ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૦
વિડિયો ૪૦
"ૐ ભદ્રં કર્ણેભિ: શૃણુયામ દેવા:, ભદ્રં પશ્યેમાક્ષભિર્ યજત્રાહ. સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્ં સસ્તનૂભિર્ વ્યશેમ દેવહિતં યદાયુ: સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા:, સ્વસ્તિ ન: પૂષા વિશ્વવેદા:, સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ:, સ્વસ્તિ નો બૃહસ્પતિર્ દધાતુ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:."
હે દેવો, અમે કાન દ્વારા કલ્યાણકારી વાતો સાંભળીએ. આંખો દ્વારા કલ્યાણકારી દ્રશ્ય જોઈએ. અમે ઋષ્ટપુષ્ટ અંગો અને શરીર દ્વારા, ઈશ્વરે આપેલા પૂર્ણ આયુષ્યને દેવહિતના કાર્યોમાં વિતાવીએ. મહાન કીર્તિ સંપન્ન દેવરાજ ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. સર્વજ્ઞ એવા પૂષાદેવ અમારું કલ્યાણ કરો. અરિષ્ટનેમિ એટલે જેની ગતિને રોકી ન શકાય તેવા તાર્ક્ષ્ય એટલે કે ગરુડ તથા બૃહસ્પતિ દેવ પણ અમારું કલ્યાણ કરો. ત્રિવિધ તાપોની શાંતિ થાઓ. આદિ, વ્યાધિ અને ઉપાધિ બધાની ટળી જાઓ.
એક વખતે ભગવાન બ્રહ્માજીએ બધા દેવતાઓની સમક્ષ કહ્યું, "હે દેવો, અપરોક્ષા ભાવ એટલે કે ઇન્દ્રિયાતીત અનુભૂતિ પરત ઉપનિષદની વ્યાખ્યા કરું છું. આ ઉપનિષદ સામાન્ય લોકોની સમક્ષ પ્રગટ કરવું જોઈએ નહીં, કારણ કે આ ગુઢથી પણ ગુઢતર, અતિ ગોપનીય એવું આ ઉપનિષદ છે. પરંતુ સાત્વિક ગુણોથી ઓતપ્રોત, અંતર્મુખ તથા પોતાના ગુરુજનો આદિની સેવામાં સંલગ્ન મનુષ્યોને આ ઉપનિષદનો ઉપદેશ કરવો જોઈએ. તો શ્રવણ કરો."
ત્યારબાદ સંસારના બંધન અને મોક્ષના કારણરૂપ વિદ્યા અને અવિદ્યા રૂપી નેત્રોને બંધ કરીને, "અહં બ્રહ્માસ્મિ"ની અનુભૂતિ કરતાં સાધક સમ્યક જ્ઞાનાનુભૂતિની સાથે જ અવિદ્યા રૂપી સંસાર પ્રત્યે તમોમયી દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિથી મુક્ત બની જાય. વિદ્યા અને અવિદ્યા બંને બંધ કરી દીધી અને હવે એને "અહં બ્રહ્માસ્મિ"નો અનુભવ કરવાનો શરૂ કર્યો. આ અનુભવ કરતાની સાથે સાથે જ, હવે જ્યારે એ અનુભવ કરી લીધા પછી બહાર આવે છે, ત્યારે પછી એને સંસાર જે છે તે સંસારની અંદર તમોમય દ્રષ્ટિ ઉત્પન્ન થતી નથી. એટલે એ અજ્ઞાન દ્રષ્ટિથી આવી રીતે મુક્ત બની શકે છે.
આ જે આત્મતત્વને ઢાંકનારું, "અહં બ્રહ્માસ્મિ"નો અનુભવ નથી થવા દેતું, એ જે અંધકાર રૂપી અજ્ઞાન, અંધકાર રૂપી તમ છે, અવિદ્યા છે, આજ ચર અને અચર જગતનું, આ દેહથી માંડીને બ્રહ્મ પર્યંત અખંડ મંડળનું કારણ સ્વરૂપ છે. જે અજ્ઞાન છે તે જ મુખ્ય કારણ છે આ બધું ઊભું થઈ જવાનું. આ તમથી જ આ બધી વસ્તુઓની બ્રહ્મથી અલગ એક સત્તાનું જ્ઞાન મળે છે. વેદોમાં જે ધર્મ કર્તવ્યનો નિર્દેશ છે તેને પ્રગટ કરનારું કારણ સ્વરૂપ પણ એ તમ રૂપી અવિદ્યા જ છે. વેદોમાં પણ જે કહેલું છે કે ભાઈ તમારા અજ્ઞાનને દૂર કરવા માટેનો આ રસ્તો છે, તે પણ પાછું તમ જ છે. અવિદ્યા વડે તમે અવિદ્યાને દૂર કરો છો. અહીંયા આગળ આખી વાત એવી થઈ એટલે વેદોમાં જે ધર્મ કર્તવ્યનો નિર્દેશ છે તેને પ્રગટ કરનારું, પ્રકાશિત કરનારું કારણ સ્વરૂપ, એનું મૂળ કારણ જે છે તે પણ આ તમ રૂપી અવિદ્યા જ છે.
એટલે વેદો પણ અવિદ્યા છે, તેમાં બતાવેલું બધું જે કાંઈ છે તે પણ અવિદ્યા છે. પણ ઉપનિષદ એ એમાંથી બાકાત છે, કારણ કે તમનું મંથન કરીને પેલા આકાશમાંથી પછી પરમ આકાશમાં જેમ કે પહોંચાડે છે, તેવી રીતે અહીંયા આને પ્રકાશિત કરી દીધું છે. ઉપનિષદની અંદર પરબ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ, તેનું જ બધું જ જ્ઞાન, જ્ઞાનાજ્ઞાનનો અનુભવ, અનુભૂતિ કેવી રીતે કરવી, શું એ બધું જ ઉપનિષદમાં આવી જાય.
માટે જ્યાં સુધી પોતાના આત્માના સંદર્ભમાં, પોતાના આત્માને વિષયમાં એવું જ્ઞાન ના થઈ જાય કે આત્મા અંધકાર રૂપ નથી, પરંતુ પ્રકાશ રૂપ બ્રહ્મથી જ પ્રગટ થવાના કારણે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, ત્યાં સુધી પુરુષે સદજ્ઞાન રૂપી વિદ્યાનો સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ. કઈ વિદ્યા? "હું બ્રહ્મ છું." સતત અભ્યાસ કરવાનું કીધું કે "હું બ્રહ્મ છું" એ સ્વરૂપનો સતત તમે અભ્યાસ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. બસ, જ્યાં સુધી તમે તે સ્વરૂપ પ્રાપ્ત કરી ના લો. એ પ્રકાશ સ્વરૂપ બ્રહ્મથી પ્રગટ થાય છે, સ્વયં પ્રકાશિત થશે, એની મેળે જ થશે એમ કહે છે. જ્યાં સુધી સદજ્ઞાન રૂપી વિદ્યાનો સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ. વિદ્યા જ અજ્ઞાન રૂપી અવિદ્યાથી અલગ, ચિત્ત આદિત્ય સ્વરૂપ એટલે સૂર્ય જેવી સ્વપ્રકાશિત, સેલ્ફ ઇલ્યુમિનેટેડ અને જ્યોતિ રૂપ છે.
