શાશ્વત સંવાદ — ૯
બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતં ગગનસદૃશં તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતં ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ, સદગુરુ તમ નમામિ. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ જ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ!
તો જીવનની અંદર આ બધું કરતાં કરતાં શું કરવાનું? તો કે, "અહંકાર-અભિમાન ખોજો રે!" ક્યાં ક્યાં અહંકાર છે, અભિમાન છે, એને શોધવા માંડો. એને તમે શોધશો એટલે તમને ખ્યાલ આવશે કે આ જુદો છે મારાથી, મારી બહાર છે, મારામાં નથી, હું એ નથી. એની અનુભૂતિ ધીમે ધીમે ધીમે ધીમે આવવા માંડે. એનું ભાન ધીમે ધીમે ધીમે ધીમે કરીને પ્રગટવા માંડશે. એટલે એમ કરશો એટલે શું થશે? તો કે, પરમાત્મા પ્રગટ થઈ જશે અને ભાન આવી જશે કે "હું જ પરમાત્મા અને મારામાં આ તો બધું છે જ નહી, કઈક બહાર છે, દૂર છે."
એટલે અવધૂત શ્રી દત્તાત્રેયજીને આપણે વંદન કરીએ છીએ. આપ ધર્મ તત્વના ખૂબ જ પ્રણિધાનમાં આપ શ્રી વિચરી રહ્યા છો. પરમ પરમ તત્વ રૂપે સ્વયં આપણા સૌનો ઉદ્ધાર કરવા માટે આ ધરાતલ પર, આ ધરાતલ પર બિરાજ્યા છો, પધાર્યા છો. ધર્મતત્વ એક એવું સાધન છે, જેના વડે જીવનની અશુદ્ધિઓ દૂર થાય છે. "મન્યુ દગ્ધમ્".
કોઈપણ સાધક, કોઈપણ સિદ્ધ, તેનામાં અહંકાર ના હોવો જોઈએ. પહેલા જ એને બાળીને ખાક કરી દે. "ભસ્મી ભૂતાય સ્વાહા". અહંકારને જવા દો. પહેલા ઓળખો, પછી એને જવા દો કે "આ આપણા કામની વસ્તુ નથી." અહંકાર એ બહુ ખતરનાક વસ્તુ છે. માણસ પોતાનું અભિમાન જાતે જાતે જ વધારતો જતો હોય છે. એટલે એવા અહંકાર રૂપી રાવણથી મુક્ત થવું જ પડશે. "નિજાભિમાનમ્ ત્યક્ત્વા", તો જ આત્મદર્શન થાય. આ કન્ડિશન અપ્લાય છે કે આ ના હોય તો આ થશે, ભાઈ! એટલે જ્યારે જ્યારે પણ કઈક ઊભું થાય, તો આપણને ખબર હોવી જોઈએ કે "આ હું નથી ને મારામાં નથી."
પ્રભુના ના દર્શન કરવા છે, પરમાત્મામાં પહોંચવું જ છે. એક જ કામ કરો: અહંકારો ગાળી નાખો. ગૌરવ હોય પોતાનું, પણ અહંકાર તો ના જ હોવો જોય. ગૌરવ એટલે સ્વમાન. સ્વમાનને સાચવીએ તો લોકો; જો ન સાચવીએ સ્વમાનને, તો લોકો તોડી નાખશે. વ્યવહારની અંદર ભલે કરડીએ નહીં, પણ કોકવાર વખતે ફૂફાડો મારી લઈએ. પણ અહંકાર-અભિમાન સુધીને નહી જવાનો. આ લિમિટ આપી દીધી: ફૂફાડો મારવાનો, પછોડ દેવાનો, કરડવાન નહી કોઈને.
અહંકાર અગ્નિરૂપ છે; એ બાળશે, દજાડશે. અહંકારની વાતે વાતે બધાનું અપમાન કરવાની આદત પડી જાય છે. જો અહંકારી હોય, "મારા જેવો કોઈ ની, બાકી બધા તું જ છે," એવું જ કર્યા કરે. એના આખા વર્તનમાં ધીરે ધીરે આ વણાતું જ જાય, વણાતું જ જાય. ને હવે આ આવડી મોટી જાડી ચાદર એને બનાવી દીધી હોત કે દાડ પાર આવશે એનો અહંકારીને? એટલા માટે શું થાય છે? તો કે, પોતાને ઊંચો દેખાડવા, બીજાને ને ઉતારી પાડવા. પોતાની લીટી મોટી કર. બીજાને નીચે પાડે છે એવા પોતાની મોટી લીટી કર્યા કરે. મોટી તુધી તો કોઈ વાધો જ નથી કે તું બીજાને શું કરવા નીચે પાડે છે? કે તું તારી જાતને મોટો માન. આપણને કોઈને કશો વાંધો નથી એમાં. પણ "બીજા તુચ્છ છે" એ જે સમજે ઊભી કરે છે, એટલે એ બધી ખોટી વાતો છે. એટલે એ એને અહંકાર કહે છે.
આપ તો પરમાત્મા છો! હા, સંસારનું કયું સ્વરૂપ પરમાત્મા નથી? બતાવો! આ સમજણ આવે એટલે પેલી બધું જે વચ્ચેની ગેપ છે ને, પૂરાતી જશે ધીરે ધીરે કરીને. પછી જે અહંકાર કરવાની ટેવ પડી ગઈ હશે, તે પણ ખ્યાલ આવશે કે, "યાર, આ તો ખોટું કરાય છે! આવું ના હોવું જોઈએ!" પછી એમાંથી ધીમે ધીમે ધીમે માણસ છૂટતો જાય. શરૂઆતમાં ભાર ના પડે, પણ પછી એકાદ વખત, બે વખત એવી રીતે અહંકાર થઈ જાય ને, પછી અંદર કઈક ખૂચવા માંડશે. મેં આમ જાણે નીચે કાકરો મેલ્યો હોય ને, એવી રીતના કે, "હા, બરાબર કમ્ફર્ટેબલ ન થઈ જાય."
જ્યાં સુધી તમે આત્મામાં બેઠા હશો, ત્યાં સુધી તમે મોસ્ટ કમ્ફર્ટેબલ ફીલ કરશો. અને જેવા એમાંથી બહાર નીકળ્યા ને, તો તરત બહુ વાયરો વાય છે. "બારી બંધ કર દો!" પઈ કે એના જેવું થશે. ફૂલ સ્પીડમાં બસ કે ટ્રેન જતી હોય અને આપણે કોક અટાક ચાલુ કરે, જરાક આમથું કે બારી ખોલી કાઢે, તો કેવું થાય છે? એકદમ વાતાવરણ! અને એમાં ખાસ કરીને શિયાળામાં તરત બધા બુમવા પાડશે, "ભાઈ, બંધ કર! બંધ કર!" એવું થાય. એટલે એક અહંકારી થાય ને, તો બધા ઘઉ ઘણાને તકલીફો મૂકી દે. બધા ટાંડો પવન સહન કરવો પડે. એટલે કીધું કે, યાદ રાખો કે અહંકાર જે છે, એને પરમાત્માને બહુ છેટું છે.
આ સંસારનું કયું સ્વરૂપ પરમાત્મા નથી? એવો પ્રશ્ન પૂછો. બસ! એટલે તમે પાછા ફરી મૂળ જગ્યાએ આવી જશો. નમ્રતા, ઉદારતા, બધી વસ્તુઓ પાછી આવી જશે.
સ્વાત્મજ્ઞ, સ્વ આત્મજ્ઞ, આવો શબ્દ છે. "સ્વ" છે તે જ આત્મા છે, એને હું જાણું છું. જેને કહ્યું, "જે મન્યુ દગ્ધ." મન્યુ એટલે કામદેવ. મન્યુ દગ્ધ, કામદેવનું દગ્ધ એટલે બાળી નાખવાનું. તો વિષયો પ્રત્યે જે આમ આમ રૂચિ ઊભી થતી હોય છે, બસ તેને બાળવાની છે. કાલે જ આપણે કહ્યું હતું કે, રતિને શિવજીએ બાળી નથી. એને શું કર્યું? કામદેવનું દહન કરી દીધું. અને કામદેવને પાછો શું થયું કે, દહન કરી દીધો તો એ સૂક્ષ્મ થઈ ગયો. હવે એવો છૂપો થઈને સંતાયો હોય અંદર કે જડદેને કોકને જડેય નહી ઊંડે ઊંડે ઊંડે. એટલે કે હવે એ કામ સાધકે કરવાનું. પહેલું કામ શિવજીએ કરી દીધું કે સ્થૂળમાંથી ગાયબ કરી દીધો, અલોપચ કરી દીધું, બિલકુલ ખતમ કરી નાખ. હવે બીજું કામ સાધકે કરવાનું. અને સૂક્ષ્મમાં પોતાનાથી જુદો જાણવાનો છે ને જોવાનો. બીજું કઈ કરવાનું નથી.
શેનાથી? સમજણ શક્તિ વડે, ત્રીજા નેત્રમ.
કે આ હું નથી, બસ એને ખબર હોવી. સંસારના બધા રૂપો પરમાત્માના છે, પણ આ રૂપ તો કે "હું નથી," એ એને ખયાલ હોવો જોઈએ. એટલે અહંકાર, વાસનાઓ બધું બાળીને ભસ્મ જ કરી દે છે. ત્રિનયન એટલે સમજણનું ત્રીજું નેત્ર છે; એ ખોલીને કામ દહન કરે. ત્રીજું નેત્ર એટલે જ્ઞાન દ્રષ્ટિ. બધું છેવટે તો આત્મા જ છેને. આત્માનું સંધાન તમને અચલ રાખે. "નડે નહીં કોઈ મને, સંસાર રહું નિજ નામ, તને આધાર." એ જ પ્રાર્થના રોજ કર્યા કરવી. એ અચલ સુખ કર છે. કેવી અચલ સુખ આપશે! આમ ડગમગે એવું સુખ નથી જોઈતું. આપણે તો આમ આમ વાંકા ઊભા રહીએ તો ક્યાં સુધી આનંદ? આવા આમપ પડું પડું થતા હોય, કઈ પડવાનો આનંદ થોડી લેવો છે આપણે? તો અચલ સુખ કરશે. તમને ચલાયમાં ના થાય એવું સ્થિર સુખ આપ્યા જ કરશે, આપ્યા જ. "શ્રી પ્રભુ લગ્ન ચિત્તમ." પ્રભુની સાથે લગ્ન કરવાનું આપણા ચિત્તનું.
કેમ? આપ શાંત ધર્મના તત્વો. ધર્મ હંમેશા શાંત હોય, ક્યારેય ઉગ્ર બનતો નથી. સૌમ્ય, શાંત હોય. એટલે "યતો ધર્મસ્તતો જય." જ્યાં ધર્મ છે ત્યાં જય છે. જ્યાં કઈ સંયમ છે, સદાચાર છે, ત્યાં જ ધર્મ હોય. ટેમ્પટેશન હોય, આમ કરી નાખવું સામે ઊભું, પણ ધર્મ અંદર પ્રગટ થાય, "આવું ના કરાય." તમને બચાવી લે ત્યાંથી પડવામાંથી. ધારણ કરી રાખે, તમને પડવા ના દે, એ ધર્મ છે.
આમ જતી હોય, નખરા કરતી, તો સ્ત્રી તો દેખાય. પણ જેવી તમે આમ કરીને આમ દ્રષ્ટિ ફેર કરી કે "એ શુદ્ધ આત્મા છે," પતી ગયું! ઊડી ગયું નામરૂપેનું. વિકારની જે શક્યતા ઊભી થઈ તી, એને તમે નષ્ટ કરી નાખો. હવે તમે શિવ સ્વરૂપ થયા આ ક્ષણે, "ધેટ વેરી મોમેન્ટ." જેવું તમે એને તત્વ રૂપે જોઈ કે જેવું તમે આત્મા રૂપે જાણી કે એને તમે બ્રહ્મ સ્વરૂપ માની, બસ પૂરું થઈ ગયું. આ સમજો જણથી ઊભું થાય છે. અને આ સમજણ ધીરે ધીરે ધીરે ધીરે કરતાં ગાઢ કરતા જ આને સંસ્કાર કહેતા. "ધર્મ સંસ્કાર." "ધર્મ સંસ્થાપનાએ સંભવામી યુગે યુગે." આ દરેક યુગમાં. એટલે આજે તમને જે તક આવી છે, બસ એ તમારો યુગ છે. ત્યાં તમે કૃષ્ણ જો બની ગયા, તે વખતે કામ થઈ. યસ, એને ક્રશ કરી નાખશે. એટલે શાંત હોય, સૌમ્ય હોય. "અખિલ મલહરમ." કેવા છે પરમાત્મા? સદગુરુ આ એમની સ્તુતિ કરી રહ્યા છીએ.
"અખિલ મલહરમ." અખિલ એટલે સમસ્ત મળ જે છે તે બધો કચરો, જે કાઈ છે, ઉકરડો જે કઈ ઊભો થયો છે, તે બધું સાફ કરી નાખ. ઉકડો આમ એને મેલ મેલ મોટો થતો જાય, તો કે એને સાફ કરી નાખે. બધા પ્રકારના દોષોને દૂર કરવાવાળા પરમાત્મા આપ છો. આમ જેવો આમ ઊભો થશે ધર્મ, બસ પૂરું થઈ ગયું ત્યાં. ત્યાં તમને ખ્યાલ આવે કે આ સૂક્ષ્મતા તમ સ્વરૂપ છે પરમાત્માનું. ખ્યાલ આવે છે? જો, "ઇન એક્શન" આ "જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ" વાળી વાત થઈ ગઈ. જેવી જ્ઞાન ક્રિયા થઈ, તમે ને તત્વરૂપે જાણ્યું, તમે મુક્ત થઈ ગયા. શેનાથી? વિષયથી. વિષય વ્યાપવાની તૈયારીઓ થઈ ચૂકી તી બિલકુલ આમ. અને બસ આમ કરીને આમ એ જ ક્ષણે કહી દીધું કે "માં," બસ તમે મુક્ત થઈ ગયા ત્યાંથી. એટલી અદભુત ઘટના બને છે કે ના પૂછવાની વાત!
મારું ચિત્ત શ્રી પ્રભુમાં સમુલગ્ન થઈ ગયું. એટલે આત્મા જે અવ્યક્ત છે, તે વ્યક્ત થાય. એ પોળે વ્યક્ત થાય. આમ બધા ખોળ ખોળ કરતા હોય છે કે "ક્યાં છે આત્મા? ક્યાં છે?" પણ જ્યારે આત્માનું પ્રાગટ્ય થાય છે, ત્યારે તો ભાન રાખતા નથી. અને પછી ખોળ ખોલ કરો છો કે "ભગવાન ક્યાં મલે?" તો આ માળિયામાં તપાસ કરશે, કઈ આમ પેલા બુકશોપમાં તપાસ કરશે, કઈ બીજે પ્રકૃતિમાં જઈને ટેકરી પર ચડીીને બેસશે, કઈ ગુફામાં ઘૂસી જશે, કઈ સમુદ્રના પેટાની અંદર જતા રહેશે. બધું કઈ જાત જાતનું કરે. પણ જ્યાં જે ક્ષણે પ્રભુનું પ્રાગટ્ય તમારા જીવનમાં થઈ રહ્યું છે, તે તો તમે ધ્યાન પણ આપતા નથી.
હવે જો જો ખરેખર કહેવું છે કે તમે કોઈકના ઘરે જાવ અને તમારી નોંધ સુધ્ધા ના લેવામાં આવે, તો એ ઘરમાં તમે કેટલી વાર ટકો? કોઈક કોઈકના ઘરમાં તમે ગયા, તમારી નોંધ શુદ્ધા લેવામાં ના આવે, તો તમે એ ઘરમાં કેટલી વાર બેસી શકશો? તમે ચાલી જશો. બધા જુવે છે ખરા, પણ કોઈ નોટીસ જ નથી કરતું કે "આ માં આયા છો." એની નોંધ નથી લેવાય. બધા જોયું ખરું કે આયા છે, પણ કોઈ નોંધને નથી લેતું. તો પરમાત્મા છે, એમને પણ સ્વમાન તો હોય! તમે જેટલો માન, મર્તબો, મહત્વ આ બીજા બધા ક્રોધ, માન, માયા, લોભને આપો છો, એટલુંય તમે પરમાત્માને આપતા નથી. સમજાય છે? આ કંજુસાઈ કરી બેસો છો કે આને બધુ આપો છો, તમે પરમાત્માને કઈ ની, ઠન ઠન ગોપાલ! તો પરમાત્મા કે: "હવે અહી મારું કામ નથી." એટલે ત્યાં પછી એ શું છે? અવ્યક્ત ભાવે રહે છે. જતા નથી રહેતા પાછા. એ રાજશે.
પછી ફરી જ્યારે આ તક આવશે, ત્યારે "હું પ્રગટ થઈશ." તમારી અંદાજે ક્યાંય જતા નથી રહેતા. નહી તો આમ વુડન લોગને જેમ પડે ધડાપ દઈને માણસ, "પરમાત્મા હેડ્યા!" એટલે આનું પત્યું કે હવે અહીયા ગાળ તો સંસારમાં રહેવાનો જ કેમનો છે માણસ? કોઈ ના રહી શકે. એટલી ઉદારતા છે. પોતે ફક્ત કેવા થઈ જાય છે? એ પડે અવ્યક્ત થઈ જાય. હાઈતી હતી તક પરમાત્માને વ્યક્ત થવા દેવાની. પણ બસ આમ આમ ફૂલ ખીલવાનું જ હતું જાણે કે, અને એકદમ સૂર્ય જતો રહ્યો ને પછી પેલું પાછું ફરી બીડાઈ ગયું, એવી હાલત થઈ ગઈ છે.
