પૈંગલ ઉપનિષદ
અંતિમ ઉપનિષદ · લખાણ
|| પ્રસ્તાવના ||
આ શુક્લ યજુર્વેદી ઉપનિષદ છે, પૈંગલો ઉપનિષદ એને કહેવામાં આવે છે. એમાં કુલ ચાર અધ્યાય છે જેમાં ઋષિ પૈંગલ અને મહર્ષિ યાજ્ઞવલ્ક્યની પ્રશ્નોત્તરીના માધ્યમથી પરમ કેવલ્યનું રહસ્ય વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ અધ્યાયમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ખૂબ જ સુંદર એવું વૈજ્ઞાનિક અને સ્પષ્ટ વિવેચન સૃષ્ટિના પ્રગટ થવાની બાબતમાં કરેલું છે. બીજા અધ્યાયની અંદર ઈશ્વર સૃષ્ટિની રચના, પાલન અને સંહાર માટેના સામર્થ્યથી યુક્ત હોવા છતાં પણ એ કેવી રીતે જીવ ભાવને પ્રાપ્ત થઈ જાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.અહીંયા મૂળ બીમારી છે તે કેવી રીતે ઉત્પન્ન થઈ, સંસાર નામનો જે રોગ કેવી રીતે લાગી ગયો તેની વાત કરેલી છે. ત્રીજા અધ્યાયમાં તત્વમસી—તે તમે જ છો, ત્વમ તદ અસી—તમે એ જ છો, ત્વમ બ્રહ્માસ્મિ—તમે બ્રહ્મ છો તથા અહમ બ્રહ્માસ્મિ—હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું.
આ ચાર અહમ બ્રહ્માસ્મિ,તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મથી એની કંઈક ભિન્નતા છે. ચોથા અધ્યાયમાં જ્ઞાનીઓની સ્થિતિ અને કર્મ ઉપર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો ઉત્તર યાજ્ઞવલ્ક્યે ખૂબ જ વિસ્તારપૂર્વક આપેલો છે.જેનો સારાંશ એ છે કે જ્ઞાની પોતાની જ્ઞાનાગ્નીથી બધા જ પ્રારબ્ધ કર્મોને બાળી નાખે છે અને આવાગમન જન્મ મરણના બંધન માંથી પૂરેપૂરી રીતે મુક્ત થઈને કેવલ્યની પરમ કેવલ્યની પ્રાપ્તિ કરી લે છે. અંતમાં આ ઉપનિષદની મહત્તા બતાવનારું મહત્વ છે તે બતાવી અને તેની પૂર્ણાહુતિ થાય છે.
|| શાન્તિ પાઠ ||
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:. ❧ ❧ ❧
|| પ્રથમ અધ્યાય — ઋષિ-સેવા અને સૃષ્ટિ-ઉત્પત્તિ ||
એકવાર ઋષિ પૈંગલ, યાજ્ઞવલ્ક્ય ઋષિની પાસે ગયા. જુઓ તમે, બંને ઋષિ છે, બંને જોઈ શકે છે જ્ઞાનને, પ્રકાશમય છે બંને, તેજસ્વી છે. તેમ છતાં પણ કોઈપણ પ્રકારની ઊંચ-નીચ રાખ્યા વગર એક ઋષિ બીજા ઋષિ પાસે જઈને પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી લેતા હતા. "હું બહુ જાણું છું" એ વાળી જે વાત છે તેની સામે આ જો મૂકીએ તો આપણે ક્યાં છીએ એનો આપણને અંદાજ આવી જાય. આટલું જ નહીં, ૧૨ વર્ષ સુધી તેમની સેવા ચાકરી કરી પછી એમને કહ્યું. કેટલા? ૧૨ વર્ષ સુધી તેમની સેવા ચાકરી કરી. પેલાને કરાવવાની નથી પણ જ્ઞાન પ્રાપ્તિ માટે જે પ્રી-રિક્વિઝિટ છે તે આ છે કે સેવા, સેવા ભાવ. એટલા બધા નીચે, ડાઉન ટુ અર્થ થવું બહુ જ આવશ્યક છે. એટલી બધી નિર્મળતા, એટલી બધી પવિત્રતા અને એટલી બધી અર્પણતા વ્યાપી જાય એ બહુ જ જરૂરી છે ત્યારે તો આપણે લાયક બનીએ છીએ ખરેખર તો જ્ઞાન પ્રાપ્તિ માટે.
તો ૧૨ વર્ષ સુધી તેમની સેવા ચાકરી કરી.પછી એમને કહ્યું કે મને પરમ રહસ્ય એવા કેવલ્યનો ઉપદેશ કરો. અંતિમ બાબત મને જણાવી દો બસ મને એવું જ્ઞાન આપી દો કે મને કેવલ્યની પ્રાપ્તિ થઈ જાય. આ સિવાય બીજી કોઈ બાબત જરૂરી નથી, કોઈ સાંસારિક ઈચ્છા જ નથી. એ સાંભળીને ઋષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું કે પહેલા માત્ર સત જ હતું એટલે કે સત્ય જે છે તે સત હતું. મતલબ જે સર્વત્ર સદાકાળ વ્યાપક છે તે જ સત કહેવાય. એના હોવાની કોઈ પ્રી-કન્ડિશન નથી બસ એ છે જ. એ નિત્ય મુક્ત કેવું છે? હવે આગળ વાત કરે છે, એ નિત્ય છે હંમેશા હોય જ. પછી કેવું? તો કે મુક્ત છે, સંપૂર્ણ મુક્તતા. કોઈ પ્રકારનું ક્યાંય બંધન હોઈ જ શકે નહીં એવી કન્ડિશન કોઈ લાગુ પડતી નથી, "નો કન્ડિશન એપ્લાય". અવિકારી—એનામાં ક્યાંય વિકારનો દૂર દૂર સુધી પણ ડાઘો પડી શકતો નથી. સત્ય છે, જ્ઞાન છે અને સાથે સાથે આ શુષ્ક નથી, જ્ઞાન કેવું છે?
આનંદથી ભરેલું છે. એવું સનાતન અને એકમાત્ર અદ્વૈત બ્રહ્મ છે. એ કેવી રીતે? તો કે જેવી રીતે રણમાં જળ દેખાય, છીપમાં ચાંદી દેખાય, સ્થાણુમાં પુરુષ દેખાય અને સ્ફટિકમાં રેખાનો આભાસ થાય છે. સ્ફટિક ઊંચો કરીને જોશો તો અંદર તમને આમ લાઈનિંગ દેખાતી હોય છે પણ એ હોતી નથી, આભાસ થાય છે. એવી રીતે એના એટલે કે બ્રહ્મથી લાલ, સફેદ અને કાળા વર્ણની સત્વ, રજ અને તમ રૂપી મૂળ પ્રકૃતિ ઉત્પન્ન થઈ. તો લાલથી સત, રજથી સફેદ અને કાળા વર્ણથી તમ રૂપી મૂળ પ્રકૃતિ ઉત્પન્ન થઈ જેમાં ત્રણેય ગુણ સમાન અવસ્થામાં વિદ્યમાન હતા, બેલેન્સ હતું. એમાં જે પ્રતિબિંબિત થયું એને જ સાક્ષી ચૈતન્ય કહેવામાં આવે છે. આંખોને બંધ કરો, જે દેખાય છે તેને જે જોનારો છે તે તમારો સાક્ષી ચૈતન્ય છે. અહીં અત્યારે આ ક્ષણે તેનો અનુભવ કરી લો એ ક્યારેય તમારાથી દૂર નથી. જેના વડે તમે અંધકારને પણ જોઈ શકો છો તેને તમે જુઓ તે તમે છો, તે તમે છો, તે તમે છો.
એ મૂળ પ્રકૃતિ જ્યારે ફરીથી વિકારયુક્ત બની ગઈ ત્યારે સત્વગુણ યુક્ત અવ્યક્ત આવરણ શક્તિ કહેવામાં આવી. જે ઈશ્વર તેની અંદર પ્રતિબિંબિત થયા એ ચૈતન્ય હતું. એ માયાને પોતાના અધિકારમાં રાખે છે, માયાની પણ ઉપર છે એટલે એની પર અધિકાર ધરાવે છે એવું ચૈતન્ય છે. જે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયના કર્તા છે અને સંસારનું અંકુર સ્વરૂપ છે. સંસારનો ઉદ્ભવ બસ આ જગ્યાએથી શરૂ થાય છે. એ પોતાની અંદર રહેલા સંપૂર્ણ જગતનો આવિર્ભાવ કરનાર છે. આ પ્રાણીઓના કર્મના અનુસાર આ વિશ્વરૂપી પટને એટલે કે વસ્ત્રને જે રીતે પ્રસારિત કરે છે એ જ રીતે એના કર્મ નષ્ટ થયેથી સમેટી પણ લે અને પાછો ખેંચી લે છે. કર્મ પૂરા થઈ ગયા કે "ચાલ આવી જા તું પાછો ઘરે". પછી આખું વિશ્વ એમાં જ સંકુચિત સમેટી લીધેલા એકઠા કરી લીધેલા પટ મલમલની જે આખો મોટો તાકો હોય તો કે મુઠ્ઠીની અંદર સમાય એટલું પાતળું વસ્ત્ર એ બની શકાતું, આ એનાથી પણ સૂક્ષ્મની વાતો છે.
સમાન રહે છે, પટની સમાન રહે છે. હવે ઈશાદિષ્ઠ આવરણ શક્તિથી એટલે કે ઈશ્વરમાં રહેલી આવરણ શક્તિથી રજોગુણ યુક્ત વિક્ષેપ શક્તિ પ્રગટ થાય છે. અહીં પહેલો ડખો થાય છે, વિક્ષેપ આવે. પોતાનું મૂળ સ્વરૂપ જે છે તે ધીરે ધીરે ભુલાવવાનું શરૂ થાય છે. તે તત્વને મહત કહેવામાં આવે છે કારણ કે તે સૌથી મોટું છે અને મહાન છે. પહેલો ડખો થાય છે ત્યાં, એમાં પ્રતિબિંબિત થનાર ચૈતન્ય હિરણ્ય ગર્ભ થયું. એ મહત્વ રૂપ યુક્ત અને કંઈક સ્પષ્ટ રીતે કંઈક અસ્પષ્ટ શરીર વાળું હોય છે. આમ થોડો ખ્યાલ આવે જાણે કે એવું કે કંઈક છે, એ અવ્યક્ત છે હજુ તો એ અવ્યક્ત છે, હા એટલે કંઈક સ્પષ્ટ છે પણ ઘણું બધું અસ્પષ્ટ છે. હવે હિરણ્ય ગર્ભ જે છે તે અહીંયા આગળ ઉદ્ભવિત થઈ ગયું. હવે એ હિરણ્ય ગર્ભમાં રહેનારી વિક્ષેપ શક્તિ કારણ કે વસ્તુ હોય તેની અંદર ગુણ હોય, તો એ ચૈતન્ય ગર્ભનો ગુણ જે છે તે શું છે?
તો કે વિક્ષેપ શક્તિ. તમોગુણ વાળી અહંકાર નામની સ્થૂળ દ્રષ્ટિ જન્મી. એટલે મહત તત્વ માંથી અહીંયા અહંકારનો જન્મ થયો જે એમાં પ્રતિબિંબિત થયું. હવે પછી જે આવ્યું તે વિરાટ ચૈતન્ય હતું. પહેલા મહત, હવે વિરાટ ચૈતન્ય એના અભિમાની સ્પષ્ટ શરીર વાળા અહંકાર આવ્યો એટલે જો સ્પષ્ટતા આવી. સમસ્ત સ્થૂળ જગતના પાલક અહંકારને છે ને અસ્પષ્ટતા ગમતી નથી એટલે દરેક જગ્યાએ એવો ઊભો થઈ જશે અને કહેશે કે આની સ્પષ્ટતા કરો, આની સ્પષ્ટતા કરો. પ્રશ્નો ઊભા થાય છે ને એ બધા કોને થાય છે? અહંકારને. યસ, જે મૂળ ચૈતન્ય છે તે તો સર્વત્ર જ્ઞાનમય હોવાથી સમાધાન છે એની પાસે દરેક વસ્તુ છે, બેલેન્સ છે પણ અહીંયા આગળ વિક્ષેપ આવવાના કારણે શું થઈ ગયું? તો કે એની અંદર સહેજ ન્યૂનતાનો એને ભાવ પ્રગટ થયો. એટલે કે આ શું થયું? તો એ બાબત જે ઊભી થઈ તે અહંકાર થયો અને હવે એ અહંકાર પ્રશ્નો પૂછ પૂછ કર્યા કરતો હોય છે અને એ કરવામાં ને કરવામાં પાછો વધારે ધીરે ધીરે ગુંચાતો જાય છે એટલે પ્રશ્ન ની પરંપરાઓ શરૂ થાય છે.
એને ક્યાંક જવાબ મળે છે અને પછી પાછો ફરી ગુંચાય છે. આગળ સમસ્ત સ્થૂળ જગતના પાલક પ્રધાન પુરુષ વિષ્ણુ હોય છે, એમને વિષ્ણુ નામ આપ્યું. એમના આત્માથી આકાશ તત્વની ઉત્પત્તિ થઈ. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી તત્વનો આવિર્ભાવ થઈ ગયો. એમાંથી પાંચ તન્માત્રાઓ અને ત્રણ ગુણ ઉત્પન્ન થઈ ગયા. જ્યારે જગત રચયિતાને સૃષ્ટિના નિર્માણની ઈચ્છા થઈ ત્યારે તેમણે તમોગુણમાં અધિષ્ઠિત થઈને સત્વગુણશીલ જે તેમાંથી તમોગુણમાં અધિષ્ઠિત થઈને તે જગ્યાએ આવીને સહેજ આમ ક્રોધ કરેને એવી રીતના. હું. આમ પ્રશ્ન થાય અંદરથી કારણ કે અહંકાર ઉત્પન્ન થઈ ગયો છે પોતાના હોવાપણાનો. એટલે સૂક્ષ્મ તન્માત્રાઓને પાછી ફરી સ્થૂળ પંચતત્વોમાં પ્રતિષ્ઠિત કરવાની ઈચ્છા કરી. અહીંયા સુધી તો બધું સૂક્ષ્મ જ હતું હવે સ્થૂળ થાય છે. એ રચિત ભૂતો માંથી એક એક ના બે ભાગ કર્યા, પછી એમાંથી પ્રત્યેક ના ચાર ભાગ કર્યા, ત્યારબાદ પ્રત્યેક ભૂતના અડધાંશ માં અન્ય ભૂતોના અષ્ટમાંશ ને મેળવીને બધાનું પંચીકરણ કર્યું.
ત્યારબાદ આ પંચીકૃત ભૂતોથી અનંત કોટિ બ્રહ્માંડોની સૃષ્ટિ બનાવી. આપણે તો આ એક બ્રહ્માંડમાં છીએ, કેટલા બ્રહ્માંડો છે ભાઈ? અનંતા અનંત બ્રહ્માંડો છે. અહીંયા કોટિનો અર્થ પ્રકાર નથી, અનંતા અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. આપણે અહીંયા આગળ એક બ્રહ્માંડના કયા ખૂણાની અંદર કઈ પૃથ્વીની અંદર કેવી રીતે બેઠેલા છીએ વિચાર કરો! અને એ ભુવનોને યોગ્ય સ્થૂળ શરીરોનું સર્જન કર્યું. જે તે બ્રહ્માંડને યોગ્યતા વાળું કર્યું. અહીંયા કાર્બન પ્રધાન છે બધું મુખ્ય છે તો અહિયાં કાર્બનમાં બધું ચાલી શકે તેવા પ્રકારનું, કોઈ જગ્યાએ હાઈડ્રોજનના કોઈ જગ્યાએ કોઈક બીજા તત્વનું. આ તો નોન બાબતો છે તેના ઉપરથી દાખલો આપવાનો પ્રયત્ન છે. અનંત તત્વો બધા સ્થૂળ રીતે ઉત્પન્ન કરી શકે પરમાત્મા તો. કંઈ પણ કરે અને કેવું આમ સંકલ્પ માત્રથી જ બધું પેદા કરી નાખે.
હવે એ પાંચ ભૂતો જે હતા તેમાંથી રજોગુણના અંશના ચાર ભાગ કર્યા પાછા. પછી ત્રણ ભાગથી પાંચ પ્રકારના પ્રાણોનું સર્જન કર્યું અને ચતુર્થાંશની કર્મેન્દ્રિયોનું સર્જન કર્યું. પહેલા તત્વ પેદા કર્યું અને પછી એ તત્વને જાણી શકે, જોઈ શકે, ભોગવી શકે તેવી રીતે કર્મની ઇન્દ્રિયનું સર્જન કર્યું. એવી રીતે એના પંચભૂતોના સતોગુણ યુક્ત અંશને ચાર ભાગમાં વહેંચી નાખી અને ત્રણ ભાગમાં પંચવૃત્યાત્મક અંતઃકરણ અને ચોથા ભાગથી જ્ઞાનેન્દ્રિયોનું સર્જન કર્યું. પહેલા કર્મેન્દ્રિયો પેદા કરી અને પછી જ્ઞાનેન્દ્રિયો પેદા કરી એટલે કર્મેન્દ્રિયો કરતાં પણ એ વધારે રિફાઇન છે, વધારે સરસ છે, એ વધારે સારી રીતે કામ કરી શકે છે. તો આવી રીતે આ જે અંતઃકરણ છે તેને યોગશાસ્ત્રે પણ પાંચ વૃત્તિઓ વાળું કહેલું છે. તો એ કઈ પાંચ વૃત્તિઓ છે? તો કે પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિ.
તો યથાર્થ જ્ઞાન એટલે કે પ્રમાના સાધન — કરણને પ્રમાણ કહેવામાં આવે છે. અર્થાત જે વૃત્તિથી યથાર્થ બોધ ઉત્પન્ન થાય છે તેનું નામ પ્રમાણ છે. છીપમાં ચાંદી, દોરડીમાં સાપની જેમ મિથ્યા જ્ઞાન—જે ન હોય તેવું જ્ઞાન ઉત્પન્ન થાય તેને શું કહેવાય? વિપર્યાય કહેવાય. આ બધું ભીનું ભીનું લાગે છે પણ ભીનું હતું નહીં. મહાભારતમાં એવું થયું હતું ને? તો પેલા દુર્યોધન અને દુશાસનને બધાએ કપડાં ઊંચા કરી દીધા પછી બધા હસવા માંડ્યા, તો ત્યાં જે ઉત્પન્ન થયું હતું તે શું હતું? વિપર્યય હતું. સમજાયું? યથાર્થ ન હોવા છતાં માત્ર શબ્દ સાંભળવા માત્રથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એને વિકલ્પ કહેવામાં આવે છે. અવાજ આવ્યો—અવાજ કોનો આવ્યો? તો કે અમિતભાઈ નો આવ્યો. આમ એના સાથે એસોસિએશન થઈ જાય છે. અવાજ કોઈ બીજાએ પણ કરેલો હોઈ શકે પણ જે જ્ઞાન ઉત્પન્ન થયું તે કેવું કહેવાય?
વિકલ્પ જ્ઞાન છે. કોનો વિકલ્પ? અમિતભાઈ નો વિકલ્પ. એ જ્ઞાન મિથ્યા હોતું નથી. ભેદમાં અભેદ અને અભેદમાં ભેદનું જ્ઞાન જેમ કે રાહુનું શિર, લાકડાની પૂતળીની અંદર... રાહુનું શિર અને લાકડું અને પૂતળીમાં કોઈ જ ભેદ નથી છતાં પણ ભેદ જેવું દેખાય છે. એક લાકડાની પૂતળી.પૂતળી છે તેમાં રાહુનું શિર એવી રીતના જોયું એણે, અને લાકડું અને પૂતળીમાં કોઈ ફેર નથી. લાકડા માંથી બનેલી પૂતળી છે અને તે તેને દેખાય છે એવી રીતે જાણે એ રાહુનું મસ્તક છે. એટલે એમાં કોઈ ભેદ નથી છતાં ભેદ જેવું જણાય છે. લાકડું જુદું, પૂતળી જુદી અને રાહુ પણ જુદો—આ બધી શું થઈ? વિકલ્પ વૃત્તિ થઈ ગઈ. દરેક બાબતોમાં આ વસ્તુ એપ્લિકેબલ કરવાની એટલે આપણને સ્પષ્ટતા વધારેને વધારે થતી જાય. તો આ બધી વસ્તુઓને વારેવારે એને આવર્તનો કરવા બહુ જરૂરી છે નહીં તો શરૂઆતમાં શું થાય?
તો કે જ્ઞાન સ્લીપ થઈ જાય. પણ જો એને બરાબર ઘૂંટ ઘૂંટ કરવામાં આવે તો પછી એનો જે અર્ક છે તે સ્વયં સ્પષ્ટ થઈ જશે. હવે અંધકારમાં વસ્તુઓના અદ્રશ્ય થઈ જવાની જેમ—લાઈટ બંધ કરી દો અને જેમ રૂમમાં દેખાતું બંધ થઈ જાય છે, બધી જ વસ્તુ ક્યાં જતી રહી? છે તો ખરી પણ દેખાતી નથી. તો જે વૃત્તિથી જાગૃત અને સ્વપ્ન અવસ્થાની વૃત્તિઓનો અભાવ થઈ જાય છે, આમ જુઓ છો પણ દેખાતું નથી. જાગૃતિમાં પણ એની એ જ વસ્તુ લાંબા સમય સુધી ત્યાં બેસી રહ્યો તો સ્વપ્ન જેવું શરૂ થાય છે ત્યાં પણ એ દેખાતી નથી, તો વૃત્તિઓનો અભાવ થઈ જાય છે ત્યાં આગળ એને નિંદ્રા વૃત્તિ કહેવામાં આવે છે. અનુભવજન્ય જ્ઞાન જે કાલાંતરમાં પણ પ્રબુદ્ધ બની જાય છે તેને સ્મૃતિ કહેવામાં આવે છે. અનુભવજન્ય જ્ઞાન—તમને આજે એક અનુભવ થયો એ કાળાંતરમાં અમુક સમય પછી શું થાય? પ્રબુદ્ધ બની જાય છે અને પછી એ સ્મૃતિ રૂપે સંગ્રહાયેલું રહે છે.
સત્વ સમષ્ટિથી એમણે પાંચ ઇન્દ્રિયોના પાલક દેવતાઓનું સર્જન કર્યું. પાંચ ઇન્દ્રિયોના પાલક દેવતાઓ—આપણે ઇન્દ્રિયોને ઇન્દ્રિય તરીકે જ જીવનની અંદર અત્યાર સુધી ચલાવે રાખ્યું પણ દરેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. આ દેહની અંદર જુઓ કેટલા બધા દેવી દેવતાઓ છે! એમને બ્રહ્માંડમાં સ્થાપિત કરી દીધા. આ પણ એક બ્રહ્માંડ છે, દરેક દેહ એક સ્વયં સ્પષ્ટ બ્રહ્માંડ પણ છે. હવે એમની એટલે કે વિષ્ણુ રૂપ બ્રહ્મની આજ્ઞાથી એ બધા જ દેવગણ બ્રહ્માંડોમાં રહીને નિવાસ કરવા લાગ્યા. એમની બ્રહ્મની આજ્ઞાથી અહંકાર સહિત વિરાટ સ્થૂળ જગતનું રક્ષણ કરવા લાગ્યા. હિરણ્યગર્ભ એમની આજ્ઞાથી સૂક્ષ્મ તત્વનું પાલન કરવા લાગ્યા. હિરણ્યગર્ભ સૂક્ષ્મમાં અને વિરાટ જે છે તે સ્થૂળ જગતનું રક્ષણ કરવા લાગ્યા. હવે મોટા ધરતી કંપો થાય કશું થાય તો તમારે પ્રાર્થના વાસ્તવમાં કોને કરવી જોઈએ?
વિરાટને કરવી જોઈએ. આ બધું કંટ્રોલ કોની પાસે છે? એની પાસે છે. બ્રહ્માંડમાં રહેલા એ દેવગણ એમના એટલે કે બ્રહ્મ સિવાયના ના તો સ્પંદન કરી શક્યા કે ના તો કોઈ ચેષ્ટા કરી શક્યા. આ બધું તૈયાર થઈ ગયું પણ કશું થયું નહીં એટલે વાઈબ્રેશન જ ઉત્પન્ન નહોતું થતું તે સમયે. ત્યારે એમણે એને ચૈતન્ય કરવાની ઈચ્છા કરી. જેમ કે આપણે કોઈક સરસ મજાની મૂર્તિ બનાવીએ અને પછી આમ એને એક ટક જોયા કરીએ અને આપણે આમ એક ભાવના આપીએ કે તું જીવતી થઈ જા. બસ એવી રીતના કરીને એમણે સમસ્ત બ્રહ્માંડ સૃષ્ટિ બધાને જોઈને પછી આવી રીતના એક સંકલ્પ કર્યો અને એની સાથે સાથે એ બધાને ચૈતન્યમય બનાવવાની એટલે પોતાનું જે ચૈતન્ય હતું તેનું આરોપણ એની અંદર કરી દીધું. એટલે એ બ્રહ્માંડ બ્રહ્મરંધ્ર અને સમસ્ત વ્યષ્ટિના મસ્તકને વિદીર્ણ કરીને એમાં પ્રવેશ કરીને ત્યારે એ જડતા સંપન્ન હોવા છતાં ચેતનની જેમ પોત પોતાના કર્મમાં પ્રવૃત્ત થઈ ગયા.
પછી માનવ ભાઈ નોકરીએ લાગી ગયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે પોતાનું જે કામ કરવું પડે. આમ તો દરેક જણ ખરેખર તો પોતાનો ધંધો કરતો હોય તો પણ એનો એ વાસ્તવમાં શું હોય છે? સેવક જ હોય છે. એને જ પોતે જ જેમ ઊભું કરેલું છે ને "મારો બિઝનેસ", એવી રીતના જ ભગવાને બ્રહ્માંડ ઊભું કર્યું. તમે જેમ તમારું ઊભું કરો છો તેવી જ રીતે. સમજાયી ગયું? હા. એકવાર પાછું થોડું પહેલેથી સંક્ષિપ્તમાં કહો. આખી જે સૃષ્ટિ નિર્માણ થઈ ને પહેલા હિરણ્ય ગર્ભ ચૈતન્ય... સૌથી પહેલામાં પહેલા શું થયું? તો કે મૂળ પ્રકૃતિ જે હતી... એનાથી એ પહેલા તો કે કેવળ સત હતું અને એ કેવું હતું કે નિત્ય, મુક્ત, અવિકારી, સત્ય, જ્ઞાન અને આનંદથી ભરેલું અને માત્ર અદ્વૈત બ્રહ્મ હતું. એમાં દ્વૈત ભાવ હતો જ નહીં, એક જ હતું, સર્વત્ર વ્યાપેલું હતું. પછી એની અંદર શું થયું?
તો કે લાલ, સફેદ અને કાળા વર્ણની સત્વ, રજસ અને તમ રૂપી મૂળ પ્રકૃતિ ઉત્પન્ન થઈ ગઈ. એ પ્રકૃતિ પોતાના ગુણો સહિત હતી એટલે એની અંદર જે પ્રતિબિંબિત થયું તે સાક્ષી ચૈતન્ય પ્રતિબિંબિત થયું. સાક્ષી ચૈતન્ય પોતે પોતાને જ જોયા કરતું હોય તેવું. ઓકે, એ વિકાર યુક્ત થયા પછીથી સ્તવગુણ યુક્ત અવ્યક્ત આવરણ શક્તિ ઉત્પન્ન થઈ. એ આવરણ શક્તિની અંદર પાછા ઈશ્વર પ્રતિબિંબિત થયા. મૂળ જે ચૈતન્ય એ ચૈતન્ય હતું અને એ આખી માયાને પોતાના અધિકારમાં, કંટ્રોલમાં રાખે. પછી સંસારનું અંકુર સ્વરૂપ જે છે તે આ છે. હવે તેમણે શું કર્યું? તો કે આવરણ શક્તિથી એમને રજોગુણ યુક્ત વિક્ષેપ શક્તિ પ્રગટ કરી. એક શક્તિમાંથી બીજી શક્તિ પેદા કરી. મિકેનિકલ એનર્જીમાંથી કાઇનેટિક એનર્જી પેદા કરી. એને મહત્ત કહેવામાં આવ્યું. એમાં પ્રતિબિંબિત થનારું જે ઉત્પન્ન થયું તે હિરણ્ય ગર્ભ ચૈતન્ય થયું.
એ હિરણ્ય ગર્ભ કંઈક સ્પષ્ટ અને કંઈક અસ્પષ્ટ હતું. આમ થોડો થોડો આભાસ થાય. આપણામાં આકાશની અંદર જોઈએ તો એમ થાય કે કોઈક છે, માનવ દેહધારી જાણે કે આપણને આમ દેખાય એવી રીતનું. એ હિરણ્ય ગર્ભની એ જે વિક્ષેપ શક્તિ હતી તેના તમોગુણ વાળી અહંકાર નામની સ્થૂળ શક્તિ જન્મી. એટલે પછી એ એની અંદર જે પ્રગટ થયું તે વિરાટ ચૈતન્ય હતું જે અસ્પષ્ટ હતું, એ જ્યારે સ્પષ્ટ થયું ત્યારે વિરાટ ચૈતન્ય બન્યું. અવ્યક્તમાં વ્યક્ત... વ્યક્તમાં આવ્યું. હા, એ એના અભિમાને સ્પષ્ટ, હવે પોતાનું સ્પષ્ટતા થઈ ગઈ કે હું આ છું. એ થયા પછીથી તેની અંદર શું થયું? તો કે અહંકાર ઉત્પન્ન થયો જે વિષ્ણુ પ્રધાન કહેવાયો. હવે આત્મામાંથી પછી એમને પોતાના આત્મામાંથી પોતાના ચૈતન્યનો જે ભાગ હતો તેના એક ભાગમાંથી એમણે શું કર્યું? તો કે આકાશ તત્વની ઉત્પત્તિ કરી. હવે આકાશ તત્વ હજી બહુ સૂક્ષ્મ છે, એ આકાશમાંથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી તત્વનો ફરી આવિર્ભાવ કર્યો અને એની સાથે સાથે એમાં પાંચ તન્માત્રાઓ અને ત્રણ ગુણો એટલે આઠ વસ્તુઓ ઉત્પન્ન કરી દીધી.
