અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૭

વિડિયો ૪૭

લેખ ૪૪ / ૧૪૯ · 18 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

એમાં જો તમે માનસિક રીતે પેસી જશો, તો તમે આકાશગમન કરવા માનશો. આકાશગમન જ થયું ને? પણ આકાશમાં એકવાર પેઠા એટલે પેઠા. હવે તમે અહીંથી આકાશમાં પેસશો કે ત્યાંથી પેસશો, રસ્તા તો બધાય એક જ. એક વખતે એક જગ્યાએથી એક વસ્તુ કરતા આવડી જશે એટલે તમે પછી બધેથી એ બધી વસ્તુઓ કરી શકશો. આ પ્રમાણે જુદા જુદા સ્થાનોમાં સંયમ કરવાથી તે સ્થાનની વિભિન્ન સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે.

પણ જે બ્રહ્મ છે, મારી સમજણ તમને કહું, જે બધે જ છે, વ્યાપક છે, અનંત છે, શાશ્વત છે, અવિનાશી છે, અનાસક્ત છે, અસંગ છે, અવિનાશી છે, એવા બ્રહ્મ પર જ હું સંયમ કરું છું, બીજે ક્યાંય કરતો નથી. જે બ્રહ્મ છે તે બધું જ હું છું અને એનું જ મારે જ્ઞાન જોઈએ છે. બ્રહ્મ બધે છે, તો બધું જ જ્ઞાન મને આપવાનો જ છે અને બધું કરવાનું જ છે. એટલા માટે હવે સ્થિરતાપૂર્વક ફક્ત બ્રહ્મ પર જ આપણે બેસવાનું, બીજું કાંઈ કરવાનું નથી. અને એકવાર બોલ્યા આપણે કે "હું બ્રહ્મ છું", બસ પછી હવે એની અંદર જ આપણે સતત રહેવાનું, નિષ્ઠાપૂર્વક ત્યાં જ વારે વારે. બસ આ જ બાબત સાચી, બાકી બધું ખોટું. તો એ થયું જ્ઞાન અને અજ્ઞાન. "હું બ્રહ્મ છું" એ જ્ઞાન થઈ ગયું. "અહમ બ્રહ્માસ્મિ", "અહમ બ્રહ્મ", બસ આટલું જ પકડી રાખોને. બાકી બધું તો કે અજ્ઞાન. એ અજ્ઞાન છે, એ પણ જ્ઞાન છે, પણ આપણે એની જરૂર નથી.

આપણે આની જરૂર નથી. આખાએ આટલા બધા જ્ઞાનની અંદર આટલું અમથું અજ્ઞાન છે. વાસ્તવમાં કેટલું? મોટા શર્ટની અંદર પડેલો ડાઘો કે તમારી જર્સીમાં આટલો રહેલો આટલો નાનો સિમ્બોલ, એટલું જ અજ્ઞાન છે. અજ્ઞાન અનંત નથી, યાદ રાખો. જ્ઞાન અનંતા અનંત છે, જ્ઞાનનો પાર નથી આવતો. અજ્ઞાનનો તો પાર આવે જ છે, કારણ કે અસત છે. સમજાયું? ગભરાવવાની જરૂર નથી. એમ આગે બળો, એક નિષ્ઠાપૂર્વક આગળ વધો. આજે ને કાલે દૂર થવાનું જ છે એને, થઈ જ છૂટકો. કેમ? તો કે હું એને જ્ઞાનને "બ્રહ્મ છું, બ્રહ્મ છું, હું બ્રહ્મ છું" ઘસ ઘસ કરીશ એટલે ડાઘો જતું જ રહેવાનો છે અજ્ઞાનને. સમજાયું? "હું બ્રહ્મ છું, હું ધન્ય છું, હું બ્રહ્મ છું", આપણે એ ભાવમાં સતત રહેવાનું, નિરંતર. બાકી જે ચાલ્યા કરે છે, જે થઈ રહ્યું છે, બધું કશું નોંધપાત્ર કશું છે નહીં. લેવા જેવી નોંધ ફક્ત કોની?

તો કે આ એક આટલી જ બાબતની છે, બીજા કશાની નહીં.

