તત્વ શુદ્ધિનો પ્રયોગ — ૧
મૂળ આપણને આ સ્થૂળ દેહ છે તે સૂક્ષ્મ દેહના આધારે છે. સૂક્ષ્મ દેહનો આધાર જે છે તે પ્રાણ છે. એ પ્રાણમાં પાંચ ઉપપ્રાણ જેને કહેવામાં આવે છે, એટલે એના પાંચ વિભાગો પાડવામાં આવે છે. દેહની રચનાના પ્રમાણે એના જે કાર્ય છે તેના પ્રમાણે તેના વિભાગો પાડી દીધા.
તો પ્રાણ જે છે તેનાથી સંચાલન થાય છે. તો એનું કાર્યક્ષેત્ર છે હૃદય છે. હૃદયથી આ જે ભાગ છે આટલો, આ બધો પ્રાણનો વિસ્તાર થાય. આ નાભીથી નીચેનો ભાગ જેટલો છે એ બધો અપાન વાયુ છે એમ સમજો. પેલો પ્રાણ વાયુ છે, આ અપાન વાયુ છે. નાભી અને હૃદયની વચ્ચેના ભાગની અંદર જેટલો ભાગ છે એ સમાન વાયુ છે. હવે કંઠની ઉપરનો ભાગ જે છે તે ઉદાન વાયુ છે અને સર્વવ્યાપી છે તે જેને કહેવાય એ વ્યાન વાયુ છે. એ બધે જ વ્યાપેલો છે. સંપૂર્ણ સમાન વાયુ છે, બધા વાયુને સમ રાખે છે. તેનું કામ છે શું? ચારે ચારને સમપ્રમાણમાં રાખે એટલે એને સમાન વાયુ.
તો આવા પાંચ ભાગ પાડ્યા છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. કાર્યક્ષેત્ર આપણને ખ્યાલ આવી ગયો, બરાબર છે કે અપાન વાયુ નીચે છે, પછીનો વાયુ છે એ સમાન વાયુ, એનાથી ઉપર પ્રાણવાયુ, એનાથી ઉપર ઉદાન વાયુ અને બધે વ્યાપેલો છે તે વ્યાન વાયુ છે, બરાબર?
હવે એની મુદ્રાઓ છે. તો સૌથી પહેલામાં પહેલા અપાન મુદ્રા કરવી જોઈએ. અપાન મુદ્રાની અંદર રિંગ ફિંગર અને વચલી એટલે આકાશ તત્વ છે અને આ પૃથ્વી તત્વની આંગળીઓ છે બે, બરાબર? આ બે એમાં અગ્નિ તત્વનું મિલન કરવાનું. આ રીતે કરીને આમ બેસો. હવે તમારું સંપૂર્ણ ધ્યાન આ જે આંગળીઓનો સ્પર્શ છે ને ત્યાં રાખજો અને હળવા ઊંડા શ્વાસ લેજો. આ અપાન વાયુ મુદ્રા છે. સંપૂર્ણ ધ્યાન અંગૂઠો અને બે આંગળીઓ જ્યાં સ્પર્શ થાય છે તે જગ્યાએ. શરીરના કયા ભાગમાં શું ફેરફારો થઈ રહ્યા છે તે જુઓ, પણ 90% ધ્યાન તમારું અંગૂઠો અને આંગળી જ્યાં સ્પર્શ સંધિ છે ત્યાં. આ અપાન વાયુની સાધના છે. તો અપાન વાયુને લગતા તમામ રોગો આનાથી દૂર થઈ શકે છે. આ મુદ્રા 2 મિનિટથી શરૂ કરીને 45 મિનિટ સુધી કરી શકાય. જેને સંપૂર્ણ સ્વસ્થતા હોય તે ફક્ત 5 મિનિટ સુધી પણ રોજ આ મુદ્રાનો અભ્યાસ કરશે તો એને ઘણું સારું થશે.
