શાશ્વત સંવાદ — ૧
આ એક વખતે લખાયેલું છે. અષ્ટાંગ યોગ વગેરે જૂની ભ્રાંતિ મિટાવવા નવી ભ્રાંતિ ઊભી કરવાનો માર્ગ છે. આનાથી આ દૂર કરો, આનાથી આ દૂર કરો.
હવે જો એને પાછળ તત્વદર્શી ગુરુ ન હોય, તો માણસ પાછો નવી ભ્રાંતિઓમાં ટવાઈ જાય. મેં આ જોયેલું હતું. આ જ્ઞાન કે વિજ્ઞાન નથી. આજ્ઞા ચક્રમાં મન લાલ દેખાય છે, પછી પીળું દેખાય છે, પછી એક આવું દેખાય છે, એવી રીતના લોકો બોલ બોલ બોલ કર્યા કરતા હોય, તો આમાં કઈ જ્ઞાન થતું નથી હોતું.
તમે ખાલી એ બધામાં ફર્યા કરતા હોય, તો એ બી એક મનના લેયરને લેવલનું જ કામ છે. એનાથી વધારે તારે કશું ના મળે.
સ્વરૂપની અનુભૂતિ જીવન ભયથી બિલકુલ મુક્ત થાય. કોઈપણ જાતની બીક જરાય ના લાગે. જ્યાં ભવ ભય મટી જાય, ત્યાં બીજી બીક શું લાગવાની? વિચારો વારંવાર જન્મે છે. વિચારો જન્મ મરણ ઊભા કરે છે. વિચારો દુઃખી કરે છે. મોત, મોતના વિચારો, માદા પડવાના વિચારો, સંપત્તિ ગુમાવવાના વિચારો; બીક, બીક ને બીક!
પણ સત્સંગ અંદર જ કર્યા કરવાથી એ સ્થિતિ આવી કે જે સતચિત સ્વરૂપ છે, જે સત્ય છે, એ જ મારા હૃદયમાં પ્રગટ થયું, ઉદભવ્યું. સત્ય એ હું શરીર છું, મન છું, એ ભ્રાંતિ દૂર કરી દીધી અને આત્માના સ્વરૂપને પ્રગટ કરી દીધું. આત્મા પોતે માલિક, સ્વપ્રકાશ છે. એમાં એટલી બધી ઓજ છે, એનો એટલો બધો પ્રકાશ છે. પણ એ આત્માની ઉપર શરીર રૂપી આ જે મેલ ચડેલો છે, કાટ છે, તે આત્માના તેજ અને સ્વચ્છતાના દર્શન કરવા દેતો જ નથી.
આ દેહાશક્તિનું આચરણ જાય એટલે તરત આત્માનું દર્શન થાય. એનો જે પ્રકાશ છે, એ જ સચ્ચેદ આનંદ સ્વરૂપ. એવું કે એમાં સેજે ડાગો ના હોય, એવું સુંદર છે, સ્વચ્છ છે. આત્માનો પ્રકાશ આખા શરીરમાં છે.
આ બધું જે કાઈ ચિંતન મનન થયું છે ને, હવે બધું આમ લખ લખ લખ લખ કર્યું છે. એ આ શ્રવણ કરવાથી, એ જો તમને ઉઘાડ થાય એમ કે, તો આ લેખે લાગ્યું લખેલું. નહી તો મને તો બહુ ફાયદો થઈ ગયો છે આનાથી. આવાથી કેટલુંક એવું પણ લાગશે કે, "આહા! યોગ વશિષ્ઠનું આ અંતર પણ આવે છે ને, આમાંય આવે છે ને, તેમાં આવે છે!" પણ જ્ઞાન કશામાં નથી હોતું એવું નથી. આ બધેથી આયેલું સમગ અગ્રપણું જ છે.
એ ચેતનાથી જ શરીર જાગૃત છે, ચેતનવંતુ થાય છે. પણ જ્યાં સુધી આવરણ ઉતરે નહી, ત્યાં સુધી આત્માનો પ્રકાશ અનુભવી શકાય નહી. એટલે આત્મપ્રકાશને માણવા માટે પણ દેહાધ્યાસ તો ભૂલવો જ પડે, ભાઈ. "હું દેહ છું," એટલું ભૂલી જવું પડે. દેહનું ભાન જવું જ જોઈએ. "હું આ શરીર છું જ નહીં." આ શરીરનું અસ્તિત્વ છે, એ આત્મા વડે જ છે. હું શાશ્વત આત્મ ચેતના અને આ દેહ તો આમેય નાશ પાનવા મંડો છે એક દાડો. એટલે તમારો કયો દાડો? વિચાર્યા કરો. સાતમાંથી એક દાડો તો ખરો ને તમારો? તો કયો દાડો? તો મારો નક્કી કરો. એટલે કહું છું કે શરણાગતિ કરો આ અશક્તિ અને અહંકારની. પછી આત્મ દર્શન એટલે તરત ભવભઈનો નાશ નક્કી જ છે ને! પછી બધા સંસારી તોફાનો, ઝંજાવાતો શાંત. કેમ? તો કે, "ઘરમાં જ છું ને હું તો આત્મામાં જ!" કેમ? પછી તો કશાનો ભય લાગે જ નહીં ને! આત્મામાં બેઠા એટલે આપણને કોઈ વાવા જોડું ના આવે એમ, કોઈ દુઃખ જ ના આવે.
આત્મા માં દુઃખ કેવું વળે?
