ઉપનિષદ સિરીઝ · વિડિયો ૯૩
વિડિયો ૯૩
ૐમ! નશ્વર જગત અને અનશ્વર ચેતનાના સંયોગથી નિર્મિત આ સંપૂર્ણ વ્યક્ત અને અવ્યક્ત ઈશ્વરનું, આ વિશ્વનું પોષણ એ પરમાત્મા કરે છે. કયા પરમાત્મા? પરમાત્મા એક જ છે જે અનંત છે, શાશ્વત છે, અવિનાશી છે. અને સૂર્ય છે, બધા સૂર્યોનો સૂર્ય એવું સમજવાનું. બધા સૂર્યોનો સૂર્ય કોણ છે? કે પરમાત્મા છે. બધાને લાઈટ એ જ આપે છે, બધાને પાવર એની જ પાસે છે. એટલે કીધું, સર્વસામાન્ય સત્તા એની જ પાસે છે અને બધા લોકો એની જ સત્તા વાપરે છે. એટલે એની સત્તાનો ઉપયોગ કરીને દરેક સત્તાવાન બને છે, શક્તિશાળી બને છે અને પોતપોતાનું કાર્ય કરે રાખે.
તો આ નશ્વર જગત. નશ્વર એટલે નાશ પામે એવું અને અનશ્વર એટલે નાશ ક્યારેય ના પામે એવું. તો નશ્વર જગત છે અને અનશ્વર ચેતના છે, ચેતન્ય, ચેતના, ચૈતન્યના સંયોગથી આ બે જણનો કંઈક મેળાપીપણું થયું છે, ક્યાંક ગોઠવાઈ ગયું છે બે જણાનું. એટલે એનાથી આ સંપૂર્ણ વ્યક્ત અને અવ્યક્ત. એક અવ્યક્ત જગત છે અને એક વ્યક્ત જગત છે. વ્યક્ત જગત એ છે કે જે તમારી સામે વ્યક્ત થાય છે. અવ્યક્ત જગત એવું છે કે જે તમારી સામે હજુ વ્યક્ત થયું નથી. એટલે એવું અવ્યક્ત જગત છે. હવે વ્યક્ત જગતમાં વ્યક્તિએ વ્યક્તિએ જે વ્યક્તતા છે ને એ પાછી બદલાય. એક જ વસ્તુને પાંચ માણસો જુએ, અલગ અલગ રીતે જુએ તો દરેકને વ્યક્તિ અલગ અલગ થાય છે. એટલા માટે એને વ્યક્તિ કહીએ છીએ આપણે. આ વ્યક્તિ એટલે એની સામે જે એક્સપ્રેસ થાય છે તે, એવી રીતે પ્રગટ થાય છે એટલે એને વ્યક્તિ કીધો.
"આ વ્યક્તિએ આવું કર્યું", "આ વ્યક્તિએ આવું જોયું" કે "આ વ્યક્તિની સાથે આવું થયું", તો એ એની વ્યક્તિ છે ભાઈ, ઇન્ડિવિજ્યુઅલ છે. એના સાથે જ થયું એ જરૂરી નથી, ડોન્ટ જનરલાઈઝ. બીજાની સાથે આવું જ થવાનું છે એવો કોઈ નિયમ નથી. હોય પણ ખરું ને ના પણ હોય. બધું કોના પાસે? સત્તા સામાન્ય કુદરત પાસે. અને કુદરતને પાસે સત્તા સામાન્ય ક્યાંથી આવ્યું? પરબ્રહ્મમાંથી આવ્યું. બરાબર? તો એવી રીતે પોષણ કરે છે કોણ? પરમાત્મા. બધાનું. અલ, સીધા કોઈને ખવડાવતા નથી કે "લે માનવ, ખઈ લે" એમ કરી. શું ક્યારેક ખવડાવે બી ખરા બહુ રાજી થઈ જાય. કારણ કે પરમાત્માને કોઈ નિયમ લાગુ પડે નહીં. પરમાત્મા પોતે જ નિયમ છે. એટલે જે કરે એ નિયમ બની જાય. રાજા પોતાના રાજ્યમાં જે ચાહે તે કરે કે ના કરે? અને એ કરે એ નિયમ બની જાય. બસ એ જ રીતે પરમાત્મા પોતે સ્વયં પોતે જે કંઈ કરે તે બધી અભિવ્યક્તિ જે કંઈ છે તે બધું જ નિયમસર થઈ જાય, રેગ્યુલરાઈઝ થઈ જાય બધું.
કશું ઇનઓર્ડર હોય એવું કહેવાય જ નહીં એમ. એટલે એને વ્યવસ્થિત કહી દીધું દાદાએ. એટલે આદેશ કીધો. આદેશ, ઓર્ડર એટલે આદેશ. "હું હુકમ કરું છું" વાળો ઓર્ડર નહીં આ. બસ એમ જ. આ અવ્યક્ત છે પણ પેલું જેમ કહે છે ને, ગેબી લાકડી મારી હોય એવું લાગે કે જોઈ નહીં કોઈ એને, પડી બહુ જોરથી, ગોબાહું પડી ગયા, હુજી ગયું. પણ કે શું થયું? અવ્યક્ત પરમાત્માનો માર પડે આવી રીતે. ધનધનાઈટ સારી કરેલી બધી છે તો બહુ આવક આવતું. એટલે એવી રીતે અવ્યક્ત પરમાત્મા, જે પરમાત્મા હજુ વ્યક્ત નથી, એ આવી રીતના પોષણ કરે છે.
હવે જીવાત્મા સંસારના વિષયોનો ભોક્તા હોવાને કારણે એ એમાં ફસાય. જલેબી જોઈને એટલે ફસાતો જ જાય. સંસારના વિષયોનો, વિષયોમાં વિષ છે પણ એને શું અંદર લાગે છે? સંસારમાં રસ પડે છે, એ વિષમાં રસ પડ્યો છે એને. આ વિષમતા છે. હા, એટલે ભોક્તા હોવાને કારણે એ એમાં, એને ભોગ ભોગવવું છે. ભોગવવાની આખી અંદર પડેલી છે વૃત્તિ, ભોગવૃત્તિ પડેલી છે. એના કારણે આ બધું આય પણ એમાં ભોગવટામાં ફસાય છે. એટલે પછી પેલું કહે છે ને, અમારે શું કહેતા હતા, "લેવા ગઈ પુત્ર ને ખોઈ બેઠી ખસમ (પતિ) - એક પ્રચલિત કહેવત" જેવો ઘાટ થયા કરે. દર વખતે માણસને એમ થાય કે પુત્રનો જન્મ થશે પણ આ બાજુ કે પતિને ગુમાવી બેઠો. એવી જેમ સ્ત્રીની હાલત થતી હોય છે ઘણા સંજોગોની અંદર. એના પરથી આખી આવી આ વાત. તમે કરવા જાવ કંઈક ચાહું કંઈક અને બની જાય કંઈક બીજું. તો એવો માર પડ્યા જ કરે એ ભોગવટાનો માર.
તો એ ભોગવટાનો માર એમ પડ્યો કેમ? ભોગ કરવાની વૃત્તિ પડેલી છે ત્યાં સુધી આ પડશે જ. એ વૃત્તિ આમ નીકળી ગઈ, કાંટો જેમ કાઢે એમ, એ જો તમે બાજુ પર મૂકી દો એ તો પછી પાછું બધું ઓર્ડરમાં થઈ જાય. પણ જ્યાં સુધી અંદર એ પેલો ભોગનો એ રહેલી છે વૃત્તિ ત્યાં સુધી એ માર વારે વારે વારે વારે પડ્યા જ કરે. એટલે એને મારી મારીને કુદરત એ શીખવાડે છે કે આને કાઢ તારામાંથી. પણ જો એને સૂઝ પડી જાય ને કાઢી નાખે તો ઠીક છે. જો જ્ઞાનમાં છે એને તો કશું લેવાદેવા જ નથી. એ તો ગુલાબ, કાંટા, ઝાડ, બાળ બધું પહેરીને ગોળ ગોળ માર્યા કરતો હોય, પકડ બિલકુલ મસ્ત થઈને. કારણ કે એને ગ્રહણ બી નથી, ત્યાગ બી નથી, કશું જ નથી. એને કશું ભોગવવાનું નથી, કાંઈ નથી. એટલે એ તો છૂટો થઈ ગયો. બીજું કે એને ખબર પડી ગઈ કે હું, હું નથી, આ દેહ નથી, આ મન નથી, આ ચિત્ત નથી.
એટલે કશું છે જ નહીં એ. પણ એ જાણી લીધું કે જે કંઈ છે તે કેવળ પરમાત્મા. એટલે એ તો મુક્ત થઈ ગયો છે. હવે એવો મુક્ત થયેલાને પ્રકૃતિ ફરીથી બાંધી શકતી નથી. એટલે એક વખત જો જ્ઞાનમાં ઘૂસી ગયો માણસ તો પાછો એ પડવાનો ચાન્સ એનો રહેતો. જ્ઞાનમાં પડવો જોઈએ બસ. તો જ્ઞાનમાં રસ કોને પડે છે? રસવડામાં રસ બધાને હોઈ શકે પણ જ્ઞાનમાં રસ કેટલાને તે કાઉન્ટ થાય. અને એ પાછો કેવો? તો કે આ અમુક સમય પૂરતો મર્યાદિત એવો ના હોય રસ. એ નિરંતર હોય. એના કંઈ પણ કરતો હોય પણ એ બ્રહ્મમાં જ હોય. એને રસમય કીધો. એવો પરમાત્મા રસમય. તો એવા રસમય તમે થઈ જાવ એટલે તમે પરમાત્મા થઈ ગયા. પછી કશું કરવાનું રહેતું નથી. પણ ત્યાં સુધીને સાંસારિક જે કંઈ આવે એ બધું આ રસલીલા હતી કે રાસલીલા હતી તે આ હતી. જ્ઞાની, અજ્ઞાની સર્વ. એટલે પરબ્રહ્મનું જ્ઞાન હોવાથી.
આવો જ્ઞાની બધા બંધનોથી મુક્ત થઈ જાય છે, કારણ કે જે પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, એને કોઈ બંધન બંધન રહી શકતું જ નથી. એને મેળ જ છૂટી ગયો એવું. બસ, હવે બંધન ઊભું કેમ થયું તું? એની ભોગવૃત્તિથી. એને ભોગવૃત્તિ જતી રહી એટલે એ પરમાત્મા વૃત્તિમાં જ આવી ગયો. પરમાત્મા ને જે કંઈ છે એ બધું પરમાત્મા છે, એની જ આવૃત્તિઓ કરવા માંડ્યો. વારે વારે, વારે વારે જે કંઈ છે એ બધું બ્રહ્મ છે. જે આ ભાઈ જઈને "જો જો" કરે છે ને બધાને, "તું શુદ્ધઆત્મા, તું શુદ્ધઆત્મા, તું શુદ્ધઆત્મા" જાગે તો એમ એમ કરતાં કરતાં શું થયું? અનંત આવૃત્તિઓ થઈ ગઈ. એટલે હવે એ સંસ્કાર દૃઢ થઈ ગયો છે. તો જે દૃઢ સંસ્કાર હશે ને, તે જ જીતશે દર વખતે. એટલા માટે કીધું તું કે તમારા સારા સંસ્કારોને દૃઢ કરો અને એવા સંસ્કારો જે હોય તેને તમે નબળા પાડીને જવા દો.
એટલા માટે જ આપણે ત્યાં આગળે સોળ સંસ્કારની પણ વિધિ હતી, સિસ્ટમ હતી કે જેથી કરીને આવનાર જીવને એ વસ્તુનું હંમેશા ભાન રહ્યા કરે કે ભાઈ તારે જનોઈ થઈ છે? તો કે હા, થયેલી. અચ્છા, ઉપનયન સંસ્કાર તમારા થઈ ગયા? તમારા એટલે છેક એને ગર્ભાધાન સંસ્કારથી શરૂ કરીને છેક છેલ્લે અંતિમ સંસ્કાર કરે ત્યાં સુધીના અને ત્યાર પછીના રાઈટ્સ વાળા બધા. આ બધાય સંસ્કારો થતા હતા એની ઉપર, જીવની ઉપર. એટલે એ દૃઢતા આપતા હતા એને એક પ્રકારની કે ભાઈ તું બ્રાહ્મણ છું, તું ઋષિઓ-મુનિઓનું સંતાન છે. તારા જીન્સની અંદર ડાયાબિટીસ નથી, તારા જીન્સની અંદર પરબ્રહ્મ છે. તું એવું નક્કી કર. તું નક્કી કરીશ એ થાય છે. તારા જિંદગીની અંદર તે અત્યાર સુધીની એ તે જોયું છે. ઘણું બધું નથી થયું એ તો તારા વિકલ્પો અને તારી ડેબિટ છે એટલા માટે નથી થયું, બાકી થવું જ જોઈએ તત્કાલ.
કારણ કે જે બ્રહ્માજીની શક્તિ છે એ જ તારી છે. કારણ? કારણ કે શક્તિ બધી કોની? તો કે બ્રહ્મની જ છે. દરેક જન કોની શક્તિ વાપરે છે? તમે બધા શ્વાસ લે છે. તો શ્વાસ, હવા કોણે આપી? કેવી રીતે ઉત્પન્ન થઈ? પરમાત્માએ જે કંઈ સૃષ્ટિ રચના કરી એમાં જે એર પેદા થઈ ગઈ એ થઈ ગઈ, બસ. અને પછી એ સાયક્લિકલી બન્યા જ કરે છે. પેલા લોકો વાપર્યા જ કરે છે બધા. પણ કહેવાય તો એ જ ને કે અહીંયા હોય કે અમેરિકામાં, બધા એક જ હવામાં શ્વાસ લઈએ છે. હવાની એકતા તો ખરી ને કે નહીં? એમાં કંઈ વચ્ચે ગેપ હશે? નથી. પોકેટ-બોકેટ બનતા હશે? નથી બનતા. તો હવા તો એક જ છે. એક હવામાં શ્વાસ લેવા છતાં આટલી વિવિધતા એ પણ એક બાબત.
એ વૃત્તિનું કારણ. તમે કઈ વૃત્તિને વસાઈ પત્ની બનીને ઘરમાં લાવીને બેસાડી દીધી? વૃત્તિ બહાર હતી અને આકારમાં હતી બહાર. એને જોઈ પછી તમારી વૃત્તિ થઈ એટલે પછી લાવીને અંદર વસાવીને મૂકી દીધી. હવે વૃત્તિનો પછી વાસ થયો એ ચાલ્યા જ કરે પછી. પછી તો આગળ એનું આખું કુટુંબ તૈયાર જ થઈ જાય ને ધીરે ધીરે કરતાં. તો પહેલો આયો લોભ, મોહ. મારું મન મોહી ગયું. સૌથી પહેલામાં પહેલો મોહ વ્યાપ્યો એટલે મોહના સેન્ટર પોઈન્ટના આધારે જ બાકીની બીજી બધી વૃત્તિઓ ગોઠવાઈને આવું આવું બધું બન્યા જ કરતું હોય જીવનની અંદર. તો આવી વ્યક્તિ પરબ્રહ્મનું જ્ઞાન હોવાથી બધા બંધનથી મુક્ત થઈ જાય છે.