દીપકની જેમ જ્યોતિ હોય છે તેવું તેનું મંડળ પરમ જ્યોતિથી પૂર્ણ છે. એ જ ગ્રહણીય છે, કારણ કે બ્રહ્મ માત્ર ઉપર આશ્રિત છે, સ્વયં બ્રહ્મનું જ સ્વરૂપ છે અને અન્ય બીજું કશું છે જ નહીં. ટૂંકની અંદર બધી વાત આપી દીધી.
આ આત્મા, હવે આત્મા વિશે બતાવે છે કેવો છે. આદિત્ય રૂપ બ્રહ્મ સૂર્ય જેવો છે. શ્વાસ-પ્રશ્વાસ રૂપી અજપા જપથી યુક્ત, કાલે આપણે હંસની પણ જે વાત કરી હતી તે, દરેક શરીરમાં પ્રતિષ્ઠિત રહેનારો હંસ નામ યુક્ત પરમાત્મા છે. આ હંસ રૂપી પરમાત્માનો અંશ પોતાની જાતને માનીને, પ્રાણ-અપાન, શ્વાસ-પ્રશ્વાસનો જ્ઞાન મેળવીને, હવે શ્વાસ-પ્રશ્વાસનું જ્ઞાન મેળવવાનું એટલે શું કહે છે? તમારે જોવાનું છે, જાણવાનું છે: "મેં શ્વાસ લીધો, મેં મૂક્યો; મેં લીધો, મેં મૂક્યો; મેં લીધો, મેં મૂક્યો." અને એ શ્વાસ પ્રજ્વલિત થતો જશે દિવસે દિવસે, દિવસે દિવસે. એમાં સ્વાદ હશે, સોડમ હશે, સુગંધ હશે અને પ્રકાશ પણ હશે. એવો શ્વાસ આવી રહ્યો છે જે એ સ્વયં બ્રહ્મ છે, એ ભાવના સાથે તમે લો. એનાથી ઉત્પન્ન થતો જે અવાજ છે "સોહમ", તે પણ બ્રહ્મ છે, તેને તમે અનુભવ કરો.
આ રીતે લાંબો સમય કરવાનું છે. તો શું થશે કે આ વિદ્યા દ્વારા, હવે આ જે થાય તેને વિદ્યા કીધી, બાકી બધી અવિદ્યા છે. આટલું જ કરવાનું. સમષ્ટિ, વ્યષ્ટિ અને તદૈક્ય રૂપ આત્મબ્રહ્મમાં રત રહેવાથી.
જ્યારે સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ પરબ્રહ્મનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે રોજ કેટલો ટાઈમ કરવાનું એવો સવાલ નથી. અહીંયા એને આપી જ દીધું છે, કર્યા જ કરવાનું છે. એમાં કશું જ નહીં. તમારાથી નથી થતું નિરંતર, એ પ્રોબ્લેમ નથી એમનો. એમણે તો કહી દીધું કે આ કર્યા જ કરવાનું. કેટલીક ફેક્ટરીઓ એવી હોય છે કે એનું ઇન્સ્ટોલેશન થાય ને કમિશનિંગ એક વખત શરૂ કર્યું, પતી ગયું. પછી એ બસ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. જ્યાં સુધી છેવટે ફેક્ટરી બંધ કરીને બધું ખતમ કરી નાખવાનું ના હોય, ત્યાં સુધી એ ફેક્ટરી ચાલ્યા જ કરવી. એવી રીતના આ કરવાનું કહે છે. તો આ બોડી બી તો એવી રીતે ચાલી રહ્યું છે. તો બોડીનો જે રીતે પ્રોસેસ ચાલ્યો, એવી રીતે પેલો પ્રોસેસ બી ચલાવવાનો છે. એમ એ છે ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થઈ જશે.
એ શ્રેષ્ઠ તત્વજ્ઞાન વૃત્તિ હજારો સૂર્યોના પ્રકાશથી પરિપૂર્ણ છે. એ જે પ્રકાશિત થશે ને, તેની વાત કરે છે કે હજારો હજારો સૂર્યોના પ્રકાશથી પરિપૂર્ણ છે. નિસ્તરંગ એટલે કે તરંગ રહિત છે, એમાં કોઈ સ્પંદન નથી, વાઈબ્રેશન નથી. એટલે તમે સ્કેનિંગ કરીને એને પકડી શકવાના નથી. પ્રાણી કિલિંગ તો બહુ પાછળ રહી જશે, આ તો બહુ ઉપરની વાત કરી દીધી એને. એને પાર છે આ વસ્તુ. સમુદ્રની જળ રાશિ સમાન બ્રહ્મ ભાવ રસથી યુક્ત થઈ જવાનું અને હંમેશા રહેનારી અર્થાત લયથી રહિત છે. આવી સ્થિતિ ના તો સમાધિની છે કે ના તો યોગ સિદ્ધિની છે, ના તો મનોલયની છે, પરંતુ એ જીવ અને બ્રહ્મની એકતા જ છે. એ બ્રહ્મ આત્મ તત્વ બ્રહ્મ જે છે, તેને બિલકુલ એક્ઝેટ બાજુમાં કહી દીધું. એ જે બ્રહ્મ છે, તે જ આત્મતત્વ છે. જે આત્મતત્વની વાત કરું છું, તે જ બ્રહ્મ છે. અજ્ઞાનથી પર છે.
પાછું કેવું? તો કે આદિત્ય શુક્લ વર્ણ છે. સૂર્યનો તમે પ્રકાશ જુઓ તો કેવો આમ સોનેરી તેજ તેજસ્વી સોનેરી કલર હોય છે, બરાબર છે? બ્રાઈટ પાછો શુક્લ વર્ણ છે, શ્વેત પણ છે.
ધીર એટલે કે વિદ્વાન પુરુષ નામ અને રૂપની નશ્વરતા પર વિચાર કરી અને પછી જે પરાત્પર બ્રહ્મની અનુભૂતિ કરે છે, પરાત્પર બ્રહ્મની અનુભૂતિ કરે છે, તે તદરૂપ એટલે કે બ્રહ્મરૂપ જ બની જાય છે. આ સ્થિતિ સ્વરૂપને બ્રહ્માજીએ સૌથી પહેલાં કહી કે ભાઈ આવું થાય છે. અને એ પ્રમાણે સર્વાતિશય દેવોમાં અનુપમ અતિશ્રેષ્ઠ દેવરાજ ઇન્દ્રે પણ કહેલી છે. એવા અવિનાશી એ બ્રહ્મને આ રીતે જાણનાર વિદ્વાન પુરુષ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરીને અમૃત તત્વ મેળવી લે છે. એનાથી અલગ બીજો કોઈપણ માર્ગ મુક્તિ માટેનો નથી. બસ શાંત થાઓ, સ્થિર થાઓ અને અંદર અનુભવ કરો કે હું બ્રહ્મ છું અને શાંત તેજોમય. બસ, જ્યાં સુધી બ્રહ્મ પ્રગટ ના થાય, ત્યાં સુધી એમાં રહેલા જ કરો.
