અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૬૮

વિડિયો ૬૮

લેખ ૬૪ / ૧૪૯ · 55 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

મેં પણ બહુ શોધ કરી, પરંતુ આપના ન મળવાના કારણે હું આ ઋત્વિજોનું વરણ કરી ચૂક્યો છું. તમે ન મળ્યા એટલે મેં પછી આ બધાને બોલાવ્યા છે. હવે આપ જ મારા સંપૂર્ણ યજ્ઞ કર્મોને પૂર્ણ કરાવો." ત્યારે ઉષસ્તીએ કહ્યું કે, "એમ જ થાઓ. હવે હું આ પ્રસ્તોતા, ઉદગાતા વગેરેને પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરવાની આજ્ઞા આપું છું અને આપ જેટલું ધન એમને આપો, એટલું જ મને પણ આપજો, વધારે નહીં."

એ પોતે તો ઉચ્ચ સ્થાને હતો ને, હવે તો મુખ્ય જગ્યાએ આવી ગયો. ઉદગાતા, પ્રસ્તોતા અને આજે જે ત્રીજા છે ઉદગાતા, પ્રસ્તોતા – એ ત્રણેય જણાને કરતાં પણ એ ઉપર આવી ગયા. તો એ ત્રણેય કરતાં વધારે એને એમ કે ધન ખરેખર તો મળી શકે એમ છે, પણ એમને એમ કીધું કે, "એને જેટલું આપો છો, એટલું જ તમે આપતા મને આપજો."

એટલે પ્રસ્તોતા ઉત્તસ્તી ઋષિ પાસે આવીને કહેવા લાગ્યા કે, "હે ભગવાન, આપે મને કહ્યું હતું કે, 'પ્રસ્તોત, આપ જે દેવતાની સ્તુતિ કરો છો, એને જાણ્યા વગર અગર સ્તુતિ કરશો તો આપનું મસ્તક પડી જશે.' હવે આપ બતાવો કે એ દેવતા કયા છે?" ત્યારે ઉતસ્તી ઋષિએ કહ્યું કે, "એ દેવતા પ્રાણ છે. પ્રલયકાળમાં દરેક પ્રાણી પ્રાણમાં જ પ્રવેશી જાય છે અને ઉત્પત્તિના સમયે એ પ્રાણમાંથી જ ઉત્પન્ન થાય છે. આ પ્રાણ જ સ્તુત્ય દેવ છે, છઠ્ઠું તત્વ. અગર આપ એને જાણ્યા વગર સ્તુતિ કરતા હોત તો મારા વચન અનુસાર આપનું મસ્તક જરૂર પડી જાત. હવે તમે જાણી લો કે તમે જેની પ્રાર્થના કરવાના હતા તે કયો દેવ હતો? તો કે પ્રાણદેવની તમે પ્રાર્થના કરવાના હતા."

ત્યારબાદ એમની પાસે ઉદગાતા આવીને કહેવા લાગ્યો કે, "આપે મને કહ્યું હતું કે, 'આપ જે દેવતાની સ્તુતિ કરો છો, તે વગર જાણે કરશો તો તમારું પણ મસ્તક પડી જશે.' તો હવે મને પણ એ કહો કે તમે કયા દેવની સ્તુતિ કરાવતા હતા? હું કરવાનો હતો ત્યારે?" ત્યારે ઉતસ્તીએ એને કહ્યું કે, "એ દેવતા આદિત્ય છે, કારણ કે સંપૂર્ણ પ્રાણીઓ ઉગતા સૂર્યનું જ ગાન કરે છે. આને આજ દેવ ઉદગીત સાથે સંબંધિત છે. એટલે અગર આપ એને જાણ્યા વગર સ્તુતિ કરતા હોત તો મારા વચન અનુસાર આપનું મસ્તક પણ પડી જાત."

ત્યાર પછી પ્રતિહરતા આવ્યા એમની પાસે અને કહેવા લાગ્યા કે, "ભગવાન, આપ મને કહ્યું હતું કે, 'તમે જે દેવતાનું નિવારણ કરો છો, તેને જાણ્યા વગર અગર નિવારણ કરશો તો આપનું મસ્તક પડી જશે.' ત્યારે મને એ બતાવો કે એ દેવતા કોણ છે?" ત્યારે એમણે કહ્યું કે, "એ દેવતા અન્ન છે, કારણ કે સંપૂર્ણ પ્રાણી અન્નને ગ્રહણ કરતાં કરતાં જ જીવે છે. અન્ન દેવતા જ આ નિવારણ સાથે સંબંધિત છે. અગર આપ એને વગર જાણે નિવારણ કરત તો મારા વચન અનુસાર આપનું મસ્તક પડી જાત."

એટલે અન્નથી પ્રાણ અને પ્રાણથી આદિત્ય, આદિત્યથી અન્ન – આ એક આખી સાયકલ સતત આવી રીતે ચાલતી હોય છે, જેનાથી પ્રાણી પોતે જીવિત રહી શકતો હોય છે.

૧૨મા ખંડની અંદર શૌવ ઉદગીતનું વર્ણન છે. શૌવ શબ્દ શૌવનનું સંક્ષિપ્ત રૂપ છે. શૌવ સવનનો અર્થ થાય છે સ્વાન સાથે સંબંધિત. આ અલંકારિક ઉપાખ્યાન છે. શ્વાન શબ્દ 'શ્વન્' ધાતુથી બનેલો છે. સ્વાનનો અર્થ ગતિશીલતા પણ થાય છે. એટલે શૌવનો અર્થ પ્રાણ સાથે સંબંધિત માનવાથી ઉપાખ્યાનનો ભાવ સ્પષ્ટ થાય છે.

હવે આ આગળની જે કથા છે, તેમાં ઋષિપુત્ર સ્વાધ્યાય માટે પ્રાકૃતિક સ્થળ ઉપર ગયા છે. ત્યાં એક શ્વેત, નિર્મળ, નિર્દોષ શ્વાન (કૂતરા)નો એમને સાક્ષાત્કાર થાય છે. બીજા સ્વાન પોતાની ભૂખને જાહેર કરીને એમની પાસે ઉદગીતનું ગાન કરવા માટે કહે છે. હવે શુદ્ધ પ્રાણની જ ઉદગીત ઉપાસના ફળે છે એમ પહેલા કહી દીધું છે. હવે પ્રકૃતિમાં સમવ્યાપ્ત પ્રાણ સમૂહ શુદ્ધ પ્રાણના નેતૃત્વમાં ઉદ્ગીથનું ગાન કરે અને આ પ્રસંગમાં અહીંયા વર્ણિત ઉપાખ્યાનનો ભાવ આ રીતે સિદ્ધ થાય છે.

તો કહે છે કે પ્રાણ હવે શૌવ પ્રાણ સાથે સંબંધિત ઉદગીતનું વર્ણન કરે છે. બકડદાલભ્ય અને ગ્લાવ્ય મૈત્રીય સ્વાધ્યાય માટે જળાશય પાસે ગયા. હવે એમની પાસે એક સ્વાન એટલે કે પ્રાણનું એક એકમ પ્રગટ થયું. એમની પાસે અન્ય સ્વાન એટલે વિકારગ્રસ્ત પ્રાણ સમૂહ આવીને કહેવા લાગ્યો. એક પ્રાણ હતો, આ બીજા બધા વિકારગ્રસ્ત બીજા પ્રાણ હતા. "આપ અમારા માટે અન્ન પ્રાપ્તિ માટે ઉદગીતનું ગાન કરો. અમે બધા ભૂખ્યા છીએ." એટલે મુખ્ય પ્રાણ હતો તે પોતે ઉદગીતનું ગાન કરે, ઓમકાર કરે એટલે બધાયને પછી એ મળી જાય એ પ્રમાણેની વાત.

એટલે એ શ્વેત સ્વાને બધાને કહ્યું, "તમે બધા કાલે આવજો." ત્યારે આશ્ચર્યપૂર્વક બક દાલભ્ય અને ગ્લવ મૈત્રેય પણ પ્રાતઃકાળની રાહ જોતા બેસી રહ્યા. પ્રાતઃકાળમાં બધા સ્વાન ભેગા મળી, પ્રાણ ભેગા મળીને એવી રીતે ભ્રમણ કરવા લાગ્યા કે જેવી રીતે બહિષ્યમાન સ્તોત્રથી સ્તુતિ કરનારા ઉદગાતા પરસ્પર મળીને ભ્રમણ કરે છે. ત્યારબાદ એ ત્યાં બેસીને હિંકાર કરવા લાગ્યા. એટલે કે બહિષ્યવમાં માન સ્તોત્રનું ગાન પ્રાતઃસવનમાં વેદિકાથી હટીને એકી સાથે ગતિશીલ રહીને કરવામાં આવે. આ ચોક્કસ પ્રકારની એ જમાનામાં એક વિધિ ચાલતી. એનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ હવ્યાનની પ્રાપ્તિ થાય છે. અહીં પણ પ્રાંતિ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા ભૂખ, તરસ વગેરે પોતાના નિર્વાહ માટે અન્ન પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે.

આગળના મંત્રમાં એ પ્રાર્થના કરવામાં આવી છે. આ સ્તોત્રને ત્રીત કહેવામાં આવે છે, કારણ કે એમાં ત્રણ દેવોની પ્રાર્થના કરી છે. એટલે એ હિંકાર કરતાં કરતાં કહેવા લાગ્યા: "ઓમ, અમો ખાઈએ. ઓમ, અમે પાન કરીએ. ઓમ, દેવ વરુણ, પ્રજાપતિ, સૂર્યદેવ, અહીં અન્ન લાવો. હે અન્નપતે, અહીં અન્ન લાવો, અહીં અન્ન લાવો." આવી રીતના કરીને તે બોલાવતા હતા. અહીં સામથી સંબંધિત સ્તોમ સાધનાનું વર્ણન છે. ૧૩મા ખંડની અંદર એમાં શાસ્ત્રીય સંગીતની જેમ સ્વરોનું ગાયન તો હોય જ છે, પરંતુ અર્થવાચક શબ્દોનો ઉપયોગ હોતો નથી. એટલે એ પ્રક્રિયામાં વપરાયેલા સ્વરોથી

સંબંધિત ભાવોનું વિવેચન કરે છે. આમાં "હાવ" શબ્દ આલોક માટે વાપરેલો છે, "હાઈ" શબ્દ વાયુ છે અને "અથ" શબ્દ ચંદ્રમાં છે. "ઈહે" શબ્દ આત્મા છે અને "ઈ" અગ્નિ છે એવું માનીને ઉપાસના કરવી જોઈએ. તો અહીંયા આખો જે મંત્ર બોલે છે: "અયમેવાયં લોકો હાઉકારઃ, વાયુર્હાઇકારઃ, ચંદ્રમા અથકારઃ, આત્મેહકારઃ, અગ્નિરીકારઃ (પૃથ્વી-વાયુ-ચંદ્ર-આત્મા-અગ્નિ સંબંધિત છાંદોગ્ય ઉપનિષદનો મૂળ સંસ્કૃત મંત્ર)" – એ રીતે આ પહેલો મંત્ર છે. જેની અંદર, જેમ કીધું એમ, "હાઉ" શબ્દ પૃથ્વી માટે છે, "હાઈ" શબ્દ વાયુ માટે છે, "અથ" શબ્દ ચંદ્ર માટે છે, "ઈ" શબ્દ આત્મા માટે છે, "ઈહ" અને "ઈ" અગ્નિ છે એવું સમજીને ઉપાસના કરવી જોઈએ.

"ઉ" આદિત્ય છે, એ નિહવ નિમંત્રણનું પ્રતીક છે. "ઓહોય" વિશ્વદેવા છે અને "હી" પ્રજાપતિ છે. સ્વર એ પ્રાણનું સ્વરૂપ છે, "યા" તે અન્ન છે અને "વાક" તે વિરાટ છે. એટલે "સબસ્ટીટ્યુટ" જેને કહેવાય, "સૂટેબલ સબસ્ટીટ્યુટ" વાળી વાત આ મંત્રોની અંદર ગોઠવાયેલી છે. "આદિત્ય ઉકારઃ, નિહવ એકારઃ, વિશ્વદેવા ઓહોઈકારઃ, પ્રજાપતિ હીકારઃ, પ્રાણ સ્વરઃ, અન્ન યાકારઃ, વાક્ વિરાટ (છાંદોગ્ય ઉપનિષદનો બીજો સ્તોભાક્ષર મંત્ર)" – આવી રીતના બોલાય. તો આ મંત્રને આવી રીતે બોલવાનો છે, પણ અહીંયા એનો સબસ્ટીટ્યુટ શું છે તે આપણને સમજ હોવી જોઈએ.

પછી ત્રીજાની અંદર કહે છે: "અનિરુક્તસ્ત્રયોદશઃ સ્તોભઃ સંચરો હુંકારઃ". એટલે કે જે અનિર્વચનીય છે, પરંતુ જે કાર્યમાં સંચરિત થાય છે, જેના વિશે કશું બોલી શકાતું નથી પણ એ કામ બરાબર કરે છે, એ તેરમો સ્તોભ હું છું. કે એ પ્રમાણે આ સામ સંબંધી સ્તોભાક્ષર સંબંધીનું ઉપનિષદનું રહસ્ય જે કોઈ જાણે છે, તે સન્મુખ વાણી પોતાનું રહસ્ય જાતે જ ઉદ્ઘાટિત કરી દે છે. એ પ્રચુર અન્ન તથા પ્રદીપ્ત પાચ અગ્નિવાળો થાય છે, એટલે પુષ્કળ ખાઈ શકે છે અને અન્ન પણ ભરપૂર મળતું હોય છે. કોક જમાનામાં જ્યારે ભૂખ-ભીખ પુષ્કળ હતી, તે વખતે આનું મહત્વ અતિશય હતું. આજની તારીખમાં ઘણા માટે આ "ઇરેલેવન્ટ" વસ્તુ પણ લાગી શકે, છતાં પણ એ જરૂરી છે એટલે અહીંયા મૂકેલી.

