ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૪
વિડિયો ૮૪
ૐમ ૐમ ૐમ. અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર ગમય, મૃત્યુર મા અમૃતમ ગમય. શાંતિ. પરબ્રહ્મ પરમાત્માને હૃદયપૂર્વક વંદન કરું છું. પરબ્રહ્મને તેના તમામ નામ રૂપોની અંદર જે પરમ તત્વ રહેલું છે તેને હૃદયપૂર્વક વંદન કરું છું.
હું ઓમમાં સ્થિર છું, ઓમ મારામાં સ્થિર છે. નામરૂપ, સ્થળકાળ, દિશાઓનો બાદ થવાથી હવે હું ઓમમાં સ્થિર થયો છું. ઓમ એ બ્રહ્મ છે, તે બ્રહ્મ મારું સ્વરૂપ છે, તેથી હું બ્રહ્મ છું. ૐમ શાંતિ.
ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ખં બ્રહ્મ, ખં પુરાણં, વાયુરિતિ હ સ્માહ કૌરવ્યાયણીપુત્રઃ, વેદોઽયં બ્રાહ્મણા વિદુઃ, વેદેન હ વૈ તદ્વેદિતવ્યમ્.
એ કહે છે કે જેને આપણે બ્રહ્મ કહીએ છીએ એ પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે, બ્રહ્મથી પરિપૂર્ણ છે. એ પૂર્ણ બ્રહ્મથી આ પૂર્ણ વિશ્વ ઉત્પન્ન થયેલું છે. આ પૂર્ણ બ્રહ્મમાંથી આ પૂર્ણ જગતને કાઢી લેવાથી પણ પૂર્ણ બ્રહ્મ જ શેષ રહે છે.
"ૐ" આ અક્ષરથી સંબોધિત "ખમ" એટલે કે અનંત આકાશ અથવા તો પરમ વ્યોમ બ્રહ્મ છે. આકાશ સનાતન પરમાત્મ રૂપ છે. જે આકાશની અંદર વાયુ વિચરણ કરે છે, વહે છે, એ આકાશ જ ખમ છે એવું કૌરવ વ્યાયની પુત્રનું કહેવું છે. આ ઓમકાર સ્વરૂપ બ્રહ્મ જ વેદ છે. આ રીતે જ્ઞાની બ્રાહ્મણ જાણે છે, કારણ કે જાણવા યોગ્ય આજ છે. એ બધું જ ઓમકારરૂપ વેદથી જાણી શકાય છે.
એક સમયે એવું બન્યું કે દેવ, માનવ અને અસુર એમ ત્રણેય પ્રજાપતિના પુત્રોએ બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં પ્રજાપતિને ત્યાં નિવાસ કર્યો. બ્રહ્મમાં ચરણ કરવો અને બ્રહ્મ વિશે જ વિચાર કરવો, બ્રહ્મ વિશે જ જીવનમાં બધું આગળ દરેક ક્રિયાઓમાં બ્રહ્મને અગ્રસ્થાને રાખીને કાર્ય કરવું એને બ્રહ્મચર્ય કહેવાય.
બ્રહ્મચર્ય વાસ પૂર્ણ થયા પછી દેવતાઓએ પ્રજાપતિને વિનંતી કરી અને કહ્યું કે, "આપ અમોને ઉપદેશ આપો." ત્યારે પ્રજાપતિ ત્યાં બેઠા હતા, તેમણે "દ" બોલ્યા અને પૂછ્યું કે, "શું તમે આનું તાત્પર્ય સમજી લીધું?" ત્યારે દેવોએ કહ્યું કે, "હા, આ સમજી ગયા. આપે અમને ઇન્દ્રિયોનું દમન કરો એવું કહ્યું છે." ત્યારે પ્રજાપતિ બોલ્યા, "ઠીક, તમે સમજી ગયા."
ત્યારબાદ મનુષ્યોએ પ્રજાપતિને કહ્યું, "આપ અમને ઉપદેશ પ્રદાન કરો, કૃપા કરો." ત્યારબાદ એ મનુષ્યોને પણ પ્રજાપતિએ "દ" એવો ઉપદેશ આપ્યો. પછી પૂછ્યું કે, "શું તમે આનું તાત્પર્ય સમજ્યા?" ત્યારે સમસ્ત માનવો બોલ્યા કે, "હા, અમે સમજી ગયા." તેમણે કહ્યું, "આપે અમને દાન કરો એ પ્રમાણે કહ્યું છે." પ્રજાપતિએ કહ્યું, "હા, તમે ઠીક સમજી ગયા."
અંતમાં અસુરોએ પ્રજાપતિને ઉપદેશ કરવાની પ્રાર્થના કરી. પ્રજાપતિએ તેમને પણ "દ" એક શબ્દનો, એક અક્ષરનો ઉપદેશ કર્યો અને પૂછ્યું કે, "શું તમે બધા આનો અર્થ ભાવ સમજી ગયા?" ત્યારે અસુરોએ કહ્યું, "હા ભગવાન, અમે તો સમજી ગયા. આપે અમોને દયા કરો એવો ઉપદેશ પ્રદાન કર્યો છે." ત્યારબાદ પ્રજાપતિ બોલ્યા, "હા, બરાબર તમે સમજી ગયા."
અને આ પ્રજાપતિના અનુશાસનનો "દઘ" ગર્જના રૂપમાં દૈવી અવાજ આજે પણ અનુમોદન કરે છે. અર્થાત, દમન કરો, દાન કરો, દયા કરો. આ કારણથી આ ત્રણેય દમન, દાન અને દયાનો બોધ ગ્રહણ કરવો જોઈએ.
આ પ્રજાપતિના ત્રણેય પુત્રોએ એક જ અક્ષર "દ" થી શું કર્યું? પોતાને અનુકૂળ ભાવ ગ્રહણ કરી લીધો અને પ્રજાપતિ સંતોષ પામ્યા. આ કેવી રીતે સંભવ બન્યું? તો ઉત્તર છે: બ્રહ્મચર્ય તપથી શુદ્ધ અંતઃકરણના આધાર પર આ સંભવ બન્યું. એક અક્ષર બોલવા છતાં પણ એનો ભાવાર્થ તેમને પકડી લીધો. તો આ કેવી રીતે બન્યું? તો કે બ્રહ્મચર્યના તપથી અને શુદ્ધ અંતઃકરણ જે થયું હતું એના આધારે. નહીં તો તો શું થાય કે આખું વાક્ય બોલે કે દિવસોના દિવસો સુધી ઉપદેશ કર્યા કરે તો પણ એ પરિણામ પામતું નથી, કારણ કે ત્યાં તૈયારી નથી. હવે ખેતર તૈયાર ના હોય ને તમે બી વાવ્યા કરો તો એનો કોઈ અર્થ સરતો નથી. એવી રીતે આ વિકારોના આવરણમાં સત્યના સ્પંદન ગ્રહણ કરી શકાતા નથી.
તો ઋષિ અહીંયા આગ્રહ કરીને કહે છે કે આજે પણ આપણે પ્રજાપતિના આ ત્રણ નિર્દેશોનું પાલન કરવું જોઈએ. પ્રશ્ન ઉઠે કે શું આપણે મનુષ્ય છીએ તો ત્રણેય નિર્દોષોનું અનુપાલન શા માટે કરીએ? તો એનું સમાધાન એ છે કે અગર આપણે બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મને અનુકૂળ આચરણ (બ્રહ્મચર્યની જો અહીં કેટલી સુંદર ડેફિનેશન કરી દીધી) ની સાધના કરીએ તો સ્પષ્ટ થઈ જાય કે જ્યારે પોતાના સ્વમાં દેવત્વનો ઉદય થાય તો તેથી ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠતાના અહંકારથી બચવા માટે થઈને આપણે દમનનો સહારો લેવો જોઈએ. અહંકારનું દમન કરવાનું છે એમ અહીંયા ભાવાર્થ આપ્યો.
જ્યારે પણ મનુષ્યચિત ભાવ જાગે તો સંકીર્ણ સ્વાર્થ પેદા થાય છે. મનુષ્યને બધું ગ્રહણ કરવું હોય, બધું મારું મારું કરી લેવું હોય છે. એટલા માટે એના માટે ઉપદેશ છે કે દાન કરો. દાન કરવાથી શું થશે કે અહંકાર દૂર થશે. ગ્રહણ કરવાનો જે ભાવ છે, બધું એકઠું કરવાની જે બાબત છે, તેમાં તેને મુક્તિ મળશે. અને જ્યારે આસુરી ભાવો જાગે ત્યારે ક્રૂરતાથી બચવા માટે માણસ જ્યારે એકદમ આસુરી ભાવમાં જાગે, ક્રોધમાં આવી જાય, તમસ બહુ જ પેદા થઈ જાય ત્યારે શું થાય? તો એ હિંસાનો આશ્રય લે છે. એટલા માટે તેને કીધું કે તું દયા રાખજે. જરૂર પડે કોકને મારી નાખજે પણ દયાભાવ છોડતો નહીં. ગીતામાં પણ આજ કહ્યું હતું. એટલે તારાપણું છોડી દે. તું બધું કે "હું આ કરું છું" એ ભાવ તું ત્યાજી દે.
આજે હૃદય છે એ પ્રજાપતિ છે. હૃદયની અંદર બધી વૃત્તિઓ છે. પાંચગઢ પાંચ ગડ કર્યા જ કરો છો. દિવસ રાત ચાલ્યા કરે છે: "આમ કરવું કે આમ કરવું? આમ નહીં કરવું અથવા તો આમ કરવું જ હોય." બધું કંઈ આમ ચાલ્યા કરતું હોય તો તેને પ્રજાપતિ કહેવામાં આવે, કારણ કે એમાંથી એટલી બધી પ્રજા...
પેદા થયા જ કરતી હોય છે. દિવસ-રાત એક સેકન્ડમાં કેટલાય વિચારો આવી જાય અને ક્યાંય કેટલી વૃત્તિઓ ઉદ્ભવ પામી જાય, કેટલી વાસનાઓ બધી બની જાય અને બધું અંદર જમા થઈ જાય હૃદય આકાશની અંદર. એટલા માટે કહે છે કે બ્રહ્મ એ સર્વ કંઈ છે. આ હૃદય ત્રણ અક્ષર વર્ણો અથવા ક્ષરિત ન થનારા ગુણોથી યુક્ત છે.
