(૧૫) અનિદ્રા
અનિદ્રાનું કારણ તણાવ, વધુ પડતી ચિંતા, ભૂતકાળની ભૂલ કે ભવિષ્યઆયોજનની ઉત્તેજનાનું પરિણામ હોય છે.
(૧) સહસ્ત્રાર મૂલાધાર અને આગળનાં સોલરચક્ર પર સૂક્ષ્મ અવલોકન કરો.
(૨) સંપૂર્ણ શોધન–માર્જનની વિધિ દર્દી પર ૭ થી ૧૦ વાર કરો. મોટા ભાગે દર્દી સૂઈ જશે.
(૩) સહસ્ત્રાર, આગળનાં સોલર અને મૂલાધાર પર સ્થાનિય શોધન કરો.
(૪) જરૂર જણાય તો જ આગળના સોલરચક્ર પર ઉજ્જવલન કરો.
(૧૬) સામાન્ય નબળાઈ અશક્તિ.
(૧) સંપૂર્ણ શોધન-માર્જન ૨ થી ૩ વાર કરો.
(૨) હથેળી અને પગનાં તળિયાનાચક્રોને સ્થાનિય શોધન-માર્જન કરો.
(૩) ઉજ્જવલન હથેળી અને પગના તળિયામાં કરો તેને સ્થગિત કરવાના બદલે ત્યાંથી પ્રાણઊર્જાનો સંચાર આખાય શરીરમાં વ્યાપી રહ્યો છે એમ ધારણા કરી ઊર્જા આપો.
(૪) આ ચક્રો કાર્યાવિત થતાં વધુ ભુપ્રાણ અને વાયવીય પ્રાણઊર્જા સ્વીકારવા તેઓ સક્ષમ બનશે.
(૫) સૂક્ષ્મ અવલોકનથી ખાતરી કરો કે તેઓનું કદ પહેલાં કરતાં વધ્યું છે. તે મોટા થયા છે.
(૬) આગળનાં સોલરચક્ર અને નાભિચક્રને સૂક્ષ્મ અવલોકન સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કરો.
(૭) ફરી વાર સૂક્ષ્મ અવલોકન કરો. અને સોલર નાભિચક્ર પર પ્રાણઊર્જા સ્થાપિત કરો.
(૧૭) જંતુ કરડવાથી થતી પીડા
(૧) અસરગ્રસ્ત ભાગ પર સરસ સ્થાનિય શોધન-માર્જન કરો.
(૨) ઉજ્જ્વલન પૂરતા પ્રમાણમાં કરો. અડધા કલાકમાં જ દુઃખાવો અને લાલાશ ઓછો થયેલો જણાશે.