યથાર્થ ગીતા સાર — ૨૦
અહીં સુધારેલું અને યોગ્ય વિરામચિહ્નો સાથેનું લખાણ નીચે મુજબ છે: હવે આટલે સુધી વાત કરી ભગવાને કે ચાર રીતે હું વાતો કરું છું મારા ભક્તની સાથે કે જે મધરૂપ થવાનો છે. તો પહેલાની અંદર કીધું કે હું સ્પંદનથી વાત કરું છું. બીજામાં તો કે હું એના સ્વપ્નમાં જઈને સંકેતો આપું છું. ત્રીજાની અંદર એમને એવું કીધું કે બસ બસ એ આમ આમ જ સુસુપ્તિમાં પડી જાય છે એકદમ જ. કેટલા એવા સંતોને તમે જોયા હશે કે આમ કરતા હોય, વાતચીત કરતા હોય, પ્રવચન કરતા ને એકદમ પછી સ્થિર થઈ જાય થોડીક વાર માટે—એક સેકન્ડ માટે, અડધી સેકન્ડ માટે, એક મિનિટ માટે—પાછા ફરી આવી જાય અને પાછું જ્યાંથી અટક્યું હોય ત્યાંથી પાછું ચાલુ કરી દે. ત્યાં આગળ પણ ભગવાને એની જોડે વાતચીત કરી લીધી. આ ચોથાની અંદર તો બસ એ એને સતત અનુભવ જ આયા કરતો હોય છે કે જાણે મને સીધો જ સમત્વ જ પ્રાપ્ત થઈ ગયું છે અને એ પોતે જ આમ મદરૂપ તદરૂપ બની ગયેલો છે, એવા પ્રકારનું એને એક અનુભવ આવવાનું ચાલુ થાય.
થોડી વાર માટે હોય અને પછી તો એ ચોથી અવસ્થા લંબાતા લંબાતા લંબાતા તે પરમાત્મા સ્વરૂપ જ બની ને ચૂકેલો હોય છે. હવે અન્યને ખબર પડે કે ના પડે, આ એના અનુભવની પોતાની વાત છે. એટલે એવી રીતના જ્યારે કોઈ થયેલો હોય ત્યારે કે સંપર્ક માત્રથી શું થાય છે કે એ મહાપુરુષ કોઈ પણ આત્માને જાગૃત કરી દઈ શકે છે, થઈ જાય છે કે છે એવી રીતે પણ થાય. તેથી શું થાય? તો કે અજ્ઞાન થી ઉત્પન્ન અંધકારનો નાશ થઈ જાય છે. અહીં અર્જુનને પાછો સવાલ ઉભો થયો, એટલે અર્જુને પ્રશ્ન કર્યો. ભગવાન હવે એ કહેતો થયો છે કે, "હે ભગવાન! અત્યાર સુધી નોતો બોલતો, હવે બોલે. આપ પરબ્રહ્મ તથા પરમ પવિત્ર છો." હવે બોલ્યો શું આટલું થયા પછીથી? કારણ તમામ ઋષિગણ આપને સનાતન દિવ્ય પુરુષ, દેવના પણ આદિદેવ, સર્વવ્યાપી કહે છે. આપ જે કહો છો તેને હું સત્ય માનું છું, પણ આપને તો કોઈ જાણતું જ નથી.
હે પુરુષોત્તમ! સ્વયં આપ જ આપને જાણો છો. હવે તમે તમારી જાણ્યા કરો, તમારી અંદર તમે તમારી જાતને જ જાણ્યા કરો છો, અથવા કોઈના આત્મામાં પ્રગટ થઈને આપ જણાવો છો. આ બીજી પદ્ધતિ થઈ, કોકનામાં પ્રગટ થાવ છો તમે અને એક ક્ષણિક જાણે કે દર્શન આપ્યા ને પછી વિદાય. કે છે તમે તો તરત જ ગાયબ થઈ જાવ છો પાછા. તો શું આવી પણ એક સ્થિતિ મેં જોઈ જાણી છે? તો હવે પુરુષોત્તમ, સ્વયં આપ જ આપને જાણો છો અથવા કોઈનામાં પ્રગટ થઈને આપ જણાવો છો, તે જ જાણી શકે છે કે બ્રહ્મ આયો, અત્યારે આવિર્ભાવ થયો. આમ ખરેખર તો આપના દ્વારા જ આપણને આપને જાણવાનું થયું ને? એટલે કે તમે તમારી જાતને જાણ્યા કરો ને એમાં બીજો કોઈ તો કોઈ જાણતો જ નથીને? આપ જ સક્ષમ છો કહેવા માટે. આપની સંપૂર્ણતઃ દિવ્ય વિભૂતિઓ જેના વડે આપ સર્વવ્યાપી છો. હે યોગી! નિરંતર સ્મરણ કરતા એવો હું આપને કેવી રીતે જાણું?
જે પ્રશ્ન અર્જુનનો છે એ તમારો પણ છે, મારો પણ છે કે હું કેવી રીતે જાણું? ત્યારે કહે છે આગળ કે હું કયા કયા ભાવથી આપને સ્મરું? આપની યોગશક્તિ અને વિભૂતિનો મને ફરીથી વિસ્તાર તો કહો, કારણ કે તમે આટલું કીધું પણ મને હજી જાણવું છે. કારણ હજુ મને પણ તૃપ્તિ થતી નથી, આપના અમૃત વચનો સુણતા સુણતા તૃપ્તિ થતી નથી. જ્યાં સુધી પરમ તત્વમાં પ્રવેશ મળી જતો નથી, ત્યાં સુધી તેને અમૃત તત્વને જાણવાની પીપાસા રહે છે. ભગવાનમાં પ્રવેશ પહેલા કોઈ એવું વિચારીને બેસી જાય કે બહુ જાણ્યું, તો ખરેખર એને કશું નથી જાણ્યું. સ્પષ્ટ છે કે માર્ગમાં અવરોધ આવે એમ છે. સ્પષ્ટ છે આપણા માટે પણ અહીંયા આગળે એક સંકેત છે કે ધ્યાન રાખજે, એટલે સાધકે પ્રાપ્તિ પર્યંત ઈષ્ટના માર્ગદર્શનને પકડી રાખવું જોઈએ. આ ચાર રીતે માર્ગદર્શન આપવાનું છે. હવે તમે એને પકડી લેજો, એને આચરણમાં મૂકવું જોઈએ.
આ ચાર જે રીતે સંકેતો થશે તો તેને પણ તમારે આચરણમાં લાવવાના છે, તો એક્સેપ્ટન્સ હોવી જોઈએ એના માટે ઓપનનેસ પણ હોવી જોઈશે ત્યારે આ થશે. અહીં શ્રીકૃષ્ણે આગળ વાત કરી કે, "હવે હું મારી દિવ્ય વિભૂતિઓ પૈકી મુખ્ય વિભૂતિઓ તને કહું છું, કારણ કે મારી વિભૂતિઓનો વિસ્તાર કેવો છે? અંતહીન છે. મારી વિભૂતિઓ એટલી બધી વિસ્તૃત છે, એટલી બધી વિસ્તૃત છે કે એનો પાર જ કોઈ પામી શકતું નથી અને એનો ક્યાંય અંત હોય એમ નથી." ૧૦મા અધ્યાયનો ૧૯મો શ્લોક. હવે ૨૦માં આગળ ભગવાન કહે છે: "આ વિભૂતિઓ જે છે તેમાંથી મુખ્ય વિભૂતિઓને તું સમજ, સાંભળ, પણ તું સમજ કે ત્યાં તું મને જોઈ શકીશ. તું સમજી શકીશ કે મારી ઉપસ્થિતિ છે, ત્યાં આગળ તને ખ્યાલ આવવો જોઈએ અર્જુન હવે તો." ત્યારે કહે છે કે, "હું બધા જ પ્રાણીઓના હૃદયમાં સ્થિત એવો સૌનો આત્મા હું જ છું, તથા તમામ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું." અંત એટલે મૃત્યુ પણ હું છું અને જન્મ પણ હું છું એમ કહે છે, અને જે મધ્યનું જીવન છે તે પણ હું જ છું.
એટલે જીવન, મૃત્યુ અને જન્મ હું જ છું. હું અદિતિના ૧૨ પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં પ્રકાશમાન સૂર્ય પણ હું જ છું. આમ જુઓ તો તમે સૂર્ય ના જુઓ તો પણ પરબ્રહ્મ જુઓ. વાયુમાં મરીચી, પવન વાતો હોય તે વખતે મરીચી યાદ આવવું જોઈએ તમને, એ સ્વરૂપે હું છું. નક્ષત્રોમાં ચંદ્ર હું છું. નક્ષત્રોની અંદર ચંદ્ર હું છું. ૨૭ નક્ષત્રોમાં ચંદ્ર ફરફર કરે છે, એવી રીતના તો કે છે એમાં એ નક્ષત્રોની અંદર ચંદ્ર હું છું. વેદોમાં સામવેદ એટલે પૂર્ણ સમત્વ અપાવનાર ગીત હું છું. દેવોમાં અધિપતિ એવો ઇન્દ્ર હું છું. ઇન્દ્રિયોમાં મન પણ હું જ છું. મનના નિગ્રહ વડે મને જાણી શકાય છે. પ્રાણીઓની અંદર રહેલી ચેતના પણ હું જ છું. ૧૧ રુદ્રોમાં શંકર છું. શંકર એટલે કે તમામ પ્રકારની શંકાઓની ઉપરામ અવસ્થા, એને શંકર કહેવાય. શિવ ત્યારે બને જ્યારે એને કોઈ શંકા નથી, એટલે એને જ્ઞાનનો દેવ કીધો હતો.
આ બધું પરવારી અને પછી આગળ બેઠા છે એટલા માટે, અને તે પણ પાછા પરબ્રહ્મના ધ્યાનમાં નિરંતર વ્યસ્ત છે; બીજું કશું જ કરતા નથી. સંહાર તો એમની બાય-પ્રોડક્ટ છે, એ તો થયા કરે છે, કરતા નથી અને કેવી રીતે? તો કે એનો અધિષ્ઠાતા બનાવ્યો છે એને બરાબર, પણ કરનાર એના મારફતે કરાવવામાં આવે છે. મતલબ રિયલ જે વિનાશ કે જે સંહાર કે નાશ કે પરિસ્થિતિ જે છે તેની અંદર પરિવર્તન કે આ બધું કરાવનાર પરબ્રહ્મ પરમાત્મા સ્વયં હું જ છું, એ તું જાણ કે સમજી લે તું. આગળ કહે છે: "યક્ષ-રાક્ષસોનો સ્વામી ધન કુબેર હું છું. આઠ વસુઓમાં અગ્નિ અને શિખરોમાં સુમેરું એટલે કે શુભોનો મેળ તે હું છું. તે જ સર્વોચ્ચ શિખર છે. આ બધા યોગના પ્રતીકો છે જેમનાથી દૈવી સંપત્તિનો સંચાર થાય છે આ બધા પ્રતીકો જે છે તેનાથી." હવે નગરની રક્ષા કરનારા પુરોહિત જે હોય છે તેમાં બૃહસ્પતિ હું છું.
સેનાપતિઓમાં કાર્તિકેય હું છું. કર્મનો ત્યાગ એટલે કાર્તિક સેનાપતિ છે, સમજાય છે? અને તેને શું યુદ્ધ કરવાનું પાછું કાર્તિકેય એટલે એને સેનાપતિ બનાવ્યો છે, તો એ કોની સામે યુદ્ધ કરે છે? આ જે કંઈ બધું ઉદ્ભવ પામે છે, વિનાશ થાય છે તે બધાની સામે એને લડવાનું છે. આ બધા અસુરો ઉત્પન્ન થાય છે ને વારંવાર, એટલે એ કાર્તિક છે જેનાથી ચર-અચરનો સંહાર, પ્રલય થઈને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. જળાશયોમાં સમુદ્ર હું છું. મહર્ષિઓમાં ભૃગુ હું છું અને વાણીમાં એકાક્ષર 'ઓમ્' હું છું જે બ્રહ્મનો દ્યોતક છે. બધા યજ્ઞોમાં હું જાપ યજ્ઞ છું. યજ્ઞ પરમમાં પ્રવેશ અપાવનાર આરાધના વિધિ વિશેષ છે. સ્વરૂપનું સ્મરણ અને નામનો જપ બંને વાણીની પાર થઈ ગયા પછી જ્યારે નામ પોતે જ યજ્ઞની શ્રેણીમાં આવે છે કે જ્યાં વાણીથી જપ થઈ શકતો નથી, ન તો તે સ્મરણથી કે ન તો તે કંઠથી જપી શકાય.
'ઓમ્' ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો, તો અહી દેખાય, અંદર દેખાય—પશ્યંતી અને પરા. વૈખરી, મધ્યમા નહીં; પશ્યંતી, પરા, પશ્યંતી, પરા. બસ આમ નિરંતર ચાલ્યા જ કર અને ઓમકાર જોયા કરે અને લય થાય છે ઓમકારનો જેમાં એને જોયા કરે, બસ પૂરું થઈ ગયું તે પરા છે, અને પરાને પાર પરમાત્મા પરબ્રહ્મ છે. પરા શેમાં લય થાય? બ્રહ્મમાં લય થાય. આવી રીતે કહે છે કે જે એવો જપ કે જે ન તો સ્મરણથી કે ના તો કંઠથી જપી શકાય છે, બલ્કે તે શ્વાસમાં જાગૃત થઈ જાય છે. આ વાત તો મોટો છે, સહજભાવે લેવાતા શ્વાસની અંદર અંદર તમને આ નામ ઊભું થઈ જશે. એવો જપ થવો જરૂરી છે, ત્યાં આગાળે પહોંચવાનું છે. માત્ર સુરતને શ્વાસની પાસે લગાડવાથી મનથી અવિરત ચાલતા રહેવું પડે છે, તે હું ચલાવું છું. યજ્ઞની શ્રેણીવાળા નામનો ચઢાવ અને ઉતાર એ પણ શ્વાસ પર આધારિત છે, નિર્ભર છે અને ક્રિયાત્મક છે.
સ્થિરતામાં હિમાલય હું છું. શીતળ, સમ અને અચલ એકમાત્ર પરમાત્મા છે. જ્યારે પ્રલય થાય ત્યારે મન એ જ શિખર પર બંધાઈ જાય છે; પરમાત્મા રૂપી શિખર પર મન બંધાઈ જાય છે. અચલ, સમ, શાંત બ્રહ્મનો પ્રલય નથી, એવું બ્રહ્મ હું છું. પરમાત્મા જેનું મૂળ છે, નીચે પ્રકૃતિ જેની શાખાઓ છે; પ્રકૃતિ શું છે? શાખા છે, પરમાત્મા મૂળ છે. એવો સંસાર વૃક્ષ નામનો અશ્વત્થ એટલે કે પીપળો હું છું, એટલે કીધું 'ઉર્ધ્વમૂલમ્ અધઃશાખમ્'. દેવર્ષિઓમાં નારદ એટલે કે નાદરંધ્ર, જે બ્રહ્મરંધ્રની અંદર નાદ સંભળાવવા માંડે છે તે નારદ હું છું. એ નારદ બ્રહ્માંડ આખામાં ભમે છે, બધે પરમાત્માની બિલકુલ નજીક રહે છે અને પરમાત્માના બધા સમાચારો આપે છે કે, "ભાઈ! આ પેલો કઠિયારો દુઃખી છે, પેલો ખેડૂત દુઃખી છે અને પેલો મહાત્મા છે એને તમારે ત્યાં આગળ આપવું છે." આ ત્રણેય જણાએ પૂછેલું છે મને કે, "તમે પૂછતા આવજો કે મારો મોક્ષ ક્યારે થશે?" ત્યાર પછી પરમાત્માએ નારદને કીધું કે, "આ પેલો છે ને, તો એને તો કે એમ કે તું જે ઝાડ નીચે બેઠો છે ને, એટલા પાંદડા થશે જેટલા પાંદડા છે એટલા જન્મ પછી તારો મોક્ષ છે, પેલાને તું કહી દે.
પેલાને કહેજે કે તારે હજુ પાંચ લાખ વર્ષ થશે, અને પેલા સન્યાસીને કહેજે કે તારે હજી તો સાત જન્મ બાકી છે, એવું તું સન્યાસીને કહેજે." પછી નારદ પાછા આયા અને પછી પહેલા સન્યાસીને કીધું કે, "ભાઈ! તારે હજી પાંચ-સાત વર્ષ બાકી છે." "મારે? અત્યાર સુધી તો હું આ બધું કરતો આવ્યો તોય હજી દૂરનો દૂર? કે હવે શું કરવાનું? આનો કઈ અર્થ જ નથી ને હજી બીજા સાત! મારે તો અત્યારે જ જવાનું." કરીને એને તો બધું પોતાનું તપ-તપસ્ચર્યા બધું છોડી દીધું. પેલો ખેડૂત હતો, તો તેને વાત કરી ત્યારે કહે છે કે, "આ વૃક્ષ પર જેટલા પાંદડા છે તેટલા તો..." એ તો ડાન્સ કરવા માંડ્યો, નાચવા માંડ્યો બરાબર! "વાહ વાહ! આટલા જ જન્મ બાકી છે? હવે નક્કી તો થઈ ગયું કમ સે કમ કે આપણો મોક્ષ તો છે જ." એને એ પરવાહ નહોતી કે આટલા જ કરવાના છે, એને તો એ હતું સ્યોરિટી થઈ ગઈ ને, બસ બહુ થઈ ગયું કે મારું કામ થઈ ગયું, આ તો બધું હું કરી લઈશ.