આ નીજ સ્વરૂપ દર્શન થાય, એ જ સુખની પરાકાષ્ઠા છે. પછી બીજા કોઈ સુખ, વૈભવ, સંપત્તિ, પદ, પાવરની સેજ્ય ઈચ્છા થાય જ નહી ને! એવી મોજ થઈ જાય કે ના પૂછોની વાત! આત્માનુભૂતિ એ જ સદગુરુની કમાણી છે. સદગુરુની પાસે શું હોય? આત્માનુભૂતિ. એ સંપત્તિ એ બધાને આપે પાછો. છૂટતી લઈ જા, લઈ જા કે તું તારે જોઈ એટલે લઈ જા કે, "શો ભરી ભરીને લઈ જા કે!" કારણ કે સદગુરુ તો કે, "મારી પાસે તો અખૂટ છે. હવે તો તાર જોઈ એટલું લઈ જાને કે!" એ તો કૃપા સાધ્ય છે. સદગુરુની જે આ અનુભૂતિ થાય છે, એ સદગુરુની કમાણી તો હવે એ કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. એટલે યોગ કરવાથી આમ થશે કે કોઈ સ્તુતિ કરવાથી તેમ થશે, એવું લખ્યું હોય છે ખરું. પણ મોક્ષ થશે એવું હોતું કે જ્ઞાન પ્રગટ થઈ જશે એવું નથી હતું એમ. એના માટે કૃપા જોઈએ. પણ તૈયારી ના હોય તો કૃપા કેમ ની થાય?
વાદળ જ ના હોય તો વરસાદ કેમ ન પડે? એના જેવી વાત છે.
સમજણનો દીવો, અખંડ દીવો, એ તોપ પ્રતીક છે. જીવનની અંદર જ્ઞાનનો, સમજણનો દીવો સતત અખંડ રાખો. અંધારું થવા જ ના દો. સમજણનો દીવો ચાલુ હશે, તો જીવનમાં અથડામણો, ભટકામણો અને લોકો સાથેના વિવાદો અને વિખવાદો નહીં થાય. હૃદયમાં ભગવત નામનું અજવાળું હોય, તો કોઈ પાપ ના થાય. ઓમ ઓમ બોલાતું હોય, એનું નું એ જ ના. એટલે તમારો. આ પાંચ દીવાઓ એટલે પાંચ ઇન્દ્રિયો. એના ઉપર દીવાનો ઓમ એટલે પ્રકાશ કરી દો અને પછી એ ઇન્દ્રિયના પ્રકાશથી પ્રભુને નિરખો. એટલો બધો ઓમકાર કરો કે આ પાંચે ઇન્દ્રિયોની પાંચે તનમાત્રાઓ જે છે ને, તે ઓમકારમાં પરિણમી જાય એમ કહેવા માંગે છે.
તો તમે જ્યારે સ્પર્શ કરશો, ત્યારે પણ તમે બ્રહ્મનો સ્પર્શ કરશો. જ્યારે તમે નિરખશો, ત્યારે તમે બ્રહ્મને જ નિરખશો. જ્યારે તમે શ્રવણ કરશો, ત્યારે ઓમને જ શ્રવણ કરશો. જ્યારે તમે કાંઈ પણ એમ કે ભોજન કરશો, કાંઈ પણ લેશો, તો કે, "નહી, આ બ્રહ્મ જ છે. હું બ્રહ્મને જ આરોગ્ય રહ્યો છું." આવા પ્રકારની ઉચ્ચ ભાવ અને પાછી કેવી નિરંતર! આજે છે ને કાલે નથી એવું નહીં. તો આ આવા તું ઇન્દ્રિયોના પ્રકાશથી પછી એવી ઇન્દ્રિયો કેવી થઈ ગઈ? દિવ્ય થઈ ગઈ છે. એટલે કે એવી દિવ્ય ઇન્દ્રિયોના પ્રકાશથી તું પ્રભુને નિરખો. એ નિરાતે અખંડ દર્શન પછી કર્યા જ કરો. તમારા દર્શનમાં પછી કોઈ દિવસ પૂરું થાય જ નહી ને! અખંડ દર્શન થવા જોઈએ. ખાલી તમે દર્શન કરી દો એવું ના ચાલે. દર્શનનો સમય સાંજે ચાર થી છ, પછી પાછું બાયનું બંધ, એવું ના હોય. બ્રહ્મને ત્યાં એવું ના હોય.
આજકાલ તો શિવ મંદિરોય બંધ કરી દે છે આ લોકો બધા ગમે ત્યારે ગમે ત્યારે. એટલે બ્રહ્મની અંદર આવું બધું કાઈ હોતું? અલ્યા, તારું પાકીટ પડી જાય કે મોબાઈલ...
લાગો પાછો થાય તો કેટલો આફડો ફાફડો થાય છે અને આ તારું ચિત્ત ખોવાઈ જાય છે તેનું શું? હવે તો સમજ, મૂઢ! દુઃખનો સંહાર કરે સત્સંગનું સુખ. સંસારમાં એક સુખ લેવા જતાં દુઃખોને લંગાર લાગે છે. એક જ લગ્નજીવનનું સુખ, એમ તો પછી દુઃખોને લંગાર. આ લગ્નજીવનનું એક સુખ લેતા પાછળ હજારો દુઃખો છુપાયેલા આવે. પણ જો દાંપત્યજીવનનું એક દુઃખ સ્વીકારી લો તો પાછળ સુખ જ સુખ. કયું દાંપત્ય? પ્રભુ સાથે. એક સુખ બધા દુઃખોનો સંહાર કરે છે. પણ પછી સમજણ કેળવવી પડે. જીવનમાં પ્રતીકાત્મક શક્તિ મેળવવાનો ઔષધ એટલે સત્સંગ. ઇમ્યુનિટી પાવર બુસ્ટ કરી દે. મનોબળ એટલું બધું મજબૂત કરી દે કે બધા દુઃખો એક સામટા આવી પડે ને તોય હરિલાલ મોજ જ કરે. કેમ? તો કે હું તો હરિનો લાલ છું. એટલે હરિલાલ મોજમાં છે.
