અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૫૫

વિડિયો ૫૫

લેખ ૫૧ / ૧૪૯ · 7 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

જ્ઞાનને અજ્ઞાનીઓ દ્વારા શું બતાવવામાં આવ્યું છે કે "આ જ્ઞાન માર્ગ છે" એવી રીતના સમજાવવામાં આવે છે, કેમ કે તેઓ અભિમાન સહિત તે માર્ગ ઉપર ચાલ્યા કરતા હોય. "આ જ્ઞાન માર્ગ છે, આ અમારો માર્ગ છે." સમજાયું? કેટલા મત છે, કેટલા પંથ છે, તમે જુઓ. દરેકના અનુયાયીઓને તપાસ કરશો એટલે તમને મળશે. છેવટે એ લોકો એક અભિમાનપૂર્વક એ માર્ગ ઉપર ચાલતા હશે અને એ માર્ગને એ લોકો જ્ઞાન માર્ગ સમજતા હશે. એમ કહે છે કે "અમારું સાચું, આ બરાબર છે." બસ, એવા લોકો પુષ્પિત એટલે મુગ્ધ વચનોથી મોહિત થઈ જાય છે. મીઠું મીઠું બોલે, "બોલ તો મીઠે બોલ." જે પ્રમાણે માતાઓ છોકરાને દવા આપતી વખતે થોડો ગોળ ભેગો કરીને આપી દે દવા, એટલે એવી રીતે એ અપથ્ય ગોળનું પ્રલોભન આપીને દવા આપે છે, ખરેખર એમ કહે છે તે પ્રમાણે. અનેક દેવોની ઉપાસનાઓ, ગુરુ પ્રત્યેની નિષ્ઠા, તીર્થ સેવન અને અનેક પ્રકારના સત્કર્મ કરનારા પણ દેવોને ઠગે છે.

સમજાય છે? આ બહુ પ્રોફાઉન્ડ વસ્તુઓ છે, પણ આ જે છે એ આ હકીકત છે અને આ ઉપનિષદ કહે છે. અર્થાત, તેઓના ઉપરોક્ત કર્મોની પાછળ પણ તેમની એ ઈચ્છા રહે છે કે અમારી સદગતિ થાય.

અમુક પુરુષો પોતાને કહે છે કે "અમે વૈદિક છીએ." અમુક બીજા એવું નથી કહેતા. કોઈ પોતાને સમસ્ત શાસ્ત્રોના જ્ઞાતા કહે છે, તો કોઈ પોતાના દેવના અનુગ્રહી કહે છે. "શીતળા માતા બેઠા છે, કાલકા માતા બેઠા છે, મારા હૃદયની અંદર જનાર્દન બેઠા છે," અને પછી ચાલે રાખતું હોય એમનું જે કંઈ કરતા હોય તે બધું. એમ એમ એમ કોઈ કહે છે કે "અમે તમને સ્વપ્નમાં અમારા ઉપાસ્ય દેવ દ્વારા બતાવેલી વાત કહીએ છીએ." તમને જેમ કે લોકો ચોરી કરેલો માલ મળી જશે કે નહીં એમ બતાવવા આવે ને, ત્યારે એને પછી આ બતાવે લોકો. કોઈ પોતાને દેવતા બતાવે છે, તો કોઈ કહે છે "અમે ભગવાન વિષ્ણુ રૂપી કમળ પર ગુંજાર કરનારા ભ્રમર (ભમરો) છીએ." કોઈ પરમ ભક્ત હોવાની પ્રસન્નતામાં નૃત્ય કરે છે. કોઈ મૂર્ખ પોતાને પરમ ભક્ત કહેતા કહેતા રડવા લાગે છે અને ભૂમિ પર પડી જાય છે. ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા કે રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા, જાણે એવી રીતના વર્તન કરતા હોય.

જે પણ આ પ્રકારના છે તે લગભગ બધા અજ્ઞાનીઓ છે. આ કોઈને હજી આત્માનો પડછાયો પકડાયો નથી એમ કહે છે. તે બધા લગભગ અજ્ઞાની છે.

