અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૬૧

વિડિયો ૬૧

લેખ ૫૭ / ૧૪૯ · 67 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ સહનાવવતુ સહન ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ૐમ શાંતિહી શાંતિહી.

હવે એકાક્ષર ઉપનિષદની વાત કરીએ. કૃષ્ણ યજુર્વેદથી સંબંધિત એવા આ ઉપનિષદની અંદર ઋષિ એક જ અક્ષર એટલે કે અવિનાશી પરમાત્માને અંતરિક્ષમાં પ્રવાહિત થતા સોમ, સુસુમણામાં સંચરિત થતા પ્રાણ તથા સંપૂર્ણ વિશ્વમાં સંચારિત જીવન તત્વના રૂપમાં અનુભવ કરે છે. એમને જ વિઘ્નનાશક અરિષ્ઠ નેમેથી માડીને કુમાર કાર્તિકેયના રૂપમાં સક્રિય રૂપે જુએ છે. ઋષિમુનિ એ પરમાત્મ તત્વને જ ઇન્દ્ર, રુદ્ર, સૂર્ય વગેરેની વિશેષતાઓના રૂપમાં, ત્રણેય ગુણો, ચારે ચારે વેદ તથા ચરાચર જગતમાં સંવ્યાપ્ત જોતા સાધકોને એ એકમાત્ર અવિનાશીની ઉપાસના દ્વારા અવિદ્યાજનક અજ્ઞાન રૂપી ભ્રમોને દૂર કરીને, ઉચ્છેદન કરી નાખીને, જીવન મુક્ત જ્યોતિ સ્વરૂપ થઈ જવાનો ઉપદેશ આપેલો છે.

"હે ભગવાન, આપ અક્ષર અથવા શાશ્વત સોમ પરબ્રહ્મના રૂપમાં તથા સુસુમના માર્ગેથી સહસ્ત્રાર ચક્રમાં પોતાની સત્તા સાથે પ્રતિષ્ઠિત એક જ અવિનાશી તત્વ એકાક્ષરમાં રહો છો. આપ જ વિશ્વના કારણરૂપ છો, પ્રાણીમાત્રના સ્વામી, પુરાણ પુરુષ અને બધા રૂપોમાં વિદ્યમાન છો. બધા રૂપોમાં વિદ્યમાન એ છે આપ જ પર્જન્ય એટલે કે વર્ષા વગેરે દ્વારા બધા લોકોની રક્ષા કરનારા છો."

બહુ વરસાદ પડે ને માણસો મરી જાય તો પણ એ રક્ષા જ કરે છે; કારણ કે જો એટલું પાણી ના પડે તો બીજી બધી બહુ મુશ્કેલીઓ પડી જાય. આપણને એમ લાગે કે આ પુષ્કળ વરસાદ પડ્યો, આટલા બધા માણસો મરી ગયા ને કહે છે કે વર્ષા દ્વારા રક્ષા કરે છે, એવું કેવી રીતે? પણ વાસ્તવમાં એ વખતે એટલું જો વરસાદ ન પડે તો શું થાય એની કલ્પના હોતી નથી માણસોને, જેથી કરીને એ લોકો આવું બોલતા હોય. કુદરતનું એક્ઝેક્ટ પ્લાનિંગ હોય. તમે પીઝા ખાઓ તે દિવસે જે બાઈલના અંદર જે ટીપા પડવાના હોય, જેટલા, જેટલી ક્વોલિટીના, જેવા જરૂરી તેટલા જ પડે, વધારે ના પડે. બરાબર? એટલે અંદરની અને બહારની બધે જ સિસ્ટમોને સક્રિય રાખીને પરફેક્ટ બેલેન્સમાં બધું જ કામ એ કરે છે. માણસો હંમેશા લિમિટ જોતા હોય એટલે લિમિટેડ જોવાના કારણે એ લોકો ગમે એમ પછી બોલી પણ કાઢતા હોય છે. વાસ્તવમાં જ્યારે હોલ પિક્ચરનો ખ્યાલ આવે એમને ત્યારે એમની છડી ચૂપ થઈ જતી હોય છે.

એ જ પ્રમાણે જ્યારે ઈશ્વરની યોજનાઓનો આપણને આભાસ પણ થવા માંડે ને તો બોલતી ચૂપ સાધના કહેવાય. પછી એ ચાલુ થઈ જાય આપણી. ચૂપ સાધનાની વાત છે. ચૂપ એટલે ખાલી આમ ચૂપ થવાનું એવું નહીં. પાંચે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, આ છ તત્વ જે છે, છએ છ ને ચૂપ કરી દેવાના. એને ચૂપ સાધના કહેવાય. બોલવાનું નહીં એમ. એટલે જેને જે કરતું હોય એ નહીં કરવાનું. આંખે જોવાનું બંધ કરી દેવાનું, કાને સાંભળવાનું બંધ કરી દેવાનું. શું સંસાર? એ ચૂપ સાધના.

તો આગળ કહે છે કે, "હે સર્વશક્તિમાન, આપ જ સમસ્ત વિશ્વ એટલે કે વસુધાના કણ કણમાં." વસુધા એટલે પાછી પૃથ્વી. "કણ કણમાં." હવે પ્રશ્ન એવો ઊભો થાય તમને તો મંગળની ધરતીને શું કહેવાય? આ જો પૃથ્વી છે તો એને તમે શું કહેશો? તો કે પૃથ્વી તત્વ. જ્યાં જ્યાં ઘનત્વ છે, ક્રિસ્ટલાઈઝ થઈ ચૂક્યું છે બધે બધું જ પૃથ્વી તત્વ છે. આકારમાં આવી ગયું છે એ બધું જ તત્વ કેવું કહેવાય? પૃથ્વી તત્વ છે. ચાહે આ ગ્રહ પર હોય કે કોઈપણ ગ્રહ પર, કોઈપણ નિહારિકા, કોઈપણ ગેલેક્સીની અંદર ભલે ગમે તે હોય, બધું જ શું કહેવાય? પૃથ્વી તત્વ કહેવાય. એ રીતે સમગ્ર રીતે જ સમજવાનું છે, જોવાનું છે. જ્યાં જ્યાં પ્રવાહીપણું છે, પ્રવાહિત થઈ રહ્યું છે એવું જે કંઈ હોય એ બધું જ જળ કહેવાય. તો એ રીતે પૃથ્વીના પેટાળની અંદર અત્યારે જે ધગધગતો લાવા આમ વહી જતો હોય તો એ પણ શું છે?

જળ તત્વ અને અગ્નિ તત્વ. અગ્નિ તત્વનું એમાં સંયોજન છે પણ એ જળ તત્વ છે. જ્યાં સુધી એ પ્રવાહિત થાય છે. એમાંથી જળ તત્વ જે ઊડી જશે એટલે ત્યાં મોટો પહાડ બની જશે. એકદમ જ ક્રિસ્ટલાઈઝ થઈ જાય, એકદમ પથ્થર સ્વરૂપે બની જાય, મોટો માઉન્ટેન બની જાય એવી રીતના એ થાય. અગ્નિ તત્વ જ્યાં જ્યાં પણ ગરમી અને તેજ પ્રગટ થઈ જાય તે બધું જ તેજ તત્વ કહેવાય. બધી જ જગ્યાએ નાનામાં નાની બેટરીથી માંડીને સેલથી માંડીને સૂર્ય, સૂર્ય સુધીને કે સૂર્યથી આગળ કેટલાય મોટા એવા જ્વલંત તારાઓ છે બધા. એ બધું જ સૂર્ય જ કહેવાય, અગ્નિ તત્વ જ કહેવાય. એ સૂર્ય તત્વ એમ સમજવાનું ત્યારે ક્લિયર પિક્ચર આખું મોટું આવે આપણને સૃષ્ટિનું. આ બધી વાતો સૃષ્ટિ નિર્માણની છે. ખાલી અહીં શું બને છે એટલું જ સમજી લઈએ એટલું પૂરતું નથી. આ સમજવાનું પણ સાથે ઇન કોન્ટેક્સ ટુ હોલ.

"તો વિશ્વ વસુધાના કણ કણમાં જીવની શક્તિના રૂપમાં વિદ્યમાન જીવન." જીવન એટલે આપણે સમજ્યા હતા ને હમણાં? હોવાપણું, અસ્તિત્વ. જેવું પ્રગટ થાય અને એને પોતાને ભાન હોય કે હું છું એને જીવન કહે છે. હું શું છું, કોણ છું એ બધું જવા દો, ખાલી હું છું એટલું ભાન હોય. બરાબર? તો એ એટલું ભાન તો પથ્થરને બી હોય, પૃથ્વી તત્વમાં પણ હોય એટલું ચેતન તો કે એને પોતાને ખ્યાલ આવે એટલી ચીજ. "આપ કવિઓ એટલે મંત્ર દ્રષ્ટા ઋષિઓના આશ્રયભૂત." જોયું? મંત્ર દ્રષ્ટાઓ હોય છે ને કે જે લોકોને મંત્ર સ્ફૂરે આમ સામે દેખાવવા માંડે, "ઓમ બ્રહ્મજ્યોતિ રૂપો અહમ સોહમ" એવી રીતના આખું આમ દેખાય. "સમસ્ત લોકોનું રક્ષણ કરનારા છો." સમસ્ત લોકો એટલે આ 600 કરોડ, 800 કરોડની વાત નથી. લોકો એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ જે કહીએ છીએ તે અથવા તો સાત સ્વર્ગલોક, સાત નરકલોક સહિતના જે બધા લોકો તો તે લોકોનું રક્ષણ કરનારા છો એમ કહેવા માંગે.

"આપ જ હિરણ્ય રેતા, હિરણ્ય એટલે સોનું અને રેતા એટલે સોનું જાણે કે વહેતું હોય એવા પ્રકારના અગ્નિરૂપ છો અને યજ્ઞરૂપ પણ છો. આપ જ એકમાત્ર વિરાટ અને પૂર્ણ પુરુષ છો." આ પ્રાર્થના.

સૃષ્ટિના સંકલ્પનું બીજ જ્યારે બ્રહ્માના તેજસમાં પડે ત્યારે એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે એવો વિચાર થાય બ્રહ્માના તેજસ શરીરની અંદર, એટલે પછી સૃષ્ટિ નિર્માણ શરૂ થાય. તથા જ્યારે પરબ્રહ્મ સંકલ્પ બીજનું આધાન કરે છે, ધારણ કરે છે, ત્યારે એને શું કહેવાય? હિરણ્ય રેતા કહેવામાં આવે છે. રેતા એને અહિરણને આપના બીજનું આદાન કરે છે એટલા માટે.

જે રીતે માળાના દરેક મણકામાં દોરો રહે છે, એવી જ રીતે આપજ પ્રમુખ એટલે કે સૂત્ર રૂપે સમસ્ત વિશ્વમાં પ્રાણ રૂપે સમવ્યાપ્ત છો. પ્રાણની અંદર બધું જ આવી ગયું, તો એવી રીતે તમે જોડાયેલા અને તેની ઉત્પત્તિના પાછા કારણ રૂપ પણ તમે છો. પ્રાણની ઉત્પત્તિના કારણરૂપ પણ તમે છો અને આ જે કઈ ઉત્પન્ન થયું છે, તે બધાની ઉત્પત્તિના કારણ રૂપે પણ આપ જ છો," એમ કે છે.

આપે જ સમસ્ત વિશ્વને એક પગથી માપી લીધું છે. સમસ્ત વિશ્વને ક એક જ ગતિ એટલે એક પગ, બસ એ કરવાનું એટલે પૂરથી. તેથી જ આપજ આ વિશ્વ સંર રચનાનું ઉત્પત્તિ સ્થળ પણ છો. આપ જ પ્રાણરૂપમાં સર્વત્ર વ્યાપ્ત વિષ્ણુની જેમ સંસારના રક્ષણ રૂપ તથા શ્રેષ્ઠ ધનુષ્યને ધારણ કરનાર કુમાર કાર્તિકે સ્વરૂપ પણ તાપજ છે. સંસારનું રક્ષણ કરે કોણ? તો કે દેવોના અધિપતિ ગણાય છે સેનાપતિ કાર્તિકેય. તો કાર્તિકેયનું જે સંરક્ષણ માટેનું જે શસ્ત્ર છે, તે ધનુષ્ય છે. એટલે એવા શ્રેષ્ઠ ધનુષને ધારણ કરનાર એવા કાર્તિકેય સ્વરૂપે આપ છો," એમ કહેવા માંગે.

હે પરમાત્મા, આપ જ મધ્યકાલીન સૂર્યના તેજની જેમ અગ્નિને પોતાની તરફ ખેંચીને, આકૃષ્ટ કરીને, માયા દ્વારા રચિત આ સમસ્ત પ્રાણીઓના હદય રૂપ આકાશમાં પ્રકાશમાન હિરણ્ય ગર્ભરૂપ છો. મધ્યકાલીન સૂર્ય કેવો હોય? પ્રખર હોય, સૌથી વધુ તેજસ્વી હોય. એનામાં સૌથી વધુ ગરમી પણ હોય અને સૌથી વધુ શક્તિ પણ હોય ને, સોલર પાવર એની અંદર મેક્સિમમ હોય એ ટાઈમે. એની જેમ અગ્નિને પોતાની તરફ ખેંચીને, માયા દ્વારા રચિત, માયા દ્વારા ઉત્પન્ન થયેલા આ સમસ્ત પ્રાણીઓના હૃદયરૂપ આકાશની અંદર પ્રકાશમાન હિરણ્ય ગર્ભ સ્વરૂપ છું. આવી રીતના આમ કરીને બેસીને જ્યારે જુએ, તો એ હિરણ્ય ગર્ભ સ્વરૂપ આપણને જે દેખાતું હોય છે, પ્રકાશમાન સ્વરૂપ જે છે, એ આપજ દિવ્ય પ્રકાશથી ભગવાન ભાસ્કર આકાશમાં પ્રકાશિત થાય છે. આપના જ દિવ્ય પ્રકાશથી, એનો પોતાનો સ્વતંત્ર કોઈ પ્રકાશ હોતો તો સૂર્યનો પણ નથી.

જેમ આંખોનો પોતાની જોવાની શક્તિ નથી, સ્વતંત્ર શક્તિ આંખની નથી. એ બરાબર હોવી જરૂરી, પણ એની પાછળ જો પાવર આવી ગયો આત્માનો, ત્યાર પછી આંખો જોઈ શકે છે. એટલે જોવાને શક્તિમાન થાય છે, ત્યાં સુધી આંખો સારી હોવા છતા પણ અશક્ત હોય છે, જોઈ શકતી નથી. જોના રોગ ગાયબ હોય છે, તો પણ એને સામે પડેલી વસ્તુ દેખાતી નથી. એ પણ આપણો અનુભવ છે. "ક્યાં પડ્યું છે?" તો કે, "તા તો પડ્યું છે કે જો તો ખરો, સામે તો પડ્યું છે!" અને પેલો કે, "મને નથી દેખાતું!" તો કે, "જો, આ અહીયા આગળ તારા વિચારોમાંથી બહાર આય પેલા જરા, એટલે તને દેખાશે!" એટલે કોક જગ્યાએ તમારું ચિત્ત ફૂલ પાવરમાં ત્યાં જ હોય અને તમે અહીંયા ગાળે કાઈક કરતા હોય, તો તેમાં આપણને દેખાવાનું આ મુશ્કેલી આવી એ આવે. એટલે એવા જ ભગવાન ભાસ્કર છો આપ. તે પ્રાણીઓના હૃદયરૂપ આકાશમાં તમે વિદ્યમાન છો.

કેવા? તો કે, હિરણ્ય ગર્ભરૂપી હૃદયને પ્રકાશિત કર. હૃદયની અંદર આ બધું જે કઈ અનુભવ રૂપે આપણને અનુભવાય છે, તે બધું જ એ છે," એમ કે છે.

