શાશ્વત સંવાદ — ૫
"ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ૐ શાંતિ."
સર્વે લોકોમાં શાંતિ થાઓ, સર્વે લોકોમાં શાંતિ થાઓ. સર્વ લોક અહીંયા જ છે. આ જ આખું બ્રહ્માંડ છે અને એ બ્રહ્માંડની અંદર પાછા અનંત અનંત બ્રહ્માંડો રહેલા છે. તો કહેવા એમ માંગીએ છીએ કે જે કંઈ અંદર-બહાર, હવે તો આપણે સમજી ગયા છીએ કે એવું કંઈ છે જ નહીં. તો બધું પૂર્ણ છે, જે કંઈ છે તે બધું પૂર્ણ છે. હવે બહારથી અંદર આવે તો અંદર પૂર્ણ થાય છે. જો બહાર અને અંદરવાળું આપણે એમ કે સમજતા હોય, આપણી સમજ જો એ સ્તરે હોય, તો આપણે એ જાણવાનું છે કે જે કંઈ બહારથી આવે છે અને અંદર આવે છે, તો એનાથી જે અંદર છે તે પૂર્ણ થાય છે. કુંભક થઈ ગયો, પૂર્ણતા વ્યાપી ગઈ. બહાર પણ પૂર્ણ છે, અંદર પણ પૂર્ણ જ છે. છતાં પણ જો બહારથી અંદર એવી જો ગતિની આપણે વાત કરીએ, તો બહારથી જે કાંઈ છે તે બધું જ અંદર આવે છે ત્યારે અંદર પૂર્ણ થાય છે. હવે અંદરથી પાછું જ્યારે બહાર જાય છે, રેચક થાય છે, ત્યારે બહારવાળું છે તે પણ પૂર્ણ બને.
તો ભાવ શું છે? આ બ્રહ્મ છે, આ પૂર્ણ છે. આ જે આવ્યું છે તે બ્રહ્મ છે. હવે આ પણ પૂર્ણ છે. આ સ્થિતિની અંદર આ પણ પૂર્ણ છે અને તે પણ પૂર્ણ છે. અને જ્યારે અહીંથી વિસર્જન થાય, રેચક થાય છે, ત્યારે અહીંયા પૂર્ણ જ રહી જાય છે. હું બ્રહ્મ જ છું અને આ બહાર જે કાંઈ છે તે પણ બધું જ બ્રહ્મ. પ્રત્યેક પળે, પ્રત્યેક પળે, પ્રત્યેક શ્વાસે આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. એને સોહમ કીધું અને એને જે સાધ્યા કરતો હોય તેને સોહમ સાધના કહેવામાં આવે. મંત્ર નથી, આવો ભાવ. આ ભાવ છે. તો બ્રહ્મને બ્રહ્મ ગ્રહણ કરે છે અને આ બ્રહ્મ જે કંઈ ત્યાગે છે તે પણ બ્રહ્મ જ છે. હવે જે અહીં રહી ગયું છે તે પણ અને ત્યાં છે તે પણ બધું સર્વત્ર કેવળ બ્રહ્મ જ છે અને બધું જ સંપૂર્ણ. તો અલ્ટીમેટલી જે કાંઈ છે તે સંપૂર્ણ બ્રહ્મ જ છે. એ ભાવ આપણે પકડવાનો છે.
એ જે ભાવ છે તે જ બ્રહ્મસત્તા છે. એક વખત એ બ્રહ્મસત્તા પકડાઈ ગઈ અને એની અંદર આપણે આવી ગયા એટલે પછી બાકીની બીજી બધી જ બાબતો ઇવાપર થઈ જાય છે, ઉડી જાય છે. કારણ? કારણ કે આ જે કાંઈ કહેવાયું તેમાં સંસાર કે સંસારની કોઈ બાબતની વાત સુદ્ધાં થઈ નથી. બધું ભૂંસાઈ ગયું, બધું પૂરું થઈ ગયું.
ક્યાં શરૂઆત ક્યાંથી થઈ? આ સંસાર છે એવી તમારી બિલીફ પડી છે. વેદો અને ઉપનિષદે આપણને શું કીધું? આ દ્રશ્ય નથી, આ સંસાર નથી. પછી નીચેના સ્તરે જઈને કીધું કે જો તને દેખાય છે તો એ કેવળ ભ્રાંતિ છે અને તારી ભ્રાંતિ છે. હવે તારી ભ્રાંતિને તું દૂર કર. તો બ્રહ્મ સંપૂર્ણ છે એ આ મંત્ર આપણને કહેવામાં આવે. એટલે શું થયું? તો કે આ સ્થિતિ છે, સંસાર છે એ પરિસ્થિતિ છે. તો કહે છે કે સ્થિતિમાં સ્થિર રહે, પરિસ્થિતિમાં ના પડીશ. પરિસ્થિતિની પળોજનમાં પણ ના પડીશ. આ આવું કેમ છે? આવું કેવી રીતે થાય? આવું કેમ હોઈ શકે? બધું સંપૂર્ણ છે અને બ્રહ્મ છે. અને તારું મન ઊભું થાય છે, તારી બુદ્ધિ ઊભી થાય છે અને એ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, શંકાશીલ બને છે. બ્રહ્મમાં શંકા કરીશ તો ક્યાં પડીશ? સંસારમાં પડીશ. તે આત્મામાં શંકા કરી, તારા પોતાના હોવામાં શંકા કરી દીધી અને એના કારણે કોમ્પ્રેસ થતો ગયો, થતો ગયો, થતો ગયો.
જીવ બની ગયો છે. છેવટે જીવ એટલે જીવડું. કોમ્પ્રેસ થઈ ગયું બધું આખું આખું જે સંપૂર્ણ હતું તે બધું જ. અને પછી તને ભાન થાય છે કે હું જીવું છું અને આ સંસાર છે. એટલે આ ભ્રાંતિ છે, વિપરીત સ્થિતિ ઊભી કરી દીધી. રોગ છે આ. તે પેદા થયો માત્ર માન્યતાઓથી. નાના બાળકને કશું નથી. સંસાર છે, નથી. રાતે સૂઈ જાય, સવારે ઊઠે, કોઈ પરવાહ નથી. બધી ગરબડ કોને થઈ ગઈ? મન જેનું જેનું ડેવલપ થતું ગયું. કેવી રીતે ડેવલપ થતું ગયું? બધી બિલીફો બધી એક્વાયર કરતું ગયું. મા-બાપ પાસેથી, ટીચર પાસેથી, મિત્રો પાસેથી, બધેથી. પાછો નોકરી-ધંધા લાગ્યો તો ત્યાંથી, પરણી ગયો તો બૈરી પાસેથી, સસરા પાસેથી, બધેથી બિલીફ જ ભેગી કર. અને પાછું એને ગાડી કરે જ રાખે છે. આ જ વાત સત્ય છે એવું પાછું એને અંદર જડતા પેદા થવા માંડે અને એમાંથી પાછું એ છૂટતો થતો જ નથી, એ ખસતો જ નથી.
તો જડતા તો દિવસે દિવસે ઓર વધતી જશે, ઓર વધતી જશે. તો હવે એટલી બધી જડતા વ્યાપે પછી શું થાય? બધું બિલીફની અંદર એક દિવસ ક્રેક પડશે, પડશે ને? એક દિવસે તો ક્રેક પડશે. અને ક્રેક પડશે તે દિવસે શું થશે કે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એક જ્ઞાનબિંદુ પ્રગટ થયું હશે. એના લીધે ક્રેક પડે કે આખી જિંદગી મેં વિચાર કર્યો, ધાર્યું તું એ પ્રમાણે તો કશું છે જ નહીં. કહે છે તો આ બધું શું છે? બસ ત્યાંથી પછી એની શરૂઆત થઈ. એટલે એ જિજ્ઞાસુ બન્યો. પછી એ ધીમે ધીમે મુમુક્ષુ બન્યો. પછી એને કંઈક પકડાવ્યું એટલે એને પ્રાપ્ત કરવાનું એને શરૂ કર્યું. એટલે સાધના થઈ ગઈ. એ સાધના પરિપક્વ થતાં થતાં થતાં થતાં એ સાધક બન્યો. વચગાળાની અંદર અને ખબર નથી કેટલી લાંબી ચાલી એની એ સાધના. પણ જ્યારે એ સાધના પૂર્ણ થઈ અને ભાન પ્રગટ થયું કે હું જ સંપૂર્ણ છું, હું જ બ્રહ્મ છું, હું જ પરબ્રહ્મ છું.
સાધના પૂરી થઈ ગઈ, ફળ પાકી ગયું, છૂટું પડી ગયું સંસારથી. એ મુક્ત થઈ ગયું. જેમ ઝાડ પરથી ફળ મુક્ત થાય છે પરિપક્વ થયા પછી, એવી રીતે એ મુક્ત થઈ ગયો. આ આખી વાત આમ જ છે. એટલે કહે છે કે સ્થિતિમાં સ્થિર રહે. પરિસ્થિતિ તો ચક્રવ્યૂહ છે, ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા જ કરશે અંદર. દરેક વસ્તુ ચક્રની જેમ ફરે છે એના જીવનની અંદર. જો થોડુંક ઝીણવટથી એવા બુદ્ધિથી પણ જોવે તો એને પકડાશે કે હું હતો ત્યાંને ત્યાં જ આવી જાઉં છું પાછો. દરેક પરિસ્થિતિ એને ત્યાંને ત્યાં જ લાઈને મૂકે છે. તો એ પણ શું બોધ આપે છે? જો તેની ઉપર જો એ થોડોક વિચાર કરે ને બેસીને તો પણ એ આગળ વધવા માંડે.
એટલે કહે છે કે ચક્રવ્યુમાં ના પડતો, ચક્કર ચક્કર ના પડતો. મેર, ચક્કર થઈ જ, નહિતર ઘનચક્કર થઈ જઈશ. ઘન થતો જઈશ ચક્કરમાં, આમ ગોલ ગોલ ફરિયાદ કર, જડતાવાળો બનતો જઈશ.
આ સ્થિતિ સ્વાધીન છે. સ્થિતિ કેવી છે? "હું બ્રહ્મ છું" એ સ્થિતિ કેવી છે? સ્વાધીન, સ્વને આધીન છે. એ ભાવ પ્રગટ કરીને એની અંદર સ્થિર થવામાં તમને શેની જરૂર પડે છે? શ્વાસની નથી જરૂર પડતી. સ્થિરતા જ્યારે વ્યાપે છે, એટલી બધી વ્યાપે છે, એટલી બધી વ્યાપે છે કે આ જે પ્રાણ છે ને, તે પણ સ્થિર થઈ જાય છે.
એ વખતે તો એટલું બધી સ્થિરતા વ્યાપી જાય છે, કારણ કે આત્મા અચળ છે, ચલાયમાન થતું જ નથી. એમાં એક કે સ્પેર પાર્ટ એવો આત્મામાં હોતો જ નથી. પાર્ટ જ નથી, એ હોલ છે. હવે સ્પેર પાર્ટ હોય તો ફરે. એન્જિનો, બધી મશીનરીઓ છે, બધામાં સ્પેર પાર્ટ હોય. હોલ હોય, એમાં ક્યાં ફરે? અરે, ઈવીમાંય નથી હોતું. આ ઇલેક્ટ્રોનિક વિહીકલ છે, એમાં એન્જિન જ નથી હોતું. કશું ફરતું જ નથી કે પૈડા સિવાય.
એટલે એટલું કરવાથી પણ આટલો બધો ફેર પડી ગયું કે સાઈલેન્ટ થઈ ગયું, હળવું મશીન જ. નહિતર પેલું એન્જિનની ઘરઘરાટી, એના વાઈબ્રેશન. પછી કે, "બહુ વાઈબ્રેશન આવે છે હો, બહુ વાઈબ્રેશન આવે છે." તો સ્પંદનોમાં પડ્યો રહે પછી. આ વાઈબ્રેશન આવું છે ને, આ વાઈબ્રેશન આવું છે. એટલે બહાર નીકળ. એ ચક્રવ્યુ છે, સમજાય છે? એમાંથી બહાર નીકળ. વાઈબ્રેશન એ બધું તું નથી ને તારું નથી. તું નિસ્પંદ છું, તારામાં સ્પંદન હોઈ જ ના શકે. તું અચળ છું.
એટલે સ્થિતિ જે છે, તે સ્વાધીન છે અને પરિસ્થિતિ છે, એ પર આધીન છે, પરાધીન છે. એટલે એને પરિસ્થિતિ કહેવામાં આવે. તું સ્થિતિથી પર જાય છે, એટલે પરાધીનતામાં પડે છે, સ્વતંત્રતા ગુમાવે છે. સ્વનું તંત્ર હોય, એની અંદર કોઈ મુવમેન્ટ જ ના હોય, કશાની જરૂરત જ નથી. અને પરતંત્રતા હોય એટલે બધું જોઈએ: પાર્લામેન્ટ જોઈ, ફલાનું જોઈએ, ઢેકણું જોઈએ, જ્યુડીશરી જોઈએ, બધું જોઈએ. બધું કેટલું બધું જોઈએ!
સ્વતંત્ર જુઓ, તપાસ કર. અહો આશ્ચર્યમ્! જે તું નથી, તારું પણ નથી, તેની જ પડોજનમાં તું તારી આખી જિંદગી કાઢી નાખે. એની જ પડોજનમાં! વાસ્તવમાં જે તું છે, તેનું તો તું ભાન પણ રાખતો નથી અને જે કંઈ હોય છે, તે પણ ભૂલી જાય છે ભાન. અને પછી આમાં પડે જાય. તત્વમ અસિ! તે તું છે, યાદ તો રાખ! ક્યાં પડ્યા કરે છે? "હું કેવળ બ્રહ્મ છું." આ સત્ય છે. બાકીની નરી ભ્રાંતિ છે. તેનો મારા બ્રહ્મ સ્વરૂપમાં લય કરું છું.
ઓ! એના માટે શું કરવાનું? તો કે, પરમ તત્વ જે છે, તે તું છે. તેનો તારે સાક્ષાત્કાર કરવાનું. એને તમારે પ્રગટ કરવાનું થાય છે. સાક્ષાત્કાર કરવાનો છે, સન્મુખ થવાનો છે. એને પ્રગટ કરશો ત્યારે સમજાશે કે "સર્વજ્ઞ હું છું." આજે "હું" છે ને, "હું" નહીં. "હું" જો ક્યાંથી છે! આમ સ્પંદન શરૂ થાય છે, છેક ઉપર આમ નીકળી જાય બહાર. બ્રહ્મ બ્રહ્માંડમાંથી બહાર, બ્રહ્માંડમાંથી બહાર. બ્રહ્માંડમાંથી બહાર આમ નીકળે જ જાય. ખરેખર એને તો પકડ અને જુઓ કે શું થઈ રહ્યું! "અનંત હું છું", "સર્વત્ર વ્યાપક હું છું", "સર્વશક્તિમાન હું છું."
બધી જ શક્તિઓ શેમાં છે? શેમાં છે? એ "હું" નથી, એ "હું" છે. એ જે "હું" ચાલુ થાય ને, એટલે આખા બ્રહ્માંડમાં બધા વાઈબ્રેશનો ખતમ કરીને બહાર નીકળી જાય. જો, બધાને નષ્ટ કરીને નીકળી જાય. તમે પાંચ મિનિટ "હ" કરો ને, બધું વિચાર, વિચાર, બિલીફ, બધું ભાગી જાય. "સતચિત આનંદ હું છું." સત જે છે જ, ચિત્ત જેના વિષે ભાન છે, એવો આનંદમય એવો હું છું. આનું ચિંતન કર્યા કરો.
એટલે કીધું: "તમસોમાં જ્યોતિરગમય." જે તમસ છે, જે અંધકાર છે, એ જ અજ્ઞાન છે. આંખ બંધ કરે ને, જે પહેલું પ્રગટ થાય છે, તે શું છે? તમસ છે, એ અંધકાર છે, એ અજ્ઞાન છે. એમાં કહીએ છીએ, "જ્યોતિરગમય." એમાં જ્યોતિ પ્રગટ થાવ એમ આપણે કહીએ. તમસોમ પ્રજ્ઞાનમ બ્રહ્મરૂપમ. જીવ જ્યારે પરમાત્મ તત્વનું અનુસંધાન કરે છે, કેવી રીતે? "ૐ બ્રહ્મ જ્યોતિ રૂપો અહમ સોહમ."
એટલી તીવ્રતા, એટલી ઉત્કટતા એના ભાવની અંદર હોય કે તે તદરૂપ બની જાય. બસ, એક જ વખત બોલે તો પણ, એક જ વખત વિચાર કરે તો પણ એ ત્યાં પહોંચી જાય. અને આવું એક જ વખત થવાનું, એક જ વખત. બસ, તદરૂપતાની અંદર પછી તદલેલીન. ત્યારે આત્મભાવ જાગૃત થાય છે.
સ્વમાન તો દરેકને પ્રિય હોય છે. મહાપુરુષો તત્વ વડે પોતાના સ્વરૂપની અંદર સ્વાભિમાનપૂર્વક જીવતા શીખવે છે કે, "તું જીવડું બનીને ના જીવીશ. તું પરા પરાધીન ના રહીશ. તું સંજોગોને આધીન ના રહીશ. તું એનાથી ઉપર ઉઠી જા." સંજોગો તારી ઉપર રાઈડ કરે છે કે તને પ્રેસ કરે છે અને કોમ્પ્રેસ કરે રાખે છે અને તું થઈ જ જાય છે. પણ એક વખત તે તત્વને જાણી લીધું એટલે તું સ્વતંત્ર થઈ ગયું. પછી પરિસ્થિતિ તને કોમ્પ્રેસ નથી કરતી.
