અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૬૪

વિડિયો ૬૪

લેખ ૬૦ / ૧૪૯ · 78 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ દ્યૌઃ શાંતિઃ, અંતરિક્ષં શાંતિઃ, પૃથ્વી શાંતિઃ, આપઃ શાંતિઃ, વનસ્પતયહ શાંતિ, ઔષધયહ શાંતિ, શાંતિ રેવ શાંતિ, સામ શાંતિ, યતો યતઃ સમીહશે તતોનો અભય કુરુહસનાહ, કુરુ પ્રજાભ્યો ભયન પશુભ્યહ, ૐ શાંતિ શાંતિહી.

પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરું છું. પરબ્રહ્મ પરમાત્માને તેના તમામ નામ રૂપોમાં નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. સ્વાગત છે સૌનું. ગઈકાલે આપણે કઠોપનિષદ શરૂઆત કરી હતી અને પહેલા અધ્યાયની પહેલી વલ્લીના અમુક મંત્રો આપણે લીધા હતા. તો આ કઠોપનિષદ જે કથા છે તેની અંદર ઉદ્દાલક નામના ઋષિએ વિશ્વજીત યજ્ઞની અંદર પોતાનો તમામ ધન દાનમાં કરી દીધું, દાનમાં આપી દીધું. એમનો એક બહુ જ નાનકડો પુત્ર, વિચક્ષણ નચીકેતા નામનો, તેણે જોયું કે પિતાશ્રી બધી જ વસ્તુઓ દાનમાં આપી રહ્યા છે, પણ એ દાનમાં આપવાની જે વસ્તુઓ છે તેનું કોઈ ખાસ મૂલ્ય જણાતું લાગતું નથી. એટલે અર્થહીન વસ્તુઓનું દાન આપતા હતા અને સારી સારી વસ્તુઓ બાજુ પર મૂકતા હતા. એટલે એણે જોયું કે પિતાશ્રી તો આ ગંભીર ભૂલ કરી રહ્યા હોય એવું લાગે છે કે માંગલી ગાયો બધી દાનમાં આપે છે અને સારી ગાયોને બધી બાજુ પર રાખે છે.

એટલે હજુ પિતાશ્રીને લોભ અને લાલચ રહેલા છે. તેને જડમૂળમાંથી તોડી નાખવા માટે એમણે પિતાશ્રી પાસે જઈને કીધું કે, "પિતાશ્રી, હું પણ તમારી સંપત્તિ ગણાવું. તમે મને કોને દાનમાં આપો છો?"

ત્રણ વખત પૂછ્યું. પહેલી બે વખતે ઉદ્દાલક ઋષિ કંઈ બોલ્યા નહીં, પણ ક્રોધ એમનો ધીમે ધીમે ધકતો ગયો, વધતો ગયો. કોઈ વ્યક્તિ કંઈ કરવા માંગતો હોય ને, તમે વચ્ચે કંઈક પૂછો એટલે પછી આ પરિસ્થિતિ પેદા થાય, ખાસ કરીને જ્યારે એને ખબર પડી જાય કે તમે એના ઉદ્દેશથી ભટકાઈ રહ્યા છો કે અલગ દિશામાં એને લઈ જઈ રહ્યા છો એવો એને અંદાજ આવી ગયો. એટલે પહેલી બંને વખતે ક્રોધ વધતો ગયો, પણ તો પણ શાંત રહ્યા. પણ ત્રીજી વખતે નચીકેતાએ પૂછ્યું કે, "પિતાશ્રી, તમે મને કોને દાનમાં આપો છો?" ત્યારે ઉદ્દાલક ઋષિનો ક્રોધ ફાટી પડ્યો અને કહે છે, "જા, હું તને યમરાજાને દાન કરું છું."

નચીકેતાએ શ્રવણ કરી લીધું. એટલે પછી ત્યાંથી એ તો નીકળ્યા. યમરાજાને ત્યાં ગયા. યમરાજા કોઈ કારણવશાત બહાર ગયા હતા. તો યમરાજાના ભવનની એમણે અંદર પ્રવેશ ના કર્યો કે જે ઘરમાં પુરુષ હાજર ના હોય તે ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. એટલા માટે એ ઘરની બહાર ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી રહ્યા. ચોથા દિવસે જ્યારે યમરાજા આવ્યા ત્યારે યમની પત્નીએ એને કહ્યું કે, "એક બ્રાહ્મણ બાળક ત્રણ દિવસ ત્રણ રાત્રીથી આપણા ભવનની બહાર જ બેઠો છે અને તમારી પ્રતીક્ષા કરે છે." યમની પ્રતીક્ષા કરે છે. યમ દ્વારે જઈને હિંમત જુઓ! એટલે કાલે કહેતો હતો ને કે, "હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનો કામ જોને." યમની અમને બીક નહતી, ડર નહતો કે હવે હું યમનો છું. પિતાશ્રીએ મને દાનમાં આપી દીધો છે. હવે યમરાજા મારા માલિક છે. કેટલી અદભુત સ્થિતિ! કેટલા ઉચ્ચ વિચાર!

હવે યમરાજાએ બહાર આવી અને પછી એને કીધું કે, "હે બ્રાહ્મણ પુત્ર, તમે ત્રણ દિવસ ત્રણ રાત્રી સુધી મારે ત્યાં આવી રીતના પ્રતીક્ષામાં રહ્યા તેની ક્ષમા ચાહું છું." જો, યમરાજા પોતે ક્ષમા ચાહે છે અને એના ફળ રૂપે આજે કંઈ તમે તપ થયું તમારું, ત્રણ વરદાન તમે માંગો મારા પાસે. ત્યારે પહેલું વરદાન નચીકેતાએ માંગ્યું કે, "તમે રાજી ખુશીથી આપો છો તો મારે એવું જોવે છે કે મારા પિતાશ્રી એ મારી સાથે જે એકદમ નિર્મળ, સ્વચ્છ, એક પિતા-પુત્રના સ્નેહ ભર્યું એવું વર્તન કરે કે એમને મારા પ્રત્યે જે ક્રોધ કે દ્વેષ ઉત્પન્ન થયો હતો એ નામશેષ થઈ જાય."

બીજાની અંદર તો કહે છે, "મને સ્વર્ગની અંદર જવા માટેની જે વિદ્યા છે, અગ્નિવિદ્યા, તે અગ્નિવિદ્યા આપો." એટલે એમને સ્વર્ગ આરોહણ માટેની જે અગ્નિવિદ્યા છે તે પણ એમને ખૂબ સુંદર રીતે સમજાવી, સરસ રીતે. અને આ બે થયા પછીથી કે, "હવે ત્રીજું વરદાન માંગો." ત્યારે એમણે કહ્યું કે, "મને હવે તમે એ વાત જણાવો કે મનુષ્યનું મરણ થઈ ગયા પછી આત્માનું અસ્તિત્વ રહે છે એવું જ્ઞાનીઓ કહે છે અને બીજા કેટલાક એવું કહે છે કે મરણ બાદ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. તો આપ મને ઉપદેશ કરો જેથી હું આ શંકાથી મુક્ત થઈ શકું કે આત્મા રહે છે કે નથી રહેતો."

હવે આત્માના વિષયની અંદર આવો વિચાર એમણે જ્યારે રજૂ કર્યો ત્યારે યમદેવતાએ એને કીધું કે, "ભાઈ, આ બાબત રહેવા દો. તમે એના બદલામાં અનેક પ્રલોભનો આપ્યા: લાંબુ આયુષ્ય, અપ્સરાઓ સાથેનું વૈભવશાળી, જેટલું લાંબું ચાહે તેટલું જીવન સુખ વૈભવ સહિતનું. આ બધું જ કે તમને હું આપવા તૈયાર છું, પણ તમે આત્મા વિશે મને ના પૂછશો." જ્યારે પણ તમે આત્મા વિશે પ્રશ્ન કરવાના શરૂ કરશો એટલે આ બધા જ પ્રલોભનો તમારી સમક્ષ પણ આવવાના છે. જે વાત નચીકેતાની છે તે આપણા સૌની છે. નચીકેતા તમારાથી અલગ નથી આત્મા સ્વરૂપે. જ્યારે તમે આત્મા વિશે ઉત્કંઠા ધરાવવાની શરૂ કરશો, આખા બ્રહ્માંડની સંપત્તિ તમારી તરફ ધસી આવવાની તૈયાર થઈ જશે અનેક પ્રલોભનો તમારા જીવનમાં ઊભા થશે, સબ્જેક્ટ ટુ યોર પાપ એન્ડ પુણ્ય. એટલે એમાં એટલો વિલંબ પણ હોઈ શકે છે, પણ આ બધું આવશે.

તો આત્મા વિશે જાણવાની ઉત્કંઠા ઉત્પન્ન થવી એ ઈશ્વરીય કૃપા વગર શક્ય બનતું નથી.

હવે જ્યારે ઈશ્વરની જ કૃપા થઈ ચૂકી હતી પરબ્રહ્મની, પરમાત્માની, નચીકેતા ઉપર, તો એને યમ પણ નકારી શકે એવી સ્થિતિમાં હતા જ નહીં. એટલે એમણે વરદાનો આપવાની વાત કરી તેમ છતાં પણ નચીકેતા એમાંથી ચલિત થયા નહીં. એ જોયા પછીથી એમણે કહી દીધું એક વખતે કે, "હંમેશા હું તારા જેવો શિષ્ય હંમેશા ઈચ્છું છું." યમદેવતા હોય જ છે, તો એ પ્રતીક્ષામાં છે કે કોક નચીકેતા હવે પાછો આવશે, મને આત્મા વિશે પૂછશે, હું એને આત્મા વિશે જણાવું. એમની તત્પરતા.

છે તૈયારી છે, પણ સામે તૈયારી જોઈએ નચીકેતા બનીને જવાની આપણા સૌની. પછી આપણને આત્મવિદ્યાનો ઉપદેશ થઈ શકે છે. એના માટે નચીકેતા જેવી ગ્રહણશીલતા પણ જોઈ છે. એકાગ્રતાથી સંપૂર્ણપણે, બસ બીજું કંઈ જ નહીં. "મને કેવળ આત્મા વિશે બોધ કરો," કહે છે. તો આવો બોધ જ્યારે તમે કીધું કે આપો, ત્યારે કહે છે કે, "હે નચીકેતા, ભૌતિક જગતના માયાવી પ્રલોભનોમાં અજ્ઞાની પુરુષ જકડાયેલો જ રહેતો હોય છે. લોકોને આશ્ચર્ય પેદા કરનારા અવનવા રમકડાંઓની જ જરૂરત હોય છે અને એની જ આકાંક્ષાઓ હોય છે. તો આવા વિવેકહીન અને પ્રમાદી મનુષ્યોના અંતરંગમાં પારલૌકિક એટલે કે આત્મા વિશે જાણવાની વિચારધારાનો વાસ્તવમાં તો જન્મ પણ થતો હોતો નથી. અધિકાર વગરના મનુષ્યને આત્મતત્વ સહેલાઈથી સમજમાં પણ આવતું નથી. બીજું, તત્વવેતા આચાર્ય દ્વારા પણ આ આત્મતત્વ ન સમજાવવાના કારણે એ લોકો પણ એને સારી રીતે તત્વનિષ્ઠ એવા કોઈ શિષ્યને સારી રીતે સમજાવી પણ શકતા નથી.

એટલે તર્ક-વિતર્કના ઉહાપોહથી અલગ એવી જે તમારી પ્રખર બુદ્ધિ છે, શુદ્ધ થયેલી છે, તો અમારા અંતરંગ હૃદયની ઈચ્છા માત્ર એટલી જ છે કે આપ જેવા જિજ્ઞાસુ શિષ્યો અમને પ્રાપ્ત થાઓ. હું જાણું છું કે આ કર્મજન્ય ફળ જે છે, એ બધી સંપત્તિ નાશવંત છે. નશ્વર સાધનો દ્વારા એ નિત્ય આત્મતત્વને પ્રાપ્ત કરવાનું ક્યારેય શક્ય બને એમ નથી. તો તમારા જેવો સાધક આ આત્મિક જ્ઞાન સાંભળી, એને સારી રીતે ગ્રહણ કરી, વિવેકપૂર્વક એની ઉપર ચિંતન કરી, ધારણ કરવા યોગ્ય આ સૂક્ષ્મ આત્મતત્વને સમુચિત રૂપે — સમુચિત શબ્દ બહુ સુંદર, સમઉચિત — જે તે સમયે જે યોગ્ય હોય તેવી રીતે એને ગ્રહણ કરે છે, એને જાણી લે છે. એ આનંદ સ્વરૂપ આત્માને મેળવીને ચિરંતન આનંદમાં એ લીન થઈ જાય છે. તમારા માટે બ્રહ્મપ્રાપ્તિના દ્વાર હંમેશા ખુલ્લા જ છે, એવું મારું મંતવ્ય છે."

યમરાજા નચીકેતને કહે છે. આપણને ક્યારે કહે છે? નચીકેતા કહે છે, "હે યમરાજ, જે આત્મતત્વ આપ યજ્ઞ વડે, ધર્મકૃત્યો દ્વારા, શાસ્ત્રનિષિદ્ધ કર્મોથી અલગ ગણો છો; જે કાર્ય-કારણરૂપ જગત અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળથી પણ અલગ છે, એ આત્મતત્વનો સંબંધ મને બતાવો. અલગ છે એવું આપ કહો છો ને? આ બધા કરતાં પૃથક છે, તો મને એનો સંબંધ તો બતાવો કે સંસારમાં પડેલા છે અને આત્મતત્વ છે, બે વચ્ચેનું."

ત્યારે યમે કહ્યું, "બધા વેદ જે બ્રાહ્મી સ્થિતિ કે પરમપદનો વારંવાર ઉલ્લેખ કર્યા કરે છે, બધી જ તપસાધનાઓ જે સ્થિતિનો અનુભવ કરાવે છે, બધી જ જોઈ લો તપસાધનાઓ જે સ્થિતિનો અનુભવ કરાવે છે, એટલે કોઈ નિષ્ફળ તો છે જ નહીં. તપસાધના પ્રાપ્તિ કરવાની ઈચ્છાથી સાધકગણ બ્રહ્મચર્ય આદિ વ્રતોનું પાલન કરે છે. હે નચીકેતા, હું તમને એ સ્થિતિનું સંક્ષેપમાં વર્ણન કરું છું. 'ઓમ' જ એ પરમપદ છે. 'ઓમ' એ પરમપદ છે. આ 'ઓમ' અક્ષર બ્રહ્મ છે. આ 'ઓમ' પરબ્રહ્મ અર્થાત્ સર્વશ્રેષ્ઠ છે. એ અક્ષરને, જે ક્ષર ન થાય એવો અક્ષર, એ 'ઓમ' છે. એને સારી રીતે જાણીને જે સાધક જે અભિષટની કામના કરે છે, તેમને તેની પ્રાપ્તિ થાય છે."

અહીંયા મોગમ કહી દીધું છે. તમે ચાહો તો એમાંથી તમે સંસારી ચીજો, પદાર્થો પ્રાપ્ત કરો અથવા તો તમે પરમપદની પ્રાપ્તિ કરો. બંને માટે ઓમકાર જે છે, તે પરમપદ છે અને સર્વશ્રેષ્ઠ પદ છે. આ પ્રણવ એટલે કે ઓમકાર જ આત્મસાક્ષાત્કારનું શ્રેષ્ઠ અવલંબન છે. એ જ પરમાત્માના ધ્યાનનો આધાર હોવાથી સર્વશ્રેષ્ઠ છે. પરમાત્માનું ધ્યાન કરવું છે? ઓમકાર કરવા માંડો, તમે પરમપદમાં વિલીન થઈ જશો. આ બ્રહ્મપ્રાપ્તિના આશ્રયને જાણીને સાધકગણ બ્રહ્મલોકને મેળવે છે. બ્રહ્મલોક એટલે બ્રાહ્મી સ્થિતિ. એ બ્રહ્મલોક એ કોઈ અલગ કોઈ એવું ફિઝિકલ કોઈ જગ્યા નથી. બ્રહ્મલોકની પ્રાપ્તિ એટલે એને આપણે એ રીતે જાણવાનું છે.

"અગર હણવાવાળી વ્યક્તિ પોતાને મારવામાં સક્ષમ બને છે. કોઈ શિકાર હોય, તે શિકારી શિકાર કરતો હોય, તો એ કોઈકનો શિકાર કરે, તે પોતાને પણ શિકાર કરી જ શકે છે. સ્વયંને એ ખતમ કરી શકે છે. અને હણાયેલી વ્યક્તિ સ્વયં મારેલો માને છે." જેનો શિકાર થયો હોય, એ એવું માને છે કે મારો શિકાર થયો. જોયું? આ પણ એક માન્યતા છે. તો એ બંને આત્મતત્વની બાબતમાં અજ્ઞાન છે અને અજાણ છે. ટૂંકમાં એમ આપણને કહેવા માંગે છે કે તમે જે કંઈ કર્મ કર્યું, એ તમે માનો છો કે મેં કર્યું છે, એટલે એ તમે ખરેખર આત્મતત્વ વિશે જાણતા જ નથી. કારણ કે આ આત્મા ના તો કોઈને વિનિષ્ટ કરે છે, એ કોઈનો નાશ કરતો નથી, અથવા તો કોઈના દ્વારા એને મારી નાખવાનું શક્ય બને છે. કારણ કે આત્મા અક્ષર છે, એનો ક્યારેય નાશ થનાર નથી. એટલે જો શિકારી એમ માને કે મેં આનો શિકાર કરી નાખ્યો, તો વાસ્તવમાં એ થયો નથી.

કારણ કે એ તો જીવિત જ છે આત્મરૂપે. દેહરૂપે ગયો. રૂપ પરિવર્તન, દેહ પરિવર્તન તો થયા જ કરે છે સંસારની અંદર. એટલે એ આધારે જોતા એવું જણાય છે કે વાસ્તવમાં પહેલાએ ફક્ત મારવાનો અહંકાર કર્યો અને કર્મ બંધાયું. અને જે હણાયો, મૃત્યુ પામ્યો એવું જે માને છે, તે પોતાનું નામરૂપ છોડી દે છે ફક્ત, પણ પોતે વાસ્તવમાં મરેલો હોતો નથી. આ યમ દેવતા પોતે કહે છે, સમજી લો. એટલે યાદ રાખો, ક્યારેય આત્મા મરી શકે નહીં. આત્મા ચિરંજીવી છે, એ નિરંતર હોય જ.

