યથાર્થ ગીતા સાર — ૧૦
એટલે ભગવાને આપણને કીધું કે, "તસ્માત્ બ્રહ્મણિ તે સ્થિતાઃ." જે ..સમસ્થિતિવાળો હોય છે, તે બ્રહ્મ સ્થિતિની અંદર, બ્રહ્મની સ્થિર થઈ જાય છે. ત્યારે આગળ કહે છે કે એને તો સંસાર પર જીત મળે છે. સંસાર ક્યાં છે? એના મનમાં છે. એટલે મનમાં જે પોતાનો સંસાર વસાયેલો છે, એણે પોતે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ" વાળો—એ બધાની ઉપર એને જીત પ્રાપ્તિ થઈ જાય છે. એવી વ્યક્તિ 'બ્રહ્મવિદ્' કહેવાય. પછી બ્રહ્મ સ્વયં એના મારફતે બોલે છે અને એ પોતે યંત્ર બની જાય છે. અને એ જે કંઈ બોલે છે તે પણ વેદ કહેવાય; માટે એને 'બ્રહ્મવિદ્’' કહેવાય. બ્રહ્મને એણે જાણ્યો અને પછી બ્રહ્મ જ એની મારફતે બોલી રહ્યો છે. હવે એના લક્ષણ શું? આવું કોઈ હોય, બ્રહ્મવિદ્... ખોળવો પડે ને? આટલી બધી આઠ અબજની વસ્તી—હવે તો વધી કે ઘટી ભગવાન જાણે! નવી વસ્તી ગણતરી સરકાર કરાવે છે.
ત્યારે કહે છે, બ્રહ્મવિદ્ના લક્ષણોમાં જોવા જઈએ તો એ કેવો હોય? એને કંઈ પણ પ્રિય કે અપ્રિય હોતું જ નથી. સુખ-અસુખ જેવું પણ એને કંઈ હોતું નથી. સુખને અસુખ માને, અસુખને સુખ માને—એવું પણ હોતું નથી. બધું સમ થઈ ગયું.એ મેળવીને પ્રાપ્ત કરીને કંઈ પણ હર્ષ પામતો નથી કે ગુમાવીને ઉદ્વેગ પામતો નથી. જે હંમેશા ઉદ્યમી હોય છે; શેમાં? બ્રહ્મમાં ઉદ્યમી હોય. બાકી બીજા બધામાં તો એમ લાગે કે આ આળસુ કેમ પડી રહ્યો છે આખો દિવસ? એ બ્રહ્મમાં નિરંતર ઉદ્યમ કરતો તો હોય! એટલે એવો બ્રહ્મવિદ્ સ્થિર બુદ્ધિનો થઈ જાય છે. અને પછી કેવો બને છે? તો કે અસંમૂઢ. એનામાં મૂઢતા ક્યાંય પણ તમને દૂર-દૂર સુધીને જોવા મળતી નથી. સંશય રહિત થયો હોય. કોઈપણ પ્રકારની શંકા-કુશંકા, સંશય—કશું જ એની અંદર હોતું નથી. બ્રહ્મવિત્ બ્રહ્મ સાથે સંયુક્ત થઈ ગયો હોય, એટલે બ્રહ્મવેત્તા બ્રહ્મણિ સ્થિતઃ.
પરાતપર બ્રહ્મમાં સદૈવ સ્થિર હોય. કેવળ ચામડી નહીં, પરંતુ તમામ ઇન્દ્રિયો સ્પર્શ કરે છે. જોવું એ આંખનો ધર્મ છે, જોવું એ આંખનો સ્પર્શ છે. સાંભળવું એ કાનનો સ્પર્શ છે. આમ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા તમામ ભોગો, ભોગવવામાં તો સુખદ જણાય છે, પરંતુ તે નિશંકપણે દુઃખદ યોનિઓનું જ કારણ બને છે. બહુ શ્રવણેઇન્દ્રિય તેજ કરી હોય, તો પછી જવું પડે પાછા એવા કોઈ પશુ-પક્ષીમાં કે જેના કાન બહુ તેજ હોય. કોના હોય? આમ કરે છે ને—કુતરા, હાથી... બધા જાનવરો દૂરથી અવાજ સાંભળે. હા, અને નક્કી કરતા હોય—ત્યાં જવું પડે પછી. હવે તે અતિશયતામાં પડે તો શું થાય? સત્સંગ આખો અલગ બાબત જ છે પ્રભુ! સત્સંગની અંદર તો તમે સત્-રૂપ થવા જાવ છો. તમે શઠ રૂપ નથી થતા.પણ તમે સત્-રૂપ થાઓ છો. પહેલામાં તમે સ્વરૂપો હાસિલ કરો છો. સતરૂપાની જોડે ફરો એટલે મન છે ને, મન મનુ મહારાજ કહેવાય.
વૃત્તિઓ છે બધી એ સતરૂપા છે. મનુ મહારાજની પત્નીઓ છે બધી એમ કહેવાય. આ બધા રૂપકની અંદર આ લોકો આવું-આવું બધું બોલ્યા. હું એ શરૂઆતમાં તો બહુ ગૂંચવાયો કે આ શું બધું બોલે છે કે ૧૦૦ પત્નીઓ હોતી હશે મનુ મહારાજને આમ તેમ? કે ૧૦૦ પ્રકારની વૃત્તિઓ છે કે; એટલે સતરૂપા કહેવાય છે. અને દરેક વૃત્તિ પાછી તમે જ્યારે જુઓ ત્યારે કંઈક અવનવું રૂપ જ ધારણ કરીને બેઠેલી જ હોય. એટલે ગૂંચવાયા જ કરો કે આ હશે કે આ હશે એમ થાય આપણને. અને બધે પાછી "કે મારી હશે કે નહીં હોય" એની કોઈ ગેરંટી ના હોય, એટલે શંકા પડ્યા જ કરે સતત. મન શંકાશીલ જ રહ્યા કરે. આવી સ્થિતિ હોય એમાંથી જે આ બ્રહ્મવિદ્ બની ગયો એને તો પછી... તો જો આ બધામાંથી એકદમ જ એ છૂટી જાય. એટલે મનુષ્ય જે શરીર નાશ પામે તે પહેલા જ કામ-ક્રોધથી ઉત્પન્ન થયેલા આવેગો હોય, તેને સહન કરવા, તેને મિટાવી દેવા માટે સમર્થ બને છે.
તે જ નર રમણ ન કરનાર બને છે. તે જ આ લોકમાં યોગયુક્ત છે. યોગયુક્ત ઉપર આપણે વાત થઈ હતી કે હોવો જોઈએ. બ્રહ્મવિદ્ બનવું હોય એને, તો એ પહેલા તો યોગયુકત બનવા માટે પ્રી-કન્ડિશન કીધું કે કામ અને ક્રોધ જે છે એના આવેગોને સહન કરી શકે એવો સંયમ કેળવી લીધેલો હોય અને પછી આગળ વધે છે. કારણ કે એ... એ યોગયુક્ત છે. એ પોતે જ સુખી છે. બીજો કોઈ સુખી હોતો જ નથી. બધા મનમાં માનેલા સુખમાં સુખી હોય છે અને એમાં જ રમણ કરતા હોય. પછી "કેમ છો? મજામાં?" કે "મજામાં!" થોડી વાર રહીને કહે, "હા, ૫ લાખની ખોટ ગઈ છે લે તારે!" હવે ખોટ ખાવાનું સુખ ખા, તો પછી અત્યાર સુધીને મેળવવાનું શું ખાધું તું? એટલે કામ-ક્રોધ એ બાહ્ય સ્પર્શ શત્રુઓ છે, એને તમે જીતી લો. જે વ્યક્તિ અંતરાત્મામાં સુખવાળો, પ્રકાશવાળો, સાક્ષાત્કારવાળો છે—તે જ યોગી બ્રહ્મભૂત, એટલે કે બ્રહ્મની સાથે એક થઈને બ્રહ્મનિર્વાણમ્ પામી, અંતે શાશ્વત બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે.
વાણીથી પણ પ્રાપ્ત કરી લે છે... કેટલી બધી રીતે પ્રાપ્ત થાય બ્રહ્મ? તો પ્રથમ વિકારોનો અંત; પ્રથમ વિકારોનો અંત, ત્યારબાદ દર્શન—કોનું? બ્રહ્મ દર્શન, અને ત્રીજું પ્રવેશ—બ્રહ્મમાં પ્રવેશ થઈ જાય છે. એક, દો, તીન. પરમાત્માનો સાક્ષાત્કાર થતા ત્રણ સ્ટેપ છે ભાઈ. દરેક જણાએ એમાંથી પસાર થવું પડે છે. પરમાત્માનો સાક્ષાત્કાર થતા જેનું પાપ નષ્ટ થયું છે એવી દુવિધા—જેમની દુવિધા છે, એ ડામાડોળપણું છે—"આમ હશે કે આમ હશે" વાળું એ બધું દૂર થયું છે. ગમે તેટલું મોટું શિપ (Ship) હોય, સમુદ્રની અંદર જાય, આપણને સ્થિર લાગે પણ વાસ્તવમાં તો એ ડોલતું જ હોય. આટલા બધા સમુદ્રના મોજા એને હલાવ્યા જ કરતા હોય સતત. એ તો અંદર બેઠા હોઈએ ત્યારે જ આપણને ખબર પડે કે કેવું થાય છે. તેવી રીતે સંસારમાં પ્રવૃત્ત હશે તેને સંસારના ડામાડોળપણાનો અનુભવ થયા જ કરશે.
પણ જેને બ્રહ્મને સ્થિર જાણીને ત્યાં પોતે સ્થિર થઈ ગયો છે, તે પોતે સ્થિર થવાથી પછી શું થાય છે? ક્યારેય પણ આ સંસારની ડામાડોળ પરિસ્થિતિમાં પણ વિચલિત થતો નથી, વિક્ષિપ્ત થતો નથી. એણે એક ડિસિઝન (Decision) લઈ લીધો—ફાઈનલ! "બ્રહ્મ સત્ય, જગત મિથ્યા." બસ હવે તો કે આનું શું કરવું? "તારે જે કરવું એ કર." કે આખે આખું તને આપી દીધું. એવી રીતે એ બિલકુલ વિરક્ત થઈને બેઠેલો. કેમ? હું સ્વયં બ્રહ્મ સ્વરૂપ છું. મારે પહેલા પ્રાપ્ત કરવાનું હતું, હવે બ્રહ્મસ્થિતિ મેં પ્રાપ્ત કરી લીધી. એ કર્યા પછી હવે મારે પ્રાપ્ત કરવાનું કશું રહેતું નથી. તો કે હવે શેષમાં શું? તો કે સંસાર રહ્યો જ નથી ભાઈ! એટલે તારે જોઈતું હોય તો તું લઈ જા, અમારે સંસારનું કોઈ કામ નથી, કોઈ કર્તવ્ય નથી બાકી. અને છતાંય પાછા સંસારના કામ પોતે કર્યા કરતા હોય. કેમ?
લોક સંજ્ઞા; કે જેથી કરીને જીવિત પથ ખુલ્લો મૂકીને જાય પાછળ આવનારાઓ લોકો માટે. આમ કરુણા! હવે શું કહે છે? તો કે પહેલા તો પ્રથમ વિકારોનો અંત, ત્યાર પછી દર્શન અને પછી એનો બ્રહ્મની અંદર પ્રવેશ થતો હોય છે. ડામાડોળપણું દૂર થઈ ગયું, દુવિધા દૂર થઈ ગઈ. હવે આપણને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો એટલે પછી હવે શું બાકી રહ્યું? તો કે જે પ્રાણીમાત્રના હિતના કામોમાં પ્રવૃત્ત છે—એમાં રોડ બાંધવો બી આવી ગયો, બિલ્ડીંગ બનાવવું બી આવી ગયો, અને એમાં થયેલા ખર્ચના હિસાબો રાખવાનું કામકાજ બી આવી ગયું, એના વિશેની માહિતી સંચાર કરવાનું કામ પણ એની અંદર આવી ગયું. એટલે તમે ટીવીમાં કામ કરતા હોય, તમે ન્યુઝપેપરમાં કામ કરતા હોય—બધું ભલે તમે કરો; તમારું બ્રહ્મવિદપણું એને કંઈ પણ વસ્તુઓમાં હરકત કરતું હોતું નથી. આ કર્તવ્ય પણ તમે ભલે કરો એમ કહેવા માંગે છે.
