અનંતની યાત્રાAnant ni Yatra
શાશ્વત સંવાદ · Shashwat Samvad · Eternal Dialogue

શાશ્વત સંવાદ — ૬

લેખ ૮ / ૨૦ · 24 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

"ગુરુ દેવો મહેશ્વર." ગુરુ એ દેવ છે, બહુ મોટા દેવ. એટલે એને શું કીધું? મહેશ્વર. મહેશ્વર એટલે મહાઈશ્વર જે છે તેને મહેશ્વર કહેવાય, મહાદેવ દેવ કહેવાય, મોટામાં મોટા દેવ. "શં નામ કલ્યાણમ્, કરોતિ ઇતિ શંકરઃ." એવું કહે છે, "સન્નામ કલ્યાણમ" કે જેનું નામ જે છે તે કલ્યાણ કરે છે. "શં નામ કલ્યાણમ્, કરોતિ ઇતિ શંકરઃ" જે કરે છે તેને શંકર કહે છે.

સદગુરુ પોતાના સાનિધ્યમાં જ્ઞાનનો જન્મ કરાવે. સદગુરુ પોતાના સાનિધ્યથી શિષ્યની અંદર જ્ઞાનનો જન્મ કરાવે છે, જ્ઞાન પ્રગટ કરાવે છે. બાળક જેમ પ્રગટ થાય છે ને પ્રસવ પછીથી, એવી રીતના એને જ્ઞાનનો જન્મ કરાવી આપે. એમ કે ત્યાં સુધી તો નર્યું બધું અંધારું હોય અંદર. અંદર પણ આને સમજણ પાડે, "તું આ નથી, આ છું, કંઈક સમજ." સાનિધ્યના કારણે ગુરુ મહારાજના સદગુણોનું સિંચન થયા કરે. જે ગુણો અહીં પ્રાપ્ત થઈ ચૂકેલા હોય તે બધા ગુણોનું સિંચન ધીરે ધીરે ધીરે ધીરે થાય. સિંચન થાય એટલે કેવું? આમ સુંદર રીતે થાય. ટપક પદ્ધતિ હોય છે ને જેમ એવી રીતના ડ્રીપ ઇરીગેશન. એકદમ પેલો ફુવારો મારી દે, પેલો ફાયર બ્રિગેડનો લાવે છે ને આગ ઓલવવા માટે, સદગુરુ એવી રીતે ના કરે. એ સિંચન કરે એટલે જેના એના સાનિધ્યમાં રહીએ આપણે એના જેવા થઈએ.

સદગુરુ તો પૂર્ણ બ્રહ્મ જ છે. સદગુરુ પોતે કેવા છે? પૂર્ણ બ્રહ્મ છે. સંપૂર્ણતાને બિલકુલ આત્મસાત કરી ચૂકેલા છે. કોઈને પણ હોય અંદરથી આમ "ઉત્સાહવર્ધનમ્... ચતુર્વર્ગ ફલાય (ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચાર ફળ માટે)." એટલે એક શું કરે? ઉત્સાહ વધારે તમારો. તમારે આધ્યાત્મમાં આગળ વધવું હોય, જ્યાં હોય ત્યાંથી તમને ઉપર, આગળ, ઉપર, આગળ, ઉપર, આગળ, ઉપર, આગળ આમ લઈ જાય, લઈ જાય, લઈ જાય, લઈ જાય. છેવટે પછી કહેશે કે "તત્વમસી." ઠેક છેલ્લે કહેશે તમને. પહેલા કહી દીધું હોત તો તમને કાંઈ આ બધાનો મેળ પડે ન કે આ શું બોલબોલ કરે છે? એવું થાય. બધા લોકોએ બોલતા જ હોય છે. પ્રવચનો ચારે બાજુ ચાલતા હોય છે. ગીતાના પ્રવચનો ખખડે ઠટ બધું જતું હોય છે. શું અનુભવ વગર બાકીનું બધું રેલગાડીના પેલા પાટાનો ખખડાટ જેમ હોય છે ને એવી રીતના અમુક ટાઈમ સુધી થઈને બંધ થઈ જાય.

અહીંથી આમ પસાર થાય ત્યારે આવે ને આમ ખડખડતું, તઈ બંધ, પૂરું.

તો સદગુરુ જે છે એ તો પૂર્ણ બ્રહ્મ છે. ઉત્સાહ વધારે. "ચતુર્વર્ગ ફલાય." તમને ચાર ફળ અપાવે પાછળ. એમને તો કશું જોઈતું નથી અને તોય તમને ચાર ફળ અપાવે. ચાર ફળ કયા કયા? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એટલે એને ચતુર્વિદ પુરુષાર્થ કરાવડાવે અને પછી એને એ ફળ અપાવડાવે. "ધારયતીિ ઈતિ ધર્મ." જેને તમે ધારણ કરો છો તેને ધર્મ કહેવામાં આવે છે. હવે જે ધર્મ આચાર છે તે જ મુખ્ય છે. જે આચારમાં આવે છે તેને ધર્મ કહેવાય. ખરેખર તો આચરણમાં આવ્યો તો ધર્મમાં આવ્યો કહેવાય. એટલા માટે દાદાએ કહ્યું હતું કે, "ભાઈ તમે કંઈ પણ કર્યું, તમારી ઈચ્છાથી તમે કંઈ પણ કર્યું, ક્રોધ આવવાનું બંધ થયો, માન ખાવાનું બંધ થયું, અપમાન સહન થાય છે, તમને કોઈ વસ્તુનો લોભ હજી થાય છે ખરો?" આ બધા ઇન્ડિકેટર, આ બધા સેન્સરો છે. શું? જે બતાવશે કે તમે ક્યાં છો, "વેર યુ સ્ટેન્ડ, વેર યુ બીલોંગ." એટલા માટે ધર્મ, અર્થ.