હવે જ્ઞાની, અજ્ઞાની, સર્વસમર્થ, અસમર્થ આ બંને એટલે કે ઈશ અને જીવ એ અજન્મા જ છે. ભોક્તા જીવના માટે એક ભોગ્યા પ્રકૃતિ પણ અજન્મા. વિશ્વરૂપોમાં સમવ્યાપ્ત અનંત આત્મા અકર્તા, કર્તાપણાના ભાવથી મુક્ત છે. આ ત્રણેય ઈશ્વર, જીવ અને પ્રકૃતિને જ્યારે બ્રહ્મયુક્ત અનુભવ કરો ત્યારે જ એ યથાર્થ જ્ઞાન છે. એટલે શું? તો કે ઈશ્વર છે તે પણ બ્રહ્મ છે, જીવ છે તે પણ બ્રહ્મ છે અને આ પ્રકૃતિ જે છે તે પણ બ્રહ્મ છે. પ્રકૃતિ છે ઇન્ડિવિજ્યુઅલ હોય છે ને? કુદરત સમષ્ટિમાં હોય. પ્રકૃતિ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ. વ્યક્ત કરે એ પ્રકૃતિ પોતાની વ્યક્ત કર્યા કરે. પ્રકૃતિ નાશવાન છે. સાંભળો, બધા કહે છે, "પ્રાણ જાય ને પ્રકૃતિ જોડે જાય ને સાથે જાય ને" એવું બધું. અહીં શું કહે છે? પ્રકૃતિ નાશવાન છે. એનો ભોક્તા જીવાત્મા અવિનાશી છે. એનો પ્રકૃતિનો ભોક્તા છે કોણ?
જીવ. અને જીવ અવિનાશી છે. કારણ કે જીવ તો ભ્રમણ કર્યા જ કરે છે ને? બધી યોનિઓમાં ફરે, આમ કરે, તેમ કરે બધું. પણ એ એ કંઈ મળતો નથી. એ તો પ્રકૃતિ તૈયાર કરીને લઈ આયો તો. એ પ્રકૃતિ પૂરી થઈ ગઈ એટલે પ્રકૃતિનું વિસર્જન થાય છે. વાસ્તવમાં મૃત્યુ છે જ નહીં, કારણ કે એ જીવ તો બીજે જતો રહ્યો. લોકેશન ચેન્જ. એને પિન કોડ કે પોસ્ટ કોડ બદલ્યો પોતાનો ખાલી. પણ એનો પોતાનો જે પર્સનલ વ્યક્તિ કોડ હતો જે, એ તો એનો એ જ રહે. યુઝરનેમ દર વખતે અલગ અલગ ધારણ કરે છે એવું. પણ પોતે છે તો ને મૂળ તો એ જ જીવરૂપે તો. અને આમ જોવું એ તો એ પરમાત્મા છે પાછું. હાર્ડવેર બદલે, સોફ્ટવેર. હા, બધું એનું એ. આ સોફ્ટવેરમાં અપડેટ થયા કરે પાછું. અમુક ડિલીટ થાય, આમ થાય, તેમ થાય એવું હોય. એવો હાર્ડવેર, હાર્ડવેર બી અપગ્રેડ થયા કરતો હોય. અમુકને ડિગ્રેડ થઈ જાય તો બિચારા પેલા ફીબલ માઈન્ડેડ ને એવા બાળકો આવે એવું બધું બી થતું હોય.
આ બધું શું? અપગ્રેડેશન અને ડિગ્રેડેશન જ છે. પણ એનોય કોઈક બેઝીસ છે ને? આધાર છે ને? એમને એમ કંઈ થોડું છે? ગપ્પાબાજી નથી કંઈ. અને રેન્ડમલી નથી થતું આ બધું. તમે જુઓ તો ધેર ઇઝ સમ ઓર્ડર ઇન ઇટ. ઓર્ડરલીનેસ છે આખા એની અંદર. આમ જુઓ તો ભયંકર કેઓસ છે પણ એમાં ઓર્ડરલીનેસ. ભયંકર કેઓસ, ઓર્ડરલીનેસ.
તો વિશ્વરૂપોમાં સંવ્યાપ્ત અનંત આત્મા, આત્મા અકર્તા એટલે કે કર્તાપણાના ભાવથી મુક્ત. આ ત્રણેય ઈશ્વર, જીવ અને પ્રકૃતિને જ્યારે બ્રહ્મયુક્ત અનુભવ કરો એ જ યથાર્થ જ્ઞાન છે. ત્રણેયને તમારે બ્રહ્મ જ જોવાના. એટલે આપણે કહી દીધું કે આપણને એ આ અને એ બધું બ્રહ્મ જ છે ભાઈ. શું? પહેલાની અંદર કહી દીધું કે ભાઈ આ જે કંઈ છે બધું બ્રહ્મ.
છે એ જ સર્વરૂપ છે. એ પરમાત્મા અવિનાશી છે. એક જ પરમાત્મા એને પોતાના નિયંત્રણમાં રાખે છે. બધા કોના નિયંત્રણમાં છે? પરમાત્માના. અલ્ટીમેટલી તો પણ એ પરમાત્મા પોતે સ્વયં કશું કરતા નથી, પણ હાજરી માત્રથી બધું થઈ ગયું. આદેશ અલખ એમ કહી દીધું એટલે પતી ગયું.
એક પરમાત્માનું ધ્યાન કરવાથી, ચિંતન કરવાથી, એના તત્વની ભાવના કરવાથી – જો, ત્રણ વસ્તુ કીધી તમને. શું કીધું? પરમાત્માનું ધ્યાન કરો, એવા પરમાત્માનું ધ્યાન કરો, એમનું ચિંતન કરો. એમના વિશે ચિંતા તો કરવી પડે ને? તમે બીજા બધાના વિશે ચિંતા કરો છો, એના વિશે એક દાડો ચિંતા કરો. બસ, તમારો નિવેડો પાર. એક જ દાડો, ચોવીસ કલાક કર લો, તમારું બધું બદલાઈ ગયું હશે એકદમ જ પછી તો. અને ત્રીજું કીધું શું? તો કે એના તત્વની ભાવના: "તે હું છું, તે હું છું, તે હું છું." બસ, એ તત્વની ભાવના.
અંતમાં વિશ્વરૂપ માયાથી નિવૃત્તિ થાય છે અને આગળ એ જ પરમાત્મ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે. એ પરમાત્માને જાણી લેવાથી સંપૂર્ણ બંધનોથી મુક્તિ મળે છે. બંધનો કયા છે? જેટલા વિકારો છે એ બધા બંધનો છે. હવે, પરમાત્મા એક જ નિર્વિકાર છે, બાકી બધું વિકારી છે, બધું જ વિકારી. કંઈક વિકાર પેદા થયો ત્યારે એનામાં આકાર આવ્યો, પછી એની વ્યક્તિ થઈ, અભિવ્યક્તિ થઈ, પ્રગટીકરણ થયું. પરમાત્મા તો અપ્રગટ છે. પ્રગટ પણ નથી ને અપ્રગટ પણ નથી એવી સ્થિતિમાં છે.
પરમાત્મા પણ અમને પ્રગટીકરણ કરવાનું થયું, તે પછી પાછો આમ જુએ એટલે પાછો રસ પડ્યો એટલે ઓર ગૂંચવાયો પાછો, કારણ કે ભોક્તા થયો. તો ભગવાન કહે કે, "સારું, તારે ભોગવી લે. દૂર રહીને પછી જોયા કરને. શું કે? તારો ભોગવડો પૂરો થાય એટલે તું મને યાદ કરજે, હું તારી સાથે જ છું." ત્યારે પણ એ ભોગવતો હોય છે, ત્યારે પણ પરમાત્મા એને જોતા હોય છે કે, "હા, હું તારી સાથે જ છું, પણ આ સ્થિતિમાં તું જાતે પડ્યો છે. મેં તો બધી જ પરિસ્થિતિઓ પેદા કરેલી છે. ધીસ ઇઝ યોર ચોઇસ. તે પસંદ કરીને એમાં પડ્યો ને? પત્નીની જેમ ફેમિલી વસાવ્યું ને? તે હવે બહુ ગમ કેની રાત બેટા બેટા."
તો આ વાત છે. તો એ પરમાત્માને જાણી લેવાથી સંપૂર્ણ વિકારોથી, બંધનોથી આપણને મુક્તિ મળે. સંપૂર્ણ ક્લેશ ક્ષીણ થઈ જાય એટલે જન્મ-મૃત્યુનું જે ચક્ર છે એમાંથી મુક્તિ મળી જાય છે. બરાબર? હવે, પેલો જાણી જ જાય છે કે મારે તો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. જે માત્ર આટલું જાણી લે ને, તે પણ છૂટી જાય જન્મ-મૃત્યુના ચક્રમાંથી. કારણ કે એક વસ્તુથી એ શરૂઆત કરશે ને, તોય આમ આમ કરતાં કરતાં કરતાં એ પહોંચી જ જશે પોતાના પરમાત્મા પદની અંદર. ફક્ત એક જ વસ્તુ વિચાર કરો તમે એક વર્ષ સુધી કે, "મારે જન્મ પણ કેમ ને મૃત્યુ પણ કેમ? શા માટે? શેના આધારે? કોના આધારે?" ખોળ, ખોળ, ખોળ, ખોળ કરો. જુઓ, તમને છેવટે પહોંચાડી દે છે તમારા પરમપદની અંદર. પણ એ શું માંગે છે? સાતત્ય માંગે છે, ધૈર્ય માંગે, તપ થાય. એની અંદર રહેવું પડે. દિવ્ય આસનમાં પ્રતિષ્ઠા કરીને પરમાત્માની જેમ બેસવું પડે આપણે.
એટલે એવા પરમાત્માનું ચિંતન કરો એમ કહે છે. એને જાણવાથી સંપૂર્ણ ક્લેશ ક્ષીણ થઈ, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્તિ મળી ગઈ. એ પરમાત્મ તત્વનું નિરંતર ધ્યાન કરવાથી શરીર છોડ્યા બાદ, જો તમે શું છૂટે છે? શું? તો કે શરીર છૂટે છે ખાલી, બાકી બીજું કશું નથી થતું. ત્રીજા લોકના સંપૂર્ણ ઐશ્વર્યોના ભોગથી પૂર્ણ કામનાની પ્રાપ્તિ થઈ જાય. ત્રીજો લોક એટલે કયો લોક? સ્વર્ગલોક. ભૂ, ભુવ, સ્વહ. એટલે પ્રાપ્તિ થઈ જાય અને પછીથી અંતમાં કૈવલ્ય પદની પણ પ્રાપ્તિ થઈ જાય, કેવળ પરમાત્મા પદની પણ એને પ્રાપ્તિ થઈ જાય.
પોતાની અંદર રહેલા પરમાત્મ તત્વને જાણવું જ જોઈએ માણસે. પોતે જાણવું તો જોઈએ ને કે યાર, મારું એલિમેન્ટ શું છે? જાણવું જોઈએ ને? ત્યાર પછી, કારણ કે એનાથી શ્રેષ્ઠ જાણવા યોગ્ય બીજું કંઈ છે જ નહીં. ભોક્તા જીવાત્મા, ભોગ્ય એટલે જડ પ્રકૃતિ અને પરમાત્મા – આ ત્રણેયને જે મનુષ્ય જાણી લે છે, એ બધું જ જાણી લે છે. આ બીજું ક્લાસિફિકેશન આપી દીધું. તો કે ભોક્તા કોણ છે એ જાણો, ભોગ્ય કોણ છે એ જાણો અને પરમાત્મા કોણ છે એ જાણો. આ ત્રણ જાણી લેશો તો પણ તમે બધું જાણી લેશો.
એટલે આ ત્રણેય વેદોમાં વર્ણિત એ તત્વો ખરેખર એક જ બ્રહ્મના રૂપ છે. અહીંયા ત્રણેય વેદો શબ્દ એટલા માટે વાપર્યો છે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદને જ વેદ કહેવામાં આવે છે. ઘણા લોકો અથર્વવેદને વેદ ગણતા નથી, કારણ કે એ તો બધું ટેકનોલોજી. અથર્વવેદ એટલે એને વેદ ગણતા નથી. અલ્ટીમેટલી જોવા જાવ તો આ ચારેય ભેગું થઈને જે કાંઈ થાય તે બધું એક જ પ્રણવ વેદ જ છે, બાકી કોઈ વેદ નથી.
હવે આગળ ઉપર એ ખરેખર બધા બ્રહ્મના રૂપ છે એમ જાણવાનું છે કે બ્રહ્મની અલગ અભિવ્યક્તિ એમ તમે કહી શકો એને. જે રીતે અગ્નિનું એના આશ્રય સ્થાન કાષ્ઠમાં કોઈ જ રૂપ જણાતું નથી. તમે આમ લાકડાની સામે જુઓ તો એમાં થોડો અગ્નિ દેખાય છે? પણ અંદર છે અગ્નિ. જો અંદર અગ્નિ ના હોત તો તમે બહારથી ગમે તેટલો અગ્નિ આપ્યા કરો ત્યાં સુધી પણ એનામાં અગ્નિ પ્રગટ થાય નહીં. એટલે એના મૂળ તત્વનો પણ નાશ થતો નથી, કારણ કે આગળ પ્રયત્ન કરવાથી ઈંધનરૂપ પોતાના આશ્રયમાં એને અગ્નિને ગ્રહણ કરી શકાય છે. એવી જ રીતે જીવાત્મા અને પરમાત્મા બંને ઓમકાર સાધના દ્વારા ગ્રહણ કરી શકાય છે. જીવાત્મા અને પરમાત્મા બંનેને ઓમકાર સાધના દ્વારા ગ્રહણ કરી શકાય.
સાધકે શું કરવું જોઈએ? પોતાના શરીરને નીચેની અરણી અને ઓમકારને ઉપરની અરણી બનાવીને ધ્યાન દ્વારા નિરંતર મંથનના અભ્યાસથી લાકડામાં ગુહ્ય અગ્નિની જેમ પરમાત્મા તત્વને એને જોવું જોઈએ કે આ દેહની અંદર પરમાત્મા રહેલો છે, રહેલો છે, પરમાત્મા રહેલો છે, રહેલો છે. બસ, એમ એને આ દેહના કણ કણમાં પરમાત્મા રહેલો છે, રહેલો છે, રહેલો છે એમ જો, જો, જાણ, જાણ, જાણ.
કરે એમાં સાતત્ય માંગી લે. જેમ પેલો ઘણ પર ઘણ મારે જ જતો હોય છે, ધડાધડ, ધડાધડ, એક પછી એક, પછી એક, નોનસ્ટોપ. બસ, ત્યારે એ પ્રગટ થશે. એમ કે એવું થયું હમણાં સોમવારે, બધા સુધા જોયા પછી એક કલાક સુધી, પરમ તત્વ બધે છે. "હું વંદન કરું, વંદન કરું," દોઢ કલાક સુધી કોઈ જ "વંદન કરું" એમ કરતા કરતા દોઢ કલાક સુધી તો અદભુત થઈ જાય. એમ કે ખાતરી થઈ જાય એમ કે પરમાત્મા...