પુરાતન કાળના શ્રેષ્ઠ ધર્માવલંબી ઇન્દ્ર આદિ દેવોએ પણ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ દ્વારા (આજે થાય છે તેને જ્ઞાન યજ્ઞ કીધો) યજ્ઞ રૂપ વિરાટનું યજન કર્યું અને એ જ યજ્ઞય જીવન યાપન કરતાં યાજક પ્રાચીનકાળથી સિદ્ધ સાધ્ય ગણો અને દેવોના નિવાસસ્થળ મહિમા મંડિત દેવલોકને પ્રાપ્ત કરતાં પ્રકાશિત થઈ રહ્યા. એના આધારે જ બાકીનું બધાનો પ્રકાશ ગોઠવાયેલો છે. તો શું કહે છે કે "હું જ એ ચિદ આદિત્ય છું, ચિદાકાશમાં રહેલો આદિત્ય હું છું. હું જ આદિત્ય રૂપ એ પરમ જ્યોતિ છું. હું જ એ શિવ કલ્યાણકારી તત્વ છું. હું જ એ શ્રેષ્ઠ આત્મ તત્વ છું, આત્મજ્યોતિ છું. બધાને પ્રકાશ આપનાર શુક્લ એટલે કે બ્રહ્મ હું છું અને એ પરમ સત્તાથી ક્યારેય અલગ રહેતો જ નથી." આવું આ ઉપનિષદ તેનામય રહેવું.
આ ઉપનિષદનો પ્રાતકાળમાં પાઠ કરવાથી રાત્રિમાં થયેલા પાપોથી મુક્તિ મળી જાય છે. પ્રાતઃકાળ એટલે જ્યારે પણ તમને અંદરથી એમ થાય કે બ્રહ્મ પ્રાપ્તિ કરવી જોઈએ, એ પ્રાતકાળ છે. રાત્રિમાં થયેલા પાપોથી મુક્તિનો અર્થ છે અજ્ઞાન અને અંધકારની દશાની અંદર જ્યારે તમને કંઈ સમજ નહોતી પડતી, જે તમ વ્યાપેલું હતું, એવી સ્થિતિની દરમિયાન તમારાથી થઈ ગયેલા બધા જ પાપો. તો સંસાર આખો તમમાં છે, તો સંસારના બધા પાપોમાંથી તમને મુક્તિ મળી જાય છે એમ કહે છે. તથા સાયમકાલીન વેળામાં સાયંકાળ ક્યારે થાય? પ્રાતકાળ છે, સાયંકાળ ક્યારે થાય? તો કે કેટલાક લોકોના કેસની અંદર એવું બનતું હોય છે કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી પણ એને ક્યાંક કોઈક થોડોક મોહ વ્યાપી જાય, કશુંક બાકી રહી જાય છે, કશુંક થઈ જાય છે અને પછી એ મોહમાં ખેંચાઈ જાય છે. તો કે એ સંધ્યાકાળ ભલે કે લગન કરવું છે ને તારે સંસારી સુખો માણવા છે, તો માણી લેજે.
ઊભો રે, પણ તું પહેલા આટલું જરાક કરી લેજે, પછી ત્યાં જજે. તો પછી ત્યાર પછીના જીવન દરમિયાન જે થનારા જે કાંઈ છે ને, તે એ બધામાંથી પણ તને મુક્તિ મળી શકે. એટલે આ એડવાન્સમાં તમે તૈયારી કરી દીધી. પ્રાતઃ અને સાયમ બંને સંધ્યાઓમાં પાઠ કરવાથી વ્યક્તિને મોટામાં મોટા પાપોથી પણ મુક્તિ મળી જાય છે.
મધ્યાકાલીન વેળામાં, મધ્યાકાલીન વેળામાં સૂર્યની સમક્ષ અંતર સૂર્ય જ્યોતિ સૂર્યની વાત કરે છે. આ ઉપનિષદનો પાઠ કરનાર મનુષ્ય પાંચ મહાપાતક: બ્રહ્મ હત્યા, પરસ્ત્રી ગમન, સુરાપાન, દ્રુત ક્રીડા (ક્રીડા એટલે કે જુગાર) અને માંસ આદિ ભક્ષણ. આ પાંચ જે છે, તે પાંચ મહાપાતકોમાંથી મુક્તિ મેળવે તથા અન્ય અને બીજા જગન્ય પાપોથી પણ મુક્ત થઈ જાય. આના આધારે વામપંથી જે લોકો છે, તાંત્રિક બધી વિધિ કરનારા છે, એ લોકો પેલા પાંચ વસ્તુઓનો એ લોકોને પરહેજ હોતો નથી. માંસ, મદિરા, જો આ બધું એમાં જ આવી ગયું. તો એમના માટે એ બધું સ્વીકાર્ય કેમ છે? એવો પ્રશ્ન આપણને થવો જોઈએ ને કે ભાઈ બાકીના સમાજને ના પાડીને આ વામપંથીઓને બધાને, તાંત્રિકોને બધાને કીધું કે હા, એનો વાંધો નથી. તો એમને કેમ વાંધો નથી આવતો? કારણ કે એ લોકો આદિત્ય સૂર્યને સતત જોતા હોય છે.
રસ્તો એમનો.
તંત્રનો છે, પણ એ લોકો જુએ છે શું? અંદર બ્રહ્મને જુએ છે. દરેક વસ્તુમાં એ લોકો બ્રહ્મને જુએ છે, વસ્તુ જોતા જ નથી. એટલે વસ્તુ હોવાના નામ, રૂપ, રૂપના એના સ્વરૂપના, એના સ્વાદના, એ જે પાંચ તનમાત્રાઓ કે એનાથી એ લોકો મુક્ત જુએ છે એ વસ્તુને. જેથી કરીને એમના માટે માંસ, માંસ રહેતું નથી; મદિરા, મદિરા રહેતી નથી. આ બહુ ભયંકર મોટું સાયન્સ છે, સમજો. પરસ્ત્રી કે સ્ત્રી ગમન કે કશું પણ એમને રહેતું નથી, કારણ કે પર કશું છે જ નહીં એમના માટે. જે છે એક જ છે. અદ્વૈતની અંદર એ લોકો જીવી રહ્યા છે. એટલા માટે એ લોકો લેપાતા નથી. વામપંથીઓ બધા અન્ય તથા બીજા જઘન્ય પાપોથી પણ મુક્ત થઈ જાય છે. એ ચારેય વેદોના પારાયણનું પુણ્યફળ પ્રાપ્ત કરતાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય.
