દુરસ્થ શોધન માર્જન-ઉજ્જ્વલન
આ ખૂબ જ સરળ બનતું જશે. અભ્યાસથી જ શીખવામાં પણ ખૂબ સરળ છે. બે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.
(૧) પ્રાણ શ્વસનક્રિયા કરો. દર્દી તમારી સમક્ષ છે એવી ધારણા કરો. તે દર્દી તમારાથી ખૂબ દૂર છે એવું વિચારવાથી તમારું મન સમગ્ર બાબતમાં અવરોધરૂપ બની જશે. તમારે ત્યાં દૂર સુધી ઊર્જા મોકલીને પ્રાણચિકિત્સા કરો છો એવું ન વિચારતાં તે તમારા સામે જ છે એવી ધારણા કરો.
(૨) કલ્પના કરો કે દર્શીકૃત કરો કે તમે હવે તેનાં પર સંપૂર્ણ શોધન-માર્જન, સ્થાનિય શોધન–માર્જન અને ઉજ્જવલન કરો.
(૩) તમારી બાજુમાં તિલસ્મી અગ્નિ કે પ્રકાશનો એક ગોળો કે જે સૂર્ય સમાન પ્રકાશિત છે. તેમાં દર્દીની રોગિષ્ઠ ઊર્જાને ફેંકો અને નષ્ટ કરો. ચક્ર અવયવો સંપૂર્ણ સ્વચ્છ અને તેજસ્વી લાગે ત્યાં સુધી શોધન-માર્જન કરો.
(૪) અસરગ્રસ્તચક્રો, અવયવોનું ઉજ્જવલન કરો. તે તમામચક્રો અને અવયવોને પર્યાપ્ત ઊર્જા આપો. તે તેજસ્વી જણાય ત્યારે ‘પ્રાણ સ્થાપિત થાવ’ આદેશ મોટેથી કે મનમાં ખાતરીપૂર્વક કહો.
(૫) ફરી દુરસ્થ પ્રાણ સૂક્ષ્મ અવલોકન કરીને ખાત્રી કરો કે પ્રાણચિકિત્સા બરાબર થઈ છે. જો ખામી લાગે તો ફરી પ્રાણચિકિત્સા કરો.
(૬) પ્રાણસંપર્ક વિચ્છેદન કરો.
(૭) સારવાર બાદ તમારા હાથ સાફ કરો. (પ્રાણ દ્વારા) તિલસ્મી અગ્નિને ‘વિસર્જન’ કરો. ત્યારબાદ જંતુનાશક સાબુથી હાથ કોણી સુધી ધોઈ નાખો.
II. અન્ય પદ્ધતિમાં દર્દી તમારા સામે જ બેઠો છે એવી ધારણા કરો.
૨) દર્દીનાં મસ્તક પર તેજસ્વી પ્રકાશનો ગોળો પ્રગટે છે એવી ધારણા કરો. હવે તેમાંથી પ્રકાશનો પ્રવાહ સતત નીકળીને તેનાં મસ્તક અને ધડ, હાથ, છેલ્લે પગ – આમ સમગ્ર ઊર્જાદેહની સંપૂર્ણ શોધન કરી, ઉજ્જવલન કરી રહ્યો છો.
(૩) રોગિષ્ટ ઊર્જા ધીમે ધીમે પાતળી પડી ત્યાં જ નષ્ટ થઈ રહી છે અથવા તિલસ્મી અગ્નિમાં નષ્ટ થઈ રહી છે તેવી ધારણા કરો.
(૪) ફરીવાર તે પ્રકાશિત ઊર્જાનાં ગોળામાંથી ઊર્જાકિરણો દર્દીનાં ચક્રો, અવયવોને ઉજ્જવલિત કરી રહ્યા છે. હવે તેને પર્યાપ્ત ઊર્જા મળી છે તેમ ધારણા કરો.
(૫) પ્રાણઊર્જા સ્થાપિત કરો.
આ બંને પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ પણ વિચારી શકાય. પ્રથમ દુરસ્થ પ્રાણચિકિત્સા જાણીતા દર્દીઓને આપો. અભ્યાસ વધતાં તેનો દૂર પરદેશમાં રહેતા દર્દીઓ પર પણ ઉપયોગ કરવાનો શરૂ કરો. યાદ રાખો પ્રયત્નશીલ જ સફળતા પામે છે.