શાશ્વત સંવાદ — ૮
એટલે કીધું કે, "યસ્થિતં મે – મારા હૃદયમાં જ તમે બિરાજમાન છો." એવા હે પરમાત્મા, એવું જ્ઞાન મને સ્પષ્ટ થઈ જ જાવ એટલે અંતઃકરણ સદેવ મારું સ્વચ્છ થઈ જાય. "પોતાનો કરીને સ્થાપો રે." અજ્ઞાન બંધ હોય, અજ્ઞાનનો બંધ થઈ જાય. "હવે તે સર્વે કાપો રે ગુરુજી, મને જોગ ચડાવી આપો રે." મને યોગ કરાવો. યોગમાં ચડવાનું હોય ને, યોગમાં પડવાનું ના હોય. ભક્તિમાં પડવાનું હોય, સમજાયું? ભક્તિમાં પડવાનું, પડવાનું એટલે સંસારમાંથી ભક્તિમાં પડવાનું હોય, ભક્તિમાં ડૂબી જવાનું હોય, ભક્તિમાં લીન થઈ જવાનું હોય. અને યોગની અંદર તો કે રોકેટ એસએલવીની જેમ, તો કે "મને જોગ ચડાવી આપો રે." રોકેટની જેમ આમ ઉપર તમારું ઉદ્વીકરણ થતું જાય ધીરે ધીરે ધીરે. હોય ત્યાંથી તમે જાણે ઉપર જઈ રહ્યા છો એવું. એટલે ભક્તિમાં વિનમ્ર મૂર્તિ ભી. ભક્તિ કરવાથી શું થાય છે?
નમ્રતા વધતી છે. યોગ કરવાથી શું થાય છે? અહંકાર વધતો વધતો વધતો સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ થતો જાય અને છેવટે ખલાસ થઈ જાય. બેની પદ્ધતિ આવી છે: એક ઉપર, એક નીચે છે. જ્યારે જ્ઞાન જ્યાં છો ત્યાં તમને સ્થિરતા આપી દે.
શું કરવાનું? તો કે કંઈ નહીં. શું કરવાનું? કંઈ નહીં. કંઈ નહીં કરવાનું? કે હા, કંઈ નહીં કરવાનું તારે જ્ઞાનમાં. કેમ? તો કે જ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય એટલે ઉપર ચડવાનું કે નીચે પડવાનું કશું કોઈ ખતરું જ નથી કે તારે જ્ઞાનમાં રહેવાનું. બસ, બીજું કંઈ નહીં. કૃષ્ણ ભગવાન કયા જ્ઞાનમાં રહેવાનું? તો કે "હું શુદ્ધ આત્મા છું." બસ, એ જ્ઞાનમાં રહેજે તું, બીજું કંઈ કરતો નહીં. દાદાને પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી બધી આજ્ઞા આવી ગઈ અંદર. પાંચ આજ્ઞાનું પાલન થઈ ગયું. પછી તું કહે કે થાય છે, નથી થતું કે જ્ઞાનમાં નથી રહેવાતું. તું કહે, એક કામ ખાલી તું "રહેવું છે" એવો ભાવ કરજે. આ જન્મે તું ખાલી એટલો ભાવ કર. એટલો જ તારો ભાવ પુરુષાર્થ કરવાનો કે એ ભાવ પુરુષાર્થનું ફળ તને આવશે આગળ અને તને બીજો જન્મ મળશે એ ઓટોમેટિક હશે, સ્વચાલિત હશે.
એટલે તેની અંદર તારે કરાવવા યોગ્ય કે બાકીની બધી જ વસ્તુઓ કરવા માટેનું જ્ઞાન અને શક્તિ બધું લઈને તું પ્રગટ થઈશ ને, તારું એ પતાવી દેશે અને તું પછી મુક્ત થઈ જઈશ.
એમ કીધું કે તું એક અવતારી થઈશ. હવે આ મારે કહે છે કે મારે તો અહીં જ હમણાં. તું કહે, "લે, આપી દઉં અત્યારે. જા, 72 કલાક હું શુદ્ધ આત્મા છું." મારે છે, તારું કલ્યાણ થાઓ. આશીર્વાદ આપું છું. 72 કલાક, 24 તારી 72. એક ક્ષણ ચૂકાય નહીં કાના ભાનમાંથી, એના ધ્યાનમાં. યાદ રાખજે, આટલો પુરુષાર્થ નથી થતો તો ભાવ પુરુષાર્થ કરી નાખજે કે "રહેવું જ છે." નિશ્ચય તો કર. આજે નક્કી કરીશ તો કાલે અમેરિકા જઈશ. નક્કી કર્યા વગરનો ક્યાં કેમ ન પહોંચીશ? તું અહીંથી જમાલપુરે નહીં જવાય. જવું પડે છે, નક્કી કરીએ છીએ ને જઈએ છીએ આપણે. આપણો અનુભવ છે.
એટલે કીધું, "પોતાનો કરીને સ્થાપો રે." પોતાનો એટલે આત્માનો સ્થાપો. મને સ્થિર કરી દો, સ્થાપિત કરદો. "અજ્ઞાન બંધ હોય." અજ્ઞાન હવે બંધ થઈ જાય. લોકોને બંધ પડે છે ને કર્મના? મને અજ્ઞાન બંધ પાડી દો કે હવે અજ્ઞાન થવાનું બંધ થઈ જ શું. હવે, હવે મને આગળ શું? તું કહે, "બસ, હવે કેવળ જ્ઞાન જ થયા કરશે, બીજું કંઈ નહીં થાય." આવું મને કરી આલો. કેવી સરસ વાત કરી! તારે બધી તો કે "અજ્ઞાન બંધ હોય તે સર્વે છાપ કાપો રે." આ બધું જે હોય ને બંધ, તે બધું કાપી નાખજો કે મારા બાકીના બધ. અને ગુરુજી, "મને જોગ ચડાવી આપો." મને કે યોગમાં જરા ઉપર ધક્કો મારી હાલો. તમારામાં જે કંઈ અજ્ઞાન છે, પાપ બુદ્ધિ છે, એને કાપી નાખો.
હે તારણહાર, અમને પણ તારો. તારણહાર હોય એ તારી શકે. તરવૈયો જેમ તરી શકે અને તારી પણ શકે એવી રીતે. "સુખદમ્ વરેણ્યમ્." આપ સર્વશ્રેષ્ઠ સુખ આપનારા છો. આ સૃષ્ટિનો પરમ શ્રેષ્ઠ તત્વ પરમાત્મા આપ જ છો. "શ્રીયુતમ, શ્રીયુતમ" એટલે બધો વૈભવ. હવે આપની સેવામાં હાજર, હાથ જોડીને ઊભો છું. એવા તમે "તીર્થરૂપમ પ્રપૂજ્ય." એવા આપ સર્વે તીર્થોના પાપોનો પણ ક્ષય કરી આપનારા છો. પરમાત્મા કેવા છે? સર્વે તીર્થોના પાપોનો પણ ક્ષય કરી નાખે છે. લોકો તીર્થમાં જાય અને તીર્થમાં જઈને પોતાના પાપ ધોઈને પવિત્ર થઈને ત્યાંથી જતા રહે. હવે તીર્થ જે છે તે પાપથી લિપ્ત થઈ ગયું છે. તો કે એ તીર્થના પાપને પણ તમે "પ્રમુચ્ચતે." તમે એમાંથી પણ એને મુક્ત કરી દેનારા છો, તીર્થને પણ શુદ્ધ કરનારા છો એ વાત. તીર્થ કોઈક જન્મ થયું હોય ને, આપણે નદી કોઈક જન્મ લે એમ.
તીર્થને કોઈક વ્યક્તિ જન્મ. આ નગરદેવ હોય છે. ભદ્રકાળી છે ને? હમણાં ફર્યા હતા આખા અમદાવાદમાં, જોયું તું તમે? અહીંયા તો સુરતમાં આવું કંઈક થતું હોય છે. અમ થોડુંક ત્યાં. આપ જંગમ નગર અધિષ્ઠાતા. કેવા? જંગમ નગર અધિષ્ઠાતા. જ્યાં જાય ત્યાંના અધિષ્ઠાતા તરીકે પૂજાય એવા. જંગમ એટલે જે રાજ્યમાં જાય ને, ત્યાં એમની બોલબાલા થઈ જાય. જેમ કે એક વડાપ્રધાન હોય તો હવે જે રાજ્યમાં જાય, જે જગ્યાએ જાય ત્યાં બધાય આમ બુમો પાડે છે ને? એવી રીતના પરદેશમાં જાય તો ત્યાંય એવું. જ્યાં જાય ત્યાં બધે એમની બોલબાલા હોય એમ. અને બધા એમને એક્સેપ્ટ કરે પાછા. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. એવી રીતના દરેકનો આટલા બધાનું અનુમોદન પ્રાપ્ત થાય. કોઈ જેમ તેમ થાય? ના થાય. આપ તો સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છો. આપને વંદન. આપ અમારા હૃદયમાં જ રહેજો અને આપ મારામાં બિરાજો છો.
આ જ વસ્તુ એટલી દ્રઢીભૂત થઈ જાવ, એટલી બધી દ્રઢ થઈ જાવ કે પછી હૃદયમાં, મનમાં બીજા કોઈને સ્થાન જ ના મળે. મનમાં કોઈ બીજો વિચાર જ ના આવે. હૃદયની અંદર કોઈ બીજી ભાવના જ ના ઉઠે. આ દ્રષ્ટિથી તો કે "હું બ્રહ્મ સિવાય બીજું કંઈ જોતો નથી. હું બ્રહ્મ સિવાય બીજા કોઈને સાંભળતો નથી." આવી રીતે બ્રહ્મ સુખ બધી જ રીતે પ્રાપ્ત થઈ રહ્યું. ખાલી હોય તો બીજો બેસન. ખાલી જ નથી. કેમ? તો કે પરમાત્મા ફૂલ એટલે હાઉસફૂલ આવીને બેસી ગયા એટલે પૂરું થઈ ગયું.
એક જ ટિકિટ નામ તમારી વેચાઈ હોય, પણ તમારી ટિકિટ કોણે લીધી છે? પરમાત્મા! બસ, તો કે હવે થિયેટર ફૂલ છેબ, મૂકી દો પાટીયું.
પરમાત્મા એક જ હોય, એકલા જ હોય. જે કંઈ ટોળામાં બધું લઈને ના બેસે, બધાને જોડે. એટલે કીધું: બીજું કાંઈ પણ મનમાં કે હૃદયમાં વસવા માંડે, ત્યારે સમજી લેજો કે પરમાત્માએ તમને જાકારો આપ્યો છે, તમને નીચે પાડી રહ્યા છે. મતલબ, આને તમે સમજી લેજો.
જો બીજી કોઈ વસ્તુને સ્થાન હૃદયમાં કે મનમાં અપાય છે – વસ્તુ, વ્યક્તિ, કંઈ પણ ઘટના – "મારી સાથે તો આવું થયું, પછી હું ભૂલી જ નથી શકતી." અરે, તું પરમાત્માને વસાવી લે ને! એને ભૂલી જા. પરમાત્મા વસી જશે એટલે તું ભૂલી જઈશ. તારી પાસે ટાઈમ જ નથી પછી બીજું કંઈ કરવાનું. ના, ચોઈસ શું કરી? એને આને યાદ રાખવાની, પરમાત્માને ભૂલી જવાની. તો આ દુઃખના નોતરા તમે જ આપ્યા હતા ને, ભાઈ? હવે ભોગવો કે ભરપૂર ભોગવો!
હવે જેટલો પણ તમે વેદનાનો કાળ નક્કી કર્યો હોય, તેટલું તમારે વેદનીય કર્મ પછી ભોગવવાનું આવે. એનાથી બચવું હોય તો શું કીધું? "યસ્થિતમે" – હૃદયની અંદર તમે પરમાત્માને હંમેશા માટે વસાવી દો. બસ! અને હવે બીજા કોઈને સ્થાન નથી, હાઉસફૂલ છે. એવી રીતે સતત સ્મરણથી, દર્શનથી, ચિંતનથી પરમ તત્વને હૃદયમાં માં રાખીએ એટલે બીજું કાંઈ અંદર જ ના પેશ.
પ્રાર્થના પોકારી ઉઠો કે, "હે પરમાત્મા! કોઈપણ વૃત્તિથી, કોઈપણ વિચારથી સહેજ પણ અમે આપનાથી અળગા ના જ થઈએ. બસ, આટલું કરી દેજો કે વૃત્તિથી કે શરીરથી, મનથી કે મનના વિચારોથી અમને હળસેલી ના મુકશો. આટલી કૃપા રાખજો. આપની સાથે જ રાખજો, અમારી જોડે જ રહેજો. 'યસ સ્થિતમે' – મારા હૃદયમાં જ રહેજો. બસ, બીજે ક્યાંય ના જતા રહેતા. મારામાં જ આપ છો અને મારી બધી વૃત્તિઓ આપનામાં છે." પછી વૃત્તિઓને ક્યાંય ભટકવા દેવાની નહીં. એટલે પછી બધું શાંત અને સ્થિર થઈને ઊભું રહી જશે. બિલકુલ! એટલે પછી બધું સ્થિર થઈ ગયું.
