અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૪. આત્મપૂજોપનિષદ્

વિડિયો ૭

લેખ ૫ / ૧૪૯ · 8 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

હું ધન્ય છું એ ભાવ જે અનુભવવો હોય, ત્યાં સુધી પહોંચવા માટે તમારે આત્મપૂજાની જરૂર પડવાની છે. એવી આત્મપૂજા કેવી રીતે થઈ શકે તે આત્મપૂજા ઉપનિષદમાં અહીં કહેવામાં આવેલું છે. એમાં જુદા જુદા ક્રિયાકલાપો જે જીવનની અંદર આપણા હોય છે, તે બધાને જ પૂજા અને આરાધના બનાવી દેવાની કુશળતાપૂર્વક સમજાવવામાં આવ્યું છે. એનાથી મોક્ષ પ્રાપ્તિનો કલ્યાણકારી માર્ગ પણ પ્રશસ્ત થાય છે. એટલે કરવું નહીં, પણ કરવા પાછળનો ભાવ મહત્વનો છે એ વાત અહીં આગળ આપણને સારી રીતે સમજાવે છે.

એ આત્મતત્વનું સતત ચિંતન એ જ એનું ધ્યાન છે. ધ્યાન અલગથી બેસીને કરવું એને ધ્યાન કહેવાય એવું નથી કહેતા, પણ જ્યારે જ્યારે પણ હું આત્મચિંતન કરું, આત્મા વિશે કંઈ પણ વિચાર કરું, તો એને તું ભગવાન, તું એને ધ્યાન ગણી લેજે. એમ જે પ્રાર્થના કરે છે એવા પ્રકારની અહીંયા આગળ વાત છે. હવે આ ભગવાન કોઈ બીજું નથી, બહાર નથી, એ પોતે જ છે પાછો. એના હૃદયની અંદર જે બેઠેલો છે અને એ જાણી રહ્યો છે, જોઈ રહ્યો છે, બધું અનુભવી રહ્યો છે અને છતાંય કશું કરતો નથી અત્યાર સુધી. તે તો તેને બધા જ કર્મોનું નિરાકરણ જ આવાહન છે. સર્વ અવસ્થા સમાધિ અને સમભાવે નિકાલ બધા કર્મોનો એ એનું આરાધન છે, એ એનું આવાહન છે. જ્યારે હું બધા કર્મો જે કાંઈ છે એ જેવી રીતના પણ થઈ રહ્યું છે તે બધું સમાધાન, સમાધાન, સમાધાન બધાનું થયા કરું એવા ભાવમાં આવું છું, ત્યારે હું શું કરું છું?

તો કે ઓપનિંગ કરું છું, કોનું આવાહન કરું છું? કોનું? તો કે પરબ્રહ્મનું કરું છું.

અવિચળ જ્ઞાન જ તેનું આસન છે. આસન હંમેશા કેવું કહે છે કે અડગ હોવું જોઈએ. તો કે અવિચળ જ્ઞાન. જ્ઞાન કેવું? ચળ વિચળ થાય એવું નહીં, ઘડીમાં ઘડીકમાં ઘડીકમાં એવું નહીં. એકવાર નક્કી થઈ ગયું કે આ આટલું આવું આમ બસ આટલું જ જ્ઞાન છે, તો એના પર બેસી જવાનું. એટલે એને આસન કહેવાય. પછી હાલવાનું નહીં. એ આસન પર બેઠા એટલે બેઠા. એવું નહીં કે આપણે પદ્માસન કરવાનું છે. એવું પણ નહીં કે બધા કેટલાય બધા આસનોની બધી વાત કરેલી છે. પછી મૃગચર્મ બિછાડવાનું અને પછી વાઘનું ચામડું લાઈન ઉપર બેસવાનું, સિંહનું ચામડું લાઈન. આ બધા આસનોની વાત અહીંયા આગળ થતી. અહીંયા આગળ કયું આસન કીધું છે આપણને? અવિચળ જ્ઞાનમાં રહેવું એને જ આસન કહેવાય. બસ આટલું યાદ રાખવાનું અને એમાં જ બેસી રહેવાનું. હવે તમે આસન પર જ બેઠા છો તો આસન સિદ્ધિ થશે ને? પેલા આસન પર બેસો, ત્રણ કલાકે સિદ્ધિ થઈ જાય છે.