તો પહેલામાં પહેલો આ ધર્મ તમને સમજાવે છે. તો પહેલા પ્રાકૃત ધર્મને સમજણ આપે. આ સંસારમાં જેટલા બધા ધર્મો છે એ કેવા સંપ્રદાયિક ધર્મો છે. સૌ કેવા ધર્મો કહેવાય? સંપ્રદાયિક. સંપ્રદાયિક એટલે પ્રાકૃત ધર્મો. પ્રાકૃત એટલે તમારી પ્રકૃતિને ઘડે, ટીપી ટીપીને તૈયાર કરે, આગળ આગળ આગળ આગળ લઈ જાય. કરતો કરતો ડેવલપ થઈને છે અને પાછો હિન્દુસ્તાનમાં પ્રગટ થાય. એનાથી એ પહેલા તો સાવ આદિવાસી, હપસીને એવું એવું બધું બનીને આયો હોય. કંઈક આવી રીતના કરી પણ આ બધાય ધર્મોનું પાલન કર્યા કરતો હોય અને પાછો એના આ બધા ઝગડમ ઝગડીમાંય પડેલો હોય.

જ્યારે આગળ ઉપર પાછો એ થોડોક ડેવલપ થાય ત્યાર પછી એનું ઠેકાણું. પાછો એને કોક હમજન આપનારો આવે કે, "ભાઈ આવું ના કરાય. આ બધું કાલનું તારું ચક્રવ્યુમાં તું ફસાયો છે. દરેક જન્મે તું કઈનું કંઈક બન્યા જ કરે છે. હવે તું બન્યા કરે છે કે તને બનાવવામાં આવે છે? તું તપાસ તો કર શું થઈ રહ્યું છે? તું બન્યો તો તું તો બની ગયો." લે ભાઈ, લોકો જેમ બનાવે છે એમ તું બને જાય. બિચારો એ પ્રમાણે તૈયાર થઈ જ જતો હોય. પોતાનું કશું નહીં, સમજણ નહીં, પણ લોક સંજ્ઞાએ ચાલ્યો. સાચો શબ્દ શું છે? લોક સંજ્ઞાએ ચાલ્યો, ચાલ્યો, ચાલ્યો, આગળ વધતો જાય. પણ એવી રીતે કરતાં કરતાં પણ વાસ્તવમાં શું થઈ રહ્યું છે? બહુ સમગ્ર રીતે દર્શનની રીતે જો વાતતા તો કે એ વ્યક્તિ ડેવલપ થઈ રહ્યો છે. ધીરે ધીરે ધીરે ધીરે કરતાં કરતાં કરતાં આગળ જાશે. હવે એને કયો સંજોગ મળે છે એના ઉપર આવે છેવટે એને સદગુરુનો સંયોગ મળે છેવટે.

અને સદગુરુને શું થયું? આચરણ સ્પર્શ થઈ ગયો. એને ચરણ સ્પર્શ કરવા ગયો પણ વાસ્તવમાં શું થયો? આચરણ સ્પર્શ થઈ ગયો. એટલે જે સદગુરુ કરે છે એવું આ કરવા માડે છે. એને ખબર નહીં પડે, આ ટ્રાન્સફરન્સ છે એકદમ નોલેજ. એટલે જે ગુરુ કરે છે એ બધું એ કરવા માડે. બાકીનું બધું છૂટવા માડશે જે છોડવાનું છે એ બધું: ક્રોધ, માન, માયા, લોભ બધું આમ ડાઉન ડાઉન ડાઉન ડાઉન કરતા. "મેલપાઈડ આ નથી કરવું, મેલ છોડને આ બધું ખોટું છે." પછી, "આ ખોટું છે, ખોટું છે." પછી એક દિવસ એને સાચો શબ્દ મળી જશે કે, "યાર, ભ્રાંતિ છે આ તો." પછી એને ખબર પડશે કે સંસાર ભ્રાંતિ છે. પછી તો દ્રશ્ય માત્ર ભ્રાંતિ છે. આ બધું ધીમે ધીમે ધીમે આમ ડેવલપ થતો થતો આ એવી રીતે એને ધર્મ પ્રાપ્ત થાય ને છેલ્લામાં છેલ્લો આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે ધર્મનું કામ પૂરું. પછી ધર્મનું કામ પૂરું પણ ત્યાં સુધીને થતામાં ધર્મ એને ધારણ કરી રાખે, નીચે ના પડવા દે એને.

અમુક આચારો પકડ્યા હોય એને. તું એને નાથી ના. દાખલા તરીકે, યુધિષ્ઠિરને કીધું તું, "સત્યમ વદ." ત્યાં સાતમા દિવસે એ સત્ય બોલ્યા.