"સ્વાત્મજ્ઞમ" એટલે કેવા થઈ જશો? સ્વાત્મજ્ઞ! જ્યાં પોતાના સ્વરૂપને જાણી લીધું, પછી ત્યાં આગળે કોઈ જાનવર પણ ફરકે નહીં. આ વૃત્તિઓ બધી જાનવર જેવી છે. પછી કોઈ કુતરા આવે નહીં, બિલાડા આવે નહીં, વાઘ આવે નહીં, સિંહ આવે નહીં, રીંછ આવે નહીં, કોઈ ના આવે. તમે એમ કહો કે, "મહારાજ, આ અંદર પરમાત્માનો વાસ છે કે આ તો કંઈ ગમે તે જગ્યા થોડી છે કે? કે આ પ્રાણી સંગ્રહસ્થાન થોડું છે? તો આ બધું હું રાખું?"
આપ તો કેવા છો? આપનું આવું સિંહ સ્કંધપાદ સુપાદ! એટલે સંભાળજો, મને લાજ ના જાય મારી. ભગવાનને પ્રાર્થના કરે, સદગુરુને પ્રાર્થના કરે: "અમારા ઈષ્ટ છો તમે, સંભાળજો. મારા હૃદયમાં જ્યારે આવું પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ વસેલું, ત્યારે મને બીજું કાંઈ ના ખપે. ભાવે કરીને કેવળ શુદ્ધ આત્માનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે ખપતી નથી, મારે જોઈતી નથી, મારે જરૂર નથી."
આત્માને શેની જરૂર? પોતે સંપૂર્ણ છે. જે અપૂર્ણ છે તેને ને અંદર તમે કંઈક મૂકી શકો, આપી શકો, કંઈક કરી શકો. સંપૂર્ણમાં તમે શું મૂકવાના છે? અને પહેલા જ કહી દીધું: "પૂર્ણમાંથી પૂર્ણ કાઢશો કે ઘાલશો, ગમે તે કરશો, આ દરેક સ્થિતિમાં એ જે કંઈ છે એ બધું પૂર્ણ જ છે. આય પૂર્ણ છે ને તે પૂર્ણ. પૂનમમાંથી પૂર્ણ કાઢશો એ પૂર્ણ અને પૂનમમાં પાછું મેલશો તોય અહીંયા ગળે બાકી રહેલું છે તે બી પૂર્ણ જ રહી જશે." કેવો અદભુત ગણિતનો દાખલો છે ને! કોઈને સમજણ પડે છે? તારે પછી એવી વાત પણ આપણને સુઝે. જો આની અંદર પડી રહી છે, મતલબ કૃપા છે. "પ્રભુ, હું ધન્ય છું!"
આપ ગગન સદ્રશ છો. "ગગન સદ્રશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ." તો કે ગગન સદ્રશ એટલે આકાશ જીવા છો, નિર્મળ છો. બસ, છો! જે જમ ભલે નથી જણાતા, છતાં પણ તમે જ છો, એવા પણ તમે છો.
આપ અઘાધ છો. અઘાધ એટલે એટલું બધું ઊંડા છો! એમાં ઊંડે ઊંડે, ઊંડે ઊંડે, ઊંડે છેક છેવટે પહોંચી ગયા ક્યાંક, તો કે પરમાત્મા નીકળ્યા છેવટે. બહુ ગયા અંદર ઊંડે ઊંડે, ઊંડે ઊંડે. તો એવા અગાધ છે કેમ? અક્કલથી ના પહોંચાય. એટલે અક્કલને મૂકી દેવી પડે બાજુ પર. ગમે તેટલો અક્કલગરો ખાધેલો હોય, પરમાત્માને પહોંચી શકે નહીં. ન ઇન્દ્રિયોનો વિષય જ નથી ને! પામવું હોય તો શરણાગતિ એ જ એક ઉપાય.
એમનું શરણ ગ્રહણ કરો. "પ્રભુ, તમારા શરણને શું કહી દીધું? સમર્પયામી!" બસ, પૂરું થઈ ગયું. જેવા ભાવથી પોકારો, તેવા પ્રત્યક્ષ થશે. આ જગત ભાવ જગત છે અને જે કાંઈ થઈ રહ્યું છે, એ બધો ભાવ સત્તાના પરિણામે થઈ રહ્યું છે. એટલે પૂર્વે કરેલા ભાવોના જ પરિણામો અત્યારે તમે જોઈ રહ્યા છો. તો એ ભાવ સત્તા છે. એટલા માટે કીધું કે જો તમે પરમાત્માને જેવા ભાવથી પોકારો, તેવા ભાવથી તે તમારી સન્મુખ પ્રગટ થશે.
પોતે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, જેવો ચાહે સો કરે. તો તમારી સામે વાઘ રૂપે પણ પ્રગટ થાય, બિલાડી રૂપે પણ પ્રગટ થાય, વાયરસ રૂપે બી પ્રગટ થાય અને કોઈ વ્યક્તિ રૂપે પણ પ્રગટ થાય, જેને તમે જાણતા હોય ના પણ જાણતા. હવે પરમાત્મા તો કંઈ પણ હોય, પણ એ ગમે તે નામ-રૂપની અંદર એ તો છેવટે કોણ છે? પરમાત્મા જ! દરેક નામ-રૂપની અંદર પણ એ જ છે. એટલા માટે કીધું કે, "સર્વત્ર દર્શન કરજો. પરમાત્માને ચૂકી ના જતા. જ્યાં જ્યાં જાવ, ત્યાં ત્યાં તમે દર્શન કર્યા કરજો."
એક ટાઈમમાં આવશે, તમે જ તીર્થંકર થઈ ચૂક્યા હશો. આ પરિવર્તન કેવી રીતે આવી જાય? પરમ તત્વની પ્રાપ્તિ પછી આવી જાય. સ્વયં પરમાત્મા ખુદ ખુદા! પછી આપવામાં શું બાકી રાખ્યું હોય? કંઈ બાકી ના રહી જાય. ક્યાં? "યસ્થિતમમે" – હૃદયમાં જ છે. ક્યાં બૂમ પાડવાની રહી? આંખ બંધ કરી દો, સ્થિર થઈ જાવ. એને ક્યાં બોલાવવાની જરૂર પડે? બુમો પાડીને ક્યાં બોલાવવાનો છે? હૃદયમાં આટલો નથી? બિલકુલ સાવ! ત્યારે શું નાચ? તમારું જોર, તમારું જોર કેટલું બધું છે કે આ બધું હોવા છતાં એક વખત તમે આવી ગયા પછી કોઈનું ચાલે નહીં તમારી આગળ. "સ્વાત્મજ્ઞમે યસ્થિતમમે વિમલ ગુરુ તીર્થરૂપમ." એટલે કીધું કે સાધન સદગુરુનું.
સાચું એટલે પછી વૃત્તિઓ ડગે જ નહીં. આ વૃત્તિઓ બહાર જતી અટકે, એટલે મન આત્મા તરફ જ જાય. નિયમ એવો છે. પછી ગુંગળાય તો જવાની કોઈ જગ્યા નથી, કોઈ જગ્યા નથી, કોઈ જગ્યા નથી. છેવટે એને જડી જાય કે આત્મામાં જવું. ત્યાં જાય ને લીન થઈ જાય મન. બસ, હવે તો અહીંથી ક્યાંય ના જવું. હવે તો બોલો, પૂરું થઈ ગયું.
એટલે કીધું કે, "સ્વાત્મજ્ઞમ મે યસ્થિતમ મે વિમલ ગુરુ તીર્થરૂપમ." વિમલ ગુરુ છે, મળમાંથી આપણને મુક્ત કરી દે છે અને વિમળ કરે છે, બધા જ પ્રકારના પાપમાંથી મુક્ત. તીર્થરૂપમ એટલે કીધું કે વૃત્તિઓ પછી ડગશે જ નહીં. આત્માનો પરિચય થાય પછી આત્માને ઓળખે અને પછી એમ થાય કે, "ઓહ, આ મારું સ્વરૂપ! આ હું છું! આ હું છું!" એવું જીવ થવાનું શરૂ થયું, એટલે વૃત્તિઓ પછી પોતાનામાં સ્થિર થવા માંડશે. પછી કોઈપણ સંકલ્પ-વિકલ્પ, કોઈપણ જાતના કલેશ આપણામાં રહી જ શકતા નથી. આ નિયમ વિજ્ઞાન છે. આપોઆપ નીકળી જાય.
જેમ શાકભાજી પાણીથી ધોઈએ અને એમાંથી રેતી, દળ, કચરો બધો સાફ થાય, એવી રીતે આ બધું નીકળી જાય આપણામાંથી. પુણ્યય જતું રહે, પાપય જતું રહે, બધુંય જતું રહે. બધી વૃત્તિઓય જતી રહે ને બધું ચોખ્ખું જ કરી નાખે. પરમાત્મા કહે છે, "મને તો તારા પાપનીય પડી નથી ને તારા પુણ્યનીય પડી નથી. મારા માટે તો બેય નકામું છે. એટલે તો હું પરમાત્મા છું. હવે તું મદરૂપ થા," એમ કહે છે. આ બધું છોડ. ઉપર પર જ્ઞાન રેડે બરાબરનું, એટલે પછી માહિતી, બધો દળ-કચરો સાફ.
આ મનોવૃત્તિઓ જ્યારે પરમાત્માને છોડીને બહાર ભટકતી રહે, ત્યારે ત્યારે એ જીવભાવ પામ્યા કરે છે. જીવપણું પામે છે. પાછો પાછો અનુમોદન થાય છે જીવને કે, "હું જીવ છું." આ ભયસ્થાન છે મોટામાં મોટું. જો એને બહાર ભટકીને અનુમોદન થતું હોય કે, "ના, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું," તો તો બરાબર છું. પણ એવું નથી થતું. અહીં તો જીવભાવ અનુમોદન પામે છે, આત્મભાવ અનુમોદન પામતો નથી. એટલા માટે જીવ થઈ ગયો. કેમ? મનોવૃત્તિ બહાર ભટકવા ગઈ એટલા માટે.
ધારી પછી એ મન જીવભાવ મટીને આત્મામાં આવે. ભોગવૃત્તિથી ભટકતું મન જીવ બનીને ભટકે દુરાચારમાં, પશુ યોનીમાં, પ્રેત યોનીમાં, છેવટે નરકમાં, સ્વર્ગમાં પણ. જેવી સ્વાત્મજ્ઞતાની સ્થિતિ હૃદયમાં સ્થિર થાય કે, "હું જ આત્મા છું," એવું જ્યારે જણાઈ જાય અને "હું આવો આત્મા છું," એવું જ્યારે ખબર પડી જાય, પોતે બ્રહ્મ સ્વરૂપ બને છે.
"યસ્થિતમમે વિમલ." પરમાત્મા વિમલ છે. જ્ઞાન પણ પરિશુદ્ધ છે, પવિત્ર છે. માટે નહીં, "જ્ઞાનેન સદ્રસમ પવિત્રમ ઈહ વિદ્યતે." જગતમાં, જીવનમાં જ્ઞાન જેવું બીજું કશું જ પવિત્ર નથી. પવિત્રમાં પવિત્ર શું છે? જ્ઞાન છે. જે અત્યારે આપણે ગ્રહણ કરી બેઠા છીએ. અને કોનું જ્ઞાન પાછું? પરમ સર્વોચ્ચ પરમાત્મા, પરમ તત્વનું જ્ઞાન કે એ આવા છે, આવા છે. માટે જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું.
ભગવાન શિવને પણ ત્રણ નેત્ર. ત્રીજું નેત્ર એટલે જ્ઞાન નેત્ર. કયું? સમજણ શક્તિનું. એમનામાં ખૂબ સમજણ છે. શિવજીમાં બહુ જ સમજણ. દરેક વસ્તુ સમજી જાય. આખા વિશ્વમાં ક્યાંય પણ કશું પણ બનતું હોય તો બધું એમને સમજણ પડે. એટલે એમને પરમજ્ઞાની કીધા. દરેક બાબતની એમને સમજણ પડી જાય. કોઈ વાતનું ગૂંચવાડું જ નહીં, કોઈ જાતનું આશ્ચર્ય જ નહીં, કશું જ નહીં. બધું એમને ખબર. એટલે એ શિવ કહેવાય.
અને પાછા કંઈ પણ થતું હોય, ક્યાંય જઈને કોઈને અડે નહીં ને નડે નહીં, જરાય લાગે નહીં ને બિલકુલ વળગે નહીં કોઈને પણ. એના સંગમાં કેવી? તો કે સદા ભૂત તો ટોળી. શિવજીના સંગમાં બધા જે કાંઈ છે તે બધા શું છે કે એમણે શું રાખ્યા છે? બોલો, બધા પ્રેતો રાખ્યા છે, નંદીગણો રાખ્યા છે, બધું રાખ્યું છે ને કાચબો રાખ્યો છે, સાપ રાખ્યો છે, બધું રાખ્યું. પણ પોતે અસંગ, નિર્લેપ, ભભૂત ચોળીને બેઠા છે. કલ્યાણકારીઓ એક જ મંત્ર જપ્યા કરે છે: "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું."
ૐ ૐ તો શિવજીનું ત્રીજું નેત્ર છે, એ શું છે? તો કે સમજણ શક્તિનું છે, એ જ્ઞાન છે. અને એના વડે એમણે શું કર્યું? જ્ઞાન શક્તિ ખુલે, સમજણ શક્તિ ખુલે એટલે એક કામદેવને વિષયોને બાળી દે. સમજણ જેમ જેમ તમારી વધતી જાય, તમને બધું વ્યર્થ લાગતું જાય. "આમાં કાંઈ ભલીવાર નથી, આમાં કાંઈ ભલીવાર નથી. આ બધું મિથ્યા છે, આ પણ મિથ્યા છે, બધે બધું મિથ્યા છે." આ બાળ્યું એમણે. કામદેવ પ્રતીક છે, સમજો જરા. એ પાવર છે.
