ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૧૩
વિડિયો ૧૧૩
ત્રિશિખો બ્રાહ્મણો ઉપનિષદ, આ અતિ ગુહ્ય અને ખૂબ વિશાળ એવું મોટું ઉપનિષદ છે, ખૂબ અગત્યનું છે. શરૂ કરીએ: "ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ૐમ શાંતિ શાંતિ શાંતિ."
એકવાર ત્રિશિખી નામના બ્રાહ્મણ આદિત્ય લોકમાં ગયા. પહેલાના બ્રાહ્મણોમાં જો કેટલો પાવર હતો કે લોકો જે ચાહે તે લોકમાં જઈ શકતા હતા, જ્યારે ચાહે ત્યારે જતા હતા. તો આ બ્રાહ્મણ પણ એવી રીતે આદિત્ય લોકમાં ગયા. ત્યાં જઈને ભગવાન આદિત્યને કહેવા લાગ્યા: "હે ભગવાન, આ દેહ શું છે? પ્રાણ શું છે? કારણ શું છે? અને આ આત્મા શું છે?"
ભગવાન આદિત્ય બોલ્યા: "હે બ્રહ્મન, આ બધું જ શિવ સ્વરૂપ છે એમ જાણવું. એ જ નિત્ય, શુદ્ધ, નિરંજન, વિભુ, અદ્વય અને આનંદ સ્વરૂપ શિવ પોતાના એક જ દિવ્યાલોકથી બધાને જોયાથી થી, પછી તપેલા લાલ લોખંડ ગોળાની જેમ એક, એક અનેક રૂપોને પ્રકાશિત કરે છે."
જો એમ પૂછવામાં આવે કે "આલોક પ્રદાતા કોણ છે?" તો કહેવામાં આવશે કે સત શબ્દ વાચ્ય, અવિદ્યા શબ્દમય, અર્થાત વિશ્વ બ્રહ્માંડમાં સંવ્યાપ્ત માયોપાધિક અપરબ્રહ્મ છે. બ્રહ્મમાંથી અવ્યક્ત; બ્રહ્મમાંથી અવ્યક્ત; અવ્યક્તમાંથી મહત; મહતમાંથી અહંકાર; અહંકારમાંથી પાંચ તનમાત્રાઓ; પાંચ તનમાત્રાઓમાંથી પાંચ ભૂતો અને પાંચ, પાંચ મહાભૂતો; અને આ પાંચ મહાભૂતો દ્વારા સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થઈ.
તે અખિલ વિશ્વ શું છે? તો કે આ પંચભૂતોના વિકાર દ્વારા પ્રાદુર્ભૂત વિભાગ સ્વરૂપ. પાંચ ભૂત જે કહ્યા: અગ્નિ, જલ, વાયુ, પૃથ્વી અને આકાશ. તો એ પાંચેનો વિકાર રૂપ છે આ બધું, એમ કે છે અહીંયા આગળે. તો ભૂતોના વિકાર દ્વારા એક જ પિંડના વિભાગ કેવી રીતે થાય છે? તે ભિન્ન ભૂતોના કાર્ય અને કારણ ભેદ દ્વારા, અંશ તત્વ વાચક, વાચ્ય, સ્થાનભેદ, વિષય, દેવતા, કોષભેદ વગેરેના આધારે વિભાજન કહેવામાં આવ્યું છે.
આગળના મંત્રોમાં માં, પંચભૂતોનો ભેદક્રમ સ્પષ્ટ કર્યો છે. આકાશના પાંચ ભેદ છે: અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સમાન, ઉદાન, વ્યાન, અપાન અને પ્રાણ વગેરે પાંચ વાયુ છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિહ્વા અને ઘ્રાણેન્દ્રિય એ જ્ઞાનેન્દ્રિયો અગ્નિમાંથી પ્રગટ થયેલી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તનમાત્રાઓ જે છે, તે બધી જળમાંથી આવેલી છે, ઉત્પન્ન થાય છે. વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ એ કર્મેન્દ્રિયો પૃથ્વીમાંથી, પૃથ્વી તત્વમાંથી ઉત્પન્ન થયેલી છે.
હવે જ્ઞાન, સંકલ્પ, દરઢ નિશ્ચય, અનુસંધાન અને અભિમાન એ આકાશ તત્વના ના કાર્યો અને અંતઃકરણના વિષયો છે. સમીકરણ, સંતુલન, ઉન્નયન (એટલે ઉર્ધ્વગતિ આપી ગ્રહણ કરવું), શ્રવણ (સાંભળવું કે સંભળાવવું), ઉચ્છવાસ (એટલે કે શ્વાસ લેવો), આ બધા વાયુતત્વના કાર્યો છે અને પ્રાણ વગેરેના વિષય કહેવાય છે.
જ્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા અગ્નિ તત્વના ના કાર્ય છે. તમારે બોલવું હોય તો અગ્નિની જરૂર પડશે, અગ્નિ તત્વ ખૂબ પ્રજ્વલિત થશે. શબ્દ સ્પર્શ કરશો, તરત જ ગરમી અગ્નિ તત્વ રૂપ શેનાથી આવશે? જેમ જેમ અગ્નિ તત્વ વધારે હોય, તો એનું રૂપ વધારે નિખરેલું હોય. રસ એ પણ અગ્નિ તત્વનું કારણ છે. અગ્નિ મળે એટલે પછી જળમાંથી રસ છૂટે. ગંધ પણ એના જ કારણે આવે. આ બધા અગ્નિ તત્વના કાર્યો અને જ્ઞાનેન્દ્રિયના વિષયો બતાવ્યા છે. આ બધા તન્માત્મા તન્માત્રા રૂપમાં જળ તત્વના આશ્રિત છે.
