યથાર્થ ગીતા સાર — ૨૬
જય સચ્ચિદાનંદ. પુરુષોત્તમ યોગ પછીનો જે અધ્યાય છે તે છે દૈવાસુરસંપદ્વિભાગયોગ. ફરી સંપત્તિની વાતો કરી લઈએ થોડીવાર. આ ડિવાઈન ઇકોનોમિક્સ છે બધું. યોગેશ્વરની એક અદભુત શૈલી છે, આગવી શૈલી. દરેક મહાપુરુષની એક વિશિષ્ટ આગવી શૈલી હોય છે પ્રસ્તુત કરવાની. સૌપ્રથમ તેઓ વિશિષ્ટતાઓ રજૂ કરે છે જેથી જિજ્ઞાસુ, મુમુક્ષુ, સાધક તે તરફ આકર્ષાય. એટલે પહેલા વિશિષ્ટતાઓ બતાવે, પછી જિજ્ઞાસુ, મુમુક્ષુ, સાધક એ તરફ જરા થોડોક એટ્રેક્ટ થઈ જાય છે, ખબર પડી જાય એટલે. પણ ધીમે રહીને પછી મૂળ બાબતને રજૂ કરે. દાખલા તરીકે કર્મ—પહેલા કર્મ વિશે બોલ બોલ કરે. કર્મ એટલે પહેલાને એમ થાય કે આ શું હશે? પછી એટલે પછી એને કહેશે કે કર્મ એટલે મૂળ... દાખલા તરીકે કર્મ, તેઓએ બીજા અધ્યાયમાં જ પ્રેરણા આપી કે 'અર્જુન, તું કર્મ કર'. શું કહે છે? 'અર્જુન, તું કર્મ કર'.
એટલે બધાને એમ થાય કે મારે નોકરી-ધંધે જવાનું, ફેક્ટરીઓ ચલાવવાની, આ બધું કરવાનું, દોડધામ કરવાની—આ બધું બરાબર જ કરું છું કે, એવી રીતના થઈ જાય. એટલે પહેલા એમ થાય કે હું જે કરું છું એ બરાબર કરું છું, અને પછી એટલે આવો મોટાભાગનો જે અજ્ઞાની લોટ હોય છે ને, એ તો આ વાંચી વાંચીને જતો રહે ફેક્ટરીએ; પછી જતો રહે. મુમુક્ષુ હશે, સાધક હશે, એ જ ત્યાં ઊભો રહેશે કે શું કહે છે ભગવાન? લાય જરા સમજું તો ખરો એમ કરીને. એટલે પછી બીજા અધ્યાયમાં પ્રેરણા આપી અને કીધું કે 'અર્જુન, તું કર્મ કર', પણ ત્રીજાની અંદર શું કર્યું? તો કે નિર્ધારિત કર્મની વાત કરી. એમ એક સ્ટેપ આગળ ગયા કે કર્મમાં તો બધું બહુ હોય પણ તું નિર્ધારિત જે છે તેને જ કર્મ કહેવાય. પાછી એમણે એમને સ્પષ્ટતા કરી આપી, તે શું છે? તો કહ્યું કે યજ્ઞ કરવો એ જ કર્મ છે, ત્યાં પાછો એક ફરી મમરો મૂકી દીધો એમ કે યજ્ઞ કરવો એનું નામ કર્મ કહેવાય છે.
તો નિર્ધારિત કર્મ જે છે તે કર્મ છે, તે યજ્ઞ છે કહે છે. હવે ચોથામાં પાછી ૧૩-૧૪ વિધિઓથી યજ્ઞનું સ્વરૂપ એમણે સ્પષ્ટ કર્યું. ૧૪ વિધિઓ આપી છે બધી થઈને. શું એક-બે ત્રણ નથી, ગમે તે એક વિધિથી તમે પહોંચી જ જવાના છો, અંતિમ પરિણામ એ જ આવવાનું છે; તમારો અંતરાત્મા જે છે તે પુરુષોત્તમ થઈ જ જવાનો છે, પરમાત્મા બની જ જવાનો, લાગેલા રહ્યા તો જે. અને પછી ચોથા અધ્યાયની અંદર એમણે સ્પષ્ટતા શું કરી કે જે કરવું તે કર્મ છે. પછી આગળ કર્મની સ્પષ્ટતા આપી કે તેનો અર્થ છે યોગ ચિંતન આરાધના, જે મન અને ઇન્દ્રિયોથી ક્રિયાની સંપૂર્ણતા થાય છે. કર્મ એટલે સાંસારિક આપાધાપી હરગીઝ નથી, ઉથલપાથલ જે બધું કર્યા કરે છે એવું નહીં. વળી નવમા અધ્યાયની અંદર પાછું એમણે દૈવી-આસુરી સંપત્તિનો ઉલ્લેખ કર્યો અને પછી એમણે કીધું કે, આસુરી સંપત્તિવાળા મને તુચ્છ ગણીને પોકારે છે, બોલે છે કે 'હું પણ મનુષ્ય શરીરના આધારવાળો છું'.
એવું કહે છે કે, મને પ્રાપ્તિ આ મનુષ્ય શરીરમાં જ થઈ છે, પરંતુ આસુરી સંપત્તિવાળા મૂઢો મને ઉપાસતા નથી, મને ઉપાસતા નથી. બધા આટલી બધી શ્રીકૃષ્ણની ભક્તિ કર્યા કરે છે તેમ છતાં પણ એ કહે છે કે એ લોકો મને ઉપાસતા નથી—ખ્યાલ રાખજો, સૂક્ષ્મ ભેદ છે અહીંયા. એ લોકો શ્રીકૃષ્ણને જ ઉપાસે છે ને, તત્વને નથી ઉપાસતા એની અંદર જે પ્રગટ છે તે. પરંતુ આસુરી સંપત્તિવાળા મૂઢો મને ઉપાસતા નથી, જ્યારે દૈવી સંપત્તિવાળા મને અનન્ય શ્રદ્ધાથી ઉપાસે છે. હજુ સંપત્તિનું સ્વરૂપ, વર્ણન બધું બતાવતા નથી, હવે ૧૬મા અધ્યાયની અંદર એની સ્પષ્ટતા. એટલે પહેલા પ્રથમ દૈવી સંપત્તિ વિશે વાત કરે છે, શ્રી ભગવાનુવાચ: અભય—ભયનો સંપૂર્ણ અભાવને અભય કહેવાય. મહાપુરુષો, મોટા લોકો હંમેશા શું આપે? અભય આપે. દરેક પોતપોતાની રીતે આપે. મોટો રાજા હોય તો રાજદંડ આપે, હવે રાજદંડ જે હોય તેની અંદર શું હોય?
તો કે મૃત્યુદંડ આપે, એનાથી ઓછું આપે, સાટકા મારવાની સજા આપે, હાથ-પગ કાપી નાખવાની સજા આપે, કંઈ પણ આપે. હવે દાખલા તરીકે ન્યાયાધીશ, સેનાપતિ કોઈએ પણ આપેલી સજા હોય, પણ રાજા શું કરે? રાજા પાસે જઈને રજૂઆત કરે પછી રાજાને એમ લાગે કે આ તો મારો આશ્રિત છે અને આ લોકોએ આપેલી સજા થોડી વધારે પડતી લાગે, તો એ શું કરશે? અભય આપશે—ઇમ્યુનિટી, ઇમ્યુનિટી ફ્રોમ ફિયર. ફિયર ઓફ વોટ? સો મેની થિંગ્સ, બધામાંથી એને મુક્તિ, એને અભય કહેવાય. કોઈપણ પ્રકારે તું ભયભીત થઈશ નહીં કે તું મારા રક્ષણમાં છે, એવી જ્યારે સ્યોરિટી આપે. જો એક રાજા આપી શકે, તો મહાત્મા ન આપી શકે? જે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે, જેની પાસે સંપૂર્ણ ચરાચર જગતની અંદર કંઈ પણ કરવાની શક્તિઓ છે. પાંપણ પણ હલાવ્યા વગર એ કરી શકે છે કારણ... કારણ કે એ કેવા છે? અનંત બાહુ, અનંત પાદવાળા છે; અનંત આંખોવાળા, અનંત કાનવાળા છે.
એ મહાત્મા, મહાપુરુષ તમને દેખાય છે આવા, ભૂલ થાય છે ને? તત્વરૂપે જાણો કહે છે, અને અનંત બાહુ એ રૂપક છે એને જાણો—સર્વશક્તિમાન, એનીથિંગ, એનીથિંગ તમે જે ચાહે તે કરે. એમ બોલતા હતા ને જ્ઞાની ચાહે સો કરે, એટલે એની ઈચ્છા થઈ તો એ કરે પણ એમની ઈચ્છા હોતી નથી. આ જે દુનિયાવી લોકોને જેમ ચા પીવાની ઈચ્છા થાય છે એવી રીતના એને ઈચ્છા નથી થતી જ્ઞાનીને, એ તો કૃપા હોય છે અને એ તો સંકેત હોય છે અને એમાં એ પોતે તો પાછો નિમિત્ત હોય છે દેહધારી હોવાના કારણે કે ભાઈ ત્યાં ઉપસ્થિત છે એટલે. હવે દાખલા તરીકે પેલું ઉપરથી કંઈક ટ્રાન્સમિશન આપ્યું હોય કંઈક જાતનું, તો અહીંયા આગળ પેલી આવે છે ને શું કહે છે, મોટી એન્ટેના ડિશ, એ ઝીલે અને પછી આમ કંઈક ના મોકલી આપે છે ને. સંકેત ક્યાંથી આવ્યો છે? અંતરિક્ષમાંથી, બહુ જ પાવરફુલ પણ એને રિસીવ કર્યો છે અને આપે છે.
બસ, તો મહાપુરુષનું શરીર તો આવું યંત્ર બની ચૂક્યું હોય છે—એવરીથિંગ. એ જે છે ને દિવ્ય મેસેજ જે તમારે આવ્યો છે, જે જ્ઞાન આવી રહ્યું છે, જ્ઞાનબિંદુ આવી રહ્યું જે કંઈ આવી રહ્યું છે તે બધું પુરુષોત્તમ તરફથી આવી રહ્યું છે. પહેલા તો આ બાબતે તમે આશ્વસ્ત થઈ જાઓ કે બીજો કોઈ ક્યાંયથી કશું કરી શકે એવો હોતો જ નથી. હવે તમે નક્કી કરો કે જે કંઈ તમારી પાસેથી આવી રહ્યું છે, એ બધું ક્યાંથી આવી રહ્યું છે? પુરષોત્તમ તરફથી આવી રહ્યું છે. પરબ્રહ્મ પરમાત્માએ આ બધું તમને પ્રોવાઈડ કરવાની વ્યવસ્થા કરેલી, અને એની વ્યવસ્થા સંચાલનમાં કોઈ દિવસ ખોટ હોય? બુમાબૂમ શેની કરો છો કે આ નથી, આ નથી, આ જોઈએ, આ જોઈએ! શું કરે? અને તું જે માગે છે એ બધું આપે છે, પાછી તારી લાયકાત તો જો કે તુચ્છ પામર બનીને જીવે છે અને લાયકાત વગર તું કંઈક ઘણું મોટું માગી લે છે, તો પણ તને એ તો...
પહેલા શું કરે છે? લાયક બનાવી દે છે અને પછી તને આપે, આ એની પદ્ધતિ છે પરમાત્માની. એટલે દૈવી સંપત્તિ ત્યારે ભગવાને કીધું કે એટલે કે ભયનો સંપૂર્ણ અભાવ છે જ નહીં એમ, ભયનું અસ્તિત્વ જ ના રાખે તમારા માટે, એવા કરી આપે. બીજું, અંતઃકરણની શુદ્ધિ, નિર્મલતા. અંતઃકરણની શુદ્ધિ, પછી ત્રીજું, તત્વજ્ઞાન માટે ધ્યાનમાં દ્રઢતા. તત્વજ્ઞાન ઉત્પન્ન થાય, હવે જે જ્ઞાન છે તે તો બધે છે જ પણ એને તમે ઝીલી શકો, ધારણ કરી શકો એટલે પહેલા તમારે ધારણા કરાવે, પછી ધ્યાન બની જાય છે—એ જ ધારણા પરિપક્વ અવસ્થામાં. એ ધારણા શું બને છે? ધ્યાન બની જાય છે, કરવાનું નથી બેસવાનું, ફક્ત ધારણા જ કરવાની; ધ્યાન તો થઈ જ જાય, થઈ જ જાય, સમાધિ તો લાગી જ જાય. કારણ કે અત્યારની પરિપક્વ અવસ્થા છે. ૫૬ ડિગ્રીએ સ્નાન કરી શકાય પણ ૧૦૦ ડિગ્રીએ ના થાય, પાણી ફળફળતું છે પછી તો અહીં ફોડલા પાડે, આના માટે પછી યોગ્ય નથી.