અને દેવતાઓના સેનાપતિ કાર્તિકેયના ના રૂપમાં આપ પ્રતિષ્ઠિત છો. ગરૂડની જેમ જ બધા જ અરિષ્ઠોનું સારી રીતે નિયમન કરનારા, અરિષ્ઠોનું પણ નિયમન કરવાનું. સૌથી વિઘ્નો જેને કહેવાય, અનરેગ્યુલેટેડ બધા વિઘ્નો થઈ જાય, તો વિપત્તિઓનો ઢગલો થઈ જાય એક માણસ ઉપર જ. બિચારો જીવે કેમનો? એટલે એવું ના હોય એને. અને ભલે નાની મોટી બે ચાર મુશ્કેલીઓ એક સામટી આવી જાય, એને પગાર તો મળે. પગાર મળે એટલે એનું ઘર તો ચાલે. માદો પડે ઘરમાં કોઈ પણ, પગાર આયો હોય એટલે એની પાસે એટલી શક્તિ તો હોય કે એ દવાખાને લઈ જાય, એની દવા કરે, એ બીજું બધું કરે. એને પગાર આયો હોય એટલે બીજું શું? તો કે, "ઘરના ચાર માણસોને સાંજે ખાવા તો જોઈશે ને?" કે, "ચાલો, બજારમાં જઈને કઈ ચાર વસ્તુઓ લઈ આવું," કરીને એ વસ્તુઓ લઈ આવે અને પોતાના ઘરની અંદર રેશનિંગ બધું પ્રોવાઈડ કરી શકે.

એટલે અમુક વિઘ્નો હોય, પણ તેની સામે તમને અમુક વસ્તુઓ આપવામાં પણ ઓલરેડી આવતી જ હોય છે પહેલેથી. તો એ જે હોય છે તે શું? ઘણાને એવું થતું હોયને કે કઈ રસ્તો જ ન હોય એવું, છટાય રસ્તો હોય છે," એમ કહેવામાં આવે છે. ને જ્યારે કોઈ પણ રસ્તો ના હોય, એ પણ એક રસ્તો છે. ભઈ, હવે કોઈ રસ્તો નથી, બરાબર છે? તો એ તને શું કહે છે એ ટાઈમે? કે, "ડુ નથિંગ નાવ, સ્ટોપ, સ્થિર થઈ જા, બી સ્ટીલ." એ જ એક રસ્તો છે. એક સમય સુધી એવું રહેશે, પછી પાછું કાઈક થશે અથવા કોકને કાઈક થશે. પ્રેરણા એ આવશે અને તમારી પાછી ફરી ગાડી ચાલુ કરી આલું. ગજસુકુમારની વાત છે. એવી રીતે બિલકુલ બેસી જાય શાંતિથી કે વેવઈએ પેલા શું આઈને સસરાજીએ પાઘડી પહેરાવી દીધી મોક્ષની. એમને પાઘડીની અંદર સળકતા કોલસા ભરી દીધા કે, "આવવા સમાધિમાં બેઠો છે ને? લાવ, ટેસ્ટિંગ કરી શકીએ!" એમ કરીને તે હવે માથા પર સળકતા ધગધગધક ઓલસાવ હોય.

કોઈને તું એ કરેલું હોય, તો એ કેવી કેટલું જીવે માણસ? એને કેટલી તકલીફ થાય? કચસું કુમારના ચહેરા પર જરા પણ કોઈ એક શિકન બી ના પડી અને એમને વિચાર્યું એવું આવડું પણ ના વિચાર્યું પાછું કે, "આજે તો કે સસરાજીએ મોક્ષની પાઘડી પહેરાવી દીધી કે આપણને ને હવે આપણું તો કલ્યાણ થઈ જવાનું!" બધી માતાઓ શું કહેતી હોય છે? "સૌભાગ્યવતી થા!" એમ કરીને એની દીકરીને આશીર્વાદ આપે. હવે એ સૌભાગ્યવતી થાય એનો મતલબ શું થયો ખરેખર? "તું પહેલા..."

"જા, તારા પતિ કરતાં તું પહેલા જા." એ શું કહે છે? "તું છૂટી થા." આપણે ત્યાં બીજી રીતે એને લેવામાં આવે છે, પણ વાસ્તવિકતા સૌભાગ્ય એનું શું છે કે તું પહેલા જાય એ તારું સૌભાગ્ય. કંઈ સમજાય છે? બધું પરવારીને તું પહેલા નીકળી જજે કે પેલો ભલે રહ્યો. કે ત્યાં ગણે શું? જમાઈની ચિંતા નથી કરતી. જમાઈને કહે છે, "પેલને કહેશે શું? સૌભાગ્યવતી થાય." જમાઈને કાનમાં કહેશે કે "તમે ખૂબ સુખી થાવ." ના, મોટેથી બોલશે બધા સાંભળે એમ, "તો તમે ખૂબ સુખી થાવ." એમ પણ પેલીને કહે છે, "સૌભાગ્યવતી ભવ!" એટલે આવું છે આ બધું.

તો ગરુડજીની જેમ બધા અરિષ્ઠોનું નિયમન કરનારા, તો અરિષ્ઠોનું પણ આવી રીતના નિયમન થવું અતિ આવશ્યક હોય છે, જે ગરુડજીની જેમ કરતા હોય છે. ગરુડ એટલે ગતિશીલતા, ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ. ગરુડ સમજાયું? હે પરમાત્મા! આપ જ વજ્રને ધારણ કરનારા ઇન્દ્રના રૂપમાં તથા ભવરોગ નાશક એવા રુદ્ર સ્વરૂપમાં સમસ્ત પ્રજાઓના સ્વામીઓ છો.

ચૌદ લોકની અંદર સ્થાવર-જંગમ બધું જે કાંઈ છે, તેની અંદર ચાર જાતની પ્રજાઓ છે: સ્વેદજ, અંડજ, ઉદ્ભજ અને એકબીજી ચોથી, ચાર જાતની જરાયુજ. તો આ બધી પ્રજાઓ ત્યાં કાઢે છે ચૌદ લોકોની અંદર. એ બધે પ્રજાઓના સ્વામી કોણ છો? તો કે પરમાત્મા તમે પોતે જ છો.

આપ શ્રેષ્ઠ અભિષ્ટ ફળદાયી છો. પિતૃઓના રૂપ ચંદ્રલોકમાં રોજ શ્રેષ્ઠ અભિષ્ટ ફળદાયી પિતૃઓ હોય, તો પુત્રોને શું કરે? એ આશીર્વાદ આપે કે "મારો વંશવેલો બરાબર ચાલે અને બધા સુખી-સમૃદ્ધ રહ્યા કરે અને થયા કરે બધા." તો એ આશીર્વાદ કોણ આપે? તો કે પિતૃઓ આપે, સમૃદ્ધિના આશીર્વાદ. તો એવા પિતૃઓ ક્યાં રહે છે? તો કે ચંદ્રલોકમાં રહે છે. સૌથી પહેલામાં પહેલો દેવલોક. દેવલોકથી ઉપર આવે સૂર્યલોક. સૂર્યલોકથી ઉપર આવે ચંદ્રલોક, બરાબર? તે ચંદ્રલોકની અંદર બધા પિતૃઓ રહે છે.

તો આવા પિતૃઓ અને દેવોની તૃપ્તિ માટે કરાનાર યજ્ઞ અને શ્રાદ્ધ, અર્થાત્ "સ્વાહા", "સ્વધા" અને "વસટકાર" રૂપ છો. આપ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રહેલા છો. જ્યારે યજ્ઞ કરવાનો હોય ત્યારે એની અંદર "સ્વાહા", એમાં જે કાંઈ ઉમેરવામાં આવે છે તે બધું "સ્વધા", અને આ જે કરનારો જે છે તે "વસટકાર" કહેવાય, અહીંયા આગળ. નહિતર યજ્ઞ કોણ કરશે પછી? એટલે ત્રણ વસ્તુઓ એકઠી થાય. તો આ બધું જ જે કાંઈ છે તે તમે જ છો એમ એ કહેવા માંગે છે. અને આ બધા પ્રાણીઓના હૃદયમાં તમે રહેલા છો. એટલે કોઈપણ પ્રાણી એવું નથી, કીડીથી માંડીને કુંજર સુધીનો, વચ્ચે મનુષ્ય આવી ગયો, કે જેની અંદર જેનામાં પ્રાણ હોય એ પ્રાણી. પ્રાણ પ્રવાહિત થયા કરે ત્યાં સુધી એ પ્રાણી જ કહેવાય. સમજાયું?

હે ભગવાન! આપ જ પ્રાણ રૂપમાં ધાતા, ધારણ કરનારા આપ જ છો. સૃષ્ટિ સંરચનાના રૂપમાં વિધાતા, કારણ કે સંરચના કરે એટલે પછી સર્જન-વિસર્જનની પ્રક્રિયા, એનું નિયમન, બધી જ વસ્તુઓ એના હાથમાં આવે. ઈશ્વર, ઈશત્વ, પવન, ગરુડ, વિષ્ણુ, વારા, રાત અને દિવસ આપ જ છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ પણ આપ જ છો. બધી ક્રિયાઓ, કાળગતિ અને પરમાક્ષર એટલે કે પરમ અવિનાશી તત્વ ઓમકારના રૂપમાં આપ જ વિદ્યમાન છો. જેના મુખેથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વગેરે ઉત્પન્ન થાય છે, એ આપ જ છો. આપ જ સમ્રાટ રાજા તથા સર્વત્ર પ્રકાશિત છો. વસુ, અંતરિક્ષ, યજ્ઞીય પ્રક્રિયા કરનારા, યજ્ઞીય ભાગ ગ્રહણ કરનારા અને સર્વ શક્તિમાન આપ જ છો.

આપ જ એકાદશ એટલે કે અગિયાર રુદ્ર આપ છો. દિતિના સંતાન એટલે કે દૈત્ય રૂપે અને સર્વત્ર વ્યાપ્ત થનારા એવા વસુરૂપ આપ જ છો. જે વસી જાય એને વસુ કહેવાય. હવે આ સર્વત્ર વ્યાપ્ત થનારો હોય એને વસુ કહેવામાં આવે. એટલે દેહની અંદર બસ આમ કોઈ એક ચીજ હોય, આમ ગમી ગઈ એટલે વસી જાય અંદર વૃત્તિ. એ વૃત્તિ ક્યાં વસે? સર્વત્ર વ્યાપ્ત થઈ જાય. એટલે કોઈ એક જગ્યાએથી તમે પકડીને તમે કાઢી શકો, પણ વ્યાપેલી ક્યાં હોય? આખા દેહમાં એની અસરો પહોંચી ચૂકેલી હોય, આખા મનમાં એની અસરો પહોંચી ચૂકેલી હોય. અહીં બેઠો હોય ને માણસને એકદમ કશું થાય, તો માનો કે કંઈક વીજળીનો કરંટ લાગે કે કશું બી, તો એની અસર ક્યાં હોય? આખા દેહમાં હોય, એના સંપૂર્ણ મનમાં હોય, બધી જગ્યાએ હોય. હવે એનાથી શું થઈ ગયું? તો કે એક જરાક વાર માટે, ક્ષણ માત્ર માટે પણ એને ભય વ્યાપી જાય.

મૃત્યુનો ભય આવી જાય ને, બહુ મોટામાં મોટો એકદમ. એટલે ઘણી પળ માટે તો એ સખત રીતે ગભરાઈ ગયો. પણ કોઈ એને પૂછે કે ભઈ, આ તને થયું તે ક્યાં થયું? તારા હાથમાં થયું? તો કે ના. તારા પગમાં થયું? તો કે ના. ક્યાં થયું? તો કે સમગ્ર દેહમાં થયું એમ કહે છે. એવી રીતે એ વસી જતું હોય છે, આ દરેક વસ્તુઓ, લાગણીઓ, જે કાંઈ બધું ઊભું થાય, વૃત્તિઓ, બધું અંદર વસી જાય છે.

આપ વિભિન્ન સ્વરૂપોવાળા સૂર્યમંડળમાં વિદ્યમાન તથા અન્યત્ર અન્ય સ્થાન અને જીવના હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકારને નષ્ટ કરનારા પ્રતિષ્ઠિત આપ જ છો. તમે પ્રતિષ્ઠિત છો પાછા. એટલે આ પૂર્વે પણ અનેક લોકોને આવું તમે કરી ચૂકેલા છો, એવી તમારી પ્રતિષ્ઠા છે. અને હજુ પણ તમે એ જ કર્યા કરો છો અને ભવિષ્યમાં પણ તમે એ જ કર્યા કરવાના છો. એટલે તમારા કાર્યોની અંદર સંપૂર્ણ કન્સિસ્ટન્સી છે કે ભાઈ, "અમિતભાઈ પ્રમાણિક", બસ એક જ વાત. તો એ પહેલા પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ એ પ્રમાણિક જ રહેવાના છે, એક જ પ્રકારની વાત. તો એવા તમે પરમાત્મા પ્રતિષ્ઠિત છો શેના માટે? તો કે અજ્ઞાનના અંધકારનો નાશ કરનારા. એવી તમારી પ્રતિષ્ઠા છે કે પૂર્વે કરી ચૂક્યા છો, અત્યારે કરો છો અને ભવિષ્યમાં પણ એ જ કરવાના છો, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાના.

ક્યાં? જીવના હૃદયમાં રહેલો. કોઈ જગ્યાએ આકાશમાં કાળું વાદળું નથી, ભાઈ. પણ જીવના હૃદયમાં અજ્ઞાન રૂપે ઊભી થયેલું છે એને દૂર કરવાનું. તો એ કામ કોણ કરે છે? તો કે આપ જ કરો, બીજો કોઈ કરી શકતો નથી. જે વિરાટ સ્વરૂપના હૃદયરૂપી આકાશમાં...

બ્રહ્માંડ ગર્ભિણી એટલે કે બ્રહ્માંડને પોતાના ગર્ભમાં ધારણ કરનારી, સુનાભી એટલે એટલે કે શ્રેષ્ઠ નાભી કેન્દ્ર એટલે કે માયા કહેવામાં આવે છે. "માયામાં જ બ્રહ્માંડ ઊભું કર્યું છે" એમ કહે છે. અહીંયા ગાને શું? આ આખું બ્રહ્માંડ જે ઊભું થયું છે, તે શેમાં થયું છે? માયારૂપી નાભી કેન્દ્રમાં થયેલું છે. "એનું સેન્ટર પોઈન્ટ છે" એમ. સૃષ્ટિ સર્જન, વિસર્જન બધું ક્યાં થયા કરે છે? એ માયામાં થાય છે અને એ નાભી કેન્દ્ર છે. માયા છે એ જ નાભી. એટલો ભાગ જ્યાં જ્યાં માયા જુઓ, તમારે સમજવાનું કે આ એનું નાભી કેન્દ્ર છે. એવી રીતના માયા એટલે "બનાવટ". બનાવટ એટલે જે નહોતું તે બન્યું અને જે બન્યું છે તે આગળ ઉપર નહીં હોય. એ બધી બનાવટ કહેવાય. પરિવર્ત તનશીલ હોય, એટલા માટે એને અસત પણ કહેવામાં આવે. બીજી રીતે જોઈએ તો એને અસત કહેવામાં આવે.

તેવા નાભી કેન્દ્રમાં રહેલ છે એ આપજો.

સૂર્ય આદિ ગ્રહ-નક્ષત્રોમાં જે પ્રકાશમાન કિરણો છે, એ આપના જ પ્રકાશ કિરણો રહેલા છે. આપણે ગુરુમાંથી આવતો તો પ્રકાશ જોઈએ, આપણે શનિમાંથી આવતો પ્રકાશ જોઈએ. જોઈએ છે ને? ભલેને કેટલાય વર્ષે અહીંયા પહોંચતો હોય, પેલા ક્યાંકથી તો નીકળ્યો હતો. તો હવે એ જે ટ્રાવેલ કરે છે ને, એ આખો પ્રકાશ એ પણ તમે જ છો એમ. તો જેટલા પણ નામ છે, રૂપ છે, એ બધી જ વસ્તુઓ આપ જ છે. હે જ વિરાટ બ્રહ્મ, બધું જાણનારા, સમસ્ત ભુવનો ઓના રક્ષક. બધાની રક્ષા કરો, રક્ષા કરો. રક્ષક રક્ષા કરે કોનાથી? એકબીજાથી. એકબીજાની પોલીસ કેમ હોય છે? "પોલીસનું કામ શું હોય છે? કાયદો અને વ્યવસ્થા જાળવવાની." "શેનો કાયદો જાળવવાનું?" બધા એકબીજા, એકબીજાને જો ઝગડી ના મરે, લડી ના મરે, કશું એકબીજાને ચોરી ના કરી નાખે, આમ કરી નાખે, તેમ ના કરી નાખે. આ બધા જે અનિષ્ઠ વ્યવહારો છે, તે લોકો એકબીજા સાથે ના કરે એ જોવા માટે પોલીસ રાખી છે.