વચન (એટલે કે બોલવું, વચન આપું છું એ વાળું વચન), દાન, ગમન, આગમન, વિસર્જન અને આનંદ એ પૃથ્વી તત્વના કાર્ય અને કર્મેન્દ્રિયના વિષયો રહ્યો છે. કર્મેન્દ્રિયના વિષયોમાં પ્રાણતનમાત્રાના વિષયો અંતર્ભૂત હોય છે. મન તથા બુદ્ધિમાં ચિત્ત અને અહંકાર અંતર્ભૂત હોય છે. આકાશ એટલે રિક્તસ્થાન; હટાવવું એટલે ગમન-આગમન રૂપ ગતિશીલતા; દર્શન એટલે જોવું; પિંડીકરણ એટલે પિંડ બનાવવો; ધારણા એટલે કે ધારણ કરવો; વગેરે ક્રમશઃ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી તત્વો સાથે સંબંધિત સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ તનમાત્રાઓના વિષયો છે.
આ રીતે 12 અંગોનો ઉલ્લેખ આપણને મળે છે, જે આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિદૈવિક છે. ત્રણેય ભાગોમાં એ વર્ણવાયેલા છે, જેમાં ચંદ્રમા, બ્રહ્મા, દિશાઓ, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમારો, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, પ્રજાપતિ અને યમ, આ બધાય 12 ઇન્દ્રિયોના અધિદેવતા રૂપે 12 નાળીઓની અંદર, મુખ્ય નાડીઓ જે છે, તેની અંદર રહેલા છે. એમને જ પ્રાણના અંગ કહેવામાં આવે છે અને એ અંગોને જાણનાર જ જ્ઞાતા કહેવાય છે.
હવે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી (એટલે કે અંદર ના પંચીકરણ થવાથી પાંચે મૂળભૂતોના સંયોગથી) વ્યવહારિક સુથૂળ પંચભૂતોના વિકાસની પ્રક્રિયાને દર્શાવવામાં આવી છે. તો આકાશથી જ્ઞાતૃત્વ થાય. સમાન વાયુના યોગથી સ્્રોત્ર દ્વારા શબ્દરૂપી ગુણ વાણીના આશ્રયે આકાશમાં રહેલો છે અને આકાશ પણ તેમાં માં સ્થિર છે. વાયુ, મન, વ્યાન અને વાયુના સંયોગથી ત્વચા દ્વારા સ્પર્શ ગુણ હાથના માધ્યમથી વાયુમાં રહેલું છે અને વાયુ પણ તેમાં વિદ્યમાન છે, હાથમાં પણ એવી રીતે.
અગ્નિ, બુદ્ધિ, ઉદાન વાયુના યોગથી છે. ઉદાન વાયુ, ઉદાન મુદ્રા, ઉદાન વાયુ ના યોગથી, નેત્ર દ્વારા રૂપ ગુણ પગના આશ્રય અગ્નિમાં રહેલા છે અને અગ્નિ પણ તેમાં રહેલો છે. ગતિશીલતા આપે છે તમને. જળ એ ચિત્ત, અપાન વાયુના યોગથી જીવવા દ્વારા રસગુણ ઉપસ્થના માધ્યમથી જળમાં રહેલું છે. જળ પણ તેમાં જ રહેલું છે. આ બે જગ્યાએ જળ મળે જ છે આપણને.
પૃથ્વી તત્વ જે છે, તે અહંકાર વાયુના સંયોગથી નાસિકા દ્વારા ગ્રાણ ગુણ અને ગુદાના માધ્યમથી પૃથ્વીમાં રહેલો છે અને પૃથ્વી પણ તેમાં સ્થિર છે, એવું જાણવું જોઈએ. તો એના સંદર્ભમાં શ્લોકો છે કે: "પ્રત્યેક સૂક્ષ્મ તત્વના..." આ થોડું જરા કેલ્ક્યુલેટીવ છે. પ્રત્યેક અડધા ભાગમાંથી બીજા તત્વો, એટલે કે અંતઃકરણ જે છે તે આકાશ; વ્યાન એટલે વાયુ; નેત્ર એટલે અગ્નિ; જળ એટલે...
રસ અને ગુદા એટલે પૃથ્વી વગેરેના સંયોગથી કલાયુક્ત એવું સ્થૂળ આકાશ વગેરે બનેલા છે. આકાશ તત્વથી માંડીને પૃથ્વી સુધી દરેક ભૂતનો મુખ્ય પૂર્વ ભાગ અને અન્ય ભૂતોના બાકીના ભાગોના એક ચતુર્થાંશ ભાગ પાંચ ભૂતોમાં સ્થિર રહે છે. આ પંચીકરણ મેં અગાઉ સમજાવેલું છે તમને. પ્રત્યેક સ્થૂળ તત્વમાં અડધો ભાગ તે મૂળ સૂક્ષ્મ તત્વનો અને બાકીનો અડધો ભાગ બાકીના ચાર તત્વોનો હોય છે. એવી રીતે પ્રત્યેક તત્વના ૧૬ ભાગ જે છે તેને ૧૬ કળાઓ જાણવી. મુખ્ય તત્વનો અડધો ભાગ અને અષ્ટ કળાઓ જે બીજી છે, બીજા ચારેયના અડધા અડધા તો આઠ કળાઓના ચતુર્થાંશ અર્થાત બે બે કળાઓ ચારેયની કુલ આઠ કળાઓ મળીને ૧૬ કળાઓ વાળું નવું સ્થૂળ તત્વ બને છે.
