ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૦૭
વિડિયો ૧૦૭
ગાયત્રી રહસ્ય ઉપનિષદ ગાયત્રીનું જે રહસ્ય છે, તેના વિશે વાત કરી. "ૐ સ્વસ્તિ સિદ્ધમ, ઓમ નમો બ્રહ્મણે, ઓ નમસ્કૃત્યમ યાજ્ઞવલ્ક્ય ઋષિઃ સ્વયંભુવે પરિપૃચ્છતિ, હે બ્રહ્મન્, ગાયત્ર્યાઃ ઉત્પત્તિં શ્રોતુમ્ ઇચ્છામિ." અર્થાત્, વશિષ્ઠ સ્વયંભુ પરિપચિત. સર્વનું કલ્યાણ થાઓ, બ્રહ્મને નમસ્કાર છે. આમ, બ્રહ્મને નમસ્કાર છે કરીને યાજ્ઞવલ્ક્ય ઋષિએ સ્વયંભુ બ્રહ્માજીને પૂછ્યું કે, "હે બ્રહ્મન, ગાયત્રીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ સાંભળવાની અમને બધાને ઈચ્છા છે."
હવે, વશિષ્ઠે પણ સ્વયંભુને આ જ પ્રશ્ન પૂછ્યો. એટલે આ પ્રશ્ન સાંભળીને બ્રહ્મથી ઉત્પન્ન થયેલા એવા બ્રહ્માજીએ કહ્યું કે, "બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ માટે કારણભૂત પ્રકૃતિની વ્યાખ્યા કરવામાં આવે છે. સ્વયંભુ નામનો પુરુષ કોણ છે? એ જ પુરાણ પુરુષ છે. એમણે જ પોતાની આંગળીથી મંથન કરીને જળને પ્રગટ કર્યું. આ જળમાંથી ફીણ પછી એમણે કરી. ફીણમાંથી પરપોટા, પરપોટામાંથી ઈંડુ, ઈંડામાંથી બ્રહ્મા અને બ્રહ્માથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી ઓમકાર, ઓમકારમાંથી વ્યાહતી, વ્યાહતીમાંથી ગાયત્રી."
"ઔમ એ ત્રણ વ્યાહતી, ૐ ભૂ ભુવસ્વહ એ ત્રણ વ્યાહતી ગાયત્રી. પછી એમાંથી ગાયત્રીમાંથી સાવિત્રી, સાવિત્રીમાંથી સરસ્વતી, સરસ્વતીમાંથી ચારે વેદો, ચારે વેદોમાંથી બધા લોકો અને સર્વલોકમાંથી બધા પ્રાણીઓ પાછા ઉત્પન્ન થયા." આવી રીતે સૃષ્ટિની આખી ઉત્પત્તિ થઈ, તેના વિશે વાત કરી.
તો આગળ કહે છે કે, "અથાતો ગાયત્રી." હવે અહીં ગાયત્રી અને વ્યાહતીનું વર્ણન શરૂ થાય છે. ગાયત્રી કોણ છે? વ્યાહતીઓ કોણ છે? ભૂ શું છે? ભુવ શું છે? સ્વહ શું છે? મહ શું છે? જન શું છે? તપ શું છે? સત્યમ શું છે? તત શું છે? સવિતુ શું છે? વરેન્યમ શું છે? ભર્ગ શું છે? દેવસ્ય શું છે? ધીમહિ શું છે? ધિય શું છે? યહ શું છે? ન શું છે? અને પ્રચોદયાત શું છે?