જો આમાં સીધો નિયમ શું છે કે તમે પર સાધના, તમારી એક ઘડી થાય એટલે કે 48 મિનિટ, 48 મિનિટનું સાતત્ય સાથેનું તમે કાંઈ પણ કરો તો એ પાર ઉતરી જાય, તમારું કલ્યાણ થઈ જાય. હવે તમે દોઢ કલાક કીધો, કેટલું ગણવું? વધારે થઈ ગયું, કેટલું ગાઢું થઈ ગયું, વિચાર કરો! 48 એ તો પાકું જ છે કે બસ તમે મોક્ષે જવાને લાયક જ થઈ જાવ. પછી તો 48 જ મિનિટની અંદર તમે સતત કોઈને એક ધાર્યો અથવા સ્વયં પોતાને, એક્ચ્યુઅલી આ અને એ વાળી વાત છે ટૂંકમાં. તો એટલે એ પછી બાકી જે કાંઈ રહ્યું તે ટૂંકમાં તમે એવું જે કાંઈ ધ્યાન કરો છો, ચિંતન કરો છો, નિદિધ્યાસન કરો છો, 48 મિનિટ કરો એટલે પૂરું થઈ ગયું. તો અવધી એક ઘડી થઈ ગઈ. આ તો દોઢ ઘડીથી ઉપર થયું, બે ઘડી થવાઈ. દોઢ કલાક એટલે કે દોઢ. તો એવી રીતે ઓમકાર સાધના દ્વારા તમે એને પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી શકો છો.
એક ઓમકાર સતનામ, બસ એના પર લાગી જાવ. અને પરમાત્મા તત્વ કે જે ઓમકાર છે, એમાં ઓતપ્રોત છે અને છતાં એનાથી જુદો છે, એવો એને જોવું જોઈએ. જે પ્રકારે તલમાં તેલ, દહીંમાં ઘી અને સ્ત્રોતોમાં જળ, લાકડામાં અગ્નિ વગેરે તત્વ છુપાયેલા છે, તેવી જ રીતે પરમાત્મા પોતાના અંતઃકરણમાં જ છુપાયેલો છે. આ શ્રુતિ આપણને આવું કહી દીધું છે અને આપણે એને પકડીને જો એના ઉપર કામ કરીશું તો ચોક્કસ આપણને એ અનુભવ ડુપ્લીકેટ થવો જ જોઈએ, કારણ કે આ વિજ્ઞાન છે. એટલે વ્યક્ત થશે જ, વિશિષ્ટ જ્ઞાન પછી પ્રગટ થશે તમારી સામે. પરબ્રહ્મ તમારી સામે વિશિષ્ટ રીતે પ્રગટ થશે.
બધાને આત્મસાક્ષાત્કાર એટલે કંઈ એક ધાર, એક સરખો જ થઈ જાય એવું નહીં કે આમ એપ્રોનો એક સિક્કો મારી દે ભમ જઈને કે "ભાઈ જા, હવે તારું પતિ." એવું નથી હોતું. દરેકને પરબ્રહ્મની અનુભૂતિ અલગ અલગ હોય. એનામાં તો કેટલી વિશિષ્ટતા છે પરબ્રહ્મમાં! જેમ જેમ વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિ, એના આધારે, આના આધારે છે, એના આધારે વિશિષ્ટ રીતે. કારણ કે બ્રહ્મ પોતે પણ એક બીજી જગ્યાએ એને માયા વશિષ્ઠ પણ કહેલો છે. એટલા માટે તો જે સાધના પરમાત્માને સત્ય તથા તપ દ્વારા મનનપૂર્વક જુએ, જે સાધક મનનપૂર્વક જુએ છે, પરમાત્મા એ સાધક દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. પરમાત્મા એને ગ્રહણ કરી લે છે. એમ કે તમારે કંઈ કરવાનું નહીં, પરમાત્મા જ પકડી લેતો આપણને. બોલો, કેવી મજા! અહીં આપણને આમ પોલીસ પકડી જાય તો બીક લાગે, પણ પરમાત્મા પકડી જાય તો બોલો! કોઈ દિવસ કોઈ છોકરાને તમે એવી રીતે બીવડાવ્યો છે કે "તું આવું કરે છે, પરમાત્મા તને પકડી જશે"?
તો આજથી કહેવા માંડું, કોકનું કલ્યાણ થઈ જશે યાર કે "તું આવું કરીશ એટલે પરમાત્મા તારો હાથ પકડી લેશે." આવું સાંભળ્યું છે?
સાધક દૂધમાં રહેલા ઘીની જેમ આત્મામાં રહેલ જે પરમાત્મ તત્વને આત્મવિદ્યા અને તપના આધારે પ્રાપ્ત કરે છે, એ ઉપનિષદોમાં વર્ણિત પરમ તત્વ બ્રહ્મ જ છે. એ પરમ તત્વ છે, એ પણ પાછું બ્રહ્મ જ છે. બીજો અધ્યાય: "એ સવિતા બધાનો ઉત્પાદક." સવિતા એટલે પ્રોડ્યુસર. સૌથી મોટો અને મહાન પ્રોડ્યુસર એટલે સવિતા દેવતા. અમારા એટલે પ્રિન્સિપલ પ્રોડ્યુસર. આપણે એવું પણ કહી શકીએ. "અમારા મન અને બુદ્ધિને પરમાત્મા સાથે જોડતા, અમારી ઇન્દ્રિયોને પાર્થિવ પદાર્થોથી ઉપર ઉઠાવીને, એમાં દિવ્ય અગ્નિનો પ્રકાશ સ્થાપિત કરે, જેથી અમે જગતના સાર તત્વનું જ અવલોકન કર્યા કરીએ." શું પ્રાર્થના છે! જો આમ ટ્રીલિંગ, જો આ બધું ઊભું થઈ જાય. "युञ्जान: प्रथमं मनस्तत्त्वाय सवितुर्धियः। अग्नेर्ज्योतिर्निरूप्य पृथिव्या अध्याभरत्॥ (પ્રસિદ્ધ સાવિત્રી મંત્ર)" એ કહે છે કે આ પ્રિન્સિપલ પ્રોડ્યુસર સવિતા દેવતા, એને દેવની તો પદવી આપેલી છે.
"અમારા મન અને બુદ્ધિને જો પરમાત્મા સાથે જોડો." જોડતા શું કરો? "ઇન્દ્રિયોને પાર્થિવ પદાર્થો પરથી ઉઠાવીને." એટલે જળ પદાર્થો. પાર્થિવ પદાર્થો એટલે પૃથ્વી ઉપર જે આપણને મળે છે તેવા. એવા પદાર્થો પરથી ઇન્દ્રિયોને ઉઠાવો અને એમાં દિવ્ય અગ્નિનો પ્રકાશ સ્થાપિત કરો. ક્યાં? ઇન્દ્રિયોમાં અને મન અને બુદ્ધિમાં. બધે ક્યાં લગાડવાનું છે? તો કે બસ આ આગ લગાડી આપો અમને, દિવ્ય આગ, અગ્નિ લગાડી દો આ બધી ઇન્દ્રિયોમાં આગ લગાડી દો અને પછી પ્રકાશ સ્થાપિત કરો. પાછો એને ત્યાં કાયમી કરવાનો, સ્થાપિત. જેથી અમે જગતના સાર તત્વનું જ અવલોકન કરીએ. એટલે શું થશે કે હવે પાર્થિવ ચીજો ઉપરથી તમે ઉપર ઉઠીને તમે પરમાત્મા તત્વનું જ અવલોકન કર્યા કરો. એવી શક્તિની પ્રાપ્ત કરવાની અહીંયા કેવી સુંદર મજાની પ્રાર્થના કરી દીધી! "અસત્યો મહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ તું લઈ જા. મહામૃત્યુમાંથી." આ જડતા છે એ મહામૃત્યુ છે. વારે વારે પાછું ફરી ફરી એનું એ બની બનીને આવવું પડે. "મહામૃત્યોમાંથી અમૃત સમીપે નાથ લઈ જા." ત્યાં અમૃત છે એટલે મુક્તિ છે. ત્યાં પરમાત્માનું જ્ઞાન છે જે અમૃત સમાન છે. પછી મૃત્યુ રહેતું જ નથી. એટલે અમૃતની વાત. અને પાછું કેવું છે? સાર છે આખો. એટલે જગતનો સાર શું છે? તો કે બ્રહ્મ પોતે જગતનો સાર છે. તેનું જ અમે અવલોકન કરીએ. બસ એના માટે હવે અમે સવિતા દેવતાની ઉપાસના માટે. સવિતા એટલે બ્રહ્મ. અહીંયા આગળ જુઓ કેવું થઈ ગયું. પ્રિન્સિપલ પ્રોડ્યુસર. ઉપાસના માટે હવે એમની ઉપાસના કરવાની. એના માટે યજ્ઞ આદિ કર્મ મનોયોગપૂર્વક સંપન્ન કરીએ. મન અમારું તેના સાથે જોડી દઈએ એટલે મનોયોગ.
થાય અને એ મનમાં થાય, "હટ કરશો, હટ!" તો એ શરીરથી થશે. એની સાથે જોડાવાનું આ મનોયોગ પૂર્વક સંપન્ન કરીએ. આ રીતે સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ માટે યથાશક્તિ પ્રયત્ન કરીએ. જો, પાછું કહી દીધું, કેવું યથાશક્તિ! કન્ડિશન અપ્લાય. હવે આ કોલેપ્સ જ ના થાય, શું કરશો? શ્વાસ તો નહીં ગયો, પૂરક તો થઈ ગયો, પણ એટલા માટે કીધું કે યથાશક્તિ. તમારી શક્તિઓ કેટલી છે, કેવી છે, એને જાણીને કરો. દેહની મર્યાદા છે, મનની મર્યાદા છે, આત્મા અનંત છે. આ ત્રણે બરાબર ધ્યાનમાં લઈને કામ કરવાનું," એમ કહે છે.
"સ્વર્ગ અને આકાશમાં ગમન કરનારા, બૃહદ પ્રકાશ સંચરિત કરનારા, ખૂબ પ્રકાશ આપનારા," એમ કે, "ઘણો બધો પ્રકાશ ફેલાવનારા હોય, એ બધા બૃહદ પ્રકાશ સંચરિત કરનારા કહેવાય." એ સવિતા દેવ અમારા મન અને બુદ્ધિ દ્વારા, મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને સંયુક્ત કરીને," એમ, "એમને પ્રકાશ તરફ પ્રેરિત કરે."
મારી આંખો હંમેશા દિવ્ય દ્રશ્ય જ જોશે; મારા કાન હંમેશા દિવ્ય નાદ જ શ્રવણ કરશે. આવી રીતે જ્યારે આપણે એમને એમ્પ્લોય કરીએ, એટલે કાનના દેવતા છે કર્ણ દેવતા, આંખના દેવતા છે ચાક્ષોસ દેવતા. તો દરેક ઇન્દ્રિયોના જે દેવ, એ બધા પોતે આવી રીતના કામ કરશે ત્યાં આગળ. અને એવી રીતે કામ કરેલા માણસો, જે કંઈ દેવો છે બધા આપણા, તે બધા જે છે તે શું થશે? તો કે, એ પ્રકાશ તરફ પ્રેરિત કરો એમને પણ સંયુક્ત કરીને. એમનું મોઢું તમે પ્રકાશ તરફ ફેરવી કાઢો, અત્યારે અંધકાર તરફ છે.
"અસત્યો માયથી પ્રભુ, પરમ સત્ય તું લઈ જા." કોને? મને લઈ જાતા કે આ દેવોને લઈ જા? એ દેવો પછી મને લઈ જશે. વાત આ છે: દેવ પછી મને લઈ જશે, એટલે આપણે વધારે સ્તુતિ કરીએ.
બધા જ બ્રાહ્મણ વગેરે જેમાં પોતાના મન અને ચિત્તને જોડે છે. બ્રાહ્મણ બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. બ્રહ્મ વિશે જ જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેવા લોકોને બ્રાહ્મણ કહી શકાય. જેનામાં બ્રહ્મ જ જિજ્ઞાસા ના હોય, તે કોઈ બ્રાહ્મણ હોઈ શકતા નથી. જેના માટે અગ્નિહોત્ર વગેરેનું વિધાન કરવામાં આવેલ છે. બધા ત્રણ પ્રકારના અગ્નિ, ચાર પ્રકારના આપણે ભણ્યા તે. તો એ બધાનું અગ્નિહોત્ર કરવાનું છે.
અગ્નિહોત્ર: "अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः। प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्॥ (ગીતા ૧૫.૧૪)" આ બધું જ જે કંઈ છે તે અન્ન છે. જે કંઈ છે તે બધું અન્ન છે. પાંચ દેવો, પાંચ ઇન્દ્રિયો છે. એમની ભૂખ છે, એ તમારા વિષયો છે. અને એ લોકો આમ બધે ફરે છે ગાયોની જેમ, અને પછી એ ચરે છે. જે કાંઈ તે બધું જાણપણું, જે કંઈ ભેગું થયું ને તમે પાછું લાવ્યા છો, એ એનું અન્ન છે. જાણકારી, જ્ઞાન એ એનું અન્ન છે ઇન્દ્રિયોનું પણ છેવટે. તો એવી ઇન્દ્રિયોને," એમ કે, "તમે અગ્નિ બરાબર ચાંપો અને એ બધા દેવોને તમે એટલા બધા પ્રકાશિત કરી દો કે એ તમને જુએ." છેવટે એવું કીધું.
"હે સવિતાદેવ, પાછું આ કામ પણ તમે જ કરો." હું કરતો? જોયું, ઋષિ પણ છૂટી જાય છે. હું પણમાંથી જે છૂટ્યો ને, પછી એનો પત્તો ક્યાંય ના મળે સંસારમાં. એ પરબ્રહ્મમાં જ જમા થયો હોય, નક્કી. સમજાયું? જે સંસારમાં ખોવાયો, એ બ્રહ્મમાં લટક્યો મસ્ત રીતે. એ બ્રહ્મ સ્વરૂપ જ થઈ જાય પછી. એટલે આત્મામાં કંઈ કરવાપણું હોતું નથી, હોતું જ નથી. આ તો બારોબાર એમ કહે છે.
"હે કૃષ્ણ ભગવાન, તમે અમને પ્રેરણા કરો કે માનવ ઘેર જઈને બધું સત્કાર્ય કરે." એના જેવી અલગથી નાખી વાત થઈ ગઈ. બધું અલગ અલગ છે. પોતે આ આમાં કંઈ દખો દખલ કરતા જ નથી. પરમાત્માને પ્રાર્થના કરે કે તમે આ ઇન્દ્રિય રૂપી દેવોને અગ્નિ ચાંપો, જેથી કરીને એ પોતે દિવ્ય બની જાય અને પોતે દિવ્ય અન્નરસ જ ગ્રહણ કરે. એટલે કે, બધે જે કંઈ છે તે બ્રહ્મને જુએ, જાણે ને તેનો જ રસાસ્વાદ લીધા કરે. એવી એમને બનાવી દો કે ઇન્દ્રિયોને જે બધા જ પ્રાણીઓના વિચારોને જાણે છે, એ સવિતા દેવની અમે મહાન સ્તુતિ કરીએ છીએ. અમે થોડી વધારે સ્તુતિ કરીએ. અત્યારે કરીએ છીએ, થોડી વધારે કરીએ. ચાલુ રાખો.
