અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૩. અવધૂતોપનિષદ્

વિડિયો ૬

લેખ ૪ / ૧૪૯ · 35 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ, ૐ શાંતિ: શાંતિ: શાંતિ:.

અવધૂત ઉપનિષદ એ કૃષ્ણ યજુર્વેદીય ઉપનિષદ છે. એમાં સાંકૃતિની જિજ્ઞાસાનું સમાધાન કરતાં ભગવાન દત્તાત્રેય અવધૂત સ્થિતિનું સ્વરૂપ અને મહત્તાનું વર્ણન કરે છે. અવધૂત સ્થિતિમાં કઈ રીતે શ્રેષ્ઠ તત્વનો સમાવેશ થવાથી વ્યક્તિ ધન્ય બની જાય છે તેની વાત કરી છે.

"હે પરમાત્મા, આપ અમારા બંનેની એટલે કે ગુરુ અને શિષ્યની એક સાથે જ રક્ષા કરો. અમો બંનેનું એક સાથે પાલન કરો. અમે બંને એક સાથે શક્તિ અર્જિત કરીએ. અમો બંને ભણેલી વિદ્યા જે છે તે તેજસ્વી થાઓ. અમો બંને એકબીજા પ્રત્યે ક્યારેય ઈર્ષા કે દ્વેષ ન કરીએ. હે શક્તિ સંપન્ન, અમારા ત્રિવિધ આદિભૌતિક, આદિદૈવિક અને આધ્યાત્મિક તાપોનું શમન થાઓ. અક્ષય શાંતિની પ્રાપ્તિ સૌને થાઓ."

અહીંયા સાંકૃતિ ભગવાન દત્તાત્રેય પાસે જઈને પૂછ્યું કે, "ભગવાન, આ અવધૂત કોણ છે? એની સ્થિતિ કઈ રીતની હોય છે? એના લક્ષણો કયા છે? એનો સંસાર વ્યવહાર કેવો હોય છે?" આ બધા પ્રશ્નો સાંભળ્યા એટલે દત્તાત્રેયે બહુ જ કૃપાળુ થઈને સાંકૃતિને કહ્યું કે, "જે અક્ષર અવિનાશી હોય, વરણ કરવા યોગ્ય હોય, સંસાર રૂપી બંધનોથી રહિત હોય તથા 'તત્વમસિ' વગેરે વાક્યોના લક્ષ્યાર્થ બોધથી યુક્ત હોય, એને જ અવધૂત કહેવાય."

અક્ષરનો 'અ', વરણ્યનો 'વ', ધૂત એટલે કે સંસાર બંધનનો 'ધૂ' અને તત્વમસ્ય આદિ લક્ષનો 'ત' લેવાથી "અવધૂત" શબ્દ બનવામાં આવ્યો છે, એવી રીતે એને કહેવામાં આવે છે. અહીં બહુ સ્પષ્ટતા કરે છે: જે અક્ષર હોય, જે અવિનાશી હોય, પોતે અંદરથી જાણી ચૂક્યો છે કે પોતે આ છે, એની વાત કરે છે. જે અક્ષર હોય અને અવિનાશી ભાવ યુક્ત હોય, એટલે આ બે ભાવ છે કે "હું અક્ષર છું, હું અવિનાશી છું." એ આત્મસાત કરી ચૂકેલો છે, એ અનુભવી ચૂકેલો છે. એવો વરણ કરવા યોગ્ય છે. વરણ કરવા યોગ્ય એટલે કેવું? કે એ જે કંઈ કહે છે કે કરે છે તે બધું જ આપણે ડીટો ફોલો કરવા યોગ્ય છે, એના પાસેથી બધું જ ગ્રહણ કરવા જેવું છે. એવો જ હોય તે સંસાર રૂપી બંધનોથી રહિત હોય. સંસારને બંધન કીધું અહીંયા આગળ. એટલે સંસાર રૂપી બંધનને ફગાવી દીધા હોય. સંસાર એને હવે ક્યારેય બંધન રૂપ નથી, છતાં પણ એ સંસારમાં જ છે, સંસારની બહાર નથી.

એને બંધનો ફગાવી દીધા છે, સંસાર એને નથી ફગાવી દીધો. સમજાયું? એટલે એ સંસારમાં જ છે પણ એને જે સાંસારિક બંધનો હતા તે બધાને ફગાવી દીધા છે અને પોતાની જાતને આવો અક્ષર અને અવિનાશી અનુભવવા માંડ્યો છે. એવો જે છે તેને અવધૂત કહેવામાં આવે છે.

જે યોગી પુરુષ આશ્રમ અને વર્ણ વ્યવસ્થાથી ઉપર ઉઠીને, ચાર આશ્રમ છે અને ચાર વર્ણ છે. આ વ્યવસ્થા વૈદિક કાળની છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે સાધક કોઈપણ જગ્યાએ સાધના કરવાની શરૂઆત કરે તો સૌપ્રથમ તે શુદ્ર અવસ્થા હોય છે અને બ્રહ્મચર્ય અવસ્થામાં હોય, બંને સાથે હોય. બ્રહ્મચારી હોય, નવા આશ્રમમાં જાય તેને શું કરવાનું? તો કે સેવા કરવાની ગુરુની, બધું એટલે બધું કામ કર્યા કરવાનું. એટલે સેવા ભાવ એ શુદ્રતાનો ભાવ છે. ત્યાંથી દરેકે શરૂઆત કરવી પડશે કારણ કે શુદ્રતા એટલે શું? પોતે ક્ષુદ્ર છે, આ મહાન છે અને તેની સેવામાં હું ઉપસ્થિત છું એવા સમર્પણના ભાવ સાથે જવાનું છે. એને શુદ્રતા એટલે ખોટી કે ખરાબ કે હિનતાની ભાવના વાળી વાત નથી, એવું છે. અને બ્રહ્મચર્ય આશ્રમમાં છે એટલે કે એને હવે બ્રહ્મનું જ ચરણ કરવાનું છે, નિશ્ચય કરી નાખ્યો છે એક સમયકાળ સુધી સતત એની અંદર.

એટલે કીધું કે આશ્રમ અને વર્ણ વ્યવસ્થા પછી ધીરે ધીરે ધીરે કરતાં કરતાં એ એક સમય આવશે કે જ્યારે એ પોતે સેવા ભાવમાંથી પછી ઉપર આવશે અને એ જોતો થઈ જાશે કે વાસ્તવિક રીતે એમને જરૂરિયાત શું છે એ સમજતો થશે.

પહેલા શું થાય કે આશ્રમમાં તો કે લાકડા લાવવાના છે, પેલું ઘાસ લાવવાનું છે, ગાયોને ચરાવવા જવાની છે, અમુક અનાજ લાવવાનું છે અને એમને દીવો પ્રગટાવવા માટે છે, યજ્ઞ વિધિ માટે તૈયારી કરવાની છે. આવા બધા કામો એ કર્યા કરે. પણ એ કામ એ બધા કામો કરતાં કરતાં કરતાં પછી આગળ ઉપર શું થશે કે એક સમય પછી આવું કરનારા બીજા લોકો પાછળ તૈયાર થઈ ગયા હશે અને ત્યારે એ સિનિયર બની ગયો હશે. અને એ સાથે સાથે એને એ પણ ખ્યાલ આવવામાં આવ્યો હશે કે ગુરુજી જમવા બેસે છે તો એમને પાણીના ગ્લાસની જરૂર પડે છે, એ વચ્ચે ખસકા આવે છે પણ ક્યારેય કોઈને કશું કહેતા નથી. તો આ રીતે પાણીનો ગ્લાસ હું મૂકી દઈશ. એમને જમીન પછી દસ મિનિટનો આરામ કરવાની જરૂરત પડે છે તો હું એક યોગ્ય જગ્યાએ એમના માટે આ આસનની વ્યવસ્થા કરીશ કે જેથી કરીને થોડીક વામકુક્ષી કરી લેશે તો એમને અનુકૂળતા રહેશે.

