ઉપનિષદ સિરીઝ · વિડિયો ૨૭
વિડિયો ૨૭
આ ઉપનિષદ જે છે તે જાબાલ્ય ઉપનિષદ કહેવાય છે. એ ઉપનિષદ સામવેદ સાથે સંબંધિત છે. એમાં ૨૩ મંત્રો છે. આની અંદર પીપલાદ પુત્ર કૈપલાદી અને ભગવાન જાબાલીના પરમ તત્વ વિષય પર પ્રશ્નોત્તર છે, જે આપણા માટે મહત્વના છે.
તો મુખ્ય પ્રશ્ન છે: "તત્વ શું છે? જીવ કોણ છે? પશુ કોણ છે? ઈશ કોણ છે? અને મોક્ષ મેળવવાનો ઉપાય શું છે?" આ બધા પ્રશ્નોના ઉત્તર ક્રમશઃ જાબાલી મુનિએ આપ્યા છે. અંતમાં ઉપનિષદ પ્રતિપાદ જ્ઞાનની મહિમાનું વર્ણન કરતાં પ્રશ્નોત્તરીને વિરામ આપવામાં આવ્યો છે. એ વિરામની અંદર આપણે પ્રશ્નોત્તરી થયાથી જે ઉત્તરો પ્રાપ્ત થયા હોય તેમાં રહેલા જ્ઞાનને આપણે શોષી લેવાનું.
અહીં પ્રશ્ન પૂછે છે: "અથ એનં ભગવન્તં જાબાલિં પૈપ્પલાદિઃ પપ્રચ્છ ભગવન્ બ્રૂહિ પરતત્વરહસ્યં કિં તત્વં કો જીવઃ કઃ પશુઃ ક ઈશઃ કો મોક્ષ ઉપાય ઈતિ." એટલે, "હે ભગવાન, મારા માટે પરમ તત્વનું રહસ્યનું વર્ણન કરો. તત્વ શું છે? જીવ કોણ છે? પશુ કોણ છે? ઈશ કોણ છે? મોક્ષ મેળવવાનો ઉપાય શું છે?" આ પ્રશ્નો આપણા બધાના છે.
મહર્ષિ જાબાલીએ કહ્યું, "તમે ઘણો જ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. જે હું જાણું છું તે બધું જ આપને નિવેદન કરું છું." જે જાબાલી કહે છે તે દિવ્યાંગ પણ કહે છે કે જાબાલીએ જે આપણને જ્ઞાન આપ્યું છે તે બધું તમને કહું છું.
પીપલાદીએ પૂછ્યું કે, "આ બધું આપને ક્યાંથી પ્રાપ્ત થયું?" આશ્ચર્ય પામે છે.
જાબાલીએ કહ્યું, "સડાનંદ દ્વારા જાણવા મળ્યું."
પીપલાદીએ પૂછ્યું કે, "એમને કોણે જ્ઞાન આપ્યું?"
ત્યારે કહે છે, "એમને આ જ્ઞાન જે છે તે ઈશાન પાસેથી મળ્યું."
ફરી પૂછ્યું કે, "એમણે એ કેવી રીતે મેળવ્યું?"
જાબાલીએ કહ્યું કે, "ઉપાસના દ્વારા મેળવ્યું." આપણે પણ ઉપાસના દ્વારા જ આ મેળવી શકીએ. અહીં જે આપવામાં આવે છે તે જ્ઞાન વિશેની માહિતી જે જ્ઞાન ઉત્પન્ન કરાવી શકે એટલી બધી પાવરફુલ છે.
"સાંભળવા માત્રથી ભગવાન, મને આ બધું જ રહસ્ય સાથે જ સમજાવો."
ત્યારે ભગવાન એને કહે છે કે, "હું સંપૂર્ણ તત્વ કહું છું. જાતે પશુપતિ જ અહંકાર યુક્ત બનીને સંસારી જીવ થઈ જાય છે." પશુપતિ પરમાત્મા એ જાતે અહંકાર યુક્ત થાય, અહંકારને ગ્રહણ કરે છે અને પછી એ સંસારી જીવ થઈ જાય છે. તો એનું રિવર્સ એન્જિનિયરિંગ શું? અહંકારને ત્યાગીને ફરી પરમાત્મા થઈ શકાય છે. બહુ સહેલો ઉપાય, બહુ અઘરું આપણા માટે, સાવ સહેલું. એ જ પશુ છે. સંસારી જીવ સર્વજ્ઞ અને પંચકૃત્યોથી પૂર્ણ સર્વેશ્વર ઈશ જ પશુપતિ છે. જે સર્વજ્ઞ છે અને પાંચ કૃત્યોથી પૂર્ણ છે એવા સર્વેશ્વર ઈશ જ પશુપતિ છે.