એવી રીતે જ્ઞાન યોગ્ય નથી આના માટે જો અપરિપક્વ અવસ્થામાં આપી દેવામાં આવે છે તો બહુ તકલીફ પડે છે, એટલે એને સાચવી સાચવીને ધીરે ધીરે તૈયાર કરી કરીને આપવું. એ તો બહુ જલદ છે જ્ઞાન તો, કારણ કે તમે વિચાર કરો શું કીધું? એક ચિનગારી જ્ઞાનની અને લાખો મણ કર્મો બધા તમારા સાફ થઈ જાય જન્મોજન્મના. તમને ખબર છે કેટલા લાખ જન્મથી તમે ફરો છો અને કેટલા કર્મો પેદા કર્યા તમે? ગોડાઉન તો જુઓ જરા, આમ તપાસ તો એની તો કોઈ દાડો કરી જ નહીં, પણ એક ચિનગારી—ખતમ બસ, એ સ્યોરિટી છે પાછી. અને પાછું એવું કે કર્મોને બાળે છે, તમને નથી બાળતું. અગ્નિના દહ્યમાનસ્તુ—પાછા તમે કેવા છો? અગ્નિ તમને બાળી શકતો નથી, શસ્ત્ર તમને કાપી શકતો નથી, પાણી તમને ભીંજવી શકતો નથી, પવન તમને ઉડાડી શકતો નથી. બોલો, ચાર તત્વો તરફથી તો તમને ઇમ્યુનિટી આપી દે છે, એવા તો તમે છો જ ઓલરેડી.
અને કર્મો તમારા તો કે બસ ભસ્મીભૂત, બિલકુલ ભસ્મ અને એ ઉડાડી દે છે પછી કંઈ બાકી બચતું નથી કર્મોની અંદર. એટલે કહે છે કર્મ નિશેષ થઈ જાય. શું કહે છે? શાસ્ત્ર એવો શબ્દ વાપરે છે કે કર્મો કેવા થાય? નિશેષ. એટલે આ બોલતા હતા 'નિઃશેષ થઈ જાય' કરો, બધા એમ બોલ બોલ કરતા હતા. એટલે તો નિરંતર ચિંતન કોનું? પુરષોત્તમનું, પરબ્રહ્મનું, પરમાત્માનું. હવે સમજી જાઓ પણ એક વળી પાછો તમારી ટર્મિનોલોજીમાં નવો એક શબ્દ ઉમેરાયો આજે—પરબ્રહ્મ છે એ જ પુરુષોત્તમ છે, બીજું આ સમજાયું જે આત્મા છે તે જ પુરુષોત્તમ છે પણ આત્મા ઇન્ટરિમ સ્થિતિની અંદર એને આત્મા કહેવામાં આવે છે, પામી ગયો એટલે પરમાત્મા. શું પામી ગયો એટલે પરમાત્મા, એ પરમાત્મા પુરુષોત્તમ જ છે. તમે અશોક અને અશોકભાઈ બે કહો, એના જેવું જ છે, તમે બોલાવશો તો એક જ ને? પણ આપણી સરકાર તો એફિડેવિટ કરાવે છે કે અશોક અને અશોકભાઈ બે એક જ વ્યક્તિ છે.
એટલે કહે છે નિરંતર ચિંતન કોનું? પરબ્રહ્મનું. સર્વસ્વનું સમર્પણ—આ સર્વસ્વ જે કંઈ છે ને, ખરેખર તમારું છે જ નહીં, બધું હ્રસ્વ છે, કશું દીર્ઘ નથી; દીર્ઘ એક જ પરબ્રહ્મ પરમાત્મા. દીર્ઘ એટલે મોટું, ગુરૂ. એટલે આ તો બધી અવસ્તુઓ ખરેખર તો, એટલે કીધું: વસ્તુ અમોલિક દી મૈંને સદગુરુ, વસ્તુ અમોલિક દીની... દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. તો એ વસ્તુ છે અને આ તો બધી અવસ્તુ છે. એટલે આત્મા છે એ એકમાત્ર વસ્તુ છે, અનાત્મા જે છે ને આખેઆખી અવસ્તુ છે, છે જ નહીં. એટલા માટે એમ કરીને પાછું ઉપનિષદમાં એને શું કીધું? મિથ્યા, શૂન્ય અને ઉપર ચોકડી કે છે જ નહીં કંઈ. સમજણ આવે છે ને થોડુંક વધારે આગળ આમ? હા, બસ આમ તૃપ્તિ થશે ધીરે ધીરે. જ્ઞાન એવું આપે અંદરથી શીતળતા, ટાઢક, ઠંડક બધું વધતું જાય અને અભય થઈ જાઓ. આ દરેક અવસ્તુઓ છે ને, એનો તમને ભય લાગે કારણ કે તમારી છે નહીં, તમે પકડી બેઠા; તમે શું કર્યું છે?
હરણ કર્યું છે એનું, પરમાત્માનું તમે વરણ કરો છો. આ વસ્તુ... આ બધી અવસ્તુઓ છે ને, તેનું તમે હરણ કરો છો. શું કર્યું છે? હરણ, અપહરણ કર્યું છે. હવે કોઈનું તમે અપહરણ કર્યું હોય, તો ગુનેગારની લાગણી અંદર રહ્યા કરે ને ઊંડે ઊંડે—ગ્લાનિર્ભવતિ ભારત. એટલે ભારત જે છે ને એ પછી જ્ઞાની અનુભવ કરવા માંડે છે, પછી કહે છે: અભ્યુત્થાનમધર્મસ્ય—અધર્મનું ઉત્થાન કરવાનું છે, હવે ધર્મની સ્થાપના કરવાની છે, ત્યારે કહે છે: સંભવામિ યુગે યુગે પાછો તરત જ. એટલે જ્યારે તું તૈયાર છે તો તારો યુગ પાકી ગયો, તું એની ચિંતા ના કરીશ કે આ ૨૦૨૬ ચાલે છે, શું થાય છે શું નહીં, આ બધા વિચારોમાં ના પડીશ. કે ભગવાનની ભાષા છે ને બધી બહુ અદભુત છે, એટલે સમજ્યા વગર તું આમ આમ ચોપડ ચોપડ કરીશ તો લાભ નહીં થાય. એને તો આમ બસ એક જ બૂંદ કે તમારે પેલા એની પર મૂકવાની જીભ ઉપર, બીજું કંઈ નથી કરવાનું, પછી મોઢું બંધ કરી દેવાનું.
પાછી કોઈ તમને કશું કહે, બોલે, પૂછે, તો તમારે શું કહેવાનું? 'ઓમ'. બીજું કંઈ નહીં બોલવાનું, 'ઓમ' બોલવાનું; એટલે જ્ઞાની હશે તે સમજી જશે અને આ બધા મૂઢ છે એ બધા છે ને તમને છોડી દેશે. જ્ઞાની આ કરતા હતા કે 'શું આ હું કર્યા કરું, જતો રહે'. એને ધીરજ હોય જ નહીં, શું એને ધીરજ હોય જ નહીં. અને જેવો જિજ્ઞાસુ, જ્ઞાની, કોઈ પણ ભક્ત કે કોઈ એવો આવે ને, એટલે તરત પેલાને પાછી ખબર પડી જાય—એ તદ્રૂપ થઈ ગયો હોય ને, એટલે એને ખબર પડી જાય કે આવ્યો, એટલે એને પાછી પ્રેરણા થાય એટલે તરત મોઢું ખોલીને તરત બોલશે 'ઓમ'. ત્યાં સુધી ચાલતું હોય એનું ઉપરાની અંદર જ, બસ બીજું કંઈ નહીં એમ, બીજું કંઈ બોલે નહીં. એટલે તત્વજ્ઞાન માટે ધ્યાનમાં દ્રઢતા ઉત્પન્ન કરે. નિરંતર ચિંતન કરવાથી આ થાય, સર્વસ્વનું સમર્પણ કરી દેવું પડે એટલે આજે અપહરણ કરેલું છે તેનો ત્યાગ કરવો પડશે તમારે, એટલે તો મળત્યાગ કરાવડાવે છે, નિર્મલ બનાવે.
શું આ ઇન્દ્રિયોનું સુંદર દમન. દમનનો મતબલ એવું નથી કે ઇન્દ્રિયોને કચડી નાખવાની છે, આંખોને ફોડી નાખવાની નથી વાત કરતા, કાનને આમ કૂચડી નાખવાની વાત નથી કરતા, જીભને ભી કાપી નાખવાની વાત નથી કરી કોઈ જગ્યાએ શાસ્ત્રની અંદર; નિયંત્રણ કરવાનું કીધું છે. વ્યવહારિક એનો ઉપયોગ છે માટે એને રાખી મૂકજો પણ વ્યવહારિક દુરુપયોગ જે થઈ રહ્યો છે તે બંધ કરી દેવો, તેને નિયંત્રણ કહેવાય—સો યુ આર રેગ્યુલેટિંગ, અને તમે સ્વયં નિયંત્રક તરીકે કામ કરો છો. અંતરાત્મા જે છે ને તે પાછો એને જાણે રેગ્યુલેટ કરે હાઉ ટુ, હાઉ મચ કે ભાઈ આટલું આમ કરવું—ફાઇન ટ્યુનિંગ કરે ને પાછું આમ આમ. એવી રીતના ઇન્દ્રિયોનું સુંદર દમન, યજ્ઞનું આચરણ, સંયમ અગ્નિમાં હવન. સંયમ અગ્નિમાં હવન કરે છે, શેનો હવન કરે છે? વૃત્તિઓનો હવન કરે છે, વિચારોનો હવન કરે છે, મારાપણાનો હવન કરે છે, આપાપોનો, અહંકારનો બધાનો હવન કરે છે.
આ બધું સમિધ છે. ખરેખર લોકો લાકડા લઈને મચી પડ્યા છે બરાબરના! અરે અલ્યા, પ્રતીક હતું એ તો! હા, લાકડા બાળ બાળ કરે આ બધા, એવું થયું. લાકડા બહુ બાળ્યા લોકોએ, પણ જે સમિધ હતું એ અંદર જે મૂકવાનું હતું—જો અહંકાર અને અજ્ઞાન, મોહ, કામ, ક્રોધ, લોભ આ બધી વસ્તુઓ છે એ બધી સમિધ છે. એવી રીતે તમારે એને અર્પણ કરવાનું, જો એને પણ એક રિસ્પેક્ટ આપ્યું છે તમે જુઓ વિચાર કરો કેટલું રિસ્પેક્ટ આપ્યું એને સમિધ કહે છે. આમ ગમે ત્યાં પડેલું હોય તો એ લાકડું કહેવાય પણ એને લાવીને અહીંયા આગળ મૂક્યું ત્યારે એને સમિધ કહેવાય. એટલે એ કામ, ક્રોધ, લોભ, મોહ બધું આ બધું અલગ અલગ છે બધું બરાબર છે એવું તમે જુઓ છો, પણ યજ્ઞ શરૂ થયો અને એમાં આહુતિ આપવાનો સમય થયો તે વખતે તમે આ બધાને ભેગા કરીને અંદર મૂકો તે પડે શું બની જાય છે? તે સમિધ બની જાય છે.
અર્પણ કરવા યોગ્ય વસ્તુઓ આ છે, સમર્પણ કરવા યોગ્ય વસ્તુઓ આ વસ્તુઓ બને છે; ત્યાં સુધી તો એ બધું અવસ્તુઓ છે અને એ અવસ્તુઓથી જ તમે આ બધી અવસ્તુઓનો કારોબાર, સંચાલન, વ્યાપાર બધું કર્યા કરો છો. સંસાર આખાયનો એ બધો કાળ સંસાર કાળની અંદર યજ્ઞ કરો છો, તે અધ્યાત્મ કાળ છે તમારો. તમે અધ્યાત્મની અંદર પ્રવેશ પામી રહ્યા છો એવી અદભુત પળ લાખો મનુષ્ય જન્મ પછી એક વખત આમ જ્યારે આમ ઊભી થઈ હોય, તે વખતે જો અહંકારને અર્પણ કરવાનો વખત આવ્યો... 'સમર્પણ કરું છું'—કે જ્ઞાની પુરુષ સાક્ષાત સામે બેઠો છે અને તે પળે આમ બસ આમ કરીને સમર્પણ કરવાનું. ત્યારે પેલો મોઢું ફેરવીને જતો રહે, કંઈક તો બહુ ગરમી લાગે છે યજ્ઞની—જો એને તાપ લાગે, સહન ના થાય, એ ઊભા જ ના રહી શકે; કારણ કારણ કે ત્યાં જ્ઞાનાગ્નિ પ્રગટેલો છે, એટલે અજ્ઞાની તો ત્યાં જશે ને એટલે ભાગશે તરત.
અંદર રહેલા આસુરી તત્વો એને ત્યાં ટકવા જ નથી દેતા. જેમ પેલા કહે છે ને ભુવા પાસે પેલો ભૂતવાળો કોઈક માણસને પકડીને લોકો ખેંચી ખેંચીને લાવે, તો પેલો જેવો એની પાસે આવી જાય ને જુએ કે આ ભુવો છે એટલે તરત એ અંદર વધારે તોફાન મચાવીને બધાને એ કરીને છોડાવીને જેમ ભાગે છે ને, તેવી રીતે મૂઢ અને અજ્ઞાની લોકો જ્ઞાનીથી દૂર દૂર ભાગે હંમેશા, હંમેશા દૂર ભાગે. આ એટલા માટે ભાગતા હોય છે એ લોકો કે એની અંદર રહેલું આ બધું છે ને, એ એમનાથી આ સહન નથી થતું. એટલે તરત તમે કોઈક સરસ—આ તો જ્ઞાનની વાત કરીએ છીએ પણ તમે જોજો કે કોઈક ધાર્મિક ક્રિયા બી તમે કરતા હોય, ઘરમાં રાખી હોય, દેરાસરમાં, મંદિરમાં, પૂજામાં, મસ્જિદમાં, ગમે ત્યાં ચર્ચની અંદર કંઈ પણ તમે કંઈક સેરેમની જેવું કંઈક કરતા હોય સરસ કોઈપણ રીતે એને યાદ કરવાની પદ્ધતિ—એવા કોઈકને તમે બોલાવો કે ભાઈ ભોજન-ભોજન બધું છે કે આપણે ત્યાં કોઈ ચિંતા નથી અને આપ પધારો.