તો આવું આ ગોતરું વિચારવાનું એ શરૂ કરે છે. આ વૈશ્ય ભાવ છે. વૈશ્યવૃત્તિ એનાથી શું કરશે? તો કે વધુ રાજીપો મેળવે છે. એ આત્મિક સંપત્તિ પ્રાપ્ત કરે છે, દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવા માંડ્યો છે ધીમે ધીમે. ગુરુ કે જે મહાન છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, તેની આવી સેવા કરી કરીને તે પોતે દૈવી સંપત્તિ ગ્રહણ કરવા માંડે.

હવે દૈવી સંપત્તિ જે પોતે ગ્રહણ કરેલી છે તે ધીરે ધીરે ધીરે ધીરે જોશે કે આ બધું જ હું કરી રહ્યો છું પણ હજી મારા રાગ દ્વેષ ગુરુજી જેટલા એમ કે ગયેલા દેખાતા નથી. ગુરુજી આટલા બધા નિર્મળ થઈ ગયા ને હજી મને ગુસ્સો આવે છે, હજી મને આ થાય છે, મને આવું કેમ થાય છે? પેલાએ તે દિવસે મને આવું કીધું હતું તો મને લાગી આવ્યું હતું, મને બહુ દુઃખ થયું હતું. પણ ગુરુજીને તે દિવસે પેલા રાજાએ આવીને આટલું બધું કહી ગયા, એવું અપમાન કરી નાખ્યું હતું પણ એ તો નિર્મળ છે, એ એવું કરી શક્યા અને હું કેમ નથી કરી શકતો? એવી રીતને કરીને એ આવેથી હું નિશ્ચય કરું છું કે હું ક્યારેય કોઈ બાબતે ખોટું લગાડીશ, કોઈ પણ મારું અપમાન કરશે.

તો પણ હું તેની સામે કંઈ પણ અપમાન કરીશ નહીં અને તે વખતે જે કંઈ થશે તે હું સહન કરીશ. તો ત્યાં તપ પણ ઊભું થઈ ગયું અને ક્ષત્રિય ધર્મ પણ ઉત્પન્ન થઈ ગયો. એનામાં ક્ષત્રિયત્વ આવી ગયું. શૂરતા-વીરતા કોની સામે લડે છે? તો કે આસુરી સંપત્તિ સામે લડે છે. એટલે એમાં દૈવત આવતું જશે. ધીરે ધીરે ધીરે ધીરે તે પ્રખર અને નીડર બનતો જશે. એનો આંતરિક, જેને કહેવાય, પાવર, શક્તિ, કંટ્રોલ – આ બધું ધીમે ધીમે વધતું જશે. ઇન્દ્રિયો ઉપર નિગ્રહ વધી જશે. મન ઉપરનો તેનો નિગ્રહ વધી જશે. વાણી અને મન ઉપર એનો સંયમ આવતો જશે. ત્યારે યુવા કેવો હશે? તો કે ક્ષત્રિય બની ગયો હશે.

આવી જ્યારે પૂરી તૈયારી થઈ હશે, પછી એ આગળ જ્યારે જશે તો એની જિજ્ઞાસા તો પહેલા પણ હતી, પણ હવે એ તૈયાર થઈ ગયો છે. આંતર શત્રુને સંપૂર્ણપણે જીતી લીધેલા છે અને હવે બસ એ બ્રહ્મત્વમાં પ્રવેશ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે બ્રહ્મ અથવા બ્રાહ્મણ બને છે. ત્યારે એનો બ્રાહ્મણ અવસ્થાની અંદર, વર્ણ વ્યવસ્થાની અંદર એનો પ્રવેશ થઈ જાય છે અને એ બ્રાહ્મણ બની જાય છે. આવો વ્યક્તિ જ બ્રાહ્મણ કહેવાય. એટલે બ્રાહ્મણ એટલે જેણે સંપૂર્ણ નિડરતા હોય, સંપૂર્ણ નિર્ભયતા હોય, ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ કાબુ હોય, દરેક પ્રકારનો. આવી વ્યક્તિ બ્રાહ્મણ કહેવાય. અને પાછો જે બ્રહ્મ શું છે તેને જાણવા માટેનો અતિશય આમ ઉત્સુક બનીને બરાબર એમાં લાગી પડેલો હોય કે ગમે તે પ્રકારે પણ હું બ્રહ્મને તો પ્રાપ્ત કરીશ જ. અને એ પછી બ્રહ્મના બધા લક્ષણોનો જ અભ્યાસ કર્યા કરતો હોય, ચિંતન કરતો હોય, મનન કરતો હોય, નિર્દિધ્યાસન કરતો હોય, બ્રહ્મમાં જ રથ રહેતો હોય, ત્યારે એ બ્રાહ્મણ કહેવાય.

આ લક્ષણો સિવાયના બાકીના કોઈ બ્રાહ્મણ કહી શકાય નહીં. આ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે, બરાબર? એટલે એવી સ્થિતિ છે.

તો અહીંયા આગળ એ પછી શુદ્ર અવસ્થામાંથી બ્રહ્મત્વની અંદર અને પછી ગમે ત્યારે બ્રહ્મમાં પ્રવેશ કરતો હોય છે. આવી વ્યક્તિ જે હંમેશા આત્મામાં સ્થિર હોય છે અને વર્ણાશ્રમ રહિત જ્યારે બની જાય છે, ત્યારે તે અવધૂત કહેવાય છે. બ્રહ્મત્વનો પણ ત્યાગ કરી દે છેવટે. આ પણ નહીં, એનાથી પણ આગળ વધી જાય છે. એવી મુક્ત સિદ્ધ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરે છે, ત્યારે તે અવધૂત કહેવાય છે. યોગીનો પ્રિય બ્રહ્મ જ છે, બીજો કંઈ નથી. એટલે જેમ કે કોઈપણ માણસ કોઈની સામે જુએ તો એના ચહેરાને જુએ છે, નહીં કે એના દેહને જુએ છે. એવી રીતે એનું પ્રિય જે છે તે શિર શું છે? તો કે બ્રહ્મ જ છે.

મોદ એટલે જમણી બાજુ અને પ્રમોદ એ ડાબી બાજુ છે. આનંદ અને પરમાનંદ એવું જે કહી શકીએ તે વસ્તુ એની ડાબી અને જમણી બાજુએ છે, એવું સમજાવવાનો અહીંયા આગળ પ્રયત્ન કરેલો છે. આનંદ એની મધ્ય આત્મા છે, એની અંદર છે. અહીંયા મોદ છે અને અહીં પ્રમોદ છે. પણ પ્રમાદ નથી આમાં કોઈ જગ્યાએ. એની સ્થિતિ ગાયના પગની જેમ ચાર પ્રિય મોદ, પ્રમોદ અને આનંદ રૂપ બની જાય છે. ત્યારે એ મસ્તકમાં અદબ મોદ અને પ્રમોદમાં અને મધ્ય એટલે કે આનંદમાં આત્મબુદ્ધિ કરવી જોઈએ નહીં. આત્માને ગણવો જોઈએ નહીં. તો કોને ગણવો અને માનવો? તો કે ગોપુચ્છવત્ એટલે કે ગાયની પૂંછડીની જેમ એ બ્રહ્મની પુચ્છ એની પ્રતિષ્ઠા છે. એ બ્રહ્મને આ પ્રમાણે પુચ્છાકાર પૂંછડીની જેમ જાણવો જોઈએ. એ રીતે બ્રહ્મને સારી રીતે જાણીને યોગી પુરુષ પરમ ગતિને મેળવે છે. તો કે એના ચહેરા સામે નહીં જોવાનું, એના શિંગડા સામે નહીં જોવાનું, એના કાન સામે નહીં જોવાનું.