હવે પશુ કોણ છે? ત્યારે કહે છે કે, "જીવને જ પશુ કહેવામાં આવે છે. જીવોના પતિ હોવાના કારણે તેમને પશુપતિ કહેવામાં આવે છે."
જીવ પશુ કેવી રીતે છે? ત્યારે જવાબ આપે છે કે, "એમના પતિ કેવી રીતે છે?" તો કહે છે કે, "જે રીતે ઘાસનું સેવન કરનાર, વિવેકહીન, કોઈક બીજાનો નોકર, ખેતી વગેરે કાર્યોમાં રોકાયેલો, અનેક પ્રકારના દુઃખોને સહન કરનાર, પોતાના સ્વામીના બંધનમાં બંધાયેલ ગાય વગેરે પશુઓ હોય છે, એવી રીતે આ જીવ પણ ઈશ્વરના બંધનમાં બંધાયેલો છે." ઈશ્વરના બંધનમાં બંધાયેલો છે. હવે ઈશ્વરના બંધનમાંથી મુક્ત થવું જરૂરી છે જો આપણે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય. જેમ એ પશુઓના સ્વામી કોઈ મનુષ્ય હોય છે, એવી રીતે સમસ્ત જીવોના સ્વામી પતિ કોણ છે? તો કે સર્વ ઈશ્વર પશુપતિનાથ હોય છે.
પીપલાદીએ ફરી પૂછ્યું કે, "એ જ્ઞાન કેવી રીતે મેળવી શકાય?"
ત્યારે કહે છે કે, "વિભૂતિ ધારણ દ્વારા એને મેળવી શકાય છે." તો એ જ્ઞાનને ધારણ કરવાની વિધિ શું છે? વિભૂતિને ધારણ કરો એટલે જ્ઞાન ધારણ થાય. તો એને ધારણ કરવાની વિધિ શું છે અને ક્યાં ક્યાં ધારણ કરવી જોઈએ?
ત્યારે ઋષિ જવાબ આપે છે: "ૐ સદ્યો જાતઃ વગેરે પાંચ બ્રહ્મ મંત્રો છે. એ પાંચ બ્રહ્મ મંત્રોથી ભસ્મનો સંગ્રહ કરો." જ્યાં કોઈપણ જગ્યાએથી તમારે ભસ્મ ગ્રહણ કરવાની થાય તો આ પહેલા પાંચ મંત્રો તમારે બ્રહ્મ મંત્રો છે, સદ્યો જાત વગેરે, એને બધાને પહેલા જાણી લેવાના. એ જાણ્યા પછી એ મંત્ર બોલતા બોલતા એ ભસ્મને આપણે ગ્રહણ કરવાની. એક પાત્રની અંદર આપણે ડબ્બાની અંદર રાખી શકાય. પછી એને જ્યારે ધારણ કરવાની હોય ત્યારે એને "અગ્નિ રીતિ ભસ્મ, વાયુમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ" વાળો જે મંત્ર છે તે મંત્ર વડે તેને પહેલા અભિમંત્રિત કરવાની. એમાં થોડું જળ નાખવાનું, અભિમંત્રિત કરવાનું અને માનસ તો મંત્ર જે યજુર્વેદમાં છે તેને ઉઠાવીને પછી તેને જળથી પલાળીને "ત્રાયુષ્યમ" આ મંત્રથી મસ્તક, કપાળ, છાતી અને ખભા પર ધારણ કરો. ત્રણ ત્રાયુષ્ય અને ત્રણ ત્રંબક મંત્રોથી ત્રણ રેખાઓ દરેક જગ્યાએ પહેલી, બીજી અને ત્રીજી આંગળીથી એમ કે કરવાની.