મતલબ તમારો વ્યવસાય જે છે એ આડે આવતો નથી. પરમ તત્વ પામેલાઓ જ આ કરી શકે છે. બાકી બધા જે હોય એ શું હોય? વ્યવસાયની અંદર ખૂપી ગયા હોય. કેવા થયા હોય? ખૂપી ગયા હોય, ઊંડે-ઊંડે ખૂપી ગયા હોય. એટલા બધા ખેંચીને બહાર કાઢો ને ૧૧ વાગ્યા—કે હવે તો ઘેર જાઓ! તો કે, "ના ના, હજી તો પેલો ઘરાક આવવાનું બાકી છે, એને ડિલિવરી આપી દઉં ને પછી ઘેર જઈશ," કરીને બેસી રહ્યો. ત્યારે સામાન્ય વિવેક શું કહે છે કે, "ભાઈ બધી દુકાનો બંધ કરીને ઘેર જાય એટલે આપણે પણ દુકાન બંધ કરી દેવી. એટલે આપણે ઘેર જઈને સૂઈ જવું, હાથ-પગ ધોઈને થોડું ભોજન કરીને ભગવત ભજન કરવું." કે આપણે બેઠા બેઠા થોડું શું એવું કીધું? તો આ તો ભાઈ રાહ જોતો બેઠો હોય કે હમણાં પેલો આવે ને ડિલિવરી આપું. હવે પેલો આવે નહીં ને આ ડિલિવરી થાય નહીં. બહુ વિચિત્ર હાલતની અંદર ૧૦:૩૦ થઈ ગયા, ૧૧ વાગ્યા, ૧૧:૩૦ થઈ ગયા.
પછી ઘરેથી ફોન આવે કે , "હવે આવો છો?" તો કે "હજુ વાર છે, કે કદાચ સવારે પડી જાય કે” અલ્યા !આ થોડુંક જરાક ખેંચ્યું હોય વધારે પડતું, એવું નથી લાગતું કે આટલું બધું કંઈ વ્યવસાય થોડી કરવાનો હોય? ઘરવાળીએ વિચાર કરે કે આ કેવી જાતનું કામ કરે! માટે પરમ તત્વમાં પામેલો હોય ને, એ બધી જગ્યાએ કેવો થઈ ગયો હોય? તો એકદમ બેલેન્સ થઈ ગયો હોય. એનામાં છે ને એક એવી જાતનો વિવેક ઉત્પન્ન થઈ ગયો હોય કે બહુ સહજભાવે બધું કામ કરી નાખે. અને છતાંય પાછો કોઈને કશું કરતો હોય એ તો ખબર જ ના પડે. એટલું બધું મોટું કામ કર્યા કરતો હોય છતાં પણ જગત કલ્યાણ ત્યાં બેઠે બેઠે જ કરી નાખતો હોય. પણ તો એને કોઈને ખબર ના પડે. તો દાખલા તરીકે બ્રહ્મવિત ટપાલી હોય, બેઠો હોય,એના એરિયાના જેટલા-જેટલા માણસો હોય બધાને માટે ટપાલ આમ ગોઠવતો જતો હોય. વાસ્તવમાં એ બધાને આશીર્વાદ આપે છે—તમારું કલ્યાણ થાઓ, સુખ થતું જાઓ; તમને બધાના સારા સમાચારો પ્રાપ્ત થાઓ.
બ્રહ્મ ભાવના છે ને એની તો,તમને બ્રહ્મત્વ પ્રાપ્ત થાઓ. બધાને રોજ ટપાલ મોકલે છે બોલો! અને પેલો રિસીવ કરે હાથમાં આમ કરીને આમ પકડે ને, એની સાથે આમ આવે એને બ્રહ્મ પણું અંદર. પછી થોડું ઘણું તો, આવે કે ના આવે? એટલે આવી રીતે કામ કરી નાખે; કોઈને ખબર ના પડે કે, "લો આણે તો કરી નાખ્યું!" એટલા માટે બ્રહ્મવિત્ તો કંઈ પણ કરે અથવા ના પણ કરે, પણ જગત કલ્યાણ તો થયા જ કરે એના હોવા માત્રથી એમ કહે છે. પરમ તત્વ પામેલાઓ પોતે પામેલા હોય, જ્યારે બીજા કેસમાં તો શું છે કે જે પરમ તત્વને પામેલા નથી, એ બધા તો કેવા છે? તો કે પોતે જ ખાડામાં પડેલા. હવે જે ખાડામાં પડ્યો હોય, બીજાને બહાર ક્યાંથી કાઢે? ખાડાની બહાર કેવી રીતે કાઢે? નીકળી ના શકે ને! એટલે એ પ્રયત્ન કર્યા કરે કે આને ખાડામાંથી બહાર કાઢવો, પણ એનાથીય નીકળાય નહીં અને એ કોઈને બહાર કાઢી શકતો પણ નથી.
આવી રીતે કરુણા, કારુણ્યતા એને કહેવાય—આમ હૃદય આદ્ર થઈ જાય. કોઈકનું દુઃખ જુએ ને તો પણ આમ કે કંઈક રીતે કરીને બસ આવા બ્રહ્મત્વને પામી જાય તો સારું, એને કોઈ મતલબ નથી કેન્સર મટે કે ના મટે; એને કોઈ મતલબ નથી કે આ જીવે કે ના જીવે. એને એક જ છે, "આ વખતે આનો ફેરો નિષ્ફળ ના જાય. છેલ્લે-છેલ્લે કંઈક કરવું એવું કે આ બ્રહ્મ ભાવ પામી જાય અને પછી એનું કલ્યાણ થાય. એક જન્મ એનો થવાનો બચી જાય, બસ આટલું થઈ જાય તો એ ભગવાન ઘણું કર્યું." એવો એનો કારુણ્યતાનો ભાવ હોય બધાના માટે. કોઈ છે જ નહીં એના માટે—હમણાં કીધું ને કે બધાના પ્રત્યે સમાન વૃત્તિ છે. સમાજની અંદર પદ-પ્રતિષ્ઠા કે આ કે તે—એવા બધાને એ કશું જોતો જ નથી. દરેકને એક જ ભાવથી એ જોયા કરતો—બધાનું કલ્યાણ થાઓ, સર્વે જનાઃ સુખીનો ભવન્તુ. તમારું સુખ શેમાં છે એ તમે ખોળી કાઢો; જ્ઞાની પુરુષ એમાંય પડતો નથી પણ "તમે સુખી થજો" એમ કહે છે.
શી વાત કરી દીધી! એટલે કરુણા એ મહાપુરુષોનો સ્વભાવ છે, પોતાનો અંદરથી આમ ઉત્પન્ન થતો એવો એવો ગુણ બને છે. તે જીતેન્દ્રિય બ્રહ્મવિદ્ પુરુષ શાંત પરબ્રહ્મને મેળવે છે. પરબ્રહ્મ કેવો છે? શાંત! અરે બરફની લાદી અહીં મૂકી દીધી હોય એવું લાગે તમને, ઠંડક થઈ જાય, બસ આવી ગયું! કામ-ક્રોધ રહિત જીતેન્દ્રિય, પરમાત્માનો સાક્ષાત્કાર કરેલા જ્ઞાની પુરુષને બધી જ જગ્યાએથી શાંત પરબ્રહ્મ જ પ્રાપ્ત થાય છે. જો કહે છે ને, સામાન્ય વ્યવહારમાં પણ એમ કહે કે જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. હવે આની તો દ્રષ્ટિમાં એણે તો બ્રહ્મ વસાવી દીધો, એના શ્વાસમાં એણે બ્રહ્મ વસાવી દીધો અને બિલકુલ શાંત પરબ્રહ્મ બની ગયો. હવે એ જોશે તો પણ બ્રહ્મને જ જોશે, એ સાંભળશે તો પણ બ્રહ્મને જ સાંભળશે, એ સ્પર્શ કરશે કોઈને તો પણ એ કોને સ્પર્શ કરશે? બ્રહ્મને સ્પર્શ કરશે.
વાસ્તવમાં બ્રહ્મ એના દ્વારા સ્પર્શ કરી રહ્યો છે, એ તો યંત્ર બની રહ્યો છે. તમે એમ કહો કે "હું આને મળ્યો ને મને આમ થઈ ગયું તેમ થઈ ગયું"—ના, એ એ મહાપુરુષે તમને છે ને તો આવો બ્રહ્મનો સ્પર્શ કર્યો તે વખતે, અને એમાં એ નિમિત બન્યા. આમ કરીને આમ, તમારે રોજ કરવું હોય, તમારો અંગૂઠો લેવાનો, અહીંયા આગળ આમ લગાડવાનો અહીંયા આગળ અને કહેવાનું "હું વિજ્ઞાન સ્વરૂપ છું." પાંચ વખત બોલવાનું; વિધિ આપેલી છે. બરાબર? કરો તો ખરા! આમ શાંત સ્વસ્થ થઈને જુઓ પછી અંદર શું ફેરફારો થાય છે જરાક તપાસો. કંઈક આમ રાખો, જરાક લખો કંઈક અંદર કે "આજે મને આવું થયું, આવું કર્યા પછી મને આવો અનુભવ આવ્યો." ધીમે-ધીમે એ જ વસ્તુઓને તમે થોડું રિફર (Refer) કરવાની ટેવ પાડશો, તમારી શ્રદ્ધા બળવાન બનતી જશે કે હું આગળ વધી રહ્યો છું, હું સાચા રસ્તે છું—એ ખ્યાલ આવતો જશે.
એટલા માટે કીધું તું લખો થોડું કંઈક, બહુ વધારે પડતું નહીં. આમ તો યાર દુનિયાભરની નોંધ રાખો છો તમે, અને આ જેની રાખવી જોઈએ એની જ નોંધ લેતા નથી! બાકી બધું ખબર છે; કેટલું વધ્યું, શું થયું, આમ થયું તેમ થયું—બધું. "આણે આમ કર્યું, આની ગગ્ગી આની જોડ પરણી"—બધી જાતની નોંધ હોય એની પાસે. આણે આટલી એમ કે લોન લીધી છે તે પણ ખબર હોય, માર્કેટમાં ખબર પડી જાય—"તો કે પાર્ટી કાચી પડી ગઈ હો, ધ્યાન રાખજે તું! તારે આપ-લેનો વ્યવહાર હોય ને તો..." પાંચ ૨૫ જણાને ફોન આવું કરી દેશે પાછો, કે "ભાઈ હું તો તારું હિત જાણીને કહી દઉં છું હો, પાર્ટી કાચી પડી લાગે છે!" એવું બોલે ને? આ બધી વેપારી ભાષા આવી હોય એવું કહે છે મને. ત્યારે આ બ્રહ્મવિદ્ છે એ બધે સર્વત્ર શાંત પરબ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. ખરેખર તો બધે પરબ્રહ્મ તો બધે છે જ, અને આવોઆય પોતે સ્વયં પરબ્રહ્મ બની ચૂક્યો છે—પૂર્ણમિદમ્.
હવે આ એને પ્રાપ્ત કરે છે, આ એને પ્રાપ્ત કરે છે—આ એ બધી વ્યવહારમાં બોલવાની વાત છે પણ બધું એકરૂપ થઈ જાય છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે એના માટે પછી સંસાર રહેતો જ નથી, સર્વ કંઈ તો કે બ્રહ્મ બની ચૂક્યો છે. અને બસ એ એની અંદર જ રમણ કર્યા કરતો હોય છે. એટલે આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટેનું આવશ્યક અંગ છે શ્વાસ અને પ્રશ્વાસનું ચિંતન. શું કીધું? ચિંતન! અને આ ચિંતન પાછું મન દ્વારા નથી કરવાનું, જોયું તમે? ચિંતન કર પણ બસ. મન ત્યાં હાજર છે, શાંત છે, સ્થિર છે, ઊભું છે ને બસ જો-જો-જો કર્યા કરે. એક ટાઈમ પછી મન બી છે કે નથી ખબર નથી, એક ટાઈમ પછી તો શ્વાસ ચાલે છે કે નહીં એ પણ ખબર નથી, અને કેવળ બ્રહ્મ ખડો થઈ જાય એકદમ. એટલે શ્વાસ-પ્રશ્વાસનું ચિંતન એ આવશ્યક અંગ છે. યજ્ઞની ક્રિયામાં પ્રાણનો અપાનમાં હવન, અને અપાનનો પ્રાણમાં હવન, અને પ્રાણ-અપાન બંનેની ગતિનો નિરોધ એમણે બતાવ્યો હતો તે તમે સમજો અને પછી એનો ઉપયોગમાં કરો.
