અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

સુક્ષ્મ અવલોકનવિધિ વગર પ્રાણચિકિત્સા

ભાગ ૧૬ / ૭૫ · મૂળ PDF

પ્રાણચિકિત્સા શીખવાનાં તબક્કામાં મનમાં શંકા રહેતી હોય કે સૂક્ષ્મ અવલોકન બરાબર હશે કે કેમ? તો શું પ્રાણચિકિત્સા ન કરવી? જવાબ છે જો સૂક્ષ્મ અવલોકન કૌશલ્ય ન કેળવાયું હોય તો પણ પ્રાણચિકિત્સા કરી શકાય છે. આવી સ્થિતિમાં દર્દીને પૂછો કે તને કયાં તકલીફ છે અને તે જાણીને અસરગ્રસ્ત અવયવો અને નજીકનાં ચક્રો પર સ્થાનિય શોધન-માર્જન પછી ઉજ્જવલન – પ્રાણસિંચન, પ્રાણને સ્થાપિત કરવા બાદ સંપર્ક વિચ્છેદ કરવો જોઈએ. ફરીવાર દર્દીનો પ્રતિભાવ મેળવો. તમને ચોક્કસ સફળતા મળશે. અલબત્ત તમારું સૂક્ષ્મ અવલોકન કૌશલ્ય વધુ સંનિષ્ઠાથી કરીને પ્રાપ્ત કરી લેવું આવકાર્ય છે.

પ્રાણચિકિત્સા વડે શું કરી શકાય?

(૧) તાવ ઉતારી શકાય

(૨) માથાનો દુઃખાવો, ઉદર વાયુથી થતી પીડા, સ્નાયુઓ સાંધાનાં દુઃખાવામાં તત્કાલ રાહત.

(૩) શરદી, એકથી બે દિવસમાં મટી શકે ઝાડાની સમસ્યા થોડા કલાકોમાં મટી જતી હોય છે.

(૪) મોટી બીમારીઓ તત્કાલ રાહત અને ઘણા કિસ્સામાં થોડા મહિનામાં સંપૂર્ણ સાજા કરી શકાય.

(૫) સાજા થવાની પ્રકિયામાં તબીબી સારવાર સાથે પ્રાણચિકિત્સા આપવાથી નોંધપાત્ર ઝડપ લાવી શકાય છે.

પ્રાણચિકિત્સા શીખવી ખૂબ જ સરળ છે. અને કોઈપણ સામાન્ય માણસ ખુલ્લા મનથી તે અન્ય કાર્યોની જેમજ શીખીને પારંગત બની શકે છે. જરૂર છે નિષ્ઠાવાન પ્રાણચિકિત્સકોની જે લગનથી ચિકિત્સા કરવા માટે તૈયાર હોય.

રોગ થવાનાં કારણો

કોઈ પણ રોગ થવાનાં કારણો હોય છે. તેમાં કેટલાંક આંતરિક કારણો હોય છે તેમ કેટલાંક બાહ્ય કારણો પણ જવાબદાર હોય છે. આંતરિક કારણોમાં અનુવાંશિક પરિબળો જેવાં કે રંગસૂત્રો, શારીરિક માળખું, લાગણીઓ અને સંવેદનજન્ય પરિબળાે હોઈ શકે છે. બાહ્ય કારણોમાં જંતુઓ, કુપોષણ, ઝેરનો સંપર્ક, પ્રદૂષણ, વ્યાયામ અને નિદ્રાનાે અભાવ, વધુ પડતું થકવી નાખે તેવું લાંબા સમયથી ચાલતું કામ, શ્વાસોચ્છવાસની ખોટી ટેવ, વગેરે પરિબળો પણ ઓછા વધતા પ્રમાણમાં આંતરિક પરિબળાે સાથે સંયોજન પામી બીમારી લાવતાં હોય છે.

ઊર્જાદેહમાં પ્રાણનો ભરાવો કે ઊણપ, ઊર્જાકિરણદેહમાં પડી ગયેલી ગૂંચો, ગાંઠો, નબળા પડી ગયેલા, મંદ પડેલાં ઊર્જાકિરણો, ઊર્જાદેહમાં પડેલાં કાણાં અને તિરાડો મુખ્યત્વે બીમારીનાં ચિહ્નો દર્શાવતાં હોય છે. કેટલાક કિસ્સાઓમાં દેખીતી રીતે કોઈ રોગ ચિહ્ન ન હોવા છતાં પણ વ્યકિત બીમાર થઈ શકે છે. આથી સમગ્ર ઊર્જાદેહનું સંપૂર્ણ સૂક્ષ્મ અવલોકન કર્યા બાદ સંપૂર્ણ શોધન, માર્જન અને સ્થાનિય શોધન તમામ અસરગસ્તચક્રો, અવયવોમાં કરવું જોઈએ. ધ્યાનપૂર્વક તમામ ઊર્જાછિદ્રોને તિરાડોને પૂરી દઈને પૂરતાં પ્રમાણમાં તાજો પ્રાણપૂરવઠો ઉજ્જવલન ક્રિયા વડે આપીને પ્રાણસિંચન અને પ્રાણસ્થાપન કરવું જોઈએ. પ્રાણચિકિત્સકે પોતાનાં હાથ, આંગળા વગેરે સ્વયં શોધન કરીને પ્રાણસંપર્ક વિચ્છેદન કરવું આવશ્યક છે. આ ઉપરાંત દુષિત પ્રાણઊર્જાનો વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. સૂક્ષ્મ અવલોકન વિધિ ફરી વાર કરીને ખાત્રી કરવી હિતાવહ છે.