આવી રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી એવી રીતે એની ઉત્પત્તિ કરવી છે. આકાશ તત્વ અડધું છે, એ અડધા તત્વની અંદર પછી જોડાય છે બાકીના તત્વો. એમ એમ કરતાં કરતાં તે છેક પૃથ્વી તત્વ સુધી પહોંચે છે. એટલે સૂક્ષ્મ ભાગ છે, અહીંયા સ્થૂળ ભાગ જોડાય છે અને પછી એ પ્રમાણે નીચે લાવે છે. આ પ્રકારના મુખ્ય ભાગને સૂક્ષ્મભૂત માનવું જોઈએ, જાણવું જોઈએ અને પાછળના ભાગને સ્થૂળભૂત જાણવું જોઈએ. એ રીતે બંને એકબીજાના અંશોને તો અહીંયા સૂક્ષ્મ આકાશ છે અને એની અંદર સ્થૂળ વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એમ ચાર જોડાયેલા છે. એવી રીતે એક તત્વ બનેલું છે એમ કહે છે. તો આ બધાય ભૂતો એક રીતે આ રીતે એકબીજાનો આશ્રય પ્રાપ્ત કરી અને પરસ્પર મળેલા છે.
આ ભૂમિ પણ પાંચ તત્વોથી યુક્ત છે અને ચેતનામય છે. ત્યારે જ આ પૃથ્વીમાંથી ઔષધિ, અન્ન, ચાર પ્રકારના પિંડ એટલે કે શ્વેદજ, અંડજ, ઉદ્ભેજ અને જરાયુજ – આ ચાર પ્રજાઓ જે બને છે તે અને તેની અંદર રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ અને વીર્ય વગેરે સાત ધાતુઓની પણ ઉત્પત્તિ થાય છે. દરેક પ્રાણીની અંદર તે ધાતુઓના યોગથી જ કેટલાક ભૂતપિંડોની ઉત્પત્તિ શક્ય બને છે. હવે નાભી મંડળની મધ્યમાં અન્નમય પિંડ રહેલો છે. એના મધ્ય ભાગમાં નાળયુક્ત એવું કમળકોષ જેવું હૃદય રહેલું છે અને તે હૃદયની અંદર તે દેવતા એટલે કે જીવાત્મા રહેલો છે, જેની અંદર કર્તાપણાનું અહંકાર તત્વ જોવા મળે છે. એટલે ઊંડે છે અહંકાર એના બીજ રૂપે. મોહરૂપી તમોગુણનો પિંડ અજ્ઞાનમય કંઠમાં રહીને જગતમાં વ્યાપેલો છે. તમોગુણ પ્રત્યેક આનંદમય આત્માનું પરમ શ્રેષ્ઠ પદ મૂર્ધા સ્થાનમાં, મસ્તિષ્કમાં અનંત શક્તિઓની સાથે જોડાઈને જગતના રૂપમાં સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યું.
તમે જગતને અહીંથી જુઓ. જાગૃત અવસ્થા સર્વત્ર વિદ્યમાન છે. સ્વપ્નાવસ્થા જાગૃત અવસ્થામાં નિવાસ કરે છે. સુષુપ્તિ અને તુર્યા અવસ્થા બીજી કોઈ અવસ્થાઓમાં હોતી નથી. સમસ્ત દેશ એટલે સ્થાન, શરીર વગેરેમાં શિવરૂપ આત્મા ચાર રૂપોમાં એવી રીતે વિદ્યમાન રહે છે જેવી રીતે શ્રેષ્ઠ ફળોમાં રસ બધે જ વ્યાપેલો છે. તો આખા શરીરમાં આત્મા વ્યાપેલો છે એમ કહે છે અહીંયા. ત્યાં જે શરીરની અંદર અન્નમય કોષની અંદર પાછા બીજા ચાર કોષ છે. જે પ્રકારના કોષ હોય તેવો જ જીવ હોય છે અને જેવો જીવ હોય છે તેવો જ શિવ પરમાત્મા કહેવાય છે. બંનેમાં અંતર એટલું છે કે જીવ વિકારયુક્ત છે અને શિવ છે તે નિર્વિકાર છે. એ કોષ જ જીવનો વિકાર છે અને તે બધી અવસ્થાઓનો પ્રવર્તક કહેવામાં આવે છે.
જેવી રીતે દૂધનું મંથન કરવા ફીણ થાય, વિભિન્ન વિકલ્પો પ્રગટે છે. મનનું મંથન કરવા. એક્ઝેટલી દૂધમાંથી તમે દહીં બનાવો, ઘી બનાવો, તમે એક જ પ્રોસેસ કરો છો ને? તો તમે મનન કરે જ જાવ, કરે જ જાવ, કરે જ જાવ તો અનેક વિકલ્પો પ્રગટ્યા કરે છે એમ કે. એને જ ગીતામાં કહ્યું હતું, "અનંત શાખાઓ વાળા બુદ્ધિ કર્મ વડે કર્મી જીવનું અસ્તિત્વ કહેવાય છે." કર્મના ત્યાગથી શાંતિની પ્રાપ્તિ થઈ જાય એટલે કર્મ સન્યાસની વાત કરે છે. દક્ષિણાયન કર્મ સન્યાસ એટલે કર્મમાં અહંકાર જે હોય છે, કરવાનપણાનો, કર્તાપણાનો અહંકારનો ત્યાગ કર્યો એને કર્મ સન્યાસ કહેવાય. પછી કર્મ કરવામાં એમાં કોઈ વાંધો નથી. કર્મમાં કોઈ દોષ નથી એમ કહે છે.