તો હવે આગળ વાત કરે છે કે સંયમનો અર્થ હવે સમજો. પોતાના ચિત્ત વડે, ચિત્ત વડે, મન વડે નહીં, ચિત્ત વડે સ્થાન વિશેષમાં સ્થિત દિવ્ય ચેતન ધારાની સાથે તાદાત્મ સ્થાપવાની છે. એટલે આંખની અંદર તમે જ્યારે આમ જુઓ છો, તો તમે ત્યાં બ્રહ્મને જ જુઓ. આ આંખમાં જુઓ છો તમે સૂર્યને, તો તમે બ્રહ્મને સૂર્ય રૂપે જ જુઓ. અહીં આગળ તમે નાસિકાગ્ર જુઓ છો, અહીં તો આ જગ્યાને પણ તમે બ્રહ્મ રૂપે જ જાણો. આને સંયમ કહેવાય. હવે એને જ પછી તમે નાભીમાં જોશો કે પગના અંગૂઠા પર જોશો, ત્યાં આગળ એ બ્રહ્મ જ છે ને? એ સંયમ જ છે ને? પછી આ બધી સિદ્ધિઓ આપે છે ને એવું બધું કહે છે. ટાઈમ હોય તો આની અંદર આપજો. છે તમારી પાસે? જન્મ કેટલા લેવા છે યાર? થાક નહીં લાગતો?

તાદાત્મ્યની સ્થિતિમાં તે ચેતના વિશેષ સાથે સંયુક્ત થયેલા બધા તથ્યો ચિત્તની અનુભૂતિમાં સહજ રૂપે આવવા લાગે. એટલે તમે આ બ્રહ્મ સૂર્યની સાથે એક થશો એટલે બ્રહ્મનું જ્ઞાન પણ મળશે અને સૂર્યનું જ્ઞાન પણ આવવા મળશે. ચંદ્ર બ્રહ્મ ચંદ્ર છે. ઓકે, હવે બ્રહ્મનું પણ જ્ઞાન આવી રહ્યું છે, સાથે સાથે ચંદ્રનું પણ જ્ઞાન. હવે બ્રહ્મ બધે જ છે એટલે જ્યાં જશો ત્યાંથી તમને બ્રહ્મનું જ્ઞાન તો પ્રાપ્ત થવાનું જ છે, સાથે સાથે વિશેષ જે કોઈ સ્થાન છે તેનું પણ તમને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. તો આવી ધારણા, ધ્યાન અને સમાધિની એવી એક એકત્ર સ્થિતિ પેદા થાય છે તેને સંયમ કહેવામાં આવે છે.

હવે આગળની વાત. અહીં પ્રાણાયામ થયો. હવે આવે છે પ્રત્યાહાર. શું બોલાય? શું પ્રત્યાહાર પણ છે? વાસ્તવમાં શું? પ્રત્યાહાર. ઇન્દ્રિયોનો દરેકનો આહાર શું છે? આંખોનો તો કે જોવું, નાકનું તો કે સુંઘવું, કાનનો સાંભળવું, જીભનો તો કે સ્વાદ લેવો અને ચામડીનો તો કે સ્પર્શ કરવો. બરાબર? આ પાંચ થાય અને મનનો ભટક ભટક ભટક કરવું. ચિત્તનું પણ શું છે? બધે ભટક્યા જ કરે છે. મનનો શું છે? તો કે ચિત્રો જોયા જ કરવા. જેટલા આવે બધા સ્મૃતિમાંથી આવે, બીજેથી. હવે બસ એને સતત જોયા કરવા. હવે એનો પ્રત્યાહાર. તો હવે શું કરવાનું? તો કે મન ઉપર બ્લેક આઉટ કરવાનું. હવે અહીં આગળ અંધારપટ શકે, બરાબર ને? વોર ફાટી નીકળું. હવે અહીં આગળ બ્લેક આઉટ કરવું છે. પછી તો કે આંખોને જે જોવાનું છે તે કે નથી જોવાનું? આંખો બંધ રાખ, આંખ ઉઘાડી રાખ, પણ તારે નથી જોવાનું.