વેદોમાં આ સાંભવ્રત વેદ વાદીઓએ બતાવેલું છે અને તેનું આચરણ કરનાર મુમુક્ષુનો પુનર્જન્મ થતો નથી. આ સંસાર છે તે બધું ભસ્મ રૂપ જ છે એમ કરવાનું. આવી રીતના આમ ગોઠવવાનું, હાથની અંદર લેવાનું અને આ જે મંત્ર છે "અગ્નિ રીતિ ભસ્મ" તેના અંદર થોડુંક જળ હાથમાં લઈ આવી રીતના ગોઠવી અને પછી આપણે આવી રીતના ત્રિપુંડ કરી શકાય મસ્તક ઉપર બધે, બરાબર? અને તે વખતે ભાવ શું હોવો જોઈએ? તો કે, "હું જ્ઞાનને ધારણ કરું છું, હું પરબ્રહ્મને ધારણ કરું છું." આ ચિન્હ નથી. જેમ ધ્વજા જોઈને આપણને ખબર પડે કે ભગવાન મોજુદ છે મંદિરની અંદર, તેવી રીતે જ્યારે તમે ભસ્મ ધારણ વિધિ કરો છો તે વખતે તમે જ્ઞાન ધારણ કરો છો, તમે પરબ્રહ્મને ધારણ કરી રહ્યા છો. એ ભાવ અહીંયા આગળ બહુ મુખ્ય છે, અગત્યનો છે. તે વખતે ભસ્મનું ત્રિપુંડ વગેરે કંઈ દેખાય કે ન પણ દેખાય કોઈને, જરૂરી નથી.
એટલે ભાવથી પૂજા કરો. શિવ માનસ પૂજા જેમ કરીએ છીએ ને, "રત્ને કલ્પિત માસનમ હિમજે" એવી રીતે આને પણ કરવા. અહીં જે આ મંત્રોના સંક્ષિપ્ત અર્થ આપેલા છે, એ બધા મંત્રો યજુર્વેદમાં છે. એટલે આ બાકીના
મંત્ર જે છે સદ્યો જાતે પાંચ મંત્ર: "ૐ સદ્યો જાતમ પ્રપદ્યામી સદ્યા જાતાય નમો નમઃ ભવે ભવે નાતી ભવે ભવસ્ય મામ ભવો ભવાય નમઃ. વામદેવાય નમો જેષ્ઠાય નમો શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ કલવિકરણાય નમઃ, બલવિકરણાય નમઃ, બલાય નમઃ, બલપ્રમથનાય નમઃ સર્વભૂત દમનાય નમઃ નમો મનોનમનાય નમઃ. ૐ અઘોરેભ્યો અઘોરેભ્યો અઘોરે તપ રેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્."
અષ્ટાધ્યાયી રુદ્રની અંદર પણ મંત્ર આપેલો છે: "ૐ અગ્નિરિતિ ભસ્મ, વાયુરિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ સર્વ હવા ઇદમ ભસ્મ સર્વ હવા ઇદમ ભસ્મ મન એતાનિ ચક્ષૂંષિ ભસ્માનીતિ." આ પ્રમાણે આ બધા મંત્રોચ્ચાર કરી અને આ જે કંઈ બધું ભસ્મ રૂપ બ્રહ્માંડ છે, તેને આવી રીતના આમ કરી અને પછી જગદીશ્વરને આપણે ગ્રહણ કરવું જોઈએ. ખ્યાલ આવ્યો?
તો આ પ્રમાણના વિષયમાં પૂછવાથી સનતકુમારે બતાવ્યું કે ત્રિપુંડ ધારણ કરવા માટે ત્રણ આડી રેખાઓ સંપૂર્ણ કપાળની વચ્ચે, ભમરો અને નેત્રો સુધી ખેંચો. જે એની પ્રથમ રેખા છે, હવે આગળ વર્ણન આપે છે. દરેકનું મહત્વ છે, એ આ એમ જ નથી.
જે પ્રથમ રેખા છે એ ગાહપર્ત્ય અગ્નિ, રજોગુણ, અકાર, ભૂલોક અને પોતાના આત્માની ક્રિયા શક્તિ સ્વરૂપ, ઋગ્વેદ રૂપ અને પ્રાતઃસ્તવન સ્વરૂપ છે. એના દેવતા પ્રજાપતિ છે, બ્રહ્માજી.
જે બીજી રેખા છે તે દક્ષિણાગ્ની સ્વરૂપ, સત્વગુણ રૂપ, ઉકાર, અંતરિક્ષ સ્વરૂપ, પોતાના આત્માની ઈચ્છાશક્તિ રૂપ, યજુર્વેદ રૂપ, માધ્યદિન સવન રૂપ છે. તેના વિષ્ણુ ભગવાન છે દેવતા.