બસ, પરમાત્મા ચેતના આ જીવાત્માની હૃદયરૂપી ગુફામાં — હૃદયરૂપી ગુફા ગઈકાલે વાત કરી હતી ને કે અનુભવરૂપ જે કંઈ આખું છે, એ તમારું હૃદય છે. હૃદય એટલે આ હૃદયની વાત નથી. અહીંયા આધ્યાત્મિક હૃદયની વાત છે. અંતઃકરણની અંદર જે કંઈ અનુભવરૂપ બધું પડેલું છે, તે બધું જ હૃદય કહેવાય છે. તો એ હૃદયરૂપી ગુફાની અંદર અણુથી પણ અત્યંત સૂક્ષ્મ અને મહાનથી પણ અતિ મહાન રૂપે — એટલે એ બંને એક સાથે છે. અણુથી પણ સૂક્ષ્મ રૂપે જ મોજૂદ છે, તો મહાનથી પણ મહાન છે. એટલે કેટલું બી મોટું ગણો, જે કંઈ છે તે બધું જ એની અંદર છે એટલું.

મોટું છે એટલું મહાન છે એવું એ આત્મતત્વ છે, એ બિરાજમાન છે. નિષ્કામ કર્મ કરનારા, કોઈપણ બાબતનો શોક ના કરનારા એવા કોક વીરલા સાધક જ પરમાત્માની કૃપાથી તેને જોઈ શકે છે, તેને જાણી શકે છે. જોવાનું વળી પાછું આ આંખોથી નથી. આ આંખોને પણ જોવાની શક્તિ જેણે પ્રદાન કરી છે તેને જોવાનો છે. એટલે જોનારાને જોવાની વાત આવી ગઈ પાછી. જે આમ જોવે છે તો એને જ તમે જુઓ કે એક સ્થાન પર વિદ્યમાન હોવા છતાં પણ એ પરમ ચેતના દૂર ચાલી જાય છે અને શયન કરવા છતાં ભુજંગ શયનમ વાળી વાત. શયન કરવા છતાં એ બધે જ વિદ્યમાન હોય છે. "હર્ષયુક્ત અને હર્ષ રહિત એ દેવને સારી રીતે જાણવામાં મારા સિવાય બીજું કોણ સક્ષમ છે?" યમદેવતા કહે છે. એટલે ઓથેન્ટિક છે એ જે કંઈ આત્મા વિશેની જાણ કરે છે આપણને. જે શરીરોમાં શરીર રહિત, સ્થિર ન રહેનારામાં એટલે કે અનિત્ય છે, જે બદલાયા જ કરે છે, પરિવર્તનશીલની વચ્ચે નિત્ય સ્વરૂપમાં રહેલો આત્માની કોઈ ઉંમર થઈ નથી.

સાવ નાના હતા, ગર્ભમાં હતા ત્યારથી અત્યાર સુધીની અંદર તમે જુઓ તો તમારો આત્મા એવોને એવો છે. એવું જે તત્વ છે એના અંદર ખોળો એમ કહે છે.

એ મહાન પાછો કેવો છે? આપણને એમ કહે છે કે અંદર છે અને હવે કહે છે, "સર્વવ્યાપક આત્મ તત્વને જાણો." એટલે એ અંદર પણ છે, પણ અંદરથી તે છે ક્યાંય સુધી છે? અનંતા અનંત સુધી છે. એવી રીતે પ્રત્યેકમાં રહેલો છે પાછો. એ આત્મતત્વને જાણીને બુદ્ધિમાન મનુષ્ય શોકાતુર થતા નથી. એમને કોઈ પ્રકારનો શોક થતો નથી. પરમાત્મ તત્વને માત્ર ધર્મોપદેશ સાંભળીને, ધર્મ વિશેનો ઉપદેશ તમે સાંભળ્યા જ કરો, સ્તુતિ વંદનાના રૂપમાં એની ચર્ચા કરીને, કેટલી પણ સ્તુતિઓ કર્યા કરો, વંદના કર્યા કરો તથા શાસ્ત્રોનું અધ્યયન કરીને જાણી શકાતો નથી. જેના ઉપર એની કૃપા થાય છે એ જ એને જાણી શકે. તો આત્મતત્વની કૃપા એટલે પરમાત્માની કૃપા. તો પરમાત્માની જ્યારે કૃપા થાય ત્યારે જ આપણે જાણી શકીએ. એનાથી પહેલા આપણને કહી દીધું કે ભાઈ આત્મતત્વ વિશેનો વિચાર આપવો એ જ બહુ મોટી કૃપા છે.

પહેલામાં પહેલી વાત તો લોકોને બધું જ જાણવું છે. આત્મા સિવાય કોઈને આત્મા શું છે એમ જાણવામાં, સંશોધન કરવામાં આટલો પણ સમય આપવાનો ફુરસત નથી અત્યારે તો. બાકી બધા માટે કામ છે, એમને સમય ફાળવેલો છે બધાય માટે જીવનની અંદર અને એમ જીવન વહે જ જતું હોય છે. ક્યારે કોકને વિચાર આવે કે આત્મા શું હશે? જે વિચાર આવે છે ને તે આત્મા તરફથી આવેલી કૃપાના કારણે એને એ વિચાર આવે છે. એટલો એ સક્ષમ બને છે કે એક દિવસે એને વિચાર આવ્યો કે આત્મા શું છે? લાવ હું જાણી લઉં. બસ! તો એ પરમાત્મ તત્વ અધિકારી સાધકની સામે, જે અધિકારી બને છે તેની સામે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાતે જ અભિવ્યક્ત કરી દે છે. એટલો કૃપા કરી દે છે કે બસ તું જાણી લે કે હું આ છું. એટલે તારો ખેલ ખતમ. કારણ કે તું તદરૂપ થઈ ગયો, તું મદરૂપ થઈ ગયો. હવે તું હું જ છું એ સિદ્ધિમાં આવી ગયો છે.

હવે કશું બાકી રહેતું નથી. ગેમ ઓવર!

એટલે સમજવાનું એ છે કે જડ પદાર્થ પર આ જે પદાર્થ જ્ઞાન છે એ બધું સાંભળીને અથવા પુસ્તકમાંથી કોઈકને પાસેથી એવી રીતના આપણે વાંચીને બધું મેળવી શકીએ. જ્યારે આત્મતત્વ પર જ્ઞાન ચેતન હોય છે. તો આવું ચેતન જ્ઞાન આપણને પ્રાપ્ત થવું જરૂરી છે. એ સતપાત્રનું સ્વયંવરણ કરે છે. આત્મા જ ચૂઝ કરે છે કે આની અંદર હું હવે પ્રગટ થાઉં, આની અંદર હવે હું પ્રગટ થાઉં. આત્મા પોતે જ નક્કી કરે છે કે હવે હું આની અંદર પ્રગટ થઈ જાઉં છું. એ કેવા સાધકનું વર્ણન કરે છે? એ તથ્ય આગળના મંત્રોમાં હવે આગળ સ્પષ્ટ થાય છે. અધિકારીની વાત કરીને લાયકાત તો એ કેવો હોવો જોઈએ? આમ કેવો થાય ત્યારે પછી આ સ્થિતિ પેદા થાય છે? જે મનુષ્ય (જો અહીંયા મનુષ્ય શબ્દ છે, દેવ નથી, અસુર નથી, પ્રાણી નથી શબ્દ વપરાયો છે) દુષ્કર્મોના પાપથી નિવૃત્ત નથી, દુષ્કર્મો કર્યા જ કરે છે, હજી એમાંથી એ ઉપરામ થયો નથી, નિવૃત્ત થતો નથી.

જેની ઇન્દ્રિયો પોતાના નિયંત્રણમાં નથી. ઇન્દ્રિયોનું નિયંત્રણ એટલે કેવું કે બેઠા છીએ અને મોટો અવાજ આવે, એકદમ કાન ત્યાં દોડી ગયા હોય, ચિત્ત ત્યાં જ પહોંચી ગયું હોય કાનથી એ પહેલા તો એ નિયંત્રણ ના કહેવાય. એ તો પોતાની રીતે દોડી જ ગયું. તો એને ખ્યાલ હોવો જોઈએ કે મારે ત્યાં સુધીને જવાનું જ નહીં, એ અવાજ જ ના સંભળાવવો જોઈએ. એ નિયંત્રણ કહેવાય. એવું નક્કી કરીને જે બેઠો હોય કે મારે કંઈ જોવાનું નથી, મારે કંઈ સાંભળવાનું બાહ્ય કંઈ પણ એમ સંસાર બાબતની કોઈપણ વસ્તુ જોવાની નથી, જાણવાની નથી, સાંભળવાની નથી, એનો ટેસ્ટ કરવાનો નથી, એનો સ્પર્શ કરવાનો નથી. આ પાંચ તનમાત્રાઓ જ રખડાઈ મારે છે અને એટલી બધી ક્વીક હોય છે કે માણસ ચૂકી જ જાય દર વખતે. તો એની ઉપર સંયમ મેળવવો એટલે કેવું છે? જેમ કે પહેલા એની અંદર કહે છે ને કે તોફાની ઘોડો હોય તેને વશ કરવા જેવું કામ છે.

સ્પેનની અંદર આખલા હોય તેની સામે માણસ લડવા જતો હોય છે, એવી પણ એક રમત કરતા હોય છે લોકો. જીવલેણ હોય છે પણ કરે છે ને લોકો? તો એનાથી પણ વધુ સાહસ અને ધૈર્ય, હિંમત અને શક્તિની જરૂર પડશે જ્યારે તમે એક ઇન્દ્રિયને વશ કરવા જશો. પણ એની પણ યુક્તિઓ છે અને એને કેવી રીતે વશમાં લેવું તે પણ શાસ્ત્રોની અંદર સારી રીતે સમજાવેલું છે અને સદગુરુ જ્યારે તમને પ્રાપ્ત થઈ જાય ત્યારે એ પણ તમને ખૂબ સારી રીતે આ વાત સમજાવી શકે છે અને ફક્ત એ સમજાવે છે એનાથી જ તમારી અંદર એ શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી કરીને તમે એ ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી શકો. એવી વ્યક્તિ પ્રકૃષ્ઠ જ્ઞાનવાન હોવા છતાં એ પરિષ્કૃત જીવનના અભાવમાં આ આત્મતત્વને જાણવા માટે સમર્થ થતા નથી. એટલે કે દુષ્કર્મો કે કોઈપણ પ્રકારના કર્મ કરવાની જે વૃત્તિ પ્રવૃત્તિ છે તે અને બીજું કે

જેનું એનું નિયંત્રણ નથી, આવા લોકો એને ક્યારેય પણ પ્રાપ્ત કરી શકતા નથી. ગમે તેટલું જાણી લે, તેમ છતાં પણ એ લોકોને આ વસ્તુ પ્રાપ્ત થનાર નથી; કારણ કે અંદરથી હજુ આત્માની કૃપા થઈ નથી અને એ લોકો એના માટે તૈયાર પણ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે બધા જ જે પરમાત્માનું ઉદાન એટલે અન્ન આહાર માનવામાં આવે છે, સ્વયં મૃત્યુ એટલે કે કાળ જેનું ઉપસેચન જેમ કે શાક અથવા જળને જેમ આહારનું સહયોગી હોય ને, એને ઉપસેચન કરવું, કંઈક પીવું એમ કે કે જેતે આહાર સારી રીતે ઉતરી જાય. એ જ્યાં પણ છે, જેવું પણ છે, એને ભલા કોણ સમજી શક્યું છે? આ બધા વર્ણાશ્રમવાળા જે છે ને, તો કે એ તો બધા આહાર છે યમનો એમ કહે છે. એટલે એને તો કોણ સમજી શકે છે?

આ મંત્રમાં "બ્રહ્મ" અને "ક્ષત્ર" સંબોધન ઉપલક્ષણ રૂપમાં વપરાયા છે. બ્રહ્મ દ્વારા સહજ રીતે ધર્મનું અનુશાસન અથવા વિચાર શક્તિ તથા ક્ષત્ર દ્વારા રક્ષણ અથવા પુરુષાર્થની શક્તિનું જ્ઞાન કહેવાય છે. એ રીતે આ સંબોધન જીવમાત્રની વિશેષતાઓના પ્રતીક રૂપે સિદ્ધ થયેલું છે. એ પરમાત્મ તત્વ સમય આવેથી જીવમાત્રને મૃત્યુના સંયોગથી પોતાની અંદર સમાવી લે છે અને ખાઈ જાય છે જાણે કે એવી રીતના. મૃત્યુના સંયોગથી મૃત્યુ રૂપે બસ એને શોષી લે છે.

ત્રીજી વલ્લીમાં યમે આગળ કહ્યું કે બ્રહ્મવેતાઓનું એવું કહેવું છે. પોતે સ્વયં જ્ઞાની હોવા છતાં પણ જો, હવાલો શું કહે છે? બધા બ્રહ્મવેતાઓનો આપે છે કે જે લોકોએ આત્મતત્વ જાણેલું છે, એવા બ્રહ્મવેતા હોય એમનું કહેવું એવું છે કે શ્રેષ્ઠ કર્મોના ફળ સ્વરૂપ પ્રાપ્ત થયેલ મનુષ્ય શરીરમાં, તમને જે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે તે જ મહાપુણ્યના ફળ રૂપે પ્રાપ્ત થયેલું છે. પહેલી વાત તો એને સમજો. સેકન્ડલી, સર્વશ્રેષ્ઠ સ્થળ અંતઃકરણ રૂપી ગુફામાં રહેલ પ્રતિબિંબ પડવા માટે પણ યોગ્ય સ્થિતિ હોવી જરૂરી છે. પડછાયો પડવા માટે પણ સુયોગ્ય સ્થિતિ હોવી જરૂરી છે. તો આવી શુલ્લક વસ્તુ ના હોવા માટે પણ જો કોઈ કન્ડિશન હોય, તો આત્મતત્વ જે છે તેને પ્રગટ થવા માટેનું કંઈક તો હોય ને? તો કહે છે એવું અંતઃકરણ બનવું જરૂરી છે.

અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર ફંક્શનરી જે છે, વાસ્તવમાં એક જ છે. જે તમારું મન છે, એ જ ચિત્ત છે, એ જ અહંકાર છે અને એ જ બુદ્ધિ પણ છે. અલગ અલગ રીતે કામ કરે છે. ઓફિસની અંદર જાય એટલે એ બોસ બની જાય છે. ઘરની અંદર આવી જાય ત્યારે પિતાની સમક્ષે પુત્ર હોય છે અને પત્નીની સમક્ષ એ જ વ્યક્તિ પતિ હોય છે. જેઓ ઘરની બહાર નીકળે એટલે પાડોશી કહેવાય છે. બાજુવાળો તરત કહેશે, "આ બાજુવાળો અમારો." એમ એવી રીતના વાસ્તવમાં એ એક જ છે. વ્યક્તિ વિશેષ રૂપે જોવાય એ જ રીતે આ અંતઃકરણ જ્યારે શબ્દ વાપરીએ ત્યારે આ ચાર ફંક્શનો એકસાથે જ્યાં થતા હોય તેની વાત કરવામાં આવે.

તો અંતઃકરણ રૂપી ગુફામાં, અંતઃકરણને ગુફા જેવું કીધું છે. ગુફા કેવી હોય? જટિલ હોય, અંદર અંદર અંદર અંદર બધો રસ્તો જતો હોય એવા પ્રકારની હોય. ગુફાની અંદર કેટલી ટનલો હોય, બધો ખોળ્યા જ કરે બધું અંદર. એટલે પર્વતનો પોલો ભાગ, ગુફા. એને એવી રીતે જોવો જે કઠોર તત્વ છે પૃથ્વી તત્વ, એના અંદર જે પોલાણ ઉત્પન્ન થાય છે તેને ગુફા કહેવાય. તો આ કર્મના કોચલાઓ ખૂબ ઉપર ગાઢા ગાઢા ગાઢા થઈ ગયા છે, છતાંય અંદર ક્યાંક ક્યાંક જગ્યા બાકી રહી ગયેલી છે કે જ્યાં આગળ ચેતન છે તેની વાત કરે છે. તે ગુફાની અંદર રહેલ. તો એ અંતઃકરણ જો હોય, બરાબર પવિત્ર હોય અને એ એવી રીતના ચેતન અંદર ટ્રાવેલ કરી શકે એવા પ્રકારનું બનેલું છે. ત્યાં અગાડે કર્મફળને ભોગવનાર બે પરસ્પર ભિન્ન તત્વ છે. છાયા અને તડકાની જેમ જ એ પણ વિદ્યમાન છે. તડકો હોય તો છાયો બી હોય ને?

અને છાયા હોય તો પછી તડકો હોય તો છાયા પડે ને? એવી રીતે ત્યાં મોજૂદ જ છે એમ કહે છે.

જે ત્રણ વાર નચીકેત અગ્નિની પસંદગી કરનારા, નચીકેત અગ્નિને ત્રણ વખત પસંદ કરનારા અને પંચાગ્નિ એટલે ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, આહવનીય, સભ્ય અને આવસથ્ય. એમનું પણ આજ કહેવું છે. આ વેદની અંદર વર્ણવેલી અમુક પ્રકારની વિદ્યાઓ છે જે અત્યારે આપણે આગળ આમાં ઊંડા નહીં ઉતરીએ કેમ કે વિષયાંતર થઈ જશે. પણ કહેવા એ માંગે છે કે પ્રકાશની હાજરીની અંદર છાયા પડે છે. એટલે છાયા અને પ્રકાશ સાથે સાથે જ મોજૂદ છે. એ જ ક્ષણે તત્કાળ પ્રગટ થનાર છે. એવી રીતે આ આત્મતત્વની સાથે સાથે જ આ બધું તમારો દેહ પ્રગટ થયો છે. મનુષ્ય જેવો તેના અંતઃકરણની અંદર રહેલું ચૈતન્ય જે છે, એની જો જ્યારે તૈયારી થઈ જાય છે ત્યારે એ પ્રગટ થાય. જે શ્રેષ્ઠ કર્મોના ઉત્પાદક સાધકોને ભવસાગરમાંથી પાર કરવામાં સમર્થ સેતુ સ્વરૂપ છે. જે કઈને કર્મ ન કરે ત્યારે એ લાયક બને. હજી જ્યાં સુધી કંઈક કરવું, કંઈક કરવું વાળું જ્યાં કઈ ચળવળ ચાલતી હોય એટલે ચિત્ત ચંચળ થયેલું છે અને મન એને બતાવે છે કે આવું કરવું, આવું કરવું, આવું કરવું એમ.