અને જો જોવાનું છે તો તારે ફક્ત બ્રહ્મ જોવાનો છે અને બીજું કાંઈ નથી જોવાનું. આ પ્રત્યાહાર આંખનો થયો. કાનનો પ્રત્યાહાર શું? તો કે હું નાદ બ્રહ્મ સિવાય કંઈ સાંભળીશ નહીં. તો કે હું બ્રહ્મ સિવાય કાંઈ સુંઘતો નથી. બ્રહ્મ સિવાય હું કશાનો સ્વાદ લેતો જ નથી. બ્રહ્મ સિવાય કશાનો મને સ્પર્શ થતો જ નથી. હું ફક્ત આનું જ કરું છું. બસ આટલું થઈ ગયું કોન્સન્ટ્રેટેડ. આ પ્રત્યાહાર થઈ ગયું. મન ફક્ત બ્રહ્મ, બીજું કાંઈ નહીં. મન છે જ નહીં પછી ત્યાં. પતી ગયું. એનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. એટલે મન અલ્પજીવી છે, પણ એને આપણે ફરી પાછું એક બીજો સંકલ્પ કરીને એક્સટેન્શન આપીએ છીએ કે "જીવજે પાંચ વર્ષ." અમારે એક ટાઈમ એવો થતો હતો તે કોક આવે અમને આમ પગે લાગે ને તો કે "જીવતો રહેજે જેઠ મહિના સુધી." દર વખત જેઠ મહિના સુધીને તું જીવ છે એવો આશીર્વાદ આપીએ.

હવે જેઠ મહિનો આવે, આ જેઠ મહિનાથી આગળનો જેઠ મહિના સુધી પાછો ફરી એવું આ વર્ષમાં આવી ગયો તો કે "જેઠ મહિના સુધી." એટલે તું જેઠ મહિના સુધી જીવ્યા કર. આવું અમે કરતા હતા એક વખત. તો આવી રીતે મનને આપણે આવી રીતના જીવદાન આપ્યા જ કરીએ છીએ.

એટલા માટે એ જીવે છે. એની પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. મનની કે ચિત્તની પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ છે જ નહીં. જે કંઈ શક્તિઓ છે, એ બધી કોની છે? બ્રહ્મ શક્તિ. બ્રહ્મની સત્તા છે, બાકી બીજા કોઈની છે જ નહીં. એની સત્તાની આગળમાં આંખ જોઈ શકે છે. શા માટે? તો કે પાછળ આત્મા ઊભો છે, બ્રહ્મની સત્તા એને મળેલી છે. એટલા માટે આંખ જોવા માટે શક્તિમાન બને છે. અને જેને શક્તિ ખેંચી લે છે, તે જોઈ શકતો નથી. આંખ હોવા છતાં જોઈ શકતો નથી. અરે, ઉઘાડી આંખે દેખાતું નથી માણસને. ગાડી લઈને જતો હોય, આમ આમ આમ આમ કરતો હોય, રોડ પર આમ જતો હોય. "રોડ દેખાય છે? દેખાય છે? દેખાય છે?" "નથી દેખાતો." ગયો બોલો! વચ્ચે આડો ટ્રક આવી ગયો, એને નથી દેખાતો. શું થયું? તો કે બ્રહ્મની સત્તા હટી, દુર્ઘટના ઘટી. સમજાયું?

આવી બ્રહ્મની સત્તા છે અને એ સળંગ શાશ્વત આમ બસ આમ ચાલ્યા જ કરે છે. એટલા માટે આ જિંદગી એટલી આપણને જીવી છે એવી લાગે છે. ક્યારેક સુકૂન ભરી લાગે છે, તો એનું કારણ બી તો કમ સે કમ એનો આભાર તો માનો કે, "ભાઈ, એ બ્રહ્મ, તારો આભાર માનું છું કે ભાઈ બધું બરાબર." એક ઠાઠું ભાગી જાય ને કંઈક આમ નાની અમથી બાબત. અને આ કોઈપણ ઘટના ઘટવામાં તો કંઈક કાર્યકારણોના નિયમો હોય છે, બધું હોય છે. પણ કંઈ પણ એવું બની જાય અને કોઈપણ અંગની અંદર કોઈ અંગભંગની સ્થિતિ પેદા થાય ને, ત્યારે આપણને એની સાચી કિંમત વર્તાય. પેલો આમ જોડી બાંધી દે ને કે, "હવે આને હલાવવાની નથી તમારે." એટલે આવી સ્થિતિની અંદર રાત-દહાડ તમારે એમ કે બે મહિના, ત્રણ મહિના, છ મહિના કાઢવાના, ત્યારે ખબર પડે. હવે આ છ મહિના આમ રહ્યા પછી પેલો પાછો બીજો આવશે, એટલે કહે છે કે, "હવે તમે આમ આમ કરો." સો, એટલે વળી પાછું તમને આમ આમ કરાવશે.

