અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૧

વિડિયો ૮૧

લેખ ૭૯ / ૧૪૯ · 72 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્ચતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ૐમ શાંતિ શાંતિ શાંતિહી.

એક સમયે ગર્ગ ગોત્રીય બાલાકી નામના એક વેદના, એક કાશી નરેશ પાસે ગયા. અજાત શત્રુ એનું નામ હતું, અને એ બાલાકીએ અજાત શત્રુને કહ્યું કે, "હવે હું આપને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરીશ."

અહંકાર પૂર્ણ વાણીમાં જ્યારે આવું વચન આવ્યું, ત્યારે કાશી નરેશ અજાત શત્રુએ તેને કહ્યું, "એના માટે હું આપને ૧૦૦૦ ગાયો પ્રદાન કરું છું. કારણ કે પ્રજાજન બ્રહ્મજ્ઞાન મેળવવા માટે 'જનક, જનક' એમ કહીને બધા એ બાજુ દોડતા રહે છે કે જાણે જનક રાજા બહુ મોટા દાતા છે અને બહુ મોટા શ્રોતા છે. પણ મને બ્રહ્મ વચન જ્ઞાન આપવાનું વચન આપતા આપે તો મારા માટે બંને વાત તો સરળ કરી દીધી. મને તો અહીંયા જ મળી ગયું, તો મારે એક તો જવું પણ નહીં પડશે. એટલા માટે હું આપને ૧૦૦૦ ગાયો પ્રદાન કરું છું."

ત્યારે બાલાકીએ કહ્યું, "આદિત્યમાં રહેલા પુરુષની બ્રહ્મરૂપમાં ઉપાસના કરું છું." બસ આટલું એ સાંભળીને અજાત શત્રુએ કહ્યું કે, "આપ એવું ના બોલશો. જે સમસ્ત પ્રાણીઓના મૂર્ધા સ્વરૂપ છે, દીપ્તિમાન છે અને બધાનું અતિક્રમણ કરીને રહેલા છે, એ બ્રહ્મનું એવું જાણીને જે એ બ્રહ્મની ઉપાસના કરે છે, એ સમસ્ત ભૂતોમાં એમના મૂર્ધા એટલે મસ્તક સ્વરૂપ પર રહેલા બધાનો રાજા થાય છે."

ત્યારે બાલાકીએ ફરી એને કહ્યું કે, "ચંદ્રમામાં રહેલા પુરુષની હું બ્રહ્મ માનીને ઉપાસના કરું છું." ત્યારે ફરી રાજાએ એને કીધું કે, "ઉભા રહો, એવું ના કહેતા. ચંદ્રમાં શુભ વસ્ત્ર ધારણ કરેલ દેદિપ્યમાન રાજા સોમ છે, એવું માનીને હું એમની ઉપાસના કરું છું." એવું જાણીને એની ઉપાસના કરનારની સંપન્નતા કાયમ જળવાઈ રહે છે અને એમનું અન્ન ક્યારે પણ ક્ષીણ થતું નથી.

વેદ બાલાકીએ ફરી કહ્યું, "હું તો વિદ્યુત અંતર્ગત રહેલી શક્તિને જ બ્રહ્મ માનીને એની ઉપાસના કરું છું." ત્યારે અજાત શત્રુ બોલ્યા, "ના, ના, એવું નહીં કહો. હું તો વિદ્યુત શક્તિને તેજ સ્વરૂપ સમજીને ઉપાસના કરું છું." એવું માનીને જે બ્રહ્મની ઉપાસના કરે છે, એ તેજસ્વી થાય છે અને એની સંતતિ પણ તેજસ્વી થાય છે.

ફરી બાલાકીએ કીધું, "આકાશમાં રહેલા પુરુષને જ હું બ્રહ્મ સમજીને એમની ઉપાસના કરું છું." એ (અજાત શત્રુ) કે, "ના, ના, એમ વ્યર્થ વાતો ના કર્યા કરો. હું એ આકાશ તત્વને પૂર્ણ માનીને એની ઉપાસના કરું છું." આ તથ્યને સારી રીતે જાણીને એની ઉપાસના કરનાર હંમેશા પ્રજા, સંતાન અને પશુઓથી પરિપૂર્ણ રહે છે. એની પ્રજા ક્યારેય નષ્ટ થતી નથી.

ફરી બાલાકીએ કીધું, "હું વાયુમાં રહેલા પુરુષને બ્રહ્મ માનીને ઉપાસના કરું છું." ત્યારે અજાત શત્રુ બોલ્યા, "આપ એવું ના કહો. હું એ વાયુની ઇન્દ્ર અને વૈકુંઠ અને ન હારનારી સેનાના રૂપમાં ઉપાસના કરું છું." જે આ વાયુની આ પ્રમાણે જાણીને ઉપાસના કરે છે, એ પ્રસિદ્ધ, વિજયશીલ, અપરાજિત અને શત્રુ વિજેતા બને છે.

ફરી એ બાલાકી બોલ્યા, "હું તો અગ્નિમાં રહેલા પુરુષ અથવા આગ્નિ શક્તિને બ્રહ્મ માનીને ઉપાસના કરું છું." ત્યારે અજાત શત્રુ કાશી નરેશે કહ્યું, "બ્રહ્મના સંબંધમાં વ્યર્થ બકવાસ ના કરશો. હું તો અગ્નિની જ 'વિશાસહી' એટલે બધું જ સહન કરવાની અથવા બધું જ આત્મસાત કરીને લેવાની સામર્થ્યને જ બ્રહ્મ માનીને ઉપાસના કરું છું. અગ્નિ લાગે એટલે કશું છોડે નહીં, બધું સમાપ્ત કરી દે." અગ્નિના સંબંધમાં આવું જાણનારો વિશાસહી બને અને તેની પ્રજા પણ વિશાસહી થાય છે.

પછી બાલાકીએ કીધું કે, "જળમાં રહેલા પુરુષને બ્રહ્મ માનીને હું ઉપાસના કરું છું." ત્યારે અજાત શત્રુએ ફરી એને કીધું, "એવું ના કહેશો. હું તો જળ તત્વને પ્રતિરૂપ સમજીને તેની ઉપાસના કરું છું." એવું સમજીને ઉપાસના કરનારો પોતાનું પ્રતિરૂપ મેળવી લે છે. એને ક્યારેય પોતાનું અપ્રતિરૂપ પ્રાપ્ત થતું નથી અને એનાથી પ્રતિરૂપ એટલે કે પુત્ર ઉત્પન્ન થાય છે.

ત્યારબાદ બાલાકી ફરી બોલ્યા કે, "દર્પણમાં રહેલી છાયા પુરુષને હું બ્રહ્મ માનીને એમની ઉપાસના કરું છું." (દર્પણમાં રહેલા છાયા પુરુષની). ત્યારે અજાત શત્રુએ ફરી એને કીધું, "તમે આવું બધું ના બોલો. હું તો એને દેદિપ્યમાન એટલે કે 'રોચશ'નું માનીને એની ઉપાસના કરું છું." જે એને આ રીતે સમજીને ઉપાસના કરે છે, એ પ્રકાશમાન થાય છે. એમની પ્રજા, સંતાન અને સહચર પણ પ્રકાશ સંપન્ન અથવા તેજસ્વી બને છે.

ત્યારે બાલાકી ફરી બોલ્યા, "ગમન કરનારની પાછળ જે શબ્દ થાય છે, તેને હું બ્રહ્મ સમજીને ઉપાસના કરું છું." ત્યારે અજાત શત્રુએ ફરી કહ્યું કે, "તમે આવું બધું ના બોલો. હું તો એને પ્રાણના રૂપમાં જ ઉપાસના કરું છું." જે એને આ રીતે જાણીને ઉપાસના કરે છે, એ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે છે અને એમનું ક્યારેય પણ મૃત્યુ થતું નથી.

પછી ગાર્ગ્ય બોલ્યા કે, "હું દિશાઓમાં રહેલા પુરુષ શક્તિને બ્રહ્મ માનીને ઉપાસના કરું છું." ફરી અજાત શત્રુએ કીધું, "ના, ના, એવું ના કહેતા. હું એને દ્વિતીય અને વિયુક્ત ન થનાર સમજી અને એમની ઉપાસના કરું છું." એ બ્રહ્મને જાણનારા સાથી યુક્ત થાય છે અને એ સાથીઓ એમનો ક્યારે પણ ત્યાગ કરતા નથી.

ફરી ગાર્ગ્યે કીધું કે, "હું છાયામય પુરુષને બ્રહ્મ માનીને એની ઉપાસના કરું છું." ફરી રાજાએ કીધું કે, "બિનજરૂરી વાતો ના કરો. હું તો છાયા પુરુષને મૃત્યુ સમજીને તેની ઉપાસના કરું છું." જે એની એવી રીતે ઉપાસના કરે છે, એ પૂર્ણ આયુષ્ય મેળવે છે તથા સમય પહેલા મૃત્યુ તેનો નાશ કરી શકતો નથી.

ફરી બાલાકીએ કીધું, "હું આત્મામાં રહેલા પુરુષને જ બ્રહ્મ માનીને..." અજાત શત્રુએ કીધું, "એવું ના કહો. હું તો એમની બ્રહ્મ જિજ્ઞાસુ એટલે આત્મવી માનીને ઉપાસના કરું છું." એને આ રીતે જાણીને જે ઉપાસના કરનારો હોય છે, એ બ્રહ્મ જિજ્ઞાસુ હોય છે અને એમની પ્રજા પણ બ્રહ્મ જિજ્ઞાસુ હોય છે. આવું સાંભળીને બાલાકીએ પછી મૌન.

ધારણ કરી લીધું અને દસ-અગિયાર વસ્તુઓ બતાવી. દરેક વખતે કીધું કે, "હું આવું ઉપાસના કરું છું. સૂર્યની કરું, ચંદ્રની કરું, વિદ્યુતની કરું, બધાની કરું." દર વખતે કાશી નરેશ, જે અજાત શત્રુ હતા, એને સામે પ્રતિપક્ષ આપી દીધો કે, "એવું ના કહેશો. હું તો એને આવી રીતે પૂજા કરું." અને એ જે રાજા હતો તે વધારે ઉત્કૃષ્ટ સમજીને એને ઉપાસના કરતો જણાયો. એટલે છેવટે પછી બાલાકી મૌન થઈ ગયા.

એટલે આવી સ્થિતિ જોઈને પછી અજાત શત્રુએ એને કીધું કે, "શું આટલું જ જ્ઞાન છે તમારું?" ત્યારે કીધું કે, "હા, આટલું જ જ્ઞાન છે. કારણ કે આટલા માત્રથી બ્રહ્મજ્ઞાન થવું અશક્ય છે." ત્યારે બોલ્યા કે, "હું શું, હું તમારી સેવા માટે તૈયાર થઉં." બાલાકી આવીને રાજાને કીધું. હવે રાજા કહે, "આ તો વિપરીત તથ્ય છે કે કોઈ બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈક ક્ષત્રિયની પાસે જાય." રાજસૂય યજ્ઞ એકની અંદર વાત એવી આપણે જોઈ હતી કે જેની અંદર ક્ષત્રિય ઉચ્ચાસને બેસે છે અને બ્રાહ્મણો નીચે બેસે છે અને પછી એ લોકો ક્ષત્રિયોની ઉપાસના કરે. ઑફરિંગ બધા એમને આપે અને બીજી બાજુ બ્રાહ્મણોને રક્ષણ કરવાનું પહેલા લોકો વચન લે. આવો રાજસૂય યજ્ઞ અહીંયા આગળ તો બ્રહ્મજ્ઞાન માટે બાલાકી અહીંયા આવ્યા હતા. પહેલા આપવા આવ્યા હતા, પણ હવે હાલત એવી થઈ ગઈ કે કાશી નરેશ પોતે જ બહુ વિદ્વાન છે એવું એમને ખ્યાલ આવ્યો.

એટલે પછી એ મૌન થઈ ગયા અને સામે કીધું કે, "આટલાથી તો બ્રહ્મજ્ઞાન નહીં થાય, તો હવે શું કરીએ?" તો કે, "હું તમારી સેવામાં ઉપસ્થિત થઉં." જેને બ્રહ્મજ્ઞાન જોઈતું હોય તેને ઉપસ્થિત થવું પડે જેની પાસે જ્ઞાન હોય ત્યાં.

ત્યારે કહે છે અજાત શત્રુ, "છતાં પણ હું તમને બ્રહ્મનો ઉપદેશ આપીશ," અર્થાત, "બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીશ." ત્યારે અજાત શત્રુ ઉઠ્યા અને બાલાકીનો હાથ પકડી અને કીધું કે, "એક સૂતેલા પુરુષની પાસે લઈ ગયા અને કીધું, 'હે બ્રહ્મન, શ્વેતાંબરધારી!'" એમ કહીને જગાડવાનો એમણે પ્રયત્ન કર્યો અને તો પણ એ જાગૃત ના થયો. પછી એને ખૂબ ઢંઢેળ્યો એટલે પછી એ જાગીને બેઠો થયો. ત્યારે કીધું કે, "આ સુઈ ગયેલો જે હતો ત્યારે એનો વિજ્ઞાનમય પુરુષ એ સમયે ક્યાં હતો જ્યારે સુઈ ગયો હતો ત્યારે? અને હવે જાગ્યા બાદ એ અહીં આવી ગયો. એ શું થયું?" તો બાલાકી એનો જવાબ આપી શક્યા નહીં.

ત્યારે અજાત શત્રુએ એને સમજાવ્યું કે, "એ જીવાત્મા વિજ્ઞાનમય પુરુષ પ્રસુપ્તાવસ્થામાં હતો ત્યારે પોતાની વિજ્ઞાન શક્તિથી સમસ્ત ઇન્દ્રિયોની શક્તિને પોતાની અંદર એકત્રિત કરી લીધી હતી. આપણે સવારે વાત કરી એમ કાચબો જેમ પોતાની ઇન્દ્રિયો સંકેલે એમ એ સુઈ ગયેલો માણસ હોય તે પોતાની બધી ઇન્દ્રિયોમાંથી બધી શક્તિઓ પાછી ખેંચી લે છે. અને સૂતેલી સ્થિતિમાં જીવાત્મા હૃદયાકાશમાં રહીને ઇન્દ્રિયોને ગ્રહણ કરે છે. એ સમયે એને 'સ્વપિતિ' કહે છે. એ સમયે પ્રાણ, નેત્ર, સ્ત્રોત્ર અને મન એમ બધાય પોતપોતાના ઘરમાં હોય છે, સ્વગૃહે હોય છે. એ લોકો બહિર્ગમન કરતા નથી."

એમ હવે જ્યારે આ જીવાત્મા સ્વપ્રવૃત્તિમાં હોય અથવા સ્વપ્નાવસ્થામાં હોય ત્યારે એના લોકો જે હોય એ બધા અર્થાત કરેલા કર્મોના પ્રતિફળો જાગે. એને જે જે કરેલું હોય એનું પ્રતિફળ જાગે છે. એ સમયે વિભિન્ન પ્રકારની સ્થિતિઓને મેળવતા ક્યારેક મહારાજા, ક્યારેક મહાન બ્રાહ્મણ, ક્યારેક ઉચ્ચ અવસ્થા અને ક્યારેક નિમ્ન અવસ્થાને પ્રાપ્ત કરે છે. અને પ્રજાની સાથે ભ્રમણ કરવાની જેમ જ પ્રાણેન્દ્રિયોને લઈને શરીરમાં યથેચ્છ સ્થળો પર ભ્રમણ કરતો ક્યારે સુઈ જાય ત્યારે.

ત્યારબાદ જ્યારે જીવાત્મા સુષુપ્તાવસ્થામાં હોય, સંપૂર્ણપણે નીંદથી અંદર ઊંડે 'ડીપ ડાઉન' અને એને બાહ્ય જગતનું કંઈ પણ ભાન રહ્યું ના હોય, એવા સમયે હીતા નામની ૭૨,૦૦૦ નાડીઓ કે જે હૃદયમાંથી નીકળી આખા શરીરમાં સંવ્યાપ્ત થયેલી હોય છે, એના માધ્યમથી એ જીવાત્મા બુદ્ધિની સાથે સંપૂર્ણ શરીરમાં સમવ્યાપ્ત થઈને સુઈ જાય છે. જે રીતે કોઈ બાળક, મહાબ્રાહ્મણ અથવા મહારાજ અતિશય આનંદની સ્થિતિ મેળવીને સુઈ જાય છે, તેવી રીતે આ જીવાત્મા પણ સુઈ જાય એટલે એને સંપૂર્ણ સુષુપ્તિ વ્યાપી જાય છે. એ સ્વપ્નાવસ્થામાં નથી તે વખતે. પછી એને કશો ખ્યાલ હોતો નથી. જો કે એક સામ્યતા એવી છે કે સુષુપ્તાવસ્થામાં બાળક, રાજા, વિદ્વાન બધાયની વિશ્રામની સ્થિતિ કેવી હોય? એકસરખી જ હોય. બધા ઊંઘતા હોય તો સરખા જ દેખાય એમ.