બસ, તો હજી એ લાયક થયો ગણાતો નથી. એટલા માટે કહેવામાં આવે છે, "પહેલા તો તું આસન પર બેસ. તું સ્થિર થા. હવે તું પ્રાણાયામ કર. હવે તારા ચિત્તને તું સ્થિર કર અને પછી એક વિચાર કર: આત્મા." બસ અને પછી એનામય થઈ જા. બસ આટલી સીધી સાધના છે. કરવા માંડો.

જે ભય રહિત સર્વશ્રેષ્ઠ આશ્રય અવલંબન કરે છે, એ અક્ષર બ્રહ્મને જાણવા અમે સક્ષમ બનીએ એવી પ્રાર્થના હોય એની પોતાની કે જે ભય રહિત કરનાર છે. ભય શેનાથી થાય? બીજાથી થાય. કોઈ પોતે પોતાનાથી બીવી શકતો હોતો નથી. જ્યારે એ પોતાનામાં પણ કંઈક અલગતા જુવે છે, ત્યારે જ એને પોતાનો પણ ભય લાગી શકે. એને શંકા પડે છે કે "હું, હું નથી" એમ. એવું કંઈક ઊભું થાય. અરે, એનું હું પણ આમાં કંઈક ગડબડ, ક્રેક પડે છે ત્યારે એને ગડબડ થાય છે. એટલે એવા લોકો પછી અપઘાત કરે છે. જ્યાં સુધી હું...

પણું અકબંધ હોય, મોજૂદ હોય, સાબુત હોય ત્યાં સુધી સ્વયં આપઘાત ના કરે. કોઈક બીજો એનો ઘાત કરે, પણ જો બીજો છે એવું જોવાનું બંધ કરી દે તો પછી એનો ઘાત પણ થતો નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે પેલો માને છે તો એ બંધાયો છે, પણ આ તો છૂટી ગયો ને! તો કીધું કે, "એ અક્ષર બ્રહ્મ પરમ તત્વને, પરમાત્મ તત્વને જાણવા માટે અમે સક્ષમ બનીએ, બસ આજ અમારી પ્રાર્થના."

એ કહે છે: "આપ આત્મતત્વને રથી એટલે આત્મતત્વને અંદર બેઠેલો એમ કે રથી પોતે શરીરરૂપી વાહનનો સ્વામી સમજો. બોસ બેઠા છે, માલિક ગાડીના અંદર. શરીરને રથ સમજો, વાહન સમજો, આ વેહીકલ છે. બુદ્ધિને 'આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે' વાળું જે આમ અંદર ચાલ ચાલી રહ્યું છે તેને રથનો સંચાલક, સારથી સમજો." તો તમારી બુદ્ધિ જે છે તે કૃષ્ણ ભગવાન જેમ સારથી બન્યા હતા અર્જુનના, એવી જ રીતે તમારા પણ એ સારથી બને. જો તમારી બુદ્ધિ કૃષ્ણ બુદ્ધિ બને તો કૃષ્ણ જેવી બુદ્ધિ હોવી જોઈએ.

તથા મનને ઇન્દ્રિયો રૂપી અશ્વને વશ કરનારી લગામ સમજો. મન જે છે તે એની લગામ છે. મન રોકી દેશો એટલે બધું, બસ ઇન્દ્રિયો બધી રોકાઈ જશે એમ. એ અહીંયા કહેવા માંગે છે. તો મનને બ્રેક મારને ભાઈ! મનને બ્રેક માર. મન પોતાના ફ્લોમાં હોય, વારાફરતી વારાફરતી વારાફરતી કંઈક કંઈ બતાવતું હશે. એકદમ બ્રેક મારો એમ. એમ કરતાં કંટ્રોલ આવી જશે તમને. રોડ ઉપરથી આમ જેવી ગાડી ઉતારવાની હોય, તમે કેવી બ્રેક મારી દો છો? બસ એટલી તત્પરતા રાખવાની. જ્યારે કંઈ પણ થતું દેખાય અંદર-બહાર કશું, તે વખતે બ્રેક મારવાની. સમજાયું?

મનિષીઓએ ઇન્દ્રિયોને અશ્વની સંજ્ઞા આપેલી છે. આ જે ઇન્દ્રિયો છે એ બધાને અહીંયા સંજ્ઞા આપી છે, ઘોડા કીધા છે. ઘણી જગ્યાએ ઇન્દ્રિયોને ગાયો કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ ઇન્દ્રિયોને ઇન્દ્ર કહેવામાં આવે છે. બધું અલગ, પણ એ શું છે? સમજાવવા માટે છે. જે તે સમયે જે તે વસ્તુઓ ઉપલબ્ધ હતી એટલે તે વખતે તે પ્રકારની બાબતો ઋષિમુનિઓએ કરી હતી. હવે આજના જમાનામાં મારે તમને શીખવાડવું હોય તો મારે એમ કહેવું પડે કે "અપ્લાય યોર બ્રેક ફ્રિક્વન્ટલી, સ્પીડ કંટ્રોલ હોવું જોઈએ ને ક્રુઝ કંટ્રોલ."

ત્યારે રૂપ, રસ, ગંધ વગેરે વિષયોને ગોચર. આ તમારી ગાડી છે ને એ વાસ્તવની અંદર પાંચ રોડ ઉપર દોડ્યા કરે છે એકસાથે. તો આ બધી ગાડીઓ ચાર પૈડાની છે, તમારી પાંચ પૈડાની ગાડી છે એવું તમે સમજો. અને પાંચે પાંચ પાછી કેવી છે? ફ્રી વીલ વાળી. ફ્રી વીલ હોય છે ને પેલી ચારે ચાર ગાડીઓમાં એન્જિનનો પાવર લાગી શકે છે. જેને લગાડવું હોય, દરેકની સ્વીચ જુદી જુદી પણ છે અને કોમન પણ. તમે હવે શેનાથી ચલાવવા માંગો છો તમારું વહન તે તમે નક્કી કરો.

આ રીતે શરીર, ઇન્દ્રિય અને મનથી યુક્ત એવા આત્માને સુખ-દુઃખ વગેરેનો અનુભવ કરનાર ભોગતા મનાયેલો છે. જે હંમેશા વિવેકહીન બુદ્ધિવાળો અને અનિયંત્રિત ઇન્દ્રિયો વાળો હોય છે, એની ઇન્દ્રિયો એવી રીતે ઉચ્ચ શૃંખલ બની જાય છે જેમ અવિવેકી સારથીના દુષ્ટ, ખરાબ અશ્વ. ગાડીમાં ખોટકો ઉત્પન્ન થઈ જાય અને જે સ્થિતિ પેદા થાય છે, બસ એવી રીતના થાય છે. હવે એને તમે એવું સમજો, એન્જિન તમારું મિસફાયર થવા માંડ્યું હોય, કોઈક પડ્યું વોબલિંગ થવા માંડ્યું હોય, કંઈક ટ્રાન્સમિશનનો કંઈક ઇશ્યુ આવતો હોય, કંઈક આવો નોઈઝ આવવાનો ચાલુ થઈ ગયો હોય અને આમ રોડ ઉપર તમે જો વાહન ચાલી રહ્યું છે પણ તમે જોઈ રહ્યા છો કે કંઈક આમ ઘર્ષણ થઈ રહ્યું છે વધારે પડતું. એવી એવી સ્થિતિઓ બધી. તો આ ઇન્દ્રિયોની સ્થિતિ છે એમ તમે સમજી લો. તમે આવી રીતે ગાડી કેમ ચલાવો છો ભાઈ?

બરાબર ચલાવો.

પરંતુ જે વિવેકશીલ છે, બુદ્ધિવાળા, નિયંત્રિત મનવાળા છે, એમની ઇન્દ્રિઓ એવી રીતે નિયંત્રણમાં રહે છે જેમ શ્રેષ્ઠ, સારી સારથીના વસમાં સારા ઘોડા. કુશળ ડ્રાઈવર હોય તો એ જેમ કાર બહુ આમ કુશળતાપૂર્વક ચલાવે, ગમે તેવો ટ્રાફિક કન્ડિશન કંઈ પણ હોય, કંઈ પણ પરિસ્થિતિ હોય, બધું એવી રીતે છે. જે અવિવેક યુક્ત બુદ્ધિવાળો, નિગ્રહ રહિત અને હંમેશા અશુદ્ધ રહેનારો છે, એ ક્યારેય પરમપદને પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ વારંવાર સંસારના જન્મ ચક્રમાં ફરતો રહે, વારેવારે એ આવ્યા જ કરે.

પરંતુ જે વિવેક બુદ્ધિ વાળો છે, નિયંત્રિત મન વાળો છે, હંમેશા પવિત્ર રહેનારો છે, એ આ પરમપદને મેળવી લે છે અને જ્યાંથી પુનરાવર્તન થતું નથી. જે મનુષ્ય વિવેકયુક્ત બુદ્ધિરૂપ સારથી વાળો, મનને કાબુમાં સંયત રાખનારો, એ સંસાર સાગરને તરીને પાર કરીને વિષ્ણુ ભગવાનના પરમપદને મેળવી લે છે. અહીંયા વિષ્ણુ ભગવાન, વિષ્ણુ એટલે જે વ્યાપક છે તે વિષ્ણુ. તેને ભગવાન કીધા અને તેનું પરમપદને તે પ્રાપ્ત કરી લે છે એમ.

ઇન્દ્રિયો કરતાં તેના વિષય વધારે શ્રેષ્ઠ છે. એટલે ઇન્દ્રિયો કરતાં તન્માત્રાઓ વધારે પાવરફુલ છે એમ કહેવા માંગે છે. વિષયથી શ્રેષ્ઠ મન છે. તનમાત્રાઓથી પણ વધારે પાવરફુલ શું છે? તો કે મન છે. અને મનથી બુદ્ધિ અને બુદ્ધિથી ઉત્કૃષ્ટ આ મહાન આત્મા છે. જીવાત્માથી ઈશ્વરની અવ્યક્ત શક્તિ જે છે તે શ્રેષ્ઠ છે. જીવાત્મા જે પ્રગટ છે અહીંયા મનુષ્ય રૂપે, તેનાથી અવ્યક્ત ઈશ્વરની શક્તિઓ શ્રેષ્ઠ છે. અવ્યક્ત શક્તિથી એ પુરુષ એટલે કે પરમપુરુષ, પરમેશ્વર જે છે તે શ્રેષ્ઠ છે. વન, ટુ એન્ડ થ્રી. તો એ પરમપુરુષને શ્રેષ્ઠ બીજું કંઈ છે જ નહીં. એટલે થ્રી, ટુ, વન થઈ જવું જોઈએ બધું. એ બધાની પરાકાષ્ઠા છે, એ બધાની પરમ ગતિ છે, સંપૂર્ણતા. બસ ત્યાં પહોંચી ગયા, કામ પૂરું થઈ ગયું, જર્ની ઓવર, યુ હેવ અરાઈવ્ડ.

બધા પ્રાણીઓમાં છુપાયેલું આ આત્મતત્વ પ્રકાશિત થતું નથી. જે રીતે આ લાકડાની ઉપર પ્રતિબિંબ પડતું, પથ્થરની અંદર પ્રતિબિંબ પડતું નથી અને પડે છે તો આ ઇન્દ્રિયો જોઈ શકતી નથી. બરાબર? પણ જેમ ગ્લાસ હોય તેની અંદર તરત પ્રતિબિંબ આવે અને જો એક ગ્લાસ મિરર...

ગ્લાસ હોય તો તરત રિફ્લેક્શન આવશે, તરત જ પ્રતિબિંબ આવે. આપણે આમ જોઈ જ શકીએ છીએ. બસ, તો એવા પ્રકારની આપણી અંદરથી તૈયારી હોય, એટલી સ્પષ્ટતા, એટલી ચળકાટ, એટલો ઝળકાટ એની અંદર. એમાં કોઈપણ પ્રકારનો દોષ ના હોય એવું ત્યાં પ્રતિબિંબ જેમ પ્રગટ થાય છે, તેવી રીતે આત્મા પ્રગટ થઈ.

તો પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિમાન વ્યક્તિ માટે ઉચિત એ છે કે સૌથી પહેલા એ વાક વગેરે ઇન્દ્રિયોને મનમાં લીન કરે. તો આપણે આ એક પછી એક બધી ઇન્દ્રિયોને આપણા મનની અંદર લીન કરવાની એક સીધી સાદી કોઈક નાનકડી પ્રક્રિયા એવી પણ આપણે કરી શકીએ કે શાંત અને સ્થિર થઈને આપણે બેઠા છીએ. હવે આપણે જોઈએ છીએ. હવે જેમ કાચબો પોતાના એક એક પગને સંકોલે અલગથી, એવી રીતે આપણે કહેવાનું: "આંખોની આજે જોવાની શક્તિ છે, તેને મનમાં લીન કરું છું. કાનની જે સાંભળવાની શક્તિ છે, તેને પણ હું મનમાં લીન કરું છું. નાકની જે સુંઘવાની શક્તિ છે, તે ફરી પાછી મનમાં હું પ્રસ્થાપિત કરું. જીભની રસના સ્વાદેન્દ્રિયની જે સ્વાદ શક્તિ છે, તેને મનમાં લીન કરું છું. સ્પર્શેન્દ્રિય, ચામડીની સ્પર્શ કરવાની જે શક્તિ છે, તે મનમાં લીન કરું છું. આ મનની તમામ શક્તિઓ સહિત તેને હવે હું આત્મામાં લીન કરું છું.

હું કેવળ આત્મા જ છું."

ઓ, આ રીતે હે મનુષ્યો, જાગો! વ્યવહારમાં જાગેલો એ જાગેલો નથી. જે આત્મામાં ઉત્કંઠા ધરાવે છે, તે જાગેલો કહેવાય છે. એટલે કહે છે કે, "જાગો, ઉઠીને ઊભા થઈ જાવ." શેમાંથી? સંસારમાંથી ઊભા થઈ જાવ. સંસાર ભાવમાંથી ઉઠી જાવ, બહાર આવી જાવ અને શ્રેષ્ઠ તેમજ જ્ઞાની પુરુષો પાસેથી જ્ઞાન મેળવીને.

જ્ઞાન કોના પાસે મળે? તો કે, જ્ઞાની પુરુષ પાસે મળે. જ્ઞાની પુરુષ પાછો જ્ઞાન કેવી રીતે આપે? એની પોતાની પદ્ધતિઓ છે જ્ઞાન આપવાની. જ્ઞાન સંચાર કરે. જેમાં તમે બ્રોડકાસ્ટ કરો છો ને, એવી રીતના જ્ઞાની પણ પોતે જ્ઞાનનું બ્રોડકાસ્ટિંગ કરે. આની પોતાની શક્તિઓ છે. એ નેત્ર દ્વારા કરી શકે, શબ્દ દ્વારા કરી શકે, એ સ્પર્શ દ્વારા કરી શકે. એ તમને કોઈક વસ્તુ ખાવા માટે આપે: "બેટા, સાકરિયા ખઈ જા, પ્રસાદ છે." બસ, જ્ઞાન થઈ ગયું તમને. એક ફૂલ આપે કે, "આને સુંઘે જો, બહુ સરસ સુગંધ આવશે. આત્મતત્વની સુગંધ આવશે કે આની અંદર આત્મા જેવું કોઈ અત્તર જ નથી. બહુ સુંદર છે કે સુંઘી લેતું." બેટો સુંઘે, ચાલો, ઢેંગ થઈ ગયો સીધો આત્માની અંદર ડાયરેક્ટ.

તો આ પદ્ધતિઓ છે બધી ટ્રાન્સમિશનની, પણ તે ઉપરાંત કેવળ સંકલ્પ માત્રથી પણ એ જ્ઞાન પ્રગટ કરી દે. જ્ઞાની પુરુષ એના માટે સામે હોવું પણ જરૂરી નથી. તમે ક્યાંય બેઠા છો સુરતમાં, તમને બસ આમ પ્રગટ થઈ જાય ફટ લઈને. કારણ કે દૂર નજીક કંઈ છે જ નહીં અધ્યાત્મની અંદર. જે આત્મા દૂરથી દૂર છે, તે નજીકથી નજીક છે, એવું કીધું ને? એટલે એ તો ગમે ત્યારે થઈ જાય.

હવે એ જ્ઞાની પુરુષ પણ નિમિત્ત પાછો પરમ નિમિત્ત. તમારી અંદરની તૈયારી જ્યારે થઈ ગઈ હોય આત્મતત્વની, તમારી અંદર રહેલા એની જ્યારે કૃપા તમારી પર થઈ ગઈ હોય, ત્યારે આવા કોકને નિમિત્ત બનાવી દે પ્રગટ. કારણ કે તો જ તમને ભરોસો પડે ને? નહિ તો ઊંઘમાંથી આમ સફાળા ઉઠો ને એકદમ જ્ઞાન થઈ ગયું હોય એવું થાય, તો પાછા તમે જ નહિ માનો કે ખરેખર એવું હતું, આવું થયું. એટલા માટે થઈને આવા બધા નિમિત્ત મુકાયેલા છે કે જેના માધ્યમથી તમને આ વસ્તુ થયું છે એવું તમને અનુભવ આવે. સ્વયં અનુભવ કરનારા કોક વિરલા હોય, કોક વિરલા હોય અને એ લોકોની અનંત કાળથી ચાલી આવતી સાધનાની શૃંખલા હોય, એના કારણે એ લોકોને એવું થતું હોય છે. પણ આપણા માટે મુશ્કેલ કશું જ નથી. આપણે એટલે આત્માની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ અને એ પ્રાપ્ત કરવા માટેના બે રસ્તા આપ્યા. શું કીધું?