એ છ મહિનાના બદલે રોજના છ મિનિટ કરાવે કે એમ એમ કરતાં કરતાં તમારું મેળ પડી જાય. પણ એ પાછું કરવું પડે, ત્યારે એનો મેળ પડે. કેમ? તો કે આ બ્રહ્મની સત્તા ત્યાંથી હટી ગઈ હતી. હવે પાછી એને ફરી રી-એસ્ટાબ્લિશ કરવી પડશે. હવે કેવી રીતે કરો છો તમે? ફિઝિયોથેરાપી. સતત તમારું ધ્યાન ક્યાં જાય છે? જોઈ લો. આમ કરીને આમ એક જ મુવમેન્ટ તમને આપી હશે. તમારી એ મુવમેન્ટ જે રીતે થઈ રહે, આમ રોમ રોમની અંદર એટલા ભાગની અંદર તમારું સંયમ થાય છે. તે વખતે કોઈ ફિઝિયોથેરાપિસ્ટને પૂછો તમે કે, "તમે સંયમ કરાવો છો?" તો એ ના પાડશે. એને ખબર જ નહીં હોય બિચારાને કે આ શું કહે છે. પણ વાસ્તવમાં જો શું થઈ રહ્યું છે.

"હા, કરો." હવે આ જેવી પ્રેક્ટિસ કરે છે, એવી જ આ તમે બ્રહ્મને જોવાની પ્રેક્ટિસ કરો ને ભાઈ, તો આ તમારી જે ફિઝિયોથેરાપી છે ને, તેના બદલે તમારી અધ્યાત્મ થેરાપી થઈ જશે. આત્મા અહીં જ પ્રગટ કરવાનો છે. આમ કરીને આમ આમ કરતાં કરતાં. અને એ કોઈપણ ક્રિયા કરવાથી અથવા એ ક્રિયાને અટકાવી દેવાથી ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે. પાછું માળા ફોર એક્ઝામ્પલ. સતત ધ્યાન તમારું ત્યાં છે. માળાના મણકા ઉપર? ના, બ્રહ્મ પર છે. ક્યાં છે ધ્યાન? ક્યાં છે તમારું? માળામાં મણકા ઉપર છે. "બ્રહ્મ પર? આ બ્રહ્મ આવ્યો, આ બીજો બ્રહ્મ આવ્યો, આ ત્રીજો બ્રહ્મ. ૧૦૮ બ્રહ્મ ગણવાના છે મારે." એટલે એક બ્રહ્મ થાય. શું ગણતરી છે? આમ કરતાં કરતાં આંગળાને અહીંયા આગળ એ સંવેદન ઊભું થાય છે કે બ્રહ્મને પ્રાપ્ત કરે છે અંદર. "કમ ઇન, કમ ઇન, કમ ઇન, કમ ઇન" કરતાં કરતાં એ તમને ને ત્યાં આગળ પછી છેવટે એવી સ્થિતિમાં લાવશે કે ત્યાં આગળ આ જે ક્રિયા ચાલી રહી છે, તે બંધ થઈ જશે.

