ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૮
વિડિયો ૮૮
પરબ્રહ્મ પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નિરંતર નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર! અત્ર-તત્ર-સર્વત્ર બિરાજમાન એવા પરબ્રહ્મ પરમાત્માને તેના તમામ નામ-રૂપો સહિત નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર!
આપણે મૈત્રાયણી ઉપનિષદની અંદર હતા. તેમાં બહુ સુંદર પ્રાર્થના કરી છે: "વિશ્વેશ્વર નમસ્તુભ્યમ, વિશ્વાત્મા વિશ્વ કર્મ કૃતઃ, વિશ્વભુગ્ વિશ્વદો માયી ત્વમ્ (અંદાજિત), વિશ્વક્રીડા રતિહી પ્રભુ." હે વિશ્વેશ્વર, આપને નમસ્કાર. આપ જ સંપૂર્ણ વિશ્વના આત્મા છો, વિશ્વના સમસ્ત કાર્યોને કરનારા છો, બધાનું ભરણપોષણ કરનારા છો, બધા જ પ્રકારની માયાને ધારણ કરનારા, સર્વત્ર વિશ્વ ક્રીડામાં પ્રેમ રાખનારા આપ બધાના પ્રભુ છો. હે શાંત આત્માવાળા, આપને નમસ્કાર છે. અતિશય ગૂઢ, અચિંત્ય, પ્રમાણોથી પણ ન જાણી શકાવાને યોગ્ય અને આદિ તથા અંતથી રહિત આપના માટે નમન છે, વંદન છે, વંદન છે.
પાંચમા પ્રપાઠકમાં કહે છે કે એ પરમાત્મા બે પ્રકારના આત્માઓ એટલે કે સ્વરૂપોને ગ્રહણ કરે છે. આપણે જ્યારે જ્યારે પણ "આ આત્મા, પેલો આત્મા" એવી રીતે વાતો કરીએ છીએ, ત્યારે તેના અલગ અલગ સ્વરૂપોની વાત કરતા હોઈએ છીએ. આત્મા તો એક જ છે, બ્રહ્મ એક જ છે, બીજો હોઈ જ ના શકે. આપણે વાત થઈ ને કે એકનો પણ જ્યાં અંત થઈ જાય છે, એવું જે એક એટલે બસ બ્રહ્મ પ્રગટ થઈ ગયું.
આજે પ્રાણ છે તથા જે સૂર્ય છે, એ બંને સૌથી પહેલા ઉત્પન્ન થયેલા છે. જો અહીંયા પ્રાણને સૂર્ય અને સૂર્યને પ્રાણ કીધું. એકબીજાની અંદર જાણે કે બંને ઓતપ્રોત છે અને બંને એકબીજાને પ્રગટાવે છે. પ્રાણથી સૂર્ય બન્યો છે અને સૂર્યથી પ્રાણ બન્યો. પણ આ બધું ક્યાંથી બન્યું? તો કે બ્રહ્મની લીલા છે આ બધી. શું છે? લીલા. વાસ્તવિક નથી. જે કંઈ બન્યું, આપણે એમ કહીએ, એ બધું માયા. કોઈપણ જગ્યાએ કંઈ પણ બન્યું એટલે માયા સમજી જવાનું. એ પ્રગટ થઈ ગઈ કે પ્રભુની શક્તિ જે સામાન્ય સ્ફૂરણ સત્તા આપણે કહીએ છીએ તે. એટલે આ જે પ્રાણ છે તથા જે સૂર્ય છે, એ બંને સૌથી પહેલા ઉત્પન્ન થયા છે. આ સૂર્ય જે છે, એ બાહ્ય આત્મા છે અને પ્રાણ જે છે, એ અંતરાત્મા છે. એને એવી રીતે સમજવાનું કે પ્રાણ વગરનું જીવન નિષ્પ્રાણ થઈ જાય તો શું છે? પણ જીવન છે જ નહીં.
એની ગતિને જોઈને એવું અનુમાન કરવામાં આવે છે કે એ અંતરાત્મા જ છે. વેદોમાં કહેવામાં આવેલ છે કે આ આત્મા ગતિરૂપ જ છે. એક બાજુ કહે છે કે નિશ્ચલ છે, આ બીજી બાજુ અહીં કહે છે આ ગતિરૂપ. આત્મા પણ ગતિ ક્યાંથી આવે છે? પ્રાણથી ગતિ આવે છે. તો આત્મા ગતિરૂપ જ છે.
જે વિદ્વાનોના પાપોનું શમન થઈ ગયું છે, એ બધા જ અધ્યક્ષ થાય છે. એ બધા મુખ્ય બની જાય છે. એમનું મન પવિત્ર હોય છે તથા એમની સ્થિતિ પણ પરમાત્મામાં જ રહે. બહાર નીકળતા જ નથી પરમાત્મામાંથી. કોઈ દાડો બહાર જાય તો કઈ વાયરો વાય ને? બહાર જ ના જાય તો પછી શું છે? એટલે સંસારી વાયરા વાતા જ નથી એ લોકોને. અડતા જ નથી. એવા પોતે પરમાત્માની અંદર સ્થિતિ કરીને સ્થિર થઈને બેઠેલા છે. ક્યાંથી? અંદરથી. બહાર તો કોકને એમ લાગે કે આ બહુ હાલેલો છે, આ થોડો જ્ઞાની હોતો હશે. પણ એવી શંકાઓ ઊભી કરાવે કે લોકો એને છોડી દે. મગજમારી જ નહીં. જેટલા છૂટ્યા એટલી એને તો નિરાંત છે ને? ન તો નિરાંત ક્યાંથી મળે? એટલે એ નિરંતર પરમાત્મામાં જ રહે છે. એમના વિદ્વાનના જ્ઞાનચક્ષુ જાગૃત થઈ જાય. હવે જો ચક્ષુ વડે આપણે આ બધું દ્રશ્ય જોઈ શકીએ છીએ અને જ્ઞાનચક્ષુ, જ્ઞાનને ચક્ષુ કીધા કે જેના વડે સર્વ કંઈ જાણી શકાય છે.
એટલે એને જ્ઞાનચક્ષુ કહેવામાં આવે છે. જાગૃત થઈ જાય છે તથા એ અંતરાત્મામાં જ સ્થિર રહે છે. એ ગતિશીલ હોવા છતાંય બહિર્ગમન કરી દે છે. આત્માની ગતિનું અનુમાન લગાવી શકાય છે એવું વેદોએ પણ સાબિત કરેલું છે.
સૂર્યના મધ્યભાગમાં જે પુરુષ સ્વર્ણના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે, જે અમોને હિરણ્યમય અર્થાત પ્રકાશ સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે, એ પુરુષ હૃદયરૂપી કમળમાં રહેતા અન્નને ગ્રહણ કરે છે. હૃદયરૂપી કમળમાં રહેતા અન્નને ગ્રહણ કરે છે. હવે હૃદયરૂપી કમળમાં શું રહ્યું છે? કેવળ જ્ઞાન છે, બીજું કશું છે? તો અહીંયા જ્ઞાનને એ અન્ન રૂપે જાણે કે ગ્રહણ કર્યા જ કરે છે. આત્માને ગતિરૂપે કહેલો છે. તો સુચાલક એટલે કે કંડક્ટરમાં ઇલેક્ટ્રોન તો દરેક સમયે ઉપસ્થિત જ હોય. જ્યારે એ ગતિશીલ થાય છે, તો વિદ્યુત પ્રવાહનો આભાસ થાય છે આપણને. આ રીતે આત્મતત્વ, પરમાત્મ તત્વ બધી જ જગ્યાએ કણ કણમાં વિદ્યમાન છે. જ્યારે એ સંકલ્પ પૂર્વક ગતિશીલ થાય છે, ત્યારે જ ચેતનાનો આભાસ થાય છે. ત્યાં સુધી ચેતનાનો આભાસ પણ થતો નથી. આ ઋષિઓની અનુભૂતિથી પ્રગટેલું તથ્ય છે.