આ અષ્ટધા પ્રકૃતિ જે કહીએ છીએ તે. હવે એમને આટલું તૈયારી કર્યા પછી, પીઝા બનાવવાની દાખલા તરીકે તૈયારી થયા પછીથી તેમને વિચાર કર્યો કે હવે હું પીઝા બનાવું. એટલે એમણે સૃષ્ટિના નિર્માણની તૈયારીઓ ચાલુ કરી.
તો એના માટે શું કર્યું? તો કે મરચું લીધું તમોગુણ, તેની અંદર એમને ધ્યાન આપ્યું એટલે અધિષ્ઠિત થઈને કે "હું આ મરચું લઉં છું" એવી રીતના સૂક્ષ્મ તનમાત્રાઓ જે બધી હતી તે બધાને સ્થૂળ પંચતત્વોમાં પ્રતિષ્ઠા કરી. એટલે જે સૂક્ષ્મ હતું તે બધું સ્થૂળ થઈ જાવ એવો સંકલ્પ કર્યો એટલે એ બધું જ પાછું સ્થૂળ બની ગયું. પછી પ્રત્યેક ભૂતના પાંચ ડબ્બા છે દાખલા તરીકે, તેના અડધો ભાગ કરી નાખ્યો, અડધો ભાગ કાઢી નાખ્યો અને એક જગ્યાએ બધો ઢગલો કર્યો. અન્ય ભૂતોના અષ્ટમાંશને મેળવીને બધાને પંચીકરણ કર્યું. પ્રત્યેક ભૂત એટલે પહેલા બધો અડધો અડધો ભાગ, બે ભાગ કરી નાખ્યા દરેકના. અડધા અડધા પછી અડધા ભાગમાંથી જે બાકી રહ્યું હતું તેમાંથી એક અષ્ટમાંશ લીધો દરેકમાંથી બીજો ઢગલામાંથી, અને એક લઈને પછી એમને એ બધાને ભેગા કર્યા એટલે એની પાંચ ઢગલીઓ પાછી બીજી અલગ અલગ બનાવી.
હવે એમણે એ પંચભૂત જે ભેગા થયા તેનાથી એમણે અનંત કોટી બ્રહ્માંડોની સૃષ્ટિ એટલા જ ભાગમાંથી બનાવી છે. પહેલા એકમાંથી બે ભાગ કર્યા, પહેલા પાંચ વસ્તુઓ સૂક્ષ્મ હતી, એ પાંચ વસ્તુઓ જે છે તેના પાછા બે ભાગ કર્યા. એ બે ભાગ જુદા પાડ્યા બે ભાગને અલગ અલગ રાખી એ ભાગમાંથી લઈને વળી પાછા એમણે એક અષ્ટમાંશ ઉમેરી ઉમેરીને અહીંયા આગળ પાંચે પાંચના ભેગા કરીને પાછી અલગથી બીજી પાંચ ઢગલીઓ બનાવી દીધી અને એમાંથી એમને પહેલા બ્રહ્માંડ બનાવી દીધું. એ બ્રહ્માંડ બનાવ્યા એની અંદર એમણે ૧૪ ભુવનો પણ બનાવી દીધા અને ભુવનોના યોગ્ય સ્થૂળ શરીરોનું પણ નિર્માણ કરી દીધું. એક એક એટમમાંથી માનો કે ઢગલીના એમણે આટલું બધું જ બનાવી દીધું. પછી શું કર્યું? તો કે પંચભૂતોના આ તમોગુણમાંથી કર્યું હતું, બરાબર. હવે રજોગુણ લીધો. એ રજોગુણમાંથી એના ચાર ભાગ કર્યા અને ત્રણ ભાગો જે હતા તેમાંથી પાછા પાંચ પ્રાણોનું સર્જન કરી દીધું.
એ પાછું એ અલગ રાખ્યું અને ચતુર્થાંશ થી કર્મેન્દ્રિયોનું નિર્માણ કર્યું. ચોથો ભાગ જે બાકી રહી ગયો તેનાથી કર્મેન્દ્રિયો બનાવી દીધી. આવી રીતે પંચભૂતોના પછી સતોગુણ લીધો પાછો, ત્રીજો જે બાકી રહ્યો હતો તે. તેમાંથી પાછા એમણે ચાર હિસ્સા વહેંચીને એના ત્રીજા ભાગથી પંચવૃતાત્મક અંતઃકરણ અને ચોથા ભાગથી જ્ઞાનેન્દ્રિયોનું સર્જન કર્યું. બધાની અંદર પછી આમાં આમ ચોટા મુકતા ગયા. આવી રીતે એમને સત્વ સમષ્ટિથી પોતાના પાંચ ઇન્દ્રિયોના પાલક દેવતાઓનું પણ પાછું સર્જન કર્યું અને એ બધાયને બ્રહ્માંડોની અંદર કહી દીધું કે તમે ગોઠવાઈ જાવ. તમારી જગ્યાએ પાછા બધા ગોઠવાઈ ગયા. આ એક વ્યક્તિ જાણે કે મોટી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવાનો હોય ને, બધું કેવી રીતના બધું મંગાવે, માલ સામાન, મટીરીયલ, માણસો, બધું કેવી રીતે બધું સેટ કરે છે, મશીનરી મંગાવે છે, મટીરીયલ, બસ આ જ રીતે એમને આ ફેક્ટરી એમણે ચાલુ કરી દીધી અને (આ બધું સ્વયંભુ ઊભું થઈ ગયું ?) હા, એની પાસે આ શક્તિ છે ને, આ પાવર છે એની પાસે.
જે બોલે તે થાય, જે જુએ તે થાય, જે કરે તે થાય. ને એ પાવર પાછો ફક્ત એમના પાસે છે એવું નથી, એ પાવર તમારી પાસે પણ છે કારણ કે તમે તે જ છો. ચૈતન્ય રૂપે જે તમે છો તે તમે એનાથી પાછા જુદા નથી. આ જુદાપણાની જે ભ્રાંતિ ઊભી થઈ છે તે ડખો છે અને તેને હવે દૂર કરવાનો છે. એ શેનાથી થયો? તો પેલા વિક્ષેપથી થયો હતો, આવરણ શક્તિથી થયો હતો. એટલે આવી રીતે આખા બ્રહ્માંડનું સર્જન થઈ ગયું. આવું બધું થયા છતાં પણ પાછા આ બધું કામની શરૂઆત ના કરી શક્યા. ફેક્ટરી ચાલુ જ ના થઈ. રોબોટ બની ગયા પણ ચાલુ ના થયા બધા રોબોટ. તો એને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે, પાવર જોઈશે. તો એને પાવર પાછો કેવી રીતે આપવો? એટલે એમને પછી શું કર્યું કે બેઠા હતા ત્યાંથી એમને બ્રહ્માંડ જોયું આ બધું જ એક સામટું, અને એ જોયા પછીથી આ પોતાના જે ચૈતન્ય હતું તેને એમને ત્યાં આગળ અંદર ઉતાર્યું, આરોહણ કર્યું અંદર, અવતરણ કર્યું.
હા પ્રતિબિંબિત... હા હા. એટલે ઉપરથી એમને તો પણ એ પૂર્ણમાંથી કંઈ ઓછું નથી થયું પાછું, એ પૂર્ણ જ છે. અને પછી એ પાછો અંદર એમને આપ્યું. આ કેવું છે? તમે કોઈને કેટલું બી આપો પણ ક્યારેય ખૂટે નહીં એવું છે આ તો. બરાબર. એની શરૂઆત ત્યાંથી જ એમણે જ કરેલી છે આપણે નથી કરી. એટલે કર્મનો કાયદો જો ક્યાંથી એમણે બધો ધીરે ધીરે ગોઠવતો શરૂ કર્યો છે એ જોવાની વાત. આ કર્યા પછી એમણે બધાને કીધું કે હવે આ બધું ચાલતું કેમ નથી? ચાલવું જોઈએ ને. આ પંખોએ ચાલવો જોઈએ ને, એસી લાયા પણ ચાલવું જોઈએ ને બધું તૈયારી કરી દીધી એમણે. તો કે હવે કેવી રીતે થશે? એટલે એમને પછી આવી રીતના પોતાના ચૈતન્યને કીધું કે તું અંદર આની અંદર પ્રવેશ કરી જા. એટલે એવી રીતના પછી ચૈતન્યનું અવતરણ થયું. કેવી રીતે? બ્રહ્મરંધ્ર મારફતે અંદર પ્રવેશી ગયા પણ એમને બેસવાની જગ્યા એમને પહેલા નક્કી કરી અને પછી ત્યાં જઈને એમને પછી સંપૂર્ણપણે એ થઈ ગયા.
એટલે પછી શું થયું? વિદ્યુત સંચાર જેમ થાય કોઈ ઉપકરણની અંદરને એ જીવતું થઈ જાય છે, એવી રીતના બધું જ ચૈતન્ય બની ગયું.
Q:-સર, આ જે વાત કરે છે આપણે મેડિટેશનમાં અહિન્યા જે પોઈન્ટ ઓફ લાઈટ છે એ શું છે? પોઈન્ટ ઓફ લાઈટ. આ લાઈટ લાઈટ... A:-એ પોઈન્ટ ઓફ લાઈટ થી એ સતત ઉતર્યા કરતી એ શક્તિ છે, એ મહત... હા મહત થઈને એ બધી નીચે ઉતરી રહી છે. મૂળ ચૈતનમાંથી જ? હા એ સતત ચાલુ છે. અને એ ત્યાં વચ્ચે બ્રેક આવ્યો એટલે ગયા ભાઈ! સમજાયું? લાઈટ ગઈ એટલે કે હવે કાઢી મૂકો એને, કબાડીને બોલાવીને આપી દો. તો આને ઉપાડીને પછી કબાડીને આપવાની બધી વ્યવસ્થા કરવી પડે છે પછી. એટલે એ જડતા સંપન્ન હોવા છતાં પણ ચૈતન્ય જેવું બને છે. એક પંખો આમથી આમ ફરી શકે છે, એવું જો માણસ બનાવી શકે તો ઈશ્વર આ બધું ન કરી શકે? તમે વિચાર તો કરો યાર ઈશ્વરના સામર્થ્યનો વિચાર કરો. તમને ખબર પડે છે? કે માણસ આવું બધું કરી શકે છે એની જ શક્તિ છે પાછી.
શું અંદર રહે છે એવા ઈશ્વર સર્વજ્ઞ માયા યુક્ત થઈ ગયા પછી એના કારણે. કારણ કે એ અંદર બેઠા અને ક્યાં આગળ? વ્યષ્ટિ રૂપ શરીરમાં એટલે કે પ્રત્યેક વ્યક્તિની અંદર એ પ્રવેશી ગયા. પ્રત્યેક જીવ માત્રમાં જ્યાં જ્યાં જીવ હતો તે દરેક જે એમણે ઉત્પન્ન કરેલું હતું તે બધાની અંદર એમણે પ્રવેશ કરી દીધો. હવે મોહને કારણે ત્યાં પહોંચ્યા પછી શું થઈ ગયું? પંખાને મોહ થઈ ગયો કે "હું પંખો". એના જેવી વાત થઈ ગઈ. એવી રીતે હા.એટલે એવી રીતના થયું. તો એવી રીતના થવાના કારણે શું થઈ ગયું? તો કે જીવ ભાવ આવી ગયો. આ બધું ઇન્ડિવિજ્યુઅલ બની ગયું પછી. દરેક ચૈતન્ય આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ દેખાય છે, ભાસ થાય છે. વાસ્તવમાં મૂળ ચૈતન્ય એક જ છે. એ આવી રીતે છે ત્રણ પ્રકારના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર સાથે તાદાત્મ્ય... પાછા એમાંય ત્રણ ભાગ કર્યા હતા: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર.
તો પહેલા એક પ્લાન હોય, પછી મટીરીયલ બધું લાવીને આમ મૂકવામાં આવે. એને કે "હું આવી રીતના કરીશ". એટલે પહેલા પ્લાન ક્યાં હોય? તો કે અહીંયા(મગજમાં) હોય. પછી કાગળ ઉપર આવે અને પછી એ પ્રકારે આપણે બધું ભેગું કરીને બધું ચાલુ કરીએ છીએ. એવી રીતે કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને પછી એ બધું સ્થૂળ બની ગયું. હવે કર્તાપણું અને ભોકતાપણું અનુભવવા લાગ્યા. પંખો પોતે સ્વયં પોતાને આમ સમજવા માંડ્યો કે "હું જ બધું કરી રહ્યો છું, હું જ ચાલી રહ્યો છું". મૂળ તો એ ચૈતન્ય કરે છે, વીજળીને લીધે જ થાય છે પણ હવે પંખાને એ ભાવ ઊભો થઈ ગયો કે "હું જ છું બધું એમ. વીજળી પણ હું છું ને આ પણ હું છું ને તે પણ હું છું બધું હું જ છું" એવું થઈ ગયું. એટલે પછી શું થયું કે એમાં પાછી અવસ્થાઓ આવી: જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા વગેરે સ્થિતિઓ બની અને એ મરણ ધર્મને પ્રાપ્ત થઈ ગયું અને રેતની જેમ ઉદ્વિગ્ન એટલે કે ચંચળ બનીને કુંભારના ચાકડા સમાન ઉત્પન્ન અને મરણ પામતો જગતમાં પરિભ્રમણ કરવા લાગ્યો.
એક પંખો બને તો એની એક્સપાયરી ડેટ થઈ જાય ને, એક સમય સુધી એ રહેશે પછી એ જાય. વળી પાછો બીજો પંખો આવે. આ પંખા એવા બનાયા કે એક પંખો બીજા પંખાને જન્મ આપી શકે, એક રોબોટ બીજો રોબોટ બનાવે છે ને આજકાલ તો.
❧ ❧ ❧
|| બ્રહ્માંડ-ઉત્પત્તિ — વ્યષ્ટિ-સૃષ્ટિ ||
પેંગલ ઋષિએ ફરી પાછો પ્રશ્ન કર્યો કે "આ સમસ્ત લોકોની સૃષ્ટિ એનું પાલન અને અંત કરનારા ઈશ્વર જીવ ભાવ કેવી રીતે પ્રાપ્ત કર્યો? આ ચૈતન્યનું એમણે જે અંદર આરોપણ કર્યું એ કેવી રીતે કર્યું?" આ હવે એમનો પ્રશ્ન છે. ત્યારે જવાબ આપે છે, સમજવા જેવું છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોની ઉદ્ભવપૂર્વક જીવ અને ઈશ્વરના સ્વરૂપની વિવેચના કરું છું, એને સાવધાન અને એકાગ્ર ચિત્ત થઈને સાંભળવું. ઈશ્વરે પંચીકૃત મહાભૂતોના અંશો ને લઈને વ્યષ્ટિ અને સમષ્ટિના સ્થૂળ શરીરોનું ક્રમશઃ સર્જન કરેલું છે. પહેલા બ્રહ્માંડ બનાવે પછી બ્રહ્માંડની અંદર બધા જીવો બનાવ્યા બરાબર. એવી રીતના એટલે પહેલા તમારે એક મોટું વાસણ જોશે કે જેની અંદર આ બધી વસ્તુઓ મૂકી શકો બરાબર ને. જે કંઈ બનાવવાનું હોય તમારે... એક જ લોટમાંથી તમે બધું બનાવો છો ને બધું અલગ અલગ રીતે પછી એના લુઆ કરો છો, બધું આ જ પ્રોસેસ છે ભાઈ.
આ બધું તમને કેવી રીતે આવડ્યું રસોઈ બનાવવાનું? મૂળ કામ સૌથી મહાન રસોઈઓ તો એ છે. એને જેવી રીતે બધું બનાવ્યું પછી તેના આકારો તમે બનાવો છો એ જ લોટની કણેકમાંથી. અડધા ભાગને તમે તીખું બનાવો, અડધાની અંદર તમે ખાંડ નાખો, અડધાની અંદર તમે હળદર નાખો, અડધાની અંદર તમે એમને એમ જ છોડી દો છો. પછી આનાથી આ બનાવો, આનાથી આ બનાવો—આવી રીતના એમને આખું બધું બ્રહ્માંડ બનાવી દીધું છે. પેલા બળિયા બાપજીને કે કોક ની પૂજા પાઠ કરવાની હોય ત્યારે ખબર છે ને લોટમાંથી કુલેરમાંથી બધા જાત જાતનું બધું બનાવે ને આકારો બનાવે ને બધું કરે અને ત્યાં આગળ અર્પણ કરે. તો ઈશ્વરે પણ પંચીકૃત મહાભૂતોના અંશોને લઈને વ્યષ્ટિ અને સમષ્ટિના સ્થૂળ શરીરોનું ક્રમશઃ સર્જન કર્યું, એક પછી એક પછી એક બનાવતા ગયા. હવે તેની અંદર પણ એમણે જો કેટલી ડિટેલિંગ છે! પહેલા કપાળ, પછી ચામડી, પછી આંતરડા, હાડકા, માંસ, નખ—એ શું છે?
તો કે પૃથ્વી તત્વના અંશથી બનેલા છે. પંચીકરણ જે છે ને પેલી પાંચ ઢગલીઓ કરી તેમાંથી તો આ વસ્તુઓમાંથી એમણે આ બનાવ્યું એમ એ કહે છે. પછી રક્ત એટલે લોહી, મૂત્ર, લાળ અને પરસેવો વગેરે જળ તત્વના અંશથી બનાયા. ભૂખ, તરસ, ગરમી, મોહ, મૈથુન વગેરે અગ્નિ તત્વના અંશથી બનાયા. જો ભૂખ લાગે છે તો આમ આગ લાગી હોય એવું થાય છે ને. તરસ લાગી હોય ત્યારે પણ આમ કંઈક જુદી જાતનું લાગે છે બરાબર. આગળના દાખલાઓની વાત નથી કરતો આ એકમાંથી આગળનું સમજી જજો એ એવી રીતના. પછી ગરમી લાગે છે ત્યારે પણ આમ એ થાય છે. જ્યારે મોહ પેદા થાય છે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનો ત્યારે પણ અંદર એક જાતની આગ લાગે છે, આકર્ષણ અંદર ઊભું થઈ જાય છે. અંદર આમ દિવાસળી સળગી હોય ને જેમ હીટ પકડાય ને એવી રીતના હીટ પકડાવાની ધીમે ધીમે શરૂ થાય અને એટલી બધી વધી જાય તીવ્ર થઈ જાય કે બસ હવે તો લાઈને જ જંપુ.
એવી જ રીતે મૈથુન ત્યારે પણ સખત પ્રચંડ ગરમી પેદા થાય છે જબરજસ્ત મોટી. તો એવી રીતે આ બધું અગ્નિ તત્વ માંથી બનાવ્યું. પછી ચાલવું, ઉઠવું, બેસવું, શ્વાસ લેવા—આ બધા શેના આધારે ઊભા થયા? તો કે વાયુ તત્વથી ઊભા થયા. પછી કામ, ક્રોધ વગેરે આકાશ તત્વના અંશથી છે. આ રીતે આ બધાનો સમુચ્ચય સ્વરૂપ અને સંચિત કર્મોથી બનેલી ચામડી વગેરેથી યુક્ત બાળપણ જુવાની ઘડપણ—આ પાછી અવસ્થાઓ પાછી ઊભી થઈ. વગેરેના ભાવ વાળું એટલે બાળપણ એક ભાવ છે, યુવાની પણ એક ભાવ છે, વૃદ્ધાવસ્થા પણ એક ભાવ છે. આ વૃદ્ધાવસ્થા કોક વૃદ્ધ ના અનુભવે ને કે "હું તો બાળક છું" ને બાળક વેડા કર્યા કરે અને બાળકની જેમ જ વર્તન કર્યા કરે—આ બધું જ શક્ય બને છે આ બધાના કારણે. અનેક દોષોનું આશ્રય રૂપ આ સ્થૂળ શરીર હોય છે એટલે પુષ્કળ વિકારો અંદર પછી આ બધી વસ્તુઓના પરમ્યુટેશન કોમ્બિનેશનના કારણે વખતે વખતે ઊભા થતા હોય છે.
આ બાજુ અપંચીકૃત જે હતા મહાભૂતો એના રજોગુણના અંશમાંથી ત્રણ ભાગોને સમન્વિત કરીને પ્રાણનું સર્જન કર્યું, પાછું એનાથી સૂક્ષ્મ ભાગ બનાવે. આ બધું ચલાવવાનું છે ને એટલા માટે. હવે આ ઇલેક્ટ્રિસિટી પેદા કરવાની ફેક્ટરી એમણે પછી શું કર્યું? તો કે એમાંથી પાંચ પ્રાણ બનાવ્યા: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એવી રીતે. એના પાછા ઉપપ્રાણો બનાયા: નાગ, કુર્મ, કુકર, દેવદત્ત અને ધનંજય—એ ઉપપ્રાણો બનાયા. હવે પછી એના સ્થાન પાછા નક્કી કર્યા કે આ પ્રાણને ક્યાં જવાનું, એની સર્કિટ નક્કી થવી જોઈએ ને. મૂળ પ્રાણ એક પણ એક પ્રાણમાંથી પાંચ બનાયા, એ પાંચ માંથી પાછા બીજા ઉપર પાંચ બનાયા. આમાંથી આ બનાવ્યું આમ... એવી રીતના પહેલા એક હતું એની પાંચ ડગલી કરી, પાંચ ઢગલી માંથી પાછી દરેક ઢગલી માંથી પાછી એક એક કાઢી બીજી અને પછી એ બધાને પાછી સેટ કરી.એમને જો કેવી મસ્ત સર્કિટ બનાવી છે!
તો જે પ્રાણ જે છે તે હૃદય, પછી આસન એટલે કે મૂલાધાર, ડૂટી, કંઠ અને સર્વાંગ—એ પ્રાણના સ્થાન છે. આકાશ વગેરે પંચમહાભૂતોના રજોગુણ યુક્ત અંશના ચોથા ભાગમાંથી કર્મેન્દ્રિયોનું સર્જન કરવામાં આવ્યું અને ત્યાં આગળ વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ—એ એના પ્રકારો કર્યા. પછી વચન, આદાન, ગમન, વિસર્જન અને આનંદ એ આના કર્મેન્દ્રિયોના પાછા વિષયો છે, કર્મેન્દ્રિયોની તન્માત્રાઓ છે. આ રીતે પંચમહાભૂતોના સત્વ અંશમાંથી પાછો સત્વ અંશ લીધો, ત્રીજો ડબ્બો, તેની અંદરથી એમણે શું કર્યું છે? ત્રણ ભાગોથી અંતઃકરણનું સર્જન કર્યું. એનોય પાછો ત્રણ ભાગ લઈ લીધા, એમાંથી અંતઃકરણ બનાવ્યું અને એ અંતઃકરણમાં પાછા ચાર વસ્તુઓ પેદા કરી કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પેદા કરી આપ્યો. એ કર્યા પછીથી શું થયું? તો કે એની અંદર એની વૃત્તિઓ છે મનમાં. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર દરેકની અંદર પાછી વૃત્તિઓ મૂકી.
આકાર બની શકે એવી પ્રકારની ક્ષમતા છે અંદર સૂક્ષ્મ આકારો બની શકે એવી એટલે મહતમાંથી બી અહંકાર ઊભો થયો ને સ્ટાર્ટિંગ કર્યું ત્યારે... હા એટલે અહિયાં બી એક અહંકાર આવે છે ને. મન અંતઃકરણનો અહંકાર અને પહેલા બી આપણે મહતમાંથી એ મૂળ અહંકાર હતો, એ સૂક્ષ્મ હતો અતિશય સૂક્ષ્મ અને આ સ્થૂળ. પેલો વિષ્ણુનો અહંકાર હતો વ્યાપક જે ચૈતન્ય હતો તેનો અહંકાર હતો અને આ વ્યક્તિનો અહંકાર અંદર જુદું બટન ફિટ કરી આલ્યું... વાહ! સમજાયું કેવું છે? અદભુત! આમ કહેવાય ને કે યાર હું આફ્રિન છું ખરેખર યાર તે કેટલું બધું મસ્ત કામ કર્યું છે!( ભગવાનની માયા અને આ એની માયા... હા આ ભગવાનની માયા અને આ એની માયા એ પણ આવી રીતે ઊભી થશે પછી. યસ યુ આર રાઈટ, એવી રીતે થશે.) પછી એમને શું આગળ થયું? તો કે મન, બુદ્ધિ અને ચિત્ત, અહંકાર જે ચાર ઊભા થયા એમાં બધી એમણે વૃત્તિઓ એટલે કંઈક ઉત્પન્ન થવાની કંઈક થવાની એવા પ્રકારની શક્તિ મૂકી દીધી.
એટલે શું થયું એમાંથી શું થયું? તો કે વ્યક્તિનો સંકલ્પ પેદા થયો, વ્યક્તિનો નિશ્ચય પેદા થયો, એને સ્મરણ શક્તિ આવી, એને અભિમાન આવ્યું અને અનુસંધાન કરવાની કશાકના કશાક સાથે જોડવાની એવી જે અસોસિએશન કરીએ છીએ ને, વર્ડ એસોસિએશન. આને ઓળખીએ શેનાથી? તો કે તમે કયા ગામના? પછી ગામની વાત આવે એટલે તરત કહીએ કે આ હા બરાબર છે તમે પેલા ગામના ને અમે પેલા ગામના માણસને એક ઓળખીએ છીએ—આ બધું જે આપણે આમ કરીએ છીએ એ બધું એમાં પછી આયુ આવી બધી વૃત્તિઓ પેદા થઈ ગઈ. એટલે નવું નથી, તમે જે કંઈ કરો છો એ બધું એને કહ્યું છે એ જ કરો છો ભાઈ ખરેખર. હવે ગળું, મોહ, નાભી, હૃદય અને ભ્રમરની વચ્ચેનો ભાગ—એ એનું સ્થાન છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારનું. મહાભૂતોના સત્વંશના ભાગથી ચોથા ભાગથી પાછો ત્રીજો ડબ્બો કાઢ્યો એમાંથી એમણે જ્ઞાનેન્દ્રિયો બનાવી અને એમાં કાન, ચામડી, આંખો, જીભ અને નાક એ જ્ઞાનેન્દ્રિયોનો પ્રકાર થયો અને એની પાછી તન્માત્રાઓ એટલે વૃત્તિઓ પેદા કરી.
એને પાછું કંઈક તો ફંક્શન તો કરવું પડે ને. આંખ બનાવી તો પછી એને જોવું પડશે ને તેને શું જોવાનું આંખથી? એ શું જોશે? રૂપ જોવે છે, આકારો જોવાય છે. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ—એ પાંચ વિષયો પાછા એના જ્ઞાનેન્દ્રિયોના પણ બનાવી દીધા. પછી એમણે પાછી દિશાઓ બનાવી. આકાશ તત્વ જે બાકી હતું તેમાંથી વાયુ, અર્ક (અર્ક એટલે સૂર્ય, ઓમ અર્કાય નમઃ આપણે બોલીએ છીએ ને સૂર્યનું એક નામ છે). ઓમ અર્કાય નમઃ, ૐ દિવાકરાય નમઃ એમાં એક અર્કાય નમઃ આવે છે, એ અર્ક એટલે સૂર્ય શબ્દ છે. તેનાથી એમને વરુણ એટલે જળ દેવતા, અશ્વિનીકુમાર અહીંયા આગળ આવે છે, પછી અગ્નિ, પછી ઇન્દ્ર, ઉપર મૃત્યુના દેવતા યમ, પછી ચંદ્ર, વિષ્ણુ, બ્રહ્મા અને શિવ—આ બધા દેવગણ આ બધી ઇન્દ્રિયોના સ્વામી બનાવી દીધા. દરેકને કામ આપી દીધું તમારે આ બધું કરવાનું જોવાનું ધ્યાન રાખવાનું.
(Q:-છેલ્લે તો આ બધું કાલ્પનિક છે, આજે જે કાંઈ દેખાય છે જ્ઞાન તો પરબ્રહ્મમાં છે A:- ઈશ્વરે જોયું અને આ બધું થયું, ઈશ્વરે જોયું તો એમનું ઈમેજીનેશન છે આ તો. આ જે કંઈ છે તે બધું ગોડ્સ ઈમેજીનેશન છે. પણ પરબ્રહ્મ સ્વરૂપે એમણે ઈમેજીન નહોતું કર્યું, પરબ્રહ્મમાંથી નીચે આવ્યા પછી એમણે આ ઈમેજીનેશન કર્યું. પરબ્રહ્મ સ્વરૂપે ચૈતન્ય રૂપે તો એ પોતે જે છે તે છે જ તેમના તેમ જ છે. એ અવ્યક્તમાં થયા અને પછી નીચે હા પછી આ અવ્યક્તની ઉપર જે છે... ઉપર જે છે એટલે કીધું કે હું વ્યક્ત પણ નથી અને અવ્યક્ત પણ નથી હું તો આ બંનેનો જોનારો છું, જાણનારો છું એટલા માટે કહે છે.) આ બધું થઈ ગયું એટલે સુધી સ્પષ્ટતા છે? ઓકે હવે આગળ જઈએ. એ પછી એમણે શું કર્યું? તો કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોષ છે. એ બોડીને પાંચ લેયર્સ આપ્યા છે એમણે એમ સમજવાનું અને આ બધાની અંદર બધી ચીજ વસ્તુઓની ગોઠવણી કરી.
એ પહેલા લેયરમાં આ ગોઠવવાનું, આ ખિસ્સામાં આ ગોઠવવાનું, બીજા ખિસ્સામાં આ ગોઠવવાનું—આ બધું. એટલે એમણે પછી શું કર્યું? તો કે અન્નમય કોષ એ છે કે જેની ઉત્પત્તિ અન્નથી થાય. અન્ન ગ્રહણ કરે એટલે અન્નમય કોષ. પહેલા એમણે એક બનાવી દીધો ઢાંચો, માળખો. પછી પાછું એને કેવું બનાવ્યું છે એ તમે જુઓ કે ઓટોમેશન પર મૂકી દીધું છે એટલે જેમ જેમ પેલો બચ્ચું આયા પછી જન્મ પછી દૂધ ચૂસતો જાય તે પ્રમાણે એનો અન્નમય કોષનો વિકાસ થતો જ જાય, થતો જ જાય, થતો જ જાય. પહેલા એ આવો ડાયટ લેતો હોય, પછી સૌથી પહેલા તો મધરના બોડીમાંથી જ લેતો હોય, પછી પોતાની જાતે જન્મ પછી લેવાનું શરૂ કરે, પછી મધર એને કોળિયા કરાવે, પછી એ પોતે જાતે ખાતો થઈ જાય. ૧૦ વર્ષનો થાય એટલે કે "હું તો પીઝા અને આઈસ્ક્રીમ જ ખાઈશ", એની ચોઈસ બનતી જાય ધીમે ધીમે કરીને. અમારે એક હતા પિંકુભાઈ તો એ શું બાફેલા બટાકા જ ખાય સવાર સાંજ બસ બીજું કંઈ ખાવાનું જ નહીં.