"કર્મની ઝંઝટમાંથી બહાર આવો અને પ્રપંચમાંથી કર્મના અને બીજું ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ."

નિયંત્રણ કીધું છે એટલે સદાકાળ માટે બંધ જ કરી દેવાની છે એવું નથી કીધું પાછું. જેટલો સમય તમે આ સાધનામાં બેસો છો, એટલો સમય તમારો નિયંત્રણ પણ રાખો. ધીરે ધીરે નિયંત્રણને તમે વ્યવહારમાં આગળ લઈ જાવ. એટલે કીધું કે, "અડધો કલાક સુધી હું હવે કંઈ જોઈશ નહિ, કંઈ સાંભળીશ નહિ, કંઈ સુંઘીશ નહિ, કંઈ ચાખીશ નહિ, કંઈ કસાને અડીશ નહિ, હલીશ પણ નહિ." બસ, અડધો, ૨૦ મિનિટ, ૧૦ મિનિટ, પાંચ મિનિટની શરૂઆત કર ભાઈ.

"એ પરબ્રહ્મ જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મેળવીને તમે જાણી લો," એમ કહે છે. "એ પરમાત્મા તત્વને વિદ્વાન લોકો કહે છે કે આ માર્ગ એટલો જ મુશ્કેલ છે જેટલું છરાની ધાર પર ચાલવું." છરાની ધાર ઉપર ચાલવું હોય તો આપણે ચંપલ પહેરીને ચાલવાનું. એડી ડાસના શુઝ પહેર્યા હોય તો ચલાય કે ના ચલાય? આપણે એટલે પહેરી લેવાના પછી આપણે અને પછી ચાલવાનું એટલે પછી સરસ રીતે ચલાય.

"એ પરબ્રહ્મ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી રહિત. પાંચ તનમાત્રાઓ પરમાત્મામાં નથી." અર્થાત બધાથી એ પર છે. "એ અવિનાશી છે, ક્યારેય એનો વિનાશ થતો નથી. અનાદિ છે, એટલે ક્યારે એની શરૂઆત થઈ છે એ કોઈ કહી શકતું અને એ અનંત છે, એટલે અહીંથી શરૂ કરીને તમારી અંદરથી શરૂ કરીને અનંત સુધી છે, ક્યાંય સુધી છે." એટલે કોઈ એની લિમિટ જ નથી, નો લિમિટ એવો આત્મા છે. આટલા આપણને એના લક્ષણો પણ સાથે સાથે સમજાવી દીધા.

"એ આત્માથી પણ ઉત્કૃષ્ટ અને ધ્રુવ સત્ય એ પરમ તત્વને જાણને મનુષ્ય મૃત્યુના મુખમાંથી છૂટી જાય છે." એને ખ્યાલ આવી જાય છે કે હું અમર છું, મારો નાશ થનાર નથી. પહેલા જ કહી દીધું, "અવિનાશી છે." નચિકિતા પ્રત્યે યમરાજા દ્વારા કહેવાયેલા આ ઉપદેશ, આયેલા આ સનાતન ઉપાખ્યાનને જે મેધાવી પુરુષ કહે છે અને સાંભળે, એ બધા જ બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત. શ્રવણ માત્રથી તમે બસ તે સ્થિતિને પણ પ્રાપ્ત કરી શકો. "આ પરમ ગુઢ રહસ્યને જે વ્યક્તિ શુદ્ધ ભાવનાથી, હૃદયની શુદ્ધ ભાવનાથી બ્રાહ્મણોની સભામાં અથવા શ્રાધકાળમાં."

સાંભળ ભળાવે છે એ વ્યક્તિ આ પુણ્ય કાર્યના પ્રભાવથી અનંત પુરુષાર્થ અથવા ફળ અથવા પરમાત્માની પ્રાપ્તિમાં સમર્થ બને છે. નિશ્ચિત રૂપે એ અનંતને મેળવે છે. અહીં બ્રહ્મ સંસદને બ્રહ્મોન્દમુખ થઈને સાધનારત વ્યક્તિ અથવા વૃત્તિઓના સમૂહના માટે વપરાયેલ સંબોધ છે. એટલે શ્રાધકાળનો અર્થ પણ એ છે કે જ્યારે તમારી શ્રદ્ધા જાગૃત થાય તેને શ્રાધકાળ કહેવાય. આત્મા વિશે શ્રદ્ધા જાગૃત થવી. તમે અમર થવાના છો, તો શ્રાધ કોનું કરશો? પેલો મરવાનો છે તેનું? થઈ ગયું, ચાલુ થઈ ગયું. એ તમારો શ્રાધ. એટલા માટે એને શ્રાધકાળ કહેવામાં આવે છે. બ્રહ્મોનમુખી એટલે તમારું બધું જ સંપૂર્ણ ધ્યાન, જેને કહેવાય તે, બ્રહ્મ તરફ બની જાય.

શ્રદ્ધાયુક્તોની (શ્રદ્ધા શિક્તોની) વચ્ચે આ તથ્ય પ્રગટ કરવું જોઈએ. શ્રદ્ધા શિક્તો, રિક્તો નહીં. જેનામાં શ્રદ્ધા હોય, આના વિશે જાણીને એનો ગ્રહણ કરવાની જેનામાં તત્પરતા થઈ ગઈ હોય, એવા લોકો એના વચ્ચે આને કહેવું નિશ્ચિત રૂપે અનંત ફળદાયી હોઈ શકે. એવી પરિસ્થિતિઓ ન હોય તો આ વિદ્યાનો ઉલ્લેખ માત્ર જાણકારી વધારવા પૂરતો સીમિત રહી જાય છે. તમને નચિકેતાની વાત ખબર છે કે, "હા, મેં વાંચેલી છે." પછી શું થયું? તો કે, "કાંઈ નહીં." એટલે એવી રીતે એ ફક્ત જાણકારીના સ્વરૂપે રહી એટલું જ એનું ફળ પ્રાપ્ત થાય. પણ જે શ્રદ્ધા શિક્ત છે અને જે ઇન્દ્રિયો પર કાબુ મેળવી રહ્યો છે, જેને આત્મા પ્રાપ્ત કરવાની ઉત્કંઠા થઈ છે, એવાને આ જણાવવું જોઈએ એમ કહે છે.

બીજા અધ્યાયમાં, પ્રથમ વલ્લની અંદર કહે છે: "સ્વયંભુ પરમાત્માએ સમસ્ત ઇન્દ્રિય દ્વાર બહિર્મુખ કરીને બનાવેલ છે." આંખોથી બહાર જુએ છે માણસ, કાનથી બહારનું સાંભળે એવી રીતના. એટલા માટે જીવાત્મા બાહ્ય વિષયો તરફ જ જોયા કરે છે. બધા આટલા બધા સબ્જેક્ટ બની જાય એના. સંગીત, એક પણ તમને કેવું સંગીત જોવે છે? ક્લાસિકલ જોવે છે? રોક મ્યુઝિક સાંભળવું છે કે કોઈક મ્યુઝિકલ કોન્સર્ટ સાંભળવી છે? કેટલા બધા અનંત વિષયો ફક્ત શ્રવણદ્રિયના પણ અનંત વિષયો છે. આંખોથી તમે કેટલા રૂપો જુઓ છો? તો એ પ્રમાણે એટલા બધા અનંત અનંત વિષયોની અંદર સતત ચિત્તામ થયા જ કરતું હોય છે. બસ, અંતરાત્માને જોતું જ નથી. અમરત્વની આકાંક્ષાથી જેણે પોતાની ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પર સંયમ કરી લીધો છે, એવો કોઈ ધીર પુરુષ જ અંતરાત્માને જોઈ શકે છે. અંદર રહેલો આત્મા અને અંતરાત્મા કીધું.

પહેલા તમે અંદર તો ઓળખાણ કરો, તમારી અંદર રહેલો છે એમ. પછી આગળ બહાર બી બધે દેખાવાનું ચાલુ થશે. એટલે સચોટ રીતે જાણવા માટે કીધું, "અંદર રહે."

દાદા ભગવાનના અસીમ જય જયકાર. "દાદા" કેમ કીધો એને? કે બધાનો દાદા છે એટલા માટે. દાદા, તમારા ૧૧મી પેઢીના જે દાદા છે, તેનો પણ એ જ દાદા છે આ. કારણ કે મૂળ પુરુષ જ એ હતો. પછી બધા એમાંથી આવ્યા છે. એટલા માટે એને દાદા કીધો. ભગવત ગુણો હોવાથી એને ભગવાન કીધો. એના કેવા જય જયકાર કરવાના? તો કે, "અસીમ જય જયકાર હો અનંતા અનંત છે." કે એવા આ દાદાના અસીમ જય જયકાર. "એમના હું જયકારા કરું છું." તો આ કીર્તન ભક્તિ વાસ્તવિક છે. અને એ દાદા, હવે તમે મને કહો કે ક્યારે નથી? આ દેહમાં, આ દેહમાં, આ દેહમાં દરેક જગ્યાએ છે. દરેક નામરૂપમાં પણ છે. નામ રૂપને પ્રગટ થવા માટે પાછળ બ્રહ્મની જરૂર પડે, પડે ને પડે. એ હોય નહીં તો પેલું થાય જ નહીં. એટલે બ્રહ્મના હોવાપણું એ બધાની સૃષ્ટિની નિર્માણની બધાની પ્રી કન્ડિશન છે કે બ્રહ્મ છે. બસ, એટલી જ આ સત્ય છે અને બાકીનું બીજું બધું જે કાંઈ છે તે એના આધારે છે.

બ્રહ્મ છે માટે છે. આ કેમેરો પણ છે તો બ્રહ્મ છે માટે છે. એને પાછો ચલાવનારો, શોધનારો, કંઈ કરનારો, બનાવનારો બધાય આવ્યા વારાફરતી વારા. કેમ? આના અસ્તિત્વ માટે, આને બનાવવા માટે કેટલા બધા આવ્યા ત્યારે આ કેમેરો બન્યો. પણ આ બધાય ક્યાંથી આવ્યા? તો કે પાછળ બ્રહ્મ છે એટલા માટે છે.

બાળક બુદ્ધિ વ્યક્તિ જ બાહ્ય ભોગોનું અનુગમન કરે છે. એટલે કે ભોગોની પાછળ દોડે. કોણ? બાળક બુદ્ધિ. કે જેની બુદ્ધિ હજી પરિપક્વ થઈ નથી, એ બધા જ કેવા કહેવાય? બાળક બુદ્ધિ કહેવાય. એટલે ભોગ વિલાસની અંદર રત રહેતો હોય તો એ હજી બાળક છે. એટલા માટે એ મેચ્યોર નથી થયો. જે વ્યક્તિ મેચ્યોર થયો હશે તેને વિચાર આવશે, "લાવ, આત્મા વિશે વાત કરું, કંઈક જાણું, કંઈક સાંભળું." એવું કરનાર વ્યક્તિ મૃત્યુના ભયંકર પાસમાં ફસાઈ જાય છે. કોણ? બાળક બુદ્ધિવાળો. પરિપક્વ થઈ ચૂક્યો વિવેકવાન પુરુષ, જેનામાં વિવેક પ્રગટ્યો છે કે હવે મારે આ બધું આમ ના કરાય. નાનો છોકરો હોય તો સોફા ઉપર ચડી જાય, કૂદકા મારે, બધું જ કર્યા કરે અને બધા લોકો જુએ ખરા અને હસેય ખરા. પણ જેવો મોટો ઉંમરની કોઈ વ્યક્તિ થઈ ગયો, એક ઉંમરે પહોંચી ગયેલો વ્યક્તિ હોય ને, એક આમ બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય અને આ ભાઈ એકદમ ઊભા થઈને સોફા પર ચડી જાય તો એ વિવેક શૂન્ય થઈ ગયો.

બરાબર? બાળક બુદ્ધિ. અમારે એવું થયેલું. અમને હોસ્પિટલાઈઝ કર્યા હતા તે વખતે અને ત્યાં વડોદરાની પેલી એની અંદર હોસ્પિટલની અંદર અને રાત્રે ૯:૩૦ વાગ્યે એકદમ જ બધા સૂતેલા હતા શાંત. સાયકિયાટ્રિક વોર્ડ. બધા સૂતેલા શાંતિથી અને એકદમ એક ઊભા થયા ભાઈ અને સીધા પલંગની ઉપર ચડી ગયા અને ચડીને પછી ત્યાં ડાન્સ કરવા માંડ્યા. આમ "ઢૂમ ઢૂમ ઢૂમ ઢૂમ" આવું કંઈક બોલ્યા કરે અને બસ આવી રીતના કૂદ્યા કરે. ખાસી બધી વારે પછી નર્સ આવ્યા, ડોક્ટર આવ્યા, બધા એને પાછો નીચે ઉતાર્યો, બેસાડ્યો. પાછું કંઈક કે ઇન્જેક્શન આપીને શાંત કર્યો. પછી એ સ્થિર થયો. બીજે દિવસે સવારે પાછું નોર્મલ. એટલે કોઈક અસરો હેઠળ જેવું એનું પહોંચ્યું મનચિત્ત કે તરત જ એ એ વસ્તુ જોવા માંડ્યો ને એ પ્રમાણે એ કરવા માંડ્યો. તો એ વિવેક ચૂકી ગયો કે ભાઈ રાત્રે નવ વાગ્યા છે, આ જગ્યાએ હોસ્પિટલમાં હું પલંગ ઉપર ઊભો છું.

આ બધું જ એને સ્થળનું કોઈ ખ્યાલ રહેતો નહીં.

હતો એટલે એવી સ્થિતિ એમની અંદર. તો એને આપણે મનોરોગી કહીએ ને? માનસિક રીતે કે ભાઈ, "પરિપક્વનું માંદો છે બિચારો," કે "એનું મન માંદું પડ્યું છે," એમ કહીએ છીએ ને? એટલે એ આવું કરે છે. એને પણ ચલાવી લઈએ છીએ આપણે, એને પણ ચલાવી લઈએ છીએ, બાળકને પણ ચલાવી લઈએ છીએ. પણ કોઈ વિવેકવાન વ્યક્તિ ઉપર ચડીને આવી રીતના કરતો દેખાતો નથી આપણને. એટલે વિવેકવાન વ્યક્તિ અમરતાને અટલ સમજીને, અમરતાને અટલ ક્યારેય ના ટળે તેવી અમરતા છે એમ સમજીને, જગતના અનિત્ય પદાર્થોની ઈચ્છા કરતા જ નથી.

હવે જો નિત્ય મળી ગયું છે, તો પછી અનિત્યની શું કરવા એ માથાકૂટમાં પડે? કારણ કે જેવું નિત્ય પ્રાપ્ત થઈ જાય એટલે તૃપ્તિ થઈ જાય છે. કાલે આપણે વાત કરતા હતા કે ભૂખ લાગે છે અને તરસ લાગે છે, તો ભૂખ અને તરસ બંને તૃપ્ત થઈ ગઈ જેની, તો હવે એ શું કરશે? દરેક ઇન્દ્રિયોની ભૂખ અને તરસ જે હોય તે બધી જ તૃપ્ત એક સાથે થઈ જાય, જેવા તમે આત્મામાં પેસી જાવ. પણ તમને ખાવાની જરૂર ના પડે, શ્વાસ લેવાની જરૂર ના પડે.

અહીંયા આગળ યમદેવ જે છે એ જણાવતા જાય છે, વ્યાખ્યા કરતા જાય છે. સાથે સાથે નચીકેતાને એ તત્વની અનુભૂતિ પણ જોડે જોડે કરાવતા રહે છે. તો એ તથ્યને બતાવતા બતાવતા એ કહે છે કે, "આ રહસ્યવિદ્ છે, આત્મતત્વ છે, આ પરમાત્મ તત્વ છે. જેને તમે સમજવા ઈચ્છો છો તે આ છે, આ છે." એમ કરીને સાથે સાથે સંજ્ઞા રૂપે એમને સમજાવતા જાય.

જે અંતઃચેતનાની કૃપાથી, અંદર રહેલી ચેતનાની કૃપાથી, તમે પહેલા એવું સમજો કે મારી અંદર અંતરચેતના છે, એમ એને સમજાવી રહ્યા છે. "તું ત્યાંથી શરૂઆત કર. નથી તું નચિકેત છું ને? તો તું પણ શરૂઆત કર." એવી રીતે અંતસ્ચેતનાની કૃપાથી, અનુગ્રહથી મનુષ્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે ઇન્દ્રિયો અને સુખોનો અનુભવ કરે છે. એના જ અનુગ્રહથી એ પણ ખબર પડે છે કે અહીં શું બાકી રહી જાય છે, શું બચેલું રહે છે. અને એ જે રહી જાય છે તેને જ એ જાણે છે. એટલે જે બાકી રહી ગયેલું જે કંઈ તત્વ છે તે પછી છેવટે શું રહેશે? આત્મતત્વ કે પરમ તત્વ કહી શકીએ છીએ, એ જ હોય છે, બીજું કોઈ રહેતું નથી.

સંપૂર્ણ તૃપ્તિ થઈ ગઈ. બસ, બધી ઇન્દ્રિયો પતી ગઈ, તન્માત્રાઓ બધી શાંત થઈ ગઈ. પરમ તૃપ્તિનો અનુભવ થવા માંડ્યો છે. તો હવે એ તૃપ્તિનો અનુભવ કોને થયો? તો કે આત્માને. એ સંતૃપ્ત જ છે હંમેશા. એને ક્યારેય ભૂખ લાગતી જ નથી, એને કશાની જરૂર નથી.