જે રીતે કરોળીઓ પોતાના દ્વારા બનાવેલા તંતુઓ પર ચાલીને ઊર્ધ્વગમન કરે છે, જે રીતે અગ્નિમાંથી નાની મોટી અનેક ચિનગારીઓ નીકળે છે, બરાબર એ જ રીતે આ આત્મા દ્વારા બધા પ્રાણ, બધા લોક, બધા દેવતા અને સમસ્ત ભૂત બધું પેદા થયેલું છે. એનું આ ઉપનિષદીય નામ સત્યનું સત્ય છે અને એ સત્યનું સત્ય શું છે? ચોક્કસ પ્રાણ જ છે. પ્રાણ જે છે તે જ સત્ય છે અને આત્મા એ પણ પ્રાણ છે, એ પણ સત્ય છે.

હવે જો કોઈ આધાન-પ્રત્યાધાન સ્થૂલ એટલે ખૂંટા અને દામ બાંધવાની દોરી સાથે આ પ્રાણરૂપ શિશુને જાણનાર છે, એ દ્વેષ કરનાર સાતે ભ્રાતૃવવીઓ, સાત વિરોધીઓ છે એના. કયા? પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિને રોકવાને માટે સમર્થ બને છે. મધ્યમાં રહેલ અથવા મધ્યમ પ્રાણ જ શિશુરૂપ છે જેનું આ શરીર અધિષ્ઠાન છે. આ શિશુનું માથું જ પ્રત્યાધાન, પ્રાણ તત્વ સ્થૂણા અને અન્ન એ જ એની રસી છે. તો અન્ન વડે રસી જાણે ખાવાનું છે, ખાવાનું છે એમ કરીને માણસ બંધાયેલો રહેતો હોય છે. એવી રીતે પ્રાણ પણ અહીંયાથી પ્રાપ્ત થશે મને પ્રાણ એમ કરીને અન્નથી બંધાયેલો રહે છે. એની એટલે કે પ્રાણની સહાયિકા આ સાત અક્ષિતિઓ છે એટલે કે ક્ષીણ ન થનારી ઉપસ્થિત થાય છે. એમાં સાત અક્ષિતિઓમાં બંને નેત્રોની બે લાલ રેખાઓ રુદ્ર શક્તિનું પ્રતીક છે, વિદ્યુતનું પ્રતીક છે નેત્રોમાં.

જળ એ પર્જન્ય શક્તિનું પ્રતીક છે. જે કણિકા એટલે કે આંખની પૂતળીઓ છે, તે આદિત્ય શક્તિનું પ્રતીક છે. કાળાશ એ અગ્નિ શક્તિનું પ્રતીક છે. શ્વેત ભાગ તે ઇન્દ્ર શક્તિનું પ્રતીક છે અને નીચેની પલક એ પૃથ્વીની શક્તિ, જ્યારે ઉપરની પલક એ દ્યુલોક એટલે કે સ્વર્ગની પ્રતીક છે. આ રીતે જે જાણે છે, તેનું અન્ન ક્યારેય ક્ષીણ થતું નથી અને તેના નેત્રો બરાબર સરસ રહેતા હોય, આ શ્લોક દ્વારા પુષ્ટિ થાય છે.

આ ચમસ જ એટલે નીચે તરફ મોંવાળો અને ઉપરની બાજુએ જળથી યુક્ત છે, એવો વિભિન્ન પ્રકારનો યશ સમાય છે. ચમસના કિનારે સાત ઋષિગણ નિવાસ કરે છે. પહેલીઓ બુઝાવતા હોય ને એવી રીતના ઋષિઓ વાતો કરે તથા અષ્ટમ વાણી નિવાસ કરે છે, જે વેદો એટલે કે બ્રાહ્મણો (અહીં પાછો વેદોને બ્રાહ્મણ કીધા, બ્રાહ્મણોને વેદો કહે છે) એકબીજાના પર્યાયવાચી શબ્દો એકબીજા સાથે સરસ રીતે વાપરે, સમર્થ હોય છે. આ ચમસ જે નીચે તરફ મુખ અને ઉપર તરફ પગવાળો છે, નીચે મોઢું અને શિરશાસન કરેલો છે અને જેમાં સંપૂર્ણ જગતનો યશ રહેલો છે. હકીકતમાં પ્રાણ છે, શિરશાસન કરીને રહેલો છે પ્રાણ. એના કિનારા પર સાત ઋષિઓનો વાસ નિવાસ છે અને આ સાત ઋષિઓ એટલે સાત ઇન્દ્રિયો છે. આઠમી વાગેન્દ્રિય છે, વાકની શક્તિ જે બ્રાહ્મણો દ્વારા બોલાતી વેદવાણી વણવામાં આવેલી છે.

આ બંને જ કાન ગૌતમ અને ભરદ્વાજ ઋષિ છે. બે કાન જે છે એ તો કોણ છે? ભારદ્વાજ અને ગૌતમ ઋષિ. બંને ચક્ષુઓ છે એ વિશ્વામિત્ર છે અને જમદગ્ની છે. નાસિકાના બે છિદ્ર જ વશિષ્ઠ છે અને કશ્યપ ઋષિ છે. વાણી છે તે અત્રી ઋષિ છે, કેમ કે વાણી જ, જીભ જ અન્ન ગ્રહણ કરવામાં સક્ષમ છે અને અન્નનો ભાગ ગ્રહણ કરવામાં અત્રી પ્રખ્યાત છે. એટલા માટે વાક જ અત્રી છે. જે આ તથ્યને સારી રીતે સમજે છે, એ સમસ્ત અન્નો ભોગ કરનાર બધાનો સ્વામી થાય છે. તો આ બધા ઋષિઓ બધા અહીંયા જ મોજૂદ છે. જેમ દેવો મોજૂદ છે, તેવી રીતે ઋષિઓ પણ આવી રીતે મોજૂદ છે.

હવે આગળ કહે છે કે બ્રહ્મના બે સ્વરૂપો છે: એક છે વ્યક્ત સ્વરૂપ અને બીજું છે અવ્યક્ત સ્વરૂપ. એમાં મરણ ધર્મા જે છે તે વ્યક્ત સ્વરૂપ છે (બોડી) અને જે અમર્ત્ય જ અવ્યક્ત છે. જે મર્ત્ય છે તે જળ છે અને સ્થિર છે. અને અમૃત અવિનાશી સતત ગતિમાન છે. વાયુ અને અંતરિક્ષથી ભિન્ન તત્વ અગ્નિ, જળ અને પૃથ્વી છે. એક વાયુ અને અંતરિક્ષ બે છોડી દો એટલે બાકીના ત્રણ તત્વો નીચે આવી ગયા. એ બધા જ મૂર્ત, મરણ ધર્મ અને સ્થિર તત્વો. આ ત્રણેયનું સાર તત્વ તપ્યમાન આદિત્ય અથવા તો યજ્ઞ પુરુષ અગ્નિ તત્વ જે છે તે. જ્યારે વાયુ અને અંતરિક્ષ બંને કેવા છે? અવ્યક્ત છે. પહેલા વ્યક્ત હતા, આ દેખાય ને આપણને? અગ્નિ દેખાય, જળ બી દેખાય અને પૃથ્વી તત્વ હોય તે પણ દેખાય. જ્યારે વાયુ અને અંતરિક્ષ તત્વ છે એ અવ્યક્ત છે. એ કેવા છે? અમર્ત્ય છે, ક્યારેય મૃત્યુ પામતા નથી વાયુદેવ ક્યારેય અને ગતિશીલ છે પાછું એ.

આ આદિત્ય અથવા બ્રહ્માંડ (અહીંયા બ્રહ્માંડ ને આદિત્યની, આદિત્ય અને બ્રહ્માંડની, આ આદિત્ય આખો આ જો આ રહ્યો, બે હાથ, બે પગ, માથું, ધડ વાળો જે છે તે આદિત્યની વાત કરે) એ બ્રહ્માંડની વાત કરે છે અહીંયા. જે વિશિષ્ટ તેજસ સંપન્ન પુરુષ છે, તેજોમય બોડી તમારું એનર્જી બોડીની વાત. એ જ આ અમર્ત્ય અને અવ્યક્ત ભૂતોનો સાર છે. આ બધાનો સાર શું છે? ત્યાં આગળ શું તે જે તેમાં છે તે બધું અહીંયા વ્યક્ત થાય છે. એ અવ્યક્ત છે પણ એ અહીંયા વ્યક્ત કરે છે. એટલે આ જે છે તેને અધિદેવ દર્શન કહેવામાં આવે છે. કોઈની ઓરા જોવી એટલે એને શું કીધું? ઋષિમુનિઓની ભાષામાં શું કહેવાય? અધિદેવ દર્શન કહેવાય. કોઈની ઓરા જોવી, એનર્જી બોડીને ચેક કરવું અધિદેવ દર્શન છે.

હવે અધ્યાત્મમાં આગળ બીજું કહેવામાં આવે છે: શરીર અંતર્ગત આકાશ અને પ્રાણથી ભિન્ન એવો જે અગ્નિ, જળ અને પૃથ્વીનો અંશ આ શરીરમાં વિદ્યમાન છે, મૂર્ત છે, મરણ ધર્મા છે. નેત્ર આ સતના સાર સ્વરૂપ છે. જે મરણ ધર્મમાં છે તેની, એનો સાર ક્યાં છે? નેત્ર. મૃત્યુ પામે માણસ એટલે એને નેત્રો કેવા થઈ જાય? ઠરડાઈ જાય. તરત ખબર પડી જાય કે ભાઈ આ મરણ ધર્મ છે. હવે પતી ગયું આમનું. આગળ જશે હવે કે અથવા જતા રહ્યા છે, હવે છે જ નહીં, ગયા, ગાયબ થઈ ગયા.

હવે અમૂર્તની વાત કરીએ તો પ્રાણ અને દેહમાં રહેલું જે આકાશ એ બંને અમૂર્ત છે, અવિનાશી છે અને ગતિશીલ છે. આ અવિનાશી અમૂર્ત પ્રાણ અને આકાશ તત્વનો સાર એ જમણા નેત્રની અંતર્ગત રહેલ પુરુષ અથવા વિશિષ્ટ શક્તિ છે. જમણા નેત્રમાં જેના વડે બધું જોઈ શકે છે તેની વાત કરે છે. એ અમૂર્ત છે, દેખાતો નથી એવું. જમણા નેત્રમાં રહેલ પુરુષ આત્માનું રૂપ આ પ્રકારનું છે કે જેમ મહારજન એટલે કુસુંબ પુષ્પનો રંગ અથવા મહાન રંગનારાથી રંગાયેલ વસ્ત્ર હોય, જેમ પાંડુ એટલે પીળું હલકું ઉન હોય, જેમાં ઇન્દ્રગોપ એટલે કે લાલ ગાય નામનું જંતુ હોય, જેમ આગની જ્વાળા હોય તથા જેમ કોઈ શ્વેત કમળ અને વિદ્યુતની ચમક હોય. એ વખતનું ઓબ્ઝર્વેશન ઋષિમુનિનું કેટલું બધું તે ઝીણી ઝીણી ચીજો પર હતું તેના પરથી આપણને આ જણાવે છે. તો જે આ પ્રમાણે જાણનાર છે, એની શ્રી ઐશ્વર્ય વિદ્યુત કાંતિ સમાન સર્વત્ર ફેલાનારી છે.

હવે આ બ્રહ્મ સંબંધી ઉપદેશ કરવામાં આવે છે. એના માટે સર્વોત્કૃષ્ટ ઉપદેશ શું છે? તો કે "નેતિ નેતિ". એ આ નથી, એ આ નથી, એ આ નથી એમ કરીને બાદ બાદ બાદ કરતાં જે બાકી રહી જશે, તો એને સત્યનું પણ સત્ય કહેવામાં આવે છે. એટલે અવશ્ય જે છેલ્લે બાકી રહી જશે તે શું છે? તો કે પ્રાણ છે. પ્રાણમય દેહ તે સત્ય છે, તે બાકી રહી જશે અને એ બ્રહ્મ એ પ્રાણનું પણ સત્ય છે. પ્રાણનું પણ સત્ય કોણ છે? બ્રહ્મ છે. તો મહર્ષિ યાજ્ઞવલ્કીએ હવે ચોથા બ્રાહ્મણની અંદર એમની વાત આવી. એમની ધર્મપત્ની મૈત્રયને કહ્યું કે "હું હવે આ વર્તમાન સ્થાન..."

ગૃહસ્થ આશ્રમથી ઉપર જઈને વાનપ્રસ્થિ થઈ અને વનમાં જવા માગુું છું, એટલે મારી ઈચ્છા છે કે બીજી ધર્મપત્ની કાત્યાયને તમારી વચ્ચે સંપત્તિનો વહેંચણી કરી દઉં.

આ સાંભળીને મૈત્રી બોલ્યા કે, "ભગવાન, ધન ધાન્યથી ભરેલી આ સંપૂર્ણ ધરતીની અગર હું સ્વામીની બની જઉં, જો એ જમાનામાં એની એની કેટલી બધી એ હતી, તો શું હું અમરપદ પામી શકીશ?"

તો યાજ્ઞવલકે મહર્ષિએ કહ્યું કે, "ના, જેવું સાધન સંપન્નોનું જીવન હોય એવું તમારું જીવન બની જશે અને ધન દ્વારા અમૃત તત્વની આશા કરવી જોઈએ. ધન દ્વારા તમને ક્યારેય અમૃત મળવાનું ના. દવાઓ બહુ જ મળશે, જેટલી જોઈ એટલી. ૪૦ હજાર રૂપિયાનું એક ઇન્જેક્શન! તો અમારે પગમાં દુખાવો થયો, પેલા બતાવવા ગયા હતા, પણ કે ૪ હજાર રૂપિયાનું એક એવું ઇન્જેક્શનો એક કે બે લગાડવા પડશે, શકે છે, તો જ પગનો દુખાવો મટશે, નહિતર નહીં મટે." મેં કીધું, "૪ હજાર રૂપિયા હું મારી પાસે રાખી લઉં છું," એમ બોલીને આવતો રહ્યો.

મૈત્રે બોલ્યા, "હે સ્વામી, જો ધન ઐશ્વર્યથી મને અમૃતત્વ ના મળવું હોય, તો અમરતા ના મળતી હોય, તો એને ગ્રહણ કરીને હું શું કરીશ? આપ તો મને કોઈ અમૃતત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય જાણતા હોય તો બતાવવાની મને કૃપા કરો." કે જો મને બતાવો એમ નથી કહેતા, શું કહે છે? "બતાવવાની કૃપા." વર્ષોથી જેની પત્ની રહી જતી, પણ જો એના પતિને કેટલું સન્માન ની કરે!

યાજ્ઞબલકે કહ્યું, "હે મૈત્રી, તું મારી પ્રિયા છું અને પ્રિય લાગે તેવા વચનો પણ બોલી રહી છું, સારી રીતે બોલી રહી છું. તું આવીને બેસ કે, એટલે હું તારા માટે અમૃત તત્વનો ઉપદેશ કરું અને તું મારા આદેશનું અનુપાલન કરજે. એટલે નિદિધ્યાસ, હું જે ગઉ એક્ઝેટ એ પ્રમાણ કરજે." ત કે, "સારું." સહોવાચ: "ન વા અરે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પતિઃ પ્રિયો ભવતિ. ન વા અરે જાયાયૈ કામાય જાયા પ્રિયા ભવતિ, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ."

આ બધાનો અર્થ છે, ઘણું લાંબું છે. ત્યારે કહે છે કે ઋષિ યાજ્ઞવલ્ક્ય શું કહ્યું આની અંદર? "હે મૈત્રી, ખરેખર પતિની આકાક્ષા પૂર્તિ માટે પતિ પ્રિય હોતો નથી, પરંતુ પોતાની આકાક્ષા પૂર્તિ માટે પત્નીને પતિ પ્રિય હોય છે. એ જ રીતે પત્નીના પ્રાયોજન માટે નહીં, પરંતુ પોતાના પ્રાયોજન માટે પત્ની પતિને. પુત્રોની આકાક્ષા પૂર્તિ માટે નહીં, પણ પોતાની ઈચ્છાની પૂર્તિને માટે થઈને પિતાને પુત્ર પ્રિય હોય છે કે આ મારું સારું કરશે, પેલી મને પ્રેમ કરશે, હું એને પ્રેમ કરીશ. દરેક જગ્યાએ સેન્ટરમાં કોણ રહેલો છે? એક હું રહેલો છે."