કોઈપણ અવસ્થા હોય સંસારની, તને દબાવી નહીં શકે. તું સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે અને આ બધું તો સ્થૂળ છે. ક્યાં મેલ પડશે? તું ચિદાકાશ રૂપ છે અને વિઘ્નો તો બધા સ્થૂળ છે. તે તો બધા આમ કરીને આમ પસાર થઈ જશે તારામાંથી. આકાશમાંથી જેમ વાયુ પસાર થઈ જાય છે, તેવી રીતે પસાર થઈ જશે. એમાં આકાશને કંઈ થયું? વાયુ વાયો, બંધ થયો, ગમે તે થયું, એ આકાશમાંથી કેટલું બધું તેજ પસાર થઈ ગયું. આકાશને કંઈ થયું? આકાશમાં અજવાળું થયું, આકાશો એનું એ નિર્લેપ. એમના લેપાઈમાન થાય, એ હું છું જ નહીં.
આટલી જો ગમ પડી જાય આપણને, આપણું કલ્યાણ થઈ ગયું. બસ, એ ક્ષણે કલ્યાણ થવા માંડે કે "હું નિર્લેપ છું." જો, એટલા અદભુત બાબતો આપેલી છે કે જે ક્ષણે અનુભાન થાય ને, એટલે તે ક્ષણે મુક્તિ. આ વાત અષ્ટાવક્રજી કહેતા હતા આપણને કે, "તું રાહ જુએ છે કાળની? કયા જન્મે હું મુક્ત થઈશ? કેટલા વાગે હું મુક્ત થઈશ?" "રાઈટ હિયર, રાઈટ નાવ." તારા માટે સ્થળ નથી ને કાળ નથી. તો પછી ક્યાંક જઈને તું મુક્ત થવાનો કેમ વિચાર્યા કરે? સમજાય છે? ક્યાંક જવાનું એ ગતિ જ નથી.
એ તને જે પ્રગત દેખાય છે, એ વાસ્તવમાં કોઈ ગતિ જ નથી. ત્યાં તો મોશન છે જ નહીં. અતારા બધા જે મોશન સેન્સરો છે, બધા ખોટા છે. સંસાર જ બતાડશે, ભ્રાંતિ જ પેદા કરશે. પાંચ મોશન સેન્સરો મર્યા છે, તો આખો દાડો એમાં ને એમાં તું રહ્યા કરે, તો પછી ભ્રાંતિ ને ભ્રમણા પેદા થાય કે ના થાય? કારણ કે એમાંથી તું બહાર નીકળ, તું અને ભાન રાખ કે તું આ છું. બસ, બીજું કંઈ નથી કહેતા. ઋષિ-મુનિઓ, સંતો આપણને આટલું જ કહેવા માંગે છે.
મહારાજ આગળ કહે છે કે, મહાપુરુષો તત્વ વડે પોતાના સ્વરૂપની અંદર સ્વાભિમાનપૂર્વક જીવતા શીખવે છે. એ કેવો હોય? મુક્ત હોય, સ્વતંત્ર હોય. બિલકુલ, તમે એક અવધૂતને જુઓ. જસ્ટ આમ ઇમે ના જોયા હોય તો ઇમેજીન કરો કે કેવા હોય એમ. બસ, અવધૂત! અવધૂત ઉપનિષદમાં આપણે એની વ્યાખ્યા થયેલી છે. ગો બેક એન્ડ લર્ન અગેન.
કોઈનું પણ ઓશિયાળું ના થવું. ઠંડી ના લાગે, ગરમી ના પરેશાન કરે, ભૂખ-તરસ એને ના સતાવે, કોઈ જીવ-જંતુ એને કંઈ કરી ના શકે. એ દેહભાવમાં છે જ નહીં, એ તો સ્વભાવમાં છે. દેહભાવ એ સ્વભાવ નથી. દેહભાવ એ સ્વભાવ નથી. ત્યાંથી તો પરભાવ શરૂ થાય છે અને પછી બધા ભવની પરંપરા સરજાય છે.
જેવો દેહભાવમાં પેઠો, દેહમાં પેઠો અને દેહને મારો ઘર કર્યો, ફસાયો. પછી ચક્રવ્યૂહમાં ફર્યો, બરાબર લખચોરાસી. લખચોરાસી એટલે એ તત્વમસિથી એ મહાપુરુષ સંત આપણને ચેતવે છે અને ફરી જગાડે છે. યાદ રાખ, તું એ છે! અને બતાવે છે: "ચૈતન્યમ્ શિષ્ય મધ્યે." જે શિષ્ય છે, તેની અંદર રહેલું ચૈતન્ય એને એ બતાવે, ઓળખાણ કરાવે છે કે "આ તું છે, આ તત્વ તું છે, આ તત્વ તું છે."
એમાં શબ્દ રૂપે પણ હોય, ફક્ત વિચાર રૂપે પણ હોય, સંકલ્પ દ્રષ્ટિથી પણ ખાલી આમ જુવે ને પૂરું થઈ જાય. પૂર્ણ ત્યાં ગાડે પહોંચ્યું. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટ્યું, ત્યાં પૂર્ણત્વનું ભાન પેદા કરી દીધું. આ પણ પૂર્ણ છે અને એ પણ પૂર્ણ છે. હવે સંપૂર્ણ! હવે ગુરુ અને શિષ્ય પણ નથી. જે છે તે બ્રહ્મ છે, જે છે તે કેવળ બ્રહ્મ.
ત્યારે એને સમજાવે છે કે, "તું સ્વયં પરિપૂર્ણ છું, પહેલેથી જ પૂર્ણ છું." "હમણાં થયો એવું નથી, આ થયું એટલા માટે થયો છે એવું પણ નથી, તું હતો જ." ત્યારે કહે છે કે, "જ્ઞાન તો તમારું જ છે અને તમારું જ તમને આપું." દાદાએ પણ આવું કહ્યું હતું કે, "આ બધું તમારું જ જ્ઞાન છે અને તમારું જ તમને આપું છું." હું શું કરું છું? ઓપન કરું છું, ઉઘાડો કરું છું, જ્ઞાનને ઉઘાડ કરું છું એટલે ભાન પ્રગટ કરું છું. બસ, બીજું કંઈ નહીં.
આમ કરે એટલે પછી માણસ હોશમાં આવે. બસ, આટલું કે, "ટપલો મારી આલું છું કે તનતો સંસારમાં મગ્ન હતો ને આમ કરતો હતો." એટલે તરત થશે કે, "કેમ મને ટપલી મારી?" પછી એ શરૂ થશે તારું સંશોધન અને તને સંપૂર્ણતાના ભાગની અંદર પછી એને લાવી દેવામાં આવશે.
સુખ મેળવવા માટે કોઈની પાસે કશાની ભીખ ના માંગીશ, કશાની નહીં. તું પૂર્ણ છું. કોઈ વસ્તુ માટે તારી સ્વતંત્રતા વેચી મારીશ? તને શોભશે? ભાન તો રાખ, વિચાર તો કર જરાક. ફાધર હોય તો છોકરો ઘેલો થઈ ગયો હોય પરણ્યા પછી, તેને કહે: "ભાન તો રાખ, તું શું કરે છે?" "એટલો બધો મગ્ન થઈ ગયો તો કે એ એક જ બાબત માટે, એક જ વિષય માટે તું આટલો બધો થઈ ગયો?" "ભાન તો રાખ! આપણો વેપાર, ધંધો, નોકરી, આ બધું... આ બધું સંપૂર્ણ તારું છે અને તું ખાલી એક જ જગ્યાએ બંધ થઈ જાય છે." આવી રીતે જગાડવામાં આવે છે દરેક વખતે. એટલે કીધું કે, "તું કશાની ભીખ કોઈની પાસે ના માંગીશ. તું ભાનમાં આવી જા. તું સંપૂર્ણ છું. તારી પાસે બધું છે જ. ક્યાયથી કશું લાભવાનું નથી."
એને ખુમારી કહેવાય. એને શું કહેવાય? ખુમારી કહેવાય. આમ કરીને આમ બેઠો હોય. અવધો તચિંતન શ્રી ગુરુદેવ દત્ત. લૌકિક સુખો સર્વે પરાવલંબી છે. લૌકિક તું અલૌકિક, બેનો કઈથી લગન થાય? મનથી પૈણી જાય છે અને મુસીબતો વોરે તો પરાવલંબનમાં પડે છે. ક્યાંક ને ક્યાંક ઓશિયાળા થવું પડે છે. પેલા અળસિયાની જેમ રેંગ્યા કરતો હોય, પછી ઓશિયાળો થઈને ક્યારે કોણ એને ઝાપટ મારી જશે, કંઈ નક્કી નથી. પછી ખબર નથી, કારણ કે એ પોતે આ ક્રોધ, માન, માયા, લોભનું ભોજન બની જાય છે.
ક્રોધ, માન, માયા, લોભ કેવા આમ વિકરાળ રાક્ષસો રૂપી બિલકુલ આમ તત્પર હોય કે, "જીવો કોક આ સ્થિતિમાં આવે એટલે એને પકડી લઉં." જસ્ટ ઇમેજીન કે ક્રોધ નામનો એક વિકરાળ રાક્ષસ અંદર પ્રગટ કરેલો છે, એક માન નામનો રાખેલો છે. અને આ બધા રાહ જોતા હોય છે, "ક્યારે આ સ્થિતિમાં આવે એટલે હું એને પકડી લઉં." એની સ્વતંત્રતા પછી જતી રે. ટેક ઓવર કરીને એનું આખે આખું સ્વતંત્ર જે છે. આ પક્ષીઓ, બધા મોટા જાનવરો, એ લોકોની પદ્ધતિ શું હોય છે? એનો જે શિકાર હોય, તેને ધડપ મારીને આમ એવું કરી દે, સ્તબ્ધ થઈ જાય પેલો બિલકુલ. પછી એ કશું કરી ના શકે. થોડો વધારે તરફડીયા મારતો હોય, તો પેલો આમ આમ મોડા લઈને આમ આમ કરશે, નહિતર બે થાપડ બીજી મારશે એટલે પેલું શાંત થઈ જાય તરત અને એને આધીન થઈ જાય. ત્યાર પછી એને ગ્રસે છે, થોડો થોડો કરીને કાપી કાપીને પોતે આહાર બનાવે છે.
આ હાલ થાય છે. એટલે કીધું કે, "આ વિકરાળ રાક્ષસોની સામે તારે યુદ્ધ કરવું પડશે." "તે એને મોટા માન્યા, તે એને માન આપ્યું, તું એમને આધીન થઈ ગયો." "તું સંપૂર્ણ છું, તું ગુરુ છું, તું મોટો છું, તું મહાન છું." અને તે તારું આ પણું વેચી દીધું એ લોકોને, એમને મોટા માનીને. સમજાયું?
આત્મસુખ જે છે એ કેવું છે? સ્વાવલંબી છે. સ્વ પર લંબન રાખેલું હશે તો એ આત્મસુખ રહેશે તમારું, નહીં તો એનાથી વંચિતતાનો અનુભવ થયા કરશે. જે સાચો નથી, પાછો ભ્રાંતિ છે, ઇલ્યુઝન પેદા કરે છે. સ્વાધીન છે, સ્વને આધીન છે. આપણા વિચારો અને વ્યવહારોમાં પણ એટલી જ ઊંચાઈ હોઈએ, કેટલી? આત્મા છે એટલી ઊંચાઈ. હું આત્મા છું. ઉઠો, જાગો! કીધું છે? હ અને પ્રાપ્ત.
કરો શું? પ્રાપ્ત કરવાનું? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ! અરે ભાઈ, જે ભૂલી ગયા હતા આપણે, એમ માન્યું હતું કે આપણી પાસે નથી, તેને પ્રાપ્ત કરવાનું. તો શું? કેવી રીતે થશે? તો કે ફક્ત હોશમાં આવી જશો એટલે તમે પ્રાપ્ત કરી લેશો, પ્રગટ કરી દેશો કે તમે આ છો. જેટલા પણ પરાવલંબન અને પરાધીનતાથી ઉપર ઉઠીશું, એટલા જ સુખી થઈશું. શાશ્વત સુખની આ વાત છે, અનંત સુખની વાત છે. પરાધીનતા તો છેવટે મનમાં ખટકશે. કોઈકને પરાધીન થાઓ. થોડીક વખત માટે મીટિંગ કરી હોય ૧૦ વાગ્યાની અને પેલો તમને ૧૦:૩૦ સુધી બેસાડી રાખે બહાર, પછી ખટકે ને? પણ પેલો બેસી રહે અડધો કલાક અને પાછો આવે કે, "કંઈ વાંધો નહીં સાહેબ." કેમ? ૨ લાખ રૂપિયા પેલો જ આપવાનો છે, એની લાલચ પડી છે. "કંઈ વાંધો નહીં સાહેબ." કેમ? તારો અડધો કલાક કિંમતી નહોતો? પણ પેલા બે લાખ? તો કે, "એ તો ના જવા દેવાય." એટલે બેસી રહે અડધો કલાક.
આમ કરતાં કરતાં વેચાઈ ગયો.
જ્ઞાનીનું શરણું આપણને પોતાને સ્વમાનપૂર્વક જીવતા શીખવાડે કે, "તું તત્વમસિ છું." સ્વાવલંબન એકમાત્ર તત્વમસિ છે. સ્વનું અવલંબન એટલે તે તું છે. એમાં તું આવી જઈશ. તું સામાન્ય નથી. અરે, તને ભાન નથી, તું તો શરીર પણ નથી. તું તો શરીર પણ નથી, આત્મા એ તારું સ્વરૂપ. આમ આત્મગૌરવ શીખવાડે. "તું સામાન્ય નથી, તું તો અતિ અસામાન્ય છે," એમ સમજાવે છે. તું જનરલ સમજે તને. પેલો મોટો જનરલ હોય છે ને લશ્કરની અંદર, પોતાને જનરલ સમજે. "આ બધાયનો હું વડો, સર્વોપરી." પણ કહેવાય શું? જનરલ. આ કેવી વાત છે? સ્પેશિયલ નથી, જનરલ છે. તમે વિચાર કરો, એક સૈનિક સ્પેશિયલ છે. "આ પોઈન્ટ ઉપરથી હું ક્રોધ, માન, માયા, લોભને આવવા નહીં દઉં." "અર્જુન, તું યુદ્ધ કર." તે અહીં કીધું, "તું જે પોઈન્ટ ઉપર ક્રોધ ઊભો થાય, જે પોઈન્ટ ઉપર માયા દેખાય, જે પોઈન્ટ ઉપર તને લાલચ આવે છે, બસ ધેટ પોઈન્ટ તું સ્પેશિયલ છું અને આ પાવરતા તારી જ પાસે છે.
જનરલ પાસે નથી. એ તો પાછળ બેઠો છે કંઈક ખૂણામાં સલામત, પોતાને સાચવી રાખે છે. તું યુદ્ધ કર." માટે કીધું તું, "તે યુદ્ધ કર." એટલે આ યુદ્ધ કરવાનું કીધું તું. લોકો બંદૂક ને તલવારો લઈને લડી પડ્યા. તો નામરૂપને કાપવા માંડ્યા છે બધા. હવે જેટલું તમે કાપો એટલું વધતું જાય. જેટલું કાપો એટલું વધે કે ના વધે? આ ઝાડ શું બતાવે છે આપણને? જેટલું ક્રોપ કરો એટલું આગળ આગળ વધતું જ જાય છે, મોટું ને મોટું જ થતું જાય. તો કે, "ઝાડ ના કાપીશ, ઝાડનું મૂળિયું કાપી નાખ, ઝાડ બળી જશે." તો કે, "બધાનું મૂળિયું શું છે? અજ્ઞાન." જેનું સ્વનું પોતે સ્વભાન ભૂલ્યો છે. બસ, હવે ભાનમાં આવવાનું છે, એટલી જ વાત છે. બીજું કશું કરવાનું નથી. બાકી તું જે કરતો હોય એ કર્યા કર. કહે છે, ભરત રાજાએ પણ તો કેટલી રાણીઓને? તું તારે જેટલી ઈચ્છા હોય, તારી જેટલી શક્તિ હોય, જેટલી તારી મર્યાદા તું માનતો હોય, આ બધું તારે સ્વતંત્રતા છે સંસારની અંદર.