એનો ઉત્તર છે કે, "ઓમ ભૂ એ ભૂલોક વાચક છે. ભુવ જ્યારે બોલીએ તો એ અંતરક્ષિક વાચક, અંતરિક્ષ વાચી છે. સ્વહ બોલીએ એનો મતલબ સ્વર્ગલોકનો વાચક છે. મહ તો મહલોકનો વાચક. જન તો જનલોકનો વાચક. તપ તો તપોલોકનો વાચક અને સત્યમ એટલે સત્યલોકનો વાચક છે. તત એટલે તેજસરૂપ અગ્નિદેવનું. સવિતુર સૂર્યદેવનું. વરેન્યમ એ પ્રજાપતિ બ્રહ્માનો. ભર્ગ એટલે તેજ. આપ એટલે જળ. દેવસ્ય તેજસ્વી ઇન્દ્રનો કે જે પરમ ઐશ્વર્યનો દ્યોતક સર્વ પુરુષ નામક રુદ્ર દ્વારા ખ્યા પ્રખ્યાત છે. દીમહી અંતરાત્માનો. ધિય એ અંતરાત્મા પરક. ય એ સદાશિવ પુરુષવાચક અને ન એ પોતાના સ્વરૂપનો અને પ્રચોદયાત એ પ્રેરણાની ઈચ્છાનો દ્યોતક છે. જે ધર્મ આ બધા લોકોનો આશ્રય કરાવે છે, તે પરમ ધર્મ જે છે તે જ ગાયત્રી છે."
તો આ ગાયત્રી કયા ગોત્રની છે? કેટલા અક્ષરો અને કેટલા પાદવાળી છે? કેટલા કુક્ષીવાળી? એના શીર્ષ ક્યાં છે? ત્યારે કહે છે કે, "સાંખ્યાયન ગોત્રની, ૨૪ અક્ષરવાળી, ત્રણ અને ચાર પદવાળી અને ત્યાર પછી તેના ચાર પદ, છ કુક્ષી અને પાંચ મસ્તકવાળી છે." તેના પાદ કયા? કુક્ષીઓ કઈ? ને શીર્ષ ક્યાં છે? તો કહે છે કે, "ઋગ્વેદ એનો પ્રથમ પાદ છે. યજુર્વેદ દ્વિતીય અને સામવેદ એનો તૃતીય પાદ છે. અથર્વવેદ એનો ચતુષ્પાદ છે. પૂર્વ દિશા એની પ્રથમ કુક્ષી, દક્ષિણ દિશા દ્વિતીય કુક્ષી, પશ્ચિમ દિશા એની તૃતીય કુક્ષી, ઉત્તર દિશા ચોથી કુક્ષી, ઉર્ધ્વ દિશા પાંચમી કુક્ષી અને અધ દિશા છઠ્ઠી કુક્ષી છે. વ્યાકરણ એનું મસ્તક છે. શિક્ષા બીજું, કલ્પ ત્રીજું, નિરુક્ત ચોથું અને જ્યોતિષ એનું પાંચમું મસ્તક છે."
આ ગાયત્રીનું વર્ણન છે. કઈ દિશા છે? કયો રંગ છે? કયો નિવાસ છે? કયો સ્વર છે? લક્ષણ શું છે? કયા અક્ષરોની તે અધિષ્ઠાત્રી દેવીઓ છે? તેમના ઋષિઓ કોણ છે? છંદ કયા? શક્તિ કઈ? તત્વો કયા? અવયવો કયા? જવાબ આપે છે કે, "પૂર્વ દિશામાં ગાયત્રી છે, તેનો રંગ લાલ છે. મધ્યમાં અર્થાત્ દક્ષિણ દિશામાં શ્વેત રંગવાળી સાવિત્રી છે. પશ્ચિમ દિશામાં કાળા રંગની સરસ્વતી વિદ્યમાન છે. ગાયત્રી લાલ રંગની છે, સાવિત્રી શ્વેત છે અને સરસ્વતી એ કૃષ્ણ રંગની છે. એ રીતે તેમનું ધ્યાન કરવું ઉચિત છે. પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોક એ ત્રણેય દેવીઓના નિવાસસ્થાનો છે. તે ગાયત્રી અકાર, ઉકાર, મકાર અને ઉદ્ધાત એટલે કે ઉદ્ધાત, અનુદાત અને સ્વરિત સ્વરાત્મક છે. તે ત્રિકાળ સંધ્યાને અંતર્ગત પ્રાતકાળના સમયે હંસારૂઢ બ્રાહ્મી રૂપા, મધ્યાહન સમયની સંધ્યામાં વૃષભારૂઢ મહેશ્વરી રૂપા અને સાયંકાલીન સંધ્યામાં ગરુડ રૂઢ વૈષ્ણવી રૂપા હોય છે."