એવી રીતે ધનની પ્રયોજન પૂર્તિ માટે નહીં, પરંતુ પોતાના પ્રયોજનની પૂર્તિ માટે વ્યક્તિને ધન પ્રયોગ. "મારું ધન, મારું ધન છે, મારી પાસે છે, હું વાપરીશ તો મને શું થશે?" અહીં પણ વચ્ચે શું છે? સેન્ટરમાં હું રહેલો છે. એટલા માટે હુંના કારણે એને ધન એટલું પ્રિય થઈ પડે. જ્ઞાન અથવા બ્રાહ્મણના પ્રયોજન માટે નહીં, પરંતુ પોતાના સ્વયંના પ્રયોજન માટે જ્ઞાન પણ, બ્રાહ્મણ પણ પ્રિય હોય છે. શક્તિ અથવા ક્ષત્રિય આકાક્ષા માટે નહીં, પરંતુ પોતાની આકાક્ષાની પૂર્તિ માટે શક્તિ પ્રિય હોય છે. દેવોના પ્રયોજન માટે નહીં, એટલે દેવોને જરૂર પડે છે એટલા માટે નહીં, સ્વપ્રયોજનની પૂર્તિ માટે થઈને દેવતા બહુ પ્રિય હોય છે. "મને ગણપતિ ભગવાન બહુ વાલા, પણ મને વાલા એમ. એમ હું ગણપતિ કાઈ નહીં." છે ને? આખો ભાવ એ થઈ જાય છે. ત્યાં જ બહુ મોટામાં મોટો એ થાય છે.

હવે એ કેમ એવું થાય છે તે આગળ જોઈએ. એટલે કે પ્રાણીઓના હિત માટે નહીં, પણ પોતાના હિતને માટે પ્રાણી પણ પોતાને પ્રિય હોય છે. બધાના પોતાના હિતના માટે નહીં, પણ પોતાના હિતના માટે મને બધા બહુ પ્રિય છે. "મારા પ્રિયજનો મને પ્રેમ કરે, હું એમને પ્રેમ કરું છું." જો સામ સામે આવી રીતે વાત કરે. એટલે, "હે મૈત્રી, આજે હું છે એનો આધાર શું છે?"

તો કે આ આત્મા દર્શન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, નિતિધ્યાસન કરવા યોગ્ય છે. આ આત્માના દર્શન, શ્રવણ, મનન અને જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય. એટલે કહે છે અહીંયા ગાળે કે, "તું તારા હુંને ખોળી કાઢ અને પછી એ આત્મદર્શન કર્યા કર." જે બ્રાહ્મણ અથવા જ્ઞાનને આત્માથી અલગ કોઈ અન્ય વસ્તુમાં જાણનાર હોય છે, તેને બ્રાહ્મણ અથવા જ્ઞાન ત્યજી દે છે.

અહીં શું કીધું? "જેવું તમે બ્રહ્મને છોડી દીધું, એટલે બ્રહ્મ પણ તમને." એટલા માટે કહેવામાં આવ્યું તું કે, "હું બ્રહ્મનો અનાદર ના કરું અને બ્રહ્મ મારો અનાદર ન કરે." તેમ અનાદર દૂર થાવ, દૂર થાવ, દૂર. કારણ કે બ્રહ્મ તમને ત્યાજી દેશે, એટલે તમે માત્ર વસ્તુ બની જશો. પછી મૂલ્ય ખતમ, કોઈ કિંમત નહી. એસ સંસારમે બહુ ફરે ભાઈ, તમારા જેવા તો એમ કોક હાંભળાઈ જ દેશે ફટ દઈને તરત જ. પણ જો તમે બ્રહ્મને જાણો છો, તમે ભલે નથી બોલતા, પણ કોકને પણ જો ખબર પડી ગઈ કે આ બ્રહ્મને જાણે છે, દુનિયા ગાંડી થશે તમારા પાછળ. કેમ એવું થાય છે? કારણ કે અહીંયા કિંમત બ્રહ્મની છે, આત્માની અને એના પ્રત્યે મેળવેલી તમે જે કાઈ જાણકારી છે તે બીજા અન્ય લોકોને બહુ ઉપયોગી છે. એટલા માટે લોકો પાગલ થાય છે.

તો આત્મા સિવાય બીજા કોઈને જાણનારને લોકો ત્યાગી દે છે, છોડી દે છે. દેવતાઓ પણ એને છોડી દે છે. જો તમે આત્માની ઉપાસના કરના કરવા સિવાય બીજા કોઈની ઉપાસના કરશો, તો છેવટે બધા દેવતાઓ પણ તમને છોડીને જતા રહેશે. આ બધી ઇન્દ્રિયો જે છે, તેમાંથી બધું દેવત ધીમે ધીમે ધીમે ધીમે કરીને ખલાસ થઈ જશે, એમ કે છે. આંખો જોવાની શક્તિ ગુમાવશે, કાન જતા રહેશે, નાકથી કઈ સુંઘન ની આવે જ. ભોજન થતું નથી કે હવે પેલું મિક્સીની અંદર ઘર કરીને થોડીક વખત રગડો જે બનાવ્યો હોય તે ગટકાઈ જવો પડે છે. હવે તો એ પણ ગળે નથી ઉતરતો. ડોક્ટરો અહીં કાણ ઉપાડી આલશે, પછી કે, "ચાલને, હવે તેમાં નળી વાટે અંદર ઘાલશે, જેમાં કોઈ સ્વાદ નથી, સુગંધ નથી, કશું નથી." પણ...

તનને એ પીવડાવી પીવડાવીને જીવતા રાખશે કે છે, "આવી હાલત થઈ જાય માણસની." બહુ ખરાબ! આત્માને ભૂલી ગયો છે. આ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, લોકદેવતા અને સમસ્ત પ્રાણી, એ બધું જે કાંઈ છે તે બધું આત્મા જ છે અને એ સિવાય બીજું કંઈ નથી. જો તમે આત્માને ભૂલી ગયો તો જે જે કંઈ આત્મસ્વરૂપે રહેલું છે એ બધું તમારો ત્યાગ કરીને જતું રહે છે.

જેમ દુદુંભી વાગતી હોય ત્યારે તેમાંથી નીકળતા શબ્દોને ગ્રહણ કરવા માટે બીજું કોઈ સમર્થ નથી. માત્ર દુદુંભી અને તેનો વાદક જ ગ્રહણ કરી શકે. દુદુંભી વાગે તો તેને કોણ ગ્રહણ કરે છે? તો કે દુદુંભી પોતે અને તેનો વગાડનારો, આ બે જણને જ તેના સ્પંદનોનો ખ્યાલ આવે છે. બીજા કોઈને ખબર પડતી નથી. બધા સાંભળે કે દુદુંભી વાગ્યું એમ, પણ એ વાગવું એટલે શું અને વાગવાથી શું થાય એનું જ્ઞાન કોને હોય? અત્યારે કેવું વાગી રહ્યું છે તેનું જ્ઞાન પણ કોને હોય? દુદુંભીને અને વગાડનારને.

એક બીજો શબ્દ આપ્યો છે અહીંયા આગળ. એ જ રીતે એવી ચેતના, આત્મચેતનાથી જ આત્માને પ્રાપ્ત કરી શકાય છે. તો વગાડનારો જ જાણે છે, સમજ પડી ગઈ? તો બ્રહ્મને માટે જે પ્રયત્નશીલ થયો હોય એને જ એની ખબર પડશે, બીજા કોઈને ખબર પડવાની નથી. એનું બ્રહ્મનું સ્ફૂરણ કોઈને ખબર પડવાની નથી.

હવે આગળ કીધું કે જેમ શંખના શબ્દોને શંખ અથવા તેનો વાદક જ ગ્રહણ કરી શકે છે, બીજો કોઈ ગ્રહણ કરી શકતો નથી. એવી રીતે આત્મા દ્વારા આત્માને જ ગ્રહણ કરી શકાય છે. વીણા જો વગાડવામાં આવે, ત્રીજો દાખલો આપ્યો, તો વીણા અને તેનો વાદક, એ બે જણ જ ગ્રહણ કરે છે. બીજું કોઈ એને ગ્રહણ કરી શકતું નથી. બધા શ્રવણ કરશે, "વીણા વાગી, આમ થયું, તેમ થયું," બધી વાત સાચી, પણ આ વાગવું એટલે એક્ચ્યુલી શું થઈ રહ્યું છે? કોણ સમજે છે? તો વીણા સમજે છે અને તેનો વાદક સમજે છે.

એ રીતે ચારે બાજુથી આદાન કરેલા એટલે કે ભીના લાકડામાંથી ઉત્પન્ન થયેલા અગ્નિમાંથી ધુમાડો નીકળે છે. એવી રીતે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ, પુરાણ, ઉપનિષદ, સૂત્ર, શ્લોક, વ્યાખ્યાન અને અનુવ્યાખ્યાન એ બધા શું છે? તો કે મહાન સત્તાના નિશ્વાસ છે. એને છોડી દીધું છે બધું. એનામાંથી બધું બહાર જે કંઈ પડ્યું છે તે જ આ છે એમ. નિશ્વાસ છે એનો. બ્રહ્મએ છોડી દીધેલું છે એટલે એ બધું ત્યાં આગળ આવી રીતના આમ પડેલું છે.

તેનું આશ્રય છે. જે રીતે સમસ્ત જળનું આશ્રય સ્થાન કેવળ સમુદ્ર છે. "સિત્તેર ટકા પાણી ભેગી ઉપર દે એવું સમુદ્ર." સમસ્ત સ્પર્શોનું અયન ચામડી છે. ચામડી પર સ્પર્શનો આપણને ખ્યાલ આવે છે, બીજી કોઈ જગ્યાએ આવતો નથી. સમસ્ત ગંધોનો આશ્રય નાક છે. ચામડીથી તમે સુંઘી નથી શકતા. કોઈને પર આમ હાથ ફેરવીને તમને ખબર પડે કે આ રોઝ પેટલનું છે કે આ ફલાણું શરબત છે કે આ સેફરોન છે? એવું થોડી ખબર પડે? ના પડે ને? તો ચામડીમાં એ વસ્તુ ગ્રહણ કરવાની શક્તિ નથી.

એવી રીતે સમસ્ત સંકલ્પોનો આશ્રય મન છે. આંખે જોયું, કાને સાંભળ્યું, ચામડીએ સ્પર્શ કર્યો, જીભે ચાટ્યું અને સ્વાદ ગ્રહણ કર્યો અને નાકે સુંઘ્યું. પણ આ બધાની ખબર કોને પડી કે પેલા એક જણને? પેલી વાત કરી હતી ને? "પહેલા ઉપરથી પડી કેરી, ઉપરથી ગાડી પડી કેરી." "કે દેખી?" "પહેલા બે જણા દેખી." "તેને સાંભળી?" "નહીં સાંભળી." "પહેલા બે જણ સાંભળી." "તેણે દોડ્યા?" "નહીં દોડ્યા." "પહેલા બે જણ દોડે." "તેને લીધી?" "નહીં લીધી." "પેલા બે જણે લીધી." "તેને સુંઘી?" "નહીં સુંઘી." "પહેલા બે જણે સુંઘી." "તેને ખાધી?" "નહીં ખાધી." "પેલા એક જણને." બધાયનો સરવાળો ભેગો કરીને કહે કે આ મન જે છે તેને જ ખબર પડી. આ બધી ઇન્દ્રિયો આ જે કંઈ કર્યું આખું કેરી એટલે એક ફળની વાત કરી આપણે, બરાબર? કોઈ પણ ફળની વાત હોઈ શકે. કોઈપણ કર્મફળની પણ વાત લો તો પણ આ વાત એટલી જ સાચી કે અલ્ટીમેટલી મન દ્વારા બધું ભોગવાય છે.

એટલે એને ભોગ, ભોગોનો જે સર્વોત્કૃષ્ટ પરાકાષ્ઠા જેને કહેવામાં આવે છે, એ કોણ છે? તો કે અધિપતિ ઇન્દ્રિયોનો ઇન્દ્ર છે. એટલે મનને પણ ઇન્દ્ર કહેવામાં આવ્યો. એ અપેક્ષાએ કહેવામાં આવે.

એટલે સમસ્ત ગંધનો આશ્રય નાક છે. સમસ્ત રસોનો આશ્રય જીભ છે અને રૂપનો ચક્ષુ છે. સમસ્ત શબ્દોનો આશ્રય શ્રોત્ર છે. સમસ્ત સંકલ્પનો આશ્રય મન છે. સમસ્ત વિદ્યાઓનો આશ્રય ક્યાં છે? હૃદયમાં વિદ્યા હોય. સમસ્ત કર્મોનો આશ્રય હાથ છે અને આનંદોનો આશ્રય ઉપસ્થ છે. સમસ્ત વિસર્ગો એટલે કે વિસર્જનનો આશ્રય કયું છે? પાયુ એટલે કે ગુદા. સમસ્ત માર્ગોનો આશ્રય કોણ છે? પગ છે. અને સમસ્ત વેદોનો આશ્રય વાક્ શક્તિ. વાક્ શક્તિ જ ના હોય તો વેદોનું શું કરવાનું એમ? તો વેદો ક્યાં વિરામ પામે? વાણીમાં. અને પછી એના દ્વારા વ્યક્ત થાય.

જે રીતે જળની અંદર મીઠાની ગાંગડી નાખવાથી એ એમાં વિલીન થઈ જાય છે, એને પકડવી કોઈના માટે સંભવ નથી, બરાબર? એવી જ રીતે આ મહદ્ભૂત, અંતહીન, પાર રહિત, વિજ્ઞાન ઘન આત્મા સમસ્ત ભૂતોથી ઊંચો ઉઠીને એમાં જ વિલુપ્ત થઈ ગયો છે. મૃત્યુ પછી આ તત્વનું નામ પણ બચતું નથી કારણ કે એ શરીરના ઇન્દ્રિયોના ભાવથી મુક્ત થઈ જાય છે.

ત્યારે મૈત્રીએ કીધું કે, "હે ભગવાન, જો મૃત્યુ બાદ નામ પણ રહેતું નથી, આપના આ વાક્યથી તો મને મોહરૂપી ભ્રમ ઉત્પન્ન થયો." ત્યારે યાજ્ઞવલ્ક્ય બોલ્યા, "મૈત્રી, એવું નથી. મેં ભ્રમ નાખવા માટે તને કશું કહ્યું નથી, પણ જે કંઈ કહ્યું છે એ આ મહદ્ભૂતનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે કહેલ છે અને એ આ જ્ઞાન માટે પર્યાપ્ત છે કે મીઠાની ગાંગડી જેમ ઓગળી જાય છે તેવી જ રીતે પછી એને છૂટી કોઈ નથી પાડી શકતું. એવી જ રીતે આત્મતત્વ એક વખત વ્યાપી ગયું પછી એને કોઈ પાછું બહાર કાઢી શકતું, કોઈ કશું જ કરી શકતું નથી."

જ્યાં અજ્ઞાન અવસ્થામાં દ્વૈત જણાય છે ત્યાં બીજો બીજાને સુંઘે છે, બીજો બીજાને જુએ છે, બીજો જ બીજાનું શ્રવણ કરે છે, બીજો જ બીજાને કહે છે અને બીજો બીજાનું મનન કરે છે અને બીજો બીજાને...

જાણે છે, પરંતુ જ્યારે આ બધું આત્મરૂપ બની ગયું, ત્યારે એ કોના દ્વારા કોને સુંઘે? કોના દ્વારા કોને કે કોના દ્વારા કોને સાંભળે? અને કોના દ્વારા કોનું મનન કરે કે જાણી શકાય? એટલે, હે મૈત્રી, આ વિજ્ઞાતાને કેવી રીતે જાણી શકાય છે? ત્યારે પાંચમા બ્રાહ્મણમાં આગળ કહે છે: "આ પૃથ્વી સમસ્ત પ્રાણીઓનું મધ છે." પૃથ્વી સમસ્ત પ્રાણીઓનું મધ છે. આની આ જ વસ્તુ આગળ આવશે, કારણ કે આ મધુવિદ્યા છે. સમસ્ત પ્રાણી પૃથ્વી માટે મધ સ્વરૂપ છે. મધપૂડો જાણે મોટો હોય, એમાં બધા મધમાખીઓ જેમ ચોંટે, એવી રીતે અત્યારે બધા જીવો પૃથ્વી ઉપર ચોંટેલા છે. આ પૃથ્વીમાં જેટલા અમર્ત્ય અને તેજ રૂપી પુરુષ છે, જે મૃત્યુ નથી પામતા તેવા અને તેજ રૂપી પુરુષ, તેમજ આ શરીરમાં વિનાશ રહિત અને તેજસ સંપન્ન જે આત્મા છે, એ જ સર્વવ્યાપી પરમાત્મા છે. એ ક્યારેય નષ્ટ ન થનાર બ્રહ્મ છે અને જે કાંઈ પણ છે, એ બધું એ જ છે.