તું નક્કી કર તારે કેટલો બોજો ઉઠાવવો. રેલવે સ્ટેશન પર એક હમાલ હોય ને કુલી, એ નક્કી કરે કે ભાઈ, "મારથી ત્રણ બેગ ઉઠાશે, એનથી વધારે નહીં." ૭૦ કિલોનો માણસ હોય, ૧૫૦ કિલો વજન વધુમાં વધુ ઉચકી શકે કોઈ. તો ૭૦ કિલોનો ઉચકી શકે એ વાત જુદી છે. "આ અમારે હાથ પેલો આમ થઈ ગયો હોય તો અમારે પાંચ કિલો વજન ઉપાડવાનું નહીં," એવું ડોક્ટરે ના પાડી દીધી. બોલો! તો પછી નક્કી કર્યું કે આ ના હોય તો શું? આ એને જે કહ્યું છે એ સાચું ના હોય તો શું? જો રિપોર્ટ કાઢ્યો છે, ફોટા પાડ્યા છે. પાછું કહે છે, "આમ જોડવું પડશે, કાપીને આમ કરવું પડશે," બધું. તો મેં શું કર્યું? "એનો રિપોર્ટ છે એ ખોટો હોય તો શું?" મનમાં આટલું એટલું જ તમે પકડ્યું કે આ બધું ખોટું છે. આ બધું સાજું થઈ ગયું એને. મેં હવે બધું વજન ઉપાડી શકાય બધું. કેટલા કલાકો લખાયું અત્યાર સુધીમાં?
બોલો! આ સીધો સાદો દાખલો અમે તો આ જીવનમાં જોયો. તારે કહે છે, આ મહાપુરુષ આપણને જ્ઞાની પુરુષ આવીને જગાડે છે કે, "તું સ્વતંત્ર છું, તું કોઈને આધીન નથી." છે આમ આત્મગૌરવની અંદર રહેવાનું એ શીખવે. આત્મા તો તમારામાં અંદર બેઠેલો જ છે ને? અરે, અંદરે છે અને બહારે છે અને વાસ્તવમાં થોડુંક ઉપર આગળ જઈશ ને એટલે સમજણ પડશે કે અંદર બહાર તો કંઈ છે જ નહીં. અંદર બહારનો ખ્યાલ છે. શું છે? અંદર બહાર છે નહીં, અંદર બહારનો ખ્યાલ છે અને એ ખ્યાલ કેવો છે? ખોટો છે, મિથ્યા છે. સંસાર છે જ નહીં. ત પેલો કે, "આ વિમાન ઉડે છે તે શું?" તો કે, "એ તારી ભ્રમણા છે." તો કે, "આટલા બધા ઉડે છે ને?" તો કે, "એ બધી ભ્રમણાઓ જ છે." કહે છે, "આત્માની અંદર કશું ઉડતું નથી. આત્મામાં કશું ઉડતું નથી. ચિદાકાશમાં કંઈ ન ઉડે. આકાશમાં વિમાન ઉડે. આકાશ છે એવો કન્સેપ્ટ આવ્યો ત્યારે વિમાન ઉડાડવાનો કન્સેપ્ટ આવ્યો.
બાકી તો કંઈ છે જ નહીં." તો આના આધારે આ, આના આધારે આ રેફરન્સ પોઈન્ટ જેમ જેમ બનાવતો ગયો, તેમ તેમ વસ્તુઓ, સાધનો, બધી સ્થિતિઓ, પરિસ્થિતિઓ, બધું પેદા થતું ગયું. સંસાર બનતો જ ગયો, વધતો જ ગયો. આ તાણા ને આ માણા. એટલે કીધું કે, "ખ્યાલ જગતનો ખોટો. હું મોટો ને તું નાનો." પાછું હું ને તું ઊભું કર્યું. બે પોઈન્ટ ઊભા કરે. આ દ્વંદ્વ થઈ ગયું. તો હજી દ્વંદ્વ ચાલ્યા જ કરે છે. દ્વંદ્વ એટલે યુદ્ધ, એટલે વિકલ્પો. આ હશે કે આ હશે? મનની અંદર શું થાય છે પ્રતિપળ? તો કે, "આવું કરું કે આવું કરવું? આમ હશે કે તેમ હશે?" તો દ્વંદ્વ ચાલ્યા જ કરે અને એ દ્વંદ્વ ચાલ્યા કરે ત્યાં સુધી જ મન છે. મનનું અસ્તિત્વ જ એના કારણે ઊભું થયું છે. અત્યારે કીધું કે યુદ્ધ ફાટી નીકળ્યું. બે આ અને આ લડી પડ્યા. તો આ ને આ છે પહેલો તો એ ખ્યાલ છે. પછી એમણે જોયું કે આ લડી પડે કે આને આ છે તો શાંત છે.
આ બધું પણ શું છે? તો કે ખ્યાલ છે તારો. હવે જો તારો ખ્યાલ જો એની મૂળ જગ્યાએ પહોંચાડ કે, "હું બ્રહ્મ છું, તત્વમ અસિ, તે હું છું." આ બધું સમી જશે, શાંત થઈ જશે. કશું કરવાની પછી તારે જરૂર.
નથી, તો પછી હવે લાચારી કોની? આવી ખુમારીથી જીવતા શીખવે છે આપણને જ્ઞાની પુરુષ, મહાપુરુષ. આવે અને આપણને જગાડે તોય પાછા આપણે ઊંઘી જઈએ. આને શું કહેવાય? પ્રમાદ. આવા ઊંચામાં ઊંચી માનસિક અવસ્થામાં માણસે સદેવ રહેવું. માણસે સદેવ રહેવું. જો, અહીં શબ્દ વાપર્યો "માણસ". તો માણસ જે પોતાને માણસ માને છે એના માટે આ બોધ છે. કોઈ જાનવર માટે તો છે નહીં, કોઈ ઝાડ માટે તો છે નહીં, કોઈ પહાડ માટે તો છે નહીં. ગમે તેટલો મોટો હોય, હિમાલય હોય, જે બોધ એક માનવ બાળને થઈ શકે એવું છે, એનામાં શક્યતા રૂપે એક માનવની અંદર થઈ શકે એવો છે. એટલે પછી એક દિવસ માનવને ખબર પડી જશે કે હું અમિત છું. અમિત! મારી કોઈ પરિમિતિ નથી. એવો અમિત માનવને ખબર પડી જશે ત્યારે એ તત્વ મજીમાં આવીને બેસી ગયો હશે. "તું તત્વ છું, જાગ, જાગ, જાગ!" એ જગાડવા માટે પરમાત્મા દિવ્ય મહાપુરુષો, દિવ્ય વિભૂતિઓના સ્વરૂપે આવીને તને કહેતા હોય.
આમ ફરતા હોય ત્યારે ના હોય, બરાબર? પણ જેવા એ તમારી સન્મુખ થાય ને, એટલે એ વિભૂતિ જે છે ને, તેની અંદર પરમાત્મા પ્રગટી જાય એ ટાઈમે અને જગાડે કે "તું જાગ, તું તત્વ છું." જો તમને એ પકડાઈ ગયું, ભાનમાં આવી ગયા, તો તમે સ્વરૂપમાં આવી પાછા. એના માટે આ દિવ્ય પુરુષો, મહાત્માઓ, સંતો વારે વારે આવીને જગાડતા. બધા ખોળ્યા કરે છે કે અહીં છે, અહીં છે, અહીં છે. અલા, ગમે તે પડે, ગમે તે ક્ષણે પરમાત્મા તો પ્રગટ થયા જ કરે છે. તું આ જોવે છે છતાં જોતો નથી અને જે નથી તેમણા કશુંક જો જો કરે છે. પેલું આમ કરીને આમ જોયા કરે કે અંદર કંઈક છે, અંદર કંઈક. એ પેલા ઝાડની પાછળ કંઈક દેખાય છે. કશું નથી. પડછાયો હાલતો હોય દૂર. પેલો ઝાડની ડાળી હાલે ને, તો એનો પડછાયો હોય તે અહીં પેલો પાછળ આમ પ્રકાશ હોય એટલે પછી ડાળી આવડી મોટી દેખાય અને પેલો જોઈને ભડક્યા કરે કે કંઈક બહુ મોટું આવ્યું.
એના જેવું આ સંસાર છે, ભાઈ. સંપૂર્ણ ભ્રાંતિમય જગત. એટલે આની અંદર તું પાછો સત્ય ખોળે છે. આની અંદર તું પાછો આવીને સત્યનો આગ્રહ કરવા, સત્યાગ્રહ કરવા બેસી જાય છે. કયો સત્ય અને કયો સત્યાગ્રહ તારો? સમજાય છે? જે રેફરન્સ પોઈન્ટ ઉપર માણસ બેઠો છે ને, ત્યાં તેને સાચું જ દેખાય છે પોતાને. પછી તો એનો વ્યુ પોઈન્ટ થઈ ગયો. ત્યાંથી એ જોઈ રહ્યો છે ને, એની દ્રષ્ટિ એ લિમિટેડ છે. વિચાર કરો. પણ જો ખબર પડી ગઈ કે હું પૂર્ણ છું, હું તત્વ છું, પરમ તત્વ છું. બધું પડી ગયું. "દિવાલો સબ ગિર ગઈ." જેટલી બી ઊભી કરી હતી માન્યતાની દિવાલો. આ જ તો આવરણો છે અને આ જ તો અવરોધો છે. તો આવરણ કયા? આવ. તમે એમ કહો ને, "આત્મા પર આવરણ પડ્યા છે ને પ્રગટ નથી થતું, અવરોધો પડ્યા છે ને પ્રગટ નથી." માન્યતાઓના છે આવરણો. તમે માન્યું હતું એટલે તો એ છેવટે છે શું?
મટીરીયલ શું છે એનું? એ દિવાલનું મટીરીયલ શું છે? તમારી માન્યતા. મેં મારી તોડી નાખી. તમે તોડી નાખો તમારી બધી માન્યતાઓ. "નષ્ટો ભાવો." ખતમ થઈ ગયો. જોજે, વૃત્તિઓ દુનિયાનો વ્યવહાર તને બળાત્કારે ખેંચે. માટે રામને ભજી લે. કયો રામ? આત્મારામ. જે આત્મા છે એ જ રામ છે. રામ છે એ આત્મા છે એવી વાત નથી કરવાની આપણે. આત્મા છે તે રામ. રામ છે તે આત્મા તો છે જ. તમે રામ એક નામ આપી દીધું એને. તને ફાવે તો એવી રીતે પણ તું ભજી લે. નહીં તો વૃત્તિઓ, શરીરના ભાવો, વ્યવહારો તમે જ્યાં હશો ત્યાંથી ખેંચી નાખશે. પગ પકડીને નીચે પછાડશે. વિષયોના રોડા રસ્તામાં એટલા બધા પડ્યા છે કે ડગલે ને પગલે તને ઠોકરો ચડાવશે. લોહીલુહાણ થઈ જાય છે. અને આ વૃત્તિઓના રોડા છે. જો, કોણે નાખ્યા હતા? ના, તમે જ ઊભી કરી. અને જ્યાં ત્યાં બેસો ત્યાં વિકૃતિઓની, વાસનાઓની, સ્વાર્થની ઠોકરો વાગીને પડ્યા.
એટલે પત્યું. દર વખતે પડો છો એટલે પતી જાવ છો. પણ તમે ઊભા જ દડાઈને થતા જ નથી. અને પછી ગાયા કરો છો, "હું તો પડી ગયો, હું તો પડી ગયો." એનાથી કંઈ કંઈ નહીં થાય. "ઉઠ, ઊભો થા." "ઉઠ" કહે છે. "ઉત્તિષ્ઠ." જ્યાં છે ત્યાંથી તું આગળ ઉપર વધ. ઉપવાસ કર. છે ત્યાંથી ઉપર વસવાનું ચાલુ કર. તું એમ સમજે છે ને કે હું અહીં વસું છું? ના, તું એનાથી ઉપર વસ. આને ઉપવાસ કીધો. ભૂખ્યા રહેવાને ઉપવાસ ના કહેવાય. એ તો મળે ખરું, ના મળે. તારી પુણ્ય એના આધીન છે. પણ આ ઉપવાસ એ તારા પુરુષાર્થને, તારા પરાક્રમને આધીન છે. તું પરાક્રમી બન. "અર્જુન, તું આવા ઉપવાસ કરજે, તું આવું યુદ્ધ કરજે." નીચેથી ઉપર ઉઠવા માટેનો જ સંઘર્ષ તારે કરવાનો છે. પેલી મોટરે આમ કરીને અવાજ કરે છે. બહુ આમ પાણી ચડાવી દે તરત. પણ ગરમ બી થતી હશે પાછી. વ્યવસ્થા રાખી હોય એને ટાઢી રાખવાની.
આ બધું કરવાનું, બરાબર ને? તો એક મોટરમાં આટલો પાવર હોય, જનરેટ કરીને બધું કરીએ છીએ, તો આપણે માણસ થઈને કશું ના કરીએ? કેવું કે નીચે નીચે જ બેસી રહીએ, જ્યાં છીએ ત્યાં પડ્યા રહીએ, ઠોકરો ખાધા જ કરીએ, અંધારામાં ભટક્યા જ કરીએ. અને ચતુર્ગતિ તો છે જ પાછી. એ કેવું? ખાલી એક વૃત્તિ માણસોને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પેલા ભરતમુનિનો દાખલો છે ને? એક મૃગલું ખાલી બસ આમ મળી ગયું ને, "આને હું સાચવી લઉં ને, હું આને બચાવી લઉં ને." એમાં પડ્યા ને એની પળોજણ. જન્મો જન્મ. તો મૃગલાનો જન્મ આવી ગયો. કારણ કે વૃત્તિ જ્યાં જશે ત્યાં તમારે જવું પડે છે. કુદરતનો નિયમ શું છે? જ્યાં જ્યાં વૃત્તિ તમારી જશે ત્યાં તમારે અચૂક જવું પડશે. આજે નહીં તો કાલે. કારણ કે ક્રમબદ્ધ પર્યાય વખતે તમે થોડા ઘણા પુણ્ય કરી નાખ્યા હશે તો કદાચ તમારા દેવલોકની અંદર જઈને પાંચ-દસ લાખ વર્ષ માટે રહેવું પડશે.
પણ પાછા પડશો ફરી. અને પછી પાછો જ્યારે પાપનો અનુબંધ આવશે ત્યારે તમારે આ મૃગલું બનવું પડશે, તમારે કંઈક બીજું બનવું પડશે. તમે બનવા માટે મજબૂર થઈ જાવ છો. કમ્પલશન આવે છે. ઉપર સ્વતંત્રતા હણી લેવામાં આવે છે. સંજોગોને આધીન રહેવું પડે છે. કરુણતા છે તે મહાપુરુષોમાં આવી કરુણતા આવે.
કે, જુઓ, ક્યારે આ આત્મા આવી સ્થિતિમાં એટલે આમ કારુણ્યતાથી આમ બોધ પ્રગટ થઈ જાય, એનાથી એના આધીન ના હોય. એ કોઈનો ઉપદેશ કરે નહીં, કરવાનો વિચાર બી ના આવે, ખ્યાલ બી ના હોય. થઈ જાય એ મહાપુરુષના હાથની પણ વાત. એ પણ નિમિત્ત નથી. કરી શકે બધું બરાબર, પણ નિમિત્ત. એ પણ નિમિત્ત. તો આપણને કોક બોધ આપે, કોક શિક્ષણ આપે, કંઈક આપણને આત્મા વિશે જ્ઞાન જ્ઞાન આપે, એ તો નિમિત્ત છે. પણ કોનો, શેનો નિમિત્ત? તમને જગાડવાનું, આત્મભાનમાં લાવવાનું, સ્વતંત્ર બનાવવાનું, ખુમારીપૂર્વક જીવવાનું, ગૌરવપૂર્વક રહેવાનું નિમિત્ત બનાવે છે. તમારે અપચ ફયપક સમજાવા દો, કાંઈ નહીં.
કે ઘણાય કથા કરે, ઘણાય કથા કરે, કશું જ ગ્રહણ થતું નથી. અને ગ્રહણ ટાઈમે લોકો ગ્રહણ કરવા બેસે. તમે જોયું છે? ગ્રહણ કાળ હોય, સૂર્ય અને ચંદ્રની ચોક્કસ પરિસ્થિતિ પૃથ્વી સાથેની, એ ગ્રહણકાળમાં બધા ગ્રહણ કરવા બેસે. અને જ્યારે ખરેખર ગ્રહણકાળ આયો હોય, મહાપુરુષ એને બોધ આપતા હોય અને જ્ઞાન આપતા હોય, ત્યારે એ શું કરે છે? એમ મોડું ફેરવે છે. બોધ પછી અંદર ગ્રહણ થતો નથી. અને ગ્રહણ થતો નથી એટલે પ્રગટ પણ થતો નથી કોઈ દિવસ. અને એ પરંપરામાં ચાલ્યા કરે છે. એટલે દરેકના જીવન માર્ગની અંદર આવી ઠોકરો નિશ્ચિત છે. જો ચિત્ત છે, નિશ્ચિત, નક્કીચિત. ચિત્તમાં જો તમે નથી, તો તમે પડ્યા જ સમજો.
"શું ભાન ચિત્તમાં રાખો કે હું પરમ તત્વ છું, હું બ્રહ્મ છું, હું આત્મા." પછી સંસારની ઠોકરો નહીં વાગે. તમને કીધું, સંસાર બધો સ્થૂળ છે, તમે તો સૂક્ષ્મતમ. તો હવે ઠોકર કરો નહીં વાગે. સંભળી, આકાશમાંથી આમ ભલેને ઉડી જાય, આકાશને કંઈ ના થાય. વિકરાળ કોઈ મોટું પક્ષી આવે જબરજસ્ત, તો આકાશને શું? એને ભય વ્યાપે? એને કંઈ ના થાય. કેમ ના થાય? એ આકાશ છે, સૂક્ષ્મ. એ પોતે પોતાના સ્વભાવમાં. આકાશ પોતાના સ્વભાવમાં છે કે "હું સૂક્ષ્મતમ છું આના કરતાં." એટલા માટે એને અસર નથી થતી.