જે પુરુષ હૃદય કમળમાં વિદ્યમાન અન્ન ગ્રહણ કરે છે, એ પુરુષ આ સૂર્યના અગ્નિના રૂપમાં આકાશમાં પ્રતિષ્ઠિત છે. આ જ કાળ નામથી યુક્ત પુરુષ છે. એ અદ્રશ્ય હોવા છતાં પણ સર્વભૂત રૂપી અન્નનું ભક્ષણ કરે છે. સર્વભૂતોનું ભક્ષણ કરી લે છે, કાળ છે એટલા માટે. આ કમળ શું છે? એ શું જાણકારી રાખે છે? એનો ઉત્તર છે કે જે આ આકાશ છે, તે જ કમળ છે. આ જે આકાશ છે, બે આંગળી વચ્ચેનું, આ રૂમની અંદર રહેલું, દિવાલોને ભૂલી જાવ તો પછી જે કંઈ રહેલું અને તેનાથી પણ આગળ આગળ ઉપર અનંતા અનંત જે કાંઈ છે તે, તે આકાશ અને એમાં નિવાસ કરનારા એ સમસ્ત પ્રકારની જાણકારી રાખે છે. એ ચારેય દિશાઓ અને ઉપદિશાઓમાં પણ પ્રતિષ્ઠિત છે. એ બધાથી પર અર્થાત શ્રેષ્ઠ છે. જે આટલું બધું જાણકારી રાખતો હોય, એ તો સમર્થ હોય ને? શ્રેષ્ઠ જ હોય.
આ પ્રાણ અને આદિત્યની ઓમકારથી યુક્ત અને વ્યાહૃતિઓથી સહિત ગાયત્રી સાવિત્રી મહામંત્રથી ઉપાસના કરવી જોઈએ: "ૐ ભૂરભુવસ્વહ તતસવિતુરવરેણયમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્." તો બ્રહ્મની ઉત્પત્તિ કમળમાંથી થયેલી કહેવામાં આવે છે. એટલે આ કમળ એ આકાશ છે એમ.
તમને પહેલા કહી દીધું કે ત્યાં જ બ્રહ્માજી પણ પ્રગટ થયેલા છે. આ અલંકારિક ઉક્તિને ઋષિ સ્પષ્ટ કરતા આકાશને જ કમળ કહે છે. પરમ વ્યોમમાં સૂતેલી, જો અહીંયા કયું કીધું? પરમ વ્યોમ, પરમાકાશમાં સૂતેલી સ્થિતિમાં રહેલા જે સુષુપ્તિમાં છે તે પરમ તત્વમાં નાભિકમાંથી સ્ફૂરણા ઉત્પન્ન થઈ. પરમ અણુ, આપણે વાત એમાં સ્ફૂરણ થયું. ક્યાં? તો કે એની નાભીની અંદર. એ કમળના નાળની દાંડી કહેવાય. જે સ્ફૂરણ થયું તેને કમળનાળની દાંડી કહેવામાં આવ્યું. જે ક્ષેત્રમાં સ્ફૂરણા થઈ એને કમળ કહેવાયું અને એમાંથી વિકસિત સર્જન ચેતન બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે. આવું અદભુત આનું એક્સપ્લેનેશન ઋષિઓએ આપેલું છે.
બ્રહ્માના બે રૂપ છે ભાઈ. બ્રહ્મના, બ્રહ્માના નહીં, બ્રહ્મના બે રૂપ છે: મૂર્ત અને અમૂર્ત. એટલે મૂર્ત બ્રહ્મ છે અને એક અમૂર્ત બ્રહ્મ છે. એને આપણે એવી રીતે સમજીએ. હવે જે મૂર્ત રૂપ છે તે અસત્ય છે. મૂર્ત રૂપ છે, દેખાય છે તે છે નહીં. નથી દેખાતું તે જ છે અને જે અમૂર્ત રૂપ છે તે સત્ય છે. એ જ યથાર્થ બ્રહ્મ છે. યથા અર્થવાળું જે બ્રહ્મ છે તે અમૂર્ત છે. મૂર્ત દેખાય છે તે બ્રહ્મ નથી એમ કે, પણ એ એનું જ સ્વરૂપ છે એમ હંમેશા યાદ રાખવાનું કે જે કંઈ મૂર્તિમાન છે તે બધું શું છે? બ્રહ્મ જ છે. કારણ કે જો બ્રહ્મ નથી તો એ પણ નથી. તો દરેકની પાછળ નિરાકાર, નિર્વિકાર એવું બ્રહ્મ રહેલું જ છે. બસ, આપણા હૃદયની અંદર આ એક વસ્તુને આપણે સ્પષ્ટ કરી દેવાનો છે અને હું તો છું જ નહીં. બસ, પૂરું થઈ ગયું.
જે બ્રહ્મ છે એ જ જ્યોતિ છે અને જે જ્યોતિ છે એ જ આદિત્ય છે, એ જ ઓમકાર છે, પ્રણવ છે. એટલે જે જ્યોતિને જોતો હોય એને ઓમ ઓમ કરવાની જરૂર નથી, કારણ કે એનાથી આગળ નીકળી ગયું. એક પદ્ધતિ એવી પણ શીખવાડી હતી કે જેની અંદર તમારે આકાશમાં બસ ઓમકાર લખ્યા કરવાનું અથવા છે એવું જોયા કરવાનું. પછી એ પણ ગાયબ થઈ જશે. પછી જે બાકી રહી જશે તે બ્રહ્મ જ છે.
"એ થોડું વિસ્તારથી કહો ને, ઓમ જોયા કરવાનું એમ."
ઘણીવાર છે ને આપણે નીચે જોતા ને તો ઓમ દેખાય ને, ઘણીવાર ન હોય. એક્ઝેક્ટ દેખાય એમ. ત્યાં આમાં એક્ઝેક્ટ દેખવાનું નથી. ઓમ જોવાનું એટલે કઈ રીતે? ઓમ જોવાનું એટલે ઓમ આકાર જેમ છે અહીંયા આગળે આ ઓમ છે, આવો ઓમ. બસ, અને તમે સતત આમ જાણે સામે છે એવું નિહાળો. તમે શક્ય માનો એટલો એને જોઈ શકો એટલો એવું ઓમ તમારે જોયા કરવાનું.
"પણ દેખાવું બી જોઈએ ને એમ કે વિઝ્યુલાઇઝ?"
