અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૯

વિડિયો ૪૯

લેખ ૪૫ / ૧૪૯ · 8 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

અંતરાત્મામાં મનની ધારણા કરવી. અંતરાત્મામાં મનની ધારણા કરવાની. દહર એટલે કે હૃદય. દહર આકાશ જે શબ્દ છે, તો બધા શોધતા હોય કે દહર આકાશ ક્યાં આવ્યું? તો કે હૃદયની અંદર છે. એ દહર એટલે જ હૃદય. તો એ હૃદય આકાશ છે. આ હૃદય છે, તેની અંદર એક અવકાશ છે. તેની અંદર ધ્યાન. જેમ અહીં અવકાશ છે, આપણે આમ જોઈએ છીએ, એવી રીતે હૃદયમાં અવકાશ. તો તે આકાશમાં બાહ્ય આકાશની ધારણા કરવાની. આ આકાશ એ આ આકાશ સાથે એક છે એમ જોવાનું છે.

ઘડો ફોડી નાખવાનો. ટૂંકમાં, "નો બેરિયર્સ". સમજાયું? આ ઘડો ફોડી કાઢવાનો. પણ આ હૃદય આકાશ જે છે તે. હવે, હવે એમ કહું કે હૃદય ફોડી નાખવાનું, એવું ની. એટલે કહું છું કે ઘડો ફોડી નાખવાનો, એટલે મહાકાશ સાથે ઘટાકાશને જોડી દીધું છે એવા પ્રકારની ધારણા કરવાની. અને "તે હું છું", "તે હું છું" ત્યાં સુધી પહોંચવાનું.

અને પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમાં આ પાંચ મૂર્તઓની આજ્ઞાઓ, આ ધારણાઓ કરવી જોઈએ. તો પૃથ્વીમાં પૃથ્વી તત્વની, જળમાં જળ તત્વની, એનું એસેન્સ શું છે એમ શોધવાનું. એને ધારણા કરવાની. પૃથ્વી તત્વમાં શું હોય? સ્વાદ હોય, સુગંધ હોય, વજન હોય, ગરમી હોય, ઠંડી હોય. શું શું હોય પૃથ્વી તત્વની અંદર? જુઓ તમે કેવી રીતના આમ શોધતા જવાનું. તો એ પૃથ્વી તતવ પકડાવવા માંડશે આખેઆખું.

આપણે એમ કહીએ છીએ કે "પૃથ્વી તત્વ". તો મંગળની ધરતીનું તત્વ જે છે, એ પણ પૃથ્વી તત્વ છે. ભલે એનું નામ આપણે આપીએ છીએ કે "આ મંગળ ગ્રહ છે" કે "આ ચંદ્રનો ગ્રહ છે". પણ તત્વરૂપે જ્યાં જામ્યું, કશુંક થયું, સોલીડીફાય થયું, એટલે પૃથ્વી તત્વ થયું. પછી એ ભલે ગમે તે ગ્રહ. સમજાય? આ પૃથ્વી એટલે આ જ પૃથ્વી એવું નથી. આ તો એની વિશિષ્ટતા છે આ ગ્રહની, અને આપણે એને પૃથ્વી કહી રહ્યા. બાકી પૃથ્વી તત્વ વિદ્યમાન છે ઠેર ઠેર.