દક્ષિણાયન એટલે સૂર્યને વિષુવૃત રેખાથી દક્ષિણ તરફની ગતિમાં આવવાથી તેને માયાજાળમાં લપેટાવું પડે છે. સદાશિવ પરબ્રહ્મ જ્યારે અહંકાર રૂપી અભિમાનથી ગ્રસ્ત થાય છે, જો આના શબ્દો ઉપર ના જશો, પરબ્રહ્મ જ્યારે સ્ટેપ ડાઉન કરે છે, નીચે આવે છે ત્યારે તેને જીવ કોટીમાં જવું પડે છે. સ્વયં પરબ્રહ્મ જ બધે જીવ બનીને અંદર પ્રવેશેલા છે. આપણે અગાઉ એક ઉપનિષદમાં પણ જોયેલું છે. ત્યાં તે અજ્ઞાન અને પ્રકૃતિના સંયોગથી મોહગ્રસ્ત બને છે. પછી જુએ પાર્વતી. પછી મોહગ્રસ્ત થવા માટે તે વાસનાઓ અને સંસ્કારથી વશીભૂત થવાને કારણે સેંકડો યોનિઓમાં જાય છે. પછી એને પાર્વતી જ્યાં જ્યાં જ્યાં જાય ત્યાં પાછળ પાછળ જવું પડે જે એ સ્થિતિ થાય છે. અને અજ્ઞાન ઇન્દ્રામાં રહ્યું એ સૂતેલ રહે છે અને વાસનાઓથી મુક્ત થતા માછલીની જેમ નદીના બંને કિનારાઓની વચ્ચે ભ્રમણ કર્યા જ કરતો હોય.
ત્યાર પછી તે કાળના પ્રભાવથી વશીભૂત થઈ અને વિવેક અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી ઉત્તર દિશા તરફ અભિમુખ થઈને ક્રમશઃ એક કક્ષામાંથી બીજી કક્ષા પોતાની પ્રાપ્ત કરી લે છે.
ત્યાર પછી તે પોતાના પ્રાણ તત્વને મૂર્ધા સ્થાનમાં સ્થિર કરીને યોગના અભ્યાસમાં તત્પર બની જાય છે. યોગ દ્વારા જ્ઞાનની અને જ્ઞાન દ્વારા યોગની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. જે શ્રેષ્ઠ સાધક યોગી નિરંતર પોતાના જ્ઞાન યોગની સાધનામાં મનોયોગપૂર્વક લાગેલો રહે છે તે ક્યારેય નાશ પામતો નથી. તે વિકારોમાં રહેલા શિવનું નિરંતર દર્શન કરતો હોય. વિકારોમાં રહેલા શિવનું કે આ સપળાયેલો છે પણ છે તો વાસ્તવમાં એ પરબ્રહ્મ જ છે એવી રીતે. પરંતુ શિવમાં વિકારોનું દર્શન કરતો નથી. ભગવાન શિવ આવે તો હોતા.
હશે એવું એને થતું નથી. એ એવું જુએ છે કે, "હા, શિવજી ત્યાં છે, વિકારોમાં રહેલા છે, તે તો શિવ છે." એમ પોતાના સ્વરૂપમાં જ છે અને પોતાના સામર્થ્યમાં જ છે. એને કોઈ સ્પર્શ થયો નથી. એવો આત્મા પવિત્ર. આવા શ્રેષ્ઠ યોગીએ બધા વિકારોથી રહિત બ્રહ્મનું અનન્ય ભાવથી ચિંતન કરવું જોઈએ અને જેને આ પ્રકારનો જ્ઞાન યોગ પ્રાપ્ત થતો નથી, તેને ક્યારેય સિદ્ધિ સાંપડતી નથી. આ રીતે યોગના નિરંતર અભ્યાસથી પ્રાણો દ્વારા મનનો નિરોધ કરવો જોઈએ. મન જે ચાલતું હોય તેને બિલકુલ શાંત, સ્થિર, ધીરું કરી દેવાનું છે. બિલકુલ યોગીએ છરીની તીક્ષ્ણ ધારની જેમ દૃઢ નિશ્ચય બનીને મોહબંધનને કાપી નાખવું. કટ ડલિંગ યમ. આમ વિચાર આવે ને કે આમ કરવાનું છે, "મારા માટે નથી, હું તો બ્રહ્મ છું." બસ, તમે મુક્ત. એવી રીતે અવિરત અભ્યાસ કરવાનો છે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મત્વ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી.
એટલે એને "પ્રાપ્તસ્ય પ્રાપ્તિ" કીધેલી છે.
યમ, નિયમ આદિ અષ્ટાંગ યોગની સાધના દ્વારા જ્ઞાનમય શિખા ઉત્પન્ન થાય. હમણાં તો ચીપેલી ચોટલી હોય બધાને વાળવાળી. એના ચાલે? શું કહે છે? જો, અષ્ટાંગ યોગની સાધના દ્વારા તમને શું થશે? તો કે જ્ઞાનમય શિખા ઉત્પન્ન થાય છે. અહીંયા દીવો પ્રગટશે. મૂળ દીવાથી પ્રગટતો દીપક જ સ્વરૂપ પ્રકાશિત કરે છે, એની વાત કરે છે. અહીંયા જે જ્યોતિ છે તેની. તો આવી રીતે નિરંતર અભ્યાસથી પ્રાણનો નિરોધ કરવાથી શું થશે? તો કે આ પ્રગટશે જ્ઞાનમય શિખા. તો યોગના બે માર્ગ બતાવ્યા છે: એમાં પ્રથમ છે જ્ઞાનયોગ અને બીજો છે કર્મયોગ.
હવે આગળ યોગ ક્રિયાઓનું વર્ણન આવે છે. એ પ્રમાણે જ જે યોગીનું ચિત્ત વ્યાકુળ થતું નથી, વ્યગ્ર થતું નથી, તે વિષય ભોગોના બંધનમાં ક્યારેય પડતો નથી. એટલા માટે સ્થિરતા પ્રાપ્ત કરી લે સૌ પહેલા તો. એમ કહે છે, "હે દ્વિજ શ્રેષ્ઠ, સંયોગ પણ બે પ્રકારના હોય છે: એક કર્મ અને કર્તવ્ય દ્વારા શાસ્ત્ર અનુકૂળ કર્મોમાં મનને નિરંતર જોડી રાખવું તેને કર્મયોગ કહેવામાં આવે છે." પરંતુ તેમાંથી કર્તાપણું કાઢી નાખે છે. જોડાયેલો રહે છે કર્મ કરવામાં પણ પોતાનું કર્તાપણું કાઢી નાખે છે અને પછી એ જોડાયેલો નિરંતર રહે છે તેને કર્મયોગ કહેવામાં આવે છે. ચિત્તને સર્વથા આત્મિક ઉત્થાનમાં જોડી રાખવાનું એ જ્ઞાન યોગ કહેવાય છે. એથી બધા પ્રકારની આત્મકલ્યાણ સંબંધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આપણે આત્મકલ્યાણ થઈ જાય, આત્મા પ્રગટ થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય.