"પ્રાતકાલીન સંધ્યા વખતે ગાયત્રી લાલ રંગની કુમારી રૂપા, લાલ રંગોવાળી, લાલ વસ્ત્રોવાળી, લાલ ચંદન અને લાલ માળાઓવાળી છે. પાસ, અંકુશ, અક્ષમાલા, કમંડળ, વરમુદ્રાયુક્ત હાથવાળી, હંસારૂઢ બ્રહ્માદેવની શક્તિ યુક્ત, ઋગ્વેદ યુક્ત, આદિત્ય પથગામિની અને ભૂમંડળ પર રહેનારી પણ હોય છે."
પછી મધ્યાકાળની જે લોકો તે વખતે સંધ્યા કરતા, તેમાં તે લોકો જોતા કે, "સાવિત્રી યુવાન છે, શ્વેત અંગોવાળી છે, શુભ્રણા છે, શ્વેત વસ્ત્રોને ધારણ કરનારી છે, શ્વેત ચંદન અને માળાઓને ધારણ કરનારી છે. ત્રિશુળ, ડમરૂધારી, વૃષભ બારૂઠ, વૃષભ એટલે નંદી ઉપર બિરાજમાન રુદ્ર દેવતા સહિત યજુર્વેદથી સંયુક્ત હોય છે. તે આદિત્ય પથથી ગમન કરનારી, આદિત્ય પથ સૂર્ય જે દિશામાં જેમ જેમ જાય છે તેવી રીતના ગમન કરનારી અને ભુવલોકમાં રહેનારી હોય છે."
સાયંકાલીન સંધ્યા, સાંજે જે થતી, તેમાં એ ગાયત્રીનું સ્વરૂપ પાછું બદલાય. ત્યારે તે શું છે? તો કે, "સરસ્વતી રૂપા, વૃદ્ધા, કૃષ્ણ વર્ણા, કૃષ્ણ વર્ણોને ધારણ કરનારી, કૃષ્ણ ગંધમાળાનું અનુલેપન કરનારી, શંખચક્ર ગદાને ધારણ કરનારી, ગરુડ પર આરૂઢ, વિષ્ણુ અધિદેવતા યુક્તા, સામવેદ યુક્તા, આદિત્યના પથ ઉપર ગમન કરનારી તથા સ્વ અર્થાત્ સ્વલોકમાં નિવાસ કરનારી હોય છે." તો સમય બદલાય છે તે પ્રમાણે આ ગાયત્રીનું સ્વરૂપ.
બદલાઈ જાય છે. આ કોમ્પ્લિકેટેડ આજના જમાનામાં ભાગ્ય જ કોઈ માણસ આટલું બધું ફોલો કરી શકે. પણ આ ઈમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જે તે સમયે જો કોઈને ઈચ્છા થાય તો તેને આમાંથી રેફરન્સ પ્રાપ્ત કરીને સમજીને કામ કરવું છે. અત્યારે શું થાય? ગમે એક ફોટો ગાયત્રીને મૂકી દીધો, દીવો વગર બત્તી કરી દીધી અને પછી શરૂ કરી દે છે ગાયત્રી મંત્રોચ્ચાર કરવાનું. તો યથાર્થ પદ્ધતિ આ છે. આ કરો છો તેનો વાંધો નથી, વાંધો કશો નથી. સમજીને કરો તો સારું ફળ મળે આનું. આજ કર્મ કરો.