એનો આહાર એવો હતો એના બોડીમાં બસ એની રિક્વાયરમેન્ટ જ એવી બની ગઈ હતી કે એને બસ સ્ટાર્ચ જ જોઈએ બીજું કાંઈ નહીં એમ. (Q:-તો અત્યારે જે આ બધા શું કહેવાય ડોક્ટરોને બધું કાઢ્યું છે ને કે તમારે આ ઘટે છે, વિટામિન, બધા શાકભાજી લેવા જોઈએ—એ દરેક શાકભાજીમાં આ ગુણ મળે નહીતર આ ખૂટી જાય—તો એ ખાલી બટાકા ખાય છે તેમ છતાં એમનું પોષણ એમને બધું મળી જ રહે. એનામાંથી પૂર્ણ પરબ્રહ્મ છે એટલે આ બધી માન્યતાઓ ખોટી છે A:-બધું જ ખોટું છે, સંસાર આખો ખોટો છે. બોલો પણ એવું કહેવાશે નહીં કે ડોક્ટર ખોટો છે એન્જિનિયર ખોટો છે. એન્જિનિયર તો આટલું મોટા મોટા બિલ્ડીંગો બનાવી દે છે ને પાછો અને પાછા સ્થૂળ બિલ્ડીંગો કેવા મોટા બ્રિજ બનાવી દે છે તમે ખોટું કહી ના શકો. બરાબર. એટલે સંસારિક રીતે આ બધું સંસારિક સત્યો છે એટલે એને રિલેટિવ સત્ય કહ્યા.
રિલેટિવ સત્ય એટલા માટે કે એને એના પાસે કંઈક હોય તો એ કંઈક કરે, કંઈક હોય તો એ કંઈક કરે તે એ રિલેટિવ સત્યોની શરૂઆત પરમાત્માએ અવ્યક્ત થયા પછી કરી. પહેલા તો સંપૂર્ણપણે પોતામાં હતા પરમ ચૈતન્ય રૂપની અંદર જ હતા ત્યાંથી પછી એમને આમ થયું કે કંઈક કરવું. તેમાંથી પછી આ આ કંઈ જ ના કરવાનું હોય એવી સંપૂર્ણતામાં કંઈક કરવું વાળો જે ભાવ... આપણે આમ બેઠા હોઈએ આપણે શાંતિથી નિરાતે સંપૂર્ણપણે પછી આમ એકદમ ઊભા થઈએ છીએ ને. પહેલા અંદર વિચાર આવે આખી યોજના તૈયાર થઈ જાય પછી ઊભા થઈને કામે લાગી જઈએ બસ આજ કર્યું છે એમણે. તે એવું કર્યું કે પછી આ બધા બનાવ્યા હતા રમકડા આવી રીતના જાત જાતના એની અંદર પણ પાછા એ પોતે પોતાનો અંશ મૂકીને આવી રીતના પ્રવેશી ગયા. એ પોતે જ આવી ગયા એની અંદર. આવું બધું ગોઠવાઈ ગયું એટલે કહેવામાં આવે છે કે પરમ ચૈતન્ય જે આ અહીંયા આગળ છે બટન રૂપે રહેલું તે ત્યાં આગળ સંપૂર્ણ રૂપે રહેલું છે અને છે જ અને આ બંને તત્વ રૂપે એક જ છે.
અને તત્વની મજા એવી છે કે આટલું બી હોય ને તો એમાંથી કેટલું પણ બની શકે કારણ કે તત્વ અનંત છે. એકે એક તત્વ ઈશ્વરે કેવા બનાવ્યા? તો કે અનંત છે. કેવા છે? તો કે અનંત છે. એટલે પૂર્ણમાંથી જે પેદા થયું છે તે પૂર્ણ છે, પૂર્ણમાંથી જે કાઢી લેવામાં આવે છે તે પણ પૂર્ણ છે અને એ કાઢી લીધા પછી જે બાકી રહી જાય છે તે પણ પૂર્ણ છે. બસ દાખલા એવા. ગણિતના દાખલા... ગણિતનો દાખલો છે પણ એમાં આ બધી અત્યારની બુદ્ધિ ગૂંચવાયા કરે. જ્યારે ત્રણેય ગુણોથી ઉપર જશે વ્યક્તિ પોતે ત્યારે જ આ જ્ઞાનને સમજી શકે છે. એટલે આ બધું જ છોડવું પડે પહેલા. ત્રિગુણાત્મક સૃષ્ટિ છે ને આખી ત્રણ ગુણો યુક્ત છે તો એનાથી ઉપર ઉઠવું બહુ જ આવશ્યક છે. આગળ ચાલીએ. એટલે એમને શું કર્યું? તો કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એવા પાંચ કોષ બનાવ્યા પાછા.
સ્થૂળ બોડીને પણ રહેવા માટે સ્થૂળ બનાવ્યું, તો સ્થૂળનો પાછો આધાર જોઈએ એટલે એમને સૂક્ષ્મ બનાવ્યું. પછી એ તો કે એની પણ કોઈક ઈમેજીનેશન યોજના હોવી જોઈએ એટલે પછી મનોમય કોષ બનાવ્યો અને મનોમય કોષની અંદર પાછો એમને વિજ્ઞાનમય કોષ બનાવ્યો કારણ કે આ બધી વસ્તુઓ જે થઈ શકવી જોઈએ તો એમાં વિજ્ઞાનની જરૂર તો પડે ને. એટલે વિજ્ઞાન બનાવ્યું એન્જિનિયરિંગ એમનું બધું સાયન્સ એમનું ગોઠવી દીધું અને એ બધાયનો ઉદ્દેશ્ય પાછો કંઈક હોવો જોઈએ. આ બધું કરીને કરવાનું શું બધુય? તો કે આનંદ કરવાનો. દરેક પ્રવૃત્તિના મૂળની અંદર છેવટે શું હોય? આનંદ પ્રાપ્ત કરવો છે. ના થાય એ બીજી વાત છે. સમજાયું? આનંદની પ્રાપ્તિ થાય કે ના થાય, આનંદ તો અંદર છે. એહસાસ ના પણ થાય કારણ કે પેલી વિક્ષેપ શક્તિ જે છે આવરણ શક્તિ છે એ એને એનો સ્પર્શ થવા દેતી નથી એ ટાઈમે સર્કિટની અંદર કંઈક ગડબડ થઈ જાય એટલે પછી એટલું નથી થઈ શકતું એટલે પેલાને અજંપો રહ્યા કરે.
આનંદની જગ્યાએ પાછો એને તો એ અજંપો અને આનંદ બી ક્યાં? મનોમય શરીર હોય તેની અંદર અનુભવાતો હોય છે. મનની અંદર અનુભવાતું હોય. એ જે મન છે તેમાંથી જો તમે અહંકાર ખાલી ખેંચી લોને તો પેલું મન છે તે આમ થઈને બેસી જાય, કશું નહીં કઈ ખબર નથી પડતી. કેવા બેઠા હોય લોકો ડિપ્રેસ થઈને પછી... કેટલું હલાવો કંઈ કરો કંઈ કરતું નથી. મૂળ શું થયું? તો કે એનો અહંકાર ભગ્ન થઈ ગયો. અત્યારે કંઈ પણ કરવા પણું એની અંદર અહંકારમાં રહ્યું નહીં એટલે પછી બિચારો આવો થઈને બેસી જાય. પેલું મશીન જાણે બેઠું હોય જીવતું એવી રીતના બેસી રહે કંઈ કરે નહીં એમ. આગળ પ્રોગ્રામ રન થતો જ નથી. શું થઈ ગયું? હેંગ થઈ ગયો. હેંગ થઈ ગયો એટલે બધાએ ડિપ્રેશન વાળા હોય મોર ઓર લેસ કેવા હોય? હેંગ થઈ ગયેલા હોય બધા. આગળ સોફ્ટવેર ચાલતું જ નથી એનું એટલે હેંગ થઈ ગયા હોય.
હવે અન્નમય કોષની આપણે વાત કરી. એનાથી વૃદ્ધિ પામે છે અને છેવટે એ અન્ન રસમય પૃથ્વીમાં જ વિલીન થઈ જાય છે. પૃથ્વી તત્વ જે બહાર રહેલું છે તેમાંથી એ બધું પોષણને બધું મેળવ્યા કરે અને પછી છે તો એનાથી બોડી બનાવે અને વળી પાછું એ વળી એની અંદર જ પાછું એ થઈ જતું રહે—આવી રીતે આખું આ સ્થૂળ શરીર છે. હવે કર્મેન્દ્રિયો અને પંચપ્રાણોનો સમુચ્ચ જે છે, કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણો ભેગા થાય ત્યારે પ્રાણમય કોષ બને છે. સમજાયું? જ્ઞાનેન્દ્રિયો સહિત મન એ મનોમય કોષ કહેવાય. જ્ઞાનેન્દ્રિયોનો બુદ્ધિનો યોગ એ વિજ્ઞાનમય કોષ કહેવાય છે. સોફ્ટવેરને પણ રન કરનારું એક સોફ્ટવેર હોય છે એ વધારે સરસ હોય પહેલાના કરતાં પણ, એ બસ એ બેકગ્રાઉન્ડમાં ચાલ્યા જ કરતું હોય જેના આધારે પેલો સોફ્ટવેર રન થાય. પેલી ios કે શું કહે છે, વિન્ડોઝ એવું, અને પછી એ વિન્ડોઝ અંદર હોય તો પછી બાકીનું બધું ચાલશે.
બાકી બધું ચાલશે પછી તમે ગમે તે સોફ્ટવેર બનાવીને પછી પ્રોગ્રામ બનાવીને જેવો રન કરવો હોય તેવો તમે કરો છો. આ જ વસ્તુ અહીંયા કરી આપી એમણે. બરાબર. એ વિજ્ઞાનમય કોષ બની ગયો. આ પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કોષ એ ત્રણેય કોષોનો સમુચ્ચય જે થાય તેને લિંગ શરીર કહેવામાં આવે છે. લિંગ શરીરની અંદર સ્થૂળ શરીર નથી. સમજાયું? પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કોષ જે ત્રણ ભેગા થયા તેને લિંગ શરીર કહે છે. જેમાં પોતાના સ્વરૂપનું ભાન રહેતું નથી એ આનંદમય કોષ છે. પોતાના સ્વરૂપનું ભાન ત્યાં આગળ જતું રહ્યું પહેલું એને જ કારણ શરીર કહેવામાં આવે. હવે કારણ શરીરનો નાશ થઈ જાય તો તમને તમારા સ્વરૂપનું ભાન થઈ જાય. હવે મૂળ જે આવરણ આખું ઊભું થયું હતું, વિક્ષેપ ઊભો થયો હતો તે બધો ક્યાં પડ્યો છે? કારણ શરીરની અંદર પડેલો છે. હવે કારણ શરીરનો નાશ કરી શકે એવા પ્રકારનું સોફ્ટવેર બધું અંદર વૃત્તિઓ અને બધું રન થઈને પછી છેવટે શાંત થઈ જવું જોઈએ.
કારણ શરીરને નષ્ટ કરી નાખીને હવે કારણ શરીર નષ્ટ થશે એટલે મનોમય શરીર નું ફંક્શન જતું રહેશે, અમુક જ પોર્શન બાકી રહેશે. એવી રીતે વિજ્ઞાનમયનું અમુક પોર્શન બાકી રહેશે અને સ્થૂળ શરીરનો અમુક પોર્શન બાકી રહી જશે. એ વ્યક્તિ જીવન મુક્ત હશે, એ વ્યક્તિ રાજા જનકની જેમ જીવતો હશે. કેમ? તો કે બસ આ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી છે અને દેહથી તો એ પોતે અલગ થઈ ગયો હોય કારણ કે કારણ રહ્યું નથી, અજ્ઞાન જતું રહ્યું છે, વિક્ષેપ જતો રહ્યો છે, આવરણ જતું રહ્યું છે અને સ્વરૂપનું ભાન થઈ ગયું છે કે "હું તો આ છું ને આ બધું કઈ હું નથી" એમ કે આ બોડી બોડી આ બધું હું નથી એમ એને ખબર પડી ગઈ અને આમ અનુભવાય છે. મૂળ વાત એ છે કેવી અવસ્થા છે જોયું! એટલે ત્યાં પહોંચી જવાનું છે. કારણ શરીરનો નાશ કરી નાખવાના છે ખતમ પણ યોગ્ય રીતે. કેવી રીતે?
શાસ્ત્ર વિદિત પદ્ધતિથી, ગુરુ ગમ્ય. ગુરુ જે રીતે તમને જણાવે તે રીતે. શાસ્ત્રમાં જે આપેલી બાબતો હોય એ બધી એક જનરલ હોય એન્સાયકલોપીડિયા જેવું બધું. જેમ એન્સાયકલોપીડિયાના તમે કેટલા ભાગ છે બધા વાંચી કાઢો બ્રિટાનિકા એવું છે ને કંઈક એન્સાયકલોપીડિયા... અત્યારે તો એવું જ યાદ આવે. તો એના એવડા મોટા મોટા મોટા વોલ્યુમ બધા તમે જો વાંચી કાઢ્યા હોય તો તમે જ્ઞાની થઈ જાવ કે વધારે કન્ફ્યુઝ થઈ જાવ? યાર આ ઘડીકમાં આવું બોલે છે ઘડીકમાં આવું બોલે છે. તો શાસ્ત્ર આ જ છે એન્સાયકલોપીડિયા એમ સમજો તમે. સોફ્ટવેરનો એને કેવી રીતે કારણ શરીરને એ કરવું એની અનેક અનેક પદ્ધતિઓ કારણ કે અગાઉ જે લોકો આ રસ્તે ગયા ચાલ્યા, પોતાના કારણ શરીરનો નાશ કરવા માટેનું યોગ્ય પદ્ધતિઓ કઈ હોઈ શકે તેમાંથી એમણે પણ આઈન્સ્ટાઇનની જેમ પેલા એડિસનની જેમ કર્યું હશે કે ૧૦૦૦ પ્રયોગો કર્યા હશે એમાંથી ૯૯૯ વખત એવું નહીં થયું હોય તો એ બધી એમણે ડિસ્કાર્ડ કરી દીધી હશે અને એક હશે તે ઓકે થઈ ગઈ હશે.
પણ જે ડિસ્કાર્ડ થઈ ગઈ છે તેમાં પણ પોસિબિલિટી એ છે કે એની બુદ્ધિ એમાં નહીં પહોંચી હોય એ તો એની રીતે પરફેક્ટ હશે કંઈક ખૂટે છે એમાં કંઈક ખૂટે છે. એટલે વર્ષો પહેલા આઈન્સ્ટાઇને કોઈક ચીજો શોધી કાઢી હોય એ વસ્તુઓ કરી. હવે એના નિષ્ફળ પ્રયોગોમાંથી કોઈક વસ્તુ પકડી લે નીલેશભાઈ અને એની પર પ્રયોગ કરે. આ જે ઝબકારો આઈન્સ્ટાઇનને થયો નહોતો થયો અને નિષ્ફળ થયો એ ઝબકારો નીલેશભાઈને થઈ જાય તો એનો એ પ્રયોગ સફળ થઈ જાય. સમજાયું? તો આવી રીતે આખો આ સંસાર આવી રીતના આમ ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો હોય.
Q;-સાહેબ આમાં એક કારણ શરીરનું જે આખું ફંક્શન જ રદ્દ કરી નાખવાનું સિસ્ટમમાં રહીને જ બધું કરવાનું ને? A:-હા સિસ્ટમને બહાર જઈને ના થાય. બહાર જઈને કરવાનો પ્રયત્ન કરે તો શું થાય? બોડી ફૂટી જાય. સિસ્ટમમાં જ રહીને સિસ્ટમનો નાશ કરવાનો? હા. સિસ્ટમમાં રહીને પણ સિસ્ટમનો અમુક ભાગ જ નષ્ટ કરવાનો છે. પેલાની અંદર બધું કરવા જાય છે પણ એમાં પરપેચ્યુઅલીટી આવી ગયેલી છે એટલે પછી દર વખતે જેટલું નષ્ટ કરે તો પાછો ફરી પેદા થઈ જાય, એનામાં એ ગુણ રહેલો છે પાછો એટલા માટે એવો છે ને. Q:-સાહેબ કે સર્જન જે થયેલું છે એનું જ વિસર્જન આપણે કરવાનું એવું થયું? A:- જે તમારું સર્જન છે એનું વિસર્જન તમારે જ કરવાનું હોય ને કોઈ બીજું થોડું કરી આપે. સિસ્ટમમાં રહીને? હા રહીને જાણીને. સમાજના નિયમોમાં તમે બંધાઈને રહીને કરો છો ને બાકીનું જીવન કરો છો કે નથી કરતા?
એવી રીતે આમાં પણ તમારે ઈશ્વરના નિયમોને આધીન કુદરત જે બનાવી, ઈશ્વરે પ્રકૃતિ બનાવી, માયા બનાવી—એ બધાના આધીન રહીને તમારે આ કામ કરવાનું છે. જાણવાની પહેલા. જાણ્યા વગર એમને એમ કંઈક કર્યા કરે તો પછી એ તો પેલા નિષ્ફળ પ્રયોગો જેવી જ વાત થયા કરે છે ને. અને એટલા માટે જ આ બધાયને આટલી બધી નિષ્ફળતા કેમ મળે છે? ભગવાને છેવટે કહેવું પડ્યું કે "કરોડોમાં કોક જ મને જાણે છે". કરોડોમાં કોક... શું વાત કરી! ૮૦૦ કરોડ હોય તો તે ૮૦૦ કરોડ હોવા છતાંય તેમાં કોક જ મને જાણે છે. એટલે દર વખતે જુઓ તો આવા કોઈક બે ચાર પાંચ જણા હોય અલગ અલગ સ્ટેજીસ ઓફ ઇલ્યુમિનેશન પર એવા પ્રકારના માણસો હોય, સંપૂર્ણતા જેને પ્રાપ્ત કરી લીધી હોય અને છતાં સદેહે હોય—એવો કોક કાળે જ મળે પણ એ દરેક કાળમાં હોય જ છે આ પૃથ્વી પર નહીં તો કોક બીજી જગ્યાએ. એટલે ક્યાંક ને ક્યાંક તો એ ઝબકારો ચાલ્યા જ કરતો હોય છે પાછો ઈશ્વરના સાનિધ્યની અંદર.
પેલા અહીં ના હોય તો ત્યાં હોય, ત્યાં ના હોય તો ક્યાંક બીજે હોય ઝબકારો થાય. પાછી વ્યવસ્થા બહુ સુંદર ગોઠવી છે કે અહીંથી પેલાને અહીંયા ટેલિપોર્ટ કરીને ભગવાન... આખે આખો આવી જા કે તું તો આ બ્રહ્માંડમાંથી પેલા બ્રહ્માંડમાં. બધું ગોઠવણી બહુ મસ્ત કરેલું છે. જે ભાવ કરે છે એ એની પાસે પહોંચી જાય છે? હા ભાવ સત્તા જ મેઈન છે... હા જ્ઞાનનો સંચાર આવી રીતે થાય છે. જ્ઞાન તો અહીં ઝબકારો કરે એટલે ત્યાં પહોંચે. એક સાયન્ટિસ્ટે કંઈક એવું કંઈક કરેલું હતું કંઈક ડીએનએ કાઢ્યા હતા અને એના ટુકડા કરી નાખ્યા હતા. હવે આ ભાગની અંદર એ કંઈક કરેને તો પેલા લાખો માઈલ દૂર રહેલો જે બીજો ડીએનએ એનો જે પોર્શન હતો તેની અહીંયા જે પ્રતિક્રિયા થાય તે ત્યાં આગળ થવા માંડી. આ સ્થૂળ પ્રયોગ ઓલરેડી થઈ ચૂકેલો છે.
આવી રીતે જ્ઞાનેન્દ્રિય પંચક (પાંચ જ્ઞાનેન્દ્રિયો), કર્મેન્દ્રિય પંચક (પાંચ કર્મેન્દ્રિય), પ્રાણ આદિ પંચક (પાંચ પ્રાણનું પંચક પાછું એક ઊભું થયું), વિષય આદિ પંચક (એટલે પાંચ મહાભૂતોનું ભેગું થઈને જે ઊભું થાય છે તે પંચક), અંતઃકરણ ચતુષ્ઠય (એટલે ચાર: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) અને કામ, કર્મ, અવિદ્યા—તે પુર્યષ્ટક એટલે આઠ પુરીઓનો સમૂહ કહેવાય છે. આ પાછા પંચકો ભેગા કર્યા જો હજી વધારે રિફાઇનેશન આપ્યું એમણે. યાજ્ઞવલ્ક્ય ઋષિ ક્યાં સુધી પહોંચ્યા હતા? તમને પૂરીષ્ટકમાં આઠ વસ્તુઓ મેં બતાવી હતી: પાંચ તત્વો અને મન, બુદ્ધિ અને અહંકાર એવી રીતના સમજાયું હતું. હવે એમણે એનાથી પણ આગળની જે બાબત છે તે અહીંયા આપણને સમજાયેલી છે. ઈશ્વરની આજ્ઞાથી વિરાટે વ્યષ્ટિમાં પ્રવેશીને... વિરાટ વ્યષ્ટિમાં પેસેલો છે જુઓ. ઈશ્વર નથી પેસેલો પણ તમે અંદર પેઠેલો જે વિરાટ છે તે વ્યષ્ટિની અંદર આવ્યો ત્યારે એને તમે શું કીધું?
વ્યક્તિ ચૈતન્ય કીધું, ઇન્ડિવિજ્યુઅલ દરેકનું પૃથક પૃથક. અને એ ભાન ભૂલી ગયો કે આ બધું એક જ છે પાછું. એ માયા પ્રવેશીને બુદ્ધિમાં પ્રતિષ્ઠિત થઈને વિશ્વત્વને પ્રાપ્ત કર્યું અર્થાત વિશ્વની સંજ્ઞા: મેળવી વિજ્ઞાનાત્મા, ચિદાભાસ, વિશ્વ વ્યવહારિક, જાગૃત અને સ્થૂળ અભિમાની અને કર્મભૂ—એ વિશ્વના વિભિન્ન નામો છે. વિશ્વનું એક જ નામ છે એવું નથી, આ બધું ઘણું બધું કેટલું બધું એને પાછું શું કીધું? વ્યવહારિક કીધું. એને કેવું કીધું? જાગૃત કીધું. આ વિશ્વ કેવું છે? જાગૃત છે, સ્વચાલિત છે પાછું. ગોઠવી કાઢયું. સ્થૂળ અભિમાની એટલે પોતાનું હોવાપણાનું એને ખબર હોવી જોઈએ એવું બનાવ્યું છે. કર્મભૂ એટલે કંઈક ને કંઈક અંદર ખટપટ ખટપટ ચાલ્યા જ કરતી હોય, ક્યાંય એકદમ સંપૂર્ણ શાંત સુસુપ્ત થઈ ગયું હોય એવું બને નહીં—એવા પ્રકારનું કરી આપ્યું છે.
પ્રલયની આખી બધી પદ્ધતિ પાછી અલગ છે પછી આગળ ઉપર ક્યારેક પાછું સમજીશું કે ત્યારે બિલકુલ બધું શાંત થઈ ગયું હોય. ઈશ્વરના આદેશથી સૂત્રાત્મા વ્યક્તિના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશીને મનમાં અધિષ્ઠિત થઈને તેજસત્વને પ્રાપ્ત થયો અને તેજસ, પ્રાતિભાષિક અને સ્વકલ્પિત—એ તેજસના નામો છે, ત્રણ નામો આપ્યા એને. ઈશ્વરની આજ્ઞાથી માયાની ઉપાધિથી યુક્ત અવ્યક્ત ઈશ્વરના વ્યષ્ટિના કારણ શરીરમાં પેસી ગયું, વ્યક્તિના પ્રાજ્ઞત્વને પ્રાપ્ત થયું અને પ્રાજ્ઞત્વનું જે પ્રાપ્ત થયું તેના નામો કેવા છે? પ્રાજ્ઞ, અવિચ્છિન્ન, પરમાર્થિક અને સુષુપ્તિ અભિમાની—એવા એના પ્રાજ્ઞના ચાર નામ પાછા આપ્યા છે. અવસ્થા ભેદ થાય એટલે આવી રીતના ચાર અલગ નામ પાડવાની જરૂર પડે છે. કેટલી સૂક્ષ્મતા છે એ વિચાર કરો ઋષિમુનિઓની. પારમાર્થિક જીવની ઉપર એટલે એમણે આ બધું શોધી કાઢ્યું એમ કેટલી અદભુત વાત!
પારમાર્થિક જીવની ઉપર અવ્યક્તનું અંશ રૂપ અજ્ઞાન છવાયેલું છે. એ પણ બ્રહ્મનું જ અંશ છે. તત્વમસી વગેરે વાક્યોથી બ્રહ્મની એકતા પ્રગટ કરે છે એ, પરંતુ વ્યવહારિક અને પ્રાતિભાષિક અંશ બ્રહ્મ સાથે આ પ્રકારની એકતા રાખી શકતું નથી. પારમાર્થિક જીવની વાત કરી, તેના ઉપર આવી રીતના આવરણ છવાયેલું હોવાથી એ જાણે છે પણ એના બીજા બે ભાગો જે છે તેની પર વિક્ષેપ હોવાને કારણે એ આ અનુભવ કરી શકતો હોતો નથી. હવે ત્યાં કામ કરવાનું છે આપણે. આ જે સેન્ટેન્સ છે એ બહુ અગત્યનું. અંતઃકરણ ની અંદર જે ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે એ જ અવસ્થાત્રય એટલે કે જાગૃતિ, સ્વપ્ન અને સુશુપ્તિનો ભાગીદાર બને છે. એની ત્રણ અવસ્થા થાય છે સવાર બપોર સાંજ જેમ થાય એમ જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ થાય છે. ચૈતન્યત્વ ઉપરુક્ત ત્રણેય અવસ્થાઓથી પ્રાપ્ત થઈને રેટ સમાન ઉદ્વિગ્ન ચંચળ બને છે.
એક્ટિવેશન થયું એની અંદર જે નિરંતર જન્મ મરણને પ્રાપ્ત થતું રહે છે. આનાથી પરપેચ્યુઆલીટી આખી ઉત્પન્ન થઈ. આવી રીતે જાગૃત, સ્વપ્ન, સુશુપ્તિ, મૂર્છા અને મરણ એ પાંચ અવસ્થાઓ ઊભી થઈ છે. જાગૃત અવસ્થા એને કહેવાય છે જેમાં કાન વગેરે જ્ઞાનેન્દ્રિયો પોત પોતાના અનુગ્રહ શક્તિથી યુક્ત થઈને શબ્દ આદિ વિષયોને ગ્રહણ કરી શકે છે, એ જોઈ શકે છે, જાણી શકે છે, એ સાંભળી શકે છે, બોલી શકે છે, સ્મેલ આવે છે એને સ્પર્શ પણ થાય છે તો એને ખબર પડે છે. આ બધી વસ્તુ એને થવા માંડે છે આ અવસ્થામાં. આ અવસ્થામાં જીવ ભ્રુ મધ્યમાં રહેતા અહીંયા આગળ આવી જાય છે અને પગથી માંડીને મસ્તક સુધી એ વ્યાપેલો રહે છે.(બે ભમરની વચે) અહીંયાથી તે એનો પ્રભાવ એટલો છે, એનું લાઈટ જે છે તે રૂમ આવા પ્રકારનો બનાવ્યો છે તેટલા રૂમમાં છેક ત્યાંથી અહીંયા સુધીને એ લાઈટ આપે છે એમ કહેવાનો મતલબ એની પ્રભાવતા આવી રીતના છે.
આમ લાંબી તો કે કેટલું? તો કે માથાથી પગ સુધી ૧૮ ફૂટ તો આપણે કીધું કે ભાઈ ૬ ફૂટનો માણસ, તો કે ૬ ફૂટ. પણ કોક સતયુગની અંદર એવું કહે છે કે ભીમની હાઈટ તો આટલી હતી ૧૮ ફૂટ હતી તો ઓકે એવી રીતના એમ સમજવાનું છે આખું. તો જે તે કાળબળ પ્રમાણેનું અવસ્થા જેના સ્થૂળ દેહની થશે પછી એનો સૂક્ષ્મ દેહ વળી એનાથી મોટો હોય છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે, તો એ બધું ગોઠવાય છે આખું અને પગથી માથા સુધી એની વ્યાપ્તિ રહેતી હોય છે. ખેતીથી સાંભળવા સુધીના અર્થાત જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા આ ૧૦ વસ્તુઓ ભેગી થઈને કરતાં બધા કાર્યોના એના ફળ પણ એ મેળવે. એ પોતાના પ્રાપ્ત કરેલા કર્મોનું ફળ લોકાંતર એટલે કે પરલોકમાં પણ ભોગવે છે. આ લોક, આલોક, પરલોક... આમાંથી બહાર ગયા ને એ પછી બધો પરલોક થઈ ગયો. દેહ... વિદેહ... મહાવિદેહ... સમજાય છે?