આમ કરીને આમ ગુલાલ ઉડાડ્યો લોકોએ હોળીની અંદર. કેટલોય ઉડ્યો આકાશની અંદર. થયું કંઈ? એને કંઈ થતું નથી. એટલે આવી વિભૂતિઓ આવી અને તત્વપદ દ્વારા જાગરત કરીને ખુમારીપૂર્વક જીવાડે. "હું તો મારા સ્વરૂપમાં છું જ, હવે તો મને દુનિયા સ્પર્શે જ નહીં, કશી અસર ના થાય." આવી ઊંચી અવસ્થાને સમજતા વાર લાગે. કોઈ મહાપુરુષનું ચરણ મળે અને એ જગાડે.
હવે એક વાત કરું. સામાન્ય રીતે આપણે જોઈએ, બધા માણસો એ કર્યા કરતા હોય. એમના ખ્યાલમાં આ મહાત્મા છે, મહાપુરુષ છે, આપણાથી ઉપર છે, આગળ છે. એમના ખ્યાલમાં એટલે એ લોકો શું કરે છે? એમના ચરણમાં પડે. એમના ચરણમાં પડે છે. ચરણ એટલે પગ. એમના પગમાં પડે અને એ લોકો સ્પર્શ કરીને ચાહે છે કે એમને કાંઈક પ્રાપ્ત થઈ જાય. શું? કૃપા. એવી રીતના ચરણ સ્પર્શ કરે. જે સંત છે, જે મહાત્મા છે, જે પુરુષ છે, તે શેમાં છે? આચરણમાં. આ ચરણમાં. કયા ચરણમાં? "હું શુદ્ધ આત્મા છું," આ ચરણમાં છે સતત અવિરત બને. અને આ બધા અહીયા આવીને ચરણમાં પડે છે કે ભાઈ, એમને ચરણ સ્પર્શ કરીએ અને કંઈક એમની ચરણ રજ મળી જાય અને આપણું કલ્યાણ થઈ જાય, એના માટે થઈને જાય.
હવે સ્પર્શ એટલે સત્સંગ. આમ કરીને આમ પેલી કુવેચ હોય, કુવેચ, એનો ખાલી આમ સ્પર્શ થઈ જાય, પછી વલુરવાન ચાલુ થાય આરી પેઠે. એવો આ સંસાર. પણ અહીં તમે જાવ આ ચરણની અંદર. ચરણ સ્પર્શ કરો છો. મહાત્મા બેઠા છે ક્યાં? તત્વમસી પદની અંદર. અને ત્યાં તમે એમ સ્પર્શ કરો અને શું થાય? તો કે તમે ચંદનને સ્પર્શ કરો કે ચંદન ચોપડો, તો શું થાય? સુગંધ આપે. સુગંધ આપવી એ ચંદનનો ગુણ છે. તો એ મહાત્મા, સંત, મહાપુરુષનો શું ગુણ છે? જ્ઞાની પુરુષનો શું ગુણ છે? એની પાસે શું છે? જ્ઞાન છે. કયું? "હું શુદ્ધ આત્મા છું." બસ, એમ જ પ્રગટ થઈ જાય, એમ જ પ્રગટ થઈ જાય. તારે કીધું તું કે જો ચરણ સ્પર્શ બી કરે, તો ભાવથી કરજે. તું ભાવથી કરજે. કારણ કે એ તો મય આમ એક થઈને બેઠા છે. અને જો તે ભાવથી ચરણ સ્પર્શ કર્યો, તો લાઈવ વાયર જેવો આમ અડે, આમ પેલો અંદરથી આમ વીજળીનો ઝપકારો જે આમથી આમ ટ્રાન્સફર થાય, એમ તારી અંદર જ્ઞાન પ્રગટ થઈ જશે, ટ્રાન્સફર થઈ જશે.
શે? બલબજ. અજવાળું અજવાળું થઈ જશે. આવી રીતે તારામાં જ્ઞાન પ્રગટ થઈ જશે કે તારો ભાવ હોવો જોઈએ. ખાલી ખાલી આમ લોકોને ટાટિયા ના પકડ પકડ કર. ટાટિયા પકડવાથી કંઈ નહીં થાય. ડેડ વાયરને ડેડ વાયર અડાડવાથી કંઈ થશે? કંઈ નહીં થાય. લાઈવ વાયરને તમારો વાયર લાઈવ કરીને લગાડવો પડશે. ભાવ જગાડીને પછી અંદર વહન થશે. એવી વાત કરે છે.
"હવે તો મને દુનિયા સ્પર્શે જ નહીં, કશી અસર ના થાય." આવી ઊંચી અવસ્થાને સમજતા બહુ વાર લાગે. પણ જેને ગમ પડી જાય, કોઈ મહાપુરુષનું શરણ મળે, જે જાણતો હોય, જીવતો હોય, આચરણમાં હોય, આચરણમાં હોય, તે જગાડી દે. જ્યોતરગમ. અંધારું હોય ત્યાં એકદામ પ્રકાશ, અજવાળું અજવાળું કરી દે. શેનું? જ્યોતિ પ્રગટ થઈ જાય, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય. "અસતો મા સદગમય." જે અસત છે તેની અંદર સત પ્રગટ થઈ જાય. માણસ રૂપે તમે અસત છો, બ્રહ્મ રૂપે જ તમે સત છો. પરમ સત્ય એ જ છે. વૈદિક પ્રાર્થના વડે વૃત્તિઓને ધીરે ધીરે વૃત્તિઓને હૃદય હદયમાં સમાવવાની, વૃત્તિઓનો લય કરવાનો છે હૃદયની અંદર.
વાસ્તવિકતા તો એ છે, પ્રગટ બી તમે જ કરી હતી. કોક ચોક્ક સંજોગોમાં જઈને, "ઓ, કેવું સરસ દેખાય છે!" કરીને તમે એક વૃત્તિ પ્રગટ કરી હતી. હવે એને તમારે સમાવવાની. એ કુતુહલ હતું. "ઓ, અરોરા દેખાય છે!" કે આકાશમાં તો કે ગ્રહણ જોવા જાય લોકો. વૃત્તિ, જિજ્ઞાસા. તો કે એને સમાવો. હવે સંસારની અંદર જિજ્ઞાસાઓ કરી કરીને તમે ફસાયા. હવે એનાથી મુક્ત થવાનો વખત. તો શું કરવાનું? તો કે વૃત્તિઓનો લય કરો. શેમાં? નીજમાં કરો, નીજમાં લય કરો. નીજ ક્યાં છે? અહી. એટલે હૃદયમાં સમાવવાની. આવા ચિંતન વડે આપણા પોતાનામાં જ પાછું આવવાનું. એટલે એને કહેવાય, "અહમ બ્રહ્મસ્મિ," "હું બ્રહ્મ છું." "ઓમ," એ મારું સ્વરૂપ.
જુઓ, તમે આ હું જ છે. પાછળ સ્વર શું છે? માણસ બોલે છે, "ઓ." તો આ તો સ્પંદનશાસ્ત્ર છે. એટલે અ, ઉ, મ બધું આવી રીતના આપ્યું. બધા ખયાલો આપ્યા. તમને એક લેવલનું જ્ઞાન છે, એ પણ યાદ રાખો. એનાથી ઉપર ઉઠવાનું છે. ક્યાં? તે તું છે. આ સ્થિતિ "અહમ બ્રહ્માસ્મિ" છે. પકડી લો ઝડપથી. ઓમ એટલે જ હું. ઓમ એ અમર મંત્ર છે. "હું પોતે જ આ છું" એ મૂળ મંત્ર છે. "અહમ બ્રહ્માસ્મિ" — હું બ્રહ્મ છું. એક ધારા પ્રવાહથી આપણને ઊંચી સ્થિતિમાં લઈ જાય. પહેલા મોટેથી, પછી મનમાં, પછી અંદર ઊંડે ઊંડે ઊંડે ઊંડે. પછી તો મન પણ લય પામી ગયું. તમે ત્યાં જ રહી ગયા. મૂળ પ્રગટ થઈ ગયું. "મૃત્યુમાં અમૃતમ ગમય" કે જીવ પડે પડે ક્ષણે ક્ષણે મૃત્યુ પામી રહ્યો છે.
તમને ખબર છે કે આ જે જગત તમે જોઈ રહ્યા છો, દ્રશ્યમાન, એ પ્રતિપળ વિપળ એની સેકન્ડનો કેટલામો લાખમો બી ભાગ હશે ને, તે પડે ત્યાં આમ ઝપકારો થઈને અલોપ થઈ જાય છે અને પાછું પ્રગટ થાય છે. આ સતત ચાલ્યા કરે છે. આપણને એ કોન્સ્ટન્ટ દેખાય છે. વાસ્તવની અંદર છે નથી, છે નથી, છે નથી ચાલી રહ્યું છે. અને એટલી બધી તીવ્રતાથી, એટલી બધી મનની ગતિથી પણ વધારે આવી રીતના પ્રગટ-અલોપ, પ્રગટ-અલોપ થાય છે. તો આ પ્રલય તો થયા જ કરે છે અને પ્રગટે થયા જ કરે છે. ખરેખર તો ચાર રસ્તા પર પહોંચ્યા અને પેલી સ્ટ્રીટ લાઈટ આમ લાલ, પીળી, ભૂરી, લાલ, પીળી, લીલી વારાફરતી વારાફરતી વારાફરતી થયા કરે. એની સ્પીડ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જાય. છેવટે શું થશે? તો કે ત્રણેય કોન્સ્ટન્ટ દેખાવા માંડશે. તો હાલત આપણી એવી થઈ ગઈ. આપણે મન, વચન, કાયાને કોન્સ્ટન્ટ કરી નાખી અને આ જે કંઈ સૃષ્ટિ દેખાય છે આપણને, તેને બી આપણે કોન્સ્ટન્ટ કરી નાખી.
વાસ્તવમાં કોન્સ્ટન્ટ તો છે જ નહીં. એ આવી છે એવું જે જાણે છે તે કોન્સ્ટન્ટ. પણ ભાન ક્યાં ગયું આપણું ત્યાં? એટલે પછી એના જેવા થઈ ગયા. "સંસર્ગ જેના સંગમાં રહેશો, તેવા તમે થશો." ચૈતન્ય ભાવ ગુમાવીને તમે જડ વસ્તુને પકડવા માંડ્યા, તો તમે જડ બનતા ચાલો. હવે પાછા ફરી મૃત્યુ બધી અંદર નીચમાં સમાવો. ભાન પ્રગટ કરો અને તમે તે તત્વ તમે જ છો એ ભાન કરો. જ્યાં જ્ઞાન આવ્યું ત્યાં દેહાધ્યાસ રહેવાનો જ નથી.
શું કહે છે? જો સંત આપણને, "જ્યાં જ્ઞાન આવ્યું એટલે દેહાધ્યાસ રહેવાનું જ નથી." આમ સરસ મજાના દર્શન ડાકોર જઈને કર્યા હોય. ઓમ દારોબી, આપણે ભલે ત્યાં આગળે મૂર્તિની અંદર ભગવાન જ જોઈએ છીએ. અમૂર્ત મૂર્તિની અંદર પણ આપણે અમૂર્તના દર્શન કરવાના છે. જો કોઈ કાળે કરીને ભાવથી પણ આપણે જો આમ એકાગ્ર થઈ ગયા, એક ક્ષણ માત્ર દેહભાન ભૂલી જશો. પેલો ઠોહા મારતો હશે પાછળથી, ગમે તે કરતો હશે, તમને કાંઈ ખબર નથી. તમે તો એનામય થઈ ગયા છો. એક ક્ષણ માટે એ અમૂર્તની ઝાંખી મેળવવા માટે લોકો શું કરે છે? તમે જુઓ છો, આખી જિંદગીની મૂડી, કમાણી જે કંઈ હોય ને, એ બધાનો ખર્ચો કરી નાખે. 40 વર્ષ સુધી થોડું.
થોડું થોડું કરીને એણે કરેલો ધનસંચય અહીંયા એણે પ્રાણ હોમ્યો અને આ પૈસારૂપી પ્રાણ પ્રગટ કર્યો. એણે રૂપાંતર કરી નાખ્યું, ઘડો થઈ ગયો. હવે એવા રામેશ્વર જાય છે, ત્યાં આગળ જઈને ભગવાનને દર્શન કરે છે. એક ક્ષણ માત્ર માટે એકરૂપ થઈ આવે અને પાછો આવે. દરેક મંદિરમાંથી બહાર નીકળતા ભક્તને સામે તમે જોજો, ભગવાન તમને ત્યાં દેખાશે. એક શાંતિ, એક સંતોષ, એક તૃપ્તિ, એક અનુભૂતિ. દરેક મંદિરમાંથી, ચર્ચમાંથી, મસ્જિદમાંથી બહાર નીકળતા કોઈપણને તમે જોશો, તમને ત્યાં દેખાશે. એને ઝીલી લો, એના દર્શન કરો. એ તો એક જ જઈને ગાય, તમને તો કેટલા બધી જગ્યાએ દેખાવાનો છે તે! શું બતાવે છે કે હા, પરમાત્મા તો અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે. એ શું વ્યાપકતાનો બોધ પેદા થઈ જશે એક ક્ષણ માત્રની અંદર જો આટલું પકડાશે તો!
જગન્નાથપુરી, લાખોની પબ્લિક, ભીડ, બધા દર્શન કરવા ગયા. દરેક જન તન્મયાકાર થયેલો છે તત્વની અંદર. એ ક્ષણ પૂરતા આમ ડૂબ્યા છે અને બહાર આવે છે. બસ, તત્વરૂપ બની ચૂકેલા છે. તે ક્ષણે જો તમે દર્શન કરી લીધા, જગન્નાથના દર્શન થઈ જશે. જે અનંત છે, શાશ્વત છે, વ્યાપક છે, પ્રત્યેક નામરૂપની અંદર દર્શન થઈ જશે એ ક્ષણે. આ સાયન્સ છે. સ્વના આનંદમાં સ્થિર થઈ જા, ભલે શરીરનું જે થવાનું હોય તે થાય. તો આ આ ક્ષણ પ્રાપ્ત કરી લે. કહે છે, "બસ, બીજું કંઈ નહીં. તું તે વખતે વિચાર ના કરીશ. કોઈ ધક્કો મારે છે, આમ થાય છે, તેમ થાય છે, કશું વિચારીશ નહીં. આ કપડાં બગડે છે, કશું થતું નથી. તું સ્વના આનંદની અંદર બસ આમ સ્થિર થઈ જા. તું સન્મુખ છે પરમાત્માની. તું તદરૂપ બની રહ્યો છે. તે ક્ષણ પૂરતો પણ તું તદરૂપ બને છે. તારી અંદર બીજ પડી ગયું. હવે તું કોઈને કોઈ કાળે પાછો તદરૂપ તો થવાનો જ છે.
આ તારું ભાવી તો નિશ્ચિત કરી જ નાખેલું છે. હવે એમાં બીજી વાસનાઓને વસાવીને રોડા ના નાખીશ."
બહાર નીકળીને પાછો જુઓ, "આપણે સ્ટીમરમાં ફરવા જઈશું." એક પાછું ફરી આમ પ્રગટ કરી દેશે એ ટાઈમ. "દરિયામાં નાવા જઈશું, હોટલમાં ખાવા જઈશું." પાછું આ બધું ઊભું થઈ જાય. અરે, તું આત્મા છું. આ તું વિશેષ ભાવે કરે. તું સહજ ભાવે ભલેને ભૂખ લાગે, તું ખાઈ લેજે, એનો વાંધો નથી. જે દિશામાં જ્યાં ચાલી નીકળે, મળે તો સ્ટીમરમાં ફરી આવજે. તું સહજ ભાવે કરી લેજે એ કામ. એના પર વિશેષ ભાવ ના લગાડે. એમ કે વિશેષ ભાવ ફક્ત એક જ જગ્યાએ હોય, "હું બ્રહ્મ છું." એ વિશિષ્ટતા છે એટલે એને વિશેષ ભાવ કહેવાય. તેને લોકો સ્વભાવ પણ નથી બનાવતા. વિશેષ ભાવને વાસ્તવમાં સ્વભાવ બનાવવાનો છે. ગુરુ તો એ જ કે જે સંસાર નહીં પણ સંસારના બંધનોથી છોડાવે. સંસાર છોડાવે એ ગુરુ ના કહેવાય. "ઘરમાંથી બહાર નીકળી જાવ, જંગલમાં જઈને તપ કરો, ફલાણું કરો, ઢીંકણું કરો." બધું જે છે, તો સંસાર છોડીને જવાનું નથી.
સંસારના બંધનો જે છે તેમાંથી છૂટવાનું છે. એમાંથી જે છોડાવે.