બોલી શક્યા ત્યાં સુધી તો એ જૂઠું બોલતા હતા. સાતમા દાડે બોલાયું, પણ તે કાળ હતો એટલે તેની અંદર એમની અત્યારે તો બીજી મિનિટે માણસ અસત્ય બોલે છે. આમ જોવા જઈએ તો જે કંઈ રિલેટિવ છે એ તો બધું અસત્ય જ છે, મિથ્યા છે. છેવટે તો એને એટલા માટે કીધું કે ભાઈ, તમે કયા સત્યનું સત્યાગ્રહ લઈ બેઠા છો? ઝંડા લઈ લઈને! ઝંડો પ્રતીક છે ને વિરોધનું? દરેકને વિરોધ કરવો હોય, ઝંડો ઊંચો કરે. સમજાયું? એટલે વિરોધ થયો એ જ ઝંડો છે. ખરેખર તો મનમાં શું ઉદ્ભવ પામ્યો? વિરોધ. વિરોધ જે કંઈ થઈ રહ્યું છે તેને રોધવાનું. રોધવાનું એટલે રોધવાનું. ગળું રૂંધે ને? બોલતો બંધ થઈ જાતે. "આવું ના કરીશ!" ગમે કરીને, બળાત્કારે કરીને એટલે અવરોધ ઊભો કર્યો છે. આવી રીતના ચાલતો હોય તો એ ધર્મમાં, એ પ્રાકૃત ધર્મમાં આવી રીતે ધીરે ધીરે ધીરે ધીરે ડેવલપ થતો હોય.

છેવટે એને આત્મધર્મ પ્રાપ્ત થાય. આત્મધર્મ બધાના માટે હોવા છતાં બધા પ્રાપ્ત કરતા હોતા નથી. બધાને એની જરૂર પણ લાગતી પણ નથી. "અમારે તો છે ને શિવજીની આરાધના કરીએ છીએ. અમારા માતાજીની આરાધના કરીએ." કોઈ કહે, "ભાઈ, અમારે તો એમ કે તીર્થંકરોનું છે ને દેરાસર જઈએ છીએ. અમારા માટે આ બધું બરાબર છે." "બરાબર છે, ઓકે, ઓકે, નો પ્રોબ્લેમ." સદગુરુને કોઈ વાંધો ન રહે એના. પણ તારે જો પોતાનું કલ્યાણ કરવું હોય, કલ્યાણ કરવું હોય, કલ્યાણ એટલે શિવ સ્વરૂપ બનવું હોય, કેવી રીતે? જગતને નહીં નડવાનું. ત્યારે તો શિવ થાય. શિવલિંગ કેવું હોય? ગોળાકાર. આટલો એટલો ખાંચરો ખૂંચરો હોય તો કંઈકને કંઈક ભરાઈ રહે ને? ભાઈ, અહીં તો આમ દૂધ નાખી નાખીને, પાણી નાખી નાખીને રોજ ચેક કરે છે, પણ એને ખબર નથી પડતી કે હું આ પાણી નાખું છું, દૂધ નાખું છું એ શું છે?

રોજ એ ટેસ્ટિંગ કરીને ચેક કરે છે કે આ શિવલિંગ છે, ગોળાકાર છે અને આટલું આમ નાખું છું કંઈ ટકતું નથી, તો મારી બધી વૃત્તિઓ, મારું બધું હું વહાવું છું શું? અજ્ઞાને વહાવું છું ને? જ્ઞાન પણ વહાવું છું, પણ કંઈ ટકતું નથી. એવો નિર્લેપ થયેલો છે. આ મારે બનવાનું છે. આ મારે બનવા. પણ એને હજુ આ શીખ ગ્રહણ થવાની નથી. ત્યાં સુધીને રોજ લોટો ઢોળશે, દૂધ બી ચડાવશે, છોકરાને નહીં પીવડાવે, પણ તહીં જઈને ઢોળી આવશે. નથિંગ રોંગ. દરેક પોતાને માને અને પછી ત્રણ પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરે. વાસ્તવમાં આ ત્રણ પાંદડા કયા છે? પાન છે સત્વ, રજસ અને તમસ. તેને હું અર્પણ પણ કરું. આ સમજણ જ્યારે એની આવશે ત્યારે એની આરાધના બરાબર શરૂ થઈ જશે. પ્રકૃતિના ગુણોથી પર થવાનું. આ ત્રણ ગુણોને હું અર્પણ કરું છું જે નિર્લેપ થયો હોય તેને અર્પણ કરાય.

હવે જે વિષય કે કામી હોય તો એવા માણસને તમે દારૂની બાટલી જ આપવાના છો ને ગિફ્ટની અંદર? કે પછી પેલી ચોપડીઓ આપો કે એવું જ બધું ને? ટીવી જુઓ કે લો. એવી રીતના કરીને તો એ જેને તેને તમે શું વસ્તુ આપો? હવે જે નિર્લેપ છે તેને અર્પણ તમારે કરવું. તો સદગુરુ નિર્લેપ છે અને ત્યાં શિવજી એનું નિર્લેપતાનું પ્રતીક છે. ત્યાં જઈને તમે અર્પણ કરો. ક્યાં સુધી શિવ મંદિર જવાનું? સદગુરુની પ્રાપ્તિ થઈ નથી ત્યાં. મંદિરની બહાર નીકળો, સદગુરુ પ્રગટ થઈ જાય. કેટલાયને એવું થયેલું. મંદિરની બહાર નીકળે ને. હજી શું છે કન્સેપ્ટ તમારા ખ્યાલમાં? મંદિરમાં ભગવાન. સદગુરુ તો મંદિરમાં પણ હોય ને બહાર બી હોય. પણ ઘણાને તો બહાર જ મળી ગયા. સદગુરુ મંદિરે જતા રસ્તામાં મળી ગયા. આ બધા દાખલા છે ઇતિહાસની અંદર. તો મહાન મહાન સંતો થઈ ગયા, એ બધાના આવા અનુભવ થયેલા.