તો અહીંયા નષ્ટ ન થનાર એવું એક જે તેજસ છે, તેની વાત કરી દીધી એમણે કે આ બધાયનું જે કંઈ તેજસ છે, તે બધું એક જ તેજસ છે અને એ ક્યારે પણ નાશ પામનારું નથી. એટલે મધ કેવું હોય? તો કે રોચક હોય અને પોષક હોય. બધાને ગમે, આમ થોડુંક મધ ચાટી લેવું હોય. પૃથ્વી માટે અને પ્રાણીઓ માટે પૃથ્વી જે છે, એ રોચક અને પોષક છે. એટલા માટે બંને એકબીજા માટે મધ કહેવાયા છે. આ સંગતિ સૃષ્ટાની કુશળતા છે, કમાલ છે. આ રીતે પ્રકૃતિના અન્ય ઘટકોની બાબતમાં પણ કહી શકાય છે. તો જેમ પૃથ્વી માટે કીધું, એવી રીતે હવે આગળ જળ માટે કહે છે કે એ પણ પ્રાણીઓનું મધ છે અને જળમાં રહેલ જે સમસ્ત પ્રાણી માટે જળ મધ સમાન છે. જળની બહાર રહેલા જે છે, તેના માટે પણ જળ મધ સમાન છે. હવે એ જે તેજોમય અમૃત સ્વરૂપ પુરુષ છે, જે આ શરીરમાં અવિનાશી આત્મા પુરુષ રહેલો છે, એ આત્મા સર્વવ્યાપી પરમાત્મા છે.

એ જ અવિનાશી બ્રહ્મ છે. એને અહીં જે કંઈ છે, તે બધું જ તે.

પછી આગળ કહે છે: "અગ્નિ તત્વ સમસ્ત પ્રાણીઓનું મધ." સપોઝ અગ્નિ ના હોત તો અન્ન તો બહુ જ હોત બધું, પણ અગ્નિ ના હોત તો શું કરત? કેવી રીતે પાચન થાત એનું? એટલે પ્રાણીઓનું મધ છે અને સમસ્ત પ્રાણીઓ પણ આ અગ્નિ માટે મધ સ્વરૂપ છે. અગ્નિની અંદર પ્રાણી સ્વાહા થઈ જાય છે ને? ખતમ થઈ જાય. બસ, એનું એ જે વ્યક્ત સ્વરૂપ છે પ્રાણીનું, એને દૂર કરી આપે છે. તો એવું પ્રાણીનું જે આ બાહ્ય દેહ છે, તે એના માટે કેવો છે? મધ સમાન છે એમ કે અગ્નિ માટે. આ અગ્નિમાં રહેલ તેજોમય વિનાશ રહિત જે પુરુષ, તે આ શરીરમાં રહેલા વાગમય તેજ સ્વરૂપ જે પુરુષ આત્મરૂપમાં રહેલો છે, એ જ બ્રહ્મ છે, અમર્ત્ય છે અને સર્વ કાંઈ એ જ છે.

પછી વાયુ માટે આ જ વાત કરી કે વાયુ બધા જ જીવોનું મધ છે અને સમસ્ત જીવ વાયુ માટે પણ મધ સમાન છે. જોરથી એકદમ બરાબર વાયુ વાય તો કાંઈ કેટલાય લોકોને ઉડાડી મૂકે. બધાયના જીવ જતા રહે ને? બધાયની બોડી. તો વાયુમાં સંવ્યાપ્ત એવો તેજોમય અમૃત પુરુષ અને દેહમાં સમવ્યાપ્ત પ્રાણરૂપ અમૃતમય તેજસ્વી આત્મા બંને એક જ છે એમ કહે છે. જે વાયુ તત્વ છે, એને અહીં આગળ છે. બંનેમાં રહેલો પુરુષ જે છે, તે એક જ છે એમ કહે છે અને જે કાંઈ છે, તે બધું એ જ છે. આદિત્યની વાત કરે છે આવી રીતે. પછી આગળ દિશાઓની પણ આ જ રીતે વાત કરે છે. એ રીતે ચંદ્રમાની પણ વાત કરે છે, વિદ્યુતની પણ વાત કરે છે અને છેવટે ગર્જના કરતો મેઘ છે, તે પણ આ પ્રાણીઓનું મધ છે. મેઘ ના પડે તો શું થાય? એટલે એના દ્વારા પણ. તો આ આકાશ છે, એ પણ બધા જીવોનું મધ છે અને સમસ્ત જીવ આકાશ માટે પણ મધરૂપ છે.

તો આ જે તેજોયુક્ત અવિનાશી પુરુષ અંતરિક્ષમાં રહેલો છે, એ જ આ છે. એ જ પ્રત્યેક દેહની અંદર હૃદય આકાશમાં રહેલો છે. એ જ અનસ્વર આત્મા રૂપે વિદ્યમાન છે. એ સર્વવ્યાપક બ્રહ્મ અને સમસ્ત ભૂતોથી યુક્ત છે. એ જ બધું છે.

પછી આગળ કીધું: "ધર્મ અને સત્ય." પછી આ સમુદાય. પછી આગળ: "આ આત્મા જીવોનું મધ છે અને જીવ એ આત્માનું મધ છે." બંને ડીપેન્ડન્સી, ઇન્ટરડીપેન્ડન્સી બતાવી, પણ બંને એકબીજાનું મધ છે. આત્મામાં રહેલો જે તેજસ્વી અવિનાશી પુરુષ છે અને આત્મરૂપમાં તેજસ્વી અવિનાશી પરબ્રહ્મ છે, એ સર્વવ્યાપક અવિનાશી બ્રહ્મ છે અને એ જ બધું છે. ચોક્કસ નિશ્ચિત આત્મા જ સર્વ પ્રાણીઓનો અધિપતિ અને રાજા છે. જે રીતે રથની નાભીમાં બધા આરા જોડાયેલા રહે છે, એ જ રીતે સમસ્ત જીવ, સમસ્ત દેવતા, સમસ્ત લોક, સમસ્ત પ્રાણ બધા કેમાં જોડાયેલા છે? આ આત્મામાં જોડાયેલા છે. આત્માને અંદર જ બધું આ ફરફર ફરફર કર્યા કરતું હોય. એ બધાને ધરી કોણ? તો કે આત્મા. એટલે ક્યાંક એને સૂત્ર રૂપે કહે છે, ક્યાંક ધરી રૂપે કહે છે, ક્યાંક સૂર્ય રૂપે કહે છે. અલ્ટીમેટલી આત્માની મહત્તા બતાવવા માટે થઈને આ બધા પ્રયત્ન છે.

આ મધ આત્મવિદ્યાનું વર્ણન દદ્યંગ આથર્વણે અશ્વિની કુમારોને કર્યું હતું. એના વડે અશ્વિની કુમારો જે હતા, તે ખૂબ તેજસ્વી બન્યા અને એ બધા પછી દિવ્ય ચિકિત્સા પદ્ધતિ જે છે આપણી, તેના અંદર એનું વર્ણન આવે છે. ઋષિએ એમને કહ્યું કે, "હે અશ્વિની કુમારો, જે રીતે મેઘ વરસાદને પ્રગટાવે છે, તેવી જ રીતે હું તમારા ઉગ્ર કર્મોને પ્રગટ કરું છું. અશ્વના મસ્તક વાળા તમારા બંને માટે આ આથર્વણ મધુવિદ્યા પ્રદાન કરી રહ્યો છું." પછી આ મધુવિદ્યા આથર્વણ દદ્યંગે અશ્વિની કુમારોને પ્રદાન કરી હતી અને એ મંત્ર દ્રષ્ટા ઋષિ જે હતા, તેમણે કહ્યું કે, "આપ આથર્વણ માટે અશ્વનું મસ્તક લાવો. તેમણે સત્યનું રક્ષણ કરતા આપને સૂર્ય સંબંધી મધુવિદ્યાનો ઉપદેશ કર્યો." એ જ્ઞાન ગોપનીય, છાનું રાખવા જેવું હતું. એટલે અશ્વિની કુમારોને આપવામાં આવ્યું. એ દેવોના વૈદ્ય છે અશ્વિની કુમારો બંને, જેમ ધનવંતરી છે તેવી જ રીતે.

તો દેવોને કાંઈ પણ નાની મોટી તકલીફો પડે તો એ બધાને દૂર કેવી રીતે કરે છે? એ અશ્વિની કુમારો શેનાથી કરે છે?

આ મધુવિદ્યાનો એમને જે ઉપદેશ કરવામાં આવ્યો, ત્યાર પછીથી એ લોકો કરતા થયા. એટલે દેવોને ઘણી તકલીફો પડે, ભાઈ. હા, એટલે એમને કિડનીને એવું બધું તકલીફો ના પડે એ વાત સાચી, પણ એ લોકોનું તેજ ઓછું થવા માંડે, એ લોકોની શક્તિઓ ક્ષીણ થવા માંડે, એમનો પ્રભાવહીનતા આપણે બહુ સમજી ના શકીએ એવા પ્રકારની તકલીફો. આપણે પણ છતાંય ખ્યાલ આવે.

સખત જરૂરિયાતમાં હોવ કોઈ માણસ, દાખલા તરીકે, બરાબર? અને ક્યાંય જે પૈસા નથી આવવાના એનો આમ ખાતરી થઈ ગઈ હોય, તે માણસનો ચહેરો જુઓ, શરીર જુઓ, કેવું થઈ ગયું હોય! અને ખબર છે કે જો હું આ પૈસા નહીં ચૂકું તો પેલો માણસ મને મરાવી નાખશે. એટલે હવે તો માત્ર પૈસા આપવાનો છે એ નહીં, દેહ ત્યાગનો પણ એમ કે દોષ ઉત્પન્ન થવાનો છે. તો બંને રીતે ગભરાયેલો માણસ હોય તો શું થશે? એનો તેજ જતું રહેશે, ઉડી જશે. કોઈપણ એને જોઈને એમ કહી દેશે કે, "આ કેમ આવું થઈ ગયું? આ માણસ યાર શું થયું એને?" કે, "જવા દેને એની વાત ના કરીશ. એને 72 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું અને સાત કરોડને 20 લાખ તો હજી પેલાને આપવાના હતા. અને એમાં છે તો પાછું આ જે પેલા ટાઈમ સરને પાછલા વર્ષનો હપ્તો ભર્યો નથી. એટલે પેલા ખંડણીવાળા હતા એની પાસે અને ધમકી આપી છે કે એને કે પૈસા નહીં આપે ત્રણ દાડામાં તો મારી નાખીશ." એટલે એ માણસને તમે જુઓ ત્યારે કેવું લાગે તમને?

ચિંતાગ્રસ્ત હોય, ચિંતાથી ગ્રસાયેલો એવો તેજ જતું રહે, નૂર ઉડી જાય એ માણસનું. જીવ જીવવાની જીજીવિષા ખતમ થઈ ગઈ હોય અને અંદરથી આપડો ફાફડો, ગભરાયેલો, સ્ટ્રેસ, ટેન્શન ને ફટીકવાળો આવો થઈને રહ્યો હોય જેમ, બરાબર?

હવે કોઈ માણસ એકદમ એને કે, "તું ચિંતા ના કર યાર. મુકેશ અંબાણી મારો ભાઈબંધ. આટલા પૈસા તો હું એને અપાઈ દઈશ." કે, "ચલ, તને ફોન પર વાત કરું." પેલો ફોન પર વાત કરે, પેલો એગ્રી થઈ જાય કે, "ઓકે, હું તને પૈસા મોકલી આપું છું." હવે જેને આવા સમર્થનો સાથ હોય, જેઓ એકદમ મળી જાય, પછી એને ડર લાગશે? બીક લાગશે? "પૈસા તો કે એ તો મળી જવાના છે." "ડીલિંગ તો કે તું એની ચિંતા ના કર. તું તારી ફુરસતે આપજે મને. મારે કોઈ ઉતાવળ નથી." તો કે, "સારું, બરાબર." બસ, પછી એને તમે જુઓ તો હાજે પાર્ટી કરો કે, "ચાલ, હું તને પાર્ટીમાં આપું." સરસ મજાના કપડાં પહેરીને મજાથી જીવતો હોય એમ માને છે. થાય છે ને આપણા વ્યવહાર જગતમાં? એવી રીતે દેવોને પણ થતું હોય. કોઈ દેવની ઉપાસના ઓછા-વત્તા પ્રમાણમાં થવા માંડે એટલે દેવનું તેજ ઓછું થવા માંડે. એ દેવને ચ્યવી જવાનો ટાઈમ આવે ત્યારે છ મહિના પહેલા પણ તેનું તેજસ શરીર હોય એ બધું ખલાસ થવા માંડે, ક્ષીણ થવા માંડે.

એટલે બધાને ખબર પડે કે જવાનો થયો. આપણે ત્યાં નથી કોકના જોઈને કહેતા કે, "ડોહાએ હવે તૈયારી કરી દીધી છે." કે છે, "ભાઈ, હવે ગમે ત્યારે ઉપડે હો ભાઈ. એને છોકરાને સાવધાન કરી દેજો." કઈ આવો, "બરાબર દેખાતું નથી, ગમે ત્યારે ઉપડશે." એવું ત્યાંય પણ થાય. એ દેવયોનિમાંથી ભાઈ એ ચ્યવીને મનુષ્યમાં આવે, બીજી ક્યાંય જાય, કંઈ પણ થાય.

તો એવા બધા જાતજાતના ઘણા ઘણા દુઃખો હોય. તો જેમ આપણે કાઉન્સલિંગની જરૂર પડે, કન્સલટેશનની જરૂર પડે. એક મોટો ટ્રેન એક્સિડન્ટ થઈ ગયો હોય કે પ્લેનનો એક્સિડન્ટ થઈ ગયો હોય અને પછી માનસિક રીતે આઘાત જબરજસ્ત લાગેલો હોય કે, "બે દિવસથી તો કે બસ રાતે ઊંઘી જ નથી શકતો." "કેમ?" તો કે, "એ પેલું એનું એ જ સીન દેખાય કરે." તો અહીં અત્યારે શું કહે છે ડોક્ટરો? "ભાઈ, એક કામ કરો, પેલા મનોચિકિત્સકને મળો તમે. કાઉન્સલિંગ કરાવો એને." પછી એને ધીમે ધીમે ધીમે ધીમે આખી વસ્તુઓમાં એ કાઉન્સલિંગ કરાવી અને એ વસ્તુઓમાંથી એને બહાર કાઢવામાં આવે છે. કેટલાય સૈનિકો હોય છે, એ બધાયને આવો ટ્રોમા લાગી જતો હોય છે. આમ નજર સામે બાજુમાં ઉભેલો માણસ હોય ને આમ પગ કપાઈ જાય, હાથ કપાઈ જાય કે ગ્રેનેડ આવીને પડે ને કશું દેહ ઉડી જાય, અમુક અંગ ક્ષતિ થઈ જાય.

આ જોતો હોય ને કશું કરી ના શકતો. તઈ ગોળીઓ વરસતી હોય, ભાઈબંધ તઈ પડ્યો છે પણ એ ખેંચી નથી શકતો એને. કારણ કે એટલી બધી ગોળીઓ ત્યાં આગળે વરસાદ. "જરાક ખમી જાય તો જઈને લઈ આવું એને." પણ લઈ આવું લઈ આવું કરતાં માતો ત્યાં સુધીમાં તો પેલાએ દમ તોડી દીધો. એની નજર સામે પેલાએ દમ તોડ્યો આમ સામે તરફડીયા મારતો મારતો પણ એ કશું કરી શક્યો નથી. હવે ડુ યુ થીંક કે એ માણસ સારી રીતે ઊંઘતો હોય? તો એવાને પછી જરૂરત પડે.

એટલે આવા બધા ઘણા ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં અશ્વિની કુમારોની જરૂર પડે છે દેવોને. એટલા માટે તો એમનું સર્જન કરવામાં આવ્યું. તો આ મધુવિદ્યાનો ઉપદેશ કર્યો એટલે પછી કહ્યું કે, "પરબ્રહ્મએ સર્વપ્રથમ બે પગવાળા અને ચાર પગવાળા શરીરોનું નિર્માણ કર્યું. ત્યારબાદ એ વિરાટ પુરુષ જે હતો તે બધાની અંદર પ્રવેશી ગયો. સીધા ટક અંદર, ટક અંદર, દરેકની અંદર પ્રવેશ. ક્યાં સુધી? આજે ન ખસે ને ત્યાં સુધી પ્રવેશી ગયો. દરેકને હાથે પગે ધરી." એટલે એની વ્યાપ્તિ એટલે સુધી રહી દેહની અંદર. એની વ્યાપ્તિ આમ એ છે બધે અને દેહની અંદર એની વ્યાપ્તિ ક્યાં ગાળે? તો કે આટલે સુધીની. એના કારણે એ પુરુષને પૂરીશય એટલે પૂરો શરીરોમાં રહેલો કહેવામાં આવેલ છે. આ સૃષ્ટિમાં એવું કોઈ નથી કે જેની અંદર એ પ્રવેશેલો નથી. કોણ? વિરાટ પુરુષ. પરબ્રહ્મનો એક એક ભાગ.