શેનાથી? સમજથી. બંધનોથી છોડાવે છે આપણને. તમે સમજ પ્રાપ્ત કરશો. આજની સમજ એ આવતી કાલનું કેવળ દર્શન છે અને એ કેવળ દર્શન અંદર પડ્યું પડ્યું પડ્યું પડ્યું એવું ગાઢું થતું જશે કે એક દિવસે કેવળ જ્ઞાનમાં પરિણમન પામશે, પામશે ને પામશે. આ જે દર્શન છે, આ જે સમજ છે, અંદર પડી રહી છે જે અત્યારે પડી રહી છે, એની કેટલી બધી કિંમત અમૂલ્ય છે! એટલે કીધું, "જ્ઞાન સાંભળવા માટે મળે ને તો ગ્રહણ કરી લે છે, જીલી લે છે. તું ધન્ય છું." ત્યારે ડાફોરિયા ના મારીશ કે ફલાણો ક્યાં ગયો? અહીંયા જ બેઠો હતો ને હમણાં. ત્યાં ના પડીશ. એ તો ગયો, જવાનો હતો ત્યાં, કારણ કે એને તેડી ગઈ કુદરત, એને જ્યાં જવાનું હતું. પણ તું તો અહીં છું, જ્યાં તારો દેહ છે ત્યાં તું છું. પહેલું તો એ હોવું જોઈશે. દેહની અંદર પણ તું જ છું એ ભાન તો પ્રગટાય. એ નથી પ્રગટતું એટલા માટે દીવો, બત્તી, અગરબત્તી, બધી બધું કરવાનું શીખવાડ્યું તને.
ત્યારે બહાર આમ આમ કરવા માંડ્યો. ખરેખર અંદર કરવાનું હતું. એ અગરબત્તી અંદર ફેરવવાની હતી. આ દીવો અંદર પ્રગટાવવાનો હતો. આરતી અંદર કરવાની હતી. એને પેલો બહાર આમ કરી દીધું.
હવે ફાધર આરતી કરે છે જ્યારે આમ કરીને આમ કરે છે આરતી, તે વખતે અંદર ફાધરને એ ભાવ પ્રગટે છે કે તે મૂર્તિમાં પરમાત્મા બેઠો છે ને હું એની આરતી ઉતારું છું. બરાબર? એ ફાધરનો ભાવ. સાવ નાનું બાળક છે એ ફાધરને જુએ છે કે ફાધર એના આવી રીતના આમ કરી નામ આરતી ઉતારે એટલે એ બી આરતી ઉતારવા માંડે, પણ શું એના લક્ષમાં છે કે ભગવાન ત્યાં છે? આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો પોતાનું જીવન પૂરું કરી એમને ખ્યાલ જ નથી. એટલે કીધું તું કે, "મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા રે. નહીં પુજારી, નહીં કોઈ દેવળ, નહીં મંદિરને તાળું." આવું બહુ મોટું પરમાત્માનું મંદિર છે કે તું કયા મંદિરમાં જાય છે? ગુરુદેવ પરબ્રહ્મ નીજ સ્વરૂપમાં લાવીને સ્થાપી દે એને કહેવાય પૂર્ણ બ્રહ્મ સદગુરુ. ભગવાનના શરણોમાં કરોડો વંદન કરીએ, કરોડો નમસ્કાર કરીએ છીએ.
સદગુરુનું નિર્વ્યાજ હેત એ જ શિષ્યનું કલ્યાણ છે. સદગુરુ તો એવા કે કોઈ શિષ્ય પાસેથી ક્યારેય કોઈ અપેક્ષા ના રાખી આપે. ભરપૂર આપે એને પણ અપેક્ષા નથી કે તમે એનું પાલન કરશો કે તમે એને ગ્રહણ કરશો. વિચાર તો ઊંધી તપેલી તોય કે હું તો રેડીશ જ. કેમ? તો કે રેડવું એ મારો સ્વભાવ છે. એ બી નથી જોતા કે આ તપેલી ઊંધી છે. એમને અપેક્ષા નથી કે આમ બહુ જોરથી રેડ રેડ કર્યા જ કરીશ ને અંદર તો એક દાડો તો કાણું પડશે ને? થોડું ઘણું તો અંદર જશે ને? ધાર એટલી બધી પ્લે જેટ સ્પ્રે જેવી કરી દે તો અંદર કાણું પાડે ને પછી એમને ખબર છે કે આ તો આરપાર જાઈ જ રહ્યું છે. એને ભલે પકડાય કે ના પકડાય, ફોટો તો પડી જ રહ્યો છે. ભલે એની પ્લેટમાં આવે કે ના આવે, અંદર બરાબર સેટ થઈ જ રહ્યું છે. આવા સદગુરુ માત્ર શરણે આવેલા સદ શિષ્યનું પરમ કલ્યાણ એ જ સદગુરુનું કર્તવ્ય છે.
એટલે રેડ્યા જ કરે, ઢોળ્યા જ કરે, ઢોળે અમૃત ઢોળ્યા જ કરે છે. તમે વિચાર કરો, જ્ઞાનામૃતના મોતિ ચુગે આ હંસ સરોવરમાં સત્યમ શિવમ ને સુંદરમની જલહળ જ્યોતિ તન મનમાં. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં. શું ચરણોમાં? ચરણોમાં શું? ચરણો માટે? સતશિષ્યનું પરમ કલ્યાણ એ સદગુરુનું કર્તવ્ય.
આવા સદગુરુ પાસેથી મેળવેલા સંસ્કારને ઉજાગર કરવા જોઈએ, પ્રગટ કરવા જોઈએ. તને જે શ્રેષ્ઠ બોધ આપવામાં આવ્યો છે એના વડે તું ઉઠ, કમર કસ અને તારા જાગૃતિના માર્ગે ચાલવા માંડ. જાગૃતિ કઈ સમજણની? ગમ પડી? સદગુરુ હંમેશા શિષ્યનું પરમ હિત થતું હશે તે પ્રકારે જ વિચારશે. શિષ્ય ના હોય તો પણ એ તો જગત કલ્યાણમાં છે. ક્યારેય કોઈનું અહિત કરી જ ના શકે. એનામાં એ એલિમેન્ટ છે જ નહીં. કોક બીજો જોતો હોય અને એને એવું દેખાય એ વાત જુદી છે. એ તો એની ભ્રાંતિ છે, એ તો એનો ખયાલ છે અને એનાથી એ બંધાયો છે. સદગુરુ નિર્મળ આકાશ ગગન સદરશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. તત્વમસિનું લક્ષ્ય જેણે સિદ્ધ કરેલો છે એવો સદગુરુ. તમે ત્યાં બેઠા છો, બસ એ ખયાલમાં બી આવો ને સત્સંગ શરૂ થઈ જાય. મય અંદર આમ કહે છે ને, "આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવ." પછી આમ બેઠા હોય ને તોય આમ યાદ આવી જાય કે આહાહાહા!
શું બોધ આપ્યો હતો ગુરુએ? શું કીધું હતું સદગુરુએ તે દિવસે? બસ, ત્યાં સત્સંગ શરૂ થઈ જશે. ભઈ, અંદર ઓટોમેટિક અંદર બેહાડી દીધું છે બોધ આપીને. અમૃત ઢોળ ઢોળ કર્યું છે. અમૂલ્ય છે. અનંત સંસારો છે ને આખે આખા અનંત સૃષ્ટિઓ સદગુરુને સમર્પિત કરી દો તો પણ ઋણ પૂરું થાય નહીં. પેલા બલિરાજા એને પાસે ગયા. ભગવાને ખાલી એમ જ કીધું કે, "હું તો તારા પાસેથી દાન લેવા આયો છું. સાડા ત્રણ ડગલા પૃથ્વી તું આપજે કે, વધાર નહીં." સાડા ત્રણ ડગલા એની પાસેથી બધું લઈ લીધું ભગવાને અને બલિરાજાને પછી પાતાળમાં સ્થાપી દીધું કે, "તું અહીં આગળે ભક્તિ કર્યા કર." બસ, સાડા ત્રણ ડગલા ફક્ત પૃથ્વી. આની અંદરે પૃથ્વી છે, જળ છે, વાયુ છે, આકાશ છે અને તેજ બી છે. આ પાંચ આપવા પડશે તમારે. એ પરમાત્માને આપવા પડશે. પ્રાણ છેવટે આપવો પડશે તમારો. આ ભાવ આપો આમ આવી રીતના કે, "આ સમર્પણ કરું છું આ છ તત્વો, હે પરમ તત્વ, તને તને હું આ છએ સમર્પિત કરું છું." કે અને પછી પરમ તત્વ પ્રગટ થઈ જશે જળહળ જ્યોતિ.
શું કીધું છે કબીરાજે? "ગુરુજન સ્પષ્ટ હોય તો સમાવર્તન સંસ્કાર કરે." સમાવર્તન એટલે બોધ જે પૂરો થાય ત્યાર પછીથી એ દરેકને મુક્ત કરે કે હવે તમે તમારા એમાં જાવ. પહેલાના આશ્રમ ધર્મ જ્યારે હતો ત્યારે 25 વર્ષ સુધીને એને જ્ઞાન આપ કરે દરેક બાબતનું, દરેક જેવું છેવટ એને સમાવર્તન સંસ્કાર એટલે કે કોન્વોકેશન એ જમાનામાં. તો કે હવે તમે તમારા સમાજમાં પાછા ફરો, સંસારની અંદર પાછા ફરો. જો ગુરુનો આશ્રમ છે તેમાં સંસાર નથી. ગુરુના આશ્રમની
અંદર એ જ્યાં શ્રમ કરતા બેઠા છે ત્યાં આગળે આશ્રમ કહેવાય. ગુરુ શું શ્રમ કરે છે? એક જ: "તત્વમ અસી, હું તે છું." આ એક જ આચરણ છે એમનું. અને એમના ચરણ પકડીને લોકો જે જે પ્રાપ્ત કરે છે, અને કર્યા પછીથી એમને એમ લાગે કે ઓકે હવે પૂરું થયું છે, આનું ડિસકનેક્ટ કરવો પડશે આને હવે, ત્યારે એને મોકલે છે પાછો સમાવર્તન સંસ્કાર કરીને. તે વખતે એને કહે છે, અને અચૂક કહેતા હતા એ જમાનાના દરેક ગુરુ કે, "તમે અમારા જીવનની અંદર કાંઈ પણ ઉણપ દેખાઈ? આ બધું કરતાં ૨૫ વર્ષ અહીંયા રહ્યા, તમને બોધ પ્રાપ્ત થયો, બધું જ થયું. પણ એમાં પણ જો તમારા ખયાલથી તમને કોઈ ઉણપ અહીં દેખાઈ હોય, કોઈ ક્ષતિ માલ પડી હોય, તો એને અહીંયા જ મૂકીને જજો. એને જોડે ના લઈ જતા. ફક્ત બોધ ગ્રહણ કરજો." એમ કીધું છે. "આ ક્ષતિને ના લઈ જશો, એને અહીંયા જ મૂકીને જજો, કારણ કે તમારો ખ્યાલ છે.
પણ એને અહીં મૂકીને બોધ લઈ જજો." અમૃતનું દાન નાને કહેવાય, નિર્વ્યાજ પાછું.
શું આપતા હતા ગુરુને? રાજા મહારાજાઓ પોતાના સામ્રાજ્યો એની પર ન્યોછાવર કરતા હતા તે વખતે કે, "પ્રભુ, બધું જ આપનું છે." રાજા દશરથ જેવા પણ, રાજા રામ સુદ્ધા પણ, ગુરુ વશિષ્ઠ તો કે, "બિરાજો, અહીંયા સિંહાસન પર બિરાજો." રાજ સિંહાસન પર બેસાડતા હતા. આદેશ પછી કે જે પણ હોય, અને એમનો આદેશ એટલે ધર્મ. એ આચરણમાં લાવતા, આચારની અંદર લાવતા હતા એમનો આદેશને. અત્યારે કયો સ્ટુડન્ટ આ કરે છે? એ પામે છે, આજે પામે છે, કારણ કે જ્ઞાન ગંગા તો વહ્યા જ કરે છે અવિરતપણે.
તમને એક વાત કહું, આ જ્ઞાન છે ને, એટલું જલદ છે! અનંત કોટિ એટમ બોમ્બ એક સામટા ફૂટે ને, એનો જેટલો પાવર જેટલો જનરેટ થાય ને, એનાથી જબરજસ્ત છે જ્ઞાન કે અજ્ઞાનને ભળાકે ઉડાડે, અંધારાની અંદર અજવાળું કરે છે. એક બોમ્બ ફૂટે તો થાય છે ને આમ ઝપકારો? આ તો અજવાળું કાયમ માટે કરી દે છે, પછી અંધારું રહેતું જ નથી. અંધારા કોટિ વર્ષના પળસાઠમાં ઉલેચશે, સાઠ પોળની અંદર. તો બસ આ અંધારા કોટિ વર્ષના ઉલેચી કાઢ્યા કે અજવાળું અજવાળું. અને એ પણ પરમેનન્ટ કરી આલ્યું કે, "ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના સ્વરૂપે ઝળક્યા." આવા સદગુરુ તો એને કહેતા હતા કે, "અમારા જીવનની અંદર કઈ ઉણપ દેખાય ખાઈ? કોઈ ક્ષતિ માલૂમ પડી હોય, તો એને તું અહીંયા મૂકીને જજો. કટુતાને ક્યારેય સાથે ના લઈ જતા."
એ દ્વંદ્વાતીત હોય, દ્વંદ્વથી પણ અતીત થઈ ચૂકેલા હોય. એટલે યુદ્ધથી પર થઈ, એમનું યુદ્ધ સમાપ્ત થઈ ગયેલું હોય. દ્વંદ્વાતીતનો અર્થ આવી રીતે લો તમે સમજો: દ્વંદ્વ નથી, તું અને હું નથી. એમનામાં સમાપ્ત થઈ ગયું છે દ્વંદ્વાતીત. અને શિષ્યને પણ મુક્ત કરાવે, દ્વંદ્વથી મુક્ત કરાવે. "આમ કરું કે આમ કરું?" એવું નહીં, નિશ્ચયવર્તી બનાવી દે શિષ્યને. "હું શુદ્ધઆત્મા છું." બસ.
"ક્લેશ પંચાદિહારમ." ગુરુ કેવા હોય? પંચક્લેશને ખતમ કરી નાખે એવા હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મત, મતસર જે કહીએ છીએ તે બધા પંચક્લેશ. શરીર તો વ્યવહાર પૂરતું સાધન છે, ભાઈ. શું તમે આમ ગ્લોઝ પહેરીને કંઈક આમ પકડો ને, કે જેથી કરીને પેલું અંદર સ્પર્શ ના જાય, એવી રીતે આ શરીર આપવામાં આવ્યું છે. સંસાર તમને સ્પર્શી ના જવો જોઈએ, એના માટે તમને આ પહેરાવવામાં આવ્યું છે બોડી. એનો ઉપયોગ તો સમજો. આપણે તો એની અંદર જ કાણા પાડીને ગ્રહણ કરાવીએ બધું. અને પાછા એને જ માની બેઠા કે, "આ જ હું છું." બોલો ભાઈ, ભયંકર ભૂલ થઈ ગઈ. "ભગવાન મને માફ કરો, આ ભૂલની ક્ષમા માગું છું." શરીર તો વ્યવહાર પૂરતું સાધન છે, મારું પોતાનું સ્વરૂપ નહીં. "હું પોતે જ બ્રહ્મ છું." જે પ્રજ્ઞાન છે, પહેલેથી મજૂત છે. પ્રજ્ઞાન સદાકાળ સર્વત્ર વ્યાપક જેવું, એ જે જ્ઞાન છે તે.
એટલે ગુરુને ક્લેશાતીત બનવું જ પડશે. અને તે જ્ઞાન સમજણ બનાવશે. તમે પણ ગુરુ છો, એટલા માટે કહે છે અહીં તો આ થઈ ગયું છે સદગુરુ પાસેનો. હવે શિષ્યને ગુરુ બનાવવાનો છે, એ પ્રોસેસની વાત. એટલે કહે છે કે ગુરુ બનાવશે જ તમને. પણ ગુરુ એટલે આત્મા, અનંત વ્યાપક બનાવશે જ. તે જ્ઞાન અને સમજણ બનાવશે તમને. શું બનાવશે? માણસ નહીં બનાવે. "માણસ માત્ર ભૂલને પાત્ર" એમ બોલ્યા કરે ને? માણસ છટક્યા કરે. શું? અને ભૂલ હોય એની એ જ કર્યા કરે પાછો કે, "નહીં, સ્વીકાર ભૂલોનો નહીં. હું બ્રહ્મ છું." સ્વીકાર ચાર વેદના ચાર મહાવાક્યો. જીવનનું લક્ષ્ય પરમ તત્વ જ છે," એમ સમજાવે છે. એને ઉજાગર કરીને જાગૃત કરે. "પરબ્રહ્મની સર્વોપરિતા સ્થાપ્યા પછી સ્વરૂપના દર્શન તું કર્યા જ કર." ગુરુ આયમ કહે છે એને. "તત્વમસિ"ની પ્રાપ્તિ પોતાના અંતઃકરણમાં જ થવાની છે.
અંતઃકરણ, બાહ્ય કરણ, કરણ. કરણ એટલે ઉપકરણ. આ બધું જે કંઈ દેહ છે, એ બી કરણ જ છે ને આખે આખું આમ જોવા જઈ ગયા તો. તો એની પ્રાપ્તિ એના વડે જ થવાની છે. તે આત્મસ્વરૂપ છે, એટલે આ પણ આત્મસ્વરૂપ છે. આરપાર અંદરથી જઈ જ રહ્યું છે બધું અત્યારે.