જે ત્રીજી આડી રેખા છે તે આહ્વાની અગ્નિ રૂપ છે. એ મકાર રૂપ છે, એ તમોગુણ સ્વરૂપ છે, એ દિવ્યલોક રૂપ છે, પરમાત્માની જ્ઞાન શક્તિ સ્વરૂપ, સામવેદ રૂપ તથા ત્રીજી સવન સ્વરૂપ છે. એના દેવતા જાતે મહાદેવ શિવ છે.
તમે અહીંયા આમ કરો છો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અકાર, ઉકાર, મકાર બધું અહીંયા આગળ તમે સ્થાપિત કરો છો. દર વખત જે વિદ્વાન બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી અથવા યતી, જોયું ગૃહસ્થી પણ કરે છે, તમે પણ કરી જ શકો છો, બતાવ્યું એ જ રીતે કરવાનું. તો યતી ભસ્મનું ત્રિપુંડ ધારણ કરે તેની અંદર કીધું છે કે ત્રિપુંડ કરતી વખતે ત્રિપુંડના મર્મને આત્મસાત કરજો. આમ જ ખાલી કરી નાખ્યું, ત્રણ આચમાની કરી, પાણી પીધું, ભસ્મ ચોપડી દીધી, એનાથી કાર્ય સરતું નથી.
એટલે આવી રીતે જે ભસ્મ ધારણ કરે છે, તે આ જગતમાં ફરીથી પુનરાવર્તન થતું નથી. જો કેટલી અદભુત સ્થિતિ છે! જે પશુ બનીને અહીંયા આગળ સંસારની અંદર જીવી રહ્યો છે, એને એટલો સુંદર માર્ગ આપી દીધો કે તમે આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અહીંયા આગળ તમે ધારણ કરી લેજો અને આવું કરવાથી તમે એ સ્વરૂપ જે છે એ બની જશો, એના સાથે એકરૂપ થઈ જજો અને પછી આ સંસારમાં આવવા ગમન બંધ થઈ જશે.
અરે, ભાવથી બી થાય ને! ભસ્મ હોય, ભાવથી માણસ ખાલી સવાર જાગીને આ રીતે ભસ્મ કરી દે. સ્નાન કરી અને પછી આ બધું કરવાનું કહી દો એટલે બધા જ લોકો એ રીતના કરી શકે છે. દરેક ગૃહસ્થી પણ કરી શકે છે, બ્રહ્મચારી પણ કરી શકે છે, જીવ માત્ર કરી શકે છે. પણ મનુષ્યને આ લાભ છે. અહીંયા કોઈ જે વ્યવહારિક વર્ણાશ્રમ વાળી કોઈ વાતો નથી. એટલે એવી રીતના કરીને આ બધું આપણે કરવાનું.
જો ભસ્મ મળે તો બરાબર છે, ના મળે તો માત્ર જળ લેવાનું. જળ લઈને આ મંત્રોચ્ચાર શીખી લેવાના, એક કાગળ ઉપર લખી કાઢવાના. પછી એને આવી રીતના કરી અને "ૐ અગ્નિ રીતે ભસ્મ" એ બધા મંત્રોથી એનું ઉચ્ચારણ કરીને પછી આવી રીતના કરવાનું. તો ભાવના કરવી એવી રીતે કે બસ એ આ ત્રણેય દેવતાઓ અહીંયા સ્થાપિત થઈ રહ્યા છે. આખા દિવસની અંદર તમારી મજાલ છે એકદમ કોઈ પાપ કરી શકે!
એવી રીતે અહીંયા આ ઉપનિષદ પૂર્ણ થાય છે. "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ શાંતિ."
હવે પછીનું જે ઉપનિષદ છે એ તુર્યાતીતો ઉપનિષદ છે. તમારો પ્રશ્ન હતો તુર્યાતીત. હવે તુર્યાતીત વિશે અહીંયા આગળ જણાવવામાં આવે છે. એને તુર્યાતીત અવધૂતો ઉપનિષદ પણ કહેવામાં આવે છે, કેમ કે અવધૂતો તુર્યાતીતમાં નિરંતર રહેતા હોય છે. બીજા કોઈનું ગજુ નહીં, બરાબર. પણ જીવ માત્ર જે છે તે કક્ષાને પામવા માટે તો સક્ષમ છે. તેની ભાવના હોવી જોઈએ તો એ પહોંચી જશે. તો અવધૂત બની જવું પડે અંદરથી, બહારથી બધી રીતે, ત્યારે પછી આપણને તુર્યાતીત અવસ્થા નિરંતર રહી શકે. સમજાયું? અને અવધૂત કોણ તેની ડેફિનેશન તમને પહેલા સમજાવી દીધી.