એવી રીતે જળ તત્વો. એમ શોધવાનું: "આ રૂમની અંદર કેટલું જળ હશે?" આપણને સમજાતું નથી અત્યારે. પણ સાયન્ટિસ્ટોએ તો અત્યારે પણ એક એવું સાધન શોધી કાઢ્યું છે કે એને અહીંયા આ રૂમની અંદર મૂકી રાખે, અને ચોવીસ કલાકની અંદર એક ડોલ પાણી કાઢે. આ રૂમમાં રહેલું જેટલું જળ છે, એ બધું અવશોષિત કરી, અને પછી એ પાણી આપણને. અને એ પાછું શુદ્ધ જળ હોય. તો એ જળ તત્વ. અને છતાંય પાછું એ જળ ઓછું ના થયું હોય આ રૂમમાંથી. એટલે પાછું આજે બીજા દિવસે એટલું જ નીકળે, ત્રીજા દિવસે એટલું જ નીકળે. "હુ ઇસ ધ સપ્લાયર?" એની ટેંકરો ક્યાંથી આવે છે આટલી? તમને પ્રશ્ન થાય. પણ બસ, આવે જ જાય, આવે જ જાય. આ જ રૂમમાં મૂકી રાખ્યું હોય, એટલે થોડા દિવસોમાં આ બધા જે વોટર કુલરો છે, બધા જે આમ લગાડેલા બધા ઇલેક્ટ્રિકના, એના-તેના, પછી બધા જ જતા રહેવાના. હકીકત છે આવતી કાલનું.

તેજ તત્વ. તેજમાં શું હોય? તો કે પ્રકાશ તો હોય જ છે, પણ સાથે સાથે તો કે ગરમી (હીટ) પણ હોય. તો માઈલ્ડથી શરૂ કરીને તો એક્સટ્રીમ સુધીની હીટ પાછી એમાં તેજ તત્વની અંદર. એટલે આમ શાર્પ પેલા લેઝરની જેમ જો આવેલું હોય, તો કાણું પાડી દે ખટ્ટ દઈને આમ તરત જ. એવી એવા તે સ્વરૂપ, એવું તેજ. અને તેજની અંદર શું હોય? પાછો બીજો ગુણ વ્યાપકતાનો હોય. તો આમ કરીને આમ આટલી જ જગ્યામાં દીવો પ્રગટાવો, પણ આમ જેવો પ્રકાશ થાય, એટલે બધે વ્યાપી જાય. આખા રૂમની અંદર અજવાળું થઈ જાય. પછી આ દિવાલ ધારો કે ખસી શકે એવી હોય, ખસેડો, ખસેડો, ખસેડો. કેટલું બી થાય, પ્રકાશ બધે વ્યાપેલો હોય એટલી જગ્યા. એક ટાઈમ એવો આવે, ખસેડતા ખસેડતા બધી દિવાલોને બધી બાજુથી કે આ નરી આંખે એને પારખી પણ ના શકે. છતાંય પ્રકાશ મજબૂત છે ત્યાં આગળ. પ્રકાશ મજબૂત છે. તો તેજનો આ ગુણ છે, આવી રીતે વ્યાપક.

એવી રીતે વાયુ. વાયુનો ગુણ શું છે? વાવવાનો, ગરમ, ઠંડું અને વાવવું અહીંથી ત્યાં. પેદા શું કરવાની? તો કે ગતિ. જે એની અડફટે ચડ્યું, એને ઉપાડે. બરાબર? એવો એનો ગુણ વાયુનો. "વાયુર્દેવો મરુત્" - ઉપાડે બધું. આખા દેહની અંદર આજે ગતિવિધિ ચાલી રહી છે, બધી જોઈ જોઈ રહી છે, એ શા આધારે છે? વાયુ.

તો આ જે પ્રાણ છે, તે વાયુને પાંખે ચડીને ફરી રહ્યો છે. સમજાય છે? હવે જો વાયુ ટ્રેપ થઈ ગયો. પ્રાણ નુકસાન કરતા નથી, પણ વાયુ ટ્રેપ થઈ ગયો, પ્રાણ આગળ વધી શકતો નથી. દુખાવો થાય. પછી દુખાવો થયા જ કરે, થયા જ કરે. એ વાયુને ત્યાંથી મુક્ત કરી દેવામાં આવે છે, અને પ્રાણ પાછો સંચાર ફરી ચાલુ થાય છે. તો વાયુના સંચારની સાથે સાથે પ્રાણનો સંચાર છે. "એક કે દો, એક કે દો, એક કે દો" જોડે જોડે જ ચાલે છે. બે અભિન્ન છે. પ્રાણ છે.