હા સમજાય છે. હા એટલે મહાવિદેહ એટલે આ એ ત્યાં... હા ત્યાં નહીં ત્યાં. ઓ હો હો ત્યાં આવું કઈક દેહ અને આ આ વિદેહ. દેહ હોવા છતાંય દેહપણું ના રહે તેને વિદેહી કીધો અને એ પણ જતું રહ્યું અને તે પણ જતું રહ્યું ત્યારે પછી જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તે... સમજાયી ગયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને લાગતું નથી એ સાર્વભૌમની જેમ લૌકિક કાર્યોથી થાકીને આરામ માટે અંદરના વિશ્રામ સ્થળમાં જવાની ઈચ્છા થવાથી માર્ગમાં આશ્રય લઈને રોકાય છે. ઇન્દ્રિયોને પોતાના કામમાંથી આરામ મળ્યા બાદ જાગૃત અવસ્થાના સંસ્કારોથી મેળવેલા આ જે સંસ્કારો છે એ પાછો સોફ્ટવેર છે સૂક્ષ્મ બરાબર એ સંસ્કારો એમ મેળવેલા ગ્રાહક રૂપે જે અર્થ પ્રબોધવત સ્ફૂર્ણા થાય છે તેને સ્વપ્ના અવસ્થા કહે છે. જાગૃત માંથી ગયો આરામ કરવા પણ વચ્ચે રોકાઈ જાય છે અને તે વખતે જાગૃત અવસ્થામાં જે કંઈ એને મેળવેલું હતું તે બધું જે છે તેનું પાછો એને સ્ફૂરણ થવા માંડે છે હજી કારણ કે સંપૂર્ણપણે સુષુપ્ત થયો નથી એટલે વચ્ચે હજી આમ થોડા થોડા ફ્લેશ આયા કરે છે.
એ બધું જે છે તે સ્વપ્નાવ અવસ્થા છે એમ કીધું. હા... એ અવસ્થામાં વિશ્વ એટલે (સ્થૂળ શરીર પણ વ્યષ્ટિ ચેતના શક્તિ) જાગૃત અવસ્થાના વ્યવહારનો લોપ થઈ જવાથી નાડીની વચ્ચે સંચરત થતો તેજસ સત્વને પ્રાપ્ત કરી લે છે. એટલે જે જીવાત્માનું જે બીજું જે સ્વરૂપ છે આસ્પેક્ટ હોય ને... તમે અહીંયા આગળ બેઠા છો તો તમે ત્યારે એક શિષ્ય તરીકે બેઠા છો, માનવ તરીકે બેઠા છો પણ આજ માનવ ઘરે જાય તો એ પિતા અને પુત્ર બની જાય છે, ઓફિસમાં જાય તો એ બોસ બની જાય છે. એવી રીતના તેજસ અને જાગૃત્વ જીવાત્મા એમ તમારે સમજવાનું છે, છે એકનું એક જ એને અલગ અલગ આસ્પેક્ટમાં અલગ અલગ અવસ્થાઓમાં એને અલગ રીતે કહેવામાં આવે છે. ક્લિયર? ગુડ આગળ જવું.
(Q:-આજે હિરણ્ય ગર્ભચેતન જે પ્રતિભાસિક થયું એમાંથી આ અવસ્થાઓ આ ઊભી થઈ ?A:- આ તે આ સ્થૂળ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. હવે એનું જ આ વર્ણન ચાલી રહ્યું છે.)એટલે તેજસત્વને પ્રાપ્ત કરે છે ત્યારબાદ પોતાની વાસનાને અનુરૂપ પોતાના જ ભાસ એટલે તેજ વડે નાડીની અંદર રહીને એ જે છે ને તે પોતાની એક વિચિત્ર જગતની સૃષ્ટિ પેદા કરે છે. પોતે જાતે ત્યાં આગળ પોતાનો સ્વપ્ન અવસ્થાની અંદર અંદર એ પોતે પાછો બીજી સૃષ્ટિ પેદા કરે છે... જો જાગૃત અવસ્થામાં એ આ બધું પેદા કરે છે પણ આ બધું કરતાં કરતાં જે સંસ્કારોને ગ્રહણ કરી લીધેલા હતા તે બધા થોડા અસ્પષ્ટ બધા એ મિક્સ બધા ભેગા થાય ને એ બધા તો એ અંદર એક નાડીની અંદર જ્યારે પહોંચે છે ચોક્કસ જગ્યાએ ત્યારે પોતાના તેજસ સ્વરૂપના કારણે એ તેજ મેળવીને પોતે પોતાની જાતે વિચિત્ર સૃષ્ટિનું પાછું ત્યાં નિર્માણ કરે છે.
એ ટેમ્પરરી છે પણ છે એટલે એવી રીતે નાડીની વચ્ચે સંચરત થતો તેજસત્વને પ્રાપ્ત કરે છે અને એક વિચિત્ર જગતની સૃષ્ટિ પેદા કરે છે અને સ્વયં પણ પોતાની ઈચ્છા અનુસાર તેનો ભોગ પણ કરે છે, એનો ભોગવટો પણ કરી લે સ્વપ્ન સૃષ્ટિ આખી એ. અને એમાં કોઈ કાયદો નહીં એમ કશું, સ્થૂળ જગતના કાયદાઓ આ સ્વપ્ન સૃષ્ટિને લાગુ પડતા નથી.
હવે ચિત્તની એકીકરણ એટલે એકાગ્રતાથી યુક્ત થઈને અવસ્થા જ સુષુપ્તિ અવસ્થા હોય છે. જે રીતે ભ્રમણથી ઉડવાથી થાકીને પક્ષી પોતાની પાંખોને સમેટી લઈને પોતાના માળા તરફ ગમન કરે છે તેવી રીતે જીવ પણ જાગૃત અને સ્વપ્ના અવસ્થાના પ્રપંચ કાર્યોથી થાકી જઈને અજ્ઞાનમાં પ્રવેશીને આનંદ ભોગવે છે સુષુપ્તિ અંદર. ત્યાં એવું આ ચાર્જ થઈ જાય છે સુષુપ્તિમાં, આનંદ પાસે જાય એટલે બધા ચાર્જ થઈ જાય. સવારે પાંચ વાગ્યે પાછો જાગે એટલે આનંદ તો હોય બરાબર છે પણ એ બેકગ્રાઉન્ડમાં રહી ગયો, વળી પાછા આ બધા પોત પોતાનું કામ ચાલુ કરી દે. ડોલ ભરવાની છે, પાણી આવી ગયું છે, પેલી મોટર ચલાવવાની છે, બધા કેટલા બધા સવારમાં કામો પાછા ચાલુ, દૂધવાળો આવવાનો છે બૂમ પાડે છે, ડોરબેલ વાગી ઊભા થાવ ઝડપથી. ત્યાં આગળ જ્યારે સ્વપ્ન અવસ્થામાં હોય ત્યારે એટલું ચાર્જ ન થાય ને જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે જ ચાર્જ થાય.
ઘણા સપના બહુ જોતા હોય તેને સવારમાં લુઝ લાગે છે. કારણ કે હજી સુષુપ્તિમાં એ ગયો નહોતો ફૂલ ચાર્જિંગ એનું થયું નતું એટલા માટે. એનું ફૂલ ચાર્જિંગ થયું નહોતું અને એ પાછો શું? એ ૮ કલાકે સૂતો, ૮ કલાકની અંદર એણે વધારેમાં વધારે પેલું મહેનત એટલી કરી કે પહેલા તો સ્વપ્ન સૃષ્ટિમાં જવાનો એનો જે ક્રમ ચાલ્યો ને એ બહુ જ લાંબો ચાલ્યો અને એમાં જ એ બહુ થાક્યો. અને આ જે કંઈ આખું બધું કરેલું હતું તેનું બોમ્બાર્ડીંગ એના સંસ્કારોનું એટલું બધું રન થઈ રાખ્યું, થઈ રાખ્યું, થઈ રાખ્યું કે એટલું બધું જોઈ રાખ્યું એને કે ના પૂછવાની વાત. તો એને પછી હવે શું થયું કે અંદર જઈને જે ચાર્જિંગ આનંદ પાસે જઈને કરવાનું હતું તે સમયગાળો એને ઓછો પડ્યો. એટલે પછી જ્યારે પાછો બહાર આવે છે તે વખતે રિચાર્જિંગ ઓછું પડવાને કારણે... તો લગાડી જ રાખો પણ પેલું પાવર ઓછો આયા કરતો હોય ૪ એમ્પીયર ના બદલે ૧ એમ્પીયર થી ચાર્જિંગ થયું એમ એમ સમજો તમે ૫ એમ્પીયર.
Q:-આ જે સિસ્ટમ છે એ એના હાથમાં ખરી બદલાવી કે એવી રીતનું બધું? એના હાથમાં નહીં, આજે થાતું હોય માની લો કે સ્વપ્નમાં લાંબો ટાઈમ તો પછી એમાંથી નીકળવા માટે સિસ્ટમ કેવી રીતે? વાસનાઓ ઓછી થશે. A:- શાસ્ત્રોએ બધા જ ઉકેલો તો આપી દીધા છે કે તમે આમ કરો રાત્રે સુતા પહેલા તમે સાડા સાત વાગે છેલ્લામાં છેલ્લું એમ કે બેસો સ્વસ્થ થઈને. પાંચ વાગે જમી લીધું હોય એ રીતના પ્રપોશનેટલી સમજવાનું છે. પછી બેસીને તમે ચિત્તને એકાગ્ર કરો, શાંત કરો, સ્થિર કરો, ધીરે ધીરે જાપ કરો, માળા કરો, કંઈ નહીં તો છેવટે થોડાક પ્રાણાયામ કરો—આ બધું કરીને સિસ્ટમને તમારે શટડાઉન કરતા જવાની છે. એ શટડાઉન ધીરે ધીરે ધીરે ધીરે કરો તો તમને શું થાય કે સ્વપ્ન સૃષ્ટિમાં લાંબો સમય પછી ગૂંચવાડામાં રહેવું પડે નહીં અને તમે સીધા ત્યાં આગળ અંદર ઉતરી જઈ શકો. આ લિફ્ટ આનંદ સુધી પહોંચવાની.
.. હું શુદ્ધ આત્મા... દાદાએ કીધું ને કે હું શુદ્ધ આત્મા છું એમ બોલતા બોલતા જાઓ. હવે એ તમારું મૂળ સ્વરૂપ ઓલરેડી છે જ દરેક જણ જાણતો હોય કે ના જાણતો હોય એ વાત અલગ છે એટલે એ શુદ્ધાત્મા શું છે એનું જ્ઞાન ના હોય તો પણ એ જો માણસ કંઈક આમ બોલતો જશે બોલતો કંઈ પણ પોતાનું નામ છેવટે બોલતો જશે મતલબ કંઈ પણ કરતો હશે, છેવટે ધીમે ધીમે ધીમે એ પણ બંધ થઈ જશે ધીરે ધીરે ધીરે અને પછી શું? તો કે સ્વપ્ન સૃષ્ટિને બાયપાસ કરીને અંદર સરી પડશે સીધો જ અને આનંદ ફૂલ રિચાર્જ થઈને પછી બીજા દિવસે પાછો બહાર આવે. સાડા ચાર વાગે પાછો રનિંગ ચાલુ કરી દે કે મારે તો એમ કે હોકી રમવાની છે ફૂટબોલ રમવાનું—પ્રોગ્રામ બધા હોય ને એના એટલે એ સાડા ચારે ઉઠે અને નીલેશભાઈ કે મારે તો સોસાયટીમાં નીચે જ જવાનું, સાડા ચાર ઉઠવાની જરૂર નથી ઘડીક સુવા દો વધારે એટલે પછી કે સારું તારે હું ૬ વાગે ઉઠીશ એટલે પછી એ થોડુંક કે તો પછી આપણે જે ૮ કલાક સુવું ૬ કલાક સુઈએ પણ ૩ કલાક પણ સૂતો હોય પણ સીધો સુષુપ્તિમાં જતો રહ્યો તો ૩ કલાકમાં એનું બોડી તો રિચાર્જ થઈ જ જાય.
તૂર્યા અવસ્થામાં રહેલો ક્યારેય સૂતો નથી ક્યારેય સ્વપ્નો પણ જોતો નથી એને શું આની જરૂરિયાત નથી? એને જરૂરિયાત જ નથી કારણ કે એ પરમ આનંદ સાથે ઓલરેડી જોડાઈ ચૂક્યું છે એનું બધું જ, એને ક્યારેય થાક બી લાગતો નથી, કશું થતું નથી. ઓટોમેટીક એને ખાવાની જરૂર નથી, એને પીવાની જરૂર નથી, એને કશાની જરૂર નથી—એને જરૂરિયાત મહેસુસ નહીં થાય પણ સ્થૂળ જગતના કાયદા હોવાના કારણે એને સમયે સમયે કંઈક કંઈક આપતા રહેવું જોઈએ થોડોક ટાઈમ એને આડા પડાઈ, સુઈ જાવ કે થોડીક વખત આડા પડી જાવ એમ આ બધું કરવું પડતું હોય છે બરાબર. પણ કેટલીક વસ્તુઓ એવી એવી છે કે સહજ સ્વાભાવિકતાથી વ્યક્તિ છે ને અમુક થી વધારે થશે ને અકડામણ આમ બધું એટલે જરાક આમ કરીને આમ આડો પડી જ જશે સહજ સ્વાભાવિકતાથી. આ પણ પ્રોગ્રામ છે અંદર બધો શું પડેલો અનાદિકાળથી બધું આ પ્રોગ્રામ બધો રિફાઇન થતો થતો આવ્યો છે એટલે દરેકને ખબર હોય છે અંદરથી કે મને બસ આ સ્થિતિ આવી છે તો હું જરીક વાર સુઈ જઈશ એટલે મને સારું લાગશે તો ભલે બે મિનિટ સૂઈ આવ્યું ૫ મિનિટ સુવે પણ એ પાછો ૫ મિનિટમાં તો ફરી પાછો કારણ કે તુરિયામાંથી એ બહાર આવ્યો નથી એટલે એ પોતાના ચૈતન્યની અંદર હોવાના કારણે શું છે કે આ બાકીનું બધું ઓટોમેટીક ફૂલ ચાર્જ થયા જ કરવાનું છે એની આખી ચાર્જિંગ સિસ્ટમ જ બદલાઈ જાય છે ધીરે ધીરે.
શું જે પેલાની ઉપર ડિપેન્ડન્સી હોય છે પાવર વાળી વાયર વાળી એવી બધી નહીં? તો કે કેવી? તો કે આ વાઈફાઈ વાળી છે. હવે નથી આવ્યું? વાઈફાઈ થી ઇલેક્ટ્રિસિટી આમ ટ્રાન્સમિટ કરવાના છે આ લોકો બધા, થાંભલા વાયરો બધું નીકળી જવાનું એક દાડો સિસ્ટમ તો છે બોલો... છે... છે કે નથી.. તો આવું બધું સુંદર મજાનું
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિં મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.
. . આ મંદિર કેવું વિશ્વ રૂપાળું આ સુંદર સર્જનહાર કેવો ખાલી આમ વિચાર્યા કરીએ એટલે બસ એના સાથે એકતા અને અભેદતા થાય કે ના થાય. આપણે કોઈક વ્યક્તિનો આમ જસ્ટ આમ વિચાર નથી કરતા વ્યવહાર જીવનની અંદર કેમ એની સાથે આપણને આમ એ કનેક્ટિવિટી કેવી થઈ જાય છે મેન્ટલ લેવલ ઉપર. એવી રીતના આ તો ચૈતન્યની કનેક્ટિવિટી ઓલરેડી એના સાથે છે જ પાછી પણ તમે તો ખાલી બસ એ તમારું આ જે ચાર્જિંગ જે છે ને એના બદલે તમે આવું વાઈફાઈ વાળું બનાવો છો. જ્યારે તમે ઈશ્વરના સાનિધ્યમાં બેસો ત્યારે તમે સાલોક—તમે એ લોકમાં પહોંચી જાવ છો જે લોકમાં ઈશ્વર છે અને તમારું ચાર્જિંગ થઈ જાય છે. તમે પાછા આવો છો, અડધો કલાકનું ધ્યાન કર્યું મેં મને બહુ સારું લાગે પણ તમે સાલોકમાં પહોંચ્યા હતા એટલા માટે તમને સારું લાગે છે અને જ્યાં સુધી તમે સાલોકમાં પહોંચી નથી શકતા ત્યાં સુધી તમને એટલું બધું સારું ધ્યાન થતું પણ નથી.
બંને સામસામે છે ને એવી રીતના. જય સચ્ચિદાનંદ. હા આનંદ પાસે જાય એટલે કામ થઈ જાય. તમે એક જ વાર બોલો સચ્ચિદાનંદ અને અંદર જો એનો વાસ્તવિક અનુભવ કરતાં બોલો તો તમને ગુણકારી ઔષધીની જેમ કામ લાગશે સમજીને કર્યા વગર બધું નકામ.
એક નાનકડો ચોથા ધોરણમાં ભણતો છોકરો હોય જેને સામાન્ય અંગ્રેજી ભાષા આવડી ગઈ છે તો એ કે કોઈપણ ભાષા આવડી ગઈ છે તો એ કોઈ બહુ મોટું પુસ્તક હોય પીએચડી નું તો પણ એ વાંચી શકે ખરો? ના વાંચી શકે... વાંચી શકે ને વાંચી શકીએ ને. આ એને અક્ષર જ્ઞાન થઈ ગયું છે તો એ કોઈ પણ ભાષાનો બાળક હશે તો એ પોતે એ ભાષાનું જો એને જ્ઞાન છે તો એ કરી શકશે કે નહીં કરશે? પણ વોટ ઈટ મીન્સ એ એને ખબર ના હોય. ચોથા ધોરણના છોકરાને હાઈડ્રોજનની ફોર્મ્યુલા વાળું જે કંઈ આપણે કે હાઈડ્રોજન કેવી રીતે બનાવવાનો છે શું કરવાનું છે એને લગતું હોય તો એ બધું કડકડાટમાં વાંચી તો જ જશે પણ આ શું કે છે એને કદાચ ખબર ન પડે. એવી રીતે લોકોને સામાન્ય ખ્યાલ આવતો નથી પણ એ નિષ્ફળ નથી. એ નિષ્ફળ કેમ નથી? કે એ ચોથા ધોરણનો છોકરો હતો એને આ પુસ્તક જે આવી રીતના આમ કડકડાટ વારેવારે વારેવારે વાંચી કાઢ્યું ને એનાથી શું થયું?
એની વાચન શક્તિ તીવ્ર બની ગઈ, એને સંસ્કાર એવા પ્રકારના ડેવલપ થવા માંડ્યા. વાંચન શક્તિ તીવ્ર થતી પછી એ પાંચમામાં આવશે કારણ કે હી ઇસ ઓલસો ગ્રોઈંગ ચાઇલ્ડ તે પાંચમામાં આવશે ત્યારે વધારે સારી રીતે વાંચશે, પાંચમાની ચોપડી છઠ્ઠાની ચોપડી સાતમાની ચોપડી કારણ કે પેલું વાંચી કાઢ્યું છે એટલે આ બધામાં એને ઝડપથી સમજ પડવા માંડશે. સમજણ શક્તિ એની જબરજસ્ત વધી જશે. બહુ નાનો છોકરો હોય ને જ્યોતિષની કોઈક આમ ચોપડી લઈને એમ મચી પડે વાંચવાનું આમ ભલેને એક અહીંથી અહીંયા સુધી શું છે કે મુખ્ય મુખ્ય બાબતો વાંચી કાઢીએ એને બરાબર. પછી પાછો પાંચમામાં એ જ ચોપડી લઈને બેસશે તો એને થોડી વધારે સમજ પડશે, છઠ્ઠામાં એનાથી વધારે, સાતમામાં એનાથી વધારે, પીએચડી થયા પછી ધાગા કાઢી નાખશે અને કહી દેશે કે ત્યાં ધૂમકેતુ ૨૮ વર્ષ પછી દેખાવાનો છે અને એનું નામ આવું હોવું જોઈએ અને એ આટલા વર્ષો પહેલાં આ જગ્યાએ દેખાયો હતો—ગણતરી કેલ્ક્યુલેશન કરીને પાછો કહેશે અને આ વખતે ૨૮ વર્ષ પછી એ દેખાય છે અને પછી પાછો આ ૫૬ વર્ષ પછી દેખાવાનો છે—અને એક્ઝેટ એ ટાઈમે પાછું આ દેખાય.
સ્થૂળ જગતની જે ગણતરીઓ કરવાનું કામ કેવું આવી રીતે સુંદર રીતે ચાલતું હોય.
Q:- હવે કોઈ ઉપનિષદ છે કાંઈ પણ છે એ કોઈ પણ વ્યક્તિ છે જે એકદમ હજી સ્ટાર્ટિંગમાં છે સ્પિરિચ્યુઅલ જરનીમાં એ જો એને સમજણ હજી નથી પડતી પણ ઉપનિષદનું પણ એક ફક્ત આવર્તન આવર્તન કર્યા જ કરે કાઈ જ સમજ પડતી નથી પણ કર્યા કર્યા કર્યા કરે. હવે એની અંદર પરમ ચેતન્ય તો મોજુદ છે,A:- પરમ જ્ઞાન તો ધીમે ધીમે ઓલા જીવ ભાવની નિષ્ઠાને જોઈને એ પરમ ચેતન્ય એને આપશે ફ્લેશ થયા કરશે પછી વગર ગુરુએ પણ.અંદર પરમ ચૈતન્ય જ મૂળ ગુરુ છે. એકલવ્યને ફ્લેશ જ થયા કરતા હતા ને હા એને તો ગુરુ દ્રોણની મૂર્તિ જ મૂકી હતી અને પ્રતિષ્ઠા કરી દીધી. પ્રતિષ્ઠા કરી દીધી કે આ ગુરુ છે દ્રોણ છે જે અર્જુનને શીખવાડે છે એ અહીંયા હાજર છે મોજુદ છે. આ શ્રી સીમંધર સ્વામી છે હાજર છે. જ્ઞાન અવતાર છે. સંપૂર્ણ જ્ઞાન છે. એમના પાસે. બસ એમના પાસેથી તમારે ગ્રહણ જ કરવાનું છે કશું તમે ખાલી બેસીને ભાવ કરો યાર અહીંયા આગળ આમ ક્યાંય પણ, ક્યાંય પણ એમ તમે આ સ્વરૂપમાં જુઓ છો, તો તમે ખરેખર સ્વરૂપમાં કરો તો એને લિમિટ કરી નાખો છો પણ એ લિમિટ ની અંદર જે અનલિમિટેડ છે તેના સાથે તમે જોડાઈ ગયા છો પાછા તો તમને મળવાનું તો અનલિમિટેડ પાસેથી જ છે જ્ઞાન સ્વરૂપ તો પછી સમજાય છે ને?
એટલે પહેલા કરેલા કર્મોના ફળ ભોગમાં ફસાયેલા રહેવાને કારણે—જો આ બહુ અગત્યની બાબત આવે છે—પહેલા કરેલા કર્મોના ફળ ભોગમાં ફસાયેલા રહેવાને કારણે જીવને શાંતિ મળતી નથી. ફળનો ભોગ ભોગવવામાં જ મશગૂલ થઈ જાય છે એમાં એટલે એને શાંતિ મળતી નથી. જે રીતે વમળમાં ફસાયેલો કીડો એવી રીતે જીવાત્મા અંદર ફસાયેલો રહે છે પેલા એક પછી એક પછી એક પછી એક કર્મના ફળ આયા જ કરવાના છે સાયકલમાં આવે છે ને કે છે ને સાત વર્ષે એવું ને એવું આવે પનોતી આવે ને ફલાણું થાય ને શનિ... બધું આવી રીતના ગોઠવાઈ ગયું અહીંયા આગળ તો એવી રીતના એ ફસાયેલો રહે છે કે પેલું જ એટલું બધું આ જ જતું હોય એટલે એને જ કોપ અપ કરવામાં ને કરવામાં જ ગૂંચવાયેલો અને ગૂંચવાયેલો જ રહે છે અને આ બાજુ એને સમય કે શક્તિ કે દ્રષ્ટિ ના હોવાના કારણે એ કશું કરી શકતો હોતો નથી. સત્કર્મ પાકી ગયેથી જ્યારે અનેક જન્મો પછી મનુષ્યની મોક્ષ મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય—કેટલી મોટી વાત!
કોઈક વ્યક્તિ એમ કહે કે ઈશ્વરના સાનિધ્યમાં જવું છે આમ કરવું છે તેમ કરવું છે... કોઈ કંઈ પણ કર્યા કરે છે ભલે દરેક પોત પોતાની એના પ્રમાણે કરી રહ્યો છે પણ એનામાં એ જો અંદર અંદર ઈચ્છા એવી ઉત્પન્ન થઈ છે ઈશ્વર પામવાની, મોક્ષની—ગમે તે નામ રૂપ આપણે વાત કરી લઈએ—ત્યારે એ શું કરશે ? કે કોઈક સદગુરુનો સહારો લઈને... જો સદગુરુનો સહારો છે. સદગુરુ કંઈ કરવાનો નથી સહારો આપશે, આશ્રય આપશે એને કેવી રીતે આ કરવું તે સમજ આપશે, શક્તિ પણ આપશે એને સાનુકૂળતા થશે. સ્વીમિંગનો કોચ જોવે કે ના જોવે? જાતે જાતે સ્વીમિંગ કરનારાય ઘણા માણસો હોય છે ને, જોઈને શીખી જનારા પણ હોય છે ને. સમજાય છે? તો દર વખતે એવું જરૂરી નથી કે તમને સદગુરુ હોવા જ જોઈએ. તમે કદાચ કોઈક એવી સ્થિતિમાં હોવ કે અગાઉ તમને તમારા સદગુરુ ક્યાંક પ્રાપ્ત થઈ ચૂક્યા હોય ને એમણે ઓલરેડી એ બધું તમારામાં ડાઉનલોડ કરી જ દીધું હોય.
હવે એ ડાઉનલોડ થયેલું આગળ પછી રન જ્યારે થવા માંડે તો માણસ ઊંઘતો હોય ને ત્યારે પણ એને સ્વીમિંગ કેવી રીતે કરવું હાઉ ટુ સ્વીમ એ એને આવડવા માંડે અને પછી જાગી જાય, જાગી જાય એટલે પછી શું કરે એ સ્વીમિંગ કરવા જતો રહે સ્વીમિંગ સૂટ પહેરીને તરત જ અને એ સ્વીમિંગ કરવા માંડે એને અંદરથી સુજ પડવા માંડે કે મારે આમ હાથ કરવાનું આવી રીતના પાણી કાપવાનું આ કરવાનું એને બધી જ વસ્તુઓને અંદર સેન્સ આવવા માંડે અને એ કેવી સબક્યુટિકલ સેન્સ આખી એને એવી ડેવલોપ થઈ જાય કે પાણીમાં પડ્યો નથી ને બસ એ તરવા જ માંડે. પહેલાય કાચબો ક્યારેક તો હતો જ ને ક્યારેક તો એ માછલી બી હતો ને ભૂલ્યો નથી હજી ખાલી એના ઉપકરણ જેને કહેવાય એ બદલાઈ ચૂક્યા છે અત્યારે અવસ્થાના કારણે. મનુષ્ય દેહમાં આવ્યા પછી પણ એ જે પેલું એ તો અંદર છે ઓલરેડી એટલે એ કરી શકશે.
તમને રોકે છે કોણ? ઉડતા સ્થૂળતા... સ્થૂળતા જેવી તમારી ગઈ કે તમે લેવીટેટ થઈ જાવ છો. કાલે શું બતાવ્યું લેવીટેટ કરવા માટે? પગના અંગૂઠાની અંદર પ્રાણની પ્રતિષ્ઠા કર્યા કરો, શરીરમાં હલકાપણું આવવા માંડશે. જ્ઞાન તો છે ને બસ આજથી ચાલુ કરો એક દિવસ ઉડી શકશો મતલબ અનલિમિટેડ થઈ જશો.તમામ પ્રકારની સ્થૂળતાને તમે ઓમકાર ની અંદર સમર્પિત કરો ૧૬-૧૬ માત્રા વાળા ઓમકાર ની અંદર. કાલે શું શીખ્યા આપણે? તમામ પ્રકારની સ્થૂળતા જડતા જે કંઈ છે તે બધું અંદર નાખવા માંડો. બેઠા બેઠા નાખ્યા જ કરવાનું સામે ઓમકાર જોયા કરવાનું બસ આ તમારો પ્રોગ્રામ ચાલુ પાછો બેક ટુ ધ ગોડ . અને પછી એક સ્થિતિ એવી આવશે કે તરત જ તમે આમ અનુભવ કરશો કે યાર આ ભગવાન છે અને આ હું છું અને પછી તો કે આપણે બે એક જ જગ્યાએ છીએ પછી તો કે આપણે બે એક જ રૂપના છીએ અને પછી તો કે જે તું છે તે હું છું—અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે.
છે ને અદભુત રોમાંચકારક છે થ્રીલ છે આની અંદર આનંદ છે. જો તમે બધા આ બધા હોય છે ને બધા ઈશ્વરનું એમ કે કરનાર કેમ આટલા બધા પરમ આનંદમાં હોય? મને એવો વિચાર આવતો હતો એ લોકો એવું તો શું કરતા હશે? તમારે થોડુંક આમ આનંદમાં આવવું હોય તો પેલું ડોપામાઈન રિલીઝ કરવું પડે અને પેલાને તો બંધ જ નથી થતું—સેરોટીનીન, ડોપામાઈન બધું ચાલે જ કરતું હોય.એવું કેવી રીતે બને છે? જો આ લાળ ગ્રંથિઓ છે ને તેમાંથી જ આ અમૃત ઝરયા જ કરતું હોય ઝરયા જ કરતું હોય એવું કીધું નેક્ટર તેજ વાળું હોય સુગંધ વાળું હોય અને આમ શરૂ થાય ને પછી શ્વાસ જે આમ માણસનો બહાર ઉચ્છવાસ આવે ને સુગંધીદાર હોય.આવી જો સ્થિતિ હોય તો એનું એક એક સેલ બોડી કેવા થઈ ગયા હોય? નૂર કેવળ પ્રકાશ... કેવળ પ્રકાશ જે કહે છે ને તે આવું આવું હોય. એટલે સદગુરુનો સહારો લઈને લાંબા સમય સુધી તેમની સેવા કરીને...