તો એમના ગુરુઓ કેવા પરબ્રહ્મ સ્વરૂપ! એમને તો કોઈ જાણતું ય નથી. એવા બધા આમને લોકો જાણે. એકનાથને જાણે છે. એકનાથના ગુરુને કેટલા જાણે? રામકૃષ્ણ પરમહંસને બધા જાણે, પણ એમના ગુરુઓને કેટલા યાદ કરે? એ બધા બ્રહ્મ સ્વરૂપ ગુરુને ગુરુ બનાવનારા કેવા મહાગુરુ એમ કહું છું. એમ કરતાં કરતાં મહાગુરુ, ગુરુના મહાગુરુ, મહાગુરુ પરંપરામાં આગળ છેવટે પહોંચો તો છેવટે ક્યાં મળશો તમે? બ્રહ્મમાં મળશો, પરમ તત્વમાં મળશો. છેવટે તો અહીં તો છે ના યશનામ કર્મ એટલે પ્રશંસા, સિદ્ધિ, પ્રસિદ્ધિ બધું પામતા પામતા આ બધા તો આગળ એ કરતા ગયા. સમાજ ઉપર પોતાનો ચોક્કસ પ્રભાવ મૂકતા ગયા. પેલા લોકો તો એમનેમ નીકળી ગયા. એકાદ જણાને આમ આમ કરી આલ્યું કે, "તું બ્રહ્મ જ હું ને ચાલ." કે નીકળી ગયા હતો. અને એમાં એમને કોઈ પડી પરવાહ નથી. તારું થાય તો થાય ને ના થાય તો ના થાય.

એમને જે આપવાનું હતું એ આપી દીધું. કુરિયર જેવું. બિલકુલ કુરિયર આવે છે ને? બ્લુ ડાર્ટવાળો આપો, સહી કરો, આપી દેશે, જતો રહેશે. એને કોઈ નથી કે આજને શું આપ્યું? કેમ ના આપ્યું? કે ભાઈ, આ તો મારું છે ને. બહુ બહુ તો આધાર કાર્ડ માંગશે તમારું કે ભાઈ આઈડેન્ટિટી. અને પછી આપી દેશે તમને. આવું કામ કરીને જતા રહે સદગુરુ. એ પૂછવા ના રહે, ઊભા ના રહે જોતા કે અમે હું કોને આપું છું. મોટો હાઈકોર્ટનો જજ હોય તો એને જાતે જ આપવું પડે ને? હું એમ કહું, "કુરિયરવાળો છું અને આવ્યો છું. લો." હવે તમે હાઈકોર્ટના જજ છો, પણ તમારે મારી આગળ તો એસ્ટાબ્લિશ કરવું પડશે કે તમે જજ છો કે એનાથી મારે કોઈ લેવા દેવા નથી. તમે આ વ્યક્તિ છો, તમારે સાબિત કરવાનું. "લાવો તમારું આધાર કાર્ડ." તો જજની પાહે કોઈ આધાર કાર્ડ માંગનારો કોક કુરિયરવાળો હોય ને?

કે ના હોય? એટલી ડેરિંગવાળો કે, "નહીં આપું તમને ત્યાં સુધી તમે આ છો પહેલા નક્કી." પેલો કહે, "હું ફલાણો છું, ઢીકણો છું, આ ઘરમાં રહું છું." "બાર ટકટી મારી છે સાહેબ. અમારી કંપનીનો નિયમ એવો છે કે આધાર કાર્ડની કોપી જોઈશે." ફાફે ચડે. બરાબર. મોબાઈલમાંથી ખોળીને કાઢીને આપે ત્યારે પેલો એને છોડે. હતા મૂકીને એનો પાર લાવે. સદગુરુનું કામ આવું. "આપી દે. તું તૈયાર છું? લઈ જા. મારે આમાં કોઈ લેવા દેવા. પગારમાં કોઈ વધારો ઘટાડો થવાનો નથી." એવી રીતે પહેલાને જેમ સદગુરુને.

બીજું એવું કે મારા સ્વરૂપમાં કે મારી જે સ્થિતિ છે, તેમાં મને કોઈ વધારો-ઘટાડો કે કોઈ ફેરફાર થવાનો નથી. હું તો આત્મસ્થ છું, પણ તોય પહેલાને આપશે. દીવામાંથી દીવો પ્રગટાવશે એમ કહે છે. હમણાંનો હું રોજ માથાકૂટ કરતો હોઉં છું. અમારે એક પેલું નવી જાતનું લાઈટર લાવ્યા છે. આમ ચાપ દબાવીએ ને એટલે અંદરથી આગળ આમ તડ-તડ-તડ બધું ફૂટે. તો ગેસ લાઈટર જેમ ગેસ ચાલુ કરીએ એવી રીતના આમાંય થાય. હવે પેલી જે અંદર દિવેટ મૂકેલી છે દીવાની અંદર, એમાં તેલ-બેલ પૂરીને કમ્પ્લીટ કરીને પછી જ આમ ઉપર ચડાવીને રાખી હોય. કારણ કે પેલું મેટલનું પાત્ર અંદર રાખેલું છે એટલે એમાંથી આમ ઉપર થોડુંક રોજ કાઢીને બરાબર એને દિવેટના ઉપર રાખવી પડે, એને વાટને. હવે તેના ઉપર જેવું આમ અડાડું ને આમ અમુક ટાઈમ સુધીનું હું અડાડી રાખીશ ત્યાં સુધી તો કંઈ થતું જ નથી.