આ શરીરનો આ મધુનો ઉપદેશ આથર્વને અશ્વિની કુમારોને આપ્યો અને શરીરધારીઓને તેના વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ કરવા માટે એ પુરુષ શરીરધારીનું પ્રતિરૂપ એટલે કે જળ, વાયુ અને આકાશની જેમ પાત્રના આકારનું બની જાય છે. એનર્જી બોડી એ પરમાત્મા એક હોવા છતાંય માયાથી અનેક રૂપોવાળો જણાય છે. શરીર રૂપી રથમાં જોડાયેલ ઇન્દ્રિયો રૂપી અશ્વદ હજાર અને અનંત છે. એ બ્રહ્મ કારણવિહીન, કાર્યવિહીન, અંતર તેમજ બહારથી પણ વિહીન છે. બધા જ વિષયોનો અનુભવ કરનારો આત્મા જ બ્રહ્મરૂપ છે અને

સમસ્ત વેદાંતોનો પણ ઉપદેશ છેવટે આજ રહેલો છે. હવે આ મધુકાંડ આજે કાઈ આ બધી વિદ્યાને જાણનારા માણસો હતા, તેની એક લાંબી વંશાવળી છે, જેનો આપણને કઈ ઉપયોગ નથી. બધા પુષ્કળ ઋષિઓના નામ આપેલા છે કે આનો આ, આનું આ, એમ કરી કરીને. એટલે એને આપણે બાજુ પર રાખીશું. પણ અગત્યનું એ છે કે કોઈ ઋષિ કોઈ બીજા ઋષિનું પરસ્પર એકબીજા દ્વારા જ્ઞાન મેળવવાનો, કોઈ કોઈને એકથી વધારે વખત જ્ઞાન પ્રાપ્ત કરવાનો એવો પણ ઉલ્લેખ અંદર હોય છે. એટલે ઘણી વખત એક જ વ્યક્તિએ ઘણા લોકો પાસેથી પણ મધુવિદ્યા પ્રાપ્ત કરેલી હોઈ શકે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હોઈ શકે છે.

જેમ કે, હવે તમારા જ કેસની અંદર દાખલો લઈએ કે તમને એકદમ યાજ્ઞવલ્કીય ઋષિ મળી જાય, તો એ તમે વિનંતી કરો એટલે તમને બ્રહ્મજ્ઞાન આપે. પછી થોડોક ટાઈમ થાય ને પછી કે "વશિષ્ઠ મુનિ પધાર્યા હતા." કે "પ્રભુ, મને બ્રહ્મવિદ્યા કહો." એટલે પાછા એ પણ તમને આપે. થોડુંક આગળ બે-ચાર વર્ષ જાય ને પછી પાછા કે "અત્રી ઋષિ આવ્યા છે." હવે તો એ પણ તમને ઉપદેશ આપશે. પછી બહુ આ કરતાં કરતાં શિવ આરાધનામાં એટલા બધા મગ્ન થઈ ગયા કે બસ હવે શિવજી પ્રસન્ન થાય ને મને ફાઇનલી મધુવિદ્યાનો ઉપદેશ આપે. કારણ કે શિવજી સ્વયં પણ તમને મધુવિદ્યાનો ઉપદેશ આપે તો ચાર જગ્યાએથી તમે પ્રાપ્ત કરી એમ કહેવાય છે મધુવિદ્યા. એટલે એવું પણ ઘણું બધું થયું હતું. કાંડી, અગ્નિવેશ, શાંડીલ્ય, બહુ લોકોના નામ છે. એટલા બધા છે કે ના પૂછો, અસંખ્ય.

હવે ત્રીજા અધ્યાયમાં વિદેહરાજ જનકે એક મોટો યજ્ઞ, અશ્વમેઘ, કર્યો પાછો. અને એમાં યજન કરતી વખતે બધા પ્રદેશના વિદ્વાનોને એમને બોલાવ્યા. ત્યારે રાજાને જાણવાની ઈચ્છા થઈ કે "આટલા બધા વિદ્વાનો બોલાવ્યા મેં, પણ આ બધામાં સૌથી બેસ્ટ કોણ હશે? સૌથી શ્રેષ્ઠ કોણ છે? સર્વશ્રેષ્ઠ કોણ છે?" એટલે એમણે પોતાની ગૌશાળાની ૧૦૦૦ ગાયોના શિંગડામાં ૧૦-૧૦ પાદ એટલે કે લગભગ ૧૦૦ ગ્રામ સોનું એમાં બંધાવી દીધું, લાલ કપડાની અંદર કરી. હવે રાજાએ બ્રાહ્મણોને કીધું કે "હે પૂજ્ય વિદ્વાનો, આપ લોકોમાંથી જે કોઈ સૌથી વધારે બ્રહ્મનિષ્ઠ હોય, ત્યાં ગાયોને લઈ જાવ." અને એ બ્રાહ્મણોમાંથી કોઈનુંય પોતાને શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ કહેવાનું સાહસ પેદા થયું. કોઈ બોલી જ ના શક્યું.

છેવટે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે પોતાના એક બ્રહ્મચારી શિષ્યને બોલાવ્યો. એનું નામ હતું સામશ્રવા. એને બોલાવીને કીધું કે "હે સૌમ્ય," બધાને શું કહેતા હતા? સૌમ્ય! કેવા સુંદર સંબોધનો હતા! અને અત્યારે લોકો કેવી રીતે બોલાવે! "તું આ ગાયોને આપણા માટે લઈ જા," કે "અને હાંકી જા બધી ગાયોને." એટલે એ બ્રહ્મચારી તરત તત્પર થયો, બધી ગાયોને ભેગી કરવા માંડ્યો. એટલે બીજા બાકીના બધા જે બ્રાહ્મણો હતા ને વિદ્વાનો, એ બધા ક્રોધે ભરાયા અને બોલ્યા કે "આ તો આપણને પોતાના બધા કરતાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ માની લે છે! કેવી રીતે માની લે છે?"

ત્યારે રાજાના યજ્ઞના હોતા જે હતા, અશ્વલ, એ ઋષિ અશ્વલે પછી યાજ્ઞવલ્ક્યેને કહ્યું કે "હે ઋષિ, શું તમે અમારા બધામાં સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની છો?" ત્યારે ઋષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું. શું કહ્યું? જવાબ જો એમનો બહુ અદભુત છે. એ કહે છે, "બ્રહ્મજ્ઞાનીઓને મારા નમન છે, પ્રણામ છે. અમારે તો માત્ર ગાયોની જ ઈચ્છા છે."

ત્યારે અશ્વલે દ્રઢ નિશ્ચય કરીને કીધું, પ્રશ્ન કર્યો ને કે "હે યાજ્ઞવલ્ક્યે, આ સમસ્ત વિશ્વ જ્યારે મૃત્યુથી સંવ્યાપ્ત અને મૃત્યુને આધીન થયેલું છે, ત્યારે માત્ર યજમાન જ કેવી રીતે મૃત્યુના બંધનનું અતિક્રમણ કરી શકે?" ત્યારે એને જવાબ આપ્યો કે "હોતા નામના ઋત્વિક, વાક અને અગ્નિ છે. એ હોતા, વાક અને અગ્નિ દ્વારા મૃત્યુને પાર કરી શકાય છે. એ જ મુક્તિ છે અને અતિમુક્તિ પણ. બાકીનું બધું તો મરણ ધર્મ છે. પણ તમે વાક અને અગ્નિ, એ બે દ્વારા મૃત્યુની પાર જઈ શકો છો," એમ કીધું.

ફરી અશ્વલે કીધું કે "જો બધું દિવસ અને રાત્રીથી સમવ્યાપ્ત છે, બધું અડધા ભાગમાં દિવસ-રાત બધું, અને બધું દિવસ અને રાત્રિ દ્વારા વશમાં થયેલું છે, તો યજમાન કઈ રીતે દિવસ અને રાત્રિના બંધનમાંથી મુક્ત થઈ શકે છે? આ સવારે કરીશું, આ સાંજે કરીશું, આપણે બધું ગોઠવતા હોઈએ છે ને? આ રાત્રે તો કે સુઈ જવાનું, બીજું કઈ નહીં કરવાનું. પણ જે લોકોને રાત પાળી હોય છે તેમને તો અત્યારે રાત્રે કામ કરવા જવું પડે ને ફેક્ટરીની અંદર? કે કેટલીક તો કેવી છે કે કન્ટીન્યુઅસ જેને કહેવાય કમિશનિંગ વાળી હોય. એટલે એક વખત એ ફેક્ટરી ચાલુ થઈ, એમનું એ પ્લાન્ટ મશીનરી, પછી એ તૂટે ત્યાં સુધી બંધ ના કરાય એને. કન્ટીન્યુસ તો એને રાત્રે પણ ચલાવવી પડે, દિવસે પણ ચલાવવી પડે. તો એના બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું?"

ત્યારે કીધું કે "ઋત્વિક, નેત્ર અને સૂર્યના માધ્યમથી યજમાન દિવસ અને રાત્રિના બંધનમાંથી બની શકે, મુક્ત થઈ શકે. અધ્વર્યુ જ યજ્ઞના ચક્ષુ છે. જે યજ્ઞ કરવા બેસે છે તેમાં જે હોમ કરનાર અધ્વર્યુ હોય તે મંત્રોચ્ચાર કરે બધા. તો એ યજ્ઞના ચક્ષુ છે. એના દ્વારા બધું જાણવામાં-જોવામાં આવે છે. તો નેત્ર જે છે તે આદિત્ય અને એ જ અધ્વર્યુ છે. મુક્તિ અને અતિમુક્તિ પણ એ જ છે."

હવે અશ્વલે ફરી પ્રશ્ન કર્યો કે "યાજ્ઞવલ્ક્ય, બધું જ જો પૂર્વ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ અને અપર એટલે કે શુક્લ પક્ષ દ્વારા આવૃત છે અને એના દ્વારા જો ગ્રસિત છે, તો પછી યજમાન કઈ રીતે એનાથી મુક્ત થાય છે?" ત્યારે કીધું કે "ઉદગાતા, વાયુ અને પ્રાણના માધ્યમથી મુક્ત થઈ શકે છે." એટલે પ્રાણ જ વાયુ છે, એને ઉદગાતા છે, એમ એને જવાબ આપ્યો. "વાયુ વડે તમે આ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાંથી તમે મુક્તિ પામી શકો." સંકેત છે. શુક્લ પક્ષ ચંદ્રનાડી અને કૃષ્ણ પક્ષ સૂર્યનાડી.

પછી કહે છે અશ્વલ કે "હે યાજ્ઞવલ્ક્ય, આ અંતરિક્ષ કોઈપણ જાતના આધાર વગરનું જણાય છે, અંતરિક્ષ. તો યજમાન કયા"

સાધન દ્વારા સ્વર્ગારોહણ કરે યજમાન, જે યજ્ઞ કરાવે છે તેનો જે મુખ્ય માણસ પૈસા આપીને યજ્ઞ કરાવડાવતો હોય, તો કે એને પછી સ્વર્ગમાં આરોહણ શેના આધારે થાય? કે આંતરિક્ષ સ્વાધાર વગરનું છે ત્યારે એને કહે છે, "હોતા યજ્ઞમાં કેટલી રૂચાઓનો શસ્ત્ર સંસન કરશે?" અહીંયા એનો જવાબ આપે છે કે બ્રહ્મા અને ચંદ્રમાના માધ્યમથી સ્વર્ગારોહણ થાય છે. મન જે છે એ ચંદ્રમા છે અને મન જ યજ્ઞના બ્રહ્મા છે. એટલે મન દ્વારા માણસ સ્વર્ગમાં પહોંચે છે. એ સંકલ્પ કરે કે "મેં આ સત્કર્મ કર્યું છે અને હવે હું સ્વર્ગમાં જાઉં છું," અને પછી એ સ્વર્ગમાં જઈ શકે છે, એ સમજાવે છે.

હવે સંપદ નિરૂપણમાં કીધું કે કેટલી રૂચાઓનો શસ્ત્ર સંસન પ્રયોગ કરશે? આજે હોતા યજ્ઞમાં યજ્ઞ ચાલુ હતો અને પછી એમ કહે ને કે "આમાં આજે કેટલા મણ લાકડા બળશે?" એના જેવી વાત છે કે "બોલ, આજે કેટલા મંત્રો બોલાશે?" એવી રીતના એકદમ પ્રશ્ન પૂછ્યો. એકદમ કોઈ માણસ હોય ને તો આવીને વાતચીત કરે કે "ભાઈ, આ ફલાણા તો બહુ જાણકાર હો, બહુ જાણકાર." એમ તો કે "એવા જાણકાર લાવતા આપણે બે સવાલ પૂછીએ, બરાબર?" એટલે પછી એને કહે કે "ન્યુયોર્ક અને ટોક્યો વચ્ચેનું કેટલું અંતર છે?" એના જેવી વાત એકદમ જ. હવે પેલાને કશુંય ના હોય તો ફટ દઈને જો જવાબ આપી શકે તો એ જ્ઞાની કહેવાય. ના આપી શકે તો કે "આને તો કંઈ ખબર પડતી નથી." એવી રીતે અહીંયા પૂછે આને એટલે કે રૂચાઓ દ્વારા. તો કે ત્રણ રૂચાઓ દ્વારા શસ્ત્ર સંસનનો પ્રયોગ કરવામાં આવશે. ત્રણ રૂચાઓ દ્વારા.

આજે એ ત્રણ રૂચાઓ કઈ કઈ છે? તો કે પહેલી છે "પૂરોનું વાક્ય" એટલે યજનથી પહેલાની, બીજી છે એ "યાજ્યા" એટલે યજ્ઞના સમયે ઉચ્ચારવામાં આવતી અને ત્રીજી "સસ્ય" એટલે કે યજ્ઞ પછીની સ્તુતિઓ છે. ત્રણ વખત એમ કે આ સ્તુતિ કરવામાં આવશે. એનાથી કોને જીતી શકાય છે? તો કે આ સમસ્ત પ્રાણી સમુદાય છે તેને જીતી શકાય છે.

ફરી પ્રશ્ન પૂછ્યો, "આ યજ્ઞમાં આજે અધવર્યું કેટલી આહુતિ પ્રદાન કરશે?" ત્યારે એમણે કીધું કે ત્રણ. પછી કીધું કે પહેલી જે હોમ્યા બાદ પ્રજ્વલિત થાય છે, બીજી જે તીવ્ર શબ્દ કરે છે અને ત્રીજી જે હોમવાથી પૃથ્વીમાં વિલીન થઈ જાય છે, એવી ત્રણ આહુતિઓ કરશે કે છે. ફરી કીધું કે યજ્ઞના બ્રહ્મા જે બેઠા હોય ત્યાં આગળ કોઈપણ યજ્ઞ હોય તો તેમાં એક બ્રાહ્મણને બ્રહ્મા બનાવવામાં આવતા હોય. દેવોના યજ્ઞની અંદર તો સ્વયં બ્રહ્માને આમંત્રણ આપીને બોલાવવામાં આવે. હવે પછીથી શું થયું કે સિમ્બોલિક થઈ ગયું એટલે કોઈપણ એક વિદ્વાન વ્યક્તિને બ્રહ્મા બનાવવામાં આવે અને એમ સમજવામાં આવે કે બ્રહ્માજી આ છે, એ બ્રહ્મા આ છે એમ આજે આ યજ્ઞ દરમિયાન. એટલે એનું એવી નિષ્ઠાથી પાલન, પૂજન, યજન, ભજન બધું જ કરવામાં આવે એવું હતું એ વખતની સિસ્ટમ. તો કહે છે કે યજ્ઞના બ્રહ્મા આ યજ્ઞમાં દક્ષિણ દિશા તરફથી કેટલા દેવતાઓ દ્વારા યજ્ઞનું સંરક્ષણ કરશે?

દક્ષિણ દિશાઓમાંથી હંમેશા બધા અસુરો અને બધા ઉત્પાત્યાઓ બધા હોય એ યજ્ઞને ધ્વંસ કરવા માટે હંમેશા આવતા. સામાન્ય રીતે દક્ષિણ દિશામાંથી એ લોકોને પ્રવેશ કરવો સાનુકૂળ પડતો. બાકી બધી જગ્યાઓ રક્ષાયેલી હોય છે મંત્રથી. તો એ એક જગ્યા બાકી રાખવી પડે છે કેમ કે બીજા બધા લોકોને પણ આવવાનું હોય ત્યાંથી. એવું તેવું હોય તો હવે બીજા બધા આવી શકે પણ આવા અનિષ્ટો ના પ્રવેશી જાય યજ્ઞમાં એના માટે ખુલ્લી તલવારે, શસ્ત્રો સાથે એવી રીતના કરીને ત્યાં દક્ષિણ દિશાની અંદર એ જમાનામાં બ્રાહ્મણો ઊભા રહેતા રક્ષણ માટે અને આવા અનિષ્ટ તત્વો હોય એ બધાનો સમયે સમયે મંત્રોચ્ચાર સાથે એ શસ્ત્રોનો પ્રયોગ કરીને એને દૂર કરતા. એ આખી વિદ્યા હતી.