"હૃ" આ એક અક્ષર છે. આ "હૃ" યજ્ઞ ધાતુથી બનેલ છે, જેનો ભાવ હરણશીલ થાય છે. જે આ જાણે છે, એના માટે પોતાના તેમજ બીજા પ્રાણ પ્રવાહ અથવા પ્રાણી અભિહરણ કરે. ગમે ત્યાંથી અભિષ્ટ પદાર્થ મેળવીને આપે છે.
"દ" એક અક્ષર છે, દાનાર્થ ધાતુથી બને છે. "ર" "દ" અને હવે આગળ દાનાર્થ ધાતુથી બનેલો છે. તો જે આ જાણે છે, એના માટે પોતાના અને અન્ય બધાના માટે દાન કરો. તો એ દાન કર્યા કરશે, એટલે સ્નેહપૂર્વક પોતાની પાસે જે કાંઈ હોય તે બીજાને આપે છે. કચવાતા મને આપ્યું હોય એને દાન કહેવાય? ફોર્સફુલી આપણે વૃત્તિઓનું દમન કરીને કોઈકને આપ્યું હોય એ પણ દાન કહેવાય નહીં.
અને ત્રીજો અક્ષર છે "ય" હૃદયમાં. તો એ "યમ" છે. આ "ઈણ ગત્ય" અર્થાત ધાતુથી બનેલો છે. આ જાણકારને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. હૃદયના ત્રણ ભાવ છે જે આવશ્યક છે: જે પોતાની પાસે નથી એને મેળવવું; જે છે એને શ્રેષ્ઠતા પ્રયોગો માટે આપવું; અને પોતાના શ્રેષ્ઠ લક્ષ્ય તરફ ગતિશીલ રહેવું. આ ત્રણેય ભાવ મળીને મનુષ્યને આ લોક અને બીજા લોકોના અનુદાનોની સાથે સદગતિની પ્રાપ્તિ થવા માટે એ સામર્થ્ય કેળવી શકે છે.
આ હૃદય જ સત્યરૂપ છે. એ જ મહાન યક્ષ છે. એ જ બ્રહ્મના રૂપમાં પ્રસિદ્ધ છે. જે વ્યક્તિ આ સમજે છે, જાણે છે, એ આ સમસ્ત લોકોને જીતી લે છે. જે અસત્ય માને છે, એ એનાથી પરાજય મેળવીને નષ્ટ થઈ જાય છે. હૃદયના ભાવને સમજી નથી શકતું, એટલા માટે નષ્ટ થઈ જાય છે. તો જે આ રીતે મહાન યક્ષ, આદિ પુરુષ, પૂજ્ય, પ્રથમ ઉત્પન્ન થયેલા સત્ય બ્રહ્મને જાણે છે, એને જ આ ઉપયુક્ત ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે સત્ય જ બ્રહ્મરૂપ છે.
આ જગત પ્રારંભિક કાળથી "આપહ" એટલે કે જળ, એ "આપ"થી મૂળ ક્રિયાશીલ તત્વ એનું નામ છે. "આપ"ના રૂપમાં જ હતું. સૌથી પહેલા મૂળ ક્રિયાશીલ તત્વ. પહેલા તો કોઈ ક્રિયા પણ નહતી, કશું જ નહતું. પણ એમાં ક્રિયાશીલતા ઉત્પન્ન થઈ, કેમ કે બ્રહ્મનું પહેલું સ્ફૂરણ થયું અને એટલે એનામાં ક્રિયાશીલતા, હલચલ પેદા થયું. ત્યારબાદ એ "આપ" દ્વારા સત્ય એટલે કે યથાર્થ દેખાનારા જગતનું સર્જન થયું. એટલા માટે સત્ય જ બ્રહ્મનું સ્વરૂપ છે.
બ્રહ્મે પ્રજાપતિને અને પ્રજાપતિએ સમસ્ત દેવોને ઉત્પન્ન કર્યા. બ્રહ્મે શું કર્યું? પ્રજાપતિને ઉત્પન્ન કરી દીધા. પ્રજાપતિએ પછી બીજી પ્રજા ઉત્પન્ન કરી, એટલે પ્રજાપતિ કહેવાયા. એ બધા જ દેવગણ બ્રહ્મરૂપ સત્યની ઉપાસના કર્યા કરે છે.
"આસત સત્યનામ" ત્રણ અક્ષરથી યુક્ત છે. "સ" એ પ્રથમ અક્ષર છે. "તી" ઉચ્ચારણ કરવા માટે "ત" ને "તી" એ બીજો અક્ષર તથા "યમ" એ ત્રીજો અક્ષર છે. આ ત્રણેયમાં પ્રથમ અને ત્રીજો અક્ષર જ સત્યરૂપ છે. પ્રથમ અને ત્રીજો અક્ષર જ સત્યરૂપ છે. વચ્ચેનો અક્ષર કેવો છે? અનૃત છે, અનૃત છે. આ અનૃત એટલે તકાર એ બંને બાજુથી સકાર અને યકાર રૂપ સત્યથી વ્યાપ્ત છે. સતત "ય" આપણે "ત" વચ્ચે જોડાય છે, એટલે "સ" અને "ય" ને એ જોડે છે. એવી રીતે એ સત્યથી વ્યાપ્ત છે. તેથી સત્ય આ નામ સત્ય પ્રાયહ જ છે. આ રીતે જાણનારની અનૃત ક્યારે પણ હિંસા કરતું નથી.
આ નશ્વર પદાર્થ અથવા જગત, જગત આખું નશ્વર છે, એટલે એને પદાર્થ કહી દીધો. એક જ જગત છે એમ જાણે કે અને સત્યના સંપુટમાં સત્યએ જ એને ઘેરેલું છે બરાબરનું અને ઓતપ્રોત થયેલું છે પાછું એની અંદર. તો સત્યથી ઉત્પન્ન છે અને એમાં જે લીન થાય છે, સત્ય છે એ જ બ્રહ્મ છે, અગાઉ આપણને કહી દીધેલું છે. તો આ જાણનાર નશ્વર પદાર્થનો સામાયિક ઉપયોગ કરતા રહેવા છતાં પણ એમાં લિપ્ત બનીને નષ્ટ થતા નથી, એવો ઋષિનો અહીં ભાવ છે.
તો કંઈ પણ પદાર્થ કે કશાને તમે જ્યારે પણ જોતા હો છો, ત્યારે તમને એના સત્યપણાનો બોધ હોવો જોઈએ કે એ છે એટલા માટે આ પદાર્થ ઉત્પન્ન થયો છે, નહીં તો આનું અસ્તિત્વ જ નથી. અને અત્યારે જ્યારે આ બનેલો છે, ત્યારે પણ એ સત્યથી ઓતપ્રોત છે સંપૂર્ણપણે. એકે એક અણુઓની અંદર, બે અણુઓની વચ્ચે પણ એ પેસી ગયેલો છે. એવી રીતે ડૂબાડૂબ છે બધું. ભલે આપણને આ ઘન લાગે છે. ચૈતન્ય તો ગમે ત્યાં પેસી જાય, એને તો કઈ જરૂરત જ નથી, કારણ કે સૂક્ષ્મતમ છે.
એ સત્ય આદિત્ય રૂપ છે. આદિત્ય રૂપ એટલે અત્યંત પ્રકાશવાન, સ્વયં પ્રકાશિત છે અને તેજસ્વી છે. એટલા માટે એને અહીંયા આદિત્યની સંજ્ઞા આપવામાં આવી છે. આ સૂર્યમંડળમાં રહેલા પુરુષ અને જમણા નેત્રમાં રહેલા પુરુષ બંને પરસ્પર સંયુક્ત છે. તો જમણા નેત્રમાં રહેલા પુરુષ અને તે પુરુષ એ બંને સંયુક્ત છે, જોડાયેલા છે, આવી આ વાત છે. તે આ બંને પુરુષો પાછા એકબીજામાં રહેલા છે. આની અંદર એ છે ને એની અંદર આ રહેલો છે, એવી રીતે સમજાવાનું.
સૂર્ય કિરણોના માધ્યમથી ચાક્ષુસ પુરુષમાં રહેલ છે અને ચાક્ષુસ પુરુષ આદિત્યમાં પ્રાણના રૂપે રહેલો છે. જ્યારે ચાક્ષુસ પુરુષ નીકળવા લાગે છે, એ સમયે આદિત્ય મંડળને જ જુએ છે. મંડળ એટલે એનો પ્રકાશમાન જે કંઈ હોય બિંબ તેને જ એ જુએ છે અને ફરીથી એ કિરણો પાછા ફરીને નજીક આવતા નથી. એ બસ નિરંતરમાં ગતિમાન બની જતા હોય છે.
આ આદિત્ય મંડળમાં જે આ સત્ય નામથી યુક્ત પુરુષ વિદ્યમાન છે. "ભૂ" એનું શિર છે. એ પુરુષનું શિર, મસ્તક એક છે અને એ અક્ષર પણ એક જ છે. "ભુવ" એ એની ભુજાઓ છે. એની ભુજાઓ બે છે. એ અક્ષર પણ બંને ભુજાઓના રૂપમાં બે છે. "સ્વહ" એ પ્રતિષ્ઠા અથવા ચરણોના રૂપમાં છે. ચરણ એટલે પગ. એ "સ્વ" અથવા તો "સુવહ" અક્ષર પણ બે છે. "અહર" એ શબ્દ "હન" ધાતુથી બનેલો છે. એનો અર્થ થાય છે હનન કરતા. એ આ પુરુષનું ઉપનિષદ નામ છે, ગુઢ નામ છે. જે આ રીતે...
