અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

“તમે જે કર્મ તમારી સાથે ન થાય તેવું

ભાગ ૭૦ / ૭૫ · મૂળ PDF

ઈચ્છતા હોય તેવાં કર્મ તમે અન્ય સાથે ન જ કરો.”

(કન્ફશિયસ)

“આદર્શ ધર્મ એ જ છે કે - જે કામ તને પસંદ છે તેજ કાર્ય અન્ય માટે તું કર. જે વિચાર કે કાર્યથી તને કષ્ટ લાગે છે તે કાર્ય બીજા માટે પણ કષ્ટદાયક જ હશે (એવું સમજ).” (કુરાન)

નકારાત્મક કાર્મને ક્ષમાનો નિયમ કે કરુણા વડે નિષ્ક્રિય કરી શકાય છે.

(૧) ધ્યાનચિંતન કરો. જે કર્મો પાઠ ભણાવે છે તેને સમજો જ્યાં સુધી સમજીને તેવાં કર્મો કરવાનાં બંધ નહીં કરો ત્યાં સુધી તેવાં પરિણામો વારંવાર આવ્યા જ કરશે.

(૨) કરુણા રાખો. કારણ કે, ધન્ય છે તેઓ જે કરુણામય છે. તેમનાં પર દયા કરુણા રાખવામાં આવશે.

(અ) પીડિતો તથા અન્ય જરૂરિયાતમંદોની સહાયતા માટે તમારી આવકના ૧૦% ટકાનું દાન કરો. બીજા પ્રત્યે દયા દાખવવાથી બીજા લોકો પણ તમારા પ્રતિ દયાભાવ દાખવશે.

(આ) માંસ-મચ્છી વગેરે ખાવાથી દૂર રહો. કારણ કે શાકાહારી બનવામાં અનેક ફાયદા હોય છે. જીવજંતુઓ, પશુઓ, પક્ષીઓ પ્રત્યે દયા રાખવાથી તમને પણ તેમનાં પાસેથી દયા અને પ્રેમ મળશે.

(ઈ) બીજાને ઘાયલ કરવા, ગુંડાગિરી કરવા તથા નિર્દયી થવાથી બચવું જોઈએ. કારણ કે જે બીજા પ્રત્યે દયા દાખવતાં નથી તેઓ દયાને પાત્ર નથી.

ક્ષમાનાં નિયમનું પાલન

અસીસીનાં સંત ફ્રાંસિસની પ્રાર્થનામાં જણાવ્યું છે તે મુજબ “બીજાને ક્ષમા આપવાથી જ ક્ષમા મળી જાય છે.” ઈશ્વરની પ્રાર્થનામાં કહેવાયું છે કે “પરમેશ્વરથી ક્ષમાદાન પ્રાપ્ત કરતાં મનુષ્યે બીજાંને ક્ષમા આપવી જોઈએ.”

“અમારા અપરાધો માફ કરો, જેમ અમે પણ અમારા અપરાધીઓને માફ કર્યા છે.” (મેથ્યુ - ૬ઃ૧૨)

“જો તમે બીજાના અપરાધો માફ કરશો તો તમારા સ્વર્ગમાંના પિતા તમને પણ માફ કરશે. પણ જો તમે બીજાને માફ નહીં કરો તો તમારા પિતા (ઈશ્વર) પણ તમારા અપરાધો માફ નહીં કરે.” (મેથ્યુ ૬ઃ૧૪-૧૫)