યજ્ઞ કરતા શું થતું? યજ્ઞ કરતા શું ઉત્પન્ન થતું? યજ્ઞ કરતાં ઉત્પન્ન કરવાનું હોય છે નહીં કશું પણ કંઈ પણ બાબત નક્કી કરેલી હોય પહેલા કે "હું આના માટે યજ્ઞ કરું છું." જેમ કે રાજા દશરથ હતા તો એમણે પણ બહુ ટાઈમ પહેલા એવો એક યજ્ઞ કર્યો હતો. ત્રણે રાણી જોડે બેસાડીને, વશિષ્ઠ મુનિ આવ્યા, વિશ્વામિત્ર આવ્યા, બધાને બેસાડીને એમને યજ્ઞ કર્યો. કયો યજ્ઞ કર્યો? પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો કે "મને પુત્ર પ્રાપ્તિ થાય, સંતાન પ્રાપ્ત." એટલે કોઈપણ યજ્ઞનું આવી રીતના પહેલા નક્કી કરવામાં આવે કે શેના માટે કરીએ છીએ આપણે અને પછી એ કરવામાં આવતા હોય છે. હવે એમાં બધા યજ્ઞમાં વ્યવસ્થાઓ મોર ઓર લેસ આવી છે. તો હવે દક્ષિણ દિશાની અંદર બેસે.

બીજી વાત કરીએ તો જ્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને અયોધ્યાથી બહાર નીકળ્યા ત્યારે દશરથ રાજાને એમણે પહેલા બહુ સમજાવવા પડ્યા હતા કે "ભાઈ, મને તું તારા બે બાળકો આપી દે. એ લોકો મારા યજ્ઞની રક્ષા કરશે." ત્યારે દશરથે ઓફર કરી કે "હું મારું સૈન્ય સહિત, હું ખુદ સ્વયં આવીને ઊભો રહીને તમારા યજ્ઞની રક્ષા કરીશ." કે "ના, એ તારું કામ નથી. આ એમનું કામ છે. એટલા માટે હું એમને લેવા આવ્યો છું. તારે આપવા છે કે નહીં?" ત્યારે વશિષ્ઠ મુનિએ ઈશારો કરીને કહી દીધું કે "તું ના ના પાડી શકું. તારે આપવું જ પડશે." એટલે પછી દશરથ એગ્રી થઈ જાય છે અને રામ અને લક્ષ્મણને એમની સાનિધ્યમાં સોંપે છે કે "ભાઈ, તમે એમને." અને ત્યારે ત્યાં આગળ સવારમાં જઈને જેવું યજ્ઞની શરૂઆત કરે છે તે પહેલા એક નાનકડી વાત કરી દે છે વિશ્વામિત્ર બંનેને.

એ એક શબ્દ માત્રથી જ એમને કીધેલું, એકમાત્ર સેન્ટેન્સ માત્રથી જ એ રામ અને લક્ષ્મણની અંદર એટલું બધું અંદર બળ પૂરી દે છે કે પછી એ લોકો બધી પેલી તાડકા અને બધી રાક્ષસીઓનો વધ કરે. એટલે ઋષિ પોતે યજ્ઞ કરતા હોય ત્યારે હિંસા ન કરી શકે. એમના અહિંસાનું પાલન કરવું પડે. યજ્ઞ સ્થળની આગળ પાછળ પણ અહિંસા ન થવી જોઈ. અમુક અંતર સુધી આવું આવું બધા એના નિયમો હતા. તેને પાલન માટે થઈને એમ.

ત્યાં એક માત્ર બસ "યુ કેન ડુ ઈટ" વાળું આવું એક આપી દીધું એમણે રામને, લક્ષ્મણને. એના આધારે એ લોકો એટલું બધું એ કરી શક્યા. પણ એટલું એ જ્યારે બોલ્યા ત્યારે એમણે પોતે, વિશ્વામિત્ર તો રાજા હતા કોક જમાનામાં અને પછી ઋષિ બની ગયા અને એ તો મહાન શસ્ત્ર જ્ઞાની હતા, પોતાનું બધું જ સામર્થ્ય એકદમ જ આમાં આપી દે. આટલું જ બોલે એટલાની અંદર.

ફોર એક્ઝામ્પલ, એક નાનકડો દાખલો: કોઈક માણસ હોય, બહુ બીમાર હોય, તમે જુઓ અને પછી આમ ગૂચવાડામાં પડ્યા હોય કે આને હીલિંગ કરું, ના કરું, થશે નહીં થશે, શું થશે? આમ તમ જોતા હોય, હ. ત્યારે પેલા આઈજી સાહેબ આમ પસાર થાય, જો આ કંઈક ગૂચવાયો લાગે છે, કે ત્યાં બાજુમાં આવીને પાછળ આમ ઉભા રમ કે "ય કેન ડુ ઈટ." બસ, પછી તૂટી પડશો તમે. એટલો બધો પાવર, તાકાત, બધું તમારામાં આવી જાય કે તમે ધન ધનાઈને બધું જબરજસ્ત એનું હીલિંગ કરો અને તમે કરી શકો. એમને કરવા જવાની એ જરૂર ના પડે તમને. તમને હેલ્પ કરવાની એ જરૂર ના પડે. પછી તમે કરવા માંગશો બધું. પણ એ જે પેલો ઇનિશિયલ હોય ને, બસ એને તોડી નાખી. એવી રીતના ત્યાં પણ આ કરતા હતા.

તો એવી રીતે યજ્ઞની અંદર, આવા દક્ષિણ દિશાની અંદર, આવા શસ્ત્રધારી એવા બ્રાહ્મણો, શ્રેષ્ઠ બ્રાહ્મણો, તે લોકો ત્યાં રહેતા અને એ લોકો અથર્વ વેદના જ્ઞાતા રહેવાત. ત્યાં આગળ કોઈ ઋગ્વેદી બ્રાહ્મણને ન મૂકવામાં આવે, સામવેદીને ના મૂકવામાં આવે, યજુર્વેદીને પણ ના મૂકવામાં આવે. ત્યાં અથર્વ વેદી બ્રાહ્મણને મૂકવામાં આવે. તેનો પાવર કેવો હોય? કામ કરીને આમ હાથ લાંબો કરે ને અને એક મંત્ર ઉચ્ચાર ઉચ્ચારણ કરે ને, એટલે અગ્નિની જ્વાળા જાય આમ સો યોજન સુધી. બધું બાળીને ભસ્મીભૂત કરી નાખે, ખતમ કરી નાખે. એટલે એ લોકો અગ્નિ ચલાઈ શકે, મેઘ ચલાઈ શકે. કે આવી બધી શક્તિઓ હતી એ ટાઈમમાં, ભઈ, બધાની પાસે. અને બધા એકબીજાને આ શીખવતા હતા પણ ખરા. તે સમયે પણ યોગ્ય ઉપયોગ જો ના કર્યો તો એનું ફળ પણ ભોગવવું પડતું હતું. એનું પ્રાયશ્ચિત કરવા માટે સો સો વર્ષ સુધીને જઈને તપસ્ચર્યા કરવી પડે, પુરુષચરણો કરવા પડે, ગાયત્રીના અનુષ્ઠાનથી બધું આવું આવું, એને લગતા વિધિ-વિધાનો છે, ભાઈ.

પણે આવી પણ બધી વિદ્યાઓ છે.

બસ આમ જ હાથ કરે ને આમ કરીને એમાં થોડીક અમે વાપરેલી ખરી. શું? જ્યારે પ્રાણી કીલિંગ બધા પ્રયોગો કરતો હતો તે વખતે શું અમુક વસ્તુઓ મને સુધતી તી. "આઈ યુઝ્ડ ટુ ડુ ઈટ" અને બહુ સરસ પરિણામો મળે એમ તો શું? પણ એટલે આવું બધું છે. પણ લાયક માણસો નાલાયકોને ના પાય. આ બહુ એક તકલીફ છે એની અંદર. અને એના દુષ્પરિણામો એવા ભોગવવા પડે છે. ભોગવવા પડે એમાં પણ ચાલતું નથી કોઈને પણ.

હવે આગળ કીધું: "આજે અધ્વરીયું કેટલી કરશે?" તો કે ત્રણ ત્રણ ત્રણ વખત એ આહુતિઓ પ્રદાન કરશે. પહેલી કઈ? તો કે જે હોમ્યા બાદ પ્રજ્વલિત થાય. બીજી? તો કે જે તીવ્ર શબ્દ કરે છે એવી. અને ત્રીજી? કે જે હોમવાથી પૃથ્વીમાં વિલીન થઈ જાય છે. તો આ આહુતિઓ દ્વારા યજમાન કઈ રીતે વિજય મેળવે છે? ત્યારે કહે છે: "પ્રથમ આહુતિથી યજમાન દેવલોક મેળવી લે છે. બીજી દ્વારા પિતૃલોકને મેળવી લે અને ત્રીજી દ્વારા તે મનુષ્ય લોકને પણ જીતી લે છે, કારણ કે આ મનુષ્ય લોક નિમ્નવર્તી છે."

પછી અશ્વલ્ય પૂછ્યું: "યજ્ઞના બ્રહ્મા, આજે આ યજ્ઞમાં દક્ષિણ દિશા તરફથી કેટલા દેવતાઓ દ્વારા યજ્ઞનું સંરક્ષણ કરશે?" ત્યારે કીધું: "એકમાત્ર દેવતા દ્વારા." "કયા દેવતા?" "એ દેવતા મન છે." તો મન અનંત છે અને વિશ્વદેવા પણ અનંત છે. એટલે મનની વ્યાપ્તિ કેટલી બધી થઈ જાય! તો એ જ રોકી શકે ને, કશું જ બાકી ના રાખે.

અત્યારે શું થાય? આ પેલા એ કર્યું, ઇઝરાયેલી શું, "આયર્ન ડોમ" ટેકનિક. પણ "આયર્ન ડોમ" ટેકનિકની અંદર અમુક બેલેસ્ટિક મિસાઈલોને એ કરી શકે છે અને નીચેનાને કે એનાથી પણ ઇન્ટર કોન્ટિનેન્ટલ જે હોય છે, તેને એમ નથી રોકી શકતું. એવું બધું કંઈક છે એની અંદર, માપ બરાબર. એટલે ચોક્કસ પ્રકાર તો અમુક પ્રકારની વ્યાપ્તિવાળા રડાર વાળું હોય તો એ અમુકને પકડી શકે અને અમુક વાળા ન પકડી શકે. હવે મન નામનું રડાર તો એવું છે કે બધું સ્કેન કરી નાખે એક ક્ષણની અંદર કે અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા. મનને બધું ખબર પડી જાય ને! એટલે મન દેવતા દ્વારા ત્યાંસ સંરક્ષણ કરવામાં આવે છે. અને મનોવેગે પાછા શું, સામેથી આવતા શસ્ત્રો આ તે બધું હોય તેને પણ મનોવગે એ લોકો ખતમ કરી નાખી શકે. એવા જે હોય તેમને ત્યાં ઊભા રાખવામાં અને એવા મંત્રોચાર સાથે એ લોકો કામ કરતા હતા.

પછી પાછું ફરી પૂછ્યું એને કે, "આજે ઉદગાતા યજ્ઞમાં કેટલા સ્તોત્રોનું ગાયન કરશે?" તાર કે "ત્રણ." "કયા કયા?" "એટલે કે પૂરોનું વાક્ય, યાજ્યા અને સસ્ત્યા." એ ત્રણ સ્તોત્રનું એ કરશે ગાયન. "એટલે શરીરમાં રહેનારા ક્યાં છે?" ત્યારે કે છે: "પ્રાણજ પૂરોનું વાક્ય છે, અપાન જ યાજ્યા છે અને વ્યાનજ સસ્યા છે." અસવલના એવા પૂછવાથી પૂછ્યું: "કે આઆસ્તો સ્તોત્રો કોની પર વિજય મેળવી શકે છે?" તો ઋષિ કહે છે: "પુરોનો વાક્યથી પૃથ્વીલોક પર, યાજ્યા અંતરિક્ષ લોક પર અને સસ્યા દ્વારા દ્યુલોક ઉપર વિજય મેળવી શકાય છે."

આ બધું સાંભળ્યું એટલે અસવલ તો પછી ચૂપ થઈ ગયા કે યાજ્ઞવલ કે બહુ વિદ્વાન છે. ત્યાર પછી જારતકારો આર્તભાગ, એટલે જરતકારુના પુત્ર આર્તભાગ. આ જરતકારું ઋષિ વિશે એવું કહેવાય છે કે સદેહે ઇન્ટર કોન્ટિનેન્ટલ, જેને કહેવાય ઇન્ટર ગેલેક્ટિક, એવી મુસાફરીઓ કરી શકે છે. સદેહે ઘણા છે એવા બધા, એવું નથી કે એ એક જ છે. પણ આ એક ઋષિની પાસે આવી એક સિદ્ધિ હતી. એ સિદ્ધિ વડે પોતે સદેહ બધી ફરતા. એટલે આ લોકોમાંથી પેલા લોકમાં, પેલા લોકમાંથી પેલા લોકમાં, ક્યાંય પણ એમને જવું હોય તો કોઈ તકલીફ પડે નહીં. તે વિદ્યાની જ્ઞાતા, એની શરૂઆત કરનારા એવા એ ઋષિ અને એમનો આ પુત્ર હતો એમ. તો તમે જુઓ, હનુમાનજી છે, એવી રીતે તમે જુઓ તો આપણે નારદજી છે, એવી રીતે.

તમે જુઓ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. તો એવા બધા ઘણા છે કે જે ગમે ત્યારે ગમે ત્યાં હોઈ શકે અને પાછા અહીં પ્રગટ થાય, ત્યાં આલોપ થાય. એકી સાથે આ અનેક સ્વરૂપો ધારણ કરી શકે, પાછા બધા છોડી દઈ શકે. સંપૂર્ણપણે બધેથી એક લાખ વર્ષ માટે ગાયબ થઈ શકે, ક્યાંય કોઈને પતો મળે જ નહીં. ક્યાં હતા? તો કે નર્મદાને કિનારે ઝૂંપડી બાંધી અને બેઠા બેઠા ભજન કરતા હતા કે કોઈને ખબર ના પડે. સો, ઇન ડિસગાઈસ જતા રહે. બિલકુલ આવા પણ હતા ઘણા.

તો એ જરતકારું ઋષિ વિશેની કેટલીક બાબતો મહાભારતની અંદર આવેલી છે. જો મહાભારતનો ગ્રંથમાં ઈચ્છા હોય, ત્યાં આગળ થોડું જોઈ લેજો એના વિશે. એવું કહેતા હતા કે એક આ સ્પેસ ટ્રાવેલ જ્યારે શરૂ કરીને આ લોકો રશિયાવાળાએ, ત્યારે એમણે થોડોક પ્રયત્ન કર્યો હતો. તો એમાં એવું બન્યું કે જેમ આ લોકો સ્પેસ ટ્રાવેલ કરે, તે વખતે બધા ત્યાં જે અવકાશયાત્રીઓ હતા, એમાંથી એક અવકાશયાત્રીનું મૃત્યુ થયું. તો આ લોકોએ એ અવકાશયાત્રીના જે સ્પિરિટ હતું, એ સ્પિરિટને પકડ્યું. એના જીવાત્માને બીજે ક્યાંય નહીં જવા દેતા અને પછી એક જારમાં પૂરી દીધું અને પછી એના પર પ્રયોગો શરૂ કર્યા. તો એ લોકોએ ઘણી વાતો કરી અને પછી એના સાથે વાતચીત કરવાની મીડિયમ પાછું ડેવલપ કરવું પડે. આ બધું કર્યું એમણે.

પછી પેલાએ પૂછ્યું કે, "ભાઈ, તું ત્યાં ગયો તો તપાસ કરી તે કંઈ?" તો કે, "ના, મેં નથી કરી." રશિયન ભાષામાં હતા બધા સંવાદો. તો કે, "મેં ના, મેં નથી કરી." કે, "કેમ ના કરી?" તો કે, "મને ડર લાગે છે." "શેનો ડર લાગે તને? તું તો હવે મરી ગયો છે કે હવે તને શેનો ડર લાગે?" "તો મને ખોવાઈ જવાનો ડર લાગે." અને કે, "કેમ એવું?" તે વખતે સ્પેસ વિશે કંઈ બહુ જાજી જાણકારી જ હતી નહીં, એટલે આ પણ નવી વાત હતી એમના માટે. તો પેલા અવકાશયાત્રી, જેનું નામ બી હતું એની અંદર, મેં એ આર્ટીકલ વાંચેલો. તો કે, "મને ડર એ વાતનો લાગે છે કે હું ખોવાઈ જઈશ." કે, "એવું કેમ કહે છે તું?" તો કે, "આ બ્રહ્માંડ જેની આપણે વાત કરીએ છીએ ને, તમે એમને શોધવાની વાત કરો છો જરતકારું ઋષિને, તો કે મને ખબર નથી કે હું કઈ દિશામાં ક્યાં હોઈશ. પછી આ બ્રહ્માંડ એટલું અનંત, એટલું વિશાળ છે કે મને ડર છે કે પછી હું પાછો અહીંયા ન પણ આવી શકું.