જે ચેતના દ્વારા મનુષ્ય જાગૃત અને સ્વપ્ન એમ બંને સ્થિતિઓમાં દ્રશ્યમાન પદાર્થોને જુવે છે, સવારે જે વાત કરતા હતા એ હવે આવી રહ્યું છે. એ સર્વવ્યાપી અને મહાન સર્વાત્માને જાણીને ધીર બુદ્ધિમાન પુરુષ કોઈપણ સ્થિતિમાં શોક કરતો નથી. એ ચેતનાને તમે જાણી લો કે જેના દ્વારા તમે આ બધા દ્રશ્યમાન પદાર્થોને જોઈ રહ્યા છો, તમારી જાગૃતિમાં પણ અને તમારા સ્વપ્ન સ્થિતિની અંદર પણ. એટલે આપણે કીધું તું સ્વપ્ન જાગૃતિ. મૂળ જાગૃતિ તો આ છે કે જો તમે આવી રીતે જોવાના શરૂ કરશો ચેતના દ્વારા. સ્વપ્ન જાગૃતિ અને સ્વપ્નના પદાર્થો છે બધા. એટલે કે આ બધું જે કંઈ દેખાય છે એ બધું માયા છે અને આ બધું હું નથી. પણ આ જે માયા છે તે કોના આધારે ઊભી થયેલી છે? માયા કોના આધારે? તો કે આત્મા છે તેના આધારે છે આ માયા. એટલે ત્યાં પણ પહેલી કન્ડિશન શું છે?

તો કે આત્મા છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, છે અને નિત્ય છે પાછું. તો આ નિત્ય છે અને આ બધું જે કંઈ છે તે કેવું છે? પરિવર્તનશીલ છે. એટલે કેવું? અનિત્ય છે. અને અનિત્ય હોવાના કારણે એ અસત છે. સાચું લાગે છે પણ સાચું નથી. તો આ પુસ્તક સાચું લાગે છે કે પુસ્તક છે, પણ પુસ્તક સાચું નથી. બ્રહ્મ સત્ય છે. આ પરિવર્તનશીલ છે એટલે આ એક સમય પૂરતું જ હોય એનું અસ્તિત્વ. પછી એ પાછું પરિવર્તન પામી જાય છે. એટલા માટે એને અસત અથવા અનિત્ય કહેવામાં આવે છે. વ્યવહારની અંદર એક કાળની અંદર, એક સ્થળની અંદર આ હોય છે, આ સત્ય. પણ એનો આધાર કોણ છે? તો કે મારી અંદર રહેલી આંતરચેતના જ છે. એવો જેને અનુભવ થવા માંડે, દરેક વસ્તુઓ જે જે જુવે છે તે બધી એને રિમાઈન્ડ કરાવે છે કે "હું આત્મા છું, હું આત્મા છું." તો આ બધું શું? એવો જ એને અંદરથી આમ થવાનું શરૂઆત થઈ જાય છે.

એ નચિકેત જ છે. જે ચેતના દ્વારા મનુષ્ય જાગૃત અને સ્વપ્ન એમ બંને સ્થિતિઓમાં દ્રશ્યમાન પદાર્થોને જુવે છે, એ પુરુષ પછી શું થશે? તો કે કોઈપણ સ્થિતિમાં શોક કરતો નથી. એ આનંદમાં આવી જાય પછી નિરંતર. શોક શેના માટે કરે? શોક ક્યારે થાય? ત્યાગ થાય ત્યારે, વિયોગ થાય ત્યારે. અહીં તો એને ખબર પડી ગઈ છે કે આ તો બધું છે પણ આ અનિત્ય છે એટલે જવાનું જ છે. પણ હું તો છું ને? એનો હોવાપણાનો આનંદ છે. એટલે આ કેવી સ્થિતિ છે ખબર છે? કે કંઈ અકસ્માત થયો, કંઈક બન્યું અને બધું ગયું. બધું ગયું પણ કે, "હું તો બચ્યો ને?" તે માણસ આમ બહાર નીકળે ને તરતો તરતો અંદરથી કે કોક એને બહાર કાઢે ને કે, "હાંસ!" થઈ જાય એને કે, "બસ, હું હાંસ, હું બચી ગયો. હવે હું છું તો બધું છે." કહે છે ને પાછા, "બાકી બધું તો કાલે કમાઈ લઈશું," એમ કહેશે પાછો, "હું તો બચી ગયો ને?" બસ, આ દ્રષ્ટાંતને વાસ્તવમાં લક્ષમાં લેવાની જરૂર છે કે તું ક્યારે બચેલો છે?

તો કે જ્યારે તું વસ્તુ પ્રત્યેની માયામાંથી મુક્ત થઈશ, એના ખેંચાણમાંથી, આકર્ષણ અને એના ત્યાગના વિયોગના શોકમાંથી જ્યારે તું મુક્ત થઈશ ત્યારે તું બચેલો. જ્યાં સુધી તું હજુ પણ એના પ્રત્યેનું કંઈ પણ ખેંચાણ છે તને સ્મૃતિમાં પણ, ત્યાં સુધી તું મુક્ત નથી. કારણ કે આમ નિરાંતે મેડિટેશનમાં બેઠો હોય ને પછી આમ એને સ્મૃતિ થવા માંડે, "આવું થયું તું." અરે, ફરી પાછું આ ભૂતાવળ પેદા થઈ ગઈ! કે ખરેખર તો એવો એને ખ્યાલ આવવો જોઈએ કે આ સત્ય નથી. સ્મૃતિ છે તે કોની છે? અનિત્યની. તો અનિત્યની સ્મૃતિ પણ કેવી હોય? અનિત્ય હોય, એક કાળ.

સુધી જ હોય એ કાયમી ના હોય, એ શાશ્વત ના હોય, કારણ કે એ બ્રહ્મ નથી. અને એવું જે જાણે છે તે બ્રહ્મ છે, એવું જે જાણે છે તે બ્રહ્મ. તો આ મૂળ સ્વરૂપ છે એમ આપણને સમજાવવું જોઈએ. એટલે ઘણા લોકો બધી યાદોમાં લાગેલા રહે, એ એમાં જ મજગૂલ રહેતા હોય છે કે "અમે નાના હતા ને ત્યારે અમે ફલાણા હતા ને ત્યારે અમે આમ હતા ને ત્યારે." એટલે દરેક વસ્તુની સ્મૃતિઓ પડેલી છે બધી. પછી થોડી સાધના કરે તો પછી પાછી ખબર પડે કે "અમે સાતમા જન્મની અંદર સાધુ હતા ને ત્યારે આવું હતું." અલ્યા ભાઈ, એને તું મૂકને બાજુ પર. ગયો સાતમો જન્મ. તું અત્યારે અહીં બેઠો છે. શું કરવા આ બધી માયા ખેંચીને પાછો અહીં તાણી લાવે છે? એટલા માટે ના પાડું છું હંમેશા કે આ બધામાં પડતા નહીં. આપણે ત્રિકાળ ને ત્રિલોક જોવા જ નથી ને જાણવા જ નથી. છે જ નહીં. બસ, જે કંઈ છે એ આ જ છે, "હિયર એન્ડ નાવ." બસ.

એટલે આત્માથી પણ ઉત્કૃષ્ટ અને ધ્રુવ સત્ય સ્વરૂપ એવું આજે પરમ તત્વ છે તેને જાણીને, રિફાઇન જેને કહેવાય ને, આત્માનું સ્વરૂપ તમે જાણી લીધું અંતરચેતનાનું. તેનાથી આ જે ઉત્કૃષ્ટ પરમ તત્વ છે તેને જાણીને મનુષ્ય શું થાય છે? તો કે મૃત્યુના મુખમાંથી છૂટી જાય છે. નચિકેતા પ્રત્યે યમરાજ દ્વારા કહેવાયેલ ઉપદેશ આવેલો આ સનાતન ઉપાખ્યાન જે કોઈ સાંભળે છે તે બધા જ બ્રહ્મલોકની અંદર પ્રતિષ્ઠા કરતા હોય છે. આપણે વાત કરી ને એ વસ્તુ. એટલે આ ધ્યાન આપણું સતત અહીંયા હોવું જોઈએ. ક્યાં? તો કે આત્મતત્વ પર. "આ હું છું, આ હું છું, આ હું છું." એને જ્ઞાન કીધું. સ્વયં જ્ઞાન પ્રગટ થાય ને સ્વયંભુ હોય, અંદરથી જ પ્રગટ થાય, "હું છું" એમ. અત્યારે આપણે અહીં એમ ખ્યાલ હોય ને કે "હું અહીં છું." બસ, એવું જ્ઞાન છે. પણ "હું છું" વાળું જ્ઞાન છે. અહીંયા આગળ વ્યવહારની અંદર "હું અહીં પણ છું અને હું ત્યાં પણ છું, હું બધે જ છું" વાળું જ્ઞાન પ્રગટાવવાનું છે.

આજે "હું" છે તે એટલો બધો અનંત છે અને વ્યાપક છે, તે આત્મા છે, તે પરમ તત્વ છે એમ સમજવાનું છે.

જે પુરુષ જીવન પ્રદાન કરનારા, કર્મફળ પ્રદાન કરનારા, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં શાસન કરનારા આત્મતત્વને પોતાની અત્યંત નજીક સમજે છે, એ એમના સ્વરૂપને ક્યારેય ભૂલી શકતા નથી. આ આટલો નજીક "હું." "હું" ને અડો તો ખરા, ક્યાં છે? તો કે "આ રહ્યો" એમ. "હું" બોલવામાં વાર લાગે છે? "હું" સમજવામાં વાર લાગે છે? આપણને તરત કેવું ખબર પડે છે કે "અહીં હું" એમ. એવી રીતે આત્મસ્વરૂપને જેને જાણી લીધું છે કે "સૌથી નજીક હું જ છું ભાઈ," તે ક્યારેય પણ પોતાના સ્વરૂપને ભૂલતા નથી. ના તો કોઈની નિંદા કરે છે, ના તો કોઈનો તિરસ્કાર કરે છે. એ આ પરબ્રહ્મ છે જે પોતાના તપથી જળ વગેરે પંચ મહાભૂતોથી પણ પહેલા ઉત્પન્ન થયા અને દરેકની હૃદય ગુફામાં નિવાસ કરનાર બ્રહ્મને આ રૂપમાં જુએ છે, એ યથાર્થ જાણે છે. આ એ બ્રહ્મ છે, આ એ બ્રહ્મ. એવું જ એને ખબર પડે કે "આ નજીક જ છે, આ બસ આ રહ્યું" એમ.

એ જ યથાર્થ જાણે. પ્રયત્ન કરવાનો છે, બસ આ આવી જશે એમ.

દેવ ક્ષમતા સંપન્ન અદિતિ, દેવમાતા અદિતિ અથવા અખંડ ચેતના જે સૌથી પહેલા પ્રાણો, જીવની શક્તિ સહિત ઉત્પન્ન થાય છે, એ બધાની હૃદય ગુફામાં પ્રવેશીને ત્યાં જ રહે છે. આ એ જ બ્રહ્મ છે એમ કહે છે. "એતદ્વેત," આ એ જ છે, આ એ જ છે. જે રીતે ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા વિધિવત પોષાતો ગર્ભ ધારણ કરવામાં આવે છે, એવી જ રીતે જાત વેદા અગ્નિ બે અરણીઓની વચ્ચે રહે છે. એ પ્રજ્વલિત થઈને હવન કરવા યોગ્ય સામગ્રીથી યુક્ત પુરુષો દ્વારા પ્રતિદિન સ્તુત્ય બને છે. આ એ જ બ્રહ્મ છે જે અગ્નિમાં રહેલો છે, તે પણ હું જ છું એમ. દરેક જગ્યાએથી હવે આવી રીતના આવશે. એટલે દરેક તત્વની પણ પહેલા હું જ હતો એમ એ સમજાવવા માંગે છે. તત્વો તો બધા પાછળથી આવ્યા છે. અગ્નિને તમે જોઈ શકો, જળને તમે જોઈ શકો છો, બધી જ વસ્તુને જોઈ શકો છો, પૃથ્વીને તમે જોઈ શકો છો, જાણી શકો છો, સ્પર્શ કરી શકો છો.

તો આ બધા જ પ્રગટ થયા, પણ એનાથી પહેલા જે હતો તે બ્રહ્મ જ હતો એમ અહીંયા સમજાવે છે આપણને.

જ્યાંથી સૂર્યદેવ ઉગે છે અને જ્યાં સુધી જાય છે એટલે કે અસ્ત થાય છે, ત્યાં સમસ્ત દેવ શક્તિઓ વિદ્યમાન છે. એને ઓળંગી જવામાં કોઈ જ સમર્થ નથી. એ આ પરમેશ્વર એટલે કે જેની કૃપાથી સૂર્ય પણ અહીંથી ઉદય થાય છે અને અસ્ત થાય છે, એ પણ એના આધારે થઈ રહ્યો છે. એટલે સૂર્યથી પણ પહેલા એ છે એમ, એ બ્રહ્મ છે એમ સમજવાનું. જે સૌથી પહેલા પરમેશ્વરને આ લોક અને પરલોકમાં અલગ અલગ રૂપોમાં જુએ છે, એ બધા મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? નામ રૂપમાં જે જે પડેલા છે, એ બધાને આ એ જ જો કરે છે, તે બધા જ મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય. અર્થાત, એમને વારંવાર જન્મ મરણના ચક્રમાં ફસાવવું પડે છે. સત્ય અથવા શુદ્ધ મનથી પરમાત્માનું તત્વ જાણી શકાય. આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કશું છે જ નહીં, ફાઇનલ. આ જગતમાં અહીં તો જગત જ નથી, જે કાંઈ છે તે બધું ઈશ્વર જ છે, આપણે એમ પકડવાનું છે.

પરંતુ જે વ્યક્તિ એમાં ભિન્નતા જુએ છે, નામરૂપો, એ મૃત્યુથી મૃત્યુનું વરણ કરે છે. એટલે જ્યાં સુધી નામરૂપ રૂપમાં છો ત્યાં સુધી તમે મૃત્યુ પામશો. જેવા તમે નામ રૂપમાંથી બહાર નીકળ્યા એટલે તમે અનંત થઈ ગયા, પરમાત્મા થઈ ગયા, પરમેશ્વર થઈ ગયા. "આ હું છું" એમ તમને ખ્યાલ આવી ગયો. "આ હું નથી" એ તમને ખબર પડી ગઈ અને "આના હોવા આધારે આ બધું છે" એ પણ તમને ખબર પડી ગઈ. બસ, હવે તમે મુક્ત.

જે પરમ પુરુષ અંગૂઠાના માપમાં પ્રાણીના દેહની મધ્યમાં રહેલા છે, એ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના શાસક છે. એને આ રીતે જાણી લેવાથી અર્થાત જાણ્યા બાદ પ્રાણી ના તો કોઈની નિંદા કરે છે, ના તો કોઈની ઘૃણા કરે છે. આ એ બ્રહ્મ નામરૂપમાંથી નીકળી ગયો ને? હવે પછી કોની નિંદા કરે અને કોની પ્રશંસા કરે? બહાર નીકળી.

ગયું છે. નામરૂપ છે જ નહીં, ભાઈ. કે જે કંઈ છે, આ બધું એક પરબ્રહ્મ જ છે. તમે પરબ્રહ્મને ગાળો ના દઈ શકો, એની તમે નિંદા ન કરી શકો, કારણ કે એ તો નિત્ય છે. તમે બસ એના અસ્તિત્વનો કેવળ સ્વીકાર જ કરી શકો છો. અને એ એકમાત્ર રસ્તો છે કે તમે એમ કહો કે "બ્રહ્મ છે," એટલે બસ તમે તે રૂપ બની ગયા.

આ સીધો સાદો સરળ રસ્તો છે. એ અંગૂઠાના માપવાળા પરમાત્મા ધુમાડા રહિત પ્રખર જ્યોતિ સમાન છે, અતિશય તેજસ્વી જે સૌની ઉપર શાસન કરે છે. એ નિત્ય સનાતન બ્રહ્મ જે કાલે હતા એવા આજે પણ છે, એટલે કે અપરિવર્તનીય છે. એમના નામમાં કોઈ ફેરફાર થતો નથી. આ એ પરબ્રહ્મ છે, "એતદ્વે તત્વ." દરેક મંત્રની અંદર છેલ્લે આ વાત મૂકેલી છે.

જે પ્રમાણે વરસાદનું પાણી ઊંચા શિખરો પર વરસીને પહાડોની નીચે જુદા જુદા સ્થળોએથી ચાલ્યું જાય છે, એવી રીતે વિભિન્ન ધર્મ સંપ્રદાયવાળા અથવા વિભિન્ન સ્વભાવવાળા મનુષ્યો, અસુરો અને દેવોને જે પરમેશ્વરથી અલગ માને છે, એ એમનું જ અનુગમન કરે છે. તો મનુષ્યની પાછળ મનુષ્ય જાય, દેવોની પાછળ દેવો જાય અને અસુરોની પાછળ અસુરો જાય. અથવા તો જેવા તેવા સ્વભાવવાળાની પાછળ મળતા સ્વભાવવાળા માણસો જતા હોય. હસમુખો હોય એની જોડે હસમુખો જાય ને પેલો શોક્યો હોય એની જોડે એવો જ જાય. અને ભટકાય એ બધા એવા જ. બધા વ્યવહારની અંદર પણ આ બધી નામરૂપની માયા આખી તો વાસ્તવની અંદર એ અલગ અલગ સ્થળેથી જઈ રહ્યા છે, પણ પાણી ક્યાંથી આવ્યું? મૂળ એક જ જગ્યાએથી આવ્યું હતું. સોર્સ કોણ હતો? એક જ હતો. વાદળ એનો સોર્સ બન્યું. ક્યાંથી ભાઈ? હવે વાદળ એ અનિત્ય છે કે નિત્ય છે?

વાદળ અનિત્ય છે, એનોય આકાર બદલાઈ જાય. ઘડીમાં હોય છે ને ઘડીકમાં નથી હોતું. નથી હોતું ત્યાંથી આ થાય છે અને થાય છે પછી એમાંથી આટલું બધું પાણી પડે, બોલો! છે ને ચમત્કાર? અદભુત છે! અને કેવું પાણી પડે પાછું! કેટલી જગ્યાએ આમ બધું આવી રીતના!