"હે મન અને બુદ્ધિ, તમારા સ્વામી અને બધાના આદિકરણ પરબ્રહ્મ પરમાત્મા સાથે હું નમસ્કાર દ્વારા જોડાવું છું." નમસ્કાર દ્વારા આપણે ક્યાં જોડાઈએ છીએ? બ્રહ્મમાં જોડાઈએ. કશું ના બોલો, ખાલી નમસ્કાર અને એ ભાવ એના સાથે કે "હું જોડાયો છું પ્રભુ તારી જોડે." બસ, કામ પતી ગયું. આને કહેવાય, આને કહેવાય અમુક પ્રાર્થના. સંયુક્ત થાઉં છું. મારા શ્લોક એટલે સ્તુતિ કર્મો. શ્લોક એટલે શું છે? બધા સ્તુતિ કર્મ છે.
"હે પ્રભુ, તમે આવા છો." આ પ્રભુના મહિમાનું જ્ઞાન જેને હોય અને એનું જે ગાન કરતો જાય, તે પ્રભુત્વ પ્રાપ્ત કરતો જાય. પ્રભુમાં શું હોય? પ્રભુનો મહિમા હોય. મહિમા કેમ છે? એમના ગુણો અને દિવ્ય કર્મોના કારણે. ન્યુમરસ પોસિબિલિટી છે બધી. એટલે આપણે પ્રભુ એમ કહીએ. પ્રભુમાં શું હોય? પ્રભુત્વ હોય. કંટ્રોલર, બધાનો ગવર્નર હોય. તો એવા પ્રભુના મહિમાનું જ્ઞાન ગાન કરવાનું.
ભારત દેશમાં પણ અત્યારે આપણે શું કરીએ? તો કે, કોન્સ્ટિટ્યુશન જે છે તેને સર્વોપરી માનીએ. બધાની ઉપર રાષ્ટ્રપતિની ઉપર કોણ? એમ સવાલ થાય તો કોણ? તો કે, બંધારણ છે આપણું કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશન જે છે, એ એનું તમે ગૌરવ કર્યું એટલે તમે આખા રાષ્ટ્રનું ગૌરવ કર્યા. બરાબર થઈ ગયું. હવે રાષ્ટ્ર ક્યાં છે? તો કે, ક્યાં નથી? એનો પ્રદેશ, જ્યોગ્રાફિકલ બધું અંદર લખેલું જ છે મહિમાની અંદર કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી આ ભારત છે. એટલે કોન્સ્ટિટ્યુશન શું છે? તો કે, ભારતની જે ડેમોક્રેટિક પાવર રિપબ્લિક જેને કહેવાય, તેનો મહિમા લખેલો છે સીધો સીધો. બધા એમાં સેક્શનો આવે, તે આવે, બધું આવે. બધા પ્રથમ ખંડના બીજા પરિચ્છેદની અંદર દફા ૩૦૦ ફલાણા, એ બધું એની અંદર આવ્યું. પણ અલ્ટીમેટલી એ બધું શું છે? એ ભારતનું ગૌરવ.
હવે તેનો જ ભંગ કર્યા કરે ભારતીય થઈને. આ સ્થિતિનો વિચાર કરો રોજે.
રોજ પાછો સરેઆમ, સરેઆમ જેને કહેવાય અનાદર, અને છતાં એ ભારતમાં રહેતો હોય, રહેતો હોય, રહેતો હોય. એક દિવસ એવો આવે કે આખા બંધારણમાંથી કોકને કોક કલમ એની ઉપર એવી ચોંટી પડે, પેલાને બચવાનો વારો ના આવે. એવું આ પ્રભુનો મહિમા છે. પ્રભુત્વ એ મહિમા, બરાબર? એ મહિમાના વિશે જાણે એટલે એના સાથે જોડાવવા માંડે. એ જીવો એના સાથે જોડાવવા માંડે એટલે એનામાં એ પ્રભુત્વ આવવા માંડે.
તમે કોન્સ્ટીટ્યુશન વિશે જેટલું જાણશો, એટલા તમે વધુને વધુ ડિસીપ્લીન્ડ સિટીઝન બનશો. કાયદાઓનું બરાબર પાલન કરશો. ગાડીઓ ગમે તેમ નહીં ભગાડો, કચરો ગમે ત્યાં નહીં ફેકોમે, ગમે તેમ ગમે તેની સાથે નહીં બોલો. કારણ કે તમને કોન્સ્ટીટ્યુશનનો મહિમા ખબર છે, એનું ગૌરવ તમને ખબર છે, એનો પાવર તમને ખબર છે.
આ બધ એવી રીતે પરમાત્માના આ કોન્સ્ટીટ્યુશન છે. એનો મહિમા જે છે તે, એને તમે જાણી લો. જાણશો, તમારામાં પ્રભુત્વ આવશે. એ પ્રભુત્વ જ તમને પહોંચાડી ડી દેશે પરમાત્મા. જેમ જેમ પ્રભુત્વ વધતું જ જશે ને દિવસે દિવસે, એક દિવસે તમે પરમાત્મા બની ચૂક્યા છે.
"હે મન અને બુદ્ધિ! તમારા સ્વામી અને બધાના આદિકરણ પરબ્રહ્મ પરમાત્મા સાથે હું નમસ્કાર દ્વારા જોડાવું છું, સંયુક્ત થાવ છું. મારા શ્લોક, સ્તુતિ, કર્મ વિદ્વાનના યશની જેમ (વિદ્વાનનો યશ હોય, પંડિત જસરાજ, પંડિત રવિશંકર અથવા કોઈ મહાન સાયન્ટિસ્ટ હોય, દાખલા તરીકે, તો એનો યશ હોય), આખા દેશમાં બધા લોકો એને જાણતા હોય, સર્વત્ર ફેલાઈ જાય, પ્રસરી જાય, એ લોકપ્રિય બની જાય છે."
કેવો શબ્દ છે જોઓ, "લોકપ્રિય"! લોકોમાં પ્રિય થાય છે. તો એનો યશ ફેલાઈ જાય છે ત્યારે એ લોકપ્રિય બની જાય છે. લોકો એને પસંદ કરે છે, "પીપલ લાઇક હિમ સો મચ" એમ. એવી રીતના તો પ્રસરી જાય છે.
દિવ્ય લોકમાં રહેનારા બધા જ અમૃતરૂપ પરમાત્માના અંશધર પુત્ર ગણો. મારી વાત સાંભળો: મન, બુદ્ધિ વિકારોને વસ થઈને અક્કડ બની રહે છે. જ્યારે તમે કોઈને નમન કરો છો, ત્યારે નમનની પ્રક્રિયા એ ઈષ્ટ પ્રત્યેના સમર્થનનો અભ્યાસ છે. એટલે પરબ્રહ્મ પરમાત્માને "એકનોલેજ ક એકનોલેજ" કરો છો. "યસ", આટલું જ કર્યું, પહોંચી ગયું ત્યાં આગળ. કશું જ નથી આમ, બિલકુલ આમ સાઈલેન્ટલી. ઓકે.
શુદ્ધ બનીને વારે વારે આમ કરો માંડો અને જુઓ. શુદ્ધ બનીને સાધકના મન-બુદ્ધિ જ્યારે ઈષ્ટ સાથે જોડાય છે. આપણું ઈષ્ટ શું છે? આપણું ઈષ્ટ કોણ છે? આપણને ખબર હોવી જોઈએ.
અત્યાર સુધીમાં આપણે કેટલા ઈષ્ટ બદલાઈ ગયા! નાના હતા ત્યારથી અત્યાર સુધીમાં, સૌથી નાના નાના હતા ત્યારે કોઈ રમકડું કે કોઈ ચોકલેટ આપણા માટે ઈષ્ટ હતું. પછી એનું પતી ગયું હોય ત્યારે માં આપણા માટે ઈષ્ટ હતી. માં, માં કર્યા કરવાનું તે વખતે. પછી પિતાજી આવી ગયા બહાર વ્યવહારમાં જેમ જેમ આગળ. કારણ કે આંગળી પકડીને પિતાજી લઈ જાય બહાર, રસ્તો ક્રોસ કરાવે, આમ કરાવે, તેમ કરાવે, સ્કૂલે મૂકવા જાય, લેવા જાય, બધું કરે પિતાજી. એમ એમ કરતાં કરતાં કરતાં એને મોટો કરી દીધો. પછી કે, "હવે જા, તને પરણાવી દીધો, પરણાવી દીધો કે હવે તું એની સાથે જીવ અને જોડાયેલો રે." બરાબર? એવી રીતે ઈષ્ટ બધા સમયે સમયે બદલાતા.
એક સમય સુધી આપણને આ ઈષ્ટ લાગતું હતું, હવે એ અનિષ્ટ લાગે છે. 72 વર્ષ થઈ ચૂક્યા છે અને ડાયાબિટીસ 400 થી ઓછો થતો નથી. ને પેલો ચોકલેટનું ખોખું લઈને તમને આપવામાં આવે કે, "દાદા, ચોકલેટ લાયો તમારા માટે." હવે તમારું ઈષ્ટ બદલાઈ ગયું છે. સમજાય ને? દુઃખી થઈ જાય માણસ જો ખાવા માડે તો ઈષ્ટને પછી.
એટલે અહીંયા ગાળે છીવટે આ બધા દુઃખો સહન કરતા, કેટલી બી વસ્તુઓ બદલતા બદલતા બદલતા, તમને હવે ભાન થશે: પરમાત્મા વગર કોઈ ઉદ્ધાર નથી અને પરમાત્મા પોતે જ મારું ઈષ્ટ છે. એ પહેલા વચ્ચે ઘણા સ્ટેજ હોઈ શકે. આપણે આ માતાજી, પેલા ભાલાનામ, તેમ આ દેવ, પેલા દેવ, આદિદેવ બધા કરતાં કરતાં શવટે પરમ તત્વનું, પરબ્રહ્મનું, પરમાત્માનું જ્ઞાન થયું. હવે નીચે ના પડશે. બસ આટલી જ વાત.
એના સાથે ગમે તે રીતે જોડાયેલા રહે અને એવી રીતના એના સાથે જોડાયેલા રહેવાથી એમની ગતિ અને સામર્થ્ય કેવું થઈ જાય? તો કે વ્યાપક બની જાય છે. સામર્થ્ય અને ગતિ બે વ્યાપક બની જાય. અને મન શુદ્ધિની પ્રક્રિયા આગળ અહિયા સ્પષ્ટ કરવામાં આવી કે, જ્યાં અગ્નિનું મંથન કરવામાં આવે છે, જ્યાં પ્રાણવાયુનો વિધિવત નિરોધ કરવામાં આવે. પ્રાણને રોકો, વાયુ રોકાશે ને! એટલે ત્યાં આગળ વાયુ આમ આમ આમ થવાનું ચાલુ થશે. એટલે ત્યાં અગ્નિ પ્રગટ થાય છે. આ પ્રાણ નો વિધિવત નિરોધ કરવામાં આવે છે અને જ્યાં સોમ રસનો પ્રખર આનંદ પ્રગટ થાય છે, ત્યાં મન હંમેશા શુદ્ધ બની જાય છે.
સવિતા દેવ દ્વારા પ્રેરિત થઈને આપણે આદિકારણ પરમાત્માની આરાધના કરવી જોઈએ. આદિકારણ બધાનું મૂળ કોણ છે? અધિષ્ઠાન કોણ છે? અધિષ્ઠાન બ્રહ્મ છે. તો એ પરમ તત્વ પરમાત્મા છે.
"હે સાધક! તમો એ પરમાત્માનો આશ્રય ગ્રહણ કરો. એનાથી તમારા પુત કર્મો (પુત કર્મ એટલે પુણ્ય કાર્ય), સ્માર્ત સ્માર્ત કર્મ પણ બંધન આપનારા નહીં બને. નહીં તો તમને પુણ્યનો પણ બંધ લાગી જશે. અને એટલે બધા પાપો ખલાસ થઈ ગયા છતાં પણ તમે મોક્ષે જઈ શકતા નથી, તમે મુક્તિ અનુભવી શકતા નથી. કેમ? તો કે તમારા પુણ્ય કર્મો બહુ બાકી છે પછી ભોગવવાના. તમારે ત બેઠા બેઠા પછી ભોગવવા પડે."
આંધ્રપ્રદેશમાં એક એવા સંત થઈ ગયા હતા. તે જંગલની અંદર આવી રીતનામ શાંતિથી ફરે રે, બધું આનંદ કરે, બધું ચાલ્યા કરતું. પછી એક દિવસે એક પેલા રાજાને એમ થયું કે, "આ માણસ આવી રીતના કેવી રીતે રહી શકે જંગલની અંદર એકલો આમ તેમ બધું?" હવે રાજાને કહે છે કે, "સારું." તો રાજા એને પોતાની પાસે લઈ આવે અને બધે એને ફેરવે કે, "આ આપણા મહાન ગુરુ." કરીને બધે ફેર ફેર ફેરવ ફેરવ કરે. હવે એક દિવસે પેલો રાજા છે, તો પેલા લડાઈઓ તો થાય ને બધી. તે લડાઈ હારી જાય. તો હારી જાય છે એટલે પેલા જે સિંહાસન...
પર બેસે અને સરસ મજાના કપડાં પહેરે ને ફેર એવી રીતના બમબ એકદમ રોયલ સ્ટાઈલમાં જ જીવતા હતા. તે મહાત્માને પેલા બીજા રાજાએ પકડી લીધા અને જંગલમાં છોડી દીધા કે, "હવે હું જોઉં છું કે તને કોણ માન આપે છે તારી પ્રજામાં." આમાં તેમાં બધું કરતાં કરતાં તો બરાબર એને પણ ચોકી પહેરો રાખવા માટે અમુક લોકોને ડેપ્યુટ કરી દીધેલા.
પછી બે દિવસ પછી પાછું એને જોયું તો ત્યાં જંગલની અંદર સરસ મજાની પેલી તંબુ આવે ને રાવટી, એમની બનાવીને એમાંય સિંહાસન ગોઠવીને એની ઉપર એ સંત બેઠેલા અને સત્સંગ કરતા હતા. પેલાને નવાઈ લાગી કે આ શું થયું? પાછ તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે કોઈ ત્રીજા રાજ્યના રાજા હતા કે જેણે આના વિશે સાંભળ્યું, "આવી દુર્દશા થઈ છે આમ તો કે ના ના આવું ના ચાલે." એટલે એને ઇન્ટરવેન્શન કરી અને એને ત્યાં આગળ લાઈને સ્થાપિત કરી દીધા કે, "તમારા બધી હું વાત કરી લઈશ." અને એ રાજા એટલો બધો પ્રભાવાન અને શક્તિશાળી હતો કે બીજો રાજા એનું માનવું જ પડે એવું હતું. કમલશન એટલે એ પછી પોતાની ચલાઈ શક્યો નહીં. તો એના પ્રભાવને કારણે આવું તો બધા શિષ્યોને નવાઈ લાગે એમના કે, "ભાઈ આમ તમારે આવું બધું કેવું થયું કે આમ પહેલા તમે જંગલમાં ફરતા હતા પછી પેલા તમે?"
