ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૨૬
વિડિયો ૧૨૬
હવે પછીનો ઉપનિષદ ઋગ્વેદ સાથે જોડાયેલું છે. આ ઉપનિષદ ઋગ્વેદ સાથે જોડાયેલું છે. એનું નામ છે બહુવૃચો ઉપનિષદ. એમાં જગતની કારણ સ્વરૂપા આદિશક્તિના સ્વરૂપનું વિવેચન છે. જગત અંબા, જેને તમે કહો છો, તે જગતની કારણ સ્વરૂપ છે.
તેમાં સૌપ્રથમ ચિત્ત શક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે ચિત્ત શક્તિમાંથી બ્રહ્માથી માંડીને સ્થાવર જળ સુધીના બધા જ પ્રગટ થયા છે. એટલે ચિત્ત શક્તિમાંથી જ શબ્દ, અર્થ અને રૂપ વગેરે પ્રગટ થાય છે. જ્યાં ચિત્ત ના હોય, ચિત્ત શક્તિ ના હોય, ત્યાં આ બધું શક્ય બનતું નથી.
તો ચિત્ત શક્તિ જે છે, તે અદ્વિતીય છે. એના જેવું બીજું કંઈ છે નહીં. અંતરમાં અને બાહ્યમાં વિદ્યમાન એ ચૈતન્ય શક્તિ જે છે, તે એક જ છે. તે જ શક્તિ અંબા વગેરેના રૂપમાં વિદ્યમાન છે. તે જ પરબ્રહ્મ સ્વરૂપા છે. જે આ બ્રહ્મ સ્વરૂપા ચિત્ત શક્તિને બરાબર જાણી લે છે, તે પરમાકાશમાં હંમેશ માટે સ્થિર થઈ જાય છે. આ બધા તથ્યો સાથે આ ઉપનિષદ અહીંયા આગળે રજૂ થાય છે.
“ૐ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મૌપનિષદં મા અહં બ્રહ્મ નિરાકુર્યાં મામા બ્રહ્મ મા મા નિરાકરોદ્ નિરાકરણમસ્તુ અનિરાકરણં મેઽસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સન્તુ તે મયિ સન્તુ ૐ શાંતિ શાંતિ શાં ઓ.”
તો કહે છે કે, સૃષ્ટિની રચના થઈ તે પૂર્વે એકમાત્ર દેવી જ વિદ્યમાન હતી. સૃષ્ટિ રચના પૂર્વે તેમના દ્વારા જ બ્રહ્માંડની સૃષ્ટિની સંરચના થઈ છે. તે દેવી કામ કલા અને શૃંગાર, શૃંગાર કલા તરીકે પણ ઓળખાય છે. તે દેવીમાંથી જ બ્રહ્મા જન્મ્યા, વિષ્ણુ જન્મ્યા અને રુદ્ર ઉત્પન્ન થયા.
સર્વે મરૂતો, 49 મરૂત છે, તો સર્વે મરૂતો ઉત્પન્ન થયા. ગંધર્વો, અપ્સરાઓ, વાદ્યવાદકો, કિન્નરો ઉત્પન્ન થયા. તેમાંથી જ ઉપભોગ્ય સામગ્રી ઉત્પન્ન થઈ. બધું તેમાંથી ઉત્પન્ન થયું. અંડજ, શ્વેદજ, ઉદભેજ અને જરાયુ – જે કંઈ સ્થાવર જંગમ છે તે – અને મનુષ્ય પણ એ દેવીમાંથી જ ઉત્પન્ન થયા છે.
તે દેવી જે છે, તે અપરાશક્તિ છે. તે જ સાંભવી વિદ્યા છે. કાદી વિદ્યા, હાદી વિદ્યા અને સાદી વિદ્યા પણ કહેવાય છે. તેનું રહસ્ય છે તે પ્રણવ વાચી અક્ષરરૂપા સર્વ પ્રાણીઓની વાણીમાં રહેલી છે. જગદંબા, કોઈપણ પ્રાણી બોલે છે તો બસ ત્યાં આગળ એ મોજૂદ છે. એટલે શાક્ત તંત્રના વિવિધ પ્રયોગો દ્વારા પણ આત્મા-પરમાત્મા તત્વની એકરૂપતાનો આવી રીતે બોધ થાય છે. તેને જ અહીંયા ગાડે વિદ્યાની સંજ્ઞા આપવામાં આવી છે; જેમ કે સાંભવી વિદ્યા, કે જેના દ્વારા પરમ કલ્યાણકારી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય.