થેન્ક્યુ. બસ, એટલાથી પછી આ બધા ચક્કરમાં પડવા જેવું નથી. કારણ કે સિદ્ધિઓ એ અમુક કાળ સુધી હોય છે. શરૂઆતમાં એ સાધક પાસે આવતી હોય છે, એની સાથે રહેતી હોય છે અને પછી ધડામ દઈને પાડે છે પેલા વમળની અંદર જેમ માણસ પડે ને એવી રીતના અને પછી તો એનો પત્તોય મળતો નથી. પરંતુ જે આને લાલચમાં નથી પડતો, તેની સાથે સદા એની સેવા કરે છે. એમ કહે છે કે જે માણસ બંને પ્રકારના યોગોનું વિકાર રહિત ભાવથી સેવન કરે છે, તે શીઘ્ર મોક્ષરૂપી પરમપદને પ્રાપ્ત કરી લે છે.
હવે આગળ કહે છે, "શરીર અને ઇન્દ્રિયો તરફથી બધી રીતે વૈરાગ્ય ભાવ જાગે તેને યમ કહેવાય છે." એવું વિદ્વાનો કહે છે. શરીર અને ઇન્દ્રિયો પર શું થાય? વૈરાગ્ય થાય. શરીર ઉપર, "આ દેહ હું નથી, આંખો મારી નથી, આ કાન મારા નથી." એક પ્રકારનો વૈરાગ્ય થવા માટે એને યમ કહેવામાં આવે છે. એના દ્વારા જે કાંઈ જોવાઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે, સુંઘાઈ રહ્યું છે, આ કશું જ મારું નથી. એ મારાપણું એમાંથી કાઢી નાખે. બ્રહ્મ પ્રાપ્તિ માટે આપેલા ખાલી એક હેલ્પ તરીકે. અરે, બહુ મોટી રિક્વાયરમેન્ટ છે આ તો. અરે, બહુ મોટી અલગ અલગ તબક્કે આપણને આપવામાં આવ્યું છે. અહીંયા જે યોગ સાધનાની શરૂઆત કરનારો તેના માટે કીધેલું છે. "પરમાત્મ તત્વની સાથે નિરંતર અનુરાગ, પ્રેમ અને આસક્તિ કોની પર? ફક્ત પરમાત્મા પર રાખવી એને નિયમ કહેવામાં આવે." જો કેટલી અદભુત વ્યાખ્યા છે!
યમ એટલે શું કીધું? "ઇન્દ્રિયો દ્વારા કે દેહ દ્વારા જે કઈ ગ્રહણ કરવામાં આવે છે, તે બધું મારું નથી." એમ કીધું, એને યમ કીધો. હવે બીજી વાત, નિયમ કોને કીધો? તો કે, "કેવળ પરમાત્મા." બસ, આ એક જ નિયમ. બસ, એ જ પરિપૂર્ણતા. પરમાત્મા, પરમાત્મા, ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓમ આનંદ. અને એને એકમાત્ર નિયમ કીધો. આ નિયમ તો માર રાખવો એમ કહે છે.
બધી વસ્તુઓમાં ઉદાસીન ભાવ. નામરૂપ જેટલા પણ દેખાય, એ કસાની અંદર આપણું આમ ખેંચાણ ના થાતું હોય, આપણે સ્થિર રહી શકીએ, તો એને ઉદાસીન ભાવ જે છે તેને કીધું સર્વશ્રેષ્ઠ આસન છે, દિવ્ય આસન એ જ છે. આ જગતના અંધૃત એટલે મિથ્યા સ્વરૂપને ખરાબ સમજીને લેવું તેને પ્રાણાયામ કીધો છે. આ જગતને મિથ્યા છે એમ જાણીને લેવાનું અને પછી છોડવાનું. તો ચિત્તના અંતર્મુખી ભાવને પ્રત્યાહાર કહેવામાં આવે છે. ચિત્તના નિશ્ચલ, અચલ ભાવને ધારણ કરી લેવો એને ધારણા કહેવામાં આવે છે. અને "હું ચિન્ન માત્ર સ્વરૂપ છું" એવું ચિંતન કર્યા કરવું તેને ધ્યાન કહેવામાં આવે છે. "હું ચિન્ન માત્ર છું, હું શુદ્ધ ચેતન છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ." ત્રણ મિનિટથી ઉપર ગયા એટલે ધ્યાન ચાલુ. ૪૮ મિનિટથી ઉપર ગયા તો સમાધિ. ત્રણ મિનિટ સુધી જે કઈ એક વસ્તુ પર અટકી રહેશો તો તેને ધારણા કહેવાય.
ધ્યાનનું પૂર્ણ રીતે વિસ્મરણ કરી દેવું તેને સમાધિ કહેવામાં આવે. ૪૮ મિનિટ પછી કઈ ખબર જ ના હોય કે શું થઈ રહ્યું. હું ગાયબ થઈ ગયો. તો ધારણાની અંદર છે ને તો હું હાજર હોય. ધ્યાનની અંદર હું શરૂઆતમાં હોય ને પછી ક્યાં ગયો ખબર ના હોય અને સમાધિમાં સંપૂર્ણ ગાયબ થઈ ગયો હોય, હું હોય જ નહીં. એટલે પછી એને જગાડવું હોય તો આપણે ગોદો મારીએ ત્યારે પેલો બોલે કે, "હું." બસ, ત્યારે પાછો અંદર પેસે, અંદર પોતાના દેહ ધારણ માટે. ત્યાં સુધી એને કઈ પણ ભાન હોય નહીં. તો ધ્યાનનું પૂર્ણ.