કેવળ એની પૂંછડી. તો કે બ્રહ્મની પૂંછડી પકડશો એટલે આખે આખો બ્રહ્મ આવી જવાનો છે. તમારે પ્રાપ્ત કરવાનું શું છે? તો કે આ બ્રહ્મ કેવો હોઈ શકે, કેવો હોવો જોઈએ, એ તમે આમ એક પકડી લીધું. એટલે કહે છે ને આપણે વ્યવહારમાં કે પૂંછડું પકડ્યું તો પછી હવે નહીં કે પૂંછડી પકડી બ્રહ્મની તો પછી આખે આખો બ્રહ્મ પામી જશો. કહેવાનો મતલબ એ છે આટલા બધાની અંદર.

એ રીતે બ્રહ્મને સારી રીતે જાણીને યોગી પુરુષ પરમ ગતિને મેળવે છે. મતલબ તમે એકવાર પૂંછડી પકડી પછી છોડી નહીં દેવાની. પછી આનંદમાં નહીં પડવાનું, મોદમાં પણ નહીં પડવાનું કે પ્રમોદમાં પણ નહીં પડવાનું. કે આ આ બધું નહીં. એના ચહેરાને સતત જોજો કરીને એનો આનંદ પામતા હોઈએ એવી રીતના પણ નહીં. એની પૂંછડી પકડવાની અને છોડવાનું નહીં. આ અમરત્વની પ્રાપ્તિ ના તો વિભિન્ન કર્મો દ્વારા, ન તો પ્રજા દ્વારા, ન તો ધન દ્વારા થાય છે. એકમાત્ર ત્યાગ દ્વારા જ અમરત્વને પ્રાપ્ત કરી શકાય છે. સંપૂર્ણ ત્યાગ સર્વસ્વનો એ અમરતાની નિશાની છે. ત્યાગ ચોક્કસ પ્રાપ્ત કરી લેશે, પણ સર્વસ્વનો ત્યાગ. આપણે જે વાત કરી સર્વ વિરતી એ બાબત છે. બધું જ છોડી દેવાનું. કશું જ બાકી ના હોવું જોઈએ. એનામાં હું પણું ના હોય ને મારા પણું ના હોય. બધું છૂટી ગયું હોય બહુ જ સુંદર રીતે.

એટલે એ બ્રહ્મને પ્રાપ્ત કરવાની વાત છે જેના દ્વારા અમરત્વ પ્રાપ્ત કરી શકાય. કારણ કે બ્રહ્મનું મૃત્યુ થતું નથી. એટલા માટે આ અમરત્વની વાત અહીંયા આગળ કરે છે કે તમે બ્રહ્મને પ્રાપ્ત કરશો એટલે તમે અમર બનશો. અમર એટલે શાશ્વત બનશો. મતલબ મૃત્યુ હોતું જ નથી. મૃત્યુ ફક્ત દેહનું હોય છે, તમારું તો હોતું જ નથી. આ બધું સ્પષ્ટતા એક સાથે હંમેશા હોવી જોઈએ આપણને કે દેહનું તો થવાનું અવશ્ય. કોઈના પણ દેહનું મૃત્યુ થતું હોય છે. આકાર હોય એટલે નિરાકારમાં જાય. આપણે એને બીજી રીતે વાત કરીએ. હકીકતું દરેક આકાર છેવટે નિરાકારમાં વિલય થતો હોય છે અને દરેક આકાર નિરાકાર માંથી જ પ્રગટ પણ થતો હોય છે. જે અવ્યક્ત છે આજે તે કાલે વ્યક્ત થાય છે. જે આજે વ્યક્ત છે તે પાછું અવ્યક્તની અંદર લય પામી જાય છે. આ એક સાયકલ છે, કુદરતની રચના છે. એમાં કોઈ ફેરફાર નથી.

પોત પોતાની ઈચ્છા અનુસાર.

"વ્યવહાર કરવો એ જ યોગીઓનો સંસાર છે. વાસ્તવમાં, એમની કોઈ ઈચ્છાઓ હોતી જ નથી, પણ યથેચ્છ હોય. જેમ અંદરથી વૃત્તિ ઉછળે તે પ્રમાણે કરે. એટલે જેમ પશુઓની અંદર સહજ બધું હોય છે ને કે એને ઈચ્છા થાય ત્યાં ઊભા રહી જાય, એમને ઈચ્છા થાય ત્યાં સુધી ચાલે, એમને ઈચ્છા થાય ત્યાં સુધી એ ઘાસ ખાય અને ઈચ્છા થાય એટલે વળી પાછા એ આરામ કરવા માંડે. તમે મૂકો એટલે પાણી પી જ લે એવો કોઈ નિયમ હોતો નથી. અહીં પાણી છોડી દે અને ત્યાં આગળ જઈને પાછું એ પાણી પીવે પણ ખરા. ફ્રેશ વોટર ક્યાંક જઈ રહ્યું છે, પેલા એના ઝરણામાંથી, તો ત્યાં જઈને એનું જ પાછું પાણી પીશે અને અહીંયા આગળ તમે આપો તો પીવે નહીં. એટલે એવી પોતાની અંદર સહજ વૃત્તિ જે કહેવાય કે એવી બધી ઊભી થતી હશે તેને જ એ ફોલો કર્યા કરતો હશે.

બહારનો કોઈ માણસ આવીને કહે, "બાપજી, જમી લો," અને તરત એ જમવા બેસી જાય કે મંત્રોચ્ચાર કરવા માંડે કે એવું કંઈ કરે પણ ખરા, ના પણ કરે, મરજીમાં હોય તો. એટલે બધું અવધૂત એટલે શું? "મારી મરજી," સંપૂર્ણપણે એને અવધૂત કહેવાય. એમાંથી કેટલાક તો વસ્ત્રોને પણ ધારણ કરે છે, તો કેટલાક તો દિગંબર અવસ્થામાં રહેતા હોય છે. એમના માટે ના તો કોઈ ધર્મ છે, ના તો કોઈ અધર્મ છે. કોઈ પવિત્ર કે અપવિત્ર વગેરે પણ કંઈ નથી. આ બધું સાંસારિક બાબતોના સંદર્ભમાં કહેવામાં આવે છે. એવું નથી કે એ લોકો સંપૂર્ણપણે બધા ધર્મનું, કારણ કે એ લોકો ધર્મ મેઘનું તો વળી પાછું પાલન કરે જ છે. શું કે, "હું આત્મા છું," તો એ લોકો ક્યારેય ચૂક્યા હોતા નથી. "હું જ પરબ્રહ્મ છું, હું જ પરમાત્મા છું," એની અંદર તો એ લોકો નિરંતર રહેતા હોય છે. પણ આજે બધા બાહ્ય આચારો જેને કહેવામાં આવે છે, જે સંસારની અંદર એકબીજાએ પરંપરામાં એકબીજાને બધા આપેલા છે, એ બધાનું પાલન કરતા હોય ન પણ કરતા હોય, "મારી મરજી."

એ લોકો ઇન્દ્રિયોને વશ કરવાના રૂપમાં હંમેશા અંતઃકરણમાં એટલે કે આત્માના ધ્યાનરૂપ અશ્વમેઘ યજ્ઞો કર્યા કરે છે. એક અશ્વમેઘ યજ્ઞ એટલે કેટલું બધું કહેવાય! એક અશ્વમેઘ યજ્ઞ એક રાજા કરે, એક ઘોડો છૂટો મૂકે એક વર્ષ સુધી અને પછી એ જેટલી જગ્યામાં ફરીને આવે તે બધી જગ્યાએ એ રાજાનું આધિપત્ય ગણાય. બધા એને ખંડણી આપવી પડે. આવા બધા નિયમો હતા અશ્વમેઘના. એ પાછો જ્યારે આવે ત્યારે પછી યજ્ઞની પૂર્ણાહુતિ થાય. ત્યાં સુધી એક વર્ષ સુધી યજ્ઞ ચાલ્યા કરે. એટલે ચક્રવર્તી રાજાઓ એવો યજ્ઞ કરતા, જ્યારે આ તો મહાચક્રવર્તી છે. સંસારની અંદર કોઈપણ વૃત્તિને એને છૂટી મૂકેલી નથી અને કોઈ પણ વૃત્તિને પોતાની માનતો નથી. ઘોડો જેમ યથેચ્છ ફરે છે એમ એનું ચિત્ત ફરતું હોવા છતાં પણ એ કશાથી બંધાતો હોતો નથી. સમજાયું? જેમ પેલાએ ઘોડો છૂટો મૂક્યો તો, એમ આને પોતાનું ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું છૂટું મૂકી દીધું છે, પણ તો બી એ કશાથી બંધાતો નથી.