તમને આ આસનમાં અવિચળ રહેવાનું કીધું છે, તો પછી તમારે સિદ્ધિ થઈ જશે ને? સીધી વાત છે. એનાથી પછી કંઈ પ્રાપ્ત કરવાનું છે એટલા માટે સિદ્ધિ કરવાની છે એવી વાત નથી, પણ એક ટાઈમ પછી એ જેને કહેવાય કે ક્યોરીંગ થઈ જશે, મેચ્યોરીટી આવી જશે, સેટ થઈ જશે. સિમેન્ટ બી હોય તો કે દોઢ કલાક સુધી જો એને એમને એમ રાખ્યો હોય, હલાઈ હલાઈ ના કરીએ એક વખત પાથર્યા પછી, તો જેમ સેટ થઈ જાય દોઢ કલાકે, એવી રીતે આ તમારે અવિચળ જ્ઞાનની અંદર રહેવું અને અવિચળ જ્ઞાનમાં તમે રહેશો એટલે એ સેટ થઈ જશે અને એને આસન કહેવાય.

એ આત્મ તત્વ પ્રત્યે હંમેશા ઉન્મુખ રહેવું. ઉન્મુખ રહેવું એટલે આત્મા, આત્માને વિશે, આત્માને જ્યાં પણ હોય ત્યાં તેના પ્રત્યે આપણે આમ અહોભાવ અને ઉન્મુખતા કે એના જ વિશે સાંભળવું છે, એના જ વિશે જાણવું છે, એના જ વિશે બધું કંઈ કહેવું છે, કરવું છે. જે કંઈ કરવું છે તે બધું એના માટે છે. તો એ એવી જે વાત છે તેને શું કહેવામાં આવે છે? તો કે એ જ પાદ્ય છે. "એતત્ પાદ્યં સમર્પયામિ." કે ચરણ આપણે જ્યારે કોઈને ધોઈએ છીએ તેને પાદ્ય કહેવામાં આવે છે. એ હંમેશનો એના તરફનો મનોયોગ જ એને અર્ગ્ય આપ્યો છે તેના બરાબર છે. સૂર્યને આપણે જેમ અર્ગ્ય આપીએ છીએ, દૂરથી આપણે આવી રીતના પાણીને એ બધું કરીને આપણે આમ આપીએ છીએ, જળ અર્પણ કરીએ એને અર્ગ્ય કર્યો કહેવાય. આવી રીતના આપણે પાણી, જળ ચડાવીએ એ પણ અર્ગ્ય કર્યો કહેવાય. અહો ભાવથી આપણે જળ અર્પણ કરીએ સૂર્યને ત્યાં આગળ આવી રીતના, તો એ મનોયોગ એ જ અર્ગ્ય છે.

"ત્વમેવ કેવલં કર્તાસિ, ત્વમેવ કેવલં ધર્તાસિ, ત્વમેવ કેવલં હર્તાસિ, ત્વમેવ સર્વ ખલવિદમ બ્રહ્માસી, ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ ઋતમ વચમી સત્યમ વચમી. અવ ત્વં મામ્, અવ વક્તારમ્, અવ શ્રોતારમ્, અવ દાતારમ્, અવ ધાતારમ્, અવાનૂચાનમવ શિષ્યમ્, અવ પશ્ચાત્તાત્, અવ પુરસ્તાત્, અવોત્તરાત્તાત્, અવ દક્ષિણાત્તાત્, અવ ચોર્ધ્વાત્તાત્, અવાધરાત્તાત્, સર્વતો માં પાહિ પાહિ સમંતાત્. ત્વમ વાંગમય, ત્વમ ચિન્મય, ત્વમ બ્રહ્મય, ત્વમ આનંદમય, ત્વમ સચ્ચિદાનંદાદિત્યો સિત્યમ પ્રત્યક્ષમ બ્રહ્માસી. ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયસી. સર્વં જગદિદં ત્વત્તો જાયતે, સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ, સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ, સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ. ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભ:, ત્વં ચત્વારિ વાક્પદાનિ. ત્વમ અવસ્થા ત્રાયતીતમ, ત્વમ ગુણત્રાયાધિતમ, ત્વમ દેહત્રાધિતમ, ત્વમ કાલત્રયાધિતમ.