"એનો કાનૂન છે." એ જ પ્રમાણે નેચરની અંદર પણ કાયદા છે. હા, જો એવું ના થાય તો અહીં રાખેલું એલ્યુમિનિયમ હોય, તઈ રાખેલા સોના જોડે ભેગું થઈ જાય. પણ તમે હવે શું કરશો? સોનામાંથી પાછું એલ્યુમિનિયમ જુદું કાઢશો. વળી પાછું એ ભેગું થઈ જશે. અથવા તો સ્થિતિ એવી આવે કે જુદું પાડી શકાય એ જ નહીં. પછી વાતા તો આ રેતીમાંથી તેલ કાઢે જ છે ને બધા આરબ દેશો ને બધાય લોકો. રેતીમાં નથી કાઢતા, તેલ કાઢે છે ને? રેતીની નીચે ડ્રીલિંગ કરીને કાઢે છે, રેતીને પીલીને નથી કાઢતા. તો જેમ તલમાં તેલ છે, તેમ રેતીમાં તેલ નથી. પણ એ રેતી જ્યાંથી આવે છે, આ બધું થઈને આવે છે, તે જગ્યા જે છે ત્યાં આગળ તેલ છે અને એ પાછું પૃથ્વીનું પ્રવાહી છે. પ્રવાહી સ્વરૂપ છે ને અંદર પૃથ્વીનું? તે એ શું છે કે ઘન તત્વ જે કાઈ હતું, તેનું પ્રવાહીપણું બન્યું અને પછી એને બહાર કાઢે છે.

"હાઈડ્રોકાર્બન" કહે છે આજકલ તો. એ અત્યારે "ક્રૂડ ઓઇલ" બને, પછી એને રિફાઇનરીમાં લઈ જાય એટલે પાછું "પેટ્રોલ" બને એમ. બધું એને પ્રોસેસિંગ થતું. તો હવે એનું જો નિયમન જ કરતા ના હોય, તો આખું બધું વિજ્ઞાન ઉડી જાય, કશું થઈ જ ના શકે. "સૃષ્ટિ નિર્માણ, સર્જન, વિસર્જન બધું કેમનું કરવું?" એટલા માટે કહે છે કે "આ બધાયની સમસ્ત ભુવનોના રક્ષક આપ છો." "સમસ્ત પ્રાણી સમુદાયના આધારરૂપ, આધારરૂપ નાભી કેન્દ્ર છે." "અંતર્યામી રૂપમાં આપ જ સર્વત્ર ઓતપ્રોત છો."

દરેકના અંતર્યામી, દરેકના જીવ માત્રના, "કોઈ બાકી નહીં" એમ. અહીંયા ગાડે માણસ એમ નક્કી કરે ને કે આમ મકોડો દેખાય છે ને, આને એમ કંઈક કાઢું અહીંથી કે આ ગરોળી અહીંયા રૂમમાં આવી ગઈ છે ને, હું આમ કાઢું એને. એ જીવો જે ક્ષણે એને અહીં વિચાર આવે, તરત ત્યાં ગરોળીને ખબર પડી જાય કે "હમણાં આપેલો ગા માડો ઉભો થવાનો ને મને હમણાં ફટકો મારવાનો." એટલે મારે બચવું પડશે. એને તરત ખ્યાલ આવી જાય. એ બચે ના બચે, શું થાય, શું નહીં, બધું કુદરતી કાનૂન. પણ એને ખબર તો પડી જાય, સંદેશો મળી જ જાય. એક વ્યક્તિના વિશે અહીંયા બેસીને વિચાર કરવામાં આવે કંઈક પણ સારું કે ખોટું, એટલે તરત જ એને અસર તો પહોંચી જ ગઈ હોય. પછી ભલે એને સમજણ પણ પડે કે ના પડે, પણ મેસેજ એને પહોંચી ગયો કે "અમિતભાઈએ મારા વિશે કંઈક વિચાર્યું." આ અને આવું વિચાર્યું એટલે તરત પછી નેક્સ્ટ એક્સપોઝરની અંદર, અમિતભાઈ સાથેના વ્યવહારની અંદર, એ વસ્તુ એની અંદર એને ખબર હોવાના કારણે એનું જે વર્તન હશે એ કેવું હશે?

"પ્રેજોડેસ વાળું" હશે. "બાયસ" આવી ગયો ને એને? એના કારણે ઉપર એક આવરણ આવી ગયું યું છે કે "આણે મારા વિશે આવું વિચાર્યું." અત્યાર સુધી કોઈ દિવસ નહતું વિચાર્યું, પણ આજે વિચાર, એક વિચાર કર્યો હોય ને કોઈક વ્યક્તિ માટે, એ પણ અંતરાય રૂપે આડો આવે છે અને એ પેલી વ્યક્તિના વર્તનની અંદર ફેરફાર લાવી દે છે. બહુ મોટો ફરક પડી જતો હોય છે. તો આવી રીતે હવે એ બાયસ હોય.

આપ જ વિવિધ પ્રકારની ગતિઓના વિશ્રાંતિ રૂપ છો. એ કેમ એવું કારણ છે? કારણ કે "આ જે કંઈ છે, એ બધું શું છે? આભાસ છે." તો એ માયા છે. "ખરેખર એને એવું છે નહીં, પણ એને એવું વિચાર્યું, એવું આણે માની લીધું." "ખ્યાલ આવ્યો?" એ માયા આખી બધી એટલે અસરની અસરની અસર. તો આપ જ વિષ્ણુના ગર્ભમાં, એટલે કમળનાળમાં, પ્રજાપતિના રૂપમાં રહેલા છો અને વેદ અને છંદ પણ આપ જ છો. ભગવાન વિષ્ણુ વ્યાપક છે અને આમ સુતા છે. "શાંતાઘારમ શાંતાઘારે ભુજંગ સાયનમ." ભુજંગ ઉપર સુઈ ગયા છે. "ભુજંગ એટલે શું? તો કે સાપોલ્યું." સાપોલ્યું વૃત્તિઓ હોય, એ બધી કેવી હોય? સાપોલિયા જેવી હોય કે એ સુવાળી લાગે આપણને, ઠંડી હોય પણ અંદરથી ઝેરી હોય. સાપજીવી ભુજંગ છે. ટાળક આપે. હુઈ જાવ તો આમ સુવાળી સુવાળી. એટલે રજાઈની જરૂર ના પડે, ગાડલા બદલાની કંઈ જરૂર નહીં. વૃત્તિ ઉપર હુઈ જાવ તો એ જૂલ્યા જ કરો તમારે પછી મસ્ત રીતે.

"સમજી ગયા?" તો એવી રીતે સુવાડી દે છે આ માયા. આય માયા એવી રીતે. હવે એને ના કમળનાની અંદર પ્રજાપતિ ના રૂપે આપજો.

ત્યાં આગળે બેઠા બેઠા પ્રજાપતિ, પ્રજાપતિ એટલે જે પ્રજા પેદા કરે તેનો જે પતિ હોય તે પ્રજાપતિ. તે બેઠો બેઠો એ ઘડ્યા કરે, શું? નામરૂપ આકારો ઘડ્યા કરે. "ચાર વાગ્યે ને એટલું હું આમ કરીશ, પાંચ વાગ્યે આમ કરીશું, કાલે આપણે આવું કરીશું, પરમ દિવસે આમ કરીને આ બધું ઘડ્યા કરી." પછી પાછો અડધો કલાક રહીને થાય કે, "ના ના, ચાર વાગ્યે ત્યાં નથી જવું, ચાર વાગ્યે આમ કરીશું." એટલે ભાંજગળ ભાંજગળ થયા કરે. એ પ્રજાપતિ તો એ પ્રજાપતિના રૂપમાં આપ રહેલા છો, એને સમજવાનું છે કે ભઈ આ બી એક એ પરમાત્મા છે અને પાછળ હવે પ્રજાપતિ પોતે પણ એ છે, પણ એની પાછળ રહેલું મૂળ તત્વ પણ એ જ. બંને રીતે એ કામ કરી રહ્યા છે અને વેદ એટલે કે છંદ પણ આપ જ છો.

"વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ જ્ઞાનીજન, રજોગુણથી પર, સોનેરી કાંતિવાળા વિરાટ પુરુષના અંતને સામ આદિ વેદોથી પણ જાણી શકાતા નથી." એના ગાન કરવાથી તમે ના જાણી શકો. સામવેદ આખોય ગાઈ કાઢ્યો હોય સવારથી શરૂ કરીને સાંજ સુધીમાં તો પણ તમને એ વિરાટ પુરુષના દર્શન ના થાય, ભલે એના વિશે જ બધી વાત છે એની અંદર. તો પણ બ્રહ્મવેત્તાજન યજ્ઞોમાં યજુર્વેદના મંત્રોથી તથા સામવેદી જન સામવેદ મંત્રોથી જેની સ્તુતિ કર્યા કરે છે તે આપ. પણ જેની એ સ્તુતિ કરે છે તે કોણ છે? તો કે તમે પોતે.

"મંદિર તારો વિશ્વરૂપાળું, સુંદર સર્જનહાર." આ પણ એક વેદથી જરા પણ ઓછી વાત નથી. જે વેદોમાં કહ્યું છે એ જ આટલી એક લીટીની અંદર કીધું. "નહીં પુજારી, નહીં કોઈ તાળા, નહીં મંદિરને, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે." કેટલી સુંદર વાત કરી દીધી! વેદનું વાક્ય છે. એનું એ જ જ્ઞાન અહીંયા આગાળે પ્રવાહિત થઈ રહ્યું છે કવિતા સ્વરૂપે.

"હે પરમાત્મન, આપ એકલા જ સ્ત્રી, પુરુષ, કુમાર અને કુમારી છો. આપ જ પૃથ્વી છો. આપ જ ધાતા, વરુણ, સમ્રાટ, સંવતસર, અગ્નિ અને આર્યમાં સૂર્ય આપ જ છો. જે કંઈ છે તે બધું આપ જ છે. હે પરમ પુરુષ, સૂર્ય, ગરુડ, ચંદ્ર, વરુણ, રુદ્ર, પ્રજાપતિ, વિષ્ણુ, સવિતા, ગૌપતિ." એટલે ઇન્દ્રિયો કે ગાયોના સ્વામી, જોકે વાણી વગેરે ઇન્દ્રિયોના સ્વામી કહેવામાં આવે છે તે આપ જ છો. આપ જ વિષ્ણુ બનીને સમસ્ત માનવજાતિને દૈત્યોના ભયથી રક્ષણ આપનારા છો. આપ જગતના જનક ભૂગર્ભ રૂપ છો. આપના દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડ છવાયેલું છે, આવૃત્ત છે. જે કાંઈ છે તે બધું તમે જ છો. આખું બ્રહ્માંડ તમારી અંદર છે. આપ સ્વયંભુ એટલે સ્વયં પ્રગટ થનારા છો અને વિશ્વતોમુખ એટલે કે સર્વત્ર મુખવાળા. દરેક જગ્યાએ મોઢું છે એમનું. મોઢું હોય એટલે દરેક જગ્યાએ તે ખાઈ શકે, સમજાય છે?

તો જ્યારે ચાહે, જેને ચાહે તેને એ ખાઈ જઈ શકે છે એવી શક્તિ ધરાવે છે. મતલબ એનો વિસર્જન થઈ જાય છે, એનો વિનાશ થઈ જાય છે. એટલે સર્વતોમુખ પણ તમે જ છો એમ કે દરેકનો નાશ પણ તમે જ કરો છો. જે જ્યારે જ્યારે તમે જેને ખાઈ જાવ તે ખતમ થઈ જાય છે.

હવે આપ જ ભૂ, ભુવસ્વ વગેરે લોકોમાં પ્રતિષ્ઠિત છો. જે કોઈ મનુષ્ય પોતાના હૃદયરૂપી ગુફારૂપી હૃદય ક્ષેત્રમાં રહેલ પુરાણ પુરુષોત્તમ આદિ પુરુષને પ્રાણ સ્વરૂપ અને પ્રકાશ સ્વરૂપ જાણે છે, એ પુરુષ બ્રહ્મજ્ઞાનીઓની પરમ ગતિને અજ્ઞાનગ્રસ્ત બ્રહ્મ બુદ્ધિનું અતિક્રમણ કરીને મેળવી લે છે. જે પુરુષ શું કરે છે? પોતાના ગુફા રૂપી હૃદય ક્ષેત્રમાં. ગુફા કેવી હોય? એક પર્વતની કોતરની અંદર આમ અંદર જાવ તો પછી જે ના પહોંચી શકાય એવો ભાગ જેવો રહી જતો હોય તેને ગુફા કહેવાય. એવી ના પહોંચી શકાય એવી જગ્યા હૃદય ક્ષેત્રમાં રહેલી. એમાં પ્રાણ સ્વરૂપ અને પ્રકાશ સ્વરૂપ એવો પરમાત્મા છે એવું જાણે છે. અનુભવાત્મક એને જાણે છે. હૃદયની અંદર રહેલા પ્રાણ સ્વરૂપ અને પ્રકાશ. હૃદયમાં પ્રાણ છે, તો એ પ્રાણને પણ પ્રકાશ સ્વરૂપ જાણવાનું, પ્રકાશને પ્રાણ સ્વરૂપ જાણવાનું અને હૃદયમાં રહેલું છે અને આ હૃદયરૂપી ગુફામાં રહેલું છે.

એટલે આમ તો બધું બહુ છે, પણ એ હૃદયરૂપી ગુફા એટલે કોઈને જડ દઈને ખબર ના પડે એવું સંતાળીને રાખેલું સ્વરૂપ તે તમે જ છો. એવું શું થાય? તો કે બ્રહ્મ બુદ્ધિનું અતિક્રમણ કરીને જે જે અત્યાર સુધી એને ખબર નહોતી પડતી કેમ? તો કે એની બ્રહ્મ બુદ્ધિ હતી. હવે એ બ્રહ્મ બુદ્ધિ દૂર થઈ જતાં એને આ દેખાવવાનું છે. એવી રીતે એનું અતિક્રમણ કરીને જે વ્યક્તિ બ્રહ્મજ્ઞાની થઈને આ વસ્તુ મેળવી લે છે, એ આ ઉપનિષદનું રહસ્યાત્મક જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. એટલે એ એક જ છે તેની ઉપાસના કરો. એક જે સમવ્યાપ્ત છે, બધી જગ્યાએ છે જ, પહેલેથી છે, બધું જાણે છે એ, એની ઉપાસના કરો.

"ૐ સહના ભવતુ સહન ભુનક્તુ વધિતમસ્તુ મહાવિદવિષાવહ ૐમ શાંતિ શાંતિ."