ત્યાં તત્વ સુધી પહોંચતા તીર્થો, મંદિરો, મૂર્તિઓ, આ બધાની જરૂર પડશે. સ્ટેપ બાય સ્ટેપ તું આગળ વધીશ ધીરે ધીરે ધીરે ધીરે સમજણથી. એકવાર તત્વ ઉપદેશ થઈ ગયો, એ ઉપદેશને પામ્યા પછી આત્માનુભૂતિ મેળવીને સ્વરૂપમાં લીન રહેજો. પછી પહેલા બધામાં જવાનું આવશ્યક રહેતું નથી તમારા માટે. તત્વબોધ પામી લીધો, સંપૂર્ણતામાં આવી ગયા પછી, એ સંપૂર્ણતામાં તમે લીન રહેજો.
યાદ રાખજો, બીક એ કાલ્પનિક છે. બીક, ડર, ભય. દરેકને લાગતી જે હોય છે ને બીક, એ શું છે? કાલ્પનિક છે. મનની અંદર એમ થાય છે કે આમ હશે. બસ, બીજું કશું છે નથી. હવે એની સામે પડો. તમે શું છો? બ્રહ્મ છો. બક બીક કેટલી છોટી વસ્તુ છે, તમે વિચાર કરો. એક જીવડું વાળું નાનું અમથું, માન માન દેખાતું હોય, ના દેખાતું હોય એવું. તમે આટલા ગુરુ, અનંત, મહાન, વ્યાપક, શાશ્વત, અનંત શક્તિમાન, અને તમે એનાથ બી હોય? આમ પેલું પડછાયાથી આમ બીવે ને જાણે! તો જે છે એને એટલું મેગ્નીફાય તમે કરો છો, એટલા માટે બીક લાગે ખયાલમાં.
શું છે એ મોટું છે? વાસ્તવમાં એ તુચ્છ છે, એક ત્રસ રહેણું જેવું છે, પણ બીવે છે. દાખલો આપો: વાયરસ. બધાને બીક લાગે છે, વાયરસ તુચ્છ છે. મનની અંદર શું બેસાડી દીધું બધાએ અત્યારે? "વાયરસ જીવલેણ વાયરસ" એવું બેસાડી દીધું અને પછી બધા બીજા. હવે એ બીક જે અંદર પડેલી બધાની, એ સૌથી મોટી થઈ ગઈ. એટલે કોરોનામાં 99% તો બીકના માર્યા મર્યા અને બાકીના 1% બીજા કારણોથી. પણ છેવટે અલ્ટીમેટલી તો બીક છે, નહીં મૃત્યુની, મોતની? મોત મોટું કે તમે મોટા? એક દિવસ બેસીને અડધો કલાક વિચાર કરો, મોટું કોણ? મોત કે તમે? આટલા બોધ ઉપદેશ પછી અલ્ટીમેટલી તમારી અંદર શું આવે છે? અનુભવ શું છે? જ્ઞાન શું કહે છે તમને? "મોત મોટું છે." ના, એ તો ક્ષણિક જ છે, એક જ. બસ, બીજું કંઈ છે નહીં. બહારનામાંથી બહાર ને બહારથી અંદર, બસ એ જ કરવાનું છે. આ તો એક ઘટના છે, સ્થિતિ છે અને તમે સ્થિતિના ગુલામ નથી.
હવે તમે જ્યારે ચાહો ત્યારે દેહમાંથી બહાર ને બહારથી અંદર, અંદરથી બહાર ને બહારથી અંદર, તમે ચાહો એટલી વાર કર્યા કરો. એ તમે છો, એ ખ્યાલ લો, એ જ્ઞાનને પકડો. પછી મોતને બીક નહીં લાગે. "બહાર નીકળી જઈએ, અલગ જ છીએ, કશું થવાનું નથી." એમ કે બસ, એટલે ફરી ઊભા થઈ જવા. આ આત્મચેતના જે છે તે જ વાસ્તવિક છે, બાકી બધો ભ્રમ છે. "આ લાલ પીળા બંગલા નોય તારા બાપના." આ તો ઊભા કર્યા છે બધા અને તમે માની લો કે આ મારા બાપનો. બાપોય માને કે મેં મારી મિલકત આમ કરીને બનાવી. એ માન્યતા, આય માન્યતા. શરીર અને એના ભાવો એ બધી સમસ્ત ભ્રાંતિ. લાલ પીળા બંગલા એટલે સમજાયું? લાલ પીળા બંગલા એટલે રેડ ઇન્ડિયન બી હોય છે અને પેલો ચાઇનીઝય હોય છે. ગમે તે બોડીની અંદર તમે હોય એમ. કાળોય હોય અને ગમવરનોય હોય ને ગોરોય હોય. આ બધા બંગલા, એની અંદર તમરો વસો.
"નો હોય તારા બાપના." શરીર અને એના ભાવો એ સમસ્ત ભ્રાંતિ છે. ઈશ્વરનું સ્વપ્ન છે. રાત્રે આમ કરીને આમ જેમ આપણે સ્વપ્ન જોઈએ છીએ તેમ ઈશ્વરે જોયેલું સ્વપ્ન છે, બીજું કશું જ નથી. અને ઈશ્વરે એ સ્વપ્નને સાચું માની લીધું અને ઈશ્વરને આપણે સાચો માન્યો એટલે એના સ્વપ્નને પણ આપણે સાચું માની લીધું. શું થયું? ઈશ્વરને સાચો માની લીધો અને પછી એના સ્વપ્નને પણ આપણે સાચું માની લીધું. માયા. વાસ્તવમાં તું બ્રહ્મ છું. તું ઈશ્વર પણ નથી, તું તો બ્રહ્મ છું. એનાથીય ઉપર. જે સમષ્ટિની પળોજણમાં પડેલો હોય તો એ ઈશ્વર તો એની માયામાં પડેલો છે. એ ઈશ્વર એની માયામાં પડેલો છે, પણ જોડે જોડે તુંય પડ્યો પાછો. સમજાયું? તું બ્રહ્મ છે. "ઈશ્વર એ ભ્રાંતિ છે." એમ કહેવા માંગે તારી અને એ ભ્રાંતિની ભ્રાંતિની અંદર પાછો તું આને સાચી માનીને પડી રહ્યો છે.
આ માયા છે. બસ અને જીવો. તું બ્રહ્મ છું, તું મુક્ત છે. આ બધું તારા માટે કશું છે જ નહીં. કંઈ નથી. ઈશ્વર બી નથી ને કંઈ નથી. કારણ કે ઈશ્વર ને સંસાર આમ કરે એટલે આમ એક પોલ ઊભો થાય એટલે બીજો પોલ ઊભો થાય. તું આ બેમાંથી બહાર નીકળ. એટલે કીધું, "તું દ્વંદોમાંથી બહાર નીકળ." અઘરું પણ ઝટ દઈને કોઈ નહીં કહી શકે કે ઈશ્વર પણ તારી જ ભ્રાંતિ છે. તારી કલ્પનામાં તે પેદા કર્યો છે ઈશ્વર અને એવી જ રીતે આ સંસાર પણ તે તારી જ કલ્પનામાં પેદા કર્યો. વાસ્તવમાં બે છે જ નહીં. એ જ માયા છે. દેખાય છે તને આ ને આ, એમાંથી બહાર નીકળ. એમાં ઉપવાસ કરવાનો છે, એમાં ઉપવાસ કરવાનો. તહીં વસ્યો છે. ઉપર જાકે તારા બ્રહ્મમાં સ્વરૂપની અંદર, તારા પરમ તત્વની અંદર તું સ્થિર થઈ જા એમ કહે છે ગુરુ. હવે આ ઈશ્વરના સ્વપ્નમાંથી જાગી અને આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું.
શું કીધું? આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું. આપણે કેવી રીતે? આગળ કહે છે, "શરીરમાં જે ચૈતન્ય છે તે હું જ છું." આ દેહ છે, આમ જોઈએ તો મિશ્ર ચેતન છે ને? બધું ભેગું થઈ ગયું છે એવું લાગે છે. તો જુદું પાડી હાલે છે કે ભઈ શુદ્ધ ચેતન આ છે અને પેલું મિશ્ર ચેતન છે અને આ અચેતન છે. બોડીની અંદર ત્રણ વસ્તુઓ છે અત્યારે જુઓ તો કોઈપણ બોડીની અંદર. સમજાય છે? દરેકમાં હોય જ. તો અણુનું સ્ટ્રક્ચર તમે જુઓ તો અંદર પેલો પડ્યો છે એક ન્યુટ્રોન સેન્ટર અને પછી છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ફરે છે ને બધું ગોળ ગોળ ફરતું? આ રાસલીલા છે ખરી. ખરું? અને ભગવાન શ્રીકૃષ્ણ જે ખરેખર સેન્ટર છે તે ફરતે આ બધી ગોપીઓ ફરે છે. આ રૂપક હતું. લોકો એને ક્યાંય લઈ ગયા, ક્યાંય લઈ ગયા બોલો. એટલે પછી શું થાય? એમાં ને એમાં રહે. જે ખ્યાલમાં તમે ચોંટ્યા એ ખ્યાલમાં તમે રહેશો.
તમે મુક્તતાના ખ્યાલમાં આવ્યા, તમે મુક્ત છો. સમજાઈ ગયું? કારણ કે એ ખ્યાલ તમારો વાસ્તવિક છે. બાકીના બધા ખ્યાલ છે, કલ્પનાઓ છે. હવે કોઈ કલ્પનાની અંદર બેઠા બેઠા કે કોઈ બહુ ગમતું ગીત જોયેલું હોય પિક્ચરનું અને બેઠો બેઠો રિપ્લે કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એને બહુ ગમે છે. તો શું થાય? એના એ ત્યાં ને ત્યાં જ રહે ને? અને બાકીની બીજી બધી વસ્તુઓ માટે એ નકામો બની ગયો ને? એટલો ટાઈમ પડ્યો પડ્યો આમ જોયા જ કરતો હોય. આ થાય છે સંસારની અંદર. એટલે ઈશ્વરના સ્વપ્નમાંથી જાગી અને આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું. કેવી રીતે? તો કે, "શરીરમાં જે ચૈતન્ય છે તે હું જ છું." ચિંતન વડે અનુભવ કર્યા કર. તું ચિંતન કરીશ એટલે અનુભવ પ્રગટ થશે. આમ આમ વલુ રહેશ એટલે તરત અને સ્પર્શનો ખ્યાલ જેવો આવે છે ને કઈ જગ્યાએ આવે છે એવી રીતના અનુભવ ત્યાં પ્રગટ થશે.
જે અનુભવ અહીં પ્રગટ થાય છે એ જ જગ્યાએ પ્રગટ થશે. અનુભવવાની જગ્યા એક જ છે, પ્લેસલેસ પ્લેસ. ત્યાં પ્રગટ થશે અને તે જ બધું છે. વાસ્તવમાં આપણે જોયું હતું, અનંત છે, શાશ્વત છે, વ્યાપક છે, અવિનાશી છે. એને કરો તોડફોડ, જે કરવું એ કરો. થશે. અત્યારે આપણે એમ કહીએ છીએ ને એટલે મને કાલ અમિતભાઈ જોડે ડિસ્કસ કરતા હતા ને તેવો વિચાર આવ્યો એટલે એમાંથી અનંતામાં અત્યારે.
આપણે એ પ્લેસલેસ પ્લેસમાં આપણે કહીએ કે આમ કંઈ દેખાય છે, કેટલું છે, એમ બધું અનંત છે. અને એવું આપણે કહીએ. પણ જ્યારે અનંત જ હું બની ગયો, ત્યારે તો પછી મારા આમનો હું જ એ છું, તો પછી એવું નહીં આવે. પરિમિતિ હોય જ નહીં. અમિત જ છું ત્યારે એવું નહીં હોય. જ્યારે એકદમ એ તદરૂપ થઈ ગયું હોય, તો પછી આમ જોવાનું કારણ કે ત્યાં હું ના. એટલે જેવું તમે અનુભવમાં પેઠા, અનુભવ આવ્યું, એટલે પેલું ઉડી જશે. રેફરન્સ પોઈન્ટ જતો રહેશે. જે છે તે રહી જશે. રેફરન્સ ઉડી જશે. બસ, એમ.
અમિતભાઈ, તમને આ રૂમની અંદર બોમ્બ ફૂટે તો શું થાય? દિવાલો અને છત ઉડી જાય. તમે જ્ઞાનનો બોમ્બ ફોડ્યો, શું થયું? આ બધું ઉડી ગયું. સમજમાં આવી વાત? એ છે એમાં પહેલા આપણે નહોતા કહેતા કે આપણે ચિદાકાશ થઈ ગયા. એટલે એવો અનુભવ એટલે આપણે દીવાલ આરપારની વાત હતી. પહેલા ઘણીવાર એમ ખાલી પૂછવા માટે, એટલે હું આમ જોઈએ. પણ આખા મમ્મીએ મને કાલે પોઈન્ટ બનાવેલી વાત કીધી, એટલે કે, "હું છું તો આ દીવાલ છે. આ એક્ઝિસ્ટ કરતું હોય તો આ છે ને?" પહેલા તો કે, "આ નથી." એમ કર્યું. પણ આ જ નથી તો પછી આ જવાનું આવ્યું ક્યાંથી?
આ તો એક સમજણનો વચલા સ્ટેપ ઉપર તમને બતાવતો હતો. ત્યાં સુધીને મારે તમને ચિદાકાશ રૂપ સુધી પહોંચાડવા માટે વચ્ચે તમારા અંદર રહેલા ખયાલો રૂપી દીવાલોને તો મારે ગિરાવવી પડે. ત્યારે જ્ઞાનરૂપી બોમ્બ ફોડું છું અંદર ભમ્મ દઈને, એટલે આ બધું ઉડી જાય. ભમ્મ દઈને અહીંયા રેફરન્સ પોઈન્ટ જલા થઈ જાય. અને આમ આપણે કહીએ, અનંતની સાધના એટલે હું ત્યાંય છું, અહીંયા છું. એટલે ચિદાકાશમાં છેલ્લે આપણે ૧૫મા લહેરમાં બધું ઓતપ્રોત છે, એવું છે. છેલ્લે કહે છે, "ઓમ! શેમાં ઓતપ્રોત છે? પરબ્રહ્મમાં." આ બધું પરબ્રહ્મ છે. એટલે હું ત્યાં બધે છું. કારણ કે છેલ્લે આ જગત એમ જ ઓતપ્રોત છે. હા, બધું એમાં જ છે. અનંત તરીકે હું બધે છું. આ તો એક વાત છે. ચૈતન્ય રૂપે તમે જેટલું પણ આમ ખ્યાલમાં લઈ શકો. શેમાં લઈ શકો છો? ખ્યાલમાં લઈ શકો છો, તેટલું બધું જ તમે.
હવે તમને પછી સાથે એ પણ વાત કરી હતી કે એક પરમાણુની અંદર અનંત સૃષ્ટિઓ સમાય. તમને એમ કહ્યું તો જે કંઈ છે એ તમારે એક જ્ઞાનબિંદુ છે. બસ એટલું જ છે. કશું છે નહીં. આ બધું, ભાઈ, આ બહુ સૂક્ષ્મ વાતને પકડજો. જો તમે એક જ્ઞાનબિંદુ છે, તો એ તમે બિંદુની ચેતનામાં છો. તમે જે એ બિંદુ જે છે તેમાં પ્રવેશ કર્યો. હવે તમે કહો છો કે જ્ઞાનસાગર છે, તો એ જ્ઞાનસાગર થઈ ગયો. તો એ કેટલું હશે? એક બિંદુમાં એમાં આ જગત આખું? તો એ તો વાત છે. બેસીને વિચાર કર તો પામ. એટલે એક એક પરમાણુ ફોડી ફોડીને તું અનંત સૃષ્ટિઓમાં ભમ્યા જ કરીશ, તોય તારો પાર નહીં આવે. તું સમજ.
અને આ જે કંઈ છે અહીંથી ત્યાં સુધીનું, અહીંથી ત્યાં. હવે અહીંયાય નથી અને ત્યાંય નથી. બે રેફરન્સ પોઈન્ટ, દ્વંદ્વ, ઉડી ગયા. વચ્ચે જે રહી ગયું એ કેવળ દર્શન છે અને એ જ કેવળ જ્ઞાન છે. એટલે જે કંઈ છે તે જ્ઞાન છે, તે હું છું, તે આત્મા છે, તે પરબ્રહ્મ છે, તે પરમાત્મા છે, તે જ પરમ તત્વ છે. આ પકડવાનું છે.
અને તે અનુભવ સ્વયંભુ છે. પાછો કેવો છે? સ્વયંભુ છે. એ જાતે જ પ્રગટ થશે. ફૂટશે જ્ઞાનબિંદુ બોમ્બની જેમ ભમ્મ દઈને. બધી દીવાલો ગિરાવી દેશે ખ્યાલો રૂપી. તમારી છેલ્લામાં છેલ્લો ખ્યાલ જતો રહેશે. એટલે પછી આમ એક જરાક વારે એમ લાગશે કે કંઈ નથી. અને પછી બીજી ક્ષણે તરત જ એ 'કંઈ નથી' જેનો ખ્યાલ જેવો પૂરો થયો, આત્મા પ્રગટ થઈ જશે. એ બોલશે જાતે. એટલા માટે એને કીધું કે અનુભવ છે. અને એ કોઈ બોલે નહીં. કેમ? એ એમ જ ખબર પડે. એ સ્વયંભૂ છે. એટલા માટે એને 'ભૂમા' કહેવાય છે. એટલા માટે સંસ્કૃતમાં એના માટે શબ્દ કેવો વાપર્યો? 'ભૂમા' સ્વયંભુ છે.