કોક જાય પછી કહે છે કે, "ભગવાન એમને શાંતિ આપે અને તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે." શ્રીમુખના વચનો કેવા આહલાદકારી! હળવાશ આપે, પ્રસન્ન કરીને સદભાવ જાગે, સમજણ જાગે, શ્રદ્ધા જાગે. એવું જ તું બોલ, નહીં તો મૂંગો રહેજે. જે માણસમાં પોતાનામાં સમજદારી ના હોય તો ભગવાન પણ એને દુઃખના પોટલા ઉતારી ના શકે. કારણ કે ભગવાન એના પોટલા ઉતરાવે તો વળી એ બીજા બે-ચાર ઉચકી લેશે પાછા. કોકના કોકલા લઈ આવશે ગમે તેમ કરીને કે, "ના, મારે તો જગત કલ્યાણ કરવું પડે ને!" લે, ઉપાડ પોટલું મોટું જગત કલ્યાણનું. લઈ તરજ જો ને! એટલે પછી બસ એ કર્યા જ કરે. પછી અહીં ખાસો મજાનો પેલો એ હોય ને ત્યાં આગળ પીઝા પીરસ્યા કરતો હોય.
તમારું શરીર કોઈ રોગને ભાડે ના આપશો, થોડોક ટાઈમ માટે પણ નહીં. તમારું મન કોઈ વિચારને ભાડે ના આપશો. તમે મન ખાલી રાખો એટલે "લંઘનમ્ પરમૌષધમ્". લંગન કરાવો. મનને અને શરીરને બંનેને લંગન કરાવો. એને વંચિત રાખો આહારથી. કેવા આહારથી? દૂષિત આહારથી, દૂષિત વિચારથી લંગન કરાવો. સંયમ કર. સારું છે, સારું જ થશે. શમ, દમ અને આઠો જામ અર્જુન. આ શરીરને તું ખેતર જાણ. એમાં કર્મોની જ ખેતી કરવાની. તો પછી સત્સંગની જ ખેતી કર્યા કર ને! હવે કેસરની ખેતી કરવી હોય તો વાતાવરણ કાશ્મીર જેવું બનાવો ને!
તારું મનોવાંચ્છિત શું છે કે નાદબિંદુની ઉપાસના રાખ. પ્રણવ નાદ શ્વાસોચ્છ્વાસની સાથે એનું અનુસંધાન થઈ જાય. "જતા ઓમ ને આવતા ઓમ, જતા ઓમ ને આવતા ઓમ." બસ, આમ તું કર્યા કર્યા કર્યા કર. કોઈ વિશેષ શ્વાસ લેવાનો નહીં, કોઈ શ્રમ કરવાનો નહીં. ખાલી બસ આવે છે ઓમ, જાય છે ઓમ. "આયા રામ ગયા રામ." બંને ઓમ. શું? તો એવી રીતે અનુસંધાન થઈ જાય. ૨૫-૩૦ શ્વાસ સુધી ભાન રહેશે. પછી ધીમે ધીમે ગાયબ થવા મળશે ભાન. સ્વ શ્વાસ થતાં થતાંમાં તો પછી ખાલી એ પેલો ઓમ જ ગુંજ્યા કરતો હશે અને બધું બમબઈને રહી ગયું હશે. તમે ખુદ બિંબ બની ગયા હશો. બધું આમ ચારે જ દિશામાં ખાલી ઓમકાર બ્રોડકાસ્ટ થતું હશે. આવી સ્થિતિ આવે છે. એની અંદર બેસો એટલે ખબર પડે. એક દહાડો સો એટલે નાદબુંદની ઉપાસના રાખ. શ્વાસોચ્છ્વાસ સાથે અનુસંધાન થઈ જાય અને પછી જે અનાહત, અનહદ, કોઈપણ જાતના ઘર્ષણ સિવાયનો નાદબુંદ પછી જે છે તે દસ નાદે ગાજે.
પછી દસ નાદો બધા ચાલુ થાય છે.
"અરે ભગવાન તારો તારા તારા માથે ગરજે છે, બેરા નહીં સંભળાય." ભગવાન તારો તારા માથે ગરજે છે તો બેરાને સંભળાય એવું છે પણ તને નહીં સંભળાતો કે બેરાને નાદ સંભળાય તો એને ખબર પડી જાય ને કે આ ભગવાન બોલ્યા. "શ્રી ભગવાનુવાચ" કે આ તો બંસરીનો નાદ છે, બેરા નહીં સંભળાય. બોલો! પણ આ જે સાંભળતો હોય ને એને બિલકુલ ના સંભળાય. એ તો હેલો હેલો જ કર્યા કરતો હોય મોબાઈલની અંદર. એને ટાઈમ જ ના હોય પેલો નાદ સાંભળવાનો. એને એમ થાય છે. એટલે આ ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર કરીએ તો ધીરે ધીરે સ્થિરતા, અંતરમુખતા કેળવાય, અનુભવાય. અનુભવ કરી તો જો. શાંતિથી, એકાગ્રથી, એકાંતમાં બેસ. કશું બીજું કંઈ કારણ નથી. ૧૫ મિનિટ બેસી જા કે બસ હું ૧૫ મિનિટ ઓમકાર કરીશ. એક વખત નક્કી કર્યું, બેસી જા અને કરવા માંડ. ઓ... ઓ... એમાં લીન થઈ જા બિલકુલ સંપૂર્ણ. પણ ૧૫ મિનિટ સુધી.
૧૫ મિનિટ ક્યાં જતી રહી ખબર નહીં પડે ને તું ક્યાં ગયો એ ખબર નહીં પડે. અનુભવ તો કરી જો. એટલે શાંતિથી, એકાગ્રતાથી તારું મન ગમે તેવું આકળવિકળ થતું હશે ને તો પણ ધીરે ધીરે શાંત થઈ જશે. અરે, ગમે તેટલું થાકેલું, ચિંતાવાળું, દુઃખી મન હશે ને પણ ઓમકારના દર્શન કરવા બેસી જા.