ત્યારે ભગવાન તરત ત્યાં પ્રગટ થયા અને પેલાને કીધું કે, "ચાલ, હવે તારો મોક્ષ છે." આ બધી વાર્તા છે તે આપણા બોધ માટે છે કે તમે એવું ના વિચાર કરશો કે ભાઈ, મારા આટલા બધા જન્મ છે હવે હું કેવી રીતે કરીશ ને શું કરીશ? તારું નક્કી થઈ ગયું એટલે બસ, પછી તો પરમાત્મા ગમે ત્યારે અધવચ્ચે કામ કહી દેશે કે, "ચલ મારી જોડે." એટલે તારે જોતા રહેવાનું બસ, બીજું કઈ નહિ. તારે આડાઈ ના કરતો કે મારા હજી આટલા જન્મ બાકી છે, બસ આટલો ખ્યાલ રાખવાનો. એટલે કહે છે કે પરમાત્મા જેનું મૂળ છે અને નીચે પ્રકૃતિ જેની શાખાઓ છે, એવા સંસાર વૃક્ષ રૂપી પીપળો હું છું, દેવર્ષીઓમાં નારદ હું છું અને સ્વરમાં ઉઠનારો નાદ ધ્વનિ જે પકડમાં આવી જાય એવો છે તેવી જાગૃતિ પણ હું છું. ગંધર્વોમાં ચિત્રરથ હું છું, એટલે ગાયન ચિંતન કરનારી પ્રવૃત્તિઓમાં જ્યારે સ્વરૂપ ચિત્રિત થવા માંડે છે એ વિશેષ અવસ્થા હું છું; નોટેશનસ બધા ક્લિયર થવા માંડે છે.
સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. કાયા જ કપિલ છે; કાયા શું છે? કપિલ મુનિ છે, એમાં લગન લાગે ઈશ્વરીય સંસારની અવસ્થા પણ હું છું. ઘોડાઓમાં ઉચ્ચૈઃશ્રવા હું છું; સમુદ્ર મંથન જે કર્યું, અમૃત મંથન કહેવાય ખરેખર તો, તો તે વખતે એમાંથી જે ૧૪ રત્નો નીકળ્યા હતા તેમાંથી ઉચ્ચૈઃશ્રવા નામનો ઘોડો નીકળ્યો હતો એમ કહેવામાં આવે. એ ઉચ્ચૈઃશ્રવા એટલે કેવો હતો ખબર છે? યુનિકોર્ન, પાંખાળો ઘોડો સફેદ કલરનો, એને ઉચ્ચૈઃશ્રવા કહે છે. તમને વધુને વધુ ઉપર લઈ જાય, તીવ્ર ગતિથી લઈ જાય, લિફ્ટ કરાવી દે યોગીને. આ હંમેશા પ્રાપ્ત થતો આત્મતત્વને ગ્રહણ કરવામાં મન જ્યારે ઉર્ધ્વ ગતિ પકડે છે, અશ્વ જેવી એવી ગતિ હું છું. હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા હું છું. યોગી જ્યારે યોગાભ્યાસ આવી રીતે શરૂ કરશે ને, એટલે એનામાં ધીરે ધીરે આવા બધા ગુણો આવવાના શરૂ થશે; ઐરાવત જાણે કે બની ગયો છે.
એ કેવો હોય? પોતાનામાં જ મસ્ત હોય, એને કશી પરવાહ ના હોય એવું અને મદમાં મસ્ત હોય. કયો મદ? પરમાત્માનો, એની અંદર મસ્ત હોય એવો ઐરાવત હું છું અને મનુષ્યોમાં રાજા હું છું. મનુષ્યોમાં જેમ રાજા હોય છે તેવી રીતે હું તો, એ યોગી જે છે તે પોતે તો મહારાજા જેવું હોય આમ પોતે ફીલ કર્યા કરતો હોય આખો દાડો અંદર. પેલાને કહી દે, "એ સિકંદર! બાજુ પર જા કે થોડો પ્રકાશ આવવા દે મારી પર." આવો પાવર આવી જાય બરાબરનો જબરજસ્ત! મતલબ એને કોઈ પરવાહ નથી, કોઈ ડર નથી, કોઈ રાજા-બાજા એ બધું કઈ છે નહિ એના માટે, કશું આનું અસ્તિત્વ રહેતું નથી. પાછો મહાપુરુષ જેવો રાજા-મહારાજા છે કે જેને કશાનો અભાવ વર્તાતો જ નથી, તે સંપૂર્ણતામાં જ હોય—'પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાદ્ પૂર્ણમુદચ્યતે' એને થઈ ગયું હોય, એણે અનુભવ કરી લીધેલો હોય. બોલ બોલ નહી કરવાનું ક્યાંય, બસ અનુભવમાં છું કે એ જ અનુભવમાં છું.
ત્યારે કે છે: "શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ હું છું." આ શ્રેષ્ઠ છે. કામધેનુ એવી ગાય નથી કે જે દૂધની જગ્યાએ મનપસંદ વાનગીઓ પીરસ્યા કરતી હોય તમને. પુરાણમાં વાત એવી આવે છે, વસિષ્ઠ મુનિના આશ્રમની અંદર એમ કે રાજા ગયા અને કે છે કે, "આ કામધેનુ મને આપી દો." તો કે, "ના." આ વિશ્વામિત્ર એમના રાજાના ટાઈમના રાજા હતા તે સમયે, તે વિચાર્યા કરે કે આ મુનિએ મને કીધું તો છે કે તમારું લાવ-લશ્કર લઈને આવી જાવ કે છે બધાને ભોજન કરાવું, પણ આ ફક્કટ ગિરધારી જેવા આશ્રમમાં તો કઈ દેખાતું નથી અને કેમનો આટલા બધાને જમાડવાનો છે? કે ચાલો જોઈએ તો ખરા શું કૌતુક કરે છે પાછા! અમને થોડોક એવું હોય કે આ ઋષિઓ છે ને એ લોકો બધા બહુ પહોંચેલી માયાઓ હોય છે, એવું બધું પાછું હોય, એને ખબર હોય. રાજા કરોને એટલે બધી ખબર રાખે, પેલા પ્રજા શું કરે છે નગરચર્યા માટે રાત્રે નીકળે છાનામાના.
રાજાઓને એવી ટેવ હતી એ વખત, એમનો એક્ચ્યુલી એક ધર્મ પણ એવું કહેવાય. એટલે કંઈક આમ વેશ પલટો કરે, કઈ એવું પહેરીને નીકળે, કોઈ સેનાપતિ કોક એકાદ જોડે રાખે જરા. એટલે કઈક થાય તો પેલો કહી શકે કે, "અલા ભાઈ! આ આપણા રાજા છે, છોડી દે એને." એટલે પેલો છોડી દે, નહતો એને કોક દાડો દેવાટો પાડે અંધારામાં તો કુછ ભી હો સકતા હૈ ને ભાઈ! પેલું તો કહી દે કે ભાઈ, અંધારું હતું ને મને ખબર નહોતી, મને જ્ઞાન નહતું કે તમે રાજા છો, એ તો એમ કરી દે ને, પણ પેલો તો ઘાયલ થઈ જાયને જાનથી બીજાય કોઈવાર આમ જોવા જઈએ તો! હવે બધી પ્રજા જ્યારે હુઈ ગઈ હોય એવા રાતના ટાઈમે એને ફરવા જવાની, બહાર નીકળવાની જરૂર છે? અટકચાળું ત એ કરે છે ને? નિરાંતે ઊંઘી જવું જોઈએ ને? પ્રજા પર એટલો તો ભરોસો હોવો જોઈએ કે ના હોવો જોઈએ કે તમારી પ્રજા મારી જ છે અને બધું બરાબર જ છે.
એટલે આ જો મનનો ઉપક્રમ આમ ઉદ્ભવ પામે એટલે પછી આવું બધું થાય. એમ કરતાં કરતાં પછી પેલા વસિષ્ઠ મુનિના આશ્રમની અંદર તો આ લોકો લાવ-લશ્કર લઈને બધા પડાવ નાખીને બેઠેલા અને થોડી વાર થઈ ને પછી તો કેણું આવ્યું કે, "ચાલો બધા પંગતમાં ભોજન." ત્યારે બુફેની સિસ્ટમ નહોતી એટલે બધાને આમ બેસાડીને જમવા દે કે ચાલો. પછી બસ આમ પીરસાવાનું ચાલુ થયું, એ પછી એક વાનગીઓ ને બધું બધા ભોજન કરી લીધું, તૃપ્ત થઈ ગયા. પછી તો કે બસ હવે કશું વધ્યું નથી, શું બધાને પર્યાપ્ત થઈ ગયું? થઈ ગયું કે છે, ઓકે. ત્યારે પેલા વિશ્વામિત્રને એવો પ્રશ્ન થયો કે, "અરે! આની પાસે એવું તો શું છે કે છે કે આટલા બધાને આવી રીતે જમાડી શકે છે? આ તો બહુ સરસ વસ્તુ, મારી પાસે આ હોવું જોઈએ ને!" એટલે એણે કીધું કે, "મુનિ! તમારી પાસે એવું તો શું છે તમે આવી રીતે આ બધી આવભગત કરી અમારી અને બહુ સરસ રીતે કરી?" ત્યારે કે છે કે, "મારી પાસે કામધેનુ છે." એટલે પેલા એ કીધું કે, "મને આપી દો, કામધેનુની તમારા આશ્રમમાં શું જરૂર છે?
મારે તો આવડું મોટું રાજ ચલાવવું છે, ત્યાં આગળ રાખું તો હારું પડે ને!" মুનિએ કીધું, "ભાઈ જો, કામધેનુ છે ને એ અહીયા આશ્રમમાં જ રહેશે, તારા રાજ્ય માટે જોઈતું હોય તું ખોળી લાવ બીજી રીતે, મારે અપાય ની." આ આપવાની વસ્તુ નથી. શું કીધું? કામધેનુ આપવાની વસ્તુ નથી અને તું એને લઈ પણ નહી શકે અને સાચવી પણ નહી શકે. હવે રાજાનો અહંકાર, રાજહઠ; હવે તો લઈને જ જંપવું! એ પેલું ખાધેલું-પીધેલું લશ્કર હતું ને, બધાને કે શસ્ત્રો આક્રમણ તરત જ. એટલે પેલા વસિષ્ઠ મુનિ હતા તેમને તો બીજું કઈ હતું નહીં, તે પેલી કામધેનુ જે હતી તેમાંથી જ બધા એવા સશસ્ત્ર બધા સૈનિકો બહાર નીકળ્યા અને પેલા રાજાના બધા સૈનિકોને મારી મારીને નસાડી મૂક્યા! રાજા એકલો રહી ગયો, હવે એને જ માર પડવાનો બાકી હતો, તેને બચાવી લીધો પછી. આવી રીતના કે છે કે કેવી રીતે તમે કરી શકો છો?
આ કામધેનુ છે ને એ આપવાની વસ્તુ નથી, એ યોગ્યતા છે એક જાતની. કામધેનુ સમજો અક્ષયપાત્ર જેવું છે, તેના માટે યોગ્યતા હાસીલ કરો પછી તમે પ્રાપ્ત કરી શકશો. એટલે કહે છે કે, "એ ગાયોમાં કામધેનુ હું છું." કઈ ગાયો? આ બધી ગાયો છે ઇન્દ્રિયો છે તે, અને ઇન્દ્રિયોનો જે અધિષ્ઠાતા છે તે મન, એ મન છે એ તમારી કામધેનુ છે. તમારે જે જોવે છે તે બધું તમે શેના દ્વારા કરો છો? તમારી કામધેનુ દ્વારા કરો છો, એટલે કાલથી એને મન કહેવાનું બંધ કરી દેજો, કામધેનુ કહી દેજો. એટલે સમજજો જેની ઇન્દ્રિયો ઈશ્વરને અનુરૂપ થઈ જાય, હવે કામધેનુની સ્થિતિની વાત કરે, તેને માટે ઇન્દ્રિયો કામધેનુ બની જાય છે, તેને પછી કશું જ દુર્લભ રહેતું નથી. પ્રજનન કરનાર નામમાં પણ નવીન પરિસ્થિતિઓને ઉત્પન્ન કરનાર હું છું. અહીં એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિ પેદા થવી તેની વાત કરે.
આમ વૃત્તિઓનું પરિવર્તન થાય છે તે વૃત્તિઓનું પરિવર્તિત સ્વરૂપ પણ હું છું. સાપોમાં વાસુકી હું છું. નાગોમાં અનંત એટલે શેષનાગ હું છું. ખરેખર આ આકર્ષણ શક્તિ અને વૈષ્ણવી શક્તિની વાત છે અહીંયા આગળ, કોઈ સાપની વાત નથી, આ બધા રૂપક છે એ બધા જાણવા પડશે. જળચરોમાં વરુણ અને પિતૃઓમાં અર્યમા હું છું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ યમ છે, એના પાલનમાં આવનારા વિકારોને દૂર કરવા માટે તે 'અર' છે એટલે એને અર્યમા કહેવામાં આવે. વિકારોના શ્રમથી પિતૃ અર્થાત ભૂતસંસ્કાર તૃપ્ત થઈને નિવૃત્તિ પ્રદાન કરે છે. પિતૃઓ શું છે ખબર પડી? બધા લોકો આમ પિતૃઓ પિતૃઓ કર્યા કરે છે, હવામાં ખોલ્યા કરે છે અને પછી ક્યાંક કઈક આમ થોડુંક હાલે કરે એટલે કે પિતૃઓ આયા! પેલો કાગડો આવે તોય કે પિતૃઓ આયા, આવું બધું કરે છે. એ કહે છે કે જે વિકારો એના જે ભૂતસંસ્કારો અંદર જે પાંચ ભૂતોમાં તમારા પડી રહેલા છે, તેનું શમન, તેની તૃપ્તિ થવી જરૂરી છે, તેને પિતૃ કહેવામાં આવે.
કારણ કે એ પહેલા હતા, પછી હવે નેક્સ્ટ, નેક્સ્ટ, નેક્સ્ટ વૃત્તિઓ પરિવર્તન પામ્યા જ કરે છે તમારી, તો જે પૂર્વ સંસ્કાર છે તેને પિતૃ કહેવાય છે. આ પિતાશ્રીના પિતાશ્રી જે સદગત પોતે હોય તે, એમણે તો ક્યારનોય બીજો જન્મ લઈ લીધો યાર! થોડી કોઈ વેટિંગ રૂમમાં બેઠા હોય ત્યાં? એવો કોઈ વેટિંગ રૂમ છે ખરો? પણ અમુક લોકોને એવું છે કે ત્યાં લટકી રહેવું પડે થોડો ટાઈમ, બેસવું પડે નવું બોડી ના મળે. એવા લોકોને કરવું પડે અમુક, બાકી તો મોટા ભાગનાનો તો અત્યારે અહીયા મૃત્યુ પામે પહેલા તો આમ તૈયારી થઈ જ ગઈ હોય, એટલે અહી મરે એટલે તરત જન્મ. આમ કરીને આમ સ્વીચ દબાવે ને જેમ લાઈટ થાય, એવું જ થઈ જાય કે ત્યાં અહીંયા બંધ થઈ ગયું એટલે ત્યાં ચાલુ થઈ જાય, ઓટોમેટિક છે સ્વીચ બેની વચ્ચે. આત્મામાં એવું ગોઠવવાનું બોલો! એનો જીવ આમ અહીંથી નીકળ્યો ને ત્યાં ગયો ને આવી બધી કેવી બધી વાતો કરે છે—ગાડીમાં બેસીને ગયો તો, વિમાનમાં ગયો તો, સ્વર્ગમાં જાય તો બધા વિમાનમાં જાય છે એવું લખે!