એ બસ એમાં જ છે જ ત્યાં આગાળે. તમારે આમ આંગળીથી લખતા હોય એવું પણ કરી શકો. તમે મનથી લખતા હોય એવું પણ કરી શકો. તમે ક્યાંક આમ પ્રોજેક્ટ થઈ રહ્યું છે એવું પણ જોઈ શકો અને ફક્ત જોયા કરશો અને ઓમ ઉપસી આવશે કશું ના કરવા છતાં. કેમ? તો કે બસ બધા પરમાણુઓ જે કાંઈ છે તે બધા આવી રીતના ભેગા થઈ અને ફક્ત ઓમકાર બની જશે એવું પણ જોઈ શકાય. તો ઓમકારને આવી રીતે જાણવાનો, જોવાનો એ મુખ્ય બાબત કેવી રીતે? કોઈપણ રીતે. કારણ કે જે કંઈ છે એ બધું શું છે? અક્ષર છે અને એ ઓમકાર અક્ષર છે જે ક્યારેય ક્ષર થવાનો નથી. એનો ક્ષય થતો જ નથી. તો એ તો છે જ છે. એને આપણે જોવાનું છે. છે છતાં નથી દેખાતો આનાથી તે. એટલા માટે આપણે એને જોઈએ છીએ. બરાબર નિશ્ચયપૂર્વક જોવાનું કે છે. બસ, ત્યાં આગાળે ભલે મને અત્યારે નથી દેખાતો પણ એક દિવસ દેખાશે. પેલા ધ્રુવને આવું હતું, પેલા પ્રહ્લાદને એવું હતું.
અંદર ભલે મને અત્યારે પરમાત્મા નથી દેખાતો પણ બસ હું જો. દરેક સાધક શરૂઆત ત્યાંથી જ કરે છે અને એટલો પ્રેમથી આમ બસ આને બોલાવે આમ જાણે કે આમ પરમાત્મા આવવાનો છે મારી પાસે એવી રીતે. એ પરમાત્મા પાસે નથી જતો તો પરમાત્મા એની સમક્ષ પ્રગટ થાય. તો ઓમકાર બી તમારી સમક્ષ પ્રગટ થાય. એ જ આત્મા છે. એમણે જ પોતાના સ્વરૂપને ત્રણ પ્રકારે પ્રગટ કરેલ છે. ઓમકાર ત્રણ માત્રાથી યુક્ત છે. એ ઓમકારમાં બધા તત્વ વિદ્યમાન છે. જે કાંઈ છે એ બધું જ. તમે એમ કહો કેટલા તત્વ આ તે બધું. જે કઈ રીતે અલગથી પાછું ઊભું કરો તમે, એ બધું જ જે કંઈ જોવે છે એ બધું એમાં જ છે. કે ઓમ ઓમ કરતો હોય એ સૌથી સમૃદ્ધ કહેવાય બધી જ રીતે. એવી રીતનું શ્રુતિમાં વર્ણન મળી આવે છે. આદિત્ય જ ઓમકાર સ્વરૂપ બ્રહ્મ છે. એ પ્રમાણે ધ્યાન કરતા પુરુષે ઈચ્છવું જોઈએ કે એ આત્માની જોડે સંયોજન કરે, આત્માની જોડે સંયોજન કરે.
ત્યારબાદ એક અન્ય સ્થાને એવું પણ કહ્યું છે કે જે ઉદગીથ એટલે કે ઉદ એટલે કે પ્રાણ, ગીત એટલે અભિવ્યક્તિ. તો પ્રાણની અભિવ્યક્તિ શું છે? ઓમ છે. એ જ ઓમકાર છે. જે ઓમકાર પ્રણવ છે એ જ ઉદગીથ થશે. જે પ્રારંભિક નામથી યુક્ત તત્વ છે એ જ બધાને ઉત્પન્ન કરનાર છે. તો બધાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એ નામ અને રૂપથી પણ યુક્ત છે. એને એક નામ આપવામાં આવ્યું, પછી એનું રૂપ પણ પ્રગટ્યું. ઓમકાર નિદ્રારહિત છે, વૃદ્ધાવસ્થાથી રહિત છે. એને નિદ્રા પણ નથી એટલે ક્યારેય સુપ્ત કે સુષુપ્ત હોતો જ નથી. વૃદ્ધાવસ્થાથી રહિત છે એટલે એને જરા-મરણ પણ હોતા નથી. મૃત્યુ રહિત એટલે એ રીતે એને પાંચ ભાગમાં, પાંચ રૂપે જાણવું જોઈએ. હવે એ ક્યાં છે? તો કે હૃદયરૂપી ગુફામાં નિવાસ કરે છે એવો શ્રુતિનો મત છે. આ કોઈ બીજું નથી કહેતું, શ્રુતિ કહે છે. શ્રુતિ કોના પાસે હોય?
ઋષિઓ પાસે. તો શ્રુત જ્ઞાન છે. જ્ઞાનને જ્યારે શ્રવણ કરવામાં આવે છે ત્યારે શ્રુત જ્ઞાન થાય. એને શ્રુતિ કહેવામાં આવે છે. તો આ બધું શ્રુતિમાં જણાવાયેલું છે. આ ઓમકારરૂપ પરમાત્માનું મૂળ ઊર્ધ્વ તરફ અને જ્યાં સુધી બ્રહ્મ છે ત્યાં સુધી તેની ડાળીઓ, શાખાઓ બધું ફેલાયેલું છે. ઊર્ધ્વમુખ બધું જે કાંઈ છે તે બધું કેવી રીતનું છે? તો કે ડાળીઓ અને શાખાઓ તો બધી જ્યાં જ્યાં સુધી બ્રહ્મનો વિસ્તાર છે ત્યાં સુધી એ બધી ફેલાયેલી. હવે બ્રહ્મ ક્યાં નથી? તો મતલબ આની ડાળીઓ-પાંખડા તો બધે ખીચોખીચ મોજૂદ.
છે એ તમામ શાખાઓ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી વગેરેના રૂપમાં છે. તો આ પાંચ એના થળિયા છે એમ સમજો, મોટા. અને બીજી કેટલીય શાખાઓ બધી ફેલાયેલી છે. આ એક જ તત્વના માધ્યમથી આ બધું જે કંઈ છે તે પ્રાપ્ત કરી શકાય. તમે થળિયું પકડી લીધું કે મૂળ પકડી લીધું એટલે આખું વૃક્ષ જેમ પકડમાં આવી જાય છે, એવી રીતે જો તમે ઓમકાર પકડી લીધો છે તો તમને આ બધું જ, આખો બ્રહ્મ જે છે, સંપૂર્ણ વ્યક્ત અને અવ્યક્ત બંને તમારા સમક્ષ આવી જાય છે. તેથી ઓમકાર દ્વારા હંમેશા એ સૂર્યની પ્રાર્થના કરવી જોઈએ. કયો આત્મસૂર્ય કે બ્રહ્મસૂર્ય છે તેની વાત કરે છે. આ સૂર્યને પણ તમે એનો જ પ્રતિકૃતિ માનીને એની ઉપાસના કરી શકો. તો એ પણ તમને પાછો દિશા નિર્દેશ કરે છે કે, "અહીંથી આગળ જા ભાઈ." એ ખોટું નથી, વચલું સ્ટેશન છે. એટલે કેટલાક લોકો ફક્ત આ સૂર્યની ઉપાસના પર જ, પ્રાકૃત જે સૂર્ય છે તેની ઉપાસના પર જ અટકી જતા હોય છે.
તો આ સૂર્ય કહે છે કે, "હું સૂર્ય છું, પણ મૂળ સૂર્ય કોઈક બીજો જ છે." અને એ જે છે તે હું છું એમ કહેવા માટે હું આ જેમ મિત્રો મોટો રાજા હોય તો બધે કંઈ જાતે દોડાદોડ ના કરે. કોઈ સંદેશો આપવાનું હોય, કોઈને કહેવાનું હોય તો એ પહેલા પોતાના દૂતને જેમ મોકલે, તો આ એનો દૂત છે, મેસેન્જર છે, એમ્બેસેડર છે એમ આપણે સમજવું જોઈએ. કારણ કે આ મૂર્ત સ્વરૂપમાં પેલો અમૂર્ત બ્રહ્મ જે છે તે પણ એની સૂર્યની જેમ ઉપાસના કર જેવો સૂર્ય છે તેવો સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા હે વિતરાગી પરમાત્મા એમ કહેવું જોઈએ.