હવે આ ગાયત્રી અગ્નિ, વાયુ અને સૂર્ય રૂપા છે. આ હવની, ગાહપત્ય અને દક્ષિણા અગ્નિ અંગોરૂપોવાળ છે. ઋગ, યજુ અને સામવેદ રૂપ વાળી છે. ભૂ, ભુવ અને સ્વહ વ્યાહતીઓ વાળી છે. પ્રાત, મધ્યા અને સંધ્યા સાયંકાલીન સવન વાળી છે. સત્વ, રજસ્તમ ગુણાત્મિકા, જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણ રૂપવાળી છે. વસુ, રુદ્ર અને આદિત્ય સ્વરૂપવાળી છે. ગાયત્રી, તિસ્ટુપ અને જગતી એવા છંદવાળી છે. બ્રહ્મા, શંકર અને વિષ્ણુ રૂપ વાળી છે. ઈચ્છા, જ્ઞાન અને ક્રિયારૂપ શક્તિઓ વાળી છે. ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છાશક્તિ કહીએ છેને તે સ્વરાટ, વિરાટ અને વસટ. તો સવારે ઈચ્છાશક્તિ છે, બપોરે જ્ઞાન શક્તિ છે અને સાંજે ક્રિયાશક્તિ છે. આનો અર્થ એ થાય છે એવા સ્વરૂપે જે તે વસ્તુની આપણે જો પ્રાર્થના કરીને એના માટે સાધના કરી હોય તો એ આપણને ફળદાયી થાય છે.
આ ગાયત્રી મહામંત્રનો પ્રથમ અક્ષરના અગ્નિ; બીજાના પ્રજાપતિ; ત્રીજાના સોમ; ચોથાના ઈશાન; પાંચમાના આદિત્ય; છઠ્ઠાના ગાહપત્ય અગ્નિ; સાતમાના મૈત્ર; આઠમાના ભગ દેવતા; નવમાના અર્યમાં; દસમાના સવિતા; ૧૧માના સ્વસ્ટા; ૧૨માના પુષા; ૧૩માના ઇન્દ્રાગ્નિ; ૧૪માના વાયુ; ૧૫માના વામદેવ; ૧૬માના મૈત્રા વરુણ; ૧૭માના ભ્રાત્ય અને ૧૮માના વિષ્ણુ; ૧૯માના વામન; ૨૦માના વૈશ્વદેવ; ૨૧માના રુદ્રદેવ; ૨૨માના કુબેર; ૨૩માના અશ્વિની કુમાર અને ૨૪મા અક્ષરના બ્રહ્મ એમ પ્રત્યેક અક્ષરની અધિષ્ઠાત્રી દેવ શક્તિઓ મોજૂદ છે. આ બધા જ એક એક અક્ષરમાં આટલા દેવો મોજૂદ છે.
હવે ગાયત્રીના ૨૪ અક્ષરોના પાછા ૨૪ ઋષિઓ છે. કેટલો બધો પાવરમય ભરાયેલો છે, જુઓ એને! પ્રથમ અક્ષરના ઋષિ વશિષ્ઠ; બીજાના ભરત દ્વાજ; ત્રીજાના ગર્ગ; ચોથાના ઉપમન્યુ; પાંચમાના ભ્રુગ; છઠ્ઠાના સાંડીલ્ય; સાતમાના લોહિત; આઠમાના વિષ્ણુ; નવમાના સાતાતપ; દસમાના સનતકુમાર; ૧૧માના વેદવ્યાસ; ૧૨માના સુખદેવ; ૧૩માના પરાસર; ૧૪માના પૌંડરિક; ૧૫માના ક્રતુ; ૧૬માના દક્ષ; ૧૭માના કશ્યપ; ૧૮માના અત્રી ઋષિ; ૧૯માના અગતસ્ય; ૨૦માના ઉદ્દાલક; ૨૧માના અંગીરસ; ૨૨માના નાભી હેતુ; ૨૩માના મુદગલ અને ૨૪માના અંગીરા ગોત્ર જેવા વિશ્વામિત્ર છે. આ પ્રત્યેક અક્ષરોના જુદા જુદા અધિષ્ઠાતા ઋષિઓ છે.