જાણીને બ્રહ્મની ઉપાસના કરે છે, એ પાપોનું હનન કરીને એને છોડી દે છે. તો દરેક વખતે જાણવાનું, આપણે શું કીધું? રેફરન્સ પોઈન્ટ શું હોવો જોઈએ? બ્રહ્મ હોવું જોઈએ. બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે. તો આ હંમેશા આપણા હૃદય આકાશની અંદર હંમેશા વિદ્યમાન હોય અને એ કેવું? તો કે બસ આમ નિરંતર પ્રકાશિત થયા જ કરતું હોય છે. એવી રીતના એને આપણે ધારણ કરેલું હોવું જોઈએ.
આ જમણા નેત્રમાં જે પુરુષ છે, 'ભૂ' તેનું મસ્તક છે. મસ્તક એક છે અને એ અક્ષર પણ એક જ છે. 'ભૂવ' એ એની ભુજાઓ છે. તો બે ભુજાઓ છે અને એ અક્ષર પણ બંને ભુજાના રૂપમાં બે છે. 'સ્વહ' એ પ્રતિષ્ઠા અને ચરણોના રૂપમાં છે અને 'સ્વ' એટલે કે અક્ષર પણ બે છે. તો 'અહમ' એનો અર્થ પણ હનન કરતા છે. પહેલા શું કીધું? 'હન' એ એનો કર્તા છે. અહીંયા કહે છે, 'અહમ' એ પણ હનન કરતા છે. અહંકારથી માણસ હંમેશા હિંસા કરી બેસે છે, બીજાની વાત તોડી પાડે છે અને પોતાને સર્વોપરી સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. એ જે કંઈ ઊભું થાય છે પ્રયત્ન, તે અહમ છે એમ એ કહે છે અને એ પણ હનન કરતા છે કોનો? અન્ય લોકોનો. એમનો એ તેજોવધ કરી નાખે છે. ગઈકાલે, પરમ દિવસે આપણે વાત કરી હતી એ રીતની. એટલે એ પુરુષનું ઉપનિષદનું ગૂઢ નામ પણ આવી રીતના છે. જે આ રીતે જાણીને બ્રહ્મની ઉપાસના કરે છે, એ પાપોને હણી નાખે છે, એને છોડી દે છે પાપ.
આ પુરુષ કેવો છે? મનોમય છે અને સત્ય સ્વરૂપ પ્રકાશથી યુક્ત છે. એ હૃદયના અંતરભાગમાં બ્રહી એટલે ધાન, ડાંગર અથવા યવ એટલે કે જવના રૂપમાં અર્થાત એવા આકારમાં પ્રતિષ્ઠિત છે. જવ જેટલું એ અનંત હૃદયમાં યોગીઓ દ્વારા દ્રષ્ટિગોચર થાય છે. યોગીઓ એને એવી રીતે જોઈ શકતા હોય છે. એ બધાનો સ્વામી છે, અધિષ્ઠાતા છે અને જે કંઈ આ દ્રશ્ય જગત છે, એ બધાને પોતાના શાસનમાં રાખે છે.
"વાણીની કામધેનુની ગાયની જેમ ઉપાસના કરો." જો આ ઉપદેશ કેવો જબરજસ્ત! કામધેનુ ગાય! તો વાણી દ્વારા તમે મનવાંછિત કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો એમ કહે છે. એ ગાયના સ્વાહાકાર, વસટ અને હંતકાર તથા સ્વધાકાર એ ચાર સ્તન છે. એના બે સ્તન સ્વાહાકાર અને વસટકાર છે. દેવતાઓની જીવિકા ચાલે છે એનાથી. તો હંતકારથી મનુષ્ય જીવન મેળવે છે તથા સ્વધાકારથી પિતૃગણ જીવિત રહે. એ વાણી રૂપી ધેનુ માટે પ્રાણ જ વૃષભ છે. વાણી માટે જો વાણીમાં પ્રાણ ના હોય તો વાણી નકામી પડે. એટલે એમાં તેજસ્વીતા પણ ના હોય, એમાં ગતિશીલતા પણ ના હોય અને જો પ્રાણ ના હોય જો વાણીની અંદર, તો એમાં કાંઈ પણ પ્રાપ્ત કરવાની લક્ષ્યને શક્યતાઓ રહેતી નથી. એમાં શક્તિ જ રહેતી નથી. ચેતનવાણી એટલે ચેતનવાણી પ્રાણવાન હોય હંમેશા. એને પાછળ પ્રાણ પુરાયેલો હોય. કોઈક માણસ આમ વ્યર્થ બોલતો હોય, કંઈક પણ બોલ્યા કરતો હોય, બોલ્યા કરતો હોય તો લોકો શું કહે છે?
એને સાંભળવાનું જ બંધ કરી દેશે. એને ગ્રહણ કરતા નથી એની વાણીને. અને કોઈક વ્યવસ્થિત રીતે વાત કરતા હોય તો તરત બધું ઓડિયન્સ ભેગું થઈ જાય છે અને એને કહે, "સાંભળો, સાંભળો, કંઈક બહુ સરસ કહે છે." તો આવી રીતે અહીંયા પ્રાણ જે છે તે વૃષભ છે અને મનસ એટલે વત્સ, વાછરડું છે. અર્થાત એ રૂપમાં છે. આ અલંકારિક રીતે આપણને સમજાવવા માંગે છે કે તમારા વાણીમાં બળ હોવું જોઈએ અને એ બળ તમને પ્રાણથી પૂરું પડશે. તો પ્રાણની ઉપાસના કરીને, પ્રાણનું સંયોજન જો વાણી સાથે કરીને જો તમે કંઈ પણ શબ્દ બોલશો, પ્રજાપતિ 'દ' એક જ શબ્દ બોલ્યા અને બધા દેવોને સમજ પડી ગઈ. હવે દેવો બધા ભોગ વિલાસમાં રહેનારા હોય એટલે એનાથી વિરુદ્ધ બાબત એ લોકોએ કરવી જોઈતી હોય શું? તો કે ઇન્દ્રિયોનું દમન કરતા શીખવું જોઈએ. દેવોએ નિગ્રહ, કંટ્રોલ કરવો છે. મનુષ્યને પણ જ્યારે 'દ' કીધું તો શું થયું?
તો કે તું સંગ્રહ કરે છે, તો કંજૂસ વૃત્તિનો બન્યા કરે છે. બધું જ મારું છે અને હું મેળવી લઉં એવો તું ભાવ રાખે છે. તો પછી હવે તું દાન કરતા શીખ. અને દાન કેવી રીતે કરવાનું પાછું? હૃદયપૂર્વક, સ્વેચ્છાએ અને પ્રેમથી આપવાનું પાછું. ત્યારે એ દાન થયું કહેવાય. વળતરની અપેક્ષા વિના લુટાવે મોક્ષ જ લક્ષ્મી. વળતર કોઈ ના હોય એનું. "મને પુણ્ય પેદા થાય એટલા માટે દાન કરું છું," એ ભાવ પણ ત્યાં ગાડે એક્સેપ્ટેબલ નથી. જો ઊંડે ઊંડે પણ કંઈ રહેલું હોય તો એ દાન નિષ્ફળ જશે. લોકોને તો કીર્તિની ઈચ્છા હોય કે મારું નામ થાય, મારા બાપાનું નામ થાય, દાદાનું નામ થાય, પિતૃઓનું બધું નામ થાય એટલે કે હું દાન કરું. એવું દાન વ્યર્થ જતું હોય છે. તો એનો કોઈ અર્થ સરતો નથી. દાન તમે કેટલું પણ કરો છો એનું મહત્વ નથી. કયા ભાવથી થઈ રહ્યું છે દાન તેનું મહત્વ સમજાયું.
એટલે ક્યારેય એવું વિચારવું નહીં. તમે જે ગ્રહણ કર્યું છે તેનું તમે દાન કરો. તમે ધન ગ્રહણ કર્યું છે, તમે ધનનું દાન કરો. તમે વિદ્યા ગ્રહણ કરી છે, તમે વિદ્યાનું દાન કરો. આ વાત છે. તો જે જે કંઈ તમે ગ્રહણ કર્યું છે તેનું તમે દાન કરો. હા, તમને સારું મેથ્સ આવડે છે, તમને સારું મેથ્સ શીખવાડો. જે કંઈ તમને આવડે છે એ બીજાને વળતરની અપેક્ષા વગર આપો તો એ દાન થઈ જશે. સમય આપો કોઈકને. તમારા સમયનું પણ તમે દાન કરી શકો. કોઈકને આપણે આમ સાંભળીએ, દસ મિનિટ બિચારો કેટલો વિહવળતામાં હોય. દસ મિનિટ તમે ફક્ત એને શાંતિથી સાંભળો એટલે ખાસ શું એવું એને રાહત થઈ જાય. આપણે દાદાના આપ્ત પુત્ર છે ને કમલેશ? હા, કાલે વાત કરતો હતો ને? હા, હા. તો એ હમણાં કામરેજ મંદિરે મળ્યા ને મને. એ કહે, "હું શું કરું કે જેટલા પણ માણસો હોય ને કામ કરતા હોય ને બધાને ત્યાં જઈને બધાનું સાંભળું." તો એ લોકોની સમસ્યા સાંભળે ને તો એ લોકોને એટલી રાહત થઈ જાય ને કે કોઈ સાંભળવા જ રાજી નથી.
બધાને બોલ બોલ કર્યું. કે હું બધાને મળું મંદિરમાં ને બધાને સાંભળું કે એટલું એ લોકાને સારું લાગે ને કે વાત એટલે દાન જ કર્યું કે એ દાન કર્યું.
એ સમયનું દાન કર્યું છે, એ તમારો પ્રયત્ન મૂકો છો, તમે બીજાને શ્રવણ કરવાનું. એક્સેપ્ટન્સ આવી ગયું તમારી અંદર. બીજા નહીં તો સહન થતા નથી ઘણી વખત. બીજા વગર ચાલતું ય નથી પાછું સંસારની અંદર અને પાછો સહન પણ થતો નથી. વિચિત્ર સ્થિતિ છે: "તારા વગર ગમતું નથી ને તારું ડાચું ગમતું નથી, તારા વગર ચાલતું નથી." આવી વિચિત્ર હાલતની અંદર માણસો પોતે જીવે જતા.