હવે પછીનો ઉપનિષદ છે ઐતરેય ઉપનિષદ. આ ઋગ્વેદનું હતું. ઐતરેય આરણ્યકના બીજા આરણ્યકનો ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય જે છે એ કેવો છે? તો કે બ્રહ્મવિદ્યા પ્રધાન છે. એટલે પ્રધાનપણે મુખ્ય રૂપે તેની અંદર બ્રહ્મવિદ્યાનું વિવેચન કરવામાં આવેલું છે. તેથી એને ઐતરેયોપનિષદની માન્યતા આપવામાં આવી છે. પ્રથમ અધ્યાયમાં ત્રણ ખંડ છે. બાકીના બીજા, ત્રીજાના અધ્યાયોમાં એક એક ખંડ છે. પ્રથમ અધ્યાયના પ્રથમ ખંડમાં પરમાત્મા દ્વારા સૃષ્ટિ રચનાનો સંકલ્પ તથા લોકો, લોકપાલની રચનાનો પ્રસંગ છે. હિરણ્યગર્ભ બધી વિરાટ પુરુષ અને એમની ઇન્દ્રિયોથી દેવતાઓની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે. બીજા ખંડમાં દેવતાઓ માટે આવાસરૂપ મનુષ્ય શરીર તથા ભોગ તરસની શાંતિ માટે અન્ન વગેરે રચનાનો પ્રસંગ છે. ત્રીજા ખંડમાં પ્રાણ દ્વારા અન્નને ગ્રહણ કરવાના ઉપાખ્યાન સાથે સ્વયં પરમાત્મા દ્વારા મૂર્ધા માર્ગથી પ્રવેશ કરવાનું પ્રકરણ આપવામાં આવેલ છે.

વ્યક્તિરૂપમાં ઉત્પન્ન પુરુષ જિજ્ઞાસા અને પરમાત્મ તત્વના સાક્ષાત્કારથી એના કૃતકૃત્ય થવાનો પણ ઉલ્લેખ છે. હવે બીજા અધ્યાયની

અંદર ઋષિ વામદેવ દ્વારા જીવનચક્રનો અનુભવ પ્રાપ્ત કરવાનું વર્ણન છે. માતાના ગર્ભમાં જીવ પ્રવેશ એનો પ્રથમ જન્મ, બાળક રૂપમાં બહાર આવવું બીજો જન્મ, તથા મરણોત્તર યોનિમાં જવું એ ત્રીજો જન્મ કહેવામાં આવે છે. ત્રીજા અધ્યાયમાં ઉપાસ્ય કોણ છે? એવો પ્રશ્ન કરે કે "હું કોની ઉપાસના કરું?" પ્રધાનરૂપ પરમાત્માને જ ઉપાસ્ય સિદ્ધ કરવામાં આવેલ છે અને એમને મેળવીને કાયા ત્યાગ આપ્યા પછી પરમધામ, અમરધામ, અમરપદની પ્રાપ્તિનું નિરૂપણ પણ અહીં કરવામાં આવેલું છે.

તો ઐતરેય ઉપનિષદ આવું કહે છે: "વાંગ મનસી પ્રતિષ્ઠિતા મનોમે વાચી પ્રતિષ્ઠિત આવિરાવીર્મ એધિ, વેદસ્ય મ આણીસ્થઃ શ્રુતં મે મા પ્રહાસીઃ, અનેનાધીતેન અહોરાત્રાન્ સન્દધામિ ઋતમ્ વદિષ્યામિ સત્યમ્ વદિષ્યામિ તન્માવતુ તદવક્તારમ અવતુ અવતુ વક્તારમ અવતુ વક્તારમ ઓમ શાંતિ શાંતિ શાંતિ."

એટલે કે કહે છે કે, "હે પરમાત્મા, મારી વાણીમાં મનમાં રહો. મારા મનમાં વાણી પ્રતિષ્ઠિત થાવ. વાણીમાં મન અને મનમાં વાણી એમ પ્રતિષ્ઠા થાવ. આપ મારી સામે પ્રગટ થાવ. મારા માટે વેદનું જ્ઞાન લાવો." હવે શું છે? આ જે કંઈ છે એ બધું સામે જ છે, એની પ્રત્યક્ષ જ છે, પણ એને સમજાતું નથી કે આમાં પરમાત્મા ક્યાં છે. એટલે આ વસ્તુ રૂપે છે, એટલા માટે પ્રાર્થના કરે છે કે, "મારી સમક્ષ પ્રગટ થાવ ભગવાન. તમારું અવ્યક્ત સ્વરૂપ છે. અત્યારે મને સમજાતું નથી, હું સમજી નથી શકતું, હું દેખી નથી શકતો, હું જાણી નથી શકતું. તો એટલા માટે તમે પ્રગટ થાવ એમ કે મારી સમક્ષ પ્રગટ થાવ. મારા માટે વેદનું જ્ઞાન લાવો. પાછા આવો તો ભેટ લેતા આવજો, એમનેમ એકલા ના આવતા. શું લાવજો? વેદનું જ્ઞાન."

વેદનું જ્ઞાન શું છે? વેદ શેના વિશે છે? "વોટ ઈટ ઈઝ ઓલ અબાઉટ?" તત્વ, આત્મા, પરમાત્મા, બ્રહ્મ. તો કે, "એનું જ્ઞાન લઈને આવજો કે એમનેમ ના પ્રગટ થાવ ને પાછું આ લાવો એમ. હું પહેલા સાંભળેલા પૂર્વશરૃત જ્ઞાનને ભૂલી ના જવ." કોક કાળે, કોક જન્મની અંદર આપણે પહેલા પણ ઉપનિષદ સાંભળેલા હોઈ શકે, પણ જ્યારે અત્યારે આપણે આની ફરી વખત અભ્યાસ કરીએ ત્યારે એ જ્ઞાન પણ આપણને પાછું સાથે આની સાથે જોડાઈ જાય અને તે વધારે દૃઢતા આપે, મજબૂતાઈ આપે. તો એવું કહે છે કે, "એવા જ્ઞાનને હું ભૂલી ના જવ. આ સ્વાધ્યાયશીલ પ્રવૃત્તિથી હું દિવસ અને રાત્રીઓને એક બનાવી દઉં કે મારા અભ્યાસમાં હું કોઈ કમી ના આવવા દઉં. રતપણે હું બસ તમારી જ ઉપાસના કર્યા કરું. મારો સ્વાધ્યાય નિરંતર ચાલતો રહે. હું હંમેશા ઋત અને સત્ય બોલીશ. બ્રહ્મ મારું રક્ષણ કરે. એ બ્રહ્મ આચાર્યનું રક્ષણ કરે."

જે હોય એને આચાર્ય કહેવામાં આવે, કારણ કે એને વાક દ્વારા, વાણી દ્વારા પરમાત્માને વ્યક્ત કરવા માટેનું એવું સરસ મજાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, નિમિત્ત પ્રાપ્ત થયું છે. દસ જણ બેઠા હોય, એક જણ બ્રહ્મ વિશે બોલી શકે. સો જણ બેઠા હોય, એક જ જણ સાંભળતો હોય. લાખો લોકો બેઠા હોય, પણ એક જ બ્રહ્મ વિશે બોલી શકે. બધાની ગજુ નહીં, કેપેસિટી નહીં. નિમિત્ત કોનું? એનું પ્રગટીકરણ બધાને હૃદય પ્રકાશ થશે અંદર પરમાત્માનું. જો કેટલી અદભુત વાત છે! એટલે એવી રીતના કહે છે કે, "હું મારો અભ્યાસ સતત ચાલતો રહે. હું હંમેશા ઋત અને સત્ય બોલીશ."

ઋત અને સત્ય. ઋત એટલે કે મૃદુ, ઋજુ જેને કહેવાય. કોઈને હર્ટ ના થઈ જાય એવા પ્રકારનું. તમે જ્યારે આત્માની વાત કરો ત્યારે કોઈને હર્ટ થાય? "તું આત્મા છું" એમ કહો તો કોઈને ખોટું લાગે? "આને મને આત્મા કીધો" એમ કરીને કોઈ ઝઘડો કર્યો નથી. બધાને ગમે છે આમ. એટલે એને ઋત કહેવામાં આવે છે. સત્ય કે એ જ સાચું છે. કોઈએ વિરોધ નથી કર્યો ક્યાંય સુધી. "તું આત્મા જ છું" એમ જ્યારે કીધું ત્યારે કોઈએ વિરોધ કર્યો? આદિન સુધી નથી કર્યો. કોઈ કોર્ટમાં એવો કોઈ કેસ ચાલ્યો નથી. તમે જુઓ તો અત્યારે પણ સટ આવી રીતના થાય છે અહીંયા આગળ કે ઋતવાણી, સત્યવાણી હું બોલું છું અને એવી રીતે બ્રહ્મ મારું રક્ષણ કરે. નહીં તો આજે વસ્તુ નામરૂપ છે ને, હંમેશા નામરૂપ એકબીજાના, એકબીજાની સાથે ઝઘડમ ઝઘડા કરી બેસે. નામરૂપ વસ્તુ જ વિચિત્ર છે. એ વિરોધાભાસ ઊભો કરે.

કંઈક કરે કે, "તારા કરતાં હું રૂપાળો." દેવોને એમ થઈ જાય કે, "તારા કરતાં હું વધારે તેજસ્વી છું." પેલા દાનવોને એમ થઈ જાય કે, "તારા કરતાં હું વધારે શક્તિશાળી છું," કારણ કે એમને શક્તિનો બહુ એ હોય. તો દરેકને પોતપોતાનું એ હોય એના પ્રમાણે સામેનાને જોડે ઝઘડો કરી બેસે. એમાં પછી આચાર જે થાય એ શું? આધિપત્યનો આચાર થાય. એટલે આધિપત્ય જમાવવા માટે થઈને પછી હિંસાનો આશ્રય લેવાય. "તારા કરતાં હું પ્રભુ." હવે પહેલાના સ્વરૂપને કચડી નાખે, એના પ્રભાવને કચડી નાખે, એની વાણીને કચડી નાખે. આવા બધા જ પ્રકારના જે કંઈ આચારો થાય એ બધા હિંસાચાર થયા. તો એ બધું શું છે? તો કે દાનવત્વ છે. એટલે એનાથી મારું રક્ષણ કરે. ત્રણે ત્રણ પ્રકારના તાપની શાંતિ થાવ: આદિભૌતિક, આદિદૈવિક અને આધ્યાત્મિક.

પહેલા ખંડની અંદર, અધ્યાય પહેલાના પહેલા ખંડની અંદર બ્રહ્મ દ્વારા લોકો, લોકપાલો સહિત માનવી સૃષ્ટિ, તેનો વિકાસ તથા મોક્ષ સહિત વિરાટ જીવનચક્રનો ઉલ્લેખ છે. ઋષિએ પ્રત્યેક ચરણને સ્પષ્ટ અને સરળ ઢંગથી વ્યક્ત કરેલ છે. તો અવ્યક્ત ભાવોને અહીંયા આગળ આપણે પ્રકાશિત કરીએ. આપણે જે પેલું કર્યું હતું ઋગ્વેદનું એક, "સૃષ્ટિ સે પહેલે સચ નહી નાસદીશ." એ એના પેરેલલ આ આખું ઐતરેય ઉપનિષદ જઈ રહ્યું છે. "આત્માવા ઇદમ એકમ એવાગ્ર આસીનાન્ય કિન મિશત સ ઈક્ષત લોકાત સૃજાઈતી." અહીંયા શું કહે છે? સૃષ્ટિની શરૂઆતમાં. સૃષ્ટિ એટલે આ પૃથ્વી નહીં, સૃષ્ટિ એટલે આ એક બ્રહ્માંડ નહીં. અનંતા અનંત જે બ્રહ્માંડો જેની અંદર આખા બધા એ થયા છે તેને સૃષ્ટિ કહેવાય. સમગ્ર રીતે કહેવું હોય, જે કંઈ અસ્તિ અસ્તિત્વમાં આવ્યું છે તે બધું સૃષ્ટિમાં દેખાય.

પણ એની પાછળ અદૃષ્ટ સૃષ્ટિ પણ હોય છે, અવ્યક્ત સૃષ્ટિ પણ હોય જ છે એમ આપણે સમજવાનું. તો શરૂઆતમાં એકમાત્ર આત્મા-પરમાત્મા તત્વ જ હતું. એના સિવાય બીજું કંઈ જ સચેષ્ટ ન હતું. કીધું ને, "સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં થા." સચેષ્ટ ન હતું ત્યારે એમણે, પરમાત્માએ વિચાર કર્યો કે હું લોકોનું સર્જન કરું. લોકોનું, માણસોનું નહીં, ભુવનોનું સર્જન કરવું એમ એમને વિચાર આવ્યો. પહેલા તો મંત્રમાં "નાન્યમ કિંચન મિશત" વાક્ય છે. "મિશત" શબ્દ એ "પાપન" એટલે પલક હલાવવા, પલકાવવાના ભાવમાં પણ વપરાય છે. અને આ જે પાપનને પલકાવવાનું કામ છે એ "ક્રુકલ" નામનો વાયુ કરે. બરાબર? એક રેફરન્સ માટે જે સૌથી ઓછામાં ઓછા પ્રયાસથી થનારી દ્રશ્ય ચેષ્ટા છે, ઓછામાં ઓછા પ્રયાસથી. આ તમે પાંખોની પલકોને સવારમાં આપણે વાત થઈ ગઈ. 21,600 શ્વાસ એમ કે માણસ લેતો હોય છે.

એમાં શ્વાસ-પ્રશ્વાસ બધા ભેગા થઈને નક્કી કરો, વચ્ચેના પોઝ ને એ બધું તો 1,75,000 સમથિંગ થાય છે. બરાબર? હવે કોઈએ એવું વિચાર્યું કે આખા 24 કલાકમાં કેટલી વાર આંખોની પાંપણો પલટાવી? આપણે નથી કરીશું કોઈ ગણતરી. નથી આપણને તો અહીંયા કહે છે કે એ એકદમ સહજ ક્રિયા છે. ઓછામાં ઓછા પ્રયાસથી કરી શકાય એટલા પદનો ભાવ લેવો એટલું ઉચિત છે. ત્યારે કહે છે કે એટલા સમયની અંદર સૃષ્ટિનું સર્જન થઈ પલક જપતને એ પેદા હોઈ ગયા. એવું કહેવાય ને, પલક જપ્પ એક પલકના અવસરની અંદર તો આખી સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. પ્રજાપતિ બ્રહ્માએ સંકલ્પ કરી દીધો. પ્રજાપતિ આપણે વાત કરીને બેઠા બેઠા ઘડિયા જ કરત. ચારે બાજુ ચાર વાગ્યા, છ વાગ્યા, પાછો કે ના, સાડા ચારે પેલું પાછો થોડી વાર કે આવું નહીં, આવું. એટલે સર્જન-વિસર્જન સતત સંકલ્પ-વિકલ્પ કરનારી જે છે અંદર બાબત તેને કહે છે.

એટલે એ પરમાત્માએ અંભ, મરીચ, મર્ત અને આપ લોકોની રચના કરી. દ્યુલોકથી ઉપર અને સ્વર્ગની પ્રતિષ્ઠિતા વાળા લોકોને અંભ, અંતરિક્ષ પ્રકાશ લોકને મરીચી, પૃથ્વીલોકને મર્ત્યલોક અને પૃથ્વીની નીચે આપલોક છે એમ ચાર લોકની એને રચના કરી. એમ ચાર ભાગમાં વેચી દીધું. એમ ટુ મહામવાનું આપણે. બરાબર? અહીં લોકોના નામ અને તેની સ્થિતિઓ વિચારણીય છે. પૃથ્વીને મર્ત એટલે કે મૃત્યુલોક કહેવામાં આવે જ છે. અંતરિક્ષ એટલે મરીચી. મરીચી અર્થાત શું છે કે પ્રકાશ કિરણોથી યુક્ત લોક છે. અંતરિક્ષ મરીચીનો અર્થ "સર શબ્દ કલ્પધ્રુવ" મુજબ પાપો, ક્ષુદ્ર જીવો અથવા તમસને મારનાર કરવામાં આવેલ છે. અંતરિક્ષમાં એવા તેજસ્વી મારક પ્રભા હોવાની પુષ્ટિ વર્તમાન વિજ્ઞાન પણ કરે છે. અમ્લ એટલે કે અમ એટલે કે પ્રાણ તથા ભરણ કર્તાથી બનેલ છે. તો દ્યુલોકથી ઉપર એ અવ્યક્ત રૂપી સૂક્ષ્મ પ્રાણનું ભરણ કરનાર લોક છે.