હવે બીજો અધ્યાય શરૂ થાય છે. તેના પહેલા ખંડની અંદર કહે છે: "ૐ સમસ્તસ્ય ખલુ સામ્ન ઉપાસનં સાધુ। યત્ ખલુ સાધુ તત્ સામ ઇત્યાચક્ષતે, યદસાધુ તદસામ ઇતિ।". સામની સંપૂર્ણ ઉપાસના શ્રેષ્ઠ છે. સંસારમાં જે કંઈ શ્રેષ્ઠ છે તે સામ છે, એવું વિદ્વાન લોકો કહે છે. જે અસાધ છે, જે યોગ્ય નથી, જે સારું નથી, તે બધું અસામ કહેવાય છે. એટલે અહીંયા સામગાનનો મૂળ ભાવ સ્પષ્ટ થાય છે. સામગાનનો અર્થ થાય છે કે સદૂત દેશ માટે કરવામાં આવેલ શ્રેષ્ઠ ગાન. માત્ર સ્વર કૌશલ્યના આધારે, એટલે કે હીનસ, સંકીર્ણ, લોભ વગેરે ભાવોથી કરવામાં આવેલ ગાન સામગાન કહેવાતું નથી. એના માટે તો પરમાર્થયુક્ત યજ્ઞભાવ જ ઇષ્ટ હોય છે. આ ખંડના અંતિમ ચોથા મંત્રમાં આ ભાવ ઋષિએ પણ સ્પષ્ટ કર્યો છે. એટલે કોઈ એમ કહે કે "હું શામ દ્વારા રાજાની પાસે ગયો", તો તેનું તાત્પર્ય શું છે કે સાધુભાવમાં જવાના રૂપમાં છે.

અને જ્યારે કોઈ એમ કહે કે "હું અસામ દ્વારા ગયો", તો એના કહેવાનું તાત્પર્ય અસાધુભાવથી જવાનું છે. એ રીતે, અગર અમોને સામ પ્રાપ્ત થયો એવું કોઈ કહે છે, તો તેનું તાત્પર્ય અત્યંત શુભ ફળની પ્રાપ્તિ થઈ હોય એમ કહેવાય છે. અગર અમોને અસામ પ્રાપ્ત થયું એમ કહે, તો કે અત્યંત અશુભની મને પ્રાપ્તિ થઈ છે એવું કહેવાનું એનું તાત્પર્ય છે. એવી રીતે, સામને જે શ્રેષ્ઠ જાણીને ઉપાસના કરે છે, તેને શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ જલ્દી થાય છે અને ધાર્મિક સિદ્ધાંત એના પ્રત્યે અવનત થાય છે. અર્થાત, એના માટે એ ધર્મ સિદ્ધાંત શીઘ્ર ઝડપથી ધારણ કરવા યોગ્ય બને છે.

બીજા ખંડમાં પહેલેથી કહે છે કે ઉદગીથ જ સામ છે અને સામનો ભાવ સાદો, શ્રેષ્ઠ, સદાશયતાપૂર્વક થાય છે. ઉદગીતમાં પ્રાણીને ઉદ્દેશ્ય વિશેષ માટે તરંગીત, પ્રેરિત કરવામાં આવે છે. ચોક્કસ રીતે ચોક્કસ ચક્ર ઉપર બોલવાથી ઓમકાર અમુક રીતે એની અસરો થાય છે, અમુક રોગો મટી પણ જાય છે. આ વાત અહીંયા છે. હવે સ્થૂળ-સૂક્ષ્મ પ્રકૃતિમાં વિભિન્ન રૂપોમાં એ બધું ચાલી રહ્યું છે. તો યજ્ઞય જ્ઞાનમાં સામના પાંચ વિભાગ અથવા ભક્તિ કહેવામાં આવેલી છે, જેને ઋષિએ વિરાટ પ્રકૃતિ યજ્ઞમાં સામના વિવિધ રૂપો, એના વિભાગોનું વર્ણન સાતમાં ખંડ સુધી કર્યું છે. અને એને કીધું છે કે પ્રકૃતિની વિભિન્ન ક્રિયાઓમાં થનારા પ્રાણોના સામપ્રયોગો સાથે જે સાધક તાદાત્મ બેસાડે છે – "પ્રકૃતિ આ કરે છે, તમે એના સાથે તાદાત્મ બેસાડો" એમ કહે છે – એ સાધકમાં એ ચક્રને નિયંત્રિત કરવાની ક્ષમતા આવી જાય છે.

ઉર્ધ્વ લોકોમાં પાંચ પ્રકારે સામની ઉપાસના થાય છે: પૃથ્વી "હિંકાર" છે, અગ્નિ "પ્રસ્તાવ" છે, અંતરિક્ષ "ઉદગીત" છે, આદિત્ય "પ્રતિહાર" છે અને દ્યુલોક જે છે તે "નિધન" છે. આ રીતે અધોમુખ લોકમાં પણ પાંચ પ્રકારે સામની ઉપાસના કરવામાં આવે છે. જે નીચેના લોક છે તેની અંદર: સ્વર્ગ જે છે તે "હિંકાર" છે, આદિત્ય "પ્રસ્તાવ" છે, અંતરિક્ષ "ઉદગીત" છે, અગ્નિ "પ્રતિહાર" છે અને પૃથ્વી અહીંયા "નિધન" છે. આ રીતે જાણનારો પુરુષ પંચવિધ સામની ઉપાસના કરે છે. એના માટે ઉર્ધ્વ અને અધોભાગનો ભોગ પણ સહજ રીતે ઉપલબ્ધ થઈ જાય છે.

હવે વૃષ્ટિ પ્રકારના પાંચ પ્રકારના સામનું વર્ણન છે. એમાં પૂર્વીય વાયુ "હિંકાર" છે, ઉત્પન્ન થનાર મેઘ જે છે તે "પ્રસ્તાવ" છે, વરસનારું જળ જે છે તે "ઉદગીત" છે, જે ચમકે છે અને ગર્જના કરે છે તે "પ્રતિહાર" છે, જે જળને ગ્રહણ કરે છે એ "નિધન" છે. આ પ્રમાણે જાણનારો પુરુષ પંચવિધ સામની ઉપાસના કરે છે. એની ઈચ્છાને અનુરૂપ જ વર્ષા થાય છે. ધારે તે વર્ષા કરાવી શકે છે. આટલું જ જો "સિક્રેટ" એને સમજ પડી હોય અને એ કરાવી શકે છે, એને વર્ષા કરાવવાનું શ્રેય પણ મળે. એટલે અહીંયા વર્ષા થાય. પહેલાના ભાગની અંદર બધા ભોગોની વાત થઈ, સ્થૂળ ભોગોની. ચોથા ખંડની અંદર જળની વાત છે. પાછી ફરી એ બધા જ પ્રકારના જળમાં પંચવિત સામની ઉપાસના કરવી જોઈએ. ગાળ રીતે છવાનારા મેઘ જે છે...

તે હિંકાર છે, વરસનાર મેઘ એ પ્રસ્તાવ છે, પૂર્વ દિશામાં વહેતા મેઘ એ ઉદગીથ છે, પશ્ચિમ દિશામાં વહેતા મેઘ જે છે તે પ્રતિહાર છે અને સમુદ્ર એનું નિધન છે. એનું કલેક્ટિંગ જે હોય તે પાત્ર છે. આ પ્રમાણે જાણનારો પુરુષ બધી જાતના જળમાં પંચવિદની ઉપાસના કરે છે, તેનું મૃત્યુ જળમાં ક્યારેય થતું નથી અને જળથી હંમેશા સંપૂર્ણ રહે છે.

ઋતુઓનું અંદર પંચવિતસામની ઉપાસના કરે ત્યાં વસંત ઋતુ એ હિંકાર છે, ગ્રીષ્મ ઋતુ એ પ્રસ્તાવ છે, વર્ષા ઋતુ એ ઉદગીથ છે, શરદ ઋતુ એ પ્રતિહાર છે અને હેમંત ઋતુ નિધન છે. આ પ્રમાણે જાણનારો પુરુષ જે સામ પંચવિતસામની ઉપાસના કરે છે તેને ઋતુઓ ઈષ્ટ મનગમતા ભોગ પ્રદાન કરે છે અને એ ઋતુ અનુસાર હંમેશા ભોગોથી સંપૂર્ણ બની રહે છે. ઋતુઓની જાણકારી રાખીને જો આજે પણ તમે કામ કરો છો તો તમને એમાં સફળતા મળે છે.

હવે પશુઓ માટે છે. તે જમાનામાં પશુઓને ધન ગણતા હતા, એટલા માટે પશુઓમાં પણ એ રીતે કે બકરા હિંકાર છે, ઘેટા એ પ્રસ્તાવ છે, ગાયો એ ઉદગીત છે, અશ્વ એ પ્રતિહાર છે અને પુરુષ એ નિધન છે. આ પ્રમાણે જાણનાર જે પુરુષ પશુઓમાં પંચવિદની સામની ઉપાસના કરે છે તેને પશુ સંપદા મળે છે અને પશુઓ દ્વારા પ્રદત્ત ભોગોથી તે સંપૂર્ણ બને છે.

પ્રાણો દ્વારા શ્રેષ્ઠતાના ક્રમથી પણ આ પંચ સામની પંચવિધ ઉપાસના કરવી જોઈએ. આ પ્રાણ હિંકાર છે, વાણી જે છે તે પ્રસ્તાવ છે, ચક્ષુ છે એ ઉદગીત છે, સ્તોત્ર છે એ પ્રતિહાર છે અને મન છે તે નિધન છે. આ ઉપાસનાઓ ક્રમશઃ શ્રેષ્ઠતર છે. આ પ્રમાણે જાણનાર પંચવિત સામની ઉપાસના કરે છે તે વધારે સારું ફળ મેળવે છે.

હવે સપ્તવિધ સામની વાત કરી કે એમાં "શબ્દ હું" જે છે તે હિંકાર રૂપ છે, "પ્ર" શબ્દ પ્રસ્તાવ રૂપ છે, "અન" શબ્દ આદિરૂપ છે, "શબ્દ ઉત્તજ" ઉદગત રૂપ છે, "પ્રતિજ" પ્રતિહાર છે અને "ઉપ" જે છે તે ઉપદ્રવ રૂપ છે, "ની" જે છે તે નિધન રૂપ છે. આવી રીતે જાણીને જે સપ્તવિધ સામની ઉપાસના કરે છે એ વાણીના સાર તત્વને જાણી લે છે, પ્રાપ્ત કરે છે અને પુષ્કળ પ્રમાણમાં અન્ન અને અન્નને પચાવવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે.

આ જ પ્રમાણે આઠમાં-નવમાં ખંડથી શરૂ કરીને 23 માં ખંડ સુધી આ પ્રકારે વિવિધ બધી ઉપાસનાઓની પદ્ધતિઓ આપેલી છે કે કેવી રીતે ઘોષ કરવો, કેવી રીતે બળપૂર્વક ઉચ્ચારણ કરવું કયા સ્વરનું અને એ ઉચ્ચારણ કરતી વખતે કહો કે "અમે ઇન્દ્રદેવમાં પરાક્રમની સ્થાપના કરીએ છીએ." બધા ઉષ્મ વર્ણ ગ્રહણ કર્યા વિના અને બહાર કાઢ્યા વિના પ્રયત્નપૂર્વક ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે કહો કે "અમે પ્રજાપતિને અમારો આત્મા આપીએ છીએ." આવા પ્રકારની સાધનાઓ જે છે તે તે કાળમાં કરતા હતા. એના જાણકાર લોકો પણ હતા અને એ લોકો એના ફળ પણ મેળવતા હતા.

આગળ કહે છે કે "ઓમકાર દ્વારા સંપૂર્ણ વાણીઓ વ્યાપ્ત છે, ઓમકાર જ આ સંપૂર્ણ જગત છે અને ઓમકાર જે છે તે જ સંપૂર્ણ આકાશ પણ છે." હવે યજ્ઞના સંબંધમાં કહે છે કે પ્રાત બ્રહ્મવાદીઓ એવું કહે છે કે પ્રાતકાળનું સવન વસુગણોનું છે, મધ્યકાળ જે છે તે રુદ્ર ગણોનું છે અને ત્રીજું આદિત્ય ગણો અને વિશ્વદેવોનું છે. તો પછી કહે છે કે યજમાન લોક ક્યાં રહેશે? બધા જે લોકો યજમાન પોતાના પુણ્ય લોકને જાણતો જ નથી, યજ્ઞ કરશે શા માટે? કે ભાઈ એણે ક્યાં રહેવું? એટલે યજ્ઞના ફળ સ્વરૂપ પુણ્યલોકને જાણીને જ યજ્ઞ કરવો જોઈએ. મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે યજ્ઞ કરો છો પણ યજ્ઞ કરવાથી તમારું શું થશે? ઈષ્ટ શું છે? અભિષ્ટ શું છે? તમે ક્યાં પહોંચશો એ કરવાથી? એમ જાણીને કરવું જોઈએ.