પણ જ્યારે મેન્યુફેક્ચર હોય, ઓક્સિજન બનાવે છે બધા. તો પેલો મરવા પડેલો, મેં ટોટી આમ ઘાલી દે. પેલું વેન્ટીલેટરથી બધું આમ ઘડ ઘડ ઘડ ઘડ ઊંચું-નીચું કર્યા જ કરતું હોય. ફોર્સફુલી એટલું ભરે રાખે, ભરે રાખે. વાયુ આવે છે, પ્રાણ નથી આવતો. પ્રાણની મુવમેન્ટ નથી થતી. પ્રાણી ચાલ્યો જાય છે. તમે તો ઓક્સિજન આપો છો, તો પછી જીવવું જ જોઈએ. કેમ નથી જતો જીવતો? માણસ દોઢ દિવસ, બે દિવસ, ત્રણ દિવસ રાખે છે. લોકો ઓક્સિજન પંદર-પંદર દિવસ રાખે છે. કેટલાય કોમાના કેસ હશે, પણ એના દેહમાં પ્રાણ ટકેલો છે, તો વાયુ એને સપોર્ટ કરી રહ્યો છે. પ્રાણ જ જો ખસી ગયો, વાર્તા પૂરી.

તો પ્રાણની હાજરીમાં વાયુ કામ કરશે. પ્રાણ જો નહીં હોય, તો વાયુ પણ કામ નહીં. પ્રાણ ક્યાંથી આવ્યો? મહત્તત્વ, હિરણ્યગર્ભમાં. તો એની આ બધાની ધારણા કરવી. અને સૌથી મોટામાં મોટી ધારણા કોની? તો કે આકાશની ધારણા કરવીની. આકાશ તત્વ, પાંચમું તત્વ. આપણે એને અંતરિક્ષ કહીએ છીએ, એને આકાશ પણ કહીએ છીએ, ઇન્ટરચેન્જેબલી. બાકી આકાશ ખરેખર ચૌદમું છે લેવલ, એટલું બધું સૂક્ષ્મતા. કારણ કે આકાશ પછી તો અલગ અલગ લોકો શરૂ થશે. દિવ્ય લોકો જે બધા એક પછી એક છે, તે બધાને પાર કરે. ચૌદમા તત્વમાં અંતરિક્ષ જે આ છે, તેને આકાશ કહેવામાં આવે છે. એ આકાશ તત્વ પછી સૂત્ર, પછી અક્ષર એટલે કે ઓમકાર, અને પછી છેલ્લે બ્રહ્મ.

તો હવે તમે બ્રહ્મની જ ધારણા કરો. જે કાંઈ છે, આ બધું દ્રશ્યમાન, અદ્રશ્ય, બધું જ બ્રહ્મ છે. બધું જ બ્રહ્મ છે. હું અને એટલે હું પણ બ્રહ્મ, કારણ કે એમાં અપવાદ નથી. જો બધું જ બ્રહ્મ છે, તો હું પણ બ્રહ્મ છું. માટે હું બ્રહ્મ છું. બસ, આટલી એક, બે ને ત્રણ લીટી. વાત પૂરી થઈ ગઈ.

તમારી ધારણા પાકી કરો. ધારણા એટલે કોઈપણ એ સ્થિતિમાં તમે ત્રણ મિનિટથી ૧૨ મિનિટ રો, એને ધારણા કહેવાય. સ્થિર, બીજો કોઈ વિચાર નહીં. ત્રણ મિનિટે ધારણા કરવાની. કોઈ વિક્ષેપ નહીં, કોઈ વિચાર નહીં બીજો. ત્રણ મિનિટથી ૧૨ મિનિટ. ૧૨ મિનિટ જો તમે પહોંચી ગયા, તો એ ઓટોમેટિક ધ્યાનમાં પરિવર્તિત થઈ ચૂકી હશે. તો હવે પછી એને ધ્યાન કહેવામાં આવે. તો એ જે છે, તેને પ્રથમ નિર્ગુણ અને દ્વિતીય સગુણ એવું ધ્યાન કહે છે.