હવે બીજી વાત કરી. ઓમકારને પ્રગટ કરવાનો, પછી આને ગાયબ કરવાનો. હવે કહે છે કે ઓમકારના દર્શન કરવા બેસી જા. તું ફક્ત ઓમકાર જ જાણવાનો, જોવાનો. તો પહેલા તો તું આમ ઓમ ચિત્રાય છે એમ જોયા કરજે. એ વાત થઈ. હવે તો શું થયું કે ઓમકારના દર્શન. કયું પોઈન્ટ ઉપર ઓમ છે? તારો લય પામી રહ્યો છે એ જગ્યાએ તું પહોંચી જા. ત્યાં દર્શન કર્યા કર ઓમના. છેલ્લા એ તો બ્રહ્મ છે, એ બ્રહ્મ છે. ત્યાં પહોંચી જા. એટલે ત્યાં સુધીને તું કરી શકે એવું છે સાધના તારી. તો સમજાયું? "વાજા વાગે ઘટમાં અનહદના." આ ઘડામાં દસ નાદ થાય ને અનહદ એને કીધું. અનહદના એટલે શું? હદમાં હોય એ બધું તો પેલું મીટર પ્રમાણે વાગે ને આને તેને બધું થાય. પણ આમાં તો કશો તાલ, તંબુરો કંઈ તમારા હાથમાં જ નહીં ને કશું. એ તો વાગ્યા જ કરે. પછી બંધ જ ના થાય. તો રાતે ઊંઘે ના આવે.
તમને જગાડ રાખ્યા. આ પૂછા પણ જાગૃતિ તો અવસ્થા છે. સ્વપ્ન પણ અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થા છે. તમે તો પછી એને પાર નીકળી ગયા. તુર્યા એ કોઈ અવસ્થા નથી. તુર્યાતીત એ પણ કોઈ અવસ્થા નથી. એ તો સહજ સ્થિતિ છે કે આત્મા તો કે એવું જ હોય કે એમ એના જેવું. જેમ તમે સચ્ચિદાનંદ અને આત્માના જામ જાણો ને? સામસામે છે કે બે જણા એવું કે એક જ છે એવી રીતના એવું આ તુરિયા છે. એ તુરિયાની સાથે જાગૃતિની તમે તુલના ન કરી શકો. તુરિયામાં માણસ હોય એટલે બસ હોય જ આમ. એટલે કહે છે કે એના ઘેર સદાય મંગલ વાદ્યો.
વાગતા હોય તે લૌકિક દ્રષ્ટિએ બહુ લક્ષ્મીવાન હોય. પહેલાના જમાનામાં તો આવું કરતા હતા. બહુ શેઠીઓ હોય ને તો ઉપર મોટી ધજા રાખી હોય અને રોજ સવાર થાય એટલે પછી એના ઘેર મંગલવાદીઓ બધા વાગે, ચોઘડિયા વાગે. રાજા હોય એને ત્યાં તો એવું બધું હતું.
હવે સંતોનો અનુભવ એ છે કે સાધનામાં આગળ વધતા વધતા દેહમાં પણ એક તંતુવાદ્ય, તંબુરા જેવો અવાજ વાગ્યા જ કરે અહરનિશ. તે મહારાજા પ્રભુ સ્વયંમય બેઠા છે તેથી તે નાદ થયા જ કરે. પછી દસ નાદ સંભળાય, પણ ક્યારે? સત્સંગનો અખંડ દીવો આપણા હૃદયમાં પ્રગટ રાખીએ ત્યારે. જે દાળી એ અજવાળું ગયું તો સમજી લેવાનું કે સત્યનિષ્ઠામાંથી પણ આપણે પડ્યા.
ભવભય હરણ જીવનમાં હાસ ક્યારે થાય કે જ્યારે છેલ્લો શ્વાસ સંતોષથી લેવાય ત્યારે જીવનની હાસ થાય. અરે, સત્સંગ થાય ને એટલે આપણને હાસકારો થાય. પાછી બીજી વાત આપી દીધી. એને તરત તરત "હાય બોય, હાય બોય" થાય. આ બધી એ ભાગી જાય. પછી થડકારો ના રહે જીવનમાં. "મારો જન્મ સાર્થક થઈ ગયો" એવું લાગે છે. દુઃખનું ઉન્મૂલન થાય. ઉન્મૂલન એટલે મૂળ સહિત દુઃખની વેલ ઉખડી જાય. દુઃખની વેલ હોય, સૌ જમરૂખની જેમ આમ એક ફળ આવે પછી બીજું ફળ આવે એવી રીતના ના હોય. દુઃખની વેલ હોય એટલે પછી વારે ફરતે આમ લાંબુ લાંબુ થતું જ જાય, લપસીંદર. એટલે એને દુઃખની વેલ કીધું.
મનના ઉન્મોલનને ઉન્મની કહેવામાં આવે છે. પણ જ્યારે સાધના, ભજન અને ધ્યાનમાં બેસીએ ત્યારે મનનું ઉન્મૂલન કરીને બેસજો. મનને એટલું ઊર્ધ્વ કરીને, "બસ, હવે હું આત્મસ્વરૂપમાં લીન થઈ રહ્યો છું" એમ કરીને બેસવાનું. પછી મન સહેજે નહીં પજવે, ના હેરાન કરે. સ્થિર બેસવું છે, આત્માનું અનુસંધાન કરવું જ છે. નિશ્ચય કરો તો પછી મન હાલશે નહીં. એની જોડે વાતચીત કરવાનું આવું બધું સો વિચાર નહીં. બસ આમ સ્થિર થઈ જશે એકદમ. પવન વગરના રૂમમાં દીવો સ્થિર રહે તેમ. એ અવસ્થાને ઉન્મની કહેવાય.
હવે જેમ દીવો સ્થિર રહે છે એવી રીતે આ કાલે જ કહ્યું હતું કે આ દીપની જ્યોતિ છે તે બ્રહ્મ છે. "દીપો જ્યોતિર પરબ્રહ્મ." તો આ પરબ્રહ્મ છે અને સ્થિર છે. એને વળી આ બધા વાવાઝોડા, દુઃખના આવે તો એને કંઈ અસર કરી શકે ખરા? કારણ કે એ તો સૂક્ષ્મ છે ને, આ તો સ્થૂળ છે. એટલે બસ સ્થિર થઈ જાય. પવન વગરના રૂમમાં દીવો સ્થિર રહે ને એવી રીતે તે. એ અવસ્થાને ઉન્મની કહેવાય. એ નિડરતાથી આવે. ભયથી ભક્તિ શરૂ તો કરાય, પણ પછી ભય જ ભાગી જાય. નિડર થવાથી પછી આ ઉન્મની આવીને ઊભી રહેશે. એટલે નિત્ય પ્રસન્નતાનો પ્રસાદ મળે. પછી ભય તો મનની નબળાઈ છે. માણસને બીક ક્યારે લાગે? પોતે પાપ કર્યું હોય તો જ. માણસ અંદરથી નિરપરાધી હોય ને તો એને હિંમત આવશે.