એકદમ દીવો ના પ્રગટી જાય. તમે જોજો, દિવાસળી આમ કરીને આમ કરી રાખજો. એનું ટેમ્પરેચર ચોક્કસ ઉષ્ણતામાને પહોંચે છે, ત્યાર પછી એ સળગવાનો શરૂ થાય. દીવો એટલો ટાઈમ તો એને અડાડી રાખવું પડે ને! તો આ અગ્નિ આપે, આમ જ્ઞાનાગ્નિ એને આપે. સદગુરુ એને ત્યારે પ્રગટાવે.

હવે દરેકની જરૂરિયાતો અલગ અલગ હોય ને! સ્થળ-કાળ પ્રમાણે અલગ અલગ હોય. દરેકની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોય. શિષ્યની પ્રકૃતિ હોય એના પ્રમાણે એને જ્ઞાનાગ્નિ આપવામાં આવે સદગુરુ દ્વારા નિમિત્ત રૂપે. અને નિમિત્ત કેટલું? આટલું. આ અડાડ્યું એટલા પૂરતું બસ, પૂરું થઈ ગયું. સદગુરુ પછી અહીં દીવો પ્રગટી ગયો. એ દીવો તમે જુઓને તો શરૂઆતની અંદર આમ બિલકુલ બ્લુ કલરનો જરાક આમથું ટપકું જ હોય. આખો પ્રોસેસ જો જાણો તો તમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે કરીને પછી એ વ્યાપી જશે. આખી દિવેટમાં વ્યાપી જશે અને પછી એની જ્યોત પ્રગટ થશે. એ આવડી અમથી એની લોક જેને કહે છે તેવી આખી આમ ત્રિકોણાકાર પ્રગટ થાય. એમાં નીચે બ્લુ હોય, પછી સહેજ ઉપર આવતા આવતા ઓરેન્જ થતું જાય. બ્લુ ટિન્જ હોય જ દરેક દીવાની અંદર હોય અને એ બ્લુ ટિન્જમાંથી જ આવો રેન્જ પ્રગટે છે આખી.

હવે કોક દહાડો દીવો કરો તો આવી રીતે સમજજો એને, એક્સપેરિમેન્ટ કરજો, પછી ખબર પડશે.

એટલે જ્ઞાન આપે. પહેલા વાક્ય બોલે, "નાનું તો નાનું લાઈટ થઈ ગયું." જ્વાળ થાય પછી સ્વયં પ્રકાશિતમે પછી મોટું થઈ જાય. જ્ઞાન આપે એટલે નાનું તો નાનું લાઈટ થઈ જાય, લાઈટ થઈ જાય. અને આપણે હોશિયાર એટલે દીવો પ્રગટાવીએ ત્યારે પંખો બંધ કરી દઈએ. પવનનો ઝપાટો ના આવે એટલે આપણે આમ કરીને આમ હાથ કરી દઈએ. અને એક લેવલે પહોંચ્યા પછીથી આપણે હાથ પાછા કરી દઈએ કે દીવો હવે પ્રગટી ગયો, વાંધો નથી. પછી થોડો થોડો પવન બી વાય તો બહુ બહુ તો જુઓ તો આમ આમ જરાક હાલશે, બસ એટલું જ. પાછો તો એ સ્થિર થઈ જશે. દીવો, દીવાનો સ્વભાવ છે સ્થિર રહીને પ્રગટ્યા કરવાનું. જ્ઞાનનું આ છે. હવે સંસારના વૃત્તિઓ રૂપી વાવાઝોડા ગમે તેટલા ફૂંકાય, પણ એક વખત દીવો પ્રગટ તમારો થઈ ગયો પછી તમારે ચિંતા નહીં. રૂમમાં અંધારું થાય નહીં. દીવો પ્રગટ હોય એટલે સમજાયું.

અને બધા કહે કે આ દીવા નીચે અંધારું, પણ સાવ અંધારું તો ત્યાંય નથી હોતું. તમને દેખાય છે કે ભાઈ નીચે ઓછું અજવાળું છે, બસ એટલું જ. બાકી અજવાળું તો દીવા નીચે બી હોય જ છે. નહીં તો અંધારું કેમનું દેખાય તમને? એટલું ખાલી એની જે પેલી હોય છે, એનો દીવીની નીચેનો ભાગ, એટલા ભાગની અંદર એ પ્રકાશમાન નથી હોતું. કારણ કે ત્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં અવરોધ છે એના પ્રકાશને. બાકીના બધા ભાગની અંદર અજવાળું આપે. તો દરેક જ્ઞાનીને પોતાના કુટુંબની અંદર આવું હોય. પોતે જ્યાં હોય ને ત્યાં નીચે અંધારું. એને કોઈ ઓળખે નહીં. એના કુટુંબવાળા કોઈ એક્સેપ્ટ કરે નહીં. સંસારમાં એનો જય જયકાર થાય, પણ એના જ મિત્રો, એના જ સગાવ્હાલાઓ અને એના જ કુટુંબીજનો એને... આ ચાલે રાખી. એટલે કીધું, "દીવા નીચે અંધારું." એ લોકો એને પ્રાપ્ત નથી કરી લેતા.