આ એકમાત્ર ઓમકારથી જ એના રસનો બોધ કરી શકાય. આ સમસ્ત જે કંઈ આખું બધું ઊભું થઈ ગયેલું છે એ બધું શું છે? રસાયણ શાસ્ત્ર છે, રસવિદ્યા છે, મધુવિદ્યા છે. એટલે સંસાર આપણને મધુર પણ ભાસે છે. અંતે તો "મધુરમ મધુર રમત છે." તો એવો શ્રુતિઓનો મત છે. આ પવિત્ર અક્ષર રૂપી બ્રહ્મ છે. જ્યારે પવિત્ર આપણે શબ્દનો આમ વિચાર પણ કરીએ ને એટલે આપણને આમ પવિત્રતા અનુભવવા માંડે. કેટલો અદભુત શબ્દ છે જો, પવિત્ર! તો ઓમકાર છે એ એનાથી પણ પવિત્ર છે એમ કહે છે. એટલે બધા જ પાપોને ભસ્મીભૂત કરી નાખે, બાળી જ નાખે, ખતમ જ કરી નાખે. બસ ઓમકાર! આ ઓમકાર રૂપ અક્ષરનો બોધ કરીને મનુષ્ય જે કંઈ ઈચ્છે તે ઈચ્છાનુસાર મેળવી શકે. એટલે એના માટે કંઈ પણ અપ્રાપ્ય રહેતું નથી, ઇન્ક્લુડિંગ બ્રહ્મ. બ્રહ્મ જેને પ્રાપ્ત કરી લીધો એને બધું જ પ્રાપ્ત કરી લીધેલું છે એમ કહે છે.
ફરીથી એ પછી બીજે કહેવામાં આવે છે, "આનું શરીર જે શબ્દ ઉચ્ચારે છે બ્રહ્મને એને ઓમ કહે છે."
આ ઓમકાર સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણેય લિંગોથી યુક્ત છે. ત્રણેયથી એ યુક્ત છે. અગ્નિ, વાયુ અને સૂર્યના રૂપમાં એ પ્રકાશ આપનાર અગ્નિ, વાયુ અને સૂર્યના રૂપમાં વાયુ પણ પ્રકાશ આપે છે આપણને. તથા બ્રહ્મા, રુદ્ર અને વિષ્ણુના રૂપમાં અધિપતિ સ્વરૂપ છે. ગાહપત્ય, દક્ષિણા અગ્નિ અને આવની આ ત્રણેય અગ્નિ એ એના ત્રણ મુખ છે બ્રહ્માજીના. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદને પણ એ જાણવામાં સમર્થ. સૌપ્રથમ એક પ્રણવ વેદ જ હતો. એ પ્રણવ વેદમાંથી પછી બધા અલગ અલગ અલગ થતા ગયા. ઓમ, ભૂ, ભુવ અને સ્વહ એ ત્રણ લોક પણ એના જ રૂપ એ ઓમકારરૂપ બ્રહ્મના. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ કાળ છે. પ્રાણ, અગ્નિ અને આદિત્ય એ એનો પ્રતાપ છે, એનો પ્રભાવ છે. અને અન્ન, જળ અને ચંદ્રમા એ એના પોષક છે. પોષણ ક્યાંથી મળશે? અન્નમાંથી, જળમાંથી અને ચંદ્રમાંથી આપણને પોષણ મળે છે.
એના પોષક તત્વો છે. બુદ્ધિ, મન અને અહંકાર એ ત્રણેય એની ચેતના છે. ગાળો ના દેશો બુદ્ધિને દર વખત. એ ત્રણેય એની ચેતના છે. કારણ કે આ બધું શુદ્ધ થતા થતા થતા તો આ પરમ ચૈતન્યનો અનુભવ કરાવવામાં સહાયક બની જશે. આગળ ઉપર એની એ જ વસ્તુ જે તમારી ઓબ્સ્ટેકલ્સ છે, તમારી મુશ્કેલીઓ છે, તમારી અડચણો છે, એની એ જ વસ્તુઓ તમારી સહાયક બની જશે. કેવી રીતે? બસ ઓમકારની ઉપાસના કરો. કેવી રીતે કરો? તો કે સૂર્ય સમજીને એની ઉપાસના. કયો સૂર્ય સમજીને? તો કે આત્મસૂર્ય બ્રહ્મ છે તે સૂર્ય છે તેમ સમજીને તેની ઉપાસના કરો. હવે ક્યાં છે? તો કે ક્યાં નથી ભાઈ. કોઈ એક જગ્યાએ હોય તો આપણે એનું લોકેશન ફિક્સ કરી શકીએ. બરાબર, લોકેટેડ એટ એવરીવેર. એટલે એને કીધો સર્વત્ર સદાકાળ. બોલો કેટલું અદભુત છે! સર્વત્ર અને સદાકાળ કહો એટલે તમે આમ સીધા જ અનંતની અંદર ફંગોળાઈ જાવ, રાઈટ?
તો પ્રાણ, અપાન અને વ્યાન એના પ્રાણ છે એવું અનેકોએ કહેલ છે. અને સ્તુતિ કરનાર તથા સ્વયં અર્પિત કરનાર કહેવામાં આવેલ છે એવું શ્રુતિનું વચન છે. "હે સત્ય કામના વાળાઓ, આ ઓમકાર પર અને અપર રૂપ બ્રહ્મ જ છે અને આ ઓમકાર જ અક્ષર છે. એનો ક્યારેય ક્ષર થવાનો નથી." એ પછીથી એમણે ઓમકારરૂપ બ્રહ્મે જે વિસ્તાર કર્યો એ જ સત્ય છે. પ્રજાપતિએ કઠોર તપ કરીને ત્રણ વ્યાહતીઓ: ભૂ, ભુવ અને સ્વનું ઉચ્ચારણ કર્યું. બ્રહ્માએ આ વ્યાહતીઓ પ્રજાપતિનું સ્થૂળ શરીર છે. એનું નિર્માણ લોકો દ્વારા કરવામાં આવે છે. લોકો એટલે લોકેટેડ એરિયા આખો જેને ફિક્સ કરેલો હોય, પરિમિત એરિયા એને લોક કહેવામાં આવે છે. સ્વહ એનું મસ્તક છે, ભુવ એની નાભી છે અને ભૂ એના પગ છે. આદિત્ય એના નેત્રો છે. આ બધા એને આધીન છે. મહાપુરુષોની આ માત્રાઓ છે, અંશ છે. આ પુરુષ નેત્રો દ્વારા આ માત્રાઓમાં ગમન કરે.
નેત્રો દ્વારા ગમન તમે પણ કરી શકો છો અને કરી જ રહ્યા છો વાસ્તવમાં તો. "સત્ય જ નેત્ર છે." શું કીધું? "સત્ય જ નેત્ર છે." જે સત્ય છે તે તમને જ્ઞાન આપે છે એટલે એને સત્યને નેત્ર કહી દીધું. તો આ સત્ય જ નેત્ર છે અને નેત્રમાં રહેલા પુરુષ જ બધા પદાર્થોના વિષયમાં બતાવે છે. આ નેત્રોમાં પણ એક એક પુરુષ રહેલો છે અને તે જ આપણને બતાવે છે. તેથી ભૂ, ભુવ અને સ્વહની આ વિધિ મુજબ ઉપાસના કરવી જોઈએ. અન્ન જ પ્રજાપતિ.