ત્વમ મૂલાધાર સ્થિતોષી નિત્યમ, ત્વમ શક્તિ ત્રયાત્મકમ. ત્વમ યોગીનો ધ્યાયંતી નિત્યમ. ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વં ઇન્દ્રસ્ત્વં અગ્નિસ્ત્વં વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચંદ્રમાસ્ત્વં. બ્રહ્મ ભૂપૂર્વ સ્વરૂપ ગણાદી પૂર્વ મુચ્ચાર્યમ વર્ણાદિત તદનંતરમ અનુસ્વાર પરતરમ અર્ધેન દુલસિતમ તારે રુદ્ધમિત તત્વમ મનુસ્વરૂપમ ગગાર પૂર્વ રૂપમ અકારો મધ્યમ રૂપમ અનુસ્વાર શાંત રૂપમ બિંદુ રુત રૂપમ નાદમ સંધાનમ સહિસા ગણેશ વિદ્યા ગણક ઋષિની ગાયત્રી ગન ગણપતિ દેવતા ૐ ગં ગણપતયે નમઃ, એકદંતાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તિઃ પ્રચોદયાત્. એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્, રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્, રક્તં લંબોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્. રક્ત ગંધાનુ લિપ્તાંગમ રક્ત પુષ્પે સુપોદિતમ ભક્તાનુકંપિનમ દેવાનું જગત કારણ મચ્છુતમ આવિર્ભૂતચ."

સૃષ્ટિ યાદો પ્રકૃતિ પુરુષાત પરમ એવમ ધ્યાતિ યો નિત્યમ સહયોગી યોગીના વ્રત નમો વ્રાતપતે નમો ગણપતે નમો પ્રમતપતે નમસ્તેસ્તુ લંબોદરાય એકદંતાય વિઘ્ન નાશીને શિવસુતાય શ્રી વરદૂર્તયે નમઃ ૐ.

આ જે ભાવ છે આખો, આમ આવિર્ભાવ થાય અને બસ આમ એવી રીતના એની પૂજા, એની પ્રાર્થના, એનું ચિંતન સતત બસ એમાંને એમાં, એમાંને એમાં જ. એનાથી બહાર જ નથી નીકળવાનું. તો બસ એવું ઉન્મુખ રહેવું એને કહેવાય. એ એનો પાદ છે. એના તમે ચરણ સેવા કરી રહ્યા છો એમ કહેવા માગું છું. જ્યારે તમે સતત આવા ભાવની અંદર રહો છો ત્યારે તમને એનો પાદ્ય આવી રીતના મળે છે.

હંમેશનો એના તરફનો મનોયોગ એ જ તમારું મન નિરંતર એની અંદર છે. એ એને અર્ગ્ય આપ્યા બરાબર છે. જે અર્ગ્ય આપે છે સૂર્ય, એ અને આ બે ઇક્વિવેલેન્ટ છે એમ છે. નિરંતર આત્માની દીપ્તિ જ આચમન છે. આત્માની દીપ્તિ જ આચમન એટલે આત્મા વિશે નિરંતર તમે વિચાર કર્યા કરો છો, એ એને આચમન આપ્યા બરાબર છે. આચમન આપીએ આપણે કોઈક આવે એટલે સૌથી પહેલા આપણે.

શ્રેષ્ઠતાની પ્રાપ્તિ એ જ એનું સ્નાન છે. શ્રેષ્ઠતાની પ્રાપ્તિ કરો. સર્વાત્મક દ્રશ્યનો વિલય એ જ એની ગંધ છે. કોઈ જગ્યાએથી કશું પણ ગ્રહણ જ નહીં કરવાનું, એ જ એની ગંધ છે. બિલકુલ રિવર્સ વાત કરી દીધી. વિશિષ્ટ નેત્ર જ અક્ષત છે. એટલે આંતર નેત્રથી જ બધું જોવાનું, એ અક્ષત સમાન છે. એને ચોખા ચડાવ્યા બરાબર છે.