હવે, હવે કાદી વિદ્યા એટલે કે 'ક' આદિ 'ક', 'એ', 'ઈ', 'લ' અને 'હ્રીં' બીજોથી યુક્ત એવી એ વિદ્યા છે. તો 'હ' આદિ જે છે, તે 'હ', 'સ', 'ક', 'લ', 'હ્રીં' એ બીજ મંત્રોથી યુક્ત વિદ્યા જે છે, તેને હાદી વિદ્યા કહેવામાં આવે છે. અને સાદી વિદ્યાની અંદર 'સ' આદિ અક્ષરો છે, જે 'સ', 'ક', 'લ', 'હ્રીં' બીજોથી યુક્ત વિદ્યા છે, તેને આ આ સાદી વિદ્યા કહેવામાં આવે છે.
તેદ તે દેવી જ આ ત્રણેય પુર – ત્રણ પુર એટલે ત્રણ નગર – તો કે જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ – ત્રણ નગરો છે. તથા ત્રણ શરીરો એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરને વિસ્તારીને બાહ્ય ને અંતરમાં આ લોક ફેલાવી રહી છે. સતત એનો વિસ્તાર થઈ રહ્યો છે.
આટલા બધા માણસો આ જ બધાને વસાવતો જોઈશે. લોક વધતો, લોક વધતો જાય. તે મહાત્રિપુર સુંદરી પ્રત્યક્ષ ચેતનાના રૂપમાં દેશ, કાળ અને પાત્રની અંદર સંગ રહિત થઈને નિવાસ કરે છે. પોતે અસંગ છે, પણ નિવાસ એનો બધે જ છે.
તે દેવી જ આત્મસ્વરૂપા છે. તેના સિવાયનું બધું સત્ય રહિત છે, આત્મા વિહીન છે. તે બ્રહ્મરૂપા ભાવ અને અભાવ વગેરે કલાઓથી યુ મુક્ત છે. આ દેવી જે છે, તે ચિન્મયી વિદ્યા શક્તિ છે અને તે જ અદ્વિતીય બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારી છે.
શક્તિ જ ના હોય તો તમે શું કરી શકો? પેલા આપણને કેતો ખરા કે, "ધ્યાનમાં બેસો." કે આસન પર બેસાતું જ ન હોય તો પછી શું કરશે? "કરોડ સીધી રાખો." પણ થોડી વાર થાય ને આમ થઈ જતો હોય તો પછી એ કેવી રીતે કરોડ સીધી રાખી શકશે? કરોડ સીધી રાખવા માટે પણ એટલી શક્તિની જરૂર પડે. એટલો સમય બેસવું હોય તો ધારણ શક્તિની જરૂર પડે. તો ધારણ શક્તિ ક્યાંથી આવે? તો કે આધાર ચક્ર એટલે કે બેઝિક ચક્ર સ્ટ્રોંગ ખો બને તો તમે બેસી શકો, નહીં તો બેસાય નહીં. આવી રીતે આ બધું આધાર. તો આ આધાર ચક્રની અંદર આધાર પૂરનારી એટલે કે શક્તિ આપનારી જે છે, તે દેવી સ્વરૂપા કોણ છે? જગદંબા છે. અને મહા ત્રિપુર સુંદરી પણ એને કહેવામાં આવે છે.
કારણ કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – ત્રણ દેહ છે. એ જ રીતે સ્વપ્ન, સુજ, જાગૃતિ, સ્વપ્ન અને સુસુપ્તિ એમ ત્રણ અવસ્થાઓ. એને ત્રણ પૂર કીધા, ત્રણ નગરો છે. એટલે એનું ટ્રાન્ઝીશન થાય. જાગ્રતમાં આ ચાલે, પછી સ્વપ્નની અંદર બીજું શરીર ચાલે – સૂક્ષ્મ શરીર. અને પછી સુસુપ્તિની અંદર તો પાછું ત્રીજું શરીર જોઈએ, એ ત્યાં કારણ શરીર જ ચાલે. આ સૂક્ષ્મ કે ફિઝિકલ બોડી કામ ના કરી શકે. એ તો સુસુપતા થઈને પડ્યા હોય. તો આ બધી વ્યવસ્થા જે થાય છે, તે મહા ત્રિપુર સુંદરી છે. અને એ બહાર અને અંતરમાં પ્રવેશીને સ્વયં એકલી જ રહે છે. પાછી અહીં હોવા છતાં, હાથમાં શક્તિ હોવા છતાં, હાથ હાથથી એ અલગ છે, એમ કહે છે.
તે દેવીના અસ્તિભા, ભાતિ અને વિભાતી એ ત્રણ રૂપોમાં જે અસ્તિ છે, તે સન્માત્રનો બોધ કરે છે. જે ભાતિ છે, તે ચિન્નમાત્રનો બોધ કરે છે. અને જે પ્રિય છે, આત્મીય છે, તે જ આનંદમય. એટલે આ આત્મીય સ્વરૂપ જ્યારે લાગે છે, ત્યારે આપણને આનંદ થાય. કોઈપણ સ્વરૂપ હોય, આત્મીય લાગવું જોય. આનંદની પહેલી કન્ડિશન આ જ. એટલે એતે તે આનંદમય. એ રીતે જે પ્રિય અને આનંદ સ્વરૂપ જે છે, તે જ મહા ત્રિપુર સુંદરી રૂપ છે. અને તમે અને હું, આ સમગ્ર જગત અને સમસ્ત દેવગણ – એ બધું જ.