બાકીના બીજા બધા જ લોકો પ્રાપ્ત કરી લે. એ તો ધન્ય છે જ્ઞાનદેવ-નામદેવને કે એ લોકો બધા જ આખે આખું ફેમિલી, બધું આ જ્ઞાનીઓનું ફેમિલી. આહા! ધન્ય છું. યાદ કરીએ ને તોય આપણને એ થાય. એવા અદભુત જ્ઞાનદેવ હતા.

ત્યારે કહે છે, "શં નામ કલ્યાણમ્, કરોતિ ઇતિ શંકરઃ." એટલે ઉત્સાહવર્ધનમ. હંમેશા તમને ઉત્સાહવર્ધન કરાવડાવે. અર્થ જન્મ થયો, પણ શેના માટે? બાળકને ખબર પડે એ તો જીવે જાય સહજ. બરાબર. પછી એને ધીરે ધીરે સ્કૂલમાં મોકલવામાં આવે. એને અક્ષરજ્ઞાન આપવામાં આવે. ત્યાં કયું જ્ઞાન આપવામાં આવે છે? અક્ષર. જે જ્ઞાન જતું ના રહે, કાયમ એની સાથે. એ અક્ષરજ્ઞાન વડે તૈયાર થાય અને બધું જોવા-જાણી લે જગતને જ્ઞાન વડે જ. જે બી પ્રાકૃત જ્ઞાન છે ભલે, પણ એનાથી એ જાણી લે. પછી એ યુનિવર્સિટીમાં જાય, પીએચડી થાય, કંઈ પણ કરે. દરેકને પોતપોતાની સ્થિતિ. હવે એનો ઉપાય ને પર્પસ શું છે? તો કે એક સમયે પહોંચ્યા પછી એમાંથી એને અર્થનું ઉપાર્જન કરવાનું છે. ઉપઅર્જન કરવાનું. આ મૂળ અર્જન હતું બ્રહ્મનું. હવે એને સંસારની અંદર હોવાના કારણે ઉપાર્જન કરવું આનું થાય છે.

કારણ કે ઉપાર્જન જે કંઈ કરશે એના વડે, અક્ષરજ્ઞાન વડે જે કંઈ એને પ્રાપ્ત કર્યું છે તેના વડે. બીબીએ થયો હોય તો એવી રીતે, સીએ થયો હોય તો એવી રીતે, ડોક્ટર થયો એમબીબીએસ તો એવી રીતે. એને અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું જે તે ફિલ્ડનું, પણ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું. અક્ષર વગર તો બનવાનું જ નથી ને! ડોક્ટરે કોઈ થાય, બધું પ્રાપ્ત કરી લીધું એને. હવે અર્થ ઉપાર્જન કરશે, એમાંથી કંઈક મેળવશે, પ્રાપ્ત કરશે, દ્રવ્ય પ્રાપ્ત કરશે. તો જ્ઞાન વડે દ્રવ્ય પ્રાપ્ત કરશે અને એ દ્રવ્ય વડે અનેક દ્રવ્યોની ખરીદી કરી શકે એવું દ્રવ્ય એટલે પૈસા. બરાબર. ૧૧મો પ્રાણ, જેના વગર તો બધું ઢીલું પડી જાય એકદમ. શું? એટલે પછી એને પ્રાપ્ત કરવાનું.

હવે વધુને વધુ પ્રાપ્ત કરે એટલે એને એમ થાય કે હું વધુને વધુ સમૃદ્ધ થઉં. હવે એને લાગ્યો લોભ. હવે એ પછી થશે દોડતો. પછી આના કરતાં હું થઉં. થયું કદ થયું એટલે લાગી ઈર્ષ્યા. ઓહો! પછી કેટલાય માણસો એવા છે શિયાળ જેવા, જેમને તમારા પાસેથી જોવે છે એટલે એ લોકો આવીને શું કરશે? પ્રશંસા. એ લોકો કરશે એ પ્રશંસા. પણ તમને શું મળ્યું? મન. પેલા ભાઈએ તે દહાડે મારા બહુ વખાણ કર્યા. ભરી સભાની અંદર એમણે તો મારા વિશે આવું આવું આવું કીધું. વાહ! એટલે માન આવી ગયું.

હવે જો એના બદલે કોઈક પાછો ક્રિટિક ઊભો થયો અને કીધું કે આમણે આવું કર્યું ને આ ખોટું કર્યું ને આ ખોટું કર્યું એટલે થઈ ગયો ગળું દબાવ્યું હોય એવું થયું એમને. એટલે લાગ્યું એમને શું? તો કે અપમાન. કે માન ના આપ્યું એટલે અપમાન થઈ ગયું એમ. માન ના આપવું એ પણ અપમાન છે. કોઈને તમે જસ્ટ આમ ઇગ્નોર કરો, ફક્ત ઇઝ ઇકવલ ટુ અપમાન. પેલા ભાઈ તઈ બેસવામાં આવ્યા જ પણ મારી સામે જોયું પણ કંઈ બોલ્યા જ નહીં કે બોલો આ મારો જ મિત્ર, આ મારા જ સગા અને મારી જોડે આવું કરી ગયા. તો આને શું ફીલ થઈ ગયું? અપમાન. એનાથી શું થશે? તો ઘેર જશે ને તોય મન ચૂન ચૂન થયા જ કરતું હોય. તો ક ગાડી ચલાઈને ઘેર જાય તોય ક્લેશ થાય. મય અંદર મનની અંદર શું થયો? કચવાટ / અસ્વસ્થતા. શું સૂઝ નથી પડતી કે આને કેમ આવું મારી સાથે વર્તન કર્યું? એટલે પેદા થયો અજંપો. ઘેર પહોંચ્યા ને પેલા કે પાણી પી.