બ્રહ્મ પ્રગટ થઈ ગયો હશે ત્યાં. તમે ત્યાં જ અટકી ગયા હશો. આવા લટકેલા બહુ જોયા. બહુ. એ ત્યાં ને ત્યાં હોય. પછી પાછો ફરી ખ્યાલ આવે, વળી પાછું ચાલ. એમ એમ કરતાં. એટલે કીધું કે આવી રીતના. પણ એની પાછળ શું છે? સંયમ રહેલો છે. એટલો ટાઈમ આ કરવામાંથી માટે થઈને શું થયું? "આ પગ દુખે છે, પેટમાં ફલાણું થાય છે, શ્વાસ નથી લેવાતો, શરદી થઈ છે, માથું બહુ દુખે છે." બધું જે કંઈ હતું ને, "લોસ થયો છે પૈસાનો કે ફલાણાએ બોલવાનું મારી જોડે બંધ કરી દીધું છે." બધું જ ગાયબ થઈ ગયું હોય. ખાલી એક બ્રહ્મ પ્રગટ થઈ ગયું. કેટલી મોટી વાત!

તો હવે આ પ્રત્યાહાર કીધો. આ પાંચ પ્રકારનો છે. વિષયોમાં વિચરણ કરનારી ઇન્દ્રિયોને, દરેક ઇન્દ્રિયોનો જે તે વિષય છે, તેમાંથી બળપૂર્વક પોતાની તરફ આકૃષ્ટ કરી લેવું. કારણ કે ઇન્દ્રિયો હંમેશા બહારના ભોગોમાં રસ ગ્રહણ કરવાને માટે અભ્યસ્ત રહે છે. તેને બાહ્ય ઉપકરણોથી હટાવીને અંતઃકરણની રસાનુભૂતિ સાથે જોડવું, એને પ્રત્યાહાર કહેવાય છે. હું બહાર અહીંયા સુગંધ આમ ભેગી કર્યા કરું. પણ હું અહીંયા આગળ આમ હું બ્રહ્મને સુંઘતો હોઉં. તો દરેક વખતને, "અરે યાર, મૂક ને પ્રાણાયામ બાજુ." પણ હું બ્રહ્મને સુંઘું છું, તો બધું જ થઈ જવાનું છે ને? આમ પકડું ને આમ પકડું, પકડું ને આમ પકડું. કશું નહીં કરવાનું કે, "બસ, તારે શું કરવાનું?" તો કે, "હું બ્રહ્મને સુંઘું છું. બ્રહ્મની સુગંધ કેટલી અદભુત છે!" બસ, ત્યાં સ્થિર થઈ જા. એક દિવસ સુગંધ પ્રગટ થઈ જશે.

દિવ્ય સુગંધ આવશે. અને સુગંધ ફક્ત તમને આવશે એવું નથી. એ રૂમમાં તમે બેઠા હશો અને જે નજીક આવશે ને, એને સુગંધ આવવાનું ચાલુ થશે. બધાને સુગંધ આવશે. બોલો, કરવું છે? છે ચેલેન્જ? એવી રીતે બધી ઇન્દ્રિયો જે છે, આ બધા દેવો છે, તે બધાને તમે આવી રીતે દિવ્યતા અર્પણ કરો. એને તમે દિવ્યતા અર્પણ કરશો, એ તમને પ્રતિ દિવ્ય પ્રસાદ આપશે પાછો. અને એનો આરોગ કરો. વળી પાછી દિવ્યતા પાછી આપો. એમ પરસ્પર એકબીજાનો એ કરતાં કરતાં કરતાં તમે છેવટે પરમ તત્વ સુધી પહોંચી જશો. તો આવી રીતના જ્યારે તમે અલ્ટીમેટ બ્રહ્મને જ બસ આમ સુંઘવા માંડ્યો હોય, તો શું થશે? ઇમેજિન. ડોન્ટ ઇમેજિન. તમારી ઇમેજિનેશન કાચી પડશે. કેટલા બધા ભાગીને ભૂકા થઈ જશે. કશું નહીં વિચારી શકો તમે કે બ્રહ્મ પ્રગટ થઈ જશે તો શું થશે?