આગળ કહે છે અર્જુન, બહારના વિષયો—દ્રશ્યનું ચિંતન ન કરતા, તેનો ત્યાગ કરીને—બહારના વિષયોનું ચિંતન નહીં કરવાનું, કોઈ દ્રશ્યનું પણ ચિંતન નહીં કરવાનું. દ્રષ્ટિને, નેત્રોની દ્રષ્ટિને,ભ્રુકુટીની વચ્ચે સ્થિર કરવાની. આ બંને નેત્રોની અહીંયા સ્થિર કરવાના, ભ્રુકુટી. ભ્રુવોઃ અંતરે—વધારે સ્પષ્ટતા કરે છે. એનો અર્થ એ નથી કે આંખની વચ્ચે કે ભ્રમરોની વચ્ચે ક્યાંક દેખવાની ભાવનાથી દ્રષ્ટિ સ્થિર કરવી. સમજો, ભ્રુકુટીની વચ્ચેનો સ્પષ્ટ અર્થ એ છે કે સીધા બેસવાથી દ્રષ્ટિ ભ્રુકુટીની બરાબર વચ્ચેથી સીધે-સીધી આગળ પડે. અહીંયા; ના ડાબે ના જમણે આમ તેમ ક્યાંય ના જુએ. અહીં આગળ, અહીં જોવાનું કહે છે ને બધા આંખોથી—તો કે ત્યાં નહીં, અહીંયા જોવાનું છે. બ્રહ્મ અહીંયા છે એમ જુઓ અને અનુભવ કરો. નાકની દાંડીએ કોઈને પૂછો કે કઈ—તો કે "નાકની દોંડીએ જાઓ." તો આ પરમાત્માને પામવું હોય તો નાકની દોંડીએ જ જવાની...
અરે દાંડી નહીં, દાંડી કૂચ કર્યા કરવાની રોજ! તો પણ આટલે એટલે સીધી નજર રાખીને ક્યાંક નાક ના જોવા. પાછા અડધા એવા હોય તો પાછા આમ નાક જ જોયા કરશે અહીંયા આગળ. થોડા ટાઈમમાં ફેંગો થઈ ગયો હોય, જો આંખો બધી આમ તેમ થઈ ગઈ હોય ચલ-વિચલ એની. જુએ તો ખબર પડે કે ભાઈ કઈ બાજુ જુએ? આ તો આમ જોતા હોય ને તો આમ જોતા હોય એવું બધું થઈ જાય. એટલે એવું બધું નહીં કરવાનું, ના પાડી છે. નાક નહીં જોવાનું, નાકની દાંડીએ પણ અહીંયા આગળ આમ જે ભ્રુકુટી છે તે સીધી આ જગ્યાએ જોવાનું છે એમ કીધું છે. એટલે અહીંયા ટીપ ઉપર પણ જોવાની ના પાડી દીધી. નાસિકામાં ફરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરવાના. આ ૬ સુધી લેવાય છે, ૬ સુધી બહાર કાઢો. આ ૭ સુધી લેવાય છે, ૭ સુધી બહાર કાઢો. એને પ્રાણને સમ કર્યો કહેવાય. પણ આવી રીતના કાઉન્ટ કરી કરીને કશું કરવાનું નહીં, તો તમે ગણતરીમાં જ અટવાઈ જશો.
ટેબલ-કોષ્ટકોને આવું બધું કર કર કરીને જ મન પેદા કર્યા છે. મનથી કોષ્ટકો બનાવ્યા છે ને, હવે કોષ્ટકોમાં પાછા ગૂંચવાઈ ગયા છે. એટલે એવું પણ કરવાનું નથી. આ તો સમજણ માટે કહેવામાં આવે છે કે ભાઈ ૬ ગણતા સુધી શ્વાસ તમે લેતા હોય તો ૬ ગણતા સુધીનો સમય તમે શ્વાસને બહાર કાઢો એવી રીતે. પણ એને સહજભાવે થવા દેવાનું છે. હવે નાસિકામાં ફરતા પ્રાણ-અપાન વાયુને સમ કરવા અર્થાત દ્રષ્ટિને સ્થિર કરવી. તમારી સ્થિર દ્રષ્ટિ થઈ એવું ક્યારે કહી શકો? કે જ્યારે તમારે પ્રાણ સ્થિર થવા માટે ધ્યાનને શ્વાસમાં પ્રવૃત્ત કરો કે શ્વાસ ક્યારે અંદર થયો, કેટલો રોકાયો? લગભગ-લગભગ અડધી સેકન્ડ જેટલો શ્વાસ ક્યાંક આમ વચ્ચે રોકાશે. તમે લીધો અને પછી છોડ્યો, અડધી સેકન્ડ આમ જસ્ટ પ્રયાસ કરીને ના રોકશો, ખાસ કીધું છે. પ્રયાસ નહીં કરવાનો રોકવાનો પણ ખાલી એને જાણવાનું છે કે આ રોકાયો, આ લીધો, આ રોકાયો અને આ દીધો—છોડ્યો.
ખબર પડવી જોઈએ એવી જાગૃતિ લાવવાની છે. એનો મતલબ શું છે? કે અત્યારે આપણે મદહોશીમાં છીએ, બેહોશીમાં છીએ એક જાતની. આપણે ખરેખર ભાનમાં જ નથી. ભાન-ભાન તો પછી આવવાનું છે! એટલા માટે કીધું કે ધ્યાન રાખો, શ્વાસમાં પ્રવૃત્તિ કરો કે શ્વાસ ક્યારે અંદર થયો, ક્યારે કેટલો રોકાયો અને લગભગ અડધી સેકન્ડ જેટલો રોકાય તો એને પ્રયાસ કરીને રોક્યા વગર જાણો. પછી એ જુઓ કે કેટલો શ્વાસ બહાર નીકળ્યો અને કેટલી વાર સુધી બહાર રહ્યો? ક્યારે શ્વાસ બહાર નીકળ્યો, કેટલી-કેટલી વાર સુધી બહાર રહ્યો? પાછું બહાર રોકાય છે. આ અંગે કંઈ કહેવાની જરૂર નથી કે શ્વાસમાં નામ-ધ્વનિ સંભળાવા લાગશે. બસ, આટલું જ કરવા માત્રથી શ્વાસમાં નામ-ધ્વનિ ઊભો થશે. હા, નામ-ધ્વનિ; નામ એને નામ જ કહેવાય—પરમાત્મા. બરાબર? પાછા ઓમ કરશે તો ઓમમાં પાછા બધા ગૂંચવાવા માંડશે. એટલે બધા આવું થતું હોય છે.
એટલા માટે કહે છે કે તેમાં જે ઉત્પન્ન થાય છે તે નાદ-ધ્વનિને તમે જાણો, એના પર ધ્યાન કેન્દ્રિત થઈ જશે. પછી ધીમે-ધીમે શ્વાસ અચલ સ્થિર થઈ જશે. કેવો થશે? અચલ સ્થિર થઈ જશે. શ્વાસ તમારો એવો સરસ થઈ ગયો હશે બિલકુલ... બસ, પ્રાણ થયો, ક્યાંક રોકાઈ ગયો, રોકાઈ ગયો, રોકાઈ ગયો... ગયો તો પછી ગયા કરશે. પછી બહાર રહ્યો તો બહાર રહ્યો, રહ્યો, રહ્યો... ક્યાંય સુધીને રહેશે એવું થશે. એટલે નામ-ધ્વનિ સંભળાવા લાગશે, પછી ધીમે-ધીમે સ્થિરતા વધતી જશે, પ્રાણ સમ થઈ જશે. અંદર સંકલ્પો ઉઠવાના બંધ થઈ જશે. આમ વિચારોના ટોળા જે પહેલા બધા બહુ આવતા હતા, બહુ આવતા હતા વારે-વારે—પછી ગાયબ થઈ જશે. ભીડ બધી ગાયબ! કરફ્યુ લાગશે, પછી તો ૧૪૪મી કલમ લાગુ પડી જાય એવું થાય અંદર તો! એટલે અંદર સંકલ્પો ઉઠશે જ નહીં અને બહારનો સંકલ્પ અંદર જઈને ટકરાશે પણ નહીં.
બહારના ભોગવવાની ઈચ્છા તો બહાર જ ત્યાગી દીધી હતી. એટલે તેલની ધારાની જેમ, તેલની ધારા પણ પાણીની જેમ ટપ-ટપ નહીં પડે. પાણી ટીપું-ટીપું પડે, જ્યાં સુધી પડશે ત્યાં સુધી એ ધારામાં જ પડશે. તમે આમ જોઈ શકો... રેડ્યું છે ને તેલ? પણ કોઈના પેટમાં તેલ નહીં રેડવાનું! બરાબર ને? તો આપણે જોઈ શકીએ કે આપણે તેલધાર વ્રત બરાબર જાય છે. એટલે આપણે કોઈને કષ્ટ આપીએ તો આપણે આ બધી વસ્તુઓ ભલે કરતા હોઈએ, તો પણ સામે આપણને એવું ફળ જોવા નથી મળતું. પ્રયત્ન વધારે પુરુષાર્થ માંગી લે છે. અને જે દિવસે પેલી વૃત્તિ ખરી પડશે, આગળ ઉપર એક દિવસે થશે કે, "યાર હું તો આ ખોટું કરું છું હો!" બસ, પછી તમારી પ્રગતિ એકદમ ઝડપી થઈ જશે. એટલે જો તમે એમ વિચાર કરો કે કોઈ જગ્યાએ તમારો પ્રોગ્રેસ (Progress) તમને એમ લાગે કે અટકી ગયો છે સાધના કરતાં-કરતાં—અગત્યની વાત તો તપાસ કરો: એવું શું છે?
એવી શું પરિસ્થિતિ છે? એવો શું વિચાર છે? એવી શું તમારી હેબિટ (Habit) છે? કે એવો શું સંજોગ બન્યો છે કે જે તમારી સ્મૃતિમાં અટકી ગયો છે? જેના કારણે તમારો આગળ જતો પ્રોગ્રેસ જે હતો તે સ્થિર થઈ ગયો. હવે આટલો બધો પુરુષાર્થ કરવા છતાં, બે મહિના સુધી જોવા છતાંય કંઈ મેળ પડતો નથી. "ક્યાં આગળ જાઉં છું કે નથી જતો, કંઈ ખબર નથી પડતી?" ના, એવું નહીં ખબર પડવી જ જોઈએ. એટલે એવું શું છે એને શોધી કાઢ અને પછી એને જાણીને એને દૂર કરો કે, "તું મારો ભાગ નથી. હવેથી તું મારો અંગ પણ નથી. હું તને મુક્ત કરું છું," કરીને એ વસ્તુને જવા દો. વહેતી મૂકવી પડે. કંઈ બહુ તકલીફ આપનારી વસ્તુ હોય ને, કાગળિયા પર લખી દેવાનું. પછી કીધું પાણીમાં જઈને વહાવી આવજે—કૂવામાં, નદીમાં, તળાવમાં, સમુદ્રમાં—ગમે ત્યાં ફેંકી આવજે. છેવટે કંઈ ના મળે તો કચરાપેટીમાં નાખી દેજે તો પણ કંઈ નહીં મેળ પડે તોકાગળિયું લખીને પછી બાળી કાઢજે અને જોજે કે બધું ભસ્મ થઈ ગયું.
પછી ભસ્મ તો ઉડાડી માર એને, એનાથી તું મુક્ત થયો. આ એક્ઝેટલી એ વાત છે. પેલો ફુગ્ગો લાવીને પેલાને આમ મોઢામાં મૂકીને કાઢ્યો ને બહાર—એવી હમણાં બહુ સરસ વાત કરી નિલેશભાઈએ. કે એક ડોક્ટર, એટલે એમના કોઈ નાનું બાળક હતું ફેમિલીમાં, નાનો ભાઈ. તે પેલા રમતા હોય એમાં પેલા ફુગ્ગા ફુલાવવાના આવે ને, તો ફુગ્ગા ફુલાવતા. હવે ફુગ્ગા ફુલાવતા-ફુલાવતા ફુગ્ગો ફૂટી ગયો. તો હવે પેલા એમના ભાઈને એમ થઈ ગયું કે "હું ફુગ્ગો ગળી ગયો!" તો પછી રડે, રડે, બંધ જ ના થાય. બહુ રડ્યો, બહુ રડ્યો. એટલે આ ભાઈ લઈને ગયા ત્યાં ડોક્ટર પાસે અને કીધું કે, "ભાઈ આવું થયું છે." ડોક્ટરે તપાસ કરી જોયું કે અંદર તો કંઈ છે નહીં, પણ કશું કીધું નહીં. અમને બોલાવીને કહે છે, "એક કામ કર, જઈને એક બીજો ફુગ્ગો લઈ આવ એવો જ" પછી બીજો ફુગ્ગો લઈ આવ્યા. પછી ચૂપચાપ ડોક્ટરને એમણે લાવીને આપ્યો.