એટલે કે પ્રાતકાળમાં પહેલા રૂચાઓનો પાઠ કરતા પહેલા એ યજમાને ગાપત્યા અગ્નિની પાછળ ઉત્તરાભિમુખ બેસીને વસુદેવોના સામનું સારી રીતે ગાન કરવું જોઈએ. આખી બોલવાની અહીંયા મંત્રોચ્ચારની પદ્ધતિ આપેલી છે જેમાં એ કહે છે કે "હે અગ્નિદેવ, આપ આ લોકનું સંપત્તિ, લૌકિક સંપત્તિનો દરવાજો ખોલી દો જેથી કરીને અમે રાજ્ય પ્રાપ્તિના નિમિત્તે આપના દર્શન કરીએ." હવન કરતાં કરતાં યજમાન કહે છે પૃથ્વીલોક નિવાસી અગ્નિદેવને કે "હે અગ્નિદેવ, આપને અમારા નમન છે. અમોને આપ આ લોકની પ્રાપ્તિ કરાવો. ચોક્કસ આ યજમાનનું લોક છે અને અમે એને મેળવીએ." આવા બધા યજ્ઞની પ્રક્રિયાઓના અલગ અલગ વિભાગો આપેલા છે, અલગ અલગ ખંડની અંદર અહીંયા આગળ જે મોટાભાગે યજ્ઞ સંબંધિત છે.

11 માં ખંડની અંદર એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે કે જે આદિત્ય છે, વચ્ચે સંચર સ્પંદિત થતું પાંચમું અમૃતવાળું. એના પછી એ ઉચ્ચ સ્થિતિમાં આદિત્ય અથવા જ્ઞાન ના તો ઉગે છે ના તો અસ્ત થાય છે, પરંતુ એ એકલો મધ્યસ્થિતિમાં રહે છે. એટલે એવી આ બ્રાહ્મી સ્થિતિમાં સૂર્ય અથવા જ્ઞાનનો ન તો ક્યારેય અસ્ત થાય છે ન તો ક્યારેય ઉદય થાય છે. "હે દેવગણ, અમુ આ સત્ય દ્વારા એ બ્રહ્મ સૃષ્ટિ વ્યવસ્થાની વિપરીત ન થઈએ." એટલે દાદા કહેતા હતા એ કે "અમે ડખો ડખલ ન કરીએ." આ જે કંઈ કુદરતી ક્રમ જે ચાલી રહ્યો છે તેની અંદર. જો એક બાજુ આપણે એવો મંત્ર પણ જોયો કે જેના દ્વારા યજ્ઞો દ્વારા વર્ષા કરાવે છે, ધારે તે પ્રમાણે વર્ષા કરાવે છે, એવા પણ બધા ઈષ્ટ અને અભિષ્ટ આપનારા યજ્ઞો હતા. પણ 11 માં ખંડની અંદર વાત છેક આગળ વધતા વધતા હવે એ જગ્યાએ એ આવે છે કે જ્યાં આગળ એ કહે છે કે બ્રહ્મનો પાસે પહોંચી ગયા પછીથી હવે એની આ સ્થિતિ છે કે "અમે આ સત્ત દ્વારા એ બ્રહ્મની વિપરીત ન થઈએ." જે કંઈ અમે આ બધું કર્યું છે તે બધાના કારણે અમે હવે આનાથી બ્રહ્મની વિરુદ્ધ ક્યારેય પણ ના જઈએ એ વાત છે.

એ રીતે સાધક આ બ્રહ્મ ઉપનિષદ બ્રહ્મની નજીકનું જ્ઞાનને જાણે છે, એના માટે સૂર્ય અથવા બ્રહ્મ ના તો ઉગે છે ના તો અસ્ત થાય છે, જે હંમેશા દિવસમાં પ્રકાશતો જ રહે છે. મતલબ એ સાધક હંમેશા પછી જ્ઞાનમાં જ હોય છે અને પ્રકાશમાં જ હોય છે.

છે, એટલે જ્ઞાની પુરુષ બને છે. કહેવાનો અહીંયા આશય એ છે કે આ બ્રહ્મજ્ઞાન બ્રહ્માજીએ પ્રજાપતિને કહ્યું હતું. પ્રજાપતિએ મનુને કહ્યું હતું. મનુએ પ્રજા માટે અભિવ્યક્ત કર્યું હતું અને ઉદ્દાલક ઋષિને એમના પિતાએ કહ્યું હતું. આ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. આચાર્ય આનો ઉપદેશ બીજા કોઈને ન કરે, ભલેને પછી સમુદ્રથી આચ્છાદિત ધનની પરિપૂર્ણ સંપૂર્ણ પૃથ્વી એને કેમ પ્રાપ્ત ના થાય! આ બ્રહ્મજ્ઞાન એ ધન ઐશ્વર્યથી પણ વધારે વિશેષ છે.

૧૨મા ખંડમાં કહે છે, "ગાયત્રી જ આ બધું ભૂત છે," એટલે દ્રશ્યમાન છે. જે કંઈ છે એ બધું ગાયત્રી છે એમ કહે છે. જે કંઈ પણ દ્રશ્યમાનમાં પ્રત્યક્ષ દ્રશ્યમાન છે એ ગાયત્રી છે. વાણી પણ એ રીતે ગાયત્રી છે. ગાયત્રી જ બધા જ ભૂતોનું ગાન કરે છે. પાંચે પાંચનું એ સર્વભૂત રૂપ છે. એ જ પૃથ્વી છે, કારણ કે એમાં સર્વભૂતો રહેલા છે. એ પ્રાણરૂપ ગાયત્રી છે. એ ક્યાં રહેલી છે? તો કહે છે કે પુરુષના શરીરમાં, એના અંતઃકરણમાં રહેલી છે, કે જ્યાં એનો પ્રાણ પ્રતિષ્ઠિત રહે છે અને એ આ હૃદયનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી. ગાયત્રી રૂપમાં વ્યક્ત પરબ્રહ્મનો મહિમા છે, પરંતુ વિરાટ પુરુષ તો એનાથી પણ મોટો છે. આ સમસ્ત ભૂતોને વિનિર્મિત બનેલું પ્રત્યક્ષ જગત એનું એક જ પાદ છે. બાકીના ત્રણ પાદ એ અમૃત સ્વરૂપ પ્રકાશમય આત્મામાં રહેલા છે. એ જ એ વિરાટ બ્રહ્મ છે.

એ પુરુષના બહિરંગ આકાશના રૂપમાં છે અને જે કાંઈ એ પુરુષના બહિરંગ આકાશના રૂપમાં છે એ પુરુષના અંતરંગમાં પણ આકાશ છે. જે કાંઈ પુરુષના અંતરંગ આકાશ રૂપમાં છે એ જ પુરુષના અંતર હૃદયના અંતરંગ આકાશ રૂપમાં. એ અંતરંગ આકાશ હંમેશા પૂર્ણ અને અપરિવર્તનીય નિત્ય છે. જે સાધક બ્રહ્મને આ સ્વરૂપે જાણે છે તે હંમેશા પૂર્ણ અને અપરિવર્તનીય સંપત્તિઓ, વિભૂતિઓ મેળવે છે.

બ્રહ્મ કેવો છે? તો કે અપરિવર્તનીય. એટલે બાહ્યની અંદર પણ એને અંતઃકરણમાં એ જ વસ્તુ છે કે ભઈ, આનામાં બ્રહ્મમાં કોઈ ફેરફાર આવનારો નથી. અંતઃકરણમાં પણ એ જ વસ્તુ પડેલી છે કે જે બ્રહ્મ છે તે. એ જ નિત્ય છે, એમાં કોઈ ફેરફાર થનારો નથી.

૧૪મા ખંડમાં આગળ વાત કરે છે કે "સર્વં ખલવિદં બ્રહ્મ." આ સંપૂર્ણ જગત જે કંઈ છે તે બધું ચોક્કસ બ્રહ્મ સ્વરૂપ છે. એ એમાંથી જ ઉત્પન્ન થયેલું છે, એમાં જ લય થઈ રહ્યું છે, એના દ્વારા જ બધું સંચાલિત છે. રાગ-દ્વેષથી દૂર શાંત ભાવથી તેની ઉપાસના કરવી જોઈએ. પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં પુરુષ જેવો સંકલ્પ ધારણ કરે છે એવો જ મરણ પછી થાય છે. તેથી પુરુષે સત સંકલ્પ જ કરવો જોઈએ. એ પરમાત્મા પ્રાણ સ્વરૂપ, મનોમય શરીરવાળો, દેદિપ્યમાન, સત સંકલ્પવાન, આકાશ સમાન વિરાટ સ્વરૂપવાળો છે. સંપૂર્ણ જગતનો રચયિતા, સંપૂર્ણ કામનાઓવાળો, સંપૂર્ણ ગંધ અને રસથી પરિપૂર્ણ, સર્વત્ર સંવ્યાપ્ત, વાણી રહિત અને બ્રહ્મ શૂન્ય છે. હૃદય ગુફામાં રહેલો આ આત્મા ડાંગરથી, જવથી, સરસવથી, સામાથી અથવા સામાના તાંદુલથી પણ સૂક્ષ્મ છે. એટલે એ વખતના જે અવેલેબલ બધા ધાન અત્યારે મળતા હશે.

એ આત્મા પૃથ્વી, અંતરિક્ષ, દ્વલોક અથવા બધા લોકોથી વિરાટ પણ છે. મંત્રો દ્વારા એ સમજાવવા માંગે છે કે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે પણ સૌથી મોટામાં મોટો પણ એ જ છે, બીજો કોઈ નથી. એ આત્મા હૃદય ગુફામાં રહેલો છે, એ જ બ્રહ્મ છે. "શરીર છોડ્યા પછી આપણે એને પ્રાપ્ત થઈશું," એવો જેનો નિશ્ચય છે અને એમાં એ શંકા કરતો નથી, તો એ ચોક્કસ બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરી લે છે. એવું શાંડીલ્યનું કથન છે.

શાંડીલ્ય ઋષિએ કીધું હતું. આપણે ઇન્દુ બ્રાહ્મણના આખ્યાનની અંદર પણ આ જ વાતની પુષ્ટિ મળી હતી આપણને કે હિન્દુ બ્રાહ્મણના જે દસ પુત્રો હતા, દસે દસ જણાએ શું કર્યું હતું? તો કે પોતે સંકલ્પ કર્યો હતો કે અમે બ્રહ્મા બનીએ અને એમ કરતાં કરતાં અનંતકાળ સુધી એમને એની પ્રાર્થના કરે જ રાખી અને એમના દેહ પણ ગળી ગયા. તો પછી એમને આત્માનું શું થયું? એ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ આત્મા તો હતો જ એમનો દરેકનો. તો એ રહી ગયો. એમનો સંકલ્પ ઉભેલો હતો જેના કારણે ત્યાં સૃષ્ટિ નિર્માણ થઈ ગયું. એ લોકો બ્રહ્મા સ્વરૂપે સ્થિત થઈ ગયા પછીના સ્ટેજની અંદર. એટલે દસ બ્રહ્માઓના દસ બ્રહ્માંડો હતા અને એને ઓરિજિનલ બ્રહ્મા જે હતા મૂળ તેમણે આવીને પણ એને પછી એ નષ્ટ કરી શક્યા નહોતા. મતલબ કે કહે છે કે જે સંકલ્પ તમે અહીંયા આ લોકમાં અત્યારે કરો છો તે બધા ચોક્કસ સિદ્ધ થશે.

ઇન શોર્ટ એમ કહે છે કે જેવું તમે વિચારો છો તેવું તમારું થશે. "હવે સારું જ વિચારો," એમ પણ કહી દીધું છે.

એ કોષ જેનું ઉદર અંતરિક્ષ છે, જેનું મૂળ પૃથ્વી છે, જે ક્યારેય જીર્ણ થતો નથી. દિશાઓ એના ખૂણાના રૂપમાં છે. આકાશ એનું ઉપરનું છિદ્ર છે. એ કોષ વસુધાન એટલે કે વાસુ એટલે કે પ્રાણોની સ્થાપનાનું સ્થળ છે. એમાં સંપૂર્ણ વિશ્વ રહેલું છે. આ કોષની પૂર્વ દિશા જુહુ નામની છે. દક્ષિણ દિશા જે છે તે રાગ્ની નામની, ઉત્તર દિશા સુભૂતા અને એ દિશાનો વાયુ પુત્રરૂપ છે. એ રીતે જે પુરુષ વાયુને દિશાના પુત્રના રૂપમાં જાણે છે એ પુત્ર પ્રાપ્તિ માટે રડતો નથી. કારણ કે આપણે દિશાઓના પુત્ર રૂપમાં વાયુને જાણીએ છીએ, તેથી અમે પુત્ર પ્રાપ્તિને માટે રડીએ નહીં. "હું પુત્ર અને પરિવારની સાથે અન્નમય કોષના આશ્રયમાં જાઉં છું. હું પુત્ર અને પરિવારની સાથે પ્રાણમય કોષના આશ્રયમાં જાઉં છું." પછી આગળ કહે છે, "હું મનોમય કોષના આશ્રયમાં જાઉં છું, વિજ્ઞાનમય કોષના આશ્રયમાં જાઉં છું અને છેવટે આનંદમય કોષના આશ્રયમાં જાઉં છું." "હું પુત્ર કોણ અને પરિવાર કોણ?" જ્યારે અમે કહ્યું કે અમે પ્રાણના આશ્રયમાં છીએ તો એનો આશ્રય એ છે કે આ સમસ્ત ભૂત તત્વ પ્રાણ જ છે અને અમે તેના આશ્રયમાં છીએ.

જ્યારે અમે કહ્યું કે અમે ભૂના આશ્રયમાં છીએ એનો મતલબ એ છે કે અમે પૃથ્વીના આશ્રયમાં.