એટલે કહે છે કે પિતૃઓ જે છે એટલે કે ભૂતસંસ્કાર જ્યારે તમારા તૃપ્ત થઈ જાય છે અને પછી તે પોતે નિવૃત્ત થાય છે, નિવૃત્તિ પ્રદાન કરે છે તે પિતૃ તૃપ્તિ છે. એવા શાસકોમાં યમ હું છું અને યમનો નિયામક પણ હું જ. દૈત્યોમાં પ્રહ્લાદ; પ્રહ્લાદ એટલે પરમ આહલાદ, પ્રેમ એ પ્રહલાદ છે, પ્રેમ એ પ્રહલાદ છે. જે આસુરી સંપત્તિમાં રહીને પણ ઈશ્વર માટે આકર્ષણ, વિકળતા શરૂ થાય અને જેનાથી છેવટે પ્રભુ દર્શન થાય છે તે હું છું, એવો પ્રહ્લાદ છું. સમય હું છું; સમય એટલે ઈશ્વરના સ્મરણમાં જોડાયેલો સમય હું છું, યોજાયેલો સમય હું છું. જેટલો સમય તમે યજ્ઞની પ્રક્રિયામાં રહ્યા તે સમય હું છું એમ કહે. પશુઓમાં મૃગ, યોગરૂપી જંગલમાં રહેનાર તથા પક્ષીઓમાં ગરુડ પણ હું છું. જ્ઞાન છે તે ગરુડ જેવું છે—તીક્ષ્ણ, કેટલે બધે ઉપરથી વિહંગાવલોકન કરી લે, અને ગતિ ગરુડની કેવી હોય?
અતિ તીક્ષ્ણ હોય, એ ક્ષણવારમાં ગ્રહણ કરી લે એવી આપણી મેધા એ ગરૂડ છું. બધા આજકાલ નવી રીતે બોલે છે 'ફોટોગ્રાફિક મેમરી', પણ અહી તો ગરૂડ જેવી વાત કરે બોલો, આવી જાવ બેમાં! હું જ્યારે ઈશ્વરીય અનુભૂતિઓ આવવા લાગે, ત્યારે આ મન પોતાના આરાધ્ય ભગવાનનું વાહન બની જાય છે, તે ગરુડ હું છું. આમ કરીને આકાશમાં ગરૂડ ખોળવા ના જતા કે ઉપર કદાચ વિષ્ણુ ભગવાન હશે જ! અને જ્યારે મન શંકાઓથી ભરેલું હોય ત્યારે સર્પ હોય છે, વાસુકી ડંખ આપ્યા જ કરે તમને. "એ મન, મારું મન ડંખ્યા કરે છે." નથી બોલતા પેલા જોડો ડંખે એમ મન ડંખે? પેલું અહીં ગારું પાડે ને પેલું અંદર ગારું પાડે, ધીરે ધીરે અલ્સર પેદા કરે. કેટલાકને તો પેટની અંદર જાતજાતના ચાઠા પાડે, ગાંઠો પાડે, આ બધું કરે શું? મન ડંખ્યા કરતું હોય અંદર, એને પછી આવા બધા ભોગવટા આવે છે. એટલે કહે છે કે ગરૂડ એ વિષ્ણુ ભગવાનનું વાહન છે અને આ સર્પ જે છે તે તો આ મન છે જ્યારે એ ડંખ્યા કરતો હોય છે અને પછી અનેક યોનિઓમાં ફેંક્યા કરે તમને.
શંકાના કારણે 'સંશયાત્મા વિનશ્યતિ'—નીચે પડ પાછો ફરી દર વખતે! એટલે અલગ અલગ યોનિઓમાં તમારે જે ભમવાનું થાય છે, દર વખતે માતાઓ તો અલગ જ હોય છે ને બધી, એટલે કે છે યોનિઓમાં ફેંક્યા કરે છે. ગરુડ વિષ્ણુનું વાહન છે. જે સત્તા વિશ્વમાં અણુરૂપથી સંચાલિત છે, કેવી છે? અણુરૂપથી સંચાલિત છે. આ બધું જ જોઈએ છે તે શું છે? અણુ છે, પરમાણુઓનું આખું આ વિજ્ઞાન છે જેના વડે આ બધું સંચાલિત થઈ રહ્યું છે આખું એ વિશ્વ. હવે જ્ઞાનથી જોડાયેલું મન એને ધારણ કરીને તેનું વાહક બને. આપણે છેલ્લે વાત કરીને, પદાર્થ ભાવિની સ્થિતિ જ્યારે આવે છે ત્યારે આ વસ્તુનો ખ્યાલ આવે, તે પહેલા તો ખ્યાલ આવે એવું કઈ છે જ નહી બરાબર? ગમે તેટલું બધું કાઢશે આમ તે પ્રયોગો કરશે, કાઈ નહિ. પેલો તો એમ જ જોતો હોય છે બધું બોલો! મહાપુરુષ મહાત્મા શ્રીકૃષ્ણ કહે છે: "ઈષ્ટને ધારણ કરનારું મન..." એટલે જો તમને એમ લાગતું હોય કે ઈષ્ટને મેં ધારણ કર્યો છે, તમારું ગજું નથી ભાઈ, તમારું ગજું નથી!
પણ ઈશ્વરની કૃપા થાય છે તો એ તમારા મનને જે છે ને, તે એવું બનાવી દે છે કે તે પ્રભુને ધારણ કરી શકે એવું લાયકાત આપે છે, સક્ષમ બનાવે છે. આપણે શું વાત કરી કઈ? તનુમાનસા, ત્યાર પછી તન મન બધું તૈયાર કરી આપે છે અને પછી તમને તૈયાર કરીને ઈશ્વર એમ કે આવિર્ભાવ અંદર થાય એવી તૈયારી કરી આપે, તો એવું ઈષ્ટને ધારણ કરનારું મન જે છે તે હું છું; તું નથી, તારું મન નથી. આ જ ગુનો લાગુ પડી જાય દર વખતે, જે તું નથી ને તારું નથી એના પર તું ક્લેમ કરે છે ને દર વખતે તને ફટકા પડ્યે જ જાય. હજી સુધી તને એ બાબતનું જ જ્ઞાન થતું નથી કે આ તું નથી ને તારું નથી, પછી શોધવા માંડીશ કે આ શું છે ત્યારે ત્યારે જડશે કે આત્મા છે કે બ્રહ્મ છે કે પરબ્રહ્મ છે કે હું છું, ત્યારે જડશે; ત્યાં સુધી નથી જડતું. એટલે પવિત્ર કરનારાઓમાં વાયુ હું છું. ગમે તેટલી સ્મેલ આવતી હોય એક એરિયાની અંદર પણ એક વાયુ ફૂંકાય બરાબરનો ૪૦ માઈલની ઝડપે એટલે પછી બધું તેથી ઉડી જાય.
ભોપાલ દુર્ઘટના ભલે જ એમ કે થવા જેવું થઈને રહ્યું, જોયું હોય અહીયા આગળે કોઈ જગ્યાએ કોઈ ગેસ ગળતરનું લીકેજ બીકેજ તો પણ ઉડાડી મૂકે. અહીંયા આગળે કઈ વાયુ ભરાઈ ગયો હોય તો તેને પણ ઉડાડી મૂકે. હા, એમાં કઈક ભરાયું હોય તો પછી વાયુ ફૂંકાય બરાબરનો એટલે પછી ઉડી જાય બધું તરત. શસ્ત્રધારકોમાં રામ હું છું. રામ રામ અહિંસાવાદી હતા, શસ્ત્ર ધારણ કર્યા હતા એમ? 'રમન્તે યોગિનો યસ્મિન્ સ રામઃ'—યોગી કોનામાં રમણ કરે? અનુભવમાં, તો એ અનુભવનું નામ રામ છે, સમજણ પડે છે? તે હું છું. જે આત્માનું આધિપત્ય અપાવે તે વિદ્યા હું છું, વિદ્યામાં વાદ પણ હું છું. હું અક્ષરોમાં અકાર, ઓમકાર તથા સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ પણ હું. અક્ષય કાળ હું છું. કાળ સદૈવ પરિવર્તનશીલ પણ તે સમય જે અક્ષય, અજર, અમર પરમાત્મામાં પ્રવેશ અપાવે તે અવસ્થા હું છું, બસ આમ.
પરમાત્મામાં આમ પ્રવેશ થઈ રહ્યો તે સમય હું છું કે છે. વિરાટ સ્વરૂપ એટલે સર્વત્ર વ્યાપ્ત, બધાનું ધારણ-પોષણ કરનારો પણ હું છું. આ આખું મોટું વિરાટ સ્વરૂપ છે કે બધું મારું, હું બધાનો નાશ કરનારો છું, મૃત્યુ અને આગળની ઉત્પત્તિનું કારણ પણ હું જ છું. સ્ત્રીઓમાં હું યશ, કીર્તિ, વાકપટુતા, સ્મૃતિ, મેધા એટલે કે બુદ્ધિ, ધૈર્ય અને ક્ષમા પણ હું જ છું. આ શ્રેષ્ઠ સ્ત્રીઓની વાત કરી, મનુષ્ય સ્ત્રીઓની વાત કરી. યોગેશ્વર શ્રીકૃષ્ણના મત અનુસાર પુરુષના પણ બે પ્રકાર છે: એક ક્ષર છે અને એક અક્ષર. તમામ તમામ પ્રાણીઓ ઉત્પત્તિ, નાશ વાળા આ શરીરી જે છે તે બધા ક્ષર પુરુષો છે; તેને નર, માદા, પુરુષ કહેવામાં આવે છે, નર કહેવાય કા તો માદા કહેવાય એમ, નર અથવા નારી એમ. પણ એ પુરુષ છે. શ્રીકૃષ્ણ કહે છે, "પુરુષ તો કોક બીજો જ છે, આ પુરુષ નથી કે છે.
આ ક્ષર પુરુષ, પણ પુરુષ તો કોક બીજો જ છે—અક્ષર પુરુષ, જે કૂટસ્થ ચિત્તના સ્થિર કાળમાં જોવા મળે છે તે પુરુષ છે." અહીં બુદ્ધિ વગેરે સ્ત્રીઓના ગુણો બતાવાયા છે. શું આ બધા સદગુણોની જરૂર પુરુષો માટે નથી? કોણ એવો છે કે જે શ્રીમાન, કીર્તિમાન, વક્તા, સ્મરણ શક્તિ સંપન્ન, મેધાવી, ધૈર્યવાન અને ક્ષમાવાન બનવા નથી માંગતો? પુરુષ પણ બનવા માંગે છે. અહીં એ કહે છે કે આ લક્ષણો તો માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, હવે વિચારો કે સ્ત્રી કોણ વાસ્તવમાં? હૃદયની પ્રવૃત્તિ જ નારી છે, વૃત્તિ. એનામાં આ ગુણોનો સંચાર થવો જોઈએ, આ ગુણોને અપનાવવા એ સ્ત્રીઓ અને પુરુષો તમામ માટે ઉપયોગી છે. ધૈર્યવાન તો બનવું જ પડશે ને? ક્ષમાવાન તો થવું જ પડશે ને? મેધાવી તો થવું જ પડશે ને, ચાહે નર હોય કે નારી હોય, ભલે બંને ક્ષર છે! જે દિવસે અક્ષર જાણી જશે અને તેના સાથે એકરૂપ થઈ જશે, ત્યારે તો આ બધું એનામાં ઓલરેડી હોય જ છે, કારણ કે જે કાંઈ છે તે બધું શું છે?
અવ્યક્તમાંથી જ વ્યક્તમાં આવે છે. અવ્યક્તમાં તો છે જ બધું, અવ્યક્ત પૂર્ણ છે, સંપૂર્ણ છે અને જે વ્યક્ત છે એ હંમેશા અપૂર્ણ છે, નો મેટર હાઉ મચ યુ એક્સપ્રેસ પણ એ હંમેશા અપૂર્ણ જ રહી જાય. આઠ કલાક વાત કરી, ૧૪ કલાક સત્સંગ કર્યો પણ તોય આમ બધું કરે, મજા બહુ આવી બધું સારું લાગે બધું જ, પણ કઈક અધૂરું રહી ગયું હજી કઈક થોડુંક બાકી લાગે, ફરી ક્યાંક આવું થાય તો હારું, એટલે અતૃપ્તિ આવે છે. તો વ્યક્તમાં હંમેશા આ તમને અતૃપ્તિ એટલે કે અસંતોષ ઊભો થાય છે, અને એ જે અસંતોષ ઊભો થાય છે તેમાં તમારે સંતોષ નામનો ગુણ ધારણ કરવાનો છે. જે ક્ષણે અંદર હિંસા ઉત્પન્ન થાય છે, આત્માને છોડીને તમે બહાર નીકળી જાવ છો તમારા સ્વરૂપને, તે હિંસા છે; તે વખતે નીચે પડો છો, તેમાંથી બહાર નીકળવાનું છે તમારે અને આત્માની તમારે રક્ષા કરવાની છે અને અધોગતિમાં જતો તમારે બચાવવાનો છે, તેને અહિંસા કહેવામાં આવે છે.
વૃત્તિ ચાહે કાંઈ પણ ખેંચી જતી હોય તમને પણ કે ના, તમે અત્યારે અહિંસાનું પાલન કર્યું એમ કહેવા માંગે. તમારા આત્માનું તમે રક્ષણ કરી લીધું, બચાવ કરી લીધો, એને અધોગતિમાં પડતો બચાવી લીધો. આમ ઉર્વશીને જોઈને જે "માતા" એવું સંબોધન નીકળી જાય છે તેની વાત છે, આમ ભાવ પરિવર્તન થઈ જાય બધો ફટ દઈને ફટ કેવી રીતે પણ એ જે તે સમયે એ એવી વિમતિ થવી, એ મતિ જે પરિવર્તન થાય છે ને તે પરમાત્મા કહે છે કે, "એ બસ એ મારી બહેન છે, તું એને ઓળખતો જ નથી કે હું તો તારી અંદર બરાબર ચાલ્યા જ કરતો હોવ છું વ્યવસ્થિત રીતે તારા જીવનમાં પણ તને ખબર નથી પડતી. હવે તું જાણી લે કે કમસે કમ શ્રીમદ ભગવદગીતા જાણીને પછી તો જાણી લે ત્યાં ત્યાંથી હું બોલું છું તે." એમ કરીને પણ આ જો સામે જ બધું છે આપણી, પણ આ બધું કોણ કહેશે? વાસ્તવમાં હૃદયની પ્રવૃત્તિ જ નારી છે એટલે આ ગુણોનો સંચાર તો બધાના માટે ઉપયોગી છે.
આગળ કહે છે: "ગાવા યોગ્ય શ્રુતિઓમાં હું બૃહત્સામ છું. બૃહતયુક્ત સમત્વ આપનારું ગાયન હું છું, સમત્વ આપી દેશે." આવી આવી જાગૃતિ જે છે તે પણ હું છું. છંદોમાં ગાયત્રી છંદ હું છું. ગાયત્રી કોઈ મંત્ર નથી, એ તો છંદ છે કે જેને, હવે એ મંત્ર નથી કે જેને વાંચવાથી મુક્તિ મળે, એ એક સમર્પણાત્મક છંદ છે—'ઓમ્ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્'. સમર્પણ ભાવ છે ત્યાં આગળે, આમ કરીને આમ ઉભેલો હોય છે અને એ પૂરું થાય છે એટલે તરત આવી રીતના જળ અર્પણ કરે છે; જળ નહી, સર્વસ્વ અર્પણ કરે છે ત્યાં આગળે. સાક્ષી કોની? તો કે સૂર્યની—'સવિતુર્'. સૂર્ય કોણ? તો કે આત્મા, પરબ્રહ્મ પરમાત્મા છે, સૂર્ય નથી ભાઈ! "તું એક ગાયત્રી કરજે આવી રીતે, કલ્યાણ થશે અમને લક્ષ્યની પ્રાપ્તિ થાય." એટલે કહે છે કે, "હે દેવ!
આપ ભૂઃ, ભુવઃ અને સ્વઃ એટલે કે ત્રણેય લોકમાં તત્ત્વ રૂપે ફેલાયેલા છો. વ્યાપક એવા હે દેવ! આપ જ વરેણ્ય છો, આપ વરણ કરવા યોગ્ય છો. આપ અમને એવી બુદ્ધિ આપો, એવી બુદ્ધિ આપો કે અમે એવો નિશ્ચય કરી શકીએ." જો, પહેલા બુદ્ધિ આપશે, પછી એનાથી નિશ્ચય થશે કે અમને લક્ષ્યની પ્રાપ્તિ થાય. કયા લક્ષણની પ્રાપ્તિ કરવાની છે? પરમાત્મા સ્વરૂપ જે આપણું સ્વરૂપ છે, કયું સ્વરૂપ છે આપણું? પરમાત્મા સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ તેને પ્રાપ્ત કરવાનું છે, એકમાત્ર લક્ષ્ય છે, તેની પ્રાપ્તિ માટેની આ પ્રાર્થના છે—'ઓમ્ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ' એટલે લક્ષ્યની પ્રાપ્તિ થાય એ માટેની આ પ્રાર્થના છે. સાધક સ્વયં બુદ્ધિથી યથાર્થ નિર્ણય લઈ શકતો જ નથી, ક્યાં સાચો છું ક્યાં ખોટો એવા મતિભ્રમો થાય બધા બુદ્ધિશાળીઓને તો, કઈ જાત જાતના ખાસ તો રાતે થાય.