ડોક્ટરે આમ તપાસ કરવા માટે પછી પાછું ફરી કાઢ્યું કે "લાવ ફરી જરા જોઈએ જરા," એમ કરીને. પછી એમના હાથમાં રાખેલો ફુગ્ગો હતો ને, તો ધીમે રહીને એને "મોઢામાંથી નીકળી રહ્યો છે" એમ કરીને ચીપિયાથી ખેંચીને કાઢ્યો બહાર અને બતાવ્યો કે "જો, આ રહ્યો!" હવે ફુગ્ગો નીકળી ગયો તો પેલો રોતો બંધ થઈ ગયો. અને હવે એ નાનો ભાઈ મોટો થઈ ગયો. થયો ને? એટલે આપણી અંદર આ નાનો ભાઈ બેઠો છે ને, તો આવું બધું કર્યા કરતો હોય. તો એને પછી જરા કંઈક આવું કરી આપવાનું આપણે. જ્ઞાની થયા ભાઈ! આપણને બધી કળાઓ આવડે. એટલે આપણે કેવી રીતે સમજાવીને-પટાવીને કેવી રીતે કામ કરવું? આપણો પ્રોગ્રેસ છે ને અવિરત ચાલવો જોઈએ. અટકી કેમ ગયો? એટલે આપણે એના માટે પ્રયત્ન રાખવાનો. આ પ્રમાણે જ્યાં પ્રાણ અને અપાનની ગતિ એકદમ સમ-સ્થિર કરીને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ—બધાને જેણે જીતી લીધા છે, ઈચ્છા, ભય અને ક્રોધથી જે મુક્ત થઈ ગયો છે, ચિંતનની ચરમસીમા પર પહોંચેલા મોક્ષ-પરાયણ મુનિ સદા મુક્ત જ છે.
હવે મુક્ત થઈને ક્યાં જાય છે? મુક્ત થઈ ગયો પછી જવાનું ક્યાં? તમારો પ્રશ્ન... આમ મુક્ત પુરુષ મને યજ્ઞ અને તપના ભોગવનારા, સર્વ લોકના ઈશ્વરના પણ ઈશ્વર, સર્વ પ્રાણીઓના સ્વાર્થરહિત એવા હિતૈષી—એમ સાક્ષાત જાણીને શાંતિ મેળવે છે. શ્રીકૃષ્ણ કહે છે, "એ પુરુષના શ્વાસ-પ્રશ્વાસનો યજ્ઞ અને તપનો ભોક્તા હું છું. એનું આધિપત્ય હું લઈ લઉં છું પછીથી. એની પાસે કશું રહેતું જ નથી." હું એને મુક્ત કરી દઉં છું અને યજ્ઞ અને તપ અંતમાં જેનામાં વિલય પામે છે તે પણ હું છું; એટલે કે તે મને જ પ્રાપ્ત થાય છે. એ મારામાં પ્રવેશ પામી જાય છે અને તદ્રૂપ બની જાય છે પછી. કેટલી હદ સુધી કીધું? શ્વાસ, પ્રશ્વાસ અને ચિંતન જે કંઈ એવું કરી રહ્યો છે તે બધાનો પણ હું કંટ્રોલ (Control) લઈ લઉં છું. એટલે આજે ભલે તમે બેસો સાંજે આમ કરીને, તો પહેલા એક વખત તમારે જસ્ટ એને તૈયાર થઈને દ્રઢતાપૂર્વક બેસવું જ પડશે.
તમારે તો આટલું જ કરવાનું છે દર વખતે. પછી તમે બેસસો એટલે ધીમે રહીને કંટ્રોલ લઈ લેશે. એ જે હું તમને કહું છું ને—આ ઘટના તમારા પાંચ શ્વાસથી પચીસ શ્વાસની વચ્ચે જ ગમે ત્યાં બની જશે. આ બહુ સૂક્ષ્મ ઘટના છે પણ તમે જોશો. પહેલા તો તમે આમ શ્વાસ જે રીતે નોર્મલ ચાલતો હોય, જે રિધમમાં ચાલતો હોય એને બસ જુઓ અને જાણો, જુઓ અને જાણો. તમે જોયા કરો, જોયા કરો... શ્વાસ આવે છે, શ્વાસ જાય છે; ફરી આવ્યો, ફરી ગયો; ફરી આવ્યો, ફરી ગયો. એક ટાઈમ આવશે પછી તમે જોશો કે જાણે કે સમબડી એલ્સ હેઝ ટેકન ઓવર (Somebody else has taken over). આ શ્વાસનું આખું તંત્ર જાણે એના હાથમાં છે. એ ફીલિંગ (Feeling) તમારે આજે જ આવશે, બેસજો આજે ખબર પડશે. એટલે એ જે છે તે મિનિટે સરેન્ડર (Surrender) કરી દેવાનું. બસ આપણે શું? સર્વસ્વ અમારું અર્પણ છે ભાવ કરવાનો છે એવો બસ એ ટાઈમે કે "આ સોંપ્યું, બસ હવે ચલાવ કે તું તારે." અને તમે સોંપશો નહીં ત્યાં સુધી એ કંટ્રોલ લેતો નથી.
વાત આવી છે; જ્યાં સુધી તમે સોંપશો નહીં ત્યાં સુધી એ કંટ્રોલ લેતો નથી. એટલે તમે પછી રોજ મહેનત-મજૂરી કરી અડધો-પોણો કલાક ને ઊભા થઈ જાઓ થાકીને—"આજ તો કંઈ થયું નહીં, કોઈ અનુભવ આવ્યો નહીં." કંટાળી જાઓ થોડા મહિના સુધીને કરી-કરીને કે "આમાં તો કંઈ ગડબડ લાગે છે કે આપણને કંઈ ખબર તો પડતી નથી હશે વળી જે હોય તે એ છોડો ને, આપણે કંઈક બીજું કરો." એટલે પાછા વેરાયટી ખોળવા નીકળી પડે! હવે દુનિયામાં વેરાયટી વેચનારા તો બધા બહુ હોય ને? નોવેલ્ટી સ્ટોર છે દુનિયા એટલે. જાત-જાતનું બધું હોય, ભાત-ભાતનું હોય બધું. એવું-એવું બોલી-બોલીને આપી દે ને લોકો! આપેલો પાછો લઈ આવે ખરો—સંગ્રહેય ખરો પાછો! અને કમાયેલો હાથમાં રહેલો હીરો ફેંકી દે... કરુણતા છે! હાથમાં રહેલો હીરો ફેંકી દે ત્યાંથી પેલું કચકડાનું કંઈક લઈ આવ્યો, ચમકતું હતું ને કે વધારે સારું હતું.
ઇમિટેશન જ્વેલરી! આ બધી સમજ્યા? એનાથી બ્રહ્મ પ્રાપ્તિ ના થાય. એટલે કહે છે કે યજ્ઞ અને તપના અંતે હું, જેનામાં યજ્ઞ અને તપનો ભોક્તા પણ વિલય પામી જાય છે તે હું છું. અને એવો બ્રહ્મવિદ્ મને જ પ્રાપ્ત થાય. યજ્ઞમાં અંતે જેનું નામ 'શાંતિ' છે—શું? જેને તમે શાંતિ કહો છો એની વાત છે—તે મારું જ સ્વરૂપ છે. યાદ આવે છે? એક વખત શીખવાડ્યું હતું—"હું શાંતિ સ્વરૂપ છું." ત્રણ વાર બોલીને બંધ થઈ જવાનું, પછી જોવાનું. શાંતિ સ્વરૂપ! તો અહીં ભગવાન કહે છે કે શાંતિ એ મારું જ સ્વરૂપ છે. તે મુક્ત પરમ પુરુષ મને જાણે છે, અને જાણતા વેંત મને પ્રાપ્ત કરી લે છે. જેવો જ મને જાણે છે તો મને પ્રાપ્ત થઈ જાય છે, તો હું એને પ્રાપ્ત થઈ જાઉં છું. એનું નામ શાંતિ છે. જેમ હું ઈશ્વરનો પણ ઈશ્વર છું, તે જ રીતે તે પણ છે. શું કહે છે? જેમ હું ઈશ્વરનો ઈશ્વર છું તેમ તે પણ છે.
મતલબ... મતલબ જેણે આ શાંતિ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું તે મારા જેવો જ બની જાય છે, તે હું જ છું; બીજો કોઈ રહેતો જ નથી. અમારા બેમાં કોઈ ફરક રહેતો નથી, કારણ કે એણે મારું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. કયું સ્વરૂપ? શાંતિ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. હવે અમારા બેમાં કોઈ ફેર નથી. અહીંયા પાંચમો અધ્યાય પૂરો થાય છે.
આગળ આપણે છઠ્ઠાની વાત કરીએ છીએ કે એક્ઝેટલી વાસ્તવમાં તો કોઈનો પણ અવિનય ના કરવો જોઈએ. અજાણતા-જાણતા પણ કોઈનો અવિનય ન થાય એનું ધ્યાન રાખવું જ જોઈએ. બરાબર છે? થયો તો પછી પ્રાયશ્ચિત કરવું જોઈએ. જ્યારે યાદ આવે ત્યારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. થઈ જાય ને તરત ખબર પડે એ ગોલ્ડન (Golden) છે—સામાયિક એકદમ સોનેરી! પછી જ્યારે યાદ આવે ત્યારે કરો તે છે, અને નહીં તો પછી અઠવાડિયાનો ભેગા કરીને કચરો કાઢો એવી રીતે અઠવાડીક સામાયિક કરો. કોઈક દિવસ મહિનાનું સામાયિક કાઢો કે આ મહિના દરમિયાન થયેલા બધા પાપોનું પ્રાયશ્ચિત કરવા બેસું છું ભગવાન. પછી વાર્ષિક કરે છે ને લોકો, એટલે એનું સામાયિક કરવા બેસી જાય. આપણે એવું રોકડે-રોકડું ચોખ્ખું-ચટ—ઉધાર કોણ રાખે પાછું? યાદ રાખવાનું થાય છે ને સ્મૃતિ ને આ બધું હલાવવાનું. ઘણી વખત કંઈક એવી ઘટના બની ગઈ જીવનની અંદર બહુ દુઃખદ હોય, હવે ફરી તમે યાદ કરો તો પાછો ફરી દુઃખ ભોગવવાનું ને?
પ્રાયશ્ચિત કરવાય તમારે એને સ્મૃતિમાંથી ખેંચી લાવીને બહાર તો લાવવાની ને? તે વખતે તમારે ઇન્દ્રિયોને ત્રાસ તો વેઠવાનો ને? અને તમારા ચિત્તને બી કેટલો શ્રમ પડે? તકલીફ તો વેઠવાની ને ભાઈ? શું કરવા એવું બધું કરવાનું? થયું ત્યાં જ પૂરું કરી દે અને પછી મુક્ત થઈને ફર્યા કર તું તારે બિલકુલ! ભગવાન આગળ છઠ્ઠા અધ્યાયમાં કહે છે: સંસારમાં ધર્મના નામે રીતિ-રિવાજ, પૂજાવિધિઓ, સંપ્રદાયો—વધતા કુરિવાજોનો નાશ કરવા, એક ઈશ્વરની સ્થાપના અર્થાત પ્રાપ્તિની પ્રક્રિયા પ્રવર્તિત કરવા માટે કોઈ એક મહાપુરુષનો જન્મ થાય છે. અનાદિકાળથી જે પ્રમાણે સંસાર ચાલતો આવે છે તેની અંદર આ ઘટના બનતી આવે છે એમ એ કહે છે આપણને. હવે જે રીત-રિવાજો છે તે બધા કેવા છે? ધર્મના નામે કરાવવામાં આવે છે. પૂજાની વિધિઓ થાય, સંપ્રદાયો વધી જાય અને એટલા બધા કુરિવાજો અંદર પેદા થઈ ગયા હોય.
કેમ? તો કે "આ તો રિવાજ છે અમારે ત્યાં!" એને રિવાજ હોય એટલે બહુ સીધા-સાદા ના હોય અમુક તો; તમને આમ જાણો તો એમ થાય કે આવો તો કંઈ રિવાજ હોતો હશે? આપણને એવું જ થઈ જાય. પણ તોય એ લોકો કરે જ જતા હોય, કરે જ જતા હોય. જેમ કે દાખલા તરીકે આપણે બહુ સિમ્પલ બાબત કહીએ તો—કોઈ એક વ્યક્તિનું કોઈ જગ્યાએ મૃત્યુ થયું હોય, સમાચાર આવે એટલે આખા ગામના બધા પુરુષો માથું બોડાવે, બધી સ્ત્રીઓ કાળા કપડાં પહેરે. અને પછી પેલું એક બોલાવે છે ને ટ્રક કે ટ્રેક્ટર, તેમાં બધા ઊભા રહે અને એટલે બધું હકડેઠઠ ભરાઈને પછી જાય ત્યાં પેલાને ત્યાં આગળ. અને એ ગામની અંદર જાય, અમે તો જોયું—હું બહુ નાનો, હું ભડકી ગયો કે આ શું! એટલું સુંદર મજાનું ગામ ને આ એકદમ શું થઈ આવ્યું? ચારે બાજુથી બધા કાળા કપડાં પહેરેલા અને બધી એવી સ્ત્રીઓ આવે, બધી રોતી-રોતી આવે.