કે કેમ? તો કે હું ત્યાં આગળ આવી વિધિ છે. શું? એટલે કે ગાયત્રી હવન છે દાખલા તરીકે. એ માણસ પહેલામાં પહેલા તો બહાનું કાઢશે ને આવશે જ નહીં; આવશે હશે તો તમારા ઘરની એ બહાર બેસી રહેશે, ફોન પકડીને બહાર જતો રહેશે, ગમે તેને કંઈક બીજું કરશે, એંગેજ કરી દેશે પોતાની જાતને કે અહીં એને સમક્ષ ઉપસ્થિત ના થવું પડે. છતાં પણ તમે એમ કહો કે 'ભાઈ બેસ, મારે તારી જોડે ફોટો પડાવવો છે'. હવે યજ્ઞ પ્રગટેલો છે, તમે હવન આપી રહ્યા છો, વિડીયો ચાલી રહ્યો છે ને તમે એને પાસે બેસાડો ને—પેલી તકે તમારો હાથ છોડાવીને ભાગી જશે, એ બેસે જ નહીં તમારી એ મૂઢ અને અજ્ઞાની, એનાથી એ તાપ સહન થતો જ નથી. ભલે ગાયત્રી હવનનો અગ્નિ ત્યાં આગળ છે, તો પણ એ જે સૂક્ષ્મમાં આખું બધું વાતાવરણ તૈયાર થયેલું છે ને, એ એને અકળામણ કરાવડાવે એટલે ભાગી જાય, બેસાય જ નહીં ને એનાથી; ગમે તેટલું કરે ને ના બેસાય, આ વાત છે.
હા, એટલે ઇન્દ્રિયગ્નિમાં હવન કરવું, પ્રાણ અને અપાનમાં હવન કરવાનું, અંતે જ્ઞાનાગ્નિમાં હવન કરવાનું અર્થાત આરાધનાની પ્રક્રિયા કે જે કેવળ મન અને ઇન્દ્રિયોની અંતઃપ્રક્રિયાઓ છે. આ બધી બાહ્ય ક્રિયાઓ તો આપણે કરીએ છીએ, ખરેખર જે કરવાનું છે તે અંદર કરવાનું છે, અંતઃકરણમાં છે આ બધું. સંસાર આ આખેઆખો ક્યાં છે? અંતઃકરણમાં, બહાર કશું છે જ નહીં ભાઈ; જ્ઞાની તો ના પાડે છે, કેવળ ચિદાકાશ સિવાય કંઈ દેખાતું નથી જ્ઞાનીને તો. તમને દેખાય, એફિલ ટાવર દેખાય ને પેલું બુર્જ ખલીફા દેખાય ને બધું દેખાય, જ્ઞાની કહે 'હું તો આ કશું જોતો જ નથી'. હવે એ સ્વયં ચિદાકાશ રૂપ છે, એ તો આમ કરીને આમ નીકળી જાય. ચિદાકાશ રૂપ છે ને એટલે લોકોને દેખાતા... એટલે આમ જતો રહ્યો તોય કોઈને ખબર ના પડે, ગયો આ તો કેમનો ગયો ભાઈ? બે પરમાણુઓની વચ્ચેથી નીકળવાનો પાવર છે એની પાસે ભાઈ, એટલે દિવાલની આરપાર જતો રહે એમ, એમાંથી એ નીકળી જાય તો એને તમે કોઈ બોક્સમાં બાંધી ના શકો યાર; એ તો સંસારથી છૂટી ગયો છે, તમે શું બાંધતા હતા એને?
પછી કોઈ વસ્તુથી તમે બાંધો, આમ લઈ જઈને આપો કે લો આપું છું તમને, એનાથી એ બંધાવાનો છે? ના, એ જ્ઞાની કેવળ જ્ઞાનથી બંધાય. જ્ઞાની કેવળ જ્ઞાનથી બંધાય, બીજા કશાથી ન બંધાય અને જ્ઞાન એવું છે કે જ્ઞાનથી કોઈ બંધન હોતું નથી, ઉત્પન્ન થતું જ નથી; જ્ઞાનથી મુક્તિ જ થાય એટલે બંધનનો પ્રશ્ન રહેતો જ નથી એના માટે પછી. એટલા માટે કીધું છે જ્ઞાનીને કોઈ બંધન નહીં છતાં એ સમાજની મર્યાદાઓ પાળતો હોય છે, છતાંય એ કાયદાની પણ મર્યાદાઓનું શક્ય હોય ત્યાં સુધી પાલન કરતો હોય. પણ ધેર આર જ્ઞાનીઝ કે જે લોકોએ ઓપોઝ કર્યો હતો, અકબરના જમાનામાં હતા અને એવા આજની તારીખમાંય, અંગ્રેજોના જમાનામાં હતા. સહજાનંદ સ્વામીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા, એમણે ના પાડી દીધી હતી: 'હું નહીં આવું, તું જાણે ને તારી કોર્ટ જાણે ને તારો કાયદો જાણે, બસ એક જ સ્પષ્ટ વાત—નહીં આવું'.
જે કોઈ બાબતે કંઈ કેસ ચલાવવાનું કંઈક કાઢ્યું હતું એમની ઉપર, બધું લખ્યું છે અંદર વચનામૃતની અંદર ને એમને લગતા જે જે જીવન ચરિત્રના પુસ્તકો છે એમાં ક્યાંક જોઈ લેજો, એમણે ના પાડી દીધી નહીં આવું. મેજિસ્ટ્રેટને ખુદ આવવું પડે, એવું જ કંઈક તુકારામને કે કોકને પણ ઠેરવ્યું હતું કોર્ટના કઠેડામાં કે છે 'હાજર થાઓ'. હાલત એવી થઈ જાય કે એ મેજિસ્ટ્રેટને ત્યાં આવવું પડે અને પાછો પગે લાગ લાગ કર્યા કરે, ભાષા સમજે કે ના સમજે તોય ભાષાની મર્યાદા હતી ને પણ એને ખબર પડી જાય. એટલે જ્ઞાની એ મુક્ત પુરુષ કહેવાય, કેવા? મુક્ત પુરુષ કહેવાય, એને કોઈ બાંધે નહીં, કોઈ વસ્તુ ના બાંધે, કોઈ કાયદો ના નડે. કુદરતનો કાયદો એને ના નડે, એ કુદરતથી પર થઈ ગયેલા હોય પણ કુદરતની તમામ મર્યાદાનું એ પાલન કરે કારણ કે જ્ઞાની છે એ ક્યારેય કુદરતનું પણ ઉલ્લંઘન કરતા નથી; અનિવાર્ય સંજોગોમાં જ કરે અને એવું તો બહુ રેર ઓફ ધ રેર હોય, ક્યારેય એમ કંઈ ના હોય.
આમ જોતા હોય કે આ પડ્યું પડ્યું પડ્યું પડ્યું—તો પડવા દે, આખેઆખો પર્વત પડવા દે, એ જો કરે એમને કશું એનું નથી. પણ આમ જો કોઈ એવો હોય ને, એમ થાય કે આને તો બચાવવાની જરૂર છે, તરત જ એને બચાવી લેશે. પેલો કહે 'યાર એટલો મોટો બરફ પડતો હતો ઉપરથી, મને તો ખબર જ ના પડી કે હું ક્યાં દટાઈ ગયો શું, અને બધું શાંત થઈ ગયું ને ત્યાર પછી કે મેં આમ આમ આંગળી કરી તો એક કાણું પડી ગયું એટલે પછી કે તેમાંથી હવા આવવા માંડી પણ ત્યાંથી મેં બૂમ પાડી બચાવો બચાવો, કોકે મને ઉચકીને બહાર મૂકી દીધું'. કે કોણે મૂક્યો ને શું થયું કે મને ખબર નથી પડી, આવા ઘણા દાખલાઓ છે હિમાલયમાં થયેલા, બીજી જગ્યાએ થયેલા. એટલે કેટલીક ચીજો એવી છે કે જેનું કોઈ એક્સપ્લેનેશન આપી શકતા નથી સંસારની કોઈ પણ ચીજો, પણ જ્ઞાન પાસે એનો ઉકેલ હોય છે, જ્ઞાન પાસે એનો તોડ હોય.
એટલે કે આરાધનાની પ્રક્રિયા કે જે કેવળ કેવળ મન અને ઇન્દ્રિયોની અંતઃક્રિયા છે. જવ-તલ, વેદી વગેરેવાળા યજ્ઞને ગીતામાં ભગવાને જણાવેલા યજ્ઞ સાથે કોઈ संबंध નથી, શ્રીકૃષ્ણે આવા કર્મકાંડને યજ્ઞ માન્યો નથી. સ્વાધ્યાય એટલે સ્વરૂપ તરફ અગ્રેસર કરાવનારું અધ્યયન. તપ—મન સહિત ઇન્દ્રિયોને યોગ્ય રીતે વાળવી. અને આર્જવ—શરીર અને ઇન્દ્રિયો સમેત અંતઃકરણની સરળતાને આર્જવતા કહેવાય. અહિંસા એટલે આત્માનો ઉદ્ધાર. અગાઉ પણ વાત કરી હતી, આત્માને અધોગતિમાં લઈ જવો તે જ હિંસા છે. શ્રીકૃષ્ણે સ્વયં કહ્યું છે કે, જો હું સાવધાનીથી કર્મમાં પ્રવૃત્ત ન થાઉં તો આ સમગ્ર પ્રજાનો નાશ કરનાર અને વર્ણશંકરનો કર્તા બનું; જ્યારે આત્માનો વર્ણ શુદ્ધ છે. કેવળ પરમાત્મા... પ્રકૃતિમાં રહીને ભટક્યા કરવું એ વર્ણસંકરતા, પ્રકૃતિમાં રહીને ભટક્યા કરવું એ વર્ણસંકરતા છે, આત્માની હિંસા છે.
આ બધા પર્યટનો-પર્યટનો કાઢ કાઢ કરે છે, ગોળ ગોળ ફર્યા કરે બધા—શું કરે છે? આત્માની હિંસા, અને આત્માનો ઉદ્ધાર એ જ અહિંસા છે. પ્રકૃતિમાં ભટકવું—જો વૃંદાવન જવું કે હરિદ્વાર જવું કે કોઈ જગ્યાએ જવું, મુલાકાત લેવી એ એક આખી અલગ વસ્તુ છે પણ ત્યાં ગયા પછી ત્યાની પ્રકૃતિની અંદર તમે જે આમ ખોવાઈ જાઓ છો ને ઓહોહો કરીને, એટલે કે છે કે એમાં ભટકવું પ્રકૃતિમાં ભટક્યા તો એ બહુ સૂક્ષ્મ બાબત છે, વિચાર રાખજો. તમારી પ્રકૃતિમાં તમને આમ આ ઈચ્છા થઈ ગઈ કે આઈસ્ક્રીમ છે ને આઈસ્ક્રીમ ખાધો ને આમ આ કર્યું ને તે કર્યું ને બધું બહુ બહુ સરસ છે ને બહુ—તમે શું કર્યું? પ્રકૃતિમાં ભટકો છો, એ ટાઈમે તમે અવસ્તુને એપ્રિશિએટ કરો છો અને આત્મા જે છે એને ડીવેલ્યુ કરો છો તે ટાઈમે; આને તમે ફોરફ્રન્ટમાં લાવીને પેલાને બેકગ્રાઉન્ડમાં મૂકી દો આત્માને, આ પણ હિંસા છે આત્માની, સમજાય છે?
બહુ સરસ મજાનો પર્સ છે કરીને આમ કરીને આમ લાવો છો, પણ તે વખતે તમે શું કરો છો? આત્માની ઉપર એક ભાર થઈને પડે છે ઘા તે વખતે, સમજાય છે કંઈ? એટલા માટે કીધું આવશ્યક, અતિ આવશ્યક બસ એટલું જ, એથી વિશેષ નહીં; કે જીવન ધારણ કરી શકાય એટલું જ, એથી વિશેષ નહીં ભાઈ, તું કેટલું લોડ ઉપાડીશ? સમજાય છે હવે કેટલા કર્મો થયા છે, કેટલા આવરણો પડ્યા છે, કંઈ ખબર પડે છે? કુટુંબમાં બધા હોય, નિર્લેપતા તમારી પોતાની, તમે આત્મા સ્વરૂપમાં રહો, જુઓ અને જાણો. કોઈને કંઈ ના કહેવું, જાણીને ચૂપ રહેવું એવી રીતે નહીં. આપણે કેમ કીધું, આવશ્યક જીવન જરૂરિયાત હોય આ બધી જરૂરિયાતો બધ કરે એના કારણે આપણે એ વધારે કરવા—એ બાબતે સાંભળે તેને કહેવાય, સમજે તેને અપાય જ્ઞાન. શું કીધું? કુટુંબ એટલે તમે નહીં અને તમારું નહીં. કુટુંબ એટલે તમે નહીં અને તમારું નહીં.