અનાદિ ઉપર જેની પ્રત્યક્ષ પ્રતિષ્ઠાના રૂપમાં દ્યુલોક છે. તો પૃથ્વીની નીચે આપલોકનો ભાવ અનેક આચાર્યોએ માનેલો છે પણ એ વધારે ઉચિત નથી. પૃથ્વીની નીચે એટલે પૃથ્વીની તરત જ ફરતે બધે ત્યાં આપલોક આવેલો છે એમ કહેવામાં આવે છે. હવે ઋગ્વેદે આપને સૃષ્ટિના મૂળ ક્રિયાશીલ પ્રવાહના રૂપમાં વ્યક્ત કરેલ છે. આપ એટલે સૃષ્ટિનું આધારભૂત દ્રવ્ય છે. એટલા માટે ઋષિએ એને "યા અધસ્તાત તા આપ" જે આધારરૂપ છે તે આપ જ છો એમ કીધું. એટલે આપ છો તો આપ જ પરમાત્મા છો. જે આપ છે તે જ પરમાત્મા છે. જે પરમાત્મા છે તે જ આધારરૂપ છે. બીજા કોનો આધાર લેવો ભાઈ આપણે? એટલે કે તમે આપ જ છો એમ કીધું. આ આપ શબ્દ માનવાચક નહતો પહેલા. પછી લોકોએ વ્યવહારની અંદર એને આવી રીતના વાપરવાનું શરૂ કરી દીધું એમ કહ્યું છે. એ જ હિરણ્ય ગર્ભરૂપ છે. હિરણ્ય ગર્ભ એટલે જેના ગર્ભમાંથી હિરણ્યમયતા પ્રગટતી હોય, વછૂટતી હોય તેને હિરણ્ય ગર્ભ કહેવાય.

ટૂંકમાં એવો સોર્સ ઓફ લાઈટ, એની સોર્સ ઓફ લાઈટ કે જે સતત બસ અંદરથી પ્રકાશ પ્રવાહિત કર્યા જ કરે. એ બધું જ શું કહેવાય? હિરણ્ય ગર્ભ. અને કેવો હોય? સોનેરી પ્રકાશ હોય. સોનેરી પ્રકાશથી શું થાય ભાઈ? સર્જન થાય. કોઈપણ વસ્તુનું સર્જન કરવું હોય તો શું જોઈશે? હિરણ્ય ગર્ભની જરૂર પડશે. ની આગળ પરમાત્મા, હિરણ્ય ગર્ભની આગળ પરમાત્મા. હા, એનાથી એ બહુ ઉપર જેને વેદે "સદાધાર પૃથ્વીમાં ધ્યામુતે" એટલે કે પૃથ્વી અને દ્યુલોકનો આધાર પણ એ જ છે, હિરણ્યલોક, હિરણ્ય ગર્ભ એમ કીધેલું છે. આપ જળને પણ કહે છે પણ એ અર્થ લેવાથી મંત્રનો ભાવ સિદ્ધ થતો નથી. તેથી આપને વેદની અવધારણાના આધારે સ્વીકારવો બહુ ઉચિત છે. તો એને "તા" એટલે કે સ્ત્રીલિંગ બહુવચન આપવામાં આવ્યું. આ આપ તત્વના ગર્ભમાં, આપ તત્વના ગર્ભમાં બ્રહ્મનો સંકલ્પ બીજ રૂપમાં પાકીને વિશ્વરૂપ બને છે.

બેસીને ફરી વખત વિચાર કરજો. આપ તત્વના, આપ તત્વ એટલે જે પૃથ્વીના ફરતે જે રહેલું એક આવરણ છે કે જેમાંથી આ પૃથ્વી બહાર આવે છે. આપ એટલે એક અવ્યક્ત છે. એ અવ્યક્તમાંથી જે વ્યક્ત થઈ જાય છે. તો એ આપ જે છે તેના, એના ગર્ભમાં એટલે તેના અંદર બ્રહ્મનો સંકલ્પ, બ્રહ્મનો સંકલ્પ થાય, બીજ રૂપે બને અને પછી એમાંથી એ થઈને પાછું બહાર પડે. તો એવી રીતે દરેક વસ્તુની રચના થઈ રહી છે એમ સમજવાનું. આ ઉપનિષદમાં આગળ મંત્રોમાં આપનો ઉત્પાદક પ્રયોગ વારંવાર પરિક્ષિત કરવામાં આવેલો છે. એટલે આવી રીતે એમણે ચાર લોકોની રચના કરી દીધી એટલું આપણે સમજવાનું છે. તો પહેલો લોક કયો છે? તો કે આપ, પછી અંતરિક્ષ, પછી મરીચી, અમરતે લોક અને પછી નીચે આપ લોકો. તો આ ચાર લોકની અંદર એમણે બધી ગોઠવણી કરી દીધી. હવે લોકોનું નિર્માણ કર્યા પછીથી એમને વિચાર આવ્યો કે ભઈ આ બધું મકાનો તો બની ગયું, બધું આવું બધું પણ હવે આ એક લોકની અંદર અનંત બ્રહ્માંડો સમાય.

પાછો આયો ખ્યાલ રાખવાનો. તો લોકોનું તો નિર્માણ કરી દીધું એમણે. હવે મારે લોકપાલોની રચના કરવી જોઈએ એવું ચિંતન કર્યું. એટલે એમણે શું કર્યું? તો કે આપ એટલે કે

તરલ પદાર્થમાંથી જ એક પુરુષને સમુદ્યો એટલે આમ કરીને આમ જાણે બહાર કાઢ્યો, ઝપકોડેલો હોય. એમાંથી એમ એવી રીતના બહાર કાઢ્યો અને જેવો બહાર કાઢ્યો એટલે તો મૂર્તિમાન તૈયાર થઈ ગયો બિલકુલ એવો એ પુરુષ. એ પુરુષ સંબોધન સર્જનાત્મક પુરુષાર્થ કરવામાં સમર્થ માટે વપરાય છે. પુરુષત્વ વગરનો માણસ એટલે શુક્રાણુ વગરનો માણસ, સમજાય છે? શુક્રાણુ શું છે? તો કે એ તત્વ જ્યારે ગર્ભની અંદર જાય છે ત્યારે એ શક્તિમાન બને છે કોઈપણ વસ્તુને પેદા કરવા, રિપ્રોડ્યુસ કરવા માટે. ત્યાં પણ આપણે રિપ્રોડક્શન કહીએ. તો એ વસ્તુ એને પેદા કરી આપે, એનું બીજ આની પાસે હોય. કોના પાસે હોય? તો કે પુરુષ પાસે હોય. અને જેનામાં પુરુષત્વ વધારે હોય, આ વધારે હોય એનામાં પુરુષત્વ વધારે હોય. તો પૂર્ણ પુરુષ કોણ છે? તો કે પરમાત્મા. અને હવે એને વળી પાછું આ પેદા કર્યું.

આમ કરીને પેલાને ઝપકોલીને બહાર કાઢ્યું, એને વિરાટ પુરુષ કહેવામાં આવ્યો. હવે એને મૂર્ત રૂપ આપ્યું અર્થાત વિરાટ સંરચનાના સામર્થ્યને જગાડ્યું. ટૂંકમાં, જે અવ્યક્ત હતું, જે કંઈ જ નહીં હતું, ત્યાં એને પરમાત્માએ સંકલ્પ કર્યો એટલા માટે આખું વિરાટ તત્વ બહાર આવ્યું. એ વિરાટ તત્વ પુરુષ તત્વ છે એટલા માટે એને સૃષ્ટિ રચનાનું મુખ્ય તત્વ સમજવામાં આવે. આમ કોઈ બહુ મોટો વિશાળ કદાવર માણસ કોઈ બહાર પાડ્યો છે એવું નહીં સમજવાનું અહીંયા આગળ. તો એવું સામર્થ્યવાન જે હતો તેને વિરાટ કહેવામાં આવ્યો.

હવે એને અદમ્ય એવ સમુદ્ય ધરત્ય કહે છે એટલે અદમ્યનો સીધો અર્થ જળ થાય છે. પણ જળનો આ પ્રયોગ અહીંયા આગળ શું છે? તો કે આ વિશ્વનો જે સૃજનશીલ પ્રવાહરૂપ જે કંઈ હતું, તેમાંથી એને ખેંચીને આમ બહાર કાઢવામાં આવ્યો કે બસ તું આ મુખ્ય આ બધાયનો. એટલે એને વિરાટ કહેવામાં આવ્યો. વિરાટ પુરુષ પછી એ કહેવાતો હતો. એ વિરાટ પુરુષને જોઈને ઈશ્વરે સંકલ્પપૂર્વક તપ કર્યું. એ તપ કરવાથી હિરણ્ય ગર્ભ સ્વરૂપના શરીરમાંથી એને તપ કર્યું એટલે તપ કર્યું એટલે પછી બધું તપે ને સોનેરી આમ થઈ ને. તો સૌ પહેલા ઈંડાની જેમ એક મુખ છિદ્ર પ્રગટ થયું. મુખથી વાણી, પછી વાક અને વાકથી અગ્નિ પ્રગટ થયો. એ ઉપરાંત નાકના છિદ્ર પ્રગટ થયા. નાકના છિદ્રથી પ્રાણ અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયો. જો કેવી રીતના બતાવે છે! પછી આંખો ઉત્પન્ન થઈ. આંખો, નેત્રોથી ચક્ષુ અર્થાત જોવાની શક્તિથી આદિત્ય પ્રગટ થયો.

ત્યાં સુધી તો આદિત્ય પણ ન હતો. ત્યારબાદ કાન પ્રગટ થયા. કાનોથી સ્ત્રોત્ર એટલે સાંભળવાની શક્તિ પ્રગટ થઈ. ત્યારે સ્ત્રોત્રોથી દિશાઓનો પ્રાદુભાવ થયો. કઈ બાજુ સંભળાય? આ બાજુ સંભળાય છે. તો દિશાઓનું આ કાન પ્રગટ થયા પછીનું કાર્ય થયું છે. એવી રીતે આંખોનું થયું. હવે ચક્ષુથી જેમ આદિત્ય પ્રગટ થયા, પછી કાન પ્રગટ થયા, એનાથી સ્ત્રોત્ર, દિશાઓ પ્રગટ થઈ અને પછી ત્વચા પ્રગટ થઈ. ત્વચાથી રોમ ને રોમથી વનસ્પતિ રૂપ ઔષધિઓનું પ્રાગટ્ય થયું. આ વિરાટ પુરુષની વાત છે. ત્યારબાદ હૃદય, હૃદયથી મન, મનથી ચંદ્રમાં ઉદિત થયું. મનથી ચંદ્રમાં ઉદિત થયું. તદુપરાંત નાભી, નાભીથી અપાન અને અપાનથી મૃત્યુ પ્રગટ થયું. માણસ મૃત્યુ પામે છે. સામાન્ય સંજોગમાં જો જાડો થઈ જાય, અપાન વાયુ છૂટી જાય, મોટા ભાગનાને આ થતું હોય. પ્રાદુર્ભૂત થયા પછી જનનેન્દ્રિય, જનનેન્દ્રિયથી વીર્ય અને વીર્યથી આપ એટલે કે સૃજનશીલતાની ઉત્પત્તિ થઈ.

અહીં વીર્યને ફરીથી આપની ઉત્પત્તિ કહેવામાં આવેલું છે. પણ આ એક મોટું વૈજ્ઞાનિક માર્મિક કથન છે. સૃષ્ટિ કરતા આધારભૂત પ્રવાહ છે. વીર્યમાં જ ફરીથી સૃષ્ટિ કરવાના સમર્થ બીજ તૈયાર થતા હોય છે. વીર્ય એ સૂક્ષ્મ આ પ્રવાહના ચક્રને ફરીથી પ્રયુક્ત કરવામાં સક્ષમ છે એવો ઋષિનો અનુભવ પણ છે. એ આપતત્વમાં ચેતના ફરીથી રૂપ ગ્રહણ કરવા માંડે. કશું ના હોય, ખાલી એક ફોદા રૂપે હોય પહેલા તો પણ પછી ધીમે ધીમે બે-ત્રણ અઠવાડિયાની અંદર તો ધીમે ધીમે આકાર પકડવાનું ચાલુ કરી દે. નવ મહિનાની અંદર પુરુષ કે સ્ત્રી બનીને બહાર જે તે પ્રાણીનું જે બી સર્જન થતું હોય છે તેમાં પણ આ જ ચીજ લાગુ પડે. તો આવી રીતે સર્જન થયું.

હવે બીજા ખંડમાં આગળ કહે છે: પરમેશ્વર દ્વારા રચવામાં આવેલા એ અગ્નિ વગેરે દેવતાઓ આ પૂર્વ વર્ણિત વિશ્વનિયામક મહાસમરમાં આવી પડ્યા. મહાસમર એટલે આ જે કંઈ બધા તત્વોનું બધું ઉથલપૂથલ ચાલી રહી હતી તે બધું જ. એ સમરાંગણ જેવું લાગે, યુદ્ધનું મેદાન. બહુ જ મોટી ફેક્ટરી હોય તો ખૂબ એક્ટિવિટી ચાલતી હોય તો ત્યાં જઈને ઊભા રહો, તમને એમ થાય કે શું થઈ રહ્યું છે કે આટલું બધું. તો એ એવું આમ જડ દઈને સૂઝ જ ના પડે એવા પ્રકાર, એવા મહાસમરમાં આ બધા અગ્નિ વગેરે દેવતાઓ આવીને પડ્યા. એટલે પરમાત્માએ એમને ક્ષુધા-પીપાસા એટલે કે ભોગતરસ્થથી યુક્ત બનાવી દીધા. એ દરેકને જરૂરિયાત આપી કે તને ભૂખ લાગશે ને તને તરસ લાગશે. એટલે ભૂખ ને તરસની શાંતિ માટે શું કરશે? કંઈક ઉદ્યમ કરશે. એટલે એને ભૂખ આપી અને એને પીપાસા આપી. શું આ શું થયું? પેલું કેમ અવાજ આવ્યો ત્યાં આગળ?

શેનો ઝપકારો થયો? પીપાસા એટલે તરત જ આમ વિચાર કરે કે હું શું કરું આમ? તો એમ કરીને એવા કામ કર્યું ત્યારે એ દેવોએ પરમેશ્વરને યાચના કરી. દેવોએ કે, "ભાઈ, અમારા માટે કોઈક આશ્રય સ્થાન તો બનાવી આપો. અમારે ક્યાંક જઈને રહેવું તો પડશે ને? તમે અમને બનાવી તો દીધા, ઇન્દ્રિયો તો બનાવી દીધી." એટલે પછી શરીરોનું નિર્માણ કે જેથી અમે પોતપોતાનો આહાર ગ્રહણ કરી શકીએ. ઇન્દ્રિયોએ કીધું, ઇન્દ્રિયો રૂપી દેવોએ કીધું. એટલે પછી આ દેવોએ એ કર્યું. એટલે દેવતાઓ દ્વારા આવું કહેવાથી ઈશ્વરે એમના માટે ગૌ એટલે કે શરીરનું નિર્માણ કર્યું. આ ગૌ છે, આ ગૌ છે. શરીરનું નિર્માણ કર્યું. એમને કહ્યું કે, "આ શરીર અમારા માટે પર્યાપ્ત નથી." ત્યારે...

ઈશ્વરે અશ્વ શરીર બનાવ્યું, એને જોઈને કહ્યું, "આ પણ મારા માટે પર્યાપ્ત છે." પહેલા ગાય બનાવી, પછી ઘોડો બનાવ્યો, એમ કહે છે. ત્યારે પરમેશ્વરે એમના માટે મનુષ્ય શરીરની રચના કરી. એમને દેવતાઓને બતાવ્યું, ત્યારે એ બધા જ દેવગણ બોલ્યા કે, "બસ, આ બહુ જ સુંદર રચના છે. સાચે જ મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે."