એટલા માટે એને આ યોગીનો અશ્વમેઘ કહેવામાં આવે છે કે જે નિરંતર કર્યા જ કરતો હોય છે. એનો એ યજ્ઞ પૂરો કરતો જ નથી. એ જ એમનો મહાયજ્ઞ છે અને એ મહા યોગ છે.

એટલે એવી અદભુત સ્થિતિ. હવે આવો જે હોય તેને બધા ભલભલા ચક્રવર્તી રાજાઓ આવીને નમન કરે તો આમાં આપણને કંઈ પણ નવાઈ લાગતી નથી, કારણ કે એને બધું જ હોવા છતાં પણ ક્યાંય પણ એ બંધાતું જ નથી. એ અલિપ્ત છે તો છે જ. એ એવો કહેવાય અવધૂત. એટલે અંતરમાં રહેલી પરમાત્મા ચેતનામાં પોતાની બહિર્મુખ વ્યક્તિઓને બધી અંદર સમર્પિત કરી દે છે સંપૂર્ણપણે. ક્યાંય બહાર આટલું બી ચિત્ત ગમે ત્યાં બી જતું કરતું દેખાય જ નહીં આપણને. એને વિસર્જિત કરી દે. એને આંતરિક અશ્વમેઘ યજ્ઞ કહેવામાં આવે છે. એને જ મહાયજ્ઞ અથવા મહાયોગ કહેવામાં આવે છે. એ રીતે આ યોગીઓનું સંપૂર્ણ ચરિત્ર આશ્ચર્યયુક્ત હોય છે. બધા માણસોને નવાઈ જ લાગે. એમની એક એક વસ્તુઓને જુએ, "ઓહો, અદભુત, અદભુત!" એમ દરેક વસ્તુની અંદર એ લોકો. એટલે એમના આ રીતના ચિત્ર વિચિત્ર કર્મોની નિંદા કરવી જોઈએ.

કોઈની પણ નિંદા ન કરવી જોઈએ. તો અવધૂતને પણ શા માટે ભાઈ? અને આપણે તો પરબ્રહ્મ બધામાં જોવા માંડ્યા છે, હવે જાણવા માંડ્યા છે, હવે અનુભવ આવવા માંડ્યો છે. એટલે આપણા માટે તો આ કર્તવ્ય રહેતું જ નથી. આપણે તો અવધૂતમાં પણ અવધૂતને જ જે છે પરબ્રહ્મ પરમાત્મા છે તેને જ જોઈએ છીએ. અને એ જ આપણું મહાવ્રત છે, એ જ આપણું મહાવ્રત છે. છે જે આપણને વર્તાયા જ કરવું જ હોય. એનો અંત નહીં ના આવે. સંપૂર્ણતા જ્યારે થશે ત્યારે એની મેળે એ ખરી પડશે.

બસ તો કે આવું એક મહાવ્રત ધારણ કરો કે, "બસ, હું કેવળ બ્રહ્મ સ્વરૂપ જ છું, હું કેવળ પરબ્રહ્મ જ છું અને હું જે કંઈ જોવું છું તે પણ બધું જ પરબ્રહ્મ જ છે, બીજું કંઈ નથી." એ અજ્ઞાની મનુષ્યોની જેમ પાપ અને પુણ્યથી લિપ્ત થતા નથી. આપણે આમાંથી છૂટી જઈશું અને તેઓ હંમેશા નિર્લિપ્ત ભાવે ઈચ્છા અનુસાર વિચરણ કરતા રહેતા હોય છે. એક જગ્યાએ રહે પણ ખરા, ના પણ રહે. એમને ઈચ્છા થાય ત્યારે એ ઊભા થઈને ચાલવા માંડે. કોઈપણ વસ્તુથી કોઈપણ જાતનું બંધન અનુભવતા નથી. "મારે આને આવું કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ કે આવું સારું લાગશે, ખરાબ લાગશે," આવું બધું કશું એમના એની અંદર ચિત્તની અંદર ક્યાંય પણ હોતું નથી. એ લોકો કંઈક કૃપા કરીને કશું કોકને કહે પણ ખરા, ના પણ કહે. સંપૂર્ણ મૌન પાળે બિલકુલ અને નીકળી જાય ત્યાંથી.

તો જે રીતે સૂર્ય તમામ પ્રકારના રસોને ગ્રહણ કરે છે તથા અગ્નિ દરેક વસ્તુનું ભક્ષણ કરી લે છે. આ સૂર્ય તમામ પ્રકારના રસોને ગ્રહણ કરે છે એટલે કેવું કહે છે કે સૂર્ય, સૂર્યની જે પ્રખરતા છે, જે એનો પ્રકાશ છે, તેની તેજસ્વીતા છે, એમાં હીટ પણ છે અને સાથે સાથે એની અંદર લાઈટ પણ છે. એની અંદર ઉષ્મા પણ છે અને એ ઉષ્મતા વધતી વધતી વધતી કેટલી પણ વધતી હોય એ લાઈટથી શરૂ થાય છે ફોટો સેન્સીટીવીટી."

વનસ્પતિઓમાં આપણી આ ચામડી ઉપર બધી જગ્યાએ હોય, નહિતર આપણું પેલું કહે છે ને, "વિટામિન ડી નહીં બને." એના વગર તો પાછું બહુ લાઈટ ચાલુ કરીને બેસવું પડે. કેટલું બધું એવું આ જે છે તે બંને વસ્તુઓ એ સૂર્યનો પ્રકાશ જેમ જેમ ફેલાતો જાય છે એમ એવી રીતના એ કરે. તો એ બધી વસ્તુઓને એ શું કરે? સેન્સિટાઈઝ કરે છે અને પછી એ બધી શરૂ થાય છે. એટલે એ અર્થમાં એવું કહેવાય છે કે સૂર્ય ગ્રહણ કરે છે. વાસ્તવમાં સૂર્ય કંઈ વનસ્પતિ રસ ગ્રહણ કરી લેતો નથી, પણ એ શોષાઈ જાય છે એની ગરમીને કારણે. શું? વધારે પડતો તાપ પડે, છોડ બળી જાય છે. શું થયું? એનું બધું શોષણ થઈ ગયું. એની જીવનશક્તિ બધી હતી એ જાણે કે ખેંચાઈ ગઈ. પણ ગઈ ક્યાં? સૂર્યમાં? એવું બનતું નથી. સૂર્ય તો પોતાની જગ્યાએ હતો અને સૂર્યને પોતાને એ રસની, એ શોષણતાની કશાની જરૂરત નથી. પણ એવું એપેરન્ટલી આપણને લાગે છે કે જાણે સૂર્યએ બધું ગ્રહણ કરી લીધું, શોષી લીધું બધું.

વાસ્તવમાં એવું કંઈ થતું હોતું નથી. એક કન્ડિશન ઊભી થાય છે કે જેની અંદર એનું રસનું આવી રીતના અવશોષણ થઈ જતું હોય છે.