આ ઉપનિષદની અંદર પિતામહ બ્રહ્માજી અને આદિ નારાયણના પ્રશ્નોત્તર વિદ્યમાન. આદિ નારાયણ અને બ્રહ્માજી વચ્ચેના પ્રશ્નો વિદ્યમાન છે. આ સમષ્ટિના દેવ બ્રહ્માજી, જેણે આ બધું આ બ્રહ્માંડ ઘડી કાઢ્યું છે તેવા અને તેમના પણ પિતા, કારણ કે એમાંથી ઉત્પન્ન તો કોણ? ભગવાન નારાયણ, આદિ નારાયણ સ્વયં પોતે. એ બે જણ વચ્ચેનો સંવાદ હશે. તમારી ને મારી જેમ આવી રીતે તો બોલ્યા નહીં હોય. એ પરાવાણીમાં વાતો કરે તેવી પરાવાણી વચ્ચે વચ્ચે અહીં પણ પ્રગટે છે એટલે તમને આ બધું એમને એમ જ ઉતરી જાય છે.
તો આદિનારાયણે આ માર્ગ પર ચાલનારાઓની દુર્લભતા દર્શાવી. અવધૂતનું આચરણ, વ્યવહાર, ચિંતન, મનન વગેરેની કાર્ય પદ્ધતિ બતાવી, જેની ઉપર ચાલીને વ્યક્તિ, જોયું, જેની ઉપર ચાલીને વ્યક્તિ પોતાના જીવનનું ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. અંતમાં આ ઉપનિષદની મહત્તાનું પ્રતિપાદન કરતાં પૂર્ણતા પ્રદાન કરવામાં આવે છે.
એક વખત સમસ્ત લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના પિતા આદિનારાયણની પાસે જઈને એમને પૂછ્યું. પાસે જઈને એટલે આમ ચાલતા ચાલતા ગયા હતા એવું નહોતું, સમીપ, સામીપ્ય, સાલોક.
ત્યાં જઈને પૂછ્યું કે, "તુર્યાતીત અવધૂતનો માર્ગ કયો છે અને એની શું સ્થિતિ હોય છે?" ત્યારે ભગવાન નારાયણે એમને કહ્યું કે, "અવધૂત માર્ગ પર ચાલનારા આ લોકમાં દુર્લભ છે. એ વધારે હોતા નથી, કદાચ એક હોય છે તો પણ એ નિત્ય પવિત્ર, વૈરાગ્યમૂર્તિ, જ્ઞાનાકાર અને વેદ પુરુષ હોય છે." એવું વિદ્વાનો માને છે. એવો મહાપુરુષ એ પેલો વ્યક્તિ છે, શરૂઆત કરનારો. જો પછી એને પુરુષ અને અહીંયા તો પાછો વાત આવી મહાપુરુષ પોતાના ચિત્તને મારામાં જોડી રાખે અને હું એનામાં રહું છું. પેલો ચિત્ત મારામાં જોડી રાખે છે એટલે હું એનામાં રહું છું, સમજાયું? સમાઈ જાઉં છું.
એ પ્રારંભમાં કુટીચક હોય છે. ત્યારબાદ પોતાનું બૃહદત્વ મેળવીને હંસત્વનું અવલંબન લે છે. આ બધી સન્યસ્થની ઉચ્ચ ઉચ્ચ અવસ્થાઓનું વર્ણન હવે આવી રહ્યું છે. હંસ બનીને પછી એ પરમહંસ બને છે. એ પોતાના સ્વરૂપના અનુસંધાન દ્વારા જ બધા જ પ્રપંચોના રહસ્યને જાણી લે છે. પછી દંડ, કમંડળ, કટિસૂત્ર એટલે મેખલા, કોપીન, લંગોટ, આચ્છાદન વસ્ત્ર અને વિધિપૂર્વક કરવામાં આવતી નિત્ય ક્રિયાઓને જળમાં વિસર્જિત કરી દે છે. તમે નદીમાં જઈને, તળાવમાં જઈને, કૂવામાં કોઈપણ જગ્યાએ કરો, પણ તમે અહીંયા જળ દેવતાનું આવાહન કરો, "વરુણદેવ આવાહયામી" અને પછી એ જળની અંદર સર્વમ સમર્પ કરીને વિસર્જન પણ કરી શકો છો.