ચિત્ત જો શ્રી પ્રભુમાં સુલગ્ન, શ્રી પ્રભુમાં લાગી ગયું, બસ! એટલે શું થયું? તો કે આત્મા જે અવ્યક્ત છે, તે તે પણે વ્યક્ત થાય. પૂરેપૂરી અનુભૂતિ થઈ જાય. એક ક્ષણે તમે જુઓને, તો ખરેખર એટલો બધો સૂક્ષ્મ, નિર્મળ આનંદ લાગીશે તમને તે વખતે કે ના પૂછવાની વાત! કોઈકના વિશે કોઈક સદ સદભાવના ઊભી થાય. કોઈકના માટે આમ એકદમ જ ગમે તે છે, પણ "બહુ સારો માણસો!" "બહુ સારો માણસ!" આટલું જ બોલવાનું. અને જુઓ, પરમાત્મા વ્યક્ત થઈ ગયો એનો. એનો તમે આવું બોલી શકો છો, તેનો પણ સૂક્ષ્મ આનંદ અંદર પાછો જોડે જોડે તમે અનુભવ કરી શકશો. એ જે અનુભૂતિ છે, તે પરમાત્માનું પ્રાગટ્ય છે. અને કોઈકના વિશે આપણે આમ...
વાત કરતા હોય ને, "કંઈક જવા દોને, નાલાયક માણસ!" જુઓ અંદર કેવું લાગે? આમ કશુંક બંધ થઈ ગયું, બીડાઈ ગયું, સારું ના લાગ્યું. એ આનંદને જ, એ વ્યક્ત થવાની મોમેન્ટ આવી હતી, એ જ ક્ષણે ડાબલી બંધ કરી દીધી. જાણે આવી જીવનમાં કેટલી તકો આવી હતી આપણી પાસે અને હજુ આવવાની છે પાછી. અત્યાર સુધી ભલે ભૂલ થઈ છે, પરમાત્મા બહુ ઉદાર છે. "જાગ્યો ત્યાંથી સવાર," કે તું જ્યારે જ્યારે જાગ્યો ને ત્યારે જ સવાર થઈ છે. એવું નથી કે સૂર્યનારાયણ આવ્યા એટલે સવાર થઈ. તારી અંદર સૂર્ય પ્રગટ થાય છે ત્યારે તારી સવાર થાય, ત્યારે તારો જન્મ થાય છે. ત્યાં સુધી તો તું પડ્યો છે નઘરોળ જેવો. આત્મજાગૃતિ બસ આ વાત કહે છે. એટલે પૂરેપૂરી અનુભૂતિ થશે.
લગ્નનો સાચો અર્થ શું? તો કે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું, એકબીજામાં ભળી જવું, એને લગ્ન કહેવામાં આવે છે. એટલે આને સૌ લગ્ન બેની વાત કરે છે. આ બે જણ એક થાય તેને લગ્ન કહેવામાં આવે. પછી ચિત્ત ક્યાંય ભમશે નહીં. નવા પરણ્યાને લાવો ને જુઓ, બે જણાને જો કેવા છે. એમનું ચિત્ત ક્યાં હોય? તો કે એકબીજાના બાજુમાંથી કંઈ જાય છે, કંઈ જાય છે, તમારે સાચવવાના એમને. રોડ પર જતા હોય તો, કોઈ વાહનમાં જતા હોય તોય કેમ? તો કે એમનું ચિત્ત કેવું થઈ ગયું છે? સંલગ્ન થઈ ગયું છે. એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે. હવે એમને સંસાર ભાન રહેતું નથી. જોયું? સંસારનું એમને ભાન હોતું જ નથી. તે વખતે સંસારમાં શું થઈ રહ્યું છે, કેટલા લોકો એમને જોઈ રહ્યા છે, શું છે, કંઈ પરવા નથી. સંસારથી વિમુક્ત થઈ ચૂકેલા છે એ ટાઈમ.
એવી રીતે જ્યારે આપણું ચિત્ત સદગુરુમાં, પરબ્રહ્મમાં, પરમાત્માની અંદર, આત્મતત્વની અંદર, ચિદાકાશની અંદર બિલકુલ સંલગ્ન થઈ જાય. બસ, હવે કે આપણે છૂટા પડવાના નથી. કે બે જણા ઓતપ્રોત એકબીજાની અંદર અને આપણે બે એક. કે પાછું શું કીધું? આપણે બે. આપણે, આપણે ભગવાનને કહી દીધું અને ભગવાને તો કહી દીધું કે મારા તરફથી હા છે. આ માણસ અવળચંડો દર વખતે પોતાનું પ્રોમિસ તોડે. માણસનું ચિત્ત વારે વારે બીજી બીજી વસ્તુઓમાં ભમવા જતો હોય. હવે જુઓ, આ વફાદારીની કસમો ખાધેલી પરમાત્મા જોડે અને આપણે એને તોડીને પછી પાછા બીજી વસ્તુ જોવા જઈએ: ક્રોધ, માન, માયા, લોભ, વિષય, વિકાર. આ તે કંઈ પણ તો પ્રોમિસ આપણું તોડી નાખ્યું, એગ્રીમેન્ટ આપણે વિફળ કરી દીધું ને ખતમ કરી નાખ્યું. તોય ભગવાન રાજી છે પેલી સતી સ્ત્રીની જેમ. કંઈ નહીં, કાલે પાછો આવશું.
ફરી ફરી રાજી રહે છે ભગવાન આપણને. આ બધું જીવનમાં બની રહ્યું છે એવું પણ જો ભાન થઈ જાય તોય આપણે આમાંથી બચી જઈશું. બસ, આવું ભાન પ્રગટ થવું જોઈએ આપણને. એટલો ખાલી ભાવ કરવા માંડો, પછી ભાનમાં રહેવાશે ધીરે ધીરે કરીને.
શું? પેલો આ કેવી વાત છે? ઓપરેશન કરવું જ છે તો પેલો ડોક્ટર તો ક્લોરોફોર્મ સુંઘાડશે, પણ પેલો જે પેશન્ટ છે ને એ કહે છે કે, "ના, મારે ઓપરેશન કરાવવું જ નથી." એટલે પેલો ક્લોરોફોર્મ સુંઘાડે, ઇન્જેક્શન આપે, ગમે તે કરે તોય કે, "ના, હું તો ઊંઘીશ જ નહીં ને, હું તો બેભાન થઈશ જ નહીં." ડોક્ટરને ફાફા પડી જાય, "ભાઈ, વધારે ડોઝ, વધારે ડોઝ." પછી એક લેવલ પર આવે ને પછી કે, "હવે વધારે ના અપાય ને, આનું હાર્ટ બેસી જશે," કે છે. એટલે પછી ડોક્ટર છોડી કે, "આજે રહેવા દો કે, આજે ઓપરેશન નહીં થાય." તોય તમે બચી જશો. નહિતર ડોક્ટર તો ઓપરેશન કરી જ નાખશે. શું? ક્રોધ, માન, માયા, લોભ, બધા બેઠા જ છે આમ કરીને આમ ડોક્ટરનો વેસ્ટ પહેરીને જ બેઠેલા બધાય. એટલે કીધું કે એકબીજામાં ભળી જવાનું, પછી ચિત્ત ક્યાંય ભમશે નહીં. શેમાં હતા? કે બસ આત્માની અંદર આપણું ચિત્ત ગયું, સંલગ્ન થઈ ગયું, ઓતપ્રોત થઈ ગયું.
હવે બહાર નીકળવાનું. સવારે આપણે આજ વાત કરી. હવે બહાર નીકળવાનું જ નહીં, છૂટા પડવાનું જ નહીં. એ વૃત્તિ જે તમને એમ કહે છે કે આ ચોપડી વાંચું કે પહેલું જોઉં કે આ સાંભળું, બસ એ મોમેન્ટે જાગી જવાનું કે આ મને આ મુવમેન્ટ મને કેમ કરાવે છે? મને ધક્કો કેમ મારે છે? કે આ ધક્કો કોણ મારે છે? ભગવાન પાસેથી દૂર કોણ કરે છે? એ આપણને ખબર પડવી જોઈએ તે વખતે. આ ફાઇનલ છે. તથાસ્તુ. પછી અંતિમ. બસ ઓતપ્રોત, બીજું કંઈ નથી. ત્યારે કીધું કે આ ચિત્ત તમારું જ્યારે આવી રીતના થશે ને ત્યારે ક્યાંય ભમશે નહીં પછી. અને આ અભ્યાસ વડે થાય, અર્જુન યાદ રાખ. એટલે પછી શું? તો કે અભ્યાસ કરજો. દરેક પળે તું અભ્યાસ કરી શકીશ. આ એવું નથી હોતું કે અડધો કલાક બેસીને કરવાની વસ્તુ છે. પળે પળની જાગૃતિ. આમ ખાંડાની ધાર પર કોઈ દોડતો હોય તો, કોઈ સાંકડી પાળી ઉપરથી માણસ આમ જતો હોય તો, દોરડા ઉપર ચાલીને જતો હોય તો, એ વખતે કેવું ધ્યાન રાખે છે કે નીચે નહીં જ પડું.
તો અહીં કેમ પડી જઈશ ભાઈ તું? ત્યાં તો પડીશ તો કદાચ એ બચી જઈશ, અહીં તો નો ચાન્સ. તોય ઉદારતાથી પરમાત્મા ફરી તક આપે છે. કંઈ નહીં, ફરી એકબીજી તક આપીશ. તું તારું ભાન તો પ્રગટાવ. રાજી રહે છે ધીરજપૂર્વક શાંત. બોલો, કેટલી ધીરજ હશે પરમાત્માની! જે અંદર બેઠેલો આત્મા છે એ જ પરમાત્મા શાંતિથી રાહ જોયા કરે છે. ફરી પાછો આવશે, કશો વાંધો નહીં. કેટલું પરમ ઉદારતા છે એ જુઓ. એટલા માટે કે શું પછી? તો કે, "વંદે અમૃતમ." વિશ્વ વંદ્ય, વિશ્વ જેને આખું વંદન કરે છે તેવા અમૃત સ્વરૂપ પરમાત્મા, આત્મા, શુદ્ધાત્મા, વંદન કરું છું, નિત્ય વંદન કરું છું, અખંડ વંદન કરું છું. "પરમ પદ વિદમ શ્રી ગુરુ." કોણ? પરમ પદ વિદમ. જેને પરમ પદ, પરમાત્મા પદ વિદ જાણી લીધું છે અને જણાવી રહ્યા છે તેમને શ્રી ગુરુ. ગુરુ ફક્ત ગુરુ નથી, શ્રી ગુરુ છે. એ સંપન્ન છે, સામર્થ્યવાન છે.
જેમણે પરમપદને જાણી લીધેલું છે એ આપણને જણાવી રહ્યા છે ઉદારતાથી. નહિતર એમને શું પડી? ના જણાવે. પણ ના, એ તો જણાવે જ. જોઈ લે કે તૈયાર છે. વાર છે, થોડી વાર રહીને આવજે, થોડો તૈયાર થઈને આવજે. હવે તૈયાર કેવી રીતે થવાનું? તો કે શીખવાડે જો તારે આમ કાંચકો.
ફેરવાનું, ટાપટીપ કરવાની, આમ કરવાનું, પાવડર ચોપડવાનું, બધું કરવાનું. એવી રીતે બરાબર તૈયાર થઈને આવજો કે પછી ફોટો સારો પડશે. ફોટોગ્રાફરને મોકલી દેજો. એટલે પછી આ તો શ્રીગુરુ છે, સંપન્ન છે. આમ બસ દ્રષ્ટિ માત્રથી શુદ્ધિ ભાવે એટલું બધું એમની અંદર પાવર છે અને એ બસ એ ક્ષણની અંદર આપણને પરમ પદે જણાઈ શકે છે. એવું સામર્થ્યવાન છે. "ના સમજ્યો, ફરી સમજાવો." "ના સમજ્યો, ફરી સમજાવો." કેટલી ધીરજથી જ્યાં સુધી તમે પરમ પદની અંદર પ્રવેશ ના પામી જાવ ત્યાં સુધી શ્રી ગુરુ રૂપે પરમાત્મા સ્વયં તમારી મદદ કરી રહ્યા છે કે "પાછો જા અંદર, શું તારા પરમપદમાં તું પાછો પેસી જા." કેટલી અદભુત વાત છે! જેણે પરમપદનો સાક્ષાત્કાર કર્યો છે, જે પરમપદ સ્વયં પોતે જ છે. પરમપદ એટલે સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ શ્રેષ્ઠ, એની ઊંચાઈ કોઈ માપી જ ના શકે એવું આત્મપદ છે, એવું અમરપદ છે.
તમે અમર થઈ જશો. આત્મા મરે કોઈ દિવસ? તો અમૃત તત્વ મેળવવાનું છે. એ જે પરમ તત્વ છે તે જ અમૃત તત્વ છે. હવે ખબર પડી ગઈ છે આપણને કે અમૃત ક્યાં છે? તો કે અહીં છે. હવે આપણે કેટલી વાર કરવી જોઈએ? આપણી વારે વાર છે. પાછી જઈને આપણે જેવું પરમપદને પ્રાપ્ત કર્યું, અમૃતત્વને આપણે સ્પર્શ કરી દીધો, આપણે અમર થઈ જવાના છીએ. અને જો એમાં વાર-વિલંબ કર્યો તો "પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જ, પુનરપિ જનની જઠરે રેસ." તારે પરમપદમાં જનારો કહે છે, "ન સોચવ્યમ્, ના સોચવ્યમ્." હું વિચારતો પણ નથી, એની કલ્પના પણ કરવા માંગતો નથી. મારે આ બધું કરવું જ નથી. આ મારી તૈયારી થઈ ગઈ છે. બસ બિલકુલ. હવે આ ના જોઈએ કે મારે તો આવું શંકરાચાર્યને થયું હતું, આદિ શંકરાચાર્યને. બસ એક જ વખત આપણને થઈ જાય ને આપણું કામ થઈ જાય. નિશ્ચય કરો કે હવે આ તો નહીં જ છે.
હવે નેક્સ્ટ બર્થ તો કે બિલકુલ નહીં, હરગેજ નહીં. આ વખત જ મારે પાર પાડી દેવો છે. પરમપદમાં પ્રવેશ પામવાનો જ છે. બસ આજ પડે. એમ ક્યાં આગીપાછી નહીં, અડધો કલાક રહીને નહીં, આજ પડે. તૈયારી કેવી નચિકેતા જેવી જોઈએ. યમરાજા હતા ને તે ત્રણ દાડા ગાયબ હતા. તો ત્યાં જઈને ત્રણ દિવસે એ બેસી રહ્યો. રાજાએ રાખી. યમરાજાની પત્ની યમીએ ત્યાં ઘરે એને કીધું કે "તું ભાઈ અંદર આવ, બેસ તું શાંતિથી." તો કે "ના, હું અહીં ઠીક છું. કે યમરાજા આવે તો બસ એમને સૂચના આપજો કે હું આવ્યો છું એમને મળવા." કેટલી તત્પરતા છે! યમરાજાને મળવું છે એને. આપણી તૈયારી છે યમરાજાને મળવાની આ મિનિટે. યમરાજા હજી ગાયબ છે, ત્રણ દિવસ પછી આવવાના છે. ત્રણ દિવસની મુદત મળી છે આપણને, 72 કલાક. સમજાયું કેમ 72 કલાક બોલતો હતો? હવે કામ કાઢી લેજો કે ત્રણ દિવસ પછી યમરાજ આવવાના એટલે આપણી પાસે ફક્ત ત્રણ જ દિવસ છે.
આપણે પરમપદમાં પ્રવેશ પામી જ જવો જોઈએ. હવે તો આ વખતે ના કે તે વખતે. પછી એવું ના થવું જોઈએ કે મારે પેલી ચોપડી વાંચવાની રહી ગઈ છે, મારે આ કરવાનું રહી ગયું છે, મારે પેલું કરવાનું. નહીં, હવે એક ચિત્તે એક જ ધ્યાન છે. બસ જેવા યમરાજા આવે એટલે હું તેમને મૃત્યુનું રહસ્ય પૂછું. મૃત્યુનું રહસ્ય જે જાણી જાય તે જ અમર થાય. મૃત્યુનું રહસ્ય શું છે? મૃત્યુ જેવું કાંઈ છે નહીં. "વસ્ત્રાણિ જીર્ણાની." જૂનું વસ્ત્ર ત્યાગી નવું પહેરી લો છો. કેટલી વાર કકળાટ કર્યો તમે ભુસકોટ બદલતા, કપડાં બદલતા? એ કેટલી વાર તમે રોકકળ મચાવી? કેટલી વખત તમે શ્રાદ્ધ કર્યું જૂના કપડાનું? કોઈ દાડો કર્યું જૂના કપડાનું શ્રાદ્ધ તમે? તો આ બધું શું? તો કે અણસમજણનું પરિણામ છે આ બધું. જ્ઞાનીને વિલાપ સંભવે નહીં. વિલાપ સંભવે નહીં. વખાતે થોડુંક આમ રુદન કરે પણ હંમેશા એને તો હર્ષાસ્રુ હોય.
બધા રોતા હોય. જ્ઞાનીએ રોતો હોય ત્યારે પૂછીએ કોઈ કે "સાહેબ, તમે કેમ રડો છો?" "તમને પરમાત્માની એટલી બધી યાદ આવી ગઈ કે હું ભાવવિભોર થઈ ગયો ને હું રડી પડ્યો." એટલે બાજુમાં પૂછો, "ચંદુભાઈ, તમે કેમ રડ્યા? મહેન્દ્રભાઈ, તમે કેમ રડ્યા?" ત્યારે કહે કે "આ ભાઈ મરી ગયો ને એટલે અમે રડ્યા." જો, બેના એક ક્ષણ એક જ છે પણ એના પાછળનું હાર્દ શું છે, સિક્રેટ રુદનનું પાછળનું એ બદલાય. નરસિંહ મહેતા રડ્યા જ કરે પરમાત્માની યાદમાં. કબીર રડ્યા કરે પરમાત્માની યાદમાં. તુલસીદાસ રડ્યા કરે રામની યાદમાં. આપણને કોઈ દાડો આવું રડું આવી જાય? આપણું કામ થાય. તે નથી કહેતા જેમ બેઠો તો નિશ્ચય કરીને કે "હું પાછો નહીં ફરું." એવી રીતે બેસવાનું. આપણે બેસવું એટલે આમ શરીરથી નહીં, ચિત્તને સ્થિર કર્યું એને બેઠો કહેવાય. એવું યોગશાસ્ત્ર પણ કહે. "આસન કયું?" તો કે "સ્થિર સુખાસનમ્." જ્યાં સ્થિરતા થાય છે તેને સુખનું આસન કહેવામાં આવે છે.