એટલે હવે એ બિચારો પેલો ટાંકણું લઈને આખો દિવસ એ કરતો હોય, આવડા મોટા મંદિર પરિસરની અંદર કચરા પોતા કરતો હોય, કંઈ પણ કરતો હોય, લાકડા ઝાડ કાપતો હોય. કેટલી વ્યવસ્થાઓ હોય મંદિરની બધી! એમાં કોઈ કંઈ કરતો હોય, કોઈ કંઈ. અને દરેકના જીવનની કંઈક ને કંઈક મુશ્કેલીઓ હોય. તો મુશ્કેલીઓ એને બોજા રૂપે. સવારે આપણે વાત કરી હતી તે કે વિચારોનું ભયંકર વજન છે. વિચારોનું વજન ભયંકર છે અને એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં પણ વધારે, એટલે વ્યક્તિને હંમેશા બહુ જ બોજો લાગે.
તમે જુઓ, કેટલાક લોકો અતિશય વાંચન કર્યા કરતા હોય. તો કેટલાય પુસ્તકો વાંચી નાખ્યા પછી શું થયું? મગજમાં બોજો એટલો બધો વધી ગયો હો કે ના પૂછવાની વાત! ખૂબ લોકોએ એના વાંચી લીધા. બધું અહીંયા એટલું બધું ભેગું કરી નાખ્યું છે. હવે એની હાલત એ થઈ ગઈ છે કે કોઈને સાંભળી નથી શકતું. હવે એને સાંભળેલું કે જ્યાં સુધી એ બીજાને આપશે નહીં કે કોઈક જગ્યાએ ખાલી નહીં કરે, ત્યાં સુધીને શું થશે? એને બોજો લાગ્યા કરશે, બહુ ભાર લાગે.
એટલા માટે કીધું કે ગમે તે રીતે પણ તમે કોઈકને છેવટે સાંભળો. એ પણ એક જાતની બાબત. તમે સમયનું દાન કરો છો ત્યાં સ્વેચ્છાએ. તો મેં એને સાંભળ્યું કે, "હા ભાઈ, બોલ. શું થયું તને? હું તને શી રીતે મદદ કરી દઉં?" તો પણ એને બહુ જ રાહત થઈ જાય. એનું પૂરેપૂરું દુઃખ કદાચ ના જાય તો પણ એને રાહત થાય છે, એને રાહત પહોંચે.
તો આ વૈશ્વાનર છે, એ પણ અગ્નિ છે. "અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશરતા." દરેકની અંદર વૈશ્વાનર અગ્નિરૂપે બ્રહ્મ જ રહેલો છે એમ કહે છે. દરેકને ભૂખ લાગે છે, કંઈક ને કંઈક જાતની ભૂખ લાગે. દરેક ઇન્દ્રિયો પણ ભૂખી હોય છે. આંખોને બધું સુંદર જોવું હોય છે, કાનને બધું સુંદર સાંભળવું હોય છે. તો દરેકને પોતપોતાની ભૂખ છે ઇન્દ્રિયોને પણ. એને એ મળે એટલે એ તૃપ્ત થાય. મનને પણ છે કંઈક ને કંઈક મેળવવું છે જગતમાંથી. એટલે દરેકને ભૂખ લાગે છે અને એટલે દરેક જણ પ્રયત્નશીલ છે. દરેક ઇન્દ્રિયો પણ બહિરમુખ બની જગતમાંથી કંઈક ને કંઈક મેળવ્યા કરવાનો પ્રયત્ન કરતો.
હવે તેનાથી વિરુદ્ધ કે જેને બ્રહ્મને પ્રાપ્ત કરવો છે તેણે શું કરવાનું? આ ઇન્દ્રિયોની ઉપર સંયમ કરવાનો શીખવાનું છે. આ ગ્રહણશીલતા જે ઇન્દ્રિયોની ઉતપ ઉત્પન્ન થયેલી છે, તેની પર એણે કાબુ મેળવવાનું છે. એટલે જ્યારે એ ચાહે ત્યારે તે મેળવી શકે. એમ કરતાં કરતાં એક દિવસે એનામાં એ સત્ય સ્ફૂરવા માંડશે, જ્યારે કે બ્રહ્મ જ સત્ય છે. એટલે પછી એને ફક્ત બ્રહ્મ જ જોવે છે દરેક જગ્યાએ, બીજું કશું જ જોઈતું નથી. એટલે પછી ઇન્દ્રિયો દ્વારા જ્યારે આંખથી જોશે ત્યારે કેવળ બ્રહ્મને જ ગ્રહણ કરશે, બાકીનો ભાગ છોડી ોડી દેશે. તો એ દરેકનો સાર શું છે? તો કે બ્રહ્મ છે. તો એ દરેક જગ્યાએથી બ્રહ્મને પ્રાપ્ત કરશે અને બ્રહ્મ કેવો છે? પરિપૂર્ણ છે. એટલે ઇન્દ્રિય તૃપ્ત થઈ જાય. બ્રહ્મનું દર્શન કરે એટલે તૃપ્ત થઈ જાય, શ્રવણ કરે એટલે તૃપ્ત થઈ જાય.
બ્રહ્મ વિશે સાંભળવા માત્રથી પણ બધાને કેટલું બધું તૃપ્તિ લાગે! તો બ્રહ્મમાં તો સ્વાદ પણ છે, સુગંધ પણ છે અને સ્પર્શ પણ છે.
બ્રહ્મનો સ્પર્શ ક્યારે થાય? તમે આમ બેઠા હોય મેડીટેશનમાં. પહેલી પંદર મિનિટ તો બહુ તોફાન ચાલ્યું હોય બરાબરનું. ધીરે ધીરે ધીરે ધીરે પછી પેલું ચિત્ત છે કે, "આ તો સાલું છોડતો જ નથી." એટલે પછી એ પોતે પોતાની જે મુવમેન્ટના જે ઓસીલેશન હોય, જે આવી રીતના આમ આમ થતા હતા, એ બધા ધીમે ધીમે ઓછા થવા માંડશે. અને એમ કરતાં કરતાં કરતાં એક જગ્યાએ ઠહેરાવ આવશે, અટકી જશે. બસ, એ જગ્યાએ પછી શું થશે? તો કે બ્રહ્મનો સ્પર્શ થશે. અને જેવો બ્રહ્મનો સ્પર્શ થાય એટલે જગત વિસ્મૃત તરત જ થઈ જાય અને બ્રહ્માનંદ બસ ચારે કોર એને બધા જ જગ્યાએ બસ એને બ્રહ્મનો જ આનંદ છવાઈ જાય. તો એના માટે તો આ બધું કરવાનું.
તો આ વૈશ્વાનર નામનો જે અગ્નિ રહેલો છે, એ બધા જ પુરુષોના શરીરમાં રહેલો છે. અહીંયા પુરુષ શબ્દ એટલે પુરુષ અને સ્ત્રી બંને છે. જે પાપનો નાશ કરવા તત્પર થાય છે, સામર્થ્ય રાખે છે અને પોતે પ્રયત્ન કરે છે, તે પુરુષ છે. આપણે કાલ જોયું હતું તો એવું પૌરુષત્વ લિંગ સાથે એને કોઈ મતલબ નથી.
અહીંયા ગાળે જે અન્ન ખાવામાં આવે છે, એનું પાચન શરીરમાં રહેલા વૈશ્વાનર અગ્નિ જ કરે છે. સ્થૂળ અન્નને જે ગ્રહણ કરીએ છીએ, તેને વૈશ્વાનર પચાવે છે. ચોક્કસ સમયે ભૂખ લાગવા માટે: આઠ વાગ્યા, નાસ્તો નથી આવ્યો; બાર વાગ્યા, ભોજન નથી આવ્યું. તરત આમ અંદર એ અને હાજુ તો આવવાની સંજ્ઞા જેવી પ્રગટ થાય, ખબર પડે કે બસ આવી રહ્યું છે, એટલે અંદર ભડકો થઈ જ જાય જબરજસ્ત રીતે. અને પછી એ વખતે જુઓ, એમ કે, "અડધો કલાક ઘડીક ઊભા રહો." કે, "ભાઈ, શું થયું?" તો કે, "તપેલી ઢળી ગઈ છે. ભોજન જે તૈયાર થયેલું હતું એ તપેલી ઢળી ગઈ છે અને હવે એ ખાઈ શકાય એવી કોઈ સ્થિતિમાં નથી." એટલે પછી એ જે ભડકો થયેલો હોય એને શાંત થવાનો, સમાવવાનો એક સમય લાગે. કારણ કે કેમિકલ રિએક્શન બોડીની અંદર તો બધું ચાલુ થઈ ગયું છે બરાબરનું. અને દરેકે દરેક સેલ કહેશે કે, "ખાવાનું આવ્યું, ખાવાનું આવ્યું, આનંદ આનંદ!" એવી રીતના.
અને પછી એકદમ કે હવે નથી આવવાનું, એટલે તરત જ એને ત્યાં સમાન થવું જરૂરી. ઘણા એવું નથી કરી શકતા ત્યારે પછી ગમે તે વસ્તુ એકદમ આચર કૂચર ખાઈ લેવી પડે. પથ્ય.
અપથ્ય, ખાદ્ય, અખાદ્ય; કોઈ વિચાર રહેતો નથી. યોગ્ય-અયોગ્ય; બસ, એ ખાઈ લે છે. એ બધું બહુભા ભારે પડે છે.