અને હવે શું? દિગંબર બનીને. દિગંબર એટલે કેવો? શરીર રહિત, મન રહિત. એ દિગંબર કપડાં કાઢીને આપણે ફરવાની જરૂર જ નથી, પણ દિગંબર થઈ શકાય. આ રસ્તો આવો છે ભાઈ. "શરીર રહિત છું, મન રહિત છું." બસ, દિગંબર થઈ ગયા કે દિશાઓ રૂપી વસ્ત્ર જેણે ધારણ કર્યા છે તે. આપણે તો બ્રહ્મને જ ધારણ કરી લીધું છે સીધે સીધું એટલે દિગંબર જ થઈ જવાય. દિક અંબર, દિગંબર. જીર્ણ વલ્કલ તેમજ અજીન ચર્મ, મૃગ ચર્મને પણ સાથે રાખવાનું છોડી દઈને. જો, પ્રપંચો બધા જ છોડી દેવાના છે તો આ બધું પ્રપંચ જ કહેવાય. કંઈ પણ વસ્તુ સાથે હોવી એ બધો પ્રપંચ. એટલે "મારી છે" એવું જો માનો છો તો તમે હજી પ્રપંચમાં છો. "મારી" માનવાનું છોડી દેશો તો પ્રપંચમાંથી બહાર છો. "કશું જ મારું નથી" એવી રીતના થઈને રહેવાનું.
બધી જ જાતનો નિષેધ કરીને અમંત્રવત બનીને, કોઈ મંત્ર પણ નહીં, કશું જ નહીં. ક્ષૌર કર્મ, અભ્યંગ સ્નાન. ક્ષૌર કર્મ એટલે કેશ કરતન, દાઢી મૂછ મુંડાવા. અભ્યંગ સ્નાન એટલે સુગંધી વાળા પદાર્થો, સાબુ, ક્રીમ, પોમેડ બધું ચોપડ ચોપડ કરે છે તે બધું. અને ઉર્ધ્વ પુંડ્ર એટલે મસ્તક પર તિલક કરવાનું પણ છોડી દઈને ત્રિપુડ પણ બંધ કરી દે છે. એવું કરતો નથી. અવધૂત તો વૈદિક અને લૌકિક કર્મોનો ઉપસંહાર કરીને. જો, લૌકિક કર્મ સંસારીઓ છોડી શકતા નથી, વૈદિક કર્મ કરતા નથી. અહીંયા આગળ તો કેવી હાલત થઈ ગઈ કે વૈદિક અને લૌકિક બંને કર્મોને છોડી દે છે.
અવધૂત સર્વત્ર પુણ્ય અને અપુણ્યનો ત્યાગ કરીને. આ બધું મનમાં છે. પુણ્ય અને પાપ એનો પણ ત્યાગ કરીને. કંઈ વિચાર જ નથી એને પુણ્યનો કે પાપનો. એવી સ્થિતિ લાવી દે છે. જ્ઞાન અને અજ્ઞાનને પણ છોડી દે છે. એ શીત ઉષ્ણ એટલે કે શરદી ગરમી, સુખ દુઃખ, માન અપમાનને પણ જીતી લે છે. એ શરીરની ત્રણેય વાસનાઓ; નિંદા, અનિંદા, ગર્વ, મત્સર, દંભ, દર્પ, ઈચ્છા, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ, હર્ષ, આમર્ષ, અસુયા અને આત્મસંરક્ષણને ભાવાગ્ની, ભાવ અગ્નિમાં બાળી નાખે છે. "અગ્નિદેવમ સમર્પયામી, ઇદમ ન મમ." આ બધું મારું નથી, હવે તમારું છે કે હું સમર્પણ કરી દઉં છું કે આત્મસંરક્ષણ પોતાના શરીરનું પણ રક્ષણ કરતો નથી. એવી રીતે આ બધું જ એ કરે છે અને ભાવાગ્નિમાં બધું ભસ્મીભૂત કરી નાખે છે.