પેલા પુરુષો બધા બોડિયું કરેલા હોય—આમ જોઈને ડર લાગે આપણને કે આ શું થઈ ગયું? ઘડીક બેસે, ચા-ઢેબરાં ખાય, થોડી વાર રડી લીધું હોય એના પહેલા, અને પછી પાછા બધા "હેંડો-હેંડો ઘેર" કરતાં પાછા બધા પોતપોતાના ઘેર પહોંચી જાય. પણ એ બે કલાકના એના માટે એટલું બધું ધમાલ મચી ગયું હોય કે ના પૂછવાની વાત! બધાએ કામ-ધંધા છોડીને જવું જ પડે. પાછા આપણે કહીએ ને કે "તમારે ના જાઓ તો ચાલે," તો કે "ના, અમારે રાવણે તો જવું જ પડે." એને 'રાવણે ગયા' એવું કહેવાય. મારી બેંકની અંદર પેલા પટાવાળા હોય ને બધા અમુક—એ લોકો એવા બધા હોય. "કાલે કેમ નહોતો આવ્યો?" તો કે "સાહેબ, રાવણે ગયો હતો." "શું થયું હતું?" તો કે "મારા ફલાણા મરી ગયા હતા." થોડા દિવસ આવ્યો વળી પાછો ગાયબ થઈ ગયો હોય. પાછું પૂછીએ, "ભાઈ શું થયું હતું?" "સાહેબ, રાવણે ગયો હતો!" એટલે આ એમનું એક પરમેનન્ટ (Permanent) જેને કહેવાય ને એવું એક હોય કારણ.
કે જેના માટે થઈને... અરે પણ તું તારો હવે તો લીવ-વિધાઉટ-પે (Leave without pay) થવાનો! "સાહેબ જે થવું હોય એ થાય પણ અમારે તો જવું જ પડે. ના જઈએ તો સમાજમાં અમારું ખોટું દેખાય કે આમના ઘેરથી કોઈ રાવણે આવ્યું જ નહીં!" બોલો, કેવા માણસ છો? "નોકરી બચાવવા આવું કરાતું હશે?" એમ કરીને પાછો ઉપરથી અમને ઠપકો આલે! "એટલે અમારે તો રાવણે જવું પડે કે, તો રજા આપી દો." એટલે આપણે પછી એમ કહીએ કે બરાબર છે હવે તમારે રીતિ-રિવાજો જે હોય તે, પણ અહીં થોડુંક ધ્યાન આપો.કારણ કે પછી પગાર કપાઈ જશે તમારો! એટલે એક આવા કુરિવાજોનો નાશ કરવા માટે ખાસ તો એક ઈશ્વરની સ્થાપના થાય છે, એટલે કે પ્રાપ્તિની પ્રક્રિયાના પરિવર્તનમાં કોઈ એક મહાપુરુષ આવે છે. અને ક્રિયા કર્મ છોડીને બેસી જવું અને પોતાને જ્ઞાની કહેવડાવવું એવી પ્રથા શ્રીકૃષ્ણના સમયમાં પણ અત્યંત વ્યાપક હતી.
બધું છોડીને બેસી જાય, જંગલમાં જતા રહે અને પછી કહે કે હવે અમે જ્ઞાની થઈ ગયા—એવું શ્રીકૃષ્ણ ભગવાનના કાળમાં પણ ચાલતું હતું. એટલે આજે કંઈ નવું નથી. એવી પ્રથા એ જમાનામાં પણ હતી, તેથી યોગેશ્વરે આ પ્રશ્ન ચોથી વાર ઉઠાવ્યો કે જ્ઞાનયોગ તથા નિષ્કામ કર્મયોગ, બંને અનુસાર કર્મ તો કરવું જ પડશે; તે પણ કયું કર્મ? યજ્ઞ દ્વારા નિર્ધારિત કર્મ કરવું જ પડશે. ભગવાને ચોથી વખત આ વાત કરી. હવે આગળ કહે છે, શ્રી ભગવાન ઉવાચ: "અર્જુન, જે કર્મના ફળની આશા રાખ્યા વગર, એટલે કે કર્મ કરતી વખતે તે કોઈપણ કામના રાખ્યા વગર 'કાર્યમ્ કર્મ'—કરવા યોગ્ય પ્રક્રિયા વિશેષ કરે છે, તે સંન્યાસી છે." કઈ પ્રક્રિયા? કર્મની આ એક જ પ્રક્રિયા કરવા યોગ્ય છે. અને એ જે કરે છે તેનું પાછું કોઈ ફળ છે એવું નથી, એની આશા પણ રાખવાની નથી કે એનું શું થશે એમ. એવી રીતે કર્મ કરતી વખતે કામના રાખ્યા વગર એ કર્મ થવું જોઈએ અને તો એ વ્યક્તિ સંન્યાસી કહેવાય.
તે જ યોગી છે. નિયત કર્મ- નિર્ધારિત કરેલી કોઈ વિશેષ પ્રક્રિયા છે એ તો—તે તો યજ્ઞની પ્રક્રિયા છે.એટલે કોઈ એક્સપેરિમેન્ટની અંદર તમારે કોઈ એક જે ટેકનિક વાપરવાની હોય ને—સ્ટેપ નંબર ટુ કે સ્ટેપ નંબર થ્રી—એ એવા પ્રકારનું બહુ નિશ્ચિત છે કે આટલું જ કરવાનું. એ યજ્ઞની પ્રક્રિયા છે અને એનો અર્થ થાય છે શુદ્ધ આરાધના. જે આ કરે છે તે જ સંન્યાસી છે, યોગી છે. કેવળ અગ્નિને ત્યાગનારો કહે છે કે "હું અગ્નિને અડતો જ નથી," અથવા કર્મનો ત્યાગ કરનારો એવું કહે કે "મારા માટે તો કર્મ છે જ નહીં, હું તો આત્મજ્ઞાની છું"—આવું કહીને કર્મનો આરંભ જ ના કરે અથવા યોગ્ય ક્રિયા વિશેષ ન કરે, તો તે સંન્યાસી પણ નથી કે યોગી પણ નથી. હે અર્જુન, જેને વિદ્વાનો સન્યાસ કહે છે તેમને તું યોગ જાણ; કેમ કે સંકલ્પોનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય યોગી બની શકતો નથી.
તો યોગ કરવો હોય તો શું કરવું પડે આપણે. સંકલ્પોનો ત્યાગ કરવાનો છે. લોકો તો ત્યાં બેસીને સંકલ્પ ઉપર વધારે કર્યા રાખે, એટલે પછી યોગના બદલે બીજું કંઈક થવા માંડે. પણ યોગ થાય નહીં, સંયોગ થઈ જાય પછી એને ઉર્વશી,મેનકાનો,બીજા કોઈકનો,કાઈક બીજું બીજું આવ્યા કરે પણ પરમાત્મા આવતા નથી.પરમાત્માનો અનુભવ થતો નથી કારણ કે સંકલ્પોનો ત્યાગ થયો જ નથી તો આ વાત કરી છે ભગવાન એ.માટે સંકલ્પોનો ત્યાગ કરે તો એને યોગી કહેવાય. માટે કામનાઓનો ત્યાગ બંને માર્ગના પથિકો માટે આવશ્યક છે, ચાહે તું યોગી હોય કે નિષ્કામ કર્મયોગી હોય કે પછી જ્ઞાનયોગી હોય. યોગ સાધવા માંગતા મનનશીલ પુરુષ માટે યોગની પ્રાપ્તિમાં કર્મ કરવું એ જ સાધન છે.અને યોગનું અનુષ્ઠાન કરતાં-કરતાં જ્યારે તે પરિણામ આપવાની સ્થિતિમાં આવી જાય, ત્યારે તે યોગ સાધનામાં 'શમઃ કારણઉચ્યતે'—સંપૂર્ણ સંકલ્પોનો અભાવ એ કારણ છે.
ત્યારે જ થશે કે છે.એનું પરિણામ આવવાનું જે છે તે યોગ સાધનામાં પરિણામ આપવાની જે સ્થિતિ છે અનુષ્ઠાનમાં એ સ્થિતિ ક્યારે આવશે? જ્યારે સંકલ્પ સમી જશે તે ક્ષણે આવશે. એટલે સાવધાન. ફરી એક વખત કહે છે ભગવાન અને કહે છે કે, એના પહેલા તો સંકલ્પો તમારો કેડો પણ નહીં છોડે, ત્યાં સુધી સંકલ્પો ઊભા થયા જ કરશે. "આમ કરું, હવે આમ કરું" એવી રીતના. મનુષ્ય જ્યારે ના તો ઇન્દ્રિયોના ભોગમાં આસક્ત થાય છે કે ના તો કર્મમાં આસક્ત થાય છે... ઘણાને કામ કરવાની બહુ મજા આવે, અમુક એવા લોકો હોય આખો દાડો કચરો વાળ-વાળ કર્યા જ કરતા હોય, કંઈકને કંઈક કર્યા જ કરતા હોય. કેમ? તો કે "મને કામ કરવું બહુ ગમે છે." ખરેખર એ કશાકથી ભાગતો જ હોય છે, આ પણ પલાયન વૃત્તિ છે એની. અમુક લોકો એવા હોય કે બધું સંસારનું જે કંઈ કામ હોય એ બધું છોડીને યોગ કરવા બેસી જાય આખો દાડો, તો એ લોકો સંસારથી ભાગતા હોય.
ભગવાન કહે છે, બેય બદમાશ છે,બેય નકામા છે મારા માટે તો.આટલું બધું સમજાવ-સમજાવ કરું છું હેયાફૂટીયાઓને છતાં પણ હજી કંઈ જ્ઞાન થતું નથી કે આ લોકોને. પોતાના મનસ્વીપણાથી, સ્વચ્છંદથી જ એ લોકો વર્તન કરવા માંગે છે. એવાઓને હું બહુ દૂરથી ત્યાગી દઉં છું, હું છોડી જ દઉં છું પછી.કેમ?આમાં તો મારે બીજું કાઈક કરવા યોગ્ય રહેતું જ નથી.તો જે કંઈ કરો છો તે કર્મમાં આસક્તિ ના હોવી જોઈએ, મોહ ના હોવો જોઈએ. કર્મ પૂરું કરવાનો મોહ કરવાનો નહીં—આ જે છે તેનો પણ મોહ કરવાનો નથી.એને પણ પૂરું કરવાનું છે એવો મોહ નહીં રાખતા "આ કર્તવ્ય છે માટે કરું છું, આ યજ્ઞની પ્રક્રિયા છે માટે કરું છું, આના વડે બ્રહ્મની પ્રાપ્તિ થવાની છે માટે કરું છું"—એ સમજણ સાથે, એવા જ્ઞાન સાથે શ્રદ્ધા સહિત બસ એને કરવાનું છે. એટલે સંસારની બાબતોને છોડી દઈને આવો યોગ કરવા બેસી જાય છે તે પણ નકામો, અને જે સંસારની બાબતોમાં જ આસક્ત રહે છે તે પણ નકામો.
તો કામનો કયો? જે પદ્ધતિસર આવી રીતે કામ કરે છે યથાવકાશે; પોતાના નિત્ય નિયમથી, સ્નાન-શૌચ વગેરેથી નિવૃત્ત થઈને પછી થોડુંક આવી રીતે બેસે છે અને પછી આ નિર્ધારિત કર્મ કરે છે. શ્રદ્ધા એની કેવી છે ? કરવા બેસતી વખતે? તો કે "હું યજ્ઞ કરી રહ્યો છું." અને શું કરવાનું છે યજ્ઞ કરીને? તો કે બ્રહ્મની પ્રાપ્તિ થવાની છે. એવી શ્રદ્ધા સહિત એ પોતે બેસે છે અને પછી બસ એક-બે, ત્રીજો-ચોથો શ્વાસ લેતા-લેતા તો ધીમે-ધીમે પરમાત્મા એની પર આધિપત્ય જમાવી દે છે. પછી તો એ યંત્ર રહી જાય છે કેવળ,એનું કામ બધું હું જ કરી લઉં છું.એ આ અર્થમાં કે છે કે એનું બધું કામ હું કરી લઉં છું. એટલે એવા પેલા ભ્રમમાં નહીં રહેતા કે "હું આજે દુકાને નહીં જાઉં, ભગવાન જશે મારા બદલે અને દુકાન ચલાવશે." હવે કયાંક કોઈકને થઇ ગયું હતું એટલે આપણને પણ એવું થાય એવો કાંઈ એવો કંઈ નિયમ નથી, પણ ના થાય એવું પણ નથી; એ તો બધું તમારી શ્રદ્ધા પર છે.