એવી રીતે આ વિભિન્ન સંપ્રદાયો બધા ઉત્પન્ન થયા, વિભિન્ન ધર્મો બધા ઊભા થયા, કારણ કે અમુક રીતે અમુક રીતે જ એની મુવમેન્ટ થાય છે ને એ પાણીની. એટલે કે "આ સંપ્રદાયવાળો આમ જ ચાલશે, પેલા સંપ્રદાયવાળો આમ જ ચાલશે." એનો ચીલો જુદો, આનો જુદો. આ નદી અમુક રીતે ચાલે ને આ નદી અમુક રીતે ચાલે. બધા આધારે બધું અલગ અલગ અલગ પડી જાય. અને પાછા એ બધા અનુગમન કરે પોતાના આગળવાળા જે હોય તેની પાછળ પાછળ જયા કરે. અર્થાત, તેઓ વિખરાયેલા પાણીની જેમ વિભિન્ન દેવ, અસુર વગેરે લોકો યોનિઓમાં ભટકતા જ રહેતા હોય.

"હે ગૌતમ!" એને ગૌતમ કીધો. ગૌતમ એના દાદાનું નામ હતું. વાસ્તવમાં નચિકેતાનો પિતા ઉદ્દાલક અને ઉદ્દાલકના પિતાનું નામ ગૌતમ હતું. તો હવે યમરાજા એને પણ શું કહે? "હે ગૌતમ! જે રીતે શુદ્ધ જળ સિંચિત થયાથી જ્યાં જાય છે ત્યાં તેવા જ રૂપમાં બદલાઈ જાય છે, એ પ્રમાણે જ્ઞાની આ તથ્યને સમજી લેનારનો આત્મા પણ એ જ પ્રકારનો થઈ જાય છે." એને ખબર પડી ગઈ કે "હું તો નિત્ય છું," એટલે પછી એ નિત્યપણામાં જ નિરંતર વાસ કરતો હોય. પછી એ બદલાતો હોતો નથી.

યમદેવ અહીંયા શુદ્ધ જળના ઉદાહરણથી આત્મતત્વને સમજાવી રહ્યા છે કે શુદ્ધ જળ જે કોઈ પાત્રમાં જાય છે એવા રૂપમાં એ ઢળી જાય છે. લોટામાં મૂકો તો લોટાના સ્વરૂપનું થઈ જાય, બોટલમાં ભરો તો એ સ્વરૂપનું થઈ જાય, ટ્યુબમાં ભરો તો એ સ્વરૂપનું થઈ જાય છે. બધું અલગ અલગ છે. છોડવાઓમાં એ એમનો રસ, પ્રાણીઓમાં એ એમનું લોહી બની જાય છે. એનું એ જ પાણી છે. પેલાની અંદર ગયું ને તો એ રસ બની ગયો. એ રસ પાછો અહીંયા આગળ આવ્યો તો એનું લોહી બની ગયો. સમજાયું? હવે એને કોઈ વિકાર નથી શુદ્ધ જળને પોતાને જેમ, એવી રીતે આત્મતત્વને પોતાનો કોઈ વિકાર હોતો નથી. જ્ઞાની પોતાની ચેતનાને પદાર્થ ઇત્યાદિથી અલિપ્ત રાખે. પોતે પોતાની ચેતનાને સમજી જાય છે અને પછી એને ભેળસેળ કરતો નથી કોઈ પદાર્થની સાથે. એટલા માટે શુદ્ધ જળની જેમ ગમે તેની સાથે એકાકાર બની જાય છે.

વિભિન્ન વિષયોથી માંડીને દેવશક્તિઓ તથા પરમાત્મા તત્વની સાથે પણ એ એકરૂપ થઈ શકે છે. એટલા માટે નચિકેતા એ અલિપ્ત રહેવાની ક્ષમતાથી સંપન્ન સાધક કહેવામાં આવેલો છે. એટલે એને સતપાત્ર સમજીને યમ દેવતા આ વિદ્યા ઉપલબ્ધ કરાવે.

"તો હું ચેતન છું અને અલિપ્ત છું. આજે નામરૂપ છે તેનાથી હું અલિપ્ત." આ પકડાવી જાય છે ને તે પોતે આત્મસ્વરૂપમાં આરામથી રહી શકે છે. સુખી હોય, સંપન્ન હોય, આનંદમાં હોય, કારણ કે પછી શું થઈ ગયું કે "આ બધું નામરૂપ છે, બધું જ મારું છે અને કશું મારું નથી." એક જગ્યાએ તમે જેવી માલિકી છોડી એટલે બધું તમારું થઈ ગયું. સમજાયું?

હવે આગળ વાત કરે છે. ચૈતન્ય અને અજ પરબ્રહ્મનું નગર એ 11 દ્વારોવાળું છે. ચૈતન્ય અને અજ એ પરબ્રહ્મનું નગર છે, 11 દ્વારોવાળું. આ શરીર વિજ્ઞાન આવ્યું: બે આંખો, બે કાન, બે નાકના છિદ્ર, એક મોં, ડાભી ગુદા, જનનેન્દ્રિય અને બ્રહ્મરંધ્ર. આ શરીરના 11 છિદ્રો જ 11 દ્વાર છે. એ પરમેશ્વરનું નિષ્ઠાપૂર્વક ધ્યાન અનુષ્ઠાન કરનારો જીવ ક્યારેય શોક કરતો નથી અને શરીરમાં રહેવા છતાં પણ કર્મ બંધનથી મુક્ત બની જાય છે. આ છે એ, આ છે એ, "એત એત એત દ્વયત." આ એ તત્વ છે એમ કહેવા માંગે. આ એ પરબ્રહ્મ છે કે જે આ નવ દ્વારવાળા નગરની અંદર વસેલું છે.

ચૈતન્ય છે એ હંસ જીવાત્મા અથવા પરબ્રહ્મ પ્રકાશિત છે. એ જ અંતરિક્ષમાં રહેલા વસુઓ છે. ઘરોમાં બનનારો અતિથિ પણ એ જ છે. યજ્ઞ વેદિકા પર અગ્નિ અને આહુતિ પ્રદાન કરનારો હોતા પણ એ જ છે. મનુષ્યમાં શ્રેષ્ઠ પિતૃ વગેરે રૂપોમાં પણ એ જ પ્રતિષ્ઠિત છે. એ જ સત્ય આકાશમાં પણ નિવાસ કરનાર છે. જળ, પર્વતો, પૃથ્વીને સત્કર્મોમાં પ્રગટ કરનારું એ જ પરમ સત્ય છે. આ બધા વિભિન્ન જગ્યાઓ બતાવી દીધી કે આ પરમ ચેતનાના જ રહેવાના સ્થળો છે. આ બધા સ્થળો છે, પણ એમાં મૂળ રહેનાર જે છે તે પરમ ચૈતન્ય એક જ.

છે એતદ્વેત જે બ્રહ્મ, જે બ્રહ્મ પ્રાણ તત્વને ઊર્ધ્વગામી કરે છે, પ્રાણ તત્વને ઉપર ઉઠાવે છે, અપાન વાયુને અધોગામી કરે છે. હૃદયની વચ્ચે રહેલ એ વામન એટલે કે ભજન કરવા યોગ્યની બધા દેવગણ ઉપાસના કરે છે. બધા દેવો પણ એની જ વાત કરે છે કે જે પ્રાણને પણ ઉઠાવી શકે એ કોણ છે? પ્રાણાયામ કરો તો શું થશે? પ્રાણ તો ઉઠશે, પણ એને ઉઠાવનારો કોણ છે? તો કે એ ચૈતન્ય છે અને એ એ છે અને એની હાજરી હશે એટલા માટે એ થઈ રહ્યું છે.

શરીરમાં રહેલ એક દેહમાંથી બીજા દેહમાં જવાના સ્વભાવવાળો આ જીવાત્મા જ્યારે એક શરીર છોડીને બીજામાં મૃત્યુ પછી ચાલ્યો જાય છે, ત્યારે શું બાકી રહે છે? બચે છે તે આ બ્રહ્મ છે. બધું તો ચાલી ગયું, દેહ નષ્ટ થઈ ગયો, જે જવાનું હતું એ જતું રહ્યું, પણ પછી એ જે બાકી રહી જાય છે તે પણ બ્રહ્મ છે.

"હે ગૌતમ, કોઈપણ મરણધર્મમાં પ્રાણી ના તો પ્રાણની શક્તિથી, ના તો અપાનની શક્તિથી જીવિત રહે છે." હવે ધ્યાનમાં રાખી લો. બધા કહે છે ને, "પ્રાણથી હું જીવિત છું." તું કશાથી જીવિત નથી, ભાઈ. તું ચૈતન્ય છે તો આ પ્રાણ અને અપાન બધું ચાલે છે, બાકી બધું ગયું. પરંતુ એને જીવન પ્રદાન કરનારું કોઈ અલગ જ તત્વ છે, જેના આશ્રયમાં પ્રાણ અને અપાન એમ બંને રહે છે.

યમરાજ કહે છે કે, "હે ગૌતમ, હવે વધુ નથી કહેતો. હવે હું તમને નિત્ય સનાતન પરબ્રહ્મનું રહસ્ય બતાવીશ, તેમજ એ પણ વર્ણન કરીશ કે મૃત્યુ બાદ આત્માનું શું થાય છે, અર્થાત એ ક્યાં જાય?"

પોતપોતાના કર્મ અને શાસ્ત્ર અધ્યયન મુજબ પ્રાપ્ત થયેલા ભાવને કારણે કેટલાક જીવાત્માઓ તો શરીર ધારણ કરવા માટે વિભિન્ન યોનિઓને મેળવે છે અને બીજા કેટલાક પોતાના કર્માનુસાર સ્થાવરત્વને પ્રાપ્ત થાય છે. વૃક્ષો, પર્વતો આ બધે સ્થાવર યોનિ કહેવાય, જે હલનચલન નથી કરી શકતા. અર્થાત વૃક્ષ, વેલ, પર્વત ઇત્યાદિ બધા જે છે તે જળ યોનિઓમાં પણ જતા હોય છે. પણ કેવી રીતે? કર્મોના આધારે જે એમનો ભાવ ઉત્પન્ન થયો છે તેના કારણે એ લોકો એવા થાય. જળ જેવો થઈ ગયો હોય, હલે જ નહીં કે બિલકુલ તો પથરો થઈ જાય, તો પર્વત બનવું પડે.

આવી રીતે બધા જ જીવોના કર્મ અનુસાર એમના નિમિત્તે ભોગોનું નિર્માણ અને વ્યવસ્થા કરનાર પરમપુરુષ પરમાત્મા બધાના સુઈ ગયા પછી પણ પોતે જાગતા રહે છે. એ વિશુદ્ધ તત્વ પરબ્રહ્મ અવિનાશી કહેવાય છે. એને કોઈ ઓળંગી શકતું નથી. આમ કોક સૂતો હોય ને આમ ઓળંગી જઈએ છીએ એવી રીતે પરમાત્મા તત્વ વચ્ચે છે. હવે એને પાર કોઈ કરી શકે એવું નથી. પરમાત્મા કોઈ નદી નથી કે તમે અહીંથી બેઠા છો ને પેલી બાજુ તરીને નીકળી જવાના છે. સંસાર એવો છે, પણ પરમાત્મા તો એનાથી મોટો છે, અનંતા અનંત. એટલે કોઈ એને ઓળંગી શકતું નથી એમ કહે છે. અનંત છે. અહીંથી તે શરૂ કરે કે ક્યાંય શું થઈને તેને કયું તત્વ ઓળંગી શકે? કોઈ ન ઓળંગી શકે એમ કહે છે.

જે રીતે એક અગ્નિ તત્વ સંપૂર્ણ બ્રહ્માંડમાં પ્રવેશીને પ્રત્યેક આધારભૂત વસ્તુને અનુરૂપ થઈ જાય છે. એક જ અગ્નિ તત્વ હોય, એક વખત પ્રવેશ્યું બ્રહ્માંડમાં એટલે બધે અગ્નિમય બધું થઈ જાય. એવી રીતના તમે એક હાથમાં આટલી લાઇટ લઈને જાઓ એક રૂમની અંદર. આમ જેવા પ્રવેશો ને બધે જેમ અજવાળું પ્રકાશિત થઈ જાય છે. બસ આ જ સ્થિતિ છે દરેક તત્વની પણ આવી રીતે પ્રવેશ પામતું હોય. એવી રીતે સમસ્ત પ્રાણીઓમાં રહેલા અંતરાત્મા બ્રહ્મ એક હોવા છતાં પણ અનેક રૂપોમાં પ્રતિભાષિત થાય છે. તમે અહીં કરીને આમ જેવા અંદર પ્રવેશ કર્યો રૂમની અંદર તો અહીં કાચ છે, અહીંયા છે, અહીંયા કાચ છે, અહીંયા આગળ કોઈ ચળકતી બીજી સપાટી છે એટલે બધી જગ્યાએથી રિફ્લેક્શન આવવાનું ચાલુ થઈ જાય. આ બધી વસ્તુઓ છે, પ્રતિબિંબો બધા આકારો ઊભા થયા એના લીધે. આ ફક્ત પ્રકાશના લીધે પણ આ છે તો આ બધું છે.

જેવું આને તમે વિથડ્રો કરી લો એટલે એનું અસ્તિત્વ હોતું હોવા છતાં રહેતું નથી. એટલે એક હોવા છતાં પણ અનેક રૂપોમાં એ પ્રતિભાષિત થાય છે. એ એમની બહાર પણ છે. તો આત્મચેતના આ દેહમાં છે, આત્મચેતના દેહની બહાર પણ છે, દરેક દિશાઓમાં છે, અનંતા અનંત.

જે રીતે આ લોકમાં પ્રવેશેલો વાયુ એક જ હોવા છતાં પ્રત્યેક રૂપ અનુસાર અર્થાત વસ્તુઓના સંયોગથી ભિન્ન ભિન્ન શક્તિયુક્ત પ્રતીત થાય છે, એવી રીતે સમસ્ત પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા એક જ હોવા છતાં વિભિન્ન રૂપોવાળો જણાય. એ જ એની બહાર પણ છે. પાછું ફરી કહી દીધું કે એની અંદર છે પણ પાછો બહાર પણ છે. એને તમે જાણી લો.

જે રીતે સમસ્ત બ્રહ્માંડનો ચક્ષુરૂપ સૂર્ય પ્રાણીઓના ચક્ષુથી ઉત્પન્ન થનાર બાહ્ય દોષો સાથે લિપ્ત થતો નથી. શું કીધું? "બ્રહ્માંડનો ચક્ષુરૂપ સૂર્ય પ્રાણીના ચક્ષુથી ઉત્પન્ન થનાર બાહ્ય દોષો સાથે લિપ્ત થતો નથી." એટલે કોઈક માણસે કંઈક જોયું, કોઈ વિકાર પણ જોયો, તો એના કારણે સૂર્યને કંઈ ફરક પડતો નથી. આ પણ આંખ છે અને એ પણ આંખ હશે બ્રહ્માંડની. તો પણ બધા ભૂતોની અંદર રહીને બહાર જ બિરાજમાન છે. ભૂતોની અંદર પણ છે બધા જ એમ પણ કહી દીધું એટલે પાંચે પાંચ ભૂતો આવી ગયા અને એ બહાર જ વિદ્યમાન છે. તો એ બધાની બહાર પણ બિરાજમાન છે.

સમસ્ત શરીરધારીઓમાં અંતરાત્માના રૂપમાં નિવાસ કરનારા તથા બધાને વશમાં રાખનારા પરબ્રહ્મ એક હોવા છતાં અનેક રૂપો ધારણ કરી લે છે. દરેકની અંદર પોતાનું હુંપણું એઝ્યુમ કરે છે અને પછી એ જીવંત થઈ ઉઠે છે. કાલે જ કીધું તું ને, બ્રહ્મરંદ્રમાંથી પ્રવેશી ગયા અને બધી ઇન્દ્રિઓ એકદમ ચેતનવંતી બનીને કામ કરવા માંડી. પહેલા તો એવું કંઈ હતું જ નહીં, બધું શૂન્ય જ હતું, બધું બનાવી દીધું તું. પણ બસ એ મુવમેન્ટ ના, ના એ તો ના જાય છે કે ગયા. હવે હું અંદર પેસું. તો જેવા એ પેઠા એટલે પછી બધું ચાલુ થયું.

જે વિદ્વાન હંમેશા પોતાના અંતઃસ્થળમાં રહેલા એ પરબ્રહ્મના દર્શન કરે છે, એને જ શાશ્વત સુખ મળે છે, બીજાને નહીં. માટે આ અંતરાત્મા.

જે અંતરાત્મા છે અને એ જ બહાર પણ છે. એને એવી રીતે દર્શન સતત કર્યા કરવું જોઈએ. જે સમસ્ત ચૈતન્યોમાં ચૈતન્ય, નિત્યોમાં નિત્ય છે. નિત્ય એક જ છે, કોઈ બીજા નિત્યો છે જ નહીં. આ તો પેલી ભાષાની અભિવ્યક્તિના કારણે આવું બધું લખે. સમસ્ત ચૈતન્યોમાં, બધા જે ચૈતન્યમય છે તેની અંદર મૂળ ચૈતન્ય રૂપે એક જ રહે છે, ભલે આપણને અલગ અલગ દેખાય છે. એટલા માટે અહીં "સમસ્ત ચૈતન્ય" એવો શબ્દ વાપર્યો. જે એકાકી હોવા છતાં સમસ્ત જીવોને એમના કર્મોનો અનુસાર ફળ આપનારા છે. પોતે એકલા જ છે, પણ જે જેવું કરે છે તે તેવું પામે છે. કર્મનો કાયદો આવ્યો. તો એ આત્મસ્થ પરમેશ્વરનું બુદ્ધિમાન લોકો હંમેશા દર્શન કરતા રહે છે. એવા મેધાવી પુરુષ જ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે, બીજા લોકો નથી કરતા. એ અનિર્વચનીય આનંદને જ વિદ્વાન લોકો બ્રહ્મ માને છે.