લોકો કહે છે કે અગ્નિથી બાળી કાઢ્યું. જ્ઞાનના અગ્નિથી આ બાળ્યું છે ને એમને નક્કી કરીને, ડીસાઈડેડલી આમ મેં કરી દીધું કે આ બધું મિથ્યા છે. એમને કામદેવનું દહન કર્યું છે, રતિનું નથી કર્યું. વિચાર કરો. રતિ એટલે આનંદ. ભલે વિકૃતિનો પણ આનંદ છે ને? ભલે વિષયનો છે પણ આનંદ છે ને? એને નથી બાળ્યો. વિષયને બાળ્યો છે. કાંઈ સમજાયું? વિષયના આનંદની અંદર કોઈ બંધન નથી. વિષય બંધનરૂપ થાય છે, એટલા માટે એને બાળ્યું ને આને છોડી દીધું. સમજાયું કાંઈ?
બ્રહ્મ સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે બિલકુલ સંપૂર્ણતાની આમ જોયું એમને કે આ વિષયો બધા મિથ્યા છે. એટલે હવે એ તો બધા હતા ન હતા થઈ ગયા. પણ એ વિષયોનો જે આનંદ હતો, આનંદની એમણે હત્યા નથી કરી, એમ કહેવા માગું છું. એટલે આનંદ જ્યાં જ્યાં છે, કાંઈ પણ છે, એ ખોટો નથી, ખરાબ નથી. પણ એના માટે જે વૃત્તિ ઉત્પન્ન થઈને ત્યાં જાય છે, વૃત્તિને તમારે પકડવાની, એને ખતમ કરવાની કે, "આ મિથ્યા છે."
એટલે શું થયું કે જે બહિર્મુખતા થઈ રહી છે, ત્યાં પકડવાની. નાયક તરફ નથી જવાનું. એ મિથ્યા છે. ત્યાંથી ઉઠાવી અને શું કરવાનું? શ્રી સંતરામ મહારાજ સત્ય છે, તેમાં સ્થિર કરવાનું. સ્થાપના ક્યાં કરી? સત્યમાં કરી દીધી તમે પાછી ઉપાડી. એટલે જ્ઞાન શક્તિ ખુલે ત્યારે કામદેવ વિષયોને બાળી દે કે, "આ ખોટું છે, આ તો વિલાસિતા છે." આ સમજણ શક્તિ. "શિવના ત્રીજા નેત્રની સ્તુતિનો સંસ્કૃત મંત્ર-અંશ (ચોક્કસ મૂળ પાઠ અસ્પષ્ટ)" તો સૌથી મોટામાં મોટા કોણ છે કે જેને ત્રીજું નેત્ર છે? મોટામાં.
મોટા, જેમની પાસે જ્ઞાન દ્રષ્ટિ છે, સાર અને અસારનો વિવેક છે, ત્યારે તે ત્રિનેત્ર કહેવાય. અને એવો ત્રિનેત્ર બન્યા વગર કોઈ બ્રહ્મની અંદર પ્રવેશ પામી શક્યો નથી. તમે એમ કહો કે, "મારે તો આ બે આંખો બહુ છે અને હવે હું બ્રહ્મ સ્વરૂપ થાઉં છું," તો નહીં ચાલે. શક્ય નથી.
મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ. ના, ગ્રેજ્યુએટ શેનાથી થશો? ત્રિનેત્ર! તમે ત્રીજું નેત્ર ઓપન કર્યું હોય અને કામદેવનું તમે દહન કરી લીધું હોય. આ સંસારને તમે મિથ્યા જોઈ લીધો હોય, જાણી લીધો હોય, સમજી લીધો હોય સારી રીતે. શેનાથી? સમજણથી. પાછું એમનેમ બાળવાનું નથી લાકડું લઈને. નહીં તો તો પેલા ફાયર બ્રિગેડવાળા ફાઈન કરશે તમને કે, "આ કેમ આગ લગાડી તમે અહીંયા?" ખાલી એવું નહીં, સમજણ શક્તિનું જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કરવાનું છે.
આ જ્ઞાન વગરનો માણસ વિકૃતિઓ, વાસનાઓની અંદર, સંસારના દુઃખોમાં એવો રગડદોડાયેલો ફરિયાદ કરે. રગડા પેટીસ જેવો થઈ જાય. હવે ક્યાં રગડો ને ક્યાં પેટીસ જાય, સમજણ ના પડે. જેવડે છુંદાઈ જાય અંદર, ખતમ થઈ જાય. શરીર ઇન્દ્રિયોનો ભોગ કીચડમાં ખૂપેલો રહે, તેથી તે ઓળખાય પણ નહીં.
જ્યારે જેની પાસે જ્ઞાન દ્રષ્ટિ છે, સાર અને અસારનો વિવેક છે, ત્યારે એ ત્રિનેત્ર કહેવાય. એ પવિત્ર કરે, પાવન બનાવે, સદગતિ આપે. સતગતિ, સદગતિ એટલે સદગતિ.
અહીં તો માણસ અહીંથી આમ બોડી છોડી દે એટલે કે, "ભાઈ સદગત થઈ ગયા." "સદગત શ્રી ફલાણા ફલાણા" એવી રીતના લખવામાં આવે. ભાવના છે, જો કે ઓફકોર્સ, લખવાની અંદર પણ આપણો એક ભાવ છે કે, "ભાઈ એમનું કલ્યાણ થાવ." સદગતશ્રી એટલે નવાણું ખૂટ થતા હોય, ખૂટતા હોય કાકાને અને પછી તમે આમ "સદગત ફલાણા ફલાણા" લખો તો સો માર્ક પૂરા થઈ જાય બિચારાને. થોડો ફાયદો થઈ જાય. સો માણસ હોય તો અનુમોદન આપ્યું ને, તો કંઈક તો વજન પડે ને આ બાજુ?
આ તો પેલો જતો હોય જાનવરમાં, તહીંથી કદાચ કે, "ચલો, ગ્રેસ માર્ક આ વખતે રહેવા દો ને કે માણસોને બનાવો પાછો ફરી." શું લાગે? જાય ને અનુમોદન આપીને અહીંયા દેહ છોડે ને ત્યાં એટ અ ટાઈમ નથી. હા, બધું આ, હા, બધું આ એટ અ ટાઈમ જ છે. આપવા માટેનો ભાવ તો અંદર મોજુદ થઈ ગયેલો હોય. તમારે એમનેમ તો તમે બોલાશે જ નહીં સદગત કોકને પરિણામમાં પછી એવું. હા, મૂળ તો હોય જ ને કાકા. માદા છે, હો. ખબર તો તમને છે, હો. તમને ખબર તો પહેલેથી પડી ગઈ હતી, પણ પછી હવે એ પરિણામ થયા પછી તરત તમે જ જોયું આમ પરિણામ આપી દીધું. સદગતને શાંતિ મળે, પ્રાર્થના કરી બધા એ લોકોએ ભેગા થઈ. બધું ફાયદો કરે. ના, હાવ ના કરે એવું બધું કશું નથી. નકામું વ્યર્થ કંઈ આ સંસારમાં હોતું નથી. અકારણ, અહેતુ એ કશું જ નથી આ સંસારમાં. બધું કાર્યકારણને આધીન ચાલ્યા કરતું હોય.
એ લોકો દાન આપી રહ્યા છે અને કાકા તો મૂકીને ગયા છે પાછા. શું? ચંપલના પૈસા, ખાટલાના પૈસા, બધું આમ લખીને ગયા હોય કે, "મારી વિધિ ફલાણા મહારાજ પાસે કરાવજો, આ જગ્યાએ કરાવજો, એના આટલા રૂપિયા આ કવરમાં, આ બેંકની અંદર મૂક્યા છે." આવું બધું ગોઠવણી કરીને ગયેલા હોય કાકા. પછી તો હવે માણસ પ્રાર્થના કરે ને કે, "સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાય." આત્માને શાંતિ પ્રાપ્ત થાય. આત્મા શાંતિ સ્વરૂપ છે, એની વૃત્તિઓ શાંત થાય. ઉછાળા મારતું હોય બધું તે થોડું. એટલે પછી સત્સંગમાં નાય, ધોવાય અને પછી એની વૃત્તિઓ પવિત્ર થાય. સત્સંગમાં તો આમ ધોધ પડતા હોય જ્ઞાનના. અને પછી એની અંદર એકદમ પવિત્ર થઈ જાય એટલે જાણે કે, "અરે, હું તો આત્મા છું!"
અને સંસાર કીચડની બધી વૃત્તિઓ ક્યારેય આત્મા સુધી તો પહોંચવા જ ના દે. પાછું પાણીનું વચ્ચે એક લેયર તો રહેલું જ હોય. જાણે કે આવા અનેક અનેક આવરણો આ જીવ અને આત્માની વચ્ચે પડેલા. અરે, આત્મા નર્યો ઢંકાઈ ગયો! કચરો પડ્યો હોય ત્યાંય લોકો આવીને કચરો ફેંકી જાય ને! જોત જોતામાં કચરાનો પાડ મોટો ઉકરડો થઈ જાય છે. થાય છે ને એવું? ચોખ્ખી જગ્યામાં કોઈ નાખે જ કચરો? જ્યાં એક જણાએ નાખ્યો એટલે બાકીના બીજા બધા લોકો એનું અનુસરણ કરવા માંડે. તો તમે એક જગ્યાએથી કચરો વાળી કાઢો. લોકો કદાચ તમારું અનુસરણ કરશે. એટલા માત્રથી જગતનું કલ્યાણ થઈ જશે. કોક જો તમને જોઈને તમારા આચરણ પ્રમાણે આચરણ કરી બેઠો તો પણ કલ્યાણ. આ તમને કિંમત નથી.
એવી અક્કલ આવે કે, "લાવ, હું સત્સંગમાં જઉં, સેવા કરું," તો એ બી મહાભાગ્યની પ્રાપ્તિ છે. નહીં તો મેચમાં જવા તો તત્પર સદા તૈયાર. પૈસા પડે છે, ગાડી તૈયાર છે, બધું બરાબર. જર્સી બર્સી પહેરી લો ને, ઉપડો કે! પણ એ ટાઈમે કહે કે, "ના, આજે સત્સંગ કરવો છે," તો મહાભાગ્યની વાત છે એમ. પ્રસંગ તો આ પણ છે અને આ પણ છે. આ અલ્પકાલીન ક્ષણી એને એવો ઇન્દ્રિય જનિત આનંદ આપવાનો છે અને આને અક્ષય આનંદ આપનારો છે, નિર્મળ કરનારો છે. ચોઈસીસ પીપલ મેક મેક્સ ધ ડિફરન્સ એ આવી રીતે છે.
એટલે સત્સંગમાં જાવ, સેવા કરું એવો ભાવ ઊભો થવો એ તો મહાભાગ્યની પ્રાપ્તિ છે. અને સમજો, જ્ઞાન જાગો હવે તો મોહનિમાંથી. આ સત્સંગ, પવિત્ર જ્ઞાન કે કેવલમ જ્ઞાનમૂર્તિ એવા રેઢા નથી પડ્યા. મેચ તો આવશે ફરી, પણ આ જે સંજોગ, આજે સદગુરુનો સત્સંગનો જે લાવો આજે ઊભો થયો છે, ફરી ફરી નહીં બાઝે. ખબર નથી નેક્સ્ટ ટાઈમ સદગુરુ આવ્યા હોય ને ત્યારે પેલા મરણ પથારીએ પડ્યા હોય. શું કર્યા કરતા હોય, કોઈ સમજે નહીં. ઘણુંય બોલવું હોય કે, "મને લઈ જાવ," બોલાય નહીં. ઘણુંય એને મન થતું હોય કે, "ભાઈ કંઈક ફોટો બોટો લાવીને મૂક મારી સામે," ના થાય. અમે ગયા હતા એક માદી હતા, તો આવા તમને બહુ આમ ભય વ્યાપે આખો દાડો. પણ એમનો શ્રદ્ધા બધી ભગવાન પર, કૃષ્ણ ભગવાન પર. તમે જોયું, એમના ઘરમાંથી એક કૃષ્ણ ભગવાનનો ફોટો મળી ગયો. તો કીધું, "બસ, આ તમારા ઈષ્ટ છે અને આરાધ્ય છે." "અત્યારે જ પકડી લેજો, છોડતા નહીં એમને." સતત એનું જ નામ સ્મરણ ને બસ હાથ ચલાવવાનું છે.
હવે તમારે બીજું કંઈ કરવાનું નથી અને એક સેકન્ડ બી આઘા પાછી જોવાનું નથી, આમ ડોળો ફરવો ના.
જોયું મેં હતું અને ડોળો ફર્યો. એનો મતલબ સમજજો કે તમારી વૃત્તિ ફરી રહી છે. એને ખબર પડી જશે. પછી કાનમાં કીધું, "એ સર્વજ્ઞ છે એટલે પ્રભુ કહેવાય છે." માજીને સમજન પડી ગઈ. એ વાત હાચી. તો આમને આમ ત્રણ દાડા રહ્યા હતા, છતો આમ બેક ધારે જોતા. અને જ્યારે એમણે વિદાય લીધી, ચહેરા પર એટલી આમ ખુશી, પરમ શાંતિ ને આંખો ઉગાડી. મતલબ, બહુ સારી એમની સદગતિ થઈ ગઈ. નહિતર આંખો ઉગાડી રહી જ ના શકે એવી રીતના. અને ચહેરા પરનો એ ભાવ, એ અપૂર્વ ખુશી, શાંતિ, આહા, આનંદ, સંતોષ! ઘરવાળા બધા આવીને કે, "તમે તો શું કર્યું તું?" કું, "ભાઈ, અમે કઈ કર્યું નથી. અમે તો ખાલી એમને જ્ઞાનની ફૂકમારી આપી તી ટાઈમ સર."