એટલે જેટલા સ્થિરતા પ્રાપ્ત કરીએ એટલું આપણને સુખ ફક્ત આસન, આસનસ્થ થવાથી પણ આપણને પ્રાપ્ત થઈ શકે એવું છે. છે ને સહેલું? કેટલું અઘરું કરીએ છીએ આપણે! પછી ટાંગો આમ ઉચકીને આમ મૂકીએ ને આમ કરીએ ને કંઈક જાતનું કરીએ ત્યારે આપણને એમ થાય કે હા, આપણે કંઈક કર્યું અને પછી આપણને એ કર્યાપણાનું સુખ વર્તે અને પછી બીજે દાડે પાછો બાંચો પડવો પડે કે ય પેલો મસલ ટેર થઈ ગયો લાગે. એટલે એ સુખની પાછળ દુઃખ આવીને ઊભેલું જ છે. જીવનની અંદર જેટલી પણ ક્રિયાઓ, દરેકની અંદર આ સ્થિતિ આવે છે. દરેક સુખની પાછળ દુઃખ રહેલું છે. કેવળ સુખ કેવળ પરમપદમાં છે, પરમાત્મામાં છે, પરબ્રહ્મમાં છે, આત્મામાં છે, શુદ્ધાત્મામાં છે, પરમ તત્વમાં છે. તમે કહો કે આસન? શુદ્ધ આસન. ત્યાં આસન. બાકીની બધી વૃત્તિઓને બધું જ આપણે આમ અર્પણ કરી દીધું હોય, જે કાંઈ છે તે બધું જ કે બસ પરમાત્માનું.
એ અર્પણતાના ભાવ સાથે જ્યારે આપણે બેઠા એટલે બસ થઈ ગયું આપણું આસન સિદ્ધિ. એને કહેવાય. જો તેની પર આપણે ત્રણ મિનિટ ટકી ગયા, એ ત્રણ મિનિટ 10 મિનિટ લાવશે, એ જ પાછી ત્રણ કલાક લાવશે. ને વખતે શરીર હાલી જાય પણ હાલે તે હું કરીને આપણે સ્થિર રહેવાનું કારણ.
યોગમાં એક સ્થિતિ આવે છે, જ્યારે બધા કંપન તેને ચાલુ થાય પણ ખરું. બધાને જ થાય એવો નિયમ નથી, પણ થાય પણ ખરું; કારણ કે તીવ્ર સંકલ્પ કરીને બેઠેલો હોય. નચિકેતાને જેમ કેમ નહીં? આ યમરાજા બધાની પાછળ પડે છે. નચિકેતા કેવો હતો કે જે યમરાજાની પાછળ પડ્યો હતો! તમે જુઓ, આને કહેવાય મરજીવા. કાલ આપણે વાત કરતા હતા ને, "માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નથી સહેલ." પ્રીતમ કવિએ પણ આપણને આના વિશે કહ્યું છે.
એટલે કહ્યું કે જેમણે પરમપદનો સાક્ષાત્કાર કર્યો છે, જે પરમપદ સ્વયં પોતે જ છે. પરમપદ એટલે સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ શ્રેષ્ઠ. એની ઊંચાઈ કોઈ માપી ન શકે. કેટલું જ્ઞાન હશે! કેટલી અનુભૂતિ હશે! અમને સહજ આમ બસ આમ પડે પળ, "હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું કેવળ ચિદાકાશ રૂપ સચ્ચિદાનંદ છું."
તે પ્રાર્થના કરનારે પણ શ્રીગુરુને સંબોધન કર્યું કે, "આપ કોણ છો? પરમપદ વિદ છો, શ્રીગુરુ!" પછી બીજું કશું જાણવાનું બાકી જ નહીં તમારે. બધી જિજ્ઞાસાઓનો અંત, બધી શંકાઓનો અંત, બધી ક્રિયાઓનો અંત. બધી ક્રિયાઓ પૂરી થઈ ગઈ, હવે કંઈ કરવાનું કશું બાકી નહીં. યજ્ઞ સંપન્ન થઈ ગયું તમારે, જેના માટે આ બધું તોફાન ઊભું કર્યું હતું. તમે જીવન યજ્ઞ કર્યો આખોય, એની ફળશ્રુતિ આવી ગઈ હતી અહીંયા, ક્યાં? શ્રીગુરુના ચરણમાં.
"શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીજ મન મુકુર સુધાર. વર્ણવ રઘુવીર વિમલ યશ જો દાયક ફલ ચાર. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર."
હનુમાનજી મારુતિ પ્રગટ કરવાના શેનાથી? "બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી." આ બધું શેનાથી પ્રાપ્ત થશે? મારુતિ પ્રગટ થશે ત્યારે થશે. બાકી તો શ્વાસ લીધે રાખે છે અને લીધે રાખે છે; બરાબર, ધક્કામુક્કી જ છે એક જાતની. એવી તો એવી ધક્કામુક્કી કરો એટલે અશાંતિ ઊભી થશે ને, પછી ચિત્તની અંદર સ્થિરતા નહીં રહે. એટલા માટે કહેવામાં આવે છે.
અરે, હનુમાન ચાલીસા કરો તો પણ આમ આનંદથી કરો! જુઓ, અંદર એક એક શબ્દમાં કેવો પાવર ભર્યો છે! કેવું જબરજસ્ત કર્યું છે! આનંદ થઈ જાય! એક જ વખત આમ હનુમાન ચાલીસા કર્યા હોય તો આમ બસ, એવું તો એ કર્યાપણું કહેવાય. જો આનંદ પ્રગટ થયો નથી, તો એ ક્રિયા નિષ્ફળ. શું થયું? એ ક્રિયા નિષ્ફળ.
પણ સાથે સાથે પ્રમાણભાન રાખવું જોઈએ. નાનો બાળક આઠ રોટલી ખાઈ જાય તો પછી શું થાય? એટલે પોતાના બળનો ખ્યાલ રાખીને, પોતાના સામર્થ્યનો ખ્યાલ રાખીને દરેકે ભક્તિ કરવી એમ કહેલું. કેપેસિટી ધીરે ધીરે વધારો. જેમ પહેલા દિવસે બહુ કસરત કરી નાખી હોય તો આખું શરીર પરથી તોડફોડ, નવું બહુ દુઃખે બાપ! ઓહોહો! પાછી ગોળી મારવી પડે દુઃખને, તમારે માર ઠેકાણું આવે બે ચાર દાડે. એટલા માટે કહ્યું છે કે સામર્થ્યનો હંમેશા ખ્યાલ કરો અને પછી ધીરે ધીરે ધીરે ધીરે વધારતા જાઓ.
તમે સર્વ સામર્થ્યવાન જ છો, અનંત શક્તિવાળા જ છો. પણ અત્યારે તમે અહીં છો. હવે ત્યાંથી તમારે આમ આમ આમ કરતાં કરતાં કરતાં ત્યાં સુધી પહોંચી જવાનું. પહેલા દિવસે ન થાય, અભ્યાસથી થાય. અર્જુન, યાદ રાખ એમ કહેલું છે પાછું. એટલે એક દિવસમાં પ્રાણ વશમાં નહીં આવે. બે કલાક આમ કરીને આમ બેઠા તમે જોવા માટે. શક્ય છે કે મેળ ન પડે, પણ શક્ય છે કે પડી જાય. કોને ખબર! તમે નથી કહેતા જ હો! અને પહેલા તમે બધું આ બધું કરીને તૈયાર થઈને બેઠેલા હોય ને, આ પહેલી વખત તમારા સામે જીવનમાં એક વખત આ મોકો આવ્યો. સદગુરુએ તમને જણાવ્યું અને તમે એમ કરવા માંડ્યા ને, બસ આમ બે કલાકમાં તો પ્રગટ થઈ ગયો.
There are people કે જે લોકોએ એક કલાકમાં ષટ્ચક્ર ભેદન કરી નાખ્યું. યોગમાર્ગેથી જોઈએ તો, there are people કે જેને એક કલાકની અંદર જ્ઞાન પ્રગટ કરી દીધું. "અંધારા કોટિ કોટિ વર્ષોના પલકારામાં ઉલેચાયા," "ટંકોત્કીર્ણ જ્ઞાન." એ જ્ઞાન કેવું છે? ટંકોત્કીર્ણમય. કશું પેસે જ નહીં, કોઈ વિષય ન પેસે, કોઈ વિકાર ન પેસે, કોઈ સમય ન પેસે, કશું ન પેસે એને. ટંકોત્કીર્ણ બિલકુલ અભેદ્ય છે. કે કહ્યું ને, "ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદ્યના જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યું." ત્યાર પછી 33 કોટિ દેવી-દેવતાઓ આવી જાય, પ્રગટ થઈ જાય ત્યાં આગળ. બધા કહે કે, "ભાઈ, આ તો જ્ઞાન પ્રગટ થઈ ગયું!" અહો આશ્ચર્ય! એમને ત્યાં આવવું જ પડે; પછી તો compulsion છે. જ્યાં જ્યાં જ્ઞાન પ્રગટ થાય, ત્યાં દેવોને પ્રગટ થવાનું આવે.
હવે જુઓ, જ્ઞાન પ્રગટ પહેલું થયું, દેવો આ પછી પ્રગટ થાય. આ 33 કે કોટિ દેવો અંદર પડ્યા છે, લાઈનસર 1, 2, 3, 4, 33 ગણી કાઢો પાછળ. 33 કોટિથી 33 જાતના દેવો છે, 33 પ્રકારના દેવો છે. 33 કરોડ દેવો એટલે આ કરોડમાં રહેલા 33 દેવો. પછી એને આમ કરીને લોકો લઈ જાય છે અને 33 કરોડની સંખ્યા કરે. 33 કરોડ, 32, 3 કરોડ, 34 કરોડ જેમ હોય એવી રીતના. 33 કરોડ એવા નહીં, આવા એમ સમજવાનું.
આમ જુઓ, કેવું આમ અમૃત ઝરવા માંડે તરત તરત! જ્યારે જ્ઞાન વાર્તા કરીએ એટલે આ બાયોકેમેસ્ટ્રી છે ને, બદલાવવા માંડે છે, ભાઈ! આ રસાયણ વિદ્યા છે, આ રસવિદ્યા છે કે જે પ્રાચીન ઋષિ-મુનિઓ જાણતા અને "આ અમૃત છે" એમ કહેતા હતા. જ્ઞાનામૃત નામો તો જ્ઞાનામૃત આમ ઘટક ઘટક બસ આમ પીધે જ રાખીએ છીએ આપણે. તેવું કહ્યું તો પ્રાર્થના કરનારે સંબોધન કર્યું કે, "આપ કોણ છો, હે સદગુરુ? આપ કોણ છો?" તો કે, "પરમપદ વિદ છો." હવે ત્યાં પહોંચી ગયા પછી કશું બીજું જાણવાનું બાકી ન રહે. પરમપદ વિદ આપણને પરમપદ વિશે જણાવી દે છે. "આ તું છે," "તત્વમસિ," "તું બ્રહ્મ છું." પૂરું થઈ ગયું. તો કહ્યું કે હવે બીજું કશું જાણવાનું બાકી ન રહે, તેનું નામ પરમપદ. એટલે પછી "યદગત્વા ન નિવર્તંતે", ત્યાં પહોંચ્યા પછી પાછા વળવાનું રહેતું નથી. યાદ કરો સવારનો સત્સંગ.
ત્યાં પહોંચ્યા પછી "તત્વમસિ" પદમાં પહોંચી ગયા, ત્યાંથી પછી પાછા ફરવાનું નથી. એલાય, થોડો જપ કરી નાખું, થોડી...
"માળા કરી નાખું, થોડું ઢીકણું કરી નાખું." આ "કરું કરું" વાળું જે છે, તે વળી પાછી મુવમેન્ટ પેદા કરે છે. આને સમજવાની છે. આ વૃત્તિ પાછી તમને નીચે પાડવાનો ત્યાં આવી રીતના પ્રયત્ન કરી રહી છે. પરમપદમાં જસ્ટ તમે પ્રવેશ કરી લીધેલો છે અને વળી પાછી ખેંચીને લાવશે બહાર તમને. આવું શરૂઆતમાં થોડોક ટાઈમ થશે, કારણ કે પાછલા પડઘા છે, ને? અને આપણું ચિત્ત પણ પાછું કેવું છે? તો કે, "હા, આના લીધે તો કે હું અહીંયા સુધીને પહોંચ્યો." તો એમને ઉપકાર કેમ ન ભૂલાય? એટલે વળી પાછું ચરણવિધિ કરવા બેસી જાય, કંઈક બીજું કરવા બેસી જાય, કંઈક ગીતો ગાવા બેસી જાય, કંઈ ભક્તિ કરવા બેસી જાય, કંઈક કરવા બેસી જાય.
"ભાઈ, તું પરમપદમાં ઓલરેડી પહોંચી ગયો. હવે તારે શું કરવાનું? કંઈ નહીં, સ્થિર એમાં રહેવાનું. 'અસી અસી' પદમાં આવી ગયો તું તો. હવે આ આટલું મોટું આશ્ચર્ય! હવે કંઈ નહીં કરવાનું કે તારે?" હવે આપણે કોઈને એમ કહીએ ને કે, "તારે કંઈ નહીં કરવાનું, એ બેસી રહે બસ." જુઓ તમે કેટલી વાર બેસી રહે? રૂમમાંય નથી બેસાતું, આમ એસી ચાલતું હોય, પંખો હોય, કમ્ફર્ટેબલ ગાદી પર બેસાડ્યો હોય. થાય છે કે નહીં? પાંચ મિનિટ થાય ને કોઈ આવ્યું નહીં, "હું અહીં બેઠો છું, કોઈ પૂછતુંય નથી." એક વિચારેય ના આવ્યો કે? એટલે વળી પાછો ગમે તેમ જોર મારીને કંઈક લાવવાને ટ્રાય કરતો હોય છે. ખેંચી લાવે પાછો કોઈક વિચારને ક્યાંકથી. બસ, એ પરમપદમાંથી પાછો ફરી પાછો પડે છે. તો કીધું કે, "ના, તું બહાર ના નીકળીશ હવે. તું પરમપદમાં પહોંચી ગયો, પૂરું થઈ ગયું તારું કામ."
સદગુરુ એને ઓળખાણ આપે. આ ગમ નહીં પડે જટ દઈને, પણ સહેલું છે ને એટલે જ બહુ અઘરું લાગે. સૌથી સહેલું, સૌથી અઘરું. બધા ખોળ્યા કરે, "પરમાત્મા ક્યાં છે? ક્યાં છે?" આમ કરીને આમ બેસે. આ જુઓ, આ પરમાત્મા પ્રગટ થઈ ગયા. આટલા નજીક હોવાથી જ લોકો એને શું કરે છે? ઇગ્નોર કરે. "આ તો હતું હશે," એમ કરીને. અરે ભાઈ, તું બસ આમ કરીને બેસ તો ખરો! તરત જ તને ઝાંખી આવવાનું ચાલુ થશે કે તે તારું સ્થિર કરી દે પરમાત્મા. બસ, અને પછી આમ આ જુઓ કે આ રહ્યું. એટલે કીધું કે, "યદ્ ગત્વા ન નિવર્તન્તે." ત્યાં પહોંચ્યા પછી પાછું વળવાનું રહેતું જ નથી. એટલે સાક્ષાત પરમાત્મા વંદે.
"હમ્મ, થોડીક ઉતાવળ થઈ ગઈ ને સવારે પૂછવામાં. નહિતર અહીંયા આવ્યા, બધું આવી ગયું તું." આજે માથું ચરણમાં મૂકી દીધું. પછી એકલા શરીરને કરવાનું શું? આ માથાની પાછળ શરીર ચાલે. પેલું આમ યુદ્ધમાં પેલું ઉડી ગયું હોય ડોકું, એટલે ડોકું પહેલા દોડ્યું હોય આગળ. હવે શરીરે એને પાછળ પાછળ જાય. પણ માથું પડી ગયું એટલે ડોકુંય પડી જ જાય. કબંધ હોય જે, એ પણ પડી જ જાય. એક ટાઈમ સુધી કદાચ એ રહી શકે, પણ એને ફોલો જ કરે હંમેશા. એટલે જ્યાં માથું છે, ત્યાં તમારું બોડી ફોલો કરશે. હવે તમારે ખોળવાનું, માથું ક્યાં મૂક્યું? પરમાત્માના ચરણમાં મૂક્યું છે, શ્રી ગુરુના ચરણમાં મૂક્યું છે. "શ્રી ગુરુ ચરણ સરોજવત."
માથું એટલે મતિ. એક વસ્તુ સમજવી પડે: જ્યાં જીવન છે, ત્યાં મન છે, વિચાર છે. આ મન છે અને વિચાર છે ત્યાં સુધી આખું જગત છે જ. પણ જ્યાં વિચાર જ નથી, ત્યાં મન નથી. જગત પણ રહેવાનું જ નથી. મન ના રહે એટલે જગત પણ ના. ત્યાં આત્મા તો પહેલા પહેલેથી હોય જ, પ્રેઝન્ટ ઓલરેડી. તે પ્રગટે પછી પણ આ ના બે હોય તો બસ વિચાર અને મન ના હોય એટલે આત્મા પ્રગટે, પ્રગટે ને પ્રગટે. અહીંયા જુઓ, આ પ્રિન્સિપલ આપી દીધો. આ સિદ્ધાંત છે અને આ દરેક કાળમાં સત્ય સત્ય છે. પાછો એવો સિદ્ધાંત અહીંયા પ્રગટે. કહી દીધું કે આત્મા પ્રગટે. ઇનફેક્ટ, હોય જ છે પાછો, એમ પણ કહી દીધું.