જસ્ટ શું થશે મારા જીવનમાં? કેટલો ફેર પડી જશે? શું ધરમૂળ પરિવર્તનો આવવાના? શું થઈ જવાનું છે? વિચાર કરો, જસ્ટ ઇમેજિન! તો એને અંતઃકરણની રસાનુભૂતિ સાથે જોડવાનું છે. મને બ્રહ્મનો સ્પર્શ થઈ રહ્યો છે બહાર, અરે અંદર પણ થઈ રહ્યો છે મને બ્રહ્મનો સ્પર્શ. બોલો, કેટલું આહ્લાદક લાગે! કેવું લાગે આ બ્રહ્મ મને બસ અંદરથી ને બહારથી ગલગલિયા કર્યા જ કરે, કર્યા જ કરે. હું એને કરતો હોઉં ને એ મને કરતો હોય ગલગલિયા, કેવું લાગે? સુવાળું વહાલ! તમારા બાળકને તમે આવી રીતના આમ વહાલ કરતા હતા, કેવું સરસ લાગતું હતું એને? તમને બંનેને લાગતું હતું ને? ફરી બ્રહ્મને કરવા માંડો, જોત કેવું લાગે!

તો આ પ્રત્યાહાર સાચો. શબ્દોની અંદર અહીંયા આગળે આ બધા લખે છે કે પ્રત્યાહાર કરવાનું એટલે કે તમારે જોવાનું બંધ કરી દેવાનું, સાંભળવાનું બંધ કરી દેવાનું. હજી વાર છે આ બધી વસ્તુઓ બરાબર સમજવી. વાસ્તવિકતા આ છે કે અંતઃકરણની રસાનુભૂતિનો સ્વાદ તમારે તમારા એ ઇન્દ્રિયોને આપવાનું શરૂ કરવાનું. એટલે પેલી બહાર ભટકવાનું બંધ જ કરી દ્યો. છે ઘરમાં જ મને આટલું બધું મળે છે કે મારે બહાર જવાની જરૂર ક્યાં છે? જે ગાયને રાત-દહાડો ખાવા મળતું હોય, અમારા એન.વી. પટેલની ખેતરની અંદર જેમ ગાય છે, બરાબર? એ બિચારો ત્યાંથી જાતે કાપીને બધું કરીને ચારણ-બારણ બધું ત્યાં ઘડે અને આપ્યા જ કરે. ટાઈમે ટાઈમે પાણી આપે, તે આપે, એ આપે. બોલો, કેટલી ગાય એને વહાલ કરે છે ને એ ગાયને વહાલ કરે છે! અમે તો જોયું છે આ નજર સામેની વાત મારી. બિલકુલ તમે બ્રહ્મને વહાલ કરવા માંડો.

એટલે જે જે દેખાય છે તે બધું આત્મામાં છે એમ જાણવું જોઈએ. જે જે સંભળાય છે તે પણ આત્મા છે. જે જે સુગંધ આવે છે તે આત્મા. બસ તમે ખાલી એનો વિષય બદલી કાઢો કે આ વસ્તુ આ છે. આની સુગંધ ગાર્ડનની કે ફલાણા ફૂલની, ગુલાબની આવે છે એવું નહીં, મને બ્રહ્મની સુગંધ આવે. સૂરજમુખી હું નથી જોતો, હું તો બ્રહ્મ સૂર્ય જોઈ રહ્યો છું. બસ, વિષય બદલાઈ ગયો તરત જ અને પરિવર્તન પામે.

સ્ત્રી જુઓ છો, વિકૃત રીતે જુઓ છો, મહાપાતક જેવી દશામાં થાય છે અને પછી આગળ ક્યાં જઈને ભોગવશો બધું? એ ક્યાં ક્યાં જવાની છે ખબર તમને? એને શું શું કરેલું છે તમને ખબર છે? એને એના કર્મો પ્રમાણે જવાનું થશે. તમે એને પાછળ કેટલે ભટકશો? પણ તમારી દ્રષ્ટિની અંદર આવ્યું કે આહા, કેટલી દિવ્ય, કેટલી દિવ્ય છે! કેવી દેવી છે, દેવી જેવી લાગે! આમ દ્રષ્ટિ બદલાઈ, તમારે પરિણતિ બદલાઈ જશે. જે પરિણામ તમને આવવાનું છે તે પરિણામની અંદર ધરમૂળથી ફેરફારો થઈ જશે. તો એ સ્ત્રીને તમે દેવી નિહાળી તો એ પ્રમાણેનું ફળ તમને પ્રાપ્ત થશે અને તમે જો એને બીજી કંઈ જોઈ'તી તો પછી એ પ્રમાણેનું ફળ પ્રાપ્ત થશે. શું જોવાઈ રહ્યું છે એ બહુ મહત્વનું છે આંખો માટે, મન માટે પણ. તો જે કંઈ દેખાય છે તે બધું જ આત્મા છે એવું જાણવું જોઈએ. કારણ કે આંખ, કાન, નાક વગેરે વિભિન્ન અવયવોની અનુભૂતિ વાસ્તવિક રીતે તો આત્માના જ કારણે હોય છે.