તો, વૈશ્વાનર નામનો આ અગ્નિ માત્ર પેટમાં, જઠરમાં જ છે એવું નથી. વૈશ્વાનર નામનો અગ્નિ તમારી દરેક ઇન્દ્રિયોમાં પણ સૂક્ષ્મ રૂપે મોજૂદ છે. એટલે એને સતત જોવે છે. મન હંમેશા ભૂખ્યું હોય છે, હંમેશા ભૂખ્યું. કંઈકને કંઈક જોઈએ એને. પાંચ મિનિટ એને કીધું, "તું શાંત બેસ, તને કશું બીજું કરવાનું નથી." મનને આપણે એમ કહીએ તો કેટલી અકળામણ થવા માંડે! ભૂખ્યો માણસ જેમ આકાળ-વિકળ થાય, એવું જ તમારું મન થાય છે ને! એ વખત એટલા માટે કીધું, આ વૈશ્વાનર સૂક્ષ્મ રૂપે બધી ઇન્દ્રિયોમાં પણ વ્યાપેલો છે. એવી રીતે જઠરમાં પ્રમુખ છે, મોટો. અન્નમય કોષથી શરૂઆત થાય, બાકીના કોષોમાં બધું જ જાય એવી રીતના. તો એનો જ આ ઘોષ થાય છે, નાદ થાય છે.
જે વ્યક્તિ બંને કાનો બંધ કરીને અનાહત નાદનું શ્રવણ કરે છે, સાંભળે છે; જે સમયે આ પ્રાણ પુરુષ શરીરમાંથી બહાર નીકળતા થાય છે, એ સમયે આ નાદ સંભળાતો બંધ થઈ જાય. આંખો જોતી બંધ થઈ જાય, સ્પર્શનો ખ્યાલ ના આવે. આપણે મૃત થવાનો જે વ્યક્તિ હોય, એને સ્પર્શ કરીએ તો ખ્યાલ નથી આવતો. એને સુગંધ તો બહુ પહેલા જતી રહી હોય, સ્વાદનું ભાન ના હોય. બધું પૂરું થઈ ગયું હોય, બધી ઇન્દ્રિઓ બધી રજા પર ઉતરી ગઈ હોય. શું કે, "હવે છોડો, ક્યાં આ તો જવાનો થાય." એટલે ક્વેશ્ચન બીજો છે.
પણ આજ પહેલા તમે એવું શીખવાડતા એટલે આઆઠએક વર્ષ કે ઓશિકું આપણે આ વ્યક્તિ છે અને ઓશિકું જોવો છો, એમાં શું એવું છે કે જજીવ જીવંત છે અને આમાં જીવંત નથી? એ જીવંત છે, એ આત્મા છે. આપણે એનામાં બધા દર્શન કરવા. એ કાઢી લઈએ તો ઓશિકાના બે એક થઈ જાય એમ. એટલે જે જીવંત પાઠ છે, એ દરેક જીવમાં છે. એ જોઈએ એટલે એને આત્માના દર્શન કર્યા કહેવાય, બરાબર? એટલે એવું આપણે અત્યાર સુધી જોવાની ટેવ પાડી.
હવે આપણે કહીએ કે પૃથ્વી પણ આત્મા છે, અગ્નિ આત્મા છે. તો હવે આ તો આ છે અને અંદર એક જીવન છે, તો આને હવે બ્રહ્મ તરીકે કઈ? ઓશિકું છે, તેમાં પણ આત્મા તો છે. ઓશિકાના દરેક એટમની અંદર આત્મા ઓ તો પ્રોત છે. હવે એનું આગળનું જ્ઞાન છે. આ જે બધાને આપણે, આપણે અત્યાર સુધી આવી રીતના શીખ્યા. પેલું ચોથા ધોરણમાં હતા, હવે આપણે ગ્રેજ્યુએટ થયા. ગ્રેજ્યુએટ થયા ત્યારે એને કહેવામાં આવે છે કે ઈશ્વર કણ કણમાં છે, એટલે કે બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત. અહીંયા આપણે કીધું ને કે આના બે એટમની વચ્ચે પણ બ્રહ્મ મોજૂદ. અને એ છે એટલા માટે એ પોતાનો આકાર ધારણ કરી રાખે છે અને એ ક્રિયાશીલ વસ્તુ બને છે. અહીંયા શું બને છે એ તમે જુઓ કે આને વસ્તુ કહીએ છીએ અને પહેલાને આપણે આત્મા સ્વરૂપે જોઈએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ.
તો જ્યારે પણ કંઈ પણ વસ્તુનું આપણે બિંબ હોય, એનું પ્રતિબિંબ જોઈતું હોય, તો આપણે એની સપાટી કેવી વી હોવી જોઈએ? ચકચકિત, પ્રકાશિત, એટલે પરાવૃત કરી શકે એવી હોવી જોઈએ, એને રિફ્લેક્ટ કરી શકીએ એવી, બરાબર?
તો આ જીવંત દેહ જે હોય છે, તે દરેક જીવંત પ્રાણી જે છે, તેની અંદર શું થયું છે? પ્રાણના આધારે આખું એક લિંગ શરીર ઉત્પન્ન થયું છે, જેને આપણે જીવ દ્રવ્ય શરીર કહીએ છીએ. એ જીવ દ્રવ્ય શરીર જ્યાં સુધી મોજુદ છે, ત્યાં સુધી એ આત્માનો અનુભવ કરી શકે છે. અને એ આત્માનો અનુભવ કરી શકે છે, જ્યારે અહીંયા આગળે જીવ દ્રવ્ય જે છે, એ મોજૂદ ના હોવાના કારણે એ આત્માનું બિંબ ગ્રહણ કરી શકતું નથી. એટલે ચૈતન્ય આમાં હોવા છતાં પણ એ કેવી સ્થિતિમાં છે? સુસુપ્તમાં, સુસુપ્તિમાં છે, સુઈ ગયેલું છે. એને પોતાનો ખ્યાલ આવે એવું નથી, એને પોતાનું ભાન થાય એવું નથી. એનામાં એ ક્ષમતા નથી, એ ગુમાવી બેઠેલું છે. એ એટલું બધું જળ થઈ ચૂકેલું છે.
અહીંયા આગળે ચૈતન્ય પ્રગટ સ્વરૂપની અંદર રહી શકે એવું છે. એટલે સામાન્ય ભાવે જે કીધું ને કે યવ જેટલું જે અહીંયા હોય, તો એટલો પોર્શન જે છે, તે ક્યારેય પણ કશાથી આવરાતો નથી હોતો. લિંગ શરીરની અંદર જ એટલા માટે એ ચૈતન્યનો સ્પર્શ પામ્યા જ કરતું હોય છે. એટલે એ જીવંત છે. બાકીનું બધું નિર્જીવ લાગે છે આપણને કે એનામાં જીવ નથી. પેલ જીવંત લાગે છે, કારણ કે એમાં જીવ છે. એ પ્રગટ સ્વરૂપે છે. અહીંયા અપ્રગટ સ્વરૂપે એનું પ્રગટ પ્રતિકરણ થતું નથી. કોઈ એને પ્રગટ કરી શકે ચૈતન્યમાં રેડીને, તો પાછું આપણને એ જીવંત જેવું ભાસે. એવી રીતે પછી એ જીવંત લાગે છે ને તમને વધારે પડતું. એટલે પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા આ બધું શક્ય કરી શકાતું હોય છે.
ઓકે. એને પેલા બધા આપણને દેખાય ને, જીવન છે, આત્માના દર્શન થાય. હવે આમાં કેવી રીતે દર્શન કરવાના? આને પહેલા તમારે પરોક્ષ રીતે જાણવાનું છે કે આની અંદર ચૈતન્ય છે. કારણ કે આપણે શું પહેલા શીખ્યા કે જે બ્રહ્મ છે, એ અનંત છે. એના ટુકડા થઈ શકે એવા નથી. તમે પાણીનાય ટુકડા નથી કરી શકતા, તમે હવાનાય ટુકડા નથી કરી શકતા, તમે આકાશનાય ટુકડા નથી કરી શકતા. તો તમે આત્માના કેવી રીતે ટુકડા કરશો? એટલે કીધું કે આત્મા અનંતા અનંત છે. આદિ-અંત એનો ક્યાંય છે જ નહીં, એ પ્રમાણે છે. એટલા માટે આપણે એને એક અનંત સળંગ છે એમ જાણીએ અને આની અંદર પણ એને અનુભવીએ કે અહીં પણ છે, ત્યાં પણ છે. કારણ કે વાસ્તવમાં અહીં-ત્યાં એવું કંઈ છે નહીં. બ્રહ્મની અંદર સ્થળ અને કાળ હોતા નથી. એટલા માટે એ બધે જ છે, સર્વત્ર છે અને સાર્વત્રિક છે, સદેવ છે.
પાછો દ્વૈત ભાવના લીધે થાય છે. અદ્વૈતમાં તો પ્રશ્ન પ્રશ્ન જ નથી. અદ્વૈતમાં કેવળ બ્રહ્મ જ છે. જગતનું તો અસ્તિત્વ જ નથી, વિવર્ત હજી તો ઉત્પન્ન થયું જ નથી. આ સર્વોચ્ચ સ્થિતિની વાત છે. લીધે મન છે, તો વિદ્વાનો એને જાણે છે આવી રીતે કે એક અખંડ જે છે, તે નિર્મળ ચૈતન્ય છે, બસ. બીજું કશું છે જ નહીં. એટલે એને વસ્તુ રૂપે સ્વીકારતા નથી, એને ચૈતન્ય રૂપે જ સ્વીકારે. સમજાયું વસ્તુ?
રૂપે નથી સ્વીકાર થતો, એને એનો જે ગ્રહણ થાય છે કે આ પણ ચૈતન્ય જ છે, પણ આ પણ નથી. ત્યાં આગળ આ બધું શું? મન અને વાણી. જે આપણે કમ્યુનિકેટ કરવું પડે છે એટલા માટે આપણે બોલીએ છીએ અને બોલીએ છીએ એટલે એ વસ્તુ આપણને અધૂરી લાગે છે, કારણ કે વાણી હંમેશા બ્રહ્મને પૂરેપૂરી, જેને કહેવાય, વ્યક્ત કરી શકતી નથી. કારણ એટલા માટે કીધું કે અવાજ છે. બ્રહ્મ વિશે જેવું બોલવા માંડો એટલે તરત અનિર્વચનીય. જગત વિશે બોલો તોય કે અનિર્વચનીય. એના વિશે બોલાય એવું જ નથી અને છતાંય બધા જ બોલ્યા જ કરતા હોય છે. હુંય બે દાડાથી બોલું છું. તો અહીં બોલવાનું નથી, વાસ્તવમાં તો જાણવાનું છે અને અનુભવ કરવાનો છે, સમજવાનું છે. સમજણ પડી ગઈ તો જાણપણું પેદા થશે અને જાણપણું જે તમારું છે તે જ તમને અનુભવ આપશે. આગળ ઉપર ભલે ના સમજાય, પણ તમારે એ ગ્રહણ કરવું થવું જોઈએ કે બધું ચૈતન્ય.