હંમેશ મારે ક્યાંક બીજી..." એટલે આવી વાતચીતવાળું એક આર્ટીકલ હતું. તો પ્રયોગ તો બધા બહુ લોકો બહુ રીતે કરતા હોય, બહુ જાતના કરતા હોય છે. તો એ જરતકારું ઋષિની વાત છે. તો કે, "તમે એને કેમ શોધો છો?" તો કે, "જો આપણે સ્પેસ ટ્રાવેલની અંદર આ ટેકનિકની આપણને જો ખબર પડી જાય કે જરતકારું સદેહે કેવી રીતે ફરી શકે છે બધા ઇન્ટરગેલેક્ટિક આવી રીતે, તો પછી અમારે આટલા બધું સ્પેસૂટ ને આને તેને, આ બધા વાતાવરણ આવું રાખવાનું ને આવા વિમાનમાં તમને મોકલવાનું ને કેટલા કરોડો અબજો ડોલરનો ખર્ચો થાય છે કે તો બચી જાય ને અમારે? તો એ પૈસાનો આગળ બીજો ઉપયોગ ન થઈ શકે? એ પૈસાનો તો આપણી આખી ટેકનોલોજી અને સ્પેસ ટ્રાવેલ કરવાની જે આખી આ સિસ્ટમ આપણે ડેવલપ કરી રહ્યા છીએ, તેમાંય પરિવર્તન આવી જ શકે છે." એટલે આ બાબત હતી, એટલા માટે એ લોકો જરતકારું ઋષિને શોધતા હતા રશિયનો કોક જમાનામાં.

ઓકે, ઓકે. તો એ ઋષિએ આવીને યાજ્ઞવલ્કને કીધું કે, "ગ્રહો અને અતિગ્રહોની સંખ્યા કેટલી છે?" તો કે, "આઠ આઠ છે." તો કે, "આઠ ભાગે પૂછ્યું કે આ આઠ ગ્રહ અને આઠ અતિગ્રહ કોણ કોણ છે?" ત્યારે એવું કહે છે કે પ્રાણ જ ગ્રહ છે. એ પ્રાણરૂપી ગ્રહ અપાનરૂપી અતિગ્રહ દ્વારા ગૃહિત છે, કારણ કે પ્રાણ ગ્રહ અપાન અતિગ્રહ દ્વારા જ સુંઘવાનું કાર્ય સંપન્ન કરી શકે છે. કયા દ્વારા કોનું શું કામ થાય છે, તે અહીંયા સ્પષ્ટતા આવે છે. વાક શક્તિ ગ્રહ છે અને નામરૂપી અતિગ્રહ દ્વારા એને ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે વાકના દ્વારા જ ઉચ્ચારણ સંપન્ન થાય. રસના જ ગ્રહ છે, જીભ એ રસરૂપી અતિગ્રહ દ્વારા રસનાને રસ વડે પકડી રાખવામાં આવે છે, કારણ કે રસના દ્વારા સ્વાદની અનુભૂતિ થાય છે. નેત્ર ઇન્દ્રિય જ ગ્રહ છે, એ રૂપના અતિગ્રહ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે નેત્રેન્દ્રિય દ્વારા જ રૂપનું દર્શન થઈ શકે છે.

શ્રોત્રેન્દ્રિય જ ગ્રહ છે, એ શબ્દરૂપી અતિગ્રહ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે જીવાત્મા શ્રોત્ર દ્વારા જ શબ્દોનું ગ્રહણ કરી શકે. મન જ ગ્રહ છે, એ કામના રૂપી અતિગ્રહ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે મનથી જ કામનાઓ કરવામાં આવે છે. અને હાથ જ ગ્રહ છે, કારણ કે કર્મરૂપી અતિગ્રહથી ગ્રસ્ત છે, કારણ કે વ્યક્તિ હાથ દ્વારા કાર્ય સંપાદન કરે છે. છેલ્લે કીધું, ત્વચા જ ગ્રહ છે, એ સ્પર્શરૂપી અતિગ્રહથી ગૃહિત છે. ત્વચાનું કામ શું? ત્વચા દ્વારા સ્પર્શની અનુભૂતિ કરવામાં આવે છે. એ રીતે ગ્રહ અને અતિગ્રહ આઠ આઠ છે.

ફરી જારતકારવે પૂછ્યું કે, "આ સૃષ્ટિમાં જે કાંઈ છે..." આ બહુ વિદ્વાન હતો અર્તભાગ, કારણ કે જરતકારું ઋષિનો પુત્ર હતો ને એ? તો એને તો કેટલું બધું જ્ઞાન સંપાદન કરેલું હોય! "આ સૃષ્ટિમાં જે કાંઈ છે, એ બધું મૃત્યુનો જ ખાદ્ય પદાર્થ છે. તેથી એ કયા દેવતા છે કે જેનું ભોજન મૃત્યુ? મૃત્યુને પણ કોણ ખાઈ જઈ શકે એવું છે?" એમ કહે છે. ત્યારે કહે છે કે, "અગ્નિ જ મૃત્યુ છે અને એ અપ એટલે કારણરૂપ પ્રકૃતિ અથવા જળનું ભોજન છે. આ તથ્યને સમજનારો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લે છે." અગ્નિ એ મૃત્યુને ખાઈ જાય છે. તમે ખાધા વિના મરી જાવ, બરાબર? તો તમારી એક ક્ષુધા છે, એને જ એ અગ્નિ જે છે, એ એટલું પ્રદીપ્ત કરી દે છે અને ખાદ્યાન તમે મેળવો છો અને પછી તમે જીવતારો છો. એવી રીતે તમે મૃત્યુથી દૂર જતા રહો છો. તો મૃત્યુ પર પણ તમે અગ્નિની મદદથી તમે વિજય મેળવી લો છો.

બીજી રીતે જોઈએ તો સામાન્ય રીતે તમે જોશો કે જે વ્યક્તિ મૃત્યુ પામવાનો હોય તો એના

હાથ-પગ બધું પહેલામાં પહેલું ઠંડું પડવા માંડે. કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામતા પહેલાં તેના હાથ-પગ બહુ ઠંડા પડવા માંડે છે. પછી તેનું ધીમે ધીમે ધડ, માથું, આમ બધું કરતાં ઠંડું થવા માંડે. છેલ્લે તમે કપાળે હાથ મૂકો અને જો તમને ગરમાટ ન લાગે, ભાઈની આંખો કામ ન કરતી હોય, નાક જરા વાંકું થઈ ગયું હોય, બોલતા કે સાંભળતા ન હોય, તો સમજવાનું કે હવે આ ભાઈએ તૈયારી કરેલી છે.

પણ ઘણી વખત એવું બને છે કે એવી મૃત્યુની ખતરનાક દશામાં પહોંચેલો માણસ હોય, તેના હાથ પર માલિશ કરવામાં આવે, પગ ઉપર માલિશ કરવામાં આવે, તેના હૃદય પર 'ઢપ ઠપ ઠપ ઢપ' કરવામાં આવે છે અને માણસ એકદમ રિવાઈવ થાય છે. પાછો પ્રેશર મારે, પમ્પિંગ કરે. કેમ કે એક્સ્ટ્રા એનર્જી આપીને તમે ત્રણ જગ્યાએથી અગ્નિ તત્ત્વ ત્યાં પ્રદીપ્ત કરી આપો છો, જ્યાંથી તે ગાયબ થયું હતું તે તમે પાછું મૂકી દીધું. એટલે વળી પાછા ભાઈ કહે છે, "હવે તો બીજા ૨૦ વર્ષ જીવી ગયા!" "શું વાત કરો છો?" "હા, કે છે એવું." એટલે એવી રીતે અગ્નિ દ્વારા તમે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકો છો.

નહીં તો તમે પાંચ કંબલ ઓઢાડો તો પણ તેને અંદરથી ટાઢ જ વાતી હોય છે. અને એક સ્ટેજ પછી તો હાલત એવી થઈ જાય કે તેને ઠંડીનો પણ ખ્યાલ આવતો નથી. એટલું બધું ઠરી ગયું હોય કે તેને ઠંડી પણ એટલે શું કહેવાય કે જેને કહેવાય કે 'ઠીઠુરી ગયો', બિલકુલ અંદરથી ઠીઠુરી ગયો હોય એવું થઈ જાય અને ખબર ન પડે કે બહુ ટાઢ વાઈ રહી છે. મોડેથી તો આમય બિચારાથી બોલાતું નથી, પણ બાય ચાન્સ બોલાય તો કહે છે, "મને ઓઢાડો, બહુ ટાઢ વાય છે."

આગળ કહે છે, તેનો ભાગ આર્ત ભાગ છે. "હે યાજ્ઞવલ્ક્ય, મરણ સમયે આ પુરુષના પ્રાણ બહિર્ગમન કરે છે કે નથી કરતા? પ્રાણ બહાર જાય છે કે નથી જતો?" એમ પૂછે છે. આ પ્રશ્ન બહુ મહત્વનો છે. ઋષિ તેને કહે છે, "ના, એવું નથી. એ પુરુષના પ્રાણ મૃત્યુ બાદ અહીં વિલીન થઈ જાય છે. અહીંને અહીંયા જ સમાપ્ત થઈ જાય છે. એટલે તેનું બોડી ફૂલી જાય છે, ત્યાં કાઢે નથી. તે વાયુને અંદર ખેંચી લે અને મરણ પામીને ત્યાં જ શયન કરે."

સામાન્ય રીતે લોકો એમ બોલે છે કે તેણે પ્રાણ ત્યાગ્યા. એટલે દરેકના મસ્તકમાં, મગજમાં એવું હોય છે જાણે કે આ માણસ આમ છેલ્લે નિશ્વાસ મૂકે અને બસ ગયો! અમુક પિક્ચરોમાં એવું બતાવતા હોય છે, એ બધું એક્ટિંગનો ભાગ છે. વાસ્તવમાં એવું કંઈ થતું નથી. માણસ આમ હોય, આમ હોય અને પછી બસ નથી. પછી આંખોની સ્થિતિ થઈ ગઈ હોય અને બસ સ્થિર થઈ ગયો હોય, એવી સ્થિતિ આવતી હોય ત્યારે પ્રાણ ત્યાંને ત્યાં જ વિલીન થઈ જાય છે. એ પ્રાણ મહાપ્રાણમાં બધા વિલીન થાય છે, કશું બહાર જતું નથી. પછી નિશ્વાસ બહાર નથી આવતો. આ બહુ જ અગત્યની બાબતનો જવાબ અહીં આપે છે. એટલે તે કહે છે કે વાયુને અંદર ખેંચી લે છે અને મરણ પામીને ત્યાં જ શયન કરે.

પછી કહે છે, "હે યાજ્ઞવલ્ક્ય, મૃત્યુ ઉપરાંત, એટલે કે મૃત્યુ પછી, પુરુષનો પરિત્યાગ કોણ કરતું નથી?" ત્યારે ઋષિએ કહ્યું કે, "મૃત્યુ બાદ નામ પુરુષનો પરિત્યાગ કરતો નથી. નામ અનંત છે અને વિશ્વદેવો પણ અનંત છે. તેથી પુરુષ અનંત લોક પર વિજય પ્રાપ્ત કરી લે છે."

ફરી જારતકારવે પૂછ્યું, "હે યાજ્ઞવલ્ક્ય, જે સમયે આ પુરુષની વાક્ અગ્નિમાં વિલીન થઈ જાય છે, પ્રાણ વાયુમાં વિલીન થઈ જાય છે, પછી પ્રાણ રહેતો નથી, તે વાયુમાં લીન થઈ જાય છે અને ચક્ષુ આદિત્યની અંદર, મન ચંદ્રમાની અંદર, સ્ત્રોત્ર દિશાઓની અંદર, શરીર પૃથ્વીમાં, આકાશમાં આત્મા જાય છે, રોમ સમૂહ રશ્મિ ઔષધિઓમાં જાય છે, કેશ બધા વનસ્પતિઓમાં લીન થઈ જાય છે, રક્ત અને રેતસનું જળમાં સ્થાપન થઈ જાય છે, એ સમયે પુરુષ ક્યાં રહે?"

ત્યારે કહે છે, "હે સૌમ્ય, તમે મને પોતાનો હાથ પકડાવો. આપણે બંને આ પ્રશ્નનો ઉત્તર સમજવો પડશે. બે જણ હાથ પકડાયા પછી આ જનસભાની વચ્ચે આનો જવાબ આપવો ઉચિત નથી." એમ કહીને બંને જન બહાર જાય છે અને પછી બંને ઉઠીને બહાર એકાંતમાં જઈને ચિંતન કર્યું અને પાછા આવ્યા. બંને કર્મના વિષયમાં પ્રશંસા કરવા લાગ્યા. જરૂરથી પુણ્ય કૃત્યોથી પુણ્ય અને પાપ કૃત્યોથી પાપ જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ ઋષિ પણ સાઇલન્ટ થઈ ગયા, કારણ કે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ બધાની અંદર અપાય એવો નથી, એટલા માટે ના પાડી દીધી.

એટલે સ્પષ્ટ છે કે ઋષિઓના વાર્તાલાપ જિજ્ઞાસાના સમાધાન માટે અને સત્યની શોધ માટે થતા હતા. એકબીજાને પાડી નાખવા કે તાડી નાખવા માટે નહોતા થતા. એ જમાનામાંય થતા હતા. તો જે તથ્યનું સુનિશ્ચિત રૂપે જ્ઞાન હતું, એ જ એ લોકો બોલતા હતા, બીજું નહીં. તો જે તથ્યોને પરામર્શ દ્વારા સ્વયં સ્પષ્ટ કરવાના છે, તેની બાબતમાં જ મંથન, વિચાર વગેરે કરવામાં આવતો હતો.

પછી એક ત્રીજા ઋષિએ આવીને યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે, "અમે મદ્રદેશમાં ભ્રમણ કરતા વિદ્યાર્થીઓના રૂપમાં કપી ગોત્રમાં ઉત્પન્ન થયેલા કાપ્યના ઘરમાં ગયા." કાપ્યની પુત્રી એક ગંધર્વથી ગૃહિત હતી, એક ગંધર્વએ તેને ગ્રહણ કરેલી હતી. અમારું તેને એવું પૂછવાથી કે, "તું કોણ છે?" એ ગંધર્વ, જે આવેશિત હતો, તે બોલ્યો કે, "હું આંગીરસ સુધન્વા છું." ઉપરાંત, લોકોના અંતની બાબતમાં પ્રશ્ન કરતાં તેણે કહ્યું કે, "પારીક્ષિત ક્યાં રહે છે?"

તો અમે પૂછીએ છીએ કે, "પારીક્ષિત ક્યાં રહે છે?" એટલે તેણે એક રેફરન્સ આપ્યો કે લોકો ફરવા ગયા. કંઈક વિદ્યાર્થી રૂપે જતા હતા તો કોઈ એક ગામની અંદર ગયા. તો ત્યાં આગળ ઘરની અંદર એક જે ઘરમાલિક હતો, તેની પુત્રી ગંધર્વ દ્વારા ગ્રસિત થયેલી હતી. ઘણી વખતે આવું તે વખતે થતું. એટલે ગંધર્વની એ હતી. તો ત્યારે તેને સુગંધ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તે આવેશિત થઈ ગયો અને તેણે કહ્યું કે, "હું આંગીરસ સુધન્વા છું." પછી તેને બીજો પ્રશ્ન અમે પૂછ્યો કે, "આ પરીક્ષિત ક્યાં રહે છે?" હવે તેનો જવાબ પેલાએ કંઈ...

પણ આપ્યો હશે, એને ખબર છે. પ્રશ્ન પૂછનારને હવે એ જ પ્રશ્ન હું તમને પૂછું છું કે, "બોલો, પરીક્ષિત ક્યાં છે?" એવી રીતના કરીને કીધું, ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે, "તને એનો જવાબ પેલાએ ચોક્કસ આપ્યો જ હશે કે ક્યાં ચાલ્યા ગયા? જ્યાં અશ્વમેઘ સંપન્ન કરનારા જાય છે, એ જગ્યાએ જાય છે."

"તો કે એ ક્યાં હોય છે?"

"તો કે એક દિવસ અને રાત્રિમાં આદિત્યનો રથ જેટલા સ્થાન ચાલે છે, એટલાને 'આહ્ય' કહેવામાં આવે છે. એવા 32 આહ્ય માપવાળું એક લોક છે. એ લોકને ચારે બાજુએથી પૃથ્વી અને પૃથ્વીથી બે ગણો સમુદ્ર એને ઘેરી રહેલો છે. આ એક સ્પેસની, કોક જગ્યાની આખી વાત છે. એ અંડક પાલોની વચ્ચે છરીની ધાર અથવા માખીની પાંખ જેટલું પોળું આકાશ અથવા પ્રવેશ માર્ગ છે."