દાખલો વાલ્મિકી—વાલીયો લુટારો બધું લાવ લાવ કરતો હતો, પછી એના બાપાને જઈને પૂછ્યું. પેલા નારદજીએ કહ્યું કે જરા તપાસ તો કર કે ભાઈ તું આ જે બધું કરી રહ્યો છે તેનાથી એમ કે આ બધા તારા પાપના ભાગીદાર બનશે કે નહીં બને? તે બાપાને જઈને પૂછ્યું કે 'એમાં મારે શું? કે આ ઘર તો તારે જ ચલાવવાનું હોય ને, મારે તો ખાવા જોઈએ કે તું ગમે તે રીતે લાવ'. તમારા બાપા એ જ કહે છે કે તમે ગમે તે રીતે લાવો, તમારી બૈરી ભી એ જ કહે છે તમે ગમે તે રીતે લાવો પણ લાવો, કેમ? એમને તો જોઈએ પેલા પાડોશી લાવ્યો ને એટલે મારી પાસે હોવું જ જોઈએ. હવે જે જ છે બાળક ભી એવું કરે, તો આ બધા તમારા છે? અચ્છા, તમારા કર્મોના ભાગીદાર છે ખરા? તમે પહેલા વિચાર કરી લેજો, એ બધા સાફ ના પાડશે—ધે ઓલવેઝ લાઈક ટુ લીવ ઇન યોર કમ્ફર્ટ ધેટ યુ કેન પ્રોવાઈડ; પણ જેવું એ તમને જો વેદના થાય છે, દુઃખ થાય છે, તકલીફ થાય છે તેના એ લોકો કોઈ ભાગીદાર...
બહુ જ આમ અંદરથી તૈયાર થયેલો હોય ને, ઈચ્છા ના હોય છતાંય લેવી પડતી હોય લાંચ અને પછી લાવી લાવીને ઘરમાં આપવું પડતું હોય પણ અંદર એનું બહુ બળતું હોય અને બહુ તકલીફ થતી હોય એના ભાઈ—બૈરી છોકરાને કંઈ ના પડી હોય, એ તો લઈને ગાડી નીકળશે ધડામ દઈને ક્યાંક કોકને ભટકાવી દેશે, કોકને ખતમ કરી નાખશે, કંઈનું કંઈ કરી નાખે. અને હવે તો પાછો કાયદો આવ્યો છે કે જો નાની ઉંમરનો છોકરો હોય ને આવું ગાડી લઈને ભાગ્યો હોય ને, તો બાપાને જેલમાં ઘાલે—પત્તર કાયદો એવો કહે છે. અને એવું પણ ના હોય કદાચ ઉંમર લાયક મોટો છોકરો હોય અને જો એ આવું કરી બેઠો તો એઝ અ ફાધર તો પુત્ર ત્યાં હોય એનું દુઃખ તો દુઃખ લાગવાનું તો છે જ ને. તો કર્મની ગતિ બહુ ગહન છે ભઈલા, અને જ્ઞાનીઓએ આ બધું બહુ ઝીણું ઝીણું ઝીણું ઝીણું સમજીને બેઠેલા છે. તમે શું વિચાર કરી શકો?
ચેસવાળો સાત ડગલા, નવ ડગલા જુએ છે; જ્ઞાની તો ત્રિકાળજ્ઞાની છે, બધા પર્યાયોને આમ જોતા હોય કે આમ થશે એટલે આમ થશે, આમ થશે તો આમ થશે, આમ થશે તો આમ થશે—આમ દરેક પર્યાયો દરેક જગ્યાના જોતા હોય; ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે લોકમાં શું થઈ રહ્યું છે જાણે છે, જ્ઞાની છે ભાઈ. એટલે કહે છે કે વર્ણશંકરનો કર્તા બન્યો. હવે જોવાનું કે આપણી પ્રજા બરાબર છે કે વર્ણશંકર છે? આત્માનો તો શુદ્ધ વર્ણ છે ને—શુક્લામ્બરધરં શશિવર્ણં ને ચતુર્ભુજં એવો છે. કેવળ પરમા... એટલે પ્રકૃતિમાં રહીને ભટક્યા કરવું એ વર્ણશંકરતા, આત્માની હિંસા છે અને આત્માનો એમાંથી ઉદ્ધાર કરો તો એ અહિંસા છે. સત્ય—અને સત્યનો અર્થ સાચું અને પ્રિય ભાષણ નથી. જ્યારે તમે કહો કે આ કપડાં અને વસ્તુઓ મારા છે, તો શું એ સત્ય છે? ના, કારણ કે જ્યારે શરીર જ તમારું નથી, તે જ નશ્વર છે, તો પછી તેને ઢાંકતું વસ્ત્ર તમારું કેવી રીતે હોઈ શકે?
ગાડી તમારી નથી તો ઉપર ચડાવેલું કવર તમારું ક્યાંથી થયું? ગુડ, સત્યના સ્વરૂપ વિશે છે. એટલે પછી મારી બૈરી, મારો છોકરો, મારું મારું મારું બધું કરતા નહીં ભાઈ, મહેરબાની કરો. હવે તમારી આત્મા ઉપર તમે છે ને એક ઉપકાર કરજો—આજથી છે ને આ બધું જે જેમ છે તેમ રાખવાનું, આ બધું કાઢવાનું ફેંકવાનું નથી, કેમ? પણ અહીં સ્પષ્ટતા હોવી જોઈએ અંતઃકરણમાં; વ્યવહારની અંદર તો તમારે જે કરવા યોગ્ય છે એ ભલે તમે કરો, એની કોઈ ના નથી ને. ઈશ્વરને ત્યાં એની ના નથી પાડી કારણ કે એણે આ બધી સંસાર વ્યવસ્થા પણ એના માટે જ ઊભી કરેલી છે કે ક્રમશઃ ધીમે ધીમે ધીમે ધીમે તમે ઉપર આવો, આગળ વધો. તો આ જ્ઞાન તો કોના માટે છે? જે તૈયાર છે એના માટે છે; જે અધકચરા છે તેને તો આ થોડું થોડું જ્ઞાન હોય, થોડું થોડું આવું હોય, આ બધું હોય તો ભગવાન તો સમજે જ છે કે એવું જ હોય એમ, સીધી વાત છે ને.
તમે જોશો કે આખા મહાભારત કાળની અંદર કે શ્રીકૃષ્ણ ચરિત્ર જો તમે વાંચશો કે કોઈ એના કે રામ ભગવાન હતા, તો હવે રામ ભગવાન હતા ને એમને આ બધું ખબર હતી પછી સીતા માટે એટલું બધું તોફાન કરવાની જરૂર ક્યાં પડી હતી એમને? 'લઈ ગયો લઈ ગયો કે હું શું કરવા લેવા જાઉં, મૂકી જશે ઘણો કે' એમ કરીને બેઠા નહીં; મર્યાદા છે. એટલે તમારી ઘરવાળી એમ કે ગઈ હોય બહાર, કંઈ મોડું થઈ ગયું આમ તેમ, તો તમારે ફોન કરીને પૂછવું, તપાસ કરવી, એને કંઈ હેલ્પ જોઈએ છે શું છે શું નહીં તપાસ રાખવી—એ પણ ફરજ છે. સાંસારિક ફરજો બજાવો સાથે સાથે જ્ઞાનમાં રહો, બસ વાત આ જ છે અને એમાંય બેલેન્સ જોઈ શકાય. બીજું, જ્ઞાન છે એ કેવળ તમારા તમારા માટે, એ જ્ઞાન તમારી પત્ની, બાળકો ઉપર તમે ઠોકવાની કોશિશ ના કરશો નહીં તો સામે રિબાઉન્ડ એવું કરશે ને જબરજસ્ત રીતના કે ના પૂછો વાત, ભૂકા ભૂકા કાઢી નાખશે તે વખતે.
એટલે જાતે કરીને સંસાર જીવનને વેરવિખેર નથી કરવાનું, પાછું સમજણથી આમ ઊગવાનું છે, ધીરે ધીરે ઉપર ઉઠવાનું છે. આ બધામાં કશું આમ ભ્રમણ ભ્રમણ કરી નાખ્યું એટલે... એટલે આપણે જ્ઞાની થઈ ગયા એવું નથી ભાઈ, સમજી ગયા? હા, એટલા માટે જ કહું છું વારેવારે ભાઈ, જો આ બધાનું ધ્યાન રાખજો, તમારા કુટુંબ વ્યવહારનું ખ્યાલ રાખજો, તમારું જે કંઈ હોય તે વ્યવસાય હોય તો એમાં પણ જેમ હોય તેમ બધું બરાબર નિષ્ઠાપૂર્વક કરજો, તેમાં સામાજિક અને સરકારના નિયમો લાગુ પડે; પણ તમારા પોતાના માટે અંદર અંતઃકરણની અંદર તમારી જે ઇન્ટરિમ ગવર્મેન્ટ છે ત્યાં એક જ કાયદો છે પરમાત્માનો તમારા માટે, એ બધાને લાગુ પડે છે પણ એ જ્યારે એ... એના વિશે સભાન થવા માંડે છે ત્યારે, ત્યાં સુધી એને લાગુ પડતો નથી અને એટલા માટે તો આ વ્યવસ્થા આપી છે—પુણ્ય ને પાપ ને આ બધી વ્યવસ્થા આપી, એ પ્રમાણે એ થોડો ડેવલપ થતો થતો આગળ જશે પાછો અને પછી જે તે સમય કરશે વિચાર.
માટે કહે છે કે સત્યના સ્વરૂપ વિશે સ્વયં યોગેશ્વરે કહ્યું છે કે, હે અર્જુન, સત્યનો ત્રણેય કાળમાં કોઈ અભાવ નથી, ત્રણેય કાળમાં ને અને સત્ય જે છે તે સાર્વત્રિક છે, સાર્વજનિક છે. સત્ય કેવું છે? સાર્વત્રિક છે અને સાર્વજનિક છે, આ આત્મા જ સત્ય છે, આ જ પરમ સત્ય છે; તેથી જ આ સત્ય પર સતત દ્રષ્ટિ રાખવી જોઈએ, શ્રીકૃષ્ણ પણ સલાહ આપે છે જો અર્જુનને—'રાખવી જોઈએ, તું રાખ' એમ નથી કીધું. ક્રોધનો અભાવ, સર્વસ્વનું સમર્પણ, શુભાશુભ કર્મફળોનો સંપૂર્ણતઃ ત્યાગ, મનની ચંચળતાનો સર્વથા અભાવ, લક્ષ્ય વિરૂદ્ધ નિંદિત કાર્યો ન કરવા—લક્ષ્ય વિરૂદ્ધ, લક્ષ્ય કયું છે તમારું? અલક્ષ્યનું લક્ષ્ય છે, તો એના વિરૂદ્ધ નિંદિત કાર્યો ન કરવા, એના અંદર આડે આવનારી બાબતો ન કરવી એમ કીધું. સૌ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ અને ઇન્દ્રિયોના વિષયો સાથે સંયોગ થવા છતાં પણ તેમાં આસક્તિનો અભાવ.
કોઈ અહીંયા આવીને મુજરો કરતો હોય તો કર્યા કરે, કોઈ ગીત ગાતો હોય તો ગાયા કરે, આપણે એમાં આસક્તિ ના હોવી જોઈએ; પછી એની જોડે ગાવા માંડીએ ને નાચવા માંડીએ, એ આસક્તિ નથી. ઘણી વખત નાટકીય રીતે અમુક વસ્તુ એને ઝટ પતાવવા માટે એવું એવું કરીને એમણે બગાડી મૂકવા પડે, તગડી મૂકવા પડે નહીં તો ક્યાંય સુધીને ચાલ્યા કરે. અમે આવું જોયેલું, પેલા લોકો આવે ને માસીબા—તે લોકો આવે એટલે કે પુત્ર જન્મ થયો કે સંતાન આવ્યું કે કઈ તમારા ઘર બન્યું કે કંઈ નવું મકાન બન્યું કે કશું કરે ને, તે બધા આ વિઝિટરો હોય, આવે અને એ લોકો એમનું દાપું લઈને જ જાય બરાબર. એટલે આવે ખૂબ મોટેથી વગાડ વગાડ કરે જોર જોરથી અને પછી ત્યાં આગળ ડાન્સ કરે ને બધું કરે. હવે એનો શ્રેષ્ઠ રસ્તો શું? તો કે આમેય લઈને જ જવાના છે, આમેય લઈને જ જવાના છે, તો પછી હવે તમે ત્યાં આગળ એમ વિચાર્યા કરો કે હું તને આટલું આપું ને આટલું આ ના આપું, એની જોડે ભાવતાલ કરવા બેસો એનો કોઈ અર્થ જ નથી માથાકૂટ કરવાનો; એને બહુ...
એની અપેક્ષા કરતાં થોડુંક વધારે આપો. વાસ્તવમાં હું તો એમ કહું છું કે જો તમારે શ્રીમંત થવું હોય અને સંસારથી છૂટવું હોય, તો દરેકને એની અપેક્ષા કરતાં વધારે આપો, એની અપેક્ષા કરતાં થોડુંક વધારે આપો—આપો એટલે ૧૦૦૦ રૂપિયા જે આપવાના તમારે થતા હોય તો એને ૧૦૦૧ આપો, અપેક્ષા કરતાં થોડુંક વધારે, લિટલ મોર. કારણ કે દરેકને અંદર શું છે? હેવ મોર, તો તમે આપો લિટલ મોર કારણ કે તમારી હવે શું છે ગતિ એ સ્થિતિ બધું શું છે? અલક્ષ્યનું લક્ષ્ય, તમે તો ધારણ કરવા ચાહો છો અને તમારે તો આ બધું કાઢવાનું છે ભાઈ, એટલે પછી લિટલ મોર કરીને આપો. તમારા કર્મો ધડાધડ કપાશે, ઝડપથી કપાશે અને એ પ્રસન્ન થઈને, ખુશ થઈને જશે, આશીર્વાદ આપીને જશે કે તારું કલ્યાણ થાઓ. અને એવા જ્યારે આમ જાય આપીને, એના કહેવાથી નહીં એ નિમિત્ત બને છે; સમૃદ્ધિ તમારે ત્યાં કોઈ દિવસ ના ખૂટે, તમને જરૂરી વસ્તુ તો પેલો સપ્લાય કરનારો બેઠેલો જ છે—પુરષોત્તમ છે, ધ ગ્રેટ પ્રોવાઈડર, બધું પ્રોવાઈડ કર્યા જ કરે છે.