ગાયત્રી, તિસ્ટુપ, જગતી, અનુષ્ટુપ, પંક્તિ, ભૃતિ, ઉષ્ણક આ ત્રણ આવૃત્તિઓથી યુક્ત છે. છંદનું પ્રતિપાદન થયું છે. પ્રહ્લાદીની, પ્રજા, વિશ્વ, ભદ્રા, વિલાસીની, પ્રભા, શાંતા, માં, કાંતિ, સ્પર્શા, દુર્ગા, સરસ્વતી, વિરૂપા, વિશાલાક્ષી, શાલિની, વ્યાપીની, વિમલા, તમોપહારિણી, સૂક્ષ્મા, વયયા, પદ્માલયા, વિરજા, વિશ્વરૂપા, ભદ્રા, કૃપા અને સર્વતોમુખી એ ગાયત્રીની ૨૪ શક્તિઓ છે. ૨૪ અક્ષરોની ૨૪ શક્તિઓ આવી ગઈ, એના ૨૪ દેવો આવી ગયા પહેલા.
હવે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ, સ્પર્શ, વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ, મૂત્રેન્દ્રિય, ત્વચા, નેત્ર, કાન, જીવવા, નાક, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને જ્ઞાન એ જ ગાયત્રીના ૨૪ અક્ષરોના ૨૪ તત્વો છે.
૨૪ ચંપો, અતસી, કુમકુમ, પિંગલ, ઇન્દ્રનીલ, ઇન્દ્રપ્રભા, ઉદ્ય, સૂર્ય, વિદ્યુત, તારજ, સરોજ, ગૌર, મરક્ત, સફેદ, કુંદ, ઇન્દુ, શંખ, પાંડુ, નેત્ર, નીલકમલ, ચંદન, અગરુ, કસ્તુરી, ગોરોચન, મલ્લિકા, કેતકી, કર્પૂર સમાન ગાયત્રીના પ્રત્યેક અક્ષરને યાદ કરીને બધા જ પાતકો; ઉપપાતકો; મહાપાતક; અગમ્યા ગમન (જેમના સાથે યોન સંબંધ ન હોવો જોઈએ તેમના સાથે જો અયોન સંબંધ થયેલો હોય તેને આ શબ્દ વાપરે છે); ગૌ હત્યા; બ્રહ્મ હત્યા; ભ્રુણ હત્યા (એટલે ગર્ભપાત); વીર હત્યા (ભાઈની હત્યા); પુરુષ હત્યા કરી હોય; સ્ત્રી હત્યા કરી હોય; ઘણા જન્મોમાં કરેલી હત્યાઓ હોય; ગુરુની હત્યા કરી હોય; પિતૃની હત્યા કરી હોય; આત્મઘાત કર્યું હોય; ચર-અચર જીવોની હત્યા કરી હોય; ખાવા લાયક નહીં તેવાનું પણ ભક્ષણ કરવાથી થયેલી હત્યા હોય; દાન ગ્રહણ પાપ કર્મ; ત્યાજ ત્યાગ જન્ય પાપ; સ્વામી સેવાથી પરાંગમુક્ત થવાથી થયેલું પાપ; પરધન ચોરીનું પાપ; શુદ્રના અન્નને ગ્રહણ કરવાથી થતું પાપ (હોટલમાં જઈને રોજ ખાઈએ); શત્રુઘાત અને ચાંડાલ સાથે યોની સંબંધ કરવાથી થતું પાપ વગેરે સમસ્ત પાપોને દૂર કરવા માટે ગાયત્રીનું શું કરવાનું છે?
સ્મરણ કરવું. ગાયત્રીનું માત્ર આટલા બધા પાપોનું લિસ્ટ આપી દીધું છે. આ બધા પાપોને દૂર કરી દે.