"જો સમય મારો સાધ, જેવાલા કરું હું તો કાલાને વાલા. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહી રહે ભાન." બહુ સુંદર છે એ પણ. અમુક ભજનો તો એવા જબરજસ્ત તમને આમ રોકેટની જેમ ઉપર ચડાવી દે, કા તો ભક્તિની અંદર ભયંકર સ્પીડમાં ડૂબાડી દે એવા બધા. કારણ કે એ જે લખાયા હતા ને, એ વખતની જે ભાવ સ્થિતિ હતી ને જે તેની, એના પરિણામ છે. અને એ એવી હોય કે અત્યારે જો એ કોઈ નિર્મળ હૃદયવાળો જો એને આમ ખાલી આમ કરે ને, તો અંદર તરત ફોટો પડી જાય. અરીસામ જેમ આમ જઈને ઉભા રહો ને, તમાર મોઢુંદો દેખાઈ જાય, એવો તરત ફોટો એની અંદર પડી જાય એના હરદયમાં. એટલે એ ભાવ વિભોળ થઈ. હવે પરમાત્માનું પ્રતિબિંબ અંદર થે પડે જાય. પછી એ પ્રતિબિંબથી બિંબને ખોળી કાઢવાની જે જાત્રા છે ને, એ બહુ જોરદાર છે, બહુ રોમાંચક છે, અદભુત છે. એના જેવી બીજી કોઈ યાત્રા નથી હોતી.
આ બધી બાકી ની બીજી બધી લોકો જાત્રાઓ કહે છે, એ કહેવા ખાતર છે, કહેવા નહી. નો ડાઉટ, એ બધાયની અંદર આનંદ તો મળે જ છે તમને. પ્રકૃતિમાં જવાનું, આવી રીતના તમે ભાવથી જઈને દર્શન બી કરશો મંદિરોમાં, બધી વાત સાચી. પણ મૂળ જાત્રા કઈ? પ્રતિબિંબથી બિંબલ પાછા ફરવાની. બસ, આ મૂળ જાત્રા છે. આ યાદ રાખજો.
શાંત સ્વરૂપ એટલે કીધું છે કે આ પવિત્ર જ્ઞાન અને એવા કેવલમ જ્ઞાન મૂર્તિ એમ કઈ રેડા નથી પડ્યા કે તમને ગમે ત્યાં મળી ગયા, તમારું કલ્યાણ થઈ જશે અને એવું બધું. અને જો સંજોગ થયો તો મહાભાગ્યશાળી વૃત્તિઓ ત્યાંય આવીને જોર કરશે, ઉઠાવશે તમને ત્યાંથી. એ જોર કરીને કે, "શા માટે કષ્ટ વેઠે છે? ચાલ, તને લેર કરાવું." ફોસલાવીને લઈ જશે. માટે સાવધાન! ફરી આવું ના થાય, આ વખતે ના ચૂકાય. મૃત્યુને વશમાં કરી લેજો. મૃત્યુના વશમાં ક્યારેય ના થશો. આવું સદગુરુએ કાનમાં કહ્યું છે.
પરબ્રહ્મ કહીએ ગુરુને, બોલીએ છે ખરા, પણ પરબ્રહ્મના દર્શન થાય છે ખરા? દર્શન જે અવ્યક્ત છે તેના દર્શન કરાય. જે વ્યક્ત છે તેને તો તમે જોઈ શકો, એના દર્શન ના કહેવાય. જે જોયું એ દર્શન નથી, પણ જે અવ્યક્ત છે એને જોયું તેને દર્શન. એને દર્શન કહેવાય. કારણ કે દર્શન દ્વારા તમે એને વ્યક્ત કરી રહ્યા છો. આખો પ્રોસેસ આવી રીતે ચાલે: પ્રતિબિંબથી બિંબ તરફ યાત્રા. પાછી આવી ગઈ એટલે કહે છે કે, "પરબ્રહ્મ કહીએ છે ખરા ગુરુને." આપણે મોડે મોડે શબ્દોથી, "પરબ્રહ્મ પરમાત્મા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરુવે નમઃ" બોલી તો કાઢ્યું આપણે. પણ દર્શન થયા? અનુભવ થયો? તમને એક ક્ષણવાત્ર માટે પણ લાગ્યું ખરું કે મારા આ ગુરુ છે, મારા સદગુરુ છે, એ કદાચ પરબ્રહ્મ છે, જે વાસ્તવમાં છે? પણ વિચાર સુદ્ધા આયો ખરો? તમે તો બોલી કાઢ્યું. સ્તુતિના શબ્દો મહાપુરુષોએ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી પોતાના હૃદયને ભીંજવીને ઉચ્ચાર્યા છે.
એમને એમ નથી બોલાયા. આ બધા શબ્દો ગોઠવાયેલા છે અને એમાં કાઈ ઓછાપણું નથી, પૂર્ણપણું છે એની અંદર. તો આવી જ્યારે ત્યારે સ્તુતિ થઈ છે: "ગુરુ સાક્ષાત પરબ્રહ્મ." તો એવા પરબ્રહ્મના દર્શન તમે કરો છો ખરા? તમને અનુભૂતિ થાય છે ખરી? તપાસ તો કરો. નથી થતી? શું ખૂટે છે? ભાવ જ ખૂટતો હશે. ઇન્ટેન્સીટી, ભાવની જે ઇન્ટેન્સીટી હોવી જોઈએ, એ હજી નોટ અપ ટુ ધ માર્ક એમ કહી દે છે. અને જ્યાં સુધી તાવી તાવીને દોઢ તારની બે તારી થઈ નથી, ત્યાં સુધીના આમ તમારે મલાઈ હલાઈ કરવાન. ચાસણીએ પકવવી પડે છે. પણ તમારે પકાવવા પોતાની જાતને પડે કે નહી? પરિપક્વ તો થવું પડે કે નહી? પરમાત્માને પામવાના છે, કઈ મજાક થોડી છે? ચાસણી કાચી રહી જશે, મેળ નહીં પડે. પછી રસ પરમાત્માનો આમ ભીંજવશે. આમ મોઢામાં મૂકી હોય એ જલેબી ને આમ જે સ્વાદ આવે, આહા! કોણ ખાય છે આવો અદભુત સ્વાદ?
એની તમને ખબર કેવી રીતે પડે છે? પેલા મય મોજૂદ. એટલે સ્તુતિના આ શબ્દો જે છે ને બધા, એ બધા બહુ સંપૂર્ણ છે. એને ભાવથી કરજો. કોઈપણ સ્તુતિ કરો. આ કરવાથી વધારે છે અને પેલાથી ઓછું છે, આવું કંઈ છે નહીં. ભાવ આવ હશે તો પરિપૂર્ણ છે ને, નહિ તો બધું નકામું છે. રેકર્ડ વાગી ગઈ કે કશું થયું નહીં.
હૃદય નિર્મળ કરો. જય મહારાજ! અમારું જ હૃદય અમને સાફ કરતા નથી આવડતું. ચોખ્ખું કેમ કરવું એ અમને જરાય સમજણ પડતી નથી. શું માગવું ને શું ના માંગવું એ જ આવડતું. એમ કરો, "મારું જેમાં કલ્યાણ હોય એવું મને આપો." બસ, આટલી પ્રાર્થના આપણે તો કરી શકાય. તો એ બરાબર છે, ઓકે, એક્સેપ્ટેબલ છે પરમાત્માને. મહારાજનો જય થાવ! કેટલા કોટ દરબારોમાં આ બધું બોલાતું હતું: "જય મહારાજ! મહારાજનો જય થાવ!" હવે એવડા અમથા રાજા નો જો જય થાવ બોલતા હતા લોકો, પ્રજાજનો. આપણે તો કોની વાત કરીએ છે? અનંત કોટિ બ્રહ્માંડ નાયક, રાજાધિરાજ, પરબ્રહ્મ પરમાત્માની વાત કરી રહ્યા. એ ઓહો, શું પાવર એમનો! શું સ્વરૂપ એમનું! અને એ પાછું મારા હૃદયમાં બિરાજેલું! હું ધન્ય છું, નક્કી હું ધન્ય. આ હૃદયની અંદર આવી રીતના બિરાજી જાય પરબ્રહ્મ પરમાત્મા. હું ધન્ય! અભિષટમ દમ નિત્ય મીડે.
એવા શાંત સ્વરૂપ પર પાછા શું છે, ગુપચપાઈને બેસી ગયા? નહિતર રાજાધિરાજા આવે તો કેટલા તો ઢોલ નગારા વાગે ને કાઈક બધું થાય. ધમાલ ધમાલ થઈ જાય ત્યારે ખબર પડે કે એક રાજા આવ્યો છે. આ તો રાજા.
ધિરાજ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આને અંદર બેસી ગયા અને પછ જોયા કરે બધું: "ક્યા હો રહા હૈ, કેસે ચલ રહા હૈ, વો ક્યા કર રહા હૈ, મે દેખ રહા હું." બસ, એવી રીતના મેય બેઠા અને એક એક વિચારને ને એક એક વૃત્તિને, એક એક વલણને તમારા એ જોવે છે, એને એ જાણે છે. એ આવું કેમ કરે છે, એની પણ એમને ખબર છે. તેનું કારણ પણ ખબર છે અને એનું નિવારણ એમની પાસે છે. ખબર છે. તારે કહે છે કે, "બસ, કૃપા કરી દઉં છું. તું હવે મદદરૂપ થઈ જા. તું મને ભજ." કૃષ્ણ ભગવાને એવું નહતું કહ્યું અર્જુનને, "તું મને ભજ" એટલે કૃષ્ણને ભજ. એણે કહ્યું, "તું આત્માને ભજ, જે હું તારી અંદર બિરાજમાન છું." વાંચજો ગીતા, મળશે ખબર પડશે.
શાંત સ્વરૂપ પરબ્રહ્મ, મને તો માંગતા આવડતું નથી, એટલે મારું કલ્યાણ જ મને આપ. આપ નિર્મળ ભાવથી પરબ્રહ્મને વંદન કરીએ. આવા વંદન કરીએ એટલે શું થાય? તો કે બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ આપણા માટે સુલભ થતી જાય, સાનુકૂળતાઓ થતી જાય. પરમાત્માની સમીપમાં જાવ, પ્રણામ કરો, પછી સેવા કરો. સેવા કર્યા પછી જિજ્ઞાસા કરો. આ એનો ક્રમ છે. કોઈપણ મહાત્મા, પરબ્રહ્મ, સદગુરુ, સંત પાસે જાવ, તો આ ક્રમ છે એમ કહે છે.
તો "ઉપશયંતી તે જ્ઞાનમ" એટલે એ પરમાત્માની સમીપમાં તમે જાઓ કે જ્યાં એ પ્રગટ થયેલા છે એવા સદગુરુની અંદર. "ઉપશયંતતે જ્ઞાનમ" એટલે કે એ તમને જરૂર ઉપદેશ આપશે. તમે જે દેશમાં છો, ત્યાંથી તમને ઉપદેશમાં ઉપરના દેશમાં તમને લઈ જશે. ઉપર, ઉપર, ઉપર, ઉપર ઉઠાવશે. જરૂર સત્સંગ કરાવશે. બેસો, સત્સંગ કરી લઈએ. "જ્ઞાનીનમ" જે જ્ઞાનીઓ છે, તત્વદર્શીઓ છે, એ બધું જ આપશે, પણ એમની પાસે આ રીતે નિર્મળતાથી જવું પડે.
મનમાં કોઈ આમ લઈને જાવ તમે એની સામે એ ના લાવ. "જરા તપાસ કરીએ કેટલું જાણે છે?" તો ઊંધા પાડી દેશે તરતજ. અને નહી તો પછી બિલકુલ કોઠો જ નહી આપે. તમને કળવા જ નહી દે કે એ શું જાણે છે. એમને તમને ખબર જ નહી પડવા દે. બંને કેસમાં નુકસાન તમારું જ છે. એને તો કઈ છે જ નહી. એ તો પ્રાપ્ત પ્રાપ્ત કરીને બેઠેલા છે. નુકસાન કોનું ગયું? અને એવા ભાવથી, જેને કહેવાય કુત્સિત ભાવથી, ગયા તમે એવાની પાસે. તમને ખબર નથી કે આ નામ કેટલો પ્રગટ છે, કેવું છે, શું છે. અને પછી જો આવું થઈ ગયું, કેટલી ભયંકર મોટી ભૂલ થશે તમારી! સમજતી તમે માન્યું કે આવા છે, આવાજ આરોપણ કરી દીધું પરમાત્માની ઉપર. તમે લેપ લગાડી દીધા. સમજાય છે? જ્યાં ચંદન, સુવાસ, પૂજા કરવાની હતી, પ્રાર્થના કરવાની હતી, આરતી કરવાની હતી, ત્યાં તમે કાદવ ઉડાડીના. ભૂલ ના થઈ જાય, યાદ રાખજો.
ક્યારેય ક્ષમા કરજો. આવી કોઈ ભૂલ અત્યાર સુધી અમારાથી થઈ હોય, "પ્રભુ, અમને ક્ષમા કર."