જે મનુષ્ય રોબોટ બનાવીને પછી એમ કહે કે, "ધીસ ઇઝ જસ્ટ પરફેક્ટ," એના જેવું થયું. બિલકુલ જસ્ટ પરફેક્ટ કે, "ધીસ ઇઝ પરફેક્ટ. હવે હું એને ઇન્ટેલિજન્સ આપીશ એટલે સાત વાગ્યે કચરો વાળી જ કાઢશે રોજ અને એને ખબર બી પડશે કે વચ્ચે કાચ પડેલો છે તો એને સાચવીને વાળશે. અલગ રીતે, જુદી રીતે કામ કરશે." એવું એને ઇન્ટેલિજન્સ હું આપીશ એમ. તો જેમ મનુષ્ય આ બધું કરે છે, એવી જ રીતે દેવતાઓને ઈશ્વરે આ બધું કરી આપ્યું એમ કહે છે.

હવે આ માનવ શરીરમાં આપ લોકો પોતપોતાના શરીરમાં, અર્થાત આશ્રય સ્થળમાં પ્રવેશ કરો. એટલે આ નેત્રના દેવતા, કાનના દેવતા, આંખના, નાકના દેવતા એમ બધા દેવતાઓએ પ્રવેશ કર્યો જે તે જગ્યાએ. એટલે એ પ્રકારનું દેવત્વ, દૈવત શક્તિ ત્યાં આગળ આવી એમ કહેવા માંગે છે. પરમાત્માની આજ્ઞા મેળવીને અગ્નિદેવે વાણીનું સ્વરૂપ ધારણ કર્યું અને મુખમાં પ્રવેશી ગયા. વાયુદેવ પ્રાણ બનીને નાસિકાના છિદ્રોમાંથી પેઠા. સૂર્યદેવ ચક્ષુ બનીને નેત્રોના ગોળાની અંદર પ્રવેશ કરી ગયા. દિશાઓ શ્રોત્રેન્દ્રિય બનીને કર્ણ છિદ્રોમાં પ્રવેશ કર્યો અને વનસ્પતિઓ રોમ બનીને ત્વચામાં પ્રવેશ કર્યા. આ જેટલા રોમ છે, એ બધા જ વનસ્પતિઓ.

ચંદ્રદેવ મન બની ગયા અને હૃદય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. મૃત્યુદેવ અપાન બનીને નાભિ પ્રદેશમાં પ્રવેશ્યા અને આપ દેવતા વીર્ય બનીને ઉપસ્થ ક્ષેત્રમાં પ્રવેશ્યા. આવી રીતે દરેક દેવતાઓ પોતપોતાના ઘેર ગયા. આ તો એનો મહેલ છે ને? આ નેત્ર મહેલ છે, આ કર્ણ મહેલ છે. તમે એવી રીતે સમજો એને. એને રહેવાની જગ્યા આપી દીધી કે ભાઈ તારે અહીં રહેવાનું. તારે લોકલાઈઝ કરી દીધા કે તમારે અહીં રહીને કામ કરવાનું એમ.

ચંદ્રદેવને મન બનાવ્યા અને હૃદય ક્ષેત્રમાં બેસાડ્યા છે અને મૃત્યુદેવને નાભિ ક્ષેત્રમાં અને આપ દેવતાને વીર્ય બનાવીને ઉપસ્તંભમાં મૂક્યા. એટલે દેવતા વિરાટ પુરુષના જે અંગો દ્વારા, જે માધ્યમથી પ્રગટ્યા હતા, એ ક્રમથી મનુષ્યના એ અંગોમાં પણ સ્થાન બનાવી દીધું. રેપ્લિકા બનાવી દીધી. વિરાટ પુરુષની જે રેપ્લિકા એ જ મનુષ્ય દેહ એમ કહે છે. આ રેપ્લિકા, પેલું વિરાટ છે અને આ મનુષ્ય. બસ, આટલો જ ફરક રાખે. યસ, જે આનામાં છે, બધું જ આની અંદર છે. એવું કહે છે ને, "પિંડે તે બ્રહ્માંડે, બ્રહ્માંડે તે પિંડે." એ આવી રીતના અંદર ગોઠવવામાં આવ્યું છે.

ત્યારે સુધાપીપાસા એટલે ભૂખ અને તરસે ભગવાનને કીધું કે, "આપે બધા દેવતાઓને સ્થાન તો આપ્યું, પણ અમને તો કંઈક વ્યવસ્થા કરો." ત્યારે ભગવાને કીધું, "હું તમને બંનેને આ દેવતાઓના જ ભાગમાં પ્રદાન કરું છું." એટલે જે કોઈ દેવતાને કોઈ આહાર એટલે હવી પ્રદાન કરવામાં આવશે, તેમાં તમારા બંનેનો ભાગ હશે જ. ત્યારથી ઇન્દ્રિયો દ્વારા આહાર લેવાથી ભૂખ અને તરસને પણ તૃપ્તિ મળે છે. બહુ ટાઈમ સુધી સુંદર કુદરતી દ્રશ્ય જોયા કરીએ એટલે આપણને આંખોને તૃપ્તિ થઈ જાય, શાંતિ થઈ જાય. કર્ણપ્રિય સુંદર સંગીત સાંભળીએ એટલે પછી કાનને તૃપ્તિ થઈ જાય. એની ભૂખ હોય આમ કંઈક મસ્ત સાંભળવું. નવ વાગે એટલે મચેડે સવારના પોરની અંદર અમારા પાડોશી નક્કી કરતા હોય છે કે આજે આ ગીત વગાડવું, પેલું વગાડવું, શું કરવું? બધા ૬૦-૭૦ ના ગીતો વગાડે એવી રીતના. તો એનાથી એને તૃપ્તિ મળી જાય છે, સંતોષ થાય.

સાંભળે નહીં તો એમને સંતોષ થતો નથી. એ પ્રમાણે ઇન્દ્રિયોને પણ તૃપ્તિ થાય છે.

હવે ઋષિ કહે છે કે ભૂખ અને તરસનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી, પણ એ દેવ શક્તિઓને સાથે સંયુક્ત છે. એટલે આ ભૂખ અને તરસ વાસ્તવમાં શરીરના પ્રત્યેક કોષમાં હોય છે. એટલે જ્યાં સુધી પેટમાં અન્નજળનો ભંડાર હોય, ત્યાં સુધી ભૂખ તરસની અનુભૂતિ થતી નથી અને રોગની સ્થિતિમાં ડ્રીપ આપવામાં આવે ત્યારે જળ દ્વારા એને પોષણ પહોંચાડવાથી પણ એની ભૂખ અને તરસ શાંત થઈ જાય. માદો માણસ હોય તો તેને ડ્રીપ આપે છે. ડ્રીપ આપે તો પણ એને પોષણ મળી જાય અને તરસ મટી જાય અને આહાર બી એને મળી ગયું એટલે પછી એને ભૂખ લાગતી નથી, જેને ખાવું પડતું નથી. આ વ્યવસ્થા છે, એનાથી સ્પષ્ટ છે કે ભૂખ તરસ પ્રત્યેક જીવિત કોષની સાથે સંયુક્ત છે. એવું ના હોઈ શકે કે આ હાથને તૃપ્તિ થઈ ગઈ અને આ હાથને નથી થઈ. બધાને મળે.

ત્યાર પછી પરમાત્માએ વિચાર કર્યો કે આ સમસ્ત લોકો અને લોકપાલો, લોકને પાલનારા એ બધા લોકપાલ કહેવાય. "સૃષ્ટિ તો બની ગઈ, પણ હવે એના માટે અન્ન તો બનાવવું જોઈએ ને? નહીં તો આ બધા ખાશે શું?" એટલે આપણે અન્ન કરીએ. પછી એમણે શું કર્યું? તો કે અપ પ્રવાહને તપાવ્યો. અપ એ તપાવેલા અમૂર્ત અપથી જે મૂર્ત સ્વરૂપ બન્યું, તે મૂર્ત રૂપ જ વસ્તુતઃ અન્ન છે અને જેવું વધારે તપાયું આપ તત્વને એટલે પછી એમાંથી અન્ન બન્યું એમ કહે છે કે આ નવી સૃષ્ટિમાં પણ અપ્રવાહને તપ્ત અથવા પરિપક્વ કરવામાં આવ્યો છે. આ સૃષ્ટિ એટલે રચાયેલા અન્ન અને લોકપાલો તરફથી અલગ વિમુખ થઈને ભાગવાની ચેષ્ટા કરી. અન્ને શું કર્યું કે લોકપાલોથી અલગ થઈને ભાગવાની ચેષ્ટા કરી. ત્યારે એ પુરુષે અન્નને વાણી દ્વારા ગ્રહણ કરવા ઈચ્છ્યું. એટલે અન્ન હતું તે ભાગવા માંડ્યું. તો એ પુરુષે કીધું કે, "અન્ન!" એમ કરીને ગ્રહણ કરવા માંગતો તો દાખલા તરીકે બોલીને.

તો એ એને બોલાઈ ના શક્યું, પોતાની પાસે લાવી ના શક્યું. એની ક્ષુધા તૃષા કંઈ શાંત થઈ નહીં. આ સમયે શું થયું કે વાણી દ્વારા ગ્રહણ કરવામાં તે અસમર્થ રહ્યું. નહીં તો તો અન્ન શબ્દ બોલે ને તૃપ્ત થઈ જાતું, "પાણી" એમ બોલે.

એટલેબ બસ એને તૃપ્તિ થઈ જાત, એને તરસ લાગત નહીં, એવા પ્રકારની સ્થિતિ હતી. પણ એવું થઈ ન શક્યું. એટલે મનુષ્ય વાણીથી અન્ન બોલીને તૃપ્તિ મેળવી લેતો હોત, પણ એવું બન્યું નહીં. કારણ કે એ વાણી દ્વારા ગ્રહણ કરવામાં અસમર્થ રહે. તમે વાણી દ્વારા અન્નને ગ્રહણ કરી શકો નહીં. તમે વાણી દ્વારા પાણીને ગ્રહણ કરી શકો નહીં. પણ તમે વાણી દ્વારા કોકને કહી શકો, "મને અન્ન આપો, મને પાણી આપો," અને પછી એ તમને આપે એટલે તમે એને ગ્રહણ કરો ને તમને તૃપ્તિ થાય છે.

ત્યારબાદ એમણે અન્નને પ્રાણ દ્વારા પકડવાની ચેષ્ટા કરી. દાખલા તરીકે, અહીંયા ગાળે ગુલાબ જાંબુ છે. આમ કરીને આમ સુંઘી લે ગુલાબ જાંબુને કે તૃપ્તિ થઈ જાય. તો તૃપ્તિ થઈ નહી એમ કહેવા માંગે. એવી રીતે સફળતા મળી નહીં એને. જો એવું થયું હોત, તે પ્રાણથી ગ્રહણ કરી લેત, તો આ યુગમાં પણ પુરુષ પ્રાણ પ્રક્રિયાથી સુંઘીને અન્ન ગ્રહણ કરીને તૃપ્ત થઈ જતો હોત. ઉપરથી એવું થાય છે કે સુંઘી જાય દાળ વડા, તો પછી એને ખાવા જ પડે કે અડધો કિલો તો ખાઈ જ જવા પડશે કે આજે તો બહુ મસ્ત ભૂખ લાગી ગઈ. ઉપરથી વધારે ભૂખ લાગે છે એને. સુગંધ આવી જવા છે, એરોમાં આવી છે. બહુ સરસ ટાઈમ થઈ ગયો. અરે, ક ટાઈમે માણસ સુગંધ આવે ને તોય એને ભૂખ ના આવે, તો એકદમ ભૂખ લાગવા માંડે છે, એવું થઈ જાય છે.

પછીથી એ પુરુષે નેત્રો દ્વારા અન્નને ગ્રહણ કરવા ની શક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. આંખ વડે જોઈને જ બસ તૃપ્ત થઈ જવું કે, પણ એને તૃપ્તિ થઈ નહી ન. એવી રીતે એણે કાન દ્વારા પણ સાંભળીને અન્નને તૃપ્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ એને તૃપ્તિ થઈ નહી. એને ત્વચા દ્વારા ગ્રહણ કરવાની ચેષ્ટા કરી, પણ એક ગ્રહણ અન્નને ત્વચા દ્વારા પણ કરી શક્યો. એટલે ફક્ત સ્કીન ઉપર તમે અહિયા મૂકી દો કઈકને એને તૃપ્તિ થઈ જાય, એવું બનતું નથી. એતો બે ચમચી રસ અહિયા રેડી દીધું એટલે આપણે હોયા હોયા કર્યા જ કરો, પણ એવું બનતું નથી આજે પણ. શા માટે? કારણ કે એવું સંભવિત ન બન્યું. એટલે એ પુરુષે મન દ્વારા એને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરી. એને "મને પાવભાજી ખાવાનું મન થયું" જેવું મન થયું ને તરતજ એને તૃપ્તિ પણ થઈ જવી જોઈતી તી, પણ એવું બની શક્યું નહી. પણ એમાં પણ એને સફળતા મળી નહીં.

અગર એ મન દ્વારા ગ્રહણ કરી શક્યો હોત, તો આજે પણ મનુષ્ય અન્નના ચિંતન માત્રથી તૃપ્તિ અનુભવતો હોત. બોલો, આ કેટલી બધી કરમ કઠણાઈ થઈ ગઈ ને!

પછી અન્નને એને શિષણ દ્વારા પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેના દ્વારા પણ એ સમર્થ થઈ શક્યો નહીં. નહીતર તો એને પણ એ અન્નનું વિસર્જન કરીને તૃપ્ત થઈ જતો હોત. પછી અપાન વાયુ દ્વારા અન્નને ગ્રહણ કરવાની, એટલે કે મોહ દ્વારા, ચેષ્ટા કરી. અપાન વાયુ દ્વારા એને અન્નને ગ્રહણ કરી લીધું. અપાન વાયુ જ અન્નને ગ્રહણ કરવામાં સમર્થ છે. જે અન્ન દ્વારા જીવ જીવનનું રક્ષણ કરવામાં સમર્થ છે, તે આજ વાયુ છે. તો અપાન વાયુ છે, એના લીધે આહાર સંબંધી બાબતો ઉદભવે છે એમ કહેવા માંગે છે. અપાનનો અર્થ મુખછિદ્ર કર્યો છે શંકરાચાર્ય. પણ વાચસ્પત્યમમાં પણ અપાનને પ્રાણનો ધારક કહેવામાં આવ્યો છે. આયુર્વેદમાં પણ પાચન, મલ વિસર્જન વગેરે કાર્યો અપાન દ્વારા થતા તાપ હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે અન્નનો ધારક પણ અપાન છે. અન્નના માધ્યમથી આયુષ્ય વધારનારું આ વાયુ એટલા માટે "અન્ન આયુ" કહેવામાં આવે છે.

"અન્ન આયુ" આયુ વધારનારું અન્ન. તો એ વાયુને પણ અન્નયાયુ એવો નામ શબ્દ આપ્યો છે.

એ પરમાત્માએ વિચાર કર્યો કે, અગર આ પુરુષે વાણીથી બોલવાનું પ્રયોજન પૂરું કરી લીધું, વાયુથી સુંઘી લીધું, નેત્રોથી જોઈ લીધું, કાનોથી સાંભળી લીધું, અગર ત્વચા દ્વારા સ્પર્શ કરી લીધો કે મનથી વિચારી લીધું, અગર અપાનથી આહાર ગ્રહણ કરી લીધો, ઉપસ ઉપસથી વિસર્જન કૃત્ય પણ પૂર્ણ કરી લીધું, તો હવે મારું શું? હું હું શું રહ્યો? એના માટે પરમાત્મા કહે છે, "હવે મારા વગરે કેવી રીતે રહેશે? એટલે હું ક્યાંથી પ્રવેશ કરું?" એટલે સમગ્ર વ્યવસ્થા બની જવા છતાં, આત્માના રૂપમાં પરમાત્માના અંશની સ્થાપના વગર વ્યક્તિનું અસ્તિત્વ બનતું નથી. એટલે "કોહમ" પછી "હું શું છું" નો ઉત્તર "સોહમ" ઈત, એટલે "હું એ જ આત્મતત્વ છું," એ તથ્ય આ પ્રકરણથી સિદ્ધ થાય છે.