હવે આગળ કહે છે કે જે જ્ઞાની છે અને જે તત્વજ્ઞાની છે, એ બેમાં કોણ વિશેષ છે? જે જ્ઞાની છે અને જે તત્વજ્ઞાની, બે વચ્ચે કોણ વિશેષ છે? તો કહે છે, કોઈ વિશેષ હોઈ જ ના શકે. વિશેષ એક જ છે. બસ, અમુકનો અમુક સાથે માત્ર મતની દ્રષ્ટિએ ભેદ હોય છે. "તમારો મત આવો છે, મારો મત આવો છે," તો પછી મતભેદ થઈ ગયો. આ સર્વમાન્ય મત છે, બધાને આ જ થયા કરે છે. અને એવું બોલે અને પાછા એમ કહે કે "આ સર્વમાન્ય મત છે કે આવું જ હોય સંસારમાં." પાછા એવું પણ કહે કે જ્યાં આગળ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઈશ્વર જાય છે, ત્યાં કુતરા, બિલાડા, ગધેડા અને કીડા પણ જાય છે. આ પણ સર્વમાન્ય છે. બધાને ખબર છે કે કુતરા, ગધેડા, બિલાડા અને કીડા ના તો ઉત્તમ છે કે ના મધ્યમ છે કે ના તો નીચ છે, કારણ કે દરેકનું સૃષ્ટિમાં પોત પોતાનું પરયુક્ત સ્થાન છે. સૃષ્ટિ રચના જ્યારે થાય છે, ત્યાં દરેકને રુદ્ર ત્યાં બેઠા છે સૌથી ટોપ પર.

ઓકે, બરાબર છે. તમે અહીંથી જુઓ છો એટલે એ ટોપ દેખાય છે. એ ત્યાંથી આમ જુએ છે તો ત્યાં આગળ કોણ છે? તો કે કુતરા, બિલાડા ને ગધેડા છે, કીડા છે. તો એ પણ પોત પોતાની જગ્યાએ છે. એટલે ના તો આ શ્રેષ્ઠ છે, ના તો તે શ્રેષ્ઠ છે એમ કહેવા માંગે છે. એટલે જ્યાં સુધી કોઈપણ નામ રૂપની અંદર હો ત્યાં સુધી બધું જ એક સરખું સમાન જ છે. બધું સૃષ્ટિ જ છે અને બીજું કંઈ નથી. એટલે ત્યાં આગળ આ બધું પુણ્ય-પાપ, આ તે બધું બધું રહે જ કરવાનું, ચાલ્યા જ કરવાનું. બધા ખેંચમતાણી કર્યા જ કરવાના એકબીજાની. બધું આ રહેવાનું. આત્મામાં આ બધું હોતું નથી અને સ્પષ્ટ સમજી લેવાનું. જે એક વખત એમાં પડ્યો એટલે પૂરું થઈ ગયું. એના માટે આ બધું કશું છે નહીં. એનો પરપોટો હવે ક્યાં આગળ વિલીન થવાનો? પરમાત્મામાં સીધો. બસ, આ છેલ્લો છે અને પછી પતી ગયું. બસ, આટલી જ વાત હોય છે, બીજું કશું હોતું નથી.

એટલે ના તત શબ્દ છે, ના કેમ શબ્દ એટલે કે પ્રશ્ન ને ઉત્તર કંઈ નથી. ના આ બધા શબ્દો છે. અર્થાત, બીજો કોઈ શબ્દ છે નહીં.