એટલે બેસો, સત્સંગ કરીએ. જે જ્ઞાનીઓ અને તત્વદર્શીઓ છે, એ તમને બધુ. બાપ્પા જ બેઠા છે. કારણ કે એમને પાસે તો અખૂટ છે: જ્ઞાનનિધિ, સંપત્તિ દૈવી બધી. એમની તો શું? ગુણો પણ બધા કેવા? તો કે દૈવી. શક્તિઓ એમની પાસે તો કે દૈવી. જ્ઞાન પણ એમની પાસે કેવું? તો કે દિવ્ય. શેનું? તો કે બ્રહ્મનું જ્ઞાન, સર્વોચ્ચ જ્ઞાન. એના પાસે નિર્મળતાથી જવું પડે.
યાદ રાખજો: કોઈ મંદિરમાં, કોઈ દેરાસરમાં, કોઈ ગુરુ, સદગુરુ, કોઈના પાસે જાઓ, નિર્મળ ભાવથી. "જ્યો ગચ્છેત સમિત પાણી." ગુરુજીના ઘરે, રાજદ્વારે, મંદિરે ખાલી હાથે ના જશો. ચેવટે મસ્તક આપી દેજો. એટલે, "પ્રભુ, મારું મસ્તક તમને અર્પણ કરું છું."
રાવણ મહાજ્ઞાની કહેવાયો, શિવજીનો અનન્ય ભક્ત કહેવાયો. ખબર છે કેમ? એ કમળથી પૂજા કરવા બેઠા હતા. એક કમળ ખૂટ્યું. લીલા કરીને ભગવાનને એક કમળ હલતાડી દી. એક કમળ ખૂટ્યું કે, "હવે શું કરું?" એક પછી એક નમસ્કાર કરતો જાય, વંદન કરતો જાય અને અર્પણ કરતો જાય. ભગવાનને મસ્તક અર્પણ કરી દીધું એમ કીધું છે. હરૂપક છે. વાસ્તવમાં, વાસ્તવમાં એને અહંકાર અર્પણ કરી દીધું. મસ્તક શેનો પ્રતીક છે? કે, "પ્રભુ, આ જે કઈ હું જાણું છું, હું જાણું છું, બધું જે કઈ હતું ને, બધું એને અર્પણ કરી દીધું." કોને કરી દીધું? "શિવાર્પણ મસ્તુ." શિવજીને અર્પણ કર્યું, જે સ્વયં કલ્યાણ સ્વરૂપ છે. એવા સ્વરૂપની આગળ એમણે અર્પણ કરી દીધું. એટલા માટે શિવનો એ અનન્ય ભક્ત કહેવાય કે આજ દિન સુધીને એના જેવો કોઈ બીજો શિવ ભક્ત થયો નથી. હરૂપક કેટલા સમજ્યા? બધા એમ જ સમજે છે કે આજ ઉપાડીને આપી દીધું તું ખડકથી આમ ખટ કરીને.
સાયન્સ કે છે, જીવ તો ના રહે. કોઈ અલ્પ સમય માટે રહી શકે બેસી, પણ પછી તો એ પડી જ જાય.
પહેલાના જમન જમાનાની અંદર એવા કેટલા યુદ્ધો લડાયા હતા કે જેની અંદર ઘણા સુરવીરો હોય તો બધા પેલા એનાથી લડ્યા કરતા હોય. તો તલવારો એકબીજાની ઉપર ચલાવે, ડોકા એકબીજાના ઉડાળે. પછી એમના કબંધ (ડોકા વગરનું જે કાંઈ હોય એ બોડીને કબંધ કહેવતા હતા) એ કબંધ દોડ્યા કરતું હોય અમુક ટાઈમ સુધી. રિફ્લેક્સ એક્શન અમુક ટાઈમ સુધી કરે, પછી ઢળી પડે, પૂરું થઈ જાય. એ લાંબુ ના હોય. પણ જો કોક ભૂલે ચૂકે એની હળફેટમાં આયો જાણી જોઈને, તો એ કાઈ રાખે નહી. જાણે અજાણે પણ આમ બીજા જોડે લડતા લડતા હોય ને, પેલો પાછળથી આવી રીતના આમ આવતો હોય તો અહીંયા આગળ તો ઈજા તો કરી જ દે છે. ચેવટે બચવું પડે. હા, ત્યારે એવી રીતના ચેવટે મસ્તક પણ આપીએ.
"પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ." ચાર પાંચ ચાર વસ્તુઓ કીધી: પત્ર, પુષ્પ, ફલ અને તોય એટલે કે પાણી. પાણીની જરૂર દરેકને પડે, આજે નહી ને કાલે. અહીં ભલે હું બેઠો હોય આટલું બધું પાણી ભરીને, તોય તમે એક બાટલો બીજો આપો તો અહી બહુ બતો. તો શું કરવું? એ મૂકી રાખું. પણ જરૂરિયાતનું સાધન છે, જરૂરી વસ્તુ છે. મારે જરૂર હોય તો હું રાખું, ના હોય તો આપી દઉં. એ બધું મારા પાસે છે, મારી વૃત્તિઓને આધીન છે. કારણ કે કોક તારશો હોય, મને ખબર પડતી હોય ને, તોય પણ કહે કે, "ના આપું. ઊભો થઈને તું હોધી લાય બીજે પાણી. પી જાય. મારું પાણી તને ના આપું." આ મારું પાણી, પાણી હું કોક ત્રીજાએ જ આપેલું હોય, પણ પાછો આ મારું વાળું આવી ગયું.
હોય અંદર તો મેળ ના પડે એવી રીતે આ ચારે ચાર વસ્તુ: પત્રમ, પુષ્પમ, ફલમતું. પહેલાના જમાનાની અંદર પત્રો, પાંદડું આપતા ઔષધિઓ હોય, કોઈ બીજી વનસ્પતિઓ હોય, કસાના ને કસ્સાનું પાંદડું આપે, બહુ કીમતી હોય. જંગલમાંથી જાય તો તે વખતે તો બધે વન સંપત્તિ જ હતી. બીજું કંઈ સંપત્તિમાં હતું નહીં. સોના-મોરને એવું તો બહુ થોડુંક હતું. તે રાજદરબારમાં ને બીજે બધા ચલણમાં હોય. સામાન્ય માણસો પાસે તો આવું ના હોય. મોટા ભાગે તો બારગેનનો જ વ્યવહાર ચાલ્યા કરતો હતો, બાટર સિસ્ટમમાં. પણ જો કોકની પાસે સોનું છે ખબર પડે, બાકીના બધા એની પાછળ પડી જાય કે, "આની પાસે સોના-મોર છે, રાજાએ આપેલી છે કે!" એટલે દોડે પાછળ મુદ્રાઓ લેવા માટે. પ્રસંગોપાત રાજાઓ પણ દાન કરતા હતા, મુદ્રાઓ ઉડાડે હાથીને પેલા ઉપર ચડીને. આવું બધું ચાલતું હતું.
તો ગુરુજીના પાસે જ્યારે જાઓ ઘરે ત્યારે રાજદ્વારે મોદી સાહેબને મળવા જવાનું હોય તો એમનેમ ખાલી હાથે ન જવાય, કંઈક લઈને જવું પડે. ભલે તમને પેલું આમ આમ કરીને વીજાણું આરતી ઉતારીને પછી તમને જવા દે, કારણ કે એમને એમ તો તમને હારે નહીં પહેરાવા દે કોઈ. હતા તો ખતરા! એટલે તો પુષ્પમ, ફલમ, તોયમ. ફળમાં ફક્ત ફળ એવું નહીં, કાંઈ પણ વસ્તુનું કંઈક પરિણામ પણ આવી શકે એવું હોય, એવું કશું પણ તમે લઈ જઈ શકો. ફલમ, તોયમ એટલે આ કંઈક ને કંઈક લઈ જાવ અને ગુરુનો રાજીપો કમાઈ લો.
હવે મજાની વાત: ગુરુને આમાંથી એકેયની જરૂર નથી, સ્પષ્ટ સમજી લેજો. સદગુરુ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ છે જ, તો પછી તમારે આ બધું ત્યાં કેમ લઈ જવાનું? કંઈ ગોડાઉન બનાવવાનું છે ગુરુજીને ત્યાં? ના, ગુરુજી તમારો ભાવ જાણશે એનાથી, એટલે તમારી ભાવ પરીક્ષા થઈ રહી છે ત્યાં આગળ. જ્યારે પણ જાઓ છોડે ખા. અત્યારે તો જાય તો કે, "પેલા ખાખરા ઘેર બનાયા છે," તો કે, "લઈને આવ્યો છું." ઘણા લોકો એવા હતા, ખીર લઈને આવે. "સાહેબ, ખીર દરેક." પણ તેનાથી તો કે, "એને કંઈ જોઈતું નથી ગુરુને." તો એ સંપૂર્ણ છે, એને તો ભૂખ પણ નથી અને એ ખાતો પણ નથી. ગુરુ તો અત્યારે તો એનું ડાયરેક્ટ થઈ ગયું, એટલે હવે એને ભોજન, આહાર કશાની જરૂર નથી.
એક કક્ષાએ પહોંચ્યા પછી તો સદગુરુ હોય તો એના પેશાબ-પાણી બધું બંધ થઈ ગયું હોય. પરસેવો ના થાય, ના નખ વધે, ના વાળ વધે, ના કંઈ. એટલી બધી શુદ્ધિ! ઓહો! પરબ્રહ્મ સાથેની એકતા! કેવી મજાની વાત! બસ, સાલોક્યતાની પ્રાપ્તિ થઈ જાય એના માટેનો આ કાળ છે. તમારે સ્વાઈપ ગુરુજીને ત્યાં પાસે પહેલા પહોંચતા પેલા એમ કે એટલે ફ્લેપ ખુલી જાય, પછી બસ તમને બ્રહ્મમાં પ્રવેશ થવામાં સુગમતા પ્રાપ્ત થાય.
ગુરુ તો આનો વહીવટ કરતા નથી ને જોતાય નથી સામે. પણ તમારે લઈને જવું એવું અહીં કહેવામાં આવ્યું, કારણ કે તમારે કંઈક જોઈએ છે. આ પણ એક વ્યવહાર છે, અને એ જે આપશે એનું તો તમે કાંઈ મૂલ્ય આપી શકવાના છો જ નહીં. એટલે એ બ્રહ્મમાં તો રહેતા જ નહીં કે, "મેં આ જામફળ આપી દીધા ને બે એટલે પતી ગયું." આપણે મૂળ વાત એ છે કે ગુરુજીનો રાજીપો કમાય એવું કરજો કંઈક, કે ગુરુ પ્રસન્ન થાય, તમારી પર કૃપા કરી દે. આમ સહજ કૃપા થઈ જાય, એકદમ મહેનતથી. ઓહો! બહુ સરસ! સરસ! વેરી ગુડ! તમે આવ્યા, બહુ સરસ! રાજી રાજી થઈ જાય એવી રીતે જજો.
ઉપદેશંતી અને ઉપદેશ આપે ગુરુજી. સાચો રસ્તો બતાવી દે એ સદગુરુ બ્રહ્મનો જ બોધ કરે, બીજા કશાનો ના કરે. "બ્રહ્મ શું છે? એને તું જાણ, એને તું સમજ." આ સમજ્યા પછી તું આવી રીતે બેસ, સ્થિર થા અને બસ એ બ્રહ્મ તારામાં પ્રગટ કર. આટલો જ હોય એની વાત, ત્રણ-સાડા ત્રણ લીટીની અંદર આપી દે. બધું છે તમને, પછી બેસીને શું કરવાનું? સ્થિરતા, બ્રહ્મ. એમણે એ શબ્દો દ્વારા તમને આજ્ઞા પણ આપી છે, સાથે શક્તિ પણ આપી છે.
હવે બીજો કોઈ કરી શકે કે નહીં, ખબર નથી, પણ તમે તો અવશ્ય કરી શકો. તમારી પાસે તક તો છે જ, જો ઊભા થઈને જતા ના રહો તો. કે, "આ ઢોલ કોણ વગાડે છે?" કરીને ઊભા થઈને ભાગી જાવ. પૂરું થઈ ગયું કામ ત્યાં આગળ. યુ લોસ્ટ ધ ઓપોર્ચ્યુનિટી. લાઈફ ટાઈમની હતી, કેટલાય જન્મો પછી આવેલી. ગયું ખતમ!
સદગુરુ એ જ કે જે બ્રહ્મનો જ બોધ કરાવે. એ કોઈ બીજા નામ, રૂપાકાર, ફલાણું-આ તે કક્ષામાં તમને ક્યાંય નહીં. સદગુરુની વાત છે: વિમલ ગુરુ તરમ. તમને નિર્મળતા હોય, એમનામાં તો નિર્મળતા છે જ, પણ આપણને પણ નિર્મળ બનાવી દે. બધો મળ કાઢી નાખે: મળ, વિક્ષેપ, અજ્ઞાન. ગયું ખતમ! રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયું ખતમ!
આવી ઊંચી સ્થિતિમાં એ જ બિરાજે, અને ત્યાં જઈને પછી વ્યવહારના રોદડા ના રડાય કે, "મારો ગગ્ગો આમ થઈ ગયો, મારી ગગ્ગીને આમ થઈ ગયું, ને મારી વહુને આમ થઈ ગયું, ને ફલાણાને આમ થઈ ગયું." આ બધું ત્યાં આગળ ના કરશો ભૂલથી. એ ના થાય ત્યાં આગળ. તમે ક્યાં બેઠા છો? તમે વિચાર તો કરો! સંસારનો એક પરમાણુ સુદ્ધાં તમને સ્પર્શ ના કરી શકે. તમે એવી જગ્યાએ જઈ અને પાછા ત્યાં આગળ આ બધું ઊભું કરો? વ્યવહારના રુદડા ના રડશો. એમની સ્તુતિ કરો, એમની વંદના કરો અને રોજ નિત્ય પાઠ કરો: "યોગેન્દ્રમ વિશ્વવંદ્યમ સકલ ગુણનિધિ."
