ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૦૦
વિડિયો ૧૦૦
ૐ નમો ભગવતે શ્રી સૂર્યાય ચક્ષુસ્તેજસે નમઃ. ૐ ખેચરાય નમઃ. ૐ મહાસેનાય નમઃ. ૐ તમસે નમઃ. ૐ રજસે નમઃ. ૐ સત્વાય નમઃ. ૐ અસતોમા સદગમય, તમસોમા જ્યોતિરગમય, મૃત્યોરમા અમૃતમ ગમય. હંસો ભગવાન સો ચિદરૂપ પ્રતિરૂપ વિશ્વરૂપમ ઘરણિન જાત વેદસમ હિરણ્યમયમ જ્યોતિરૂપમ તપંતમ સહસ્ત્રરશ્મિઃ શતધા વર્તમાનઃ પ્રજાનામ્ ઉદયસ્તેજ સૂર્યઃ ૐ નમો ભગવતે શ્રી સૂર્ય આદિત્યાય ચાક્ષી તેજસે ૐ વાહિની વાહિની સ્વાહેતી એવમ ચાક્ષુસ્મતિ વિદ્યાય સ્તુતમ શ્રી સૂર્યનારાયણ સુપ્રીતો અબ્ર સૂર્યા ચાક્ષુસ્મતિ વિદ્યાય બ્રાહ્મણો યો નિત્યમ ધીયતે ન તસ્યાક્ષી રોગો ભવતીિ ન તસ્ય કુલો અંધો ભવતીિ અષ્ટો બ્રાહ્મણાયાહ એતવાથ વિદ્યા સિદ્ધિ ભવતીિ ય એવં વેદ સ મહાન ભવતિ.
આ ચાક્ષુસ્મતિ વિદ્યા છે. તેના વડે ભગવાન સાંકૃતિ આદિત્ય લોકમાં જેવી રીતે ગયા, તેમ આપણે પણ ભગવાનને આવાહન કરી અને ત્યાં એમને પ્રત્યક્ષ છે એવી રીતે સમજી અને પ્રાર્થના કરી શકીએ. ભગવાન આદિત્ય જે છે, તે પરબ્રહ્મ પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, જેને તમે જોઈ શકો છો. ગઈ કાલે વાત કરતા હતા કે પરબ્રહ્મના વ્યક્ત અને અવ્યક્ત એવા અનંત સ્વરૂપો છે, પણ એવા અનંત રૂપોમાંથી આ એક આદિત્ય રૂપ પરમાત્માનું એટલું અદભુત છે કે એના કોઈ એક કિરણ ઉપર પણ જો તમારો દ્રષ્ટિપાત થયો, તો તમને સીધા સૂર્યનારાયણ અને સૂર્યનારાયણ દ્વારા તમારી કનેક્ટિવિટી પરબ્રહ્મ પરમાત્મા સાથે કરે છે. તો વાસ્તવમાં તમે સૂર્યનારાયણની પ્રાર્થના કરો છો, પણ એ સૂર્યનારાયણની પ્રાર્થના સીધી પહોંચે છે કોને? પરબ્રહ્મ પરમાત્માને પહોંચે છે, કારણ કે આ એમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે.
તો તમે સૂર્યને નથી જોતા, તમે પ્રાર્થના સૂર્યનારાયણની નથી કરતા, તમે પ્રાર્થના પરબ્રહ્મની કરો છો. એના એક એક રૂપોને જોતા જોતા અને એક એક રૂપોને જોવા માટે શક્તિમાન આપણે કેમ બનીએ છીએ? કારણ કે સૂર્યનારાયણે આપણા પર કૃપા કરી છે, તેથી આપણે જોઈ શકીએ. રિફ્લેક્શન થઈને પાછું આવે છે ત્યારે આપણે એને જોતા હોઈએ. તો તદરૂપ એટલે તે રૂપ જે છે, તે તે રૂપ નથી પણ તે રૂપ છે. તત શબ્દની કાલે વાત કરી હતીને, જે પાછી તે જ વસ્તુ અહીંયા ગાડે છે. એટલે તતત્વમ અસી પાછું આવીને ઊભું રહી જશે. તો એક એક રૂપને જોતા જોતા તમારે એ ભાવના હોવી જોઈએ કે તમે પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરી રહ્યા છો, પ્રત્યક્ષ છો, તેની સન્મુખ છો. આવી રીતે કરતાં કરતાં જો અભ્યાસ આગળ વધતો જશે, તો તમે સાલોક્ય સમાધિની અંદર ઘૂસી જશો, ખબરય નહીં પડે. કન્ટીન્યુટી માંગે છે આ અભ્યાસ.
અર્જુન અભ્યાસ.
ત્યાર પછીથી સાંકૃતિ ઋષિએ ભગવાન સૂર્યને કહ્યું કે, "હે ભગવાન, મને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપો." આદિત્યદેવે એમને કહ્યું, "સાંકૃતે, તમારી સાથે હું અત્યંત દુર્લભ તત્વજ્ઞાનનું વિવેચન કરવાનો છું, તે ધ્યાનથી સાંભળો. જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને આપ જીવન મુક્ત થઈ જશો." સૂર્યદેવ ભગવાન સાંકૃતિને કહે છે, "તમે જુઓ આ વિવેક, આ વિનય. પેલાને હજી જીવન મુક્ત થવાનું બાકી છે, છતાં પણ આદિત્યદેવ જો એમને કેવી રીતે વંદન કરે!" આ વિવેક આપણા બધાએ શીખવાની ખરેખર બહુ જરૂર છે. "આ બધા પ્રાણીઓને એક અજન્મા, શાંત, અનંત, ધ્રુવ, અવ્યય તથા તત્વજ્ઞાનથી ચૈતન્ય રૂપ જોતા શાંતિ અને સુખપૂર્વક રહો." પૂરું થઈ ગયું. શું કહ્યું? "આપ બધા પ્રાણીઓને." જ્યાં જ્યાં પ્રાણ છે, જેમાં પણ પ્રાણ છે, તે બધાને પ્રાણી કહે છે. "પ્રાણીઓને એક અજન્મા." પેલો ભલે મૃત્યુ પામે છે, પણ તમારે એને જોવાનો અજન્મા.
