આભાર, ધન્યવાદ.”
આવાહનીય પ્રાણચિકિત્સકે હંમેશાં સ્વીકારભાવ કેળવીને અંત: સ્ફુરણ, માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરવું, જીવવું જોઈએ. નમ્રતા અને વિવેકથી ચિકિત્સા આપવી. ઘણાં મજબૂત ઈરાદાવાળા (wilful) ચિકિત્સકોને ઊર્જાનાં અતિરેક કરી વધુ પડતાં ઉજ્જવલિત કરી મૂકે ત્યારે તે દર્દી બેહોશ થઈ જતાં હોય છે. તેમનાં નબળા ઊર્જાદેહ પ્રચંડ ઊર્જાને સહી શકતાં નથી. આમાં ઘણાં દેવદૂતો અને ચિકિત્સાનાં દેવદેવીઓ ચિકિત્સા-દૂતો પણ શામેલ થવાથી ઘણીવાર અસહ્ય ઊર્જા અવતરણ થઈ શકે છે.
જો વ્યકિતનાં આ જીવનનો અંત આવવાનો હોય, તેનું મૃત્યુ થવાનું હોય ત્યારે દર્દની સંભાળ સહાય માટે તેમની નિયુક્તિ માટે પ્રાર્થના થાય ત્યારે કોઈ પ્રતિભાવ ન આવે ત્યારે ચિકિત્સકે સમજી જવું અને તેનાં આગળનાં જીવન માટેની પ્રાર્થના કરવી જોઈએ.
દિવ્યશકિતનાં અવતરણમાં પ્રથમ તે ચિકિત્સકના સહસ્ત્રાર પર અવતરિત થાય છે. અને તેના આજ્ઞાચક્ર તથા હૃદયચક્રને દિવ્ય ઊર્જાસભર બનાવે છે. ત્યાંથી દિવ્ય ઊર્જા તેનાં હાથ, હથેળી, આંગળા જે સામાન્ય રીતે દર્દી તરફ આશીર્વાદ મુદ્રામાં હોય તેની મારફતે દર્દીનો સહસ્ત્રાર, આજ્ઞા અને હૃદયચક્ર અંતે સમગ્ર શરીરમાં અવતરણ પામીને દર્દી સાજો થઈ જાય છે.
પ્રાણચિકિત્સકે સૌપ્રથમ દર્દીનાં સહસ્ત્રાર આજ્ઞા અને હૃદયચક્રને બીમાર અવયવોને સ્થાનિય શોધન–માર્જન વડે સ્વચ્છ કરવા જોઈએ. શક્ય હોય તો સંપૂર્ણ શોધન–માર્જન ૩ આવર્તન કરાયા બાદ જ આવાહનીય પ્રાણચિકિત્સા કરવી સલાહ ભરેલ છે.
જો તમે પ્રાર્થના દ્વારા ચિકિત્સા કે આવાહનીય પ્રાણચિકિત્સામાં કાર્ય કરવા માગતા હોય તો નિયમિત ધ્યાન ધરવું જોઈએ તેમજ રોજ પ્રાર્થના કરો કે “હે પ્રભુ મને તમારી ચિકિત્સા શક્તિઓનું માધ્યમ બનાવો.”
નીચે દશાવેલી આવાહનીય ચિકિત્સા પ્રક્રિયાઓ કોઈપણ ધાર્મિક સંપ્રદાયો માટે ઉપયોગી નીવડે છે. તે ખૂબ જ અસરકારક અને શક્તિશાળી છે. આ પ્રક્રિયાનાં ઉપયોગ માટે પણ કોઈએ ધર્માંધ થવાની જરૂર નથી. માત્ર અને માત્ર પ્રભુમાં માનો અને વિશ્વાસ રાખો કે “પ્રભુ સર્વશક્તિમાન છે. તેથી સઘળું શક્ય છે.”
પદ્ધતિ નીચે મુજબ છે.
(૧) તમને ગમતી કોઈપણ ધાર્મિક પ્રાર્થના થોડીવાર કરો. હવે મોટેથી કે મનમાં ચિકિત્સા આવાહન કરો.
“પ્રભુ મને તમારી ચિકિત્સાશક્તિનું માધ્યમ બનાવો. જે લોકો દર્દ પીડામાં છે, તેમની પ્રત્યે કરુણા રેલાવવા માટે મને સંપૂર્ણ સજ્જ કરો. પ્રભુ તમારી દિવ્ય ચિકિત્સા અને પુન: જીવન શક્તિઓ આ શરીર દ્વારા પ્રસરો.