"બ્રહ્મા અન્ન જ પ્રજાપતિ છે. કયું અન્ન ગ્રહણ કરો છો? જ્ઞાન ગ્રહણ કરો છો? તો અહીંયા જ્ઞાનને પણ પ્રજાપતિ કહ્યા છે. એ બધાનો આત્મા અને બધાના ચક્ષુ છે, એ ઉપાસ્ય છે. માટે તમે જ્ઞાનની જ ઉપાસનામાં રત રહો, એવું વેદ પણ કહે છે. આ પ્રજાપતિ સમસ્ત વિશ્વને ધારણ કરનાર શરીર છે. આજે જે આખું જ્ઞાન છે ને, જ્ઞાન સ્વરૂપ, એણે જ આખા વિશ્વને ધારણ કરેલું છે. એમાં એ બધું જ રહેલું છે, એટલે જ્ઞાનમાં જ છે બધું જે કંઈ છે તે. તેમજ એ બધામાં વિદ્યમાન છે. એટલે જે કંઈ છે એ બધામાં જ્ઞાન તો છે જ. માટે આપણાથી કોઈને અજ્ઞાની કહેવાવો કે જણાવવો જોઈએ. કોઈ અજ્ઞાની નથી.
તમને યાદ છે, દાદા એમ કહેતા હતા કે કોઈ એમની પાસે આવે ને, જરા પેલો થોડો વધારે ધાર કાઢીને આવેલો હોય, પણ આમ બૂઠો થઈ ગયો હોય તે. એવો બૂઠો એની પાસે આવે ને, તેને કહે કે, "તારા કરતાં મારા જોડા છે ને, તેની અંદર વધારે જ્ઞાન છે." એવું કહેતા. ના, એને હવે જોડા છે, એ તો જડ છે ને? હા, પણ કહે છે, "બોલ, તું એનાથી વધારે જડ છે." એવું એ કહેવા માંગતા. એટલો બધો તું આવો થઈ ગયો છે. તું પાછો આવ કે તું જોડા કરતાં ગયો. એટલો બધો જડ, એટલો સજ્જડ થઈ ગયો તું ભાઈ? હા, સજ્જડ બોલે છે ને લોકો આમ, બરાબર. એવો થઈ ગયો છે કે ભઈ, તે તારું ચૈતન્ય ગુમાવી દીધું. દાદા આમ આવું બોલતા, પણ એટલી બધી કરુણા હોય એ લોકોને. અને સાંભળેલું અમે આવું બધું. અને આવતા હતા લોકો એમ એવા કે ના પૂછવાની વાત બધા. હા, પણ આમાં શું છે? જ્ઞાનીની ટકોર છે ને, એ તમારા અનંત પાપોને ભેદી નાખે અને એમાંથી ચૈતન્ય પાછું સ્ફુરાવે.
જ્ઞાનીની પાસે તાકાત હોય, એની દ્રષ્ટિની અંદર હોય, એના શબ્દની અંદર હોય, પણ એનો ગ્રહણ કરી શકે એવો સંવેદન તો હોવો જોઈએ ને? સંપૂર્ણ જેને અંદરથી જ બધું જડતાપૂર્વક બધું બંધ જ કરી બેઠો હોય, તેને તો કોઈ હેલ્પ કરી શકતું નથી. કારણ કે જ્ઞાની છે, એ પણ પરમાત્માએ મોકલાયેલો છે કે ભાઈ, "જા, જઈને તું આ બધાને ઉપદેશ કર, કોકને આદેશ કર." જેવો હોય તો કે જેથી કરીને આ બધું ચાલ્યા કરે. તો એ બધામાં વિદ્યમાન છે. તેથી આ શ્રેષ્ઠ તત્વની ઉપાસના કરવી જોઈએ.
"તતસવિતુરવરેણ્યમ." આદિત્ય સવિતા સ્વયં એવમ તતસવિતુરવરેણ્યમ. આ એ સવિતાનો પ્રકાશ છે અથવા સ્વયં જાતે જ આદિત્ય છે અને એ જ સમસ્ત પ્રાણી સમુદાયને ઉત્પન્ન કરનારા સવિતા છે. એવું જાણીને આત્મતત્વને ઈચ્છા રાખનારાએ એને ગ્રહણ કરવા માટે સદા તત્પર રહેવું જોઈએ. તત્પરતા નહીં હોય તો આત્મા ગાયબ થઈ જશે. આવું આવું હશે, બિલકુલ આમ આવીને ઊભો હશે અને છતાં પણ ગ્રહણ થઈ શકશે, કારણ કે ધારણ શક્તિ નથી. ધારણ શક્તિ શેનાથી આવશે? ધૈર્યથી આવશે. ધૈર્ય એટલે શું? એક પર ટકી રહેવું, નિશ્ચય કે આ બ્રહ્મ છે. બસ, થઈ ગયું, પૂરું થઈ ગયું કામ. પછી એની પર અટકી જવાનું. બીજું કશું દોડધામ નહીં. સર, તમે પ્રસાદમમાં કીધું હતું ને, ઓએનજીસી વાળા એક જ જગ્યાએ, એક જ જગ્યાએ ડ્રીલિંગ કરે. હવે આપણે તો ઘણી બધી પદ્ધતિઓ, એટલે આપણે મેડિટેશનમાં અલગ અલગ પણ આપણે હવે એક્સેપ્ટન્સ કરતા હોય, સુરજ ચંદા કરતા હોય, ઓમ કરતા હોય, પણ આપણા લક્ષમાં પરબ્રહ્મ હોય તો સાધન તો ગમે તે હોય.
વાંચન કરતા હોય તો એ એક જ પદ્ધતિ કહેવાય કે અલગ અલગ જગ્યાએ કાણા કહેવાય? આ આપણે તો કે પરબ્રહ્મનો જ અનુભવ. તો આપણે પ્રાપ્ત શું કરવું છે? પરબ્રહ્મ. બરાબર છે? હવે પરબ્રહ્મ ક્યાં છે? સર્વસ્વ. બરાબર? તો જે કંઈ છે, તમને એવું લાગે છે કે હું આ જુદું કરું છું, પેલું જુદું. એ પાછું મન આવ્યું ને તમારું. જે કંઈ કરો છો તે બધું બ્રહ્મ પ્રવૃત્ત જ છે. એવી રીતના કરીને જે કંઈ જે તે સમયે સ્ફૂરે તે કરે જાવ, કરે જાવ, કરે જાવ. તમારા અંતરના આશયમાં શું છે ભાઈ? એ નક્કી કરશે કે તમારી ગતિ શું છે કે તમારી આગળ હવે પછી મતે શું થશે. આમ કરીને આમ ચાર રસ્તા પર પહોંચો અને પછી આમ તરત જ પેલું પલટાઈ જાય, "મારે સીધા જવાનું નહોતું," કે ડાબી બાજુ ટર્ન લઈ લેશે તરત. ત્યાં જઈને એવી બુદ્ધિ ઉત્પન્ન થશે. અહીં ઘર બેઠા બેઠા તો એ આમ લોકેશન બધું આમ બરાબર જોઈને જ જતો હોય કે બધું સીધું સીધું જ છે.