"આ બધા પુણ્ય કર્મો છે એ મારે ભોગવવા પડે છે કે આવી રીતે બેઠા. મારે ઈચ્છા નથી કે જરા કે હું સિંહાસન પર બેસી રહું કે તમારી જોડે આ બધું કર્યા કરું. હું તો સહજ પ્રકૃતિમાં મારા જંગલમાં જે એકલો ફરતો હતો ને મસ્ત હતો, એમાં આનંદમાં જ હતો. પણ આ બધો તો કે મારો ભોગ વટવા આવ્યો છે એટલે હવે મારે આ પૂરો તો કરવો જ પડશે."
એટલે એવી રીતનું હોય તો સવિતા દેવ દ્વારા પ્રેરિત થઈને આપણે આદિકારણ પરમાત્માની આરાધના કરવી જોઈએ. "હે સાધક, તમે એ પરમાત્માનો આશ્રય ગ્રહણ કરો." આશ્રય કોઈનો લેવો એટલે પ્રભુ, બસ આ "આઈ સરન્ડર ટુ યુ" એના વાળી જે વાત છે તે. એનાથી તમારા પુણ્ય કર્મો પણ તમને બંધન આપનારા નહીં બને.
વિદ્વાન પુરુષે હવે આ બધું કેવી રીતે કરવું એના વિશે વાત કરું છું. વિદ્વાન પુરુષોએ ઈચ્છવું જોઈએ કે એ માથું, ગરદન અને છાતી એ ત્રણેને સીધા રાખે, ટટ્ટાર જ રાખવાના. માથું, ગરદન અને છાતી સીધા સ્થિર રાખે એવી જ દ્રઢતા સાથે સંપૂર્ણ ઇન્દ્રિયોને માનસિક પુરુષાર્થ કરીને અંતઃકરણમાં સમાવે. માનસિક પ્રયત્નથી કે આંખોનું કામ બહાર જોવાનું છે તો કે, "હું આંખોને બંધ કરીશ અને કહીશ કે તું અંદર જો." કાનનું કામ છે એ બહાર સાંભળવાનું, એના બદલે હું એને કહીશ કે, "ભાઈ હવે તું તારે અંતરનાદ જ સાંભળ." તો કે, "તું અંદર જે એક દિવ્ય સુગંધ છે તેનો અનુભવ કર, દિવ્ય સ્વાદ આવે છે તેનો તું અનુભવ કર." આવી રીતે દિવ્ય સ્પર્શ જે થઈ રહ્યો છે અંદર તને પરબ્રહ્મ સાથેનો, કારણ કે તું ક્યારેય છૂટો પડ્યો જ નહોતો ભાઈ, તેનો અનુભવ કર્યા કરવું. એવી રીતે એને અંતઃકરણમાં સમાવે માનસિક પુરુષાર્થ કરીને.
પુરુષાર્થ મન દ્વારા કરવાનો છે, આમાં કંઈ દોડાદોડ કરવાની નથી.
અને ઓમકાર રૂપી નવકા દ્વારા સંપૂર્ણ ભયાનક પ્રવાહોને પાર કરી દે. પહેલાના વખતની અંદર પુલ નહોતા તો કેવી રીતે પસાર કરતા હતા મોટા મોટા સૈન્ય રાજાઓના કે એક પાછળ બીજી પાછળ ત્રીજી ચોથી એવી રીતના બધી નવકાઓને આમ જોડી દે અને બધી લાઈનસર એવી રીતે કરે અને પછી બધાય નવકામાં એકમાંથી બીજામાં થઈને ત્રીજામાં થઈને એમ કરી કરીને રોડ ક્રોસ કરતા એટલે નદીને પાર કરી લેતા હતા. એમાં હાથી ઘોડા બધાય આવી ગયા. એ જમાનામાં આવી એનો ઉપયોગ કરતા હતા. એટલે કીધું કે ઓમ ઓમ ઓમ, દર વખત તમે ઓમ કરો છો એટલે એક તમે નવકા છોડી છે એમ તમે સમજો. એને બીજીની સાથે જોડો છો ઓ અને આમ કરતા જશો ને શરૂઆત ભલે તમને વિચિત્ર લાગે પણ પછી તમને આનંદ આવશે એટલો બધો અપૂર્વ આનંદ ગેરન્ટેડ હું તમને અનુભવ કરું. તમે ખાલી આમ બસ આમ તમે પ્રેમથી બોલાવો, આમ તમે પરમાત્માને બોલાવો, બીજા કોઈને થોડા બોલાવો.
તો મસ્ત રીતે બોલાવે ભાષામાં ઓ ૐ જોડતા જાવ બસ લીન થઈ જાવ. એનાથી શું થશે? તો કે ભયાનક પ્રવાહોને તમે પાર કરી દેશો.
આ શા માટે કહે છે કે ઇન્દ્રિયોની તમામ સુખની આકાંક્ષાઓ અંતઃકરણમાંથી જ પેદા થતી હોય. મજા આવશે, બહુ આનંદ આવશે. મજા નથી કહેતો કારણ કે મજા જે છે ને એ ફક્ત સ્થૂળ આનંદ જે છે, વસ્તુજન્ય અને સ્થિતિજન્ય છે. આ તો એનાથી પારની વાત બધું અલૌકિક છે. આ બધું જો શું? આ આ બધું અલૌકિક એટલે ઇન્દ્રિયોની તમામ સુખની આકાંક્ષાઓ અંતઃકરણમાંથી જ પેદા થતી હોય. થોડા આઈસ્ક્રીમ ખાઈ લો. ઝપીને બેઠો હોય ત્યાં પાછો એકદમ ઊભું થાય. હા બસ એટલે એ ક્યાંથી પેદા થયું? અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે કીધું એમાં કાંઈક પડેલું હોય તેથી આમ બહાર નીકળે આમ. શું? પૂર્વે ખાધેલા આઈસ્ક્રીમના સ્વાદની સ્મૃતિ સળવળી ઉઠે. એમાં ચિત્તર રૂપી પવન જે છે ને તે આનું આમ ચલન થાય એટલે સ્મૃતિ જીવતી થાય, જાગતી થાય. માણસ જેમ ઊંઘમાંથી સફાળો બેઠો થાય ને એવી રીતે એ આઈસ્ક્રીમ ખાવાની વૃત્તિ ઊભી થઈ જાય જે સૂતેલી હતી, સુસુપ્ત હતી, હવે જાગી ગઈ.
બસ આવી રીતે એક પછી એક પછી એક વૃત્તિઓ ઉત્પન્ન થાય, ઈચ્છાઓ ઉત્પન્ન થાય અને પાછી એ દરેક ટાઈમે ટાઈમે ટાઈમે થાય. પાછી એ બધાનું ટાઈમ ટેબલ હોય કુદરતની પાહે. એટલે ૧૨ વાગ્યે એટલે ભૂખ લાગી જ જાય. હવે ૧૨ વાગ્યે તમને છે તો કોક ખાખરા ખવડાવે તો ના મજા આવે. ૧૨ વાગ્યે તમને દાલ રોટી ચાહીએ. એકાદ ગુલાબ જાંબુ મળી જાય તો બહુ ધન્ય થઈ ગયો કે પણ કે ત્યારે તો મને કે દાલ રોટી ખાવા જોશે ભાઈ. સલાડ તો કે ઓપ્શનલ છે અને ગુલાબ જાંબુ બી ઓપ્શનલ છે પણ ૧૨ વાગ્યે ખાખરા તો નહીં ખવાય મારા. સમજાય છે? તો સમય થયો અને વૃત્તિ બદલાય. એને એ જ વસ્તુ તમને આઠ વાગ્યે સવારમાં સારી લાગે છે. ખાખરા તો કે ચાલશે, ચા જોડે ખઈ લઈએ.
સાંજે જે ફરી પાછો તમને કોઈ એમ કહેશે કે, "સવારે ભલે તમે દાળ રોટી ખાધા, અત્યારે પણ ખાઓ." કે આમ થોડુંક જરા એમ થાય, "એક કામ કરને, એક ખાખરું આપી દે, ચાલશે." પણ એવું ક્યારે થશે? જ્યારે તમે પચાસ ક્રોસ કરેલા હોય અથવા તો અપચો થયેલો છે એવું તમને ખબર પડી ગઈ હોય કે બપોરનું ખાધેલું ભોજન હજી પચ્યું નથી. કારણ કે "પચામ અન્નમ ચતુર્વિધિ." તમે પાચન થઈ ગયું છે તો તમને તરત જ ખબર પડશે. તમને અપચો થયો હશે તો પણ તમને ખબર હોય જ છે, પણ તમે એ સ્થિતિને લાંબી લાંબી લાંબી લાંબી ચલાવે રાખો છો અને પછી એક પછી એક રોગોની, જે રોગોનું જે ચક્ર છે, તેના વ્યુહમાં ફસાવો છો. અપચો છે તો ખાવાનું બંધ, એટલા માટે કીધું એ પેલું શું આ લોકો કહે છે ને આયુર્વેદવાળા, "ઉપવાસ પરમ લંગનમ" કે એવું કંઈક શબ્દ છે એક આખો કે હા, એ એટલે કે અજીર્ણવાળાને તો લંગન એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે.
એને ઉપવાસ જ કરવું મતલબ એને એ ટાઈમે ખાવાનું સ્કીપ કરી દેવું છે. એટલે જેવું એ ગેપ આપશે તરત એને પછી એ ક્લિયર થવા માંડશે અને જો ઉપરા છાપરી ખા ખા કરે રાખશે તો શું થશે? એ અજીર્ણ વધતું વધતું વધતું વધતું આગળ ચાલી અનેક રોગો પછી એમાં બધા ગૂંચવાડા પેદા કરી શકે છે.
એટલે વિદ્વાન પુરુષે ગરદન, છાતી અને માથું ત્રણેયને સીધા સ્થિર રાખવા. માનસિક પુરુષાર્થ વડે ઇન્દ્રિયોને અંતઃકરણની અંદર તમારે ગોઠવી અને પછી ઓમકાર કરવાના શરૂ કરો, જેનાથી આ બધા ભયાનક પ્રવાહો વૃત્તિઓના જે વહેતા હોય છે તે બધાને તમે પાર કરી જશો. કારણ કે એક વૃત્તિ આમ વહેતી હોય એમાં તમે વચ્ચે ઓમ કરશો એટલે તમે ઉપર ઉઠી જશો. ઓમમાં એ તાકાત છે તમને ઉપર ઉઠાઈ લેવાની. ઓમ, ઓમ જ્યાં છો ત્યાંથી તમને ઉપર ઉઠાવશે. ખાલી ઓમ ઓમ ઓમ કર્યા કરવાથી સમજીને કરે શ્રેષ્ઠ છે. એના જેવું તો કાંઈ નથી કે ઓમકાર શું છે, પણ ફક્ત ઓમ કર્યા કરે આવી રીતે તો પણ એ વૃત્તિઓથી ઉપર ઉઠી જાય છે. કારણ કે શું થાય છે? ડિસ્ટ્રેક્શન. એક વૃત્તિ એક પ્રવાહમાં વહેતી હતી, તેમાં આડું તમે કંઈક નાખી દીધું એટલે એ બાજુ વહેવાનું એનું વેણ તો બંધ થવાનું કે નહીં થવાનું?
એટલા અંશે બંધ થઈ ગયું ને જેટલું એ. પણ એવી રીતે ઇન્દ્રિયોની તમામ સુખની આકાંક્ષાઓ જે અંતઃકરણમાં પેદા થાય, એ અંતઃકરણમાં સમાઈ જાય તો બધે જ ઇન્દ્રિય સુખોનો અનુભવ તમને થઈ શકે છે. કારણ કે હવે એ ઇન્દ્રિયો બધી કેવી થતી જવાની? દિવ્ય થવાની. જેમ ઉપર કીધું એમ બધાની અંદર દિવ્ય અગ્નિ ચાંપશે કોણ? સવિતા દેવ અને પછી પરબ્રહ્મ તરફે એને ફેરવી કાઢશે કે ભાઈ તમે હવે આમ ફરી જાઓ.
વિદ્વાન પુરુષે ઈચ્છવું જોઈએ કે આહાર-વિહારની બધી ક્રિયાઓને વિધિવત સંપન્ન કરતા પ્રાણાયામની ક્રિયા કરી જ્યારે પ્રાણ ક્ષીણ થાય તો એને નાસિકા દ્વારા બહાર કાઢી નાખો. જે રીતે સારથી દુષ્ટ અશ્વોથી જોડાયેલા રથને અત્યંત સાવધાનીપૂર્વક લક્ષ્ય તરફ લઈ જાય છે. મનમાં ખોટો વિચાર આવે, રેચક કરી નાખો અને એને બહાર કાઢી નાખવો હોય એમ વારે વારે કર્યા કરો. કારણ કે એ પ્રાણ કેવો છે? "ઇમ્પ્રેગ્નેટેડ બાય ધેટ ડ્યુસી ડિઝાયર" જે બી કહેવાય, ગંદી બરાબર છે. ક્રોધનો કે મોહનો કે ગમે તે આવ્યો હોય, પણ તમે બહાર કાઢી નાખો એને નાક દ્વારા, આંખ દ્વારા, મોઢા દ્વારા, કોઈપણ રીતે અને મનોમન પણ તમે ત્યાગ કરી શકો છો એ વૃત્તિનો. પણ પ્રાણ દ્વારા કરશો એટલે એ સાવધાનીપૂર્વક તમે એને એવી રીતના ક્રિયા કરીને બહાર કાઢી નાખો અને મનમાં એનાથી શું થશે? અત્યંત જાગૃત બની જશે.
પછી તમે વશમાં રાખી શકશો વૃત્તિઓને અને તમારી ઇન્દ્રિયોને. આવી રીતે ધીરે ધીરે ધીરે ધીરે કરતા ઇન્દ્રિયો ઉપર કાબુ આવશે, નિગ્રહ આવશે.
તોફાની ઘોડો એક દિવસની અંદર કાબુમાં આવતો નથી, પણ એને ધીરે ધીરે ધીરે પલોટવો પડે. પેલા સાવ નવો કોઈપણ પલાણ નાખ્યા વગરનો ઘોડો હોય તેને પેલો કેવું કરે ખબર છે? પહેલા એક દિવસે ખાલી એની પાસે જઈને ઊભો રહે. એટલે જેવો આ ઊભો રહે એટલે પેલો ઘોડો ઉછળવા માંડે, કૂદવા માંડે, ધમાલ થવા માંડે બરાબરની. પેલો બીજા દિવસે એ ટાઈમે પાછો ફરી જઈને ઊભો રહે. ત્રીજા દિવસે પાછો ફરી ઊભો રહે. એમ એમ કરતાં કરતાં એને સંસર્ગ અને સહવાસ આપવાનો ચાલુ કરે ઘોડાને. એક સમય એવું આવશે કે એવો ઊભો રહેશે તો પેલો કૂદવાનો બંધ થઈ જશે કે એને સહજપણે સ્વીકારી લેશે. સો, ધીસ ઇસ ધ બિગિનિંગ. એની તાલીમની શરૂઆત છે. પછી શું કરશે? તો કે પેલો છે તો કે એક ડોલ લાઈને રોજ મૂકશે એને પાણી પીવા જોઈએ, એને ખાવા જોઈએ. હવે આવવા એને આપવાનું ચાલુ કરશે એટલે ફીડિંગ શરૂ થઈ ગયું એનું.