અમે અંતરિક્ષના આશ્રયમાં છીએ અને અમે સ્વર્ગના, એટલે દ્યુલોકના આશ્રયમાં છીએ. જ્યારે એમને કીધું કે અમે ભૂવના આશ્રયમાં છીએ, તેનો મતલબ એ પણ છે કે અમે અગ્નિના, વાયુના અને આદિત્યના આશ્રયમાં છીએ. આ બધાના આધારથી અમે જીવિત છીએ. જ્યારે અમે કીધું કે સ્વના આશ્રયમાં છીએ, એનો મતલબ અમે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના આશ્રયમાં છીએ. આવી રીતે, સુનિશ્ચિત રૂપે પુરુષ જ પોતે યજ્ઞ છે.

પુરુષના જે પ્રથમ ૨૪ વર્ષ છે, તે પ્રાતસવન છે; કારણ કે ગાયત્રી ૨૪ અક્ષરો વાળી છે અને પ્રાતસવન ગાયત્રી છંદ સાથે સંબંધિત છે. વસુગણ એ પ્રાતસવનના અનુગામી છે અને પ્રાણ જ વસુગણ છે, કારણ કે એ બધાને આવાસ આપનાર છે. પ્રાણના આશ્રયે જ બાકી બધું રહે છે. બધું, જેટલું પણ તમે નક્કી કર્યું, એ બધું તમારી અંદર આવે અને વસે છે. એની સૂક્ષ્મ આકૃતિઓ બનીને વૃત્તિઓ રૂપે અંદર વસે, તે બધી હૃદયની ગ્રંથિઓ બની જાય છે, એમ કહે છે.

હવે એમાં આ ૨૪ વર્ષની અવધિમાં અગર કોઈ કષ્ટ થાય, તો એવું તમે કહો કે, "પ્રાણરૂપ વસુગણ અમારા પ્રાતસવનને માધ્યનદિન સવનની સાથે એક કરી દે, એકાકાર કરી દે, જેથી કરીને અમે પ્રાણરૂપ વસુગણોની મધ્યમાં જ યજ્ઞ કરતા એનાથી દૂર ન થઈએ, સંયુક્ત રહીએ." એવું કહેવાથી એ એવી પીડામાંથી છૂટી જાય અને નિરોગી થઈ જાય. પહેલા ૨૪ વર્ષમાં કંઈ તકલીફ થઈ હોય તો તમારે આવું કહેવાનું.

પછીની અવધિ જે છે, એ ૪૪ વર્ષની છે. એ માધ્યનદિન સવન છે. એમાં ત્રિસ્ટુપ છંદ ૪૪ અક્ષરનો છે અને આ માધ્યનદિન સવન જે છે, તે ત્રિસ્ટુપ સાથે સંબંધિત છે. હવે રુદ્રગણ માધ્યનદિન સવનના અનુગામી છે. પ્રાણ ચોક્કસ રુદ્ર છે, કારણ કે એ બધા પ્રાણીઓને રડાવે છે. આ માધ્યનદિન સવનના આયુષ્યમાં કોઈ કષ્ટ ઉત્પન્ન થાય, પહેલા ૪૪ વર્ષમાં, તો એવું કહેવાનું કે, "પ્રાણરૂપ રુદ્રગણ અમારા માધ્યનદિન સવનને ત્રીજા સવન સાથે એકાકાર કરી દો, કે જેનાથી અમે પ્રાણરૂપ રુદ્રગણોની વચ્ચે યજ્ઞ કરતા એનાથી અમે અલગ ના થઈએ." એવું કહેવાથી એ કષ્ટમાંથી છૂટીને નિરોગી બની જાય. એટલે પહેલી અવસ્થા ૨૪ વર્ષની, બીજી ૪૪ વર્ષની છે.

હવે ત્રીજી અવધિ જે છે, તે ૪૮ વર્ષની. તે ત્રીજું સવન છે. જગતી છંદ જે છે, એ ૪૮ અક્ષરોનો બનેલો છે અને ત્રીજું સવન જે છે, તેમાં આદિત્ય ગણના ત્રીજા સવનના અનુગામી છે. પ્રાણ જ આદિત્ય ગણ છે અને સંપૂર્ણ વિષયોને ગ્રહણ કરે છે. એટલે ત્રીજા સવનમાં આયુષ્યમાં અગર કોઈને કષ્ટ ઉત્પન્ન થાય, તો કહો કે, "પ્રાણરૂપ આદિત્યગણ અમારા ત્રીજા સવનને સંપૂર્ણ આયુષ્યની સાથે એકાકાર કરી દો." એટલા માટે એ કષ્ટથી તેઓ મુક્ત થઈને નિરોગી થઈ જાય છે.

આ ઉપાસનાને જાણનારા અત્રે મહિદાસે કહ્યું હતું કે, "હે રોગ, તું મને સંતાપ કેમ આપે છે? હું જરૂર એનાથી મૃત્યુને પ્રાપ્ત નહીં કરું." એવું કહીને એ મહિદાસ, એતરે મહિદાસ, તે રોગથી મુક્તિ મેળવી લેતા હતા અને એવું કરતાં કરતાં એ ૧૧૬ વર્ષ જીવ્યા. જે સાધક આ ઉપાસનાને આ રીતે જાણે છે, તે ૧૧૬ વર્ષ સુધી જીવતો રહી શકે છે. એ જીવે તો તમે જીવો પણ કેવી રીતે? તો કે આવી રીતે કોઈપણ રોગને એમ કહેવાનું, "હે રોગ, તું મને કેમ સંતાપ આપે? હું જરૂર એનાથી મૃત્યુ નહીં પામું." બસ, ધેટ્સ ઈટ. આપણે એનાથી મુક્તિ.

જે સાધક ખાવા-પીવાની ઈચ્છા તો કરે છે, પરંતુ જે એમાં આસક્ત થતો નથી, એ જ એની દીક્ષા પણ છે. પછી જે ખાય છે, પીવે છે અને જે એમાં પ્રસન્ન થાય છે, તે ઉપસદોનું સ્થાન મેળવે છે. જે હસે છે, જે ભક્ષણ કરે છે, જે મૈથુન કરે છે, જે સ્તુતિના સ્તોત્રોને મેળવે છે તથા જે તપ, દાન, સરળ સ્વભાવ, અહિંસા અને સત્ય વચનથી યુક્ત છે, તે સાધકની દક્ષિણા છે.

ઘોર આંગિરસ નામના ઋષિએ દેવકીપુત્ર ભગવાન કૃષ્ણને આ તત્વજ્ઞાન સમજાવ્યું હતું, જેનાથી એ બીજી ઉપાસનાઓના સંબંધમાં પીપાસા મુક્ત બની ગયા હતા. સાધકને મૃત્યુકાળમાં આ ત્રણ મંત્ર યાદ કરાવવા જોઈએ: કયા ત્રણ મંત્ર? એક, "તું અક્ષર અનસ્વર સ્વરૂપ છે." બીજું, "તું અચ્યુત, અટલ, પતિત થવાવાળો નથી." અને ત્રીજું, "તું અતિ સૂક્ષ્મ પ્રાણ સ્વરૂપ છે." આ વિષયમાં બીજી બે રૂચાઓ પણ છે, જે કહે છે કે પુરાતન પુરુષનું તેજ જ સર્વત્ર સમવ્યાપ્ત છે. એનો પ્રકાશ અમે સર્વત્ર ફેલાયેલો જોઈએ છીએ. એ પરમપુરુષ આ બધું પ્રાણકીલ લાવી રહ્યું છે. જબરજસ્ત ઉચ્ચ કક્ષાનું. સર્વોચ્ચ ઋષિ મુનિઓનું. મારી આ બીજા પુસ્તકનું જે વિષય વસ્તુ છે, તે આ છે. એટલે આ વાંચન કર્યા પછીથી હું એ લખવા શક્તિમાન બન્યો હતો, સેકન્ડ બુક.

એ પરમપુરુષ પ્રકાશમાન થઈને સમસ્ત પદાર્થોમાં એ જ રૂપમાં પ્રગટ થાય છે. અંધકારને દૂર કરનાર પરબ્રહ્મના પ્રકાશને જોતા અને આત્મજ્યોતિને જોતા અમે દેવોમાં દેદિપ્યમાન સૂર્યરૂપ સર્વોત્તમ જ્યોતિને પ્રાપ્ત થયા. "આમ જોતા જોતા જ અમે પ્રાપ્ત થઈ ગયા," એમ કહે છે. ૧૮મા ખંડની અંદર કહે છે, "મન જે છે, તે બ્રહ્મ સ્વરૂપ છે," એ પ્રકારે ઉપાસના કરો. મનની આ આધ્યાત્મિક વિવેચન છે. "આકાશ એ બ્રહ્મ સ્વરૂપ છે," એ રીતે ઉપાસના કરો. આ આધિદૈવિક વિવેચન છે. આ રીતે આધ્યાત્મિક અને આધિદૈવિક બંનેનું વિવેચન થાય.

એ મનોમય બ્રહ્મ જે છે, તે ચાર પગ વાળો છે. વાક, પ્રાણ, ચક્ષુ અને સ્્રોત્ર એ ચાર પગ છે. આ આધ્યાત્મિક વિવેચન થયું. એ જ રીતે આધિદૈવિક વિવેચનમાં આકાશરૂપ બ્રહ્મ ચાર પગના છે, જેમાં અગ્નિ, વાયુ, આદિત્ય અને દિશા એ એના ચાર પગ છે. દિશાઓનો ખ્યાલ હંમેશા ક્યાંથી આવે? સ્્રોત્રથી. આ રીતે આધ્યાત્મિક અને આધિદૈવિક બંનેનું વિવેચન થયું.

આગળ કહે છે, વાણી એ મનોમય બ્રહ્મનો ચોથો પગ છે. એ અગ્નિરૂપ જ્યોતિથી બોલવું હોય ને, તો એની અંદર અગ્નિની જરૂર પડે છે. અગ્નિરૂપ જ્યોતિથી પ્રકાશવાન અને તેજસ્વી બને છે. સારી વાણી જ્યારે બોલાતી હોય, તો તમે જુઓ આમ પ્રકાશિત થતો માણસ આમ એકદમ સરસ પ્રવચન આપે છે, તો એકદમ તેજસ્વી લાગે બધાને. બધા મંત્ર

મુગ્ધ થઈને ગ્રહણ કરે એની પાસેથી અગ્નિરૂપી વાણીને ગ્રહણ કરે તો "ઈટ બીકમ્સ અ વેહિકલ". એ સાધક જે આ રીતે જાણે છે તે કીર્તિ, યશ અને બ્રહ્મ તેજ દ્વારા દેદિપ્યમાન, તેજસ્વી બને છે.

હવે કહે છે, પ્રાણ પણ એ મનોમય બ્રહ્મનો ચોથો પગ છે. એ વાયુરૂપ જ્યોતિથી દીપ્તિવાન અને તેજસ્વી બને છે. જે સાધક આ રીતે જાણે છે એ કીર્તિ, યશ, બ્રહ્મતેજ દ્વારા દેદિપ્યમાન અને તેજસ્વી બને છે. ચક્ષુ એ મનોમય બ્રહ્મનો ચોથો પક્ષ છે. મનોમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ જે છે, મન તમારું છે તેની વાત કરી. એને તો કે પહેલું શું છે? તો કે વાણી, બીજો પ્રાણ, ત્રીજો ચક્ષુ અને ચોથો સ્્રોત્ર. આની અંદર જો સ્કીન નથી. ચક્ષુ મનોમય બ્રહ્મનો ચોથો પક્ષ છે. એ આદિત્યરૂપ જ્યોતિથી દીપ્તિવાન અને તેજસ્વી બને છે. જે એને જ આ રીતે જાણે છે તે તેજસ્વી બને છે. સ્્રોત્ર પણ મનોમયનો ચોથો પગ છે, એટલે દિશાઓ રૂપી જ્યોતિથી પ્રકાશિત છે. જે સાધક એને આ રીતે જાણે છે, મનોમય બ્રહ્મ આમ પણ જોશે, આમ પણ જોશે. બંને રીતે બધું બ્રહ્મ, પ્રાણ, વાણી અને સ્્રોત્ર. ચારે ચાર વસ્તુ આ બોલાતી જે વાણી છે તે, પ્રાણ જે આવી રહ્યો છે તે, એટલે વાણી અને પ્રાણ, ચક્ષુ અને સ્્રોત્ર એમ ચાર પગ છે એમ કીધું મનોમય બ્રહ્મના.

આદિત્ય જ બ્રહ્મ છે એવું વિવેચન મળે છે. તેની વિવિધ વ્યાખ્યાઓ છે. આદિ એટલે શરૂઆતમાં એ અસતરૂપ એટલે કે અદ્રશ્ય જ હતો. ત્યારબાદ એ સતરૂપ થયો એટલે કે પ્રત્યક્ષ પ્રગટ થયો. એ વિકસિત થઈને ઇંડામાં પરિવર્તિત થયો. સમય જતાં ઇંડું વિકસિત થઈને ફૂટ્યું ને એના બે ખંડ થયા: એક રજત અને બીજું સોનું, સુવર્ણ અને ચાંદી એમ. એમાં જે ખંડ રજત રૂપમાં પ્રગટ થયો એ આ પૃથ્વી છે અને જે સોના રૂપે ખંડ પ્રગટ થયો તે દ્યુલોક છે. એ ઇંડામાં જે જરાયુ ભાગ હતો એ પર્વત છે, જે ઓર હતી તે મેઘયુક્ત ઝાકળ છે, જે ધમનીઓ હતી તે નદીઓ છે અને જે મૂત્રાશયનું જળ હતું તે સમુદ્ર છે. એ ઇંડામાંથી જે ઉત્પન્ન થયું એ આદિત્ય જ છે. એનાથી વિસ્ફોટજન્ય તીવ્ર અવાજ ઉત્પન્ન થયો. એનાથી સંપૂર્ણ પાણી અને સંપૂર્ણ ભોગ સાધન ઉત્પન્ન થયેલા છે. એટલા માટે આદિત્યના ઉદય અને અસ્ત થવાના સમયે તીવ્ર અવાજ થાય છે અને સમસ્ત પ્રાણી અને સંપૂર્ણ ભોગ સાધન વિકસિત થાય છે.

