અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

કર્મ

ભાગ ૩૮ / ૪૪ · મૂળ PDF

(૧) ઘાતીકર્મ:

જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય ચારિત્ર મોહનીય અંતરાય

(૨) અઘાતીકર્મ

નાન-રૂપ વેદનીય ગોત્ર આયુષ્ય

શા માટે કેટલાક વિધાર્થીઓ શાળામાં ખૂબ સરસ ભણે છે જ્યારે બીજા સંઘર્ષ કરતાં હોય છે? શા માટે કેટલાક સહેલાઈથી પૈસા મેળવી સંપત્તિવાન બને છે ત્યારે બીજાં બધા ગરીબ અને ખૂબ મહેનત પછી માંડ ગુજરાન જેટલું મેળવે છે? શા માટે કેટલાક ખૂબ જ દુ:ખી હોય છે જ્યારે અન્ય લોકો જીવનનો આનંદ માણે છે? શા માટે અમુક લોકો લાંબું જીવે છે જ્યારે બીજા લોકો ખૂબ વહેલાં યુવાનીમાં મૃત્યુ પામે છે? આવા બધાજ પ્રશ્નોનો જવાબ છે. અાપણાં કર્મોની અસરો.

કર્મની થીયરી દ્વારા કેમ, કેવી રીતે, શું આપણને થઈ રહ્યું છે તેનો ખુલાસો કરે છે તે દર્શાવે છે કેવી રીતે તે આપણાં જીવનને સ્પર્શે છે. આપણે કેવી રીતે કર્મ સંચય કરીએ છીએ તથા કેવી રીતે આ કર્મોથી મુક્ત થઈ શકાય. કર્મ એ કાર્મિક કણોનું સચિત સઘનરૂપ છે. આ એક કાર્મિક ડેરીવેટિવ્સ જેવું છે તેની ભવિષ્યમાં ચૂકવણી થવાની છે. કર્મકણો એ જડ દ્રવ્ય છે જે આપણી ચોપાસ અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલું છે, તે એટલાં બધાં સૂક્ષ્મકણો હોય છે કે તે નરી આંખે દેખાતાં નથી પણ માઈક્રોસ્કોપથી પણ તે દેખી શકાતાં નથી. આવાં અસંખ્ય સૂક્ષ્મ કર્મકણો એકઠાં થઈને કર્મવર્ગણાઓ બનાવે છે જે હજી માઈક્રોસ્કોપથી પણ દેખાવાની નથી.

જ્યારે તમે ક્રોધ, લોભ, અહંકાર, પ્રપંચ અને અન્ય ઘેલછાઓમાં જુસ્સાપૂર્વક વર્તો છો ત્યારે કર્મનાં કણો ચાર્જ થતાં કર્મવર્ગણા બનીને તમારા જીવ પર ચોંટી પડે છે. આ ચોંટી પડેલી કર્મવર્ગણાઓ જ કર્મ કહેવાય છે. જેનાથી કર્મ બંધનો ઊભા થાય છે. બંધનની પ્રક્રિયાને આશ્રવ પણ કહે છે.

જ્યારે પણ આપણે કશું બોલીએ, વિચારીએ કે વર્તીએ ત્યારે ત્યારે કર્મવર્ગણાઓ બનીને જીવાત્માને ચોંટી પડે છે, ત્યારબાદ તે કર્મ બને છે. કર્મને આગળ બે ભાગમાં વહેંચી શકાય. ભાવકર્મ અને દ્રવ્યકર્મ. ભાવકર્મ એ અભૌતિક વિચારદ્રવ્યને આકર્ષીને તૈયાર થાય છે જ્યારે દ્રવ્યકર્મમાં ભૌતિક વિચારદ્રવ્ય કર્મકણો એકઠાં કરીને કર્મવર્ગણાઓ બની જીવને વળગે છે. ભાવકર્મ વગર દ્રવ્યકર્મ હોઈ શકે નહીં. આ બધું આમ એકસાથે ઊભું થઈ જાય છે. સરળ રીતે સમજવા માટે ભાવકર્મને એક ભાવ આપવા વિચાર તરીકે લો. કારણ કે જીવની સક્રિયતાનાં મૂળમાં માનસક્રિયા રહેલી હોય છે. આમ ભાવકર્મ એ અભૌતિક ભાગ છે.

ક્રિયામાં ૩ રીતો હોય છે. માનસિક, શાબ્દિક અને ભૌતિક. હજુ આગળ તેને કરવામાં આપણે સ્વયં કરીએ, કોઈની પાસે તેમ કરાવીએ અથવા કોઈને તેમ કરવા માટે પ્રોત્સાહિત કરીએ. આમ કોઈપણ કાર્ય આ પ્રમાણે નવ રીતે સંપન્ન કરાતું હોય છે. આ બધામાં માનસિક ક્રિયાકલાપ જ જીવોને ખૂબ જ લાંબા સમયગાળા સુધી અસરો આપે છે.

હવે જ્યારે કર્મ વડે જીવ બંધનમાં પડે ત્યારે જે તે કર્મનાં ૪ લક્ષણો પણ ઉત્પન્ન થતાં હોય છે.