કેવા છે એ યોગેન્દ્ર સદગુરુ? જે છે કેવા યોગીઓમાં ઇન્દ્ર સમાન, "વિશ્વવંદ્યમ". આખું વિશ્વ એમને વંદન કરતું હોય: સ્થાવર, જંગમ, બધું જ, એક-એક ઝાડપાન એમને નમસ્કાર કરે. વાસ્તવમાં એ પણ આ બધાને નમસ્કાર કરે છે. એને કોઈ જોતું નથી ને જાણતું નથી, એ વાત જુદી. પણ જે જ્ઞાની છે તે જ્ઞાનીને જાણે છે, એટલે એને ખબર હોય કે આ કઈ સ્થિતિમાં. એને ખબર તો "વિશ્વ વંદ્યમ". વિશ્વ આખાયને એ વંદન કરતા હોય, પણ આખુંય વિશ્વ પણ એમને વંદન કરતું હોય. "સકલ ગુણનિધિ" કેવા છે? "સકલ ગુણનિધિ" બધા જ ગુણો એમની અંદર વિદ્યમાન છે એવા. એનો ભંડાર છે. નિધિ એટલે ઐશ્વર્ય સંપન્ન છે, બધા જ પ્રકારનું ઐશ્વર્ય સંપન્ન. ભલે પોતડી પહેરીને બેઠેલા દેખાય ઉપર. બહુ બહુ તો એક પેલું શું કહેવાય છે, પેલી ખેસ-પોતડી એકાદી રાખી હોય લાલ કલરની એવી.
કોઈ બીજા કલરની ગમે તે જે બી અને કોકે આપી હોય તો રાખી હોય, ના હોય તો ના બી હોય. એમ, એવા સ્વાત્મનિષ્ઠમ, સ્વ આત્માની અંદર જ એમ નિષ્ઠાપૂર્વક રહેલા હોય એવા સદગુરુ, એવા એમના સદગુણોને સ્તવતા સ્તવતા, સ્તુતિ કરતાં કરતાં એ ગુણો આપણી અંદર આવવાના શરૂ થઈ જશે. વંદના તમે સદગુરુની કરશો, ઓ એમના ગુણોની! એટલે એક એક ગુણોનું આવર્તન કરવાનું એમ કીધું. આપણે કરીએ છીએ વંદના.
"નમસ્તે ગણપતયે, ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસિ, ત્વમેવ કેવલમ કર્તાસિ, ત્વમેવ કેવલમ ધર્તાસિ, ત્વમેવ કેવલમ હર્તા ત્વમેવ સર્વં ખલવિદમ બ્રહ્માસિ, ત્વમ સાક્ષાત આત્માસિ નિત્યમ. ઋતમ વચમિ, સત્યમ વચમિ. અવ ત્વમામ, અવ શ્રોતારમ, અવ દાતારમ, અવ ધાતારમ, અવ નૂચાનમ, અવ શિષ્યમ. પશ્ચાતાત, પુરસ્તાત, ઉત્તરતાત, દક્ષિણાતાત, ચોર્ધ્વાતાત, અવધરાતાત. સર્વતો મામ પાહિ પાહિ સમંતાત. ત્વમ વાંગમયસ્ત્વમ ચિન્મયસ્ત્વમ, ત્વમ બ્રહ્મમયસ્ત્વમ આનંદમયસ્ત્વમ, સચ્ચિદાનંદા દ્વિતીયોસિ. ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્માસિ, ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસિ. સર્વ જગદિદમ ત્વત્તો જાયતે, સર્વ જગદિદમ ત્વત્તસ્તિષ્ઠતિ, સર્વ જગદિદમ ત્વયિ લયમેષ્યતિ, સર્વ જગદિદમ ત્વયિ પ્રત્યેતિ. ત્વમ ભૂમિરાપો નલો નીલો નભ: ત્વમ. ત્વમ ચત્વારી વાક પદાનિ. ત્વમ ગુણાત્રયાતીત: ત્વમ દેહત્રયાતીત: ત્વમ કાલત્રયાતીત: ત્વમ મૂલાધારસ્થિતોસિ નિત્યમ.
ત્વમ શક્તિ ત્રયાત્મકમ. ત્વામ યોગીનો ધ્યાયંતિ નિત્યમ. ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુસ્તવમ રુદ્રસ્ત્વમ ઇન્દ્રસ્ત્વમ અગ્નિસ્તવમ વાયુસ્તવમ સૂર્યસ્ત્વમ ચંદ્રમાસ્ત્વમ બ્રહ્મ ભૂર્ભુવ: સ્વરોમ. ગણાદિપૂર્વમુચ્ચાર્ય વર્ણાદિસ્તદનંતરમ, અનુસ્વાર: પરતર:, અર્ધેન્દુલસિતમ. તારેણ રુદ્ધમ. એતત્તવ મનુસ્વરૂપમ. ગકાર: પૂર્વરૂપમ, અકારો મધ્યમરૂપમ, અનુસ્વારશ્ચાંત્યરૂપમ. બિન્દુરૂત્તરરૂપમ. નાદ: સંધાનમ. સહિતા સંધિ: સૈષા ગણેશવિદ્યા. ગાયત્રી છંદ: ગણપતિ દેવતા. ૐ ગં ગણપતયે નમ:."
"એકદંતાય ધીમહિ, વક્રતુડાય ધીમહિ, તન્નો દંતિ પ્રચોદયાત."
"એકદંતમ ચતુર્હસ્તમ, પાશમંકુશધારિણમ, રદંચ વરદમ હસ્તૈર્બિભ્રાણમ મુષધ્વજમ. રક્તમ લંબોદરમ શૂર્પકર્ણકમ, રક્તવાસસમ. રક્તગંધાનુલિપ્તાંગમ, રક્તપુષ્પૈ: સુપૂજિતમ. ભક્તાનુકંપિનમ દેવમ, જગત્કારણમચ્યુતમ. આવિર્ભૂતમ ચ સૃષ્ટ્યાદૌ, પ્રકૃતે: પુરુષાત્પરમ. એવમ ધ્યાયતિ યો નિત્યમ, સ યોગી યોગિનાવર:."
"નમો વ્રાતપતયે, નમો ગણપતયે, નમ: પ્રમથપતયે, નમસ્તેસ્તુ લંબોદરાય, એકદંતાય, વિઘ્નનાશિને, શિવસુતાય, શ્રી વરદમૂર્તયે નમ:."
ૐ ખૂબ શક્તિશાળી. એટલે એમ કરતાં કરતાં એ સદગુણોને સ્તવતા સ્તવતા, સ્તુતિ કરતાં કરતાં એક ગુણો આપણાની અંદર આવી જાય. દરિયામાં તો મોજાં ખૂબ ઉછળતા હોય, કિનારે ઊભા રહેજો. એકાદ મોજું કદાચ આપણને પલાળી દે. ભારે મોજું હોય, ખૂબ શક્તિશાળી, જોડે આપણને દરિયામાં લઈ જાય, સમાઈ લે. આ થયું સમુદ્ર સ્નાન, સાગરલીન. શું સમજ્યા? આવું આવું મોજું ભક્તિનું આમ બસ તમને સીધું બ્રહ્મની અંદર લઈ જશે સટાક દઈને, ખબર નહીં પડે. નહીં તો કમ સે કમ કિનારે બેસો તો ભીંજાશો તો ખરાજ, આ ગેરંટી છે.
"નામાનુસાર ગુણ યુક્તમ સુચિત્ત વૃત્તિ." આપની શાંત સુચિત્ત વૃત્તિ છે. અમારી વૃત્તિઓને પણ શાંત અને સુચિત્ત કરી આપો. હે વિમલ ગુરુ તીર્થરૂપમ, અમારા સૌને માટે આપ તીર્થ સ્વરૂપ છો અને પૂજ્ય છો. અમે આપને વંદન કરીએ છીએ. સુરવીરનો સાચો સંગ્રામ સ્વરૂપમાં એટલી બધી શક્તિ છે, એટલી બધી અઘાતતા છે કે સૌ સ્વરૂપને પોતાના હૃદયમાં, પોતાના અંતઃકરણમાં સ્થાન આપે, બેસાડે, સ્થાપી દેજો તમે પણ. પછી પૂર્ણતા, પૂર્ણતાનો આનંદ. પછી બસ એક જ વખત કરવાનું છે.
"યસ્તેતમમે." તમે મારામાં જ છો. મારું મન, મારી ચિત્તવૃત્તિઓ ક્યાંય ના ભટકે, બસ બધું આપનામાં જ રહો. આત્મજ્ઞાતા છે તે મારા હૃદયમાં બિરાજેલા છે એટલે મને પણ આત્માનું જ્ઞાન આપવાવાળા છે જ. અંદર બેઠા છે એટલે મને આપશે જ. અંદરથી જ જ્ઞાન પ્રગટ થવાનું છે. મને જ્ઞાન દાતા છે, મને આપશે જ, મને મળવાનું જ છે. આવી દ્રઢતાપૂર્વક આપણે સૌ સ્થિર થઈએ, ગંભીર થઈએ. ક્યારેય એવી કુકલ્પના, વિચાર ના કરી બેસતા કે આપણને ક્યાંથી મળે આ? આ આત્મઘાત છે. આને આત્મઘાત કહેવામાં આવે છે. આ શંકા જે છે તેને એનાથી બચજો. એને કુકલ્પના કીધી છે. એટલે એવો ખોટો વિચાર ના કરતા. આવી આવી બાનાબાજી વડે જ માણસ પોતે અને પોતાની જાતને નિર્બળ બનાવી દેતો હોય છે. "અમને ક્યાં ભગવાન મળવાના હતા? અમને ક્યાં જ્ઞાન થવાનું હતું?" આવું આવું તો પ્રાણંતે કે સ્વપ્ને પણ ના વિચારશો.
"મારા હૃદયમાં જ બિરાજેલા છો, મારી સાથે સદેવ છો, મારાથી ક્યારેય દૂર હોતા જ નથી." આવો દ્રઢ સંકલ્પ તો રાખજો જ.
છો પણ દૂરથી બોલાવીએ કે, "હે પ્રભુ કાશીવાસી સર્વેશ્વર, મારે ત્યાં પધારજો." લો બોલો, કેટલો સમય લાગે કાશીવાસીને તમારે ત્યાં ઘરે આવતા? કાશીથી આવે તો કે જેવી શ્રદ્ધા હશે, જેવી ભાવ પ્રાર્થના હશે એ પ્રમાણે પ્રભુ ત્યાંથી જ પ્રગટ થશે. બસ, હૃદયમાં જેવા ભાવ હશે ને એવા જ મહારાજના દર્શન થશે. અને સતત આપણામાં બિરાજેલા હશે તો કોઈપણ પાપ આપણી નજીક તો આવી જ શકશે નહીં. પાપને દૂર રાખવા માટે પણ પરમાત્માને ભજો અને પાપને ત્યજો.
"યસ્થિત." તમે મારા હૃદયમાં જ બિરાજેલા છો, બેઠેલા છો. આપણામાં હોવા છતાં અભાવ વર્તાતો હોય ત્યારે સમજી બેસજો કે પાપ પોકારી રહ્યું છે, નહીં તો આવું ના હોય. આ ઇન્ડિકેટર છે. આ પરા અપરાધો અનુભવમાં આડે આવીને ઊભા રહી ગયા છે. જે પરમાત્માનો અનુભવ થવાનો છે તેમાં વચ્ચે અપરાધો આડે આવીને ઊભા રહી ગયા છે, એ જાણી લેજો. મનની અંદરથી શંકા કાઢી નાખો. સત્સંગ સ્તુતિ વડે મનોબળ વધે, આત્મબળ પ્રગટે એ માટે હૃદયમાં સતત સાનિધ્ય કેળવી લો. હવે તો એટલું કરી લો. નાનું બાળક બાળક બુદ્ધિથી ઘરની અંદર કાંકરા લાવે, કાગળિયા લાવે, છાપો, ફોટા બધું લાવ લાવ કરે ને મૂકે એક જગ્યાએ. બાપા, માતા કે પિતા એ બધું જાણે, સમજે કે છોકરો છે, બધો કચરો જ બહારથી લઈ આવે. છોકરાને મન કચરો નથી, છાપો બહુ કીમતી છે. કેટલા છોકરાઓએ ઝઘડા કર્યા હશે મા-બાપ જોડે, "મારી..."