મહા ત્રિપુર સુંદરી રૂપ જ છે. આ બધા એક જ એનર્જી સ્પેક્ટ્રમમાં છે. એમ કે, લલિતા નામનું એકમાત્ર વસ્તુ શાશ્વત સત્ય છે. તે જ અદ્વિતીય અને અખંડ અવિનાશી પરમબ્રહ્મ છે. લલિતા સહસ્ત્રનામ જે છે, લલિતા સ્તોત્ર તમે એનું શ્રવણ કરો તો પણ તમને આના આવિર્ભાવો જે કંઈ છે તે બધા થઈ શકે અને ઘણું બધું ઉધ્વીકરણ તમે અનુભવી શકો છો.
એકમાત્ર લક્ષણ તે દેવીના પાંચે રૂપો: અસ્તિ, ભાત, પ્રિય, નામ અને રૂપ. આ પાંચેનો ત્યાગ કરવાથી અને સ્વરૂપનો ત્યાગ કરવાથી અધિષ્ઠાન સ્વરૂપ જે એક સત્તા શેષ રહે છે, તે જ પરમ અવિનાશી તત્વ બ્રહ્મ છે. તો અહીંયા આપણને શું કીધું? અસ્તિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ આ પાંચેનો ત્યાગ કરવાનો. ત્યાર પછી સ્વરૂપનો ત્યાગ કરવાનો. "હું આવો દેખાવું છું" વાળું જે છે ને અહંકાર, એનો ત્યાગ કરવાનો. પછી જે બાકી રહી જશે તે બ્રહ્મ છે એમ કહે છે. તે જ પરમાત્મ તત્વને "પ્રજ્ઞાન બ્રહ્મ છે", "હું બ્રહ્મ છું", "તે તું છે" અને "આ આત્મા જે છે તે બ્રહ્મ છે" અને "હું બ્રહ્મ છું" અથવા "હું બ્રહ્મ જ છું" આદિ વાક્યોથી અભિવ્યક્તિ કરાય છે.
જો "હું છું તે હું છું" એટલે જે હું છું તે હું છું અથવા "જે તું છે તે જ હું પણ છું" વગેરે શ્રુતિ વચનોથી જેનું નિરૂપણ કરવામાં આવે છે, તે આ સોળસી શ્રી વિદ્યા છે. તે જ ૧૫ અક્ષરો વાળા મંત્રોથી યુક્ત છે અને શ્રી મહા ત્રિપુર સુંદરી, બાલા, અંબિકા, બગલા અથવા માતંગી, સ્વયંવર કલ્યાણી, ભુવનેશ્વરી, ચામુંડા, ચંડા, વારાહી, તિરસ્કરણી, રાજમાતંગી, સુકશ્યામલા, લઘુશ્યામલા, અસ્વારૂઢા, પ્રત્યંગીરા, ધુમાવતી, સાવિત્રી, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માનંદ કલા વગેરે નામોથી પણ ઓળખાય છે.
તો રૂચાઓ અક્ષર અવિનાશી એ પરમ આકાશમાં સ્થિત હોય છે. ઋષિઓને રૂચાઓ ક્યાંથી આવે છે? તો કે આ પરમ આકાશમાં એ રૂચાઓ તો છે જ ઓલરેડી. એ લોકો એને રિસીવ કરે છે અને આ કાગળ પર લખે છે, મોટેથી બોલે છે. જો એ ત્યાં જ ના હોય પરમ આકાશની અંદર તો એ આવી શકે નહીં. તેમાં સમગ્ર દેવગણ નિવાસ કરે, સૂક્ષ્મમાં પરમાકાશમાં. તેને જે જાણતો નથી તે મનુષ્ય રૂચાઓના પઠન માત્રથી શું કરી શકવાનો? એટલે ખાલી વાંચી જાય તો કશું થવાનું નથી એમ કહે છે. તમારે જાણવું જોઈએ કે આ રૂચાઓ છે ત્યાં પરમ આકાશમાં સ્થિત છે અને તેના સાથે દેવોનો વાસ છે. જે મનુષ્ય તે પરમ આકાશને બરાબર જાણી લે છે, તે પરમ આકાશમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આ રીતે આ ઉપનિષદ કહે છે. "પરમ આકાશ" આમ કરીને કીધું કે એક્સેપ્ટ કરી લો અને પછી બસ આ જુઓ, આ સામે જે દેખાય છે અનંતાનંત, બસ આજ પરમ આકાશ.
ૐ ૐમ
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.