રીતે વિસ્મરણ કરી દેવું એને સમાધિ કહેવામાં આવે છે. હવે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, આર્જવ એટલે કે સરળતા, ક્ષમા, ધૈર્ય, સ્વલ્પાહાર અને શુદ્ધતા એ દસ યમ ગણવામાં આવ્યા છે. મુખ્ય જે પહેલા કીધું ને કે શરીર અને ઇન્દ્રિયો તરફથી બધી રીતે વૈરાગ્ય ભાવ જાગે તેને જ યમ કીધા. તો અહીંયા જો, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, આર્જવ, ક્ષમા, ધૈર્ય, સ્વલ્પાહાર (થોડો આહાર કરવાનો) અને શુદ્ધતા આદિ યમ કીધા એટલે કંટ્રોલ બરાબર આવી ગયો.
પછી નિયમ. તો ઉપર શું કહ્યું તું? પરમાત્મ તત્વ સાથે નિરંતર અનુરાગ, પ્રીતિ, પ્રેમ અને આસક્તિ. એ શેનાથી થશે? એની નીચે રિક્વાયરમેન્ટ આપી છે. એટલે આ પહેલું ઉપરનું મુખ્ય છે, આ એની નીચેનું સબસિડિયરી રિક્વાયરમેન્ટ છે. તો તપ, સંતોષ, આસ્તિકતા, દાન, ભગવત ધ્યાન, વેદાંત શ્રવણ, હ્રીમ એટલે લજ્જા, મતિ, જપ અને વ્રત એ દસ નિયમો કહેવાયા છે.
હવે આસનોને અંતર્ગત સ્વસ્તિક વગેરે આસન વગેરેની વિધિનું વર્ણન કર્યું છે. બંને પગના તળિયાને બંને ઘૂંટણોની વચ્ચે રાખીને બેસવું તેને સ્વસ્તિક આસન કહેવામાં આવે છે. આપણે બધા બહુ આસનોને કરવાની જરૂર નથી, પણ ચારેક મુખ્ય છે તો પણ આને જાણી લેવું જોઈએ કે સ્વસ્તિક આસન કોને કહેવાય. આજકાલ તો આપણે આમ ફોટો જોઈએ એટલે ખબર પડી જાય. આપણા બધાની તો એટલી બધી પહોંચી ગઈ છે અત્યારે બુદ્ધિ એટલી બધી એડવાન્સ લેવલ ઉપર એટલે સહજપણે માણસ શીખી લેતો હોય છે જોવા માત્રથી.
પીઠના પાછળના ભાગ તરફ જમણી ઘૂંટીને અને જમણા ભાગ તરફ ડાબી ઘૂંટીને મૂકવાથી જે ગાયના મુખ જેવો આકાર થાય છે તેને ગૌમુખ આસન કહેવામાં આવે છે. એક પગને ડાબી જાંગ ઉપર અને બીજા પગને જમણી જાંગ પર મજબૂત રીતે મૂકીને બેસવું તેને વીરાસન કહેવામાં આવે. જમણી એડીને ગુદા ભાગથી ડાબી બાજુએ અને ડાબી એડીને ગુદા ભાગથી જમણી બાજુએ મૂકીને બેસવું તેને યોગાસન કહેવામાં આવે છે, એવું યોગીઓ કહે છે.
બંને જાંગ પર બંને પગના પંજાને મૂકીને બેસવું તેને પદ્માસન કહેવામાં આવે છે. આ આસન બધી જ વ્યાધિઓ અને વિષનું વિનાશક છે. એટલા માટે આ આસન જો સિદ્ધ થઈ જાય પણ ત્રણ કલાક બેસવાની આદત પડવી જોઈએ ધીરે ધીરે ધીરે ધીરે કરતા. ત્યારે બધાના માટે ના હોય તો પછી એને અર્ધ પદ્માસન કરીને પણ બેસી શકાય. તો એને અડધો લાભ તો મળતો થઈ જ જાય. આપણાથી જે અશક્ય હોય એ બધાની પાછળ ન પડવું. ધીરે ધીરે કરતાં કરતાં પહોંચી જાય અને એવા કોઈ આગ્રહ ના રાખવા કે આવી રીતે હું શીર્ષાસન કરીશ તો જ મને બ્રહ્મદર્શન થશે. એવો કોઈ નિયમ નથી. તમારી આંતરિક તૈયારી હશે તો તમને ગમે ત્યાં, ગમે ત્યાંથી થઈ જશે. બસ તત્પરતા હોવી જોઈએ, તત્પરતા.
પદ્માસનમાં બરાબર બેઠા પછી જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને અને ડાબા હાથથી જમણા પગના અંગૂઠાને આ રીતના આમ કરે ત્યારે એને બદ્ધપદ્માસન કહેવામાં આવે છે. કુકુટ આસન જે છે તે કરવા માટે પદ્માસન પર સ્થિર બેસી બંને હાથોને ઘૂંટણો અને જાંઘોની વચ્ચેથી બરાબર કાઢી હથેળીઓને જમીન પર મૂકી શરીરને આકાશમાં ઊંચામાં ધર કરવાનું તેને કુકુટ આસન (કૂકડા જેવું આસન) કહેવામાં આવે છે. કુકુટ આસન લગાવ્યા પછી બંને ભુજાઓથી બંને ખભાઓને બાંધીને કાચબાની જેમ એક સિદ્ધમાં થઈ જવું તેને ઉત્તાન કુરમાસન કહેવામાં આવે છે.