લખોટીઓ કેમ ફેંકી દીધી? મારી છાપો કેમ ફેંકી દીધી? કરીને બાપા જોડે ઝઘડો કર્યો હશે. તે વખતે બાપા કહે કે, "આ બધું નકામું છે, કચરો શું કામ ભેગો ના કરીશ ઘરની અંદર?" કરીને બહાર મૂકી આવે. પાછા પેલો લઈ આવે. આવું કંઈક ઘરોની અંદર ભજવાઈ ચૂક્યું હશે. તમારાય જીવનમાં થયું હશે આવું. પણ આવું જ કરી રાખ્યું છે વાસ્તવમાં આપણે દરેક જીવનની અંદર કે, એટલે કચરો વીણી વીણીને ઘરમાં લાવ્યા આપણે આપણી અંદર. હવે પરમાત્મા બેઠા છે. બાપા આપણા માતા, "ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ." એટલે પછી હવે તમે પ્રાર્થના કરીએ તો જાગી જાય. એટલે અંદરથી કાઢે ને બહાર ફેંકીએ બધો. પાછી વૃત્તિવાળો કચરો છે કે આ કાદવ લઈ આવ્યો છે, કાંકરા લઈ આવ્યો છે. એટલે પાછો એ બહાર મૂકી આવે અને સમજે કે આ કચરો લાવે છે ને આવો ગંદો ગોબરો થયો છે. તે બધો બહાર કચરો ફેંકાઈ દે કે હાથ ચોખા કરાવી દે અને પછી, "યસિતમમે કે જો હું તારા હૃદયમાં જ બિરાજમાન છું.
તું જરાય ચિંતા ના કર. હવે પાપ તો કે તારી પાસે બી નહીં આવે. તું ખાલી બસ આટલું પકડી રાખ કે હું અહીંયા છું." અને એવું જ્યારે થશે કે, "હે પરમાત્મા, મારા હૃદયમાં તમે બિરાજમાન છો." આવી દ્રઢ પ્રાર્થના કરો, પ્રતિજ્ઞા કરો. બસ, આ શ્રદ્ધા આપણને ખૂબ ખૂબ બળ આપે છે. આવી શ્રદ્ધા જોઈશું હૃદયમાં બિરાજેલા એટલે જેમ દૂધમાં ઘી હોય ને ઓતપ્રોત, એવી જેને અનુભૂતિ થઈ હશે તેણે સ્તુતિ કરી હોય ને આવી તો વિષમ પરિસ્થિતિમાં હોઈએ તો પણ પ્રાર્થના જ કરવાની માત્ર કે, "આપ પધારો, હે નાથ, આપ પધારો, આપ પ્રગટ થાવ." બસ, બીજું કંઈ બોલાશે પણ નહીં. પણ એ ટાઈમે તો અવશ્ય પ્રાર્થના કરજો. પેલા ગજેન્દ્ર મોક્ષની વાત છે, ખબર છે ને? "હે નાથ પધારો." હવે તો ગજેન્દ્રનો મોક્ષ થયો. આવી રીતે ગજેન્દ્ર એટલે અહંકાર. અહંકારનો પગ પકડી લીધો મગરમચ્છ આવીને. મગરમચ્છ રૂપે પરમાત્મા એની મદદ કરનાર.
બોલો, પણ પેલાને છોડાવ્યો, ગજેન્દ્રનો મોક્ષ કર્યો, મુક્તિ આપી દીધી. કેમ? તો કે એને પ્રાર્થના કરી, "હે નાથ, આવો, આપ પધારો, આપ પ્રગટ થાવ." બસ, તો આપણે પ્રાર્થના રોજ કરીએ છીએ આવી તો કરીએ છીએ કે બોલીએ છીએ, "શત્રુ બુદ્ધિ વિનાશાય દીપો જ્યોતિર નમોસ્તુતે." તો બોલીએ છીએ. વાસ્તવમાં શું કરીએ? પ્રાર્થના છે. પ્રાર્થનાની અંદર જેમ કે હોવું જ હવે એવું અંદર સત્વ કંઈક અંદર છે કે ખાલી આમ બોલી કાઢ્યું છે? ઈટ ડીપેન્ડ્સ. હવે તો અને આ બધું જાણ્યા પછી તો એ અતિશય મહત્વની વાત બની ગઈ છે કે, "શત્રુબુદ્ધિ વિનાશાય." બુદ્ધિ જે છે તે તમારી વેરણ થઈ જાય છે. અણીના ટાઈમે ચૂકાવે છે. પેલા પરીક્ષિતને ચૂકાવ્યો તો એવો મોટો મહારાજા પરીક્ષિત. "તું કોણ છે નક્કી કર. જો તું બ્રહ્મ છું, નો પ્રોબ્લેમ. પણ જો તું કંઈક બીજું છો, વેરી બીગ પ્રોબ્લેમ, વેરી બીગ પ્રોબ્લેમ." અને સોલ્યુશન કે ફરી તું બ્રહ્મ છું જાણી.
એટલે કીધું, "દીપ જ્યોતિ નમોસ્તુતે." દીપની જે જ્યોતિ છે, દીપ, દીપો જ્ઞાનરૂપ, જ્ઞાન દીપો. એની જે જ્યોતિ તેને હું નમસ્કાર કરું. મતલબ હું જ્ઞાનને નમસ્કાર કરું. અને જ્ઞાનને નમસ્કાર કરવાથી શું થાય? "શત્રુ બુદ્ધિ વિનાશાય." શત્રુ બુદ્ધિનો નાશ થઈ જશે. એટલે જે બુદ્ધિ તમારી વેરણ બની હતી તે હવે તમને સહાયક થશે. બુદ્ધિ નિર્મળ થઈ જશે. "વિમલ મજ અચલમ." તમારી બુદ્ધિ વિમલ થઈ જશે અને અચલ થઈ જશે, સ્થિર થઈ જશે. અને જ્યાં એક વખત બુદ્ધિ સ્થિર થઈ ગઈ તમારી આવી જગ્યાએ પરમાત્માની અંદર, "પ્રજ્ઞાનમ બ્રહ્મ." પ્રજ્ઞાન બ્રહ્મ પ્રગટી જશે, પ્રજ્ઞા પ્રગટી જશે. કામ થઈ ગયું તમારું. અખંડ જ્યોતિરોપ સ્વરૂપને પ્રાર્થના કરીએ કે અમારા હૃદયની અંદર પ્રકાશ કરો. ખાસ તો કોઈના પ્રત્યે દ્વેષભાવ ના રહો, કોઈના પ્રત્યે દુશ્મની ના રહો, શત્રુભાવ ના રહો.
આપનો પ્રકાશ અમને સૌના પ્રત્યે કેવળ સદ્ભાવ કેળવવાની બુદ્ધિ આપે. "સૌનું કરો કલ્યાણ, કૃપાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ." કોઈ શત્રુ નથી, કોઈ વેરી નથી. મનમાં ક્યારે પણ ઈર્ષા ના થાવ. હવે કોઈ પ્રત્યે રાગ-દ્વેષ ના થાવ. આમ નિર્મળતા આવે. "કાયરનરનું નહીં કા ત્યાં કામ, સુરવીરનો સાચો સંગ્રામ." આ વૃત્તિઓની સામે જીત મેળવવી એને સુરવીરતા કહેવાય. બૈરીને મારે સુરવીર ના કહેવાય. એ તો આશ્રિત જ છે તમારી. એને મરાતું હશે? વિચારોથી નહીં, વૃત્તિથી, એને કોઈ રીતે. એટલે જે જે તમારી આશ્રિત છે તેમાંથી કોઈને પણ તમારે આવું ના થાય. સત્સંગથી, ભક્તિથી, સેવાથી જે પોષાયો હોય એ જ આનો સંઘર્ષ કરી શકે. એનામાં એટલું સામર્થ્ય આવશે, એનામાં એટલું સત્વ હશે કે એનો સામનો કરી જ શકશે. સંઘર્ષ એટલે જ સંસાર માટે રાગ-દ્વેષ દૂર કરી હૃદય અંતઃકરણને સાફ કરીને સ્વરૂપને સ્થાપી દઈએ.
એટલે પછી જીવનમાં નિરાંત આવશે. તો પછી અંદર બેઠેલા મહારાજ જગન્નાથ જાણશે. સાવધાન રહેવાનું કે ક્યાંય પણ કોઈ ખોટો વિચાર, કુવિચાર કે કુકર્મ શરીરમાં, મનમાં આવશે, "યસ્થિતમે." તરત અંદર ખબર પડી જશે કે આ ભૂલ થઈ, આવું ના હોવું જોઈએ. તરત પાછા વળો, પ્રતિક્રમણ કરો, પશ્ચાતાપ કરો, નીકળી જાવ પાછા એમાંથી બહાર તરત. અને આ ચાલુને ચાલુ સતત સત્સંગ નિર્મળ રહેવા માટે સતત સત્સંગ અને સ્મરણ કર્યા જ કરજો. જેવું કહેશો તેવું કરવું છે. હૃદયમાં ભગવાન પરમાત્મા બેઠેલા એને પૂછી લેવાનું. એવું જે સતત રાખે છે તે જ પાપથી બચી જાય. સદાય જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી સતત સ્તુતિ વંદન કરવાની. એથી જીવભાવ મટાડી દો. મનને દુરાચારમાંથી પાછું લાવીને સ્વરૂપ પરમાત્મામાં સ્થાપ્યા જ કરજો. વારે વારે મનને આત્મામાં રાખી, આત્માને હૃદયમાં જોવાની અને આત્માના દર્શન કર્યા કરવાની તત્પરતા રાખજો.
હર પલ, હર પલ મારે બસ હમણાં જ આત્માના દર્શન થવાના છે એમ એવી રીતે આમ રહેવાનું. ગમે તે પડે, ગમે તે આમ પછી આમ જોવ તો બસ એ પણ આત્મા જ છે અંદર. તો કે આત્મા, આત્મા સિવાય કશું બીજું જોવા જેવું આમે નથી ભાઈ. એવી રીતે સતત હરપલ હૃદયની સાથે હૃદયની.
અંદર ધ્યાન કરવાનું, હૃદયમાં પરમાત્મા અવિરતપણે બિરાજેલા છે. એકનોલેજ ધીસ, એનો સ્વીકાર તો કરો. તન કે હૃદય, બસ! આમ કહીને ઋષિઓએ પણ પરમાત્માને આવકાર આપેલો છે. સત્કાર કર્યો છે, સ્વાગત કર્યું છે કે "યસ્થિતમમે", મારા હૃદયની અંદર બિરાજો પ્રભુ એમ. એ લોકોએ પણ કહેલું છે, "મારા હૃદયમાં આવીને આપ બિરાજો." આટલી ઊંચી સ્થિતિ, આટલો ઊંચો ભાવ હૃદયમાં હંમેશા બન્યો રહે, બસ એનું ધ્યાન રાખજો. ચાંદથી નીચે નહીં જ પડવાનું, આ આપણું ઇન્ડિકેટર છે. આંધી નીચે નહીં, પણ કેવા ભાવથી? તો કે "વિમલ", બિલકુલ નિર્મળ છો આપ. પરમ પવિત્ર છો, પરમ પાવન છો, કરુણામય છો. આપ મારા હૃદયમાં બેસીને મારા અંતઃકરણને પણ નિર્મળ કરી જ દો. એ વૃત્તિઓને શાંત અને નિર્મળ કરી નાખશે, શાંત કરી નાખશે.
આ વૃત્તિઓ આમ તો નિર્મળ કરવી, શાંત કરવી સહેલી નથી. વૃત્તિઓ ગમે ત્યારે વિકૃત થાય, વૃત્તિઓ ગમે ત્યારે ગમે ત્યાં ઉશ્કેરાઈ જાય, ગમે ત્યારે મનની દિશા બદલાવી નાખે. એટલા માટે જ સત્સંગ સતત કરવાની આવશ્યકતા. કારણ કે સત્સંગની વચ્ચેના ગેપમાંથી એ તમને ક્યાંકથી ક્યાંક મુકાવી દે છે. એનું ભયસ્થાન ઊભું છે, એની એમને ખબર છે. એટલે સદગુરુ આપણને કહે છે કે "જો આ ધ્યાન રાખજો." એથી મન સદેવ સ્વરૂપ પરમાત્માની અંદર જ લીન રહે ત્યારે મન નિર્મળ થશે. એટલે બહુ જ લાંબો સમય સુધી સતત એનામય આપણે રહેવું પડે. હવે એનામય થઈ જઈએ એટલે બસ આપણે સલામત છીએ, પણ જ્યાં એનાથી છૂટા પડીએ આ ભયસ્થાન ઊભું છે, યાદ રાખજો. કાળ ડસી જશે. પરમાત્મા અકાલ છે, ત્યાં જો તમે છો તો કાળ તમને સ્પર્શ પણ નહીં કરે અને કાળનો ભ્રમ સુદ્ધા નહીં હોય. જો પરમાત્માની સાથે છો તો તમને પાપનો કે બીજી કોઈ વૃત્તિનો વિચાર સુદ્ધા નહીં આવે.
એટલા માટે કહે છે કે એવા પરમપરાયણ પવિત્ર થઈને બસ પરમાત્માની અંદર નિરંતર રહ્યા જ કરજો, રહ્યા જ કરજો.
"મારું મન તમોમાં ધરવું છે, મારે મરજીવા થઈને મળવું છે." પરમાત્માને આપણે આમ કહી શકતા હોવા જોઈએ. મરજીવા એમને એમ થવાય? જીવતા જીવતા મરવું પડે, આમ એવો ખેલ ખેલવો પડે ત્યારે મરજીવા કહેવાય. કે બહાદુર સુરવીરની પહેચાન શું છે? "માથા સાટે મોઘી વસ્તુ આ ભક્તિ સાંપડવી નહીં સહેલી." માથું તમારે આપી દેવું પડે. અહંકારની વાત કરીને તો કે આ માથા કરતા એ મોઘી વસ્તુ છે. યાદ રાખો, સત્સંગ અને ભક્તિ એમને એમ નથી થતી. બધા વ્યવહારો છોડીને આવવું પડે. ઘરના, મનના બધા કલેશો બહાર ફેંકીને આવજો અને પછી ચાલો મહારાજને ભજીએ, દર્શન સત્સંગ કરીએ તો આપણું પરમ કલ્યાણ થશે. આપણું જીવન પછી જીવવા જેવું લાગશે, જીવનનો સાચો સ્વાદ, મધુરતા આવશે. અને એ મધુરતા આમ પરકોલેટ થતી થતી અમૃત, બધું અંદરનું બહારનું બધું વાતાવરણ નાખશે, અંદર બધું બદલી કાઢશે. એક એક સેલ બદલાવવા માંડશે, એક એક સેલની અંદર સૂર્ય સમાન તેજ પેદા થશે.
