૧. ઊડું શ્વસન કરો (પેટ થી)
૨. હળવેથી શ્વાસ લઈ ૧ પળ માટે કુંભક કરો રોકો.
૩. હળવેથી શ્વાસ છોડો ૧ પળ માટે રાહ જુઓ પછી હળવેથી ફરી શ્વાસ લો.
આને બાહ્ય પ્રાણાયામ કહે છે.
(૨) ૭:૧:૭:૧
૧. પેટ સુધી શ્વાસ લો.
૨. ૭ ગણતા સુધી શ્વાસ લો ૧ ગણતાં સુધી રોકો (આંતર કુંભક)
૩. ૭ ગણતાં સુધી શ્વાસ છોડતાં જાવ
૧ ગણતાં સુધી શ્વાસ ન લો. (બાહ્ય કુંભક)
(૩) ૬:૩:૬:૩
૧. પેટ સુધી શ્વાસ લો.
૨. ૬ ગણતાં સુધી શ્વાસ લો ૩ ગણતાં સુધી રોકો. (આંતર કુંભક)
૩. ૬ ગણતાં સુધી શ્વાસ છોડતાં જાવ.
૩ ગણતાં સુધી શ્વાસ ન લો (બાહ્ય કુંભક)
પેટ સુધી શ્વસન કરતાં શ્વાસ લેવાથી પેટ સહેજ ફૂલીને બહાર આવશે. અને શ્વાસ છોડતી વખતે પેટ અંદર તરફ ધકેલાઈને સંકોચાશે. પેટને વધુ પડતું ફૂલાવાનું કે સંકોચવાનું નથી તેની કાળજી લો. આમ ન કરવાથી શ્વાસ લેવાનું મુશ્કેલ બનશે. અહીં તાલબદ્ધતા અને કુંભક અગત્યનાં પરિબળો છે. શ્વાસ લઈને રોકવાને પૂર્ણ કુંભક અને શ્વાસ લઈને છોડીને તેને બહાર રોકવાને કેવળ કુંભક કહે છે. દિવ્યદૃષ્ટાઓએ જોયું છે કે કેવળ કુંભક પછી શ્વાસ લેતાં પુષ્કળ પ્રાણ શરીરનાં તમામ ભાગોમાં ધસી આવે છે. ભૂપ્રાણ ગ્રહણ, વાયવીય પ્રાણ ગ્રહણ, વૃક્ષો પાસેથી પ્રાણ ગ્રહણ દરેક પગનાં તળિયે એક મધ્યમ ચક છે. આ ચક્રો પર એકાગ્રતા રાખીને પ્રાણ શ્વસન કરવાથી ભૂપ્રાણ ગ્રહણ શીલતામાં વૃદ્ધિ થાય છે. તળિયાનાં ચક્રો થોડા વધુ વિકસિત થાય છે. સાથે પ્રાણ વ્યસન કરવાથી તળીયાનાં ચક્રો વધુ પ્રમાણમાં ભૂપ્રાણ શોષી શકે છે. આ રીતે સ્વયં ઉજ્જવલન પણ કરી શકાય. ભૌતિક શરીરને સાજું કરવા માટે વાયવીય પ્રાણ કરતાં ભૂપ્રાણ વધુ અસરદાર હોય છે.
દા.ત.ઘા,ઉઝરડા કે ભાંગેલા હાડકાની સારવાર કરવામાં વાયવીય પ્રાણની સરખામણીમાં ભૂપ્રાણ વધુ ઝડપ લાવે છે.
ચીની ગૂહ્ય માર્શલ આર્ટમાં ભૂપ્રાણ અથવા પૃથ્વી શક્તિ (Earth Ki)નો ઉપયોગ આંતરિક શક્તિનાં વિકાસમાં વપરાય છે.
(૧) જૂતાં, રબર, કે ચામડાનાં જૂતાં ૫૦%. નો ઘટાડો ભૂપ્રાણ મેળવવામાં કરતાં હોવાથી તેને ઉતારી નાખો.
(૨) એકાગ્રતા સિદ્ધ કરવા માટે હાથનાં અંગુઠા વડે પગનાં તળીયાની મધ્યમાં હળવેથી દબાણ આપો અને છોડો. એવું ૫ વાર કરો.
(૩) હવે પગનાં તળીયા પર ધ્યાન આપી રાખી પ્રાણ શ્વસનક્રિયાનો ૧૦ આવર્તન કરો.
આ જ પદ્ધતિ વડે વાયવીય પ્રાણ કે વૃક્ષો પાસેથી પ્રાણ મેળવી શકાય છે. વાયવીય પ્રાણ હાથ દ્વારા મેળવવા માટે હથેળીને કે અંગુઠાનાં દબાણ વડે ઉત્તજીત કરીને પ્રાણશ્વસન કરવું જોઈએ.
વૃક્ષો પાસેથી પ્રાણ મેળવવા કોઈ સારું મોટું નિરોગી વૃક્ષ પસંદ કરો. હથેળી અને પગના તળિયાને દબાવ આપી ઉત્તેજીત કર્યા બાદ વૃક્ષ પાસે જઈ મોટેથી કે માનસિક રીતે તેની પાસેની વધારાની પ્રાણ ઊર્જા તમને આપે તે માટે વિનંતી કરો યા પરવાનગી મેળવો. બંને હાથની હથેળીઓ વૃક્ષ પર ટેકવીને પ્રાણ શ્વસન ક્રિયાનાં ૧૦ આવર્તન કરો. વૃક્ષને ધન્યવાદ પાઠવો. તમારા માંથી કેટલાકને શૂન્યતા કે ધબકારાનાં સંવેદનોનો અનુભવ થશે. સ્વયં ઉજ્જવલન મેળવ્યા બાદ ઊર્જાને શરીરમાં પાછળથી આગળ તેમજ આગળથી પાછળ વારંવાર ફેરવી લેવી જોઈએ તે માટે તમારું શરીર પ્રકાશ કે પ્રાણથી ભરપૂર છે તેવું દૃશ્યીકૃત કરી પ્રાણસંચાલન આગળ-પાછળ, પાછળથી આગળ તરફ મેળવો. જેથી ઊર્જાનો કોઈ એક જગ્યા, અવયવ પર થતો ભરાવો નિવારી શકાય.