આ ઉપનિષદની શરૂઆતમાં આપણે જોયું હતું કે જે મહાન પૈંગલ ઋષિ છે તે યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે જઈને ૧૨ વર્ષ સેવા ચાકરી કરી પછી વિનયપૂર્વક વિનંતી કરી છે કે "પ્રભુ મને આ જ્ઞાન આપો". ૧૨ વર્ષ ધીરજ... યસ. એક પછી અને આપણે ઇન્સ્ટન્ટ તરત અત્યારે સદગુરુ તો નોકર જ છે ને મારી પાસે છે કેટલું બધું એમ બંગલા ગાડી ફલાનું ઢીકણું કેટલું કેટલું... આ તો મુફલેસ છે કેવા બેઠા છે જોઈને કે આ કેવી રીતે ચાલે છે? હમણાં પડી જશે હમણાં પડી જશે એવા ચાલે છે. અલ્યા ભાઈ આખા બ્રહ્માંડને એ ચલાવે છે તને કંઈ ખબર પડતી નથી એ વાત જુદી છે. તો એટલે પેલો જે આ જે એનું જે પરસેપ્શન છે શું છે એ કેવું છે? ભ્રમણા છે ગુરુ વિશે એ સાચી હકીકત તો જોતું જ નથી ગુરુની. એને સમજાતું પણ નથી. ક્યારે સમજાય? તમે ગુરુ જે લોકમાં છે તે લોકમાં આવો તો સેમ લેવલ ઉપર આવો ત્યારે સમજાશે.
એ લેવલ પર આવવા માટે શું કરવું પડશે? તમારે સેવા કરવી... સેવા કરવાનું એટલે સાનિધ્ય પ્રાપ્ત કરવાનું છે સમયાંતરે સમયાંતરે એમની પાસે જવાનું માનસિક રીતે જોડાયેલા રહેવાનું છે ને બધા રસ્તા તો કેવા બધા બધું સમજાય છે ને? ... પૂનમ ભરવા કેમ જવાનું? દર મહિને એક વખત ગુરુ પાસે કેમ જવાનું? વર્ષે એક વખત તો કમસે કમ જવું જોઈએ એવું બધું કેમ છે? કારણ આ જ છે. ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય આવી રીતે સાલોક એના માટે સેવા જરૂરી છે. ગુરુને કંઈ જોઈતું નથી તમને જોવે છે જ્ઞાન એટલે તમે ખાલી હાથે જતા નથી કારણ કે તમારે જોઈએ છે તમારે આપવું જ હોય એટલા માટે ત્યાં આગળ કંઈક તમારે આપવાનું હોય છે અને ગુરુ કે સદગુરુને આપ્યું પરમાત્માને આપ્યા સમાન છે કારણ કે એ તો એને સાથે એકરૂપ છે પછી પરમાત્મા તમને આપે છે. પરમાત્મા ક્યાં નથી? રિઝર્વ બેંક તમને રૂપિયા આપે છે તમે કોઈપણ બેંકમાં જઈને મેળવી શકો છો કોઈપણ એટીએમ માંથી હવે તો મળે છે.
એટલે આચાર્ય ના હોય, ગુરુ ના હોય, ઉપાચાર્ય ના હોય તો ચાલે? અરે ત્યાં પછી વ્યવસ્થા એવી પણ કરી દીધી કે બેંક મિત્ર બનાવ્યો, એક જ માણસ ડેબિટ ક્રેડિટ કરી આપે તમને એ બેંક વતીથી જેણે એવો પાવર લીધો બેંક પાસેથી એક કાગળના આધારે—હવે તમારા પાસેથી પૈસા લઈ પણ શકે છે અને તમને જરૂર પડે ત્યારે તમારા પૈસા આપી પણ શકે. સ્થૂળ જગતમાં જો આ વ્યવસ્થા કરી હોય તો પરમાત્માએ કેવી કરી હોય? તો ખેતરમાં ઊભા હોય ને ખેતી કરતાં કરતાં પણ જો તમે મોબાઈલથી એને કહી રાખેલું હોય ને કે "મને કાલે તું નવ વાગે પૈસા આપજે સાહેબ", તમને ૨૫ હજાર રૂપિયા તમારા ખેતરમાં ઊભા ઊભા આપી દે છે. એવી આરબીઆઈ ની વ્યવસ્થા છે. બીજા કોઈ દેશમાં આવું જોવા નહીં મળે તમને. મેરા ભારત મહાન... મેરા ભારત મહાન. તો આ ભારત કેવું છે? તો કે જે જ્ઞાનમાં રત છે એ બધું ભારત છે. કોઈ ફિઝિકલ કોઈ જગ્યા તો છે નહીં ભારત, તમે એક ભૂખંડને ભારત કહેતા હોય ઓકે તમારી વાત છે પણ મૂળ વાત તો આ છે: જે જ્ઞાનમાં રત છે તે ભારત ભલેને ડેનમાર્કમાં બેઠો હોય કે સ્વીડનમાં બેઠો હોય જ્ઞાન પ્રાપ્તિ માટે કંઈક કરી રહ્યો છે તો એ ભારત અને એ ભારતીય છે તે મારો ભાઈ છે તે મારી બહેન છે તેને હું ચાહું છું.
સમજાય છે? ઓકે આગળ. તો લાંબા સમય સુધી તેમની સેવા કરીને જ્ઞાન પ્રાપ્તિ પછી બંધનથી મુક્ત થઈને મોક્ષ મેળવી લે છે. બંધનથી મુક્તિ એ જ મોક્ષ ને એટલે પહેલી મુક્તિ અહીં વર્તાય આપણને કે હું બધાથી મુક્ત, કંઈ કરવા પણું બાકી નથી. ધન્યોહમ ધન્યોહમ... અવિચાર કરવાથી બંધન અને વિચાર કરવાથી મોક્ષ થાય. આ શું કહે છે? અવિચાર જે વિચાર યોગ્ય નથી પ્રોપર ફોર્મેટમાં નથી કશું નથી એવા પ્રકારનું જે નથી તે બધું અવિચાર કહેવાય. અવિચારી પણે કરેલા કૃત્યો સંસારમાં જે કંઈ થાય છે મોટા ભાગના ૯૯.૯% અવિચારો જ છે અને એ અવિચારોના જ ફળ બધા લોકો ભોગવવામાં ગૂંચવાયેલા છે. ગૂંચવાયેલા રહેવાથી એ લોકોની પાસે ટાઈમ બી નથી અને શક્તિ પણ નથી કે એ લોકો વિચાર કરી શકે. ત્યારે પછી પેલા શ્રીમદ રાજચંદ્રજીએ કેવું પડ્યું કે "કર વિચાર તો પામ". તું વિચાર તો કર કે...
તો કે શું વિચાર કરું? તો પેલા દક્ષિણના સંત છે ને અરુણાચલના એમણે કીધું કે તું પ્રશ્ન પૂછ "હું કોણ છું?". રમણ મહર્ષિએ... આ વિચાર પર ઊભો રે થોડી વાર કે બાકી બીજા બધા અવિચારો બંધ કર અને વિચાર કરીશ તો તું પામીશ કારણ કે વિચાર તને ત્યાં પહોંચાડી દેશે. ક્યાં? સાલોકમાં પછી આગળ સાનિધ્ય પછી આગળ સારૂપ અને છેલ્લે સાયુજય... કર વિચાર તો પામ... તો બાકીના બધા અવિચારો બંધ કરવા માટે માટેની કસરત કરવી પડે છે બધા લોકોને કેટ કેટલી જાતના બધી વસ્તુઓ જે કાંઈ ડિવાઇસ કરી છે એ બધું શું છે? અવિચારોને શાંત કરવા માટે, શેના માટે અવિચારને બંધ કરવા માટે. અવિચારો બંધ થયા પછી વિચાર કયો કરવો એ પણ અગત્યનું છે એટલે મહર્ષિજીએ કહી દીધું કે તું આ કર. એ પહેલા પહેલા મહર્ષિએ આપણને કીધું કે "કર વિચાર તો પામ" પછી કીધું કે "હું કોણ છું?". બસ ત્યાં ઊભો રહી જા સ્થિર થઈ જા.
હવે અવિચારો બધા બંધ થઈ ગયા છે અને તું વિચાર ઉપર સ્થિર થઈ ગયો છે, કોન્સન્ટ્રેશન વધતું જ જાય છે વધતું જ જાય છે વધતું જ જાય છે અને બસ એમ કરતાં કરતાં કરતાં કરતાં તમે સીધા જ સાલોક માંથી સાયુજયમાં આમ પ્રવેશી જાઓ છો ત્યાંથી સામીપ્યમાં જતા રહો છો અને પછી છેવટે સાયુજ્ય... જેવું સાયુજય થયું તમે જાણી લીધું તમારું સ્વરૂપ આ તે બધું એટલે બધું ખરી પડશે. કશું હું નથી હું તો આ છું. પૂરું થઈ ગયું સંસારમાં હવે તમારે કોઈ કર્તવ્ય રહેતું નથી, કશું ભોગવવાનું પણ બાકી રહેતું નથી એટલે પછી તમને ક્યાં મૂકવા? તમને પાછા ખેંચી લે છે પરબ્રહ્મ કે "હવે આવી જા મારી પાસે તારું કામ પૂરું થઈ ગયું". તમારી જગ્યાએ કોક બીજો પાછો મથામણ કરવા માટે મોકલી જ આપેલો હોય એણે. તે પાછો આગળ ચલાયા કરશે એટલે સંસાર આવી રીતે પરપેચ્યુઅલ છે. મોક્ષે જનારાઓ જતા રહેશે, નવા લોકો આયા કરશે નવા જીવો આયા કરશે પણ આ જે સૃષ્ટિ જે છે તેનો ક્યારેય અંત આવતો નથી.
એક બ્રહ્માંડ બંધ થઈ જાય બીજું ચાલુ થઈ ગયું હોય ત્યાં સુધીમાં, એ બંધ થઈ ગયું હોય તો ત્રીજું ચાલુ થઈ ગયું હોય. અરે યાર લાઈટિંગ, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં જો આપણે આટલી બધી વ્યવસ્થા કરી શકીએ કે એક બલ્બ આમ ચાલુ કરીને એક આમ કરીએ તો પરમાત્મા આ બધો ખેલ ના કરી શકે? લાઈટ એન્ડ સાઉન્ડ શો એમનો કેવો હશે એ આ તો છે બધું. એટલા માટે હંમેશા સદવિચાર કરવો જોઈએ. વિચાર બી કેવો? સદવિચાર. સદ સત સદ એટલે સત અને સત એટલે એક જ છે એટલે એક જ વિચાર કરવો છે. કોનો વિચાર કરવો જોઈએ? પરબ્રહ્મનો, પરમાત્માનો—"હું કોણ?". ભલે એની આસ્પેક્ટ બદલાશે પણ અલ્ટીમેટલી તમે એના વિશે વિચારી રહ્યા છો તમારો સબ્જેક્ટ એ હોય મતિમાં એ હોય, ગતિમાં પણ એ હોય, બુદ્ધિમાં પણ એ હોય—બધી જગ્યાએ પછી એ એક જ પ્રોગ્રામ રન થયા કરતો હોય બધી જગ્યાએ એને ભક્ત કીધો. વ્યવહારિક રીતે કદાચ એને દુકાન ચલાવવી પડતી હોય...
ચલાવે એ કુકડિયા & કંપની પણ ત્યાં એનો મૂળ પ્રોગ્રામ કયો રન થાય છે? બાકીનું બીજું બધું તો પેલો મૂકે છે આમ જ કરતો હોય છે આમ જોતો દેખાય અહીંયા આગળ પણ અંદર શું છે? પરબ્રહ્માય નમઃ... પરબ્રહ્માય નમઃ પુણ્યના કારણે, સંસારમાં બીજો ડખો ન કરતા હોવાના કારણે ઘણું પુણ્ય પેદા થાય છે અને એ બધાના કારણે કુકડિયાની કંપની ચાલ્યા જ કરે..ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે. તમારે પણ જીંગાના પોંડની અંદર બધું આયા જ કરે. રૂપિયા જેમ આમ આમ બધા ઉત્પન્ન થયા કરે એવી રીતે ધન બધું ઉત્પન્ન થયા જ કરે તમારે કરવું ના પડે પછી ઓટોમેશન પર જતું રહે. આટલી પુણ્ય તો દરેકની પાસે હોવી જ જોઈએ ને તો જ એ પરમાત્માના વિશે વિચાર કરી શકશે પણ ત્યાં પ્રાપ્ત કરવા માટે એ સ્ટેજે જવા માટે પણ એને ક્યાંથી શરૂઆત તો કરવી જ પડશે ને. તો જ્યારે જાય ત્યારે આમ દેવ દર્શન કરે છે તો દેવની અંદર પરબ્રહ્માય નમઃ કરવું પડે એને કરવું જોઈએ એને.
એક નાળિયેર ફોડે છે, થોડુંક કંકુ ચોપડે છે કોક બીજાને ચોપડે છે પાછો પગે લાગે છે, કોઈ પુજારી બ્રાહ્મણ વિદ્વાન છે તેને પણ આવું થોડું થોડું થોડું થોડું આમ આટલું આટલું પુણ્ય પેદા કરતો જાય રોજ. રોજ કરતાં પછી એક દિવસ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે પછી એક દિવસ એ દેશનો ફાઇનાન્સ મિનિસ્ટર બની શકે છે, દરેક વસ્તુ માટે આની જરૂર તો પડે જ છે. અને ફાઇનલી જ્યારે સંપૂર્ણ આ બધા અવિચારોમાંથી પોતાને મુક્તિ મેળવી શકે એવો સદભાગી ભક્તિની શરૂઆત કરે છે. પછી ભગવાને કીધું કે તું બધું સમર્પણ મને કરી દેજે નિષ્કામ ભાવે. તું જે કાંઈ કરે છે તે તું કરતો નથી અને તારે કરવાનું પણ નથી બધું થયા કરે છે એ તું સમજી જજે એને અનુભવવા માંડજે અને એવું અનુભવતો અનુભવતો તું મારી અંદર રહેજે તારું બધું હું સંભાળી લઈશ. કરિષ્યે વચનં તવ... તું જે કહીશ એ બધું થશે પછી બધું ગોઠવાતું જ જશે ગોઠવાતું જ જશે.
સંસારનો સૌથી મોટામાં મોટો જો ચમત્કાર હોય તો આ એક એવું અદભુત રીતે બધું ચાલ્યા કરશે કે ખબર નથી ના પડે એને એને ચિંતા ટેન્શન ના થાય. ૫૦૦ કરોડ રૂપિયા બેંકમાં ભરવાના આવવાના છે ૨૮મી તારીખે પણ એનું પેટનું પાણી ના હાલતું હોય કારણ કે જાણે છે કે મારી પાસે તો ૫૦ હજાર કરોડ અહીં પડ્યા છે ત્યાં પડ્યા છે ત્યાં પડ્યા છે અને આ બધી વ્યવસ્થા કરનારા પણ મારી પાસે પડ્યા છે હું શું કરવા ચિંતા કરું તો હું પરબ્રહ્મમાં લીન છું. પેલા કરશનભાઈ એવી રીતે બેઠા છે... બહુ સુંદર અવસ્થા. આવું બધું હોય છે. તો પરમાત્માના વિષયમાં જ વિચાર ચિંતન ચાલતા હોવા જોઈએ બીજું કશું વિચાર કરવા જેવું છે જ નહીં ભાઈ. વરસાદ પડશે કે નહીં પડે ગગી આઈ કે નહીં હે હજી મય પેટમાં હોય ને કે આને કોણ પરણશે એને કઈ સ્કૂલમાં મૂકીશું... કેટલા ટેન્શન છે યાર અત્યારે તો પહેલેથી લખાવું પડે છે એટલે શું કરવાનું છે કે જીવ ભાવ અને જગત ભાવનું નિરાકરણ કરી નાખો.
નિરાકરણ તમે એક નિશ્ચય પર પહોંચી જાવ એટલે નિરાકરણ આવે નિર્ણય કરવો પડે નિરાકરણ લાવવું હોય તો હે બ્રહ્મ મારો અનાદર ના કરે ને હું બ્રહ્મનો અનાદર ના કરું માં નિરાકુરિયા માં નિરાકુરિયા. તમે શું કહો છો નિરાકરણ લાવવાનું છે. બ્રહ્મનું. અંદર પેસી જઈને આપણે સંપૂર્ણપણે અનુભવ લેતા જવાનું છે અને સંસારનું નિરાકરણ આવી જશે. એકમાત્ર રસ્તો આ જ છે બાકી તમે જો સંસારમાં જ રહ્યા કરવાના છો અને તમે બ્રહ્મ પ્રાપ્ત કરવાના છો એવું બનવાનું નથી. તમારી સ્થિતિ તમારે બ્રહ્મમાં લાવી અને સંસારનું નિરાકરણ શક્ય છે. ધીસ ઇસ ધ ઓન્લી સેફ પ્લેસ એને જોવી હોય જાણવી હોય તો બાકી બધું તો હાલી રહ્યું છે બધું ફ્લુઈડ છે એટલે એક મોજુ આમ આવ્યું ને એટલે આમ ગબડાવે આ એક મોજુ આમ આવ્યું એટલે આમ ગબડાવે એનું નામ સંસાર—વાયરા વાય, મોજા ઉઠે, ઝંઝાવાતો ઉઠે.બધા જીવનમાં થાય.
તો સલામત જગ્યા કઈ? મારો ભગવાન પરબ્રહ્મ પરમાત્મા મારી અંદર રહેલો છે એને હું આ રીતે જોવું છું. આંખો બંધ કરું એટલે બસ અહીંયા આ દેખાઈ રહ્યો છે આ નજર સામે છે આ જે જોનારો છે ને બસ એને જુઓ. એ જોનારાને જેને જોયું તે પરમાત્મા. આ જીવથી અલગ અભિન્ન માત્ર બ્રહ્મ જ પછી બાકી રહી જાય છે.
❧ ❧ ❧
|| મહાવાક્ય-વિવેચન ||
ત્યાર પછી પૈંગલ ઋષિએ યાજ્ઞવલ્ક્યજીને કહ્યું કે "મને મહાવાક્યોનું વિવરણ સમજાવો". ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે છે તે તમે છો, તત્વમસી—તમે એ છો, ત્વમ તદસી—તમે બ્રહ્મ છો, ત્વમ બ્રહ્માસ્મિ—હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. આ વાક્ય પર વિચાર એના પર અનુસંધાન કરવું જોઈએ. અનુસંધાન એટલે વારેવારે એના સાથે જોડાવવું, એને અનુસંધાન કીધું એના પર અનુસંધાન કરવું જોઈએ. તત્વમસીમાં તત્પદ જે છે એ સર્વજ્ઞત્વ વગેરે લક્ષણો યુક્ત છે. તત જ્યારે બોલો છો ત્યારે સમજો એને સર્વજ્ઞતા છે, તત જ્યારે આમ પણ કહો છો તો એ લક્ષણોથી યુક્ત માયાની ઉપાધિથી યુક્ત સચ્ચિદાનંદ રૂપ જગત યોની એટલે કે મૂળ કારણ રૂપ—જગત કારણ મચ્યુતમ જે કહે છે તે અવ્યક્ત ઈશ્વરનું બોધક છે. તત ફક્ત એટલું જ બોલો ત્યારે એ જ ઈશ્વર અંતઃકરણની ઉપાધિને કારણે ભિન્નતાનો બોધ થવાથી ત્વમ પદનો સહારો લઈને પ્રગટ કરવામાં આવે છે—તત ત્વમ અસી, તે તું છે તે તું છે એમ સમજાવે છે.
તત્વમ અસી—તે તું છે. ઈશ્વરની ઉપાધિ માયા અને જીવની ઉપાધિ અવિદ્યા છે. ઈશ્વરની માયા અને જીવની અવિદ્યા. સમજાયું? એને પણ તમે માયા કહી શકો. અમુક હોય છે ને પેલા જાદુગર મેજિશિયન તો આમ કરીને આમ જે ઉભી કરે છે એ ખરેખર શું કરે છે? એ અવિદ્યા ઊભી કરે છે એમાં માણસ આમ જુએ કે કંઈક એને કંઈક જુદું કરીને બતાડ્યું આપણને તેવી રીતના. એને છોડી દેવાથી તત અને ત્વમ પદોનું લક્ષ્ય એ બ્રહ્મ સાથે છે. તત જ્યારે તમે કીધું એટલે તમારું લક્ષ્ય શું થઈ ગયું? બ્રહ્મ થઈ ગયું. એ તત કેવો છે? તો કે સર્વજ્ઞતાના લક્ષણોથી યુક્ત છે એટલે એમ કહે છે કે તે તું છે તે તું છે, સર્વજ્ઞ છે તું એમ કહે છે. તું સર્વજ્ઞ છે જ્ઞાન બધું તું જ છે જીવ રૂપે તું અવિદ્યામાં ફસાયો છે તે તું નથી એમ, તું તો તે છે—સમજી જા. એટલે ઈશ્વર અંતઃકરણની ઉપાધિને કારણે ભિન્નતાનો બોધ આખો ઊભો થાય છે ત્યારે ત્વમ પદનો સહારો લઈને તેને પ્રગટ કરવામાં આવે છે પ્રકાશિત કરવામાં આવે સમજણ પાડવામાં આવે છે.
અને ઈશ્વરની ઉપાધિ માયા અને જીવની ઉપાધિ અવિદ્યા છે એને છોડી દેવાથી તત અને ત્વમ પદોનું લક્ષ્ય આ એ બ્રહ્મ સાથે છે જે પ્રત્યક આત્માથી અભિન્ન છે એના સાથે જોડાયેલું જ છે અભિન્ન છે. તત્પદ જે છે તે એને બતાવે છે કે તું એની સાથે જ જોડાયેલો છે. આ સૂત્રાત્મા.સૂત્ર કાલે પેલા સૂત્રની વાત કરતા હતા ને તમારું સૂત્ર એ આ સૂત્ર છે એટલે ક્લિયર. તત્વમ અસી, તત ત્વમ અસી અને અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્યોના અર્થ ઉપર વિચાર કરવો એને શ્રવણ કહેવાય છે. વાક્યો ઉપર વિચાર કરવો... અવિચાર બંધ કરીને વિચાર કરવાનું પહેલા કીધું, હવે વાક્યો ઉપર વિચાર કરવાનો સ્થિરતાપૂર્વક વિચાર- વિશેષ આચાર છે, “વિશિષ્ટ આચાર ને વિચાર કહેવાય” બાકી બધો સામાન્ય આચાર છે. વિશિષ્ટ બ્રહ્મ જ છે બરાબર એના જેવું કોઈ બીજું નથી એક અદ્વિતીય વિશિષ્ટ કેટલા લક્ષણો યુક્ત છે આ પાછો અદભુત રીતે એવો વિશિષ્ટ બ્રહ્મ...
તેની વાત કરે છે કે તે તું છે. એ વિશિષ્ટ બ્રહ્મ બેકગ્રાઉન્ડમાં એવો સર્વજ્ઞ તે તું છે. કેમ માણસની જેમ ફર્યા કરે છે તું? તું તો પરમાત્મા છે તું કેમ માણસની જેમ ફરે છે? ગુરુ એવું કહે છે એને. વાસ્તવની અંદર પછી પેલાને શંકા પડે છે ગાબડું પડે છે. શરૂઆતની અંદર એ વિચારશે હું? હું.. માણસ.. હું.. પરમાત્મા... આશ્ચર્ય... એક્સેપ્ટ નહીં થાય શરૂઆતમાં. જો કોઈક કહી દેશે ને માનપાન આપવા માંડશે ને તમને બેસાડીને પાલખીમાં ગુમાવવા માંડે ને આમ બધું કરવા માંડે સવારમાં ઉઠોને જો જે લાલજીની સેવા કરે છે એવી જો કોક પાંચ ભક્તો ભેગા થઈને તમારી જો કરવા માંડશે ને તો જીરવાશે નહીં શરૂઆતમાં. "તો યાર મને ચંપલ નથી પહેરવા દેતા જાતે નાડું બાંધવા નથી દેતા કે બધું જમાડે બી એ લોકો. પાણી બી એ લોકો જ પીવડાવી દે છે. તમને પાંચ જણા એવા ગોઠવી દીધા હોય પંચમહાભૂતો નથી?
તો પછી રોજ સેવા કરે તમારી પાંચ દેવો બીજા પાંચ દેવો તમારી અંદર સેવા કરે છે બધું ગોઠવણી કરે છે, લોહી ફેરવે છે, સુસુ કરાવે છે બરાબર ના થાય તો મુસીબત દોડો ડોક્ટર પાસે કેટલી વિચિત્રતા છે? સંસારિક કે બધી કેમ ઊભી થઈ? દેવોથી દૂર થયા. દેવોથી. દેવત્વ ગુમાવતા ગયા એટલે દેવો દૂર થતા ગયા. દૈવત જતું રહ્યું, દૈવત છેવટે જતું રહ્યું. દૈવત કેળવો શક્તિ આવશે એટલે બધું પાછું બરાબર થવા માંડશે ત્યારે કીધું કે શેનાથી આવશે તો કે ભક્તિ કર આવી રીતે વિચાર કર વિશિષ્ટ આચાર કર તું. અને પછી બસ તારું કે બધું બરાબર થઈ જશે. અનુભવી છે ગુરુ. તમને બતાવે છે આ રસ્તે હું ગયો તો તારું બી ઠેકાણું પડી જશે. કરી તો જો એટલે તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્યોના અર્થનો વિચાર કરવો એને શ્રવણ કહેવાય છે
❧ ❧ ❧
|| શ્રવણ-મનન-નિદિધ્યાસ ||
શ્રવણ કરેલા વિષયોના અર્થનું એકાંતમાં અનુસંધાન કરવું તેને મનન કહેવાય છે. શ્રવણ કરેલા... પહેલા શું કર્યું શ્રવણ કર્યું. આપણે શ્રવણ એટલે શું કીધું? મહાવાક્યના અર્થ ઉપર વિચાર કરવો તેને શ્રવણ કીધું. શ્રવણ કર્યા પછી એના અર્થનો એકાંતમાં... અવિચાર બધા ખલાસ થઈ ગયા હશે તે જગ્યાને એકાંત કહેવાય. કોઈ રૂમની અંદર એકલા ભરાઈ ગયા એટલે એકાંત થઈ ગયું કે ગુફામાં જતા રહ્યા અને એકાંત થઈ ગયું એવું નથી કે શું શાસ્ત્ર સમજાવે છે ? એકાંતમાં.. એક અંત..એટલે એક ઉપર જ બધાનો અંત લાવી દેવાનું એને એકાંત કહું છું. એક કોણ? પરબ્રહ્મ. એને કહેવાય એકાંત. પહેલા રાજા મહારાજાઓ હતા ને બધા મોટો દરબાર ભર્યો હોય કેટલાય લોકો બેઠા હોય બધા આમ હોય પછી કોઈ ગુપ્ત વાત હોય ગુપ્તચર લાયો હોય તો એ લાઈને પહેલા પેલા મંત્રીને કહેશે. પછી મંત્રી છે ને એને અધિકાર હોય રાજાની નજીક જવાનો આમ તો કોઈ બીજો જઈ પણ ના શકે.
રાજાની અમુક એની અંદર કોઈ પ્રવેશી ના શકે.રાજાનો પ્રભાવ.સ્થૂળ રાજાનો આટલો હોય! આત્માનો કેવો હોય! એટલે હવે એ રાજાને કાનમાં કંઈક કે પેલો મંત્રી નજીક આવીને ત્યાં આગળ. આમ પાછળથી તે રાજાનું પહેલા આમ ધ્યાન ખેંચાય એવું કંઈક કરે પછી પેલો મંત્રી એના કાનમાં કંઈક રાજા આમ સામે જોતો હોય સાંભળતો હોય શ્રવણ કરે છે કાનમાં એકાંત. તે પહેલા આમ કરીને તાળી પાડે રાજા એટલે બધાએ જતાં રહેવાનું એના સિવાય કોઈ ત્યાં આગળ ના હોવું અથવા તો પહેલા મોટેથી બોલતા હતા "એકાંત" એટલે બધા જતા રહે—એવા એકાંતની પછી રાજા શ્રવણ કરતો હતો એવી રીતે ભક્તે પણ એકાંત ની અંદર આના પર વિચાર કરવાનો છે. તત ત્વમ અસી, અહમ બ્રહ્મ અસ્મિ—હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું એના પર વિચાર કર્યા કરે કર્યા જ કરે કરે અનુસંધાન કર્યા કરે. આ અહીંયા આગળ વિચારનો શરૂઆત થઈ અહીંયા અંત આવ્યો શૂન્યાવકાશ ત્યાં અનુભવ છે.
વળી પાછો ફરી વિચાર આવશે ફરી અહીંયા પૂરો થશે પછી અનુભવ છે. બે વિચારોની વચ્ચે... શ્રવણ અને મનન દ્વારા નિર્ણિત અર્થરૂપ વસ્તુઓમાં એકાગ્રતા પૂર્વક ચિત્તનું સ્થાપન એને નિદિધ્યાસન કહેવાય. અહમ બ્રહ્માસ્મી બોલ્યો પછી ઊભો રહ્યો બોલવાનું પૂરું થઈ ગયું ત્યાં અનુભવ છે પાછો ફરી બોલશે અહીં અનુભવ. એને એમ લાગે કે હવે જવા માંડ્યો છે કારણ કે હજી એ સ્થિરતા નથી પકડી ને અનુભવે કાયમી નથી સિમેન્ટિંગ નથી થયું હજી . સિમેન્ટ પેલો આમ કરે ચોપડી દીધો તે વખતે અને બોન્ડીંગ બહુ જોરદાર છે આજકાલ તો ફેવિકોલ આવે છે એટલે આમ તરત આમ કરીને કરે છે ને પેલું હા બસ ફેવી ક્વીક. તો આ તો ગોડ ક્વીક છે બધું શું ? આમ જોડાઈ જ જાય તરત પણ આ વિચાર અહીં પૂરો થયો.અનુભવ શરૂ થયો અને પછી એ અનુભવ સહેજ ફેર થતો લાગે.ફરી પાછો બીજો વિચાર પછી અનુભવ પાછો ફરી વિચાર અનુભવ—આ સતત થતી પ્રક્રિયાને મનન કહેવાય છે અને આ જે અનુભવ ઉપર સ્થિરતા તમે મેળવો છો તેને નિદિધ્યાસન કહેવાય.