બંને પગના અંગૂઠાને હાથ વડે પકડીને કાન સુધી ધનુષ્યના આકારમાં ખેંચવા તેને ધનુરાસન કહેવામાં આવે છે. બંને એડીઓથી યોનિ પ્રદેશને વિપરીત વિધિથી દબાવી, બંને ઘૂંટણો અને હાથોને ફેલાવીને સ્થિર થવું તેને સિંહાસન કહેવામાં આવે. વૃષણ (અંડકોષ)ની નીચે સિવનની બંને બાજુએ બંને ઘૂંટીઓને સ્થિર કરી પગને હાથથી બાંધીને બેસવું તેને ભદ્રાસન કહેવામાં આવે છે. અને સેવનીની બંને બાજુએ બંને એડીઓ દ્વારા વિપરીત રીતે દબાવીને સ્થિર કરવું તેને મુક્તાસન કહેવામાં આવે છે.
આ બધા આસનોની વાત કરી, મુખ્ય મુખ્ય છે. આગળ હજી મયુરાસનની પણ વાત કરે છે. બંને હથેળીઓને પૃથ્વી પર સ્થિર કરી, બંને કોણીઓને નાભીના પડખામાં બંને બાજુ આવી રીતે મૂકીને મયૂરની જેમ સમગ્ર શરીરને ધર કરવાથી માથું અને પગને ઉપર ઉચકી રાખવા તેને મયુરાસન કહેવાય. ડાબી જાંઘના મૂળમાં જમણા પગના અંગૂઠાને પકડવાથી તે મત્સેન્દ્ર આસન કહેવાય છે. ડાબા પગની એડીને સિવન પર સ્થિર કરવી અને જમણા પગને ઉપસ્થના ઊર્ધ્વ ભાગમાં રાખવું. આ રીતે શરીરને સીધું કરીને બેસવું તેને સિદ્ધાસન કહેવામાં આવે છે.
બંને પગને જમીન ઉપર ફેલાવી, બંને હાથ દ્વારા પગના અંગૂઠાને પકડી લેવા. ફરી માથાને ઘૂંટણો પર સ્થિર કરીને બેસવું તેને પશ્ચિમોત્તાનાસન કહેવામાં આવે છે. હવે મુખ્ય વાત કે જે કોઈ રીતે બેસવાથી સુખ અને સ્થિરતા મળે તે રીતે બેસવું તેને સુખાસન કહેવામાં આવે. મારું અત્યંત પ્રિય. જેઓ અસમર્થતાના કારણે બીજા આસનો ન લગાવી શકે તેમણે આ આસન લગાવવું. જે મનુષ્ય આસનો પોતાના વસમાં કરી લીધા હોય તેમણે ત્રણેય લોકને વસમાં કરી લીધા છે, અર્થાત ત્રણેય બધું જીતી લીધું છે એમ કીધું. ત્રણેય લોક એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. બરાબર, આ દેહ તમારા કંટ્રોલમાં આવી જાય, કાબુમાં આવી જાય એમ કહેવામાં આવે છે આ આસનો કરવાથી. પણ ચાર કે પાંચ મુખ્ય આસનો દરેકનો એક અલગ અલગ બેનિફિટ હોય એવા પ્રકારના જાણી સમજીને જો કરવાનો અભ્યાસ રાખેલો હોય લાંબા સમયથી તો એને એ ફાયદો જોવા મળે.
કોઈપણ આસન ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી તમે કરો ત્યારે આસન સિદ્ધ થવાનું શરૂ થાય અને પછી એ લાંબા ગાળા સુધી રાખી શકાય. પરંતુ તમારે પશ્ચિમોત્તાનાસન કરીને પછી ધ્યાન કરવાનું હોતું નથી. આ બધા જે આસનો છે તે આની પૂર્વ ભૂમિકામાં હોય છે. પછી તો તમારે પદ્માસન, સિદ્ધાસન જેવા, સુખાસન જેવા સામાન્ય જેને કહેવાય કે સહજ રીતે શક્ય હોય એવા આસનમાં બેસી.
કે જેના અંદર ધડ માથું સીધું રહેતું હોય, એક સીધી લીટીમાં એવી સ્થિતિમાં જે આસન સહજતાથી બેસવાનું, તેના અંદર બેસીને ધારણા, ધ્યાન ને સમાધિ કરવાનું વચન આપેલું છે. એટલે યમ પછી નિયમ, ત્યાર પછી આસન. એના દ્વારા સુસંગત થવાનું, બધું સ્ટ્રીમલાઈન કરવાનું, આમાં ઓર્ડરલીનેસ લાવવાની ધીરે ધીરે. ત્યાર પછી નાડી શોધન કરીને, ત્યાર પછી પ્રાણાયામ કરવા.
તો માનવદેહ શરીરનું પ્રમાણ પોતાની આંગળીઓથી જોઈએ. દરેકની પોતપોતાની તો 96 આંગળનું હોય. દરેકનું 96, આમ એક-એક આમ મૂકતા જાવ, તમારા ચાર-ચાર-ચાર તો 96 થશે. એટલે પતી ગયું, તમારું બોડી પૂરું થઈ જાય એવી રીતે. પણ પોતાની આંગળી હો, બીજાની આંગળી નહીં મૂકવાની. શરીર કરતાં 12 આંગળના જેટલું વધુ માપ એ પ્રાણનું છે. 96 છે તો આગળ બીજા 12 આંગળ સુધીને તમે માપ જોઈ શકો. એટલે છ ઇંચ નીચે ને છ ઇંચ ઉપર, છ ઇંચ આ બાજુ અને છ ઇંચ આ બાજુ એમ કહેવામાં આવે છે. તો એ પ્રાણદેહ એનો એટલો હોય છે. એ અહીંયા ઓલરેડી લખેલું છે.
