દર્દીને ગ્રહણશીલ બનાવવો
તટસ્થ, અક્કડુ અથવા વિશ્વાસ ન ધરાવતાં દર્દીઓની પ્રાણચિકિત્સા કરવી એ એક પડકાર હોય છે. આવા દર્દીઓની સારવાર કરવામાં પ્રક્ષેપીત પ્રાણઊર્જા પાછી ફરી શકે છે. અને તે ચિકિત્સકને ગુંગળાવે કે ગૂંચવી શકે છે. આના નિવારણ માટે દર્દીને પ્રથમથી પ્રાણચિકિત્સાની સમજ આપી ખુલ્લા મનથી આ ચિકિત્સા કરાવવા રાજી કરવા જોઈએ. તેમની સાથે ઔપચરિક ઘરોબો કેળવીને સારવાર કરવી હિતાવહ છે. છતાં પણ તેઓને બેસાડી હથેળી આકાશ તરફ ગ્રહણમુદ્રામાં રાખી, આંખો ચાહે તો બંધ કરવા, ઊંડા શ્વાસ લેવા મૃદુ ભાષામાં સૂચનો કરવાં. તેમનું ડોકું હળવેથી છાતી તરફ નમાવવા પણ કહી શકાય. ‘હે પ્રભુ મને સાજા કરવા માટે આભાર’ જેવી ટૂંકી પ્રાર્થના કરવા પણ કહી શકાય. આથી તેમની ઊર્જા ગ્રહણ ક્ષમતા વધી જશે અને ઊર્જા પાછી ફરવાની શક્યતાઓ નિવારી શકાય છે.
MCKS વર્ણિત
ઈશ્વર સર્વશક્તિમાન છે.
ઈશ્વર ખૂબ જ કરુણામય છે.
તેઓ મને મારા સર્વ દર્દોથી સાજો કરે છે.
God is Almighty
God is Merciful
He is Healing me
through all my ailments.
આવુ હૃદયપૂર્વક બોલવાનું પણ દર્દીઓને શીખવી શકાય.
વળી, નિમ્મલિખિત નિશ્ચયપૂર્વક વિધાન કરવા કહી શકાય.
I willingly, fully & gratefully
accept all the Healings energies...
in full faith, so be it.
હું સ્વેચ્છાએ સંપૂર્ણપણે કૃતજ્ઞતાપૂર્વક તમામ ચિકિત્સાઊર્જાનો સ્વીકાર કરું છું.
સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે.
‘એમ જ થાવ’
દર્દીઓને પ્રાણઊર્જા વડે તેઓ સાજા થઈ રહ્યા છે તેવી ધારણા રાખીને પ્રાણચિકિત્સા કરાવવા માટે પણ સૂચન આપી શકાય.