બસ, પછી આગળ ચાલવા માંડશે ધીરે ધીરે ધીરે.
જ્યારે આ પુરુષ આ લોકથી, એટલે કે મનુષ્ય લોકથી, ઉન્મુક્ત થઈ જાય છે ત્યારે સર્વપ્રથમ શું થાય છે? વાયુ લોકને પ્રાપ્ત કરે છે. વ્યક્તિ જ્યારે નીકળે છે દેહમાંથી, ત્યાગ કરીને દેહનો ત્યાગ કરીને, ત્યારે પછી ત્યાં એ વાયુ એના માટે છિદ્રયુક્ત થઈ અને માર્ગ પ્રદાન કરે છે. વાયુના કણો બધા છે, ખસી જાય. એના માટે માર્ગ પ્રશસ્ત કરતા, રસ્તો બનતો જ જાય, બનતો જ જાય, જેમ જેમ આગળ વધતો જાય. ઘણાને આગળ રસ્તો ના મળે, બ્લાઈન્ડ એલેની અંદર બિચારો બેસી રહે, એવાય કેટલાય જીવાત્માઓ ત્યાં રહે. તો માર્ગ પ્રદાન કરી દે છે. એ છિદ્ર જે છે તે રથના પૈડા જેવું હોય છે. એના દ્વારા એ ઉર્ધ્વ તરફ આરોહણ કરે છે. ઉર્ધ્વ એટલે આમ ઉર્ધ્વ દિશા આમ જ છે એવું નથી. ઉર્ધ્વ એટલે જ્યાં છે ત્યાંથી આગળ વધે બ્રહ્મ તરફ, તો એને ઉર્ધ્વ કહેવાય અને બ્રહ્મથી જેટલો દૂર જાય એટલે એની અધોગતિ છે એમ સમજવું.
તો બ્રહ્મ છે તે લંબ છે, પાતળામાંથી ઘટ્ટ લંબ તરફ અને ઘટ્ટમાંથી પાતળું લંબથી દૂર.
એ પછીથી, એટલે વાયુલોકમાંથી પછી એને પૂરેપૂરો રસ્તો કાપીને પછી ક્યાં ક્યાં જશે? તો કે એને સૂર્યલોક દેખાશે. પછી એ સૂર્યલોકમાં જશે. ત્યાં સૂર્ય પણ એના માટે લંબર નામના વાદ્ય યંત્રના છિદ્રની જેમ રસ્તો પ્રદાન કરે છે. એટલે સૂર્યલોકમાંથી પણ એ પસાર થતા થતા છેવટે એ ચંદ્રલોકમાં જાય છે. ચંદ્રલોકમાં પહોંચે છે. ત્યાં ચંદ્રમા પણ એના માટે દુદુંભીના છિદ્ર જેવો જ માર્ગ. પણ દરેક જગ્યાએ છિદ્રતપ થાય છે અને એ આગળ આગળ વધતો જાય છે. એના લિંગ શરીર સાથેની વાત છે આ. એનું ફિઝિકલ બોડી તો અહીં પડી ગયું, પણ એના સાથે એ ચાલ્યા જ કરે છે, આગળ આગળ જાય. હવે આ જીવાત્માની વાત. હવે આત્મા તો અહીં પણ છે, પૃથ્વીમાં પણ અત્યારે પણ મળદાની અંદર એમ જ છે, ઓતપ્રોત છે. પણ હવે એ કઈ એને કશું કરી શકે એવું નથી. જે આની સ્થિતિ થઈ છે એ જ એની સ્થિતિ થઈને રહેલી છે.
નિર્જીવ જડ પડી ગયું છે એટલે એને નિર્જીવ કહેવામાં આવે. જીવ એમાં નથી, જીવપણું એની અંદર નથી, જીવંતતા એટલા માટે લાગતી.
અને પછી આગળ જાય છે તો વાયુલોક કાપીને, સૂર્યલોક કાપીને, ચંદ્રલોકમાં પહોંચે છે. ચંદ્રલોકની અંદર આગળ ગયા પછીથી એને શું થાય છે? અશોક એટલે કે માનસિક પીડાથી રહિત અને અહિમ એટલે કે શારીરિક દુઃખોથી રહિત એવા લોકની અંદર એ પહોંચે. તો એને શારીરિક કે માનસિક કોઈ પણ દુઃખ, પીડા, કશું પણ રહેતું નથી. એવી સ્થિતિમાં એ ત્યાં પહોંચીને સદા એ અનંત વર્ષો સુધી ત્યાં નિવાસ કરે છે. આ દસમા બ્રાહ્મણની વાત.
અગિયારમા બ્રાહ્મણની અંદર રોગ વિશે કહે છે. આ બધા થોડા થોડા રેફરન્સીસ આપેલા છે વચ્ચે. રોગગ્રસ્ત વ્યક્તિને જે તાપ કે ક્લેશ થાય છે, રોગગ્રસ્ત જે છે એ નિશ્ચિત રૂપે પરમ તપ છે. એ શું છે? પરમ તપ છે. ઘણા જે સંતો હોય છે, તપસ્વી હોય છે, એ બધા શું કરે છે કે રોગની કોઈ દવા કે કઈ જરૂર નથી, કઈ કરવાના નથી. કેમ? તો કે આવી પડેલું તપ છે આ તો. પેલામાં તો પેલો ત્યાં જાય અને તપ કરે, અહીં તો કે મારે ઘેર બેઠા આવ્યું છે કે કશું કર્યા વગર. એટલે પરમ તપ હોવાથી એ નિશ્ચિત રૂપે પરમ તપ છે એમ સમજીને એને વેદે છે. જે પણ એનો વેદનીય કાળ છે એ બધો જ એની અંદર એ સંપૂર્ણ રીતે આત્મસ્થ રહીને પૂરો કરે છે. જે એ રીતે શ્રેષ્ઠ ચિંતન કરે છે એ પરમ સત્યલોકને પોતાના વશમાં, કાબુમાં કરી લે જશે. સત્યલોકને કાબુમાં કરી લે છે એનો અર્થ શું છે? તે પોતે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી લે છે.
તે બ્રહ્મનો અનુભવ કરવા માંડે છે, હિયર એન્ડ નાવ. હવે એનું ધ્યાન ત્યાં નથી, એ કેવળ બ્રહ્મની અંદર બસ સ્થિર થઈ જાય છે.
વેદનીય કાળ જે છે, વેદનાનો જે કાળ છે, દુઃખનો, પીડાનો જે સમય છે, એ સમયની અંદર એ સીધો બ્રહ્મની અંદર જ પેસી જાય. એટલે આ ભાગને છોડી દે છે જે અસાર છે અને જે સાર છે તેને પકડી લે. એટલે આ વિવેકની વાત છે. તો જ્યાં સુધી એ વિવેક શક્તિ જાગૃત ના થઈ હોય ત્યાં સુધી તમને દવા, ડોક્ટર બધાની જરૂરત પડવાની છે. તો એ તમારે લેવી જ હોય. પ્રાણી કીલિંગ કરો, કઈ રેકી કરો, બીજું જે કઈ તમને સૂઝ પડતી હોય એવા પ્રકારની કોઈપણ રાહત આપનારી કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરો ત્યાં સુધી. પણ સાથે સાથે બ્રહ્મચિંતન તો એ સર્વશ્રેષ્ઠ છે. જેટલું થયું એટલું પણ એ તપ થશે. પછી બરાબર વેટિંગમાં બેસવું પડે. માણસ અકળાય, ડોક્ટર પાસે જાય, વેટિંગ રૂમની અંદર બે કલાક થઈ ગયા, હજી નંબર નથી આવ્યો. આ પરમ તપ છે. માનસિક પીડા છે ને? શારીરિક તો છે જ ઓલરેડી, પણ આ પાછું વધારાનું.
એને પછી એને બે કલાક બેઠા બેઠા ત્યાં જ બ્રહ્મની અંદર સ્થિર થઈ ગયો હોય તો પછી કઈ કરવાનું રહેતું જ નથી. બસ, આ તક છે. એટલે દરેક મુશ્કેલી જે આવતી લાગે છે તેને તક બનાવીને બ્રહ્મની અંદર ભુસકો મારો. એ વિવેકથી થશે. સ્વીકાર થશે ત્યારે થશે બ્રહ્મનો સ્વીકાર સંપૂર્ણ.
સ્વીકાર, સહજ સ્વીકાર અને પાછું કેવું પ્રેમથી એક્સેપ્ટન્સ! બ્રહ્મ જ છે બધું, જે કંઈ છે તે બધું જ બ્રહ્મ છે. અરે, વેટિંગ રૂમ જ નથી, ડોક્ટર જ નથી, દવા નથી, કોઓપરેશન નથી, કશું જ નથી. બસ, બ્રહ્મનો સહજ સ્વીકાર કરું છું એમ કરીને એ હોય ક્યાં? સમય ગયો એને ખબર નહીં પડે. વ્યાધિ ઈશ્વરની ભેટ છે, એ વિવેક કહેવાય. આવી સમજણ કોને આવે? જે ઈશ્વર અભિમુખ થયેલો હશે તેને જ આવશે. બાકીના બીજા બધા તો ગાળો દેશે, બુમો પાડશે. "મારે ભાગે આવું આવ્યું, મારે ભાગે આવે એવું થશે." અને એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ વ્યાધિગ્રસ્ત હોય તો તેના પ્રત્યે બધાને દયા અને અનુકંપા હોવી જોઈએ. એના પ્રત્યે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે "એ તો પાપ કરતો હતો ને, એટલા માટે એને આવું આવ્યું છે," એવું જો કોઈ વ્યક્તિ એને કહે તો એ ક્રૂરતા છે, ચરમસીમા છે ક્રૂરતાની.