"ન માતા ન પિતા ન બંધુ ન પત્ની ન પુત્ર ન મિત્ર ન અન્ય કાંઈ પણ નથી." તો પણ સાધકોએ આત્મસ્વરૂપને સમજવાની આકાંક્ષાથી અને જીવનમુક્ત બનવાની ઈચ્છાથી સંતોની સેવા કરવી જોઈએ. સંત કોણ છે? જે શાંત થઈ ગયો હોય એ સંત. એને કરવાપણું ના રહ્યું હોય એ શાંત થયો કહેવાય. એક પેલો શાંત થઈ જાય છે, તે પછી એ જાય છે, બરાબર? લોકો એનું વિસર્જન કરી દે. આ સંત હોય છે, તો એ હોય છે એક કાળ સુધી હોય છે અને પછી એ પણ જાય છે. એ પણ પછી એ રીતે પણ શાંત થઈ જાય છે. બસ, કોઈ ધમાલ નહીં, કોઈ ઉથલપૂથલ નહીં, કોઈ ડખો-ડખલ નહીં, કશું જ નહીં. એ સંત. ચિત્તની વૃત્તિઓ જેની શાંત થઈ ગઈ હોય એ સંત કહેવાય. એને મુવમેન્ટ ના હોય. ઘડિયાળમાં પેલું એક નાનું ખબર છે આમ આમ થતું હોય? આ ચિત્ત એવું. એક્ચ્યુલી પેન્ડ્યુલમ તો ઘણું મોટું આવતું હતું. એને મશીનની અંદર એક એવું પાછળું આમ જરાક જરાક હાલ્યા કરતું હોય, આમ જરાક જરાક.

મેં એવું એક જગ્યાએ જોયું'તું એટલે મને ખબર પડી ગઈ હતી કે આ ચિત્ત આવું હોય છે. આમ આ મુવમેન્ટ આમ આમ થયા કરે જરાક જરાક. એટલે સ્ત્રી, પુત્ર, ધન, ઘર બધું તેઓને અર્પિત કરી દેવું જોઈએ. એટલે કે તેમના નિમિત્તે મોહ છોડી દેવો જોઈએ. એમ કે આ બધી વસ્તુઓનું આ બધું ફેંકી દેવાનું છે, કાઢી નાખવાનું છે એવું નથી કહેતા. એનો મોહ છોડી દેવો જોઈએ. કર્મ સાથે અદ્વૈતપણું ન રાખતા ભાવ સાથે અદ્વૈતપણું રાખવું જોઈએ. કયો ભાવ? આત્મભાવ. બીજા કોઈ ભાવ સાથે દ્વૈતપણું રાખી શકાય, આના સાથે અદ્વૈતપણું.

નિશ્ચય સર્વાદ્વૈત રાખવું જ જોઈએ, એટલે કે "બધું જ જે કંઈ છે તે અદ્વૈત છે" એવો ભાવ રાખવો.

ગુરુમાં દ્વૈત અવશ્ય કરવો જોઈએ, કેમ કે તેથી વધારે કંઈ પણ નથી. તેઓના દ્વારા સંપૂર્ણ જગત પ્રકાશિત હોય.

એટલે આ ગુરુ, ગુરુ છે તે આખી પૂજાની વાત કરે છે. એટલે એવી રીતે જુદું છે, એટલે કે ગુરુની કૃપાથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

ગુરુ કોણ? એકલવ્યનો ગુરુ કોણ હતા? ગલત! દ્રોણાચાર્યની મૂર્તિ એમના ગુરુ હતા, એકલવ્યના. એને બધું સમર્પણ કરી દે. હવા બધું બધ વિનય, વિવેક, વૈરાગ્ય જે કંઈ હોય એ પોતાનું જે કંઈ છે એ બધું આપી દે. અને એને ભાવ સમર્પણ કરી દીધું ત્યાં ગણે, પછી વિદ્યા એને પ્રાપ્ત થઈ જાય.

આવી રીતે આત્મા પાસે જવાનું અને બધું એને ભાવ સમર્પણ કરી દેવાનું. અને પછી બસ એના પાસેથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને કેવળ, જેને કહેવાય, આત્મા બનીને રહેવાનું.

જે આ તથ્યને સારી રીતે જાણે છે, એ જીવનમુક્ત થઈ જાય છે.

ઉપનિષદનું નામ સ્પષ્ટ સંભળાયું નથી, ટ્રાન્સ્ક્રિપ્શનમાં ખોટું ઉકેલાયું છે: "ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષયતે. ૐ શાંતિ શાંતિહ શાંતિહ." જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.