બહુ એક સમયની પહેલાની વાત છે કે એક બ્રાહ્મણ હતું. તેને પોતે આવી રીતના મંત્ર ચાર પહેલા કરે અને ઉપનયન સંસ્કાર આપ્યા. અને એને પિતાએ એને કીધું, "ભાઈ, તું ગાયત્રી મંત્ર કરજે." "હવે તારે ત્રણે ત્રણે સંધ્યાઓમાં બધું આ કામ કરવાનું, આવી રીતે કરવાનું." બધું સમજાવી દીધું પહેલાને. આખી બિચારાની જિંદગી જતી રહી અને આ કામ એને કરે જ રાખ્યું, કરે જ રાખ્યું. ખૂબ ગાયત્રી થઈ ગયા પછી એક દિવસે બહુ ખબર નહીં કેમ એકદમ જ ઉદ્વિગ્ન બની ગયું, બહુ દુઃખી થઈ ગયું. પછી એને અશ્રદ્ધા થવા માંડી કે, "યાર, આટલા વર્ષોથી હું આટલી બધી ગાયત્રી કરું છું, એનું કંઈ ફળ છે કે નહીં યાર? મને ખબર નહીં પડતી શું કરીને તો હું કર્યા કેમ કરું છું કે આ બધું કંઈ ખબર તો પડતી નથી મને." કે, "કંઈ નહીં, મારા પિતાશ્રીએ મને કહ્યું છેને એટલે મારે કરવાનું." ગાયત્રીનું શું થાય છે, શું નહીં, કંઈ નહીં.
બસ, એને આટલી શ્રદ્ધા પકડી પાછી એક છેડો. શું? "મારા પિતાશ્રીએ કહ્યું છે એટલે મારે કરવાનું." પછી એને ગાયત્રી કરવાના શરૂ કર્યા.
તો એ જ્યાં બેસીને આ સંધ્યાવંદન ને બધું કરતો હતો, ત્યાં આગળ એવું બન્યું કે એની ઉપર એક મોટી ઘાતક આસુરી શક્તિ આવવાની શરૂ થઈ. એના જે સ્પંદનો આવવાના શરૂ થયા, એનાથી એ ગભરાઈ ગયો અને આમ એકદમ "ગાયત્રી!" કરીને બૂમ પાડી દીધી. એણે મંત્રોચ્ચાર ચાલુ કરી દીધા. એ તરત તો બચી ગયો, એટલે એને એમ થયું કે કંઈક તો છે સારી વસ્તુ. હવે એણે શ્રદ્ધાપૂર્વક જપ કરવાનું ચાલુ કર્યું. એ પતી ગયું. હવે એણે શ્રદ્ધાપૂર્વક જપ કરવાનું ચાલુ કર્યું, "મને બચાવી લીધું મહાગાયત્રી! થેન્ક્યુ, થેન્ક્યુ!" આપણે બોલીએ ને એવી રીતના. એટલે એવા ભાવથી એણે ચાલુ કર્યું, "ૐ ભૂર્ભુવસ્વહ..." સ્થિર થઈ ગયો, શાંત થઈ ગયો. થોડીવારમાં એકદમ એણે જોયું તો બધું ખૂબ લાઈટ, એટલું બધું દેખાયું એને સમક્ષ. એને ગાયત્રી જાણે કે પ્રગટ થયા. પછી એણે પ્રશ્ન પૂછ્યો કે, "મા, તારું અગમ્યપણું મને સમજાતું નથી કે શું?
આખી જિંદગી, મેં જો આ બધી કેટલી સંધ્યાવંદનથી માંડીને બધું કર રાખ્યું હતું. કેટલા મંત્રો થઈ ગયા કે ત્યાં સુધી તું ના દેખાઈ કે ના મને દર્શન આપ્યા કે કશું મારી મદદ પણ ના કરી ને મારી સ્થિતિ જેવી હતી એવી ને એવી જ રહી. પણ અત્યારે એકદમ આ શું થયું એ મને સમજાયું નહીં. કૃપા કર, હવે તો સમજાય."
ગાયત્રી માતાએ એને કીધું કે, "આમ પાછળ જરા જો." એણે આમ કરીને આમ પાછળ જોયું ને તો એને દેખાયું કે આમ ૨૧ મોટા મોટા ભડકા થયેલા દેખાય એના. તો એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. "આ શું છે?" તો કે, "તારા આ પૂર્વ જન્મના તે એકઠા કરેલા જેટલા પાપ હતા ને, એ બધા ભડકે બળી રહ્યા છે. અને આ છેલ્લો પૂરો થયો. આ છેલ્લામાં પેલો તને જ્યારે મારવા આવ્યો હતો, તે વખતે તું એકદમ શ્રદ્ધાપૂર્વક મારી સમક્ષ આ બધાની અંદર તે જપ કર્યા. તો પણ મેં તો મારું કામ કર્યું જ છે, કારણ કે મંત્રાધીન દેવતા. હું તો મંત્રના આધીન છું. તો મંત્ર બોલે એટલે મારે બધું કામ તો કરવું જ પડે તારું. એટલે આ જો, આ તારું કામ થયેલું છે. તને ખબર નથી પડતી એ વાત જુદી છે. હવે આ જો, આ બધું પૂરું થઈ ગયું અને અહીંયા તું બિલકુલ એકદમ શુદ્ધ અને પવિત્ર બન્યો છે અને શ્રદ્ધાપૂર્વક તારો જપ થવા માંડ્યો છે, એટલે મારે તને દર્શન આપવા માટે આવવું પડે છે."