આ રીતે આદિત્ય જ બ્રહ્મ છે એમ જાણીને જે ઉપાસના કરે છે, એની નજીક સુખપ્રદ અવાજ સંભળાય છે અને એને સુખ પ્રદાન કરે છે, સંતોષ પ્રદાન કરે છે. તો આદિત્યની પણ બ્રહ્મ સ્વરૂપે ઉપાસના કરી શકાય છે એમ પણ કીધું છે. આ બધા દ્રશ્યમાન બ્રહ્મ છે એમ સમજો તમે.

ત્રીજા ખંડની અંદર પાછી અગત્યની બાબતો કહે છે કે વાયુ એ સંવર્ગ છે. જ્યારે અગ્નિ શાંત હોય છે ત્યારે એ વાયુમાં સમાહિત થાય છે એટલે સમાય છે. જ્યારે સૂર્ય અસ્ત થાય છે તો એ વાયુમાં જ સમાહિત થાય છે અને જ્યારે ચંદ્ર અસ્ત થાય છે ત્યારે તે પણ વાયુમાં જ સમાહિત થાય છે. એટલે વાયુ મુખ્ય છે એમ કહે છે, સંવર્ગ મોટી ઊર્જા. હવે બીજી વાત કહે છે કે જ્યારે જળ સુકાય છે તો એ ક્યાં જાય છે? તો કે વાયુમાં જાય છે. આ રીતે વાયુ આ બધાને પોતાનામાં સમાવી દેનારો બને છે. આ આધિદૈવિક ઉપાસના છે. આધ્યાત્મિક તત્વમાં કહે છે, પ્રાણ જ સંવર્ગ છે. જ્યારે સાધક સુઈ જાય છે, જ્યારે સાધક સુઈ જાય છે ત્યારે પ્રાણમાં જ એની ઇન્દ્રિયો, વાણી બોલવાને વાગેન્દ્રિય સમાઈ જાય. પછી એ બોલતો બંધ થઈ જાય છે. પ્રાણની અંદર જ ચક્ષુ, સ્્રોત્ર અને મન પણ સમાઈ જાય છે.

એ રીતે પ્રાણ બધાને સમાવી લેનારો બને છે જ્યારે વ્યક્તિ સુઈ જાય. આ રીતે બે જ સંવર્ગ છે: દેવતાઓમાં વાયુ સંવર્ગ છે અને ઇન્દ્રિયોમાં પ્રાણ સંવર્ગ.

એક વખતે સૌનક કરીને એક હતા. તેમને બીજા પાસે ભોજન પીરસાતું હતું ત્યારે એક બ્રહ્મચારી પાસે જઈને ભિક્ષા માંગી. પણ એમણે એની પાત્રતા જોયા વિના ભિક્ષા આપી નહીં. એટલે બ્રહ્મચારીએ કહ્યું કે, "ભુવનોના સ્વામી એ પ્રજાપતિએ ચાર મહાન સ્વરૂપોને પોતાનામાં સમાવી લીધા છે. એ દેવને મનુષ્ય જોઈ શકતો નથી અને જેના માટે આ અન્ન છે તેને જ અન્ન આપવામાં આવ્યું નહીં." એવા કથનનો પેલા મુનિએ વિચાર કર્યો અને બ્રહ્મચારીને કહ્યું કે, "જે દેવતાઓનો આત્મા, પ્રજાઓનો જનક, ભક્ષણવૃત્તિવાળા, બુદ્ધિમાન અને મહિમાવાન છે, જે બીજાથી ન ખવાનાર અને અન્ન ન ખાનારા છે, અમે એ દેવની ઉપાસના કરીએ છીએ." એમ કહીને એમને બ્રહ્મચારીને ભિક્ષા આપવાનો આદેશ આપ્યો કે, "તું મને ભિક્ષા આપી દે." કારણ કે એમને શું સીધી વાત કરી હતી કે, "હું એ દેવની ઉપાસના કરું છું કે જેને આ ભોજનની જરૂર નથી પણ આ ઇન્દ્રિયોને જીવિત રાખવા માટે થઈને જરૂર છે.

માટે તું આપી દે કારણ કે એને તો જરૂર નથી કારણ કે એ તો પોતે અણાહારી, પોતે ક્યારે અન્ન લેતો જ નથી, પ્રાણ પણ લેતો નથી, જળ પણ લેતો નથી, કશું જ કરતો નથી." એટલે પછી એમને ભિક્ષા આપી દેવામાં આવી.

એટલે કહે છે કે વાણી એ પાંચ ઇન્દ્રિયોથી ભિન્ન છે તથા અગ્નિ, વાયુ વગેરે પંચભૂતો પણ ભિન્ન ભિન્ન સત્તા છે. આમ એ બધામાં સંખ્યા ૧૦ ની થાય છે. એ વિરાટ સત્તા જ અન્નનું ભક્ષણ કરનાર. આપણે માનીએ છીએ કે આપણે ખાઈએ જે વાસ્તવમાં એ જ ખાય. એ જ સંપૂર્ણ જગત રૂપમાં દ્રષ્ટ છે. એવું જે જાણે છે એના દ્વારા આ બધું દ્રશ્યમાન થાય છે. એ અન્નનું ભક્ષણ કરનારા હોય છે.

ચોથા ખંડની અંદર કહે છે કે સત્યકામ જાબાલ કરીને એક હતો. તેને પોતાની મા જબાલાને કીધું કે, "હે માતા, હું બ્રહ્મચારી બનીને ગુરુકુળમાં રહેવા ઈચ્છું છું તો મને બતાવો કે મારું ગોત્ર કયું છે?" ત્યારે જબાલાએ કહ્યું કે, "હે તાત, તું જે ગોત્રનો છે એ તો હું પણ જાણતી નથી કારણ કે યુવા અવસ્થાની અંદર હું ઘણા બધા અતિથિઓની સેવામાં સંલગ્ન રહેતી હતી. એટલે એ દિવસોમાં તને મેળવ્યો. ત્યારબાદ તારા પિતા ન રહેવાથી જેના સાથે એનું વાસ્તવમાં લગ્ન થયું તે હું ગોત્ર જાણી."

શકી નથી, તેથી હું જાણતી નથી કે તારું ગોત્ર કયું છે. હું જબાલ નામની છું અને તું સત્યકામ નામનો છે, તેથી આચાર્યને કહું કે હું સત્યકામ જાબાલ છું."

ઋષિ હરિધ્રુમત ગૌતમની પાસે જઈને કીધું કે, "હે ભગવાન, હું આપની પાસે બ્રહ્મચર્યપૂર્વક રહેવા ઈચ્છું છું, એટલા માટે આપની પાસે આવ્યો છું."

એટલે ગૌતમ ઋષિએ તરત એને પૂછ્યું કે, "હે સૌમ્ય, તમે કયા ગોત્રના છો?"

ત્યારે સત્યકામે કીધું કે, "હે ભગવાન, હું કયા ગોત્રનો છું એ હું જાણતો નથી. મેં મારી માતાને પૂછ્યું તો એને કહ્યું કે હું બહુ પહેલેથી અતિથિઓની સેવા કરતી હતી ત્યારે તને પ્રાપ્ત કર્યો છે. ત્યારે તારા પિતાના ના રહેવાથી હું ગોત્ર જાણી શકી નથી, અર્થાત પૂછી શકી નથી. એટલા માટે હું નથી જાણતી કે તું કયા ગોત્રનો છે. મારું નામ જબાલા છે અને તારું નામ સત્યકામ, તેથી સત્યકામ જાબાલ હું છું."

ગૌતમ ઋષિએ કીધું કે, "આવી સત્ય અભિવ્યક્તિ બ્રાહ્મણ સિવાય બીજું કોઈ ના કરી શકે." જો આમ તળ ને ફળ બોલવાની જે આખી વાત હોય છે ને કે જેમ છે તેમ જ કહી દેવાનું, ગોળ ગોળ વાતો નહીં કરવાની, તો એ બ્રાહ્મણની પાસે જ હોય, બીજા કોઈની પાસે ના હોય. આ જે મૂળ લક્ષણ છે તેને ઋષિ ગૌતમ જાણતા હતા. એટલે એમણે કીધું કે, "આવી સત્ય અભિવ્યક્તિ બ્રાહ્મણ સિવાય બીજું કોઈ ના કરી શકે. ભલે તારી માતાને આ કર્મ કરવું પડ્યું હતું, એક વાત છે, પણ બ્રાહ્મણ તો જ છે." એમણે પકડી પાડ્યું કે આ જ છે, કારણ કે અવસાય કરીને તો કોઈને કંઈ પણ કરવું પડી શકતું હોય છે, કર્મવશાત, સંયોગવશાત. પણ કે મૂળ ક્યાં છે? તો કે આ છે, કારણ કે તે સત્ય વચનોનો ત્યાગ નથી કર્યો. "એટલે તું હવે સમિદા લઈને આવ, હું તારું ઉપનયન કરાવીશ."

અને પછી સત્યકામના ઉપનયન કરીને 400 દુબળીને સુકાયેલી ગાયો આપી, શોધી શોધીને કે, "તું આ ગાયોને લઈ જઈને ચરાવ જંગલમાં અને ત્યાં સુધી ચરાવ કે જ્યાં સુધી આ 400 ગાયો 1000 ના બની જાય."

ગાયોના અનુગામી બનીને સત્યકામે કહ્યું કે, "આ હજાર ગાયો થાય નહીં ત્યાં સુધી પાછો નહીં આવું." અને પછી વર્ષોના વર્ષો સુધી એ વનની અંદર ફરતો જ રહ્યો.

પછી એક દિવસે વૃષભે સત્યકામને કહ્યું, "આખલો એને કહી દીધું કે હજાર થઈ ગઈ છે. ચાલો હવે સત્યકામ, અમને હવે આચાર્ય પાસે લઈ જાઓ."

ફરીથી વૃષભે કહ્યું કે, "હે સત્યકામ, હું શું તમને બ્રહ્મનો એક પાદ બતાવું?"

ત્યારે સત્યકામે એને કહ્યું કે, "પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ દિક કલાઓ છે. એ પ્રકાશમાન સંલગ્ન બ્રહ્મ ચારે કલાઓમાં એક પાદ વ્યાપ્ત કરે છે, અર્થાત એક એક પગ ફેલાયેલો છે. આ જે દિશાઓ છે તે બધી દિશાઓનો સૂચક કોણ છે? કાન છે. કાનમાં શબ્દ ગ્રહણ કરે છે. શબ્દ કઈ દિશામાંથી આવ્યો? જ્યારે આમ એવી રીતના આમ જોવાનું શરૂ કરે છે ત્યારે દિશાનું ભાન થાય છે, ત્યાં સુધી વ્યક્તિને દિશાનું ભાન હોતું નથી. આ રીતે જાણનારો જે વિદ્વાન બ્રહ્મના પ્રકાશવાન સ્વરૂપની ઉપાસના કરે છે, એ લોકમાં પ્રકાશવાન થાય છે. આજે જે ફેલાયું તે બધું જ બ્રહ્મ છે એમ જાણે છે. એવી રીતે ચતુષ્કલ પાદની બ્રહ્મના પ્રકાશમાન રૂપની ઉપાસના કરે છે, એ એ જ સ્વરૂપને પ્રાપ્ત થાય છે." એટલે એ બ્રહ્મ સ્વરૂપ બની જાય.

ફરી પાછું વૃષભે એને કીધું કે, "તમને બીજું પાદ બતાવું?"

તો કે, "એ હવે અગ્નિદેવ બતાવશે."

એટલે ગાયોને આચાર્ય કુળ શોધી હાંકી અને સંધ્યાકાળ થયો ત્યાં ગાયોને રોકી. પછી અગ્નિદેવને પ્રજ્વલિત કર્યા, સમિદા વગેરે આપી અને અગ્નિને પશ્ચિમમાં પૂર્વ તરફ મોં કરીને બેસી ગયો. ત્યારે અગ્નિદેવે એને સંબોધિત કર્યા.

ત્યારે સત્યકામે કીધું, "જી ભગવાન."

અગ્નિદેવે કહ્યું કે, "સૌમ્ય, તને બીજું પાદ બતાવું?"

"મને જરૂર બતાવો," સત્યકામે કહ્યું.

તો કે, "એક કલા પૃથ્વી, બીજી કલા અંતરિક્ષ, ત્રીજી કલા દ્વલોક અને ચોથી કલા એ સમુદ્ર છે. બ્રહ્મનો ચતુષ્કલ્લપાદ અનંતવાન સંજ્ઞક છે. આ રીતે જાણનારો જે વિદ્વાન છે તે બ્રહ્મના અનંતવાન ચતુષ્કલ્પાદની ઉપાસના કરે છે અને તે પણ એ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે." એટલે પૃથ્વી, અંતરિક્ષ, દ્વલોક અને સમુદ્ર આ ચાર વસ્તુઓનો જેને ખ્યાલ આવી જાય, કારણ કે તે વખત સાથે કેટલી જાણકારી બહુ સૂક્ષ્મ હતી, ઓછા માણસોને આ બધી બાબત એના વિશે જાણે કે જેને આ બધું છે તે બધું બ્રહ્મ જ છે એમ જે જાણે છે એ એનો બીજો પગ છે.