એટલે એ પરમાત્મા માનવ શરીરની સીમા, મૂર્ધા એટલે બ્રહ્મરંધ્રને વિદીર્ણ કરીને એમાં પ્રવેશી ગયા. અને વિદીર્ણ કરી જવાના કારણે આ દ્વારને "વિદતી" કહેવામાં આવે છે. આ "વિદતી" નામનું દ્વાર આનંદપ્રદ અર્થાત આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરાવની. કારણ અહીંથી પરમાત્માએ પ્રવેશ કર્યો. તો તમે આનંદ દ્વારે જાવ એટલે તમને પરમાત્માના પ્રવેશ દ્વારે તમે પહોંચી ગયા છો. ત્યાં પહોંચી ગયા એટલે તરત એ પરમાત્માના ત્રણ આશ્રય સ્થળ છે, ત્રણ સ્વપ્ન છે અને તેમનું આજ આવા સ્થળ છે, આજ આવા સ્થળ છે, આજ આવા સ્થળ છે. આ વાત ત્રણ વાત કીધી એ એટલા માટે વાત ઉપર ભારભૂ મૂકવા માટે. એને "ત્રિવાચા" કહેવામાં આવે છે. "ઓમ શાંતિ શાંતિ શાંતિ." એક જ વાતને ત્રણ વખત કે એટલે એ નક્કર થઈ જાય, ઠોસ થઈ જાય છે. એટલા માટે અહીંયા "ત્રી વાત ચા" જે છે, તેનો બીજો પણ અર્થ છે.

એટલે કે આ દેહ નિશ્ચિત રૂપે પરમાત્માનો આવાસ છે, પ્રભુ અંદર જ છે. બીજો ભાવ એ છે કે શરીરમાં ત્રણ સ્વચાલિત ત્રણ ગ્રંથિઓમાં આત્માનું સીધું નિયંત્રણ કરી શકાય છે. જેમ કે, સહસ્ત્રાર એટલે રેટીક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ; બીજી, હાર્ટ હૃદય ની અંદર પેસમેકર; અને ત્રીજું, નાભી. એમાં પાચન અને પ્રજનન જે ચક્ર છે, તે ત્રણ વસ્તુઓ આવી રીતના રહેલી છે. એટલે કે શરીર, બ્રહ્માંડ અને પરમ વ્યુમ – એ ત્રણ સ્થાનોને તેના સ્થાન તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ સ્વરૂપોને અથવા સૃજન, પાલન અને પરિવર્તનને એના ત્રણ સ્વપ્નો પણ કહી શકાય છે. પરમાત્માએ વિચાર્યું કે, "હું સર્જન કરું, પાલન કરું અને પરિવર્તન."

માનવ શરીરમાં પ્રગટ એ પુરુષે ભૂતો એટલે સૃષ્ટિને ચારે બાજુ જોઈ લીધી અને કહ્યું કે, "મારા સિવાય અહીં બીજું કોણ છે? મેં એને બરાબર સારી રીતે જોઈને બોધ મેળવી લીધો છે કે એ પરમ પુરુષ જ પરબ્રહ્મ." તો મનુષ્ય દેહમાં ઉત્પન્ન થયેલા એ પુરુષે પરબ્રહ્મ પરમેશ્વરનો પહેલા વર્ણવ્યા પ્રમાણેની રીતથી સાક્ષાત્કાર કરી લીધો. એટલા માટે મેં એનું દર્શન કરી લીધું. એ વ્યુત્પત્તિના આધારે એનું નામ "ઇદન્દ્ર" કહેવાય છે, પરંતુ પરોક્ષે લોકો એને "ઇન્દ્ર" કહે છે, કારણ કે દેવગણ પરોક્ષ પ્રિય હોય છે.

દેવગણ પરોક્ષ પ્રિય હોય છે. એ લોકો સીધા સીધા એકદમ ના આવે, પ્રત્યક્ષ પ્રગટ ના થાય. દેવગણ બધા જે હોય છે, તે લોકો વાયા મીડિયાથી કામ કરનારા હોય છે, વચ્ચે કંઈક રાખે, એવા સીધા સીધા પ્રગટ ના થાય.

હવે બીજા અધ્યાયના પહેલા ખંડની અંદર કહે છે: સૌથી પહેલા આ જીવ પુરુષના શરીરમાં ગર્ભરૂપે વિરાજમાન હોય છે. જીવ પુરુષના શરીરમાં ગર્ભરૂપમાં વિરાજમાન રહે છે. પુરુષના શરીરમાં રહેલ જે વીર્ય છે, તે પુરુષના સમસ્ત અંગોમાં સમુત્પન્ન, ઉત્પન્ન થયેલું, પ્રગટ થયેલું જે તેજ છે. પહેલા પુરુષ આત્મસ્થ તેજને પોતાની અંદર પોષે છે. એ ઉપરાંત જ્યારે તે વીર્યરૂપ તેજનું સ્ત્રીમાં સિંચન કરીને ગર્ભરૂપમાં રહે છે, એ એનો જીવનો પ્રથમ જન્મ છે.

પહેલા પુરુષ છે તે પુરુષ પોતાના પૌરુષત્વને સંપૂર્ણપણે આમ એકત્રિત કરે છે, સંગ્રહિત કરે છે. એટલે એનો જે સાર ભાગ છે તે વીર્ય બને છે એમ કહેવાય. હવે એ વીર્યનું પાછું સ્ત્રીના અંદર જ્યારે સિંચન કરવામાં આવે છે, ત્યારે એ જીવનો જે ત્યાં આગળે જે પ્રગટીકરણ થાય છે, એ એનો પહેલો જન્મ કહેવાય.

હાલનું પ્રજનન વિજ્ઞાન (જેનેટિક સાયન્સ) પણ વીર્યમાં ગુણસૂત્રો (ક્રોમોઝોમ્સ) અને જીન્સ (જીવાણુઓ)માં વ્યક્તિની બધી જ વિશેષતાઓ હોવાનું માનવામાં આવે છે. ડીએનએ ટેસ્ટ કરેક્ટ એટલે ખબર પડી જાય ઘણી બધી બાબતો. તો આજકાલ ડીએનએ ટેસ્ટ પણ આખું ક્રોમોઝોમના પણ બધા ટેસ્ટ થતા હોય છે. એ બધી બહુ જટિલ પ્રક્રિયાઓ હોય છે. થોડુંક અમે આના મનોવિજ્ઞાનમાં આ બધું ભણતા હતા.

પુરુષના ગર્ભમાં પુરુષનો પરિપાક એ ઉપનિષદની પોતાની દ્રષ્ટિ છે. પદાર્થ વિજ્ઞાનની પોતાની સીમાઓ છે. ઋષિ એમાં ચેતનાનો સંકલ્પયુક્ત તંત્ર જુએ છે. આ તંત્ર જે આખું બધું ઊભું થયું છે, તે બધું પણ કેવી રીતે ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે, તેને ઋષિએ જોયું, પોતાની ચેતનાથી જોયું એમ એ કહે છે.

એ રીતે સ્ત્રીને પોતાના શરીરના અંગ હોય છે, એવી રીતે પુરુષ દ્વારા સિંચિત એ વીર્ય પણ સ્ત્રી સાથે તાદાત્મ્ય, એકરૂપતા સિદ્ધ કરી લે છે. તેથી સ્ત્રીને કોઈપણ પ્રકારનું કષ્ટ પહોંચતું નથી. પછી એ સ્ત્રી પોતાના પેટમાં સ્થાપિત પતિના વીર્યરૂપ આત્માનું પોષણ કરે. વીર્યરૂપ આત્માનું પોષણ કરે છે. આત્મા કોને કહેવાય? જે આત્મીય હોય તેને આત્મા કહેવાય. પતિ એનો પ્રિય છે, તો એ પ્રિયનું પણ જે પ્રિયપણું જે છે, તે એને પતિએ જે પ્રદાન કરેલું છે, એટલે એને સૌથી વધુ પ્રિય હોય છે. તો એને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ કરીને પછી એને પોષે છે કે, "આ મારા પતિની મિલકત છે." એમ કરીને પછી મિલકતની વૃદ્ધિ કરે છે સ્ત્રી. કેમ? એ પતિનામાંથી એક બીજું પાછું સંતાન પેદા કરીને આપે છે યોગ્ય સમયે. તો આવા પ્રકારની આખી સ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ ગઈ.

એ પાલન કરનારી સ્ત્રી પાલનીયા એટલે કે પોતાના પતિ દ્વારા પાલન કરવા યોગ્ય હોય છે. પતિએ આવી સ્ત્રીનું પછી પાલન કરવું પડે, કારણ કે એણે પોતાનું આત્મીયત્વ તત્વ જે હતું તે એ સ્ત્રીને આપેલું છે. તો હવે એને ગમે ત્યાં રખડતી ના મૂકી દેવી જોઈએ એમ કહે છે કે એનું એને પોષણ કરવું એ એની પણ ફરજ છે. જો કેવી રીતે આખી સૃષ્ટિ રચના ગોઠવાઈ છે! એટલે અહીંયા કુટુંબ વ્યવસ્થાની ઉદ્ભવ સ્થિતિ પેદા થઈ. સમજો, પહેલા તો બેય છૂટા જતા, બરાબર? હવે ભેગા થયા છે આ એક ચોક્કસ કારણસર. હવે આનું દાંપત્ય જીવન શરૂ થાય છે. આને જવાબદારી આપવામાં આવી છે કે, "હવે તું તારી પત્ની, તારી સ્ત્રીનું તું પોષણ કર." અને સ્ત્રી જે છે, એ પતિએ લાવીને આપેલા અન્નને એ બધાનાથી પોષણ પામીને, પ્રેમથી માંડીને, અન્નથી માંડીને, પૈસાથી માંડીને બધી જ વસ્તુઓથી પોષણ પામીને, પતિ દ્વારા પોષિત થયેલી તે પતિના આત્મરૂપ જે છે તેને પોષે, એને એ મોટું કરે, એનામાં વૃદ્ધિ કરે.

એ પતિને જેટલો ચાહે છે, એથી વિશેષ પણે એને ચાહે ત્યારે એનું જતન કરે, કારણ કે જો પતિને વધારે ચાહતી હોત તો કદાચ એ ના કરત. હા, એના કરતાં હંમેશા વિશેષ છે, કારણ કે એનું એસેન્સ છે, એનો આત્મા છે એવી રીતે. તો એનું પોષણ કરાય છે. તો અહીંયા ફર્સ્ટ બર્થ એમ કે ત્યાં આગળે થયું એમ કહે છે.

હવે ગર્ભવતી સ્ત્રી પ્રસવ પહેલા ગર્ભસ્થ જીવનું પાલન કરે, આઠ-નવ મહિના જે બી સમય હોય, અને એ પુરુષ પિતા પ્રસવ બાદ પ્રથમ જાત કર્મ વગેરે સંસ્કારોથી એ શિશુને સુસંસ્કૃત કરે છે. એ જન્મ પછી શિશુને આ પ્રમાણે સંસ્કારિત કરી તેની ઉન્નતિ કરાવી અને વાસ્તવમાં પોતાની જ ઉન્નતિ કરે છે, કારણ કે આ એની જવાબદારી હતી. હવે એનો જન્મ થઈ ગયા પછી હવે તેને પાછું પાલન કરવાનું, એને સંસ્કારિત કરવાની જવાબદારી પિતાની છે. તો એને એ બધા સંસ્કારો કર્યા એટલે એ પોતાની ઉન્નતિ કરે છે, કેમ કે જો એ ન કરે તો અસંસ્કારિત એવો કોઈ જીવાત્મા રહી જશે ત્યાં આગળે, જેના પરિણામે એના કુળની અંદર એટલા સંસ્કારી બાળકો નહીં પેદા થાય. એવી રીતે આ લોક એટલે કે ચૌદે ભુવન પ્રવૃદ્ધ થાય છે. આ એનો જીવનો બીજો જન્મ છે. એટલે પહેલો જન્મ જે છે તો માતાના ગર્ભની અંદર પ્રગટ થાય છે, ત્યારે બીજો જન્મ જે છે તે આવી રીતના એ પ્રગટ થઈને બહાર આવે છે.

ત્રીજો જન્મ જે છે તે એનો આ સંસ્કારો બધા સિંચન કરીને એને સંસ્કૃત બનાવવામાં.

આવે છે ત્યારે થાય છે આ આત્મા પિતાનો. આ પુત્ર સ્વરૂપ આત્મા પુણ્યો માટે પિતાના પ્રતિનિધિના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. "કોનો દીકરો તું?" "ફલાણાનો." એટલે તું એનો રિપ્રેઝન્ટેટીવ છે એમ સમજીને સમાજમાં એની પ્રતિષ્ઠા ગોઠવવામાં આવે. તો કોઈ પિતા ના હોય તો કે "કોણ છે ખબર નથી ભઈ." તે એના સ્ટેટસમાં જેમ ફેર પડી જાય છે, તો આવી સ્થિતિ.

હવે આ જીવ પિતારૂપ, વયોવૃદ્ધ, ગરડો થઈ અને પોતાના લૌકિક કર્તવ્યોને પૂર્ણ કરીને... જો બધા કર્તવ્યો કેવા છે તમારા? લૌકિક! એટલે આ લોક પૂરતા જ છે. પણ એની અસરો કેટલી છે? અલૌકિક છે. ભલે તમે કૃત્યો કરો છો લૌકિક, આ લોક પૂરતા જ. અહીંયા અગાળે ઝાડને પાણી પાયું, પણ એની અસરો કેવી? તો કે અલૌકિક. તો લોક આ એક લોકમાંથી બીજા લોકમાં તમને ટ્રાન્સફર કરી આપે એટલી બધી પાવરફુલ.

તો આ લોકમાંથી એ પ્રસ્થાન કરી દે છે. ત્યારબાદ એનો પુનર્જન્મ થાય છે. કર્તવ્યોને પૂરા કર્યા. હવે એણે જે કર્તવ્યો કરેલા હતા, તેના આધારે જ એનો પાછો ફરી બીજો જન્મ થાય છે એમ કહે છે. અને જે કંઈ કર્તવ્યો કરેલા હતા અલૌકિક, એની અસરો આવી. એ અલૌકિક અસરોના ભાગ રૂપે એનો જ્યાં ત્યાં જન્મો થાય છે. એ આ જીવનો ત્રીજો ક્રમ છે.

આ વાત ઋષિ વામદેવે આ શબ્દોમાં કહી છે: "મેં ગર્ભની સ્થિતિમાં જ, વામદેવ નામના ઋષિએ અંતઃકરણ, ઇન્દ્રિયો વગેરે જે કાંઈ હોય તે દેવતાઓના જન્મોનું રહસ્ય, આ બધા દેવતાઓના જન્મનું રહસ્ય સારી રીતે જાણી લીધું છે. હું સેંકડો લોહયુક્ત જેવા કઠોર પિંજરામાં બંધાયેલો હતો. હવે મને તત્વજ્ઞાન મળી ગયું છે, તેથી હું બાજ પક્ષીની જેમ પીંજરાને ભેદીને બહાર આવી ગયો છું."

બાજ પક્ષી બહુ જ પાવરફુલ હોય, પીંજરાની અંદર તમે મૂકવાનો પ્રયત્ન કરો તો વચ્ચેથી નીકળી જાય એટલું બધું જોર કરે. તો એ રીતે ગર્ભમાં. અને બાજને પાળનારા લોકો હોય તો તમે જોજો કે બાજ ગમે ત્યાં ગડે નહીં. અને આવી રીતના આમ કરીને આમ બેસાડે પોતે બાજ પક્ષીને ઉપર, અને એ સીધું બેસે ને તો આ બધું એ કરી નાખે. એટલે આ લોકો મોટા ભાગે પ્રોટેક્શન માટે ઉપર કંઈક કપડું વીંટી રાખે અથવા તો કંઈ મોજું પહેરે ચામડાનું. આવી રીતે હોય છે એનું.