જુઓ તમે, જગતનો વ્યવહાર છે ત્યાં સુધી આત્મા યાદ આવવાનો જ નથી. વ્યવહાર કરતા જાવ ને આત્મા યાદ રાખો, બહુ અઘરું કામ છે. કારણ કે વ્યવહાર હંમેશા આત્માને ભૂલવાડી દેશે. બેકગ્રાઉન્ડમાં મૂકી રાખ્યો હશે અને પછી તો એ છે કે નથી એનુંય ભાન જતું રહે ધીમે ધીમે ધીમે કરે. એટલા માટે કહે છે, "જેવું આત્માનું સ્વરૂપ તમને યાદ રહે ને, એટલે ત્યાં મન પણ ના રહે." સિદ્ધાંત શું કહે છે કે જેવો આત્મા પ્રગટ થયો, આત્માનું સ્વરૂપ તમે ધ્યાનમાં લીધું, લક્ષમાં લીધું, એટલે પછી વિચાર પણ ના રહે અને વિચાર ના રહે એટલે જગત જતું રહે આખે આખું ગાયબ. જગત વિસ્મૃત, સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની જ અખંડ સ્મૃતિ મને નિરંતર પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો.
માટે અનુભવ કરજો. ધીરે ધીરે સ્થિર થતા શીખજો. વિચારોને જોવા માંડો. એ અંદર ચાલે છે એવું તમે જુઓ છો. એને તમારાથી જુદા જુઓ. આત્મા પ્રગટ થવા માંડશે અને વિચારો જવા માંડશે. વિચારોને જોવા માંડો એટલે મન ગાયબ. પછી આત્મા પ્રગટ થઈ જાય.
"હવે મારે રોજ દશેરા ને દિવાળી." અહંકાર ઓગાળવો સહેલો નથી. વાત વાતમાં ડોકિયા કરે. વ્યવહારમાં જરા જ માન બધું ખોળે. એટલે ઘણાનો અતિ સૂક્ષ્મ બીજરૂપ બની જાય અહંકાર. એટલો બધો સૂક્ષ્મ થઈ ગયો કે ના પૂછવાની વાત. પણ પાછો રાતો જોતો જ હોય, "બધા મારી નોંધ લે છે ને? બધા જ જે કરે છે ને, મન અને ખ્યાલ રાખે. આને મન જ જે ના કર્યા, બાકીના બધાએ કર્યા. પેલો તો હાર લઈને આવ્યો છે અને આવવા તો કશું નથી લાવ્યો." નોંધ લઈ! આ સૂક્ષ્મ અહંકાર. આ તો હજી ઘણો સ્થૂળ છે. એનાથીય સૂક્ષ્મ શું? એનાથીય સૂક્ષ્મ એવો અહંકાર કેમ? તો કે, "હું દેવોને ના ગાંઠું," એવો અહંકાર ગાંડો અંદર. "હું કોઈને ના ગાંઠું," એવો થઈને રહી જાય અંદર અહંકાર. તે બધા દેવી-દેવતાઓને બધાને જીતી લે. આવો ગાંડો અહંકાર! દેવતાઓ તો ભાગે એનાથી દૂર કે, "ભાઈ, આ મૈયા આપણું કામ જ નહીં કે.
રહેવા દો આની જોડે ક્યાં બાખડી ફેરવી? આખલા જેવો છે કે!" એટલે એ ભાગે ત્યાંથી. એટલે કીધું કે, "અહંકાર ઓગાળવો સહેલો નથી. વાત વાતમાં ડોકિયા કરે. વ્યવહારમાં જરા માન ખોળે." એટલે ઘણાનો અતિ સૂક્ષ્મ બીજરૂપ બની જાય. કોઈને ના દેખાય. અરે, અહંકારીને તો એ ક્યારેય ના જડે એને તો.
ખબર જ ના પડે કે હું અહંકારી થઈ ગયો, એટલો બધો સૂક્ષ્મ થઈ ગયો હોય. માટે હું પદ ગળીયો રે, જડ મૂળભક્તિ ઘાસના બીજની જેમ એને ખોદી કાઢવાનું. સત્સંગથી એને બાળી મૂકવાનું. સતતનો સંગ કરશો ને, એટલે અહંકાર રે જ નહીં. સતનું પલડું હંમેશા ભારી. આગ છે આગ, જ્ઞાનની આગ લાગે એટલે ઘાસ બળી જાય, અહંકાર રૂપી. જીવનની એક દિશા પાકી સાચા માર્ગે આવી જવાશે, એટલે પતન નહીં થાય. ઠોકરો વાગવાની સાવ બંધ થવા લાગે ધીરે ધીરે ધીરે, તો નક્કી માનજો કે સાચા રસ્તે છીએ. બહુ ઘટનાઓ, દુર્ઘટનાઓ, આ બધું પછી કંઈ હોય નહીં. સરળતા હોય જીવનની અંદર. જાડી ઝાંખરા, કાંટાવાળી જે બધું હતું વન જીવન, તે પૂરું થઈ ગયું કે હવે સપાટ મેદાન આવ્યું છે. અને હું થોડાક ઊંચા ઝાડ હશે કે છે તે પાછા આમ છાયો આપતા રાખે કે તને તાપ ના લાગે. બસ, એવામાંથી પસાર થતો એવું લાગે.
એને કહેવાય સાધુ જીવન. એ સાધુ થઈ ગયો, સરળ થઈ ગયો, સીધો થઈ ગયો. આડખીયો બંધ કરી દીધી બધે. અને ટપલું મારું, પેલાને ટપલું મારું કરતો કરતો માણસ જતો હોય, એને બદલે હવે સીધો જ ચાલવા માંડે. આમે કહે છે કે, "ભાઈ, તું ડાબે જમણે જોતો નહીં. નોકની દોડીએ જોજે, એટલે પહોંચી જઈશ." નોકની દોડી જોજો કર્યા કર ને શ્વાસ લીધા કર, પહોંચી જઈશ. એટલે ઠોકર વાગવાની સાવ બંધ થઈ જશે. જ્ઞાન પ્રગટ થઈ જાય, પ્રકાશ પ્રગટ થઈ ગયો. હવે શેની ઠોકર વાગવાની? બધી તો ખબર પડી જાય છે આપણને કે આ વિકૃતિ છે, આ અહંકાર છે, આ ફલાણું છે, ઢીંકણું છે. બધું હવે આપણને સમજાઈ ગયું સારી રીતે. આપણું કામ થઈ ગયું. અને "કુપથમ વિજાનીયાદમ" એને કુપથ જાણો જ્યાં ઠોકરો વાગ્યા કરતી હોય. અને પાછું "ગોવિંદમ રહિત આગમમ" ભગવાનને છોડીને એકલા જવાનું જ્યારે પણ થાય, ત્યારે સમજી લેવાનું કે આપણો માર્ગ ખોટો છે, જીવનની દિશા ખોટી છે.
તો "હું શુદ્ધાત્મા છું" જો ભૂલી જવાય એવી સ્થિતિ ક્યાંય પણ ઊભી થાય, તો સમજી જજો કે બસ આ પળ સાચવવાની આવી ગઈ છે. મારે અખંડ જોઈએ છે. "હું શુદ્ધઆત્મા છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું ચિદાકાશ રૂપ છું." માટે પાછા વળી જાવ. "ગૂંચાયેલા ગૂંચાળિયા કાપ્યા રે ગુરુજીએ." બધું ગૂંચવાયેલું હતું તે બધું કાપી નાખ્યું. અને શું કર્યું? તો કે "આતમ સુખ આપ્યા રે." આત્માનું સુખ આપણને આપી દીધું. અને બધા ગૂંચવાડા, બધા ગૂંચાયેલા હતા તે બધા કાઢી નાખ્યા, કાપી નાખ્યા. મહારાજના સાનિધ્યમાં હોય ને, તો અંતઃકરણમાં મન, શરીર બધું શાંત કરી દે. "તારા ઘરમાં હું બેઠો છું ને ચૈતન્યમ શિષ્ય મધ્યે." શિષ્યની અંદર જ ચૈતન્ય સ્વરૂપે હું બેઠેલો જ છું. સંસ્કાર પ્રસાદી રૂપે મળે, સતસંસ્કાર મળે છે પાછા. જો પ્રસાદી રૂપે મળે એ પ્રસાદી છે પ્રસન્નતા.
અને એ જ આપણી મૂડી ને એ જ આપણી સંપત્તિ. આ સંપત્તિ પ્રાપ્ત થયા પછી આ બધાને શું કરવાની? પૂળો મેલ કે એ જે વૃત્તિ ઊભી થાય છે, એનો સંગ્રહ કરવાની વખતે જરૂર પડે તું રાખજે વ્યવહારમાં. અમુક વ્યવહાર ચલાવવા પૂરતું દરેકે પોતપોતાને જોઈ લેવાનું, મારો વ્યવહાર કેટલામાં ચાલે એવો છે. બસ, પછી સંતોષ. પછી વધારે આવે તો કૃપા અને ઓછા થયા તો કે નિરાંત. વિચાર બહુ મટ્યું એટલે બાપને પેસે. લહેરવાળાના છોકરા ખાડામાં જ જાય એમને. તો આ સંપત્તિ વારસામાં સંસ્કાર આપજો કે છે. ધ્યાન રાખો તમે શું આપીને? જીરવી ના શકે એટલી સંપત્તિ જો છોકરાને આપી દીધી, "વક્ત સે પહેલે" અને "કિસ્મત સે જ્યાદા." અને જીરવી શકવાની કેપેસિટી હતી એનાથી થોડી વધારે મોંઘી ગાડી લાઈને અથાડી મારે. તાનમાં આવી જાય ને એકદમ. છોડે નહીં પછી એ તો. અને કોઈનું સાંભળેય નહીં પાછો.
"અલા ભાઈ, સાચું ને ચલાય, ધીરે ચલાય." બધાએ કહ્યું છે ને, "ડ્રાઈવ સ્લો." બધે પાટિયા માર્યા હોય, પણ પેલો વાંચે જ નહીં. તહીંથી આમ ૧૦૦ની ઝડપે જતો. કોઈક વળાંક આવ્યો, કંઈ આવ્યું વચ્ચે, કોઈક ચાલે છે, કોઈ વડીલ છે, કોઈ વૃદ્ધ છે. કંઈ કાંઠે નહીં કે આ બધા બહાર શું કરવા નીકળતા હશે કે ઘેર બેસી રહેવું જોઈએ ને. પેલા બધાને એમ થાય કે આ બહાર નીકળ્યો તો હવે આપણે આપણે હંતાઈ જાવ. હવે આપણે આપણે સાચવી લે, સાચવી લેજો. આવો કોક દેખાય તે લોકો પ્રાર્થના કરવા માટે. "સમય મારો સાદ જેવાલા કરું હું તો કાલા રે વાળા મને ના થડતો." કે ભાઈ શું મને? એટલે આ બધું બધ સમજફેરનું નાટક છે. જીવનને અતિશય જો મહત્વ આપશો, તો સિરીયસ થઈ જશો. અને બહુ સિરીયસ થઈ ગયેલો હોય ને, તો પછી એ શું થાય? ડિપ્રેસ થવા માંડે. એનો અહંકાર એટલે એના પરથી ડિપ્રેશન આવે.
ડિપ્રેશનવાળા બધાનો અહંકાર કેવો થઈ ગયો હોય? ડિપ્રેસ થઈ ગયો હોય. અહંકાર ક્યાં રહે છે? બેઝિકમાં બંધ થવા માંડ્યું હોય એનું બિલકુલ જીવન. ક્યાં છે? ત્યાં છે. તો આપણે ખોલીએ છીએ ને? આ રિલીઝ થાય આમ કરવાનું. એટલે કીધું કે ભાઈ, "ઓમકાર કર્યા કરજે. કશું બીજું સમજન ના પડે ત્યાં સુધી પરમપદમાં પહોંચી જઈશ છેક." અને પછી તો કે, "પાછો ના ફરતો." "યદ ગત્વા ન નિવર્તંતિ." ત્યાં પહોંચ્યા પછી એ મારું ધામ છે. હવે એમાં પહોંચ્યા પછી પાછો ના આવતો કેતો. ફરી પાછો તો રીવિઝિટ નથી કરવી આપણે. જો, એટલા માટે કહે છે, "પરબ્રહ્મ પરમાત્મા સર્વત્ર સદેવ સર્વવ્યાપક છે." એનો બોધ આપે, એનો બોધ આપે આપણને, ઉપદેશ આપે, એનો બોધ આપે. શબ્દો દ્વારા આપે છે, એટલા માટે એને બોધ કીધો. વાસ્તવમાં જે ઉપદેશ છે, એમાં સમજણ ઉત્પન્ન થાય ત્યારે એ બોધ બની જાય છે.
અને એ બોધ પ્રગટ થાય છે. સમજણનું ફળ બોધ. અને એટલે તો કે મુક્તિ. જો, એનો બોધ આપનાર અવધૂત, અવધૂત કલ્યાણ કરનારા છે. દરેક અવધૂત સદગુરુ તો હોય જ છે. જેને જેને કહીએ તો આપણે કહીએ છીએ ને, "અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત." અવધૂત પાપમાંથી મુક્તિ અપાવે તે સદગુરુદેવ છે. સત્સંગ દ્વારા, દર્શન દ્વારા, સાનિધ્ય દ્વારા સર્વ જીવોના પાપોને છોડાવે છે કે તું આ બધું છોડ, આ બધું છોડ કે પાપ કરવાનું બંધ કરી દે. તું તારી દ્રષ્ટિમાં સુધારો કર, તારા શ્રવણ.
જે છે તેના વિષયો તું બદલી નાખ. આ વિષયોને બદલી કાઢીશ ને, તો પણ તારી તન્માત્રાઓ દિવ્ય થઈ જશે. અને એક વખતે દિવ્ય તન્માત્રાઓના તું સંગમાં આવી જઈશ ને, તો પરમપદમાં તું પહોંચતા વાર જ નહીં લાગે.
પછી રસ્તો આમ બહુ સરળ છે કે, જો એકદમ ગોલ્ડન પાથ છે. આ ગોલ્ડન લોટસ પરથી આ ગોલ્ડન લોટસ પર આવજે, ને પછી ત્યાંથી આ ગોલ્ડન લોટસ પર આવજે. એમ એમ કરતાં કરતાં સદગુરુએ બતાવ્યું કે, છેવટે પહોંચી જજે. આ પરમપદ છે.
અને પછી આ મૂક્યો આશીર્વાદ કે, જો અહીં અહીં પહોંચવાનું જ તારે માથે. કેમ હાથ મૂકે છે આશીર્વાદ આપતી વખતે? એને બોધ કરાવે છે કે, "તું અહીં જીવજે ભાઈ. તું અત્યારે ક્યાં જીવે છે?" તો કે, "નીચે જીવે છે." ત્યાં કોઈ હાથ લગાડીને આશીર્વાદ આપ્યો જોયો? અહીં આશીર્વાદ આપે છે. સ્પર્શ કરે બી ખરા, ના બી. અને ફિઝિકલ સૂક્ષ્મમાં તો કામ કરી નાખ્યું હોય એમણે, મથી કાઢી નાખ્યું હોય બાકી રહેલું અંતરાયો. આ તે બધું જે કંઈ હોય ને, એ બધું ભસ્મીભૂત સ્વાહા કરીને દીધું હોય. એ તો અવધૂત એમની મોજમાં હોય.
પણ જુઓ કે છે તોય ના ના કાઢવાની હોય તો ના બી કાઢે. તે થોડી વાર થવા દે ને, જરાક પાછો આવશે ને, પછી આપણે જોઈશું કે હજુ વાર છે આને કે થોડું પાકે પછી કાઢે ને ગૂમડું. કાચું ગૂમડું કાઢે તો પાછું તકલીફ થાય. આ કેન્સર શું છે? કાચું ગૂમડું કાપે છે અને પછી એ બધે ફેલાય છે. કશું નથી બીજું. કેન્સર શું કહે છે? પેલું આમ કરીને કાઢે છે, બાયોપ્સી કરે છે, કાચું ગૂમડું કાપે છે. બસ, એ જ ફેલાઈ દે છે બાકી રહેલું. તો જે વસ્તુ તમને રોગ વિશે જણાવે છે, એ જ વસ્તુ રોગનું મૂળ કારણ છે. કોણ સમજાવશે આ ડોક્ટરોને કે, ભાઈ, તું આ શું કર્યું?
એટલે કે, સત્સંગ દ્વારા, દર્શન દ્વારા, સાનિધ્ય દ્વારા જીવોના પાપને છોડાવે છે. સર્વે જીવોના! કોઈ બાકી? સર્વે એટલે આવી ગયું. જે ત્યાં એની પાસે આવ્યો તે પહેલો અને બીજો. કે ભલે દૂર હોય તો પણ એના માટે દૂર તો દૂર છે જ નહીં ને! એમની પાસે બધી શક્તિઓ, સિદ્ધિઓ હોય. દૂર શ્રવણ, દૂર શું કહે છે એને? ગમન. દૂર દર્શન બધું કરે. એ તો અવધૂત. એનો કોઈ નિયમ જ લાગુ ના પડે પ્રકૃતિનો. સંપૂર્ણ મુક્ત પ્રકૃતિથી સદેવ માટે. શું જબરજસ્ત સ્થિતિ છે એમની!
એવા અવધૂતને યાદ કરી, "સ્મરણ માત્રેન મુક્તિ ભવેત." એમના સ્મરણ કરવા માત્રથી પણ આપણે મુક્ત થઈએ. એટલે પાપ છૂટે તો જ સત્કર્મ થઈ શકે. સત્કર્મ કયું છે? એક જ કર્મ સત્કર્મ છે: "હું શુદ્ધ આત્મા છું, હું બ્રહ્મ છું, તે હું છું, તે હું છું, સોહમ." આ એક જ સત્કર્મ છે. બાકી કોઈ સત્કર્મ નથી. અને જે અકર્મી હોય ને, એ જ આ કરી શકે. એટલે પાપ છૂટ્યા પછી જ પરમાત્મા સુધી આગળ વધી શકે.