અવકાશ મળે ને એટલે પછી જરા વક્રે વધારે, આમ વક્રગતિએ એ ચાલવા માંડે મન એમનું. તે વખતે એની આ સમર્પિત પ્રાર્થના છે, જેમાં ચોક્કસ કલ્યાણ છે. કેમ? તો કે તે મારો આશ્રિત બન્યો છે, પરમાત્મા આ વાત કરી રહ્યા યોગેશ્વરે આ વાત કરી અર્જુનને. મહિનાઓમાં શીર્ષસ્થ માર્ગ એટલે ટોચનો માર્ગ હું છું, અને સદાય હરિયાળી હોય એવી ઋતુ હૃદયની અવસ્થા હું છું; લીલીવાડી તેજસ્વી પુરુષોનું તેજ હું છું. જુગાર આ બધી ઈશ્વરની વિભૂતિઓ છે પરબ્રહ્મની, જો યાદ રાખો આ એને આવી રીતે જાણવાની છે, ખાલી વાંચી જોવાથી મેળ નહીં પડે, એનો અનુભવ કરવો પડશે. પ્રત્યક્ષ જે જગ્યાએ તમને આ દેખાય—ક્ષમા, ઔદાર્ય—તો સમજવાનું કે જો આ પરબ્રહ્મનો આવિષ્કાર છે, એવી રીતે એને ઓળખવાની છે, પારખવાની છે અને એમ આત્મસાત કરતા જવાની છે. એમ કરતાં કરતાં દૈવી સંપત્તિ તમારી ક્યાં વધી ગઈ કે તમે ધનકુબેર થઈ જશો એકદમ જ, ખબરએ નહી પડે!
સંસારમાં ભલેને તમારી પાસે કંઈ હોય ના હોય એ વાત આખી અલગ છે, પણ તમે કેવા થઈ ગયા? આત્મિક સંપત્તિના માલિક થઈ ગયા! આહાહાહાહાહા જબરજસ્ત મોટું કામ થઈ ગયું અને એ તમને પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવી આપે, એના વડે થશે. એટલે તમારે વચ્ચે કંઈક આમ એક્સચેન્જ મીડીયમ તો જોઈશે ને, તો તમારી દૈવી સંપત્તિ હશે ત્યારે એ આવશે તમારી પાસે ત્યાં સુધી આવતા. એટલે કે છે કે, "તેજસ્વી પુરુષોનું તેજ હું છું, જુગારમાં કપટ કરનારનું કપટ પણ હું છું." એને એવી બુદ્ધિ આપે છે એ જ ટાઈમની. આમ આ પ્રકૃતિ જે છે એ મોટો જુગાર છે ખરેખર, જેમાં તમે રમ્યા જ કરતા હો સતત. હવે બતાવો, કોણ જુગારી નથી? એમાંથી તમારે યુધિષ્ઠિર થવાનું છે. આ બધા યુધિષ્ઠિરને જુગાર રમવાની ટેવ પડી ગઈ? પ્રકૃતિનો જુગાર રમ્યા જ કરે છે, રાત-દાડો રમે છે, આ છેતરપિંડી છે. આ પ્રકૃતિના દ્વંદ્વમાંથી નીકળવા માટેનો દેખાડો છોડી દો.
છુપાઈને ગુપ્ત રીતે ભજન કરવું એ પણ કપટ છે. સહજ સાજ રોકે રૂમમાં ભરાઈ જાય થોડીવાર, "નવ વાગ્યા કે મારો ટાઈમ થઈ ગયો." પછી હવે અંદર શું કરે ભગવાન જાણે! દાદા એક દાખલો આપતા હતા: શું કે એક શેઠ હતા, બેઠા હતા કે સામાયિક કરવા બેઠો છું એમ કરીને. પછી થોડીવાર થઈ અને કંઈક કોક આયું એટલે બારણું ખખડાવ્યું, શેઠાણીએ ખોલ્યું કે, "શેઠ ક્યાં ગયા?" તો કે, "ઢેડવાડે ગયા છે." પેલી આવું બોલી, વિચાર્યું શું? ક્યાં ગયા છે? ઢેડવાડે ગયા છે કે શેઠ! પેલો હજી આમ અડધો બેભાન જેવી હાલતમાં આવી ગયો એકદમ જ, તે પેલો ઉપર શેઠ હતો ને સામાયિક કરવા બેઠેલો તે મનોમન પત્નીને નમસ્કાર કરી દીધા ને સાચી વાત કે બોલ, એટલો પ્રમાણિક હતો કે મારું મન અત્યારે ખરેખર ઢેઢવાડે જ ગયું તું ને કંઈક બીજા વિચારોમાં ચડી ગયેલું હતું, તો નમન કરી દીધું એને તરત! એટલે આવું છે, આમ તો તે છલ નથી પરંતુ બચાવ માટે આવશ્યક છે.
જળભરત બની ઉન્મત્ત, આંધળા, બહેરા, બોબડાની જેમ હૃદયથી જાણવા છતાં પણ બહારથી એવા રહે—જાણવા છતાં અજાણ રહે, સાંભળવા છતાં ન સાંભળે અને જોવા છતાં પણ ન જુએ, છુપાઈને ભજવાનું આ વિધાન છે. ત્યારે સાધક પ્રકૃતિ-પુરુષના જુગારમાંથી પાર ઉતરે. આ શિવ અને પાર્વતીની સોગઠાબાજી; શિવ-પાર્વતી સોગઠા રમવા બેઠા અને પછી ત્યાં આગળ જ્ઞાન વાર્તા ચાલે એવું બધી જે વાતો જે છે તેની અંદર શિવ અને પાર્વતી એટલે આત્મા અને તમારી પ્રકૃતિ, એ છે ત્યાં સોગઠાબાજી ક્યાં રમે છે? તો કે આ પ્રકૃતિમાં રમે છે, પાર્વતી જ પ્રકૃતિ છે. એટલે કહે છે: "જીતનારાઓનો વિજય હું છું." જે જે જીતે છે તે બધાનો વિજય જે છે તે હું સ્વયં છું. ક્રિયાત્મક બુદ્ધિ હું છું. સાત્વિક પુરુષોનું તેજ અને ઓજસ પણ હું છું. હું જ વાસુદેવ, વિશ્વમાં વસેલો હોય એટલો મોટો દેવ તે વાસુદેવ અને આમ કરીને આમ જોવો એને કંઈક વસી જાય એ વસુદેવ.
આ બહુ સારું છે, વસી ગયું લો તો આ એક સંસ્કાર બની ગયો, પછી એ પિતૃ થઈને ઊભો રહેશે. એટલે તમારા વસુઓ છે તેને પણ પિતૃઓ કહેવામાં આવે છે, પિતૃઓને પણ વસુ કહેવામાં આવે છે, એનું કારણ પણ આ જ છે. સર્વત્ર વાસ કરનારો દેવ હું છું. પાંડવોમાં હું ધનંજય છું, પુણ્ય જ પાંડુ છે અને આત્માની સંપત્તિ જ સ્થિર સંપદ છે. મુનિઓમાં વ્યાસ હું છું; વ્યાસ, પરિધિ બિલકુલ સર્કમફરન્સ આખોય, પરમ તત્વ વ્યક્ત કરવાની જેનામાં ક્ષમતા છે તે મુનિ હું છું. કવિઓમાં ઉષ્ના એટલે કે પ્રવેશ કરાવનાર કર્તવ્ય હું છું. કવિઓને સ્ફૂરણા થાય ને આમ લખવા બેસી જાય, ટીપું ટીપું પડ્યું પાણીનું પછી આગળ બીજી આવે એવી રીતે અને ખુશ થઈ જાય, "વાહ વાહ! બહુ સરસ." હજી તો પેલો બીજી બીજી તો લાઈન બોલ્યો જ ના હોય, ૧૦ જણા વાહ વાહ કરે એટલે બાકી આમ કવિ રામ ખુશ! અલ્યા એ જે ટીપું પડ્યું ને અંદર તે ત્યાંથી આવ્યું છે, તારી અંદર નહતો, બુદ્ધિ તો જળ છે એના અંદર તો આવું કઈ ટીપું પડવાનું હતું જ નહી, એ તો ત્યાંથી આવ્યું છે.
પણ આ પાછો પ્રોબ્લેમ, ક્લેમ કરી લે છે કે મેં કર્યું, મેં કવિતાની રચના કરી. બહુ ડર પડે આપણાથી છે ને, આ ભૂલ થઈ જાય છે, આ મૂર્ખામીથી. વાસ્તવમાં આત્મા કશા પર ક્લેમ કરી શકતો હોતો નથી, એને ક્લેમ કરવાની જરૂરત જ નથી, આત્મા પોતે સંપૂર્ણ છે. આવું જાણવા છતાં પણ પાછો ફરી ક્લેમ કરવા જાય છે. ગમે તે દેશનો મોટો રાજા હોય, આવું માનો કે કઈ લંડનમાં ગયો ને પેલા શોપિંગ મોલમાં ગયો હોય અને આમ કોઈનું ધ્યાન નથી કરીને આવી રીતના આમ ધીમે રહીને આમ મૂકવા માંડે, પછી કિનારે જાય ત્યાં આગળ બહાર નીકળવાનો વખત આવે, પેલું પોં બોલવા બેઠું મશીન તો પકડાઈ જાય! હવે આવડો મોટો રાજા છે ને કે તું ચોરી કરને છાનોમાનો જઈને નીકળે એમને? મેં એને કીધું હોત કે મારે પાણીની જરૂર છે તો પેલો ૫૦ બાટલા આપતો, એના માટે પણ નહી, કેટલાકને તો આવી બસ આદત જ હોય છે આવું કરવાનું, એકસાઈટમેન્ટ!
જો આ માનસિક વિકૃતિઓની કઈ હદ સુધીને પહોંચી ગયેલા બધા, પૈસાદાર માણસો જ ચોરી વધારેમાં વધારે કરતા હોય છે, આજનો આ દાખલો છે. સાવ સામાન્ય માણસો તમે જોશો તો ઓન એન એવરેજ સાવ નીચેના સ્તરના, લોઅર મિડલ ક્લાસ મોર ઓર લેસ તમે જોશો તો એ ઘણા પ્રમાણિક હશે પોતાના દરેક ટ્રાન્જેક્શનોમાં, હા એમ આ બધું હોય એમનામાં. શું ક્રોધ, માન, માયા, લોભ બધું હોય અને ઘણી વખત એકદમ એક્સપ્રેસિવ હોય એ લોકોની અંદર, પણ જેમ જેમ માણસ એજ્યુકેટેડ થતો જાય, જેમ જેમ માણસ એજ્યુકેટેડ થતો જાય, જેમ જેમ એ પોતાના આર્થિક સ્તરમાં ઉપર થતો જાય છે તેમ તેમ એના અંદર છુપાવાની વૃત્તિ વધતી જાય, બીજાને ખબર ના પડે, બીજાને ના કહેવાય, જે કાંઈ હશે જાણતો હશે તે પણ પોતાનું આવું. પેલો સહજભાવે તમને શીખવાડી દે, કોકના પાસે જાવ, સુથાર હોય તમે કહો કે ભાઈ! મને ખીલી મારતા જરા શીખવાડને?
મોટો શેઠિયો હોય પણ મારતા તો આવડે જ નહી ને, ખીલી કઈ કામ ટાંગવું હોય તો કહું શું કરે, પેલો એને શીખવાડી દે છે. પણ શેઠ હશે ને તો કહેશે કે, "મારે ત્યાં તું ક્લાસ કર, એની ફી ભર, મારે ત્યાં ક્લાસ કર પછી હું તને કરતા શીખવાડીશ." એટલે ખેંચે પૈસા આવી રીતના, એમાં કરવાનું કશું ના હોય. પાછો ખૂણામાં લઈ જઈને ખાનગીમાં શીખવાડશે એક જણને, પાછો બીજાને શીખવાડવાના બીજા પૈસા, આમ પૈસા વધારે એની પાસે પણ કપટ વધે અંદર, અને છુપાવાની છળ જેને કહેવાય ને એ વૃત્તિ એની અંદર દાડે દાડે, દાડે દાડે વધતી જાય. હવે આ મોટો થયો કે શું થયો કઈ ખબર ના પડી, ધ્યાન હતું બરાબર. એટલે આ વૃત્તિ વધતી જાય, વૃત્તિ જળ છે તો એ બુદ્ધિ જ વધારે વધારે કરે એટલે વધારે વધારે જડ જડ થતો જ જવાનો છે. એ તો પોતાને એમ સમજે કે હું કંઈક છું. એટલે બુદ્ધિને અહંકાર બધું ભેગું કર્યે જ રાખે બરાબર, એક માત્ર અહંકારને કારણે ખાલી બુદ્ધિ વધારે વધારે કર્યા કરે છે, પણ કેવી બુદ્ધિ વધારે છે?
છળ-કપટ વાળી બુદ્ધિ, નિર્દોષ નિષ્પાપ બુદ્ધિ નથી એની. જેણે આ છોડી દીધું છળ-કપટ એ બધા મહાત્મા થઈ ગયા, જેણે પણ કોઈપણ તબક્કે. તમે એકદમ આ બધું ભલે તમે કરતા હતા અત્યાર સુધીને કર્યું, કશો વાંધો નહી; હવે તમે એકદમ જ છોડી દો કે આજથી બસ ખતમ, બંધ, ચોરી નહી કરું, છળ-કપટ નહી કરું, જેમ છે તેમ જ કરીશ, સત્ય જ બોલીશ બસ. એક ક્ષણે મહાત્મા, બસ તમે થવાના ચાલુ થઈ ગયા. આજે તો તમને ખબર નથી પડતી, પછી લોકો આવશે આવીને તમને કહેશે કે "મહાત્મા", ત્યારે તમને ખબર પડશે કે અચ્છા, હું ત્યાં સુધી પહોંચ્યો જો ખરો! તપાસ રાખવી પડે તે વખતે પણ વિનય-વિવેક હોવો જરૂરી છે કે આ તો મને કહે છે પણ મારે પડવાનું નથી, મારે ઉપર ચડવાનું છે. અધ્યાત્મમાં હંમેશા ઉપર ચડવાનું હોય, ઉર્ધ્વગતિ કરવાની, કારણ કે પરમાત્મા ક્યાં છે? ઉર્ધ્વમાં છે. અહીં શું કીધું પરમાત્માએ?
'ઉર્ધ્વમૂલમ્ અધઃશાખમ્'—હું ઉપર છું, એટલે બધા બુમો પાડે છે, "ઉપરવાલે, ઉપરવાલે" એમ હમજ્યા વગર કરે છે, પણ ઉર્ધ્વની વાત કરે છે, ઉપર જવાની વાત નથી, ઉપર કશું નથી, કશું નથી. કોઈ એમ કે ઉપર સ્વર્ગ છે, અલા પણ ક્યાંય નથી સ્વર્ગ તો તારી કલ્પનામાં જ! "હવે દાન કરનારાઓની દાન કરવાની જે શક્તિ છે તે પણ હું, દમન કરનારાઓની દમન કરવાની શક્તિ પણ હું છું. જીત અને ઈચ્છાવાળાઓની નીતિ પણ હું છું. ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું, અને જ્ઞાનીઓમાં સાક્ષાત્કાર કરાવનારી જાણકારીનું સંપૂર્ણ જ્ઞાન પણ. હે અર્જુન! તમામ ભૂતોની ઉત્પત્તિનું કારણ પણ હું જ છું, મારાથી રહિત કોઈ નથી, મારાથી રહિત કોઈ નથી; હું સર્વવ્યાપી છું, બધા મારાથી છે." હવે ૪૦મા શ્લોકમાં આગળ કહે છે, ૪૦ શ્લોક સુધીને એમણે બધી વિભૂતિઓનું વર્ણન કરી દીધું, આગળ કહે છે કે, "હે અર્જુન!
મારી દિવ્ય વિભૂતિઓનો તો અંત જ નથી, મારી વિભૂતિઓનો વિસ્તાર મેં તને આ સંક્ષેપમાં કહ્યો છે, વાસ્તવમાં તે કેવી છે? અનંત છે, પાર પામી શકાય એટલી નથી." જે જે પછી ઇન શોર્ટ સમજાવે છે બરાબર, શોર્ટકટ પણ આપી દીધી છે કે, "જે જે ઐશ્વર્યયુક્ત, કાંતિયુક્ત અને શક્તિયુક્ત છે તે તેને તું મારા તેજના એક અંશ માત્રથી ઉત્પન્ન થયેલ જાણ. ચાહે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સ્થિતિ હોય, આ બધું જ હું છું; ચાહે મનની હોય કે બાહ્ય પરિસ્થિતિ હોય કે અંતઃકરણની સ્થિતિ હોય, બધું હું જ છું." ઇન શોર્ટ એમને કહી દીધું અંદર. ઈશ્વરને પામવાની જે ભાવના ઉત્પન્ન થાય છે, આહાહા પ્રભુનો પ્રસાદ ત્યાં આગળ આવી ગયો, "એ હું જ છું, પ્રસાદ પણ હું જ છું, આપનારો પણ હું જ." છેલ્લે પછી કહે છે, "લેનારો પણ હું જ છું." છે જ ને એ તો, પણ એની ખબર મોડી પડશે પહેલા લેનારને કે હું આ જ છું.