ભગવાન વિષ્ણુ વ્યાપક, પરમ તેજોમય, "નમો વાંગ મનસાતીત રૂપાય અનંત શક્તિ આદિ મધ્યાંત હીના નિર્ગુણાય ગુણાત્મને સર્વેશામ આદિભૂતાય ભક્તાનામ્ આર્તિ નાશિને" આવી પ્રાર્થના કરી હતી નારદજીએ ભગવાન વિષ્ણુને સત્યનારાયણની કથાની અંદર શરૂઆતની અંદર. અતુલ તેજસ, કેવા? તો કે એની કોઈ તુલના જ ના કરી શકાય એવું તેજ વાળા, તેજસ્વી છે એવા ભગવાન વ્યાપક વિષ્ણુ. ધ્યાન કરો: "શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગિભિર્ ધ્યાનગમ્યમ્ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્." આટલા સ્તુતિની અંદર તો એમને બધું આપી જ દીધું છે. એવા ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી લઈએ. શાંતિ. અહીંયા મહાવાક્ય ઉપનિષદ આવું કહે છે.
હવે મૈત્રી ઉપનિષદ છે. આ બહુ અગત્યનું, બહુ મોટું પણ છે. આ સામવેદી ઉપનિષદ છે. એમાં કુલ ત્રણ અધ્યાય છે. અહીં રાજા બૃહદ્રથને પોતાના શરીરના નાશવાન હોવાનું જ્ઞાન થયું. થયું કે હવે આ શરીર ટકવાનું નથી. એટલે એમણે પોતાના મોટા પુત્રને રાજા બનાવી દીધો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી ઘોર તપ માટે વનમાં ચાલ્યા ગયા. જ્યાં તેમના ઉગ્ર તપથી પ્રસન્ન થઈને મહા તેજસ્વી શાકાયન્ય મુનિ ત્યાં પધાર્યા અને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે આત્મતત્વનું વરદાન માંગનાર રાજા સાથે મુનિનું લાંબુ કથોપકથન ચાલ્યું, જેમાં પહેલા શરીરની નશ્વરતા અને તેના ઘૃણિત સ્વરૂપનો ઉલ્લેખ કર્યો અને પછી આત્મતત્વની પ્રાપ્તિના ઉપાય પર પ્રકાશ ફેંકવામાં આવેલો છે. આ બધું પ્રથમ અધ્યાયમાં છે.
દ્વિતીય અધ્યાયની અંદર ભગવાન શાકાયન્ય અને ભગવાન કૈલાશપતિ મહાદેવ વચ્ચેનો સંવાદ છે, જેમાં સર્વપ્રથમ મહાદેવ શિવે જ્ઞાન, ધ્યાન, સ્નાન વગેરેના યથાર્થ સ્વરૂપને સ્પષ્ટ કરેલ છે અને ત્યારબાદ સંસાર દ્વારા મુક્તિ પ્રાપ્તિનું વિસ્તૃત વિવેચન એમણે પ્રસ્તુત કર્યું છે. અને ત્રીજા અધ્યાયમાં વિશુદ્ધ આત્મ તત્વની અનુભૂતિનું વિસ્તૃત વિવેચન કરતાં ઉપનિષદના મહિમાના વર્ણન સાથે સમાપ્તિ કરવામાં આવી. તો આપણે શરૂ કરીએ આ ઉપનિષદ. એની શરૂઆત થાય છે શાંતિ પાઠથી. દરેક ઉપનિષદની શરૂઆત શાંતિ પાઠથી થાય છે.
"આપ્યાયંતુ મમાગાની વાક્ પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો બલમ્ ઇન્દ્રિયાની ચ સર્વાણી સર્વ બ્રહ્મોપનિષદમ માહમ બ્રહ્મ નિરાકુરિયા મામા બ્રહ્મ નિરાકરોદ અનિરાકરણમસ્તુ, અનિરાકરણં મેઽસ્તુ તદાત્મને ઉપનિષદો ધર્માસ્તે મયી સંતુ તે મયી સંતુ ૐ શાંતિહી."
મારા સમસ્ત અંગ અવયવ વૃદ્ધિને પામો, રીજનરેટ થાઓ. વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બધી જ ઇન્દ્રિયો વિકસિત થાઓ. સંપૂર્ણ વિકસિત થઈ ક્યારે કહેવાય કે જ્યારે ઇન્દ્રિયોની અંદર દિવ્યતા પ્રગટી જાય, પ્રાણવાન બની જાય. સમસ્ત ઉપનિષદ બ્રહ્મ છે. સમસ્ત ઉપનિષદ બ્રહ્મ છે. મારાથી બ્રહ્મને છોડાય નહીં અને બ્રહ્મ અમારો ત્યાગ ના કરો, મારો પરિત્યાગ ના કરો. એ રીતે બ્રહ્મમાં રત થયેલા અમોને ઉપનિષદ પ્રતિપાદિત ધર્મની પ્રાપ્તિ થાઓ. અમારા ત્રિવિધ તાપોનું સમન થાઓ તથા અમોને શાંતિ પ્રાપ્ત થાઓ.
તો અહીંયા બૃહદ્રથ નામના એક રાજા હતા કે જેમને આ શરીરના નાશવાન છે, મરી જવાનું છે, હવે ખતમ થઈ જઈશ એવી એવો એમને અનુભવ થવા માંડ્યો. આવો અનુભવ રમણ મહર્ષિને પણ થયો હતો. બેઠા હતા અને એકદમ જ આમ કિશોર અવસ્થાની અંદર જ એક રૂમની અંદર સુઈ ગયા અને ઓલ ઓફ સડન એમણે મૃત્યુનો અનુભવ કરી લીધો કે બસ હવે મોત આવી જ ગયું છે. તો કે ઊભા ના રહેવાય ને, ઊભા ઊભા થોડું મરી જવાય! એટલે સુઈ ગયા સહજ સ્વાભાવિકતાથી અને સૂતા પછીથી એમને વિચારવાનું શરૂ કર્યું. એ જેમ જેમ એ જોતા, વિચારતા ગયા, જોતા ગયા તેવો જ અનુભવ ત્યાં થઈ ગયો, એક્ઝેટ એમને પ્રમાણે. એટલે એમને જોયું કે મૃત્યુ પામી ગયા છે, દેહ એમનો બાજુમાં પડ્યો છે અને એ દેહને પાછા એ જ બહાર નીકળીને એ જ દેહને ઉપરથી જોઈ રહ્યા છે, જેમાં આ પંખો લટકે છે અને આમ નીચે જુએ છે એવી રીતના. આપણને એમ ઉપરથી પછી જોવા માંડ્યા.