તો વામદેવે આ શબ્દોમાં કહ્યું હતું કે "હું બાજ પક્ષીની જેમ પીંજરાને ભેદીને બહાર આવી ગયો છું." એ રીતે ગર્ભમાં શયન કરતાં કરતાં ઋષિ વામદેવે આ તથ્યને પ્રગટ કર્યું હતું. આ બધી બાબતોની જાણકારી આપણને વામદેવ નામના ઋષિ તરફથી મળી હતી.

પદાર્થ વિજ્ઞાની પદાર્થોની પ્રયોગશાળામાં પ્રવેશ કરી અને પ્રયોગો દ્વારા દરેક વસ્તુની શોધખોળ કરે. ચેતના વિજ્ઞાનના વૈજ્ઞાનિક ઋષિગણો શું કરે? ચેતનાની પ્રયોગશાળાઓમાં, ક્યાં છે ચૈતન્યની પ્રયોગશાળામાં, સંકલ્પ પૂર્વક પ્રવેશ કરીને શોધ કરતા હતા એ લોકો. પરમ વ્યોમ સુધી પોતાની ચેતનાને લઈ જઈને વેદના રહસ્યોને પ્રગટ કરી શકતા હતા અને પ્રકૃતિના સૂક્ષ્મ ઘટકોની અંદર પ્રવેશ કરીને તેની વિશેષતાઓનો સાક્ષાત્કાર કરી શકતા હતા.

હ, "યુગ સહસ્ત્ર યોજન પરભાનું" કેવી રીતે બોલી ગયા? તો આવી રીતના બોલતા હતા એમ કહે છે કે "ફલાણાનો ઝેરનો ટેસ્ટ કેવો હોય છે?" હવે પીધા વગર જો એના ટેસ્ટ વિશે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો એને શું કરવું પડે? સૂક્ષ્મ રૂપે એના ચેતનાની અંદર પ્રવેશ કરીને જે તે તત્વનો જે તે સ્વાદ હોય, તેને એને અનુભવવો પડે. પછી એની અસરોને અનુભવવી પડે અને પછી એ કહે કે "ઝેર કચોલું હોય ને તો કે આવું હોય, ફલાણું હોય ને તો કે આવું હોય." આખા આયુર્વેદની અંદર કેટલાય ઝેરના બધા ઉપયોગો આપેલા છે, તે બધા એમણે આવી રીતે શોધી કાઢેલા.

એ ઋષિ વામદેવ આ જ્ઞાન તત્વજ્ઞાન પ્રગટ કરીને, આ શરીરનો નાશ થઈ ગયા પછી, આ લોકમાંથી ઉત્ક્રમણ કરીને (એટલે કે ઉધ્વગમન કરીને), સ્વર્ગમાં સમસ્ત સુખોનો ઉપભોગ કરતા, અમૃતત્વને પ્રાપ્ત થઈને અમર થઈ ગયા હતા. એવા એ ઋષિ વામદેવ હતા.

ત્રીજા અધ્યાયના પ્રથમ ખંડમાં કહે છે કે "અમે જે આત્માની ઉપાસના-અર્ચના કરીએ છીએ, એ કોણ?" "હું પૂજા કરું છું તે કોણ છે? પણ હું કોની પૂજા કરું છું?" એમ પૂછે છે. જેના દ્વારા પ્રાણી જુએ છે, જેના દ્વારા શ્રવણ કરે છે, જેના દ્વારા ગંધોને સુંઘે છે, જેના માધ્યમથી વાક શક્તિનું વિશ્લેષણ કરે છે કે "આ આવો છે, આવો નથી," અને જેના દ્વારા સ્વાદ-અસ્વાદનું જ્ઞાન મેળવે છે, એ આત્મા કયો છે?

ત્યારે કહે છે કે "જે આ હૃદય છે, એ મન પણ છે." આ જે હૃદય છે, એ મન પણ છે. સંજ્ઞાત એટલે કે સમ્યક જ્ઞાન; આજ્ઞાન એટલે કે આદેશ આપવાની શક્તિ; વિજ્ઞાન એટલે વિવિધ રૂપોથી જાણવાની શક્તિ. એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાનની આવી ડેફિનેશન સાંભળી છે: વિવિધ રૂપોને જાણવાની શક્તિ જેનામાં ઊભી થઈ ગઈ હોય, તેને વિજ્ઞાન કહેવાય. એટલે 'હાઉ ટુ ડુ ઈટ' વાળી એપ્લિકેશનની વાત નથી અહીંયા, તો સામર્થ્યની વાત છે. એને વિજ્ઞાન એટલે ઋષિ-મુનિઓની અંદર આ વિજ્ઞાન એ લોકો પ્રગટ કરતા હતા. એપ્લિકેબલ કર્યા પછીની પરિણામ સ્વરૂપની જે સ્થિતિ હતી, તેની વાત કરે છે વામદેવ અહીંયા.

આ જગ્યાએ પ્રજ્ઞાન એટલે તરત જાણી લેવાની શક્તિ; પ્રજ્ઞાન બ્રહ્મ. મેધા એટલે કે ધારણા શક્તિ. કોઈપણ વસ્તુને ધારણ કરવાની શક્તિ તમારી કેટલી? તો એ મેધા એનું એક માપ છે એમ કહી શકાય. તમે અડધો કલાક હોલ્ડ કરી શકો કોઈપણ વસ્તુ. તમે બે કલાક કરી શકો છો વધારે શક્તિશાળી બન્યા પછી, અમુક પ્રેક્ટિસ કર્યા પછી પણ ઇનડેફિનેટ પિરિયડ માટે તમે એને ધારણ કરી શકતા નથી, બરાબર? તો એ મેધા શક્તિની લિમિટ આવી ગઈ તમારી. પણ એ શક્તિ છે, એટલે એ શક્તિનો જેમ જેમ સંચય થતો જાય, તેમ તેમ એ વૃદ્ધિ પામતી જાય, વધતી જ જાય દિવસે દિવસે શક્તિ. પણ જો એ શક્તિનો સંચય ન કરવામાં આવે તો એમનેમ જ વપરાયા કરે. વપરાઈ તો જવાની જ છે શક્તિ. તો નવી ઉત્પન્ન કરતા નથી તો પૂરી થઈ.

જશે ને તો દ્રષ્ટિ, પછી ધ્રુતિ એટલે ધૈર્ય, બુદ્ધિ, મનીષા એટલે કે મનન કરવાની શક્તિ, જુતિ જુતિ એટલે વેગ પગ સાથે સંકળાયેલી સ્મૃતિ, સંકલ્પ, મનોરથ, શક્તિ, ભોગ શક્તિ, પ્રાણ શક્તિ – આ બધી જ શક્તિઓ પરમાત્મ સત્તાની જ બોધક છે. કોઈપણ શક્તિ લો, કોઈનામાં જરા પણ જેટલી બી શક્તિ દેખાય, તમારે સમજવાનું કે પરમાત્માનું ત્યાં ગડે એટલા પણું પ્રાગટ્ય. સ્વસ્થ વ્યક્તિ આમ હરતી ફરતી દેખાય તો આપણે જોવાનું, ભાઈ એનામાં બધા પ્રકારનું પ્રાગટ્ય હોવાથી એ પૂર્ણ છે, સ્વસ્થ છે, સંપૂર્ણ છે. હોસ્પિટલમાં કોકને ખબર કાઢવા ગયા હોય ને, ખાટલાવસ થઈને પડેલા હોય, ભાઈ એમ કે કે હવે આમને તો પેલું શું કે કે શ્વાસ લેવાની એ શક્તિ નથી રહી. હા, એમના લંગ્સ કોલેપ્સ થઈ જાય છે. તે હવે શું કરશે? તો કે એને પેલું વેન્ટિલેટર પર ચડાવી દેશે. બે ત્રણ દાડા સુધીને પેલું મશીન ધડમ ધૂમ ધડમ ધૂમ કર્યા કરે અને પેલા ભઈની અંદર ફેફસામાં એક સાંભળ્યું, હવા ભરી દે ને પાછી ખેંચી લે, ભરી દે ને પાછી ખેંચી લે.

જેવા બધા મશીન બધું કર્યું છે સિસ્ટમ એને હેલ્પ કરવા માટે, એને જીવિત રાખવા માટે. તો આ બધી જ શક્તિઓ જે કાંઈ જ્યાં જ્યાં દેખાય છે, તે બધાની પાછળ મૂળ શક્તિ કોની છે? પરમાત્માની છે. બધી શક્તિનો આધાર એ જ છે. સર્વશક્તિમાન છે.

આપણે પ્રજ્ઞાન સ્વરૂપ આત્મા જ બ્રહ્મ, ઇન્દ્ર અને પ્રજાપતિના અધિપતિ છે. આ પ્રજ્ઞાન સ્વરૂપ આત્મા જ બ્રહ્મ છે, ઇન્દ્ર છે અને પ્રજાના અધિપતિ એટલે એ જ સમસ્ત દેવગણ તથા પૃથ્વી, વાયુ, અગ્નિ, આકાશ અને જળ એ પંચમહાભૂત છે. આજ ઈતર પ્રાણીઓ તથા તેના કારણરૂપ બીજ, અંડજ, શ્વેદજ, ઉદભેજ, જરાયુજ આ ચાર પ્રકારની સૃષ્ટિઓ વડે, પ્રાણીઓ વડે, ગાય, ઘોડા, મનુષ્ય, પક્ષી અને હાથી સહિત આ સમસ્ત જળ જંગમ જગત પ્રજ્ઞાનિત્ર અને પ્રજ્ઞાનમાં જ સમાય છે. જાણકારી તમને જે મળે છે તે શેનાથી મળે છે? પ્રજ્ઞા નેત્રથી મળે છે. આજ્ઞા ચક્ર પ્રજ્ઞા નેત્ર સમજાય છે? એટલે આજના ચક્ર જ્યારે એક્ટિવેટ થાય ત્યાર પછીની જે કંઈ આપણને અનુભવ આવવાનો શરૂ થાય છે, તે પ્રજ્ઞા નેત્ર છે. જે કંઈ દ્રશ્યમાન થવાનું શરૂ થાય, જાણવામાં આવે આપણું જે કંઈ બધું, તે બધું પ્રજ્ઞાનેત્રથી થાય છે.

એમ કે એ પ્રજ્ઞાનમાં સમસ્ત લોક આશ્રિત છે.

જો હવે એ જે કાંઈ તમે જાણો છો ને, તેના અંદર આ બધા ચારે ચાર લોકોની વાત કરી દીધી. એની અંદર આ જે બધી જ આ અંડજ, સ્વેદજ, ઉદભેજ અને જરાયુજ પ્રકારના જે પ્રાણીઓ પેદા થયા બધા, એ બધા જ અંદર રહેલા છે. આ બધું આવેલું છે. એ બધું જ આપણને કેવી રીતે ખબર પડી? તો કે એ પ્રજ્ઞાનમાં સમસ્ત લોક આશ્રિત થયેલા છે. બધા લોકો એની અંદર જ છે. આ તમારા આ જેટલું આટલું આમ જાણ્યું, એની અંદર છે એમ કે છે. આ બહુ સૂક્ષ્મ બાબત છે, ધ્યાનથી સમજો. અને પ્રજ્ઞા એનું વિલય સ્થળ. ત્યાં ત્યાં એનું વિસર્જન બી થઈ જશે. ખ્યાલ આવે? પ્રજ્ઞાન નેત્રથી તમે જોશો કે મારા સમસ્ત પાપો નષ્ટ થાવ, નષ્ટ થાવ, નષ્ટ થાવ. બસ, બધું ગયું. થળ દઈને ત્યાં આગળ ભડકો થઈ ગયો ને વાત પૂરી થઈ ગઈ. એવી રીતે એનું વિસર્જન, વિલય પણ કરી શકાય છે. આ બહુ જ મોટી અગત્યની સમજણ છે. જો આપણને આટલું આવડી જાય, તેથી જ એ પ્રજ્ઞાનને જ બ્રહ્મ કહેવામાં આવ્યો છે.

આજે જાણપણું થાય છે ને આપણને, મેં જાણી લીધું આમ આવી રીતના ક્યારે? આજ્ઞાચક્રના એક્ટિવેશન પછીની વાત છે. તે જણાઈ ગયું. તો જે કંઈ જાણ્યું છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે. આમે તે બધું બ્રહ્મ જ છે એટલે ત્યારે પણ એને બ્રહ્મ જ કહેવામાં આવે છે. એમ પણ કીધું.

જે પરમેશ્વરને આવી રીતે જાણી લે છે, આ પરમેશ્વર પછી એને જ પોતે સંકલ્પ કર્યો. એને ચાર લોક બનાવ્યા. ચાર લોકની અંદર બધી વસ્તી પેદા કરી. પહેલા વિરાટ બનાવ્યો, પછી એને ઇન્દ્રિયો બનાવી. ઇન્દ્રિયોની અંદર બધી એને ભૂખ તરસની તાકાત મૂકી અને પછી તે એક ઇન્દ્રિયથી એ ગ્રહણ કરવા ગયા. એનથી ના થયું, આનથી ના થયું એમ કર્યું. છેવટે અપાન વાયુએ અન્નને ગ્રહણ કરી લીધો. બાકી બધી ઇન્દ્રિયો તો લાચાર હતી, પણ અપાન વાયુએ ગ્રહણ કર્યું એટલા માત્રથી બાકીના બધાને પણ સંતુષ્ટિ સાથે સાથે એકી સાથે થઈ ગઈ. એટલે કોઈ જેને કહેવાય આંખને ભૂખ લાગી છે અને કાનને ભૂખ લાગી છે એવું થતું હોતું. સમગ્રપણે ભૂખ લાગે છે અને સમગ્રપણે સંતોષ પણ થઈ જાય છે વ્યક્તિને. તમે જોયું નહી તો તો 11 વાગ્યા આંખને ભૂખ લાગે ને 12 વાગ્યે કાનને ભૂખ લાગે ને તો પછી યાર 24 કલાક રસોડું ચાલુ.

બૈરી નવરીત જ ના પડે રાંધવામાંથી ને બધી રસોઈ બનાવવાની ને બધું કરવામાંથી. જો, એટલે વ્યવસ્થા બહુ સુંદર હતી.

હવે એ બધું જ કર્યા પછીથી પેલા ઋષિ હતા, તેમણે પણ એમની બધી વાત કરી દીધી કે ભાઈ કેવી રીતે નેક્સ્ટ જેન પેદા થતી આવે છે. એ બધી વાત કરીને પછી એને કીધું કે ભાઈ આ બધી શક્તિઓ જે કાંઈ છે, તે બધી કોની પાસે છે? તો કે આની પાસે. કોની? તો કે પ્રજ્ઞા નેત્ર જે છે, તે નથી છે. તો પ્રજ્ઞા નેત્રથી તમે જેટલું જોવું છો, જાણો છો, તે બધા આ બધા જ લોકને બધી જે વાત કરી, તે બધું એની અંદર જ સમાયેલું છે. એટલે એના દ્વારા જ જાણી શકાય. એના દ્વારા જાણેલું છે, તો તેના દ્વારા એને નથી જાણ્યું એમ પણ એટલે કે વિસર્જન કરવા બરાબર પણ છે. એટલે આપણે કોઈપણ બાબતનું ત્યાં વિસર્જન પણ કરી શકીએ. જ્યાં સર્જન થાય ત્યાં જ વિસર્જન પણ થઈ જાય છે. એટલે એ જ એક જ જગ્યા છે એમ કહેવામાં આવે છે. તો એ આ લોકમાંથી ઉર્ધ્વ ગમન કરીને સ્વર્ગમાં જઈને સમસ્ત દિવ્ય ભોગોને મેળવે છે અને અંતત એ જ્ઞાની અમર પદને પ્રાપ્ત કરે છે.

તો અમર પદને એમને પ્રાપ્ત કરી લીધું. એટલે અહીંયા આગળે ત્રણ વખત આપણે ફરી વખત બોલીએ: "ઓમ શાંતિ શાંતિ શાંતિ." એત્રેય ઉપનિષદ અહીં સમાપ્ત થાય છે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.