પણ એટલા લાયક બનવું પડશે કે નહીં કે પહેલા?કે ભગવાને તમારા માટે આવીને કામ કરવું પડે.એના માટે એટલી શ્રદ્ધા જોઈશે ને, એટલી સબૂરી જોઈશે ને અને એટલી ધીરજ જોઈશે ને, ત્યાર પછી આવશે ને ભગવાન તો તમારી મદદ કરવા! અને આવે છે એ વાત નક્કી, આવે તો છે જ ભાઈ. એટલે કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરવાનું છે. મનુષ્ય જાત જ્યારે ના તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થાય કે ના કર્મમાં આસક્ત થાય, એ કાળમાં સર્વસંકલ્પ સંન્યાસી... સર્વ સંકલ્પોનો અભાવ છે એ જ સંન્યાસ છે.સંન્યાસ:- સંસારનો કોઈ ભાવ જ બાકી રહ્યો નથી, સંપૂર્ણ ત્યાગ થઈ ચૂક્યો છે—એ સ્થિતિ સંન્યાસીની છે. સંસારનો અભાવ ફિઝિકલમાં થાય કે ન થાય, પણ એને "હું સંસારમાં છું" એની ફીલિંગ જ નથી કે લાગણી જ નથી. અને અમુક લોકો તો પોતાનું આમ કરવા માટે વ્યવહારમાં કહેશે, "આમ તો કરવું પડે ને, રાવણે તો જવું પડે ને!" એના જેવું.એટલે પોતાને કરવું હોય એટલે પછી કહેશે કે આમ તો કરવું પડે, પછી સમાજનું નામ દેશે કે કોક બીજાનું દેશે.
પણ દે દે કર્યા જ કરશે એનું એ જ કર્યા કરશે,વારે વારે કર્યા કરશે. સવાર-સાંજ એનું એ જ કર્યા કરશે. ઘણી વખત તો ભગવાનને નામે કર્યા કરશે, "ભગવાનને ખાતર કર્યા કરશે." પણ ભગવાન કહે છે, "હું આ બધાથી છેતરાતો નથી, મને બધું ખબર પડે છે તમે બધા શું કરી રહ્યા છો." એટલે સર્વ સંકલ્પોનો અભાવ છે એ જ સંન્યાસ છે, એ જ યોગારૂઢતા છે. યોગારૂઢ થયો ક્યારે કહેવાય? સંકલ્પો નો સંન્યાસ.કોઈપણ પ્રકારનો. બહારનો સંકલ્પ બહાર રહી ગયો, અંદર સંકલ્પ ઉઠતો જ નથી—આ સ્થિતિની વાત કરી છે, તેને સંન્યાસ કીધો છે. અને એટલા માટે કંઈ ડિફરન્ટ કલરનું કાંઈ પહેરી લેવાની કે ઓઢી લેવાની એવી બધી કોઈ આવશ્યકતા નથી એવું કહે છે.માર્ગમાં સંન્યાસી નામની કોઈ વસ્તુ જ નથી.જો આ ભગવાન વાત કરે છે.આ યોગારૂઢ થયો.હવે આનથી શું થશે? તો કહે છે કે અર્જુન, મનુષ્યએ પોતાના આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ.
પોતાના આત્મા વડે એણે જે માન્યો છે ને કે, "હું આત્મા છું, મારો આત્મા," તો એને ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. પોતાનો તો ઉદ્ધાર કરવો જોઈએ ને! કે એને તો અધોગતિમાં ના લઈ જવો જોઈએ. પોતાનો માને છે ને પાછો એને અધોગતિમાં લઈ જાય છે,બોલો! કેવું કરે લોકો? કેટલા વર્ષો સુધી, કેટલા જાનવર યોનિઓમાં જાય અને પાછા આવે પાછા. જાણવા છતાં કે, "હું આ કરું છું એનું ફળ તો અધોગતિ છે." હિન્દુસ્તાનમાં તો મોટાભાગના લોકોને પુનર્જન્મ અને આ બધી વસ્તુઓની ખબર છે. પરદેશમાં નથી લોકોને એટલી બધી, તોય થોડી ઘણી હવે તો થવા માંડી છે. કારણ કે સંસર્ગ છે ને હવે. સંસ્કૃતિઓનો સ્પર્શ હવે બહુ ઝડપથી થઈ રહ્યો છે એકબીજાની. ઇન્ટરનેટ. અને પુષ્કળ લોકો આવજાવ કરે છે; વિમાનો ને વિમાનો ભરેલા બધા ઉડયા ઉડ કરે છે બધા. એનું પરિણામ થયું છે કે હવે લોકોને ખ્યાલ આવવા માંડ્યો છે ધીરે ધીરે.
ધે આર ઓપન ટુ ધીસ નાવ. ક્રિશ્ચિયનમાં પણ હોય કે કોઈ બીજા ધર્મમાં પણ હોય, પણ હવે એ લોકો અમુક બાબતોને એક્સેપ્ટ કરતા થઈ જવા માંડ્યા છે. એટલે પોતાના આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો જ જોઈએ, પોતાના આત્માની અધોગતિ ન કરવી. કારણ કે આત્મા જ આત્માનો બંધુ છે. આત્મા આત્માનો બંધુ છે, શત્રુ છે; તે ક્યારે શત્રુ બને કે મિત્ર બને? જે જીવાત્મા- મન અને ઇન્દ્રિયો સહિત શરીર પર વિજય પ્રાપ્ત કર્યો છે, તે તેના માટે આત્મા મિત્ર સમાન છે. શરીર અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાની વાત કરી, તેના માટે આત્મા મિત્ર સમાન છે. અને જેણે તેમ હજુ સુધી નથી કર્યું, તે બધાના માટે આત્મા શું છે? શત્રુ સમાન છે. લંબાઈ જ જશે એનો પિરિયડ. હા, એટલે એ ખરેખર તો આત્માનો શત્રુ બને છે; આત્મા એનો શત્રુ નથી, એ આત્માનો શત્રુ બને છે. આત્મા તો કોઈનો મિત્ર કે શત્રુ નથી ખરેખર તો, સમજાયું?
એટલે આપણને અહીં સીધી વાત કરી છે કે મન અને ઇન્દ્રિયો સહિત વિજય પ્રાપ્ત કરવાનો છે આ દેહ ઉપર. દેહ અને દેહાસક્તિ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવાનો છે. ટાઢ-તડકો, સુખ-દુઃખ અને માન-અપમાન. જો, ટાઢ-તડકો એ બાહ્ય પરિસ્થિતિ છે. સુખ અને દુઃખ તે શું છે? માણસની પોતાની સંવેદનાઓ છે કે "મને સુખની સંવેદના થઈ રહી છે, મને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે." અને માન-અપમાન છે એ કેવું છે? માનસિક છે. એટલે જો ટાઢ-તડકો છે એ બાહ્ય પરિસ્થિતિઓ આધારિત છે, બરાબર. એમાં પણ સંવેદનો છે. સુખ અને દુઃખ છે એ શારીરિક લેવલ ઉપર છે. સહેજ ઓછા, ઉપરના સૂક્ષ્મ સ્તરે જઈએ અને માન-અપમાન એ તો ઉપરના લેવલે આવી ગયું ને! ત્યાં તો બસ, "મારું માન ના રાખ્યું," કરીને આગ્રહ કરી કરીને તમને ખવડાવી દે એવા લોકો હોય છે ને! "મારું માન રાખો," એમ કરીને ખવડાવી દે તમને અકરાતિયાની જેમ કે, "ના ના, આટલું તો ખાવું જ પડે તમને." તો આવી વાત.
🟡 Key Takeaways (અંતઃકરણની શાંતિ): આધિ, વ્યાધિ અને ઉપાધિ: આધિ બહારથી આવે છે, વ્યાધિ શરીરમાં ઉદભવે છે અને ઉપાધિ માણસ પોતાના વલણથી નોતરે છે. આ ત્રણેય અવસ્થાઓમાં જેની અંતઃકરણની વૃત્તિઓ શાંત થઈ ગઈ છે, તેનામાં જ પરમાત્મા સ્થિત છે. એટલે અંતઃકરણની વૃત્તિઓ જેની આ બાબતોમાં શાંત થઈ ગઈ છે—આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેયમાં જેની અંતઃકરણની વૃત્તિઓ શાંત થવા માંડી છે. આધિ બહારથી આવે છે, વ્યાધિ શરીરમાં ઉદભવે છે અને ઉપાધિ માણસ નોતરે છે તો જ આવે ને! નહિતર ઉપાધિ કઈ નવરી થોડી બેઠી છે? એને પણ બહુ કામ હોય, બધી બહુ જગ્યાએ ફરવાનું ને ઉપાધિને! પાછું એટલે પછી એકને એક ઉપાધિ કેટલી જગ્યાએ પહોંચી હોય? તો માણસ જ નોતરે છે ઉપાધિને ખરેખર તો પોતાના વર્તનથી, પોતાના વલણથી. હવે એમાંથી આગળ સ્થિરતા પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ, કેવી રીતે?
અંતઃકરણની વૃત્તિ શાંત છે. હમણાં જ પાંચમા અધ્યાયમાં છેલ્લે આપણને કીધું કે, "જે શાંત છે તે મારું સ્વરૂપ છે." હવે આગળ કહે છે, "અંતઃકરણની વૃત્તિ જેની શાંત છે એવા સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા સદાય સ્થિત છે." હંમેશા પરમાત્મા ત્યાં છે જ. કેવો? તો કે આ માન-અપમાન, ટાઢ-તાપ, આધિ-વ્યાધિ-ઉપાધિ બધાની અંદર એકદમ પરમ શાંત થઈને બેઠેલું હોય, બિલકુલ સ્વસ્થ. કશું નથી, તમે જાઓ એની પાસે હાંફળા-ફાંફળા કે, "બાપજી, આવું થઈ ગયું, આવું થઈ ગયું!" "બેસ, શાંતિ. પાણી પી." બે-બે ચમચી પાણી પાયે, પછી આમ એક-બે દાણા તમને આપશે કે, "આ ખાઈ જા." તમારો છે ને તો બધું તો આમ-આમ થઈને બધું બોલવા માંગતા, કરવા માંગતા હોય, એમાં વચ્ચે બ્રેક મારી દે આવી રીતના કરીને.આટલી જ વાર હોય છે, ખરેખર કશું નથી હોતું. બહુ ક્રોધાયમાન માણસ હોય એકદમ, એની પાસે તમે જાઓ, "એક મિનિટ, હું તને વિનંતી કરું છું, આ એક ગ્લાસ પાણી પીલે" બહુ જ ક્રોધાયમાન માણસને જઈને તમે પાણી પીવડાવો એક ગ્લાસ, પાણી પીવે પછી એને કહે કે, "હવે તું ગુસ્સો કર, હું તને સાંભળીશ.
કહે, હવે તું ગુસ્સો કર." એ નહીં કરી શકે. એટલે આ બધા આવેગો છે ને એ બધા કેવા છે? ક્ષણિક છે, ક્ષણજીવી છે. જો તમે ઘડી જો સાચવી લીધી તો તમે બચી ગયા, અને જો ઘડી તમે ચૂકી ગયા તો તમે ચૂકી ગયા, તો પછી તો હોનારત ખડી! એટલે કહે છે કે આવેગ જ્યારે ઉદ્ભવતો હોય ને એ પળે શાંત થવાની જરૂર છે, એની જરૂરિયાત આપણને જે દિવસે સમજાશે ને, હજી અત્યારે આ બોલું છું ત્યારે પણ નહીં સમજાય, ખરેખર કહું છું. એવું કંઈ ઉદભવશે એવી કોઈ ક્ષણ, પાછું આખું બધું તમને યાદ આવશે જે પળે કે, "તે વખતે આપણે આવી વાત થઈ હતી કે જે પળે આવેગ ઉદભવે, તે પળે આપણે પરમ શાંત સ્વરૂપ થવાનું છે કે મારું સ્વરૂપ તો આ છે; ક્રોધ એ મારું સ્વરૂપ જ નથી." અને એ પણ તમે શાંત જો એક વખત થઈ ગયા... ઓહો! જાણે કે સો હાથીઓનું બળ જાણે કે તમારી અંદર આવી ગયું હોય એવો તમને અનુભવ આવશે તે વખતે.
એવો સંતોષ લાગશે, એવી શાંતિ લાગશે, એવી તૃપ્તિ આવી જશે; પરમ શાંતિ, કંઈ જ બન્યું નથી. ત્યાં સુધી તો પહોંચવું જ પડશે. આ વખતે તો મોકો મળ્યો જ છે, તો તાડ પાડી દો હવે બરાબર! હા. ▛ ▜ મુખ્ય મુદ્દો: જ્ઞાન અને વિજ્ઞાન જેનું અંતઃકરણ જ્ઞાન-વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ અચળ છે, તે જ સાચો યોગી છે. બોધ લીધા પછી તેને એપ્લાય કરવો અને અનુભૂતિ કરવી તેને વિજ્ઞાન કહેવાય છે. ▟ ▼ એટલે સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા સદાય સ્થિત છે. સ્વને આધીન છે જે પોતે, તે પરમાત્મામાં સદા સ્થિત છે. જેનું અંતઃકરણ જ્ઞાન-વિજ્ઞાનથી તૃપ્ત છે. પરમાત્મા વિશેનું જ્ઞાન અને એનો અનુભવ કરીએ છીએ તેને વિજ્ઞાન કહેવાય છે, તેને વિજ્ઞાન કહેવાય. પહેલા તમે જાણપણું પ્રાપ્ત કર્યું, બોધ લીધો. હવે બોધને લઈને તમે બેઠા છો અને એની ઉપર જ્યારે શરૂ થાય ચિંતન, ત્યાર પછી જે અનુભવ આવવાની શરૂઆત થાય છે, તેની વાત કરે છે, એ જ્ઞાન-વિજ્ઞાન છે.