ત્યારે કીધું કે "જય મહારાજ" પ્રાર્થના કરીએ કે "સન્મુખ રહેજો મહારાજ." એટલે સર્વોચ્ચ જે સુપ્રીમ બીઇંગ છે તેને અહીંયા આગળ આ લોકો જય મહારાજ નામ આપે, બરાબર? સંતરામ મહારાજ વાળા જે લોકો છે, પણ આપણે તો...
દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલે છે, તો બી એ જ છે. "શ્રીકૃષ્ણ શરણમ મમ" બોલે છે, તો બી એનું એ જ છે. "ઓમ નમઃ શિવાય" બોલે છે, તો બી એનું એ જ. ઉદઘોષ ગમે તે હોય, ભાવ પકડો એની પાછળનો. તો પ્રાર્થના કરીએ કે શું? ભલે ગમે તે બોલાય, પણ આપણી પ્રેયર શું છે? "સન્મુખ રહેજો, સન્મુખ રહેજો અને અંતર્મુખ રાખજો." અંતર્મુખ એટલે કેવા? કે આત્માભિમુખ, બીજા કોઈ તરફ નહીં, એવા વસ્તુલક્ષી નહીં, એવા અમને રાખજો. કે આટલી જ પ્રાર્થના કરવાની. હવે આ દુનિયાદારીને ગૂંચવવી-ચૂથવી જ નથી. અને હવે આપણું શરણ આ જન્મે મળ્યું છે, તો પછી ઉદ્ધાર કરજો કે બસ ઉદ્ધાર કરજો. આપણું મન પ્રસુતિગૃહ છે, તે એક પછી એક વિચારોમય જન્મ્યા જ કરે. પ્રાર્થના કરીએ કે, "બાપજી, હવે તો બધી બધી વૃત્તિઓ શાંત કરી દો." આ અંદર વાતચીત કરવાની, બાપજી બનાવવાનું, અંદર પેલું કહે છે ને, "દાદા ઉભાવોને મંગળદાસ એના વાળું ગામ." તો આ જેમ જેમ આવતું જાય છે, લખાતું જાય છે.
"તત્વમ તત્વવિદ આત્મા" એટલે પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ વડે સતત એનું ચિંતન-મનન કરવું. કારણ શું? પરમાત્મા જે આત્માનું સ્વરૂપ છે, તે જ શિવ છે, પરમ કલ્યાણકારી છે. જેને આપણે "તત્વમ તત્વવિદ આત્મા" કહીએ છીએ. આત્મા હોય તો એ તત્વને જાણતો જ હોય ને! એટલા માટે એને તત્વવિદ કહેવાય છે. "તત્વમ તત્વવિદ" બધા તત્વોને એ જાણે છે અને આત્મતત્વને પણ એ જાણે છે. પંચમહાભૂતોના પાંચ તત્વો ખરા ને પાછા! એટલે એ પાંચેયને જાણે. પ્રાણ તત્વને પણ જાણે છે અને પાછું આત્માને પણ જાણે છે. એટલા માટે એને "તત્વમ તત્વવિદ આત્મા" કહી શકાય. આત્મા સ્વયં તત્વ છે. પરમ તત્વને સમજવા માટે વ્યાસજીએ કહ્યું છે કે, "તત્વને સમજો." તત્વવિદ આત્મા તત્વને જાણનાર છે. શું કીધું? "તત્વવિદ આત્મા જ તત્વને જાણનાર છે." તો દરેક શિષ્યને ઉપદેશ આપી રહ્યા છે બધા સંતો, "તું તત્વ છું, તું પરબ્રહ્મ છું, આત્મા તું જ છું, તે આત્મા તું જ છું." "તત્વમસિ" એટલે તું બીજો છું જ નહીં.
નિષેધ કરતાં કરતાં શેષ જે વધે એ પરમાત્માનું સ્વરૂપ છે. "નેતિ ન ઈતિ" વાળી જે વાત છે ને, "નેતિ નેતિ" બોલે છે ને વેદો એવું? જેવા વારે "નેતિ નેતિ" મતલબ શું? "ન ઈતિ." હું આ નથી, હું આ નથી, હું આ નથી. પહેલા આપણે તો કીધું કે હું નથી. પછી કીધું, "હું આ દેહ નથી, હું આ મન નથી, હું આ ચિત્ત નથી." એટલે સંસાર નથી. હવે શેષ જે રહ્યું છે તે કેવળ બ્રહ્મ છે. આપણે શોર્ટ બનાવી દીધું. તો આખી બાબતમાં તો નિશેષ નિષેધ કરતાં કરતાં શેષ જે વધે એ પરમાત્માનું સ્વરૂપ છે. શરણે આવેલા શિષ્યને આ પરાવલંબી નથી બનાવતા કે, "તું મારી સેવા કર્યા કર બાર વર્ષ સુધી, પછી તને તત્વનો ઉપદેશ આપીશ." તો બાર વર્ષ સુધી તારે સેવા કરવી પડે, બરાબર? સુરતથી અમદાવાદ આવી, બોપલ ઊંધીને આવીને પછી તને તત્વનો આટલો ઉપદેશ કરે કે, "તું તત્વ છું." સમજી ગયો? જા, જતો રહી ગયો.
બસ, પતી ગયું. હવે જે જાણકાર હશે, તૈયાર થયેલો હશે, તેને તો ઓહો, લંક લાગી.