તો આ ગાયત્રીની વાત આવી હોય તો શ્રદ્ધાપૂર્વક કરેલા દરેક જપ છે ને, એ પણ આવી રીતના સફળ થતા હોય છે અને અશ્રદ્ધાથી કરેલું કાંઈ પણ હોય છે, મન વગરનું છે ને, નિરર્થક છે. તો આટલી એક આડ વાત હતી, મને એકદમ યાદ આવી એટલે મેં કીધું કહી દઉં. તો જે કોઈ આ પ્રયત્ન કરતા હોય તેને બધાને, ગાયત્રી કરતા હોય તો આવી રીતે સમસ્ત પાપોને દૂર કરવા માટે ગાયત્રીનું સ્મરણ કરવું. આટલા બધામાંથી એક વસ્તુ યાદ રાખો: ગાયત્રી મંત્ર આપણે શેના માટે કરીએ છીએ? સમસ્ત પાપોને દૂર કરવા માટે. બીજું, એક જાતની કમ્પલ્શન છે એટલે આમ મિકેનિકલી નહીં કરવાનું. આમ બોલો એટલે બહુ જ પ્રેમથી બોલો. ભલે તમે મોટેથી બોલો, ભલે તમે ચાહો તો મનમાં બોલો, પણ દિલમાં જ્યાં સુધી પ્રેમભાવ નહીં હોય ત્યાં સુધી સામે છે ને તો પેલું ડાયલ, પેલું ક્લિક થતું નથી સામે. એટલે ગાયત્રીનું જ્યારે પણ સ્મરણ કરો તો એવી રીતે કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ.
"ૐ ભૂર્ભુવસ્વહ તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નહ પ્રચોદયાત્."
૨૪ અક્ષરો છે, ૨૪ ઋષિઓ છે, ૨૪ શક્તિઓ છે. ૨૪ ત્યાં આગળ અક્ષરોની સાથે બધા સંયોજિત છે. તો આ બધા એક સાથે આવે છે. આ બધાનું તમે એક સામટું આવાહન કરો છો. બહુ મોટું કામ કરો છો. માટે મહેરબાની કરીને જ્યારે આ ગાયત્રીથી તમે કાંઈ પણ આવાહન કરો છો, તો એ બ્રહ્મવાદીની છે, બ્રહ્મવિદ્યા સ્વયં પોતે છે. બહુ જ પ્રેમપૂર્વક, તમારી સગ્ગી માને બોલાવતા હોય ને બૂમ પાડીને, એવી રીતના ગાયત્રી મંત્રનો જાપ કરજો. એટલા ભાવથી કરજો, પ્રેમથી કરજો અને બસ એક દિવસે પ્રગટ થશે.