આ વિભૂતિઓનું વર્ણન એટલે નથી કે તમે આ બધી વસ્તુઓની પૂજા કરવા લાગો, શ્રીકૃષ્ણનો આશય એ છે કે આ સર્વ તરફથી શ્રદ્ધાને સમેટી લો આ બધી જગ્યાએથી. આજે ૪૦ શ્લોક સુધી એમણે બધી વર્ણન કરેલી બધી મુખ્ય વિભૂતિઓમાંથી તમે આ બધું ખેંચી લો અને તમે પરોવાઈ જાવ ક્યાં આગળ? શ્રદ્ધાને સમેટીને તે અવિનાશી પરમાત્મામાં લગાવો, તે અવિનાશી પરમાત્મા. આમ કરવાથી જ તેમનું કર્તવ્ય પૂર્ણ થઈ જાય છે. ટોટલ ૮૧ વિભૂતિઓ વિશે એમને આપણને વાત કરી દીધી છે આની અંદર, ૮૧ આટલી મુખ્ય છે, આ બેસીને ગણીતી મેં. હવે ૧૦ અધ્યાય પૂરા થયા, ૧૧મો અધ્યાય શરૂ થાય—આ વિભૂતિપાદ, વિભૂતિ યોગ કરી વાત એમણે. હવે વિશ્વરૂપ દર્શન યોગ શરૂ થાય; જો, એક એક અધ્યાય પણ એક એક યોગ છે બાય ઈટસેલ્ફ, એક એક અધ્યાય પણ એક એક યોગ છે એટલે ૧૮ અધ્યાય એટલે ૧૮ યોગ થાય તમારા પૂરા ત્યાં આગળ. આવી રીતે જ આગળ ભગવાને પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે, એથી એણે કહ્યું અર્જુને કે, "પ્રભુ!
આપની વાણી સાંભળીને મારો મોહ નાશ પામ્યો છે, અજ્ઞાન મારું દૂર થયું છે." અત્યાર સુધી આ બધું જોતો હતો, હવે એ બધે જ્યાં ને ત્યાં પરમાત્મા જોવાનો શરૂ કરશે, આ એની પૂર્વભૂમિકા હતી. "મારું અજ્ઞાન દૂર થયું છે." હવે એ બોલી શક્યો, "પરંતુ આપે જે કહ્યું તેનું હું પ્રત્યક્ષ દર્શન કરવા ચાહું છું, કારણ સાંભળવું અને જોવું એ બેમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોય છે." એટલે અર્જુનનું વાક્ય, "ભગવાન! મારા પર અનુગ્રહ કરવા માટે આપે ગુપ્ત અધ્યાત્મ રહસ્યમાં પ્રવેશ કરાવનારો ઉપદેશ આપ્યો." પ્રવેશ કરાવનારો ઉપદેશ છે, આને સમજવો બહુ જરૂરી છે કારણ કે તમને ગુપ્ત રહસ્ય આપવામાં આવ્યું છે, અધ્યાત્મ રહસ્ય આપવામાં આવ્યું છે; વાંચ વાંચ કર્યા કરશો મેળ નહી પડે, પણ જો એની સમજ પડી ગઈ, ગમ પડી ગઈ અંદર પ્રવેશ—ચાલો એન્ટ્રી, એટલે પ્રવેશ કરાવનારો ઉપદેશ આપ્યો છે જેથી શું થયું?
તો કે, "મારું અજ્ઞાન દૂર થવાથી હું જ્ઞાની થયો." અર્જુનને પોતાને એવું લાગવા માંડ્યું. "હે કમલનેત્રી!" યોગેશ્વરને કેવું સંબોધન કરે છે? "હે કમલનેત્રી!" કમલ કેવું હોય? પ્રફુલ્લિત હોય, હંમેશા ઓપન હોય ત્યારે આ, ઓલવેઝ ઓપન અને જ્યારે જુઓ ત્યારે તમને એટલું અદભુત ઓપન લાગે એટલે જ્યાં ને ત્યાં કમલ કમલ કમલ લગાડ્યા છે બધે ભગવાને, જબરા છે, બધે કમળ જ ચોપડી દીધા સમજ્યાને! એને કહે છે, "હે કમલનેત્રી! મેં આપની પાસેથી પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય વિશે વિસ્તારથી સાંભળ્યું." એટલે પ્રાણીશાસ્ત્ર, ઝુઓલોજીનો અભ્યાસ થઈ ગયો, તો અર્જુનને તો આખેઆખો શું, "અને આપના અવિનાશી પ્રભાવ વિશે પણ મેં જાણ્યું. હે પરમેશ્વર! આપ જેમ કહો છો તેમ છે તેમાં કોઈ શંકા નથી, મને હવે કોઈ શંકા નથી, શંકા બધી પૂરી થઈ ગઈ છે, પરંતુ જે સાંભળ્યું અત્યારે તે જોવાની ઈચ્છા થઈ ગઈ છે, હે પુરુષોત્તમ!" એને ફક્ત સાંભળ્યું એ પૂરતું નથી, જોવું જરૂરી છે એવું એમને લાગ્યું, જિજ્ઞાસા થઈ જોવાની.
અત્યાર સુધી જાણવાની હતી એટલે એમણે શ્રવણ કર્યું, શ્રવણ કર્યું; હવે જોવાની એમને થઈ, એમને હવે અનુભવ કરવો છે. અનુભવ વગર તો બધું નકામું પડે ને? અર્જુને જાણી લીધું, આજ તો બધું બરાબર છે, હવે મારો સંશય દૂર થઈ ગયો. સંશય ક્યાં થાય? મનમાં થાય, હવે મન રહ્યું નહી. આટલું બધું એને બરાબર આપી દીધું પરમાત્માએ કે, "જો, આ બધું હું જ છું, જ્યાં જોઈશ ત્યાં હું જ હું, બસ બીજું કાઈ નથી ટૂંકમાં હમજી જા ને!" ૮૧ જગ્યા બતાવી દીધી કે આ બધું હું છું, છેલ્લે કહી દીધું કે આ જે કઈ છે તે બધું હું જ છું. શું કીધું? "આ જે દ્રશ્ય છે તે પણ હું જ છું." ત્યારે કે છે કે, "હવે મારે આ જોવું છે." હવે દ્રશ્યને જોવા ગયા પણ વાસ્તવમાં એને દ્રશ્ય અને અદ્રશ્ય બંને જોવા છે બરાબર. "કે પરમાત્મા! આ તો તમે બધી વાત કરી દીધી એટલે હવે હું આમ જોઈ શકું છું કે આ ક્ષમા છે, આ ધૈર્ય છે, આ શૂરવીરતા છે, આ તીક્ષ્ણ બુદ્ધિ છે, આ મેધા છે, બધું ખબર પડી જાય અહીંયા આગળ તો હું જોવા માંડ્યો તમને, પણ વાસ્તવમાં તમારું રૂપ દર્શન કરાવો." ત્યારે કહે છે કે, "હે પ્રભુ!
આ ઐશ્વર્યયુક્ત સ્વરૂપ જે છે આપનું તેને હું જોવા ઈચ્છું છું." ઈશ્વરનું તો ઐશ્વર્ય જ હોય ને, જગમગાટ એકદમ! "તો કે હે પ્રભુ! હું એ રૂપ દર્શન કરી શકું એ શક્ય હોવાનું આપ માનતા હો," જો અર્જુન પ્રાર્થના કરે પરમાત્માને, "કે આપ એવું માનતા હો તો હે યોગેશ્વર! આપ આપના અવિનાશી સ્વરૂપનું દર્શન મને કરાવો." અવિનાશી સ્વરૂપનું દર્શન કરાવવાનું છે. અહીં યોગેશ્વરે પ્રતિવાદ ના કર્યો કે તું લાયક નથી, આમ નથી, તેમ નથી, એવું નથી કશું એને કીધું નથી. અગાઉ પણ અનેક સ્થાનો પર એ કહેતા જ આવ્યા હતા કે, "તું જ મારો અનન્ય ભક્ત છે, તું જ મારો ભક્ત." દરેકને ઇન્ડિવિજ્યુઅલી એમ કહે છે પરમાત્મા કે, "તું જ મારો ભક્ત છે" જેથી કોઈને ખોટું ના લાગે, અને આ કપટ નથી વાસ્તવિકતા છે, પ્રિય મિત્ર છે. એટલે અર્જુન જ પરમાત્માનો મિત્ર બની શકે ને, આપણે ના બની શકીએ એવું જો તમે માનતા હોય તો ફોતરાં ખાંડો.
આથી પ્રસન્નતાપૂર્વક એમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દીધું—વિશ્વરૂપ. ભગવાને કહ્યું: "હે પાર્થ! મારા સેંકડો તથા હજારો વિવિધ પ્રકારના અનેક વર્ણ અને આકૃતિવાળા દિવ્ય સ્વરૂપો હવે તું જો. કે હે ભારત! અદિતિના ૧૨ પુત્રો, આઠ વસુઓ, ૧૧ રુદ્ર, બે અશ્વિની કુમાર અને ૪૯ મરુદ્ગણોને જો. અગાઉ ના જોયા હોય એટલા આશ્ચર્યો ના જોયા હોય તો એને પણ તું જો કે અર્જુન! હવે મારા આ શરીરમાં એક જ સ્થાન પર સ્થિત ચરાચર સંપૂર્ણ જગતને જો, અને અન્ય કાંઈ પણ જોવા ઈચ્છતો હોય તો તે પણ તું ત્યાં જો." આટલું કીધું ભગવાને, તો અર્જુન તો જોયા કરતો હતો પણ એને કઈ દેખાયું નહીં. ભગવાને જ કીધું કે આ બધું તું જોઈ લે, પણ એને દેખાયું નહી એટલે પછી અહીં પોતાનું દર્શન કરાવતા પ્રભુએ જરાક અટકી ગયા અને પછી એને કીધું કે, "તું તારી બૌદ્ધિક આંખોથી, આ આંખોથી, ચર્મચક્ષુથી મને જોવા માટે સમર્થ નથી.
હું તને દિવ્ય અલૌકિક દ્રષ્ટિ આપું છું જેના વડે તું મારા પ્રભાવ અને યોગશક્તિને તું જોઈ શકીશ. ક્લોઝ યોર આઈઝ, ગો ટુ પ્લેસલેસ પ્લેસ, ધેટ પોઈન્ટ જ્યાં તમે આ શબ્દ શ્રવણ કરી રહ્યા છો ત્યાં આગળ તમે સ્થિર થઈ જાવ." અહીં પ્રભુ પોતે આગળ દર્શન કરાવે છે એને અને કહે છે કે, "ત્યાં હું તને જો આ દિવ્ય અલૌકિક દ્રષ્ટિ આપું છું જેના વડે તું મારા પ્રભાવ અને યોગશક્તિને જોઈ શકીશ." આમ તેને અનુગ્રહથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, હવે તમને થઈ સંજયની જેમ જ, જેને યોગેશ્વર વ્યાસની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ મળી હતી. અહીં અહીં સંજય બોલ્યો: "હે રાજન! મહાયોગેશ્વર હરિએ આ રીતે કહીને પછી પાર્થને પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ બતાવ્યું." જે સ્વયં યોગી છે અને બીજાને પણ યોગ પ્રદાન કરવાની ક્ષમતા છે, જે યોગનો સ્વામી છે તેને યોગેશ્વર કહેવામાં આવે છે.
આમ સર્વસ્વનું હરણ કરનાર હોવાથી જ તેને હરિ કહેવામાં આવે છે, જે માત્ર દુઃખોનું જ હરણ કરે છે અને સુખ ન આપે તો પાછું દુઃખ ફરી આવશે; માટે સર્વ પાપોના નાશની સાથે જ સર્વસ્વનું હરણ કરીને પોતાનું સ્વરૂપ આપવા માટે જે સમર્થ છે તે હરિ છે. ભગવાને પાર્થને પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું. પોતે તે સામે તો ઊભા હતા—અનેક મુખ અનેક નેત્રવાળા, અદભુત દર્શન વાળા, અનેક દિવ્ય આભૂષણો યુક્ત અને અનેક દિવ્ય શસ્ત્રોને હાથમાં ધારણ કરેલા, એવા દિવ્ય માળા અને વસ્ત્રો ધારણ કરેલા, દિવ્ય ગંધ તથા લેપ ધરાવેલા, તમામ આશ્ચર્યયુક્ત અસીમ વિરાટ સ્વરૂપ પરમ દેવનો અર્જુને દિવ્ય દ્રષ્ટિથી સાક્ષાત્કાર કર્યો. સંયમરૂપ સંજયે આગળ કહ્યું અજ્ઞાનરૂપ ધૃતરાષ્ટ્રને કે, "રાજન! આકાશમાં એકી સાથે હજારો સૂર્યના પ્રકાશથી પણ વધુ વિશ્વરૂપ મહાત્માના પ્રકાશની સમાન..." અહીં શ્રીકૃષ્ણ મહાત્મા છે, યોગેશ્વર છે.
પાંડુપુત્ર અર્જુને—પુણ્ય એ પાંડુ છે, પુણ્ય અનુરાગને જન્મ આપે છે એ સમયે—અનેક રીતે વિભક્ત સંપૂર્ણ જગતને પરમદેવના શરીરમાં એક જ જગ્યાએ સ્થિત થયેલું એમને જોયું. આ પછી આશ્ચર્યચકિત, હર્ષથી રોમાંચિત તે અર્જુન પરમદેવ પરમાત્માને માથું નમાવી અને પ્રણામ કર્યો, પહેલા પણ કરતો હતો પરંતુ હવે તો એ પ્રભાવમાં આવીને સાદર હાથ જોડીને બોલ્યો, અર્જુન ઉવાચ: "આપના શરીરમાં હું તમામ દેવો, અનેક પ્રાણી સમુદાયો, કમલાસન સ્થિત બ્રહ્માજી, મહાદેવ, તમામ ઋષિઓ તથા દિવ્ય સર્પોને જોવું છું." આ પ્રત્યક્ષ દર્શન હતું, કોરી કલ્પના નહોતી. આવું દર્શન શક્ય બને જ્યારે પ્રભુ પૂર્ણત્વ પ્રાપ્ત મહાપુરુષને હૃદયપૂર્વકની દ્રષ્ટિ પ્રદાન કરે, અને આ કેવળ સાધનાથી જ મળી શકે છે. "હે વિશ્વસ્વામી! હું આપને અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોથી યુક્ત તથા બધી બાજુએ અનંત રૂપવાળા જોવું છું, હે વિશ્વસ્વરૂપ!
હું આપના આદિ, મધ્ય કે અંતને જોતો નથી, નિર્ણય કરી શકતો નથી. હું આપને મુગટધારી, ગદાધારી, ચક્રધારી, તેજના પુંજ બધી બાજુથી જળહળતા, જોઈ ના શકાય એવા અમાપ અને પ્રગટાવેલા અગ્નિ અને સૂર્ય જેમ કે બધી દિશાઓમાં હું પ્રકાશતા જોવું છું." આ રીતે સંપૂર્ણ પૂર્ણ ઇન્દ્રિયોથી પૂર્ણતયા સમર્પિત થઈને શ્રીકૃષ્ણને જોઈને અર્જુન એમની સ્તુતિ કરવા લાગ્યો: "ભગવાન! હું માનું છું કે તમે જ જાણવા યોગ્ય પરમ અક્ષર બ્રહ્મ છો, તમે જ આ વિશ્વના સૌથી મોટા આધાર છો, તમે જ વિશ્વ ધર્મના અવિનાશી રક્ષક છો અને તમે જ સનાતન પુરુષ છો." આત્માનું સ્વરૂપ શું છે? તે શાશ્વત, અવ્યક્ત રૂપ અવિનાશી છે. અહીં શ્રીકૃષ્ણનું સ્વરૂપ પણ શું છે? તે પણ શાશ્વત, સનાતન, અવ્યક્ત અને અવિનાશી છે. અર્થાત પ્રાપ્તિ બાદ મહાપુરુષ પણ એ જ આત્મભાવમાં સ્થિર રહે છે, આમ ભગવાન અને આત્મા એક જ લક્ષણ વાળા છે.