જશે અને પેલાને એમ થશે કે, "હાલું! ૧૨ વર્ષ મારી પાસે મજૂરી કૂટાઈ. મને આવું આપી દીધું કે મને કહે છે, 'તું તું અલા!' પણ અનુભવ કઈ?" બાપજીએ તો કીધું કે, "તું આ છું." હવે જાતે જઈને અનુભવ કરજે. તારે અનુભવવાનું કામ તો તારું પોતાનું છે. તને તો કહી દીધું કે, "તું આ છું." એમ, "તું આ નથી." એમ તો બાકીનું બધું જે કંઈ છે, એ ભ્રાંતિ છે. તું આનો છોકરો છું, તું ફલાનો છું, ઢીકણો છું. તું જે માને છે એ બધું ખોટું છે, ભ્રાંતિ છે. ત્યારે તો એક જ આપી દીધું કે, "તત્વમાંથી તું તે તત્વ છું." તો શરણે આવેલા શિષ્યને આ પરાવલંબી નથી બનાવતા.
કોઈપણ શિષ્યને પરાવલંબન ન કરાવે, સ્વાવલંબન કરાવે. સ્વાવલંબન એટલે આત્માનું અવલંબન શીખવાડી દે કે, "તું આત્મા છું, તું આત્મા છું." પકડી રાખ. બાકીનું બધું ભૂલવામાં આ એક જ પકડી રાખજે. બાકીનું બધું ભૂલી જજે. બસ.
એટલે કે કશું ના બોલે બીજું. ખાલી ઈતાને કહે કે, "જો યાદ રાખ, તું તત્વ છું." બસ, ઉપદેશ થઈ ગયો. હવે એને જતા રહેવાનું. એટલું જ યાદ રાખવાનું અને "તત્વ છું, તત્વ છું" કરતાં કરતાં એને અનુભવ પ્રગટ થઈ જ જાય, જો એ પ્રયત્ન-પુરુષાર્થ એનો પ્રોપર કર્યા કરતી હોય તો. એવું છે.
તો સ્વાવલંબી બનાવી દો છો. પરાવલંબી બનાવે તો તો બધા સેવામાં જોડાયેલા હજારો-લાખો માણસો બધા મળ્યા જ કરવાના છે, બધા. પણ સદગુરુ જે હોય કે બ્રહ્મનિષ્ઠ હોય, એ ક્યારેય આવું કશું કરતા હોતા નથી. એ હંમેશા બધાને અળગા જ રાખે પોતાનાથી અને કહે કે, "તમે અળગા રહેજો, જોજો ચોટી પડતા!" નહિતર લોકો તો તમને વળગી જ પડશે કે, "મારા હળ ભૂતડા ચોટે એનાથી વધારે જોરથી ચોટે!"
પ્રીતમદાસી કહે છે: "તતપદ, ત્વમ પદ અને ત્યાગી." તત એટલે 'તે', અસી એટલે 'છે'. અસી પદમાં ચિત્તધાર કે, "તે તું પોતે છું." એટલે શું? તો કે, "હું છું." આપણે ટૂંકમાં કહી દીધું ને કે, "હું છું." બસ, એટલું જ પકડવાનું છે તમારે કે, "હું તત્વ છું." એમ, "હું છું" ખરું, પણ મનમાં રાખવાનું કે, "હું તત્વ છું" કે "હું પરમ તત્વ છું." બરાબર છે. એટલું જ રાખવાનું, પેલું બોલવાનું નહીં. પછી એ પ્રગટ થશે: "હું છું, હું છું, હું છું, હું છું." પણ પેલું અંદર "હું છું" એ કોઈને કહેવાનું નથી.
એક દિવસ એવો આવશે કે "હું પરમ તત્વ છું" એ આખું સેટ થઈ ગયેલું હશે. કોક આવીને તમને કહેશે કે, "તું પરમ તત્વ છું." "તું પરમ તત્વ!" જેટલા આવશે એટલા બધા પછી ત્યાંથી આને તથી પડઘો પડશે: "તું પરમ તત્વ છું!" આવશે કે, "તું પરમ તત્વ!" જેટલા આવે તમારી મુલાકાતે, બધાય કહેશે કે, "ઓ, તું પરમ તત્વ છે!" તને પગે લાગશે આવીને બધા.
એટલે કહે છે કે, "તે તું પોતે છું." એથી અન્ય બીજું કશું છે જ નહીં એમ તું ચોક્કસ નક્કી કરી નાખ અને તારામાં તું તેનો સ્વીકાર કરી લે. "હું તે છું" એનો સ્વીકાર નથી થયો હજી તો. ભાજગ કંઈ પડી ગયું છે? જોયું, ગૂંચવાડું કંઈ છે? એક્સેપ્ટન્સ નથી થયું કે, "હું પરમ તત્વ કેમનું હોઈ શકું?" એવો સવાલ થાય છે. મનમાં શંકા ઉઠે છે હજી જીવતો.
કારણ કે આપણે કહીએ કે, "તું તે પરમ તત્વ છું." કે, "પરમ તત્વ કેમનું હોય? તમે કહેતા હતા કે એ તો અનંત હોય છે, તો હું કંઈ અનંત છું?" એમ, "હું કંઈ અનંત છું?" એ જે શંકા પડી ને, એ એનું પેલું તત્વ પણ ગુમાવી બેસે. બસ, આવું થાય છે.
એટલે આ અંતિમ જ્ઞાન આપી દીધું છે કે, "તે તું આ તત્વ જે છે, તે તું છે." હવે "હું છું, હું છું" પકડી રાખ અને એ તત્વને તું મય મય બરાબરનું ઘૂંટ્યા જ કર, ઘૂંટ્યા જ કર, જ્યાં સુધી પૂર્ણપણે એ વસ્તુ પ્રગટ ના થઈ જાય ત્યાં સુધી. આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે, ભાઈ! એટલે એનો સ્વીકાર કર.
હવે જો શંકા થાય કે, "હું તો આવો છું, આવો છું અને આટલા બધા અને આવા આવા કર્મોવાળો છું. હું વળી કેવી રીતે ભગવાન? અને કેટલાય ખોટા કર્મો કરું છું અને પાપી કરું છું, તો પછી શું?" તો કે, "તો જ પોતાને કર્મોથી અલગ કર અને પછી નીજ સ્વરૂપને પામ."