હવે પછી બીજી મુદ્રા લઈએ. તેના અંદર પૃથ્વી અને જલ તત્વ છે તેને વાયુ સાથે મિલાવવાનું. બે આંગળીઓને આવી રીતના ખુલ્લી છોડી દેવાની. પહેલી અપાન મુદ્રા કર્યા પછી જ આ મુદ્રા કરવી. આને પ્રાણ મુદ્રા કહેવામાં આવે છે. આ પ્રાણ મુદ્રા તમે 24 કલાક રાખી શકો, હાલતા ચાલતા, હરતા ફરતા પણ પ્રેફરેબલી બેસીને જ્યારે કરો તો પ્રાણ મુદ્રા વડે પ્રાણનો સંચાર તમારા આખાય સ્થૂળ-સૂક્ષ્મ દેહની અંદર થતો હોય છે તેનો અનુભવ તમે કરી શકો છો. પ્રાણ મુદ્રાનો અભ્યાસ કરવાથી પ્રાણ સુદૃઢ થાય છે. હૃદયને લગતા જેટલા પણ રોગો છે તેમાં રામબાણ છે. હૃદય, છાતી, ફેફસા જેને કહેવાય, થાઈમસ ને સમગ્ર દેહની અંદર પણ એ ખૂબ શક્તિ, ઊર્જા ભરી શકે છે. આ પ્રાણ મુદ્રા છે. એટલીસ્ટ 5 મિનિટ એનો અભ્યાસ રાખી શકાય.
ત્રીજી મુદ્રા છે કે જેની અંદર છેલ્લી આંગળીને છોડી દેવાની. જલ તત્વને પૃથ્વી, આકાશ અને વાયુની સાથે અગ્નિનું મિલન. આ જે બનશે એ ઉદાન મુદ્રા છે. આ ઉદાન મુદ્રાનો અભ્યાસ કરવાથી કંઠના રોગો, કંઠમાં થતી તકલીફો, મસ્તકની ઉપરના ભાગની જે કંઈ તકલીફો, બ્લડ સર્ક્યુલેશનને લગતાથી માંડીને કંઈ પણ જાતની બધું જ આનાથી સાજું કરી શકાય છે. યાદ રાખો, આ જે જગ્યા છે ત્યાં સ્પંદનો થઈ રહ્યા છે તેનો અભ્યાસ રાખો. એને કાઉન્ટ કરો, એટલીસ્ટ 12 મનમાં કાઉન્ટ કરવાનું.
હવે પછીની મુદ્રા છે એ વ્યાન મુદ્રા છે. તો જ્યારે તમે ઉદાન મુદ્રા કરેલી છે તેમાંથી એક આંગળી જે પૃથ્વી તત્વની છે તેને છોડી દો તો આ તમારી વ્યાન મુદ્રા થઈ જાય છે. આ એને સ્પર્શ હળવો કરે. તમે જોશો કે આના સ્પંદનો આખા દેહની અંદર સ્પષ્ટપણે આમ શંખનાદ કે ઘંટનાદ થતો હોય એમ પહોંચી જશે. કાઉન્ટ 12. શાંત, સ્થિર, હળવો, આરામનો શ્વાસ લો, ધીમેથી મૂકો.
હવે પછી છેલ્લી મુદ્રા છે સમાન વાયુ મુદ્રા. તો સમાન વાયુ મુદ્રા કરવા માટે ચારે આંગળીઓને અંગૂઠાનો હળવો સ્પર્શ કરાવો. આ રીતે શાંતિથી બેસો અને આંગળીઓમાં થતા દરેક સ્પંદનો, ધબકારાનો અનુભવ, અભ્યાસ કરો. ધબકારા જે આંગળીઓમાં થઈ રહ્યા છે તેનું અનુસંધાન કરો. સમાન વાયુ મુદ્રાના અભ્યાસથી સૂક્ષ્મ શરીરના બધા જ ચક્રો શાંત, સંતુલિત બની જાય છે. એટલે જાણે તમે ધ્યાનમાં પેસતા હો એવો અનુભવ થશે. બધી વૃત્તિઓ પણ શાંત થઈ જશે, વિચારો પણ શાંત થઈ જશે. એટલે કોઈપણ રોગમાં હિતકારી એવી આ સમાન મુદ્રા છે. આમાં પાંચે પાંચ તત્વોનું સંમિલન હોય છે. જલ, પૃથ્વી, આકાશ અને વાયુ તત્વનું સંમિલન અગ્નિ તત્વમાં આ સમાન કરી દે છે. અગ્નિ બધાને બાળીને શુદ્ધ કરી નાખે છે. થેન્ક્યુ.