આવા વ્યક્તિને પછી બ્રહ્મ મેળવવા માટે કઠોર પરિશ્રમ અનંતા અનંત જન્મો સુધી કરવું પડે. બહુ રાજોવી પડે પછી બ્રહ્મની પ્રાપ્તિ માટે, કારણ કે જ્યાં સુધી એવો ભાવ એનો જે થયો છે એ જ્યાં સુધી એનો ક્ષીણ નહીં થઈ જાય ત્યાં સુધી એને બ્રહ્મની પ્રાપ્તિ શક્ય થતી નથી. એનો અનુભવ આવશે જ નહીં. એ ગમે તેટલા મેડિટેશન કરે, કંઈ પણ કરે, કંઈ ના થાય, કારણ કે હૃદય એનું કેવું થઈ ગયું? જડ થઈ ગયું છે. બીજાના પ્રત્યે ચૈતન્ય ત્યાં મોજુદ છે અને તમે એનો સ્વીકાર નથી કરી રહ્યા. બસ, તો અવિવેક કહેવાય છે એટલા માટે. અને એટલે એ આચાર પણ નથી, એ અનાચાર છે, એ દુરાચાર છે, એ અત્યાચાર છે.
તમે જુઓ, ગમે તેવું હોય છે પણ આ હોસ્પિટલોની અંદર તમે વાતાવરણ જુઓ તો નર્સો દોડાદોડ કરતી હોય, બધા લોકોને કરતી હોય, ડોક્ટરો પણ એ કરતા હોય, બીજા લોકો સહાયકો હોય છે, મેડિકલ આસિસ્ટન્ટ, બધા રેડિયોલોજીસ્ટના અંતિમ બધા દરેક જણ કેટલા વ્યસ્ત હોય! કોઈક રીતે કરીને હેલ્પ. ઓકે, એ લોકો આ એમનું કામ છે ને, લોકો કરે છે. પણ સાથે સાથે એક ભાવ છે, "ટુ હેલ્પ અધર્સ, ટુ હેલ્પ અધર્સ." અને એ ચાલ્યા કરે. તો આવી રીતના ચાલ. તો આ આ જે કરુણાનો ભાવ છે એ એમની અંદર સદૈવ જાગૃત રહ્યા કરતો હોય. જે દિવસે એ પૂરો થઈ ગયો, પ્રોગ્રામ પૂરો. એનું પછી આગળ જે ઉર્ધ્વીકરણ જે થતું હોય છે તે અટકી જતું હોય. એટલે પછી આ દુઃખ અને શોક વગરના એવા લોકની અંદર એ ત્યાં આગળ પહોંચી જાય છે અને અનંત કાળ સુધી એ ત્યાં આગળ નિવાસ કરે છે એમ વાત કરી.
હવે કીધું કે જે રોગગ્રસ્ત વ્યક્તિને જે તાપ કે ક્લેશ થાય છે, પીડા થાય છે, એ નિશ્ચિત રૂપે પરમ તપ છે. જે એ રીતે શ્રેષ્ઠ ચિંતન કરે છે, એ પરમ સત્યલોકને પોતાના વસમાં, કાબુમાં કરી લે છે. ત્યાં જવાનો અધિકાર એને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં એટલે એવું નહીં, એ સ્થિતિને પ્રાપ્ત કરી. એ અવસ્થાઓમાંથી બહાર નીકળીને સ્વમાં સ્થિત થવા માટે એ લાયકાત કેળવી ચૂક્યો છે એમ કહે છે. મૃત અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને જે લોકો જંગલ કે સ્મશાન તરફ લઈ જાય છે, એ પણ શ્રેષ્ઠ તપ છે. અમે બહુ નાના હતા, મને ખ્યાલ છે એ દિવસોની અંદર ૧૦૮ હતી નહીં, સબવાહિની પણ નહોતી. કદાચ કોઈ પણ જગ્યાએ એવું કંઈ હતું જ નહીં એમ. એટલે કોઈ વ્યક્તિ મૃત જાહેર થાય એટલે ઘણા લોકો ભેગા થઈ જાય. તે વખતે અત્યારે તો ૨૫ જણ ભેગા કરવા કે પાંચ જણ ભેગા કરવા મુશ્કેલ છે. એ વખતે એટલા બધા લોકો ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ માણસો ભેગા થઈ જતા.
એક વ્યક્તિ મૃત્યુ પામે અને પછી એની જે કંઈ આખી વિધિ છે તેના પ્રમાણે એને લઈને જંગલ તરફ, સ્મશાન તરફ લઈ જાય અને દરેક જણ પોતે છે ને કાંધ આપે. અને એ "મેં કાંધ આપી છે" એવો એને એક ધન્યતાનો ભાવ એ અનુભવ કરે કે ના, આપણે જઉં છું, એ આપણો ભાઈ કહેવાય, આપણો બંધુ કહેવાય, આપણો સ્વજન કહેવાય એમ કરી કરીને. તો એ એવી રીતના કરીને કરતા, કારણ કે આઠ કે દસ કિલોમીટર સુધી એ ૮૦ કિલોનો માણસ જો હોય એને ઉચકીને પેલા એની અંદર લઈને જવાનું હોય. ચાર વ્યક્તિઓનું એ કામ નથી. ક્યાંક એવું બનતું હોય કે લઈ જતા હોય એ વાત જુદી છે માણસોના અભાવે, પણ ત્યાં આવી રીતના થતું હોય. તો મને ખ્યાલ છે ત્યાં સુધી હું છ કે સાત વર્ષનો હતો. પહેલી વખત અમારે ત્યાં આગળ પોળમાં એક જણનું મૃત્યુ થયું તો જીદ કરીને હું ગયો હતો એ બધાની સાથે પાછળ ભાગ. છ વર્ષનો, સાત વર્ષનો છોકરો કેટલે દૂર સુધી ચાલતો ચાલતો?
શું? એક ભાવ કે બસ આમ. અને તે વખતે બધા શું કહે કે "આટલા નાના બાળકને કે સ્મશાને ના લઈ જાવ કે એ ભડકી મળશે અને આમ થશે તેમ થશે, દુઃખ થશે." કશું નહીં. પણ આપણને તે વખતે એવો ભાવ હતો તો આપણે ત્યાં ગયા, જોયું આખી પરિસ્થિતિ કેવું બધે બને છે, શું બને છે. તો મૃત પામેલ વ્યક્તિ કેવી હોય, એની પાછળ શું શું વિધિ થાય છે, બધું એકદમ સારી જાણકારી પ્રાપ્ત કરી દીધી. તો તે વખતે એટલા બધા માણસો દરેક કરુણા ભાવથી પણ ભેગા થઈ અને એને મૃત વ્યક્તિને ત્યાં પહોંચાડતા હતા. આ આપણો સંસ્કાર હતો તે વખત. એટલે એને કીધું કે એ પરમ તપ છે, એ પણ શ્રેષ્ઠ તપ છે. જે આ રીતે જાણે છે એ પણ પરમ સત્યલોકને પામે છે. આવી ઝીણી ઝીણી ચીજો.
મૃત વ્યક્તિને જે કોઈ અગ્નિમાં પ્રતિષ્ઠિત કરે છે. ક્યાંક તમે નીકળ્યા ટ્રેકિંગની અંદર અને કોઈકનું મૃત્યુ થયેલું હોય, કોઈ એમ જ પડેલું હોય, કશું હોય. આજની તારીખની અંદર તો કાયદો એવું કહે છે કે ભાઈ તમારે પોલીસને જાણ કરવાની, બધો પ્રોસીજર પૂરો થઈ જાય, પોસ્ટમોર્ટમ થાય, બધું થઈ જાય. ત્યારબાદ પછી જે રહ્યો છે હવે તેને અગ્નિને સ્વાધીન કરવાનો છે, કારણ કે આપણે ત્યાં સિસ્ટમ એવી છે. અમુક લોકોને જ આપણે જળ સમાધિ આપે છે, અમુક લોકોને અગ્નિદાહ આપવામાં આવે છે અને અમુક લોકોને ભૂમિની અંદર દાંટવામાં આવતા હોય છે. બહુ નાના બાળકો હોય છે એવા લોકોને પણ ભૂમિમાં દાંટવામાં.
આવતા હોય છે અમુક એવા સંતો હોય કે જે લોકો પહેલા એમ કહીને જ ગયા હોય કે, "ભાઈ, મારી તો અહીંયા સમાધિ ચણાવજો." તો પછી એને પણ એના શિષ્યો હોય, એ તેની ત્યાં આગળ વિધિપૂર્વક દાંટી દે અને પછી ઉપર સમાધિ કરે. લોકો પછી વર્ષોને વર્ષો, 200, 500, હજાર વર્ષ સુધી ગુરુજીની સમાધિ છે એમ કહીને દર્શન કરે ત્યાં આગળથી.
કેટલાક લોકો જળ સમાધિ માટે કહીને બેઠેલા હોય. નક્કી જ હોય કે ભાઈ, તેમને આવી રીતના જળદાહ આપવાનો છે. કારણ કે, અગ્નિ જળમાં પણ અગ્નિ, જળમાં પણ અગ્નિ એટલે મૃતદેહને જળની અંદર જ મૂકી રાખવામાં આવે તો પણ એનું વિઘટન થઈ જતું હોય છે. કારણ કે, જળમાં પણ કેમિકલ રિએક્શન બધું અંદર થઈને બધું એ તો જળદાહ આપવામાં આવે. તો આવી બધી પદ્ધતિઓ હતી.
તો જ્યારે પણ કોઈ મૃતદેહ આવી રીતના હોય, તો એને હંમેશા એમ કે ડિસ્પોઝ આવી રીતના કરે, એટલે કે અગ્નિમાં પ્રતિષ્ઠિત કરે છે. એ પણ ચોક્કસ પરમ તપ છે. એ જ જે રીતે જાણી લે છે, એ શ્રેષ્ઠ લોકને પોતાના વસમાં કરી લે છે. મતલબ, એની ઉર્ધ્વગતિ નિશ્ચિતપણે થાય છે, જે આવું સમજીને કરે છે કે, "આ મારું કર્તવ્ય છે, કરવું જ જોઈએ." તો એવી રીતના.