ચિત્ત એટલે ચૈતન્ય, એની દીપ્તિ જ પુષ્પ છે. તમારા ચિત્તને નિરંતર તમે પરમાત્મામાં લગાડેલું રાખો, બીજે ક્યાંય જવા ના દેતા. બસ આ પરમાત્મા દેખાયું. "જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે." વળી પાછી એમ દેખાય કે આ શ્રીદેવીના ત્યાંથી પાછું ઉપાડીને અહીં મૂકવાનું કે "જય જગદીશ હરે." કે આને ને આને કોઈ લેવાદેવા નથી અને એની અંદર પણ આ જ છે, એવું કરીને વળી પાછું ચિત્તને ગોળ ગોળ ફેરવીને ત્યાં પણ એની પૂજા, પ્રાર્થના, ભક્તિ કરી, એનામાં દિવ્યતા પ્રગટાવીને પાછા નીકળી જવાનું એ વાત છે કે હું ભલે મરે એ ત્યાં દેખાય, પણ બરાબર. પણ તું છે ને, તો કે પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. એમ કરીને ગોળ ગોળ ફરીને તેની પૂજા, પ્રાર્થના બધું કરીને પાછું ચિત્તને કહેવાનું કે હવે તું પાછી ફરી મૂળ જગ્યાએ તારી આવી જજે.

તો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી પાછો એક બહુ સરસ વાત કહે છે. શું કહે છે? આવશે એટલે કહું હમણાં. આત્મતત્વનો સૂર્યાત્મક ત્વજ દીપક છે. પૂર્ણ ચંદ્ર અને એના અમૃત રૂપી રસનું એકીકરણ એ જ નૈવેદ્ય છે. એની સુનિયોજિત ગતિશીલતા જ પ્રદક્ષિણા છે. આ કુદરતી રચના છે ને, તે એની પ્રદક્ષિણા છે ભાઈ, એમ તમારે સમજવાનું છે. એની પ્રદક્ષિણા છે. આ પરમાત્મા પોતે જ બસ આમ પોતાની પ્રદક્ષિણા ફરી રહ્યો છે, બીજું કંઈ થતું નથી.

એટલો બધો ઉત્કૃષ્ટતાનો ભાવ છે કે આજે હવે એમાં હું કોઈ ડિસ્ટર્બન્સ લાવીશ? ડખોડ દખલ કરીશ? શું કરીશ? મારે કોઈ ચેન્જીસ લાવવા છે? મોડીફીકેશન કરવું છે? શેના માટે ભાઈ? તું પ્રદક્ષિણા ચાલુ છે એમાં ગડબડ શું કરવા કરે છે? વાત આવી ને એ કીધું છે. હવે એના સોહમ એટલે કે "હું એ બ્રહ્મ છું," એ જે ભાવ છે તે નમન છે. તમે અંદર આવી રીતના સોહમ જે ભાવ કરો છો, એ તમે એને સીધા પહોંચાડો છો, બારોબાર સીધું સીધું એને નમન કરી રહ્યા છો તમે.

એક વખત ફિટ કરી દો, નક્કી કરી દો. આ રીતે પરિપૂર્ણ રાજયોગીનો સર્વાત્મક પૂજા ઉપચાર જ એ આત્મતત્વનો આધાર છે. "જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે હું તુજને નિહાળું. જ્યાં જ્યાં મુકું મસ્તકમ ગુરુવા, ત્યાં ત્યાં પદ્મમ તારા જ સોહે." એવો પરિપૂર્ણ બ્રહ્મ છું એવો ભાવ રાખવાથી જ મુમુક્ષુઓ એટલે કે મોક્ષની ઈચ્છા ધરાવનારાઓની મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા સિદ્ધ થાય છે, એવું આ ઉપનિષદ કહે છે. એનું તત્વનું જ્ઞાન આપણને આવી સમજ આપે છે.

ૐ તત્સ બ્રહ્માર્પણમસ્તુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. આજનું કાર્ય અહીંયા પૂરું કરીએ. જય.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.