હવે આપણે તત્વ સાધના પર જઈએ. તત્વ સાધનાની અંદર આપણે જાણીએ છીએ કે પાંચ તત્વો છે: જલ તત્વ, પૃથ્વી તત્વ, આકાશ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વ. આ દરેકને જ્યારે આપણે અલગ અલગથી અગ્નિ સાથે સ્પર્શ આપીશું એટલે એ તત્વની શુદ્ધિ થવા માંડે છે અને પછી એ બેલેન્સ થઈ જાય છે. દાખલા તરીકે પૃથ્વી તત્વની આંગળી રિંગ ફિંગર, એને અંગૂઠા સાથે સ્પર્શ કરાવો અને આ રીતે આમ બેસો. ત્યાં થતા સ્પંદનનો અનુભવ કરો. કાઉન્ટ 12. તમે જોશો કે આની અસરો તમારા બેઝિક મૂલાધાર અને નાભીમાં પણ થઈ રહી છે. એટલે પગના અંગૂઠાથી શરૂ કરીને નાભી સુધીના તમામ ક્ષેત્રની અંદર જે તત્વ વિકાર છે પૃથ્વી તત્વનો એટલે કે સ્થૂળતાનો, તેમાં ફાયદો થશે. એક હળવો સ્પર્શ આખા શરીરમાં રહેલા તમામ સ્થૂળ પદાર્થો, હાડકાં, સ્નાયુઓ, જે જે કાંઈ આકારી છે એ બધાની અંદર જે કાંઈ વિકાર ઉત્પન્ન થયો હોય એ બધું જ સાફ કરી નાખશે, સ્વસ્થ કરી નાખશે એવી.
સુંદર આ પૃથ્વી મુદ્રા છે. એની અસરો ચામડી ઉપર જોવા મળે, ચહેરા પર જોવા મળે અને પૃથ્વી જેવી આભા અને કાંતિ પ્રગટાવે છે. આનો અભ્યાસ પાંચ મિનિટથી શરૂ કરી 45 મિનિટ સુધી કરી શકાય. પૃથ્વી તત્વની આવી રીતે સાધના કરવાથી શરીરના વજનમાં વધારો કરી શકાય, વધારે હોય તો ઘટાડો કરી શકાય, સમપ્રમાણ શરીર બનાવી શકાય, શક્તિ સંચાર કરી શકાય.
બીજું તત્વ છે જલ તત્વ. દેહની અંદર 70 ટકા પાણી છે. આપણું બ્લડ છે તે પણ જળ તત્વનું બનેલું છે. શરીરની અંદર સિક્રેશનસ જે બધા થાય છે, રક્તસ્ત્રાવો જે બધા હોય છે, હોર્મોનલ બધા જે હોય છે, તે પણ સ્ત્રાવો એ બધા જ જલ તત્વને આધીન. એટલે એના સ્ત્રાવકતાની અંદર ઓછું-વધારે, આમ-તેમ બધું જે કંઈ એવા બધા જ ચેન્જીસ લાવવા માટે, બેલેન્સિંગ કરવા માટે આ જળ તત્વની સાધના. તો છેલ્લી નાનકડી જે આંગળી છે તેને અંગૂઠા સાથે જોડી બંને હાથ ખુલ્લા રાખી. આની અસરો સ્વાધિષ્ઠાન ચક્રમાં, નાભી ચક્રમાં અને ઉપર હૃદય ચક્રમાં જોવા મળશે. ઊંચો-નીચો રક્તચાપ, પ્રોફ્યુસ બ્લીડીંગ, આ બધી વસ્તુઓ, હોર્મોનલ ઇમબેલેન્સ આનાથી સારું થઈ જાય. "ફિલ ધ પલસેશન વન, ટુ, થ્રી, ફાઇન્ડ યોર રીધમ."
હવે પછી અગ્નિ તત્વ. તો આ રિંગ ફિંગર છે. આ રિંગ ફિંગરને અંગૂઠાના મૂળમાં આ રીતે મિલાવો અને ઉપર અંગૂઠો આ રીતે ગોઠવી દો. નાભી ચક્ર, સોલર પ્લેક્સસ, હૃદય ચક્ર અને આજ્ઞા ચક્ર પર ખાસ જોવા મળશે. આખા દેહની અંદર ઉષ્મા, ગરમી અને પ્રકાશનો સંચાર કરશે. બરાબર છે. ધ્યાન, ધ્યાન બંને જગ્યા પણ બંને સ્પર્શ થાય છે તે જગ્યાએ જો. ત્યાં પલસેશન શરૂ થશે. "ધક ધક ધક (ધબકારા/પલ્સેશનનો અવાજ)" આને અગ્નિ મુદ્રા અથવા સૂર્ય મુદ્રા પણ કહેવામાં આવે છે.