કોઈપણ મૂર્તિનું ચિંતન કરવું, એને સગુણ ધ્યાન કહેવામાં આવે છે. મૂર્તિનું ધ્યાન અને "હું અમૂર્ત છું" એવું પણ ધ્યાન કરી શકાય. "હું અવિનાશી છું, હું વ્યાપક છું, હું અનાસક્ત છું, હું સચ્ચિત આનંદ છું." શબ્દથી શરૂઆત કરો, શબ્દાતીત થાઓ. ભાવથી શરૂઆત કરો, ભાવાતીત થાઓ. ગુણથી શરૂઆત કરો, ગુણાતીત થઈ જાવ. દ્વંદ્વથી શરૂઆત કરો, દ્વંદ્વાતીત થઈ જાવ. એવું ધ્યાન એટલે મૂર્તિથી, કોઈ ગુલાબના ફૂલથી, તમારી ઘડિયાળના ડાયલથી, તમારા મોબાઈલના સ્ક્રીનથી કે કાંઈથી પણ તમે શરૂઆત કરો.

આંખો બંધ કરીને તમારો મોબાઈલનો સ્ક્રીન જુઓ. તમે એને શું કહો છો? પેલું એનું ટેબલ ટોપ હોય છે, એને શું કહીએ આપણે? મોબાઈલ ડિસ્પ્લે, રાઈટ? તેનો ડિસ્પ્લે કેવો છે? બસ, એને પકડો. આમ, મોબાઈલ, તમારા મોબાઈલનો ડિસ્પ્લે કેવો છે? માનવના મોબાઈલનો ડિસ્પ્લે કેવો? એની પર ધ્યાન કરો. એમ, એમ કરતાં કરતાં એ સ્પષ્ટ આમ દેખાવા માંડશે. એટલો બધો દેખાવા માંડે, એનો પાવર એટલો બધો છે. એટલો બધો પાવર છે કે તમે જો ફક્ત માનવ, માનવ કરતાં જો બેસી ગયા, તો માનવ અહીંયા આવવું પડે, પ્રગટ થવું પડે. સમજાયું કંઈ?

આવી રીતે આ પેલો ભક્ત પ્રહ્લાદ અને પેલો ધ્રુવ હતો, તેને પરબ્રહ્મ પરમાત્માને પ્રગટ કર્યા હતા. બધા ભક્તો જે પ્રગટ કરે છે ને, અને ભગવાન એમને દર્શન આપવા માટે જે પ્રગટ થાય છે, તેની પાછળની વિધિ આ જ છે. એ લોકો ચિરકાળ સુધીને બસ એ એક જ ધારણાની અંદર બેસી ગયા હોય, એટલે શું થાય? તો કે પરબ્રહ્મને જે તે સ્વરૂપે પણ ત્યાં આગળ દર્શન આપવા પડે. નોટ નેસેસરીલી કે જે તે કલ્પના ભગવાન વિષ્ણુને દર્શન આપવા પડે ત્યાં આગળ. કારણ કે પરબ્રહ્મ સ્વતંત્ર છે. એ વિષ્ણુનું સ્વરૂપ લઈ શકે. બસ, એ આમ પ્રગટ થઈ જાય તરત ફટ. સંતુષ્ટિ અને બસ કલ્યાણ. તો આવો ધ્યાનનો અદભુત એમ કે એ હોય છે.

તો આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું, એને નિર્ગુણ ધ્યાન કહેવાય છે. આત્મા એટલે શું? આત્મા એ શબ્દો છે, પણ આત્માના ગુણો હોય છે. એટલે એના ગુણો વડે ઓળખાય. જેમ ગુણપતિના ગુણથી ગુણપતિ ઓળખાય. હનુમાન આપણે કહીએ ને, સામે આમ બસ એક પ્રગટ થાય છે, જેમ એક ઈમેજ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.