યતસંગા નષ્ટ પાપ. એટલે શું કહે છે સદગુરુ? કેવા છે? "યતસંગા નષ્ટ પાપ." તેમના સંગ માત્રથી આપણા બધા પાપો ખતમ થવા માંડે. એનું સાનિધ્ય એટલું બધું પ્રભાવશાળી છે. આપણને ખબર પડે કે ના પડે, પણ આપણામાંથી વૃત્તિ તો જવા જ માંડી હોય એમ. કેમ? તો કે, "ના, હવે નથી કરવું." પહેલા તો વારે વારે ક્રોધ આવી જતો હતો. શું? પણ હવે તો કે, "ના, જવા દે ને, આ વખતે નથી કરવો ક્રોધ." એવું એકવાર તો કરો યાર, થોડું ભાન રાખીને. પછી છે ને, તો ધીરે ધીરે ક્રોધ ચાલવા.
કેમ? તો કે સદગુરુએ કહ્યું છે, "ક્રોધ છે ને, એ પાપનું મૂળ છે." એટલે જેના સંગ માત્રથી અમારા રા પાપો નષ્ટ થઈ જાય, તેવાને હું અખંડ વંદન કરું છું, નમસ્કાર કરું છું. અરે, સ્મરણ માત્રથી પાપને નાસી જવું પડે છે! પાપ કરવાની વૃત્તિ જ્યારે ઊભી થવા માંડી હોય ને, જો આપણને ભાન પડે ને, કહીએ, "ગુરુદેવ! પ્રભુ!" બસ, એ વૃત્તિ નષ્ટ થઈ જાય. પાપ કરતાં આપણે અટકી જઈશું. પ્રભુ પ્રગટ થઈ જશે એ ટાઈમે. આપણને બચાવી લે છે તે વખત. પણ પોકાર સાચો હોવો જોઈએ, કરેક્ટ હોવો જોઈએ કે, "મને છોડાવો! હે, આ મગરમચ્છે મારો પગ પકડ્યો જ છે હવે તો! મને છોડાવો!"
સ્મરણ માત્રથી પાપને નાસી જવું પડે, એનો અનુભવ કરજો. એટલે સ્મૃતગામી કહ્યા એમને. સ્મરતગામી. સ્મરણ કરતાની સાથે એ ફળ પ્રાપ્ત થાય કે, મન અને વિચારોને પાપ રહિત કરી નાખે છે સંપૂર્ણપણે. આથી મોટું શું જોઈએ? મનમાં પાપનો વિચાર ડાઘો બેઠો તો, કાઢતા ખૂબ અઘરો છે. હવે તો ડાઘો પડે તે પહેલા જ સાફ કરી નાખે. ખરેખર, ડાઘો પડે જ નહીં કે હવે તો. પણ સ્મરતગામી માટે તો સાવ સહેલું છે.
શરણાર્થી સાધક દુનિયાના ગમે તે છેડે બેઠેલો હોય, ક્યાંય પણ એને પાપ એને અડી શકે નહીં. એટલી બધી એમની શક્તિઓ છે, સિદ્ધિઓ છે. સ્મર્થગામી કહ્યા પ્રભુને, પરમાત્માને, અવધૂતને, દત્તાત્રેય ભગવાનને, આત્માને, પરમાત્માને. કેમ? ચિદાકાશ સ્વરૂપ. એટલે દુનિયાના ગમે તે છેડે જઈને ઊભો રહે, પણ પાપ એને અડી શકે નહીં. વીજળીનો ઝાટકો પાપને લાગે, એટલે એ તો ભાગે. કરંટ લાગે જબરજસ્ત જામ. નહીં તો બળીને રાખ થઈ જાય. એટલે ભાગવું જ પડે એને.
શું? "યતસંગા નષ્ટ પાપ." જેમના સંગ માત્રથી પાપબુદ્ધિ દૂર થઈ જાય. મનમાંથી કોઈપણ પ્રકારની પાપની ઈચ્છા, વિકૃતિઓ, વાસનાઓની ઈચ્છાઓ રહી જ ના શકે. ત્યાં સુધી આપણે શું કરવાનું? મહારાજનો જય હો! કોનો? મહારાજનો જય હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! આનંદ પ્રાપ પ્રગટે, ઉલ્લાસ પ્રગટે, પરમાત્મા પ્રગટ થઈ ગયું. દસ મિનિટ કર્યું ને? દાદા ભગવાનના અસીમ જય જયકાર! આનંદ, આનંદ, સૂક્ષ્મ આનંદ, નિર્મળ આનંદ! આહાહા! અદભુત આનંદ! કોઈને સંભળાવવા નહીં, હું બેઠો છું. એ બધું પાછું અહંકારી ખેલ છે. બસ, આપણી એના માટે થઈને સ્થિર થઈને આનંદ. પ્રભુ, આજે તે મને તક આપી છે, તો પૂરેપૂરો લાભ લઈ જ લઉં, કરીને આપણે બેસવાનું. આનંદ કરવાનું. એ દાદા ભગવાન અંદર બેઠેલા દાદા ભગવાન પરબ્રહ્મ પરમાત્મા છે. બધાના બાપાના બાપા છે.
એટલા માટે એમને દાદા કીધા છે. તો બધા બાપાઓના એ બાપા છે. અને પાછા કેવા મહારાજ છે? રાજાધિરાજ છે, અખંડ બ્રહ્માંડના નાયક છે. એટલા માટે શહેનશાઓના શહેંશાહ, બાદશાહઓના...
બાદશાહ એવા પરબ્રહ્મ પરમાત્મા તો કે, "તમારો જય હો, તમારો જય હો, તમારો!" વાતાવરણ પવિત્ર થાય. પવિત્ર સ્વરૂપનું દર્શન થતું હોય તો પછી પાપ ક્યાંથી ટકી શકવાનું હતું? એને નાસી જ જવું પડે, ઘર છોડીને. સાનિધ્યનું આપણને ને આટલું બધું ફળ મળે છે, પ્રત્યક્ષ ફળ મળે છે. અને સદગુરુ તો પ્રત્યક્ષ ના હોય એવું ક્યારેય હોતું જ નથી. તમે ભલેને દુનિયાના ગમે તે છેડે હોય, સદગુરુ બધે પ્રત્યક્ષ છે. આત્મા બધે જ પ્રત્યક્ષ છે. આત્મા જ દરેકનો સદગુરુ છે. પછી આ રૂપે આવે, પેલા રૂપે આવે, અવધૂત રૂપે આવે, અલગ અલગ રૂપે આવે એ વાત જુદી છે. તમારે એવી જરૂરિયાત હોય એટલે સ્થૂળમાં પણ જે સૂક્ષ્મમાં રમણ કરવા માંડે છે, એને સ્થૂળ ગુરુની પછી આવશ્યકતા રહેતી હોતી નથી. સ્મરણ માત્રે સ્મરણથી જે પૂજા કરે, પાઠ કરે, આનંદ કરે અને કહી દે કે, "પ્રભુ, હું આનંદમાં છું!" બસ, આમ પહોંચી ગયું ત્યાં આગળ ધડધડાટ કરતું કે, "યસ, આવી ગયું કે તારું સેલ્યુટેશન પહોંચી ગયું કે મને." આટલી ઊંચી વાત, આટલી ઊંચી વાત એટલે સ્મરતો ગામીને સ્મરણ કરતાની સાથે એ ફળ પ્રાપ્ત થાય છે.
બાકી મનમાં એકવાર પાપાચાર બેસી ગયો પછી એને કાઢવો બહુ અઘરો હોય છે. એવો સામાન્ય ને અનુભવ છે બધાનો. પાપની પ્રવૃત્તિઓ જ આપણા પુણ્યને, આપણા સ્વરૂપને, અંદર રહેલા આત્માને ઢાંકી દેતી હોય. એટલા માટે કીધું: "યતસંગા નષ્ટ પાપ." જેના સંગ માત્રથી, દર્શન માત્રથી, સ્મરણ માત્રથી સ્થિર શાંતિ થાય છે, એવા એક સમર્થની, પરબ્રહ્મની સામે છીએ આપણે ઊભા છીએ. અને એ જ શાંત સ્વરૂપ રૂપ છે પાછું. અ શાંત સ્વરૂપનો પાવરનો પ્રભાવ કેવો છે? "યત્સંગાત્ નષ્ટપાપ." આમ બસ ખતમ, બિલકુલ. બધાય ને ધોઈને ચોખ્ખા થઈ જાય એકદમ બધા.
શું? એટલા માટે મંદિરમાંથી બહાર આવતા હોય ને, ડાકોર જાવ. મંદિરની અંદર આમ બહુ ભીડ જાય. અંદર પહેલા શરૂઆતની અંદર તમારે શાંતિથી ઊભા રહેવાનું. "દર્શન કરવા છે ને? કરાવી દઈએ તમને." જો, જેટલા અંદર ઠસા મારીને ગયા હોય, બધા ધમાધમ કરતા અંદર બધા પેઠા હોય ને, પછી બધા બીજા છેડેથી બહાર નીકળે. પ ત્યાં તમારે ઊભા રહેવાનું. અને જ્યારે એ એ જ્યારે એ બધો આખો લોટ આમ બહાર આવતો હોય ને, ત એક એકના ચહેરા તમે આમ આમ જોજો. તમને સીધા ત્યા પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયેલા પ્રત્યક્ષ દેખાશે. તમારી ધીરજનું પછી ફળ મળશે.
શું? આટલા બધાના દર્શન કર્યા, બધું કર્યું. હવે શું થયું? મંદિર ખાલી. તમે પ્રેમથી જાવ અંદર, પરમાત્માના દર્શન કરો. બહુ આનંદ કરાવ્યો દોસ્તે તો આજે. થેન્ક્યુ, થેન્ક્યુ, તમારો ખૂબ ખૂબ આભાર! હે ધન્યવાદ! આ તક આપીને મને! શું આ સમજણ આપી મને કે આટલી ધીરજ આપીને હું બહાર ઊભો રહ્યો અને આટલા બધા સ્વરૂપે તમને મન દર્શન આપે. પછી અંદર જઈને એકનોલેજ કરી આપવાનું. આવી રીતે દર્શન કરાય. આનંદ આનંદ થઈ જાય અને આમ બધું સાર્થક લાગે આપણું જીવન.
બાકી મનમાં એકવાર પાપાચાર બેસી ગયો તો પછી થોડી મુશ્કેલી તો પડે બકા. "નમામિ શ્રી સંતરામ ત્વમનઘ્ય." એટલે પ્રાર્થનામાં કહ્યું છે કે આપ "ત્વ નદ્ય" છો, પાપ રહિત છો અને શરણે આવેલાને આપ પાપ મુક્ત કરી દો છો. સંત આખોય ભ્રહ્મરસ છે, સંપૂર્ણ. શેરડીના કયા ભાગમાં ગળપણ નથી હોતું? જલેબીના કયા ભાગની અંદર મધુરતા નથી હોતી? એમને "ત્વ અનધ્ય" કહેવામાં આવે છે. સંતોના સાનિધ્યમાં પાપી પણ પુણ્યશાળી બની જાય છે.
તારે પહેલી તોરલ લે કીધું તું કે, "પાપ તારું પરકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બૂડવા નહી દઉં, હે જાડેજા રે!" એમ તોરલ કહે છે. બોલો, એ તોરલ સતી અને આ જેસલ જાડેજો, કેવો સંબંધ હશે? બોલો. જાડેજો પછી એનો શિષ્ય બની ગયો હતો. એટલે કેટલી પવિત્રતા હશે ત્યારે કહી દીધું "ત્વનદ્ય." એના તપનું કેટલું તેજ હશે કે પાપ એની સામે જોઈ પણ ના શકે? દ્રષ્ટિ કરવા જાય તો પાપની આંખો બળી જાય એ તપની આગળ. "અનધ્ય"નો મતલબ આપ નિષ્પાપ છો. "અનધા" લક્ષ્મીનું કરે છે ને? "અનધ્ય"નો મતલબ શું છે? નિષ્પાપ. પોતે છે અને બીજાને કરે છે એટલે એમને "અનધ્ય" કહેતા. "ત્વમ અનધ્ય" એટલે "ત્વનદ્ય." આખો શબ્દ ભેગું કરીએ તો આવું થાય. એટલે કોઈપણ પ્રકારનું સૂક્ષ્મતમ પાપ પણ રહે જ નહીં, ત્યારે પરબ્રહ્મ કહેવાય.
પાપ બધા સમય સૂચકતા પ્રમાણે થયા કરતા હોય. સમય સૂચવે: આ ટાઈમે આ પાપ થાય, આ ટાઈમે આ પાપ થાય. બધું ટાઈમ ટેબલ હોય વાંચું દરેકનું. શું? પુણ્ય તો ક્યારેક ક્યારેક આકસ્મિક થઈ જાય, ક્યારેક થઈ જાય ભૂલ. ભૂલ મતલબ શું છે કે રેશનિંગની દુકાનમાં ઉભેલો હોય. શું? જૂટાજૂટ કરે ગમે ત્યાં. કોઈ "મારો નંબર પહેલો, મારો નંબર પહેલો" કરે ને થેલીની અંદર ખાંડ લઈને આવે એવા વિચારથી, "બસ, આ બચકું છે ને હું જોડે લઈને એકદમ જવ મારા ઘેર. આટલી ખાંડ આપી મળી ગઈ છે હવે મને." બાકીના બીજા હજી તો લાંબી લાઈનમાં બિચારા રાહ જોતા હોય કે ક્યારે મારા નંબર આવશે. ત્યારે આ તો વિશ્વ વિજેતાને જેમ એમની પાસેથી આમ પસાર થાય પેલું લઈને આમ હાથમાં. એટલા બધા એના થઈ કે ના પૂછણ.
હવે આગળ જતાં શું થયું કે એને ભાન નથી કે એની થેલી કાણી છે. એટલે પેલી ખાણ આમ રસ્તામાં થોડી થોડી થોડી થોડી આમ ક્યાંક ક્યાંક પેલો હાલક ડોલક કરે એટલે મ પા થોડું પડે, થોડુંક પડે. ખાણ થોડી થોડી વેરા થઈ જાય. જેવડે ઘેર પહોંચે ત્યાં સુધીની અંદર તો ૨૫ ગ્રામ, ૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ જે બી કાઢ પડી ગઈ હોય રસ્તામાં. કીઓ કે, "ચલો પાર્ટી કરવા બધી આવે ત્યાં આગ કાઢે. જલસો કરીએ કે આપણે હવે આજે તો ફેસ્ટિવલ છે કે આપણો." કરે નીકળી આવે. તો આવી રીતે પુણ્ય તો ક્યારેક આકસ્મિક થઈ જાય, હંમેશા ના. મંદિરભાઈ ગયા હોય, બધા લોકો આમ કરતા હોય ત્યાં દર્શને જાય. તે પેલા લાંબી એક મોટી લંગાર હોય, આમ લાઈન લાગેલી હોય. બધા લાઈન સર બધા ભીખમાં ત્યાં આગળ બેઠેલા હોય. તો ત્યાંથી આમ પસાડતા કોઈને આપવાની ઈચ્છા જ ના થાય. કોઈને આપવાની ઈચ્છા ના થાય તો કોક નાનકડી છોકરી...
હોય, આમ જોયા કરતી હોય કે બધા હાથમાં ફૂલ લઈને જાય છે, આહાર લઈને જાય છે, ને મારી પાસે તો કશું નથી. તમારી આમ દ્રષ્ટિ પડે ને, તમે એને કળી જાવ કે આ છોકરીને હાર જોવે છે. અને તમારી પાસે ફૂલ છે, હાર છે, બધું છે ને, તમે એને જો આપી દીધું. જો, ત્યાં તમને ભાવ નથી થયો. અહીં તમને સહજ ભાવ થઈ ગયો અને તમે આપી દીધું. કલ્યાણ થઈ ગયું! તમારો આસવા મેઘ યજ્ઞ પૂરો થઈ ગયો. એટલું બધું પુણ્ય એક સામટું એકદમ ઊભું થઈ ગયું એક ક્ષણે. એ પણે માનો ઈશ્વરનો આભાર અને આપો એને કે, "લે બેટા, તું ભક્તિ કર." એને ભક્તિ કરવાની તક આપી તમે. તમારી ભક્તિ થઈ ગઈ. તમે જીવતા પરમાત્માની ભક્તિ કરી નાખી એ જ મિનિટે. એ તો કરતા કરશે. ભૂખ્યો હોય ને, આમ કોળિયો આપણો આમ જતો હોય ને, આપણે આમ કરીને આમ એને આપી દઈએ એટલે, "લે, તું ખાઈ લે." બને છે આવું? આહાહા! આ વાજસો યજ્ઞ થઈ ગયો તમારો.
રાજસો યજ્ઞ થઈ ગયો. રાજાઓ કરે એટલું પુણ્ય તમને મળી ગયું એક સામટું. ખબર ના પડી આપણને. ઈશ્વરે તક આપી છે. અહંકારથી તો મુક્ત થયા તો થયા. પાછા એક ક્ષણે. બાકી એમ તો હું આમ આપું એવો નથી. કોઈને આપી દઉં? ના આપું. સ્વપ્નામાંય ના આપું. આપણને ભૂલેચૂકે ના આપું. બહુ પાકો. પણ બસ આમ થઈ ગયું. અરે, તારું કલ્યાણ થઈ ગયું! તને ખબર પડી? આ પ્રેરણા અંદરથી તને કોણે કરી આમ આપવાની? આમ તો તું બહુ પાકો ને? પણ તોય તારેથી અપાઈ ગયું. શું થયું તને? કંઈ ગમ પડી? તું બચી ગયો. તને કોણે બચાવ્યો? તારા ધર્મએ બચાવ્યો. તે જે ધારણ કર્યું ને, અંદરથી આવતું હતું ઝરણું જ્ઞાનનું. એક બિંદુ આમ ટપક દઈને ફૂટ્યું અને બસ આમ તને એમ થયું કે મને એમ થયું કે આને આપી દઉં. એ તને કેમ થયું? પણ એમ તને ગમ કેમ ન પડી કે તને આમ થયું? બસ, એ તારી પર કૃપા થઈ હતી ત્યારે.