ધીમે રહીને ફીડિંગ કરતાં કરતાં કરતાં એક સમય આવશે પછી વચ્ચે જશે નહીં જાય, યુગતે વળશે ત્યારે પેલો એની રાહ જોતો એવી સ્થિતિનું નિર્માણ લાવી દેવાનું. અને ત્યાર પછી તમે એને કહો કે, "જો તું આ કરીશ તો હું તને આ આપીશ. તું લેસન કરીશ તો તને ખાવા આપીશ." છોકરાને જેમ આપણે પલોટીએ છીએ ને, "નહીં તો આજે તારું ખાવાનું બંધ." બસ, આવી રીતે ઇન્દ્રિયોને ધીરે ધીરે તમે વશમાં લઈ શકશો અને ઇન્દ્રિયો એક વખત તમારા વશમાં હશે એનાથી પછી તમે આગળનું જે પ્રભુત્વ પામવાનું કામ છે તે સારી રીતે કરી શકશે.
એટલે સાધકે ઈચ્છવું જોઈએ કે સમતળ, પવિત્ર ભૂમિ કે જેમાં કાંકરા, અગ્નિ અને રેતી ન હોય; જળના આશ્રય અને શબ્દ વગેરેની દ્રષ્ટિથી મનને અનુકૂળ હોય; નેત્રોને પીડા ન આપનારી હોય એટલે તીક્ષ્ણ આતપથી રહિત હોય. બહુ બ્રાઈટ સનલાઈટ એકદમ ના આવે એવી કોઈ જગ્યા શોધી ગુફા વગેરે કોઈ આશ્રય સ્થળની અંદર ભૂમિમાં. હવે તો આપણે જે બી હોય એ આપણે આપણા ઘરમાં જ કરવાનું છે ભાઈ. એટલે આ બધી વસ્તુઓ તે વખતે પ્રસ્તુત હતી. છતાં પણ જો કોઈ કાળે આપણે આવું આ કરીએ તો આપણે વિચારવું પડે કે અજાણી જગ્યામાં તમે ધ્યાન કરવા બેઠા હોય ને પેલો સાપ નીકળશે તો શું કરશો કે વીંછી?
આવી જશે કે તો શું કરશો? અમારે એક બાભાઈ હતા, પલાઠી વાળીને બેસી ગયા. ધ્યાન કરતા હતા અને પછી ઊભા થઈને એકદમ ધૂણવા માંડ્યા. બધું આમ આમ આમ કરવા માંડ્યા ને શું ટપલા મારે ને એમ તેમ! બધાને નવાઈ લાગી કે આમને થયું શું છે? પણ ખરેખર શું થયું હતું કે લાલ કીડીઓ એ બેઠા હતા ત્યાં આગળથી ચડી ગઈ એમને બધી. એટલા બધા ચટકા ભર્યા કે ના પૂછો! કપડાં ફાડ્યા છે, વળી માણસે નાવા પાણીમાં પડ્યો ત્યારે એનું ઠેકાણું પડી ગયું. તોય બધું લાલ લાલ થઈ ગયું. એટલે આવું ધ્યાન રાખવું બહુ આવશ્યક છે.
બહાર કોઈપણ જગ્યાએ તમે કાંઈ પણ આવું કરો, શક્ય છે કે દૂરથી પણ તમને કોઈ એક જોનારું હોય. એવી રીતના પણ જો આવી કોઈપણ પ્રકારની એ ના હોય, તો તમે જ્યાં છો ત્યાં તમારા ઘરમાં શાંતિથી, મોજથી બેસો. તમે બસ કશું નથી અને તમે શાંત, સમત સ્થળ મળી ગયું છે. તમારા ઘરની અંદર કંઈ ઊબડખાબડ નથી, ટેકરા નથી, ખાડા નથી, કોઈ ગુફા બનાવવાની નથી. પડદો પાડી દો એટલે પતી ગયું. જોઈતી લાઈટ મળશે, બરાબર. થોડુંક લાઈટ જોઈતું હોય તો એક લાઈટ ચાલુ કરી દેવાની. નહીં તો પછી થોડો જરા ધીમો પંખો ચલાવી દો એટલે તમારું વાતાવરણ આહ્લાદક બની ગયું. એકાદ અગરબત્તી હળગાવી દીધી હોય થોડીવાર પહેલા, ધુમાડો ભલે નીકળી જવા દેવાનો, પણ વાતાવરણમાં શુદ્ધિ ને પવિત્રતા આવી જશે. પછી બેસીને તમે થોડા ઓમકાર શરૂ કરી દો. આવી જ રીતના, હરે, એટલું કરતાં કરતાં તો તમે ક્યાં ક્યાંય પહોંચી જશો.
પણ પ્રેમથી કરવાનું. એકે એક ઓમકાર જો તમે એને, જેને કહેવાય કે, એને પૂરતું રિસ્પેક્ટ નહીં આપો પરમાત્માને, તો નહીં ચાલે. એને તમારો પ્રેમ જોઈએ છે, ને કશું નહીં જોઈતું. એ સંપૂર્ણ છે, તમે શું આપવાના છો? તમે કહો કે, "ના, આ મારો ભાવ, ભાવ તને અર્પણ." પરમાત્મા એ જ કહે છે કે, "જે તારો ભાવ છે એને, એ પણ એ મારી સત્તા છે." "તે મારી સત્તા તું મને પાછી આપ, તે જે તારા હાથમાં લીધી છે ને ભાવસત્તા, તે તું મને પાછી આપ એટલે હું તારો સ્વીકાર કરી લઈશ."
અત્યારે શું કરે છે કે ભાવસત્તાનો દુરુપયોગ કરીને સંસાર ગૂંચાવ ગૂંચાવ કરે છે. કંઈ ફ્લાયઓવરો બાંધી દેશે, પાંચ બંગલા બનાવી દેશે, પંદર જગ્યાએ પૈસા બધા સંતાડી દેશે અને બધું કેટલું બધું કરી નાખશે! પછી રાતે ઊંઘશે નહીં. પણ હવે શું થાય? લોકોએ કર્મો કરી અતિ લક્ષ્મીના યોગ કરી નાખ્યા. અને એ પાછી કેવી કે પાપ લક્ષ્મી, જેને કીધું કે પાપાનુબંધી પાપવાળી, તેવી લક્ષ્મીના યોગ. એટલે હવે એ લોકો એ બધું કરે છે, ભેગું કરે છે બધું અને પછી રાત્રે ઊંઘતા નથી. "છ ગોળી ખાઉં છું રાત્રે પણ ઊંઘ આવતી નથી." આ સ્થિતિ આવે છે. એટલે પૈસા આવી જવાથી ઊંઘ આવી જશે, સરસ, એવું કહી શકાતું નથી.
એટલે સૌથી પહેલામાં પહેલા તમે જુઓ, તપાસો કે તમારા જીવનમાં ઉપાધિ કેટલી છે. પહેલા એક લિસ્ટ બનાવો, ના હોય તો, કે તમારી આધિ કેટલી કેટલી છે, તમારા જીવનમાં વ્યાધિ કેટલી છે અને તમારા જીવનમાં ઉપાધિ કેટલી છે. ત્રણ લિસ્ટ બની ગયા. હવે આનું મૂળ જે છે તેને શોધો કે ભાઈ કંઈક અગાઉ કર્મ આવા થયા છે જેના પરિણામ સ્વરૂપે આપણને આ આ થયું. આ જે કંઈ છે તે બધું શું છે? સંસાર નામનો જે રોગ ઉત્પન્ન થયો છે એના બાયફર્કેશન જ છે, બીજું કશું છે નહીં.
હું જ્યારે પરબ્રહ્મમાં હતો ત્યારે મારે કોઈ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ હતા જ નહીં. પણ એક વખત એવું બન્યું કે બસ જન્મ લેવાનો આવ્યો અને જન્મ લેવાઈ ગયો. પણ એ જન્મ લીધા પછી તે દરમિયાન જે કર્મો થયા, તે કર્મોના જાળા તાણા વાણા એટલા બધા ગૂંચવાયા, એટલા બધા ગૂંચવાયા કે પછી કર્મોની પરંપરા સર્જાઈ. પરંપરા હોય છે ને આ બધું. હવે કુદરતનો નિયમ છે એ પ્રમાણે ક્રમબદ્ધ પર્યાયથી આવેલા કર્મો અમારી સામે આવીને ખડા થાય. થોડી થોડી વારે આઠ વાગ્યે આમ થશે ને નવ વાગ્યે આમ થશે, અગિયાર વાગ્યે આમ થશે ને બાર વાગ્યે આમ થશે. ચાર વાગ્યે પહેલા ભાઈ આવવાના હતા, આઠ વાગતા સુધી રાહ જોવડાઈ પણ આવ્યા જ નહીં. અને આ મોબાઈલ આટલા હેન્ડી હોવાના જમાનામાં એણે મેસેજ સુદ્ધા ના કર્યો તમને. એટલે સાડા ચાર કલાક સુધી તમને શાન સંતાપમાં રાખે અને પછી કહે છે, "નવ વાગે તમે ફોન કરો કે ભાઈ આનું શું?" "અરે, હું તો ભૂલી ગયો!
હાઉ કન્વીનિયન્ટ!" પણ એ સાડા ચાર કલાકનો સંતાપ એ તમારી સજા હતી. કોના નેચર તરફથી? પેલા માણસ તરફથી નહોતી. ઈટ વોઝ ફ્રોમ નેચર. હવે તમારી, જેને કહેવાય કે, ટાર્ગેટ પેલો માણસ બને છે. આવ્યું છે ક્યાંથી? નેચરમાંથી. પરિણામ શેનું હતું આ સાડા ચાર કલાકનો સંતાપ? પોતાના જ કૃત્યોનું પનિશમેન્ટ હતી અગાઉ. ના, આ વખતે તમે ટાર્ગેટ આને બનાવ્યો. આટીઓ પડી ગઈ. આ સતત ચાલુ રહી છે. દરેકના જીવન આનાથી ભરાયેલા છે.
એટલે કહે છે કે આ બધું કાઢવા માટે તમારે શાંતિ, ધ્યાન અને આ બધી વસ્તુઓની તમને આવશ્યકતા પડશે. એટલે શાંત બેસીને તમે આ બધાનો પહેલા અભ્યાસ કરો કે તમારી આધિ, વ્યાધિ, ઉપાધિઓ કેટલી છે. લિસ્ટ બનાવશો, કારણ ચડશે. કારણ ચડશે એટલે તમે એનું નિરાકરણ કરી શકશો. બીજા કોઈના પાસે હોઈ ના શકે. આ રોગ હશે તો કદાચ એનો ડોક્ટર હશે. આધિ હશે તો એનું પણ સોલ્યુશન હશે અને વ્યાધિ હશે તેનું પણ સોલ્યુશન હશે. ઉપાધિ હશે તેનું પણ સોલ્યુશન. મુવર્સ એન્ડ પેકર્સ બોલાવીને પેક કરીને કહી દેવાનું કે, "આ ઉપાધિ લઈ જા." ભલેને મોટું 56 ઇંચનું ટીવી હોય, બંધ પડી ગયું. શું કરશો? ઉપાધિ જ છે ને! એટલે મોકલી દેવું પડે. શું? ક્યાં આગળ? તો કે, "ભાઈ, તું પેલા રિપેરરને ત્યાં આગળ જઈને મૂકી આવ." અહીંથી તો ગઈ ને ઉપાધિ. હવે તમારા માટે એક આધિ રહી કે ત્રણ દિવસ થયા અને એણે 56 ઇંચના ટીવીને રિપેર કર્યું કે ના કર્યું?
શું કર્યું? શું કર્યું? મનમાં વિચારો ચાલુ થઈ જાય ને ત્રણ દાડા પછી તો! એટલે એને મૂકો તમે આધિની અંદર. પછી છ મહિના સુધી જવાબ ના આપે અને પૈસા પણ ના આપે અને જવાબેય ના આપે તો એના જ પછી વિચારોમાં...
તમને પછી ખૂબ પહેલા તો ક્રોધ વ્યાપે એની ઉપર. પછી પોતાની અસહાયતા ફીલ થાય, ફ્રસ્ટ્રેશન લાગે. "આમ શું કરવું? મારું ટીવી લઈ ગયો, પણ મેં કોક બીજાને આપ્યું હોત તો?" બધા વિકલ્પો અને એમાંને એમાં પછી દુઃખી થાય. તો ચિંતા ખૂબ થઈ. બધા પેલા નેગેટિવ ઇમોશન, પોઈઝન બધું ભરભર કર્યું. ને હવે પાછો અપચો, ઇનડાયજેશન. અને ત્યાંથી શરૂઆત થાય શરીર રોગ બગડવાની.
પછી હવે કહે તો કે ડાયાબિટીસ થયો છે કે પેલું બ્લડ પ્રેશર થઈ ગયું યાર. હવે અગત્યનું શરીર હતું કે ટીવી હતું? સ્વાસ્થ્ય હતું કે એ હતું? એમ તો એ જે દિવસે નવું નક્કોર લાયો, એ દિવસે જ એને જો ખ્યાલ હોત કે આ કોક દાડો ઉપાધિ કરી પણ શકે છે, એવું જ્ઞાન એને થઈ ગયું હોત તો એ કદાચ છૂટો રહી શક્યો હોત. દરેક બંધાયેલો સંબંધ આવી રીતે ઉપાધિ તમારા માટે હોઈ શકે. તપાસ કરી લેવાની. આદિ, વ્યાધિ, ઉપાધિ શું છે? ક્યાં છે? બધું અહીંનું અહીંયા જ છે આપણા પાસે. અને આપણે જવાબદાર છીએ, કોઈ બીજો નહીં. બસ, આ સીધું સાદું જ્ઞાન.
હવે મનને ધ્યાન માટે અભ્યાસમાં જોડવાનું છે. તો યોગની સાધનાનો પ્રારંભ કરતા પહેલા બ્રહ્મની અભિવ્યક્તિ સ્વરૂપ, બ્રહ્મની અભિવ્યક્તિ સ્વરૂપ, જો કેવો સુંદર શબ્દ વાપર્યો છે. સૌથી પહેલા ઝાકળ, ધુમાડો, સૂર્ય, વાયુ, આગીઓ, વિદ્યુત, સ્ફટિક મણિ, ચંદ્રમા વગેરે ઘણા બધા રૂપ સાધકની સમક્ષ પ્રગટ થાય છે. યોગ સાધના પ્રારંભ કરતા, તમે શરૂઆત કરો ને એટલે ધીમે ધીમે ધીમે ધીમે આ બધું શરૂ થશે એમ.
કે તો આટલી બધી વસ્તુઓમાંથી કંઈ પણ તમને દેખાવા માંડે તો પહેલાને પહેલું મિસ્ટ, ઝાકળ જેવું લાગે. તમે આમ ધરતીમાં જોશો તો મહીથી આમ પાણી ઉભરાતું હોય એવું લાગે. આમ હવામાં જુઓ તો પણ તમને આમ દેખાય આમ કશું બધું હાલે. ઝાકળ જેવું કઈ કશું છે નહીં, પણ તમને દેખાય એવું એવું. તો એ છે, પણ ધુમાડો દેખાઈ શકે, સૂર્ય દેખાય, વાયુ દેખાય, આગીઓ દેખાય, વિદ્યુત એકદમ દેખાય, સ્ફટિક મણી દેખાય, ચંદ્ર દેખાય. એવા ઘણા રૂપો સાધકની સમક્ષ પ્રગટ થતા હોય છે.