"હું એવી વાક્ શક્તિની અધિષ્ઠાત્રી દેવી ગાયત્રીનું શરણ પ્રાપ્ત કરું છું જેની મૂર્ધા મસ્તક બ્રહ્મા, શિખાંત વિષ્ણુ છે. લલાટ રુદ્ર છે. બંને નેત્રો સૂર્ય અને ચંદ્ર છે. બંને કાન શુક્રાચાર્ય અને બૃહસ્પતિ છે. નાસિકાના બંને છિદ્રો જે છે તે અશ્વિની કુમારો છે. બંને ઓષ્ઠ છે તે બંને સંધ્યાઓ છે. મુખ છે તે મરુત છે. સ્તન છે તે વસુ છે. હૃદય છે તે વાદળ છે. પેટ છે તે આકાશ છે. નાભી છે તે અગ્નિ છે. કમર ઇન્દ્રાગ્નિ છે. જાંગ એની પ્રાજાપત્ય છે. બે ઉરુઓ કૈલાશના મૂળ સ્થાન, બંને ઘૂંટણ વિશ્વદેવ છે. બંને જંગાઓ શિશિર, એડી પૃથ્વી, વનસ્પતિ વગેરે નખ એના મહત્ તત્વ છે. હાડકા એ નવગ્રહ છે. આંતરડા એ કેતુ છે અને માસ છે તે ઋતુ સંધિ છે. બંને કાળની ગતિ વર્ષ, સંવત્સર અને નિમિષ દિવસ અને રાત્રી છે."
આવી ગાયત્રી માનું તમે આવાહન કરો છો જ્યારે પણ મંત્ર કરો છો. એટલે એક વખત સગી મા કદાચ ના સાંભળે, પણ ગાયત્રી સાંભળશે. એવા ભાવથી, એટલા વિશ્વાસથી જો ગાયત્રી મંત્ર કરશો, જાપ કરશો, લેખન કરશો, એક વખત બોલાવશો, બસ તમારું કામ કંઈક તો થયા કરશે. જે માણસ આ ગાયત્રીના આ રહસ્યને જાણે છે, આવી રીતે પછી એનું અધ્યયન કરે છે, પાઠ કરે છે, એવું માનવું જોઈએ કે તેણે તો હજારો યજ્ઞો પૂરા કરી દીધા છે. જે આ ગાયત્રી રહસ્યનો પાઠ કરે છે, અત્યારે જે આપણે કર્યો છે, તેના ભૂલથી પણ દિવસે કરેલા બધા પાપોનો ક્ષય થાય છે. તે પ્રાતઃકાળને મધ્યાહ્નમાં જ એનો જે પાઠ કરે છે, તે છ માસમાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે. જે પ્રતિદિન સાયમ-પ્રાતઃ એનો પાઠ કરે છે, તેના બધા જ જન્મોના પાપો નાશ પામે છે. જે બ્રાહ્મણ ગાયત્રી રહસ્યનો પાઠ કરે અને ગાયત્રી મહામંત્રનો ૬૦,૦૦૦ લાખ જપ કરે, તો માનવું કે તે બ્રાહ્મણે ચારેય વેદોનો પાઠ કરી લીધો છે તથા બધા જ તીર્થોની અંદર એણે સ્નાન.
કરી લીધું છે અપે, એટલે કે દારૂ વગેરે પીવાથી, આ દવામાં તો દારૂ આવે જ છે, દવા-દારૂ કરાવો છો, જે પાપ થાય છે તેનાથી પણ તે મુક્ત થાય છે. અખાદ્ય પદાર્થોને ગ્રહણ કરવાથી જે પાપ થાય, તેનાથી પણ તે મુક્ત થાય છે. શુદ્રાગમન કરવાથી લાગતા પાપમાંથી પણ તે મુક્ત થાય છે.
બ્રહ્મચારી ન હોય તો પણ ગાયત્રી પાઠ કરવાથી બ્રહ્મચારી જેવો તેજોમય થઈ જાય છે. તેજસ અને પછી પ્રાજ્ઞ પવિત્ર થઈ જાય. તેણે પંક્તિમાં બેસીને હજારો વાર અપેયનું પાન કરેલું હોય તો પણ એક પાઠ કરવાથી તે પવિત્ર થઈ જાય છે.
“આઠ બ્રાહ્મણોને આ ગાયત્રી રહસ્ય અધ્યયન કરાવવા માત્રથી તે બ્રહ્મલોકને પામે છે,” એવું ભગવાન બ્રહ્માજીએ યાજ્ઞવલ્ક્ય ઋષિને કહ્યું.
આ ગાયત્રી રહસ્ય ઉપનિષદ આવું છે: “ૐ શાંતિઃ શાંતિઃ ૐ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.”
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.