અને એટલી બધી ચિંતા દરેકને! બોલો આટલું બધું કેટલું પરફેક્ટ એનું લોજિસ્ટિક ટાઈમ મેનેજમેન્ટ, કે જે સમયે જેને જે વસ્તુ જોઈએ, તે સમયે તેને તે પહોંચે—એટલી બધી વ્યવસ્થા એની, એટલે લિટલ મોર કરી અને એ ચેપ્ટર ક્લોઝ કરો ત્યાં, એ ફાઈલનો નિકાલ કરો સમભાવે; અરે આનંદથી વિદાય લે કે ભાઈ તું ખુશ થા કે ચાલ, એવી રીતના લિટલ મોર લિટલ મોર. એટલે સૌ પ્રાણીઓ પ્રત્યે દયા... દયાભાવ અને આસક્તિનો અભાવ રાખવાનો. બીજું, વ્યવહારમાં કોમળતા, બધાની સાથે કેવી કમળ જેવી કોમળતા—હેન્ડલ વિથ કેર. આ બધા છે ને બહુ જ જડ છે, બ્રિટલ થઈ ચૂકેલા એવા લાગે છે આપણને બરાબર છે, પણ યેટ ટેક ધેમ એઝ ફ્રેજાઈલ કે આ તૂટશે ને તો પડી ભાંગશે એટલે તૂટશે જ, કે ક્રેક થશે અથડાશે ને તો તૂટશે. એટલે તમે અથડાવવાનું બંધ કરો, દાદા એટલે કહેતા હતા તમને તો કંઈ ન થાય પણ પેલાને ક્રેક પડી જશે, તમે અથડાવવાનું બંધ કરી દો.
કારણ કે તમે હવે અવિનાશી થઈ રહ્યા છો, એનો તમારો ફોર્સ એ સહન ભી નહીં કરી શકે એટલા માટે ભી અથડાવવાનું બંધ. માસ્ટર કહેતા હતા ને કે શીલ્ડ કરેલું હોય ને એને પ્રોટેક્ટિવ શીલ્ડની અંદર મૂકેલો હોય, હવે એને તમે હીલિંગ કરો તો ના થાય પછી તમારે એને ક્રેક કરવું પડે શીલ્ડને પછી તમે પેનિટ્રેટ કરો ત્યાર પછી એનું તમે હીલિંગ કરી શકો. એટલે તમે સમજો કે આ ફ્રેજાઈલ છે, હેન્ડલ વિથ કેર અને એને ક્રેક પડશે—જવાબદારી તમારી છે, પરમાત્માએ કીધું હતું સમાન ભાવથી તું વર્તન કરજે, અને તમે તો જઈને અથડાયા! હવે આટલી બધી ક્રેક પડી છે, ફેવિકોલથી જોડી નહીં શકીએ. માટે કહે છે કે ધ્યાનથી કરજો દરેક ટ્રાન્ઝેક્શન, દરેક વ્યવહાર મન, વચન અને કાયા—ત્રણ રીતે તમે કરવાના છો, વન, ટુ એન્ડ થ્રી. ત્યાં પણ લો એ જે વ્યવહાર છે ત્રણે ત્રણ, એ એવો હોય કે હેન્ડલ વિથ કેર, સરસ રીતે જ કરજો.
જાણે તમે આમ પુષ્પને ઊંચકો છો એવી રીતે કરજો, કે કોઈ ગ્લાસ છે એને ઊંચકો છો એવી રીતે કરજો એના સાથેનું દરેક ટ્રાન્ઝેક્શન, એટલે કોમળતા કીધી—જેન્ટલી ઉઠાવો. નાનકડા બાળકને જેમ તમે ઊંચકો તો કેવી રીતે ઊંચકો? એવી રીતે એને કરજો વર્તન. પોતાના લક્ષ્યથી વિમુખ થવામાં લજ્જા, શરમ આવવી જોઈએ. આત્મા ભૂલી ગયા છો, કોઈ દાડો નથી આવતી? જ્ઞાની છે ને એના અંદર આ થતું હોય છે, બધા શું હરખાતા-હરખાતા ફર્યા કરો છો, તમે શું કર્યું છે તમને કંઈ ખબર પડે? પણ સાથે સાથે એને ખબર હોય છે જ્ઞાની છે ને કે 'હું પણ આવી જ રીતે પહોંચ્યો હતો'. પણ કોક વખત કોક બહુ વધારે પડતો વાયડો આવે તો પાછા એને કહે પણ ખરા: 'શરમ નથી આવતી આત્મા ભૂલીને ફરે છે'. કોક વ્યવહારમાં ના કહે: 'શરમ નથી આવતી વ્યવહારમાં એકલો એકલો ફરે છે, બૈરી એની જોડે લઈને આવવું જોઈએ ને કે'.
એટલે હોય ને માજીઓ તો સંભળાવી દે તરત, જ્યાં હોય ત્યાં કહે: 'મોઢું ઉઠાવીને આવે છે એકલો એકલો, જોડે લઈને આવવું જોઈએ ને કે ઘરવાળી, પરણેલો છે શેના માટે પરણ્યો હતો?' વાસ્તવમાં દરેક જીવાત્મા પરણેલો છે પરમાત્માને, વાસ્તવમાં પરમાત્માને જોડે લઈને આવવું જોઈએ ને, શું મોઢું ઉઠાવીને ફરો છો બધે, શરમ નથી આવતી? અને પાછા એને ભૂલી જાય છે. માટે કહે છે કે સૌ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ. વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ—હવે સંસારમાં શું શું યથાર્થ છે? બધું તો વ્યર્થ છે, એટલે જેટલો ઓછો થતો જાય એટલો કરવાનો છે એમ કહે છે; સંસાર આવશ્યક હોય એટલો રાખો બાકીનો સંસાર ઓલવી કાઢો. અહીં તો વધારે વધારે કરે બધા, એવું જ દેખાય છે કે નથી દેખાતું? ચોખ્ખું જ દેખાય છે બરાબર. એ વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ—અમથા-અમથા ચાલ ચાલ કરવું, અમથા-અમથા કંઈ કંઈ કર્યા કરવું, કશું ના કરે કંઈ બોલે નહીં ચાલે ને માણસ આમ પેલું આમ આમ ખણ ખણ કર્યા કરે.
તમને કંટાળો નથી આવતો તે વખતે કે આ શું કરે છે? કશું ના કરે ને મોઢું આમ કરે ને આમ કરે ને કંઈ જાત જાતનું કંઈ ચિત્ર વિચિત્ર કર્યા કરે ને કેવું લાગે? એવું જ્ઞાનીને લાગે છે આ બધું જોતા-જોતા. એની ધીરજ તો જુઓ, એ તો મોટા કહેવાય, તડકાવતા નથી આપણને એટલું સારું છે, નહીં તો લઈને લાકડી ફરી વળે કોક એવો હોય ને તો. કોક એવો હોય જ્ઞાની હોય કે ના હોય, ભલે આપણને મારે નહીં પણ દોટ તો મૂકે ને આપણી પાછળ કે અહીંથી... હું કરી રહ્યો કે આ બધું આવી રીતના. એટલે લક્ષ્યથી વિમુખ થવામાં લજ્જા આવવી જોઈએ કે આ પરમાત્માને હું ભૂલી ગયો—ઘેલી ઘેલી થઈને ફરતી હોય સ્ત્રી અને હસબન્ડને મૂકીને આવે ત્યાં ભૂલીને, એના જેવો હાલ છે અહીંયા આ જીવાત્માઓનો બધાનો. વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ તથા તેજ—જે એકમાત્ર ઈશ્વરમાં જ છે તેજ એટલે લાઈટ. આ જે પ્રભાવ કહે છે ને પ્રભા, એની વાત છે જેના વડે બધું પ્રકાશિત થાય.
દાખલા તરીકે મહાત્મા બુદ્ધની દ્રષ્ટિ પડતા જ અંગુલીમાલના વિચારો બદલાઈ ગયા—કેટલો પાવર! પણ એમણે કેવું કામ કર્યું હતું પોતાના વિચારો ઉપર, કેટલા વર્ષોના વર્ષો સુધી કર્યું હતું ત્યારે એમનામાં એ પાવર આવ્યો હતો કે આમ દ્રષ્ટિ માત્રથી તમે પણ કરી શકો—દ્રષ્ટિમાત્રેણ શુદ્ધિર્ભવેત્. બધું શુદ્ધ જ છે એટલે શુદ્ધ જ જુઓ. હવે કહે છે કે બધું બ્રહ્મ જ છે, બ્રહ્મ જ જુઓ જે ખાઓ, પીઓ, હરો, ફરો, ચરો જે કંઈ કરો છો તે બધું જ કેવળ બ્રહ્મ જ છે એટલે બધી બ્રહ્મક્રિયા છે અને બધું બ્રહ્મચર્ય જ છે—આ હાઈએસ્ટ બ્રહ્મચર્ય. એનો અર્થ એ નથી કે વિષયોમાં લાગેલા રહો, વિષય વિકારોમાં લાગેલા; આ તો હાઈએસ્ટ સ્થિતિની વાત કરી દીધી છે કે જે કંઈ ગ્રહણ કરે છે તે બ્રહ્મ જ છે અને જે કંઈ જઈ રહ્યું છે તે પણ બ્રહ્મ જ છે, એના માટે કશું છે જ નહીં, ગ્રહણ ત્યાગ કરતો જ નથી કેવળ બ્રહ્મમાં એની સ્થિતિ થઈ ચૂકેલી બસ.
એટલે હવે એની આવશ્યકતાઓ સમાપ્ત થઈ ગઈ છે, હવે કેવળ એનું શરીર સંસારની અંદર છે એવું લોકોને દેખાય છે, એ તો પોતે છે જ નહીં; એણે તો ડિક્લેર કરી દીધું તે જ મિનિટે 'હું નથી', દેહાધ્યાસ ગયો ધેટ વેરી મોમેન્ટ નક્કી કરી નાખ્યું છે કે હું નથી હવે પતી ગયું એનું. કોઈ એનું શ્રાદ્ધ કરતો નથી કે ભાઈ આ ગયો હવે એનો શ્રાદ્ધ કરો કંઈક કરો કે એના કંઈ દાહસંસ્કાર કરો, એની કોઈ વિધિ નથી ભાઈ. એટલે કહે છે કે મહાત્મા બુદ્ધની દ્રષ્ટિ પડતા જ અંગુલીમાલના વિચારો બદલાઈ ગયા, આ તેજનું પરિણામ હતું. જ્યારે તમારામાં સંયમ આવશે ને, ગઈકાલે આપણે સુરાની વાત કરતા હતા, આ બધું થશે, શીલ પ્રગટ થશે પાંચમી, છઠ્ઠી, સાતમીની ભૂમિકાની અંદર; સાતમીમાં તો તમારી પાસે ટોટલ પાવર આવી જાય છે પરમાત્માનો જે તમારો—તમે ને પરમાત્મા બે એટલે સૃષ્ટિ રચનાથી માંડીને સર્વનાશ સુધીના બધા જ પાવર તમારી પાસે આવી ગયા, સોલ રાઈટ્સ ચાહો તે કરો.
જ્ઞાની એટલા માટે કીધું: જ્ઞાની ચાહે તે કરે, એ ચાહે જ નહીં ગમે તેટલું કરે તો ના ચાહે એટલે તો એ જ્ઞાની. એ આગળ ઉપર એટલા માટે જ એવો અડોલ બેઠો હોય ને, નક્કી જ હોય અંદરથી કે હાલે નહીં. અવસ્થાઓમાં એ ક્યારેય અવસ્થિત થતો નથી, અંદર અવસ્થામાં પેસતો જ નથી; એ અલિપ્ત જ રહે છે, અનાસક્ત રહે છે, નિર્લેપ રહે છે જેના વડે કલ્યાણનું સર્જન થાય છે તે આ પાવર છે. ક્ષમા, ધૈર્ય, શુદ્ધિ, કોઈમાં પણ શત્રુભાવ ન હોવો—અજાતશત્રુપણું, મારે કોઈ શત્રુ નથી. વ્યવહારમાં તો શત્રુભાવ ના હોય, એ તો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરને પણ શત્રુ માનતો... એટલો ઉપર ઉઠી ગયો છે પણ એ કે એને પણ એ બ્રહ્મ સ્વરૂપે જોવા માંડ્યો છે વૃત્તિ રૂપે ને સંસતાને. વૃત્તિ શું છે? તો કે બ્રહ્મ સિવાય બીજી કોઈ વૃત્તિ જ નથી, એટલો બધો ઉપર ઉઠી ગયો, બસ ખતમ થઈ ગયું. આ જ્ઞાન કરાવી શકે છે—જો જ્ઞાન શું શું કરી શકે છે એ વિચાર કરો, એના વડે કલ્યાણનું સર્જન થાય.