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોનું એક સરખી રીતે સમ્યક ઉત્થાન થવાથી, એનાથી સંબંધિત પાંચ યોગ વિષયક ગુણોની સિદ્ધિ થવાથી, જે સાધકને યોગાગ્નિમય શરીર પ્રાપ્ત થઈ જાય છે, એને ના તો રોગ થાય છે, ના તો વૃદ્ધાવસ્થા થાય છે કે ના એ અકાળે મૃત્યુ પામે છે. તો શરીર કેવું હોવું જોઈએ? યોગાગ્નિમય. યોગરૂપી અગ્નિ પ્રગટાવીને આ શરીરને અંદર બાળવાનું અને નૂતન શરીરનું નિર્માણ કરવાનું વિધિ તમને અગાઉ શીખવાડી દીધેલી, બરાબર? એટલે અત્યારે હું ફરી નહીં એના વિશે જણાવું, પણ એને આગળ ઉપર જોઈ લેજો. એટલે અકાળે મૃત્યુ પણ એ પછી પ્રાપ્ત કરતો નથી. એનું રોગ બોગ બહુ દૂરની જો બ્રહ્મની પ્રાપ્તિ કરશો ને એટલે બાકીનું બધું અપ્રાપ્ત થઈ જશે. નામ, રૂપ, દેશ અને કાલ. ચાર વસ્તુઓ ગઈ ને એટલે સંસાર ગાયબ. એટલે તમને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગયેલી છે.
આ વસ્તુ જશે એટલે તરત આ સામે આવીને ઊભું જ રહ્યું હોય, પ્રગટ જ થઈ જાય.
તો આ મંત્રમાં વપરાયેલો શબ્દ છે "પૃથ્વી વ્યાપ્ત તેજો". શબ્દ જે છે એ આર્ષ પ્રયોગ છે. હવે શરીરની સ્થૂળતાઓ ઓછી થવી, શરીર નિરોગી બનવું, વિષયોમાં આસક્તિ ન હોવી. વિષયોમાં આસક્ત શરીર હોય તો એને રોગ હોઈ શકે અને વધારે રોગો થાય. શરીરમાં કાંતિ અને તેજસ્વીતા હોવી, સ્વરની મધુરતા હોવી, સુગંધ, શુભ ગંધનું હોવું. એની બોડી ઓર્ડર ના હોય અને એને પેલું ચોપડવાની જરૂર બી ના પડે. મળમૂત્ર ઓછા અને આછા હોવા. એ બધા યોગની પહેલી સિદ્ધિ છે. આટલું પ્રાપ્ત કરો તો એ ઘણું થયું એમ. કારણ કે અત્યાર સુધી તો કંઈ કર્યું જ નથી, તો કંઈ થયું નથી. તો આ પહેલી બાબત છે જે પ્રાપ્ત થવી જોઈએ.
જે રીતે માટીથી મલિન બનેલ રત્ન અથવા આભૂષણ શુદ્ધ બનીને પ્રકાશમય થઈને ચમકવા લાગે છે, એવી રીતે દેહધારી જીવ આત્મતત્વનો સાક્ષાત્કાર કરીને શોક આદિથી મુક્ત થઈ જાય છે અને અદ્વિતીય તથા કૃત કૃત્ય થઈ જાય છે. અદ્વિતીય એટલે એના જેવો બીજો કોઈ હોય નહીં. કેવો જબરજસ્ત લાગે તમને આમ, "વાહ!" કહેવું પડે. અને કૃતકૃત્ય એટલે ધન્ય થઈ ગયો પ્રભુ. બસ.
જ્યારે જ યોગ સાધનાથી યુક્ત સાધક દીપકની જેમ, દીવો આમ લગાવ્યો હોય ને દીવો, એવી રીતે આત્મતત્વ દ્વારા બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કર. આત્મ તત્વ દ્વારા બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કર. "જે તું છે તે હું છું જ." તત્વમસિ. જે તું છે, તો આત્મા પર જેવું તમે ફોકસ કરશો એટલે તમને પરમાત્મા સુધી પહોંચાડી દેશે. પરબ્રહ્મ સ્વરૂપ જે છે તમારી સમક્ષ ખુલ્લું કરીને દેશે. તો આત્માનો વિચાર કરો ત્યારે એ અજન્માં, નિશ્ચલ, સંપૂર્ણ તત્વોથી પવિત્ર એવા એ પરમાત્માને જાણીને સંપૂર્ણ વિકારરૂપ બંધનોથી મુક્તિ મેળવી લે છે.
જો અહીંયા એક બાબત સ્પષ્ટ થઈ જાય છે કે વિકાર છે તો બંધન છે. નિર્વિકાર થઈ ગયો, બંધનથી મુક્ત થઈ ગયો, પરમાત્મા બની ગયો. એટલે વિકાર ન હોવો જોઈએ એવો આપણી અંદર એક આગ્રહ તો ઊભો થવો જોઈએ ને શરૂઆત કરવા માટે? "ભાઈ, મારે નિર્વિકાર થવું છે." એમ એ વાત તો ઊભી થવી જોઈએ ને? અત્યાર સુધી બહુ ક્રોધ આવતો હતો, અત્યાર સુધી બહુ મોહ વ્યાપ્યો હતો. મોહે મને બહુ માર ખવડાવ્યો. ઠેબા ઠેબા અહીંયા ગાડે, ગોબા ગોબા ચારે બાજુ બધા. અને જેને બહાર ગોબા ના પડે એને અંદર ગોબા પડે પાછા. એવી ખરાબ હાલત હોય. તો કે, "એ બધામાંથી હવે મારે બહાર જ નીકળી જવું છે. મારે નિર્વિકાર થવું છે." માણસને નક્કી તો કરવું જોઈએ એમ વાત છે. તો એ વિકારરૂપ બંધનોથી મુક્તિ મેળવી લે છે.
એ એક જ પરમાત્મામાં સંપૂર્ણ દિશાઓ, ખૂણાઓમાં સમવ્યાપ્ત છે. એટલે એ બતાડો હવે કઈ જગ્યા બાકી રાખી? આ એક જ સેન્ટેન્સમાં એમને વાત કરી દીધી છે ઋષિએ કે સંપૂર્ણ દિશાઓ અને ખૂણાઓમાં સમવ્યાપ્ત છે. એ સમવ્યાપ્ત છે એટલે બધે છે જ એમ. એ જ સર્વપ્રથમ હિરણ્ય ગર્ભ રૂપમાં પ્રગટ થયેલા.
હતા. હવે પાછા જશો તો પાછા ફરી હિરણ્યગર્ભ તમને દેખાશે. હિરણ્યગર્ભ તમારી સમક્ષ આવશે જ. તો એ રૂપે પ્રગટ થયા હતા, એ જ સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડમાં અંતઃસ્થિત છે. અંતઃસ્થિત એટલે ઊંડે ઊંડે ક્યાંક એવા છુપાઈને આમ બિલકુલ રહેલા છે કે જે પહેલી નજરે તમને નહીં દેખાય. પહેલી નજરે તમને સાપ જ દેખાશે, પછી તમને કશું નહીં દેખાય. એને સતત જો કરશો તો એ આકાર ગાયબ થઈ જશે. કોઈપણ આકાર નથી, નથી કરશો ને તમે નિર્વિકાર થઈ જશો. "હા, હું નથી, હું નથી જ, હું નથી જ." બસ, એટલે પછી આ બોડી હશે ખરું પણ એની આસક્તિ જતી રહેશે, એના પ્રત્યેની, એના માટેની વાત છે. બરાબર? કંઈ મૃત્યુ નહીં પામે માણસ "હું નથી" બોલશે એટલે. એટલે એવો કોઈએ ખોટો અર્થ ન કરવો. પણ "હું નથી" કરશે એટલે પોતાના અહંકારની બાદબાકી થવા માંડશે. પહેલામાં પહેલા "હું નથી, હું નથી, તું છે, હું નથી." તો હવે આ બોલવાનું છે ને પેલું એકનોલેજ કરવાનું છે, બરાબર ને?
અને જો તમે બોલો કે "તું જ છે, તું જ છે," તો પછી બીજું કંઈ બોલવાની જરૂર નથી, કંઈ કરવાનું નહીં. પછી અનુભવ્યા કરો કે હા, એ જ છે બધે. આ બીજી વાત. ઓકે, અભી આગે ચલતે હૈ.
એ જ આ જગત રૂપમાં ઉત્પન્ન થયા છે પરબ્રહ્મ પરમાત્મા અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થનારા છે. તો એ સંપૂર્ણ જીવોમાં રહેલા છે અને સંપૂર્ણ પક્ષોવાળા છે. એટલે એ બધા પક્ષવાળા એ જ છે. શું આ? આ પેલો આ પક્ષ પણ એ છે અને વિપક્ષ પણ એ જ છે. અને આપણે પછી છેવટે શું કીધું? આ પણ નથી ને એ પણ નથી. એવું જે કંઈ છે એ બધું પરબ્રહ્મ પરમાત્મા છે. જે પરમાત્મા અગ્નિમાં છે, જે જળમાં છે, જે સમસ્ત લોકોમાં સમવ્યાપ્ત છે, જે ઔષધિઓ તથા વનસ્પતિઓમાં છે, એ પરમાત્મા માટે નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર.
ત્રીજા અધ્યાયમાં કહે છે: "જે એક માયાપતિ પોતાની પ્રભુતા સંપન્ન શક્તિઓ દ્વારા સંપૂર્ણ લોકો પર શાસન કરે છે, જે એકલા સૃષ્ટિની ઉત્પત્તિ અને વિકાસ કાર્યમાં સમર્થ છે, એ પરમપુરુષને જે વિદ્વાન જાણી લે છે તે અમર થઈ જાય છે." પછી એને મૃત્યુ પામવાનું રહેતું નથી, એને જન્મ પણ લેવાનું રહેતું નથી. એ એક જ પરમાત્મા કોણ છે? તો કે રુદ્ર છે. એ જ પોતાની પ્રભુતા સંપન્ન શક્તિઓ દ્વારા સંપૂર્ણ લોકો પર શાસન કરે છે. બધા પ્રાણી એક એમનો જ આશ્રય કરે છે, બીજા કોઈનો નહીં. એ જ સમસ્ત પ્રાણીઓની અંદર રહેલા છે. એ સંપૂર્ણ લોકોની રચના કરે છે અને એના રક્ષક બની પ્રલયકાળમાં સમેટી લે છે. બધું સમાપન પણ એ જ કરે છે.
એ એક પરમાત્મા બધી બાજુથી નેત્રોવાળા, બાહુઓવાળા અને પગવાળા છે. એ એક મનુષ્ય વગેરે જીવોને બાહુઓથી, પક્ષી, કીટ વગેરેથી પાંખોથી સંયુક્ત કરે છે. એ બધાના હાથ-પગ અવયવો આપે છે જેને જેની જેવી જરૂર છે. એ જ આ દ્યાવા એટલે કે પૃથ્વીના પણ રચયિતા છે. જે રુદ્રરૂપ પરમાત્મા સંપૂર્ણ દેવોના પણ ઉત્પત્તિ અને વિકાસનું કારણ છે. દેવો એટલે કયા? આ બધા દેવો એવો છે બહાર પેલા મુગટ પહેરીને ફરતા ફોટાવાળા જે છે તેની વાત નથી કરતા આપણે, બરાબર? એ બધા દેવો છે, એ બધાયના અધિપાત અને સર્વજ્ઞાતા છે. જેમને સર્વપ્રથમ હિરણ્યગર્ભને ઉત્પન્ન કર્યો, એ પરમાત્મા અમો સૌને કલ્યાણકારી બુદ્ધિ સાથે જોડે.
બેસીને શાંતિથી અહીંયા આગળ માણસ જો જો કર્યા કરે બિલકુલ અપલક રીતે આંખો બંધ રાખીને, તો એને એક દિવસે અહીંયા હિરણ્યગર્ભનો આવિર્ભાવ થશે જ. તો એના સાથે એટલે એને મારે જોવા-જાણવા છે, પરમાત્માને મારે પ્રાપ્ત કરવા છે કે એ જ મારો આશ્રય છે, એવા આપણી બુદ્ધિ થાય, કલ્યાણકારી બને કે જેની અંદર કેવળ આપણું પોતાનું કલ્યાણ રહેલું હોય. સાથે સાથે કોઈ બીજાને એનાથી અગવડ-તકલીફ ના હોય, એ આપણે લક્ષમાં રાખી અને આ કલ્યાણકારી બુદ્ધિ સાથે આપણને પરમાત્મા જોડે.
પર્વત ઉપર રહેનારા બધા દેવી-દેવતાઓના મંદિરો તમે જો, મોટા મોટા પર્વતો ઉપર છે. "સુખ આપનારા હે રુદ્રદેવ, આપનું કલ્યાણકારી સૌમ્ય પુણ્યથી કાંતિમાન જે સ્વરૂપ છે, આપ અમોને આપના એ સુખદાયી સ્વરૂપથી જુઓ." તો પરમાત્મા આપણને જુઓ એમ કહીએ છે. "હે રુદ્રદેવ, તમે જરા જુઓ મને. હે હિમાલયવાસી સુખદાતા, જે બાણને આ પ્રાણીઓ તરફ ફેંકવા માટે હાથમાં ધારણ કરી રહેલા છો, એ હિમાલય રક્ષક દેવ, આપ એને કલ્યાણકારી બનાવો. આ જગતને, જીવ સમૂહને હિંસિત કરશો નહીં."
જે આ જીવ જગતથી પર હિરણ્યગર્ભરૂપ બ્રહ્માથી પણ અત્યંત શ્રેષ્ઠ છે, જે અત્યંત વ્યાપક છે, પરંતુ પ્રાણીઓના શરીરને અનુરૂપ એ બધા પ્રાણીઓમાં સમાયેલા છે. ઘોડામાં ઘોડા જેટલા હોય, બકરીમાં બકરી જેટલા, મનુષ્યમાં મનુષ્ય જેટલા. સંપૂર્ણ જગતને પોતાની સત્તાથી આવરી લેતા એ મહાન પરમાત્માને જાણીને વિદ્વાન પુરુષ અમર થઈ જાય છે. એને જાણે એને વિદ્વાન કહેવાય, બાકી વિદ્વાન ના કહેવાય. ખરેખર વિદ્વતાનો અર્થ જ એ છે. "હું આ અવિદ્યારૂપ અંધકારથી દૂર એ પ્રકાશમય આદિત્ય સ્વરૂપ પરમાત્માને જાણું છું." આવું કોણ બોલી શકશે? જેને જાણ્યું હોય તે બોલી શકશે. હવે તમે પણ બોલી શકો છો. "હું આ અવિદ્યા રૂપ અંધકારથી દૂર એમને જાણીને જ વિદ્વાન મૃત્યુના ચક્રને પાર કરી શકે છે. અમરત્વ પ્રાપ્તિ માટે એના સિવાય અન્ય કોઈ માર્ગ નથી."