અગ્નિ દરેક વસ્તુનું ભક્ષણ કરે છે. સામાન્ય ભાવે અહીંયા કહ્યું, "આજની તારીખમાં તો એવી ઘણી વસ્તુઓ બની ચૂકી છે કે જે અગ્નિ પણ ભક્ષણ કરી શકતો નથી." માણસ કેટલો બધો આગળ આગળ વધતો જાય છે, તમે જુઓ. એસબેસ્ટોસનો સૂટ બનાવી દીધો. એની અંદર પહેરીને માણસ ગમે તેટલી આગમાં પણ જઈ શકે છે, એને કશું થતું નથી. હા, એને ઓક્સિજન સિલિન્ડર લઈ જવો પડે જોડે. એક અમુક ટાઈમ સુધી એની અંદર રહી શકે. એટલે ત્યાં પાછું શું છે? ટાઈમ ફેક્ટર આવી ગયું, કન્ડિશન એપ્લાય વાળી વાત આવી જાય છે. તો એવી રીતે અગ્નિ સામાન્ય રીતે અહીં સામાન્ય ભાવે કહેવામાં આવે છે, "દરેક વસ્તુનું શોષણ કરી લે છે, ભક્ષણ કરી લે છે. અગ્નિ બધું જ ભસ્મીભૂત કરી દે છે, બધું બાળે." એવી રીતે યોગી પુરુષ વિષય આદિ ભોગોનો ઉપયોગ ઉપભોગ કરતો હોવા છતાં પણ શુદ્ધ હોવાના કારણે પુણ્ય પાપનો ભાગીદાર બનતો નથી.

અહીં આપણને સીધી સાદી વાત એટલી જ સમજાવવા માંગે છે કે એ કંઈ પણ કરતો હોવા છતાં પણ એ કશાથી લિપ્ત થતો નથી. આટલી જ વાત છે આની અંદર.

જે રીતે ચારે બાજુથી પરિપૂર્ણ હોવા છતાંય અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં જળ પ્રવેશ કરે છે, એવી રીતે યોગી પુરુષ બધા જ વિષય ભોગોમાં રહેવા છતાં પણ અચળ રહે છે. એટલે વસ્તીમાં રહે કે જંગલમાં રહે, ક્યાંય પણ રહે તો એ બસ એ અલિપ્ત જ હોય છે. એને કોઈ સંસાર ભાવ સ્પર્શી શકતો નથી. એટલી વાત અહીંયા આગળ આ કરે છે. એ અચળ હોય છે, એ શાંતિમાં જ હોય છે, શાંતિ મેળવે છે અને વિષય ભોગોની ઈચ્છા કરનાર કામના યુક્ત મનુષ્ય એવી શાંતિ મેળવી શકતો નથી. કોઈપણ પ્રકારની ઈચ્છા થાય એટલે એ અવધૂત ના હોઈ શકે. અવધૂતને ઈચ્છાઓ ના હોય. અવધૂતને કોઈ ઈચ્છા ના હોય એવું જ્યારે સ્થિતિ આવે ત્યારે તો એ અવધૂત બનતો હોય છે. પછી એનામાં ઈચ્છા ના હોય. સહજ વૃત્તિ ઊભી થાય અને એ વૃત્તિ પણ પાછી એને કેવી હોય? તો કે બંધનકર્તા ના હોય. ભૂખ લાગી છે અને શોધે, ખાવાનું મળે તો ઠીક છે, ખાય.

ના મળે તો ના, કંઈ કશો વાંધો નહીં, એમ એને ચાલી જાય. પણ સંસારી માણસ તો ઉધમાત કરે, અહીંથી ઓલપાડ સુધીને જાય, "પણ ભજીયા તો ખઈશ જ કે જ નહીં!" એવી રીતે.

તો સાચી વાત એ છે કે કોઈનો લય પણ કરતો નથી, એ કોઈની ઉત્પત્તિ પણ કરતો નથી, એ કશાથી બંધાયેલો નથી, એ સાધક પણ નથી, એ મુમુક્ષ પણ નથી અને મુક્ત પણ નથી અને કશું જ નથી. એવા પ્રકારની બિલકુલ નિરાલંબ સ્થિતિની અંદર એ જ્યારે હોય તેવાને અવધૂત કહી શકાય. "આ લોક અને પરલોકના કૃત્યોની સિદ્ધિ માટે એમ જ મુક્તિ માટે સૌથી પહેલા મારે ઘણું બધું કરવું અત્યંત આવશ્યક હતું, પરંતુ હવે આ બધું થઈ ગયું છે." બસ એક નક્કી કરી નાખ્યું કે "ઓલરેડી ડન." એવી રીતના એ પ્રમાણે મુખ્ય રૂપે પ્રત્યેક યોગનું અનુસરણ સંધાન કરતાં એ અવધૂત એમાં જ કૃત્ય થતાં હંમેશા લુપ્ત થતો રહે છે. "બધું આ કરવાનું તો આ કરવાનું હતું, આ કરવાનું, પણ એ તો બધું થઈ ગયું કે હવે પતી ગયું. હવે મારે કશું કરવાપણું રહેતું નથી. મારે કશું પણ પ્રાપ્ત કરવાનું પણ નથી. મારે કશું ગુમાવવાનું પણ નથી." આવી જ એની સ્થિતિ થઈ ગઈ છે કે "હું સંપૂર્ણ છું, પરિતૃપ્ત છું, મારામાં જ સંતુષ્ટ છું." એવી સ્થિતિની અંદર છે.

ત્યાં ધ્યાન કરતાં કરતાં એ હંમેશા તૃપ્ત રહેતો હોય છે.

એની જગ્યાએ અજ્ઞાનીજન, જે લોકોને આવું જ્ઞાન નથી, એ લોકો પુત્ર વગેરેની ઈચ્છાથી અત્યંત દુઃખી થઈને આવાગમનના સંસારમાં ફસાયેલા રહેતા હોય છે. કારણ કે ઈચ્છા છે એટલે એને પાછું આવવું પડે. "મારે પુત્ર હોવો જોઈએ." તો કે, "ઓકે, પુત્ર જોવે છે? તું 80 વર્ષનો થયો છે અને હવે તારે પુત્ર જોવે છે? એક કામ કર, એક બીજો જન્મ ત્યાં તું પુત્ર પેદા કરી શકીશ." હવે એ પુત્ર પાછો માનવ પુત્ર બી હોય, ગધેડાનો પણ હોય, કોઈનો પણ હોય, પણ પુત્ર પેદા તું કરીશ. ભગવાન તો આટલું જ કહે, "તારી ઈચ્છા પૂરી થા." શું કહે? "તથાસ્તુ." બીજું આગળ કશું નહીં. હવે એ માનવ બનશે, ઘોડો બનશે, ગધેડો બનશે, શું બનશે? કન્ડિશન અપ્લાય. એના કૃત્યો કેવા છે? એની વૃત્તિઓ કેવી છે? એની ઈચ્છાઓ કેવી છે? એ કઈ બાજુ, કયા બીબામાં ઢળે એવો છે? કેવા પ્રકારના મોડમાં એનું આ બધું સેટિંગ થાય એવું મટીરીયલ છે?

એ પ્રમાણેનું એને બીબુ મળશે, એવું બોડી એને તૈયાર થશે. એવું કીધું એટલે "હું તો પરમ આનંદથી પરિપૂર્ણ છું, તો પછી કઈ ઈચ્છાના કારણે આ સંસારમાં ફરીથી ફસાવું? મારે કશું જ જોઈતું નથી આ સંસારમાં." તો હું આવું જ છું કરવા. કોઈના ઘરે તમે શા માટે જાઓ? કોઈ કારણ હોય તો તમે જાઓ છો, નહીં તો બાજુવાળાને ઘરે પણ તમે એક વર્ષ સુધી જતા નથી. બહુ સીધો હિસાબ. પણ કંઈક કારણ ઊભું થાય છે તો તમારે બાજુવાળાને કોન્ટેક્ટ કરવાની જરૂર પડે. આજકાલ તો

ત્યાં જવાની પણ જરૂર નથી. કોન્ટેક્ટ કરવાની જરૂર પડે, ફોન નંબર શોધી કાઢો અને પછી એના સાથે વાતચીત કરે. ત્યાં જવાની પણ જરૂર રહેતી નથી. જ્યારે અવધૂત એમ કહે કે, "મારે કોઈ ઈચ્છા જ નથી, મારે કોઈ કામના જ નથી, મારે કોઈ વાસના જ નથી, મારે કશું જોઈતું જ નથી, મારે કોઈને કશું આપવાનું નથી, કોઈની પાસેથી કશું લેવાનું નથી. હું આ બધાથી મુક્ત છું, આ બધાથી પરે થઈ ગયો છું અને પરિતૃપ્ત છું. તો હવે આ બધા કામ કરવાના મારે રહેતા નથી."