પાણી આપે. પાણી લઈને કેમ દોડે કે આટલું બધું ગરમ પાણી લાવે છે? ખબર નહીં પડતી કે ફ્રીજમાંથી લાવે. કે તમારે જાતે પીવવાનું હોય એને બદલે હું તમને આપું છું તોય તમે આવું મારી જોડે બોલો. એટલે બે જણાને વચ્ચે થયો ઝઘડો. એટલે થઈ ગયો ક્લેશ. તો આ સતત આવી એમાં પડી જાય છે માણસ. તો જિંદગીનો જે અર્થ છે મૂળ એ ગુમાવીને બાકીનો અર્થની અંદર એ ફર્યા કરે.

સદગુરુ એને આ અર્થ આપે છે કે તારી જિંદગીનો અર્થ એ નથી કે તું કરોડપતિ બન કે તું સૂટ પહેરીને ફર કે તું વિમાનમાં ઉડાઉડ. એનો વાંધો નથી મને. સદગુરુ કહે છે કે તારા જિંદગીનો અર્થ છે કે તું જાણી લે કે તું બ્રહ્મ છું, તત્વમસિ. તારા સદગુરુ એને આ પણ આપે છે. હવે કહે છે આગળ કામ. કામ એટલે કરોમિ, કરોસિ વાળું કંઈ પણ કરવાનું અંદરથી જે સ્ફૂરણ ઊભું થાય એ બધું કામ કહેવાય. એમાં વૃત્તિઓ આવી ગઈ, એમાં ખયાલો આવી ગયા, એમાં વિચારો આવી ગયા. એવું વિચારવાનું નથી કે આ માત્ર સ્ત્રી પૂરતું મર્યાદિત છે કે કોઈ એમ કહે કે પૈસા પૂરતું મર્યાદિત છે. માથેરાન જવું આમ અંદર ઊભું થાય ને એ પણ એક કામ તો થઈ જ ગયું. એટલે એને કર્મ કહેવામાં આવે. જે જે સ્ફૂરણ ઊભું થાય એની ઉપર જો તમે યશ કરી દીધું, કર્મ ઊભું થઈ ગયું. એ યશ કરનારો કોણ છે? અહંકાર. ચાર રીતે કામ કરે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર.

અલગ અલગ સ્તરે એ અલગ અલગ વસ્તુઓ કરે. એટલા માટે વસ્તુ એકને એક જ છે અને એને કહેવામાં આવે છે અંતઃકરણ. હવે એ કામ થયો એટલે કંઈ પણ કરવાપણું જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ બન્યા જ કરશે. જ્ઞાન કર્મ એકમાત્ર એવું છે કે જેને કર્મની આ વ્યાખ્યામાં ગણાતું નથી. જ્ઞાન કેવું છે? કર્મની પકડ બહારની વસ્તુ છે. એ તો પ્રગટ થાય છે.

અને છેલ્લે કીધું કે મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. બંધન જ્યાં જ્યાં તને અનુભવમાં આવે છે તે તારી ભ્રાંતિ છે. આવી સમજ એને આપે છે અને એને મુક્ત કરે. કાપી હાલે બધા બંધનો. એને શું? જ્ઞાનરૂપી કાતર વડે બધું કટ કરી આપે. એને મુખ્ય મુખ્ય જગ્યાઓ કાપી હાલે. પછી કે બાકીને તું કરી લેજે ભાઈ. જે મુખ્ય બે ચાર જગ્યા હોય તો અહી જરાક કાતર ચલાઈ આપે સદગુરુ હોય એટલે બાકી તો થઈ જશે. એમને ખબર જ હોય કે હવે આ છૂટી જવાનું એના ટાઈમે. ઘણા એવા હોય કે દોરડા બધા તૂટી ગયેલા હોય તોય અહીના અહી જ બેસી રહે, હાલચલે બી નહીં. તો પાછું એને ફરી વખત જઈને એ કરવું પડે કે અલા તારા બધા બંધન કપાઈ ગયા, હવે તો ઊભો થા, અહીથી ચાલવા માંડ. કે એવાય હોય છે. એને ખબર જ ના હોય કે હું મુક્ત છું. વાસ્તવમાં એ મુક્ત હોય એટલે પાછું એવું એ ભાન આપવું પડે. એટલે એને દૂરથી સાદ પાડીને બોલાવે કા તો ઈશારો કરીને બોલાવે.

સદગુરુ કા તો જાતે જઈને બોલાવે અને એકદમ પેલા એમાં પડી ગયેલો હોય તેને ઉઠ ચલ કે એવી રીતે કે લઈ જાય કે ચલ તને બ્રહ્મમાં લઈ જઉં કરીને.