અતિમાનીતા એટલે વધુ પડતા માનીપણાનો અભાવ—અમુક એવું પણ ઊભું થતું હોય ને કે મને માન ના આપ્યું એટલે હવે હું ત્યાં નહીં જાઉં, મારું અપમાન કર્યું એટલા માટે નહીં જાઉં. એ તો એક બાબત છે, આ તો કે 'હું ગયો ને કોઈ નોંધ જ નથી લીધી ત્યાં જઈને શું કરવાનું?' એટલે પાછો નક્કી કરે કે હવે નથી જવું—કે આ બધા દૈવી સંપત્તિવાળા પુરુષોના લક્ષણો. આ દૈવી સંપત્તિ વિશે જણાવી દીધું ભગવાને, આમ ૨૬ ગુણો બતાવ્યા બધા થઈને કેટલા? અત્યાર સુધીમાં ટોટલ તમે જાણ્યા, ૨૬ ગુણો હોય છે દૈવી સંપત્તિવાળામાં. આ બધા તો માત્ર સાધનાની પૂર્ણ અવસ્થાવાળા પુરુષમાં જ સંભવે, પણ ડિગ્રી હોય ને જેમ સાધક આગળ વધતો જાય એટલે શું છે કે ગ્રહણ વધતું જાય ને એની ધીરજ તો કે ૪૫%, પછી ક્ષમા તો કે ૪૨% એવું આવે ને પેલું માર્કશીટ જેવું નથી હોતું એની અંદર આપે ને, પ્રોગ્રેસ એનો આવે ને—પ્રોગ્રેસ કાર્ડ જ કહે છે એને, યસ.
તો તમારો પ્રોગ્રેસ તો બતાડી શકે એવી રીતના તમે જાણી શકો છો કે કોઈ પણ સાધક કેટલે પહોંચ્યો, ક્યાં પહોંચ્યો, શું થયું—સ્વયં બોધ થઈ શકે છે ને; બીજા કોઈને કંઈ કહેવાની, બતાવવાની જરૂર નથી. એ એના જ ગૂંચવાડામાં એવો ગૂંચવાયો કે તમારું શું જોવા બેઠો? એને પડી જ ના હોય. વ્યવહારમાં થોડુંક જરાક જોઈ લે કે હા બસ બરાબર, અને બધાને છે ને એકબીજાથી કમ્ફર્ટ જ જોઈએ છે ભાઈ; બધાને એકબીજાથી કમ્ફર્ટ જ જોઈએ છે. તમે કોકને એક વખત ફોન કરીને રાતે ૧૨ વાગ્યે જગાડો, બીજી વખત ૨ વાગ્યે જગાડો, ત્રીજે દાડે પણ જગાડો, તો અતિશય હેલ્પફુલ થવાની ભાવનાવાળો વ્યક્તિ પણ એક સમય તો કહી દેશે કે 'ભાઈ બસ થયું, હવે તું મને છે ને ખાલી ખાલી જગાડ નહીં'. અને પછી ત્યાં પહોંચ્યા પછી પેલો કે બાટલી ખોલીને બેઠો હોય: 'આવ ભાઈ, કે છે આપણે રમીએ કે આ તો તને ઘરમાંથી બહાર કાઢવો હતો ને એટલા માટે'.
હવે છાનુંમાનું પેલું બૈરીથી ભાગવું હોય ને તમે બે જણાએ મેળાપીપણામાં કંઈક ગોઠવણી કરી રાખી હોય આવી, તો એ તો કમ્ફર્ટ થઈ ગઈ પાછી, એટલે એવું નહીં. પણ આમ માંડ હજી તો ૯ વાગ્યે પહોંચ્યો હોય, છોકરાને જરા હાથ ફેરવીને સુવાડ્યો હોય કે 'હા દીકરા', પછી પૂછે: 'બરાબર સ્કૂલે જાય છે ને, ભણે છે ને, લેસન બેસન કરે છે ને?' એટલો ટાઈમ હોય એની પાસે, ના હોય; છોકરો જરા ઊંઘમાં જુએ કે આ પપ્પા આવી ગયા બસ સંતોષ, પાછો એ ઊંઘમાં સરી ગયો હોય અને આ બે જણા જાય એમ મહા... અને તરત પાછો ફોન આવે 'આવી જા કે છે'. એક જ વખત જાય બિચારો, બે વખત જાય, કેટલી વખત જાય? એવી રીતના પછી એને કહેવું પડે ને કે 'ભાઈ હવે બસ કર, કે હું પરણેલો છું' એમ કહેવું પડે. ક્યાં ત્યાં પરણેલો છું એમ કહેવું પડે? હવે પરમાત્મા મારો પતિ છે એટલા માટે તો આપણે એને સ્વામી કહીએ—જો આપણી ભાષામાં પણ જો બહુ અદભુત વસ્તુઓ છે.
તમે 'હે સ્વામી' એમ કરીને બોલી જ શકો છો ને, બોલો જ છો દરેક ભક્ત બોલતો હોય છે, એ તો ભગવાન છે. છ ઐશ્વર્ય હોય ત્યારે ભગવાન બને છે એની પાસે, અહીંયા ૨૬ સંપત્તિઓ બતાવી દૈવી, ત્યાં તો છ ની વાત કરી; ભક્ત પાસે બહુ વધારે હોય. અંશતઃ આ ગુણો તમારામાં પણ છે, જ્યારે જ્યારે આસુરી સંપત્તિવાળામાં પણ આ ગુણો તો છે ને; કારણ કે આ ગુણોનો કેવો વિભાગ છે કે જો અહીંયા ઝીરો આમ ચાલવા માંડ્યો પોઝિટિવ સાઈડે, એટલે તરત શું થઈ ગયો? તો કે દૈવી સંપત્તિ થઈ ગઈ, એનો એ જો નેગેટિવ સાઈડ ઉપર ચાલવા માંડ્યો તો એ આસુરી સંપત્તિ. ગુણો હંમેશા બેધારી તલવાર અને ગુણનો ધર્મ હોય છે પાછો, અને ગુણો પોતાના ધર્મમાં જ વર્તે છે, કરેક્ટ? આ બધું તો ભગવાને આપણને શીખવાડી જ દીધું છે. હવે આગળ કહે છે કે આસુરી સંપત્તિવાળામાં પણ આ ગુણો હોય છે પણ એ કેવા હોય છે? અપ્રગટ હોય, પ્રકાશિત થતા નથી; તેથી જ ઘોર પાપીને પણ કલ્યાણનો અધિકાર.
હવે આસુરી સંપત્તિ વિશે: હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોર વાણી અને અજ્ઞાન—આ બધા આસુરી ગુણો. હવે તે શું કરે છે આ બધા આસુરી ગુણો? આ બંને પ્રકારની વૃત્તિઓમાંથી દૈવી સંપત્તો વિમોક્ષાય—એટલે કે મોક્ષ માટે છે દૈવી સંપત્તિ, જ્યારે આસુરી સંપત્તિ છે તે કેવી છે? તો કે બંધન પેદા કરે છે, બંધનકર્તા છે, બંધનનો કારક બને છે તમારા. હે અર્જુન, તું શોક ના કર, ભગવાન શું કહે છે? 'તું શોક ના કર, ડોન્ટ બી ડિપ્રેસ્ડ, તું અશોક બન'. કે શું બન? અશોક, તું અશોક બન કારણ તું દૈવી સંપત્તિ પામેલો, તું મોક્ષને પ્રાપ્ત થઈશ, મને પામીશ. આ વૃત્તિઓ ક્યાં રહે છે? અર્જુન, આ લોકમાં પ્રાણીઓના સ્વભાવ બે પ્રકારના હોય છે—દેવ સમાન કે અસુર સમાન આ લોકમાં. હવે જ્યારે હૃદયમાં દૈવી સંપત્તિ સક્રિય હોય, એક્ટિવ હોય ત્યારે મનુષ્ય જ દેવ છે, ત્યારે મનુષ્ય જ દેવ છે; અને જ્યારે આસુરી સંપત્તિની પ્રબળતા હોય ત્યારે મનુષ્ય જ અસુર બને છે અથવા હોય છે.
આ સૃષ્ટિમાં આ બે જ જાતિ છે એટલે અલગથી તમે ક્યાંક કોઈ એકલા અસુરને ખોળવા નીકળશો તો તમને મળવાનો નથી, ભગવાન ના પાડી દે છે ક્લિયર કટ વાત છે અહીં તો. દેવ અને અસુર—માનવી ચાહે અરબસ્તાનમાં જન્મે કે અલાસ્કામાં, પ્રત્યેક માનવી આ બેમાંથી એક વૃત્તિવાળો છે; મોટાભાગે તો મિશ્રણ જ હોય છે બધું, મિશ્ર ચેતનવાળું છે ને એ દરેક મિશ્ર ચેતન આ બેનું મિશ્રણ જ હોય—ગુડ, બેડ એન્ડ અગ્લી એવું પિક્ચર આપ્યું એવું એટલે આ બધા છે ને તો એનું જ ચિત્ર. હવે અહીં સુધી દેવોનો સ્વભાવ વિસ્તારથી કહ્યો, હવે અસુરોના સ્વભાવ વિશે તું મારી પાસેથી સાંભળ. તો દેવોના સ્વભાવ વિશે તો એમણે પાંચ શ્લોક સુધીને કીધું, હવે આ જ આવે છે અસુરો વિશે—જો લાંબું લેક્ચર. હે અર્જુન, અસુરો કાર્યમ—કર્મમાં પ્રવૃત્ત રહેવાનું કે નહીં કરવાના કાર્યોમાંથી નિવૃત્ત થવાનું જાણતા જ નથી, સમજ પડી ગઈ?
મોટાભાગના શું છે અત્યારે આ... આ માપદંડ જો લાગુ પડી જાય તો દરેકે નક્કી કરી લેવું કે પોતે ક્યાં છે અત્યારે. શું કહે છે? કાર્યમ—કર્મમાં પ્રવૃત્ત રહેવાનું, કરવા યોગ્ય કર્મ છે તેમાં પ્રવૃત્તિ કરવાની યસ, અને ન કરવાના કાર્યોમાંથી નિવૃત્ત થવાનું એ લોકો જાણતા... એક જ સ્ટેટમેન્ટ, ખતમ વાત! આને કહેવાય જ્ઞાન, આને કહેવાય ભગવાન, સમજાય છે? એટલે તેઓમાં પવિત્રતા, સદાચાર અને સત્ય રહેતા જ નથી; વખતે દેખાય તોય લાંબું ટકતા નથી. વિઝિટિંગ જેમ કે હોય ને ફેકલ્ટી એની જેમ, લેક્ચર આપીને જતા રહે એવું કોક વખત થોડીક પવિત્રતા દેખાય તમને, થોડોક સદાચાર કંઈક આચરણ દેખાય તમને, અને સત્ય તો એ લોકો જાણતા જ નથી, સત્ય તો જાણતા જ નથી એ લોકો. કારણ કે સત્ય એક જ છે વાસ્તવમાં, એ લોકો સત્યને પરણેલા હોવા છતાં પણ સત્યને જાણતા નથી. એવા ફરે, પરબ્રહ્મ પરમાત્મા સ્વામી એમનો અને આવા જો ફરે છે બિલકુલ નોધારા થઈ, અનાથ અનાથ...
શું કહે છે કે અનાથ છું, માથે આવડો મોટો ધણી બેઠો છે! કાઠિયાવાડના માણસને પૂછો તો એમ બોલશે: 'મારે માથે ધણી બેઠો છે', એ ખુમારી હોય એનામાં. એ બિચારી બાપડી જેમ રાંકડી ફરતી હોય એવી રીતને ના ફરતો હોય, આ તો બધા જુઓ તમે કેવા ફરે! એવા પુરુષના વિચારો કેવા હોય? આસુરી પ્રકૃતિવાળા મનુષ્યો કહે છે કે, જગત આશ્રય રહિત છે, કેવું છે? આશ્રય રહિત છે, અહીંયા કોઈનો આશ્રય કરવા જેવો જ નથી—કે બધા એકબીજાને આવું જ કહે. અસત્ય છે, એ બધું ખોટું જ છે; ઈશ્વર વગર આપમેળે સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન થયું છે, બોલો આવું કહે છે અને એટલા માટે કેવળ ભોગવવા માટે જ છે. આથી આવા મિથ્યા દ્રષ્ટિકોણના કારણે જેમનો સ્વભાવ નાશ પામેલો છે એવા મંદમતિ, અપકારી, ક્રૂરકર્મી મનુષ્યો કેવળ જગતનો નાશ કરવા માટે જ પેદા થાય. જગતનો નાશ નથી કરવાનો, જગતનો લય કરવાનો અને જગત ભાવનો કે સંસાર ભાવનો લય કરવાનો, બેમાં બહુ ફરક છે સમજી લો.