તું આ કરી. એટલે પુણ્ય બી એમનેમ થતું હતું નથી. પુણ્યને પણ પુણ્યનો અનુબંધ જ હોય છે ત્યારે પુણ્ય કરી શકાય, નહીં તો થતું નથી. અને માણસ કહે કે, "મેં પુણ્ય કર્યું." મૂર્ખા, તે કંઈ ના કર્યું. કર્યા પછી એને થાળી ઊંધી પાડી દીધી કે જો બોલે કે મેં કર્યું તો. અને માણસ વારે વારે આ કરે તો? વારે વારે આનાથી આપણે બચવાનું. પુણ્ય તો ક્યારેક ક્યારેક આકસ્મિક થઈ જતું હોય છે, અજાણપણે થઈ જતું હોય છે. એટલે પુણ્ય થશે ને, તો તમને ખબરય નહી પડે કે મારીથી પુણ્ય થઈ ગયું છે. પણ પાપ તો જાણી જોઈને, યોજનાબદ્ધ પ્લાનિંગ સાથે કરો છો. એટલે કીધું, સમય સૂચકતા પ્રમાણે થાય. જેવો સમય છે ને, તેને આમ તમે ઓળખીને, પારખીને કે આપણે તો આવું કરો કે ભઈ, શું પેલું આમ મારી આમ જવાનો જ હોય, આમ બધું હોય તો કે એ આપણને કરે એ પહેલાં કે આપણે જરાક એક લીટી મારી દો ને કે આમ આમ કરીને આમ કરે.
પેલો પોતાનું હરખું કરવા રહે ને, એટલામાં ભાગી જાય તે બોલો. એટલે આવું બી બધું થયું હતું અમદાવાદમાં. બધા સ્ટેમ્પિંગો કરતા હતા તે વખત કોક જમાના. એટલે જ્યારે પણ પુણ્ય થાય, તો આપણને ખબર ના પડે. આત્માને ઢંઢોળો તો આ વાત સમજાશે. પોતાની જાતને જાગ્રત કરો તો સમજાશે કે મારાથી આ થઈ ગયું. આ સારું થઈ ગયું કે આ ખોટું થઈ ગયું, એ તો પછીની વાત છે. પણ એક વાત ચોક્કસ છે. પણ કંઈ પણ તમારાથી સારું થઈ જશે ને, તો આનંદ તો પ્રગટ થશે જ, સંતોષ તો થશે જ, જરાક આમથી તૃપ્તિ તો લાગશે જ. કારણ કે આમ તરસ્યો હોય ને, આમ ઘૂંટડો પાણી પીધો હોય ને, પણ જેવું ફીલ કરો ને, એવું કોઈક અંદર તો થશે જ. તમને ખ્યાલ આવશે. જાગો તો ખરા! સાવ જડ જેવા કેમ થયા છો તમે? શુદ્ધ ચેતન છો, સર્વજ્ઞ છો. શી દશા કરી મૂકી? જો, આ બધાની પાછળ પડી પડીને. હવે એમાંથી પાછા ફરવાની તક આવી છે.
સદગુરુ સમક્ષ છે, પ્રત્યક્ષ છે, સ્મર્તગામી છે. અને હવે કેટલી વાર? બસ, આપણે આમ પરમપદમાં પહોંચવાનું છે કે આપણને એનો બોધ તો કરી જ દીધો છે પરમપદનો. હવે આપણે બસ એમાં પ્રવેશ કરવાનું છે અને ત્યાં સ્થિર થઈને બેસવાનું. અને પાછા કહે છે કે, "જો, આ પરમપદ છે." સદગુરુ એમ કહે છે કે, "જો, આ પરમપદ છે. આ તત્ત્વમ પદ છે. તત્ ત્વમ અસિ. આ તત્પદ છે. આ તારું જ છે કે બેસી જા અહીંયા. આ તારું જ પદ છે. તું બેસી જા. અહીંથી તને કોઈ નહી ઉઠાડે, સિવાય કે આ બધી અવડચન રહી ગયો." પણ એ તો ધીરે ધીરે બધું જવાબ માળશે. ગ્રેવિટી. ઘણા શું કહે છે, "Looking to the gravity of the situation, it happens like this." પોતે છૂટી જાય. સંજોગ ઉપર દોષનો ટોપલો ઢોળી દે કે ભઈ, તું એવું ના કર. સંજોગોને આધીન. સંજોગોને આધીન અથડાઈ મરીશ. અહીં અથડાવશે, તહીં અથડાવશે.
કે સંજોગોમાં આધીન નહી રહેવાનું. તે તો પરાધીનતા છે. તો કે શું કરવું? તો કે પરપદમાં બેસી જા, ચિદાકાશરૂપ થઈ જા. હવે તને કોઈ દુનિયા ધક્કામુક્કી કશું થાધવાનું નથી. ભીડ બધી ગાયબ. કે ભીડ બધી ગાયબ. વિચારોની ભીડ ગાયબ, માણસોની ભીડ ગાયબ, બધી જાતની ભીડ ગાયબ થઈ જશે. એટલે પોતાની જાતને જાગ્રત કરો તો સમજાશે કે મારાથી આ ખોટું થઈ ગયું. થાય છે કોક દિવસ એવું? બાકી તો જે કરો છો ને, બધું નર્યું પાપ જ છે. ન બળ્યું શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે. એમને ખોટાને સ્વીકારવામાં જ રસ પડતો હોય છે. અહીં આપણે એમ કીધું હોય કે ભાઈ, આજે છે ને, તો કે આપણે હનુમાન ચાલીસાનો પાઠ રાખેલો હોય. તો અહીં બોલાયો હોય તે આમ કરીને આમ પાછો હાથમાં આમ લઈને બહાર જતો રહે. તો બહાર જઈને રીલ જોવા માંડે. અને પછી કોક પૂછે, "ફોન આયો તો?" આ પરમાત્માને ખબર નહી પડતી તું શું કરી રહ્યો છે?
પાછો આવીને એવું સફાઈ આપે કે, "બહાર ફોન આવ્યો તો ને, એટલે હું કરલો." કલ્યાણ કરી નાખ્યું કે? એટલે આત્માને ઢંઢોળો તો કરાય. આજે ખોટું કરવાનું છે ને, એમાં આ બધાને બહુ મજા આવે. આ ઇન્દ્રિયોને ને એ બધાને બહુ મજા આવે, આનંદ આનંદ આવે. એટલે એ તો કદી વિરોધ કરવાના નથી. એ ટાઈમે તમને પાપમાં જ પાડી રાખશે. આંખો છે ને, તમને ખોટું જ જોવા આમ ખેંચી જશે. ખરાબ સાંભળવાનું બી એવું જ. ખોટું આવું ને આવું જ બધું.
પાંચે ઇન્દ્રિયો તમને કરાવે રાખશે, પણ એ તો વિરોધ કરતા જ નથી અને ઊલટું ખોટું ખોટું દેખાડે. ઠઠ્ઠા ઠેકાણું છે, ઠીક ક્યાંય ના મળે બીજાની બીક. શું કહે છે? "ઠઠ્ઠા ઠેકાણું છે, ઠીક ક્યાંય ના મળે બીજાની બીક."
હવે જો કોઈની બીક જ ના લાગે એવું સ્થળ મળશે ક્યાં? મળશે મહારાજ, પ્રભુની પાસે. ચાલો, અંદર જાઓ કે અંતર્મુખ થાઓ. થોડીવાર સંકોચ ના રાખશો એ બાબતનો. નવરાશ ખોળીને જાઓ, સન્મુખ થાઓ. ઘડી બે ઘડી નિરાત મળશે, શાંતિ મળશે ત્યાં. યત્રવાતી પ્રણત જન્મનો અલહાદ કારીચવા વાયુ, શરણે આવેલાને માટે આનંદદાયક એવા સ્પંદનો હોય, એવું વાતાવરણ, એવું વાયુમંડળ હોય ત્યાં અમે આપને વંદન કરીએ છીએ. અમારા જીવનમાં આપ એક જ અમારું કેન્દ્ર છો. અમે વંદન કરીએ, બધું જ સમર્પિત કરીએ છીએ. બસ.
સૂર્ય અને ચંદ્ર બંને એક જ જગ્યાએ ભેગા થઈ ગયા. સૂર્ય અને ચંદ્ર બે ભેગા થઈ ગયા. એ પવિત્ર પર્વ અમાસ કહેવાય છે. અમાસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય. સારું ભજન કરજો, મૌન રાખજો, તો પણ સૂર્ય અને ચંદ્ર એક થવાની અંદર મદદરૂપ થશે. મૌનનો મહિમા, ચૂપ સાધના! શું થાય છે? સૂર્ય અને ચંદ્ર નાડી બે એક થાય છે. સુષુમ્ણા ચાલવા માંડશે અને પરમપદમાં લઈ જશે. એટલે કીધું કે સૂર્ય અને ચંદ્ર એક થવાની અંદર મદદરૂપ થશે. સૂર્યનાડી અને ચંદ્રનાડી એટલે ચંદ્ર-સૂરજ એક ઘેરમાં ગયા. સુષુમ્ણામાં ભેગા થયા. ત્યાં છે ત્વનદ્યપણું, ચંદ્રપણું, શીતળતા સાથે સાથે પવિત્રતા. તેજ તો ખરું જ, બહુ જ લાઇટ છે, જબરજસ્ત! પણ અનુભવ કેવો? તો કે શીતળતાનું ઠંડું, આહ્લાદક તેજ સદગુરુનું. બસ.
એમના પાસે આપણે જોજો. વ્યવહારમાં પણ કોઈપણ નિષ્પાપ માણસ હોય ને, એ બિલકુલ ભોળો હોય. એનામાં કોઈ પાપ કે કપટ ના હોય, છળ ના હોય, દુરવ્યસન ના હોય કે ના હોય એની દુરાચાર. એની નજીકમાં, એની સમીપમાં જવાનો આનંદ આવે. એની પાસે બેસો તો તમને શાંતિ લાગે. નાનું બાળક છે ને, કોઈપણ નાનું બાળક ગમે તે જાતનું હોય, એ અનધ્ય છે, નિષ્પાપ છે. ભલેને સાવ અજાણ્યું હોય તોય, આમ અંદરથી તમને વાલ ઊપજે અને તેડી લેવાનું મન થાય. તમારે આમ આમ ખેલખેલા હશે ને, ખાલી આમ કરીને આમ તમને જીતી લે છે. અંદરથી એ કમ્પેલ કરે છે કે તમે એને પ્રેમ કરો. કમ્પેલ કરે છે. પ્રભુ આવા છે. આવા રૂપે પણ પ્રભુ જ છે. એટલે એવા બાળકને તો તેડી લઈને વાલ કરવાનું મન થાય. કંઈ નહીં તો છેવટે સહેજ આંગળી અડાડવાનું, ટપલી મારવાનું મન થાય ગાલે, નાક ઉપર. આમ કંઈક જરાક કામ કરી બેસીએ.
આપણા દેશમાં તો આપણે કરી જ લઈએ છીએ. પરદેશમાં તો બધું આવું કરાય નહીં આપણાથી.
અમારા આશુબેન તો સ્ટ્રિક્ટ કે, "ડોન્ટ ડુ ઇટ ભૂલથી બી નહીં!" કારણ કે ત્યાંના કાયદા જુદા છે. "યુ આર નોટ સપોઝ ટુ ટચ એનીબડી અનલેસ પરમિટેડ." એને "ટ્રેસ પાસિંગ" કહેવામાં આવે અને એ "ટ્રેસ પાસિંગ"ને ભયંકર ગુનો છે. કોઈની ઇનર સ્પેસની અંદર તમે જો આવી રીતના કરો કે આઉટર સ્પેસની અંદર તમે કરો, એ ટ્રસ્ટ પાસ. ત્યારે કીધું, "કંઈ નહીં, આપણે આપણામાં જ રહો ને પરમપદમાં." બસ, માથાકૂટ જ નહીં કશું. પછી આ ડખો જ નથી જોઈતો આપણે.
એટલે એવી જાતની નિષ્પાપતા માણસને, અરે પશુઓને પણ આકર્ષે. કહે છે ને, યોગી બેઠો હોય ત્યાં આગળ વાઘ આવીને બેસી જાય, સાપ પણ બેઠા હોય. આમ શિવજી બેઠેલા હોય તો સાપ પણ બેઠો હોય. ડાહ્યો થયો! શિવજી ધ્યાનમાં છે અને આ સાપ ધ્યાન રાખે છે કે શિવજી ધ્યાનમાં છે, કોઈ આવે નહીં. બરાબર! હા, પોતાનો સ્વભાવ છોડીને એ પણ ધ્યાનમાં લાગી જાય છે. બરાબર! શિવજીનું ધ્યાન રાખે છે, બોલો! વિચાર કરો કે આને કોઈ હેરાન ના કરે. પોતાનો સ્વભાવ છોડી દીધો છે.
અને જુઓ, તમે કોઈપણ વ્યક્તિ નિષ્પાપ હશે, શુદ્ધ હશે, એનામાં પવિત્રતા હશે, એનામાં શીલ, શાંતિ, સત્, આચાર, સંયમ બધું જ હશે, તો એના પ્રત્યે આપોઆપ આકર્ષણ રહેશે. તમને એકદમ સૌમ્ય મૂર્તિ લાગશે. તમને જોતા હોય તો આનંદ થઈ જાય. પ્રભુ! વાહ! આનંદ થયો! તમને જોયા તો જ્ઞાન બહુ પરમાનંદ થઈ ગયો, આમ અંદરથી થાય. બસ, આવી રીતે દર્શન થાય, દર્શનીય લાગે. આ નિષ્પાપતાનું તેજ છે, તે પ્રકાશી રહ્યું છે. તે તેજમાં આપણી જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય છે, સમજણ શક્તિ ખુલી જાય છે.
એના માટેનું આ કન્ડ્યુસિવ વાતાવરણ છે. કન્ડ્યુસિવ એવું એન્વાયરમેન્ટ ત્યાં આગળ ક્રિએટ થઈ જાય છે. સૌમ્ય મૂર્તિ, નિષ્પાપ બિલકુલ. પરમાત્મ તત્વના દર્શન કરવા માટે આવા દિવ્ય ચક્ષુની જરૂર પડે છે. જ્ઞાન ચક્ષુ ખોલે એવા ગુરુ મહારાજનો પ્રકાશ. ગુરુ મહારાજ બેઠા હોય, બસ આવા શાંત, સૌમ્ય બિલકુલ. બધા શિષ્યોના જ્ઞાન ચક્ષુ ધીરે ધીરે ખુલવા માંડે. ત્યાં આગળ પોષણ પામે કે, "યસ, આ બહુ સલામત વાતાવરણ છે કે અહીં ખોલી શકાય જ્ઞાન ચક્ષુ."
બંધ કેમ થઈ ગયા હતા? વાતાવરણ જ નહોતું, નર્યો પાપનો અંધકાર. ખુલે કેમનું? વાતાવરણ જ એવું હતું તો જ્ઞાન ચક્ષુ બંધ કરવા પડ્યા, ભાઈ, કે "આ બધું જોવું જ નથી આપણે. કમસે કમ એટલાથી તો બચીએ." કરીને જ્ઞાન ચક્ષુ બંધ થઈ ગયા. લો, આવી રીતે પરમાત્માએ તમને બચાવી રાખ્યા હતા કે વધારે નીચે ના પડી જાય પાછો આ માણસ તો માંડ માંડ રહ્યો છે. અને હવે પાછો આ સિંગરા પૂછડામાં ના જતો રહે કરીને તમારા જ્ઞાન ચક્ષુ બંધ કરાય. કારણ કે એના વડે જ્યારે તમે આ બધું જોઈ બેસશો તો તો પાછું ઉપાધિ કરી મુકશો.
ગુરુ મહારાજના પ્રકાશની અંદર દિવ્ય પ્રકાશ હોવાના કારણે પાછા દિવ્ય ચક્ષુઓ બધાના શિષ્યોના એક પછી એકના ખુલતા જાય, ખુલતા જાય, ખુલતા જાય. એ દિવ્ય પ્રકાશ અનધ્યતાનો અને પોતાની નિષ્પાપતાનો એ જ આપણી દ્રષ્ટિ ખોલીને આપે. જ્યાં સમજણની દ્રષ્ટિ ખુલી, એની સાથે માણસના જીવનની બધી વિટંબનાઓ આપોઆપ શાંત થઈ જાય. પછી એને નિરાત લાગે જીવનમાં. "સારું, હવે જીવવા જેવું લાગે જ ખરું કે ગુરુ મહારાજે બહુ કૃપા કરી દીધી, બહુ સારું થઈ ગયું!"
આ ઘેર ઘેર શું ચાલે છે? સમજફેરના નાટક છે બધાય. બાપાની સમજણથી મા ના ચાલતી.
હોય અને એ બે જણની સમજણથી છોકરાના ચાલતા હોય. છોકરાને સમજણ તો કે, "મા-બાપ તો સમજતા જ નથી." છોકરાને પૂછો તો એવું કહે કે, "શું મારા મા-બાપ મને સમજતા જ નથી?" આ છોકરાની સમજણ છે. બોલો, હવે શું કરવાનું? એટલે આખા કુટુંબમાં અને પછી આવા અનેક કુટુંબોવાળા ભેગા થઈને બનેલા સમાજની અંદર આખું ભયંકર મોટું નાટક ચાલી રહ્યું છે. શેનું? સમજફેરનું. કોઈ મને સમજતું નથી. દરેક જણની આ એક જ ફરિયાદ છે કે, "હું જે સમજું છું, મને તો કોઈ સમજતા જ નથી." એનું ઓછું આવી ગયું છે, અહંકાર ઘવાયો છે દરેકનો. હવે ઠેકાણે લાવવો પડશે.
