અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

અરે બાથરૂમ માં જ. વિભૂતિમાં

ભાગ ૨૩ / ૪૪ · મૂળ PDF

થોડું ગંગાજળ મેળવી પલાળ એને અને

ચોપડ આખાય શરીરે બોલ હર હર

મહાદેવ અને થોડું શાંતિથી બેસ,

આવડે તેવું ધ્યાન કર. તારુ જ સ્તો. નહીં

તો ભોળાનાથનું

સર્વ પાપહરં ભસ્મદિવ્ય જ્યોતિ સમપ્રભમ્ ।

સર્વ ક્ષેમકરં પુણ્ય ગૃહાણ પરમેશ્વર.

વિભૂતિ એ ઋષિઓની દિવ્ય જ્ઞાન પ્રસાદી છે. તે નેનો મેડીસીન છે એમ સમજ. તેનાં વડે સ્નાન કરવાનાં લાભો તું જાતે જ જોઈ લેજે.

આયુર્વેદ માં તો અનેક ઔષધિઓ અને સુવર્ણ વગેરે ધાતુઓની ભસ્મોનો દવા તરીકે ઉપયોગ પ્રચલિત છે. ઉજ્જૈનના મહાકાલની સવારની ભસ્મઆરતી પ્રખ્યાત છે. ભસ્મ એટલે કે વિભૂતિ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતિક છે. તો છે તું તૈયાર? ભસ્મ લગાવ, ભસ્મસ્નાન કર, તું પણ શિવરૂપ થઈ જઈશ\!

(૮) તીર્થસ્નાન: ભારતમાં અનેક પ્રખ્યાત તીર્થસ્થાનો છે. ચારધામ તેમાં મુખ્ય છે. તીર્થ એટલે પુણ્યભૂમિ જ્યાં પ્રત્યેક ધાર્મિક ગૃહસ્થી, સન્યાસીઓ, ગુપ્ત યોગીઓ હંમેશા વિદ્યમાન હોય છે. કાશી, ગયા, નાસિક જેવા અન્ય તીર્થમાં જઈને ત્યાં તિર્થોદક (તીર્થ + ઉદક = જલ) વડે સ્નાન કરવાનું શાસ્ત્રવિધાન છે. લાંબી કષ્ટદાયક યાત્રા બાદ વ્યક્તિ તીર્થમાં સ્નાન કરે અને ત્યાં ભ્રમણ કરે. તેના અસંખ્ય લાભ છે. પછી તો ભાવના તેવું ફળ.

(૯) મંત્રસ્નાન: આ માટે પવિત્ર થઈને વ્યક્તિ કે સમૂહ એક સ્થાન પર બેસે. તેનાં ફરતે એક કે વધુ બ્રાહ્મણ, પંડિતો બેસીને ચુનંદા મંત્રો વડે હાથમાં વનસ્પતિ (નાગરવેલનાં પાન) વડે જલથી છંટકાવ કરે તેને મંત્ર સ્નાન કહે છે. મંત્રોમાં અદ્ભુત શક્તિઓ હોય છે. તેથી તેનાં છંટકાવની સ્થૂળ િક્રયા દ્વારા તેનાં વાછુંઓનાં પંચકોષોમાં ખૂબ જ દિવ્યશક્તિઓ વહાવી શકાય. અહીં મંત્ર સ્નાન કરનારાની ભાવના અને માંત્રિકોનું વચનબળ બંને ખૂબ જ આવશ્યક છે. સત્યવાદી, સંતોષી, નિષ્ઠાવાન મંત્રનાં જાણકારો અદ્ભુત ચમત્કારિક પરિણામ લાવી શકે છે. અહીં પણ ભાવના એવું ફળ એજ નિયમ લાગુ પડે છે.

ઉપરોક્ત પદ્ધતિઓ વડે પ્રાચીન કાળથી ભારતમાં પંચકોષોની સંપૂર્ણ સફાઈ શોધન કરવામાં આવે છે. આજના બુદ્ધિવાદીઓ આમાં વધુ સંશોધનો કરી શકે છે. આ ઉપરાંત અન્ય સંપૂર્ણ સફાઈની પદ્ધતિઓ વિષે જોઈએ..

બીમાર વ્યક્તિનાં પ્રાણદેહની ચિકિત્સા માટે લીમડાની એક નાની ડાળખી તોડીને તેનાં વડે તેનાં માથાથી પગ સુધી, આગળ-પાછળ સાત વાર હળવેથી ફેરવીને તેને સળગાવી દેવાય છે. આના વડે સુંદર પરિણામો મળેલાં છે.

આવી જ અન્ય પદ્ધતિમાં મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને પીર-દરગાહ ૫૨નાં મૌલવી લોકો તેનાં વડે ઘણા લોકોને ઝાડુબુહાર કરતાં જણાય છે. આ પદ્ધતિનાં ઉપયોગ વડે પણ બીમાર વ્યક્તિને રાહત થઈ મટી જતું જોયું છે. આ પદ્ધતિનો ઉપયોગ અમે અનેક વાર કરીને અદ્ભુત પરિણામો મેળવેલ છે.