આ લોકો જગતનો નાશ કરવા તત્પર હોય હંમેશા—બધું તોડફોડ ને ડિસ્ટ્રક્શન, બસ બીજું કંઈ જ નહીં. કેમ? તો કે ભોગવો અને બધું ખતમ કરી નાખો, બધું ખતમ કરી નાખો એમ, એવી રીતે જ એ લોકો પેદા થાય છે એટલે એમનો એટીટ્યુડ હંમેશા આવો ને આવો જ રહેતો હોય છે. આવા મનુષ્યો દંભ, માન અને મદવાળા, કોઈ રીતે પૂરી ના કરી શકાય તેવી કામનાઓનો આશ્રય લઈ અજ્ઞાનથી મિથ્યા સિદ્ધાંતોને પકડી... મિથ્યા સિદ્ધાંતોને પકડી અશુભ અને ભ્રષ્ટ સંસારની અંદર પ્રવૃત્ત થાય અને એને વધુને વધુ અશુભ અને ભ્રષ્ટ બનાવ્યા જ રાખે, બનાવ્યા જ રાખે. તેઓ વ્રત તો કરે છે પણ એ પણ અશુદ્ધ હોય, વ્રત કરે છે એ લોકો પણ અશુદ્ધ હોય. તેઓ અંતિમ શ્વાસ સુધી અનંત ચિંતાથી ઘેરાયેલા જ રહે છે. પરિણામ શું આવ્યું? અનંત ચિંતાઓ ભેટમાં આવી જ જાય તરત, કોઈ મોકલતું નથી પણ એમને થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે.
આટલી અમથી ફોલ્લી થાય ને એટલે ઠેઠ કેન્સર સુધીના વિચારો આવી જાય એને, અને એવો પાછો આમ આમ કરતો જાય ને એટલે પેલો ડોક્ટર બી એને મોકાના જ સમાચાર આપે, ક્યારેય ના કહે ગુડ ન્યૂઝ—આ તો પિમ્પલ છે કે આમ ચોપડીશ એટલે મટી જશે. આવું તો સદાચારીને થાય, પેલો ગયો હોય ભડકતો-ભડકતો કે કંઈ બહુ ભયંકર થયું લાગે છે ને, બસ પછી કંઈ નીકળે નહીં જીવનમાં. અમારે દાખલો બનેલો તમને કહું: મધર અમારા બહુ બીમાર એક સમય, ચિંતામાં બધું આખું ફેમિલી ઘેરાઈ ગયેલું જબરજસ્ત કે ના પૂછવાની વાત. પછી અમને લઈ ગયા ડોક્ટર પાસે, પહેલા તો ડોક્ટર સદભાગ્યે એવા સરસ મળ્યા અમને તો એમણે કીધું કે, ભાઈ, તમે આ બધી અલગ અલગ ટેસ્ટ ને બધું જરાક ચેક કરવું પડશે, તમે આ બધું અહીંયા આગળ બેસીને કરાવશો તો... તો કે ઘણો મોટો ખર્ચો આવી જશે, ખૂબ મોટો ખર્ચો. એટલે અમારો આગ્રહ એવો હતો કે ભાઈ સારવાર બને તો ઘરે જ કરો, એટલે અમને કહેવામાં આવ્યું કે ઘણો મોટો ખર્ચો આવશે કે અને આ બધું વ્યર્થ છે કે આવો ખર્ચો કરવો સો...
અને આ વસ્તુ ત્યાં આગળ બહુ સરળતાથી થશે માટે તમે એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દો, ત્યાં હું જ જઈશ અને બધું જોઈશ કે છે; કારણ કે હું ત્યાં કામ કરું જ છું. બોલો, આટલી વ્યવસ્થા કરી આપી અને 'હું જોઈશ તમે ચિંતા ના કરો'. એટલે પછી અમે તો એમને લઈ ગયા ત્યાં દાખલ કરાવ્યા એક અઠવાડિયા માટે. ગયા હતા તે વખતે તો આમ એવું થઈ गया હતું કારણ કે એક સિવિલનો જે કેન્સર વિભાગ છે, એમાં એમને એડમિશન કરવાનું એવું એમણે કહ્યું હતું, તો અમે તો એ પ્રમાણે ત્યાં આગળ ગયા જ. એ ભી ત્યાં આવ્યા અને બધું થઈ ગયું, પછી એમના ટેસ્ટની પ્રક્રિયાઓ ચાલુ થઈ જાત જાતની. બીજે કે ત્રીજે દિવસે તો અમને પાણી પીવાનું કીધું એ પહેલા કે છે એક્સ-રે પાડવા, આમણે તો કોઈ દાડો આ બધું કરેલું નહીં એટલે ફોટો પાડવાનો આવ્યો ને—તો તમને ખબર છે અત્યારે તો ફોટો પાડો એટલે ચેસ્ટનો એક્સ-રે લાવવાનો હોય એટલે પેલું બધું દાગીના ને બધું કઢાવી નાખે ને પછી આમ કરીને આમ ઊભા રાખે બરાબર.
અને પેલાએ એમ કહ્યું હતું કે 'ભાઈ કે હું તમને કહું ને માજી, એટલે શ્વાસ રોકી રાખજો'. એટલે માજી તો ઊભા રહી ગયા આમ કરીને આમ અભ્યાસુ, એટલે પછી એમણે કે શ્વાસ લઈ અને કે છે રોકી રાખો એટલે જેવો બોલ્યા ને કે રોકી રાખ્યો એટલે એમને તો શ્વાસ રોકી રાખ્યો. પછી પેલાએ તો ફોટો પાડી દીધો, બધું કરી દીધું ત્યાંથી પેલી પ્લેટ લઈને પેલો ધોવા જતો રહ્યો એટલે ખાસો એવો આઘો જતો રહ્યો. પછી માજી બૂમ પાડે: 'ભાઈ, હવે શ્વાસ લઉં કે છે?' તો કે: 'માજી, તમે શ્વાસ નથી લીધો હજી સુધીને કે છે!' પાછો ભડકતો-ભડકતો પાછો આવ્યો: 'શ્વાસ લો કે બેસો બેસો'. એ પોતાનું કામ પડતું મૂકીને માજીને બેસાડ્યા અને કીધું કે 'હા હવે તમે શ્વાસ લો'. કે 'ભાઈ તું બોલ્યો નહીં એટલે મેં તો શ્વાસ રોકી જ રાખ્યો હતો'. તો કે પાછી બીજે દાડે પાછું બીજું થયું, તે દિવસે પેલો કહે છે કે ભાઈ સોનોગ્રાફી કરવાની, મહીં અંદર કંઈક હોય તો કે ખબર પડે ને એટલે કે 'પાણી પીજો માજી'.
પાણી પીવાને કીધું એને, તો પાણી પી પી કરે રાખ્યું. તો એક પેલો ઘડી ઘડો હોય ને માટલી, તે જમાનામાં તો આવું કરીએ પાછા એટલે કંઈ બાટલા-બાટલા તો હોય નહીં ત્યારે. એટલે હવે નવા કુંભાર પાસેથી નાનો ઘડો લઈને અમે ગયેલા, તેની અંદર એમને પાણી આપતા હતા બધું રાખેલું, તે પાણી અમે પીવડાવ્યું તે ઘડો પાણી માજી પી ગયા અમારા શું! પછી પેલાની પાસે ગયા તો કે 'ના, હજી તો થોડી વાર છે કે છે'. થોડી વાર થઈ ને માજીને પાછી ઉલટી થઈ ગઈ, આટલું બધું પાણી પીધેલું એટલે પાછા બેસી રહ્યા અમે તો. કારણ કે હવે પાછું ફરી પાણી પીવાનું એટલે પાછો બીજો ઘડો પાણી પીવડાવ્યો પછી માજીને કીધું: 'આવ વખતે થોડુંક ઓછું પીજો'. કશું સમજાય... એટલે હમણાં થોડુંક પછી ઓછું પીવું ભાઈ, આપણે બે-ત્રણ ગ્લાસ પીએ એટલે બહુ થઈ ગયું, આખો ઘડો પીવાનો નહીં શું! પાછા સમજાવવા પડે એમને, ત્યાર પછી એમનો મેળ પડ્યો ને એમને પછી બધી સોનોગ્રાફી ને બધું કર્યું.
અઠવાડિયા પછી બધું ભેગું કરીને રિપોર્ટ આવ્યો. હવે પરિણામની ઘડી અને ટેન્શન ટોપ પર બધાયને આમ કે શું થશે આમ, હા એ આવી વાત. અને પછી બધા રિપોર્ટ આવ્યા, બધું જોયું પછી ડોક્ટરે કીધું કે, માજીને તો કંઈ નથી કે છે, આ તો તંદુરસ્ત છે આમ તો, એમણે ફક્ત એનિમિયા છે. શું છે? એનિમિયા, એટલા ઘણા પેલા એના ઉપર પહોંચી ગયો છે એટલે કે એમને થોડું બ્લડ ચડાવવાની જરૂર પડશે; આપણે તો એક કામ કરીએ એમને હજુ બે દિવસ આપણે રાખીશું અને પછી એમને બે-ચાર બાટલા એમ કે બ્લડ ચડાવીશું એમના ગ્રુપનું એટલે પછી એમને બધું સારું થઈ જશે. એટલે અમે પછી બહાર ટહેલ નાખી કે ભાઈ કોઈને ડોનેશન કરવું... કારણ કે હું મારું આપું તો પણ એક બોટલ હોય એવી રીતના થઈ, અને એવી રીતના કરતા પછી બ્લડ મળ્યું પછી અમને બ્લડ ચડાવ્યું બધું કર્યું. એમને અઠવાડિયા પછી તો ઘણું સારું થઈ ગયું એમને, પછી સાજા થયા પછી તો બે વર્ષ જીવ્યા બીજા એ તો સારી રીતે.
પ્રોબ્લેમ એક જ થયો હતો, આનું કારણ જે મુખ્ય હતું એ શું હતું કે ખૂબ લાંબો સમય સુધીને ઉપવાસ કરવાનો દિવસ દરમિયાન જે પદ્ધતિ, અને એ દરમિયાન ભૂખ લાગે એટલે ચા પીવાની—સતત ચા જ પીવાની બીજું કંઈ નહીં. એટલે સવારથી જે ચાલુ કરે તે બપોરે દોઢ વાગ્યા સુધી, એક વાગ્યા સુધીમાં તો ચા પીએ; કોઈ દિવસ અઢી પહેલા એ જમે નહીં પાછા. મને સમજાયું કે સૂર્યનારાયણ જમી લે ને પછી આપણાથી જમાય, અમને પાછું આવું શીખવાડે એટલે કે બે-અઢી વાગ્યા પહેલા જમવું જોઈએ નહીં, આ મધ્યકાળ થયો કે દિવસનો એટલા માટે એ સમયે જ ભોજન કરવું—આ એમની વિધિ હતી. એટલે આ... પરંતુ સાથે સાથે એમને શું હતું કે સોમવાર કરવાનો, ગુરૂવાર કરવાનો, રવિવાર કરવાનો, આઠમ કરવાની, ચૌદસ કરવાની એટલે ઉપવાસો વારાફરતી વારાફરતી આવ્યા કરે; એટલે એ દિવસોની અંદર એ કંઈ પણ ખાય-પીવે નહીં. અને આવું એક છેક આખા જીવનથી કરતા આવેલા અમે બધા એવું સમજીએ કે આ બહુ પવિત્ર થવા માટે થઈને આ બધું કરે છે, અને વાતેય સાચી કારણ કે એ બધું કરવાથી એમને જે ભોજન બનાવવાનો ને ખાવાનો ને પચાવવાનો ને એ બધો જે થતો હતો, એ બધો સમય પોતાના પેલા એમાં જ કાઢતા હતા અધ્યયનની અંદર—એટલે શિવસૂક્ત કર્યા કરે, કંઈ બીજું કરે એવા પ્રકારનું બધું.
એટલે અધ્યાત્મ ટોપ પર ગયું એમનું, પણ શરીરની અંદર આ બધી સ્થિતિ એક કાળે એમને પણ આવી જોવા મળી હતી. પણ એમની સ્થિતિ આવી થઈ એટલે એના કારણે અમારી સ્થિતિ પણ બધી થોડીક જરા ડામાડોળ થઈ, પછી અમને અઠવાડિયા પછી જ્યારે કીધું કે એનિમિયા થયો છે ત્યારે પછી બહુ સારું એટલે જો કેવું આમ ચિંતાનું ને એવું એકદમ ભયંકર મોટું આવરણ આવી જાય; એટલે આવી તો ગયું પરંતુ એટલે ઝડપથી પાછું જતું પણ રહ્યું. એટલે જે જ્ઞાની, ધર્મિષ્ઠ કે લાગેલા છે માર્ગી લોકો, એ લોકોને જીવનમાં અનિષ્ટ મુલાકાત તો લેતા જ કરતા હોય છે પરંતુ લાંબા સમય માટે નહીં, નોટ ફોર અ લોન્ગ ટાઈમ, પછી તો એમને સારું જ થતું હોય. અને જે એમ કે આવા હોય નાની વાતમાં જ ગયા હોય પણ કંઈનું કંઈ થઈ જાય બધું એ લોકોને, અને એટલું બધું થઈ જાય કે ના પૂછો વાત! પછી તો એક પછી એક અચ્છા ડોક્ટરો એવા મળે, રિપોર્ટો એવા નીકળે અને એમને ઉપર જે કંઈ પ્રોસેસ, પ્રોસિજર કે કંઈ ભી કરો ને તો એનુંય પરિણામ વિચિત્ર આવે કે શું!