જેની સ્થિતિ અચળ છે, ચલાયમાન થતો જ નથી. "હું અચલ છું, હું નિશ્ચલ છું, ગમે તે થાય હલે તે હું નહીં." તો એવો પાછો વિવેકપૂર્ણ છે, વિવેક રાખેલો છે એણે. એવી રીતે વિકાર રહિત થયેલો છે. જેણે ઇન્દ્રિયોને વિશેષ રૂપથી જીતી લીધી છે. કયું રૂપ? વિશેષ રૂપ. કેવું વિશેષ રૂપ? શાંત સ્વરૂપ. ઇન્દ્રિયોને શાંત કરે છે. ઇન્દ્રિયોમાં તો આવેગ આવશે જ, ઉદભવશે જ; પણ જેમ ઉદભવે—શાંતિ, શાંતિ, શાંતિ. ફરી ઉદભવે—શાંતિ, શાંતિ, શાંતિ. આ કેમ ઉદભવે છે? તો કે બહુ જૂની ટેવો પડી છે, કુટેવ અને એને જ અત્યાર સુધી પાણી પાયું હતું, પોષણ આપ્યું હતું, ખાતર-પાણી બહુ નાખ્યા મહીં. હવે ખબર પડી છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો હવે વિજ્ઞાનમાં રહેવાનું છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાનની સ્થિતિ. જ્ઞાનને જ્યારે તમે એપ્લાય કરો છો તે વિજ્ઞાન. એવી સ્થિતિની અંદર જ્યારે તમે થશો એટલે પછી અનુભૂતિઓ શરૂ થાય.
એ અનુભૂતિના અંતિમ તબક્કે પરમાત્મા તો ત્યાં છે જ. કેવા? શાંત સ્વરૂપ છે. તો ઇન્દ્રિયોના આવેગને ખાળવા માટે સક્ષમ બનવું એટલા તો બળવાન થવું જ પડશે એમ કહે છે. નબળો માણસ, નબળો માટી શું કીધું? નારી પર શૂરો. તો હવે સબળો થઈ ગયો. સબળ થઈ ગયો ને? સબલ થવાથી એને શું પ્રાપ્ત થશે? સબલ બ્રહ્મ પ્રાપ્ત થશે. એ એવા બ્રહ્મને પ્રાપ્ત થાય છે કે જે સબલ છે, બળ સહિત છે બ્રહ્મ. હવે સબલ બ્રહ્મની વાત કરીને.કોઈ નિર્બળ હોય અને પછી કહે, "હું બ્રહ્મ છું," કરીને પ્રાપ્ત થઈ ગયો છું કરીને કર્યા કરે, તો એમ કંઈ મેળ પડશે એનો નહીં. એટલે કોઈ પ્રકારની નિર્બળતા હોય ને પછી બ્રહ્મ પ્રાપ્તિ કરી છે એવું તો કહી શકાશે એમ છે જ નહીં. બ્રહ્મ તો કેવો છે કે માયાસબલ છે, આખેઆખી માયાને જીતવી પડશે તમારે. કામ અને ક્રોધને હરાવવા પડશે. ઇન્દ્રિયોના આવેગને તમારે ખમવું પડશે અને પછી તમે ત્યાં આગળ પ્રાપ્ત કરશો.
કારણ કે એ જ વાત કરી ને કે જેને હજી સુધી મન-ઇન્દ્રિયોને જીત્યા નથી, તેના માટે એ આત્મા શત્રુ સમાન છે; અને પેલો મિત્ર સમાન છે, જેનું અંતઃકરણ જ્ઞાન-વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ અચળ, વિવેકપૂર્ણ છે, પરંતુ વિકાર રહિત છે, જેણે ઇન્દ્રિયોને વિશેષ રૂપથી જીતી લીધી છે. 🟡 Key Takeaways (સમદ્રષ્ટિ): યોગીની દ્રષ્ટિમાં માટી, પથ્થર અને સુવર્ણ ત્રણેય સમાન હોય છે. સંસારની કોઈપણ વસ્તુ પર આધિપત્ય જમાવવાની ઈચ્છા ના હોય, ત્યારે જ વ્યક્તિ ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકે છે. હવે આગળ, જેની દ્રષ્ટિમાં, જેની દ્રષ્ટિમાં માટી, પથ્થર, સુવર્ણ ત્રણે સરખા છે. માટી, પથ્થર અને સુવર્ણ ત્રણે સરખા છે. શું છે? તો કે મેટર છે, કે આ તો બધું... હા બસ એ વાત છે. તો કે માટી જ છે, એ સુવર્ણ છે એ પણ માટી જ છે અને પથ્થર છે એ પણ માટી જ છે. આ માટી, એ માટી, પેલી માટી એ કોન્સન્ટ્રેટેડ માટી છે અને પેલી માટી એ સંશોધિત માટી છે પણ માટી જ છે.
એટલે તપાઈ, તપાઈ, તપાઈ કરી હોય એટલે અંદરથી બધું છૂટું પડ્યું હતું માટીમાંથી બરાબર. એનો રેલો નીકળે આમ રીત સર, તપાઈ-તપાઈ કરે આ લોકો પછી એમાંથી નીકળ્યું. હવે તમે એને સોનું કીધું. તો એક જ વસ્તુની આ ત્રણ પ્રક્રિયાઓ છે, પ્રોસેસ થાય છે એના પછીનું પરિણામ સ્વરૂપ જે આવ્યું છે એ ત્રણ છે એવું કહે છે. જે મારો ભક્ત છે, જે યોગી છે, એના માટે ત્રણે એક સરખા છે. આમ જઈને કહે કે, "હા, તે શું કે મને તું શું આપવાનો હતો કે આ જો મારી પાસે જો આ સોનાનો પહાડ રહ્યો, લઈ જા."આફ્રિકામાં એવા લોકો છે. કે જે લોકો પોતે, જેટલો મોટો પથ્થર હોય ને તેટલો વધારે સમૃદ્ધ કહેવાય. એના નામનો એ પથ્થર હોય. અને પાછો બીજો કોઈ એને લઈ ના જાય, પથ્થર તો કોઈ હલાવી જ ના શકે એટલા મોટા-મોટા હોય. પણ ત્યાં એવી પ્રચલિત એ છે અને એ પાછું પેઢી દર પેઢી કે "આ મારો પથ્થર," એટલું બધું.
હવે તમે માનો કે એક નાનો ડુંગર હોય, બરાબર, એક ટેકરી તમારી હોય, એની ઉપર તમે ઘર બાંધીને રહેતા હોય, કોઈને આવવા ના દો ને, તો એ તમારી પ્રોપર્ટી થઈ ગઈ ને! એવા પ્રકારની ભાવના સાથે. અહીંયા તો યોગી તું એમ કહે છે કે સોનાનું હોય તોય તારું અને જો એમ કહે માટીનું હોય તોય તારું, મારે આ કશાની જરૂરત નથી. એટલે સંસારની કોઈપણ ચીજ ઉપર એનું આધિપત્ય નથી ત્યારે એ લાયક બને છે કે પોતાની ઇન્દ્રિયો ઉપર એ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે છે. બહારનું બધું એણે છોડી દીધું છે, કોઈ જગ્યાએ પોતાનો માલિકી હક-દાવો કશું રાખતો જ નથી. અને આ જે ઇન્દ્રિયો છે તેને પણ પાછી પોતાની માનતો પણ નથી, તો પણ એની પર એ કંટ્રોલ પ્રાપ્ત કરી લે છે. પોતાની માનશે ને તો એ વકરાવશે, ઉપરથી વધારે લાડ લડાવશે ઇન્દ્રિયોને. "મારી આંખો જોને જરા કાંઈક થયું લાગે છે," "કે કાનમાં કંઈક થયું છે," "જુઓને જરાક અહીં આ હાથમાં જરા અહીં ફોલ્લી થઈ છે ડોક્ટર અહીં," "કે ચોપડો કંઈક." "હવે લાવ ને," પેલો કહે, "ડામ ચાંપું છું તને." "તો લાવ ને આવું, ઊભો રહે." "કે શું તારે કાઢવું જ છે ને?" "કે હા, કાઢવું છે." તો પેલો પછી લાવે જલદ ઉપાય, અગ્નિ સ્પર્શ કરાવે એટલે પછી પાડે હોય હોય કરીને બૂમો!
તો તારે ખબર પડે કે ભાઈ આ કેવું છે. એટલે યોગી હંમેશા શું કરે છે? બાહ્ય કોઈપણ વસ્તુઓ ઉપર, કશા ઉપર પોતાનું આધિપત્ય રાખતો નથી પણ વૃત્તિઓ ઉપર, ઇન્દ્રિયો ઉપર પોતાનું આધિપત્ય કેળવી લે છે, આવું જ કરીને.સમજાયું? યોગી એવો જે હોય છે તેને યોગયુક્ત કહેવાય છે. યુક્ત એટલે જોડાયેલો. આ યોગની પરાકાષ્ઠા છે, ઈષ્ટથી, તત્વથી એક ઇંચ પણ છેટું હોય, જાણવાની ઈચ્છા હજુ પણ બાકી રહી ગઈ હોય ત્યાં સુધી તો તે અજ્ઞાની જ છે, ત્યાં સુધી અજ્ઞાની જ છે. એક ઇંચ પણ બાકી રહી ગયો છે અને જાણવાની જિજ્ઞાસા હજી બાકી છે એનામાં, ત્યાં સુધી એ અજ્ઞાની છે. જે ક્ષણથી હૃદયમાં ઈષ્ટનો આવિર્ભાવ થાય છે, અને તે ક્ષણથી તે નિર્દેશ કરવા માંડે છે તમારા હૃદયની અંદર જ. બસ પછી આવી જશે, અને પછી એ પોતે ચાલુ કરી દેશે દોરી સંચાર, પછી તમારે કંઈ નહીં કરવાનું. એવી રીતે કહેતા હતા કે શ્રીકૃષ્ણએ અર્જુનનો રથ હાંક્યો.
એવી રીતે કહેતા હતા. લોકોએ તો ચિત્રો દોરી દીધા ને! શ્રીકૃષ્ણને બેસાડી દીધા રથની અંદર સારથી બનાવીને! હવે જે નથી થયું એ થયું છે એવું તમે કેટલી વખત કેટલા બધા ભેગા થઈને કરો છો બોલો! આપણે આજ કરતા આવ્યા છે ખરેખર તો. હા, શ્વાસના રથી બને છે.હા, એ જીવના રથી બને છે, એ શ્વાસના રથી બને છે. નહીં કેમ આમ કરીને આમ પેલા ફિઝિકલ રથ ઉપર ચડી જાય છે કંઈ અને પછી હાંકવા માંડે છે! તો બાકી હોય ત્યાં સુધી, તો એક ઇંચનું પણ છેટું છે ત્યાં સુધી પણ અજ્ઞાન છે. પણ પરમાત્માનો આવિર્ભાવ થાય છે એ વાત નક્કી છે, અને ક્યાં થાય છે? હૃદયમાં થાય છે. અને જે ક્ષણે આવિર્ભાવ થયો એટલે બસ તમારું સમર્પણ અને એમનો કંટ્રોલ. ટોટલ એક્સેપ્ટન્સ કે આને કહેવાય.ટોટલ એક્સેપ્ટન્સ. એટલે બસ, "હવે જેમ તમે કહો તેમ પ્રભુ, બસ બીજું કંઈ જ નથી, મારું કંઈ છે જ નહીં, મારાપણું પણ નથી હવે તમે જેમ ચાહો તેમ." નિર્દેશ કરે, એને પોતે જ ડાયરેક્શન આપવા માંડે છે એના જીવનની અંદર આગળ પછીનું શું, હવે પછીનું શું.