આગળ કહે છે: "જેનાથી બીજું કંઈ શ્રેષ્ઠ નથી." એટલે સર્વશ્રેષ્ઠની વાત. "જેનાથી કોઈપણ ના તો સૂક્ષ્મ છે ના તો મોટું." અણુ રણીયાન, મહતો મહિયાન વાળી વાત કે એનાથી સૂક્ષ્મ પણ કશું નથી ને એનાથી મોટું પણ કાંઈ નથી. એવા જે પરમાત્મા, ના મોટું, જે એકલા જ વૃક્ષની જેમ નિશ્ચલ આકાશમાં રહેલા છે. આકાશ છે કેવું છે? નિશ્ચલ છે. અને એની અંદર એકલા એકલું એક વૃક્ષ જેમ હોય એવી રીતના એ રહેલા છે એમ કહે છે. "એ પરમપુરુષથી જ આ સંપૂર્ણ વિશ્વ સોમ વ્યાપ્ત." એ પરમપુરુષ પરબ્રહ્મ પરમાત્મા એ પોતે જ બધે છે. જે એથી એટલે હિરણ્યગર્ભરૂપ બ્રહ્મથી શ્રેષ્ઠ છે. હિરણ્યગર્ભ છે એ પણ બ્રહ્મ છે પણ એ બ્રહ્મથી...
પણ શ્રેષ્ઠ છે એ પરબ્રહ્મ પરમાત્મા રૂપ છે અને દુઃખોથી પર છે, અર્થાત દૂર છે. જે વિદ્વાન એને જાણે છે તે અમર થઈ જાય છે. એ જ્ઞાનથી રહિત બીજા લોકો દુઃખને પ્રાપ્ત થાય. એ કલ્યાણકારી ભગવાન બધી બાજુએથી મુખ, માથું અને ગરદનવાળા, એટલે બધા અવયવો એમના બધે છે જ એમ કહેવાનું. એ સંપૂર્ણ પ્રાણીઓની હૃદય ગુફામાં વસનારા છે. એ સર્વવ્યાપી અને બધી જગ્યાએ પહોંચેલા છે, "ઓલરેડી પ્રેઝન્ટ". પ્રીસેન્ટ ભગવાને મોકલેલો જ હોય જાણે કે પોતે પહેલેથી પહોંચી ગયેલો હોય.
આ પરમપુરુષ પરમાત્મા મહાન છે, સર્વ સમર્થ છે, બધાના નિયંતા, પ્રકાશ સ્વરૂપ અને અવિનાશી છે. પોતાની અત્યંત નિર્મળ કાંતિની પ્રાપ્તિ માટે અંતઃકરણને પ્રેરિત કરનારા છે. તમને એમ નિર્મળ કાંતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે ક્યારે થાય? પરમ તત્વની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય ત્યારે થાય. અને એવી રીતે એ તમારા અંતઃકરણની અંદર પ્રેરણા કરશે. અંદર ધીમે રહીને બનાવ: "છ વાગ્યા, ઊભો થા. પેલું તારે શુદ્ધાત્મા જોવા જવાનું છે ને?" અડધો કલાક એટલે સફાળો બેઠો થઈને એકદમ તૈયાર થઈને દોડવા જ માંડે કે "હું શુદ્ધાત્મા જોવા જવાનો, મારો કાર્યક્રમ નક્કી." બસ, એ તમને અંતઃકરણમાં પ્રેરણા કરશે. જોતા હશો તે વખતે કહે છે કે "બસ, કરવા જેવું આ એક જ છે હો માનવ." એવું અંદર ધીમે રહીને બોલશે. "સતત કરીએ તો કેટલો આનંદ આવે બોલો! અત્યારે કેટલી મજા આવે છે!" આવું બધી અંદર વાતચીત ચાલતી હશે તમારી.
થાય છે એવો આનંદ કરાવે તે વખત, "જો તું રોજ કરીશ તો તને અપૂર્વ આનંદ મળશે." કેવો આનંદ? કે આનંદમાંય ના હોય એટલો બધો આનંદ થશે કે બહુ આનંદ પ્રાપ્ત થશે, અપૂર્વ આનંદ. "તું નિરંતર આનંદમાં રહીશ." એમ એમ કરતાં તું પરમાનંદ થઈશ. ભલે તારું નામ પરમાનંદ કોઈ ના પાડે, પણ તને પરમાનંદ પ્રાપ્ત થશે. પાછો એ કેવો? તો કે "ચૈતન્ય શાશ્વતમ શાંતમ બિલકુલ વ્યોમાતીતો નિરંજન." એવો તને અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. શાંતિ, સંતોષ, આનંદ, તૃપ્તિ. "આહા, શુદ્ધાત્મા જોને ભતો!" એવી રીતે પ્રેરણા કરે તમારા અંતઃકરણમાં ધીમે ધીમે ધીમે કરીને.
તો આવું જ્યારે કંઈક પણ આવતું હોય ને અંદર, તારે સમજવાનું કે આ કુદરતનો કોલ લેટર આવી રહ્યો છે આપણી પાસે કે ભાઈ "આવી જા, આવતું મારે ત્યાં." "શું મારે ત્યાં?" નો મતલબ એ નથી કે આ દેહ છોડી દેવાનો છે. સમજાયું? અંતકાળનો મતલબ એ નથી. અંતકાળનો મતલબ સંસારના તમારા સંસાર કાળનો અંત આવી રહ્યો છે નજીક. અંતકાળનો મતલબ એ છે. આ પરમપુરુષ અંતઃકરણને પ્રેરણા કરે. અંગૂઠા માત્રના માપવાળા અંતરાત્મા, "અંગગુષ્ઠ પ્રમાણ." પણ વાકવાનો અંગગુઠો યાર! ભગવાનનો અંગગુઠો તો કદાચ મારા કરતાય મોટો મોટો ના હોય. તો અંગગુષ્ઠ પ્રમાણ માપવાળા અંતરાત્મા હંમેશા મનુષ્યોના હૃદયમાં સમાયેલા રહે. એટલે આ હૃદય છે બસ, જે તમારો અનુભવ પ્રદેશ છે તે. તેની અંદર બસ એક આટલું આમ જ્યોત રૂપે કંઈક પ્રગટે, એટલા માટે એને અંગુષ્ઠ પ્રમાણ કીધેલું છે. કે મોટો દીવો હોય એની જ્યોત કેટલી હોય?
આમ દૂરથી જુઓ તો કેટલી લાગે? બસ, એવું તમને આમ દેખાશે ઊંડા અંધારેથી. એટલે અંગગુષ્ઠ પ્રમાણ પરમાત્મા આ ત્યાંથી શરૂ. આ એક્ચ્યુલી એન્ટ્રી પોઈન્ટ છે, ગેટવે. એ પોર્ટલ છે. એ અંગગુષ્ઠ પ્રમાણ પરમાત્માને જુઓ. પહેલા તો એ ત્યાં છે જ. પહેલા તો નહીં જ દેખાય, પહેલા તો નહીં જ દેખાય. પણ તમને અંદર પ્રેરણા થશે કે "હું આ જોવું." પછી તમે આમ બેસો, થોડું આમ પ્રયત્ન કરશો. ભગવાન કહે કે "હા, બરાબર. આંખો મીચીને બેઠો ને બે કલાકથી?" હવ ધીમે રહીને એક ફ્લેશ આપીને જતા રહે. પહેલા તો એક ઝપકારો થાય ને એટલે એટલો બધો આનંદ થઈ જાય કે આમ ભાઈ થન થન કૂદે કે "હા, તો કુછ બઢિયા હો ગયા." પછી બીજદાડે પાછી એને ઈચ્છા થઈ જાય કે "યાર, હું બેસું તો ખરો." એટલે પાછા આમ ખાસી વાર બેસે અને બહુ પ્રેમથી બેસે, આનંદથી. અને પછી એકદમ એક ફ્લેશ થાય આમ ફટ દઈને અને અંગગુષ્ઠ પ્રમાણ પ્રગટ થવા માંડે.
તો આવી રીતે પ્રેરણા કરતાં કરતાં કરતાં પરમાત્મા આપણને ધીરે ધીરે ધીરે ધીરે આગળ લાવે છે. પહેલા દિવસે એકદમ પલી આમ વીજળી તમારી ઉપર નાખી દે ધડામ દઈને, તો શું થઈ જાય? હોનારત કહેવાય એને તો. એટલે ભગવાન આવું ના કરે. "તમે તૈયાર છો? ઓકે, તો એના પ્રમાણમાં આપીએ એ." એટલે આમ તમને જેટલું તમે લઈ શકો એટલું જ અન્ન તમને આપે. પરમાત્મા પોતે સ્વયં અન્ન છે. જ્ઞાન પોતે સ્વયં અન્ન છે. અને તમે એને ગ્રહણ કરો છો. પણ કેટલું? તો કે તમે જેટલું કરી શકો એ રોજ થોડુંક થોડુંક થોડુંક થોડુંક વધતા વધતા વધતા પછી તમે વૃદ્ધિ પામી જાવ છો. એક સમય પછી તમે આ બધું કરી શકો. એટલે હૃદય ગુફામાં રહેલા મનના સ્વામીને, મનનો સ્વામી હૃદયમાં છે. વિશુદ્ધ મનથી મનને શુદ્ધ કરીને. તો મનની અંદર અશુદ્ધિઓ શેની હોય? ક્રોધ, માન, માયા, લોભ, લઘુત્વ, ગુરુત્વ, ભય, હિંસા, રાગ, દ્વેષ.
આ બધા જે કંઈ વિકારો એ બધા મનને દૂષિત કરનારા. હવે આપણને ખબર પડી ગઈ ને કે આપણા મનને ખરાબ કોણ કરે? એ દૂધની તપેલીની અંદર કોઈ આમ કંઈક થોડુંક જરા પડી જાય તો આપણે બુમાબુમ કરીએ. તો આપણા મનમાં પડી ગયું હોય તો આપણે ચલાવી લઈએ? નહીં ચાલે. પણ નક્કી કરવું પડે ને એવું. એક દિવસ આ તો દર વખતે કહે: "દૂધ ઢોળી નાખો ને નવું લઈ આવો." હવે એનો વ્યાપાર આવશે કે ભાઈ હા, તમે ઢોળી નાખો, નવું લઈ આવો. પણ હવે ધ્યાન રાખો કે ફરી આવું ના થાય. દર દર વખતે તમે એવી રીતે કર્યા જ કરશો, તમને ક્યારેય ઘી નહીં મળે. તમે કેટલી વાર દૂધ ઢોળ્યા કરશો? જેટલા જન્મ આવા જન્મ મરણ કરો છો, દર વખતે તમે નવું તપેલી ભરી લાવો છો. બરાબર? પાછું ફરી અંદરમાં ખાટું ખારું નાખો. બનાવો છે તમારે ઘી? કેમનો મેળ પડે? એટલે કીધું કે હૃદયની જ્યાં આમ મૂળ સ્પંદન ઉત્પન્ન થાય છે ને, એ જગ્યાને તમે અનુભવ કરો બેસીને.
सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्। स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्॥ (પુરુષસૂક્ત)
"वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्।" હે પરમાત્મા, હજારો મસ્તકવાળા, હજારો નેત્રોવાળા, હજારો પગવાળા છે. એ સંપૂર્ણ જગતને બધી બાજુએથી ઘેરીને પણ દસ આંગળ બાળ સંપૂર્ણ રૂપથી રહેલા છે. અથવા નાભિથી દસ આંગળ ઉપર હૃદય આકાશમાં રહેલા છે. દસ આંગળ, પાંચ ને પાંચ દસ, આવી ગયું.
ચલો, પણ એને આપણે આવી રીતે જો નાભિ આમ જ્યાં મુકશો ત્યાં નાભિ તો છે જ. ત્યાં જ્યાંથી શરૂઆત કરો તો એ નાભિ એનાથી દસ આંગળ ઉપર અંદર રહેલા એ પરમાત્મા જે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે, ભવિષ્યકાળમાં થનારું છે અને જે અન્ન વગેરે પદાર્થોથી પોષાઈ રહેલા છે, એ પુરુષ પરમ પુરુષ છે. અને એ જ અમૃત તત્વના સ્વામી છે.
એ પરમપુરુષ બધી જગ્યાએથી હાથ-પગવાળા, આંખોવાળા, ઇન્દ્રિયોવાળા, મુખવાળા, કાનવાળા ને એવા છે. એટલે શું આમ એક લાખ કાનો બધાને ચોંટાડેલા હોય ને બધી કઈ વિચિત્ર છે એવા છે ભગવાન? ના, એવું નથી. એવી શક્તિઓવાળા છે કે બધેથી જોઈ શકે છે, બધેથી સાંભળી શકે છે, બધું જાણી શકે છે, બધેથી બધું જ કરી શકે છે. એટલે બહુ સમબાહુ કીધા કે ખૂબ બે હાથવાળા છે અને ગતિ એટલી બધી છે એટલે કીધું કે ખૂબ એમને પગ પણ તમે આમ પચીસ પગ ને પચાસ હાથ ને પછી એવું બધું કંઈક આમ ચિત્ર દોરવા માંડ્યો મગજની અંદર તો ભગવાન એવા નથી.
અનંત પ્રદેશ, પ્રદેશે પ્રદેશે એ પરમપુરુષ પર પ્રકાશના રૂપમાં નવ દ્વારવાળા દેહરૂપી નગરમાં અંતર્યામી બનીને રહે છે. આ દેહની અંદર નવ દ્વાર છે, બરાબર છે ને? અને એ જ આ બાહ્ય સ્થૂળ જગતમાં લીલા પણ કરી રહ્યા છે.
એ પરમ પુરુષ હાથ-પગથી રહિત હોવા છતાં પણ વેગપૂર્વક ગમન કરનારા છે. જોયું, પહેલા કીધું કે સહસ્ત્ર બાહુવાળા છે અને હવે કહે છે કે એમને હાથ-પગ રહિત છે. એટલે સમજાઈ ગયું ને કે ગમન કરનાર આંખો રહિત છતાં પણ જુએ છે, કાન વગરના છતાં બધું જ સાંભળે છે અને જાણવાવાળી બધી વસ્તુઓને જાણે છે. એમને જાણનારું બીજું કોઈ નથી. એને જ્ઞાની લોકો મહાન અને શ્રેષ્ઠ કહે છે.
એ પરમપુરુષ અતિ સૂક્ષ્મ, અણુથી પણ સૂક્ષ્મ છે. અત્યંત મહાનથી મહાન છે. આત્મારૂપ એ પુરુષ એ જીવની હૃદય ગુફામાં છુપાયેલા છે. એ વિષય ભોગોના સંકલ્પોથી રહિત છે. પરમાત્માને જે વિધાતાની કૃપાથી જોઈ લે છે, એ દરેક સંતાપોથી મુક્ત થઈ જાય છે.
એને અમે જાણીએ છીએ કે જે ઘડપણ વગેરેથી મુક્ત અને હંમેશા નિત્ય છે. એ સૌથી પુરાતન પુરુષ બધામાં આત્મા રૂપે સમાયેલો છે. એ સર્વત્ર વિદ્યમાન અને અત્યંત વ્યાપક છે. એને બ્રહ્મવેતાજન જન્મ બંધનથી મુક્ત તથા હંમેશા નિત્ય રહેનાર બતાવે છે.
જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.