હવે નીતાની પૂછો ને, એટલે પેલું આમ બતાવે કે નાકની દાંડી. એમ કે તમે જે બાજુ ફરશો, નાકની દાંડી એમ જ ફરે છે ભાઈ. નાકની દાંડી એટલે અહીંયા બ્રહ્મ છે. એટલે બ્રહ્મ એ બ્રહ્મપ. બસ, એને ત્યાં રાખો. હા, દાંડી, નાકની દાંડીએ ચાલ્યા જાવ. બ્રહ્મને આગળ રાખીને જાવ એમ. ખરેખર જ્ઞાની એવું કહેતા હતા. પછી એ છે ને લોકાચારમાં આવતું ગયું અને પછી આ ગોઠવાતું ગયું. પણ નાકની દાંડી એટલે આ બહાર આંગળ. બસ, વધારે નહીં. આ બ્રહ્મસ્થાન છે અને બહાર અંદર એવું બધું કશું છે જ નહીં ભાઈ. તમે એને બહાર જુઓ છો એટલા માટે તમે બહાર. પણ આ બહાર જે કંઈ છે એ બધું તો અંદર છે. સમજાયું? જે કંઈ બહાર દેખાય છે તે બધું જ ક્યાં છે? અંદર વિદ્યમાન છે. એવું જાણીને આત્મતત્વની ઈચ્છા રાખનારાએ એને ગ્રહણ કરવા માટે સદાય તત્પર રહેવું જોઈએ. ઉભરો આવવાનો હોય તો આપણે આપણી તત્પરતા કેવી હોય?
આમ સાણસી પકડીને આમ તરત જ એને ઉતારી લેવાનું છે. એની કેવી ચપળતા હોય ને? હજી આવ્યો નથી, આવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો, અવાજ સંભળાઈ રહ્યો છે, આમ સુડ સુડ સુર થઈ રહ્યું છે. બસ, તમે આમ પકડી જ લેવાના છો. બસ, આવી તત્પરતા સાથે બ્રહ્મને પકડો છો કે આળસ? એમાં આળસ છે. બસ, એ જ નક્કી કરે છે આપણી ગતિ, આપણી તત્પરતા. એવું બ્રહ્મનું પ્રતિપાદન કરનારાઓ કહે છે.
હવે "ભર્ગોદેવસ્ય ધીમહી" આ પદનું વિવેચન કરીએ છીએ એ મુજબ. કારણ કે એ ભર્ગ એટલે કે સન્મુખ જ ઉપસ્થિત રહે છે. સન્મુખ આવી ગયું ને તમારું નાકની દાંડી. ઉપસ્થિત રહે છે અને એ એનો જે વર્ગ છે એ બુદ્ધિ એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કરતો. જો અહીંયા જ્ઞાનને પણ બુદ્ધિ કહી દીધી પાછી. તો એને પ્રાપ્ત કર્યા જ કરે છે સતત, આ મેળવ્યા જ કરે છે."
જે બાજુ જાય ત્યાં બધે બ્રહ્મ જ જોયા કરે છે અને બધેથી એ જ્ઞાન જ ગ્રહણ કરે છે. એટલે બ્રહ્મને જ ગ્રહણ કરે છે. જ્ઞાન છે એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ છે એ જ પાછું જ્ઞાન છે. બ્રહ્મનું જ્ઞાન થવું એટલે જ્ઞાન થવા માટે કે બ્રહ્મ બધે છે એવું થઈ ગયું તો પણ જ્ઞાન પ્રગટ થઈ ગયું. બ્રહ્મ બધે છે, એટલું જ બ્રહ્મ બધું છે તો પણ એ જ્ઞાની થઈ ગયો. આટલી નાની વાત સમજાતી નથી, અનુભવ આવતો નથી. લોકો રખડ્યા જ કરે છે. બોલો, ક્યાં ક્યાં જાય? શું શું કરે? કેટલા પાતાળમાં જાય ને કયા સ્વર્ગમાં જાય ને કયા કયા લોકોમાં જાય? કેટલી યોનિઓમાં જાય? આ બધી એમની જે ગતિ છે તે બધું કેમ નક્કી થાય છે? એમને ગ્રહણ કરેલા કહેવાતા જ્ઞાનના આધારે. વાસ્તવિક જ્ઞાન કેવું છે કે બ્રહ્મ બધું બુદ્ધિના આશય મુજબ ગતિ થાય. ગતિ થાય આપણા બુદ્ધિના આશયમાં કેવળ જ્ઞાન વિના કશું ના હો.
એટલે કેવળ બ્રહ્મની જ આપણે નિરંતર ઉપાસનામાં રત હોવા જોઈએ એમ કહે છે. બુદ્ધિ નષ્ટ થતી નથી એટલે એ બુદ્ધિના એમાં કન્ટીન્યુટી, હા, એની કન્ટીન્યુટી આવી ગઈ ને પછી સતત એમાં રત રહ્યો. એટલે આ પદનું વિવેચન કરતા કહે છે કે ભર્ગ જે છે તે સન્મુખ જ રહે છે. હવે એનો જે વર્ગ છે તે બુદ્ધિ જ્ઞાનને પ્રાપ્ત કરતો જ રહે છે.
બ્રહ્મવાદી એટલે બ્રહ્મનો જે વાદ કરતા હોય, બ્રહ્મ વિશે જે વાત કરતા હોય, વિચાર કરતા હોય એવા ઘણું કરીને પ્રશ્ન કરતા રહે છે કે, "અમે કોનું ચિંતન કરીએ?" નાસદીય, "અમે કોનું ચિંતન કરીએ?" તો એનો ઉત્તર એ છે કે, "અમે એ ભર્ગ શક્તિનું જ ધ્યાન કરીએ." ભર્ગ નામની જે શક્તિ ઉત્પન્ન થાય છે, જે બ્રહ્મ છે, જે સર્વત્ર છે, બસ એનું અમે ધ્યાન કરીએ. કહે છે જ બધે અને એ બધું જ છે, એનામાં બધું જ જ્ઞાન છે, એવરીથિંગ ઇઝ ધેર. હવે એ ભર્ગ શક્તિનું નિરંતર ધ્યાન કરીએ. આપણને આ વાત કરી દીધી. હવે "ધિયો યો નઃ પ્રચોદયાત્" એની વિવેચના કરીએ. એ અનુસાર બુદ્ધિને ધી કહેવામાં આવે છે. ઘી પીપી કરો એટલે બુદ્ધિ પેદા થાય. ઘી એટલે શું? દૂધનું અમૃત છે ને ઘી? તારવી તારવી તારવી તારવી. તો બધાનો તાર અને સાર શું છે? તો કે બ્રહ્મ છે. તો એ બ્રહ્મને ઘીની જેમ પીવો.
હવે કદાચ બિચારો આવું કહેવા માંગતો તો લોકો સમજી ના શક્યા. એ અનુસાર બુદ્ધિને જ ધી કહેવામાં આવે અને એ ધી અમારી બુદ્ધિને પ્રેરણા પ્રદાન કરે છે, સન્માર્ગ તરફ પ્રેરિત કરે છે, ઉન્મુખ કરે છે એવું બ્રહ્મવાદીઓ કહે છે.