કારણ કે, શું થાય છે? મૃતદેહના ત્યાં પડી રહેવાના કારણે જો કોઈ પેલું ચેપી વાયરસ આ તે કશી વસ્તુઓ થઈ જાય, તો બીજા અનેક લોકો મૃત્યુ પામી શકે. એટલા લોકોને તમે બચાવી લ્યો છો. એક વ્યક્તિની તમે મદદ કરતા નથી. તે વખતે તમે આખા સમાજને બચાવો છો. તો સમાજનું ઋણ છે આ, જે તમે અદા કરો છો. છતાં પણ તમને તો એ તપનું ફળ પાછું મળે છે. તમે વાસ્તવમાં ઋણ અદા કરો છો. સામાજિક ઋણ છે ને? જન્મ લીધો જે સમાજની અંદર, એ સમાજ માટે તમારે કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ, જે કંઈ બની શકે. તો એ તમે આવી રીતે પૂરું કરી શકો.
હવે આગળ કહે છે: એક પ્રાકૃત ઋષિ હતા. એ પોતાના પિતા પાસે બેસીને વિચાર-વિમર્શ કરતા હતા. તેઓ કહે છે કે, કેટલાક લોકોનું કહેવું એવું છે કે અન્ન છે એ બ્રહ્મ છે, પરંતુ આ વાત તો મિથ્યા જણાય છે. કારણ કે, પ્રાણના અભાવમાં અન્ન સડીને નષ્ટ થઈ જાય. કેટલાક લોકો પ્રાણને બ્રહ્મ કહે છે, પરંતુ એ વાત પણ મિથ્યા જણાય છે. કારણ કે, અન્નના અભાવમાં પ્રાણ શુષ્ક થઈ જાય છે. માણસને થોડા દિવસ ના ખાવાનું આપો એટલે કેવું શુષ્ક થઈ જાય, નહીં? આ બંને દેવતત્ત્વ એકસાથે મળીને પરમાત્મ ભાવને પ્રાપ્ત થાય છે.
આવી રીતની વિશેષ એવી અનુભૂતિ મેળવનારનું હું શું શુભ અથવા અશુભ કરું? કારણ કે, કૃતાર્થ થઈ ગયા પછી, બ્રહ્મસ્વરૂપ થઈ ગયા પછી, એનું ના તો શુભ કરી શકાય, ના તો અશુભ કરી શકાય. કારણ કે, જે કંઈ કરો છો તેનું ફળ તો તમને મળવાનું જ નથી. તમે કર્મના ફળનો ઓલરેડી ત્યાગ કરી ચૂક્યા છો, ત્યારે તો તમે બ્રહ્મને પામી ગયા છો. હવે તમારે કશું મેળવવાનું, પ્રાપ્ત કરવાનું, ગ્રહણ કરવાનું કે ત્યાગ કરવાનું રહેતું.
ત્યારબાદ એના પિતાએ તેને રોકતા કહ્યું કે, "હે પ્રાતોજ, એવું ના કહીશ!" "એ બંને તત્ત્વોની સમરૂપતા મેળવીને કોણ પરમભાવને પ્રાપ્ત થાય?" તેથી એમણે, પ્રાતોના પિતાએ, કહ્યું: "'વી' એમ કહ્યું. તો 'વી' એ જ અન્નરૂપ છે." "'વી' રૂપ અન્ન માં આ સમસ્ત ભૂતપ્રાણી સમાયેલા છે." "'વી' શબ્દ મૂક્યો. 'રમ' એ પ્રાણ છે. કારણ કે, 'રમ' અર્થાત પ્રાણમાં જ સમસ્ત ભૂતો, પ્રાણી સમુદાય રમણ કરે છે."
નાભિચક્રને જાગૃત કરવું હોય તો શું કરવું જોઈએ? સૂર્યમુદ્રા કરવાની, અગ્નિમુદ્રા કરવાની. આ રીતે અહીં સહેજ પ્રેશર આપવાનું અંગૂઠાનું ઉપર. અહીંયા આગળ પણ સામાન્ય પ્રેશર. અહીંયા આગળ આ ત્રીજી આંગળી જ્યાં જાય છે, ત્યાં આગળ પણ. પછી ઠપકારા શરૂ થશે થોડીક વારની અંદર. અને પછી નાભિ પર ધ્યાન આપીને બોલવાનું: "શું? રમ સૂર્ય સમાન પ્રજ્વલિત થઈ રહી છે નાભિ! રમ, રામ, ૐમ જય સચ્ચિદાનંદ!"
તો "રમ" અર્થાત પ્રાણમાં એ સમસ્ત ભૂતો, પ્રાણી સમુદાય રમણ કરે છે. પ્રાણનો "રમ" શબ્દ છે. જે આ રીતે જાણે છે, એ જ વીર છે. નાભિચક્ર જાગૃત થશે એટલે સુરવીરતા આવશે. સુરવીરતા એટલે માત્ર બાહ્ય પ્રાકૃતિક જે છે તે કે માનવસર્જિત જે બાબતો છે તેની સામે થવાનું એવું નહીં; આંતરિક બધા શત્રુઓ સામે પણ તમારે લડવાનું છે. તો એનું સામર્થ્ય પણ આવી રીતના કેળવી શકો છો.
નાભિની અંદર જ બધી વૃત્તિઓ સંચય થયેલી છે. આખું પુર્યાષ્ટક ત્યાં છે નાભિની અંદર. એટલે પાપ અને પુણ્ય અને કર્મો, આ બધાનો સંચય કર્માશય ત્યાં આગળ કહેવામાં આવે છે. હવે નાભિ જ જોડાયેલી છે તમારા કારણશરીર સાથે. અને એ કારણશરીરનો જે મહાકારણ છે, તેના સાથે સંયોજન થયેલું હોય છે. એટલે અહીં જેવું તમે આમ "રમ" શરૂ કરો ને, એટલે નાભિની અંદર રહેલો બધો આવો વાસનાજન્ય જે કંઈ કચરો છે, એ બધો બળવા માંડશે. આ તપ છે, આ અગ્નિ પ્રદીપ્ત કરશે. એટલે શરૂઆત ધીમે ધીમે કરવાની. પાંચ મિનિટથી વધારે ન કરવું. પછી ધીમે ધીમે, ધીમે ધીમે વધતા ક્રમે આગળ વધવું જોઈએ.
તો આવી રીતે "રમ" તમે શરૂઆતમાં આવી રીતે મોટા અવાજે કરીને કરી શકો છો. પછી હું અંદર બિલકુલ શાંત મન, ઉપાંશ અને પછી છેલ્લે સંપૂર્ણ માનસ જપ. કંઈ નથી, ખાલી ફક્ત તમે અહીંયા આગળ "રમ" જોઈ રહ્યા છો. દર વખતે આમ "રમ રમ રમરમ", બસ અહીં જોયા કરવાનું. આવી રીતના સાધના પાંચ મિનિટથી શરૂ કરીને વધુમાં વધુ અડધો કલાક સુધી કરી શકાય. ઘણું બધું સફાઈ થઈ જશે.
સૌથી પહેલા પેટના બધા રોગો મટી જશે. પેટને લગતા જે કંઈ આહારને લગતા બધા રોગો ધીમે ધીમે ખતમ થવા માંડશે. પછી બધી ઇન્દ્રિયો જે છે, તેના જે કંઈ અવરોધો હશે, એ બધા અટકી જશે, બધા દૂર થઈ જશે. સ્વચ્છતા ધીરે ધીરે, ધીરે ધીરે વધતી જશે. શરીર સ્વચ્છ લાગશે, મન સ્વચ્છ લાગશે. સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. પ્રભુત્વ ક્યાં છે? પ્રભુત્વ શરીર ઉપર આવશે, મન પર આવશે, ઇન્દ્રિયો પર આવશે. કાચબાની જેમ તમે આમ કરીને આમ બધું બંધ કરી દો કે, "બસ, અત્યારે હવે મારે 'રમ' કરવાનો ટાઈમ થયો છે, એટલે હવે બધું બંધ." તો અડધો કલાક સુધી.
કોઈ પણ ઇન્દ્રિય કોઈ ચેપ કરશે નહીં, એવું સામર્થ્ય આ નિગ્રહ શક્તિ છે. બે દિવસથી એવું કે વિચાર સુરવીરતા બેઠા. કેવી રીતે કરી? ચલો, એકવાર તમે લંબ કરશો ને તો ઉપર બ્રહ્મ બેઠા છે ને, નીચે લંબ કરશો ને તો હું થઈ જશે ને, ખબર જ નહીં પડે એવું. આ બે અલગ પડે ને એને આ રમ કરે ને, હા, બધું કરાય. લંબ પણ કરાય ને રમ પણ કરાય અને કંઈ પણ ના કરાય. શાંતિથી બેસી રહેવાય. બ્રહ્મને જ પકડી લો સૌથી પહેલા. હવે તો હું એમ કહું છું, આ બધા રસ્તાઓ છે. અત્યાર સુધી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતો આવ્યો, બતાવતો આવ્યો, બતાવતો. હવે આપણે ક્રિયામાંથી અક્રિય બનતા જવાનું છે. બ્રહ્મમાં કોઈ ક્રિયા હોતી નથી, કોઈ કર્મ હોતું નથી, કશું. એટલા માટે આપણે એમાંથી બહાર નીકળવાનું છે ધીરે ધીરે. શરૂઆતમાં બહુ મહેનત કરવાની હોય, પણ પછી ધીરે ધીરે ધીરે જીવનમાં એક તબક્કે આગળ પહોંચી જાવ.
વધુ પછી તમે એટલું શ્રમ કરતા નથી. બસ, આ જ સ્થિતિ છે અહીંયા પણ. પછી તમારું જે તપ છે ને, એ પણ સૂક્ષ્મ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ થતું. ઓકે, શેલ વી ટેક બ્રેક ફોર 5 મિનિટ્સ?
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.