ત્યાં તે પણું ઉત્પન્ન થાય છે તત્પણું ઊભું થાય છે એ જગ્યાને નિદિધ્યાસન કહેવાય. એ જગ્યા જે ત્યાં અનુભવ આપશે. જ્યારે ધ્યાતા અને ધ્યાનના ભાવને છોડી દઈને—જો હજી વધારે પાછું આ ડીફાઇન કરે છે—ચિત્તવૃત્તિ વાયુ વગરના સ્થાનમાં રાખેલા દીવાની જ્યોતિ માફક દેહમાં સ્થિર થઈ જાય છે ત્યારે એ અવસ્થાને સમાધિ કહે છે. વાયુ વગરના સ્થાનમાં રાખેલા દીપકની જ્યોતની જેમ ચિત્ત ત્યાં સ્થિર થઈ જવું જોઈએ. ક્યાં? બે વિચારની વચ્ચે જ્યાં અનુભવ છે ત્યાં. એ અનુભવ ઉપર જેવી સ્થિરતા એને પકડવા માંડી એટલે સમાધિ થઈ જશે. તમામ ઉપાધિઓ શાંત—એ જગ્યા સમાધિ. આધી પણ નહીં વ્યાધિ પણ નહીં કોઈ રોગ વિશે કશું જ નહીં આધી પણ નહીં વ્યાધિ પણ નહીં ઉપાધિ પણ નહીં... સમાધિ... શાંત. સ્થિરતા એકદમ નિર્મળતા એવો સુંદર અનુભવ આવે.
અહમ બ્રહ્માસ્મિ... અહમ બ્રહ્મ અસ્મિ... હું સર્વજ્ઞ, વ્યાપક, અનંત, અખંડ, આનંદ ચૈતન્ય એવો બ્રહ્મ છું... હું જ બ્રહ્મ છું... હું બ્રહ્મ છું... હું બ્રહ્મ છું... હું બ્રહ્મ છું... હું બ્રહ્મ છું... ૐ... ૐ... ૐ... હું બ્રહ્મ છું... હું ધન્ય છું... હું ધન્ય છું... હું ધન્ય છું... જય સચ્ચિદાનંદ.તો આ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે.
તત્વમસી, તત્મ તદસી અને અહમ બ્રહ્માસ્મિ એ વાક્યોના અર્થ પર વિચાર કરવો એને શ્રવણ કહેવાય છે. શ્રવણ કરેલા એટલે કે સાંભળેલા વિષયોના અર્થોનું એકાંતમાં અનુસંધાન કરવું એને મનન કહેવાય છે. શ્રવણ અને મનન દ્વારા નિર્ણિત અર્થરૂપ વસ્તુમાં એકાગ્રતાપૂર્વક ચિત્તનું સ્થાપન એને નિધિધ્યાસન કહેવાય છે. ચિત્તનું સ્થાપન થવું જરૂરી ત્યાં ચિત્ત હોવું જોઈએ. જ્યારે ધ્યાતા અને ધ્યાનના ભાવને છોડીને ચિત્ત વૃત્તિ વાયુ વગરના સ્થાનમાં રાખેલા દીવાની જ્યોતિ માફક માત્ર ધ્યેયમાં સ્થિર થઈ જાય છે ત્યારે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. આઈ હોપ તમે બધાએ અનુભવ કરી લીધો ક્ષણ સમાધિનો. એમાં એ અવસ્થામાં આત્મગોચર વૃત્તિઓ ઉત્પન્ન થઈને અજ્ઞાન બની જાય છે જે સ્મરણ દ્વારા અનુમાનિત હોય છે. અર્થાત જેના સ્મરણ દ્વારા અનુમાન કરવામાં આવે છે. આપણે પૂર્વે જોયેલું, સાંભળેલું, જાણેલું, સમજેલું જે કંઈ હોય તેના આધારે આપણે બાકીના ડોટ્સ જોડવાનો હંમેશા પ્રયત્ન જે કરતા હોય છે.
એવી વૃત્તિઓ આત્મા જોતો હોય, આત્મા ગોચર એટલે આત્મા જોયા કરે. સંસારમાં અનાદિકાળથી સંચિત કરોડો કર્મ આ અવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. કેવા? જ્યારે આત્મા એને જોવે છે. સમજાયું? જે આ જે સમાધિ અવસ્થા ઉત્પન્ન થાય છે તેની વાત કરે છે. એટલે સમાધિ અવસ્થામાં આત્મા ગોચર આત્મા જોઈ શકે છે એને. વૃત્તિઓ બધી ઉત્પન્ન થઈને અજ્ઞાન બની જાય છે. આ બધું અજ્ઞાન જે છે તે સ્મરણ દ્વારા અનુમાનિત હોય છે. પૂર્વે સાંભળેલું, મેં અહીંયા વાંચેલું છે પહેલા, એ કહેલું છે—આમ છે તેમ છે—બધું તે વખતે આમ સામે આવે છે આત્માની અને તે વખતે અનાદિકાળથી સંચિત કરોડો કર્મ જે છે તે બધા તે આમ સામે આવે છે. આત્માની દ્રષ્ટિ પડે છે એટલે ફુશ. બધું ખતમ થઈ જાય છે. સો ઈઝી. હાઈએસ્ટ છે ને આવું વસ્તુ બધું ખતમ બસ ઉડી જાય. આત્માની ખાલી દ્રષ્ટિ જ પડે છે એની ઉપર એમ કહે છે.
એટલે આ કર્મો છે આવા પ્રકારના અનાદિકાળથી આવા ઊભા થયેલા, એને તમે એક જાતની ભૂતાવળ જેવું સમજો જે ભમ્યા કરતી હોય બધી મનની અંદર, મનના ચિત્રપટ ઉપર વારેવારે આમ આમ દેખાય આમ દેખાય આયા કરે. એવું બધું ચાલતું હોય. જ્યારે સમાધિ અવસ્થાની અંદર સીધું જ ત્યાં શૂટ એટ સાઈટ—ખતમ. જેવી આત્માની દ્રષ્ટિ પડી એની ઉપર એટલે બધું ડિઝોલ્વ થઈ જાય છે, ખલાસ થઈ જાય. એવી રીતે બધા કર્મો ખતમ થઈ જાય. એટલે પછી પરમાત્મા શું કહે છે? અમિત આવી જા, માનવ આવી જા, નીલેશ આવી જા તરત. કારણ કે નીચે હવે તમારે કામ રહ્યું નથી અને બીજું ભગવાનની માયાની, ભગવાનની આખી આ જે રમત છે તેની તમને ખબર પડી ગઈ છે, તમે જાણકાર બની ગયા છો કે આ ભગવાને કેવી રીતે આ બધું રમત ઊભી કરી છે. હવે તમે જો પાછા મેદાનની અંદર રમવા જાવ તો જોખમ છે, બરાબર ને. એટલે ભગવાન કહે આવી જાવ એટલે તમારે જતાં રહેવાનું તરત રેડીલી.
એવો કોણ હોય કે ભગવાન બોલાવે અને જાય નહીં અને અહીં બેસી રહે? કોઈ ના હોય એવું. એટલે ભૂલથી પણ એવી વૃત્તિ ઉત્પન્ન કરવાની નહીં.
❧ ❧ ❧
|| ધર્મ-મેઘ-સમાધિ ||
ત્યારબાદ અભ્યાસ પટુતા એટલે કે પરિપક્વતા થવાથી આ વસ્તુમાં આપણે શું વાત કરી? બે વિચારો વચ્ચેનો જે મધ્યસ્થળ છે ત્યાં આગળ સમાધિ થાય છે, તે જગ્યાએ આ કરોડો કર્મો નષ્ટ થઈ જાય છે. એવું વારે વારે વારે વારે આપણે કરીએ છીએ એટલે બધું સાફ થાય છે ત્યાં. આ બાબતમાં પરિપક્વતા આવી જવાથી સતત હજારો અમૃત ધારાઓની વર્ષા થતી રહે છે. એટલા માટે યોગ જ્ઞાતા સમાધિને ધર્મ મેઘ કહે છે. જ્યારે પણ સમાધિની અંદર તમે બેસો ત્યારે શું થાય? તો કે આ બધું ખતમ થઈ જાય અને ઉપરથી અમૃતધારા પણ સાથે સાથે વહેતી હોય એવો સુંદર અનુભવ આવી જાય કે ના પૂછવાની વાત. એટલે એને ધર્મ મેઘ સમાધિ કહેવામાં આવે છે. એના માધ્યમથી સંપૂર્ણ વાસના જાળ નિશેષ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, ખતમ થઈ જાય છે કાયમ માટે. તથા પાપ અને પુણ્ય બંને પ્રકારના સંચિત કર્મ સમૂળા નષ્ટ થઈ જાય છે.
બધા સંચિત કર્મો ગયા. ક્રિયમાનમાં તો તમે સમાધિ કરી રહ્યા છો. બાકી રહ્યું પ્રારબ્ધ. આ સ્થિતિ પ્રાપ્ત થયેથી પ્રાક એટલે કે પહેલાં જે તત્વમસી મહાવાક્યનો આશ્રય લીધેલો અને એનો જે અનુભવ તમને પરોક્ષ રીતે આવતો હતો, તે હવે પ્રત્યક્ષ સ્પષ્ટ જણાવવા માંડે છે. તત્વમસી—વોટ ઈટ મીન્સ—એ તમે સ્પષ્ટ અનુભવ કરવા માંડો છો અને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. બ્રહ્મમાં તમારો પ્રવેશ થઈ જાય છે, તમે બ્રહ્મ સ્વરૂપ જ બની જાવ છો. જે તમે છો મૂળ તે તમે પ્રાપ્ત કરી લો છો. ત્યારે યોગી જીવન મુક્ત બની જાય છે. પછી એ જીવતો રહે કે ના રહે... જીવતો રહે ત્યાં સુધી જીવતા ભગવાનની જેમ ફર્યા કરે. જય ભગવાન, જય ભગવાન અને પછી જય શ્રી કૃષ્ણ. શ્રીકૃષ્ણના શરણે જતો રહે, પછી બધું પૂરું થઈ જાય પ્રોગ્રામ. બરાબર?
❧ ❧ ❧
|| બ્રહ્મ-પ્રાપ્તિ — બેકવર્ડ-જર્ની ||
હવે આ કેવી રીતે કરવાનું છે એની બેકવર્ડ જર્ની બતાવે છે. અત્યાર સુધી આપણે ફોરવર્ડ સમજાયું કે કેવી રીતે સંસાર આખો બધો બન્યો. હવેની સ્થિતિ બતાવી કે હવે આમાંથી પાછા જવાનું પ્લેટફોર્મ શું છે તે તૈયાર કરી આપ્યું. હવે તમે પ્લેટફોર્મ પર આયા છો, અહીંથી હવે પછી બેકવર્ડ જર્ની કેવી રીતે છે તે બતાવે છે. એટલે ઈશ્વરે પંચીકૃત ભૂતોનું ફરીથી અપંચીકરણ કરવાની ઈચ્છા કરી. પાંચ વસ્તુઓ જે ભેગી કરી દીધી લીધી હતી તે બધી છૂટી પાડવાનો ઉપક્રમ એમણે ચાલુ કર્યો. કેમેસ્ટ્રી શરૂ થઈ. પાંચ વસ્તુ ભેગી થઈ હોય અને છૂટી પાડવી હોય તો શેની જરૂર પડે? ફિઝિક્સ કેમેસ્ટ્રી જ જોઈશે ને. એટલે એમણે શું કર્યું? તો કે બ્રહ્માંડ અને એના અંતર્ગત લોકોને કાર્ય રૂપે ફરીથી કારણ રૂપ પ્રાપ્ત કરાવી દીધું. જે કાર્યો હતા તેને કારણ બનાવી દીધા. ત્યારબાદ તેમણે સૂક્ષ્મ અંગ—કર્મેન્દ્રિયો, પ્રાણ, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ ચતુસ્થય એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર—બધાને એકીકૃત કરી દીધા, પાછા એક બનાવી દીધા.
સમસ્ત ભૌતિક પદાર્થોને એના કારણભૂત પંચકમાં સંયોજિત કરીને... હવે જુઓ: ભૂમિને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં, અહંકારને મહત એટલે કે વિરાટ તત્વમાં, વિરાટ તત્વને અવ્યક્તમાં અને અવ્યક્તમાંથી પુરુષોત્તમ પુરુષની અંદર ક્રમશઃ વિલીન કરી દીધા. આ બેકવર્ડ જર્નીનો પ્લાન છે આખો. સમજી ગયા? તો પછી શરૂ કરી શકાશે. આ રીતે વિરાટ, હિરણ્ય ગર્ભ અને ઈશ્વર પણ ઉપાધિઓને વિલીન થઈ જવાથી છેવટે પરમાત્મામાં જ વિલન થઈ જાય છે. વિરાટ, હિરણ્ય ગર્ભ અને ઈશ્વર એ અસ્તિત્વમાં આવેલા છે એટલે એ લોકો અન-અસ્તિત્વમાં જાય છે. જ્યારે અવ્યક્ત થવા માંડે છે ત્યારે એ લોકોએ પણ વિલીન થઈ જવું પડે, કારણ કે શેષ કોણ રહે? તો કે એક. અને આ તો બે છે, પેલો ત્રણ છે અને પેલો ચાર છે સમજો. એટલે ચાર વાળાએ ત્રણ માં, ત્રણ વાળા એ બે માં, બે વાળાએ એકમાં થઈને પછી બધાએ એક ની અંદર પ્રવેશ પામવો અતિ આવશ્યક છે ત્યારે પ્રોગ્રામ પૂરો થાય છે.
પંચીકૃત મહાભૂતો દ્વારા નિર્મિત અને સંચિત કર્મોથી પ્રાપ્ત સ્થૂળ દેહ, કર્મોના ક્ષય થયેથી સત્કાર્યોના, સત્કર્મોના પરિપક્વ થયેથી અપંચીકૃત થઈ જાય છે. આ કેવી રીતે થાય છે તે હવે આગળ બતાવે છે. પંચીકૃત મહાભૂતો દ્વારા પહેલા ઓલરેડી જે પાંચ મહાભૂતો જોડાયા હતા અને એના દ્વારા જે કંઈ બધું ઊભું થયું, હવે એમાં જે સંચિત કર્મોથી પ્રાપ્ત થયેલો સ્થૂળ દેહ હતો એ સ્થૂળ દેહના શું થયું? તો કે કર્મોનો ક્ષય થવાથી. કેવી રીતે થયો? અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ કરતાં કરતાં એને શું કર્યું? તો કે પોતાના બધા જ કર્મોને સતત સામે જોઈ જોઈને બધાને ખતમ કરી નાખ્યા સમાધિની અંદર રહીને. સમાધિમાં અંદર રહીને એને બધા કર્મોને ખતમ કરી નાખ્યા પછી આને રહેવાનું કોઈ કારણ રહેતું નથી, એટલે પછી આ બધી જ વસ્તુઓ પાછી બેકવર્ડ જર્નીમાં ચાલુ થઈ.
એટલે એ દેહ સૂક્ષ્મ રૂપે એકીભૂત થઈ જાય છે કારણ કે જે પરિપક્વ થયેલો છે તે અપંચીકૃત એટલે છૂટો પડવા માંડે છે, એનું વિસર્જન થવાનું શરૂ થાય છે. અને વિસર્જનના ભાગરૂપે એ સૂક્ષ્મ દેહ એકીભૂત થઈને કારણ રૂપને પ્રાપ્ત થઈને અંતમાં એ કારણના પણ કારણ એવા કુટસ્થ પ્રત્યાગાત્મામાં વિલીન થાય. પોતાના આત્માની અંદર જ આ બધું સમાઈ જાય છે. એક કરોળિયો આમ કરીને આમ સવારથી આખું જાળું આમ કરીને આમ પાથરીને બેઠેલો હોય, બરાબર. અને આખો દિવસ એની અંદર એને વ્યવસ્થા કરી રાખી છે. પછી રાત પડે છે, રાત્રે બધા જીવવા જીવડા બધું જેમ કે બધું આવે છે, ભેગું થાય છે—આમ કરે છે, તે કરે છે—બધું કરે છે, ત્યારે એ બધું જ એક એને જે કઈ ભોજન પાણી જે કરવાનું હતું પ્રોગ્રામ પૂરો કરે છે. કરી દીધું ખાવા પીવાનું, રમવાનું જે બી હોય. હવે સવાર પડવાની તૈયારી છે.અને એને પાછું બીજે ક્યાંક જવાની સંજ્ઞા થઈ રહી છે, ક્યાં?
પરમાત્મામાં. એટલે એને શું કરવું પડશે? તો કે પોતાનું જાળું પોતે જાતે સમાપ્ત કરતો જશે, ધીરે ધીરે ધીરે ધીરે શોષી લેશે, સમાપ્ત કરી લેશે. છેવટે એ બધું પોતાના પ્રત્યાગાત્મા એટલે પોતાના સ્વયંના આત્માની અંદર એને સમાવિષ્ટ કરી દે છે અને પછી એ આગળ પરમાત્મા સાથે એકરૂપ થવા માટે નીકળી જાય છે. સમજાય ગયું? એટલે બધું જ છેવટે પ્રત્યાગાતમાંમાં વિલીન થઈ જાય છે. આ એની જર્ની છે. અંડ એટલે કે બ્રહ્માંડ પોતાની કારણ સત્તા સાથે જ્ઞાનાગ્નીમાં ભસ્મ થઈને પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આ બધું ખતમ થઈ જાય છે જે કંઈ જે ઊભું થયું જડ મટીરીયલ બધું એ પણ બધું એમાં જ પરમાત્મામાં વિલીન થઈ જાય. એ રીતે બ્રાહ્મણ એટલે જે બ્રહ્મમાં રત રહેતો હોય તેને બ્રાહ્મણ કહેવાય. એવો બ્રાહ્મણ પુરુષે સમાહિત ચિત્ત... સમાહિત ચિત્ત એટલે શું? તો કે ચિત્તને બ્રહ્મમાં જોડીને બ્રહ્મનું જે હિત છે તે જ મારું હિત છે.
સમાહિત સમહિત... હંમેશા તત એટલે તે, તે એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વે સર્વશ્રેષ્ઠ... જે કંઈ આપણે તત સાથે જોડી શકીએ છીએ પરબ્રહ્મના જેટલા પણ બધા વિશેષણો છે તે ત્વમ પદની સાથે એક કરતાં રહેવું જોઈએ. તત તત્વમ અસી, તત તત્વમ અસી.... તે તું છે, તે તું છે, તે તું છે. હવે એને આ રીતે જોતાં તે હું છું, તે હું છું, તે હું છું એમ કરવાનું છે. એટલે કે બ્રહ્મ હું છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું—આવી રીતે સમાહિત કરતા રહેવાનું છે. સમજાયું? હવે આવી પ્રક્રિયાથી શું થશે? એકતા કરતા રહેવાનું... આવી રીતના આ એકતા કરવાથી શું ઊભું થઈ જશે? આત્મસાક્ષાત્કાર થવા માંડે. પાછું આત્મસાક્ષાત્કાર કેવી રીતે થવા માંડે? એવી રીતે થવા માંડે છે, ઉપમા આપી છે: જેવી રીતે મેઘ એટલે કે વાદળોના હટી જવાને કારણે અંશુમાન પ્રગટ થઈ જાય છે, સૂર્યનો પ્રકાશ જેમ પ્રગટ થઈ જાય છે વાદળો હટી જાય જવાથી, તેવી રીતે આત્મા પ્રગટ થઈ જાય છે એવો અનુભવ આવે જબરજસ્ત.
કળશની અંદર રહેલા દીપકની જેમ, શરીરમાં રહેલા હૃદયકમળની અંદર રહેલા ધુમાડા રહિત નિર્ધુમ પેલો ફાનસ બી હતું.તો આય હાળો ફાનસ જેવો જ છે.ને બોડી એટલે ફાનસ.. ધુમાડા રહિત જ્યોતિ સ્વરૂપ અંગૂઠાના પ્રમાણ વાળા—આ દીવો ગમે તેટલો મોટો હોય પણ એની વાટ કેટલી હોય? ઠેંગા જેટલી—આત્માનું ધ્યાન કરીને ઠેંગાનું ધ્યાન કર્યા કરવાનું એમ કે બીજે બધે ગોળ ગોળ નહીં ફરવાનું. આંગળી પર ધ્યાન ના જવું જોઈએ. સમજ્યા શું કહે છે? આ બધી ગમે ત્યાં ફર્યા કરે છે, ચારે બાજુ વૃત્તિઓ બધી એકાગ્ર કરો, ઠેંગા પર ધ્યાન આપો. સમજાયું? કંઈ તો એવી રીતે ધ્યાન કરી આત્માનું જે મુનિ અંતઃ પ્રાંતમાં રહેલા એટલે અંદર રહેલા પ્રકાશયુક્ત કુટસ્થ અવ્યય આત્માનું ધ્યાન હંમેશા ક્યારે કરવાનું? દરરોજ સૂતી વખતે અને મૃત્યુ વખતે પણ કરે એ જીવન મુક્ત છે. જાગૃતિમાં તો એ કરી જ રહ્યો છે પરંતુ સાથે સાથે ક્યારે ક્યારે કરે છે?
સુવા જતી વખતે અને મૃત્યુ વખતે પણ કરે છે. કોનું ધ્યાન કરે છે? આત્માનું. કેવો છે? અંગૂઠા જેવો. ક્યાં છે? હૃદય કમળમાં. એવા અંગૂઠા જેવા આત્માને... હવે એ આત્મા કેવો છે? તો કે દીવાની જ્યોત જેમ કે પ્રકાશમાન હોય એવી રીતના. બસ એને સતત જો જો કરવાનું. એટલે જે કુવિચારો રૂપી જે વાદળો જે હોય છે તે બધા ભસ્મીભૂત થઈ જતાં એ આત્મા સૂર્યની જેમ આમ પ્રગટ થઈ જશે. સૂર્યની જેમ પ્રગટ થઈ જશે તરત જ પછી સંસાર દેખાશે નહીં, જણાશે નહીં, હશે તો કોઈ પરવાહ નથી. સૂર્ય હું છું એવી રીતે કે આત્મસૂર્ય હું જ છું. એ જીવન મુક્ત છે, કૃત કૃત્ય છે, ધન્ય છે—એવું માનવું જોઈએ. જીવન મુક્ત તત્વ એટલે કે જીવન મુક્ત સ્થિતિને છોડીને, પછી આ શરીરને પણ છોડીને સદેહે એ મુક્તિને એ એવી રીતે પ્રાપ્ત થઈ જાય છે કે જેવી રીતે પવન સ્પંદન રહિત બની જાય છે. પવન હોય, વાતો હોય ત્યારે એની અંદર ગતિ હોય.
હવે શાંત પવનનો પ્રવાહ જેમ બંધ થઈ જાય છે તેવી રીતે બધું જ બંધ થઈ જાય. પવન વાતો બંધ થઈ ગયો. સંસાર રૂપી પવન જે વાતો હતો તે બંધ થઈ ગયો. ત્યારબાદ એ અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અરસ અને અગંધવત થઈને અવ્યય, અનાદિ, અનંત, મહતથી પણ મહત, ધ્રુવ નિર્મલ અને નિરામય બ્રહ્મ જ બાકી રહે છે. જર્ની પૂરી થઈ ગઈ. બ્રહ્મ પોતાના ઘરે પાછો આવી ગયો, સ્થિર થઈ ગયો.
❧ ❧ ❧
|| ચોથો અધ્યાય — જ્ઞાનીનું સ્વરૂપ ||
ત્યારબાદ આવું થઈ ગયું પાછો પૈંગલ ઋષિએ પ્રશ્ન કર્યો કે જ્ઞાનીઓના કર્મ કયા છે? જ્ઞાન થઈ ગયું, બ્રહ્મમાં પ્રવેશ થઈ ગયો બધું થઈ ગયું, પણ હવે બોડી રહી ગયું છે અને એ અંદર રહ્યા છે જે ભગવાન કરતાં ફરે છે ચારે બાજુ . હવે એના કર્મો કયા છે અને એમની સ્થિતિ કેવી હોય છે? ત્યારે કહે છે કે જે મુમુક્ષુ અમાનિત્વ—સહેજ પણ માન અપમાનની પરવાહ વગરનું, બેપરવાહ થઈ ગયેલો માણસ—કારણ કે હવે એને માન અપમાનની નથી પડી એને આત્માની જ પડી છે. શું? એને કેવળ આત્માની પડી છે એટલે માન અપમાન તો બહુ શુલ્લક વસ્તુ બની જાય છે એના માટે. એમાં ક્યાં પડ્યું રહેવું? હું આત્મા છું અને એ પોતે જાણે છે કે હું આત્મા છું. આત્માનો પ્રભાવ કેવો છે, કેટલો છે, કેવો છે! જો કોઈ અજ્ઞાની કોઈ જ્ઞાનીને પોતાનું અજ્ઞાન એમ કે ઉપર થોપવાનો પ્રયત્ન કર્યા કરતો હોય તો એ જ્ઞાની પર કેટલો ટાઈમ રહેશે?
રહી જ ન શકે. બરાબર. બીજું જ્ઞાનીમાં શું હોય? તો કે સહજ ક્ષમા હોય. એ સ્વયં ભગવત રૂપ લેવા જઈ રહ્યો છે... તો ખાલી એક વખત ભગવાનનું રૂપ લેવાનો રોલ તો કરો ૧૦ મિનિટ માટે, વધારે નહીં તો ૧૦ મિનિટ કરો, ૫ મિનિટ ચલો છેવટે અત્યારે. અહીં અત્યારે તમે સ્વયં પરબ્રહ્મ છો બસ એમ કરીને ૫ મિનિટ કાઢો. સ્વયં પરબ્રહ્મ જ છો અનુભવ કરો. સંપૂર્ણ સર્વજ્ઞતા, સર્વ શક્તિઓ, સદાકાળ સંપૂર્ણતા અને વ્યાપકતા સહિતનો સત એટલે કે શાશ્વત, ચિત્ત એટલે ચૈતન્ય, આનંદ એવો પરમ પ્રકાશ હું જ છું. હું જ સ્વયં પરબ્રહ્મ છું.પરમ પ્રકાશ, પરમ શાંતિ, પરમ આનંદ સહિતનું પરમ ચૈતન્ય હું જ છું. તત અહમ અસ્મિ. ૐ. કમ બેક ટુ મી. હવે ઋષિ યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે કે જે મુમુક્ષુ અમાનિત્વ વગેરે ગુણોથી પૂર્ણ હોય છે એ પોતાની ૨૧ પેઢીઓને તારી દે છે. અને અપગ્રેડેશન એ બ્રહ્મ વિદ થવા માત્રથી પોતાના કુળની ૧૦૧ પેઢીઓને તારી દે છે.
સૌનું કલ્યાણ થઈ જાય છે. આ માટે પોતાના આત્માને રથી, શરીરને રથ અને બુદ્ધિને સારથી અને મનને લગામ ગણવી જોઈએ. અહીંયા ગીતાનું પૂર્વ ભાસ ચાલુ થાય છે. પૂર્વાર્ધ ગીતાનો જેને કહેવાય ને જોઈ લો. આ ઉપનિષદ ગીતાના કાળ પહેલા, બહુ પહેલા લખાઈ ચૂક્યું છે, જેમાંથી જ ભગવાને એ જ્ઞાન જે હતું તે ગ્રહણ કર્યું, શ્રીકૃષ્ણએ. અને પછી એ પાછો અર્જુનને આપ્યું હતું. ઋષિ યાજ્ઞવલ્ક્ય આપણને કહે છે અહીંયા: પોતાના આત્માને રથી એટલે રથમાં બેઠેલો છે રથનો જે માલિક જેને કહેવાય એવો. શરીરને રથ ગણવાનો, બુદ્ધિને સારથી ગણવાની—સારથી એટલે જે અશ્વને ડાયરેક્શન આપે રથને ચલાવે તે—અને મનને એની લગામ ગણવાની. લગામ તાણવાની ઢીલી મૂકવાની તાણવાની ઢીલી મૂકવાની બેલેન્સ રાખવાનું. બરાબર. મનની જેમ ગતિ હોય તે પ્રમાણે એને તમારે રાખવી જોઈએ. એટલે હંમેશા તાણેલી રાખો તો મહામુસીબત અને સાવ ઢીલું મૂકી દો તો પણ મહા મુસીબત, એટલે એને બરાબર બેલેન્સમાં રાખવાની છે.
ઇન્દ્રિયોને અશ્વ કહેવામાં આવે છે—પાંચ ઇન્દ્રિયો,પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો—આ બધા જ જે છે તે ૧૦ તમારા ઘોડા થઈ ગયા જે પોતાના વિષય રૂપી માર્ગ પર ચાલ... દરેક ઇન્દ્રિયનો જે ઘોડો છે, દરેક ઘોડાનો માર્ગ જુદો જુદો છે. જ્યાં આંખ દ્રષ્ટિ કરે છે ત્યાં કાન સાંભળતો નથી, બરાબર. એનું કામ સાંભળવાનું... સાંભળવાના રસ્તા પર એ ફૂલપાટ ચાલશે. પણ કાનને જો કીધું હોય કે તું જરા જોને ત્યાં આગા ફલાણાની આંખમાં મોતિયો આવ્યો છે કે નહીં, તો કાન જોઈ શકે નહીં. સમજાયું? એનું કર્તવ્ય શું છે સાંભળવાનું. તો ઇન્દ્રિયનો દરેકનો જેમ ધર્મ હોય છે, જે જે તે વખતે વસ્તુ જ એ કરી શકે. આ સામાન્ય કિસ્સાની અંદર અતિન્દ્રિય જ્યારે શક્તિઓ વિકસે ત્યાર પછીની વાતો જુદી હોય છે ભઈ. આપણો અત્યારનો વિષય નથી એટલે હમણાં નહીં કરું કારણ કે સમય ઓછો પડે છે.
એટલે પોતાના વિષય રૂપી માર્ગ પર એ ચાલ્યા કરે છે એ ગમન કરે છે. પરંતુ મનીષીઓનું હૃદય વિમાનની જેમ એ બધાથી ઉપર ઉઠેલું હોય છે. મનીષીઓ એટલે ઋષિઓ જે મનનો પણ અર્ક કાઢીને બેઠેલા છે. કે મનનો અર્ક એટલે શું? તો કે પરમાત્મા. બસ એ જ સાર છે બાકી બધું અસાર છે એ બધા કેવા કહેવાય? મનીષીઓ કહેવાય. મહાન ઋષિઓનું કથન છે એ લોકોનું કહેવું એ છે કે આ આત્મા ઇન્દ્રિય અને મનથી યુક્ત થઈને ભોકતા બને છે. સ્વયં એકલો પોતે કશું કરી શકે એવો નથી. આત્મા તો કેવો છે? રથમાં બેઠો છે. એ રથમાં બેઠો હોય ત્યારે શું થાય? તો કે ઘોડા દોડે ઇન્દ્રિયો રૂપી અને એનો એ આનંદ માણે. બરાબર. પણ એ જ્યારે આ બધી ઝંઝાળથી મુક્ત થઈ ગયો હોય ત્યારે સંપૂર્ણ મુક્ત હોય, ત્યારે એને ક્યાંય આવાગમન કશું કરવાપણું કશું કર્તવ્ય રહેતું નથી. આ ક્યાં દોડે છે? તો કે સંસારમાં દોડે છે.