આપણે જે વાત કરી હતી ને કે આત્મા શેના વડે જોવા શક્તિમાન છે? તો કે અરે આંખો તો કે આત્મા વડે. તો કે બ્રહ્મ વડે છે. તો એ સત્તા કોની હતી? તો કે બ્રહ્મની. બ્રહ્મ એને સત્તા આપી ત્યારે આંખ જોઈ શકે છે અને મનને સત્તા આપી એટલે એ જાણી શકે છે કે એને શું જોયું અને એ જાણેલું છે એને પણ એ જાણી શકે છે. એટલા માટે મનને કારણ કે એની પાછળ આ બ્રહ્મ છે. કારણ કે મનમાં બી જાણવાની શક્તિ નથી ખરેખર. એ તો પ્રોસેસિંગ યુનિટ જેવું છે. જેને કહેવાય રિયલ કોગ્નિશન. સાચો શબ્દ આ લોકોએ વાપર્યો છે કોગ્નિશન. તમને ઓળખાણ પડવી, તમને ભાન થવું, એ બાબત જે બને છે તે ક્યાં છે? તો કે બ્રહ્મના કારણે, બીજા કશાના કારણે નહીં.

નિત્ય કરેલા કર્મોના ફળનો પરિત્યાગ. જો, હવે ગીતાજી આવી ગયા પાછા અહીંયા. ભગવાન શ્રીકૃષ્ણએ જે વાત કરી હતી તે કે કર્મફળમાં રસ રાખવાની અપેક્ષા કર્મ કરવામાં જ રસ અને સાર્થકતાની અનુભૂતિ થવાથી ફળની કામના ન કરવી એ જ પ્રત્યાહાર છે. કર્મના ફળમાં મને કોઈ રસ જ નથી અને જે કર્મનું ફળ થઈ રહ્યું છે તે પ્રભુ પરમાત્મા તને અર્પણ કરું છું કે આમાં મારું તો કંઈ છે નહીં. આય તારું છે ને પેલુંય તારું છે, તો પછી આય તારું જ હોવું જોઈએ ને? બરાબર ને? મારા હાથમાં તળબૂચ આવ્યું, બધી વાત સાચી. પણ જો આ જમીન તારી, ધરતી તારી, આ તળબૂચનો વેલોય તારો, તો પછી આ તળબૂચ તારું જ હોવું જોઈએ ને? મારું ક્યાંથી હોય? સીધી વાત એવી રીતના કરીને કહેવાનું કે ભાઈ, "તેરા તુજ કો અર્પણ." પણ આમાં મારું કંઈ. પછી કે કે, "ના ના, પ્રસાદ છે, તમે લો." તો આપણે લીધો પ્રસાદ.

"તમે ખાધું?" "ના, મેં પ્રસાદ લીધો." કેટલો ફરક! મેં પ્રસાદ લીધો, તમે ભોજન કર્યું. તમે ખાધું, ભોજન કર્યું છે તો ભોગને વિષય છે. તમે ખાધું છે તો એ તો એનાથી ખતરનાક કૃત્ય છે. પણ તમે પ્રસાદ લીધો છે. "પેટ ભરીને પ્રસાદ લીધો?" તો કે, "હા, પેટ ભરીને લીધો." "સંતોષ થયો?" તો કે, "સંતોષ." "તમે ભોજન કર્યું?" કે, "કર્યું." "સંતોષ?" "ના થયું." "તમે ખાધું?" તો કે, "હા, ખાધું." "મજા?" "ના આવી." શું થાય છે જુઓ. "ખાધું, મજા ના આવી, પેટ ભારે થઈ ગયું." "પ્રસાદ લીધો?" તો કે, "ક્યાં લીધું? ના, બસ આટલો સંતોષ છે." "પ્રસાદ આટલો જ હોય." જો, આખી કેવી વૃત્તિ આમ તરત પરિવર્તન પામી જશે! તો પ્રસાદની લૂંટ ચલાવીએ કોઈ જગ્યાએ. "પ્રસાદ?" તો કે, "આટલો સંતોષ." એને એની સાથે જ આવી જાય આમ લો ને એની સાથે. બોલો, કેટલી અદભુત વાત છે!