અને માત્ર એ સાધનાકાળ પૂરતું જ મર્યાદિત ના રહેતા એના આખા જીવનમાં છવાઈ જાય છે ચારે બાજુ. નોટ ઓન્લી ધેટ, એના હોવાથી એની નજીક આવનારો કોક હોય ને, આને ભૂલેચૂકે પૂછી બેઠો કે "બાપજી મારે આવું થઈ રહ્યું છે તો હું શું કરું?" તે પેલો આમ સહજ કંઈક નીકળી જાય એનાથી અને પેલાનું કામ થઈ જાય છે. વાસ્તવમાં આમાં કશું છે નહીં, પરમાત્મા સ્વયં એને નિર્દેશ આપ્યા જ કરતો હોય છે સતત. હવે એનો પેલો સદભાગી પામી જાય છે. ▛ ▜ મુખ્ય મુદ્દો: પરમાત્માનું આધિપત્ય અને સમર્પણ સાધનાની ચરમસીમા પર સાધકને સમજાય છે કે જીવનનું સંચાલન પોતે નથી કરતો, પણ પરમાત્મા (વ્યવસ્થિત શક્તિ) કરે છે. ▟ ▼ એટલા માટે લોકો ઝાઝા કરે 'બાપજી બાપજી' કરતા બધા કે "કંઈક મારું ઠેકાણું પડી જાય," પણ આ જે લાભ થયો ને અલ્પજીવી છે, ક્ષણજીવી છે. અને પેલો એટલો બધો સ્વાર્થી છે કે નાનકડી બાબત માટે થઈને એણે સોનાની પેલી જેને કહેવાય ને, જાલ પાણીમાં નાખી દીધી એણે.એટલે પછી પેલો તો એમ જ કહે છે કે, "હા, તું તારે એમાં પડ્યો રહે ને કે મારે તો જે તૈયાર હશે એટલાને જ રાખવાના છે, તું તારી દુકાન ચલાવ અને હું મારું ચલાવું છું," એવી રીતે.
એટલે પરમાત્માનું નિર્દેશન જ્યારે શરૂ થાય ને, ત્યારે પ્રારંભમાં તો સાધક એને સમજી શકતો પણ નથી કે આ શું થઈ રહ્યું છે. એ કરવા કંઈક જતો હોય અને અંદર આમ કંઈક થાય, એને કંઈક જુદું જ થાય, કંઈક જુદું જ થાય. એવું બધું થવાનું ચાલુ થાય એટલે શરૂઆતમાં તકલીફ પડે છે બકા! પણ પરાકાષ્ઠા કાળમાં, પરાકાષ્ઠા કાળમાં કેવું થાય કે યોગી એની આંતરિક કાર્ય પ્રણાલીને પૂર્ણપણે સમજી શકે છે કે મારું સંચાલન હું નથી કરતો, કે આ તો વ્યવસ્થિત કરે છે. સો, એના મારફતે બધું ચાલ્યા જ કરે છે કે મારું તો... પરમાત્મા કહે, "હુંય આ બધું કરવા નથી બેઠો. હું કંઈ રથી બનું, સારથી બનું? હું તો પરમાત્મા છું. ખાલી એની તો હાજરી હોવા માત્ર કાફી છે તમારે. શું? બાકીનું બધું તો એ વ્યવસ્થિત કરી લે છે કામકાજ. બધા એમ સમજે છે કે પરમાત્મા, પણ પરમાત્માની હાજરી છે માટે વ્યવસ્થિત કાર્યશીલ છે.
એટલે નોંધારું વ્યવસ્થિત નથી. પણ જો આ અક્રમની અંદર જે વ્યવસ્થિત જ્ઞાનીએ જ્ઞાન લીધેલાને આપેલું છે, તેને શું પહેલામાં પહેલું આત્મજ્ઞાન આપ્યું છે કે તું આ છું. ત્રીજી આજ્ઞા છે કે વ્યવસ્થિત તો કર્તા છે, પણ એ વ્યવસ્થિત શક્તિ છે એ આ બધું સંસારનું કામ ચલાવે છે. પહેલું કામ એને આપ્યું છે 'તું આત્મા છો.' પહેલું એને જ્ઞાન આપ્યું, એને પરમાત્મા રૂપ બનાવ્યો અને ત્યાર પછી આ બાબત આપી છે. એવી રીતના પહેલી-બીજી-ત્રીજી આજ્ઞા. એટલે ભલે પ્રારંભમાં આપણને સમજ ના પડે, ગોટે ચડીએ થોડા, પણ પાછો મેળ પડી જશે ભાઈ! જો વાંધો નહીં આવે હો! અને આ મોટા-મોટા પુરુષો હોય ને બધા, એમના પાસે તમે જાઓ ને કે "મારે આવું થાય છે, આવું..." "ચિંતા મત કરો, સબ ઠીક હો જાયેગા." પોતે ના કહે 'મુઝે ભી ઐસા હી હોતા થા'. એ ગળી જાય! પણ કોઈ મારા જેવો હોય તો કહી દે કે, "હા, થાય છે યાર ભાઈ આવું જ થતું હોય છે કે વાંધો નહીં તું તારે ચાલુ રાખ ને કે આગળ તારો મેળ પડી જ જવાનો છે, મારો પડી ગયો તારોય પડી જશે, તું ચિંતા ના કર." પેલાને વધારે ભરોસો પડે.
ખરેખર તો સ્પષ્ટતા તમે કરો એની સાથે.ગુરુ બનીને શું કરવા બેસો છો? મિત્ર બનો ને, સખા બનો! 🟡 Key Takeaways (સમદર્શી મહાપુરુષના લક્ષણો): ભગવાન અર્જુનના ગુરુ નહીં, પણ સખા બનીને રહ્યા. તેવી જ રીતે મહાપુરુષો પણ સખા ભાવે જ્ઞાન આપે છે. સમદર્શી યોગીની દ્રષ્ટિમાં કોઈના કર્મોનું મહત્વ નથી, માત્ર દરેકના આત્માનો ઉદ્ધાર જ સર્વોપરી હોય છે. ભગવાન શું બન્યા હતા અર્જુનના? એના ગુરુ બનીને બેસી ગયા હતા? આખી જિંદગી સખાભાવમાં પેલો રહ્યો હતો અર્જુન! બોલો કેવો ભ્રમમાં રાખ્યો હશે ભગવાને જ એને! પેલા કહે કે, "તમે સખા?" તો કે, "હા, હું તારો સખા," કે "બરાબર છે, લો કરો વાત!" એટલે પરાકાષ્ઠા કાળની અંદર જ તમને ખ્યાલ આવશે કે આ જે આંતરિક કાર્ય પ્રણાલી જે ચાલી રહી છે, તેને પૂર્ણપણે તમે સમજી શકો છો. આ સમજણ જ વિજ્ઞાન છે. જે કાર્ય પ્રણાલી જે પરમાત્માની છે ને, જે આવી રીતના આધિપત્ય જમાવે છે, કંટ્રોલ લે છે, આ બધું કરે છે તે બધું એ વિજ્ઞાન છે એમ કહે છે.
યોગારૂઢ કે યુક્ત પુરુષનું અંતઃકરણ જ્ઞાન-વિજ્ઞાનથી તૃપ્ત રહે છે. એક જ્ઞાન આવ્યા જ કરતું હોય, પાછું થોડી વાર થાય કંઈક બીજું જ્ઞાન આવે પાછું એમ થાય, તો એમાં એ તરબોળ જ રહે.સતત એનું આખું હૃદય, અંતઃકરણ એમાં એવું તરબોળ રહે. એટલે કે જ્ઞાન-વિજ્ઞાનથી એ તૃપ્ત રહે છે, ડૂબાડૂબ હોય બિલકુલ. શું રસગુલ્લા જેવું, લે રસગુલ્લું યાદ આવ્યું! પણ જેમ ડૂબેલું હોય ને ચાસણીમાં અને ચાસણી આરપાર આમ બધી ઓતપ્રોત થઈને રહેલી હોય એવી રીતે આમ રહેલું હોય જ્ઞાન-વિજ્ઞાન કે એની સાથે.આગળ કહે છે, પ્રાપ્તિ બાદ મહાપુરુષ સમદર્શી અને સમવર્તી થાય છે. સમાન દ્રષ્ટિ—તું શુદ્ધાત્મા છું, તું શુદ્ધાત્મા છું, તું શુદ્ધાત્મા છું, તું શુદ્ધાત્મા છું, તું શુદ્ધ આત્મા છું, તું શુદ્ધાત્મા છું, તું શુદ્ધાત્મા... સમવર્તી—જે વર્તન અહીંયા આગળ છે તે જ આના સાથે, આના સાથે, આના સાથે.
કોઈ ભેદ નહીં, કોઈ ભાવ નહીં બીજો, શુદ્ધાત્મા ભાવ સિવાય કોઈ ભાવ નહીં બીજો. એવો મહાત્મા બની જાય છે સંપૂર્ણપણે. અને એના લીધે શું થાય છે? ધર્માત્મા અને પાપીઓમાં સમાન દ્રષ્ટિ રાખનાર યોગયુક્ત પુરુષ અતિ શ્રેષ્ઠ છે. એ પોતે, પોતે શ્રેષ્ઠતાની ચરમસીમા પર પહોંચી જાય છે એના કારણે. સમભાવ... સમભાવ કીધો પણ સમભાવ એટલે આ સમભાવ છે કે, "ભાઈ, તું શુદ્ધાત્મા છો, બધા શુદ્ધાત્મા." હવે આગળ, તે તેમના કાર્યો ઉપર દ્રષ્ટિ ન કરતાં તેમના આત્માના સંચાર પર જ દ્રષ્ટિ રાખે છે. વાસ્તવમાં કોઈ મહાત્મા, યોગયુક્ત પુરુષ હોય, તત્વદર્શી હોય, જ્ઞાની હોય તો તેના પાસે જઈને સંસારના રોદણાં રડાય જ નહીં ખરેખર આપણાથી તો. એ મોટામાં મોટી મૂર્ખામી છે કે આપણે તેના પાસે જઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના કે આત્મ પ્રાપ્ત કરવા વિશેના સવાલો કરવાના બદલે, એને બાજુ પર રાખીને બાકીનું બીજું બધું પૂછીએ છીએ—"મારી ગગીના વિવાહ ક્યારે થશે?" એટલે પણ આના પહેલાય તારી ૧૦૦ ગગીઓ તું મૂકીને મરી ગયો કેટલી વખત!
અને એ બધીય ડોશીઓ થઈને મરી ગઈ! પણ તારું કે હજી મેળ પડતો નથી. તો એનો એ જ સવાલ લઈને પાછો ઉપસ્થિત થાય છે. જેમ પહેલાં આની અંદર કહે છે ને કે, "તારાય અનંત અનેક જન્મો થઈ ગયા છે ને મારાય અનેક જન્મો થઈ ગયા છે, પણ હું એ બધા જાણું છું પણ તું એ બધાને જાણતો નથી." જે જ્ઞાનમાં આવે છે તે જાણી લે છે કે મારા અનેક જન્મો થઇ ગયા છે.એના માટે સહજ છે, સ્વાભાવિક છે. એ સમજી જાય છે કે, "આ બધું પહેલાંય આવું બધું થઈ જ રહ્યું છે, કરી જ ચૂક્યો છું," કેવું! અને હવે તો કે યોગયુક્ત થઈ ગયો છે, સમદર્શી થઈ ગયો.બધું પતી ગયું. હવે કશું જ નથી—તું પણ શુદ્ધાત્મા. તત્ત્વમસિ (તે તું છે). બસ એ જ ભાવ એનો અવિરતપણે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ પ્રાણ ફૂંકે છે તમારી અંદર, એ પ્રેરણા કરે છે તમને. સાંજે ઘેર બેસીને પછી આમ જઈને નાક પકડીને તમે કંઈક કરવા બેસી જાઓ છો, એ બધાની પાછળ ખરેખર તો એની કૃપાદ્રષ્ટિ હોય છે.
તમે એમ સમજો છો કે "મેં કર્યું," મને ત્યાં ભૂલ થતી હતી, પછી બહુ મોડા-મોડા સમજાયું, એમાંથી બહાર નીકળી જઈએ એટલું જ સારું છે. એટલે હંમેશા કાર્યો પર દ્રષ્ટિ ન કરતા તેમના આત્માના સંચાર પર જ દ્રષ્ટિ રાખે છે યોગયુક્ત તત્વદર્શી. આ બધામાં એને માત્ર એટલો જ ફરક દેખાય છે કે કોક નીચેના પગથિયે ઊભો છે, કોઈ વળી નિર્મળતાની સમીપ આવ્યો છે, પરંતુ ક્ષમતા તો બધામાં છે. કેપેસિટી ફૂલ બધાની. અહીં ફરી યોગયુક્તના લક્ષણો બતાવ્યા. આગળ કહે છે—કોઈ મનુષ્ય યોગયુક્ત કેવી રીતે બને છે, તે યજ્ઞ કેવી રીતે કરે છે, યજ્ઞ સ્થળી કેવી હોય છે, આસન કેવું હોય છે, તે કેવા સમયે બેસવું અને આ યજ્ઞનો જે કર્તા હોય તેને કેવા નિયમોનું પાલન કરવું જોઈએ, આહાર-વિહાર, સૂવા-જાગવાનો સંયમ—જાગવાનો સંયમ અમુક ટાઈમથી વધારે જાગવું પણ નહીં એને સંયમ કહેવાય, પણ તમે દોઢ વાગ્યે જાગીને બેઠા હોય તો પછી એને સંયમ કર્યો ના કહેવાય કે, "આજ તો ઊંઘીશ જ નહીં!" તથા કર્મ અંગે કેવી ક્રિયા કરાય એ બધા વિશે હવે આપણે આગળ ઉપર વાત કરીશું.
જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.