તે એ અનુભવ એમને અલગપણાનો જે થયો ત્યારે એમને બોધ થઈ ગયો કે હું આ દેહ નથી, હું આ દેહ નથી. પછી એમણે શોધવાનું શરૂ કરી દીધું કે હું કોણ છું? હું કોણ છું? બસ આ એક જ સવાલ એમણે પૂછ્યો અને પહોંચી ગયા, પરમાત્માની પ્રાપ્તિ એમણે કરી દીધી.
તો એવી રીતે આ બૃહદ્રથ નામના રાજા હતા તેમને પણ આવું જ અનુભૂતિ થઈ. એટલે એમને શું થયું? તો કે વૈરાગ્ય થઈ ગયું. રાગના તમામ સાધનોમાંથી એમનું ચિત્ત જે હતું એ પાછું ખેંચાઈ ગયું કે હવે કઈ આનો કંઈ અર્થ રહેતો નથી. દૂધ પીવું તોય શું ને ના પીવું તોય શું? અંદર કેસર છે કે નથી મને ખબર જ નથી પડતી, પડવાની એક ટાઈમ પછી તો. કારણ કે નાક કેસરની સુગંધ લઈ શકવાનું જ નથી. હાથ મારે સોનાનો કટોરો હશે છતાં પણ એક ટાઈમ પછી તો એને પકડવા માટે અશક્તિમાન બની ગયા હશે. તો સોનાનો કટોરો એ મારા માટે નકામો છે. તો કે જ્યાં જેના વડે હું આ બધું પ્રાપ્ત કરવાનો છું એ દેહ જ...
જો આવો શિથિલતાને લીધે થઈ જવાનો હોય તો, આ બધા કથાનો કોઈ મતલબ જ નથી. ક્યાંય જેના વડે હું આ બધું આનંદ પ્રાપ્ત કરવાનું હતું, એ આનંદ જ પ્રાપ્ત થઈ શકવાનો નથી, તો આ દેહ વૃથા છે, એટલે મિથ્યા છે, એટલે નકામો છે. તો કારણ વગરનો આ દેહ અત્યારે છે એવું એમને થયું. પછી પ્રશ્નો ઊભા થઈ ગયા એમને બધા અધ્યાત્મના કે, "આ દેહ છે તે હું છું કે આત્મા છે તે હું છું?" એમ આ બધા બોલ બોલ કરે છે. વાત સાચી છે કે નહીં, તપાસ તો કરવી જ હોય. પણ આવું કોક જિજ્ઞાસુને જ ઊભું થતું હોય, એટલે જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા પછી મુમુક્ષુ બનાવે તમને. પરિપક્વ થાય ને જિજ્ઞાસા, એટલે પછી મુમુક્ષુ બનાવે. પછી સાધક થાય. એ સાધક પછી સિદ્ધ થાય.
એટલે આ રાજાએ શું કર્યું કે, પોતાના સૌથી મોટા પુત્રને નિયમ એવો હતો કે, "હું સૌથી મોટો પુત્ર એ રાજા બને." તપશ્ચર્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં રાજાએ ઉગ્ર તપશ્ચર્યા કરી અને સૂર્યની સમક્ષ પોતાની દ્રષ્ટિને સ્થિર કરીને. હવે યાદ રાખો, સૂર્ય એક બહાર પણ છે, એક સૂર્ય અંદર પણ છે. દ્રષ્ટિ કરીને હાથ ઉપર રાખીને ઊભા રહ્યા. ૧૦૦૦ વર્ષ સુધીની તપશ્ચર્યાના ફળ સ્વરૂપ, ૧૦૦૦ વર્ષની તપશ્ચર્યાના ફળ સ્વરૂપ, યાદ રાખો, હજાર વર્ષ હજાર જ હતા. એકવાર નિર્ધુમ અગ્નિ સમાન તેજસ્વી, નિર્ધુમ અગ્નિ એટલે પ્રજ્વલિત અગ્નિ, યજ્ઞની અંદર જેમ પ્રગટ થયેલો હોય અને સહેજ પણ અંદરથી ધુમાડો ના નીકળતો હોય એવી સ્થિતિવાળો અગ્નિ, શાકાયન્ય નામના આત્મવેત્તા એટલે આત્માને જાણનારા એવા મહામુનિ એમની નજીક આવ્યા અને એમણે રાજા બૃહદ્રથને કીધું કે, "ઉઠો, ઉઠો, આમાંથી બહાર આવો." કેમ?
એ તો ઊભા જ હતા ને! "વરદાન માંગો."
ત્યારબાદ એવું સાંભળીને, જોઈને રાજાએ એમને નમન કરતાં કહ્યું. જો આ રાજાની વૃત્તિ અને પરિપક્વતા છે. કોક વરદાન આપવા આવ્યો હોય એટલે આપણે તરત શું માંગવા માંડીશું? પહેલો વિચાર શું આવશે? અત્યારે ધ્યાનમાં રાખો કે, "મારે તો આ જ જોઈએ." એમ તો એવી રીતે કીધું કે, "હે ભગવાન, હું આત્મવેત્તા નથી, હું આત્મવેત્તા નથી. આપ તત્વવેત્તા છો એવું અમે સાંભળ્યું છે, તેથી આપ મને તત્વનો ઉપદેશ કરવાની કૃપા કરો, કરો." જો વરદાન કેવું માંગ્યું છે! એ માણસમાં કેટલી પરિપક્વતા છે એની, એ જોવાની વાત છે. અને તે પણ ૧૦૦૦ વર્ષની સાધના પછી પાછું આ માંગે. તેને લીધે મહામુનિ શાકાયન્યએ એ વિષયને ઘણો જ મુશ્કેલ બતાવ્યો કે, "ભાઈ, આ તો બહુ અઘરું છે." જેમ યમના દરબારમાં પહેલા પહોંચી ગયા હતા, અને યમરાજાએ પહેલા તો એને ટાળવાનો જ પ્રયત્ન કર્યો, એવી રીતના કીધું કે, "ભાઈ, તું રાજા છું અને આ બધું છોડ.
તું તારે તો કે આ તો બહુ મુશ્કેલ છે તારા માટે. તું કોક બીજું વરદાન લઈ લે." આ જો હવે આ પરીક્ષા છે. ગુરુ એમ જ્ઞાન આપતો નથી. પહેલા જોઈ લે કે કેટલો પરિપક્વ થયો છે. આમ દબાઈને એવી રીતના એ ફોલ્લો થયો ને, તો ડોક્ટરે પહેલા તો દબાવતા હતા. આજકાલ હવે એમણે બંધ કરી દીધું છે. ચેક કરી લે કે આટલું થયું છે, પછી કે આ ઉપર સીબાજોલચો પડજે અને ખાજે એટલે મટી જશે. અને અત્યારે તો ભગવાન જાણે એમાંથી શું શું કરે છે, બાયોપ્સી સુધીને પહોંચાડી દે છે. તો, "બીજું કોઈ વરદાન તું લઈ લે કે ભાઈ એને છોડ કે આ બધું."
