અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૨) થાકેલી તનાવગ્રસ્ત આંખો

ભાગ ૨૪ / ૭૫ · મૂળ PDF

(૧) આંખો, લમણાં અને આજ્ઞાચક્ર પર સૂક્ષ્મ અવલોકન કરો. સામાન્ય રીતે તેમાં પ્રાણઊર્જાની ઉણપ જોવા મળશે.

(૨) સ્થાનિય માર્જન – શોધન અસરગ્રત જગ્યાઓએ કરો ફરી સૂક્ષ્મ અવલોકન કરો, જો પ્રાણઊર્જામાં વધારો થયેલ જણાય તો શોધન-માર્જન સફળતાપૂર્વક થઈ ચુકયું છે.

(૩) આંખોને ઊર્જા પહોંચાડવા માટે જરૂર જણાય તો આજ્ઞાચક્ર પર બે આંગળી વડે હળવેથી ઉજ્જવલન કરો. મસ્તકના પાછળથી પણ પ્રાણસિંચન આંખો માટે કરી શકાય. યાદ રાખો ઊર્જાવહન ઈરાદાને અનુસરે છે.

(૩) દાંતનો દુઃખાવો

(૧) દુઃખાવો હોય તે જગ્યાનું સૂક્ષ્મ અવલોકન કરો ત્યાં પ્રાણઊર્જાની ઉણપ જણાશે.

(૨) દુઃખાવો હોય ત્યાં સ્થાનિય શોધન-માર્જન કરો.

(૩) અસરગ્રસ્ત ભાગ પર ઉજ્જવલન કરો.

(૪) દર્દીને દાંતનાં નિષ્ણાત તબીબને બતાવવા માટે સૂચના આપો.

(૪) શરદી, ખાંસી અને ભરેલું નાક.

(૧) આજ્ઞા, ગળાનાંચક્રો, આગળનું સોલરચક્ર અને પાછળનું હૃદયચક્ર તથા ફેફસાં આગળ, પાછળ અને બાજુએથી સૂક્ષ્મ અવલોકન કરો. આ ચક્રોમાં ઊણપ અથવા ભરાવો જણાશે.

(૨) આખા શરીરમાં અસર હોઈ શકે આથી સંપૂર્ણ શોધન માર્જન કરો.

(૩) સ્થાનિય શોધન-માર્જન આજ્ઞા, ગળાનાં ચક્રો, પાછળનાં હૃદયચક્ર અને ફેફસા પર કરો. આખાય શ્વસનતંત્રના અવયવો પર સ્થાનિય શોધન-માર્જન કરો.

(૪) સૂક્ષ્મ અવલોકન કરીને પ્રાણ સિંચન કરો.

(૫) સોલરચક્રો પર સ્થાનિય શોધન-માર્જન કરી ઉજ્જવલન કરો. જેથી સમગ્ર શરીરમાં ઊર્જાસંચારિત થઈ જશે.

(૬) ફેફસાનું શોધન-માર્જન આગાળ પાછળ અને બાજુમાંથી કર્યા બાદ સૂક્ષ્મ અવલોકન કરો અને પર્યાપ્ત ઊર્જા સિંચન કરો.

(૭) દર્દીને આરામ કરવા અને હળવું ગરમ ભોજન લેવા સૂચના આપો.

(૮) જરૂર જણાય તો ૪ થી ૬ કલાકમાં ફરી પ્રાણચિકિત્સા કરી શકાય.