ભર્ગ એ જ છે જે સૂર્યમાં છે. આંખની પૂતળીઓમાં પણ ભર્ગ જ રહેલ છે. આંખની પૂતળીમાં બ્રહ્મ જ રહેલ છે. એની કાંતિથી મનુષ્ય ગતિ કરે તેથી આ ભર્ગ કહેવાય. તમને શીખવાડ્યું તું સુરજ ચાંદાનું ધ્યાન, બરાબર? તો એ ચંદ્રમાં રહેલો પુરુષ ડાબી આંખમાં અને સૂર્યમાં રહેલો પુરુષ જમણી આંખમાં. બસ, એ બે જણને પહેલા જુઓ. આને પણ જુઓ, તેને પણ જુઓ. આને ગરમ જુઓ, આને ઠંડો જુઓ. પછી એનાથી વિરુદ્ધ તો કે આને ઠંડો જુઓ ને આને ગરમ જુઓ. બેનું લોકેશન ચેન્જ કરી નાખો અને પછી એને સતત એવી રીતે જોતા જોતા એ બે એક જ છે એવું નક્કી કરો કે એ જ બ્રહ્મ છે. બસ, પૂરું થઈ ગયું કે આમ આ ભર્ગની ઉપાસના આવી રીતે કરવાની એમ કહેવામાં આવે છે. તો કોઈપણ જગ્યાએ તમે નિર્ધારિત કરો કે અહીં બ્રહ્મ છે. બસ, પછી અહીં નીકળી જશે. બ્રહ્મ છે એટલું તમને જે પકડાઈ ગયું, બસ, પૂરું થઈ ગયું કામ.
તમારે કોઈ ધમાલ કરવાની નથી. પછી શાંત થઈ જશે. શાંતમ શાશ્વતમ નિત્યમ. પછી આ રુદ્રને બ્રહ્મ માનવા વાળાનો વિચાર છે. ભ અર્થાત લોકોને પ્રકાશિત કરનાર, ર અર્થાત સમસ્ત પ્રાણીઓનું રંજન કરનાર અને ગ અર્થાત પ્રાણીઓ પ્રજાઓના ગમન આગમનના આધારરૂપ. આ રીતે ભરગ હોવાથી એનો અર્થ ભર્ગ બને છે.
નિરંતર પ્રસવને જન્મ આપવાને કારણે એને સૂર્ય કહેવામાં આવે. નિરંતર સૂર્ય, સૂર્ય કેમ કહેવાય? નિરંતર પ્રસવ કરે છે. શેનો? જ્ઞાનનો પ્રસવ કરે છે, પ્રકાશનો પ્રસવ કરે છે. જે પ્રકાશ છે તે જ્ઞાન છે એવું જાણો તો ભર્ગની ઉપાસના અનુકૂળ થઈ જશે. જે પ્રકાશ છે તે બ્રહ્મ છે. તો નિરંતર પ્રસવ આપવાને કારણે એને સૂર્ય કહેવામાં આવે છે. બધાને ઉત્પન્ન કરનાર જે છે એટલા માટે એને સવિતા કહેવામાં આવે. સવિતુર. બધાને પ્રકાશ આપવાને કારણે એને આદિત્ય કહેવામાં આવે. આદિત્ય તપસો અદિજાતો. તો આદિત્ય કહે છે. એ સ્વયં આત્મા છે. એનું નામ અમૃત છે. આત્મા છે એને પણ અમૃત કહી દીધું. જો આમ તૃપ્તિ થઈ જાય. બસ, તમે ફક્ત બોલો આત્મા કે આત્માની અંદર રહો એટલે પૂરું થઈ ગયું. કેમ? તો કે પૂર્ણત્વ છે આત્માની અંદર. આત્મા શબ્દ બોલવા માત્રથી જો કેટલું બધું થઈ છે કારણ શબ્દ શું છે?
એનો સૂચક છે. તો એનું નામ અમૃત છે. સર્વજ્ઞ છે. લો, એ તો બધું જાણે જ છે. ચિંતન કરે છે. કોનું? પ્રકાશનું ચિંતન કરે છે. ગતિ કરે છે, સર્જન કરે છે, આનંદ પ્રદાન કરે છે. સ્વયં કહે છે, સ્વાદ લે છે, સુંઘે છે, સ્પર્શ કરે છે. જો આ બધી ઇન્દ્રિયોના વિષયો આવ્યા પાછા. એની તન્માત્રાઓના કારણે સમસ્ત શરીરની અંદરે વ્યાપ્ત થઈને રહેલો હોય છે અને ઉત્તમ સ્વાદથી યુક્ત છે એવું વેદ કહે છે.
જ્યારે વિજ્ઞાન દ્વૈત બે રૂપમાં હોય છે, જ્યાં ત્યાં જે સાંભળે છે, જુવે છે, સુંઘે છે, સ્વાદ લે છે અને સ્પર્શ કરે છે એ બધું આત્મા જ છે. આત્મામાં આવું જ્ઞાન છે. આવી રીતે તમે એવો નિશ્ચય રાખો. જ્યાં વિજ્ઞાન અદ્વૈત થઈ જાય ત્યાં કાર્ય અને કારણથી રહિત, વર્ણનાતીત, ઉપમા રહિત તથા વ્યાખ્યા રહિત થઈ જાય છે. એવી ભર્ગશક્તિના સંદર્ભમાં શું કહેવામાં આવે? કેટલું કહેવામાં આવે? બસ, આ ભર્ગ છે. ભર્ગો, ભર્ગ કહી દીધું ને? ઉત્પત્તિ, સ્થિતિ, લય બધું એની અંદર ચાલ્યા જ કરે છે. વળી પાછા ત્રિપુટી પેદા થઈ ગઈ તમારે, બરાબર છે? "હે શ્રેષ્ઠ મુનિઓ, આ જ આત્મા છે, એ જ બધાનો નિયંતા છે, ઈશ્વર છે, શંકર છે, ભવ છે, રુદ્ર છે, પ્રજાપતિ છે, વિશ્વશ્રષ્ટા."
છે હિરણ્ય ગર્ભ, છે સત્ય, છે પ્રાણ, છે હંસ. ઘણા લોકો હંસ તરીકે પણ ઉપાસના કરતા હોય છે. શાસ્તા એટલે કે ઉપદેશક પણ એ જ છે. ક્યાંયથી પણ આપણને ઉપદેશ મળતો હોય તો યાદ રાખો કે કોણ બોલી રહ્યું છે તમારા એમાં? કોણ છે? જો બ્રહ્મ છે તો તમને બ્રહ્મજ્ઞાન મળી જશે ત્યાંથી પણ. ક્યાંયથી પણ એમ જે અગ્નિના રૂપમાં તપ છે અને હજારોના ચક્ષુરૂપમાં પ્રકાશમય આનંદથી પરિપૂર્ણ, આનંદથી પરિપૂર્ણ એ જ જાણવા યોગ્ય છે. બધા પ્રાણીઓને અભયદાન કરે છે અને તપોવનમાં જઈને એ ઓમકારનું અનુસંધાન કરવું જોઈએ.
તપોવનમાં જઈને જંગલમાં જવાનું એવું કીધું નથી. જ્યાં તમે તપ કરી શકો એવું વન એને તપોવન કહેવાય. તપ કરવાનું સ્થળ એ તપ કરવાનું સ્થળ ક્યાંય પણ હોઈ શકે. ફિઝિકલમાં જરૂરી નથી કે તમારે ત્યાં જ જવું. સમજ્યા? જ્યાં પણ તમે તપ કરવાને માટે આમ તત્પર થઈ જાવ એટલે બસ એ થઈ ગયું તપોવન તમારું.
એટલી અદભુત છે અને અનુકૂળતા-પ્રતિકૂળતા આ બધા શું છે? કોના છે? મનના ધર્મો છે. તો મન ઊભું છે તો બધા વિખવાદ, આ જે કાંઈ બધું અલગ અલગ જોઈએ છે તે બધું પણ શેના લીધે થાય છે? તો કે મનના લીધે થાય છે. મનનું સ્વરૂપ છે તમને ભેદ બતાડે. બધા અલગ અલગ અલગ અલગ છે એ બધું. પણ એ જ મન જ્યારે અમન થઈ જાય ત્યારે શું થાય? અભેદ થઈ જાય બધાની સાથે. હવે એને કોઈના સાથે કોઈ ભેદ. અમન થઈ તો મન કેવું થઈ ગયું પછી? એનું એક થઈ ગયું કોની સાથે? વિશ્વના મન સાથે. વિશ્વનું મન ક્યાં છે? તો કે બધે. એ જ જ્ઞાન છે. આવી રીતે પહોંચતા જવાનું.