પોતાની કાયાને મળદાની જેમ જુએ છે, મરેલો જ માને છે. "આ શરીર જળ છે, મરી ચૂકેલું જ છે." નક્કી જ કરી નાખ્યું, એનું અવસાન થઈ જ ગયું, ડિસાઈડેડ. પ્રયત્ન અને નિયમ વિના, કોઈ પ્રયત્ન જ નહીં કરે. અસહ, બિલકુલ સહજતાથી. મતલબ, પ્રયત્ન નહીં કરવાનો. મારે આમ કોઈક વસ્તુ વજનદાર ઉઠાવી હોય તો હું આમ જે કરું છું એ મારો પ્રયત્ન છે અને આમ કરીને આમ લઈ લઉં છું એ સહજતા છે. આ બેમાં આટલો ફરક છે જ, બરાબર? એવી રીતે જે મળી જાય તેમાં સંતોષ રાખીને પ્રાણ ધારણ કરી રાખે છે. પ્રાણ અહીંયા આગળ પ્રાણ એટલે બ્રહ્મને ધારણ કરી રાખે છે. "પ્રાણ એ જ બ્રહ્મ છે" એવી એની એક આખી ધારણા પકડી રાખે છે અને એવી રીતે પ્રાણ દ્વારા બ્રહ્મને ધારણ કરી રાખે. પ્રાણ છે તે બ્રહ્મ છે. આવતો જતો જે કઈ શ્વાસ નિશ્વાસ એની અંદર રહેલો પ્રાણ અને એ પ્રાણ પાછો અગ્નિ સ્વરૂપ.
હવે તેજસ્વી બની ચૂક્યો છે અને હવે એ બ્રહ્મ સ્વરૂપ છે અને તેને ધારણ કરી રાખે છે. નિરંતર એનામય જ હોય છે.
પોતાના વાસ્તવિક સ્વરૂપને છુપાવતા નાના મોટાના ભાવને બાહ્ય વ્યવહારમાં પૂર્વવત અજ્ઞાનીની જેમ જ બનાવી રાખે છે. સર્વોત્કૃષ્ટ સર્વાત્મક રૂપ અદ્વૈતની કલ્પના કરીને એનું એવું માનવું છે કે, "મારાથી બીજું કંઈ છે જ નહીં. આ અનંત અખિલ બ્રહ્માંડ જે શાશ્વત છે તે હું જ છું." એવી રીતે જ એ ફરતો હોય છે અને એમ જ એ જોતો હોય છે. એ પ્રમાણેનું એનું વર્તન થઈ ગયેલું હોય છે. એ દેવ રહસ્ય, ગુહ્ય, ગુડ વગેરે ધનને પોતાની અંદર સમેટીને, અર્થાત દેવ રહસ્યોને પોતાની અંદર છુપાવી રાખીને, દુઃખમાં ના તો ઉદ્વિગ્ન બને છે ન તો સુખમાં પ્રસન્ન થાય છે. સંભાવ, સંપૂર્ણ સમાનતા આંતરિક. એ રાગમાં સ્પૃહા કરતો નથી. શુભ અશુભમાં કોઈ જાતનો સ્નેહ રાખતો નથી. કોઈ શુભ કરે કે અશુભ કરે તો તેના પ્રત્યે પણ એને રાગ કે દ્વેષ થતો નથી. એની તમામ ઇન્દ્રિયો ઉપરામને પ્રાપ્ત થઈ જાય છે.
ઉપરામ એટલે આમ બેઠી હોય, કોઈ તાપણું કરેલું હોય અને પછી એની અંદર થોડો થોડો અગ્નિ હોય, નાના નાના પેલા લાકડા ઝીણા થઈ ગયેલા હોય ને સહેજ સેતનખા હોય એની અંદર ઉપર આમ રાખોડી નાખી દેવામાં આવે એટલે શું થાય કે પછી એને પછી હવા મળતી નથી એટલે થોડીવારની અંદર...
જે સ્થિતિ આવે તેને 'ઉપરામ' કહેવાય. એવી સ્થિતિ અંદરની વૃત્તિઓને થવી જોઈએ. અંદર જે વર્તે એને વૃત્તિ કહેવાય. અહીં કશું વર્તે જ નહીં, કશું જ વર્તે નહીં એવો થઈ ગયો હોય એવી રીતે એ પોતાના પૂર્વ આશ્રમની અંદર જે વિદ્યા, ધર્મ, પ્રભાવનું સ્મરણ કરતો નથી. "વન્સ અપોન અ ટાઈમ હું આઈ વોઝ પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ, વન્સ અપોન અ ટાઈમ" – એ બધું ગયું કે હવે આ કશું ક્યાં યાદ આવે એને? અને કોઈને ક્યારેય આવી રીતે કહે નહીં.