હવે ત્યારે એવું સાંભળીને બૃહદ્રથ રાજાએ શાકાયન્ય મુનિના ચરણોમાં સ્પર્શ કર્યો અને કીધું. પહેલાએ કરવા પણ દીધો. "મોટા મોટા સમુદ્રો સુકાઈ જાય છે." શું કહે છે? "મોટા મોટા સમુદ્રો સુકાઈ જાય છે, પર્વતના શિખરોય તૂટીને ફૂટી જાય છે, ધ્રુવ પણ પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે." આજકાલ હમણાં એક ચાલ્યું છે કે ઉત્તર ધ્રુવ હવે ઉત્તર નથી, દક્ષિણ ધ્રુવ થઈ જવાનો છે અને દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ થઈ જવાનો છે, આવું બધું. એટલે આ રાજા કહે છે, "વૃક્ષ પડી જાય છે, પૃથ્વી ડૂબી જાય છે, દેવ પણ હંમેશા સ્વર્ગમાં રહી શકતા નથી, તો પછી આવા નાશવાન સંસારના વિષય ભોગથી શું લાભ?" હજાર વર્ષની તપશ્ચર્યાનું પરિણામ છે કે એના આવા વિચારો છે. હજાર વર્ષની તપશ્ચર્યા દરમિયાન એને જોયું કે સમુદ્રો સુકાઈ જાય છે, પર્વતના શિખરો તૂટી ફૂટી જાય, ત્યાં જ એને જોયું.
વિચાર કરો.
તો કહે છે કે, "વિષયોમાં ડૂબેલા પ્રાણીઓને જ્યાં સમુદ્રમાં ડૂબેલો હોય એને કોકે બચાવી શકે. વિષયોમાં ડૂબેલો હોય એને કોણ બચાવે? એના માટે તો પછી રામ આવવો જોઈએ કે પછી આ શાકાયન્ય જેવા કોઈ મુનિ આવે એને બહાર કાઢે અંદરથી ડૂબાડૂબ કેમ ક્યાંક કરે છે." એમ કરીને ત્યારે એ માણસ બહાર આવે. તો કે, "વિષયોમાં ડૂબેલા પ્રાણીઓને, જેનામાં પ્રાણ હોય એ બધા પ્રાણી એટલે મનુષ્ય. વાસ્તવમાં પ્રાણી થોડો સંસ્કારી હોય, થોડો અસંસ્કારી હોય, ડીપેન્ડ્સ. વારંવાર જન્મ મરણના ચક્કરમાં ભ્રમણ કરવા જવું પડે છે. એટલા માટે હે મુનિ પ્રવર," પ્રવર એટલે મુનિઓમાં પણ એમ આગળ પડતા શ્રેષ્ઠ, "અંધારા કૂવામાં દેડકાની જેમ પડેલો એવો મારો ઉદ્ધાર કરવામાં આપ જ સમર્થ છો. પ્રભુ, કૃપા કરો. આ સંસારમાં મને શરણ આપનાર આપ જ છો. મારી પર કૃપા કરો." આવી પ્રાર્થના કરી એને અને કીધું કે, "સ્ત્રી પુરુષ જન્ય આ શરીર અગર જ્ઞાન વગરનું હોય તો એને જ નર્ક સમજવું.
એટલે આ દેહની અંદર રહેવું પડે છે આપણે, એ જ નર્કનો અનુભવ કરે છે દિવસ રાત. પછી આમ ચોપડે છે પેલું ને પેલું આમ ફૂસ ફૂસ કરે છે ને એ બધું. પણ આ નર્કને ના શણગારવાનું, કારણ કે મૂત્રના માર્ગથી એ બહાર આવેલું છે. હાડકાનું બનેલું છે. માંસ દ્વારા તેનું લેપન કરવામાં આવે છે, લીપેલું છે. ચામડી દ્વારા તેને મઢેલું છે અને મળમૂત્ર, વાત, પિત્ત, કફ, મજ્જા, મેદ તથા કેટલી જાતના મળોથી એ ભરેલું છે. આ પ્રકારના બિભત્સ, ચિતરી ચડે એવા શરીરવાળા મને શરણ આપવા આપ સમર્થ." અને અંદરથી એવો અનુભવ થવા માટે જેમ પેલો રક્તપીતનો દર્દી હોય પોતાની બોડીને કેવું ફીલ કરતો.
હોય એનાથી ઉપરની કક્ષાએ એનો વૈરાગ્ય પહોંચી ગયો છે. તમે જુઓ કે આટલું બધું ડીપ જઈને જોઈ આવ્યો કે આ કશાયનો કોઈ અર્થ નથી. એવું આ શરીર છે ને, એમાં હું પુરાઈ ગયો છું અને હવે તો મને બહાર કાઢો. કે અનુભૂતિ થાય છે, બહાર નીકળવું છે. આવું કહેવામાં આવતા ભગવાન શાકાયન્ય મુનિએ અત્યંત પ્રસન્ન થઈ ગયા કે, "તું લાયક બસ." હવે તેમણે કહ્યું કે, "હે મહારાજ બૃહદ્રથ, તમે તો ઇક્ષ્વાકુ વંશના શ્રેષ્ઠ પુરુષ છો, આત્મજ્ઞ છો." જેણે દેહને આવો જાણી લીધો, તેને મુનિ એમ કહે છે કે તમે તો આત્મજ્ઞ છો. કારણ કે તમને ખબર પડી ગઈ છે કે આ દેહ તમે નથી, ભાઈ. દેહથી તમે કંઈક અલગ છો, એટલો તો તમને ખ્યાલ આવી ગયો છે. ભલે પૂરેપૂરો આત્માનો તમને અનુભવ નથી થયો, પણ "હું આ દેહ નથી, હું આ મન નથી" – આ અનુભવ તમે કરી લીધો છો. હવે તમે તૈયાર છો, કૃત કૃત્ય છો.
બોલો, આટલું થવું એના માટે મુનિ આટલા બધા એમ કહે છે કે તમે 'મરુત' નામથી જાણીતા છો, એ જ તમારો આત્મા છે. મરુત નામથી જાણીતા છો, એ જ તમારો આત્મા છે.