અગ્નિદેવે એને કહ્યું, "હવે તને બ્રહ્મનો ત્રીજો પગ છે તે હંસ બતાવશે."

એટલે બીજા દિવસે ફરી એને ગાયોને હાંકવા માંડી. સાયંકાળ થઈ ગયો, ગાયોને રોકી, અગ્નિ પ્રજ્વલિત કર્યો, સમીદપાન કરીને પાછો ફરીએ બેસી ગયો રાબેતા મુજબ. ત્યારે હંસે અગ્નિની નજીક ઉતર્યો અને પછી એને કીધું કે, "તને બ્રહ્મનો ત્રીજો પગ બતાવું?"

"બતાવો પ્રભુ," સત્યકામે કહ્યું.

ત્યારે હંસે કહ્યું કે, "અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વિદ્યુત એ ચાર કલાઓ છે. બ્રહ્મનો આ ચતુષ્કલપાત જે છે તે જ્યોતિષમાન નામનો છે. એટલે જે આ રીતે જાણનારો વિદ્વાન છે તે જ્યોતિષમાન સંગ પાદની ઉપાસના કરે છે. એ આ લોકમાં જ્યોતિષમાન થાય, પ્રકાશિત થાય છે, લોકો પ્રખ્યાત થઈ જાય છે અને જ્યોતિષમાન લોકોને જ મેળવે છે. આ પ્રકારે આ બ્રહ્મનું એ સ્વરૂપને એ પ્રાપ્ત કરી લે છે."

હવે સત્યકામને કીધું કે, "એક જળ પક્ષી છે, મદ્ગુ નામનું, તે તને બ્રહ્મનું ચોથું પગ બતાવશે."

પછીના દિવસે, જો પ્રકૃતિક બાબતોમાંથી જ્ઞાન મેળવવાની આખી જે પ્રક્રિયા છે તેનું અહીંયા આગળ કેવું સુંદર કથાનક મૂકેલું છે! ત્યારે મદદગોઈએ પાછો પછીની સાંજે બેસીને પોકાર કર્યો.

ત્યારે સત્યકામે કીધું કે, "હે ભગવાન, તમે મને બતાવો કે ચોથું પાદ બ્રહ્મનું."

ત્યારે મદદગોઈ કહે છે, "પ્રાણ, ચક્ષુ, સ્તોત્ર, મન એ ચાર કલાઓ છે. ચાર ચોકુ 16, ચાર પગ દરેકમાં ચાર ચાર એટલે 16 કલાઓ થઈ ગઈ. આ 16 કલાઓ સંપન્ન હોય તેને બ્રહ્મ કહેવામાં આવે." સમજવાનું આટલું.

તો પ્રાણ, ચક્ષુ, સ્ત્રોત્ર અને મન એ ચાર કલાઓ છે અને એ આશ્રયુક્ત સંજ્ઞાવાળું છે. એટલે આય આયતનવાન સંજ્ઞાક આવા જે બ્રહ્મને જાણે છે કે આ બધું પણ બ્રહ્મ જ છે. જે જે કંઈ પ્રાણ દ્વારા તમે પ્રાપ્ત કરો છો, સ્ત્રોત્ર દ્વારા જે કંઈ પ્રાપ્ત કરો છો, નેત્ર દ્વારા જે કંઈ પ્રાપ્ત કરો છો, એ બધું જ બ્રહ્મ છે એવું તમારે જોવાનું. તો એ એનો ચોથો પગ છે. પહેલા જ્યોતિષમાનની અંદર તમને પ્રકાશમાન વસ્તુઓ બતાવવામાં આવી. હવે આ પ્રોપર વસ્તુઓ એનાથી પહેલા દિશાઓ બતાવવામાં આવી. તો દરેક જગ્યાએ ચાર-ચાર વસ્તુઓ આપેલી છે. આવી રીતના કરીને બ્રહ્મને તમે સંપૂર્ણ સોળે સોળ કલાઓ વડે જાણી લો એમ કહે છે.

ત્યારે સત્યકામ પછી આચાર્યના કુળમાં પહોંચ્યો ત્યારે એને કીધું કે, "સત્યકામ!" "જી ભગવાન!" "તું તો બ્રહ્મવેતાની જેમ દીપ્તિવાન થઈ ગયો છે. તને કોણે ઉપદેશ કર્યો?" હજી તો એને કંઈ આપ્યું જ નથી. જો, ગાયો જ આપી હતી, "જા, 400 ગાય લઈ જા. 1000 થાય ત્યારે પાછો આવજે." અને હજાર થઈ ગઈ છે એવું તો એને પાછો પેલો આખલો કહે છે જે એની જોડે હતો. અને પછી બધાએ આવીને એક પછી એક જગ્યાએથી એને આ 16 કલાઓ વિશેનું જ્ઞાન થયું. ટૂંકમાં, પ્રકૃતિમાં ફરીને જ એને બધું પ્રાપ્ત કર્યું. પોતાના નિરીક્ષણ-પરીક્ષણથી એને આ બધું પ્રાપ્ત કર્યું એમ કહેવા માંગે છે.

ત્યારે, "આચાર્ય, મને મનુષ્યથી અલગ અલગ એવા પ્રાણીઓએ ઉપદેશ આપેલા છે. હવે મારી કામના અનુસાર આપ જ મને ઉપદેશ કરો." એ કહે છે, "મને તો બધા પ્રકૃતિમાંથી પ્રાણીઓ પાસેથી આ બધું મળ્યું. કોઈ પક્ષી, પશુ, બધાએ મને કીધું છે. અગ્નિએ મને ઉપદેશ આપ્યો. પછી આ પેલા જળના જે પક્ષી હતો તેણે આપ્યો."

ત્યારે આચાર્ય એને કીધું કે, "ભગવત સ્વરૂપ ઋષિના મુખેથી મેં સાંભળ્યું છે કે આચાર્યના મુખ દ્વારા જાણવામાં આવેલી વિદ્યા ઉપયુક્તતા સાર્થકતાને પ્રાપ્ત થાય છે અથવા સાર્થક બને છે." આગળ એમણે જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે કંઈ પણ જાણવાનું બાકી રહ્યું નહીં. અર્થાત એ સંપૂર્ણ જ્ઞાનને એટલે પછી આચાર્ય એને સંપૂર્ણતાનો ઉપદેશ આપી દીધો. એટલે આ સત્યકામ જાબાલના આચાર્ય તત્વમાં બ્રહ્મચર્યપૂર્વક વાસ કરતા હતા.

પછી એવા ઉપકૌશલ એક હતા એમના વંશજ. 12 વર્ષ સુધી આચાર્ય કુલમાં અગ્નિઓની સેવા કરી એટલે બધી સેવા કરી. આચાર્ય સત્યકામે બીજા બ્રહ્મચાર્યોના સમાવર્તન કરી દીધા પણ એને કર્યા નહીં. એટલે બધાને દીક્ષા આપીને સમાવર્તન સંસ્કાર એટલે કેવું? કોન્વોકેશન. આપણું ફાઇનલ જ્યારે થાય ત્યારે કે ભાઈ હવે તમે જાવ, ઘેર જાવ.

આચાર્ય સત્યકામને પછી એમની ધર્મપત્નીએ કહ્યું કે, "આ બ્રહ્મચારી પુષ્કળ તપશ્ચર્યા કરી ચૂક્યો છે. એના દ્વારા સારી રીતે અગ્નિની સેવા પણ કરવામાં આવેલી છે. તેથી આપ એને ઉપદેશ આપો જેથી કરીને અગ્નિઓ આપણી નિંદા કરે નહીં. કારણ કે એણે જે સેવા કરી છે એ તો અગ્નિ જાણે છે. હવે જો તમે નહીં કરો તો અગ્નિ નિંદા કરશે તમારી."

પરંતુ તેઓ કંઈ પણ કહ્યા વિના પ્રવાસમાં ચાલ્યા ગયા. કંઈ બોલ્યા નહીં તે વખત અને જતા રહ્યા. એટલે ઉપકૌશલે માનસિક વ્યથાથી અનસન કરવાનો નિશ્ચય કર્યો કે ભોજન નહીં કરવું. એને આચાર્યની ધર્મપત્નીએ કહ્યું કે, "હે બ્રહ્મચારીન, તું ભોજન કેમ નથી કરતો?" "આ પુરુષમાં ઘણી બધી કામનાઓ રહેલી છે જે દુઃખ આપે છે. હું એ વિવિધ માનસિક વ્યથાઓથી પરિપૂર્ણ છું તેથી ભોજન નહીં કરું." એવો જવાબ આપી દીધો.

ત્યાર પછી એને અગ્નિઓએ બધા એકઠા મળીને કહ્યું કે, "વાસ્તવમાં બ્રહ્મચારી ખૂબ તપશ્ચર્યા કરી ચૂક્યો છે. તો સારી રીતે એણે આ બધું કર્યું છે. તો હવે ચલો આપણે એને ઉપદેશ આપીએ." એટલે અગ્નિઓએ નિશ્ચય કરીને કીધું કે, "પ્રાણ જે છે તે બ્રહ્મ છે. ક સુખ એ બ્રહ્મ છે અને ખ એટલે કે આકાશ છે તે પણ બ્રહ્મ છે." આવું એક અગ્નિએ એને જણાવ્યું.

ત્યારે ઉપકોશલે કહ્યું કે, "એ હું જાણું છું કે પ્રાણ બ્રહ્મ છે, પરંતુ ક અને ખ ને હું જાણતો નથી." એ અગ્નિઓએ જવાબ આપ્યો કે, "જે ક છે તે જ ખ છે. ક છે એ જ ખ છે. ખ છે એ જ ક છે." એ રીતે એમણે ઉપકોશલને પ્રાણ અને એના આધારભૂત આકાશનો ઉપદેશ આપ્યો. પ્રાણ ક્યાં રહેવાનો છે? આકાશમાં રહેવાનો છે. પ્રાણ ના હોવાથી શું થાય છે? તો કે સુખ ઉત્પન્ન થાય છે. પ્રાણ હોય તો આપણને સુખ લાગે છે. પ્રાણ જતો રહે તો સુખ નથી લાગતું આપણને. અને એ ક્યાં રહેલો છે? તો કે આકાશમાં રહેલો છે જેમાંથી તમે પ્રાપ્ત કરો છો. એટલે આ પહેલો ઉપદેશ આપ્યો.

પછી બીજા ગાહપત્ય અગ્નિ નામના અગ્નિએ ઉપદેશ આપ્યો કે, "પૃથ્વી, અગ્નિ, અન્ન અને આદિત્ય આ ચારેયમાં હું જ છું અને આદિત્યની વચ્ચે જે પુરુષ જણાય છે એ પણ હું જ છું. એ મારું જ સ્વરૂપ છે." આ ગાહપત્ય અગ્નિએ આને ઉપદેશ આપ્યો છે. એટલે જે પુરુષ આ રીતે જાણીને આદિત્ય પુરુષની ઉપાસના કરે છે એ પાપ કર્મોને નષ્ટ કરી દે છે. એ અગ્નિના ભોગોને પ્રાપ્ત થાય છે. પૂર્ણ આયુષ્યનો ઉપભોગ કરે છે. તેજસ્વી જીવન જીવે છે. એના વંશજો ક્ષીણ થતા નથી. આવી રીતે એની ઉપાસના કરવાથી એની અમે આલોક અને પરલોકમાં પણ પાલન કરીએ છીએ એવું અગ્નિએ કીધું.

પછી દક્ષિણાગ્નિએ ઉપદેશ કર્યો કે, "જળ, દિશા, નક્ષત્ર અને ચંદ્રમા એ ચારે મારા જ સ્વરૂપો છે." આ જે રીતે અગાઉ સત્યકામ જાબાલને ઉપદેશ થયો હતો. હવે અગ્નિના ચાર સ્વરૂપો એના જ એક શિષ્યને પાછા આ પ્રમાણે ઉપદેશ આપી રહ્યા. તો એ કહે છે કે, "જળ, દિશા, નક્ષત્ર અને ચંદ્રમા એ ચાર મારા રૂપ છે. ચંદ્રમાની મધ્યમાં જે પુરુષ જણાય છે તે હું જ છું અને એ મારું જ સ્વરૂપ છે." એટલે જે સાધક આ રીતે જાણીને ચંદ્રની ઉપાસના કરે છે તેના પાપ કર્મો નષ્ટ થઈ ગયા છે. પૂર્ણ આયુષ્ય મળે છે. સારું જીવે છે. લાંબુ જીવે છે. તેજસ્વી જીવે છે.

ત્રીજો આહવની અગ્નિએ પછી એને ઉપદેશ આપ્યો કે, "પ્રાણ, આકાશ, જીવલોક અને વિદ્યુત તે ચારેયમાં હું છું."

એટલે જ્યોતિષમાન સ્વરૂપની વાત થઈ ગઈ. જે વિદ્યુતની વચ્ચે પુરુષ જણાય છે, તે હું જ છું અને મારું સ્વરૂપ છે. અગ્નિ પોતે કહે છે, એટલે એ બ્રહ્મ સ્વરૂપ છે. એમ જે જાણે છે, તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે.

હવે ઉપકોશાલે કીધું કે, "સૌમ્ય, તારા માટે અમે આ વિદ્યા આપી." એને અગ્નિવિદ્યાને આત્મવિદ્યા કહી છે. એનાથી આગળની વિદ્યા આચાર્ય તને બતાવશે. ત્યાર પછી આચાર્ય આવ્યા અને ઉપકૌશલને બોલાવીને કીધું કે, "તું તો બિલકુલ બ્રહ્મવેદના સમાન જણાય છે." ત્યારે ઉપકૌશલે કીધું કે, "અરે, મને અહીંયા ઉપદેશ આપનારું કોણ છે?" ત્યારે આચાર્યે અગ્નિ તરફ સંકેત કરીને બતાવ્યું કે, "આ લોકોએ મને શીખવી છે."