વર્ણાશ્રમ આચારને પણ છોડી દે છે. બ્રહ્મચર્ય વગેરે આશ્રમો છે, ગ્રહસ્થ વગેરે આશ્રમો છે, એ બધું પણ ત્યાગ કરી દે છે. એ બધાથી ઉપર ઉઠી જાય છે. જે ગીતામાં ભગવાને કહ્યું હતું, "આ સ્થિતિએ તું પહોંચજે," ત્યાં પહોંચી ગયો હોય છે. દિવસ અને રાત્રી પ્રત્યે સમાન ભાવ રાખવાને કારણે એ ક્યારેય સૂતો નથી. ઊંઘતો નથી એમ નહીં, સૂતો નથી એટલે કે હંમેશા જાગૃત રહીને સાવધાન રહે. તો અવધૂત તો આમ આડો પડેલો હોય પણ એ જાગૃત હોય, સાવધાન હોય, પોતાના બ્રહ્મ સ્વરૂપમાં જ હોય. જેવી રીતે ભગવાન આદિ નારાયણ શેષ સૈયામાં પડ્યા છે ને? બસ એવી રીતના હોય પણ સાવધાન હોય. ત્યાં પડ્યા પડ્યા એ આવી રીતના આખા બ્રહ્માંડની ખબર રાખે છે. "અમિતભાઈ જમ્યા કે ના જમ્યા? મોકલી દો કે એમને કોકની પાસે," અથવા કોક શોધતું શોધતું આવે, "અમિતભાઈ, ભોજન ગ્રહણ કરી લો." અમિતભાઈએ વિચારવાનું જ નહીં.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ સર્વત્ર સતત વિચરણશીલ રહે છે. એનું શરીર બાકી રહે છે પણ એ મળદા જેવો થઈને ફરતો હોય છે. એ હંમેશા બ્રહ્મરૂપ થઈને શરીરમાં રહે છે. બ્રહ્મરૂપ થઈને શરીરમાં રહી શકાય છે. તમે પણ રહેવા માંડો, "રાઈટ હિયર, રાઈટ નાઉ." શરીર દ્વારા વ્યવહાર કરે છે. જળ અને સ્થળ એટલે કે સરોવર અને કૂવો એ એનું કમંડળ છે. જોડે લઈને ફરતો નથી. "કૂવો છે? એક મારું કમંડળ છે. સરોવર છે? તો કે મારું કમંડળ. જળાશય કોઈ પણ હોય, એ બધું મારું કમંડળ." કેટલી આમ ભવ્યતા છે, દિવ્યતા છે, જુઓ! કેટલો વૈભવ છે એ વિચાર કરો. માણસના ખેતરમાં એક કૂવો હોય તો એને એમ થાય કે મારે તો એક કૂવો પણ છે! આની પાસે તો કેટલું બધું છે! આખું બ્રહ્માંડ એનું! એવો અવધૂત થઈ જાય.
એ હંમેશા અન-ઉન્મત રહે, ઉન્મત નથી થતો. શાંત, બહારથી બાળક, ઉન્મત અને પિશાચની જેમ એકાકી ભ્રમણ કરતાં કોઈની સાથે સંભાષણ, વાતચીત કરતો નથી. નજરો પણ ના મિલાવે. આ લોકો કોઈના સાથે આમ જોયું છે પણ જોતો નથી. બ્રહ્મ સિવાય કંઈ જોતો નથી, બ્રહ્મ સિવાય કંઈ સાંભળતો નથી, બ્રહ્મ સિવાય કશાનો એ સ્પર્શ કરતો નથી. કેટલી અદભુત સ્થિતિમાં એ જીવતા હોય એવી રીતે જીવવાનું એમ કહે છે.
પોતાના વાસ્તવિક રૂપના ધ્યાન દ્વારા નિરાલંબનું અવલંબન લઈને પોતાની આત્મનિષ્ઠાની અનુકૂળતાથી એટલે કે આત્મનિષ્ઠ થઈને બધાને ભુલાવી દે છે, બધું ભૂલી જાય છે. આ રીતે જે તુર્યાતીત અવધૂતના વેશ વાળો સતત અદ્વૈત નિષ્ઠા પરાયણ બનીને પ્રણવ ભાવમાં નિમગ્ન થઈને શરીરનો પરિત્યાગ કરે છે, એ કૃત કૃત્ય થઈ જાય છે. આજ આ ઉપનિષદનું પ્રતિપાદન છે. "પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિઃ શાંતિઃ ૐ." નાઉ વી ટેક અ બ્રેક ફોર 10 મિનિટ્સ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.