હવે કે આટલું થયું છે કે નવું પાક્યું છે, નવું પાક્યું તો ફોટો પડાવે પછી કે એને હવે નસ્તર મૂકવું પડશે, પછી એ કરવા ગયા. હવે કે છે કે ડાયાબિટીસ છે ને એટલે કે આ કાળું થઈ ગયું એટલે આટલું કાપવું પડશે; હવે આટલું કાપવા ગયા તો કે હવે આગળ બધું સ્પ્રેડ થઈ ગયું છે એટલે આટલું કાપવું પડશે; પછી તો કે આટલું કાપવું પડશે કરતા-કરતા વધતું જાય. હવે કે આખા બોડી બધે ફેલાઈ ગયું, સેપ્ટિક થઈ ગયું છે ભાઈ—ઉપડી ગયા! આવા દાખલા બધા. ટૂંકમાં અંતિમ શ્વાસ સુધી અનંત ચિંતાઓથી ઘેરાયેલા રહે છે એ લોકો, અને વિષય ભોગવવામાં તત્પર રહીને માને છે કે ભોગોમાં જ આનંદ છે, ભોગોમાં આનંદ છે—ટેન્શન રિડક્શન મોડલ છે, ખબર છે તમને? પાણી પીઓ તો આનંદ આવે, પ્રમાણમાં અમુકથી વધારે પાણી પીઓ એટલે પછી ટેન્શન થઈ જાય, પછી રિડક્શન કરવા માટે તમારે જવું પડે; તો રિડક્શન થાય એટલે ટેન્શન ને રિડક્શન, બસ આ સતત ચાલ્યા જ કરે.
હા, પેલા સાયકોલોજીની અંદર ચોપડીમાં આવે છે આ બધું ભણવાનું આવે હું મળતો. એટલે કહે છે કે ભોગોમાં આનંદ છે અને ભોગવો, એટલા ભોગ ભોગવી જ લો. હવે આ ભોગો કેવી વસ્તુ છે ખબર છે? ખંજવાળ કંઈક થઈ હોય, મીઠી-મીઠી વલૂર આવ્યા કરતી હોય, પછી તમે આમ સહેજ એને આમ સ્પર્શ કરશો ને એટલે આમ તમને સારું લાગશે; વધારે કરશો, વધારે કરશો, વધારે કરશો—વલૂર વલૂર કર્યા જ કરો પછી એમાંથી લોહી નીકળે અને પછી જે બળતરા ચાલુ થાય, ઓહો ઓહો! જે લોકોને ખરજવું કે દાદર થાય છે એ બધાને આવું થતું હોય, તો ભોગો ખરેખર વાસ્તવમાં દાદર છે, સમજાતું નથી હોતું અને જ્યારે સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું, પછી તો લોહી નીકળી જ ગયું હોય બરાબરનું. એટલે આ બધા જેને કે દાદ, ખાજ, ખુજલી શું—એવા છે ભોગો બધા; એટલા જ ભોગવી લો જેટલા ભોગવાઈ ગયા છે, એવો એમનો એટીટ્યુડ થઈ ગયો હોય.
એનાથી આગળ બીજું કશું એમને દેખાતું હોતું જ નથી, એમની દ્રષ્ટિ પણ પહોંચી શકતી હોતી નથી. સેંકડો આશારૂપી ફાંસી... સેંકડો આશારૂપી ફાંસીથી લોકો મૃત્યુ પામે, એક ફાંસીથી પણ લોકો મૃત્યુ પામે છે જ્યારે અહીંયા તો સેંકડો ફાંસીઓ લાગેલી હોય એટલે ક્ષણે-ક્ષણે મર્યા કરતો હોય એવું વાત, બંધાયેલા. ક્રોધ અને કામ પરાયણ—કામ પરાયણ અને ક્રોધ પરાયણ, સતત એમાં જ રચ્યા-પચ્યા રહેલા. વિષય ભોગો ભોગવવા તેઓ અન્યાયથી ધન આદિ વસ્તુઓનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે, એમાં પ્રયત્નશીલ જ હોય છે, પરાયણ થઈ ગયેલા હોય પૂરેપૂરા; બસ એમાં સતત લાગેલા. ધન મેળવવા તેઓ દિન-રાત એ અસામાજિક પ્રવૃત્તિઓ કર્યા જ કરે, બોલો આ આની અંદર કેટલા લોકો ફિટ બેસે અત્યારે? આ મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન થઈ ગયું. તેઓ વિચાર કરે છે કે, મેં આજે આ મેળવ્યું છે, હું આ મનોરથ પૂર્ણ કરીશ, મારી પાસે આટલું ધન છે અને ફરી પણ બીજું આટલું જ મેળવીશ, આથી વધુ મેળવીશ—બસ આમાં જ એ લોકો દિવસ-રાત લાગ્યા હોય.
વળી પાછા શું કે, મેં તે શત્રુને માર્યો, બીજા શત્રુઓને પણ હું જ મારીશ અને હું... હું જ ઈશ્વર અને ઐશ્વર્યનો ભોગવનારો છું, અને હું પ્રતિષ્ઠાવાળો છું, બળવાન છું અને સુખી છું, એવું એ લોકો સમજતા હોય. અરે, આ વાસુદેવ જે છે ને, શ્રીકૃષ્ણ વાસુદેવ હતા તે વખતે એક એવો બીજો પાછો ઊભો થયો હતો તો એ કહેતો હતો કે, ના હું પોતે સ્વયં વાસુદેવ શ્રીકૃષ્ણ, અસલ ઓરિજિનલ હું છું કે છે વાસુદેવ, આ વાસુદેવ નથી—એમ કરીને બહુ ઝગડ્યો એમની જોડે. શ્રીકૃષ્ણ ભગવાનને પીડા એટલી બધી આપી હતી એણે જીવનમાં કે ના પૂછો વાત! હા, એ વાસુદેવ શ્રીકૃષ્ણ બન્યો હતો કંઈક બીજો એક જાતનો હતો ખરો. પછી એ વિચારે છે કે, હું મોટો ધનિક, મોટા કુટુંબવાળો છું, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, હું દાન દઈશ મને અને આનંદ થશે—આવા પ્રકારના અજ્ઞાન વડે તે વધુને વધુ મોહિત બનતો જાય છે.
શું યજ્ઞદાન પણ અજ્ઞાન છે? તેઓ અહીં પણ ન અટકતા અનેક ભ્રમોની અંદર એમ કે ઘેરાયેલા રહેતા હોય છે, જાત જાતના ભ્રમ થાય—ઇલ્યૂઝન બધી એમને. આવા અનેક પ્રકારે ભ્રમિત થયેલા ચિત્તવાળા, મોહજાળમાં ફસાયેલા, વિષય ભોગોમાં અતિ આસક્ત એવા આસુરી સ્વભાવવાળા મનુષ્યો અપવિત્ર એવા નરકમાં જાય. આ નરક શું છે? હવે આગળ ભગવાન કહે છે સાંભળો, ૧૬મા અધ્યાયનો ૧૭મો શ્લોક: પોતાને શ્રેષ્ઠ માનનારા, ધન અને માનના મદવાળા તે ઘમંડી લોકો શાસ્ત્ર વિધિ રહિત માત્ર નામના જ યજ્ઞો કરે છે. નામના મેળવવા માટે યજ્ઞો કર્યા કરતા હોય અને નામના કરવા ખાતર કરતા હોય એવી રીતે વિધિ વગરના યજ્ઞો કરે છે. વિધિ તો યોગેશ્વરે સ્વયં અગાઉ આપણને જણાવી દીધી છે ને, છઠ્ઠા અધ્યાયની અંદર ૧૦ થી ૧૭મો શ્લોક છે અને ચોથા અધ્યાયમાં ૨૪માંથી ૩૩ શ્લોક સુધી આ બધી વિધિ યજ્ઞની જણાવેલી છે આપણને.
તેઓ બીજાની નિંદા કરનારા, અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધવાળા લોકો પોતાના અને બીજાના દેહમાં સ્થિત અંતર્યામી પરમાત્મા એવા મારો દ્વેષ કરે છે, મારી સાથે જ ઈર્ષ્યા કરે છે એ લોકો. શાસ્ત્ર વિધિથી પરમાત્માનું સ્મરણ એક યજ્ઞ છે; જેઓ આ વિધિ છોડીને માત્ર નામનો યજ્ઞ કરે છે, યજ્ઞના નામે કંઈને કંઈ કર્યા જ કરે, તેઓ પોતાના અને બીજાના શરીરમાં સ્થિત મારો—પરમાત્માનો—દ્વેષ કરનારા આ લોકો દ્વેષ કર્યા જ કરે છે. અને બચી જાય છે શું આ લોકો ભી? ઉગરશે ત્યારે કહે છે: મારો દ્વેષ કરનારા તે પાપાચારી, ક્રૂર, દુરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં નાખ્યા કરું છું. જેઓ શાસ્ત્ર વિધિ ત્યજીને યજ્ઞ કરે છે તેઓ પાપ યોનિ છે, મનુષ્યોમાં અધમ છે, તેઓ ક્રૂરકર્મીઓ કહેવાય છે, અન્ય કોઈ અધમ નથી. પહેલા કહ્યું હતું કે આવા નરાધમોને હું નરકમાં નાખું છું, તો આ જ નરક છે યોનિમાં જે વારેવારે પડવું ને એ જ નરક છે એમ કહે છે.
સાધારણ જેલની યાતના તો ભયંકર હોય છે ત્યારે અહીં તો વારંવાર આસુરી યોનિમાં પડવાનું—આમ ક્રમ કેટલો દુઃખદ છે! એટલા માટે દૈવી સંપત્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કૌંતેય, મૂર્ખ લોકો જન્મ-જન્માંતરો સુધી આસુરી યોનિવાળા મને ના પામતા, પહેલા કરતાં પણ અતિ અધમયોનિ ગતિને પામ્યા જ કરતા હોય છે, એનું નામ જ નરક છે. હવે તું નરકનો દ્વાર શું છે તે સમજ: કામ, ક્રોધ, લોભ—આ ત્રણ નરકના મુખ્ય દ્વારો. આ ત્રણમાંથી એકનો તમે આશ્રય લીધો એટલે નક્કી ત્યાં આગળ, કામ, ક્રોધ અને લોભ. તો લોભ તો છે ને કીધું છે ને, અતિ લોભ તે પાપનું મૂળ; લોભ થાય પછી બધું જ થવા માંડે છે એમ કહે છે. એટલે આ ત્રણ નરકના મુખ્ય દ્વારો છે તે આત્માનો નાશ કરનારા અને અધોગતિમાં લઈ જનારા છે, એટલે આ ત્રણનો તો ત્યાગ જ કરવો જોઈએ. આ ત્રણ પર આસુરી સંપત્તિ ટકી રહી છે; એને ત્યાગીને શું લાભ થશે?
તો શ્રીકૃષ્ણ કહે છે કે, હે કૌંતેય, નરકના આ ત્રણ દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય પોતાના પરમ કલ્યાણ માટે આચરણ કરે છે, જેનાથી પરમગતિ એટલે કે મને પામે છે, એનું પરિણામ પરમ શ્રેય છે આનાથી મુક્ત થઈ જાય તો. જો મનુષ્ય શાસ્ત્ર વિધિ ત્યાગીને... તો શાસ્ત્ર જેવું બીજું કોઈ શસ્ત્ર જ નથી ખરેખર. ઇદં ગુહ્યતમં શાસ્ત્રમ્—૧૫મા અધ્યાયમાં ૨૦મા શ્લોકમાં આ વાત કરી છે એમણે કે આ ગુહ્યતમ શાસ્ત્ર છે, એ જ શસ્ત્ર છે કે એના વડે તું પીપળાને કાપ. ગીતા સ્વયં સંપૂર્ણ શાસ્ત્ર છે, સો તમામ અંગો સહિત એ પરફેક્ટ જ છે. સ્વયં શ્રીકૃષ્ણે તે કહેલી તે વિધિને ત્યજીને, તે વિધિને ત્યજીને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનાર ના તો સિદ્ધિ પામે છે, ના તો પરમગતિ, ના તો જીવનમાં સુખ પામે છે. માટે હે અર્જુન, તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં, 'હું શું કરું અને શું ન કરું' આનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ એક પ્રમાણ છે.
શાસ્ત્રમાં શું કીધું છે તે પ્રમાણે ભાઈ તું કર, એમાં વિધિવત વર્ણન કરેલું છે કે આવી રીતે આ કરવું જોઈએ ને આ ન કરાય. સમાજની અંદર ભલે ગમે તે થતું હોય પણ શાસ્ત્ર જો એની ના પાડતું હોય તો આપણે એ ન કરવું જોઈએ—નિશ્ચિત કર્મો એમ જાણીને, શાસ્ત્ર વિધિથી નિશ્ચિત કરેલા કર્મો તારે કરવા યોગ્ય છે નહીં કે નિષિદ્ધ કર્મો જેનું નિષેધ કરવામાં આવેલો છે. અર્થાત ઈશ્વરનો નિવાસ દરેકના હૃદય પ્રદેશમાં છે જ, માટે નિરંતર યાદ રાખવું જોઈએ કે કોઈ સતત તમને જોઈ રહ્યું છે—સમબડી ઇઝ લુકિંગ, માટે શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રિયાનું જ આચરણ કરવું જોઈએ અન્યથા શિક્ષાદંડ હાજર જ છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ યોગશાસ્ત્રે ૧૬મો અધ્યાય આપણે અહીંયા પરમાત્માને સમર્પણ કરીએ છીએ, આપણને આ તક આપી આપણને ખૂબ આનંદ થાય એવું અદભુત આપણને જ્ઞાન આપ્યું છે અને આનો આપણે સદુપયોગ કરી શકીએ.
ધન્યવાદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.