આ ઉપરાંત દર્ભની નાનકડી સળી વડે પણ સંપૂર્ણ શોધનમાર્જન કરી શકાય છે. તે ખૂબ જ અસરકારક હોય છે. અને હાથમાં મોંઘાદાટ ક્રિસ્ટલ રાખીને ચિકિત્સા કરનારાઓ સામે આ એક સાવ સસ્તું સરળ ઉપકરણ ચિકિત્સા માટે ઉપયોગમાં લઈને વ્યક્તિને સંપૂર્ણ શોધન-માર્જન, સ્થાનીય શોધન – માર્જન અને ઉજજ્વલન કરી શકાય છે. ચિકિત્સકનું પોતાનું જ્ઞાન કૌશલ્ય અને ચિકિત્સા કરી શકવાની ક્ષમતા પણ સારા પરિણામો મેળવવામાં કારણભૂત હોય છે.

પ્રાચીનકાળથી ‘નજર ઉતારવી’ની પ્રક્રિયા પણ ખૂબ જ પ્રચલિત છે. મોટા શહેરોમાં આના જાણકારો જૂજ જવલ્લે જ મળે એવું બને પરંતુ અસલ ભારત તો હજુયે ગામડામાં વસે છે. જોકે ઔદ્યોગીકરણની અસરો હેઠળ ગામડા ભાંગીને શહેરો વિકસી રહ્યાં છે. પરંતુ હજુ પણ ગામડાઓમાં નજર ઉતારીને સાજા કરવાની પદ્ધતિ ચાલુ જ છે. તેની ત્રણ રીતોની વાત કરીએ.

પ્રથમ પદ્ધતિમાં ગાયનું છાણ લાવીને તેને એક થાળીમાં લગાવી તેમાં એક વાટકી ઊંઘી મૂકી દર્દીનાં ખાટલા નીચે રાતભર મૂકવામાં આવે છે. સવારે તેમાં થોડું પાણી નાખીને તપાસ કરાય છે જો તે સજ્જડ ચોંટી ગયેલી હોય તેનો અર્થ કે વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે. તો તેને ફરી તેના ખાટલા નીચે મૂકી દેવાય. આમ રોજ પાણી નાખીને તપાસ કરાય. જે દિવસે તે વાટકી જરાક પાણી નાખતાંવેંત પાણીમાં તરતી જણાય ત્યારે તે વ્યક્તિ સાજો થયેલ છે એમ જણાય. આ પછી તે થાળી વાટકીને સ્વચ્છ કરીને મૂકી દેવાય. અને દર્દી આમ સાજો થતો હોય છે.

બીજી પદ્ધતિમાં લાલ મરચાંને લોઢીમાં સળગાવીને દર્દીની જ નજીક મૂકી તેની ધુમાડી દર્દીને લેવાનું જણાવાય. આમાં ખૂબ ખાંસી ખાઈ ખાઈને દર્દીનાં શરીરમાંથી દૂષિત પ્રાણ બહાર નીકળી જવાનાં પરિણામે તે ફરી હલકોફૂલ થઈ સાજો થઈ જાય.

ત્રીજી પદ્ધતિમાં રસદાર લીંબુના બે ફાડિયાને અગ્નિમાં તપાવીને પછી તેને દર્દીનાં માથાથી પગ સુધી સાત વાર ગોળાકારે ઘડિયાળનાં કાંટાની દિશામાં ફેરવીને તેને સળગાવી દેવામાં આવે છે. અન્ય રીતમાં આખા લીંબુને જ ઉપર જણાવ્યા પ્રમાણે સાત વાર દર્દી પરથી ઉતારો કરીને ઘરની બહાર અગ્નિ પ્રગટાવીને સળગાવી દેવામાં આવે છે.

અન્ય એક પદ્ધતિમાં દર્દીને ઓઢાડીને છતા સૂવા માટે કહેવામાં આવે છે. અન્ય વ્યક્તિ (ઘણે ભાગે તેની પત્ની, માતા અથવા અન્ય વડીલ વૃદ્ધાઓ) હાથમાં એક પાણી ભરેલો લોટો અને બીજા હાથની મુઠ્ઠીમાં મીઠું (આખું કે દળેલું) રાખીને તેનાં માથાથી પગ સુધી સાત વાર માર્જન કરે છે અને તે પાણી અને મીઠાને નાલીમાં વહાવી દે છે.

આજનાં સમયમાં ભલે તેને તુચ્છ, તોટકા ગણી લે પરંતુ તેનાથી તેની ઉપયોગિતા અને અસરકારકતામાં કોઈ ફરક પડતો નથી. હા એ શક્ય છે કે દરેક રોગોની જેમ સારવારમાં તેની સાથે અન્ય આયુર્વેદિક, એલોપેથિક ઉપચારો આવશ્યક છે. પરંતુ ઊર્જાદેહને સ્વચ્છ કરવા માટે યોજાયેલ આ પદ્ધતિઓ અકસીર છે.

“આપ દષ્ટ, બાપદષ્ટ, મેલી, ચોખ્ખી,