આમ જેવું જ્ઞાન-અજ્ઞાન બ્લાસ્ટ થાય, એટલે જ્ઞાન જ થઈ જાય. બસ, બીજું કશું નહીં. એવા આત્મસ્વરૂપમાં આપણે દ્રષ્ટા છીએ, દ્રશ્ય છીએ અને દર્શન છીએ. દ્રશ્યય નથી. હવે જોનારો દ્રષ્ટા પણ નથી. વચ્ચે દર્શન છે. એની આપણે પ્રેક્ટિસ એટલે આપણને કઈ રીતે થઈ? તમે એમ કીધું ને, "દ્રશ્યને અડધો કલાક આ કોઈ ઓબ્જેક્ટને જોયા કરો એટલે ગાયબ થઈ જાય." એટલે દ્રશ્ય જતું રહે. દ્રષ્ટા પણ એવી રીતે એ કરવી. એની એ પણ એક પદ્ધતિ છે.
યોગાભ્યાસ: લોકો ત્રાટક કરે છે. એને કરતાં તમને સહેલું જ ઉડાડી દીધું કે, "આ જે આપણે રાખી, આ સંસાર નથી. આ બધું તારી બિલીફમાં જ તો છે. તો તારી બિલીફમાં જ ઉડાડી દે." તારે પછી આમ આમ કરીને આંખો ખેંચીને આમ આમ કરવાની જરૂર ક્યાં પડી? એટલા માટે કીધું કે જ્ઞાનમાર્ગની અંદર યોગની કોઈ પેલી ક્રિયાઓ હોતી નથી. બધું સહજ-સ્વાભાવિક હોય. કરવાનું ના હોય તો થઈ જ જાય, એમ.
દરેક વસ્તુ એકબીજાનું પરિણામ પામતા પામતા છેવટે બધું ક્યાં પરિણમે? જ્ઞાનમાં પરિણમે. બધું ક્યાં સમાય? છેવટે જ્ઞાનમાં સમાય. બધું છેવટે ક્યાં લય પામે? બ્રહ્મમાં લય પામે. બધી રીતે તમે જો સમજશો તો છેવટે તો આ જ વાત આવવાની જ છે. એટલે આ જે વસ્તુ છે, એ સમજણ આ ઉપર ચિંતન કરે એટલે એની મેળે એ જ કીધું, "વચ્ચેનું વડે અનુભવ કર્યા કરજે."
અહીંયા એક પદ્ધતિ આપી દીધી આખેઆખી: "આ દેહની અંદર જ્યાં કંઈ ચૈતન્ય છે, તે હું છે." હવે ચૈતન્યના ગુણો જેને ખબર હોય, તે જ જાણે. જેમ સોનાના ગુણો સોની જાણે છે, બીજા કોઈને જાત દઈને ખબર પડે નહીં. બૈરાં બધાં પહેરીને ફર્યા કરે સોનું. અને થોડા પુરુષો હોય એવા કે જે સોનાના પેલા મોહમાં લાગેલા હોય, તો એ લોકો પહેરીને ફર્યા કરે. એ લોકો કેમ પહેરીને ફર્યા કરે છે? સોનું પહેરીને એટલું બધું લાદીને ફરતા હોય, એમને શું જોવે છે? એમને એ બધા બૈરાઓને આકર્ષિત કરવા છે ત્યારે એટલું લાદીને ફરે છે. એ કેમ થાય છે? જેમ પેલો સુવર્ણમૃગની વાત તો આખી જુદી જ છે. પણ કસ્તૂરી મૃગ કસ્તૂરી છોડે છે. મૃગને એક ગ્રંથિ હોય છે એની ડ્યુટીની અંદર મેલ હોય છે. એ પાછા...
દરેક કસ્તૂરી મૃગ, એટલે કે દરેક વયના હોય એમાં હોય જ એવું નથી હોતું. પુખ્તવયનો જે પ્રજનન કરી શકે એવો, પુખ્તતાએ પહોંચેલો હોય, એવા મૃગની અંદર એ રહેલી ગ્રંથિમાં કસ્તૂરી પ્રગટ થાય છે, બને છે. એક્ઝેટલી એ લિક્વિડ ફોર્મમાં હોય છે પહેલા. જેમ તમારે સલાહવા છે એવી રીતે અંદર એનું સિક્રેશન થાય. એ થતાં થતાં થતાં એક ટાઈમ પછી એ ઘનત્વ, જેમ તમને કિડનીમાં પથરી થાય છે ને, એવી રીતે પ્રગટ થાય છે. ત્યાં કસ્તૂરીનો ગઠ્ઠો બને છે. અને એવો જ્યારે એ ફરતો, પછી એ પુષ્કળ સુગંધીદારને એવું બધું છે, કારણ કે કુદરતે એને એ વ્યવસ્થા આપેલી. પર્પસ શું છે? એને ફીમેલ જે મૃગ છે તે બધાને આકર્ષિત કરવાનું. અને બીજું પર્પસ એનું એ છે કે એ પોતાનું જે ક્ષેત્ર છે તેને એ નોટિફાય કરે છે કે આ નોટિફાઈડ એરિયા છે મારો. જેમ પેલો આર્મીનો નોટિફાઈડ એરિયા હોય ને, કોઈક બીજા લોકો બધે ચાર જગ્યાએ એમ પેલું વાડ કરીને પાટિયા મારી દે છે.
અત્યારે તો સંસારમાં એવું હોય, કુદરતમાં એવું ક્યાંથી કરવું? એટલે કુદરતે એને આવી વ્યવસ્થા આપી. એટલે એના પ્રભાવક ક્ષેત્રની અંદર બીજો મેલ આવો પ્રવેશે નહીં. એટલા ક્ષેત્રમાં રહેલી બધી મૃગલીઓ એની. સમજાયું? આના માટે થઈને એ "કસ્તૂરી કુંડળ વસે" એમ કીધું. "કસ્તૂરી કુંડલવ" તેના કુંડલમાં. એટલે શિકારીઓ એનો સ્વીકાર કરવા જાય. સ્વીકાર કરીને એને અંદરથી પેલું કાઢી લે કસ્તૂરી. લાખોના ભાવે વેચે. એ આખી વ્યવહારિક વાત એક બાજુની. બરાબર?
હવે અંદર જુઓ, પેલામાં સંત કહેવામાં છે, માંગે છે કે "કસ્તૂરી કુંડળ વસે." કસ્તૂરી એટલે બ્રહ્મ ક્યાં છે? તો કે હૃદય કમળની અંદર છે. અને પેલો તો કે ફાફા મારે જગમાંહી બધે. એ ફરફર કરે છે કે અહીં છે બ્રહ્મ, તહીં છે બ્રહ્મ, પહીં છે બ્રહ્મ. પણ જ્યાં જશે ત્યાં બ્રહ્મ તો પહેલેથી છે જ નહીં, કારણ કે એ જ લઈને ફરી રહ્યો છે. અને છતાંય ફર્યા કરશે. રામેશ્વર જાવ, મધુ રહી જાવ, ફલાણી જગ્યાએ જાવ, ઢીંકણી જગ્યાએ જાવ. કશું તો દરેક સ્થળ અને કાળની અંદર એ તો બ્રહ્મ તો મોજૂદ જ છે. એટલે કીધું, "કસ્તૂરી કુંડલ." જો એટલી બી સમજ પડી ગઈ હોય માણસને, તો પણ એ શાંત થવા માટે, એ સ્થિર થવા માટે, એ પોતાના અનુભવની અંદર રહેવા માટે. પછી અનુભવ તો અત્યારે બી છે જ. ભાન નથી. અનુભવ શું છે? ભાન નથી. એવો એક માણસ બતાવો કે જેને ભાન ના ભાન હોય એમ. દરેકને એ ખબર છે કે આત્મા છે.
એક્સેપ્ટ કરે ને દરેક જન? એનું ભાન નથી. પરદેશના આ બધા લોકો અમુક એટલા બધા અબોધ હશે કે લોકોને તો એનો પણ ખયાલ એટલા બધા, કારણ કે ધે આર સ્ટીલ ડેવલપિંગ. એક લેવલ પર આવશે, પછી બધા હિન્દુસ્તાનમાં જન્મ લેવાના છેવટે તો. જે જેટલા તૈયાર થતા જાય ને, બધા અહીં આવતા જાય છે. ત્યારે તો ભીડ બધી છે આટલી બધી. બધું એક સામ તો પેલો ક્રોપ પાકે તો ખેતરની અંદર ઢગલો થઈ ગયો હોત. પછી જેમ માર્કેટયાર્ડમાં લાવવામાં આવે ને, એમ એવી રીતે અહીંયા માર્કેટયાર્ડ.
છે આપણું, એટલે અહીં લાવવામાં આવે બધા. પછી હવે આ બધા તૈયાર થઈ ગયા એવી રીતના, એટલે ચિંતન વડે અનુભવ કર્યા. શું કીધું? તારે શું કરવાનું? ચિંતન કરવાનું. ચિંતન કરવાથી, કરવા માત્રથી અનુભવ પ્રગટ થશે. એટલે લોકો જપ કરે છે, એ પણ એક જાતનું ચિંતન. "ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય." તો એ શિવ સ્વરૂપ બનતો જાય. શિવ એટલે કલ્યાણકારી. જગતનું કલ્યાણ કરે, જગત જગતનું કલ્યાણ કરે એટલે જગતને નડવાનું બંધ કરે. જગતને નડવાનું બંધ કરી દે અને પછી જગતમાંથી ગાયબ રહે. જગતનું કલ્યાણ કેવી રીતે કરે? જગતથી બહાર નીકળી જાય એટલે જગતના ખ્યાલમાં જ ના હોય એવી રીતે એ રહે પોતે. તેને કીધો, "હરો હિમાલયે છે તે." પછી એવી જગ્યામાં બેઠો, એકદમ ટાળો ટપ થઈને બેઠેલો. કોઈ વૃત્તિના તોફાન નહીં, કશું નહીં. એટલે એને શિવ કીધા. બિલકુલ શાંત વૃત્તિઓ બધી જેની ઠરી ગઈ હોયતી અને હવે એ કેવળ એક જ ધ્યાન કનું?
"હું બ્રહ્મ છું" એનું ધ્યાન કરે છે. પણ જે એમને ઉપલબ્ધ છે, એ જ તમને ઉપલબ્ધ છે. મહાનતા જુઓ! એટલે કીધું, "ચિંતન કરજે, ચિંતન વડે અનુભવ કર્યા કરજે. ચીપયા વડે દેવતા પકડજે, ચિંતન વડે અનુભવ કર્યા કરજે." આ સાધન છે ચિંતન. પછી મૂકી દેવાનું. પ્રગટ થઈ ગયો અનુભવ પછી ચિંતન ગાયબ. પછી અનુભવમાં રહેવાનું. કે શરૂઆતમાં માણસ સાધના કરતો કરતો ચિંતન કરે, ચિંતન કરે, કરે, અનુભવ પ્રગટ થાય. અનુભવને ગનકારે ને એનું ચિંતન કર્યા જ કરે, કર્યા જ કરે. એટલે આ છેલ્લું પગથિયું છોડી દેવાનું. હવે રૂમમાં દાખલ થઈ જા. કે તો કે, "ના, હું તો છેલ્લા જ પગથિયે બેસી દઈશ." આવા કેટલા બધા હશે જીદમાં બેસી રહે છેલ્લા પગથિયા પર. બહુ લોકો, બહુ જ ઓછા લોકો પણ એવાય છે છેલ્લા જ પગથિયે બેસી રહેવાનું કે રૂમમાં જવાનું નહીં. આપણે કેમ? તો કે, "બસ, ચિંતન કરવાનું કીધું છે." કે અલે ભાઈ, તું પણ અનુભવ પ્રગટ થઈ ગયો, હવે પતી ગયું તારું ચિંતનવાળું.
એટલે કીધું ને, ઘણાને આમ ધ્યાન કરવાની ટેવ પડી ગઈ હોય. જ્યાં હોય ત્યાં ગમે ત્યાં બેસીને ધ્યાન કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એટલે ભાઈ, તે શીખી લીધું, ધ્યાન કર્યું, ઓકે. ધ્યાન કરતાં કરતાં તને અનુભવ પ્રગટ થઈ ગયો? તો કે, "હા." હવે શું કરવાનું? તો કે, એ અનુભવમાં રહેવાનું. તારે પાછો, "સાત વાગ્યા ને મારો ધ્યાન કરવાનો ટાઈમ થઈ ગયો" કરીને અંદર રૂમમાં પેસી જાય બધાને પડતા મેલીને. શું? એટલે ભાઈ, બેસ તું. બધા ખાય પી ને લેર કરે છે, તુંય બેસી રહે જોડે. શું? વાતો કે, "ના, મારો ટાઈમ થઈ ગયો" કરીને જતો રહે. અહંકારે કરીને ચિંતન કર્યા કરે, પરિણામ ના પામે. બધામાં દર્શન કરજે આત્મ ચૈતન્યના. સર્વત્ર દર્શન કર્યા કરજે. "અત્ર તત્ર અને સર્વત્ર" એમ કીધું. અહીં, ત્યાં અને બધે જ દર્શન કર્યા કર. દર્શન એટલે હજી દેખાતું નથી, અનુભવ પ્રગટ થયો નથી, પણ સૂઝ પડી ગઈ છે કે આ જ છે, આ જ છે, આ જ છે, આ જ છે.
એના દર્શન કર્યા કરજે. પરમાત્મા જ છે, આત્મા જ છે, આત્મા જ છે, આત્મા.
જ છે સર્વત્ર કર્યા કરજે અને પાછો કહે છે, "નિરંતર કર્યા કરજે, અંતર વગર કરજે, અખંડ કરજે, અખંડ દર્શન કરજે." કેટલી અદભુત વાત કરે છે જુઓ. "સેવનીય શુભાંગમ" એ પૂર્ણ બ્રહ્મ જે છે તે કેવા છે? ચરાચર છે, વ્યાપક છે. ચર અને અચર એટલે એને સચરાચર પણ કહેવામાં આવે છે. એટલે સચર એટલે જેમાં જીવ સૃષ્ટિ છે, બધું હરે ફરે છે. એવી અચર સૃષ્ટિ પણ છે. એટલે એને જળ અને ચૈતન્ય બંને કીધા. એ બંનેની અંદર વ્યાપક એવા વ્યાપક છે. વ્યાપક એટલે બિલકુલ આકાશ. અહીંયા જો બધે વ્યાપક છે, રૂમમાંય વ્યાપક છે, પણ એ તો દિવાલમાંથી પણ વ્યાપક જ છે ને? આગળ પાછળ જવાનું કે નહીં જવાનું? કારણ કે આ બે આના બે એટમની વચ્ચેથી આકાશ તો ખરું જ પાછું. ત્યારે એવું કીધું છે, "એ તો ગુફ ગુફિતમ પરબ્રહ્મ રૂપમ છે, બ્રહ્મરૂપમ ગુફિતમ." આપણે સર્વત્ર બ્રહ્મના જ દર્શન કર્યા કરીએ.
ગુફિતમ એટલે બિલકુલ આમ ઓતપ્રોત થઈને રહેલું છે.
દાખલો લઈએ કે કોઈપણ એક ફળ હોય, એને ગમે તે એક જગ્યાએથી પણ તમે કોઈ એક થોડુંક નાનકડો પીસ લો, તો તમને એનો અહીં જે સ્વાદ આવશે તે જ આખા ફળમાં હોય છે. ગુંફિતો સમજાયું? કૂકી લો, બિસ્કિટ લો. જે બિસ્કિટનો અહીં સ્વાદ છે તે બધે આવવાનો છે. અહીંથી તોડો કે તહીંથી તોડો કે ગમે ત્યાંથી તોડો, દરેક જગ્યાએ એક સ્વાદ. એટલે પેલા લોકો માર્કેટિંગવાળા શું બોલ બોલ કરે કે દરેક બાઈટમાં એ જ સ્વાદ આવે છે કે અમારો તો બિસ્કિટ બહુ સરસ છે કરીને વેચી મારે.
"પ્રજ્ઞાનમ" એટલે જેને પાયે પ્રથમ પ્રકારનું ઊંચામાં ઊંચું જ્ઞાન છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ છે. બ્રહ્મનું જ્ઞાન જે છે તો એ ઊંચામાં ઊંચું. એટલા માટે એવા સદગુરુની વાત, એવા મહાત્માની વાત, એવા સંતની વાત કરે કે ત્યાં જતો રહેજે, ત્યાં બેસી જજે, ખોળ્યા કરજે. નહીં તો છેવટે જ્યારે તું તૈયાર થઈશ ને ત્યારે એ મળી જ જશે. તત્વ દ્રષ્ટિ ક્યાં મળે? ક્યાંય ન હોય, ક્યાંય ના મળે, અહીં મળે. બસ એવું એ પ્રજ્ઞાનમ બ્રહ્મ છે. પ્ર એ ઉપસર્ગ છે, પહેલા લગાડવામાં આવે છે, પ્રિફિક્સ ઉપસર્ગ એટલે. બરાબર ને? જેની પાસે વિશેષ પ્રકારનું જ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન. જેને આવી ઊંચી અવસ્થા, આવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. ઉત્તમ સહજાવસ્થામાં સદેવ સ્થિર છે. "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ" ક્યારે ભૂલ્યાય જ નહીં ને પછી તો. બસ એમાં સદેવ જાગૃત છે. રાત દાડો એક જ ચાલે છે, "હું બ્રહ્મ છું, હું શ્રદ્ધાત્મા છું." નિરંતર ચાલ્યા કરે છે અંદર.