"હે પરમાત્મા! હું તમને આદિ, મધ્ય અને અંત વિનાના, અનંત શક્તિ વાળા, અનંત બાહુ, સૂર્ય-ચંદ્ર રૂપી આંખોવાળા, પ્રજ્વલિત અગ્નિ જેવા મુખવાળા અને પોતાના તેજથી જગતને તપાવી રહેલા જોવું છું." સૂર્ય એ તેજ છે અને ચંદ્ર પ્રભા છે. "હે મહાત્મન! આકાશ અને પૃથ્વી વચ્ચેના संपूर्ण અવકાશને તથા તમામ દિશાઓને તમે એકલાએ જ ભરી દીધા છે, તમારા ભયંકર અલૌકિક રૂપને જોઈને ત્રણેય લોક વ્યથિત થઈ ગયા છે. આ દેવ સમૂહ તમારામાં પ્રવેશ કરે છે, ભયભીત લોકો તમારું સ્તવન કરે છે. મહર્ષિઓ અને સિદ્ધોના સંઘો 'સૌનું કલ્યાણ હો, કલ્યાણ હો' એવા સ્તુતિ વચન બોલે છે અને અનેક સ્તોત્રો વડે તમારું યશગાન કરી રહ્યા છે. રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, દેવગણો, અશ્વિની કુમારો, મરૂતો અને ઉષ્મપા એટલે કે ઈશ્વરીય ઉષ્માને ગ્રહણ કરનારા અને પિતૃઓ, ગંધર્બો, યક્ષો, અસુરો અને સિદ્ધોના સંઘો વિસ્મિત થઈને તમને જુએ છે, સમજી શકતા નથી કારણ કે એમને દ્રષ્ટિ નથી.
મહાબાહુ!" અહીં જુઓ સંબોધન છે, શ્રીકૃષ્ણ પણ મહાબાહુ છે તેમ અર્જુન પોતે પણ મહાબાહુ છે, જેમનું કાર્યક્ષેત્ર પ્રકૃતિથી પર પણ પર એવું કાર્યક્ષેત્ર પર મહાન સત્તા છે તેને તેને મહાબાહુ કહેવામાં આવે છે. અહીં અર્જુન પ્રવેશમાં છે, જ્યારે યોગેશ્વર તો સંપૂર્ણ છે એટલા માટે બંનેને મહાબાહુ સંબોધન કરી શકાય છે. "મહાબાહુ યોગેશ્વર! અનેક મુખ, નેત્રો, હાથ, જાંઘ અને પગ, પેટ, દાઢીવાળું વિકરાળ લાગતું તમારું આ મહાન રૂપ જોઈને ત્રણેય લોક અને હું વ્યાકુળ બન્યા છીએ." હવે અર્જુનને ભય વ્યાપ્યો, ડર લાગવા માંડ્યો એને, એમ થઈ ગયું શ્રીકૃષ્ણ આટલા બધા મહાન છે અત્યાર સુધી મને ખબર જ નહોતી, હું તો એને સખા માનતો હતો! "સર્વત્ર વિશ્વમાં અણુરૂપથી વ્યાપ્ત એવા હે વિષ્ણુ! અણુરૂપથી વ્યાપ્ત એવા હે વિષ્ણુ! તમને આકાશ સુધી પહોંચેલા, જળહળતા, રંગબેરંગી, ખુલ્લા મુખવાળા, વિશાળ આંખોવાળા જોઈને મારું મન વ્યાકુળ બની ગયું, એટલે હું ધીરજ અને મનની સમાધાન રૂપ શાંતિ ગુમાવી બેઠો છું.
હે દેવાધિદેવ! જગતના આશ્રય! પ્રલયના અગ્નિ જેવા અનેક દાઢોવાળા ભયંકર લાગતા તમારા મુખને જોઈને હું દિશાભાન ભૂલી ગયો છું, અશાંત થઈ ગયો છું માટે તમે પ્રસન્ન થઈ જાવ. રાજાઓના સંઘો, ધૃતરાષ્ટ્ર સહિત બધા પુત્રો અને અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ," જે કર્ણથી તે ભીતિ પામતો હતો તે અર્જુન, "તે પણ તમારા વિકરાળ દાઢવાળા ભયાનક મુખોમાં ઝડપથી પ્રવેશી રહ્યા છે અને તેમનામાંના ઘણા તો કચડાયેલા માથા સહિત આપના દાંતમાં ચોંટેલા દેખાય છે." તેઓ કેવા વેગથી પ્રવેશે છે? દાખલા તરીકે જેમ નદીઓના અનેક જળ પ્રવાહ સમુદ્રની અંદર ધસતા હોય છે, તેવી રીતે આ બધા તમારા જળહળતા મુખની અંદર પ્રવેશ પામી રહ્યા છે અને ખતમ થઈ જઈ રહ્યા છે; પતંગિયાની જેમ પોતાના વિનાશ માટે પ્રજ્વલિત અગ્નિમાં જેમ વેગપૂર્વક ધસી રહ્યા છે, તેમ આ બધા પ્રાણીઓ પણ તમારા મુખમાં પૂરા વેગથી પ્રવેશી રહ્યા છે.
"હે વિષ્ણુ! તમારા પ્રજ્વલિત મુખ વડે ઘણા લોક લોકોને તમે બધી બાજુથી ચાટી રહ્યા છો, આસ્વાદ લઈ રહ્યા છો. હે વ્યાપનશીલ પરમાત્મા! તમારો ઉગ્ર પ્રકાશ આખા જગતને તેજથી ભરી દઈને તપાવી રહ્યો છે." આનો અર્થ કે પ્રથમ આસુરી સંપત્તિ પરમ તત્વમાં વિલીન થઈ જાય છે, ત્યાર પછી દૈવી સંપત્તિનું કંઈ પ્રયોજન ન રહેવાથી તે પણ સ્વરૂપની અંદર વિલીન થઈ જાય છે. "હે દેવશ્રેષ્ઠ! હું આપની આ પ્રવૃત્તિ ચેષ્ટાઓને સમજી શકતો નથી, આપના આદિ સ્વરૂપને જાણવા ચાહું છું. હું આપને નમસ્કાર કરું છું, આપ પ્રસન્ન થાવ અને ઉગ્રરૂપ આપ કોણ છો તે મને કહો." આથી ભગવાન ઉવાચ: "હું લોકોનો નાશ કરવા વૃદ્ધિ પામેલો મહાકાળ, તેમનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તું નહીં લડે તો પણ સામેની સેનામાંના કોઈ યોદ્ધાઓ બચવાના નથી, તું જોઈ લે. હે સવ્યસાચી અર્જુન! તું ઊભો થા, શત્રુને જીતીને કીર્તિ મેળવ અને સમૃદ્ધિ ભરેલું તારું રાજ્ય તું ભોગવ.
આ બધાને તો મેં પહેલેથી જ હણેલા છે, તું તો માત્ર નિમિત્ત જ થા." శ్రీકૃષ્ણએ સર્વત્ર કહ્યું કે પરમાત્મા કશું કરતો નથી, કરાવતો નથી, સંયોગોને પણ જોડતો નથી; મોહયુક્ત બુદ્ધિવાળા લોકો એવું કહે છે કે પરમાત્મા કરાવે છે. અહીં સ્વયં શ્રીકૃષ્ણ કહે છે, "અર્જુન! કરતા-હરતા હું છું, આ લોકો મારાથી પ્રથમથી મરાયેલા છે, તું ઊભો થા, યુદ્ધ કરીને તું યશ મેળવ." કારણ અનુરાગી અર્જુન તૈયાર છે, તેની સહાય માટે સદા માટે પ્રભુ તેના કાર્યમાં રથી બનીને ઊભા છે. બીજું, પહેલા તો અર્જુન લડવા ઈચ્છતો નહતો, હવે કહ્યું કે આ તો બધા મરેલા છે, તું નિમિત બન, યશ મેળવ અને સમૃદ્ધ રાજ્ય ભોગવ. સમૃદ્ધ રાજ્ય ભોગવવું, એક વખત તું પરમપદને પરમાત્માની અંદર પ્રવેશ પામી જાય, તું જીવનમુક્ત થઈ જાય, બાકીનું જે કઈ જે છે તે તું સુખેથી ભોગવ, આ તારું રાજ્ય છે એમ કહેવા માંગે છે.
તે કયું રાજ્ય પાછું? તે અત્યારે બતાવ્યું કે વિકારોનો અંત આવતા પરમાત્મા સ્વરૂપની સ્થિતિ એ વાસ્તવિક સમૃદ્ધ, સ્થિર, અચલ સંપત્તિ છે જે અવિનાશી છે; તે મેળવવું તે રાજયોગનું પરિણામ છે એમ પ્રભુ તેને સમજાવે છે. હવે આગળ કહે છે કે, "દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને તો મેં હણેલા જ છે, તું ભય સેવ્યા વિના તેમને ખતમ કરી નાખ, હણી નાખ, આમ મરેલાઓને તું મારી નાખ, હું જ કરતા છું." જો કે પાંચમાં અધ્યાયમાં ૧૩, ૧૪ અને ૧૫મા શ્લોકમાં કહ્યું છે કે ભગવાન અકર્તા છે. ૧૮મા અધ્યાયમાં શુભ-અશુભ કાર્યમાં પાંચ માધ્યમ છે: અધિષ્ઠાન, કરણ, ચેષ્ટા અને દૈવ, અને કર્તા તો જે એમ કહે છે કે કેવલ્યરૂપ પરમાત્મા કરે છે, તો તે અવિવેકી છે, એને તે યથાર્થ જાણતા નથી. એટલે ભગવાન કરતા નથી, આવો વિરોધાભાસ શા માટે? જો આવો પ્રશ્ન ઊભો થતો હોય તો જાણી લો કે વસ્તુતઃ પ્રકૃતિ અને પરમાત્મા પુરુષની વચ્ચે એક સીમારેખા છે, એ પૂરું થાય પછી પરમાત્મા.
જ્યાં સુધી પ્રકૃતિના પરમાણુઓનો દબાવ હોય, ત્યાં સુધી માયા પ્રેરિત કરે છે, તો કાર્યો કોના? તો કે માયાના છે બધા કાર્યો, માયા દ્વારા થયું. પહેલા પણ કહ્યું છે કે પ્રકૃતિ એમના જે ગુણો છે તેમાં ઉદ્ભવ થાય છે, તેના દ્વારા હું કાર્ય કરાવું છું એમ કીધેલું છે એમને. પરંતુ જ્યારે સાધક પ્રકૃતિથી પર થવા માંડે છે, સાધના કરતો કરતો કરતો પોતાની જે પ્રકૃતિ હોય છે તેનાથી ઉપર ઉઠે છે અને જીતી લે છે. રોજ ગુસ્સે થતો હતો, હવે ધીરે ધીરે ગુસ્સો ઓછો થઈ ગયો; રોજ જે એમ થાતું હતું કે હું આમ જઈ આવું, તેમ જઈ આવું, આમ કરી આવું, આ લઈ આવું, પેલું લઈ આવું, હવે એમ થાય છે કશાની જરૂર નથી, તો રહેવા દેને દોડધામ શા માટે કરવી? એટલે પોતાના સ્વભાવમાં, પ્રકૃતિની અંદર પરિવર્તન આવવા માંડ્યું છે. જો પોતાને ક્લોઝલી જોશે તો એને ખ્યાલ આવશે, કારણ કે સાધના કરશે તો આ થવાનું નિશ્ચિત છે કે તમારા ક્રોધ, માન, માયા, લોભ જશે જ, અને જો નથી ગયા મતલબ તમે સાધના બરાબર નથી કરી, કંઈક ગડબડ છે, તપાસ રાખો; ખાલી આમ હાક્યે નહી રાખવાનું કે થઈ જશે થઈ જશે, બધું સમર્પણ કરી દીધું છે એટલે બધું થઈ જશે એવું નહીં એમ કહેવા માંગે છે.
એટલે જે એ સીમારેખા છે કે જ્યાં સુધી પ્રકૃતિના પરમાણુનો દબાવ છે અને ત્યાં માયા પ્રેરિત કર્યા કરે છે, એ બધા કાર્યો કોના છે? માયાના કાર્યો. હવે એક વખત તમે પ્રકૃતિના દબાવમાંથી, પરમાણુઓની અસરોમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા, મહાત્મા બની ગયા, સ્વતંત્ર થઈ ગયા; હવે પછીના જે કઈ કાર્યો છે તે કેવા છે? પરમાત્માના છે, દિવ્ય પુરુષના છે અને રાજાધિરાજના છે, એ બધા જ કાર્યો કેવા છે? દિવ્ય છે, અને એવા કાર્યોથી હંમેશા જગતનું કલ્યાણ જ થાય બીજું કંઈ ના થાય, અને તેનાથી બધાનો અભ્યુદય જ થાય ઉત્કર્ષ જ થાય. એટલે જે સાક્ષાત્કારી મહાપુરુષ છે તેને સાક્ષાત્કાર થઈ જાય ત્યાર પછીથી તે દેહ ત્યાગ થાય ત્યાં સુધીના ટાઈમની અંદર તમે જોશો કે અદભુત કાર્યો થતા હોય છે, અને દેહ ત્યાગ કર્યા પછીથી પણ એ તો વિશ્વરૂપ બની જાય છે, પરમાત્મા સ્વરૂપ બની જાય છે.
એટલે એની જે જે જે બાબતો એને કહેલી કરેલી હોય છે એ બધી અનેક તીવ્રતાથી, એ મહાપુરુષે પૃથ્વી પરથી ભલે વિદાય લઈ લીધી હોય પણ જે એમનું કાર્ય એમને શરૂ કરેલું હોય ને તે અતિ તીવ્રતા પકડી લે છે એટલા માટે. એટલે સાધક પ્રકૃતિથી પર થવા માંડે પછી ઉપર ઉઠવાનો પુરુષાર્થ માંડે છે અને તેમાં ધીરે ધીરે ધીરે લાગેલો રહે છે, વધુને વધુ તેમાં રહી જાય છે. હવે તે પ્રકૃતિનો આશિક-ચાહક મટી અને પરમાત્માનો ભક્ત થઈ જાય છે, પરમાત્માનો ભક્ત થઈ જાય છે તે ક્ષણે. ઈશ્વર, ઈષ્ટ, સદગુરુ—આ ત્રણેય પર્યાયવાચી છે. કોણ? ઈશ્વર, ઈષ્ટ અને સદગુરુ ત્રણે એક જ છે, પર્યાયવાચી શબ્દો છે, તમે ગમે તે કહો એ ભગવાન જ છે. જે કહે છે તેના હવે પરમાત્મા રથી, ખેવૈયા, નાવિક, નેવિગેટર બને, સ્વયં આત્માથી જાગૃત થઈ અનુરાગી સાધક ભક્ત પ્રેમીનું સ્વયં પથ સંચાલન કરવા લાગે છે ૧૦૦% ટકા, ૧૦૦ ડિગ્રી; દરેક કક્ષાએ એનું સંચાલન પછી હવે એ જ કરવા લાગે.
પૂજ્ય મહારાજજી કહેતા હતા કે જે પરમાત્માની આપણને ચાહ છે, જે તલ પર આપણે ઊભા છે એ તલ પર સ્વયં પરમાત્મા ઉતરીને આત્માને જાગ્રત ના કરે ત્યાં સુધી યોગ્ય રીતે સાધનાનો આરંભ થતો જ નથી. साધના જો તમે કરવાની શરૂઆત કરવા માંડી છે એનો મતલબ તમે સમજી જજો કે પરમાત્મા તમારી સમીપ આવી ચૂક્યા છે, તમને પ્રેરણા કરી ચૂક્યા છે કે, "ઉઠ હવે, ચલ મારી સાથે." એમ કરીને એવી રીતે તમે સાધના કરજો અને તમે અનુભવ્યા કરશો કે પરમાત્મા સદૈવ તમારી સાથે સાધના પથમાં છે, અને એટલે કહે છે કે ત્યારબાદ જે સાધકને પ્રાપ્ત થાય છે સાધના કર્યા કરતા, તે એની દેન છે, કેવળ કૃપા જ છે. એટલે જેટલું પણ તમે આ કરવા બેસી શકો—૧૦ મિનિટ, ૧૫ મિનિટ, એક કલાક, બે કલાક, ચાર કલાક—તો માનજો કે એની કૃપા છે અને એ કરાવે છે, તમે કરતા નથી. સાધક તો માત્ર નિમિત્ત છે, તે તો સંકેત અને આદેશ અનુસાર ચાલે છે.