એટલે જે લોકોને આવી બધી ઈચ્છાઓ હોય, જેને પરલોક ગમનની ઈચ્છા હોય, એ લોકો ભલે બધા આવા કામો કર્યા કરે. પણ હું તો શું છું? તો કે સમસ્ત લોકોનો આત્મા છું. આ બધાયનો આત્મા હું છું, એને ખબર પડી ગઈ. ખબર પડી, એ ગુરુ સૌથી ઉપરના ટોપ મોસ્ટ લેયરમાં છે. "સર્વ લોકમય બની ગયો રહ્યો છું." આત્મા બનો, પરમાત્મા બનો, એટલે તમે શું થયું કે સર્વ લોક તો મારી અંદર સમાવી લીધા. તો પછી હું કોઈપણ કર્મ શા માટે કરું?

જે લોકોને આ વાતનો અધિકાર હોય, એ ભલેને પ્રવચન કર્યા કરે, ચાહે વેદોને ભણાવ્યા કરે. પરંતુ મને તો એનો અધિકાર જ નથી, કારણ કે હું તો નિષ્ક્રિય છું, ક્રિયા રહિત છું. મારું કર્તવ્ય નથી કોઈને ભણાવવું કે ના ભણાવવું. એની ઈચ્છા હશે ત્યારે એનું થશે. આ મારું કર્તવ્ય નથી. મારું કર્તવ્ય શું છે? તો કે આત્મ સ્વરૂપમાં નિરંતર રહેવું. એટલે હું નિંદ્રાની, ભિક્ષાની, સ્નાનની, સૌચની વગેરેની પણ ઈચ્છા રાખતો નથી. સહજ સહજ જે થઈ જાતું હોય તે કરી લે. સ્નાન કરે છે એવો પણ નિયમ નથી. સૌચ પણ એટલે સ્વચ્છ રહે કે ન પણ રહે.

એટલે જે લોકો દ્રષ્ટા સ્તરના હોય, એ લોકો મને જોઈને ભલે ગમે તે કલ્પનાઓ કરે મારા વિશે. હું તો અવધૂત છું, એટલે હું ક્યાં છું? તો કે ત્યાં જ છું. તો મને બીજા કોઈની કલ્પના કરવાથી કોઈ લાભ નથી, એટલે હું કલ્પના કરતો નથી. અન્ય લોકો ચણોઠીની લાલાશને ભલે એમાં અગ્નિને પ્રતિષ્ઠિત કરે, પરંતુ એ અગ્નિની ચણોઠીનો ઢગલો સળગતો નથી. અહીંયા એક વાત એવી કરે છે: ઘણી વખત જંગલમાં એવું જોવામાં આવે કે બહુ ટાઢ વાય તો વાંદરાઓ છે ને તો બધી બહુ જ ચણોઠી ભેગી કરે અને એનો ઢગલો કરે અને એને ફરતે બેસીને તાપે. એક્ચ્યુઅલી એમને તાપ લાગતો નથી, પણ એવું કરવા માત્રથી એ લોકોને એવો અનુભવ આવે છે કે જાણે કે એમની ટાઢ ઉડી ગઈ. તો સંસાર આવો છે એમ કહેવા માંગે.

એટલે કલ્પના ભલે લોકો ગમે તે કરે, મને કોઈ લાભ નથી. એટલે હું આવા કઈ ચણોઠીના ઢગલા કરતો નથી. એટલે કે મારી અંદર સંસારના ધર્મ આરોપિત જ નથી. સંસારની કોઈ બાબત મારી અંદર છે જ નહીં. બધું ઉખાડીને કાઢીને નાખેલું છે, કશું છે જ નહીં. તો હવે હું ભજન બી કોનું કરું? સંસારમાં લોકોએ શું કર્યું કે આ સંસાર અને આ ભગવાન. એટલે હવે બે જુદા પાડ્યા. એટલે સંસારવાળાએ ભગવાનની પૂજા ને ભક્તિ ને અર્ચન ને કીર્તન ને આ ને તે ને બધું કરવાનું, બધા આચારોને બધું ઘડી કાઢ્યા. મને કે કે હું તો આ પણ નહીં ને આ પણ નહીં. મારે બેમાંથી એકેય જોઈતું નથી. હું તો બધું જ છું. સંપૂર્ણતા મેં ઓલરેડી પ્રાપ્ત કરેલી છે. તો હું ગમે તે એક બાજુ શું કરવા જઉં? એટલે મારે ભગવાન જ બની રહેવું છે એવું પણ નથી અને મારે સંસારમાં ખૂપાયેલા રહેવું છે એવું પણ નથી. હું તો આ બંનેથી પર થઈ ગયેલો છું, એવી મારી ઉત્કૃષ્ટ સ્થિતિની અંદર હું જાણું છું.

જે લોકો તત્વને જાણતા નથી, એ ભલે ગમે તે સાંભળે. પણ હું તો જાતે જ તત્વને જાણવા માટે સમર્થ છું. આ સ્વયં પુરુષાર્થની વાત કરે છે કે બીજા લોકો ભલેને જઈને કથા વાર્તા સાંભળે ને એમાં જાણે કે ભાઈ બ્રહ્મ તત્વ આવું હોય, આવું હોય, આવું હોય. પણ અવધૂત પોતાના સ્વપ્રયત્નોથી એ તત્વને જાણવા માટે સમર્થ થઈ ગયો છે. આવી જ રીતે તમે જેમ બેરાશો સાંભળ સાંભળ સાંભળ કરે, પછી ચિંતા, મનન બધું કરતાં કરતાં છેવટે અવધૂત સ્થિતિ આવી જાય. એકદમ જ બસ એવી વાત છે અહીંયા આગળ.

જે લોકો શંકામાં પડ્યા હોય, તે ભલેને મનન કરે. મને તો કોઈ પ્રકારનો સંશય જ નથી કે હું પરબ્રહ્મ છું. તો પછી મારે મનન શેનું કરવાનું? હું છું જ બસ. એકવાર નક્કી થઈ ગયું, તો તમને એક ક્ષણ માત્ર માટે શંકા નથી પડતી કે તમે માનવ નથી, કે તમે અમિત નથી, કે તમે માણસ નથી, કે તમારામાં માનવતા નથી. બોલો, એ જ રીતે એક સ્ટેજ જરા આગળ જઈએ તો તમને ખબર જ છે, શંકા નથી. તો પછી એના કારણે તમારે કોઈપણ મનન કરવાની જરૂરત રહેતી નથી.

જેવી રીતે વિપરીત જ્ઞાન થયું હોય, એ લોકોને નિદિધ્યાસન કરવું પડે. જે લોકોને અવળું જ્ઞાન થયું, સંસારનું જ્ઞાન થયું હોય, એ લોકોને આત્માનું જ્ઞાન કરવું પડે. હું તો કે એમાં છું જ નહીં. જ્યાં વિપર્યાસ જ નથી, ત્યાં ધ્યાનની જરૂરત જ નથી. હું પ્રથમથી જ એની અંદર છું. મને ખબર જ છે કે હું આત્મા છું. હું ક્યારેય આત્મા નથી એવી મને શંકા પડી જ નહોતી. એટલે મારે હવે નિધિધ્યાસનની પણ જરૂરત રહેતી નથી. સાહજિકતાની વાત છે, સ્વાભાવિકતા આખી એની અંદર. શરીરને આત્મા માની લેવાનો વિપરયાસ મને થતો નથી. આ દેહ છે તે આત્મા છે એવું મને ક્યારેય થયું જ નથી. એને કારણે મારે નિધિધ્યાસન કરવાની જરૂરત રહેતી નથી.