ત્યારબાદ રાજા બૃહદ્રથે કહ્યું, "હે ભગવાન, આત્માનું શું છે? એટલે આત્માનું સ્વરૂપ શું છે? એ આત્મતત્વનું વર્ણન કરવાની કૃપા કરો." એ સાંભળીને મુનિએ કહ્યું કે, "શબ્દ, સ્પર્શ વગેરે વિષયો એ અનર્થ પેદા કરનારા છે." સુંદર અવાજ સાંભળીને કાન ત્યાં ખેંચાઈ જાય કે આમ રૂપ આકારની સુંદરતા જોઈને એકદમ આંખો ખેંચાઈ જાય છે. અનર્થ પેદા કરે છે. એમાં આસક્ત બનેલા જીવાત્માને પરમ પદનું સ્વરૂપ યાદ આવતું જ નથી. પરમ પદનું સ્વરૂપ એ જાણે છે, પણ એને યાદ આવતું નથી. અંદર પડેલું છે, પણ યાદ નથી આવતું. જ્ઞાનની પ્રાપ્તિ તપ દ્વારા થાય છે. આમ કરીને કહ્યું ને કે, "તમે આમ બેસો નિશ્ચલ થઈને, તો એ આસન છે." હવે એ આસનને સિદ્ધ કરો. ત્રણ કલાક બેસો એમને એમ હાલ્યા ચાલ્યા વગર. તો એ જે ત્રણ કલાક બેઠા, તો એ ત્રણ કલાક થયેલું એ તપ છે. કારણ કે એવી રીતે બેસવાની અંદર આખું બોડી તમારું તપી જશે, તમારું મન છે એ તપી જશે.
ભાગમ ભાગ કરવું છે; શરૂઆતમાં એટલી બધી દોડાદોડ કરશે કે ના પૂછવાને. પણ તમે શાંત નિશ્ચલ થઈને બેસો છો. જે થવાનું છે ભલે થાય, પણ હું આ ત્રણ કલાક તો આમાં જ છું. નિશ્ચયપૂર્વક બેઠા છે, એવા નિશ્ચયપૂર્વક બેઠા છે. આ તપ છે. એવા તપના કારણે જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનના વશમાં હોવાને કારણે મન કાબુમાં આવે છે. મન વશમાં હોવાથી આત્માની પ્રાપ્તિ થાય છે. અને આત્મા પ્રાપ્ત થઈ જવાથી આ સંસાર નશ્વર જે છે, તેમાંથી આપણને મુક્તિ મળી જાય છે.
તો જેમ ઈંધણ સમાપ્ત થઈ જવાથી અગ્નિ જાત જ ઓલવાઈ જાય છે, એવી રીતે વૃત્તિઓના નષ્ટ થઈ જવાથી, નષ્ટ થઈ જવાથી, ચિત્ત પોતાના કારણ રૂપ આત્મામાં શાંત રૂપ થઈ જાય છે. તો ઇન્દ્રિયોનું દોહન થવું જોઈએ. પહેલા ફરી એક વખત આ જ વાત આવીને ઊભી રહે છે કે, "ઇન્દ્રિયોની અંદર રહેલી જે મનો વૃત્તિઓ છે, તે બધાને બહાર કાઢી નાખવી પડશે." આંખમાં કંઈ પણ બ્રહ્મ સિવાય કંઈ જોવાની ભાવના નથી. કાન દ્વારા બ્રહ્મ સિવાય કાંઈ પણ સાંભળવાની ઈચ્છા નથી. નાક દ્વારા બ્રહ્મ સિવાય કાંઈ પણ સુંઘવાની પણ તમન્ના નથી. જીભ દ્વારા બ્રહ્મ સિવાય કાંઈ પણ ગ્રહણ કરવાની ઈચ્છા નથી. અને સ્પર્શ તો કે, "બ્રહ્મનો જ ભાવે તો મને સ્વીકાર્ય છે, બીજા કોઈનો નહીં." આવું જ્યારે થાય, ત્યારે આત્માની પ્રાપ્તિ થઈ જાય છે અને આ નશ્વર સંસારમાંથી મુક્તિ મળી જાય. તો બધી વૃત્તિઓ નીકળી જવાના કારણે જેમ અગ્નિ ઓલવાઈ જાય છે, તેવી રીતે વૃત્તિઓનો નષ્ટ થઈ જવાથી ચિત્ત પોતાના કારણ રૂપ આત્મામાં શાંત રૂપ થઈ જાય છે.
ચિત્ત પોતે આત્માની અંદર મળી જાય છે. ચિત્ત પોતે આત્મસ્થ થઈ જાય છે. પોતાના મૂળ કારણમાં શાંત અને સત્ય તરફ ઉન્મુખ બનેલા મનને ઇન્દ્રિયોના વિષય સંબંધી મૂળતા આસક્તિ દૂર થતાં જ, કર્મને વશીભૂત ફસમાં રહેલા આ વિષય જૂઠા અને અસત્ય જણાય છે.
હવે મૂળ કારણ શું છે? આત્મા પોતે જ મૂળ કારણ છે. એની અંદર શાંત થાય છે સત્ય તરફ ઉન્મુખ બનેલું મન. સત્ય શું છે? "હું બ્રહ્મ છું" એ એકમાત્ર સત્ય છે. હવે તે તરફ વળેલું મન જે છે, તે ઇન્દ્રિયોના વિષય સંબંધી મૂળતા, ઇન્દ્રિયોની જે હતી વૃત્તિઓ બધી આસક્તિ, એ બધી દૂર થઈ જતાં જ કર્મને વશુભૂત રહેલા આ વિષયો બધા જૂઠા જણાય. એટલે જે જ્ઞાની પુરુષ હોય, એ આવી રીતના આમ બેઠો હોય, તો તેની સામે કોક આમ માનો કે પટિયા પાડતો હોય. આમ છોકરો આવે, તરત "તૈયાર થઉં છું" કે છે, "તૈયાર થવું." પેલાને એમ થાય કે, "શેનો તૈયાર થાય તું? શેના માટે તૈયાર થાય છે?" એને કુતુહલ લાગે, આમ બહુ વિચિત્ર લાગે કે આ શું કરી રહ્યો છે? કે આમ આમ કોઈ પટિયા પાડે છે કે પેલો પાછું આમ ફૂસફૂસ લગાડે ને કઈ ચોપડે ને આમ કરે ને તેમ કરે ને બધું કરીને જ બધા બહાર નીકળે છે ને?
શેના માટે બહાર નીકળે છે આવું બધું કરીને? કોને દેખાડવાનું છે? શું દેખાડવાનું છે? શું તારી પાસે હે? બૃહદ રાજાએ તો શરીરને આવું જોયું છે, તું આ બધું શું કરી રહ્યો છે? એટલે એને તો ઉપરથી નવાઈ લાગે. જે આનાથી મુક્ત થયો છે, તેના માટે ચિત્ત જ સંસાર છે. તેથી પ્રયત્નપૂર્વક એ ચિત્તનું શોધન કરવું જોઈએ. ચિત્તની શુદ્ધિ સૌથી પહેલામાં પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી. જે પ્રકારનું ચિત્ત હશે, તેની ગતિ એવા જ પ્રકારની હોય છે. એ ગુડ સનાતન સિદ્ધાંત છે. ચિત્તને જો પ્રપંચમાં જ રમ્યા કરવું ગમતું હશે, તો એ બસ એમાં જ જાજા કર્યા કરશે. કોઈને કોઈક પ્રકારની આસક્તિ હશે, મોહ હશે, તો એ ત્યાં જ દોડધામ દોડધામ મચાયા કરશે. કારણ કે એમાં એને રસ આવે છે. રસ છે નહીં, પણ એને આવવાય છે. એટલે એ કેવો છે? મિથ્યા છે, કલ્પિત છે. એને કલ્પનામાં એવું છે કે આમાંથી રસ આવી રહ્યો છે.