સાધકનો વિજય એ પણ એની દેન છે, વિજય એને અપાવે છે ત્યારે એ થાય, બાકી તો ૮૦ વર્ષથી આમ આમ કર્યા જ કરતો હોય કઈ મેળ ના પડે; કઈ દેખાયું તો કે નથી દેખાયું, કઈ થયું તો કે કઈ નથી થયું. ૮૦ વર્ષ ગયા પાણીમાં ને પાછો જવાનો, હવે કઈક ઘોડો, બગલો કે મગર બનશે પાછું, એ વાત જુદી ભાઈ! બાકી રહેલું કઈક તો પૂરું તો કરવું પડશે ને? અટક્યું છે એનું કંઈક કારણ છે તો કંઈક તો ગ્રેવિટી એની પાસે ભેગી થયેલી હોવી જ જોઈએ, તે પહેલા એને ડિસ્પોઝ કરાવવા માટે મોકલશે કે, "જા, તું જઈ આય કે હલકો થઈ ના જતા." એટલે આ બધા નરક છે ને બધા ટોયલેટ છે ખરેખર, એટલે ત્યાં જઈને હળવો થઈ આવે, ફ્રેશ થઈ જાય પછી આવે પાછો મનુષ્ય દેહની અંદર, પછી પરમાત્મા કે, "ચાલ હવે તને આગળ લઈ જાવ, હવે તારાથી ચલાશે." આ તો આમ કરતો હોય તો બધા શું કહે છે? ચાલવાનું છે ને! પેલો કે, "જઈએ પહેલા જઈએ, આ પછી આપણે આગળ જઈશું." કે બધા રાહ જોતા ઊભા રહે, પરમાત્માએ રાહ જોતા હોય.
તમે આમ આટો મારીને નરકમાં જઈને પાછા આવો તો આ સુધીને રાહ જોવે, "ચાલ કે આવી ગયો? હવે ચાલ, ચાલી આગળ ચાલીશું." તો કે, "ચાલો." એટલે તમારી હા હા છે, એ તો ઊભા જ છે પરમાત્મા તો પ્રતિપલ, પ્રતિક્ષણ, પણ આવો અનુભવ થવો જોઈએ સાધકને. આવું એવા પ્રકારનું એનું જેને કહેવાય કે દર્શન થઈ જવું જોઈએ કે આ કશાનો કર્તા હું નથી, સાધકનો વિજય એ પરમાત્માની દેન છે. આવા અનુરાગી માટે ઈશ્વર પોતાની દ્રષ્ટિથી જુએ છે, એને પોતાની દ્રષ્ટિ આપે છે, દિવ્ય દ્રષ્ટિ છે પરમાત્માની, એ જ દિવ્ય દ્રષ્ટિ એ તમને પણ આપે છે, તેને દેખાડે છે અને કહે છે કે, "મારા દ્વારા મરાયેલા શત્રુઓને હવે તું માર." સમજ પડી દાદાએ શું કીધું તું અહીંયા આગળ? "આ બધા તમારા પાપો નાશ કરી નાખ્યા, બધું ખતમ કરી નાખ્યું છે મેં." પછી કે છે કે, "હવે જો તને અડચણો લાગતી હોય, કશું થતું હોય, કઈ આમ હોય, રોજ થોડો ટાઈમ સામાયિકમાં બેસજે, એવી રીતે તારો બેકલોગ પૂરો કરી નાખજે." આ બેકલોગ પૂરો કરાવે છે, માટે દાદાનો કોઈ મહાત્મા નરકમાં જવાનો નથી.
એને હવે બે-ત્રણ જન્મ કરાવશે શું, પણ એ બધા જ પદ્ધતિસર હશે, સાધનાના હશે અને જો એકદમ પરફેક્ટ ચાલ્યો એની આજ્ઞા ઉપર કે "હું શુદ્ધાત્મા છું" બસ એની પર લટકી ગયો, તો એક જન્મ; એ જે કહેતા હતા તે આ છે. એટલે કહે છે કે, "મારા દ્વારા મરાયેલા શત્રુઓને તું માર." શું કીધું? એટલે એમને શું કર્યું? "આ બધું ડિસ્ચાર્જ છે, હવે ડિસ્ચાર્જ છે તે તું તારી રીતે પૂરું કરી દે, તારું ચાર્જિંગ મેં ખલાસ કરી નાખ્યું છે એટલે હવે તને નવા કર્મો બનશે નહીં." એ જે બાબત હતી તે આ છે, પહેલા જ ખતમ કરી નાખ્યા છે. "હા, હવે તું આ બાકીના બધાને ડિસ્પોઝ કર, સો મેં તો મારી નાખ્યા છે, હવે તારા ભાગે ખાલી મળદા ઊભા કરવાના છે, ભેગા કરવાના છે અને આ બધાનો દાહસંસ્કાર કરવાનો છે જ્ઞાનમાં રહીને." એ કહેતા હતા એ, હવે સંજયે કહ્યું કે આ જે કઈ અર્જુને જોયું ને એ બધું સંજયે તો જોયું જ તું પાછું આ બાજુએ.
અજ્ઞાન આચ્છાદિત મન એટલે આંધળો ધૃતરાષ્ટ્ર, કઈ મુગટ-બુગટ પહેરીને કોઈ માણસ બેઠો નથી પરંતુ આવું મન. સંજયના માધ્યમથી—સંજય એટલે સંયમ, જે સંયમધારી થાય એને આ બધું દેખાઈ શકે, એને દૂરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે, બધાને ના થાય—સારી રીતે દેખી, સાંભળીને સમજી શકે. કેશવના વચનો સાંભળીને થરથર કાંપતા એવા મુગટધારી અર્જુને હાથ જોડીને બીતા બીતા ગદગદ કંઠે ફરીથી કહ્યું કે, "હે અંતર્યામી ઋષિકેશ! આ બધું જ યોગ્ય છે કે આપની કીર્તિથી લોક આનંદ પામે છે અને આપના પ્રત્યે પ્રેમ કેળવતા થાય છે. આપના મહિમાથી ભયભીત રાક્ષસો આમ-તેમ નાશભાગ કરે છે અને આ સિદ્ધોના જે તમામ સંઘો છે તે પણ આપને નમસ્કાર કરે છે. હે મહાત્મા! બ્રહ્માના પણ આદિ સર્જનહાર," બ્રહ્મા એટલે મન તમારું પોતાનું, "એના પણ સર્જનહાર અને સૌથી મોટા એવા આપને તેઓ શા માટે નમસ્કાર ના કરે?
મજા છે એમની. આપ સત અને અસત અને તેનાથી એ સદાય પર એવા અક્ષર બ્રહ્મ છો, જે ક્યારેય ક્ષર થતા જ નથી એવા અક્ષર બ્રહ્મ તમે છો." અર્જુને તો એમનું અક્ષર સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કર્યું હતું બુદ્ધિના સ્તરે કે કોઈ કોરી કલ્પના બજારમાં રાચીને માની લેવા માત્રથી કોઈ આવી સ્થિતિમાં આવી શકતો નથી. અર્જુનનું પ્રત્યક્ષ દર્શન એ એની આંતરિક અનુભૂતિ છે અને આ અનુભૂતિ તમને પણ થઈ શકે છે. આગળ એણે સહવિનય કહ્યું: "આપ તો આદિદેવ અને સનાતન પુરુષ છો." અને હવે બધું આમ સ્પષ્ટ થઈ ગયું, ખબર પડી ગઈ. આપ આ જગતના... અત્યારે આ જે અર્જુન બોલે છે, સાક્ષાત્કાર થશે ત્યારે તમે પણ આજ બોલતા હશો અને તમારા હૃદયના, મનના ભાવો આજ હશે. એ કહે છે કે, "આપ તો આદિદેવ છો, સનાતન પુરુષ છો. આપ આ જગતમાં પરમ આશ્રય અને જાણવાવાળા છો, જાણવા યોગ્ય પણ આપ જ છો. આપ જ પરમધામ છો અને હે અનંતસ્વરૂપ!
આપનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, આપ સર્વત્ર છો. આપ જ વાયુ, યમ, અગ્નિ, વરૂણ, ચંદ્ર, પ્રજાપતિ, બ્રહ્મા અને બ્રહ્માના પણ પિતા આપ જ છો. આપને આપને હજાર વાર નમસ્કાર હોજો, ફરીથી પણ નમસ્કાર હોજો." અતિશય શ્રદ્ધા અને ભક્તિને કારણે વારંવાર નમસ્કાર કરવા છતાં પણ ધરાતો નથી. આગળ અર્જુન કહે છે કે, "હે અત્યંત સામર્થ્યવાન! આપને આગળ અને પાછળથી નમસ્કાર હોજો. હે સર્વાત્મન! આપને બધી બાજુઓથી નમસ્કાર હોજો, કેમ કે આપ અત્યંત શક્તિશાળી છો, અપાર પરાક્રમ વાળા છો. આપ સર્વને આવરી રહેલા હોવાથી સર્વસ્વ સ્વરૂપ આપ જ છો અને સર્વત્ર છો." આપ તો આ રીતે વારંવાર નમસ્કાર કરી કરીને ભયભીત થઈ ગયેલો અર્જુને પોતાની બધી ભૂલો જે ભૂતકાળમાં થઈ ગઈ હતી, તે બધાની ક્ષમા યાચના કરવા માંડી હવે. હવે ૪૧મા શ્લોકની અંદર આગળ કહે છે કે, "આપનો આ મહિમા ના જાણતા મેં સખા માનીને, હે અર્જુન!
હે કૃષ્ણ! હે યાદવ! હે સખા! આવું આવું સંબોધન કરી અને પ્રમાદથી કે પ્રેમથી પણ અનુચિત વચનો કહ્યા છે, ભગવાન મને માફ કરજો. હે અચ્યુત! રમતા, સૂતા, બેસતા કે ભોજન કરતા, એકાંતમાં કે ઘણા લોકોની વચ્ચે મેં વિનોદ ખાતર આપનું અપમાન કર્યું હોય," કોકને માન આપ્યું પણ કોકનું અપમાન થઈ ગયું ત્યાં પણ તે જ છે, હવે એને બધો ખ્યાલ આવવા લાગ્યો, "કે મારાથી આવું પણ જો કંઈ થયું હોય કેવળ વિનોદ ખાતર એટલે આમ જરાક મજાક-મસ્કરીમાં, શું વાતો છે કેમ એવી રીતના? પણ જો મેં તમારું અપમાન કર્યું હોય તો તે માટે ક્ષમા કરવા હું આપને વિનંતી કરું છું, મને માફ કરો." કેવી રીતે ક્ષમા કરે? "આપ આ ચરાચર જગતના પિતા છો, ગુરુથી પણ મોટા એવા ગુરુ છો, અત્યંત પૂજનીય છો, અપ્રતિમ પ્રભાવવાળા આ ત્રિલોકમાં આપના સમાન બીજો કોઈ નથી." અનંત હોય એના સમાન કોઈ બીજો હોઈ શકે ખરો?
"તો આપના કરતાં અધિક તો ક્યાંથી હોય? આપ સખા પણ નથી કેમ કે સખા તો સમકક્ષ હોય." હવે એને પોતાની ભૂલ સમજાવવા માટે, "આપ ચરાચરના પિતા છો આથી સાષ્ટાંગ નમસ્કાર કરીને હું આપને પૂજ્ય પરમાત્માને પ્રસન્ન થવા વિનંતી કરું છું. હે દેવ! પિતા જેમ પુત્રના, મિત્ર જેમ મિત્રના અને પતિ જેમ પ્રિયાના અપરાધોને સહન કરી લે છે, તેમ આપ પણ મારા અપરાધો સહન કરી લો પણ મને માફ કરો." હવે આ કયા અપરાધો? તો કહે છે કે, "મેં ક્યારેક હે યાદવ, હે સખા, હે શ્રીકૃષ્ણ એવું કહ્યું હતું સમાજની વચ્ચે કે એકાંતમાં પણ આવું કહ્યું, જમતા કે સૂતા કહ્યું હતું." જુઓ જરા, શું આ બધા અપરાધો થયા હતા? તેવો કૃષ્ણ, યાદવ અને સખા તો હતા જ, સ્વયં કૃષ્ણ પોતાને અર્જુનનો મિત્ર તો માનતા જ હતા. અહીં એક વખત શ્રીકૃષ્ણ કહેવા બદલ અર્જુન અનંત વાર ગદગદ થઈને પગે પડીને ક્ષમા યાચના કરે, તો જપ કોનો કરવો?
નામ કોનું લેવું? વાસ્તવમાં યોગેશ્વરે ચિંતનનું વિધાન બતાવ્યું છે, એ જ રીતે સૌએ કરવું. એમણે અગાઉ કહ્યું છે કે, "ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્ મામનુસ્મરન્" અર્જુન 'ઓમ્' બસ, આટલો જ ઉચ્ચાર અક્ષય બ્રહ્મના પરિચય આપનારો છે, એનો તું જપ કર અને મારું ધ્યાન ધર. કેમ કે પરમભાવમાં પ્રવેશ મેળવ્યા બાદ એ મહાપુરુષનું નામ પણ આજ નામ થઈ જશે, પછી એ શ્રીકૃષ્ણ નથી રહેતા એ 'ઓમ્' જ રહી જાય છે એમ કહેવા માંગે છે. દરેકના નામ-રૂપમાંથી નામ જતું રહે છે અને પછી તે ઓમ્, ઓમ્, ઓમ્, ઓમ્, ઓમ્ થઈ જાય છે. અલગ અલગ સમયે ભલે તમને સાક્ષાત્કાર થાય, પણ જે પળે તમારો સાક્ષાત્કાર થાય તે વખતે તમારું મૂળ નામ લઈ લેવાનું, જે સમાજે આપેલું છે એ નામ જતું રહે, તમે 'ઓમ્' તરીકે ઓળખાશો, બીજી કોઈ રીતે ઓળખાય તમારી કોઈ ઓળખાણ નથી, કોઈ હેસિયત જ નથી પછી. બસ પૂરું થઈ ગયું, જે કઈ હતું એ ત્યાં બધું સમર્પિત થઈ જશે.
એટલે કહે છે કે જે અવ્યક્ત તત્વનો પરિચય આપે છે, એટલે પ્રત્યેક મહાપુરુષનું આજ નામ થાય છે જે અવ્યક્ત તત્વનો પરિચય આપે છે, તે કયું છે? 'ઓમ્'. આવો પ્રભાવ જોઈને અર્જુનને લાગ્યું કે શ્રીકૃષ્ણ ના તો કાળા છે, ના તો ગોરા છે, ના તો સખા છે, ના તો યાદવ છે; તેઓ તો માત્ર અક્ષય બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છે. સંપૂર્ણ ગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણે સાત વખત ઓમકારના ઉચ્ચારણ પર ભાર મૂક્યો છે, ૧૮ અધ્યાયની અંદર સાત વખત તમને આ વારેવારે કીધું છે કે તમારે જપ કરવો હોય તો કૃષ્ણ કૃષ્ણ ન બોલતા, ઓમનો જાપ કરવો. લોકો ઓમ જપવાના અધિકાર-અનધિકારની ચર્ચાઓમાં જ હજી તો વ્યસ્ત છે ઘણા; કૃષ્ણ, રાધા, ગોપીઓના નામ એ બધા જલ્દી જલ્દી ખુશ કરવાની લાલચમાં જપે છે, "રાધે રાધે!" પુરુષ શ્રદ્ધામય છે અને તેમની આ જાપ કરવાનું, તેમની ભાવુકતા. જો તમે સાચા ભક્ત હોય તો પ્રભુના નિર્દેશ આદેશોનું જ તમે પાલન કરશો, તે અવ્યક્ત સ્વરૂપ હોવા છતાં પણ આજે તમારી સામે નથી પરંતુ એમની વાણી આદેશ તમારી પાસે છે, તો પાલન કરજો.
હા, જેવો અભ્યાસ કરે છે ગીતાજ્ઞાન તથા યજ્ઞને જાણીને શુભ લોક અવશ્ય પ્રાપ્ત કરી લે છે તેઓ, માટે અધ્યયન અવશ્ય કરજો. પ્રાણ અને અપાનના ચિંતનમાં કૃષ્ણ નામનો ક્રમ પકડમાં આવશે નહીં, આથી ઘણા લોકો ભાવવિભોર થઈને "રાધે રાધે" કહે છે; અધિકારી નહીં તો તેના સગા-વહાલાને પકડી અને તેમના મારફતે કામ કરાવી લેવું, એવી એ પરંપરામાં રાચે છે કે આપણે રાધાને પકડીશું એટલે કૃષ્ણ પકડમાં આવી જ જશે આપણા, એમની આ અંડરસ્ટેન્ડિંગ આવી છે! વ્યવહારની અંદર એવું કહે છે કે સાહેબ તો બહુ દૂર છે કે સાંભળે નહી, આપણે એક કામ કરીને મેડમને કહી દઈશું એટલે સાહેબ મૂકીને પહોંચી જ જશેને પછી તો, એવી રીતના લોકો કામ કરાવે જ છે. એટલે અહીંયા આ અધ્યાત્મની અંદર લોકોએ આ જ વ્યાપાર શરૂ કરી દીધો છે, આ જ ટ્રાન્જેક્શનો કર્યા કરે છે. એટલે કહે છે કે લોકો માને કે ભગવાનને ત્યાંય આવું જ હશે, તો કૃષ્ણ કહેવું છોડી દે છે અને પછી રાધે રાધે શરૂ કરી દે છે; કદાચ તે શ્યામનો મિલાપ કરાવે પણ બંનેનું ફળ ભાઈ અલગ અલગ છે.