હવે એ બીજા સ્વરૂપમાં છે. આચાર્યે પૂછ્યું કે, "તને શું ઉપદેશ આપ્યો છે?" તો ઉપકૌશલે અગ્નિઓનો જે ઉપદેશ હતો, તે આચાર્યને કહીને બતાવ્યો. ત્યારે એમણે કીધું કે, "હે સૌમ્ય, એમણે તો તને માત્ર લોકોનું જ જ્ઞાન આપેલું છે. હવે તને હું એ જ્ઞાન આપું છું, જેને જાણવાથી પાપ કર્મ એવી રીતે લિપ્ત થતા નથી જેમ કમળપત્રથી જળ."

ઉપકૌશલે કહ્યું, "ભગવાન, મને અવશ્ય બતાવો." ત્યારે આચાર્ય કહે છે, "આ નેત્રમાં જે પુરુષ દેખાય છે, આમ જોવાથી જે ચક્ષુઓના પણ ચક્ષુ અથવા દ્રષ્ટા પર દ્રષ્ટા છે, એ આત્મા છે." દાદા ભગવાને કહ્યું હતું, "જોનારાને જો એ એ આત્મા છે." એ અવિનાશી છે, ભય રહિત છે અને બ્રહ્મ સ્વરૂપ છે. એમના સ્થાન પર જળ અથવા ઘી નાખો તો એ પલવારમાં પણ ચાલી જાય છે. એનો મતલબ કે એ સંપૂર્ણ પદાર્થોથી અલિપ્ત છે. એ ક્યારેય કશાથી લિપ્ત થતા નથી.

આ પુરુષને સંયમ દ્વામ કે વ્યવહમાં આવે છે, કારણ કે બધી જ સુંદર વસ્તુઓ બધી બાજુથી એને જ મળે છે. જે સાધક આ રીતે જાણીને, સમજીને એની ઉપાસના કરે છે, તેને આ બધી સર્વોગી વસ્તુઓ એ બધી બાજુથી ધારણ કરે છે. આ પુરુષ ચોક્કસ રીતે પ્રકાશમાન છે. સંપૂર્ણ લોકોમાં એ પ્રકાશિત છે. જે સાધક એને આ રીતે જાણીને ઉપાસના કરે છે, એ સંપૂર્ણ લોકોને પ્રકાશિત કરે છે.

આવી રીતે જાણનાર પુરુષ મૃત્યુ પહેલા કે પછી અરચી દેવતાને પ્રાપ્ત થાય છે. પછી અરચીદેવથી દિવસ સંબંધી દેવને, દિવસથી શુક્લ પક્ષને, એટલે ઉત્તરોત્તર આગળની આગળની સ્થિતિમાં એ જાય છે. શુક્લ પક્ષથી ઉત્તરાયણના છ માસને, ઉત્તરાયણના છ માસથી સંવતસરને, સંવતસરથી આદિત્યને, આદિત્યથી ચંદ્રમાને, ચંદ્રમાથી વિદ્યુતને અને ત્યાંથી અમાનવીય એટલે કે વિશિષ્ટ દેવ પુરુષ એને છેવટે ફાઇનલ ડેસ્ટિનેશન બ્રહ્મલોકની અંદર સ્થાપિત કરી દે છે. આ દેવમાર્ગ અથવા બ્રહ્મમાર્ગ છે. એની ઉપરથી જનારો પુરુષ ફરીથી આ માનવ જગતને પ્રાપ્ત થતો નથી.

હવે આ જે વહે છે તે વાયુ છે. એ વાયુ જે વહી રહ્યો છે તે પણ યજ્ઞ જ છે. એ સંપૂર્ણ જગતને પવિત્ર કરે છે. વાયુ જે વાઈ રહ્યો છે તેના કારણે, તેથી એ પણ યજ્ઞ છે. વાણી અને મન એ બે એના માર્ગ છે. વાણી અને મન એમાંથી એક માર્ગના સંસ્કાર બ્રહ્મા પોતાના મનથી કરે છે તથા હોતા, અધ્વર્યું અને ઉદગાતા વાણી દ્વારા બીજા માર્ગના સંસ્કારો કરે છે. એમાં હોતા, અધ્વર્યું અને ઉદગાતા વાણી દ્વારા બીજા માર્ગના સંસ્કાર કરે. એટલે પહેલા બ્રહ્મા પોતાની વાણીનો પ્રયોગ કરે છે. જ્યારે પેલા યજ્ઞ કરવામાં આવે તો અલગ અલગ ત્રણ જણા હોય. એમાં એક બ્રહ્મા હોય, બાકીના વરુણી હોય અને પછી એક હોતા હોય. એટલે એનું કામ હોમ કરાવવાનું હોય. બ્રહ્મા છે એ બધા મંત્રોચ્ચાર કરે અને એ ત્રીજો જે વરુણ છે તે બાકીનું બધું જે પ્રચૂરણ કામ કરતા હોય છે, એ બધું એ કરી આપે હોય છે.

તો એક વાણીના માર્ગમાં સંસ્કાર કરે છે, બીજો માર્ગ નષ્ટ થઈ જાય છે. ઋત્વિક જે હોય છે તે બંને માર્ગોના સંસ્કાર કરે અને એવી રીતે કરવાથી દરેક જન પોત પોતાનું કામ બરાબર કરવાથી યજ્ઞ પ્રોપરલી થાય છે અને સ્થિર થાય છે.

એક વખતે પ્રજાપતિ બ્રહ્માએ લોકોનો સાર ગ્રહણ કરવા માટે તપ કર્યું. બધા લોકોનો સાર પ્રાપ્ત કરવા તપના પ્રભાવથી એમણે લોકો દ્વારા રસોને ઉત્પન્ન કર્યા અને પૃથ્વીથી અગ્નિ, અંતરિક્ષથી વાયુ અને દ્વલોકથી આદિત્યને ગ્રહણ કર્યા. પછી એમણે ત્રણ દેવોનો સાર ગ્રહણ કરવા તપ કર્યું. તપના પ્રભાવથી એમણે દેવો દ્વારા રસોને ઉત્પન્ન કર્યા. અગ્નિદેવથી રૂપ, વાયુદેવથી યજુશ અને આદિત્યદેવથી સામને ગ્રહણ કર્યા. પછી એમણે ત્રણ વિદ્યાઓનો સાર ગ્રહણ કરવા તપ કર્યું અને એવી રીતે રૂચાઓથી એમને ભૂ, યજુ કંડિકાઓથી ભુવ અને સામ મંત્રોથી એમને સ્વને ગ્રહણ કર્યા.

અગર રૂચાઓના યજ્ઞમાં કોઈ ત્રુટિ હોય તો "ભૂસ્વાહા" એમ કહીને ગાપત્યા અગ્નિમાં યજ્ઞ કરો. "ભુવસ્વાહ" એમ કહીને પણ તમે આહુતિ આપી શકો. એવી રીતે કોઈપણ સામ મંત્રમાં ત્રુટિ હોય તો "સ્વહ સ્વાહા" એ ઉચ્ચારણની સાથે તમે કરો. એટલે ભૂસ્વાહા, ભુવસ્વાહા અને સ્વહ સ્વાહા એ રીતના એ જ્યારે તમે ઉચ્ચારણ કરો ત્યારે બધા જે કંઈ દોષ હોય છે, એ તમારા બધા જોડાઈ જતા હોય છે, બધા નષ્ટ થઈ જતા હોય છે.

પછી શ્રેષ્ઠતા વિશેની વાત કરે છે. તો એક સમયે કહે છે કે જે શ્રેષ્ઠ છે અને જેષ્ઠ છે, આયુષ્યમાં પ્રથમ અને ગુણોમાં વધારે એ જેષ્ઠ અને શ્રેષ્ઠ થાય છે. અર્થાત પ્રાણ જેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે. તો એક વખતે એ બધા પ્રાણોએ પ્રજાપતિ પાસે ગયા અને કીધું, "ભગવાન, અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે?" તો પ્રજાપતિએ કહ્યું, "તમારામાંથી જે તત્વના નીકળી ગયા બાદ શરીર અત્યંત પાપિષ્ઠ, જીવિત હોવા છતાં પણ પ્રાણહીન અને એનાથી નિકૃષ્ટ જેવું જણાય, એ તત્વ શ્રેષ્ઠ છે."

એટલે પછી વાકઇન્દ્રિયે પ્રસ્થાન કર્યું. શરીરની બહાર નીકળી ગઈ. એક વર્ષ સુધી રહ્યા પછી પાછી આવી ત્યારે વાકઇન્દ્રિયે કહ્યું કે, "મારા વિના તમે જીવિત રહેવામાં કેવી રીતે સમર્થ રહી શક્યા?" ત્યારે ઇન્દ્રિયોએ કહ્યું કે, "જે રીતે ગુંગો વાણીથી બોલ્યા વગર પણ પ્રાણથી શ્વાસોશ્વાસ કરે છે, નેત્રોથી જુવે છે, કાન દ્વારા સાંભળે છે, મન દ્વારા ચિંતન કરતાં કરતાં જીવન યાપન કરે, એ રીતે."

અમે પણ જીવિત રહ્યા એવું સાંભળીને વાગેન્દ્રીએ ફરીથી પોતાના શરીરમાં પ્રવેશ કરી દીધો. પછી ચક્ષુએ વિદાય લીધી. એક વર્ષ પછી પાછા આવ્યા, "તમે કેવી રીતે જીવિત રહ્યા?" ત્યારે કહે છે કે, "બસ, અમે આ બધું જ કરતા હતા, ફક્ત અમે જોતા નહોતા અને અમે જીવિત રહ્યા." એના પછી કાને પ્રસ્થાન કર્યું. એક વર્ષ પછી પાછો આવ્યો, "તમે કેવી રીતે જીવિત રહ્યા?" તો કહે છે કે, "અમે સાંભળ્યા વગર રહ્યા, બસ એક વર્ષ સુધી અને અમે જીવતા રહ્યા." પછી મન બાહ્ય પ્રસ્થાન કર્યું. એક વર્ષ સુધી અને પાછા આવ્યા. પછી પાછા આવ્યા તો કહે છે કે, "તમે કેવી રીતે જીવતા રહ્યા?" મનને એવું પૂછ્યું તો કહે છે કે, "કોઈ નાનકડું બાળક હોય જેનું મગજ વિકસિત ના થયું હોય અને કેવી રીતે રહે, એવી રીતે અમે એક વર્ષ રહ્યા તમારા વગર." વેરી ગુડ.

પછી પ્રાણનો વારો આવ્યો અને જીવોએ બહાર જવાનું શરૂ કર્યું. એની સાથે બધી જ ઇન્દ્રિયો હચમચવા માંડી. બધા પોતપોતાનું કામ કરવા માટે અશક્તિમાન બનવા માંડ્યા. એટલે પછી બધી ઇન્દ્રિયો ભેગા થઈને પ્રાણને નિવેદન કર્યું કે, "આપ જ શ્રેષ્ઠ છો. આપ આપના સ્થાનમાં જ રહો. તમે મુવમેન્ટ ના કરશો. તમે બહાર જશો તો અમે મરી જઈશું." એમ ટૂંકમાં કહેવામાં આવે છે કે બધી ઇન્દ્રિયોમાં પ્રાણ સર્વથી શ્રેષ્ઠ છે, એટલે એ વશિષ્ઠ છે. ચક્ષુએ કહ્યું કે, "હું જે પ્રતિષ્ઠા છું, એ પ્રતિષ્ઠા આપ જ છો." પછી એને ખ્યાલ આવી ગયો. એટલે દરેકે પછી એ ભક્તિભાવથી એને કુરનીશ કરવા માંડી. શ્રોત્રએ કીધું કે, "હું જ શ્રેષ્ઠ છું. એ જે સંપદા હું છું, તે તમે જ છો." કહે છે, "એટલે હું તમારા આશ્રયમાં છું." એવી રીતે પછી બધા જ લોકોએ નક્કી કરી, બધી ઇન્દ્રિઓએ નક્કી કરી નાખ્યું કે પ્રાણ જ શ્રેષ્ઠ.

હવે મુખ્ય પ્રાણે પ્રશ્ન કર્યો કે, "મારું અન્ન શું હશે? મારે શું ખાવાનું?" કહે છે, પ્રાણે એવો વિચાર કર્યો કે, "તમને બધાને તો હું લાવી આપું છું." બધી ઇન્દ્રિઓને તો વાકેન્દ્રિય વગેરે કહે છે કે, "કુતરા અને પક્ષીઓથી માંડીને બધા પ્રાણીઓનું આ જે કંઈ અન્ન છે, એ બધું તમારું જ છે. બધા જે કાંઈ ખાઈ રહ્યા છે, તે બધું તમારું જ છે." એટલે અન્ન એ પ્રાણનું પ્રસિદ્ધ નામ છે. એ રીતે જાણવાવાળાને માટે કંઈ પણ અભક્ષ રહેતું નથી. અન્ન એમ નામ આપ્યું છે એને.