ગુરુ મહારાજને ખબર છે કે આ બધા આવા જ છે. જેટલા ભેગા થયા છે એ બધા સમજફેરના નાટકવાળા તેમના દિવ્ય પ્રકાશની અંદર શાંતિથી બેઠા છે. એક એક આને આમ દ્રષ્ટિ કરતા જાય, કરતા જાય. લો, ટાળો પડતો જાય ધીરે ધીરે ધીરે. દસ મિનિટ, અડધો કલાક, પોણો કલાક, કલાક, બે કલાક, અડધો કલાક પછી એ માણસ એની મેળે ટાઢો, શાંત થઈને, સ્થિર થઈને આનંદની અંદર પાછો જાય. અમે આવું જોયેલું. ત્યાં બેઠેલા પેલા રણમુક્તેશ્વરમાં આઈ.જી. સાહેબના ગુરુ મહારાજ મિશ્રજી મહારાજ, કાશી વિશારદ પંડિત, સંસ્કૃતના જ્ઞાની, યોગી, કઠયોગી. જે બી આવે, કલ્યાણમ બેસાડે. બરાબર અહીં પહોંચે એમ અને બેસાડે. બધે બધા બેસે. બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ, અડધી મિનિટ જેની પાસેથી જીવો. કોઈ અમુક એવા હોય તો પાછા ત્યાં બેસીને માળા પણ કરે. પાછા કોક દૂર જઈને માળા કરે. ક્યાં જઈને માળા કરે?
પણ આમની બધે ચકોર દ્રષ્ટિ ચાલતી હોય. એટલે કોણ મંદિરમાં, ગુફામાં, અહીંયા, ત્યાં, ક્યાં, કોણ શું કરી રહ્યા છે, બધું આમ બરાબર. પ્રભાવ એમનો સરસ એવા હતા. આવાઓની પાસે છે ને તો પાછું વારે વારે જવાનું મન થાય તમને.
જ્યારે વ્યક્તિ સ્વયં નિષ્પાપ બની જાય, પછી એની અનંતતાની નિષ્પાપતાના લીધે ચુંબકની જેમ ખેંચે લોકોને. એ પોતે ખેંચતો નથી, પણ એનો એવો પ્રભાવ ઊભો થાય. એની ઈચ્છા નથી કે કોઈ આવે એની પાસે, પણ બધા એમ ને એમ આવવા જ માંડે. અંદરથી એ ચુંબકત્વ ઉત્પન્ન થાય અને લોકો ખેંચાઈને આવે એની પાસે. એ નિષ્પાપતાને લીધે ચુંબકની જેમ ખેંચે લોકોને અને નિષ્પાપતાની પાછી અનુભૂતિ એમને પણ કરાવડાવે. જેની પાસે જે હોય તે જ વહેંચે ને? થાળીમાં તમારી પાસે પ્રસાદ હોય અને તમને કોઈકે કીધું કે, "લો, આ વેચો." તો તમે શું કરશો? પહેલો મુઠ્ઠો મોઢામાં નાખો? તમે ઊભા રહેશો અને જે આવે પ્રસાદ આપો. "લે ભાઈ, લે ભાઈ." દસ મિનિટ, અડધો કલાક, કલાક તમે વહેંચે જ જશો, વહેંચી જ જશો. છેવટે કે, "કાંઈ ના મળ્યું તો વાંધો નહીં. મને તો પ્રસાદ મળી જ ગયો ને? આટલા બધાને પ્રસાદ આપવાનું જો મને સૌભાગ્ય મળ્યું છે, એ જ મારી તો કમાણી છે." એને સંતોષ છે.
એને પ્રસાદ નથી મળ્યું એવું લાગતું જ નથી. છેલ્લા માણસને આપી દેવામાં સંતોષ થાય છે. પ્રસાદ.
વેચવામાં શું થાય છે, ખબર છે? ઉદારતા વધે છે, ઔદાર્ય, આપી દેવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. સાવ કંજુસ માણસને તમે હાથમાં પ્રસાદની થાળી આપી દો, જો પછી કેવું થાય!
અને આ મિશ્રાજી જેવા આવા બધા ખેલ કરવામાં બહુ હોશિયાર હોય, જાણતા હોય, સમજતા હોય. તેઓ કહે છે, "ઉભા રહો, કે આજ, આજ તો તમે બાટોગે." કહી દે એટલે પહેલાને અડધો-પોણો કલાક ઊભો રાખે. પાછી થોડુંક તું ઓછું થયું, કંઈ નહીં, હાતે રહે ને! પાછો ફરી ગયો. ફરી આવે એટલે કહે, "દે દો ઉનકો." ત્યાં ચાર-પાંચ વખત કર્યા પછી તો પેલાને ધીરે ધીરે ટેવ પડવા માંડે કે, "ના, હા, સારું છે કે મને તો આ કર્યા પછી સારું લાગે છે." કે ઘેર જઈને પાછો એવું કહે કે, "મિશ્રાજી, મને તક કાલી કે." એટલે પાછો જઈને બેસી જાય. શનિવારે-રવિવારે નવરો પડ્યો કે, "હું જઈ આવું," કહેતા કહે. એટલે પેલા કહે કે, "ખાવા-પીવાનું હું પછી આવીને ખાઈશ. તમે તમારે ખાઈ લો." કે, "હું પછી ખાઈશ." કે, "તમે ખાઈ લેજો, ટાઈમ થઈ ગયો હોય તો. હું તો જઈશ," કહે છે. પાછો ફરી હાજર થઈ જાય દરબારની અંદર.
ત્યારે પેલા કહે, "ઉધર હે, ઉઠાવ થાળી." પછી પાછો ફરી વેચવા માટે. એમ કરતાં કરતાં ઘણાને રાગે પાડી દે.
શું? એટલે બધા સંતોની પાસે બધી કળાઓ હોય. આવી રીતે આપણને એમ લાગે કે આ શું કરે? પણ, "If you observe them very, very minutely, closely and with patience, with some knowledge," પછી આ બધું ધીરે ધીરે પકડાવવાનું શું થાય? કેમ? તો કે તમારાય જ્ઞાનચક્ષુ તો ખુલવા માંડ્યા હોય ને! એમની નિશ્રામાં ગયા એટલે પાછા પછી તમને ઘેર પડશે. આ એની કૃપા છે. એની કૃપા ના થાય તો સમજણ ના પડે, ગમ ના પડે.
પછી બધા ગોળ ગોળ વાતો કર્યા કરે કે, "એસા ક્યું કિયા હોગા બાપજી ને? પતા નહીં. એસા કર દિયા. વો એસા કરતે, પતા નહીં કરતે." તે બસ ચાલ્યા કરે. પછી એ બાજુ ગોસિપનું ચક્કર ચાલ્યા કરે. ત્યાં પણ કોઈને ખબર ના પડે. એમની કૃપા ના હોય તો એમને શું કર્યું ને કેમ કર્યું એ કોઈને કળાય નહીં. એટલી હદ સુધી કે લોકો એમની ટીકા કરવા તૈયાર થઈ જાય. "નો પ્રોબ્લેમ," કંઈ! એટલે એવી વાત છે.
એટલે જે વ્યક્તિના મગજમાં પાપ ભરેલું છે, તો જેવું મંદિરનું નામ પડે ને, એટલે તરત કહે છે, "શું મંદિર મંદિર કર્યા કરો છો આખો દાડો? મંદિર ત્યાં શું ભરેલું છે?" કે આમ ઉપરથી આપણને મફતિયા ઠપકો આપે. તમે એમ કહો ને કે, "હું જરાક મંદિર..." જે પાપી, જે ભ્રષ્ટ થઈ ચૂકેલો હોય અંદરથી, તેને આવું થાય. એનું રિએક્શન જોઈને ખબર પડી જ જાય આપણને. શું? અને દરેક ઘરમાં આવા નમૂના હોય છે, "મોર ઓર લેસ". આમ ઉપરથી આપણને મફતિયા ઠપકો આપે. તો આ છે માણસના જીવનનો પાપ, જે સન્માર્ગે વળવા જ ના દે.
તમે એમ કહો ને, "ઘડીક ઊભો રહું, હું દર્શન કરું." "હું રસ્તામાં ઊભો રહું." કે, "તારે જવું હોય જા." કે, "હું તો ઘેર છું." ઘરેથી ચાલવા જ માંડે. તમારે રાહ પણ ના જુએ, બે મિનિટ, પાંચ મિનિટ. આવજે ચાલતી! કે પાછા એવું કહે કે, "આવજે ચાલતી!" બિચારી પેલી દર્શન કરે ને, પછી ચાલતી ચાલતી ચાલતી જાય. રસ્તામાં વળી પાછો કોઈક...
પાડોશી કે એનો છોકરો મળી ગયો હોય કે કાકી કહી ગયા, "મંદિર?" ભાઈ, "તારા ભાઈ તો કે એ તો ઘેર ગયા." "બેસી જાવ કે હું ઘેર જ જઉં?" તો આ પેલો ઘેર લઈ આવે ને તોય પાછો પેલો વેમાય એની જોડે, "કેમ આવી?" આ છે દુરાચાર, એનાથી બચવાનું છે. એટલે કીધું કે માણસના જીવનનું પાપ સન્માર્ગે વળવા જ ના દે. આડું પાપ આવીને ઊભું જ રહે. "ક્યાં જઉં છું?" એ બાજુ નહીં જોવાનું. દાદાગીરી, જબરજસ્તી કરીને રોકી પાડે, "આજ નહીં જવા દઉં." કટરાગુ કરે. શું? મંદિરે જવાની થઈ હોય ને બધા ભાઈને અહીં છાતીમાં દુખાવો થાય કે વાછૂક થતી નથી કે મને બહુ ગેસ થઈ ગયો. "હવે ના જવા દે." કે પેલી કહે કે, "હારું, તારે હવે આજ નથી જવું." તો આ ભાઈ પછી બધું સારું થઈ જાય. "વાછૂક થઈ ગઈ?" તો કે, "થઈ ગઈ." "દુખાવો મટી ગયો?" તો કે, "મટી ગયો." શી વાત કરવાની કે આવા નમૂના ના?
એટલે આવું બધું કરે અને પુણ્ય કરવા જ ના દે અને છેલ્લી ઘડીએ એમની બુદ્ધિ ભમાવી નાખે ને સાવ અવળું અવળું દેખાડે. માટે યાદ રાખો, શું? સત્સંગ, સદાચાર અને સન્માર્ગ અને સન્મતિ કૃપા હોય તો જ થતી હોય છે. એટલે એને આમ હલકેમાં નહીં લેવાની. શેને? સત્સંગ બહુ અઘરું છે કરવું. સત્સંગ તો સદાચાર, સતનો આચાર, સન્માર્ગ, સતના માર્ગે ચાલવું અને સન્મતિ, સતમતિ છે. ખરેખર તો તમારી આત્મબુદ્ધિ રહે. ઓહોહો, બહુ અઘરું કામ આ સંસારમાં, સમાજમાં. પણ કૃપાથી એ સહજ થાય છે, સરળ બને છે તમારા માટે. તો તમને જો એવું થવા માંડ્યું હોય તો નક્કી માનજો, કોઈ કૃપા તમારી પર કામ કરી ગઈ છે ત્યારે તમે આ બધું કરો છો. માનશો નહીં કે આ બધું મારો પુરુષાર્થ છે. નહીં તો એવા ચકદાઈ મળશો અહંકાર નીચે કે હું ઊભા નહીં થવાય. કહ્યું કે નવમી શ્રી સંતરામ પરમાત્મા સ્વરૂપ જય મહારાજને કૃપાર્થે વંદન કરીએ.
એ જેવા પણ આવા કોઈપણ સંતરામ છે. દરેક અવધૂતને આપણે વંદન કરીએ. દરેક સદગુરુને પણ આપણે વંદન કરીએ કે જે બી છે, જ્યાં બી છે, બધા પ્રત્યક્ષ જ છે કે આપણે એમ કરીને વંદન કરવાના, "પ્રભુ કૃપા રાખજો." પ્રાર્થના ગાવાથી પ્રાર્થનાનો હાર્દમય ફોરે. માત્ર સ્તુતિને પ્રાર્થના કરીએ એટલે ભગવાન થોડા રાજી થઈ જશે? ગાઈ લીધું એટલે પતી ગયું એવું નહીં એમ કહેવા માંગે. ભગવાન રાજી ત્યારે થાય જ્યારે જે એમના સદગુણોની પ્રાર્થના ગાવ છો, બોલો છો, સ્તુતિ કરો છો, એ સદગુણોના અંશ થોડાક તમારી અંદર ફોરે ત્યારે ભગવાન રાજી થાય કે, "વાહ વાહ, જો અંકુર ફૂટ્યો, તૈય ફૂટ્યો, તૈય ઉડ્યો, તૈય ઉઠ્યો." ભગવાન રાજી રાજી રાજી થઈ ગયા. સદગુરુ બી રાજી થઈ જાય કે, "વાહ, બધા સદગુણી થઈ ગયા, બધા શાંત થઈ ગયા, બધાના જીવનમાં બધું સરસ થઈ રહ્યું છે. અરે નાઈસ." બધા અહીંયા આવીને કહે, "બાપજી, કૃપા છે.
હું મને આ આમ સારું થઈ ગયું." પગ દુખવાથી માંડીને માથું દુખવાથી માંડીને ઉલટી મટી જવાથી માંડીને તે છેક પરમપદની અનુભૂતિ થવા સુધીનું બધું એમ કે જે કંઈ આડા અંતરાયો, દુઃખો હતા બધા જતા રહે. એવું જ્યારે કહે કેમ જઈને એમને કે અથવા એ જાણે અને જુએ તે દાડે સદગુરુ બહુ રાજી થાય, "ચલો બરાબર, સબ અચ્છા હો ગયા, સબ અચ્છા હે." ભગવાન કે એમની સ્તુતિ પ્રશંસાથી રાજી થાય એવા નથી. એની એમને જરૂરત જ નથી. શું? એમનામાં જે સદગુણો છે, સંયમ છે, સદાચાર છે, તેના સૂક્ષ્મ અંશોનો આપણામાં પ્રાદુર્ભાવ થાય એટલે એની કૃપા થાય અને કૃપા થાય પછી તો કેવું? જ્ઞાન પ્રસાદી કેવી અને કેટલી આપણે લેવાની? જેટલી તૈયારી હશે ને એટલું આપશે. એમની પાસે તો અનંત છે, અખૂટ છે. આપ્યા જ કરશે, આપ્યા જ કરશે. તમે લીધે જ રાખો કે બસ. અને પછી એ કૃપા ને પ્રસાદી આપી છે, પ્રસાદી તમે લીધી.
હા, પણ તમે વહેંચી ખરી? જ્ઞાન પ્રસાદી તમે લીધી પણ વહેંચી ખરી? હા, રાજી. બહુ સરસ, "મિલ બાત કે ખાયા કરો." સરસ અદભુત વાત છે. અત્યારે જવા દો એ વાત નથી. એમની પાસે અનંત છે અને અખૂટ છે. માટે આવા અનધ નિષ્પાપ પ્રભુના શરણમાં રહીને આપણે સૌએ નિષ્પાપ બનીએ. એટલે કીધું, "મન્યુ દગ્ધમ વરિષ્ઠમ." મહારાજનું સ્વરૂપ કેવું છે? મન્યુ દગ્ધ છે. મન્યુ એટલે કામ, દેહ, અહંકાર. અહંકાર જ સૌને પાપમાં ડૂબાડૂબ રાખે છે. જો કોઈ સમર્થ ના મળે તો અહંકાર વડે માણસ હંમેશા ડૂબે છે. "હું ખવડાવું છું, હું કમાવું છું, મેં કરી નાખ્યું છે, મને આવડે છે." અને આવીને આવી જ વૃત્તિઓ વડે અહંકારથી માણસ બીજાઓને બહુ દુઃખી કરી નાખે. જીવ માત્ર અહંકારથી પીડા છે. આવો અહંકારી હસબંડ હોય તેની વાઈફની તો દુર્દશા કરી મૂકે. બિલકુલ આમ પીસી નાખી હોય, કચડી નાખી હોય.
હવે જોગમાયા વિફરી છે. તમે જુઓ બધી છૂટા વાળ મૂકીને સ્કૂટર પણ ગાડીમાં, "આજે જ પતાવી દઉં." શું હાલત થઈ છે? જોયું છે? બધી છોડીઓ તો કે બેકાબૂ. સ્ત્રીઓ તો કે બેકાબૂ. આજે તો બોલાય નહીં, વુમન્સ ડે છે. પહેલા તો કે આ બધાયને કંટ્રોલ કંટ્રોલ કંટ્રોલ કરે રાખ્યો. "રાત બહાર નહીં જવાનું, એકલા બહાર નહીં જવાનું." અરે, ધોળે દાડે શું છે? તો કે, "ના, એકલા બહાર ના જવાય." બોલો, તલવાર લઈને જોડે ચાલે, દંડો લઈને જોડે ચાલે, જેવો જે હોય તે એમ. એક કાળ એવો હતો છે એ ટાઈમે અને એટલું બધું અઘરું બની ગયું હતું તે છેવટે પેલા મહાપ્રભુજીએ આવીને કીધું કે ભલે દમ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા મંદિરેય નથી જઈ શકતા તો કંઈ નથી. તમે લાલજી સ્વરૂપે એમને ઘરમાં રાખજો ને એમની પૂજા પ્રાર્થના કરજો. આમ કરીને તમે પૂજા કરજો, આમ કરીને તમે પૂજા કરજો તમારા ઘરમાં બેઠા બેઠા.
એટલે તો કે પેલા કોઈ મોગલ સૈનિકોને બધા તમને જોઈ જોઈ ના જાય. કારણ કે એ તો જોશે તો ઉપાડી જશે ખેતમ. કારણ કે એમના માટે તો સ્ત્રી એટલે ધરતી બરાબર છે કે ખેતી જ કરવાની છે અને પરદારા એમના માટે કોઈ બાધ નથી. એટલા માટે થઈને ત્યાં આગળ તે જમાનામાં વલ્લભાચાર્યએ આવો પુષ્ટિ સંપ્રદાય કર્યો હતો કે ઘરે બેસીને કરશો તો પણ પરમાત્મા તમને પ્રાપ્ત થઈ શકે છે. આવી રીતે તમે સેવા કરજો કરીને.