સદગુરુ આવીને ચાર ફળ આપે છે એમ જીવનની અંદર પ્રગટ થતા અને પાછા કેવા? ઉત્સાહવર્ધન. જીવવાનો તમારો ઉત્સાહ, ઉમંગ તોડીને નહીં. આનંદપૂર્વક ઉત્સાહથી તમે જાઓ છો. સદગુરુના સાથે જ્યારે તમે ચાલો છો ત્યારે કોઈ રોતો રોતો નથી બેઠો હોતો ત્યાં આગળ. શરૂઆતમાં આવે ત્યારે રોતો હોય. સદગુરુ એને આમ દિલાસો આપેલું છે, લેપ બેપ લગાડે બરાબરનો. ઘા પડ્યા હોય સંસારના એટલે. અને પહેલામાં પહેલું જ તને જ્ઞાન આપી દે તો આવે એવું તરત તું બ્રહ્મમાં છો એવું કરે ને પેલો ઊભો થઈને ભાગી જાય કે મારે સહન નથી થતું, શું બોલો છો કે તમે? એટલે યોગ્ય સમયે યોગ્ય દવા કરે ગુરુ. એવી રીતે કોઈ ભય ના રહે. પાછો સમજાવે તને કે જો આ ભય છે ને એ કલ્પના છે તારી. એવું કંઈ છે જ નહીં કે જે તને કંઈ પણ કરી શકે અને તું પણ એવો નથી કે તારાથી પણ કોઈનું કંઈ થઈ જાય. ઘણાને એવું હોય ને માથી કોકનું ખરાબ ના થઈ જાય.

એવા ભયમાં જીવતા હોય રાત દાડો. આમ ભગત હોય માણસ હારા હોય. માથી કોઈને ખોટું ના થઈ જાય, મારથી કોઈનું ખરાબ ના થાય. હું ચાલતો હોય જો ઠેકડા મારતો મારતો કોઈ જીવડું ના વટાઈ જાય, કોઈ કીડીઓ એમ કે ના મરી જાય, કંઈ એમ ના થઈ જાય એવી રીતના કરીને એમ બધે જીવતો હોય તો ભયની અંદર નર ઠેકડા મારે જ કરતો હોય. ગુરુ એને બેસાડે શાંત. ધીમે ધીમે ચાલ, જો મારી જોડે જોડે ચાલ એમ કરીને સમજાવે, શીખવાડે કે તું અકર્તા છું. કોઈ કર્મ તારાથી થઈ શકે એવું છે જ નહીં. તું કરતો બી નથી તારી.

અંદર ઈચ્છા પણ નથી ને તારી કોઈ આ વૃત્તિ પણ નથી, એવો તું છું. સમજણ પાડે છે. હજી ના સમજાયું તો પાછો ફરી સમજાવે, બેસાડીને કે, "જો, તું આત્મા છું. તું ચિદાકાશ રૂપ છું. તને દેખાય છે કે આ તારા પગ આમ પડે છે, પણ ખરેખર આ ધરતીય નથી ને આ તારા પગે નથી અને આ પગ તારાય નથી. આ બોડી જ તારું નથી." બધું સમજાવશે. હજી ના સમજાયું, પાછો બેસાડશે. પછી કહેશે, "જો, અહીંયા આગળ જો, તારું ચિદાકાશ રૂપ, આ તારું પ્લેસલેસ પ્લેસમાં અહીં તારું મૂળ સ્વરૂપ તું ધ્યાનમાં રાખ." તારે પેલાને ભરોસો પડે પછી ઠેકડા મારવાનું બંધ થાય. એને ધીમે એવો કરે અને છતાંય પાછો સતર્ક અને સજાગ રાખે, મદહોશીમાં, બેભાન અવસ્થામાં નહીં. સંસાર શું છે એનું પણ જ્ઞાન આપે. સંસારમાં સાચવવા જેવું શું છે તેનું પણ જ્ઞાન આપે. સંસારમાંથી શું ભય આવી શકે છે, શું નહીં, એને કેવી રીતે નિરાકરણ કરવું – આ બધું જ્ઞાન એને આપે અને સજાગ રહે ને રાખે.

એટલા માટે એમને આપણે નવાજીએ છીએ. નવાજીએ છીએ ને આમ કરીને, "સદગુરુદેવ કી જય!" પ્રાર્થના, પ્રાર્થના, "માનમ સુરેશમ." એટલે એ સદગુરુ, આવા સદગુરુ એને દેવો પણ વંદી રહ્યા છે, પૂજન કરી રહ્યા છે એનું. કેમ કરી રહ્યા છે? એ તો બ્રહ્મરૂપ છે. હવે બ્રહ્મ સ્વરૂપ પામવું એ તો દેવોને પણ દુર્લભ છે. મનુષ્યને એકલાને સહ્ય છે, સુલભ છે. હવે કરો કિંમત એક એક માણસની કેટલી કિંમત! કોઈ ઇન્સ્યોરન્સ કંપની ના ચૂકવી શકે એનો ક્લેમ, એટલી કિંમત એક એકની. એટલે જીવનમાં આપણો અભ્યુદય થાય. જ્યાં હોઈએ ત્યાંથી આપણને હંમેશા ઉપરના સ્તરે લઈ જાય. ધીરે ધીરે ધીરે ધીરે પાછા ચારે ક્ષેત્રે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધીરે ધીરે ધીરે ધીરે કરીને આમ લિફ્ટમાં જાણે આમ ઉપર જતા હોય એવી રીતે સાચવીને સરસ રીતે લઈ જાય. ઉત્થાન થાય, ઉપર લઈ જાય, ટોચ ઉપર લઈ જાય અને પાછા પતન ના થવા દે.

તો પછી કોઈ બહુ જોર મારે, છટકી જાય તો ગુરુ, સદગુરુ કંઈ ના કરી શકે. જેટલી થાય એટલી હેલ્પ કરી શકે. પણ ઘણા એવા હોય, આત્મઘાતી પગલાં લે. "સદગુરુ દેવ કી જય! સચ્ચિદાનંદ!" એવું કોઈ ના કરી બેસતા.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.