કર્મો બધા જે છે તે તું નથી, તારાથી નથી થયા એમ તું જાણ. તું કંઈ કરી શકે નહીં. તત્વ હોય તે શું કરે? તત્વ કંઈ ના કરે. તત્વનું કામ શું? સ્વરૂપમાં રહેવું એનું કામ. સચ્ચિદાનંદ એનું સ્વરૂપ છે, ચિદાકાશ એનું રૂપ છે. બોલો, હવે શું કરશો? એનાથી શું થાય?
બ્રહ્મથી પાપડ ભાગે નહીં અને એને ઈચ્છા પણ ના હોય ભાગવાની. "પાપડ કોઈ દહાડે મારે શું કામ છે કે પાપડ ભાગી નાખું? બધા બહુ છે લોકો ભાગે છે." એટલે એ બધામાં પડે જ નહીં. ભાજગ બ્રહ્મમાં હોતી જ નથી, મનમાં હોય. યાદ રાખો, ભાજગ બ્રહ્મમાં હોતી જ નથી, મનમાં હોય.
એટલે સ્વયંને કર્મોથી અલગ કરી નાખો તો નીજ સ્વરૂપને પામી જશો. જેસલ બારવટિયાને તોરલે સમજાવ્યું કે, "તારું સ્વરૂપ આત્મતત્વ છે. શરીર તું નથી અને તારું પણ નથી." તો બારવટીયો માની ગયો અને કહ્યું કે, "તારી બેડલીને બૂડવા નહીં દઉં."
એ આખું કેવું સરસ રૂપકવાળી આખી એ છે, ખબર છે તમને? જેસલ-તોરલ પિક્ચર આવ્યું'તું, જોયું'તું? નહીં જોયું? જેસલ બારવટીયો (નાની વાત કરી તો) અને તોરલ એની પ્રેમિકા હતી. તો જેસલ એટલે એવો ખુંખાર બારવટીયો હતો કે એના નામની સૌરાષ્ટ્રની અંદર તો જબરી મોટી ફફડાટ હતી. આમ, "જેસલ આયો છે!" ખબર પડે? એટલે ગબ્બરથી મોટો જેસલ એમ સમજો તમે. તે એવો એ જેસલ એક ગામમાં જાય છે અને ત્યાં આગળ પેલી તોરલ એની સામુ થાય છે. તો કહે છે, "હું તારું ગામ છોડી દઉં, પણ તું મારી થા." તો તોરલ કહે કે, "સારું." એ તો તત્વરૂપ હતી. તોરલ શું?
એટલે જેસલ પછી એને ઉપાડીને ચાલ્યો કે, "તોરલ મારી થઈ ગઈ." એટલે "તોળી રાણી, તોળી રાણી" કર્યા કરે ને ગોળ ગોળ ફર્યા કરે. બધે લૂંટફાટ કરવા જાય તોય બધે જોડે લઈને ફરે એવા. પણ તોરલના સંગની અંદર પછી છે ને, તો એને ધીરે ધીરે મહીંથી આમ ગભરાટ ને આમ ધ્રુજવાટ માર્યો, હારી પેટનો એવું હોય ત્યારે. એક દહાડો એને ફરિયાદ કરી કે, "ભાઈ, મને આવું આવું થાય છે. આ બધું શું થઈ રહ્યું છે?" એટલે એક વાત કરી કે, "મને તો આજકાલ તો ગાત્રો ઢીલા પડી જાય છે ને પરસેવો થઈ જાય છે."
ગભરામણ થઈ જાય છે અને મને એમ થાય છે કે મારું મોત આવી ગયું. હું શું કરું? તોરલ કહે છે, "પાપ તારું પરકાશ, જાડેજા! ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બૂડવા નહીં દઉં, હે જાડેજા રે!"
આવી આખી વાત છે. એની કાઢીશ તો નીકળશે અંદરની. તોરલ કહે છે, "તારું પાપ છે તેનો તું પ્રકાશ કરીશ એટલે શું છે કે એ તારામાંથી બહાર નીકળશે. તું એક્સેપ્ટ કર કે તારાથી આવું આવું થયું છે. આવું આવતું તું, બધાનો સ્વીકાર કર. આ કઈ પછી તું નક્કી કર કે આ તે નથી કર્યું એવી રીતના. આ તારાથી થયું છે. પ્રકૃતિનો ફોર્સ હતો, એ કમ્પલશન હતું. તું બીજું કશું કરી શકે એમ હતો જ નહીં. તું ઝાટકે દેવાનો જ હતો બધાને, કારણ કે તારી પ્રકૃતિમાં તું એ ભરીને લઈ આવ્યો હતો. જેટલી વાર તલવાર બહાર કાઢી, દર વખત એમ થતું તું કોકને ઉડાડું, કોકને ઉડાડું. આ બધાનું પરિણામ આવી ગયું કે અને તે આ બધાના ડોકા ઉડાડી દીધા કે બીજું કશું થયું નથી. એટલે તું પહેલા તો એનો સ્વીકાર કરી નાખ. પછી નક્કી કર કે આ હું નથી. તારી બેડલીને, બેડલી એટલે આ જે કંઈ બોડી છે તે, એમ હોડી.
આ હોડી જ કહેવાય ને? જીવન નૌકા. એને બૂડવા નહીં દઉં," કહે છે, "હું સંસારની અંદર, હે જાડેજા!" એમ તોરલ કહે છે.