"પણ માખી કેટલી મોટી, એ અહીંયા આગળે કહેલું નથી."

"ઇન્દ્રે પરીક્ષિતને વાયુને પ્રદાન કર્યો અને વાયુદેવે એને પોતાનામાં સ્થાપિત કરી અને ત્યાં લઈ ગયા, જ્યાં અશ્વમેઘ સંપન્ન કરનારા રહે છે. આ રીતે એ ગંધર્વ ત્યાં પહોંચ્યો અને એને વાયુદેવની પ્રશંસા કરી. તેથી વાયુ વ્યષ્ટિ પણ છે, વાયુ સમષ્ટિ પણ છે. આ રીતનું જ્ઞાન રાખનાર પુનર્જન્મને જીતી લે છે."

આ સાંભળીને એ મુનિ પણ ચૂપ થઈ ગયા. હવે ચોથા બ્રાહ્મણમાં પ્રશ્ન પૂછે છે એને કે, "હે યાજ્ઞવલ્ક્ય, જે પ્રત્યક્ષ અને સાક્ષાત બ્રહ્મ છે, પ્રત્યક્ષ અને સાક્ષાત બ્રહ્મ છે તથા સૌના અંતરમાં રહેલા આત્મા છે, એનું મારા માટે વર્ણન કરો. આ કામની વસ્તુ છે."

ત્યારે ઋષિએ કીધું, "તમારો આત્મા જ બધાના અંતરમાં વિદ્યમાન છે."

યાજ્ઞવલ્ક્યનો જવાબ સાંભળો: "તમારો આત્મા જ બધાના અંતરમાં વિદ્યમાન છે."

જ્યારે ઉષાસ્તે કહ્યું કે, "હે યાજ્ઞવલ્ક્ય, આ સર્વાંતર કોણ છે?"

ત્યારે કીધું, "પ્રાણ દ્વારા પ્રાણન પ્રક્રિયા ક્રિયા કરે છે, શ્વાસ લે છે, એ તમારો સર્વાંતર આત્મા છે. જે અપાન દ્વારા અપાનન ક્રિયા કરે છે, અપાન વાયુને ખેંચે છે અને એનો દેવ કોણ? ગણપતિ ક્યાં બેઠો છે બેઝિકમાં? એ જ તમારો આત્મા સર્વાંતર છે. જે વ્યાનથી વ્યાન ક્રિયા કરે છે, એ તમારો આત્મા સર્વાંતર છે. જે ઉદાનથી ઉદાનક્રિયા ક્રિયા કરે છે, એ તમારો આત્મા સર્વાંતર થઈને બિરાજેલો, સર્વ અંતર, બધી જગ્યાએ સરખી રીતે વ્યાપેલો છે એમ."

હવે પાછો એને પૂછે છે કે, "જે કોઈ એક એમ કહે છે કે આ ગાય છે, આ અશ્વ છે, તો આપનું આ કથન પણ એવા જ પ્રકારનું છે. તેથી આપ અમુને સાક્ષાત, પ્રત્યક્ષ અને સર્વાંતર આત્માના વિષયમાં સ્પષ્ટ રૂપથી બતાવો."

ત્યારે કહે છે, "તમારો આત્મા જ સર્વાંતરમાં પ્રતિષ્ઠિત છે. દ્રષ્ટિના દ્રષ્ટાને જોઈ શકું, શ્રુતિના શ્રોતાને સાંભળી શકું, મતિના મનતાને મનન કરવું અને વિજ્ઞાતિના વિજ્ઞાતાને જાણી શકું, તમારા માટે અસંભવ છે. તમારો આ આત્મા જ સર્વાંતર છે."

પહેલાને કહી દીધું કે, "તારી કેપેસિટી નથી ભાઈ. એ સિવાય બીજું બધું નાશવાન અને દુઃખનું કારણ છે."

આ સાંભળ્યા પછી ઉષસ્ત પણ મૌન ચડી ચૂપ થઈ ગયા. બિલકુલ કે હવે આમની આગળ તો કંઈ બોલાય એવું જ નથી કે ભાઈ તારી કેપેસિટી નથી, ના પાડી દીધી.

પછી એક કોહેલ નામના હતા, એમને પૂછ્યું, "હે યાજ્ઞવલ્ક્ય, આપ સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ અને સર્વાંતર આત્માનું અમોને વર્ણન કરો."

ત્યારે પાછું ફરી કીધું, "તમારો આત્મા જ સર્વાંતરમાં પ્રતિષ્ઠિત છે."

ફરીથી પૂછ્યું, "આ સર્વાંતર આત્મા ક્યાં રહ્યો છે?"

ત્યારે કહે છે, "એ ભૂખ, તરસ, ઘડપણ, મૃત્યુ, શોક અને મોહથી પર છે. આ આત્મતત્વને જાણીને જ બ્રહ્મવેતા પુત્રેશના, વિત્તેશના, લોકેશના છોડીને ભિક્ષાતન કરતા વિચરણ કરે છે. પુત્રેશના જ વિત્તેશના છે અને વિત્તેશના જ લોકેશના છે. તેથી બ્રહ્મજ્ઞાનીએ ઈચ્છવું જોઈએ કે આ બંને કામ્ય અને કામનાઓને જાણતા આત્મબળ સંપન્ન બની અને મનન કરો. અમૌન એટલે બોલવાની શક્તિ અને મૌન સાધાયુક્ત થઈને બ્રાહ્મણ ધન્ય બને છે. બ્રાહ્મણ થવાના આ સાધન છે. આ સિવાય જે કંઈ છે તે નાશવાન અને દુઃખનું જ કારણ છે."

આ સાંભળ્યા પછી પહેલા પણ ચૂપ થઈ ગયા. હવે પછી વિદુષી ગારગી પ્રગટ થયા. એને કીધું કે, "હે યાજ્ઞવલ્ક્ય, જ્યારે તમામ જળમાં ઓતપ્રોત છે, આપમાં બધું આવેલું છે એમ પહેલા કહી દીધું તું, એટલે આપ શબ્દ અહીંયા વાપરાયેલો છે. તો જળ શામાં ઓતપ્રોત?"

ત્યારે કીધું કે, "હે ગારગી, જળ વાયુમાં ઓતપ્રોત છે. જળનો સંગ્રહ ક્યાં થાય? વાયુમંડળમાં થાય ઉપર."

ત્યારે ફરી પ્રશ્ન કર્યો કે, "આ વાયુ શામાં ઓતપ્રોત છે?"

ત્યારે કે, "વાયુ અંતરિક્ષની અંદર ઓતપ્રોત છે."

"અંતરિક્ષ શામાં ઓતપ્રોત છે?"

ત્યારે કે છે કે, "ગંધર્વ લોકમાં ઓતપ્રોત છે."

"પછી ગંધર્વ લોક શામાં ઓતપ્રોત છે?"

"તો કે આદિત્ય લોકમાં ગંધર્વ લોક આવેલો છે, એનાથી મોટો છે આદિત્ય લોક."

તો સમજાયું, પૃથ્વી પર રહેલું પાણીની વાત નથી અહીંયા. આ સમગ્રપણે જોવાની બાબત છે આખી. એટલે એવું ના વિચારતા કે અહીંયા આટલું આપણે જે વાયુમંડળમાં આટલું જે પાણી છે, એટલું જ પાણી, એ પાણીની વાત બી નથી, આપહની વાત છે અહીંયા એમ.

"હવે આદિત્ય લોકમાં, તો આદિત્ય લોક શામાં ઓતપ્રોત છે?"

"તો કે ચંદ્રલોકમાં. ચંદ્રલોક એનથી મોટો છે."

"ચંદ્રલોક કેટલો મોટો? એ શેમાં ઓતપ્રોત છે?"

"તો એ કે નક્ષત્ર લોકમાં ઓતપ્રોત છે."

"એ શેમાં ઓતપ્રોત છે?"

"તો કે દેવલોકમાં."

ત્યારે પહોંચાય દેવલોકમાં. આટલું બધું કરતાં કરતાં કરતાં ટ્રાવેલ જાવ ત્યારે એક એક લોકમાં પહોંચવા માટેની અલગ અલગ વિધિઓ છે અને એના અલગ અલગ જેને કહેવાય કે નિશ્ચિત ધોરણો નક્કી કરેલા છે તમારી યોગ્યતાના. કોઈ ગમે તે એમ વિચાર કરે કે હું દેવલોકમાં પહોંચી જવ, એવી રીતના પહોંચાતું નથી. ત્યાંનો વિઝિટર વિઝા કમ સે કમ હોવો જોઈએ અથવા એ લોકો તમને ઇન્વાઇટ કરતા હોવા જોઈએ કે આવો પધારો, તો તમે ત્યાં જઈ શકો છો, બાકી જવાતું નથી આ બધા લોકની અંદર પણ.

પછી આગળ કીધું કે, "આ દેવલોક શેમાં..."

ઓતપ્રોત છે ત્યારે કે ઇન્દ્રલોકમાં ઇન્દ્રલોક શેમાં ઓતપ્રોત? તો કે પ્રજાપતિ લોકમાં. પ્રજાપતિ હવે એ ક્યાં? તો કે બ્રહ્મલોકમાં. પછી પૂછ્યું કે બ્રહ્મલોક શેમાં ઓતપ્રોત છે? ત્યારે યાજ્ઞવલ્ક્યે એને કહી દીધું કે, "હે ગાર્ગી, તમે હવે વધારે પ્રશ્ન પૂછશો નહીં. વધારે પૂછવાથી ક્યાંક એવું ના બને કે આપનું મસ્તક પડી જાય." કારણ કે બિયોન્ડની વાત અમુક જ લોકો કરી શકે, બધા કરી શકાય નહીં. જેમ પહેલાને પણ લઈ જઈને ખાનગીમાં સમજાવી દીધું હતું અને સભાની વચ્ચોવચ કહી દીધું. કારણ કે આ ગાર્ગી હતા એટલે એમને ખાનગીમાં લઈ જઈને પછી પાછું સમજાવી દે એવું ચાલે નહીં. એટલા માટે મર્યાદા તો એવા દેવતાઓના વિષયમાં ખૂબ પ્રશ્ન કરો છો કે જેના વિષયમાં વધારે પ્રશ્નો કરવા વર્જિત છે. માટે ગાર્ગી ચૂપ થઈ ગયા. એમને ખબર હતી શું બાબતની? કે જે વાણીથી વ્યક્ત થઈ શકે એવું નથી, એ વિષયને માત્ર તર્ક દ્વારા સિદ્ધ કરવો, સાબિત કરવાનો પ્રયાસ કરવો એ અતિ પ્રશ્ન છે.

કોઈ એમ કહે કે તમને કેટલું દુઃખ થયું? હવે પેલો શબ્દો દ્વારા તમારા દુઃખને માપવાનો પ્રયત્ન કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એક ટાઈમ આવશે કે તમે પછી કહી દેશો કે, "ભાઈ, બસ કરો, બહુ થયું. આનાથી વધારે મારે આ બાબતે કશું કહેવું નથી." તો બુદ્ધિનો ઉપયોગ અહંકારવશ થઈને જ્યારે કરવામાં આવે છે ત્યારે પરાપ્રકૃતિ એને શિક્ષા કરે છે. આ નિયમ છે. આજની તારીખમાં પણ એ લાગુ પડે છે. પરાપ્રકૃતિ તરત જ એને દંડ આપશે. એ વ્યક્તિને કોઈ પણ તકલીફ શરૂ થઈ જશે. એટલે એને સાવધાન કરી દીધી ગાર્ગીને. એને કહી દીધું કે, "આ બાબતે હવે તું આગળ વધારે ના પૂછી શકે." અને ગાર્ગી ચૂપ થઈ ગયા.

પછી ઉદ્દાલક આરુણી જે હતા તેમણે પૂછ્યું, "હે યાજ્ઞવલ્ક્ય, અમે યજ્ઞશાસ્ત્રનું અધ્યયન કરતા હતા. ત્યાં એમની એક પત્ની એક ગંધર્વ દ્વારા આવેશિત હતી. એ પણ ગંધર્વએ કોઈ ગ્રસિત કરેલી હતી. અમોએ તેને પૂછ્યું કે તમે કોણ છો?" ત્યારે એને કીધું કે, "હું અથર્વા પુત્ર કબંધ છું." પછી પૂછ્યું કે, "શું તમે આ સૂત્રને જાણો છો? કે કયું સૂત્ર જેનાથી આ લોક, પરલોક અને સમસ્ત પ્રાણી ગુંથાયેલા ઓતપ્રોત છે?" ત્યારે પાતંચલે કહ્યું કે, "હું એ સૂત્ર જાણતો નથી." એને ફરી પૂછ્યું કે, "શું આપ એ સૂત્રને અંતર્યામીને જાણો છો કે જે બધાના નિયંતા?" ત્યારે એને કીધું, "મને એની પણ જાણ નથી." ત્યારે એ આવેશિત ગંધર્વે ફરીથી કહ્યું કે, "જે એ સૂત્ર અને અંતર્યામીનો જ્ઞાતા છે, એ બ્રહ્મલોક, વેદ, દેવભૂતો, આત્મા અને બધાનો જાણકાર બની જાય છે જેને સૂત્ર વિશે ખબર પડી જાય છે." ત્યારબાદ ગંધર્વે સૂત્ર અને અંતર્યામીને બતાવ્યા.

"એને હું જાણું છું. હે યાજ્ઞવલ્ક્ય, અગર તમોને સૂત્ર અને અંતર્યામીનું જ્ઞાન એની મને ખબર છે કે એને મને બતાવેલા છે, તો તમારું માથું પડી જશે." ત્યારે ઋષિએ કીધું કે, "હે ગૌતમ, હું એ અંતર્યામીને અવશ્ય જાણું છું." તો કહે છે કે, "એવું તો કોઈ પણ કહી દે ને કે હું જાણું છું. એવું નહીં, તમે એનું વર્ણન કરો. જે રીતે આપ એને જાણો છો, સૂત્રને, અંતર્યામીને, તેનું વર્ણન કરો." ત્યારે કીધું કે, "હે ગૌતમ, એ સૂત્ર જ વાયુ. કારણ કે આ લોક, પરલોક અને સમસ્ત પ્રાણી એના દ્વારા જ ગુંથાયેલા છે. એટલા માટે ઘણું કરીને એમ કહે છે કે મૃતકના અંગ પડી ગયા, નષ્ટ થઈ ગયા. કારણ કે હે ગૌતમ, એ અંગ વાયુરૂપ સૂત્રથી જોડાયેલા છે. વાયુરૂપ સૂત્રથી બધું જ જોડાયેલું છે." અને અંદર અહીં પણ ત્યાં પણ ઉદ્દાલકે કહ્યું, "હા, એ તો બરાબર છે કે તમારી વાત સાચી.

વાયુથી બધું જોડાયેલું છે. તો હવે અંતર્યામીના વિષયમાં વાત કરો." ત્યારે એને કીધું કે, "જે પૃથ્વીમાં રહેલા અને પૃથ્વીમાં સંવ્યાપ્ત છે, પૃથ્વી જેનું શરીર છે, પરંતુ પૃથ્વી એને જાણતી નથી. જે પૃથ્વીની અંદર બિરાજમાન થઈને એનું નિયમન કરે છે, એ તમારો આત્મા અવિનાશી અને અંતર્યામી છે." પછી આગળ કહે છે, "પાંચ તત્વોની અંદર જે જળમાં રહેનારો છો, સંવ્યાપ્ત છે, જળ જેનું શરીર છે, જળની અંદર રહીને એનું નિયમન કરે છે પણ જળ એને જાણતું નથી, એ આત્મા અમર્ત્ય અંતર્યામી છે." પછી અગ્નિ તત્વ, "જે અગ્નિમાં રહેનારો, અગ્નિમાં સમવ્યાપ્ત છે અને અગ્નિ જ જે એનું શરીર છે, પરંતુ અગ્નિ એને જાણતો નથી. જે અગ્નિની અંદર રહીને એનું નિયમન કરે છે, એ તમારો આત્મા જ અંતર્યામી અને અવિનાશી છે." પછી આગળ કીધું, "જે અંતરિક્ષમાં રહેનાર, એમાં જ સમવ્યાપ્ત છે, અંતરિક્ષ જ જેનું શરીર છે.

દરેક વસ્તુને એને બોડી બનાવી દીધું છે અને એ અંદર પેસી ગયો છે. એ અંતરિક્ષ જેને જાણતું નથી. અંતરિક્ષમાં રહીને જે એનું નિયમન કરે છે, એ તમારો આત્મા અંતર્યામી છે અને અવિનાશી."

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.