ક્યાંય પણ જાય જુએ તો શું જુએ છે? જે કંઈ છે તે બધો સંસાર જ છે. તો એવી રીતના આત્મા ત્યાં આગળ જતો રહે પણ જેવો આ રથમાંથી એવો ઉતરી ગયો કે, નો મારો આ... એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પોતે સંપૂર્ણ આત્મા થઈ ગયો. આ આત્મા ઇન્દ્રિય અને મનથી યુક્ત થઈને ભોકતા બને છે. ત્યારબાદ હૃદયમાં સાક્ષાત નારાયણ પ્રતિષ્ઠિત થાય છે. આ વાત જ્યારે પૂરી થઈ જાય અને જે રથમાંથી જેવો એ પોતે નીચે ઉતરી જાય ત્યારની સ્થિતિની વાત કરે છે કે ત્યારે પોતે સાક્ષાત નારાયણ બની જાય છે. પછી પ્રારબ્ધનો ક્ષય થતાં સાંપની જેમ કાંચળી બદલતા રહેવાની જેમ અન્ય શરીરો તે ધારણ કરતો રહેતો હોય છે. પરંતુ અનિકેતન એટલે કે એક જ ગામમાં એક જ રાત્રે રહેનારો પરિવ્રાજક સન્યાસી—એક ગામમાં એક જ રાત રોકાવાનું એવો નિયમ કરેલો હોય અને પછી એ પ્રમાણે જ ફરતો હોય—એવો મુક્ત પુરુષ આકાશમાંના ચંદ્રમાની જેમ સર્વત્ર સંચરિત થતો રહેતો હોય છે ધરતી પર.
બરાબર. પરિવ્રાજક જે છે તે ક્યાં છે? ધરતી પર. ધરતી કઈ છે? સંસાર છે. સમજાય? એ ધરતી પર હોવા છતાં પણ એ સંચાર કેવી રીતે કરે છે? જાણે કે પોતે આસમાનની અંદર ચંદ્રમા હોય અને એનો પ્રકાશ બસ બધે જ પથરાયા કરતો હોય છે. એવી રીતે મુક્ત બનીને ફરે. પેલો ધરતી સાથે જોડાયેલો છે અને આવા ધરતીથી કેટલો કેટલો બધો ઉપર છે! સંસારથી ઉપર ઉઠો. જ્ઞાની પુરુષ શરીરનો ત્યાગ તીર્થમાં કરે કે ચાંડાલના ઘરમાં, પરંતુ ગમે ત્યાં એ મૃત્યુ પામે તો પણ એ હંમેશા કેવલ્યને જ પ્રાપ્ત થાય છે, એ બ્રહ્મને જ પ્રાપ્ત થાય. જે માન્યતા હોય છે ને કે આ તીર્થમાં જવાથી એમ કે આમ થાય કે ચંડાળને ત્યાં આગળ જવાથી ના થાય... તો કે ના. ચાંડાલના ઘરે જવાથી નરકગતી... ચાંડાલ એટલે કોણ? જેનું ચિત્ત ચો આમ બરાબર ચડેલું હોય સંસાર, સંસાર, સંસાર—બધા ચંડાલ. આખો દાડો બસ એક જ વાત પૈસા પૈસા ઇધર લા ઇધર લા મની લા મની લા મની લા ખરીદો બેચો ઉપર ઉપર ઓર ઉપર.
આ બધો સંસાર બધા આ ચંડાળ વૃત્તિ છે. આપણે કોઈ વ્યક્તિ વિશેષને નથી કહેતા કારણ કે દરેક જીવ માત્રમાં એ પરમાત્મા છે જ પાછો પણ આ વૃત્તિ જે સંસારની અંદર ખેંચીને લઈ જઈને જે દુર્દશા કરે છે તેનું આ વર્ણન છે કે ભાઈ સાચવો, બચો. નહીંતર દીધા નહીં તો પછી કે લીધા... ચાલ્યા જ કરશે પછી પાર જ નહીં આવે. અને કર્મોમાં એવું કરે છે લોકો, કર્મોનો વ્યવહાર ઊભો કરી દે છે જેમ પેલા સ્ત્રીઓ કરે છે ને વાટકી વ્યવહાર—એના જેવું હોય. એક વાટકી ખાંડ જરાક આપજો ને આજે, લઈ આવ્યા પણ કાલ પાછી આપી આવશે. પછી પેલાબેનને જરૂર પડતી એક વાટકી દહીં જરાક આપજો ને મેળવવાનું છે.અમારે ખલાસ થઈ ગયું ને થઈ ગયું ને બે ચાર કારણો પાછા કહી દેશે કે સાડી બદલવા ગઈ તો હાથમાં હતું તો કે આમ ચલાણું ઊંધું પડી ગયું એટલે બધું દહીં ખરાબ થઈ ગયું એ પણ સંભળાવતા જાય જોડે જોડે લેતા જાય.
તો વ્યવહાર વધ્યા જ કરે. તમે આપ લે કર્યા જ કરો. સંસારની અંદર તમે વસ્તુઓની આપ લે નથી કરતા તમે વાસ્તવમાં કર્મોની આપલે કર્યા કરો છો, વસ્તુ તો માધ્યમ બને છે. એટલે જ્ઞાની કહે છે મારે કંઈ ના જોઈએ હું સંપૂર્ણ છું મારે કોઈ વસ્તુની કમી નથી. મારે કોઈ ખામી નથી. મારામાં સંપૂર્ણતા છે અને હું પૂર્ણ છું સંતૃપ્ત છું સંતોષી છું. અને છતાં પણ પાછો કોક આવે અને કે પ્રભુ મને જ્ઞાન આપો, તો કે લે જે આયો હોય એ જે સ્તર નું હોય એ સ્તરનું જ્ઞાન એને આપે કે ત્યાંથી એને આમ ઉતરી જ જાય અને એ થોડોક આગળ આવે પોષણ પામીને પામીને પાછો બીજા દિવસે ફરી આવશે ત્યારે એને પાછું એ ફરી આપશે. આ જ્ઞાનીનો વ્યવહાર. બદલામાં એને કંઈ નથી જોઈતું, એને નથી માનની પડી નથી અપમાનની પડી. તમે આવો તોય ઠીક ના આવો તોય ઠીક... તમે બોલાવો તોય ઠીક ના બોલાવો તોય ઠીક...
આ જ્ઞાની નો વ્યવહાર. એને તો પહેરવા કપડા નથી જોતા એ તો દિન્ગંબર થઈ ગયો છે પરમાત્મા બનીને બેઠેલો છે. આજે કપડા પહેરેલો દેખાય ખરો કાલે બધું કાઢીને બેસી ગયો હોય કંઈક નક્કી નહીં એનું. એ તો પરબ્રહ્મ છે અને સંસારની સત્તાની બહાર જતો રહ્યો છે. સંસાર એમ માને કે મારી સત્તા ચાલે છે તો એને કપડાં ઢાંક ઢાંક કરવાનો પ્રયત્ન કરે, પેલો બહાર નીકળી જાય એમાં તમે કપડાં પહેરાવો છો ઓકે તો હું હવે બોડી જ છોડી દઉં છું કે સમાધિ લઈ લે નીકળી જાય બહાર પછી મારે નથી રહેવું કે અહીંયા આગળ. જ્ઞાનીઓને વાસ્તવમાં સંસાર કરડતો હોય. રાત્રે આમ પથારીમાં સૂતા હો અને તમારી પથારીને અંદર કરોડો અબજો કીડીઓ જો ચડી જાય, મકોડા ચડી ગયા હોય અને એની અંદર તમે આમ હોવ સૂતા અને જેવી સ્થિતિ થાય એવી સ્થિતિ એને લાગે છે જ્યારે જ્યારે એને સંસાર ભાવમાં જવાનું આવે છે.
સંસારીની સાથે કોઈ ઇન્ટરેક્શન કરવાનો વખત આવે છે તેમ છતાં પણ અત્યંત કરુણા વસ થઈને જે એ તું છે તે જ હું છું ભાઈ... હું કોઈ વિશિષ્ટ વિશેષ નથી એવું બતાવ્યા વગર એના સાથે વ્યવહાર કરે ભાઈ તું ઉપર આય. આવી સ્થિતિની અંદર એ પોતાનું જીવન ટકાઈ રાખે છે. એને તો એકરૂપતા છે થઈ ગઈ છે બોડીનો હવે કોઈ ઉપયોગ રહ્યો નથી. તમે જુઓ તો અરેરાટી થઈ જાય એને... એને કશું થતું નથી નિર્લેપ છે તો અને બેઠો છે ત્યાં જે જાય તેને જ્ઞાન આપે. બોલ બેટા શ્રી રામ જય રામ જય જય રામ. એને રામ જોડે લેવા દેવા નથી, કૃષ્ણ જોડે લેવા દેવા નથી, શિવ જોડે લેવા દેવા નથી, માતાજી જોડે કોઈ લેવા દેવા નથી પણ એ બધાના નામ લે છે બોલે છે બતાવે છે અને બધાને ધીરે ધીરે ધીરે ધીરે કરીને ઉપર લાવે છે. પછી સંપૂર્ણ લાયક જ્યારે એક દિવસ થયો હોય એ શિષ્યને તે પરબ્રહ્મ વિશેનું જ્ઞાન આપે અને પછી એને તગેડી મૂકે કે તું જતો રહે.
હવે આનો અનુભવ કર... પછી અનુભવ કરે ત્યાં સુધીમાં ગુરુ હોય પણ ખરો નહિતર પરબ્રહ્મમાં લીન પણ થઈ ગયો હોય ત્યાં સુધીમાં. પેલો જે ગયેલો છે તે અનુભવ કરીને બેસી ગયો હોય એટલે તે સ્વયંભુ થઈ ગયો પાછો ફરી ગુરુ. એટલે એને શું કરવાનું સમજણ પડી ગઈ હોય કે મારું કર્તવ્ય જ્યાં સુધી છે પ્રારબ્ધ છે દેહ છે મન છે આ છે ત્યાં સુધી મારે શું કરવાનું? સહાય કરવાની. કોની કરવાની? દરેક જીવ માત્રની કરવાની. કેવી રીતે? જ્ઞાનામૃત પાઈ પાઈને... ટીપુ ટીપુ જ્ઞાન આપવાનું ધીરે ધીરે. નાનું છોકરું હોય અને એકદમ આખો જગ ભરીને તમે કંઈક પીવડાવી દો તો એની હાલત શું થાય? ખોળામાં રાખેલું તમે એને કેવી રીતે આપો છો? ટોટી... ... કેવી રીતે? એક નાની શીશી હોય ને એને મોઢામાં આપીને પછી એક ટીપુ એક ટીપુ એમ કરતાં કરતાં એને પોષણ આપો અને એ મોટું થાય. જ્ઞાનીને આ બધી ખબર.
બોલો એક માં એક છોકરાને હાચવે એક જ્ઞાની કેટલાને હાચવે? પાછા બધા અલગ અલગ લેવલના! જ્ઞાનીથી મોટી માં દેખાય છે તમને? બતાવો... હોય પુરુષ રૂપે પુરુષ દેહની અંદર તો પણ એ કરે છે શું? માતૃત્વ મમતામય હોય અને પાછી એ મમતા કેવી ખબર છે? બંધન કરનારી નહીં સંસાર બંધન માંથી છોડાવનારી એવી મમતા. એની સંસારમાંથી મુક્ત કરાવી એક એક બાળકને. એક રાણીની વાત હતી. એક રાજાને પરણવાનું થયું એને, તે કે હું તારા સાથે પરણું તો ખરી પણ એક શરત. તો કે શું શરત? તો કે બાળકો સાથે હું શું કરું તારે મને ક્યારેય પૂછવાનું નહીં તારે..એ કે સારું. પછી બે જણાએ સંસાર માંડ્યો એટલે બાળકો પેદા થાય. એક બાળક પેદા થયું એને ઉપાડીને સીધું નદીમાં વહેતું મૂકી દીધું. બીજું બાળક થયું ફરી વહેતું મૂકી દીધું. વારંવાર આવી રીતે બધા બાળકો એક પછી એક વહેતા મુકતા છે.
રાજા જોયા કરે છે. ફરી એક બાળક પેદા થયું, હવે રાજાથી ના રહેવાયું? કે તું શા માટે? માં છું? કોણ? તું આ બધાને કેમ મારી નાખે છે? રાણીએ કીધું બસ આપણો સંસાર પૂરો. તને લાગે છે કે મેં બધાને વહાઈ દીધા બધાને મારી નાખ્યા... મને ખબર છે મેં શું કર્યું છે. એ બાળક જીવતો રહ્યો મોટો થયો એનું નામ ભીષ્મ. શરીર છોડ્યા બાદ એના શરીરની ભલે ગમે તે દિશામાં બલી આપી દેવામાં આવે એને ખુલ્લામાં નાખી દેવામાં આવે એના જમીનને ખોદીને દાંટી દેવામાં આવે કોઈપણ રીતે એનો ડિસ્પોઝલ તમે કરો પણ એ કેવલ્યને જ પામે છે એ પરબ્રહ્મને ઓલરેડી પામી ચૂક્યો છે.who cares ? આ વિધિ પરિવ્રજ સન્યાસી માટે છે બીજા કોઈને માટે ક્યારેય નહીં. પરિવ્રાજક સન્યાસી જે સંસારમાંથી ઉપર ઉઠી ગયો છે પરબ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી છે અને છતાંય પરિવ્રાજકની જેમ ભ્રમણ કરી રહ્યો છે એવો જે સન્યાસી બ્રહ્મલીન થઈ ગયો છે એના નિમિત્તે એટલે કે સૂતક રહેતું નથી.
એ કોઈના સાથે બંધાયો જ નથી, તમે શેનું સૂતક કાઢો છો? તમારે તો સંબંધ હતો એટલે સૂતક લાગે છે. કોઈક મરી જાય તો કુટુંબી સમજાયું... ત્રણ દિવસ સાત દિવસ એક દિવસ દસ દિવસ જે તે બધા લોકો પોતે રાખતા હોય છે સુતક કાઢવાનું. પછી કેવી રીતે કાઢવાનું? તો કે ક્ષોર કર્મ કરવાનું બધું ટોલિયું કરી નાખવાનું બધું કાઢી નાખવાનું દાઢી, મૂછો,માથાનો વાળ અને પછી શ્રાદ્ધ કર્મ કરવા જવાનું પાછું એનું કે તું છૂટી ગયો હવે અમે પણ તને છોડી દઈએ. આ ભાવ એટલે શ્રાદ્ધ. તારું કલ્યાણ થાવ. દેહથી તો તું મુક્ત થઈ ગયો સંસારથી તો તું મુક્ત થઈ જ ગયો છે પણ અમારો જે તારા સાથેનો અહમતા મમતા સાથેનો જે કંઈ હતો તો તે આજથી અમે પૂરો કરીએ છીએ. તારું કલ્યાણ... આ છે શ્રાદ્ધ વિધિનું મર્મ. એના નિમિત્તે જે કંઈ તમે દાન પુણ્ય પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કંઈ તમે અર્પણ કરો છો તે બધું એ ગ્રહણ કરી લે છે આત્મા.
એનું કારણ કે એને તો આ બધું કશું જોઇતું નથી. તો હું એમ માનું એક આત્માને સોપારી નાગરવેલનું પાન આવું બધું જુએ... આત્માને? શું મજાક છે! પણ એ નિમિત્તે તમે જે કંઈ અર્પણ કરવાની ભાવના કરો છો તમારી અંદર એ વસ્તુ ઉજાગર કરે છે જાગૃતિ લાવે છે એટલા માટે કરવાનું છે. આવશ્યક તમારી લોભવૃત્તિને તોડવા માટે આવશ્યક છે, એની સાથેની મમતાનો તાંતણો છે એ તોડવાને માટે અતિ આવશ્યક છે. માટે કરવાનું જે કરો સમજીને કરો જાણીને કરો સુખી રહેશો. નહીં તો બહુ ઠેબા ખાસો ખૂબ ગોબા પડશે ચારે બાજુથી કારણ કે એમાંય મત મતાંતરો હોય. પેલો કે ત્રીજા દિવસે મૂછો કાઢવાની, પેલો કે સાતમા દિવસે કાઢવાની, પેલો કે કે બધા વાળ કાઢવાના. એક જણ કહે છે કે ના ચોટલી રાખવી જ પડે. પછી એક જણ આવીને કહે છે કે આમ જ કર... અનેક મત મતાંતરો... પાછો દરેક જણ વાંચીને આવે ફલાણા શાસ્ત્રમાં આવું કહ્યું છે, પેલો કે આ શાસ્ત્રમાં આવું કહ્યું છે.
આ સંસાર નક્કી જ ના થઈ શકે પણ ગમે તે હોય નક્કી તમારે કરવું પડશે. પ્રયોગ તમારો થઈ રહ્યો છે. આત્માનો પ્રયોગ જે છે એ તમારી અંદર થઈ રહ્યો છે પ્રયોગસા એટલે કહેવાય છે એને. સમજાય છે? અત્યારે આત્મા પ્રયોગની અંદર પડ્યો છે, તમારા જીવનનો યોગ થઈ રહ્યો છે તેની અંદર, સંસારનો યોગ થઈ રહ્યો છે તેની અંદર, એમાંથી એને કાઢવાનું કેવી રીતે? તો કે આવી રીતે કાઢવાનું એટલે એ પ્રયોગશા છે અત્યારે. પ્રયોગશા, વિશ્રસા અને મિશ્રસા જે જૈન ટર્મિનોલોજીમાં દાદા ભગવાન પૂજ્યશ્રી આપણને સમજાવ્યા કરે છે એ જ બાબત છે. તો સંસાર છે ત્યાં સુધી આ બધું પ્રયોગશા છે આત્માની સ્થિતિ. સંસાર જેવો તમે બંધ કર્યો ને ક્ષણ વાત માટે પણ એટલે તમે આત્મા થઈ ગયા. સંસાર જેવો ચાલુ થયો એટલે પાછા પ્રયોગશા. વળી પાછો બંધ કર્યો બીજે દિવસે એટલે વળી પાછા તમે આત્મા થઈ ગયા.
તો આવું તો ક્યાં સુધી કરશો તમે એકનું એક? જ્ઞાની એવું કહે છે કે હવે તમને આવડી ગયું કેવી રીતે કનેક્ટ કરવું ?કેવી રીતે ડિસકનેક્ટ કરવું?. હવે આમાં બહાર નીકળો. વારે વારે સંસાર સાથે કનેક્ટ થયા કરો છો ? કેમ આવું કરો છો? કંઈ કારણ છે તમારે કંઈ જોઈએ છે? તમને ખબર બી પડી ગઈ કે હવે તો તમે આત્મા છો અને તમારે સંસારમાંથી તો કંઈ જોઈતું નથી જે અસાર છે એવી ખબર ખબર પડી ગઈ. એમાંથી તમે શું સાર કાઢ્યા કરો છો બેઠા બેઠા? તમે ખુદ સાર રૂપ છો. આત્મા જ સાર રૂપ છે આખા સંસારનો સાર કોણ? તો કે આત્મા પોતે. બાકી બધું બેકાર કુડો કરકટ કચરો એની સામે. છતાં પણ ઉપર ઉઠવા માટે તમને કીધું કે આ સંસાર પર દ્રષ્ટિ કેવી રાખવાની? તો કે આ જગત છે તે જ જગદીશ છે. જુઓ તમે... આત્મા એટલે આવો હોય. એક સરસ મજાની વાત મને આવી હતી કે હંમેશા પોતપોતાના લેવલથી માણસ પોતાનો વ્યવહાર કરે.
એક વખતે આઈજી સાહેબે મને મોકલાવ્યું હતું કંઈક આવું બધું તેની અંદર એવું થયું હતું કે કે કોઈ બહુ મહાન ફૂટબોલનો કે બિલિયર્ડનો કે કશાકનો ખેલાડી હતો હમણાં આ રિસેન્ટલી બનેલી બાબત. તો એને બોલાયો ત્યાં આગળ બધા મોટા શેખ આરબ લોકો હતા તે લોકોએ. કુવેતમાં કે દુબઈમાં કોઈ જગ્યાએ. હવે તેને બોલાઈને પછી આ લોકોએ તેનું પ્રદર્શન મેચ જેવું કંઈક કર્યું અને તેને રાખ્યો ત્યાં આગળ બહુ જ માનપાન આપીને સારી રીતે, બહુ સારી રીતે રાખ્યો. તે એ દરમિયાન ભોજન જે સાથે લેતા હતા તે વખતે એને કહેવામાં આવ્યું કે ભાઈ તારી શું ઈચ્છા છે? કે મારે એક કલબ જોવે છે... એટલે એક બહુ નાનકડી વસ્તુ જેને કહેવાય કે પેલો સ્ટીક હોય છે ને તે બિલિયર્ડ ની કે કશાકની... હા તેને ક્લબ કહે છે રાઈટ. તો કે મારે ક્લબ જોવે છે. સરસ મજાની આરફ શેખે સાંભળી લીધી વાત. વાત બરાબર છે કે તારી પછી તો એને માનપાન આપીને બધું પરવારી ગયા પણ પતી ગયું.
ટિકિટ બિકિટ આપી દીધી એટલે પછી આ ભાઈ તો ઉડીને પહોંચી ગયા. આ વાત એ ભૂલી ગયા કે સામાન્ય ભાવે વાતચીત થઈ હતી. એક અઠવાડિયા પછી એમને ત્યાં આગળ એક મોટું પાર્સલ આવ્યું. પાર્સલ એમણે ખોલ્યું કે આ કોણ આટલું મોટું પાર્સલ મોકલાવે છે કે શું છે? તો એ એની અંદરથી શું નીકળ્યું ખબર છે? એક વિશાળ મોટી જમીનનો ભાગ કે જેની ઉપર પૂર્ણપણે આખી ક્લબનું નિર્માણ થઈ ચૂકેલું છે અને તેની અંદર આ પુષ્કળ બધી એમ કે કોર્ટ અલગ અલગ જગ્યાએ જ્યાં તમે બધું આ રમી શકો એવી બધી વ્યવસ્થા કરેલી છે. એવા પ્રકારની એક ક્લબ અને તેના દસ્તાવેજ કરીને તે વ્યક્તિના નામે મોકલી આપી એ ખેલાડીના નામે. પેલાના મનમાં શું હતું? ક્લબ એટલે નાનકડી એક સ્ટીક રમવાની. આરબ શેખના મનમાં શું છે? ક્લબ મીન્સ આને ક્લબ કહેવાય. એને એ ખબર જ નથી કે આ પેલી સ્ટીક છે એ પણ ક્લબ કહેવાય એમ અને કદાચ કહેવાતું પણ હોય તો પણ એને પોતે એવો મહાન ખેલાડી મારી પાસે આવી લાકડી થોડી માંગે!
કેવો ભાવ! અને પછી એમને આપી દીધી આખે આખી ક્લબ. તાત્પર્ય એ છે કે માંગનારો તો કંઈ પણ માંગે પણ આપનારો છે ને એ પોતાના લેવલથી આપશે. અને બધું જ આપનારો પરમાત્મા છે એ તમને શું આપશે? શું માંગ માંગ કરો છો? એ પોતાના લેવલથી તમને આપી રહ્યો છે બધું. તમે તમારું લેવલ અપગ્રેડ કરતા જાવ તમને મળતું જ જશે મળતું જ જશે બધું. ઓટોમેશન પર એણે તો મૂકી દીધું છે કારણ કે ચક્રવર્તીઓનો ચક્રવર્તી રાજાધિરાજ મહારાજ જે કંઈ કો અખિલ બ્રહ્માંડનો નાયક એવો મોટો મહાન આપવા બેઠો છે. શું માંગવું એના પાસે? જો માંગવું હોય ખાલી એક જ વસ્તુ માંગી શકાય: જે તું છે તે હું છું. બસ આ તદ્રુપતા મને આપી દે. એ બી રાજી થઈ જશે... માંગી તો જુઓ એક દિવસ. તો અહીંયા આગળ એવું કીધું કે આવો સન્યાસી જે સંસારમાંથી ન્યાસ લઈ લીધેલો છે એવો પરમાત્મા થઈ ગયેલો, એના નિમિત્તે કોઈએ સૂતક બુતક કરવાનું નહીં.
એ ચાહે ગુરુ હોય તો પણ ચેલાને એનું સૂતક રહેતું નથી. એની આત્મશાંતિ માટે ના તો અગ્નિ કાર્ય એટલે કે ના હવન,ના પિંડ, ના તર્પણ અને ના તો પર્વ પર કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ વગેરેની જરૂર છે. અમે કહી દીધું છે અમારે પાછળ કંઈ નહીં. જે રીતે બળી ગયેલા ને બાળવામાં આવતો નથી... જે રીતે જ્ઞાનાગ્નીમાં એક વખતે ખલાસ થઈ ગયું બધું એનું, હવે તમે એનું શું બાળવા બેસો છો પાછું? બીજું પાકેલાને ફરી પકવવામાં આવતો નથી. કેરી એકવાર પાકી ગઈ હોય પછી એને ઇન્જેક્શન આપો કે હું પકવું છું એટલે ફદીફદી જશે બધું. કે એવી રીતે જ્ઞાનાગ્નીથી બળેલા સન્યાસીને માટે ના તો કોઈ શ્રાદ જરૂરી છે ના તો કોઈ ક્રિયા કર્મ. જ્યાં સુધી સંસારિક મુશ્કેલીઓ છે, જ્યાં સુધી સંસારિક મુશ્કેલીઓ છે ત્યાં સુધી ગુરુની સેવા કરવી જોઈએ. ગુરુની જેમ જ ગુરુ પત્ની અને ગુરુના સંતાનો પ્રત્યે પણ સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.
ગુરુ કુટુંબ એમ એક આખું જે કહો હોય તે... તો ગુરુનું કુટુંબ એટલે શું? ગુરુકુળ એ એનું કુટુંબ છે. તેના સંતાનો એટલે કોણ? બધા જ શિષ્યો એના સંતાનો છે. દેહથી થયેલા અને આ જ્ઞાન દેહથી પ્રગટ થયેલા એવા સંતાનો છે એના. કારણ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિસ્વભાવાત્ કરોમિ યદ્યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ગુરુ છે તે નારાયણ સ્વરૂપ છે એ નારાયણ થઈ ચૂક્યા છે એટલે એમની ખૂબ સેવા કરવી જોઈએ. તો કેવળ ગુરુની નહીં, ગુરુપત્નીની નહી,ગુરુકુળની સેવા કરવાની આખે આખા કોઈ બાકી નહીં. એટલે ગુરુનો શિષ્ય જે હોય તે પણ એનું સંતાન છે હંમેશા યાદ રાખજો. એનું માનસ સંતાન હશે.જ્ઞાન દેહથી પ્રગટાવેલું છે.
એને પણ જ્ઞાન રૂપી બનાવી રહ્યા છે તૈયાર કરી રહ્યા છે. એને હું શુદ્ધ માનસ.શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિષ્ણુ. એ વિષ્ણુ હું જ છું. એ જ વિષ્ણુ હું જ છું. આ રીતનું જ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી જ્ઞાન ના અનુભવથી જ્ઞેય એટલે પરમાત્માના હૃદયમાં સારી રીતે પ્રતિષ્ઠિત થઈ જવાથી જ્યારે દેહને શાંતિ પદની પ્રાપ્તિ થઈ જાય ત્યારે સાધક મન બુદ્ધિથી શૂન્ય થઈને ચૈતન્ય રૂપ બની જાય છે. આપણો છેલ્લા ત્રણ દિવસનો અનુભવ છે. ક્લાસ પૂરો થઈ ગયા પછી બધાએ આમ અમનસ્ક જેવા થઈ જઈએ છીએ, ખાસો બધો ટાઈમ સુધી આવી સ્થિતિ રહે છે. આ આવે કારણ કે એનું ફળ આ જ છે અને પછી એ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે વધતું જાય અને પછી શું થઈ જાય તો કે ચૈતન્ય રૂપ બની જાય છે. અમૃતનું પાન કરી લીધા પછી દૂધનું શું પ્રયોજન છે? આઈસ્ક્રીમ ખાધા પછી ઉપર કોકોલા ના પીવાય. એ જ રીતે પોતાના સ્વયંનું જ્ઞાન આત્મજ્ઞાન મેળવી લીધા પછી વેદથી શું પ્રયોજન છે?
આજકાલ તો લોકો એવું કરે છે ગુરુ પાસે જાય અને કે લો ફલાણા વેદની ચોપડી મારી પાસે આવી છે કે છે... અલ્યા પેલો સ્વયં વેદ રૂપ બની ગયો છે હવે તું એને કઈ ચોપડી પકડાવે છે ભાઈ! તું તારી બુદ્ધિથી ? વિવેક હોવું જોઈએ એને માગ્યું નથી. તમે શું લઈને દોડધામ કરો છો અને લઈ જાવ છો તો શું લઈ જાવ છો? તમારે જે એને આપવાનું છે તે શું છે? એને સમજો. તમારી અણસમજણ, તમારું અજ્ઞાન અને તમારો અહંકાર રૂપી સમવિધા લઈને તમારે ગુરુ પાસે જવાનું અને કહેવાનું કે પ્લીઝ આ બધું એક્સેપ્ટ કરજો. મને જ્ઞાન આપો. મને જ્ઞાન આપો. ગુરુ પાસે આ બધું લઈને જવાનું નહીં આવી રીતના સ્વયં સાક્ષાત નારાયણ સ્વરૂપ બનીને બેઠેલો ગુરુ હોય એને પાસે જઈને તમે આવું કરો. ગુરુ કેવા હોય? સહજ ક્ષમા મૂર્તિ. સહજ ક્ષમા. એ જુએ આ નાદાન છે બાળક છે એની ભૂલ થઈ રહી છે હજુ... એની ભૂલ થઈ રહી છે વાંધો નથી.