તો સમસ્ત પ્રકારની વિષય વાસનાઓથી મુક્ત રહેવું. વિષય ઇન્દ્રિયોના જે પાંચ કીધા જ્ઞાનેન્દ્રિયો જે કંઈ છે તેના અને મનની અંદર જે કંઈ આવે છે તે છએ છ ની વાત કરી તે બધાથી મુક્ત રહેવું અને અંતઃસ્થિત ઉચ્ચ રસોની અનુભૂતિને કારણે એ વિષયોના રસમાં કામના ના રહેવી. હવે તમને અંદર આમ અમૃતના ટપકા પડ્યા.

કરતા ને કોઈ કે, "લો, જ્યુસ આપું કે લીંબુનું શરબત કે છાસ આપું તમને?" કેવું લાગશે? તે વખતે તમે શું કહેશો? તે વખતે આપેલું પડે જ જતું હોય અંદર, ટપક ટપક કરીને, બિલકુલ. અને આમ એટલું મસ્ત લાગતું હોય અને પેલો લઈને આવે. તમને ૧૦૦ ટકા જો તમને છાસ પીવી પડે ને એક ગ્લાસ, તો અહીંયા આગળ ભરાઈ જશે. વાગશે, એટલો બધો ભાર ભાર ભાર લાગશે ને જો કદાચ ભૂલેચૂકે પી ગયા તો ઉપાધિ થઈ જાય એનું મન રાખવા ને માન રાખવા. સમજાય? અહીં અટકી જાય, નીચેય ના જાય ને ઉપરય ના આવે. પછી મહોલ્ડ થઈ ગયું, કારણ કે તમે કલ્યાણ કરવા ગયા અને ઊંધું જ થયું. હવે પછી એટલે એ પ્રતિઆહાર છે.

હવે ૧૮ મર્મ સ્થળો જે આગળ કહેવામાં આવશે ક્રમશઃ. ધારણા કરવી એ સ્થાનો પર સ્થિત ચૈતન્ય, ચેતન દિવ્ય પ્રવાહો સાથે ચિત્તનું તાદાત્મ સ્થાપી કરવાથી દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરવી, એને પ્રતિઆહાર કહેવામાં આવે છે. હવે ૧૮ જે મર્મસ્થાન કીધા છે, આ બધાની ઉપર ધ્યાન આપવાનું. રોજ આપવાનું. કેવી રીતે? તો કે પોઈન્ટ ઓફ લાઈટ આમ ત્યાં આગળ આમ કરીને આમ પ્રકાશ થઈ જાય છે. બસ એવું તમે જોજો. કેવી રીતના જોજો? એક પછી એક હું આ મર્મસ્થાનની વાત કરીશ અને ત્યાં તમે ફ્લેશ થતો જુઓ સરસ રીતે અને પછી એનો પ્રકાશ આખા શરીરની અંદર અને આ શરીર જે છે તે બ્રહ્માંડ છે તેમ. અને આ જે બ્રહ્માંડ છે, આ જે બ્રહ્માંડ છે તે આ આખાય મોટા સ્પેસની અંદર કે જે આ બીજા બ્રહ્માંડમાં છે, ત્રીજા બ્રહ્માંડમાં છે, ચોથા બ્રહ્માંડમાં, અહીં બધે વ્યાપી જઈ રહ્યો છે. અહીં બધે જ એવી રીતના જોવાનું.

સમજાયું? એટલે પછી અનંતા અનંતમાં વિલીન થાય. દર વખત એવી રીતના આગળ જોવાનું. ધીમે ધીમે શાંતિથી આપણે કરીશું આ કામ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.