વાસ્તવમાં આવતો જ નથી, કારણ કે એમાં રસ છે જ નહીં. રસ ફક્ત એક જ છે: બ્રહ્મ રસ. બાકી કોઈનામાં રસ હોઈ શકે? બાકી બધો સંસાર આખો કેવો?
"છે તો કે ની રસ છે" એવો અનુભવ આવે, એમાં રસ જ નથી. સંસારમાં તો મને ખાલી બ્રહ્મમાં રસ આવે છે. જેમ થશે એટલે ચિત્ત તમારું બ્રહ્મમાં રમતું થઈ જશે. પછી સોફા સારા નહીં લાગે, ઘર સારું નહીં લાગે, ગાડી સારી નહીં લાગે, આ શરીરમાં રહેવું બી સારું નહીં લાગે. કંઈ એના વિશે વાત વિચાર કરતું બંધ કર. તું ઊભો રહે કે પહેલા બ્રહ્મની વાત કરીએ. હા, સાંભળ, હું તને એક વાત કહું કે બ્રહ્મ વિશે વિચાર કરવો એ જ આપણા માટે હિતકારી છે. ચિત્તને આવી રીતે વારે વારે શિક્ષણ આપે, એને કેળવે કે ભાઈ, તું ત્યાં ન જઈશ હો, એ ખાડો છે. તું અહીંયા આગળ બેસ કે આ બહુ સરસ ટોપ શિખર છે. સંસારનું શિખર શું છે? તો કે બ્રહ્મ છે. એટલે જે પ્રકારનું ચિત્ત હશે તેવી ગતિ એની થતી હોય છે.
મનુષ્યનું ચિત્ત જેટલું બાહ્ય વિષયમાં, ભોગોમાં આસક્ત રહે છે, તેટલું જ અગર બ્રહ્મમાં આસક્ત થઈ જાય તો પછી બંધનોમાંથી કોણ મુક્ત ના થઈ શકે? બધા જ મુક્ત થઈ શકે છે. અહીં લખેલું છે તો પોસિબિલિટી પ્રત્યેક માટે રહેલી છે. ભાઈ, એના માટે શું કરવાનું? પછી કહી દીધું, "હૃદય કમળની વચ્ચે બુદ્ધિના બધા જ કર્મોના સાક્ષી રૂપ અને પરમ અનુપમ પ્રેમના વિષયભૂત પરમેશ્વરનું જ્ઞાન મેળવવું જોઈએ, જાણવું જોઈએ." પરમેશ્વર જે અંદર છે તેને બસ આ રીતના પ્રાપ્ત કરો એમ કહી દીધું. ટૂંકમાં, આ અવિનાશી પરમાત્મા મન અને વાણીથી જાણી શકાતો નથી. એ આદિ અને અંતથી રહિત છે. એ એકમાત્ર સત રૂપી પ્રકાશથી સતત પ્રકાશિત થાય છે અને એ કલ્પના છે. યુ કેન નોટ ઈમેજીન કે બ્રહ્મ કેવું છે. આ પરમ તત્વનો સ્વીકાર કરવા અને છોડવા માટે સામાન્ય ભાવની તથા વિશેષ ભાવની કલ્પના પણ કરી શકાતી નથી.
એ પરમાત્મા તો શાંત, સ્થિર, ગંભીર છે. એ પ્રકાશયુક્ત પણ નથી, અનંત અંધકાર રૂપમાં ફેલાયેલો પણ નથી, પરંતુ સંકલ્પ રહિત, આભાસ રહિત અને મુક્ત ચૈતન્ય રૂપ છે. એ પરમાત્મા કેવો છે? નિત્ય શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, મુક્ત સ્વભાવ છે, સત્યરૂપ છે, સૂક્ષ્મ છે, સર્વવ્યાપી છે અને અદ્વિત છે. "આ પરમાનંદનો સાગર અને પ્રત્યેક સ્વરૂપને ધારણ કરનારો હું જ છું, એમાં કોઈ શંકા નથી." "અંતઃકરણમાં મળનારા આનંદની આશ્રિત આશા રૂપી પિશાચીનીને દૂર ધકેલનારા, સંપૂર્ણ જગતને મદારીના ખેલની જેમ જોનારા અને અસંગ ટોળામાં સૌથી છેલ્લે ઊભેલો હોય એવા મારા અંતઃકરણમાં દુઃખનો પ્રવેશ ક્યાંથી થઈ શકે?"
વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરનારા અજ્ઞાની લોકો જ પોતાના કર્મોનું ફળ ભોગવે છે, પરંતુ વર્ણ વગેરે ધર્મો ત્યાગીને, છોડીને આત્મામાં જ સ્થિર રહેનારો મનુષ્ય અંતઃકરણના આનંદથી પરિપૂર્ણ રહે છે. "હું છું ભાઈ, તેમાં બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્રનું શું કામ છે? કોઈ કામ નથી." અને આત્મા બ્રાહ્મણ હોતો નથી, વૈશ્ય બી હોતો નથી. તો આ બધા જે બાબતો છે તે શું છે? મનના લેવલ ઉપર જ રહી જાય છે. એનાથી બધું છોડી દે અને તું તારા આત્મ સ્વરૂપની અંદર સ્થિર થઈ જા. એટલે વર્ણ અને આશ્રમ ધર્મ અને અંગ અવયવોથી યુક્ત એવું આ શરીર, આ બધું આદિ અને અંત વાળું છે. અત્યંત દુષ્ટપ્રદ્ધ છે, મતલબ ખૂબ દુઃખ આપનારું છે. સરવાળે તો દરેક વસ્તુ તું જેને તું તારી સમજે છે એ તને બહુ દુઃખ આપશે, બહુ દુઃખ આપશે. એટલે પુત્ર વગેરેના શરીરો પર મોહ ના રાખતા પરમાનંદ રૂપ અનંતમાં પ્રતિષ્ઠિત રહેવું જોઈએ.
પરમાનંદ રૂપ અનંતમાં પ્રતિષ્ઠિત રહેવું જોઈએ. ફરી એક વખત સાંભળો, પરમાનંદ રૂપ અનંતમાં પ્રતિષ્ઠિત રહેવું જોઈએ. બસ, "તે હું છું, તે હું છું, તે હું છું." તે આ સાધના છે. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. હવે આપણે ફરી બે વાગે મળીશું. જય સચ્ચિદાનંદ.
ૐ પૂર્ણમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે
શાંતિ શાંતિ શાંતિ ૐ
જય સચ્ચિદાનંદ
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.