એક દિવસ એ પણ સમજશે કારણ કે એનું સંતાન છે. જો એને એક્સેપ્ટ કરી લેશે એ ઘડીએ... તો એને એક્સેપ્ટ કરી લેશે. તું મારા શરણે આયો કંઈ પણ લઈને આયો ને ભલે ચોપડી લઈને આવ્યો, એ કહેશે મૂકી દે બાજુ અહીં આગળ. કોક દાડો જરૂર પડશે ત્યારે એ જ ચોપડી કોકને આપશે અને કહેશે કે તું આ આ વાંચી લેજે કે આ આની અંદર આ ચેપ્ટરના ફલાણા પાના ઉપર આ લીટી ઉપર આવું બધું લખેલું છે એ બધું જરા સમજી જજે કે તું વખતે કામ લાગશે... કે પછી પાસે પાછી રાખશે નહીં એની સંપત્તિ નથી, માલિકી નથી, ભાવ એનો મિલકત છે એવી રીતે એની કોઈ વર્તના બી નથી એ બાબત પ્રત્યે. બસ એ આપતો રહેશે બધાને સમયે સમયે કોકને કોકને કંઈક કોકને કંઈક કોકને કંઈક આપ્યા કરે.સાક્ષાત નારાયણ. જ્ઞાનામૃતથી તૃપ્ત યોગી માટે કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. છેલ્લો શ્વાસ લેવાની એની ઈચ્છા હોતી નથી, લઉં કે ના લઉં એવી કોઈ દુવિધા પણ હોતી નથી.
સમજાય છે? જીવવું છે એવું બી નથી, જીવ્યા જ કરવું પડે છે એવું બી નથી, મરી જવું છે એવું બી નથી. એ તો આ બધાથી પર થઈ ગયો છે કારણ કે અમર છે, શાશ્વત છે, સનાતન છે અને વ્યાપક છે. એ જેટલો અહીં છે એટલો જ એ ત્યાં પણ છે અને જેટલો ત્યાં છે એટલો જ બધે જ છે. એટલે કીધું અત્ર તત્ર સર્વત્ર હું છું. અગર કોઈ કર્તવ્ય બાકી રહી જાય છે તો એનો મતલબ એ છે કે તત્વવિદ હજુ થયો જ નથી... એને તત્વને પામ્યો જ નથી, એને ખબર જ નથી કે તત્વ શું ચીજ છે. કારણ કે જેવું તમે તત્વની અંદર પ્રવેશ કરો પામી જાઓ એટલે બધા જ કર્તવ્યો તમને કર્તવ્ય મુક્ત બનાવી દે છે. એ એવી રીતે કે નોકરી કરવાના છેલ્લા દિવસે ૬૦ વર્ષ જેવા તમારા પૂરા થાય અને એ મહિનો કે જે કંઈ હોય તેના છેલ્લા દિવસે જે તે તમારી સંસ્થા હોય છે તે તમને શું કરે છે? કર્તવ્ય મુક્ત બનાવી દે છે.
હાથમાં એક કાગળ આપી દે છે કે આજથી તમે કર્તવ્ય મુક્ત છે, કાલથી તમારે આવવાનું નહીં. જરૂરત રહેતી નથી તમારી. સેવાઓની કદર કરવામાં આવે છે અને હવે તમને કર્તવ્ય મુક્ત કરી દેવામાં આવે છે... સેવાઓ આપી તે બદલ આભાર અને અભિનંદન... આજ તો હોય છે રાઈટ. કર્તવ્ય મુક્ત કરી દે એટલે જે તત્વવિધ થયો તે ક્ષણે તતક્ષણ સંસાર મુક્ત થઈ જાય છે, કર્તવ્ય મુક્ત થઈ જાય છે અને દેહની આસક્તિ, મનની આસક્તિ, બધાથી મુક્ત થઈ જાય છે. આ એક સાથે બનતી ઘટના છે: તત્વમાં પ્રવેશ, બ્રહ્મમાં સ્થિતિ અને સંસાર મુક્તિ. જીવન મુક્તિ... એક સાથે બનનારી ઘટના. અને કેવી? વીજળીના ઝબકારે. જેવું આ ક્ષણે જ્ઞાન થયું તરત પૂરું પ્રોગ્રામ તમારો પતી ગયો. રિવર્સ એને જોજો કે જેવો બલ્બ ફ્યુઝ થઈ જાય અને અંધારું થઈ જાય છે એ જ રીતે સંસારમાં એ પછી ત્યાંથી જતો રહે છે એ સંસાર માટે ફ્યુઝ થઈ જાય છે.
હવે એને લાઈને પાછો ગમે તેટલો લગાડશો કેટલો બી પાવર આપશો...એની પાછળ ગમે તેટલા ઘોડા જોડશો કે કેટલો બી ચવનપ્રાસ ખવડાવશો એ સંસાર માટે નકામો છે એને હવે સંસાર કામ લાગશે નહીં. સંસારમાંથી મુક્ત થઈ ગયો ઉખડી ગયો બહાર આવી ગયો. પાકી ગયેલા મૂળાને પાછો ફરી તમે જમીનમાં રોપતા નથી, કાઢી લીધેલા બટાકા કંદમૂળ જે હોય છે તેને જમીનમાં ફરી તમે ગાડતા નથી. સંસાર મુક્તિ... હૃદયને નિર્મળ કરીને પોતાને હું અનામય બ્રહ્મ છું. હું અનામય બ્રહ્મ છું. હું અનામય બ્રહ્મ છું. હું અનામય બ્રહ્મ છું. હું અનામય બ્રહ્મ છું. ૐ. એવું ચિંતન કરીને હું સર્વ કાંઈ છું એવું વિચારવાને જોવાથી પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય છે. જેવી રીતે જળમાં જળ, દૂધમાં દૂધ અને ઘીમાં ઘી નાખી દેવાથી એ બધું એકરૂપ બની જાય છે એવી રીતે જીવાત્મા અને પરમાત્મા બંને મળીને અવિશેષ અર્થાત અભિન્ન એક બની જાય છે.
જ્યારે જ્ઞાન દ્વારા દેહમાં રહેલ અભિમાન નષ્ટ થઈ જાય છે તેમજ બુદ્ધિ અખંડ આકાર બની જાય છે. બુદ્ધિ જે પરમાત્માનો આકાર છે તે આકારની બુદ્ધિ બની જાય છે ત્યારે વિદ્વાન પુરુષ... સામાન્ય રીતે બુદ્ધિનું કાર્ય શું છે? આનાથી આને, આનાથી આને, આનાથી આને, બધાને બધું અલગ અલગ જ કર્યા કરે એ બુદ્ધિ. એ બુદ્ધિના ફંક્શન સંસારની અંદર આવા ચાલતા હોય. સાત્વિક નિર્મળ બુદ્ધિ તમને એકતા કરાવવા તરફ લઈ જાય ધીરે ધીરે ધીરે કરીને કારણ કે છેવટે તો સત્વ બી ઉડી જશે. સત્વ, રજસ અને તમસ જે છે તે અને શુદ્ધ સત્વશીલતા પરિણમશે ત્યાં આગળ. એની જગ્યાએ શુદ્ધ સત્વ... એ પ્રજ્ઞા એ ઋતમ ભરા એ કાર્યકારણનું જ્ઞાન છે કે આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું કેવી રીતે ચાલે છે શું થયું. એ આ આ ઉપનિષદ નો આજ સવારથી જે આપણે કરી રહ્યા છીએ વિષય વસ્તુ જે છે તે. શુદ્ધ સત્વશીલતા આજે તમને આ એક ઉપનિષદ મારફતે પ્રાપ્ત થઈ રહી છે.
બુદ્ધિ જ્યારે અખંડાકાર બની જાય છે ત્યારે વિદ્વાન પુરુષ બ્રહ્મજ્ઞાન રૂપી અગ્નિથી કર્મ બંધનોને ભસ્મ કરી નાખે છે. ખતમ થઈ ગયા બધા કર્મો. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવચ આગતા સુખ સમૃદ્ધિ... સુખ અને સમૃદ્ધિ કઈ? પરમાત્માની દૈવી સંપદા. સુખ દમ... સ્થિરોભવ સ્થિરોભવ મમ હૃદયે સ્થિરોભવ... આ ભાવ બધા કર્મ બંધનોથી હંમેશ માટે સંપૂર્ણ મુક્તિ. કાયમી રિટાયર્ડ થવાનો આનંદ હોય છે ભાઈ. ત્યાર પછી એ વિમલ નિર્મળ વસ્ત્ર સમાન પવિત્ર અને અદ્વૈત રૂપ પરમેશ્વરને મેળવીને એવી રીતે પોતાના આત્મરૂપ સત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે કે જે રીતે જળ બીજા જળમાં મળી જાય છે બધું એકરૂપ થઈ જાય. આત્મા આકાશની જેમ સૂક્ષ્મ અને વાયુ સમાન ન દેખણનારો છે. વાયુને જેમ જોઈ શકતા નથી આકાશને જેમ જોઈ શકતા નથી તેમ આત્માને જોઈ શકાતો નથી. આ બેનું કામ નહીં આત્માને જોવાનું...
કામ કોનું કામ? ફક્ત આત્માનો. એ બાહ્ય અને અંદરથી પણ કેવો છે? નિશ્ચલ છે. નિશ્ચલ એટલે ચલાયમાન થાય નહીં તેવો. આ શરીરનો જો અભ્યાસ કરશો તો અનુભવ આવશે કે બધું જ ચાલી રહ્યું છે, એક જ એવું કંઈક છે કે જે નિશ્ચલ છે. તો તમારી અંદર એ નિશ્ચલ તત્વને શોધી કાઢો આત્મા મળી જશે અહીં અત્યારે જ. એને માત્ર જ્ઞાન રૂપી ઉલ્કા એટલે કે વિદ્યુત કે મશાલથી જ જોઈ શકાય છે. તો આત્માને જોવા માટે જાણવા માટે જ્ઞાનની જ આવશ્યકતા છે આપણને. હવે કે છે જ્ઞાની ગમે ત્યાં અને ગમે તે રીતે મૃત્યુને મેળવે એ દરેક સ્થિતિમાં બ્રહ્મમાં જ લય થઈ જાય છે. ક્યાંથી પણ એ ભલે નીકળે પણ પહોંચશે પેસસે ક્યાં? તો કે પરબ્રહ્મની અંદર જ એનો લય થઈ જવાનો છે. એનું એકમાત્ર એડ્રેસ જ એ છે. અહીંથી છૂટ્યો એટલે ત્યાં જમા... બસ વાર્તા પૂરી. કારણ કે આકાશ ની જેમ બ્રહ્મ પણ સર્વવ્યાપી છે.
જે રીતે ઘટાકાશ ઘડામાંનું આકાશ... આકાશ ઘડો ફૂટી જવાથી બે એકરૂપ થઈ જાય છે... આ આકાશ પેલા આકાશની સાથે મળી જાય છે... ઓલરેડી મળેલું જ હતું ભાઈ. એવી રીતે યોગી પોતાને તત્વતઃ જાણી લે છે. આજે અભિન્નતા છે ને પરમાત્મા ...ભગવાન... ભગવાન... એ ભગવાન ને તું બે એક જ છે એવો અનુભવ આવી જાય છે. પછી એ ભિન્નતા રહી શકતી જ નથી અને એકતા થઈ ગયા પછી એને કોઈ બીજો ભિન્ન કરી શકતો જ નથી કોઈ કાળે શક્ય નથી. આકાશની અંદર તમે ગમે તેટલી તલવાર વીજા કરશો કોઈ એની સ્લાઈસો પડશે નહીં. સમજાયું? પેલું એક વાત હતી... બુદ્ધે માર્યા પાણી જુદા કેમ પડશે... જવા દો હજી નવકા કિનારે કિનારે. એક સરસ ભજન હતું એવું કંઈક તેમાં એવું કહ્યું કહે છે કે પાણીમાં આમ નદીમાં વહેતું પાણી હોય તેની અંદર તમે આમ લાકડું માર માર કર્યા કરો વચ્ચે તો એનાથી પાણી છૂટું પડે ખરું?
એને પાણીની સ્લાઈસો પડે? ના પડે. એવી રીતે આત્મા અને પરમાત્મા જે અભિન્ન છે એક નદીમાં જેમ વહેતું હોય એવી જ રીતનું છે એને તમે લાકડી માર માર કરીને ગમે તે કોઈ રીતે પણ તમે એને છૂટા પાડી શકવાના નથી. તો છૂટા પડ્યા છે એવું જણાય છે તે શું છે? તો કે ભ્રાંતિ છે. એ જ અજ્ઞાન છે. બસ એને દૂર કરી દો અજ્ઞાનને ડીસેબલ કર દો જ્ઞાનને એબલ કરી દો... બસ પતી ગયું. આ જ્ઞાન છે કે પરમાત્મા અને હું અભિન્ન છીએ અને આ અજ્ઞાન છે કે તું પરમાત્મા છે અને હું જીવાત્મા છું. એ અજ્ઞાન છે એને ડીસેબલ કર દો પછીનો પ્રોગ્રામ પ્રોપર રન થવા માંડશે. એટલે યોગી જ્યારે પોતાને તત્વતઃ... તત્વતઃ નો અર્થ એવો થાય છે કે તત્વ રૂપે તું અને હું બંને એક જ છીએ કે આપણે બે એક જ છીએ કે તત્વરૂપ એક જ છે એમાં તું અને હું હોતા નથી એના જેવી વાત છે. તો એ તત્વતઃ જાણે લે છે એ બધી બાજુથી નિરાલંબ અને જ્ઞાન લોક સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે.
જ્ઞાન લોક જોયું... હવે જ્ઞાન લોક ક્યાં આવ્યો? ન્યુજર્સીમાં સિલિકોન વેલીમાં? ના જ્ઞાન લોક એટલે જે જ્ઞાન છે તેને એક લોકની ઉપમા આપી તમારે ત્યાં પહોંચવાનું જ્ઞાનને. આ બહુ સૂક્ષ્મ વાત છે એ એટલે કોઈ ફિઝિકલ લોકેશનની વાત નથી. ગૂગલમાં નહીં મળે ભલે તમારું પેલું લોકેશન તમે રાખ્યું હશે ઓપન તો પણ નહીં બતાવી શકે. એના માટે તો તમારે ગુરુ પાસે જ્ઞાની પાસે જવું જ પડશે અને તે પણ કેવો બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી જે તત્વને જાણી ગયો હોય એના પાસે જવું પડે. મજાક છે! જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન લોક સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અગર કોઈ એક પગ પર ખડા ઊભા રહીને ૧૦૦૦ વર્ષ સુધી તપ કરે (અત્યારે તો અડધી મિનિટ નથી ઊભા રહેવાતું) સીધા તો પણ એ ધ્યાન યોગની ૧૬ કલાઓમાંથી એકની પણ બરાબરી કરી શકતો નથી. કેટલા જન્મ જોઈશે બોલો! પહેલા તો પ્રેક્ટિસ કરવાની એક પગે ઉભા રહેવાનું બરાબર આપણે ...
એટલે કેટલું બધું કરતાં અડધો કલાકે પહોચાડશે. હવે જો આ સ્થિતિ હોય તો કેટલી પ્રેક્ટિસ થશે અને કેટલા જન્મ થશે ત્યારે ૧૦૦૦ વર્ષ સુધી આપણે એવી રીતે ઊભા રહી શકીએ તો પણ પાછું ધ્યાન યોગની ૧૬ કલાઓમાંથી એકની પણ બરોબરી તો થતી જ નથી. જ્ઞાન અને જ્ઞેય અગર કોઈ પૂર્ણ રૂપે જાણવા ઈચ્છે તો હજાર વર્ષના આયુષ્ય સુધી શાસ્ત્ર અધ્યયન કરવા છતાં પણ એનો પાર પામી શકતા નથી. તમે નસીબદારો તમારી જાતને કહો કે હું ધન્ય છું.ધન્ય છું. મનુષ્ય જાણવું જોઈએ કે માત્ર અક્ષર બ્રહ્મ જ સત્ય છે. ક્યારે ક્ષર નહીં થનારો તે અક્ષર... એને ટીબી થાય જ નહીં એટલા માટે પણ એને અક્ષર કહેવામાં આવે છે. મનુષ્યનું જીવ ચંચળ છે એટલા માટે શાસ્ત્ર જાળને છોડીને જે સત્ય છે તેની જ ઉપાસના કરે. સત્યની ઉપાસના કરો... અસત્યો માંહેથી પ્રભુ પદ પરમ સત્યે તું લઈ જા... પ્રભુ જ પરમ સત્ય છે પણ આપણે પ્રભુને કહીએ છીએ કે તું મને પરમ સત્ય લઈ જા.
પ્રભુ સ્વયં પરમ સત્ય છે ભાઈ સમજી જા પછી ત્યાં પહોંચ્યા પછી તારે ક્યાં જવાનું રહ્યું? શું ગાગા કરે છે કે જરા વિચાર તો કર. ઘણા બધા ભજનો આવા જ હોય... ચાલતું હોય પણ ભક્તિ છે ભાવ પેદા કરી આપે તમને.અને ભાવ ખોટો નથી હોતો જો એને પ્રોપર એનો ઉપયોગ કરવામાં આવે તો કારણ કે શું કહે છે ખબર છે? ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મલે. શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલે મળે... સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં...સુચરણોમાં. માટે મનુષ્ય જાણવું જોઈએ કે માત્ર અક્ષર બ્રહ્મ જ સત્ય છે. મનુષ્યનું જીવન ચંચળ છે ક્ષણજીવી છે, કઈ ક્ષણે એનો અંત આવવાનો છે કશું નક્કી નથી. પાછળ પેલો પડ્યો છે યમ દેવતા કાળ દેવતા. ક્ષણે ક્ષણે કાળ નજીક ને નજીક આવતો જાય છે... એક શ્વાસ બીજો શ્વાસ એક શ્વાસ બીજો શ્વાસ... કાળ દેવતા નજીક ને નજીક આવતો જાય છે શું આપણે પરબ્રહ્મની નજીક જઈએ છીએ દરેક શ્વાસે?
તો કદાચ બચી જઈશું. એટલા માટે શાસ્ત્ર જાણીને છોડીને જે સત્ય છે તેની ઉપાસના જ કરે... આવું ઋષિ આપણને અહીંયા એડવાઇસ કરે છે સલાહ આપી છે એમની કે જો તમારે બચવું જ હોય તો આ એકમાત્ર રસ્તો છે ભાઈ. પરબ્રહ્મના નામનો તમે જો એસબેસ્ટો સૂટ પહેરી લેશો તો તમે આ સંસાર રૂપી અગ્નિમાંથી આર પાર નીકળી જઈ શકશો. જુદા જુદા કર્મ સૌચ જપ યજ્ઞ તીર્થયાત્રા વગેરેની સાર્થકતા છે ત્યાં સુધી એની લિમિટ છે કે જ્યાં સુધી તત્વની પ્રાપ્તિ થાય નહીં. એને છોડી નથી દેવાના કીધા ઋષિએ આપણને બહુ સાચી વાત કરી દીધી છે અહીંયા આગળ કે દરેકનો પણ ઉપયોગ છે સાવ એને એમ કરીને તમે ડિસ્કાર્ડ ન કરી દઈ શકો. તમારે ક્યાં સુધી આ બધાની સાર્થકતા છે અહીંયા ડીફાઇન કરી દીધું છે? જ્યાં સુધી તત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમારા માટે પણ આ બધાની આવશ્યકતા છે. જુદા જુદા કર્મ કાંડ જે કરી રહીએ છીએ તે...
સૌચ, જપ, યજ્ઞ અને તીર્થયાત્રા. અહમ બ્રહ્મેતી નિયતમ મોક્ષ હેતુ મહાત્મનામ... હું બ્રહ્મ છું આજ ભાવ સૌ મહાપુરુષોના મોક્ષનો આધાર છે. બંધન અને મોક્ષના કારણ રૂપ આ બે જ પદ છે: આ મારું છે એ બંધન છે આ મારું નથી મુક્તિ. આ મારું નથી પરમાત્મા હું છું બેમાં ફરક છે... તે હું છું આ હું નથી એમ એને સ્પષ્ટ સમજી જવાનું. મારું છે એ ભાવ બંધનમાં નાખે અને મારું નથી એ ભાવ મોક્ષ પ્રદાન કરે છે. જ્યારે મન ઉન્મની અવસ્થા ભાવને પ્રાપ્ત થઈ જાય છે... મનથી પણ ઉપર જાય એટલે મન ઉર્ધ્વમાં જવાનું શરૂ કરે. સામાન્ય રીતે મન શું છે? એ પેલો કાગડો જેમ જોજો કરતો હોય ને કીડા મકોડા ક્યાં મળશે શું છે એવી રીતના એ એવું મન હોય આપણું સંસારની અંદર ક્યાંથી ફાયદો લઈ લઉં મને નુકસાન જવું જ ના જોઈએ. એટલે દરેકથી એને લવ લવ લવ લવ ચાલતું હોય એવું મન હોય એમાંથી પહેલાને એમ થાય કે આ મારું નથી...
બહુ મોટી વાત. ધન્ય થઈ ગયો તું તો. આ સંસાર મારો નથી. ઓર ઉપર ઉઠી ગયો તું તો અને પછી ઉપર ઓર જ્યાદા ઉઠે છે અને આમ ઉપર જોવાનું શરૂ કરે છે પરમાત્મા ભણી કે મારું લક્ષ્ય તો આ છે ત્યારે આમ અવાક પણે આમ જોયા કરે છે પરમાત્માની સામે... તે સ્થિતિને ઉનમની કહેવાય. આમ માં અવતાર બાબાજીને જોઈ લો ઉનમનીમાં હોય સદાય. મહાન મહાન સંત તો બધા ઋષિ મુનિઓ બધા શું કરે? તો કે ઉન્મની કરે. બે આમ ઉપર ઉર્ધ્વ દ્રષ્ટિ..... ઉન્મની જ્યારે આવી ઉન્મની તમને પ્રાપ્ત થાય છે ત્યારે શું થાય છે? તો કે દ્વૈત ભાવ સમાપ્ત થઈ જાય છે તમે પરમાત્મા સાથે એકરૂપ થઈ જાવ છો.એક થઈ જાવ છો.ઉન્મનીનું પરિણામ ફળ આવી જાય છે તરત. જ્યારે ઉન્મની ભાવ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે પરમ પદ પ્રાપ્ત થઈ જાય છે. એ અવસ્થામાં ઉન્મની અવસ્થામાં જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં પરમપદ છે.
જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે સદગુરુ રૂપ તારું.... જ્યાં જ્યાં મુકું મસ્તક હું ગુરુ હે,ત્યાં ત્યાં પદદ્વન્દ્વ તારા જ સોહે.... ગુરુદેવ દત્ત... ત્યાં ત્યાં પરમ પદ છે. આવા પરબ્રહ્મ અહીં ત્યાં સર્વત્ર રહેલા છે પરંતુ જે વ્યક્તિ એ જાણતો નથી કે હું બ્રહ્મ છું એની મુક્તિ એ રીતે નથી થતી. એના મુક્તિના પ્રયત્નો નિષ્ફળ જાય છે. એને જાણવું જ પડશે કે હું જ બ્રહ્મ છું. જેમ કોઈ આકાશમાં મુઠ્ઠીનો પ્રહાર કરે અથવા ભૂખ્યો માણસ ભાત મેળવવા માટે ભૂસાને કૂટે... ભૂસાને કૂટવાથી ભાત બનતો નથી.
❧ ❧ ❧
|| ફળ-શ્રુતિ ||
આ ઉપનિષદની ફળશ્રુતિ શું? જે આ ઉપનિષદ નો પાઠ કરે છે નિત્ય પાઠ કરે છે... પાઠ હંમેશા નિત્ય કરવાની વસ્તુ હોય છે વારંવાર કરવું જોઈએ દિવસમાં કેટલી પણ વાર ચાહો તો કરી શકાય એવી વસ્તુ. ઇનફેક્ટ એક વખત શરૂ થાય ને પરમાત્માનું પછી છે ને એ બંધ કરવું બહુ અઘરું છે ભાઈ. એસી લાગી લગન એસી લાગી લગન. એ અગ્નિ સમાન,વાયુ સમાન, આદિત્ય સમાન, બ્રહ્મા સમાન, વિષ્ણુ સમાન, રુદ્ર સમાન પવિત્ર બની જાય છે ઉપનિષદનો પાઠ કરવા માત્રથી. આટલા પવિત્ર થવાય એ બધા તીર્થોમાં સ્નાન કરેલા સમાન થાય છે. સકળ તીર્થ ગુરુજી... ગુરુ કોણ? પરબ્રહ્મ... ગુરુદેવ દત્ત... ધન્ય છું. એ સમસ્ત વેદોનો જ્ઞાતા થાય છે બધા વેદ એને આવડી ગયા વાંચ વાંચ કરવાની જરૂર નહીં ચોપડા લાઈ લાઈને. એમનેમ જ આવડશે કારણ કે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ બધું એને અનુભવમાં આવી રહ્યું છે.
સમજાય છે? લોકો વાંચી વાંચીને તૈયાર થાય છે અને અહીંયા બુદ્ધિની અંદર બધું બહુ જ જાત જાતનું થાય છે પછી અનેક ભ્રમ પેદા થઈ જાય છે. જ્યારે આ વેદનો જ્ઞાતા થઈ જાય છે અને વેદમાં જે કહેલું છે તે બધું એને અનુભવમાં આવવા માંડ્યું છે એટલે એને વાંચવાની જરૂરત રહેતી નથી. આટલું કરી નાખ્યું પૂરું થઈ ગયું કામ. સમસ્ત વેદોમાં વર્ણિત વ્રતોનું પાલન કરનારો થાય છે. બધા વ્રતોનું પાલન થઈ ગયું એનાથી કોઈ વ્રત બાકી રહેતું નથી. બ્રહ્મચર્ય વ્રત લો કે અસ્તેય વ્રત લો કે કોઈપણ વ્રત લો બધું જ આની અંદર સમર્પિત થઈ ગયું છે સંપૂર્ણ. સંપૂર્ણતા આવી ગઈ એને. ઇતિહાસ અને પુરાણ વગેરેના અધ્યયનનું એક લાખ રુદ્ર મંત્રના જપનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦૦૦૦ પ્રણવ નામના જપનું ફળ મળે છે. આ ૧૬ માત્રાઓ વાળો જે સામે જે બ્રહ્મ સ્વરૂપ એવો જે પ્રણવ ઓમકાર છે તેની વાત કરે એના દસ હજાર એક વખત વાંચો દસ હજાર એનું ફળ એને એટલું એને પ્રાપ્ત થઈ જાય.
એના પહેલાની દસ અને પાછળની દસ પેઢીઓ પવિત્ર થઈ જાય. પિતૃ ઋણ માંથી તો મારી મુક્તિ થઈ જાય ઉપનિષદ વાંચો છો ઋષિઓ વચ્ચેનો સંવાદ છે બે ઋષિઓનો... તમે ઋષિના ઋણમાંથી પણ મુક્ત થઈ જાવ છો. આ આત્મા અને પરમાત્મા વિશેની વાત સાંભળવા માટે તરફડીયા મારતા તમામ દેવી દેવતાઓ અહીં મોજુદ થઈ ગયા હોય છે જ્યારે તમે આ કરો છો. તમારા પાઠ કરવા માત્રથી કે બધા દેવો એટલા બધા પ્રસન્ન થઈ જાય છે તમે દેવ ઋણ માંથી પણ મુક્ત થઈ જાવ છો. એની સાથે બેસનારા પણ પવિત્ર થઈ જાય છે. ઘડીક બેસવા આવું તમારે ત્યાં એવા લોકો હોય છે ને ત્યાં આગળ કુસંગ કુથલી થાય... અહીંયા આગળ શું થાય? ઘડીક બેસવા આવ્યો હોય. પરમાત્મા અંદર પ્રગટી ચૂકેલો છે એની પાસે પેલો આવીને બેસું કે છે એની કેટલી બધી પ્રગતિ થઈ જાય તેને ખબર ના હોય કે થઈ શું રહ્યું છે. અનાયાસે તમે લોકોના અપલિફ્ટર બની જાવ જ્યારે તમે આનું અધ્યયન કરો.
આવી રીતે અધ્યયન કરો એટલે સાથે બેસનારાઓને પવિત્ર બનાવે છે. હું પરમાત્માની સાથે બેસું છું ઉપનિષદની અંદર... ઉપનિષદ નો અર્થ પણ એ જ છે એટલે પવિત્ર થઈ ગયા. હવે આપણી જોડે જે આવીને બેઠો તે પણ પવિત્ર થઈ ગયો એ મહાન થાય છે. એ બ્રહ્મ હત્યા સુરાપાન સોનાની ચોરી ગુરુ પત્ની ગમન તેમજ એવા મહાપાપ કરનારાઓની સોબતથી ઉત્પન્ન થતા પાપોથી મુક્ત થઈને પવિત્ર બની જાય છે. ઢાંક્યા કરમની ખબર નથી કોનાથી ક્યારેક કયા કાળમાં આ બધા... કારણ કે કોટિ જન્મો ઓલરેડી થઈ ચૂક્યા છે બધાના અને એમાં ક્યારે આપણે શું કરીને આવ્યા છે આપણે જાણતા નથી. આપણે એ બધું જાણવું પણ નથી પ્લીઝ. કેવળ પરમાત્માને જાણી લો... કેવળ પરમાત્મા... તો તમે મુક્ત અને પવિત્ર બની જાઓ. ❧ ❧ ❧
|| ઉપસંહાર — જ્ઞાનીની સ્થિતિ ||
જ્ઞાનીજન વિશ્વવ્યાપી ભગવાન વિષ્ણુના પરમ પદને દેવલોકમાં વ્યાપ્ત એવા દિવ્ય પ્રકાશની જેમ જુએ છે. એ આળસ પ્રમાદથી રહિત હંમેશા શ્રેષ્ઠ કર્મ કરનાર સાધક વિષ્ણુ એટલે કે અંતર્યામી પરમેશ્વર જે અંદર છે તે પરમ પદને પ્રાપ્ત કરી લે છે. આ સત્ય છે એવું આ ઉપનિષદ રહસ્ય વિદ્યા કહે છે. ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ૐ શાંતિ શાંતિ શાંતિ. ૐ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.