ફરી મુખ્ય પ્રાણે પ્રશ્ન કર્યો કે, "મારા વસ્ત્રો શું હશે?" ત્યારે વાક વગેરે ઇન્દ્રિયોએ કીધું કે, "જળ ભોજન કરતા પહેલા અને પછી આચ્છાદિત કરે છે. એવું કરવાથી વસ્ત્ર ધારણ કરનાર અને અનગ્ન બને છે." એટલે આ પ્રાણોપાસનાની પદ્ધતિનું વિવરણ સત્યકામ જાબાલે ગૌશૃતિ નામના એના શિષ્યને સમજાવ્યું હતું. એટલે કહે છે કે, કોઈ પ્રાણોપાસનાથી સૂકાયેલા ઠૂઠાને પણ એમ કહે તો એમાં પણ શાખાઓ ઉત્પન્ન થઈ જશે અને પ્રાણ અપાન ફૂટી નીકળશે. આવી પ્રાણની પ્રક્રિયાને જાણનાર, સાંભળનારને અસાધારણ લાભ મળવાની વાત કહેવામાં આવેલી છે. એ કાળમાં જાણવાનો અર્થ હતો એ પ્રાણ પ્રક્રિયાને ચલાવવાની ક્ષમતા હોવી. સાંભળવાનો અર્થ પ્રાણ પ્રક્રિયાને આત્મસાત કરવાનો. એ સ્થિતિમાં અન્નથી પોષણ મેળવવાનું અને સૂકા લાકડાના ઠૂઠામાં પણ નવા પ્રાણનો સંચાર થવાની વાત સાબિત થાય છે.

પછી અહીંયા કેવી રીતે મંત્ર કરવો તેની બધી વિધિ પણ બતાવેલી છે: "જેષ્ઠાય નમઃ સ્વાહા, શ્રેષ્ઠાય નમઃ સ્વાહા, વશિષ્ઠાય નમઃ સ્વાહા, પ્રતિષ્ઠાય નમઃ સ્વાહા, સંપદે સ્વાહા, આયતનાય સ્વાહા." એમ કરીને બધી આહુતિઓ આપવાની હોય છે અગ્નિને. અને પછી એને કહે છે કે, "અમો નામ ત્વમસિ - તું 'અમ' એટલે પ્રાણ નામવાળો છે અને આ સંપૂર્ણ જગત પોતાના પ્રાણભૂત તારી સાથે રહેલું છે. તું જ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ રાજા છે, પ્રકાશમાન છે અને બધાનો અધિપતિ છે. એવા તમે મને શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ તત્વ, રાજા અને આધિપત્યને પ્રાપ્ત કરાવો. હું જ સર્વરૂપ થઈ જાઉં." પછી એ લોકો બેસીને પ્રાર્થના કરે છે ભોજન કરતા પહેલા અને સવિતા દેવતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. આમ કરીને પછી રાત્રે એ લોકો વાણી પર સંયમ રાખીને સયન કરે છે.

એક વખતે પંચાલ નરેશની સભામાં શ્વેતકેતુ આવ્યા. એમણે જીવલ પુત્રને પ્રશ્ન કર્યો કે, "શું તમારા પિતાજીએ તમને શિક્ષા પ્રદાન કરી છે?" ત્યારે એમને કીધું કે, "હા, અમે મેળવી છે." ત્યારે કહે છે કે, "તને ખબર છે કે આ પ્રજા આ લોકમાંથી ક્યાં જાય છે?" ત્યારે કીધું, "મને ખબર નથી." "તને એ ખબર છે કે આ પ્રજા ફરીથી આ લોકમાં કઈ રીતે આવે છે?" તો કે, "ના, મને ખબર નથી." "ત્યારે દેવયાન અને પિતૃયાન માર્ગોનું એકબીજાથી અલગ થવાનું કારણ શું છે, તને ખબર છે?" તો કે, "ના, હું એ પણ જાણતો નથી." ત્યારે ફરી પ્રશ્ન કર્યો કે, "શું તને ખબર છે કે આ પિતૃલોક કેમ ભરાતો નથી?" તો કહે છે કે, "ના, ભગવાન." એમણે ફરી પૂછ્યું કે, "પાંચમી આહુતિનું યજન કરવાથી ઘી સહિત સોમ રસ પુરુષ સંજ્ઞાને કેવી રીતે પ્રાપ્ત કરે છે?" તો કે, "એ પણ હું જાણતો નથી." પછી એમણે પૂછ્યું કે, "જે આ બધી વિદ્યાની જાણકારી રાખતો જ નથી, એ પૂર્ણ શિક્ષિત કેવી રીતે હોઈ શકે?"

એટલે પછી એનાથી ત્રાસ થઈને, જવાબ ના આપી શકવાના કારણે શ્વેતકેતુ પાછા આરુણી પાસે ગયા કે, "આપે મને શિક્ષા આપ્યા વગર જ આશ્વસ્ત કરી દીધો હતો કે મેં તને શિક્ષા પ્રદાન કરી છે." હવે શ્વેતકેતુએ પિતાને કહ્યું કે, "એક ક્ષત્રિય કુમારે મને અગ્નિવિદ્યા સંબંધી પાંચ પ્રશ્ન કર્યા. એમાંથી હું એકેનો જવાબ આપી શક્યો નહીં. અગર તમે જાણકારી હોત તો ભલા તમે એની જાણકારી કેમ મને ના આપી?" ત્યારે પિતા અને પુત્ર બંને ફરી પાંચાલ નરેશની પાસે આવ્યા અને પાંચાલ નરેશે પછી એમને બંનેને સન્માનિત કર્યા અને પછી એમને કીધું કે, "તમે આ વાત જે કહેવા માંગો છો તે અમે જાણતા નથી, એટલે મેં મારા પુત્રને કહી નહોતું. હવે તમે મને આ જણાવો." એટલે પાંચાલ નરેશે એ પિતા પુત્રને લાંબા કાળ સુધી પોતાને ત્યાં રાખ્યા.

રહેવાની આજ્ઞા આપી અને કીધું કે, "એ અગ્નિવિદ્યા એ બ્રાહ્મણની પાસે ન જાય, કારણ કે એ અનુશાસનમાં ન હતો." ત્યાર પછીથી એ રાજાએ એ ઋષિને લાંબા કાળ પછીથી એનો ઉપદેશ કર્યો એ પિતાને અને પુત્રને. એને કીધું છે કે, સ્થૂળ યજ્ઞની ઉપમા આપતા માટે સૃષ્ટિ ચક્રના વિભિન્ન ચરણોને એમને સમજાવ્યા.

ધ્યુલોકમાં પહેલી આહુતિથી સોમ, અંતરિક્ષમાં બીજી આહુતિથી વર્ષા, પૃથ્વી પર ત્રીજી આહુતિથી અન્ન અને પુરુષમાં ચોથી આહુતિથી વીર્ય તથા નારીમાં પાંચમી આહુતિથી પુરુષવાચી જીવની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન હતો, "આ પુરુષવાચી કેવી રીતે બની જાય છે?" ત્યારે કહે છે કે, "પ્રથમ આવૃત્તિ શ્રદ્ધાની કહેવામાં આવે છે." શ્રદ્ધા અને આપ એ પર્યાયવાચી શબ્દ છે. વેદે આપને શ્રદ્ધા બ્રહ્મના તપથી ઉત્પન્ન થયેલ સૃષ્ટિનો મૂળ ક્રિયાશીલ પદાર્થ માનેલ છે. પ્રકાશાંતરે આ ચક્ર બ્રાહ્મી ચેતનાનું જીવ ચેતનાના રૂપમાં પ્રગટ થવા સુધીના રહસ્યાત્મક ચરણોને પ્રગટ કરે છે.

આ બધી ગૂઢ વિદ્યા છે, જેની અંદર કહે છે કે, "હે મહર્ષિ ગૌતમ, આ પ્રસિદ્ધ ધ્યુલોક જ અગ્નિ આદિત્ય છે. એ અગ્નિને સમિધ છે અને કિરણો છે એ ધુમાડો છે. દિવસ જે છે તે એની જ્વાળાઓ છે. ચંદ્રમા છે તેનો અંગાર છે અને નક્ષત્ર જેનું વિસ્ફૂલિંગ એટલે ચિંગારી છે." કહે છે, "આ ધ્યુલોકરૂપ અગ્નિમાં દેવગણ શ્રદ્ધાનું યજન કરે છે. એની આહુતિથી રાજા સોમનો પ્રાદુર્ભાવ થાય છે." એટલે સૃષ્ટિ યજ્ઞના પ્રથમ ચરણમાં શ્રદ્ધા અથવા આપતત્વના યજનથી આધારભૂત પોષક પ્રવાહ ઉત્પન્ન થાય છે.

પછી આગળ કહે છે કે, "અગ્નિવિદ્યા અંતર્ગત પર્જન્ય જે છે તે અગ્નિ છે. વાયુ એની સમિધા છે. વાદળ ધુમાડા છે. વિદ્યુત એની જ્વાળાઓ છે અને વજ્ર એનો અંગાર અથવા ગર્જન છે, વિસ્ફોલિંગ છે. આ દિવ્યાગ્નિમાં દેવગણ સામૂહિક રૂપે રાજા સોમને નિમિત્તે યજન કરે છે. એની આહુતિથી વર્ષાનું પ્રાગટ્ય થાય છે." પર્જન્ય કેવી રીતે આવે છે તે એ લોકની ઉત્પાદક ક્ષમતા છે.

પછી આગળ કહે છે કે, "પૃથ્વી જે છે તે જ અગ્નિ છે. સંવતસર એની સમિદાઓ છે. આકાશ ધૂમ્ર છે. રાત્રી જ જ્વાળાઓ છે. દિશાઓ જ અંગારા છે. અવાંતર દિશાઓ, ખૂણાઓ જ વિસ્ફોલિંગ, એની ચિંગારીઓ છે. એ શ્રેષ્ઠ દિવ્યાગ્નિમાં સમસ્ત દેવતા વર્ષાને માટે દિવ્ય આહુતિઓ સમર્પિત કર્યા કરે છે. એના વડે અન્નનો પ્રાદુર્ભાવ થાય છે."

આગળ કહે છે કે, "પુરુષ દિવ્યાગ્નિ છે. એ અગ્નિ વિદ્યાની વાકત સમિધાઓ છે. પ્રાણ જે છે તે ધૂમ્ર છે. જીભ છે તે જ્વાળા છે. નેત્ર છે તે અંગારા છે અને કાન જે છે તે ચિંગારીઓ છે. આ દિવ્યાગ્નિમાં બધા દેવતાઓ મળીને અન્નના નિમિત્તે આહુતિ સમર્પણ કરે છે અને એ સમર્પિત થયેલી આહુતિ દરેક જે હોય છે તે વિશેષ આહુતિથી વીર્ય અથવા તો પુરુષાર્થ એટલે પુરુષ તત્વની શુક્રાણુ રૂપની અંદર પોષક તત્વમાં એની પ્રગટીકરણ થાય છે."

છેલ્લે કહે છે, "આ અગ્નિવિદ્યાની સ્ત્રી જ દિવ્યાગ્નિ છે. એનું ઉપસ્થ જે છે તે સમિધા છે. વિચાર વિમર્શ જ એનો ધુમાડો છે. યોનિ જેની જ્વાળા છે અને સ્ત્રી પુરુષનું સાનિધ્ય એ જ દિવ્યાગ્નિના અંગારા છે અને આનંદાનુભૂતિ જ એની ચિંગારીઓ છે. આ દિવ્યાગ્નિમાં દેવગણ વીર્યનું યજન કરે. એ વિશિષ્ટ જનન કાર્યથી શ્રેષ્ઠ ગર્ભનું અવતરણ થાય છે."

આ પાંચમી આહુતિ પડવાથી પ્રથમ આહુતિમાં હોમવામાં આવેલા આપ મૂળ જીવન તત્વ કાયામાંથી રહેલા પુરુષવાચક જીવ અથવા પ્રાણીના રૂપમાં વિકસિત થઈ જાય છે. જે સૃષ્ટિમાં હતું તે હવે જીવમાં આવ્યું. એની આખી આ પ્રક્રિયાના આ પાંચ ભાગ આપ્યા હતા. આવી રીતે આ અગ્નિવિદ્યા જે છે તેને પાંચમી આહુતિ પ્રદાન કરવાથી આપ પ્રથમ આહુતિમાં આપવામાં આવેલ જે શ્રદ્ધારૂપી સૃષ્ટિનો મૂળ સક્રિય પ્રવાહ હતો તે પુરુષરૂપ થઈ જાય છે. જે સૃષ્ટિમાં હતું તે હવે પુરુષની અંદર આવ્યું. એ ગર્ભ ઓરથી ઢંકાયેલો નવ અથવા દસ મહિને જ્યાં સુધી અંગો પૂર્ણ વિકસિત થતા નથી ત્યાં સુધી ગર્ભની અંદર સયન કર્યા પછીથી ફરી એનો પ્રાદુર્ભાવ થાય અને આ ચક્ર જે રિપીટેડલી હોય છે તે ચાલ્યા જ કરતું હોય છે. આ રીતે જન્મ થવાથી એ પોતાના નિશ્ચિત આયુષ્ય સુધી જીવિત રહે છે. ત્યારબાદ શરીર ત્યાગ કરી કર્મવશ પરલોકમાં જતા એ પ્રાણીને અગ્નિની પાસે લઈ જાય છે, જ્યાંથી એ આવ્યો હતો, જ્યાંથી એ પ્રગટ થયો હતો, ત્યાં જ એને પાછો પહોંચાડી દેવામાં આવે છે.

તો અહીંયા આપણે હવે આ છાંદોગ્ય ઉપનિષદને વિરામ લઈએ. નવમાં ખંડ સુધી આપણે પહોંચ્યા છીએ. આગળની વિધિ ને બીજું આગળના કોઈ યોગ્ય સમયે આપણે કરીશું.

"ૐ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્। બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મ સમાધિના॥"

ૐ ૐ થેન્ક્યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક્યુ સો મચ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.