થયું નથી, તરત નીકળી ગયું.
હવે એ જ સાધક જો પૂર્વ જન્મનો પાપી હોય તો પાપ રહિત થઈ જાય છે ઉપનિષદનો પાઠ કરવા માત્રથી. મધ્યાહનના સમયે ભગવાન ભાસ્કર તરફ અભિમુખ થઈને. ભગવાન ભાસ્કર ક્યાં છે? હમણાં જ કીધું તું ને? એક આ આકાશમાં છે, એક પરમ વ્યોમમાં છે. અને એ એ સૂર્યની સામે જોઈને તમારે કહેવાનું કે, "ભગવાન મને માફ, આવા આવા પાપ થયા છે." એટલે અભિમુખ થઈને પાઠ કરો આમ એનો. તો પાંચ મહાપાતકો અને પાંચ ઉપપાતકોમાંથી હંમેશ માટે તમે મુક્ત થઈ જશો. તો દસ પ્રકારના પાપની વાત કરી અહીંયા આગળ. એ ચારેય વેદોના પાઠનો પુણ્ય લાભ મેળવે છે. અહીંયા આવી ગયું ને? ઋગ્વેદે શું કીધું નારાયણ વિશે? યજુર્વેદે શું કીધું? અથર્વ સર્વવેદે શું કીધું? અને સામવેદે શું કીધું? આ દરેકના માટે અહીંયા આગળ જગ્યા છે. તો એ ચારેયનો જ્યારે આપણે એક સાથે કરીએ એટલે ચારેય વેદોના પાઠનો આપણને પુણ્ય લાભ મળી જાય.
વેદ એટલે આખે આખો વેદ. પેલો એક સવા લાખ રૂચાઓ હોય વેદની. તમે એ બધી ક્યારે વાંચી રહેવાના? પણ તમે એનો એક ભાગ પણ વાંચી લીધો છે તો પણ એ સંપૂર્ણ છે. એટલે તમે સંપૂર્ણ વેદનું પઠન કર્યું છે એવો તમને ફળ પ્રાપ્તિ થાય છે એમ કહે છે. જેમ કહે છે ને ગીતાનું એક શ્લોકનું વાંચન કરવાથી પણ તમને આખી ગીતાના વાંચનનો લાભ મળે છે. સમજાયું?
એક ઓમકાર કરવા માત્રથી તમને કેટલું બધું પુણ્યફળ પ્રાપ્ત થાય, કેટલા બધા પાપનો નાશ થાય! આ બધું કેવળ એક ઓમકાર કરવાથીને. એટલે પેરેલ બોલો: "એક ઓમકાર સતનામ". એટલે એ એવી રીતે.
તથા શરીરનો ત્યાગ કરે ત્યારે અંતકાળે શ્રીનારાયણના સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. અહીં પણ બે વાત છે: એક તો આ ફિઝિકલ દેહ ત્યાગ જ્યારે કરે ત્યારે; અને બીજાની અંદર શું કહે? અંતકાળ તમારો ક્યારે આવે કે જ્યારે "હું દેહ છું" ની વાસના પૂરી થઈ જાય તમારી. એ જગ્યા તમારો અંતકાળ છે. અહંકાર સમાપ્ત થાય છે તે ક્ષણ તમારો અંતકાળ. ત્યારે શું થાય છે? શ્રીનારાયણના સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. તે સ્વયં નારાયણ રૂપ બની જાય છે.
સાયુજ્ય મુક્તિ એટલે શું? એવું એવું જે આ જાણે છે, તે શ્રીમનનારાયણના સાયુજ્યને મેળવી લે છે.
એટલે હવે તમે તમારા બધા પ્રશ્નો, શંકાઓ બાજુ પર રાખો. આ બાબતો ઉપર ફોકસ વધારે રાખો, એટલે તમને એનો લાભ મળશે. કારણ કે બુદ્ધિ પ્રશ્નો કર્યા કરશે અને એ બુદ્ધિ ચલાયમાન કરે છે. આ વસ્તુ તમને શ્રદ્ધા આપશે, સ્થિરતા આપશે અને સાયુજ્ય કરાવી આપશે શ્રીમનનારાયણ સાથે.
વિષ્ણુર! વિષ્ણુર! વિષ્ણુર! તમે ફક્ત ત્રણ વખત બોલો, પણ તમે દરેક વખતે એનો સાથે અનુભવ કરો કે "શ્રી વિષ્ણુ એટલે કોણ?" "શ્રી વિષ્ણુ એટલે શું?" તો કે અનંત અને અતુલ તેજસ્વી સર્વશક્તિ માન. બસ, એની વાત કરું છું. એ કોણ છે? તો કે પરબ્રહ્મ પરમાત્મા. બસ, આટલું રાખવાનું. પછી આપણે આગળ ચાલપ.
તો એવી રીતે સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. ઇતિ શ્રી નારાયણ ઉપનિષદમ્ સમાપ્તમ્. ૐ નમો નારાયણાય! બોલો: "ૐમ નમો નારાયણાય!" ૐમ શાંત થઈ જાઓ, સ્થિર થઈ જાઓ. નારાયણ સ્વરૂપનો અનુભવ કરો. જે અનંત છે, જે વ્યાપક છે, જે અત્યંત તેજસ્વી છે, તે નારાયણ ભગવાનને નમસ્કાર છે. તે નારાયણ સાથે સાયુ જ્ય પ્રાપ્ત કરી રહ્યા છે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.