એ પરબ્રહ્મને કેવી રીતે માનવામાં આવે? શું એ પ્રત્યક્ષ પ્રગટ થાય છે અથવા અનુભવથી જાણવા યોગ્ય છે? ત્યાં બ્રહ્મની નજીક ના તો સૂર્ય પ્રકાશિત થાય છે, ના ચંદ્રમા, ના તારાગણ, ના વિદ્યુત પ્રકાશિત થાય છે. તો પછી આ લૌકિક અગ્નિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે છે? એના પછી જવાબ આપ્યો: "પરબ્રહ્મના હોવાના કારણે જ આ પ્રકાશથી જ આ બધું જ પ્રકાશિત થાય છે. સંપૂર્ણ જગત એના જ પ્રકાશથી પ્રકાશિત થયેલું છે." એટલે પહેલા બ્રહ્મ છે એટલી વાત કરો, બાકીનું બીજું બધું છે અને નથી એવી વાત છે.

હવે આગળ કહે છે: "જેના મૂળ ઉપર અને શાખાઓ નીચેની તરફ છે." "ઉર્ધ્વ મૂલો અવાક શાખ" જે ગીતાનો મંત્ર જે છે, "ઉર્ધ્વ મૂલમ અધ: શાખમ" એ જ અહીંયા ત્રીજી વલ્લીમાં અલગ રીતે મૂકેલો, પણ મૂળ વાત એ જ કહેવા માંગે છે. ત્યાંથી આવ્યું છે આ કે અહીંથી આવ્યું છે ત્યાં એવો પ્રશ્ન ના પૂછશો. જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાન સનાતન છે. એટલે પરાપૂર્વથી, અનાદિ અનંતથી આનું આ જ દાખલાઓ ને આજ બધું અપાતું આવ્યું છે. જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ છે, એ અશ્વત્થ પીપળો વૃક્ષ સનાતન છે. એ વિશુદ્ધ તત્વ અવિનાશી છે, એ જ બ્રહ્મ છે. સમસ્ત લોક એનો જ આશ્રય ગ્રહણ કરે છે. એનું કોઈ પણ અતિક્રમણ કરી શકતું નથી. એટલે પહેલા તમે એમ સમજી લો કે મૂળ રૂપે કોણ છે? તો કે પરબ્રહ્મ છે અને એ છે એટલે પછી આ બધું એમાંથી બનીને આવ્યું છે. આવી રીતના એમ તમે જાણી લો.

વૃક્ષના મૂળ દ્વારા એક જ જાતનો રસ સંચરિત થાય છે, પણ પાન, પુષ્પ વગેરે એ વૃક્ષના ગુણના આધારે રૂપાંતરિત થઈ જાય છે. જામફળનું ઝાડ, એટલે કોઈ બોટાનિસ્ટ હોય તો મૂળથી આગળ જતો ઉપરનો જે રસ હોય તેને એક્સટ્રેક્ટ કરે તો એ બધો એક જ સરખો હોય છે. પણ જીભવું એ પાનમાં જાય કે એના ફળમાં જાય એટલે એ જે તેના ગુણ હોય તે પ્રગટ કરે છે કે જામફળનું ઝાડ જુદું, લીમડાનું ઝાડ જુદું. રસ એક જ વહે છે બધાયની અંદર. તેમ છતાં પણ એનું પ્રગટીકરણ જેમ અલગ અલગ થાય છે, તે પ્રમાણે અહીંયા આ બધું અલગ રીતે વૃક્ષના ગુણના આધારે રૂપાંતરિત થઈ જાય છે. એવી રીતે સૃષ્ટિરૂપી સનાતન વૃક્ષનું મૂળ પણ અનંત આકાશમાં છે. અનંત આકાશની પણ પાર જેને કહેવાય, ત્યાંથી સંચરિત રસ સૃષ્ટિના ઘટકોમાં પહોંચીને અનેક રૂપોમાં એ પ્રગટ થાય. તો બધાનું મૂળ એક જ છે: પરબ્રહ્મ, પરમાત્મા, પરમ તત્વ, અનંત ચેતના, જે તમારે કહેવું હોય તે કહી શકો છો.

આ સંપૂર્ણ વિશ્વ એ પ્રાણરૂપ બ્રહ્મથી નિશૃત થઈને એમાં જ ગતિશીલ છે. હવે બીજું મીડીયમ આપ્યું એમણે પ્રાણનું. પહેલા શું કીધું? તો કે મૂળથી શરૂ થયું છે, પરબ્રહ્મ છે એટલે બાકીનું બધું જ છે. હવે એનાથી નીચે આવીને કે પ્રાણ જે છે તેના આધારે બધું એમાં ગતિશીલ થાય. એ જે મહાન ભયંકર પ્રહારોધ્યત વજ્રની જેમ વજ્રને બ્રહ્મને જાણે છે તે અમૃતત્વ મેળવે છે. એટલે જેને આ સંપૂર્ણ વિશ્વ ત્યાંથી આવ્યું છે કેવી રીતે એને જાણી લીધું છે તે અમૃતત્વને મેળવી લે છે. પોતે એને અતિક્રમી જાય છે પોતાના નામ રૂપને. એટલા માટે આ પરબ્રહ્મના ડરથી અગ્નિદેવ તપે છે, એમના ડરથી સૂર્યદેવ તપે છે, એમના ભયથી ઇન્દ્ર અને વાયુ અને પાંચમાં મૃત્યુ દેવતા પણ દોડે છે. અર્થાત એનો અર્થ શું છે કે પરબ્રહ્મની આજ્ઞા અનુસાર બધા દેવતાઓ પોત પોતાના નિયત કાર્યો પૂરા કરે.

ખાલી આ બોસ પોતાની ઓફિસમાં જ બેઠા હોય અને અડધાને તો ખબરય ના હોય. બધાને ખબર એવું જ છે કે સાહેબ આવી ગયા, બેઠા છે. કોઈએ જોયા ના હોય. મોટી ફેક્ટરીઓમાં આવું જ હોય ને? કોઈને ખબર નથી પણ બધાને ખબર છે કે સાહેબ બેઠા છે એટલે પછી બધા પોત પોતાનું કામ કર્યા જ કરે, કર્યા જ કરે. એવી રીતે પરબ્રહ્મ છે, બસ એટલું તમે કરો એટલે બાકીનું બધું ઇન ઓર્ડર એકદમ ચાલ્યા કરે.

શરીરનો અંત થતા પહેલા, દેહનો અંત થતા પહેલા અગર વ્યક્તિ બ્રહ્મનું જ્ઞાન મેળવી લે છે તો તે જીવ બંધનથી છૂટી જાય છે. અગર ન મેળવી શક્યો તો વારંવાર વિભિન્ન યોનિઓમાં એ ભ્રમણ કરે છે અથવા ભટકે. અહીં જ્ઞાનનો અર્થ માત્ર સ્થૂળ જાણકારી નથી. એ પરમ તત્વને તમારે અનુભવ ગમ્ય બનાવવું પડે. જીવંત હોવાની સ્થિતિની અંદર એક વખત તમે પરબ્રહ્મનો અનુભવ કરી લો, બસ એમ કીધું. એટલો અનુભવ કરવા માત્રથી તમે આમાંથી મુક્ત થઈ શકો છો. વિશુદ્ધ અંતઃકરણ જે છે એ દર્પણ સમાન છે. અર્થાત જે રીતે દર્પણ નિર્મળ દર્પણમાં વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જણાઈ આવે છે, દેખાય છે તેવી જ રીતે વિશુદ્ધ અંતઃકરણમાં બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ જણાય છે. પિતૃલોકમાં બ્રહ્મનું રૂપ સ્પષ્ટ જણાતું નથી કારણ કે પ્રાણીઓને પૂર્વજન્મની સ્મૃતિ રહેવાને કારણે તેમનો સંબંધ પૂર્વ સંબંધીઓ સાથે જોડાયેલો રહે છે.

એટલે પિતૃલોકમાં ગયેલો હોય તેને બ્રહ્મનો સંબંધ યાદ હોતો નથી, પણ એને આ સંબંધો યાદ રહે છે નામરૂપ વાળા કે મારો છોકરો, એનો છોકરાનો છોકરોય આયો તો. આ બધું એને સ્મૃતિઓમાં હોય એટલે.

એ પણ સ્પષ્ટ નથી હોતો, એટલે એને પણ બ્રહ્મનો અનુભવ થતો હોતો નથી, એમ કહે છે. ગંધર્વ લોકમાં પણ બ્રહ્મનું સ્વરૂપ જળની લહેરીઓની જેમ અસ્પષ્ટ જણાય છે. ગંધર્વ લોક હોય એટલે ત્યાં શું હોય? ગાન, સંગીત અને એના મયતા જ હોય બધી. એટલે એનું વિશિષ્ટ, જેને કહેવાય, આકર્ષણ ગંધર્વ લોકમાં રહે છે. એના કારણે ત્યાંના લોકોને પણ બ્રહ્મનું સ્પષ્ટ રૂપ જણાતું નથી, એમ કહે છે. કારણ કે ત્યાં ભોગો સાથે વીંટળાયેલા રહેવાના કારણે એમને ભોગોની સ્મૃતિ હોય છે. એ સ્મૃતિનું આવરણ બની જાય છે, એટલે અંતઃકરણ અસ્પષ્ટ થઈ જવાના કારણે એમને પરબ્રહ્મ જણાતો નથી સ્પષ્ટ.

આ બધા દાખલા આપે છે, "ભાઈ, તમે પિતૃલોકમાં જવાનું કહો કે ગંધર્વ લોકમાં જવાનું કહો, પણ ત્યાં ગમે ત્યાં પણ જશો તો આ સ્થિતિ આ થશે. તો તમારે ક્યાં જવાનું? તો કે બ્રહ્મમાં જ, બીજે ક્યાંય નહીં." એ બ્રહ્મ છે. બ્રહ્મ દર્શન બરાબર થતું નથી, પરંતુ બ્રહ્મલોકમાં છાયા અને ધૂપની જેમ આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જણાય છે, પરિલક્ષિત થાય છે, કહી દીધું. એટલા માટે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવી જોઈએ. મતલબ, તમારે બ્રહ્મને જાણવું જોઈએ.

ઉદય અને લયની થતી રહેવાના સ્વભાવથી યુક્ત, અલગ અલગ સ્થાનોમાં રહેલ અનેક રૂપો વાળા ઇન્દ્રિયોને જાણનારો જ્ઞાની પુરુષ ક્યારેય જેટલું પણ નામરૂપ છે, એ બધી માયા છે અને સામે નથી દેખાતી તો કે સ્મૃતિ છે એની. આ બે આવરણો છે. એ ખેંચાણ આ છે અને એક પેલું છે. એના કારણે બ્રહ્મની સ્મૃતિ એને આવતી નથી. બ્રહ્મનું પ્રતિબિંબ એને સ્પષ્ટ થતું નથી. એટલે સ્મૃતિ પણ બોજો છે. કોઈપણ પ્રકારનું આપણે મનુસ્મૃતિ પણ નથી જોઈતી, બ્રહ્મની પણ સ્મૃતિ નથી જોઈતી, અનુભવ જોઈએ છે, ઇન્ફોર્મેશન નથી જોઈતી. હવે અનુભવ કરો. બસ, એક જ વાત કે આ બ્રહ્મ છે. એવું જ્યારે તમને સ્પષ્ટ ખ્યાલ આવવા મળશે, "એ કેવું છે? કેવું છે? કેવું છે?" કરીને તમે ખોળ્યા કરો બસ. અને એક દિવસે પોતે સ્વયં પ્રગટ થશે.

આગળ કહેલું જ છે, "ઇન્દ્રિયોમાં મન ઉત્તમ છે. મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિથી જીવાત્મા ઉત્કૃષ્ટ છે અને જીવાત્મા કરતાં પણ અવ્યક્ત શક્તિ ઉત્તમ છે." અવ્યક્ત શક્તિ એટલે પ્રકૃતિ, જે વ્યક્ત નથી થયેલી એવી જે કંઈ આખી છે તે બધું જ પ્રકૃતિ કહે છે. થી વ્યાપક અને આકાર રહિત પરમપુરુષ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે, જેને જાણીને જીવ બંધનમાંથી મુક્ત બની જાય, પોતાનું જીવપણું છોડી દે છે, ત્યાગી દે છે અને અમરત્વને પ્રાપ્ત થાય છે.

"હું આવો ને આટલો જીવ" એટલે લિમિટેડ અને "પરબ્રહ્મ" એટલે અનલિમિટેડ. હવે અનલિમિટેડમાંથી જ લિમિટેડ આવે ને? અને લિમિટેડ પોતાની લિમિટ છોડે એટલે પછી શું થાય? અનલિમિટેડ થઈ જાય. જ્યાં સુધી તમે કોઈપણ યોની રૂપી બાટલીમાં પુરાયેલા છો, ત્યાં સુધી તમે એવા છો. પણ જેવી એ બાટલી ફૂટી એટલે તમે શું થાવ? તે રૂપ થઈ જાવ. જે રૂપ છે તે રૂપ થઈ જાવ. હવે કયું રૂપ છે? તો કે બ્રહ્મરૂપ છે. તો તમે બ્રહ્મરૂપ થઈ જાવ છો. બસ, સિમ્પલ. અહીંથી બાટલી ફૂટી પરફ્યુમની, તો જેટલું પરફ્યુમ હતું એ બધું જ કયું રૂપ થઈ જવાનું? આકાશરૂપ થઈ જવાનું. જેટલું પણ આ રૂમમાં હોય, એની બહાર સુધી ન હોય ત્યાં સુધીને જાય. ભલેને બારણે બંધ હોય, દૂર સુધીને સુગંધ જાય. જ્યાં જ્યાં આકાશ છે, ત્યાં ત્યાં બધે એ પ્રસરી જાય એટલું બધું. એવી રીતે જીવાત્મા પણ પોતાનું જેવું જીવપણું છોડી દે છે, એટલે તે બ્રહ્મપણું પ્રાપ્ત કરી લેતો હોય છે, જો એને જીવભાવ અને જીવભાવની સ્મૃતિઓ ન પકડી રાખી હોય તો.

એટલા માટે કીધું કે તમે જીવભાવ ત્યાગો, જીવભાવની સ્મૃતિઓ પણ ત્યાગો અને તમે બ્રહ્મભાવમાં આવી જશો. આટલી જ પકડ છે. આ જેવું છૂટ્યું એટલે તમે તદરૂપ જ છો. એટલે આનો ત્યાગ કરવાનો, એમ કીધું. કેવી રીતે કરવાનો? તો કે આંખે જોવાનું બંધ કરી દીધું, બસ. એવી રીતના કે "હું જીવ છું, હું જીવ છું" એવું જે જીવપણું છે તેને ત્યાગી દો તમારા એમાંથી. "હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા" આ પકડશો તોય પહેલું જતું રહેશે.

અવ્યક્ત શક્તિ છે. આ બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ પોતાની સમક્ષ પ્રગટ થતું નથી. પરમેશ્વરના દિવ્ય સ્વરૂપને કોઈપણ આ ચર્મ ચક્ષુથી જોઈ શકતા નથી. મનને વશમાં રાખનારી વિવેક બુદ્ધિ તથા સદભાવ સંપન્ન હૃદય દ્વારા વારંવાર ચિંતન-મનન કરવાથી તેનું સમ્યક દર્શન થઈ શકે છે. સમ્યક દર્શન થઈ શકે એટલે તે જેવું છે તેવું તે પ્રગટ થાય છે, તે દેખાય છે, તેનું દર્શન થાય છે. જે બ્રહ્મને આ પ્રમાણે જાણે છે, તે પણ અમરત્વ મેળવી લે છે.

હવે આગળ કહે છે, "જ્યારે મનની સાથે પાંચ ઇન્દ્રિયો આત્મતત્વમાં સ્થિર થઈ જાય." મનની સાથે પાંચે ઇન્દ્રિયો એટલે છ, પાંચ ઇન્દ્રિયોના છઠ્ઠું મન. હવે શું થયું? શેમાં સ્થિર થઈ? આત્મતત્વમાં સ્થિર થયું. અને બુદ્ધિ પણ ચેષ્ટા રહિત બની જાય છે, કોઈ મુવમેન્ટ નથી બુદ્ધિમાં પણ. એટલે સ્થિર થઈ ગઈ બુદ્ધિ પણ. ત્યારે એ સ્થિતિને જીવાત્માની પરમ ગતિ કહેવામાં આવે. એ રીતે ઇન્દ્રિયોને સ્થિર ધારણાનું નામ જ યોગ છે. એ સમયે સાધક પ્રમાદ રહિત બની જાય છે. પરંતુ આ યોગ ઉદય અને અસ્ત થવાના સ્વભાવથી યુક્ત છે. યોગ શરૂ કર્યો અને ક્યાંક પૂરો થયો, એટલે એનો પણ સૂર્યની જેમ ઉદય પણ છે અને અસ્ત છે. એટલે યોગ છે તે પણ એક જાતનું કર્મ છે. ક્યાંકથી શરૂ થાય છે અને ક્યાંક પૂરું થાય છે. પરમાત્મા એ કોઈ કર્મ નથી, એટલે ક્યાંયથી એ શરૂ થાય છે અને ક્યાંક એ પૂરા થઈ જાય છે એવું ક્યારેય બનતું નથી.

જે કંઈ થઈ રહ્યું છે તે બધું પરમાત્મામાં એના હોવાપણાને કારણે જ થઈ રહ્યું છે. બાકી કશું છે નહીં. એવું પણ જો ખબર પડી જશે તો પણ તમે એનાથી મુક્ત થઈ શકો. એટલે પરમાત્માના ઈચ્છુક વ્યક્તિ હોય તેને યોગ યુક્ત રહેવાના દૃઢ અભ્યાસી થવાનું. દૃઢ અભ્યાસી યોગયુક્ત. યોગ કોના સાથે કરવાનો છે? બસ, એ તો ખબર હોવી જોઈ.