મતલબ કોને જરૂર છે? તો કે જેને આવો પહેલા દેહનો ધ્યાસ હતો કે આ દેહ છે તે આત્મા છે, આ દેહ છે તે આત્માને લીધે જીવતો છે. આવું બધું વિચારેલું છે જે માણસે, તેને નિધિધ્યાસનની જરૂર પડે. હું તો પહેલેથી જ જાણું છું કે હું જ પરબ્રહ્મ છું. એટલે હવે મારે આ બધામાં ઊંડે ઉતરવાની જરૂરત રહેતી નથી. હું મનુષ્ય છું એ રીતનો વ્યવહાર પણ વિપરીત જ્ઞાન વગર થતો નથી. આ બી વાત છે કે હું પરબ્રહ્મ છું. હવે હું મનુષ્ય છું એ જો થાય તો એ પણ વિપર્યાસ જ છે ને? વિપરીત જ્ઞાન છે. કારણ કે વાસ્તવિકતા શું છે? હું પરમબ્રહ્મ છું. અને હવે હું શું જ્ઞાન?

પ્રાપ્ત કરું છું તો કે હું મનુષ્ય છું. તો આવી પર્યાસ, એટલે આવું લાંબા સમય સુધી થયેલાના કારણે જ આ બાબત ઊભી થાય છે. હવે વાસના મુક્તિનો ઉપાય પણ અહીંયા આગળ જ સમાયેલો છે કે તમે "હું મનુષ્ય છું" એ વાત છોડી દો, "હું દેહ છું" એ વાત તમે છોડી દો. લાંબા સમય સુધી "હું તમે પરબ્રહ્મ છું" એમ જ રાખો, એટલે તમારું પાછું જે અવળું થયું હતું તે પાછું સીધું થઈ જશે અને તમે તમારા મૂળ સ્વરૂપની અંદર આવી જશો.

પ્રારબ્ધ કર્મનો નાશ થયેથી જ આ વ્યવહાર નિવર્તિત, એટલે કે બંધ થાય છે. પણ પ્રારબ્ધ કર્મનો નાશ થયો ન હોય ત્યાં સુધી હજારો વાર ચિંતન કર્યા પછી પણ એ વ્યવહાર શાંત થતો નથી. અહીંયા આગળ પ્રારબ્ધ કર્મની વાત કરી. એનાથી આગળ આપણે સમજી ચૂક્યા છીએ કે પ્રારબ્ધ અને આ બધી વાતો કોના માટે છે? જેને સંસાર ભાવ પેદા થયેલો હતો તેવા બધા લોકોએ કર્મને આધીન હતા, એવા લોકો માટે આ સમજાવટ કરવા માટે આખું ઊભું કરવામાં આવેલી બાબત છે. વાસ્તવિકતા આ નથી, એટલે પ્રારબ્ધ જેવું કાંઈ પણ હોતું નથી. અને એ પ્રારબ્ધ કર્મ જે કોઈ હોય તે પણ "હું ભોગવતો" એ સહજ સ્વાભાવિક એ સ્થિતિમાંથી નીકળી જશે, પણ એ એને એવું નામ આપતો નથી.

વ્યવહાર કરવાની ઈચ્છા હોય તો તમારી ઈચ્છા અનુસાર ધ્યાન કરો, પણ મારી દ્રષ્ટિમાં તો કર્મનો કોઈ વ્યવહાર જ નથી. તો હું ધ્યાન પણ શા માટે કરું? કે કોઈ કર્મને જાણતા જ નથી, માનતા જ નથી, કશું નથી, એટલે ધ્યાન પણ ના કરે, ચિંતન પણ ના કરે. અને કરવું હોય તો કરે, એટલી બધી સ્વતંત્રતા. "મને વિક્ષેપ અથવા ચિત્તની અસ્થિરતા થતી જ નથી." જેને અસ્થિરતા થઈ હોય એને ચિત્તની સ્થિરતા કરવી પડે, એટલે મને સમાધિની જરૂર પણ પડતી નથી. જો કેટલી દ્રઢતા થઈ ગઈ છે કે સમાધિની પણ જરૂર નથી! આ મન જ્યારે વિકારગ્રસ્ત થાય ત્યારે જ ચિત્ત અસ્થિર બને છે. અહીં વાત આપી કે ચિત્તની અસ્થિરતાનું કારણ શું છે? તો કે મનની અંદર વિકાર થાય છે. મનમાં વિકાર ઊભો થવાના કારણે ચિત્ત અસ્થિર બને છે. એની દવા તરીકે શું કરે? તો કે તમને સમાધિની આવશ્યકતાની જરૂર પડે છે, એટલા માટે તમારે સમાધિ કરવા બેસવું પડે છે.

"પણ હું ત્યાં નિત્ય અનુભવ રૂપ જ છું, એમાંથી બહાર આવ્યું જ નથી." એટલે અવધૂત સ્થિતિ છે ને, એ તો બહુ ઉચ્ચ કક્ષાની જેને કહેવાય, સાધના પૂરી થઈ ગયા પછી, અનુભવ થઈ ગયા પછી, અતિશય દ્રઢતા થઈ ગયા પછી જે તુર્યાતીત વાળી જે સ્થિતિ છે તેની આ વાત છે. અને એમાં જ નિરંતર રહ્યા કરતો હોય એવા બધાના માટે આ વાત નથી. એટલે એ કહે છે કે "સમાધિમાં મને બીજો શું અનુભવ થવાનો હતો? તો હું વળી પાછું એ કરવા બેસું? મારે જે જે કરવાનું છે, મેં બધું જે કર્યું છે, મેળવવાનું છે તે બધું પ્રાપ્ત કરતો રહ્યો છું. એને કારણે લૌકિક, શાસ્ત્રીય કે બીજી કોઈ જાતનો વ્યવહાર મારે શા માટે કરવો પડે?" એ તો વ્યવહાર મુક્ત થઈ ગયો છે સંપૂર્ણપણે. "હવે મારે શું કરવા ફરી કોકને ચાલુ કરવા જવું પડે કે ભાઈ તારા છોકરાને લગન છે, લે આ ચાલુ." મારા એની પાસે રૂપિયા બી ના હોય.

અઢળક લક્ષ્મી છે, દૈવી સંપત્તિ છે. પણ એ આ બધા વ્યવહારમાં પડતો નથી. કોક આવે ને કોઈ એને કહે કે આ આશીર્વાદ આપે, તો એ તો પેલો ધનવાન થઈ જાય, એકદમ પુત્રવાન થઈ જાય. કેટલો બધો પાવર છે એની પાસે! એની પાસે સંપૂર્ણતાની, એટલે એમાંથી બહાર નીકળી જાય. કોઈપણ વાતની લાલચ કે લિપ્ત થતા નથી. કંઈક મેળવવું હોય તો કંઈક આપે ને, એટલે એ વાત અહીંયા આગળ કરી દે છે.

"સહજ પ્રાકૃતિક ઢંગ દ્વારા જે કંઈ થાય છે તેમાં જ મગ્ન રત રહું છું." જોયું, કુદરતી રચના? તો કે એનું સંપૂર્ણ પાલન હું કરું છું કે આ બધું કુદરતી રચના છે, કોઈ કરતા નથી અને હું કંઈ કરતો નથી. અથવા "હું કૃત કૃત્ય, એટલે પૂર્ણ કામ છું. છતાં પણ સાધારણ લોકો પર કૃપા કરવાની ઈચ્છાથી અગર શાસ્ત્ર આજ્ઞા અનુસાર હું ચાલુ છું તો મને શું નુકસાન છે?" કોક વખતે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચોપડીમાં લખેલું છે જે પ્રમાણ જો કદાચ કરી બી બેઠો તો મને શું નુકસાન છે એની અંદર? "મને કોઈ બાંધી શકે નહીં." ટૂંકમાં એ એમ અવધૂત પોતાની સ્થિતિ ક્લિયર કરતાં કરતાં સમજાવે છે.