રાધા એટલે પ્રકૃતિ છે, તું રાધે રાધે કર્યા કરીશ, પ્રકૃતિમાં જ રાચીશ ત્યાં સુધીને પહોંચીશ. કારણ? કારણ કે પ્રકૃતિ ક્યારેય પરમાત્માનો પાર પામી શકતી નથી, માટે સાવધાન! વોર્નિંગ છે તમારા માટે, કોઈનું કહેવું માનીને આ બધું શરૂ ના કરી દેતા પરંતુ કૃષ્ણના આદેશને અક્ષરશઃ માનો. કૃષ્ણએ શું કીધું ગીતામાં એ જાણો એમ કહે છે, ઓમનો જાપ કરો. હા, રાધા જેવી લગની જરૂર લગાડજો; ઓમ ઓમ કરવામાં રાધા જેવી લગની લગાડજો. ઘણા ગુરુ ગુરુ કે ગુરુના પ્રચલિત નામ ભાવવશ જપવા માંડે, પરંતુ પ્રાપ્તિ બાદ તે મહાપુરુષ જ્યારે પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારબાદ—સાક્ષાત્કાર થયા પછીથી પ્રત્યેક મહાપુરુષનું એક જ નામ છે તે છે 'ઓમ્' જે અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત છે, વ્યક્ત નથી, ઓમ્ ત્યાં જાય બસ. ઘણા પૂછે છે કે, "ગુરુદેવ! ધ્યાન તમારું ધરીએ તો ગુરુ ગુરુ, કૃષ્ણ કૃષ્ણ કે જે તે મહાત્માનું પ્રચલિત એવું નામ કેમ અમે ના જપીએ?" અહીં ભગવાને સ્પષ્ટ કીધેલું છે કે જાપ ઓમનો કર.
હવે આને લીધે શું થયું કે અર્જુને શ્રીકૃષ્ણ પાસે પોતાના અપરાધોની ક્ષમા યાચના કરી, એમને સ્વાભાવિક રૂપમાં પ્રત્યેક્ષ થવા માટે પાછી વિનંતી કરી. શ્રીકૃષ્ણ તરત માની ગયા અને સહજ પૂર્વરૂપ બની ગયા, શ્રીકૃષ્ણના સ્વરૂપમાં આવી ગયા, એટલે કે અર્જુનને એમને ક્ષમા આપી દીધી. અગાઉ તે પોતાને મિત્રને ધનુર્વિદ જ્ઞાની સમજતો હતો પણ પરમાત્માનો પ્રભાવ જોયા પછીથી, અગાઉ ના જોયેલું એવું પ્રભુનું વિશ્વરૂપ જોઈ લીધા પછીથી એ ખૂબ હર્ષિત તો થયો પરંતુ ભયભીત થઈ ગયો, આથી કીધું કે, "હે દેવ! આપ પ્રસન્ન થાવ, આપનું પેલું રૂપ જ મને બતાવો." કયું કયું રૂપ? "કે હું આપને મુગટ, ગદા, ચક્ર વાળા મૂળ સ્વરૂપે જોવા માગું છું. તમે જે મૂળ સ્વરૂપમાં હતા ને, બસ એ જ સ્વરૂપનું મને તો દર્શન કરાવો." "પેલું સ્વરૂપ તો તમારું અતિ અતિ ઉગ્ર છે કે હું સહન નથી કરી શકતો અને એની સામે જોયા પછી તે મને ખ્યાલ આવી ગયો છે કે હું તો છું જ નહીં, હું તો છું જ નહીં, મેં તો કુછ ભી સાથ નહીં મને બિલકુલ માલૂમ પડી ગયું." આવો પ્રભાવ ને આવું વિશ્વરૂપ જોયા પછી પણ અહંકાર ઊભો રહે ખરો?
એટલે આવી અર્જુનની પ્રાર્થના સાંભળ્યા પછી શ્રીકૃષ્ણ બોલ્યા: "અર્જુન! તારા પર પ્રસન્ન થઈને મારી યોગશક્તિ વડે મેં તને મારું તેજસ્વી, વિશ્વવ્યાપી, અનંત, શ્રેષ્ઠ અને આદિ સ્વરૂપ બતાવ્યું છે, જે તારા સિવાય આ પહેલા બીજા કોઈએ જોયું નથી. આ વિશ્વરૂપ મનુષ્ય લોકમાં વેદાભ્યાસ વડે, યજ્ઞ વડે, દાન વડે, અનુષ્ઠાનો વડે કે ઉગ્ર તપશ્ચર્યા કર્યા વડે પણ તારા સિવાય બીજા કોઈથી જોઈ શકાય એમ નથી." હવે જો આવી વાત કરી છે એમણે તો તો આ ગીતા અર્જુન સિવાય બાકીના આપણા બધા માટે તો બેકાર જ થઈ ગઈ ને? એનો અર્થ શું? ખાલી અર્જુનને જ વિશ્વરૂપ દર્શન કરાવી દીધું, એમને વાત પતી ગઈ ત્યાં આગળ, પછી ગીતા શું કરવા વાંચીએ સાંભળીએ આપણે? એટલે કહે છે કે અર્જુન, સવાલ એ છે કે યોગ્યતા શું અર્જુન સુધી સીમિત છે? તો કહે છે, ના. હવે આગળ ભગવાન કહે છે કે અર્જુન, રાગ, ભય અને ક્રોધ રહિત.
રાગ, ભય અને ક્રોધ રહિત; ભય પણ ના હોવો જોઈએ, જો રાગ તમારો જતો રહેશે તો ભય રહી ગયો હશે તો પણ નહીં ચાલે, અને ત્રીજો ક્રોધ રહિત—કોક દાડો ભલે આવતો હોય વર્ષે એક દાડો પણ એવો ક્રોધ પણ નહી ચાલે અંદર. અંદર ક્રોધિત હોય બહાર કોઈ દિવસ ગુસ્સો ના કરે ભઈ, પણ આંતરડા ફાટી પડે ક્રોધમાંને ક્રોધમાં, શું અલ્સર થઈ ગયું, ફલાણું થઈ ગયું, સાહેબ ડોક્ટર પાસે જાવ ત્યારે ખબર પડે, તો બધું કાઢીને અંદર જુવે ને! "એટલે અનન્ય ભાવ મનથી મારા શરણે આવનારા ઘણા લોકો જ્ઞાન અને તપથી પવિત્ર થઈને સાક્ષાત મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે." તો શું અર્જુન કોણ, આ શરીર છે તે? તો કે ના, અર્જુન એટલે અનુરાગ. હવે અનુરાગ વગરના કોઈ જોઈ ના શકે, માટે તમામ દિશાઓમાંથી મનને પાછું વાળીને એકમાત્ર ઈષ્ટમાં રાગ, એ જ અનુરાગ છે બસ આ જ, બીજું કઈ કરવા યોગ્ય નથી.
એવી અંદરથી ખાતરી તમને જે દિવસે થઈ જશે તમે એ વસ્તુ જ કર્યા કરતા હશો અને બીજું કંઈ જ નહી કરો, આ અમને ખાતરી છે. તો અનુરાગી માટે પ્રાપ્તિનું આ વિધાન છે; જો તમે અનુરાગી છો તો નિશ્ચિત પણે તમને આ વિશ્વરૂપ દર્શન એક દિવસ અવશ્ય થશે, થશે અને એ જ આત્મસાક્ષાત્કાર. "મારું વિકરાળ રૂપથી તને વ્યથા ના થાઓ, તારામાં એથી મૂઢતા ના આવો." આમ સ્તબ્ધ થઈ જાય ને માણસ એટલા માટે એને અર્જુનને કહે છે કે, "આવું બધું જોઈને તું એકદમ મૂઢ ના થઈ જતો પાછો, સમજ. ભય રહિત થા, પ્રસન્નચિત્ત થા અને બનીને ફરીથી તું મારું મૂળ સ્વરૂપ જો પાછો." અસર તો થઈ જાય ને એકદમ આવું બધું જોઈ લીધું હોય તો! પછી હવે આગળ સંજય કહે છે કે પેલા ધૃતરાષ્ટ્રને પાછું એને સંભળાવવાનું છે ને, એટલે આગળ કહે છે કે આમ વાસુદેવ ભગવાને પોતાનું મૂળ સ્વરૂપ ફરી બતાવ્યું અને અર્જુનને આશ્વાસન આપ્યું.
ત્યારે આશ્વસ્ત થયો અને ત્યાં એનો શ્વાસ હેઠો બેઠો, આ સુધીને તો ઉપડ્યો તો બરાબર! "પછી ફરી એણે તો પ્રાર્થના કરી: હે જનાર્દન! આપનું સૌમ્ય સ્વરૂપ, મનુષ્ય રૂપ જોઈને હવે હું પ્રસન્ન થયો." મનુષ્ય રૂપ જોઈને પ્રસન્ન, પેલું જોયું એટલે ભડકી ગયો બરાબરનો! "હવે મારી સ્વસ્થતા પાછી આવી." અને આમ અર્જુને બે બાહુ વાળા મહાપુરુષ, ચતુર્ભુજ અને સહસ્ત્ર અનંત બાહુ વિશ્વરૂપ સુધીના બધા દર્શન કરી લીધા. વસ્તુતઃ પ્રાપ્તિ બાદ મહાપુરુષ પણ ચતુર્ભુજ કે અનંતભુજ જ કહેવાય. ગઈ કાલે જ દાખલો આપતો કે એ છે ને તો હાથ હલાવ્યા વગર પેલી કોક સ્ટીમરને આમથી આમ કાઢીને મેલી દે, વમળની અંદરને ડૂબવાની તૈયારી થઈ હોય તો એ ઉપાડીને બહાર મૂકી દે, એમાંથી કોઈને ખબર ના પડે કે શું થયું. એટલા માટે એને અનંત બાહુ કીધો કે ભાઈ, એ અહીં આગળ હાથ પણ હલાવ્યા વગર ક્યાંય જઈને કશું પણ કરી શકે એટલી બધી પ્રચંડ શક્તિઓ એમ કે એ મહાપુરુષની અંદર આવી જાય છે, કારણ કે પરમાત્મા સાથે એકરૂપ છે એટલા માટે.
અહીં જોડાયેલો હશે તે બધું જ કરી શકશે અને અહીં જોડાયો નથી તે તો પામર છે, પૂરેપૂરો મરે પણ નહી એમ, અડધોય મરે નહી પામર; દર વખતે થોડો થોડો, થોડો થોડો, થોડો મર્યા કરે એને પામર કહેવાય, ક્ષણે ક્ષણે મર્યા કરે એને પામર કહેવાય લો, આવી વાત છે! હવે બે બાહુવાળા મહાપુરુષ અનુરાગીની સમક્ષ હોય પરંતુ અન્યત્ર ક્યાંકથી કોઈ સ્મરણ કરે, અહીંયા બેઠેલા હોય સામે બરાબર પણ કોઈ પાછો ત્યાં આગળ બેઠેલો કોક સ્મરણ કરે એટલે શું થાય? એ મહાપુરુષનો જે સ્મરણ કરતા છે એનાથી જાગ્રત થઈ, એનો રથી થઈને પછી ત્યાં એનું માર્ગદર્શન કરી આવે. અહીં બેઠા બેઠા જ હોય અહીંયા કોઈને ખબર જ નથી, ત્યાં બધો ખેલ રચાઈ ગયો હોય, એ પૂરો થઈ ગયો હોય ત્યાં આગળ તો કેટલું બધું કામ કરી આવ્યા હોય! એટલે આવી રીતે તે જ મહાપુરુષ એ સ્મરણકર્તાથી જાગ્રત થઈ અને એમનું માર્ગદર્શન પણ કરે છે.
ભુજા એ કાર્યનું પ્રતીક છે. ચતુર્ભુજ, સહસ્ત્રબાહુ આ જે કહેવામાં આવે છે ને—સો હાથવાળા ને હજાર હાથવાળા ને અનંત હાથવાળા—એનો મતલબ એ કંઈ પણ કરવા શક્તિમાન છે, એનું એ પ્રતીક છે. અહીં તો લોકોએ ચિત્રામણ કરી દીધી, ચાર હાથ દોરી દીધા એમના—શંખ, ચક્ર, ગદા અને પદ્મ. એ લક્ષદોષ, સાધના ચક્રનું પ્રવર્તન, ઇન્દ્રિયોનું દમન અને નિર્મળ નિર્લેપ એવી કાર્યક્ષમતાનું પ્રતીક માત્ર છે શંખ, ચક્ર, ગદા ને પદ્મ, સમજાઈ ગયું? મહાત્મા શ્રીકૃષ્ણ બોલ્યા: "અર્જુન! તે જોયું તે મારું આ રૂપ જોવાનું અતિ દુર્લભ છે, દેવતાઓ પણ હંમેશા આ રૂપને જોવા માટે તલસે છે. તે જોયેલા મારા સ્વરૂપનું દર્શન અતિ દુર્લભ છે. તે કરેલું આ વિશ્વરૂપ દર્શન તો વેદ, તપ, જ્ઞાન કે યજ્ઞ વડે પણ થઈ શકે એમ..." એમ પણ વાત કરી દીધી. મહાત્મા કહે છે એક ઉપાય છે—સ્વરૂપનું જ્ઞાન, તેનું દર્શન અને ખરો અનુભવ માત્ર અનન્ય ભક્તિ વડે જ શક્ય બને છે અને અંતમાં તો જ્ઞાન પણ અનન્ય ભક્તિમાં જ પરિણમે છે.
દાદા કહેતા હતા ને કે જેવો સાક્ષાત્કાર કરશો, જ્ઞાન વિધિ લેશો પછી તમારી ભક્તિ શરૂ થશે, જ્ઞાન ભક્તિ કહેતા હતા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! કયા દાદા? પેલા દાદા આ પરબ્રહ્મ પરમાત્મા અને એ તો એ પોતે કહેતા હતા, અંતમાં પણ જ્ઞાન પણ અનન્ય ભક્તિમાં જ પરિણમે છે. એટલે અહીં કહ્યું કે, "અનન્ય ભક્તિથી મને જોઈ શકવા ઉપરાંત મને જાણીને મારામાં પ્રવેશ પણ મેળવી જ શકાય છે." આમ અર્જુને કોઈ પણ અનન્ય ભક્ત હોઈ શકે છે, તમારા માંથી કોઈ પણ અર્જુન હોઈ શકે. અંતે યોગેશ્વર કહે છે: "હે અર્જુન! જે પુરુષ મારા માટે નિર્દિષ્ટ કર્મ એટલે કે નિયત કર્મ યથાર્થ કરે છે, મારામાં જ પરાયણ બને તે જ મારો અનન્ય ભક્ત છે." ૫૪મા શ્લોકની અંદર એમણે ફાઇનલ વર્ડિક્ટ આપી દીધી છે, બાકી બધા નથી એમ માનીને ફરતા ફર્યા કરતા હોય તો કે મને વાંધો નથી એમ. માટે છેલ્લી વાત કરી આસક્તિથી મુક્ત બનીને.
મોહ છે એ જ આસક્તિ છે, મોહથી ખેંચાણ રહ્યા કરે કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે કોઈપણ ઘટનાની, એનાથી મુક્ત બની જા. ઘણી વખતે શું થાય છે? "આમ થશે, આમ થશે..." ૧૧ વાગ્યા, ૧૨ વાગ્યા, આ પેલું કંઈ ના આવ્યું, થયું નહિ, અત્યારે શું થયું એવું? એ આમ જે પેલું થયા કરતું હોય છે એ પણ એક જાતનો મોહ છે, આસક્તિ છે કે, "મારી અપેક્ષા પ્રમાણે થવું જ જોઈએ." આ મોહ છે, આસક્તિ છે આપણી ભાઈ, છોડી દે એને કે જે સમયે જે બને છે તે બને છે, સ્વીકાર. મોહ અને આસક્તિ છોડી દે, મને તો અહીંયા મળે છે; આ દાદા બોલે છે એમ એમને કહેલું છે. એટલે આસક્તિથી મુક્ત બનીને અનન્ય ભાવથી ધ્યાન કરો છો, નિર્ધારિત યજ્ઞની ક્રિયામાં પ્રવૃત્ત હો ત્યારે સામે રાગ, દ્વેષ, કામ, ક્રોધ દુર્જય શત્રુ રૂપે હોય જ છે બધા હાજર, અને તે રુકાવટોને દૂર કરવી તે જ યુદ્ધ છે; માટે તમે પણ એ જ યુદ્ધ કર્યા જ કરો અને પહોંચી જાવ, અંતિમ લક્ષ્ય પરમાત્મા છે તમારું.
ત્યાં સુધી સફળ શુભકામનાઓ! જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ!
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.