પછી કહે છે, પેલો પણ બધું બહુ લાંબું તો યાદ નથી કે મેં આવા પાપ કર્યા, તેવા પાપ કર્યા. બધું ડિસ્ક્રાઇબ કરે છે, ખાસું લાંબું. છેલ્લે કહે છે, "જેટલા માથાના વાળ તોળી રાણી, એટલા કરમ તો મેં કર્યા, એટલા પાપ મેં કર્યા છે," કહે છે, "હવે તું મને બચાવ." તોરલ પાછી કહે છે કે, "બસ, તું આ પશ્ચાતાપ કર્યો છે ને, તારું બહુ કલ્યાણ થાય." પછી તોરલ રાણીનું તો ત્યાં આગળ બધું કંઈક થાય છે અને વિલોપન થઈ જાય છે. પણ એ જેસલ જાડેજો છે ને, તે પોતે બહુ મોટો સંત બની જાય છે, બધું છોડી. અને પછી એના જીવનની અંદર જ્યારે પાછા ફરી બધા લોકો એને ફરી ઓળખી પાડે છે કે આ તો જેસલ જાડેજો છે ને, બારવટીયો છે ને, આમ છે ને, અને જાન પર આવી પડે છે, ત્યારે પાછી ફરી તોરલ પ્રગટ થાય છે અને એને બચાવી લે છે.
"આ એ નથી," કહે છે, "તમે લોકોએ એ જ ભૂલ કરી રહ્યા છો. એ જેસલ હતો અને આ જેસલ છે, એ બેમાં ફેર છે." બધા ગામના લોકોને એ સમજાવે છે, "જે ભૂલ એણે કરી હતી, એ જ ભૂલ તમે બધા ભેગા થઈને પાછા ફરી કરો છો. જાવ, બધા જતા રહો. આવું ના કરશો," એમ. એટલે એવું સરસ જોવા જેવું છે, એ બધું જોજો, જાણજો, મજા આવશે.
બધા એક એક સંતો એવા હોય. તમે કોઈ સામાન્ય જીવ નથી. તમે આ જગતના વ્યવહારમાં પણ નથી. જગતના વ્યવહારથી બનેલું વ્યક્તિત્વ પણ તમારું નથી. અને તમારું શરીર પણ તમે નથી કે તમારું પણ નથી. શરીરનું અસ્તિત્વ તો ક્ષણિક છે, બદલાયા કરવાનું છે. તમે છો માત્ર તત્વ સ્વરૂપ આત્મા. એ પરમાત્મા તું પોતે જ છું.
આત્માનું સંધાન કેવી રીતે કરવું? પરિસ્થિતિ, મન કે શરીર, વાતાવરણ વાંધા પાડે તો હવે એકાગ્ર કેમ થવું? પહેલા ધ્યાનમાં બેસો. પછી શરીરને જુઓ. એટલે આમ ધ્યાનમાં બેઠા પછી પહેલા ખુલ્લી આંખે જુઓ. આખું બોડી જોઈ લો કે બસ બરાબર છે, વ્યવસ્થિત બેઠું છે, કરોડ સીધી છે, ચિન (હડપચી) પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ છે. ઓકે, ફાઇન, વેરી ગુડ. એવી રીતે એને થોડી વખત શાંત થવા દો ઉઘાડી આંખે. પછી હળવેથી આંખો બંધ કરો. અને બંધ આંખો કર્યા પછી, બંધ આંખે અંદરથી તમે શરીરને જોવાનું ચાલુ કરો. આમ પગે જુઓ, પછી ઉપર આવો, પછી ઢીંચણ સુધીના આવો, પછી ઓર ઉપર ચંગા સુધી આવો, પછી ઉપર આવો. પછી એમ કરતાં કરતાં પેટ જુઓ, છાતી જુઓ, હાથ જુઓ, પાછા અંદરથી જોવાના ચાલુ કરો. એમ કરતાં કરતાં આખી પછી પાછા ડોકા ઉપર આવો. અને પછી આખુંય મસ્તક તમારું ડાબેથી જમણે, આગળથી પાછળ, ઉપરથી નીચે આમ સરસ રીતે જુઓ.
હવે ફરી પાછા મસ્તકથી નીચે છેક પગના માથા સુધીને જાઓ. પાછા પગના માથાથી પાછા ફરી વખત ધીરે ધીરે ધીરે ધીરે કરતાં ઉપર આવો. શ્વાસ લેતા લેતા લેતા લેતા આરામનો શ્વાસ અને બધું આમ છોડતા જાવ, છોડતા જાવ. આ બધાને શાંત કરી દો. નાનકડા બાળકને થબડાઈ થબડાઈને તમે આમ સુવાડો છો ને, "સુઈ જા બેટા, સુઈ જા, સુઈ જા, સુઈ જા." એવી રીતે, "ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ૐમ શાંતિ શાંતિ શાંતિ. ૐ શાંતિ શાંતિ. ૐમ શાંતિ શાંતિ શાંતિ શાંત." સંપૂર્ણ શાંત શરીર થઈ ગયું હવે.
હવે મનને જુઓ. હવે મનને બસ જોયા કરો. એને કહી દો કે આમ આ મન છે તે હું નથી અને આ મારું નથી. તારી કોઈ મુવમેન્ટ મારી નથી. એટલે આવનારો વિચાર કે આવી ચૂકેલા વિચાર કશું મારું રહેતું જ નથી. એટલે બધી મેન્ટલ પ્રોપર્ટી મારી નથી. એવી રીતે હવે ચિત્તને જુઓ. પ્રતિપળ પ્રત્યેક ક્ષણ કુદાકૂદ કુદાકૂદ કરતું જે જણાય છે ને, એ જ ચિત્ત છે. બસ એને જોયા કરો અને કહો કે તું જુદું છે અને હું જુદો છું. એ ચિત્તને જોવા માત્રથી જ શાંત થશે. જેમ તોફાની છોકરાઓ ક્લાસમાં તોફાન કરતા હોય અને ક્લાસ ટીચર આવીને ફક્ત આમ એક દ્રષ્ટિ કરે છે અને બધા તોફાની છોકરાઓ શાંત, ડાહ્યા થઈને જેમ બેસી જાય, એ પ્રમાણે ચિત્ત શાંત, બિલકુલ શાંત, સંપૂર્ણ શાંત. હવે જે અનુભવ આવી રહ્યો છે તે સંપૂર્ણ આત્મા અનુભૂતિ છે. આતુર જોયા છે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.