હવે એ આ એક એક સેલનું એટલું બધું તેજ પેદા થાય તો એ વ્યક્તિની સામે ના જોવાય, એટલો બધો તેજસ્વી બની જાય. પછી એ માણસ ના હોય, એ મહાત્મા કહેવાય છે. એટલા માટે એને પ્રાગટ્ય કરી દીધું. દૂધમાં જેટલું ઘી હતું, મંથન કરી કરીને એને ઘી બનાવ્યું. એ ઘીની અંદર પણ પાછી એને જ્યોત પ્રગટાવી દીધી અને પછી બ્રહ્મજ્યોતિ પ્રગટ કરી દીધી. એનું આટલું બધું અજવાળું છે અને એના એક એક સેલમાં બ્રહ્મજ્યોતિ પ્રગટ થઈ ગઈ. જુઓ કેવી મજાની વાત આ વાત છે.
એટલે મધુરતા આવશે જીવનમાં. એ તો "વિમલ ગુરુતરમ" છે. ઘણી ઘણી ઊંચાઈ પછી નિર્મળ ભાવથી, મનની સંપૂર્ણ મોકળાશથી ભગવાનને ભજીએ, બીજી ચિંતાઓ છોડીએ એટલે પર જરૂર કૃપા કરશે, પડખે આવીને ઊભા રહેશે. એ તો કરુણાદાર, ઉદાર છે. "હે પરમાત્મા, આપ મારા હૃદયમાં પધાર્યા, એટલો સમય મારું હૃદય તીર્થ બની ગયું. હવે તો પાપ ના થાય, ખોટા કરમ તો ના જ થાય." એટલે શાંતિ આવી મળે, છાયડો આવે જીવનની અંદર. વારે વારે પાછો તાપમાં જાય, ફરી પાછો છાયડે આવે એ જીવ અશાંત છે, અધીર્યો છે. આવો સરસ છાયડોય પચાવી ના શકે. સંસારના તાપને જીરવી શકતો નથી અને આવા સિદ્ધ પુરુષોની સ્વરૂપની છાયા મળે તો એનો ઉપયોગ કરતો નથી. સંસારની અંદર ડૂબકા ખાધા જ કરે છે. આ અભાગ્યાની હવે શું વાત કરીએ? આ તીર્થ સ્વરૂપ પરમાત્મા સૌના માટે છે, તે સહજ મળતા હોય છે અને એ જ કૃપા છે એમની.
કોઈ એપોઈન્ટમેન્ટ નહીં. "શાંતમ શ્રી સંતરામ, શાંતમ શ્રી ધર્મ તત્વમ."
ઘરમાં પૈસો, સુવિધાઓ હોય પણ નરી અશાંતિ, કલેશ, કડાપો ને અજંપો ભરપૂર. લો, આ બધું છે પણ શાંતિના ના ગરીબ થઈ ગયા તમે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ, "ભગવાન શાંતિ આપો." ભગવાન આપે કે "લે, મારે આંગણે તું આવ્યો છે તો લઈ જા." એ તો પૂર્ણ શાંતિ સ્વરૂપ સ્વયં. એના શાંતિ વૈભવમાં શી ખોટ હોય? એ તો અખૂટ છે. એટલો બધો વૈભવ, નિરાંતનો, આનંદનો, સુખનો, શાંતિનો અનંત વૈભવ આવા પરમ તત્વની પાસે જ હોય. એને વંદન કરવાની ઈચ્છા થાય. હવે સમર્પિત થઈ જ જાવ. એવી દેદિપ્યમાન વિભૂતિના દર્શન કરો, શાંતિ મેળવો, શાંતિના વૈભવશાળી બની જ જાઓ. મનમાં નિરાંત હોય, શાંતિ હોય, ક્લેશ આવે નહીં, ઈર્ષા થાય નહીં, દુઃખ આવે નહીં તો કેવો આનંદ થાય કે "હાશ!" જુઓ કેવું સરસ આરોગ્ય છે. કોઈ દિવસ માંદા પડીને દુઃખી થવાનું જ નહીં. એ પરમ તત્વની પ્રસાદી એ આપણને પ્રાપ્ત થયું છે.
ગુરુને વચને કરજો. સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આપણા સૌના માટે ઉદ્ધારક બન્યા છે. એટલે આપણું સર્વસ્વ સોંપી દીધું છે. "મન મૂક્યું મેં તમ ચરણે રે." મન મૂક્યું એટલે બધું જ આવી ગયું. હવે અમારી પ્રાર્થના છે, "ભગવાન, એક પ્રાર્થના છે અમારી. અમને કંઈ પણ માર્ગ આપો, અમને જીવનની કઈ દિશા આપો. અમે કૃતાર્થ થઈએ, અધવચ્ચે છીએ." એટલે હવે બસ આજ્ઞાનું પાલન એ જ અમે તપ માનીએ છીએ. એનાથી મન શાંત થશે, હૃદયના ભાવો અને વૃત્તિઓ બધું એકદમ ચૂપ થઈ જશે, સંપૂર્ણ અનુશાસનમાં બધું.
આપણી ઉપર સંપૂર્ણ નિયંત્રણ આવી જશે. કોનું? પરમાત્માનું પ્રભુત્વ. બસ, સ્વીકાર કરી લો. હવે તારા મનનું કંઈ ના ચાલે. ગુરુના વચન કરજો. સ્વાત્મજ્ઞ એવા સ્વાત્મજ્ઞ કેવી રીતે થાય? થવાય તો કે શરીરની સ્થિરતા આવે ત્યારે, વિચારની, મનની અને પછી શરીરની સ્થિરતા આવે ત્યારે સ્વાત્મજ્ઞતા તરફ આગળ વધી શકાય.
આત્મતત્વ એ પોતાનું સ્વરૂપ છે અને માનવ જન્મના ફેરાનું પરમ લક્ષ્ય છે. આત્માને જાણો. બધા મહાત્માઓએ, વેદોએ આજ તો વાત કરી છે: "તત્વમસિ", "અહમ બ્રહ્માસ્મિ". "યસ્થિત મારા હૃદયમાં પણ આપ જ બિરાજમાન," મહારાજે કહ્યું. "ચૈતન્યમ શિષ્ય મદદે" તો કે, "શિષ્યના મધ્યની અંદર જ હું ચૈતન્ય રૂપે ત્યાં જ બેઠેલો છું." એમને કહી દીધું કે, "હું આ મારું એડ્રેસ છે કે લે, તારે જોવું છે, જાણવું છે, એ જાણી લે." જો આપણા શરીરમાં છે એમ દ્રઢ નિશ્ચય કરી લઈએ. હવે "આવજો" નહીં, "પધારો" નહીં, "છો જ" પૂરું થઈ ગયું. હવે પ્રાર્થના પોકારો. પછીના સ્ટેજમાં આવી ગયા. હવે તો આપણે ડગલું ડગલું આગળ વધી ગયા. પછી શું બાકી? આત્માની જ પ્રાર્થના, આત્માની પૂજા, આત્માનું જ વંદન, આત્માનું ધ્યાન અને આત્માનું જ ચિંતન સતત થયા જ કરે એ જીવન. બાકી તો ભવ રજળપાટ છે નર્યો.
શાસ્ત્રોનો નિયમ છે કે તમે જેની ઉપાસના કરો, તેના ગુણો, સદગુણો એ બધું તમારામાં આવે. ભગવાને ગીતામાં કહ્યું છે કે: "ભૂતાનિ યાંતિ ભૂતેજ્યા, યાંતિ મધ્યાચ નપિમામ." જે ભૂતોની ઉપાસના કરો છો, એમનામાં ભૂતોના દુર્ગુણો જાય છે અને જે મારી એટલે કે આત્માની ઉપાસના કરે છે, એને મારા સદગુણો પ્રાપ્ત થાય છે, મારું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ભગવાને ત્યાં પણ કહેલું, "એ તો ભૂત યોનિમાં જાય." જે ભૂતોની ઉપાસના કરે, જે જેની ઉપાસના કરે, તેના લોકમાં જવું પડે.
તમે અનેક શાસ્ત્રોમાં એવું જોયું હશે કે નારાયણની ઉપાસના કરે તો કે નારાયણ ધામમાં જવાનું. પછી બ્રહ્મની ઉપાસના કરે તો કે બ્રહ્મલોકમાં જશે. પછી કે શિવની ઉપાસના કરશે તો શિવલોકમાં જશે. પણ આ બધા લોક છે ક્યાં? તારી કલ્પનામાં છે. તું જ ઊભા કરે છે રોજ આ કરી કરીને કે, "હું ત્યાં જાઉં ને ત્યાં પૂજા કર્યા કરીશ ને હું ત્યાં રહું." એમ કરે છે તો અત્યારે તે એની પ્રતિષ્ઠા કર રાખી છે. મર્યા પછી તું ત્યાં જ જઈશ, આ નક્કી.
તો હવે જુઓ, જે લોકો પેલું પ્લેન્ચેટવાળું કરે છે, આ ભૂતોની સાધના કરે છે, બધું નિમ્નસ્તરનું બધું કામ કરે છે, એ બધાની કેવી સદ્ગતિ થતી હશે? વિચારો તમે જરા. આમાં પડાય જ નહીં. કોક જમાનામાં અમે આ બધું કર્યું'તું. હજરત બોલાવતા હતા ને બધું કરતા, હિપ્નોટાઈઝ કરતા હતા ને બધું કરતા. થેરાપ્યુટિક પર્પસ, જાણવાનું, શીખવાનું, સમજવાનું બધું હતું. તે વખતે અમારે પણ આ બધું કર્યું. પછી અમે જાણ્યું કે આ તો બધું મિથ્યા છે અને આવું તો કરાય જ નહીં. ભૂલ થઈ ગઈ, ભગવાન માફ કરી દે છે. પછી છોડ્યું એ છોડ કે હવે તો કેવળ બ્રહ્મની ઉપાસના. આપણા માટે બીજું કંઈ છે જ નહીં. કીધું ને, બ્રહ્મનું ચિંતન, બ્રહ્મનું મનન, બ્રહ્મનું જ સ્મરણ કરવાનું છે. બસ, બીજું કંઈ છે નહીં.
અને એ બ્રહ્મ પાછો યસથી તમે હૃદયની અંદર બિરાજમાન. આટલો નજીક મારી, અમારા અસ્તિત્વમાં, રોમ રૂમમાં, બસ બધી જગ્યાએ જ્યાં જ્યાં બ્રહ્મ જ. વૃત્તિ પણ આમ જેવી છે ને, નીજમાં રહે છે કે મારી હવે તો મન મારી પાસે છે. હવે ક્યાંય જવાનું, ભટકવાનું બધું બંધ થઈ ગયું, પૂરું થઈ ગયું. પાસપોર્ટ ફાડી નાખ્યો, વીઝા જોઈતા નથી હવે કે બીજી કોઈ જગ્યાએના. બાકી આમ નરકના વીઝા તો બહુ છૂટથી મળે છે. જેને જોઈ ના હોય તોય પેલો લટકાડી જ આપશે ટિકિટ કે, "જા, ત્યાં જવાનું તારે." એમ કર. એવી રીત એટલે એની વૃત્તિઓ પણ ભૂતોની સાથે ભટકતી હોય અને અંતે એની દુર્ગતિ છે ને, એટલે એ પણ એને પણ ત્યાં જ જવું પડે. અને જે મને એટલે કે આત્માને ભજે છે, તે મારા સ્વરૂપને પામે છે ને અંતે મારામાં જ આવી જાવ.
માટે હવે આપણે સૌને તો "સ્વાત્મજ્ઞમ વ્યસ્થિતમમે." એટલે કે પછી ખાટા આંબળા જેમ ચાસણીમાં રાખવાથી મીઠાસ પકડે, તેમ આપણામાં સદાચાર, સંયમ, સાત્વિકતા, શાંતિ, અંતર્મુખતા બધું જ પ્રસાદી રૂપે આવી. માટે સતત કહીએ છીએ, "પ્રભુ આપ જ છો મમ સર્વદા, સદા સર્વદા." હંમેશા અને સદાય બધા સમય માટે. વાત તો એ જ છે તારે કે છે, "જ્ઞાન અને દર્શન એ સ્વ-સ્વાભાવિક છે, એ આત્મામાં હોય જ." મંદિરમાં છો જો તમે આનંદમાં છો. યાદ રાખો, ભલે તમે બાહ્ય અવસ્થામાં ગમે ત્યાં હો, પણ તો તમે મંદિરમાં છો. જે બહાર નીકળે, મહેનત તો મંદિરમાંથી બહાર નીકળવું નહીં. આપણે સદાય એ આનંદમાં રહેવું અને યાદ રાખજો કે કશું જીવન કરતાં કરતાં જો સત્કર્મ કરતી વખતે પ્રશંસાનું, લોકોના અનુમોદનનું પોઝન પીશો તો આત્મા પર ભયંકર આવરણ આવી જશે. માટે સાવધાન રહેજો. આપણને એની જરૂર.
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ, પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ. નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.