હવે આગળ વાયુ તત્વ. વધેલો-ઘટેલો વાયુ, વાયુના તમામ વિકારો, વાયુના તમામ રોગો ઉપર અસરકારક એવી આ વાયુ તત્વની સાધના. આંગળી જે પહેલી તમારી છે તેને આ રીતે મૂળમાં અંગૂઠાના મૂકો. હળવેથી. બસ, "ધેટ્સ ઇટ." સ્પંદનોનો અનુભવ કરો. વાયુના 80 પ્રકારના રોગો કહેવામાં આવ્યા. આ બધા જ આનાથી મટી જશે.
એ હવે સૌથી છેલ્લું આકાશ તત્વની સાધના. મધ્યમાં આંગળીને હળવેથી અંગૂઠાનો સ્પર્શ આપો. બધા જ ચક્રો ખુલવા માંડશે, સંતુલિત થવા માંડશે. તમામ પ્રકારના શારીરિક, માનસિક બધા જ વિકારો દૂર થવા માંડશે. આકાશ તત્વની સાધના સર્વ કંઈ શાંત, સ્વચ્છ થઈ જશે. થોડા દિવસના અભ્યાસમાં નિર્મળતા લાગશે. વૃત્તિઓ શાંત થઈ ગઈ હોય એવું જ લાગશે. ઉચ્ચ સ્તરની સાધનાઓ અહીંથી શરૂ કરી શકાય છે. આકાશ મુદ્રાથી વિચારો શૂન્ય થઈ જશો. આમે શૂન્યને પહેલે પાર તો જવાનું જ છે. આનાથી ખૂબ બળ મળશે.
અત્યાર સુધીમાં આપણે 10 મુદ્રાઓનો અભ્યાસ કર્યો. દરેક મુદ્રા બે મિનિટથી શરૂ કરો, ત્રણ મિનિટે પહોંચો, ચાર મિનિટ, પાંચ મિનિટ. પાંચ મિનિટથી વધારે કરવી હોય, કોઈ તકલીફ શરીરમાં હોય એને ઠીક કરવી હોય તો પાંચ મિનિટથી 45 મિનિટ સુધી કરી શકાય. પિત્તના બધા રોગો આ મુદ્રા વડે નાશ પામે છે. કફના બધા જ રોગો આ મુદ્રા વડે નાશ પામે છે. સમજ્યા? અને વાયુના બધા જ રોગો આનાથી નાશ પામે છે. આકાશ તત્વ બધા બાકીના તત્વોને સાફ કરી નાખશે.
હવે આપણે એક બહુ જ સરસ એવી એક મુદ્રાને શીખીએ છીએ. બહુ સરળ છે, બહુ સિમ્પલ છે. સાધનામાં જ્યારે પણ બેસો, ધ્યાન કરવું હોય, ચિંતન કરવું હોય, કરોડ સીધી રાખો, ડોક સીધી રાખો. ચારે આંગળીઓને આવી રીતના બંધ કરી દો. અંગૂઠો સીધો શક્ય હોય એટલો તાણીને. બહુ ખેંચવાનું જરૂર નથી, હળવો જ. બસ, આ રીતના આમ રાખી અને શાંતિથી બેસો. આ ગુરુ મુદ્રા છે. તમારા અંદર રહેલા ગુરુનું તમને ભાન કરાવી દેશે. ખૂબ ઝડપથી શાંત ચિત્ત બનાવશે. આ મુદ્રા તમારી અંદર જ્ઞાન-વિજ્ઞાન પ્રગટ કરશે. એવી બધી બાબતોની જાણકારીઓ અંદર ખુલવા માંડશે કે જે અત્યાર સુધી તમે ક્યાંય જાણી પણ નથી, વાંચી પણ નથી, સાંભળી પણ નથી, કશું જ નથી. હળવા શાંત સ્થિર થઈને બેસો. આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર, આખી સ્પાઇનલ કોલમની અંદર તમે એના સ્પંદનો અનુભવશો. થઈ ગયો. આંગળી ઉપર નહીં મૂકવાની.
આ રીતે ખુલ્લી. અંગૂઠો બિલકુલ આમ ઉપર હોવો જોઈએ. બસ, આમ સ્પર્શ નથી કરવાનો. આ આવું નહીં. બસ, આનો અભ્યાસ 10 મિનિટથી 45 મિનિટ સુધી કરજો. આગળ જેટલી જરૂર પડે તે પ્રમાણે કરજો. બધી નિર્દોષ, નિષ્પાપ મુદ્રા છે આ. બિલકુલ અનુભવો જે કાંઈ થાય તે અમને જણાવજો. ઠીક.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.