દેહમાં રહેલા વાયુને પ્રાણાયામ દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા અગ્નિના યોગ વડે, આ બધું શા માટે કરવું છે? દેહમાં અગ્નિ ઉત્પન્ન કરવાનો છે. ન્યૂન અને સમ કરીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. એને ઓછો કરવાનો. પહેલા શરૂઆતમાં વધારો છે. વધારો શા માટે કરવાનો છે? વિકારોને બાળવા માટે. એક વખત થઈ ગયા પછી એને શું કરવાનું? ધીમા તાપે ઉકાળવાનું છે. તો પછી એને સમ કરી દેવાનું છે અને ત્યાર પછી એને બંધ કરી દેવાનું. અગ્નિનું આટલું મહત્વ અહીંયા આપે, તો એનાથી બ્રહ્મજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય છે.
હવે, માનવ શરીરની વચમાં, તપેલા સોના જેવા કાંતિવાળા ત્રિકોણ પ્રદેશમાં, ત્રણ ખૂણાઓ વાળા અગ્નિનું સ્થાન કહેવાયું છે. ચાર પગવાળા પશુઓમાં અગ્નિસ્થળ ચાર ખૂણાવાળું હોય, ચોરસ હોય છે. પક્ષીઓનું ગોળ કુંડાળા જેવું હોય અને સર્પ જાતિવાળાઓનું છ ખૂણા (ષટકોણ) વાળું હોય છે. શ્વેદજોનું આઠ ખૂણા. જેને શ્વેદ, પ્રસ્વેદમાંથી જે બધા પ્રગટેલા છે, સ્વેદ જ કહેવાય છે, માકડ વગેરે. તો એ બધાના આઠ ખૂણા હોય છે, અષ્ટકોણ.
તો માનવ શરીરમાં તે સ્થળે નવ આંગળના માપવાળો કંદનો નિવાસ કહેવાયેલો છે. નીચેના ભાગમાં સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂળાધારની વચ્ચે જે દીપકની જેમ પ્રકાશિત રહે છે, તે ચાર આંગળ ઊંચું અને ચાર આંગળ પહોળું હોય છે. તીર, એક પક્ષી, ચોપગાઓમાં આ કંદ ગોળા અંડાકાર હોય છે અને તેનું મધ્યસ્થાન નાભિ કહેવાય.
એમાં 12 આરાઓ વાળું ચક્ર છે. તેમાં વિષ્ણુ વગેરે દેવોની મૂર્તિઓ આવેલી છે. આ ચક્રને બ્રહ્મ પોતાની માયાથી ભમાવે છે. આ 12 આરાઓમાં જીવ એ રીતે ભ્રમણ કરે છે, જે રીતે કરોળીઓ પોતાના જાળામાં ફર્યા કરે. પહેલા તો આ ચક્ર બંધ કરવું પડશે. પ્રાણજીવ એ ક્યાં છે? નાભિની નીચે. જીવ પ્રાણ તત્વમાં આરૂઢ થઈને જ વિચરણ કરે છે. એના વિના વિચરણ કરી શકતો નથી.
તેના ઉપરના ભાગમાં કુંડલિની મહાશક્તિનું તિર્યક અને ઊંચું સ્થાન છે. તે અષ્ટ પ્રકૃતિ સ્વરૂપા, આ રીતે આઠ કરીને કુંડાળું કરીને, વાયુ, અન્ન અને જળના સંચારને રોકી રાખે. તે કંદને ચારે બાજુથી આવૃત કરીને તેના પડખામાં રહે છે. તે પોતાના મુખ દ્વારા બ્રહ્મરંધ્રના મુખને ઘેરીને રહે છે. યોગના અભ્યાસ દ્વારા આ કુંડલિની મહાશક્તિ, વાયુ દ્વારા જાગૃત થયેલા અગ્નિની, જેથી છે એ, હૃદયરૂપી આકાશની અંદર નાગરૂપા બની અને અત્યંત શુભ્ર પ્રકાશમય કાંતિથી સ્ફૂરિત થાય છે.
અપાનથી બે આંગળ ઊંચે અને મૂત્રપિંડની નીચે મનુષ્યના શરીરના મધ્યભાગમાં તેનું સ્થાન છે અને ચોપગાઓનું હૃદયની મધ્યમાં તેનું સ્થાન છે. અન્ય પ્રાણીઓમાં પેટની મધ્યમાં નાભિ અનેક નાડીઓમાં વિખરાયેલી હોય. પ્રાણ અને અપાનથી યુક્ત એવી સુષુમ્ણા નાડી શરીરમાં ચાર પ્રકારે પ્રકાશિત થાય છે. કંદની વચમાં જે સુષુમ્ણા નાડી રહેલી છે, તે કમળતંતુ જેવી અત્યંત સૂક્ષ્મ, સીધી અને ઉપરની તરફ ગતિશીલ હોય છે. બ્રહ્મરંધ્ર સુધી ગમન કરનારી આ વૈષ્ણવી બ્રહ્મનાડી વિદ્યુતની જેમ પ્રકાશયુક્ત અને નિર્વાણ પ્રાપ્ત કરાવનારી છે. તે સુષુમ્ણા નાડીની આજુબાજુમાં ઈડા અને પિંગળા આ બે નાડીઓ આવેલી છે.
એનાથી આગળની વાતો પણ આપણે હવે પછીના સેશનમાં આગળ કરીશું. તો અહીંયા આપણે એક વિરામ લઈએ ફરી વખત અને પ્રાર્થના કરીએ કે ફરી વખત ખૂબ ઝડપથી આવું એક સેશન ગોઠવાય, જેની અંદર આ બાકીનો અભ્યાસ આપણે પૂરો કરી શકીએ.
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્, પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ શાંતિ. સૌ મહાત્માઓને જય સચ્ચિદાનંદ! જય સચ્ચિદાનંદ! જય સચ્ચિદાનંદ! જય સચ્ચિદાનંદ!
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.