તેવાને શું કહે છે? "વંદે અહમ સુખ સાગરમ." એવાને હું સુખ સાગર સ્વરૂપ છો તમે તો કે સુખનો સાગર છો તમે. એમને વંદન કરું છું. હે સદગુરુ, તમને નમસ્કાર કરું.
આવી અવસ્થા તો ચંદ્ર સ્વરૂપ છે. આવી અવસ્થા કેવી છે? ચંદ્ર સ્વરૂપ છે. ચંદ્ર કેવો હોય? શીતળો હોય. સૂર્ય તો ખૂબ જ્યોતિર્માન છે. હમણાં બરાબર બે વાગ્યાનો મે મહિનાની અંદર તડકો પડતો હોય ને આમ માણસ બહાર જરા ઊભો રહે ને આમ સૂર્યમ કરે ને જેવું થાય. એ તો કેવો પ્રખર છે કે અતિશય અસહ્ય બની જાય છે. સહન ના કરી શકાય. ત્યારે ચંદ્ર નિર્મળ જ્યોતિ છે. ચંદ્ર નિર્મળ જ્યોતિ અને કેવું પાછું ઠંડકવાળો, શાંત. તો કે એવા ગુરુ પાસે જા, એવા પાસે જા કે જે તને તાળક ચોપડી સંસારમાંથી તું તપેલો બળેલો જાય છે એની પાસે. એ તને લેપ લગાડી દેશે. તારી અંદર બધી શીતળતા વ્યાપી જશે. આ સંસારના જેટલા પણ તને ઘા પડેલા છે ને બધા જ રૂઝાવી દે શકે. એનામાં ઔષધિ ગુણો પણ હોય સદગુરુ પાસે. એટલે બધા ઘા ભુલાઈ દેશે કે નાનો હતો ને ઉપરથી પડીને આમ થયો હતો ને પછી એમ કે થોડોક આગળ ગયો હતો ને એના એમ કે એક્સિડન્ટ થયો હતો ને માં બાપ મરી ગયા હતા ને ત્યાંથી આગળ મોટો થયો ને પછી એને એક બેન હતી તો એને પણ આમ કે ગાડીએ ઉડાડી દીધી કે ટ્રેનમાંથી ગબડી પડી હતી ને કેટલી જાતના ઘા પડ્યા બધા.
પછી કાકા આવ્યા ને બધો પોતાની સંપત્તિ બધાની આને લઈ ગયા ને સાવ રખડતો કરી દીધો ને અનાથ આશ્રમમાં મેલી દીધો ને ટ્રોમા, ટ્રોમા, ટ્રોમા. અને પછી પાછું આમ ત્યાં ગાડે કોકની જોડે જતો હતો ને ભયંકર મોટો ટ્રેનનો અકસ્માત એને જો. બધું વેરન છેરણ. એ જોઈ નથી શકતો હજી, રાત્રે ઊંઘી નથી શકતો. આમ ઝપકારા થાય છે, દેખાય છે. એના જેવો થઈ ગયો. ટ્રોમા શું છે? શું કહે છે? પી.ટી.એસ.ડી. પોસ્ટ ટ્રોમેટિક સિન્ડ્રોમ ડિસઓર્ડર. ટ્રોમા થઈ ગયો છે અને હવે એ ભૂલતો જ નથી. રાત્રે ઊંઘમાંય દેખાય, જાગતો હોય તોય એને એ જ ભાન.
આ બધા જે સૈનિકો હોય છે બિચારા, એ બધાને તો આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. એ જ્યારે જુવે છે એમના ને એમના સાથી મિત્રોને બધાના આમ પડેલા, મરેલા, ઊંધા કપાયેલા, તરફડીયા મારતા, આમ દેહ ત્યાગતા બધા જ્યારે લોકોએ જોયા હોય, અંગ ભંગ છિન્ન વિચ્છિન્ન થઈ ગયેલા હોય બધાને ને જોવે, તો એવા વોર માંથી આમ માણસ ઘેર આવે. સમાજની અંદર તમારી જેમ નિરાંતે ઊંઘી ના શકતી. એને ગમે ત્યાં ગમે તે દેખાયા કરતું હોય. અને પછી એ જેને રિયાલિટી બનતી જાય ધીમે ધીમે. છેવટે તો એને એવું જ લાગે કે એ હજી યુદ્ધમાં જ છે. ભલે ને ઘરમાં હોય તોય, સોસાયટીમાં ફરતો હોય તો એને એમ જ લાગે. તો કોક ઝાડ પાછળ હંતાઈ જાય આમ કરીને ઊભો રહી જાય. આવા આવા બધા માણસો બધા મળે છે. સાયકોલોજીસ્ટો બધા એને હેલ્પ કરશે. એને પાછો ફરી એમાં લાવે કે ભઈ, "ઈટ ઇસ ઓવર નાઉ, યુ કમ બેક ટુ યોર સેન્સીસ." અત્યારે શું થયું છે?
એની સેન્સીસ, એના બધા મોશન સેન્સર બધા એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા છે. એટલે સ્ટીલ પિક્ચર બતાડ્યા કરે છે કે "ઈટ ઇસ હેપનિંગ." એનું એ જ બતાવ્યા કરે. એટલે કે, "કમ બેક ટુ યોર સેન્સીસ, પાછો ફર્યો. હવે તું આ રિયાલિટી જો." એમ કરીને એને પાછો લાવે, પ્રયત્ન કરે દવાઓ આપીને બીજી રીતે. સદગુરુ શીતળતાનો લેપ લગાડી દે. એને જ્ઞાન આપે કે તું આ બધું જુવે છે પણ "ઈટ ઇઝ નોટ રિયલ." આ સૃષ્ટિ છે જ નહીં ભાઈ. તું મારી જગ્યાએ આવીને જો કે.
ઉપવાસ કર મારી જેમ. એટલે પછી તને જો દેખાય છે ને આ રિયાલિટી. ટેકરી પર લઈ જઈને, આમ જેમ બાપો છોકરાને બતાડે ને કે, "દૂરબીનથી જો કે ત્યાં આગળ પેલું સરસ મજાનું જળાશય દેખાય છે." કે છોકરો જોતો હોય, "કહા, બહુ સરસ દેખાય." પેલા બાપા જુવે ને પછી છોકરાને દેખાડે. એટલે, એટલે સદગુરુ આમ કરીને કહે છે કે, "જો, હું બ્રહ્મ જોઉં છું. તું જો, તું પણ જો. મેં જોયું ને હું આનંદમાં છું. હવે તું જો ને આનંદમાં રહે. જા, જતો રહે દૂરબીન લઈને જતો રહે કે જા, હવે મારે જરૂર નથી." કેમ? "મેં જોઈ લીધું, મેં જાણી લીધું." પછી એ પાછો કોક ત્રીજાને આપે દૂરબીન. આગળ ઉપર નિમિત્ત રૂપે કોક મળે તારે ક ક કે એ ક્યાં સુધી પકડીને બેસીી રહે? એટલે પાછું એ બીજા કોકને આપે. "હેન્ડ ઓવર તો કરને!" એટલે કીધું કે, "વંદે હમ સુખસાગરમ."
આવી અવસ્થા કેવી છે? તો કે ચંદ્ર સ્વરૂપ છે. સૂર્ય તો ખૂબ જ્યોતિરમાન છે, જ્યારે ચંદ્રમાં સૌમ્યતા છે, શીતળતા છે. તો સદગુરુમાં તો શું છે? સૂર્ય બ્રહ્મ પ્રગટ છે, પ્રાજલ્યમાન છે. પરમાત્મા અતિ તેજસ્વી છે. એમની સામે સીધા જોવું પણ મુશ્કેલ છે. પરબ્રહ્મની આત્માની સામે જોવું અઘરું છે, મુશ્કેલ છે. માટે સદગુરુ કે જે ચંદ્ર સમાન શીતળ છે, ત્યાં આમ કરીને આમ બતાડે છે કે, "જો, હવે તું જોઈ શકીશ. આનાથી તું જોઈ શકીશ. આ ચિંતન રૂપી દૂરબીન વડે તું જોઈ શકીશ. માટે તું ચિંતન કર, તું બ્રહ્મ છું." એટલે પરમાત્માનો પ્રકાશ આપણને એ સૌમ્ય અને શીતળ બનાવીને આપે. નાઈટ વિઝન ગ્લાસીસ આપી દે છે. કતના ના અંધારમાંય દેખાશે. તેથી તે સહ્ય બની જાય છે. એકદમ કોકની આગળ પ્રગટ થઈ જાય તો તો તકલીફ પડી જાય ને! થયું, સડનલી ઓલ ઓફ અસ સડન ફોર નો રીઝન, બ્રહ્મ પ્રગટ થઈ ગયું.
અને પછી એ લોકો તો સમજી ના શકે કશું કે આ શું થયું એમ. બિલકુલ એકદમ ચિન્ન ભિન્ન થઈ ગયેલા હોય. એટલે પછી કશું શું કહી ના શકે, કઈ કરી ના શકે. કર્યા કરે બધા લોકો. એને કઈ હમજે નહીં કે આને શું થઈ રહ્યું છે. નાનું છોકરું હોય તો રડ્યા જ કરે ને! તમને શું સમજન પડે? એની પાસે વાણી છે ની, ભાષા છે ની, સમજાઈ શકતો નથી તમને. એવી હાલતમાં એ આવી જાય છે.
હવે કેવી રીતે કે, "તમને કે મને આવું દેખાય છે કે આવું થાય છે?" એવી સ્થિતિમાંય ઘણા લોકો આવ્યા હતા. કારણ કે બ્રહ્મને તો એવું છે, પોતે જે ઈચ્છે તે કરે, જે ચાહે તે કરે. એટલે ગમે તેની આગળ તો પ્રગટ થઈ શકે છે, એવું નથી. પણ જો થાય તો આ એ ભયસ્થાન છે એમ કહેવા માંગે. પછી એવા ઘણા પેલા ને એની જેમ એમ બધા ફરતા હતા. બધા લોકો, બધા દાખલા મોજૂદ છે આપણે ત્યાં. શું? પણ એ લોકો કહી ના શકે, સમાજને સમજાઈ ના શકે, કશું કહી ના શકે આ. એટલે પછી લોકો એને પથરા મારે, ગાંડો ગણે, એનું ઘર સળગાઈ મૂકે, આવું બધું કરે. કોક વળી પાછો એને છે તો ઉદારતાથી રોટલો એ આપે કે, "ભાઈ, ટકી રહે છે કે વાંધો નહીં. આ બધું જતું રહેશે અમુક ટાઈમ પર." કોક વળી આવીને ઊભો રહે, રક્ષણ બી કરે ટોળાની સામે એનું. એને કઈ જરૂર નથી રક્ષણ બક્ષણની, પણ તોય આવું બધું થાય.
એટલે કીધું કે સદગુરુ આ જે અનુભવ છે ને, એને કહે છે કે પ્રચંડ છે. બ્રહ્મનો જે અનુભવ છે એ કેવો છે? પ્રચંડ છે. પણ એ કેવી રીતે બોધ આપી આપીને તમને સૌમ્ય ને સહ્યય બનાવે છે! આમ તમારા પોત પોતાના ઘરની અંદર બેઠા બેઠા જો તમને આ કઈ આમ ચિંતન કરતા એકદમ બ્રહ્મ પ્રગટ થઈ ગયો, અઘરું પડી જાય, પડે ને! પણ સદગુરુ હોય તે સૌમ્ય અને શીતળ બનાવે. એટલે તમને ચંદ્ર, એમને ચંદ્ર સ્વરૂપ એટલા માટે કીધા. એવો પૂર્ણચંદ્ર પૂનમ રૂપે જ્ઞાનદાતા છે. "બીજની પૂનમ કરો, બીજની પૂનમ કરો," કે છે ને કે, "આમાં બીજ કરી આપી, હવે તમે પૂનમ કરો." ચંદ્ર એ આપણા મનનું પ્રતીક છે. એને શાંત કરવા સદગુરુને આપણું મન સમર્પિત કરી દ્યો. એટલે મન શેનું બનેલું છે? દ્વંદ્વથી. તો એ દ્વંદ્વ જે છે ને તે એને સમર્પિત કરી દેવાનું એમ કે, "મતલબ હું મારી વાત મૂકી દઉં છું. પ્રભુ, તમે શું કહો છો?" હવે પ્રભુ જે કહે છે એ ઉપદેશને હું ગ્રહણ કરું છું.
એનો મને બોધ થાય છે. પછી એ અનુભવોની અંદર પ્રગટ થાય છે. હું તદરૂપ રહું છું. ગુરુ તો પદ તદરૂપ છે જ, પણ એ મને બી આવી રીતે તદરૂપ કરી દે છે. એટલે મન શાંત થતું જાય. શું? સદગુરુને મન અર્પણ, મનથી મન અર્પણ કરી દેવાનું. "મનસા સ્મરામિ." ત્યાં જઈને બુમો પાડવાની જરૂર નહીં કે, "ભગવાન, હું આ બધું તમને આપું છું." અરીસાની સામે કરાય આવું. અરીસા સામાયિક છે ને આપણે? એમાં એવું કરાય કે, "આ બધું હોપું છું. આ મન, વચન, કાયા ને બધું આ આપ્યું કે હવે બધું આ બધા વિચારો આપી દઉં છું, બધી વૃત્તિઓ આપી દઉં છું." આપણે કહી છે ને, "દંભો દર્પો મયા દત્તમ ગૃહાણમ પરમેશ્વર" વાળું અરીસામાં બેસીને કરવાનું. નહીં તો તોય કામ ચાલે બહુ જોરદાર. પછી સો, એટલે મન શાંત થતું જાય.
ચંદ્ર રૂપે થઈને રસ પોષે નિરાધાર. માટે વ્યાસ પૂજન કર્યા કરવું, ગુરુ પૂજન કરવું. વ્યાસ વ્યાપ્તિ છે. વ્યાસ એનું ગુરુનું પૂજન કર્યા કરવું. જે જ્ઞાન ને જાણી લીધેલું હોય તે ગુરુ, અને જેને જ્ઞાન પ્રગટ કરી લીધેલું તે ગુરુ. તેવા ગુરુને પાસે જઈને આપણે આ બધું પૂજન કર્યા કરવું. એનું પૂજન કરવું એનો મતલબ ચંદન ચોખા ચોપડ્યા કરવા ને ઉપર જઈને નાળિયેર ફોડવું એવું નહીં. ગુરુનું એને ગ્રહણ કરો. એ જે આચાર એમનો છે, ગુરુનો આચાર કયો કયો છે? "હું બ્રહ્મ છું." એ આચારને તમારે ગ્રહણ કરવાનો એમ કીધું. એટલે આપણી બુદ્ધિને નિર્મળ કરશે અને વિકસાવશે. વિકસિત બુદ્ધિ આપણે છીવટે કઈ કીધી તે કે, "બુદ્ધિના, મારી બુદ્ધિના આશયમાં, માં કેવળ જ્ઞાન વિના કશું જ ના હોય." નિર્મળ. એમાં કોઈ વૃત્તિ નથી. એને કોઈ નોબેલ પ્રાઇઝ જોઈતું નથી. હવે કોઈ રેટ રેસમાં નથી.
એને કોઈ એમ કે લક્ષાંક નથી કે, "આ વર્ષમાં હું આટલા કમાઈ લઉં, આમ કરી લઉં, તેમ કરું." કશું જ નથી. એને કોઈ લોકસભાની સીટ જ જીતવી નથી. એ તો તો પોતે બ્રહ્મની સીટમાં બેસી ગયો. પૂરું.
થઈ ગયું. વિકારી બુદ્ધિ પરમાત્માને પામવા નહીં દે, જ્યાં સુધી વિકાર છે. આકાર બગડે એટલે વિકાર થઈ જાય. નોર્મલ શેપમાં હોય ત્યાં સુધી આકાર કહેવાય. પછી આમ થોડો ડીસેપ થવા માટે પ્રેશર આમ અલગ અલગ જગ્યાએથી આવે, એટલે પછી શું થાય? વિકાર, વિકાર થાય, વિકૃત થઈ જાય. એટલે એ પરમાત્માને પામવા નથી દેતો, પહોંચવા નથી દેતો.
જ્યારે સદગુરુ જ્ઞાન, સમજણ ઉજાગર કરે, આત્મસુખની પ્રતીતિ કરાવે, એ જ સાચા સદગુરુ કહેવાના.
ના હોય! એ તો સદગુરુ તો પહેલા કરી દે પોતાનું કામ, પછી વાત આગળ ચાલે. એમ કે "ગુરુદેવો મહેશ્વર", બ્રેક લઈએ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.