ને ક્યાં જોડાવવાનું છે, ભાઈ? મારે યોગ તો તમે શરૂ કર્યો, પણ ક્યાં જોડાવાનું? અવ્યક્તની પાર જે કાંઈ છે, તે તેના સાથે હું જોડાવું છું એમ કહેવાનું છે. આ દેખાય છે જે, નથી દેખાતું એ બંને જેના કારણે છે, તેની સાથે હું જોડાવું છું. એના માટેનો યોગ એ પરમાત્માને ના તો વાણી દ્વારા મેળવી શકાય, ના નેત્રોથી, ના તો એમને મન દ્વારા પ્રાપ્ત કરી શકાય. "એ બ્રહ્મ અવશ્ય છે," એવું માત્ર કહેવાથી એને કોણ મેળવી શકે છે? જે એનો અનુભવ કરે છે, તે જ મેળવી શકે છે એમ કહે છે. એટલે ફક્ત "બ્રહ્મ છે, બ્રહ્મ છે" એમ બોલબોલ કરે તો તેનાથી પણ પ્રાપ્ત થતા નથી, પણ એ બ્રહ્મ છે એવો તમે એક વખત અનુભવ કરી લો, બસ એટલી જ વાત છે.

"અસ્તિ" એ છે, "નાસ્તિ" એટલે એ નથી. એ બંને માન્યતાઓમાં તત્વભાવ, સમસ્ત ઇન્દ્રિયોની સાથે મન-બુદ્ધિને એક કરીને અનુભવ કરવાની ક્ષમતા દ્વારા "અસ્તિ" (છે) ભાવ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ કીધું. આ રીતની ઉપલબ્ધિ કરવાથી અંતઃચેતન પ્રસન્ન થાય. એ આત્મદેવ જ પ્રસન્ન થઈને બ્રહ્માનુભૂતિનો માર્ગ ખોલી નાખે. તમે ખાલી સ્વીકાર કરો બસ કે બ્રહ્મ છે, પછી અનુભવ થવાનો માર્ગ એ પોતે જ ખોલશે. આટલી જ તૈયારી માંગે છે, બસ બીજું કાંઈ નથી. તમે એક્સેપ્ટ કરી લો કે બસ એ છે. કેટલી મોટી વાત!

વ્યક્તિના હૃદયમાં અનેક પ્રકારની સાંસારિક કામનાઓ અને ઈચ્છાઓ રહેલી છે. જ્યારે એનો સમૂળ નાશ થઈ જાય છે, ત્યારે મનુષ્ય અહીં આ સંસારમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે છે અને એ અમર થઈ જાય છે. અન્ય ઈચ્છાઓ રહેતા તત્વભાવ વિખરાયેલો રહે. બસ, બધું શું થયું? લોકલાઈઝ થતું ગયું ને? જ્યારે પરબ્રહ્મ છે એ બિલકુલ સર્વ સત્તા સામાન્ય છે, સંપૂર્ણ એવરીવેરનેસ છે ને એ તો બધી. એટલે મનુષ્ય અહીંયા સંસારમાં જ સાક્ષાત્કાર કરી લે છે અને અમર થઈ જાય છે. એટલે આ અન્ય ઈચ્છા જે છે તે બધી જ ભેગી કરીને ફક્ત એક તત્વને જાણવાની જેવી તમે ઈચ્છા કરશો ને, એટલે બધું ખુલી જશે. જ્યારે હૃદય ગ્રંથિઓ ખુલી જાય છે, ત્યારે આ મરણ ધર્મમાં મનુષ્ય અમરત્વને પ્રાપ્ત કરી લે છે. આજ વેદાંતનું અનુશાસન છે. વેદાંત આજ કહે છે કે હૃદયની બધી ગ્રંથિઓ ખોલી કાઢો. તમે જેટલા વિચારો કર્યા છે, એટલી ગ્રંથિઓ હશે એમ સમજો.

હૃદયની અંદર દરેક આમ સાપોલિયા જેવી હોય. પહેલા પેલી વર્ગણાઓ, તે પછી વૃત્તિ બની જાય, આમ ગોળ ગોળ થઈ જાય. કોઈપણ દોરડું હોય ને, નાનકડું બી આમ પડી રહેલું હશે ને, તો કાળે કરીને તમે જોશો એ ગૂંચળું થઈ જશે. બસ, એવી જ રીતના આ સૂક્ષ્મ રૂપે અંદર બધી હૃદયની અંદર વસેલી છે. તો આ હૃદય ક્યાં છે? અહીં પણ છે ને, અહીં પણ છે ને, અહીં પણ બધે છે. એવું ના કહેતા કે અહીંયા જ છે. આ ફિઝિકલ છે. હૃદય ગ્રંથિ એટલે તમારો અનુભવ પ્રદેશ. જેટલો તમારો અનુભવ પ્રદેશ છે, એ બધાની અંદર આ બધી ત્યાં આગળે ગૂંચવાડા પડેલા છે, ઝીણા ઝીણા ઝીણા ઝીણા કરી. તો એ બધા જ જ્યારે સાફ થઈ જશે, "એ છે" એવી ખબર પડે છે, "એ નથી" એવી જ્યારે ખબર પડશે, તો સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે બધું ઓટોમેટિક. કે "આ નથી, આ જ છે" એમ પકડો એટલે પેલું બધું ગાયબ થવા માંગશે.

તમારું ચૈતન્ય કોની ઉપર છે, તે અસ્તિત્વમાં આવે છે. તમે જેને નકારો છો કે આ ચૈતન્ય નથી, તેનું અસ્તિત્વ નષ્ટ થાય છે. સીધો દાખલો કે જે વસ્તુને તમે પ્રાધાન્ય આપો છો, દાખલા તરીકે આ ખુરશી. તમને એમ થાય છે કે આ ખુરશી અહીં હોવી જોઈએ, તો રૂમમાં એ એનું અસ્તિત્વ છે. જેવું તમે આમ નક્કી કરો છો કે આ રૂમમાં આ ખુરશી હવે ના હોવી જોઈ, એ મિનિટ તમે બહાર મૂકી દીધી છે ને? ફિઝિકલ એક્ટની વાત કરીએ તો. બસ, આટલું જ. આઉટ એન્ડ આઉટ બધાયને કરી દો અને પેલાને ઇન કરી દો. એને એક્સેપ્ટ કરી લો, વાત પૂરી થઈ ગઈ. આ છે અને આ નથી.

હૃદયમાં 101 નાડીઓનો સમૂહ છે. એમાંથી એક મૂર્ધા કપાળને ભેદીને બહાર નીકળે છે. એના દ્વારા ઉર્ધ્વ ગમન કરનારો સાધક અમૃત તત્વને મેળવે. એના મારફતે તમે બહાર નીકળી જાવ. હવે આ આનું કનેક્શન ક્યાં થયું? આ જે છે એમ પકડ્યું છે ને તમે? જે અહીં છે તેની વાત. આ બ્રહ્મ છે, તમે પકડ્યું ને? બસ, એટલે એ ચેતના ત્યાં બહાર નીકળી. આવી રીતના એને પકડી એટલે તમે તદરૂપ થઈ ગયા. તો બસ, એના રૂપ થઈ ગયા એટલે તમે હવે અમર થયા એમ કહે છે. અહીંયા ગાળે અમૃતત્વને મેળવી લે છે. બાકી રહેલી નાડીઓ પ્રાણોત્સર્ગમાં સહાયક બને છે. બાકીની બીજી બધી નાડીઓ શું છે? પ્રાણનું ઉત્સર્જન કર્યા કરે છે, એનો ખર્ચ કર્યા કરે, વ્યય કર્યા કરે અને એના મારફતે બધું કામ ચાલ્યા કરતું હોય. એમાંથી નીકળેલો પ્રાણ કામનાઓને અનુરૂપ વિભિન્ન યોનિઓમાં લઈ જાય છે. એ બધા ભાવ પેદા કરે અને ભાવ પ્રમાણે પછી ભવ બને, એ પ્રમાણે માણસ જતો હોય.

પણ અહીંયા જેણે ભવ ભાવ જ નક્કી કર્યો કે હું બ્રહ્મ છું, પછી શું થયું? આ બધું ફૂટી જાય ને? એ બ્રહ્મરૂપ બની જાય, વાત પૂરી થઈ ગઈ. 101 માંથી એક જ ઉપર, એક જ આ બાજુ, એક જ, એક જ ત્યાંય એક નક્કી કરો, બસ! એટલે ત્યાં તમે એમ સીધા. અને નાડીબાડી શોધવાની નથી તમારે કે આમ આમ કરીને કે કેવી રીતે જવાનું છે, સાપોલિયા જેવી છે ને, ફલાણી છે ને, આ રંગની છે ને, ફલાણું છે. પાછી બધી સ્મૃતિઓ પેદા કરશો એટલે ક્યાંય કશું શોધવાનું નથી. બસ, "આ છે" એટલું જ પકડો અને "તે હું છું," બસ પૂરું થઈ ગયું કામ. સમજાય? કેવળ બ્રહ્મની સાધના આટલી જ છે. સમજાયું? બાકી બધા જ જેટલા છે ને, ડાયવર્જન છે, એટલે ટાઈમ પાસ છે, ભાઈ. એટલે જેટલું તમે એ કરશો તો ડીલે થયા કરશે. તમારું બ્રહ્મત્વ જે છે પ્રાપ્ત કરવામાં તમે વિલંબ કરી રહ્યા છો વાસ્તવમાં કે ભાઈ આ હજી 2025 માં નહીં એમ, 2032 માં કરીશું, વિચારીશું એવી વાત છે.

એટલે આ તો વાસ્તવમાં આવું બધામાં પડો, મૂળાધારનું ધ્યાન કરવા માંડશે ને, નહીં તો પછી કે હૃદય ચક્રનું ધ્યાન કરું છું, તો બધું પછી બે ચાર યોનીઓ પાછી ફરી આવશે ત્યાર પાછો.

ફરી એના કૉલ આવશે કે, "ના, ના, આવું નહોતું કરવાનું, આવું કરવાનું." પડી એટલે આ બધું પોસ્ટપોન. મેઈન છે જે અત્યારે 'હિયર એન્ડ નાઉ' છે એને એક્સેપ્ટ કરી લો તો હમણાં પતી જશે અને નહીં તો પછી આ બધું ફરફર કર્યા જ કરવાનું. આધ્યાત્મ આટલું જ છે, આટલું જ છે. 'નાઉ' એને આધ્યાત્મ કહેવાય છે અને એની સિવાય બીજું જે કંઈ પણ છે એ બધું જ ટાઈમ પાસ છે. તો ધર્મ છે, સંપ્રદાયો છે, બધી જાતજાતની પદ્ધતિઓ છે, બધી જાતજાતની વિધિઓ છે, તેમાં જ મશગૂલ રહે. બરાબર? લાગેલા જ હોય એમ. અને તમે એને જબરજસ્તી છોડાવવાનો પ્રયત્ન કરો. જો કોકને તો આમ ફૂફાડો મારશે તરત તમને. તમે એમ કહો કે, "આ બધું છોડ, આ અનિત્ય છે. બ્રહ્મ છે અને તે સત્ય છે અને તે તું છું." બસ આટલી જ વાત કરો અને એને પકડાશે જ નહીં. અને તમે એમ કહો કે, "આ બધું છોડ," એ નહીં છોડી શકે.

કારણ કે એનો એની પર એટલી બધી દૃઢતા થઈ ગઈ, એટલો બધો ભાવ એની પર એવો જામી ગયો હોય કે બધી જ શક્તિઓ બધી એમાં જ વાપરી કાઢે. ચૈતન્યની મારફતે મળતી જેટલી પણ શક્તિ છે, ૧૦૦એ ૧૦૦ ટકા એમાં જ વાપરે. આપણે કીધું, "૧૦૦એ ૧૦૦ ટકા સંસાર નહીં, ૧૦૦એ ૧૦૦ ટકા પરમ ચૈતન્ય." બસ એ જ. એટલે હવે સીધા ત્યાં એવું સીધું થવું કરી શકાય એવું છે, પણ આ બધો ટાઈમ પાસ કરે છે લોકો કે, "હમણાં નથી કર આત્મસાક્ષાત્કાર તો કે ૨૦૩૨માં કરીશું. હમણાં તો મૂલાધાર ચક્રની સાધના કરો છ મહિના સુધી." ચોપડીમાં લખ્યું છે કે છ મહિના સાધના કરવી જોઈએ. બેઠા બેઠા 'અલ્લામ' કર્યા જ કરે અને 'લંપ' કરે ને અહીંયા મગજમાં 'લંપ' પેદા થતો જાય. આમ તો ગ્રંથિ પેદા થઈ ગઈ ને મૂલાધાર ચક્ર આમ તેમ. જેટલું વાંચ્યું બધું સ્મૃતિ બની. સાધના કર્યું, કર્યું, કર્યું, કર્યું, કર્યું. બધું અહીંયા ને અહીંયા ચોટેલું છે અંદર.

એમાંથી એ છૂટતો જ નથી. અને જેને ફક્ત આટલું જ પકડ્યું કે, "આ બધું અનિત્ય કારણ કે કશું છે નહીં. આ બધું અનિત્ય છે. નિત્ય એક જ છે અને તે બ્રહ્મ છે." એક્સેપ્ટ કરી લીધું અને, "તે હું છું." એટલે પૂરું થઈ ગયું એનું બધું અધ્યાત્મ. 'હિયર એન્ડ નાઉ'. બધાનો આત્મા અંગૂઠાના માપવાળો છે. તે પરમપુરુષ આ શું કોન્સન્ટ્રેટેડ અહીં બતાવ્યું કે તત્ત્વરૂપે અહીંયા હૃદયમાં રહેલો છે જે પરમપુરુષ પરબ્રહ્મના રૂપમાં. અંગૂઠો એટલે શું છે? અગ્નિતત્ત્વનું પ્રતીક. અંગૂઠો નથી અંદર આત્મા એટલે બધાને થમ્સ અપ નથી કર્યા કરતો અંદર બેઠો બેઠો કે, "તમારે જે કરવું એ હું બેઠો છું. ઓકે, ઓકે, ઓકે." આવું નથી ત્યાં આગળ. અંગૂઠો અગ્નિતત્ત્વનો પ્રતીક છે. અગ્નિતત્ત્વની સૌથી નજીક એટલે આત્મતત્ત્વ જેટલું જ પ્રકાશિત. બાકીના બીજા તત્ત્વો છે, પણ એમાં અગ્નિતત્ત્વનું પ્રાધાન્ય છે એટલે તદરૂપતા છે એનામાં.

સામ્યસારૂપતા છે. આત્માનું તો કોઈ રૂપ જ નથી, પણ આ એના સાથે બહુ જ નજીકનો છે એમ. એટલા માટે એને અંગુષ્ઠ પ્રમાણ કીધો. તો અંગૂઠાના માપવાળો છે. પાછો કીધો, "તે પરમપુરુષ અંગુષ્ઠ માત્ર છે." અહીંયા આગળ સંસ્કૃત ભાષામાં, "અંગૂઠો છે," એમ નથી કીધું. "અંગૂઠા જેવો છે," "અંગૂઠા જેટલો છે," એવું પણ નથી કીધું અહીંયા આગળ. "અંગુષ્ઠ માત્ર પુરુષો અંતરાત્મા." એ પુરુષ અંગુષ્ઠ માત્ર છે. "સદા જનાના હૃદયમ સન્નિવિષટ." એટલે અહીંયા આગળ હૃદયની અંદર રહેલો છે અને એ અંગુષ્ઠ પ્રમાણ એટલે આધાર છે. આમ તમે કરો મુઠ્ઠી વાળો તો તમે અંગુષ્ઠ કરો ને. તે પરમપુરુષ પરબ્રહ્મના રૂપમાં હંમેશા બધાના હૃદયમાં પ્રદેશ સ્થિત છે. જે રીતે મૂંજ એટલે કે સાવરણીમાંથી તેની સળી અલગ કરવામાં આવે છે, તેવી રીતે મનુષ્ય માટે ઉચિત છે કે ધીરજપૂર્વક પોતાના આત્માને શરીરથી અલગ કરે.

"આ દેહ છે અને હું આત્મા છું." સાવરણાની સળી જેમ તમે આમ બહાર કાઢો છો તેવી રીતના તમારે અલગ કરવાનો છે એમ કહે છે. અલગ પાડીને જુએ અને અનુભવ કરે. તેને અમૃતરૂપ અને શુક્ર શુદ્ધ સમજે. એ અમૃત સ્વરૂપ જ છે. આ સમજણથી કરવાનું છે. પાછું કંઈ આમ ફિઝિકલ એક્ટ નથી. સમજાય તો જે નિત્ય છે અને જે અનિત્ય છે, જે નિત્ય છે, અનિત્ય છે, એને તમે નકારી કાઢો. "નથી એમ છે તો કે બ્રહ્મ છે અને તે હું છું." બસ આટલું પકડાયું એટલે કે વાત પૂરી થઈ ગઈ. તો એવી રીતે આ અમૃત સ્વરૂપ તમને પ્રાપ્ત થઈ જાય છે. આવી રીતે યમરાજ દ્વારા ઉપાદેષ્ટ આ ઉપદેશ જે કંઈ કરવામાં આવ્યો, આ વિદ્યાને મેળવીને નચિકેતા સમસ્ત વિકારોથી રહિત થઈ ગયો. એની બધી હૃદયની ગ્રંથિઓ બધી એને નકારી કાઢી. બધું ખતમ થઈ ગયું કે, "ના, બ્રહ્મ જ છે, બીજું કંઈ નથી." આટલું પકડો અને સર્વથા શુદ્ધ થઈને જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈ ગયો અને બ્રહ્મભાવ એટલે કે બ્રહ્મત્વને પ્રાપ્ત થઈ.

બીજા કોઈ પણ જો આ અધ્યાત્મ તત્ત્વને આ પ્રમાણે સમજશે, બીજા કોઈ પણ જો આ અધ્યાત્મ તત્ત્વને આ પ્રમાણે સમજશે, તો તે પણ આવી જ સ્થિતિ પ્રાપ્ત કરશે. અર્થાત એ પણ બ્રહ્મરૂપ બનીને ભવ બંધનોથી મુક્ત થઈ જશે. આ કઠોપનિષદ છે, તેનું આ અનુશાસન છે. ૐ સહનાવવતુ, સહનવ ભુનક્તુ, સહવીર્યમ કરવાવહે, તેજસ્વીના વદિતમસ્તુ, માવિદવિશાવહે. ૐમ શાંતિ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.