દરેક જગ્યાએથી તમે શરૂઆત કરશો. "સર્વદેવ નમસ્કારં કેશવં પ્રતિગચ્છતિ" આવી રીતના કહેવામાં આવ્યું. ગમે તે નદીઓમાં રહેલું પાણી હશે, છેવટે એનું અંતિમ સ્થાન શું છે? તો કે સમુદ્રમાં જ જવાનું છે. તમે એમ કહો કે, "યાર, આ તો અહીંયા ખાડામાં પડેલું પાણી હતું, તો ક્યાંથી જશે?" તો કે, "હા, ત્યાં પણ સૂર્યના તાપથી એનું શોષણ થઈ જશે. વાદળમાં જશે. ત્યાંથી પાછું એ વરસાદ રૂપે ફરી પાછું વરસી જશે." તો અહીંથી ત્યાં ખાડો કૂદીને ત્યાં સુધીને ગયું, પછી નદીમાં પડ્યું. આ વખતે એવું એનું એ જ જળ. આમાં પેલું શું છે? પેલો આ લોકો કરે છે ને જીઓ રેડિયો ટેગિંગ કરે છે, જીઓ ટેગ. એવું જો કોઈ તમે કોઈ એટમને પાણીના કરી શકતા હોય તો તમને ખબર પડે કે પહેલા વર્ષો પહેલા એ ખાબોચિયામાં જ હતું. ત્યાંથી વાદળ બન્યો અને પછી એ પાછો આ ફલાણી જગ્યાએ પડ્યું અને પછી વહેતું વહેતું પેલી નદીની અંદર મળી ગયું અને એ નદી પાછી આગળ જતાં જતાં છેવટે સમુદ્રમાં મળી.
તો સમુદ્રનું પાણી ખાડા અને નદીઓમાં આવે છે અને આ જ બધી જગ્યાએથી પાછા વાદળ થઈને પાછા વરસાદ થઈને ફરી પાછું જેમ બધું જ આખું બધું જેમ ચક્ર છે. તો આ ઋતુ કીધી એને.
એવી રીતે કંઈ પણ જગ્યાએથી કંઈ પણ કરો છો, બસ તમે એક યાદ રાખો, એક યાદ રાખો, બ્રહ્મ જ છે. બસ એની જ ઉપાસના થઈ રહી છે. બીજું કશું નથી થઈ રહ્યું. બધા ભેદભાવો મટી જશે. કોઈ ટેકનિકો નથી, કશું નથી. જે કાંઈ છે તે બધું બ્રહ્મ જ છે. તો તમે આ ટેકનિકને પેલી એવો અલગ અલગ બધા ભેદ ના પાડો. જે કાંઈ કરો છો તમે બ્રહ્મની ઉપાસના કરો છો. આટલું હૃદયમાં ધારણ કરો. બસ, બહુ થઈ ગયું. તમે જ્ઞાનને હૃદયમાં ધારણ કરી લીધું છે. વાસ્તવમાં એ સમયે સમજાય છે. તો ઓમકારનું એવી રીતે અનુસંધાન કર્યા કરો.
જે મનુષ્ય ઇન્દ્રિયોના વિષય ભોગોનો બહિષ્કાર કરે છે. ઇન્દ્રિયો જે છે એના જે કાંઈ વિષયો છે એ સંસાર પેદા કરનારા છે. વાસના ઊભી કરશે. એની સ્મૃતિ રહી જશે. આનંદ આવી ગયો કે જમવાનો આનંદ આવી ગયો, ઊંઘી જવાનો આનંદ આવી ગયો. બહુ મજા આવી કે સુઈ જવા. તો એને વિષય ભોગોનો જે બહિષ્કાર કરે એને શું થાય છે? તો કે પોતાના શરીરમાં જ એ પ્રકાશ તત્વ પ્રાપ્ત થઈ જાય. આપણે વાત કરીને કે ઇન્દ્રિયોનો નિરોધ શા માટે? ઇન્દ્રિયોને જે કાંઈ શક્તિ મળે છે ક્યાંથી મળે છે? પ્રાણથી મળે છે. હવે પ્રાણનો નિરોધ કરવાથી મનનો નિરોધ થઈ જાય છે અને મન અમન થઈ જાય છે એટલે જ્ઞાન પ્રગટી જાય છે, પ્રકાશ પ્રગટી જાય છે. તમામ ખાલી આમ કરીને બેસવું. બસ આમ થોડોક ટાઈમ પછી અહીંયા પ્રકાશનો આવિર્ભાવ કેમ થાય છે? ઘોર અંધકાર દેખાતો હતો ને? પછી એકદમ પ્રકાશ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે વધતો જાય.
બસ આ કન્ટિન્યુટી છે. એને પકડી લેવાય. આપણું કામ પૂરું થઈ જાય.
આ જ વિશ્વરૂપ છે, મનોહર છે. મનનું હરણ કરી નાખશે. જન્મ-મરણ, જન્મ ગ્રહણ કરનારાઓના પૂર્ણ જ્ઞાતા છે. બધાનું પરમ આશ્રય સ્થળ છે અને જ્યોતિરૂપથી તપ્ત પ્રકાશિત છે. જ્યોતિ સ્વરૂપે એ પ્રગટે છે. મહાજ્યોતિ, એને કે આત્મજ્યોતિ પ્રગટે છે, પરમજ્યોતિ પ્રગટે છે, બ્રહ્મજ્યોતિ પ્રગટે છે. આ સૂર્ય સવિતા પરમાત્મા હજારો કિરણો રશ્મીઓથી યુક્ત છે. રશ્મીઓ એમાં પોષણ કરવાની, સર્જન કરવાની, ગ્રહણ કરવાની બધી બહુ તાકાત છે. સૂર્યનું એક કિરણ આવીને બસ અહીંયા આગળે આ સ્કીન ઉપર જાય. સ્કીનના એક સેલમાં જઈને ત્યાં આગળે પ્રકાશ પૂરો પાડે ને પછી ત્યાં આગળે સર્જન ચાલુ થઈ જાય. બોલો, પછી પેલો ડોક્ટર કહે છે કે વિટામિન ડી બન્યું. એની અંદર બધું બની જાય. જે જરૂરી હોય એ બધું બનાવી શકે છે. બોલો, ત્યાં પ્રજાપતિનો ગુણધર્મ આવી જાય એટલે કામ ચાલુ થઈ જાય સર્જનનું તરત.
આ સૂર્ય સવિતા પરમાત્મા છે અને હજારો કિરણો રશ્મિઓથી યુક્ત સેંકડો રીતે વર્તમાન તથા સમસ્ત પ્રજાજનોના પ્રાણરૂપ થઈને એ પ્રગટ થાય. "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે." શાંતિ: શાંતિહી. અહીં મૈત્રાયણી ઉપનિષદ સમાપ્ત થયું. હવે આગળ વધીએ. આ અતિ પ્રિય ઉપનિષદો જે છે એમાંનું એક ઉપનિષદ છે અને ખરેખર બહુ જ ગુહ્ય હોવા છતાં પણ એટલું બધું અદભુત છે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.