એ સ્થળકાળને અનુરૂપ એવી સેવાભક્તિનો એક માર્ગ આપ્યો એમને કે, "આવી રીતે કરજો." એટલે કહે છે કે, "આ અહંકાર છે ને, એ બધાને બહુ પીડે. એટલે એ ઈશ્વરને યાદ કરવા દે જ નહીં. એટલો મોટો થઈ જાય કે એમાં શું છે ઈશ્વર મોટો? કે એને યાદ શું કરવાને? એનાથી શું થાય છે? એને કંઈ થતું નથી." બસ, બિલકુલ ઇગ્નોર, ઇગ્નોર, ઇગ્નોર કર. પણ ભગવાન પાસે, "ઓકે, હું રાહ જોઉં છું કે તારોય વખત આવશે." એમને તો ખબર તો છે ને, કારણ કે સ્વયં મહાકાળ છે. એટલે એમને તો ખબર છે કે આના કારણે મેળ પડવાનો છે કે ભાઈ, "બરાબર છે, હું આ તારું આવું છે ને, ઠીક હૈ, દેખતે આગે ક્યાં હોતા હૈ."
એટલે પછી લક્ષ્મીજી પૂછે કે, "પ્રભુ, આ તમારો ભક્ત પડવાનો થયો છે." તો કે, "નહીં, વો ગિર કે ફિર ઉઠેગા." આ ભગવાન શું કહે છે? "વો ગિર કે ફિર ઉઠેગા. લક્ષ્મીજી, આપ ચિંતા મત કરો. વો મેરા ભક્ત હૈ. આજ ગિર રહા હૈ, લેકિન કલ ફિર ઉઠેગા." આ ભગવત ભાવ છે. એટલા માટે કીધું કે ઈશ્વર યાદ આવતો નથી દરેકને. જેટલો માણસ અહંકાર રહિત બને, એટલો તે ઈશ્વર પરમાત્માની સમીપ જઈ શકે. કેવી રીતે? "હું તો નિમિત્ત માત્ર છું." આ છે વિનય અને વિનમ્રતા. ભગવાનનું સર્જન છે. પોતે છોડી દે છે કે, "આ બધું હું નથી કરતો. ભગવાને કર્યું છે." કરીને છોડી દે છે. આ છે વિનમ્રતા.
કોઈ એની સામે વિજ્ઞાનવાદી પડે ને કે, "ક્યાં છે ભગવાન તારો? બતાય છે?" કારણ કે આ લેબોરેટરી તમે એક્સપેરિમેન્ટ કરો છો. તો કે, "હા, મેં કરું." આ આવડી મોટી લેબોરેટરી ચાલી, આટલા બધા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા, તો કોઈક તો એનું કરનારું હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? કે બસ એ જ ભગવાન. કે આ એ આવડી મોટી વર્લ્ડ નામની લેબોરેટરીનો ઇન્ચાર્જ એ છે. કે એમ કરે ને છોડી જાય, છોડાવી દે એને. કે કે ભાઈ, "તું બહુ તારું અહંકારનું તતુડું વધારે ના વગાડી શકે." એને બધું ખબર છે. એના પ્રયોગની અંદર જ તારો પ્રયોગ ચાલી રહ્યો છે. તારો પ્રયોગ તો એના પ્રયોગનો પાર્ટ બી તો એટલો સૂક્ષ્મ છે કે તારું તો તું રહેવા દે ને કે. એટલે પેલો પાછો લેવલમાં આવે. આ છે વિનય અને નમ્રતા.
એટલે એ જેમ કરાવડાવે તેમ આપણે કરવાનું. આપણે કરવાવાળા કોણ? આવું કરીએ એટલે પછી શું થાય? વ્યવસ્થિત શક્તિ જે છે તે વિશ્વનિયંતા છે એવું આપણે પ્રતિપાદિત કરી દઈએ, એક્નોલેજ કરી દઈએ છીએ કે ભાઈ, આપણે આ બધું ચલાવતા નથી. ને ખાસ જે લોકો જ્ઞાન પ્રાપ્ત કર્યું, આત્માના વિશે જાણી લીધું છે, એ બધા માટે બાકીનું બધું વ્યવસ્થિત છે. કેમ વ્યવસ્થિત છે? તો કે બધું એમને સોંપી દીધું. એટલે હવે એમનું વ્યવસ્થિત. અત્યાર સુધી અહંકારના લીધે બધું શું થતું તું? હખડ-ડખડ, ઉપર-નીચે, આગું-પાછું, આમ-આમ-આમ બધું થયા કરતું તું. શું? આ વખતે જે બે લાખ રૂપિયા મળવાના આવતા હતા તે એકદમ એવું થઈ ગયું કે પેલો ભાગીદારે ના પાડી દીધી કે, "આ વખતે રહેવા દે ને કે. આપણે ખોટ જઈ રહી છે ને, તો બે લાખ રૂપિયા તને આવતા વર્ષે આલશું." લે, આડખો અહંકારે તો આગે ગયું, ઠેલાયું.
ઉપરથી કરવા ગયો તો સારું ને કંઈ ફાયદો પણ થઈ ગયું આવું.
એટલે કીધું કે, "હું નિમિત્ત છું, નિમિત્ત માત્ર છું." એવો વિનય જે હોય તે માણસને એના જીવનમાં અહંકારના ભારથી ચગદાતો હોય તો બચાવી લે છે. એટલા માટે એની આ ઉપયોગીતા. એટલે અહંકારથી ચગદાવું ના હોય તોય આપણે એમ કહી દેવું કે, "પ્રભુ, તું મહાન છે. આ બધું તું જ કરે કે. મારું ગજું નહીં. આ હાથ તું ધબકાવે છે, શ્વાસ તું લે છે." કોના નિયંત્રણમાં છે કે? એના જીવનમાં સેવાભાવથી માણસ અહંકાર મુક્ત અને રહિત રહી શકે. પહેલા મુક્ત થઈ જાય અને પછી રહિત રહી શકે. અહંકાર એને પછી સ્પર્શી ના શકે. કેમ? વિનમ્ર છે. એનામાં વિવેક આવશે અને જીવન બિલકુલ સાહજિક, વજન વગરનું હશે. નહિતર આમ લઈને લોકો ફરતા હોય, મોઢું આમ થઈ ગયેલું હોય. ખબર પડી જાય આપણને કે આ કેટલો બોજો લઈને ફરે છે ઉપર. પછી પૂછો કે ભાઈ, "રાતે ઊંઘો છો?" તો કે, "ના, ગોળી ખાવ છો." તો કે, "કેટલી?" તો કે, "ચાર." ઊંઘ ના આવે.
અહંકાર ગોળી ખાધા પછીયે ઊંઘવા નહીં દે, એટલો કડશે. કેમ? તો કે એમનું મૂળ સ્થાન છે જ નહીં. જીવનમાં અહંકાર હોવો જ ના જોઈએ. અને પછી જો એ લાગી ગયો હોય, હવે જો પેલો પુણ્યશાળી હોય ને તેને કડશે અહંકાર, ખૂંચશે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે એમ, મજા નથી જીવનમાં. અને જેવો એ નમ્ર થઈ જાય અને પછી એકદમ શાંતિ થઈ જાય ચહેરા પર. જો કેવું? "શાંતમ શ્રી સંતરામમ" થઈ ગયો. એટલે શરીરના અસ્તિત્વને એ ક્યારેય સ્વીકારતો નથી. નમ્ર માણસ હોય ને એ શું કરે છે? શરીરના અસ્તિત્વને ક્યારેય સ્વીકારતો જ નથી. આ તો મરવાવાળું છે અને આ ભૌતિક બધું વિનાશકારી છે અને પરિવર્તન પામ્યા જ કરે છે કે ત્યાંની પર શું ભરોસો રાખવો?
પહેલાના જમાનામાં માણસો કેવા થઈ ગયા હતા કે ગાડી એક લાવ્યા હોય ને તો વીસ વર્ષ તો ચાલવી જ જોઈએ. અત્યારે પાણીની મોટરયે પાંચ વર્ષ નથી ચાલતી. ગેરંટી પેલો કહે, "બે વર્ષ આપો પાણીની મોટરની ગેરંટી ઇલેક્ટ્રિકની." બે વર્ષની ગેરંટી આપો. પછી તો કે, "હવે તમારે જોતી હોય તો એક્સટેન્ડેડ વોરંટી કરાવવી પડશે. વધારે પૈસા આલો થોડા ત્રીજા વર્ષ માટે." અને ચોથા વર્ષે બળી જાય તો કે, "બળ્યું. પછી તો નવું લાવવા ને તમારે." એટલે પણ ત્યાં પાછો આમ ગેપ રાખેલો હોય. ચોથા ને પાંચમા વર્ષે તો મોટર બળીને જવી જ જોઈતી બધાયની. તો જ પેલો લેવા આવશે ને નવો. અને અત્યારે તો કે, "શું ભાવ?" "સોળસો રૂપિયા." અને પછી ચાર વર્ષે પછી લેવા જાવ તો કેટલા? તો કે, "બાવીસો." કેમ? મોંઘવારી થઈ ગઈ ને? બધા સ્પેર પાર્ટ બધું મોંઘું થઈ ગયું. તો કે, "હવે બાવીસો રૂપિયા છે.
મોંઘવારી આવી ગઈ." તરત માણસ આમાં ચકડદાઈ જ જતો હોય છે. પછી આમ અસહ્ય લાગવા માંડે જીવન. તારે સમજવાનું કે અહંકાર બહુ વધી ગયો લાગે છે જિંદગીની અંદર કે આટલું બધું અસહ્યપણું કેમ થયું ઊભું? અને પાછા એના છોકરાને કંઈ પડી ના હોય. "બાપા સેવીને, ચક્કી ચલાવીને પીસ્યું."
પૈસા ખર્ચ કરવા કરતાં એના છોકરાને એને કંઈ પડી ન હોય અને મોટો થયો હોય તોય એ તો કહી દેશે, "એકવાર કોલેજમાં જવાનું છે, ફંક્શન છે, ફલાણું ઢેકણું છે, આટલા રૂપિયા આપવા પડશે. મારે ટૂરમાં જવાનું છે, આટલા રૂપિયા આપવા પડશે. પ્રોમ નાઇટમાં જવું, ફલાણું કરવાનું." એટલે બાપો મોચકાય, પણ છોકરાને પૈસા આપવા પડે. ગમે તેમ કરીને શું જોગવાઈ કરવી પડશે? આ તો સ્વપ્ના જેવું જ છે. કોના માટે? જેના જ્ઞાન ધીરે ધીરે પ્રગટ થઈ રહ્યું છે. શેનાથી? કૃપાથી. કેમ? તો કે પ્રભુને પ્રત્યક્ષ માનવાથી આ થઈ રહ્યું છે. સદગુરુ તો ત્યાં બેઠા છે, પરમાત્મા તો ક્યાંક બેઠા છે, પણ તોય એને શું છે? અંદર અહીં બેઠા છે. બસ, હવે ચિંતા નહીં. એટલે એના પછી આ બધું સ્વપ્ના જેવું લાગ્યા કરે કે આમાં કંઈ બહુ પડવા જેવું લાગતું નથી. તો શું? ધીરે ધીરે સંસારની અસારતા અને આ સંસારની જડતા એને ઓછી થતી જાય.
એ જડ બન્યો છે એટલે એને સંસાર જડ લાગે છે. સંસાર તો ચેતનવંતો છે ખરેખર તો. કોઈપણ જ્ઞાની પુરુષને પાસે જઈને તમે પૂછો તો કહેશે, "આ શું? બસ, બસ, ચૈતન્યમય જગતમ્ સર્વમ્." તો કે આને જડ લાગે છે તો એ જ જડ થઈ ગયો લાગે છે. તપાસ તો કરો જરા. અને ખરેખર એવું નીકળે પછી કે એકદમ જડ થઈ ગયો હોય. અહંકાર એનો એવો સોલિડ. એટલે શરીર અને આયુષ્ય એ પણ માત્ર સ્વપ્ન છે. જો શું કીધું? આ દેહ છે એ પણ સ્વપ્ન છે અને આ દેહ જીવે છે, આટલું આયુષ્ય છે એ પણ શું છે? સ્વપ્ન છે. ચાહે ઈશ્વરનું અને પાછું તમે એને માન્યું એટલે પછી એ સ્વપ્ન બની ગયું. તો એ ક્ષણભંગુરતાનો સ્વીકાર કરતા જ નથી. એમને માત્ર શાશ્વત એવું એક આત્મ સ્વરૂપ બસ એ જ માન્ય છે. બાકી બધું સ્વપ્ન છે કે આ ઘડીકમાં ભાગી જાય કે કહેવાય નહીં આમ. એ જ નિત્ય છે. આત્માનું સ્વરૂપ એ જ વ્યાપક બ્રહ્મ છે.
આત્માનું સ્વરૂપ કેવું છે? વ્યાપક બ્રહ્મ છે, નિત્ય બ્રહ્મ છે. પણ આ ના સમજાતા થોડાક સંકુચિત ભાવોને કારણે શરીર ભાવ આવી જાય છે, દેહાધ્યાસ આવી જાય. એનાથી "હું આ શરીર છું" એવા પ્રકારની માન્યતાનો અપરાધ દરેક જીવ કર્યા જ કરતો હોય છે અને માત્ર પોતાના શરીરને સાચવવા પૂરતો જીવતો હોય છે. બધું ધ્યાન એના પર, બધું લક્ષ જ એની પર. બસ, જીવતા રહેવાનું આપણે. ગમે તે થઈ જાય પણ બસ જીવે જ જવાનું કે મરવાનું જ નહીં બિલકુલ. બસ, જીવે જ જવાનું. એટલે એનું લક્ષ્ય છે એવું રાખતો હોય છે. પણ વાસ્તવમાં એનું સાચું લક્ષ તો આત્મા છે. એનું જે એકમાત્ર સ્વરૂપને ઓળખવાનું છે. જીવનનો મર્મ શું છે? તો કે "સ્વરૂપ તું પામી જાણી લે અને તે તદરૂપ થઈ." બસ, પૂરું થઈ ગયું. સદગુરુ પાસે જાવ તો આ આટલી વાત કરે. એ તો બાકી બધી આડી અવળી વાતો કરે એ બધા કોઈ સદગુરુ ના કહેવાય.
આડી અવળી વાતો જ લોકો વધારે કર્યા કરે. ઘણી વખત તો એવા પણ હોય છે, સદગુરુ બહુ બધી માયા આવડતી હોય એમને પાછી. એટલે એવાને દૂર રાખે અને અમુક એવા તૈયાર હોય તો એને પછી લાવીને પાળે પોષે, મોટા કરે, સ્વરૂપનું જ્ઞાન આપે, બધું કરે. પેલાને ભગાડી મૂકે, "તું જા, તારું કામ નહીં." કંઈક એવું બધું કરે છે. પેલા લોકો ઊભા થઈને ભાગી જ જાય. એટલે એવા પણ હોય છે પાછા, જાત જાતના હોય. એટલે એનું સાચું લક્ષ્ય આત્મા છે. એનું ધ્યેય એકમાત્ર સ્વરૂપને ઓળખવાનું છે, બ્રહ્મને ઓળખવાનો જ છે. નહીં તો આ જન્મ વ્યર્થ અને ફોગટ ગયો એવું એને સમજાવે. આત્માને ઓળખ્યા વગરનું જીવન નિષ્ફળ જાય છે. નિષ્ફળ એ કઈ અપેક્ષાએ કહે છે કે ભાઈ તારે તો આ વખતે જ પરમપદમાં પહોંચવાનું હતું, પણ તને એ પરમપદમાં પહોંચવાનું ફળ પ્રાપ્ત ના થયું, એની સિદ્ધિ તને ના થઈ. હવે શું થશે?
તો કે આ તારા નિષ્ફળ જીવનનું ફળ આવશે પાછું. જો, તારા નિષ્ફળ જીવનનું ફળ આવશે. શું? તો કે બીજો જન્મ લે. આ વખતે સીધું કરજે કે ભગવાન ફરી એક તક આપે. પણ જેવો જન્મે ને પાછો ભૂલી જાય છે કે શેના માટે આવ્યો છું અહીંયા. એને થોડા ટાઈમમાં આવું આ કરતાં કરતાં મોટો થઈ જાય. પછી એબીસીડી બોલતો થઈ જાય અને પછી કહે કે એબીસીડી આવડી ગઈ છે. તો કે હવે યુનિવર્સિટીમાં જાવ. ત્યાં જાય ને પાછી ફરી નોકરી કરવા માંડે, બહુ પૈસા કમાવાના છે. બાકી પછી દોડવા માંડે, "99, 99, 99, 100 ક્યારે થશે?" એ દોડ્યો, દોડ્યો, દોડ્યો, 100 થાય નહીં અને આના 100 વળે શાંતિ થાય જ નહીં. દોડ્યા કરે, દોડ્યા કરે, દોડ્યા. ગડો થયો, રિટાયર થયો. ના થયું કે હવે એકદમ યાદ આવ્યું, "યાર, હું આ જન્મ્યો તો શેના માટે?" તો કે લાય થોડુંક હવે કંઈક કરવું. કરીને કથા વાર્તા આમ તેમ બધું કંઈક કરવા જાય, બેસે.
કંઈ મેળ પડે નહીં. સદગુરુ એમ વારે વારે મળતા નથી. બહુ પુણ્ય જોઈએ, બહુ કૃપા જોઈએ ત્યારે તમને આત્મા વિશે જાણવાનો, સાંભળવાનો તક, મોકો મળે છે. તો ઈશ્વરનો ધન્યવાદ કરવો જોઈએ આપણે સૌ એ કે આપણે સદભાગી બન્યા છીએ કે આપણે આટલું શ્રવણ કરી રહ્યા છીએ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.