પછી કહે છે, "દેવતાઓની સ્તુતિ, અર્ચના, સ્નાન, સૌચ, ભિક્ષા, આ બધી ચીજોમાં શરીર ભલે જોડાયેલું રહે. વાણી ઓમકાર રૂપી પ્રણવને ભલે જપતી રહે. ઉપનિષદોનો પાઠ ભલે થયા કરતો હોય. બુદ્ધિ હંમેશા ભલે ભગવાન વિષ્ણુનું ચિંતન કર્યા કરતી હોય અથવા તો તેમાં જ લીન રહેતી હોય, પણ હું તો માત્ર સાક્ષી રૂપ જ છું. હું તો કેવળ પરમાત્મા છું. હું તો બસ બધું જોઉં છું અને જાણું છું." એટલો બધો અલિપ્ત થઈ ગયેલો છે. એટલે આમાંથી કોઈ પણ કામ ક્યારેય હું તો કરતો જ નથી કે કરાવતો પણ નથી. "અને કૃત કૃત્ય હોવાથી હું સંપૂર્ણ તૃપ્ત છું. મારે જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું તે બધું મેં મેળવી લીધું છે. અને આવી તૃપ્તિને કારણે હું હંમેશા મારી અંદર જ સંપૂર્ણતા અનુભવું છું. હું ધન્ય છું, હું ધન્ય છું કારણ કે હું નિત્ય અવિનાશી પોતાના આત્મ તત્વને સહજ રૂપે જાણું છું."

આ બધું કેમ છે એ વાત હવે કરે છે કે આ બધું મને કેમ લાગુ નથી પડતી? "Why conditions do not apply?" એ અહીંયા કીધું કે "હું ધન્ય છું. મને બ્રહ્મનો આનંદ સ્પષ્ટ રૂપે ચોખ્ખો પ્રકાશ પ્રદાન કરે છે. હું સ્વયં બ્રહ્મ સ્વરૂપ છું. મને ખબર છે, મને ખાતરી છે." હવે આગળ કહે છે, "હું ધન્ય છું, હું ધન્ય છું કારણ કે હું હવે આ નાશવંત સંસારનું દુઃખ જરા પણ જોતો નથી." સંસાર નાશવંત છે એને ખબર પડી ગઈ છે, એટલે એનું દરેક દુઃખ જે છે તેને પણ હું જોતો નથી. એને દુઃખ રૂપે પણ જોતો નથી, સંસારને પણ જોતો નથી કારણ કે નાશવંત છે. આ જોવું કે આ જોવું કે આનો એન્ડ છે અને પેલાનો એન્ડ છે, મારે તો આ કંઈ જોવું જ નથી કે સંસાર જોતો જ નથી. "હું ધન્ય છું કારણ કે મારે હવે કંઈ પણ કરવાનું બાકી નથી."

નથી. હું ધન્ય છું, કારણ કે મારે જે કાંઈ મેળવવાનું હતું તે બધું જ પહેલેથી મેં મેળવી લીધેલું જોયું, પહેલેથી જ પ્રાપ્ત કરી લીધું છે. આપણે બધા પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત કરેલું છે તેને પ્રાપ્ત કરવા પ્રબળ પુરુષાર્થ કરી રહ્યા છે. જ્યારે એ એમ કહે છે કે મેં તો પહેલેથી પ્રાપ્ત કરેલું છે, જે વસ્તુને મારે તમે ફાંફા મારી રહ્યા છો, કારણ કે મને ખબર હતી કે આ હું જ છું. મેં તો એ પ્રાપ્ત કરી લીધું. હું ધન્ય છું. મારી તૃપ્તિની શું આ લોકમાં કોઈ ઉપમા છે? કોઈ મારા જેવું ના હોઈ શકે ને, આટલી બધી તૃપ્તિ થઈ ગઈ હોય એટલે હું વારંવાર ધન્ય છું.

ઓહો પુણ્ય! આ પુણ્યની સફળતા દ્રઢતા પૂર્વક ફળીભૂત થઈ છે. કોક બધું પુણ્ય જે છે તે બધું એકદમ થયું. દાદા બી કહેતા હતા કે કરોડો જન્મની, કોટી જન્મોની પુણ્ય જ્યારે, પુણ્યાબંધી પુણ્ય જ્યારે પાકી ગઈ હોય તમારી અને તે પણ મનુષ્ય જન્મની અંદર, ત્યારે તમને કોઈ જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય, નું સાનિધ્ય પ્રાપ્ત થાય, ત્યાં સુધી ના થાય. એટલે નક્કી માનો કે તમે ધન્ય છો. હું પણ ધન્ય છું. આપણે સૌ ધન્ય છીએ. અહીં આ પુણ્યની સફળતા દ્રઢતા પૂર્વક ફળીભૂત થઈ ગઈ છે. એનું ફળ આવી ગયું છે, એટલા માટે આપણે આ બધું આ અનુભવ કરી રહ્યા છીએ.

ઓહો જ્ઞાન! ઓહો જ્ઞાન! ઓહો સુખ! ઓહો સુખ! ઓહો શાસ્ત્ર! હા, બધું અંદર જે લખેલું, કેવું અદભુત એમ કે! ઓહો ગુરુ! ગુરુ વાસ્તવમાં સફળ પણ હોવાના કારણે આ બધા ધન્યવાદને પાત્ર છો કે આ જે કઈ જગ્યાએ હું પહોંચ્યો છું, કોક કાલે તમે બધા પણ મારી એની સહાયમાં હતા. આવી રીતે જે કોઈ મનુષ્ય આ ઉપનિષદનો પાઠ કરે, તે કૃતકૃત્ય થઈ જાય છે.

છેલ્લો પેરેગ્રાફ બહુ અગત્યનો. દારૂ પીનાર, સોનાની ચોરી કરનાર, આ બ્રહ્મ હત્યા કરનાર, કાર્ય અથવા અકાર્ય કરનાર પણ આનો જો ભાવનાપૂર્વક પાઠ કરે તો એ પવિત્ર બની જાય છે. એ બધા કર્મોથી મુક્ત થવા માંડે છે, કારણ કે એને શું પકડ્યું? "હું ધન્ય છું!" એને શું પકડ્યું? "હું અવધૂત છું!" કશું સંસારની અંદર જે કંઈ છે તેનાથી હું લિપ્ત થતો જ નથી. એને ઉચ્ચ જેને કહેવાય એવા પ્રિન્સિપલો પકડવા માંડ્યા છે, એટલે એક દિવસે એવા આ બધાથી છૂટીને પવિત્ર સો ટકા બની જશે. એટલે આ પાઠ કરવાથી પવિત્ર થઈ જાય છે મનુષ્ય.

આ રીતનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપરાંત પોતાની ઈચ્છા અનુસાર આત્મપ્રેરણાથી જ શ્રેષ્ઠતાને પ્રવૃત્ત, પવિત્રતાની દિશામાં પ્રવૃત્ત થઈ જાય છે, એવું આ ઉપનિષદ કહે છે. એટલે આ ઉપનિષદનું ચિંતન કરવા માત્રથી વ્યક્તિ એ દિશામાં વળી જઈ શકે, એટલું બધું પાવરફુલ એવું આ છે. એના પર આપણે વર્ક કરવું જોઈએ.

ઓમ જ સત્ય છે, એટલે કે બ્રહ્મ જ સત્ય છે, એવું આ ઉપનિષદ કહે છે. આખા ઉપનિષદનું છેલ્લી લીટીની અંદર, છેલ્લા શબ્દની અંદર બધું જ કહી દીધું. આ બધુંય કોના વિશે હતું? તો કે "ઓમ સત્ય છે, બ્રહ્મ છે, ઓમ જ બ્રહ્મ છે." બસ, આટલું કહી દીધું. બધું જ આવી ગયું એની અંદર, બધું પૂરું થઈ ગયું. એટલે આ જેને ખબર પડી ગઈ તે આ બધાથી મુક્ત છે. અને પછી એના આવા લક્ષણો છે અને આવું બધું છે ને એવું બધું આગળ પહેલા કહી દીધું. ઉપનિષદ કેટલું છે? "ઓમ એટલે કે બ્રહ્મ સત્ય છે." ઉપનિષદ આટલું જ સમજાયું. જય સચ્ચિદાનંદ જય. હવે અહીંયા આગળે એવા...

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.