"શાંત." ગમે તેટલો વિહવળ હોય, પણ તમારે એને જોવાનો શાંત, એમ કહેવા માંગે છે. "અનંત રૂપ." આટલું જ છે, પણ એ અનંત સમજાય છે, એ અનંત છે એમ જાણવાનું છે. "ધ્રુવ" એટલે સ્થિર, હાલે નહીં એવો. "અવ્યય" એટલે એમાં કોઈપણ પ્રકારનો વ્યય થતો નથી, ક્ષય થતો નથી, વપરાશ થતો નથી. એટલે ક્યારેય ઓછો થતો નથી. એટલે કોઈને ઓછો ના સમજતા. સાદી ભાષામાં આપણે કઈ કહેતા હતા, ખબર છે? આપણે પણ બોધ ભૂલી ગયા. હવે તો એ વાતે ભૂલી ગયા છે, જાણે કે એ વાત જુદી છે. તો પાછી ફરી સ્મરણ કરાવે છે આપણને અત્યારે કે અવ્યય તથા તત્વજ્ઞાનથી ચૈતન્ય રૂપ જોવાનું. તત્વજ્ઞાનથી ભલે જડ જેવું દેખાતો હોય કે વર્તન કરતો હોય, છતાં પણ એને તત્વજ્ઞાનથી ચૈતન્યરૂપ, અનંત, ધ્રુવ અને અવ્યય જાણવાનો છે. એને અજન્મમાં જાણવાનો છે, એને શાંત જાણવાનો છે. આ પરસેપ્શન એરર જે આપણી છે અત્યાર સુધી થતી હતી, તેને સુધારી લેવી પડશે.
પછી શાંતિ અને સુખપૂર્વક રહો.
"અવેદન એટલે કે આત્મા પરમાત્મા સિવાય બીજા કોઈનો આભાસ જ પણ ન થાય તેનું નામ યોગ." આત્મા અને પરમાત્મા બીજું કંઈ છે જ નહીં એમ આભાસ પણ ના થવો જોઈએ તમને. સ્વપ્નો પણ ના આવવા જોઈએ તમને. દોરડામાં સાપ પણ ના દેખાવો જોઈએ. સાપ, દોરડું કંઈ નથી. જે કંઈ સામે દ્રશ્યમાન છે, તે બસ એ પરમાત્માનું જ એક સ્વરૂપ છે અને એ કેવું છે? તો કે અજન્મા, શાંત, અનંત, ધ્રુવ, અવ્યય અને તત્વજ્ઞાનથી ચૈતન્યથી પરિપૂર્ણ. બસ, આ બ્રહ્મવિદ્યા એ જ ખરો ચિત્ત ક્ષય છે. જ્યાં સુધી ચિત્ત છે, ત્યાં સુધી તમને રૂપ દેખાશે. એને કોક નામ આપી દેશે મન એને પાછું. એટલે કહે છે કે આવો ચિત્તનો ક્ષય ખરો કરો અને તેથી યોગમાં સ્થિર થઈને પછી આ યોગમાં સ્થિર રહેવાનું અને કર્તવ્ય કર્મોનો નિર્વાહ કરતા રહો. કર્તવ્ય કર્મ જે આવી પડેલા છે, તે બધાને પૂરા કરવાના જ છે. એમાં કોઈ છટકી શકવાનું નથી.
તો કરી જ લો. ખાલી દ્રષ્ટિ ફેર કરી નાખો એમ કહે છે. ઘરમાં, ઓફિસમાં, બહાર જવા નીકળો, બસ આ જ. તમે પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું જોતા જ નથી. આ ભાવ રાખી અને સતત બસ એના જ સ્તુતિમાં મય એવી રીતે જીવન તમારું કરવાનું અને સામે જે જે આવી પડે તે બધા કર્તવ્યનો નિર્વાહ કરવાનો. એવી રીતે યોગમાં સ્થિર થાવ અને કર્મ કરતા જઈને નિરસ્તા કે વિરક્તતા ન આવે તેનો ખ્યાલ રાખો.
પરમાત્મા રસમય છે. તેમણે રચેલો આ રાસ છે, એમાં તમે ફરો છો તો પછી તમે રસમય થઈને રહો. અવેદન યોગની પ્રથમ ભૂમિકા આ રીતે છે.
હવે આગળ કહે છે કે યોગ તરફ પ્રવૃત્ત થતા અંતઃકરણ દિન-પ્રતિદિન વાસનાત્મક ચિંતનથી દૂર થતું જશે. સાધક નિત્ય પરમાર્થ કર્મો કરતો હોય એવી રીતે હર્ષનો અનુભવ કરે. ભલેને ઇન્કમ ટેક્સના રિટર્નો કરતો હોય, કે તમે ડ્રાઈવ કરતા હોય, કે કોઈકને કંઈ સૂચના આપતા હોય, કે ઓફિસનું કોઈ કામ કરતા હોય, પણ નિત્ય હર્ષનો અનુભવ કરે. જડ મનુષ્યોની અશ્લીલ ભોગ પ્રવૃત્તિઓથી તે હંમેશા અલિપ્ત થાય છે, જુગુપ્સા રાખે છે. "ભાઈ, આ બધું આપણે જોવું નથી, આપણે તો પેલું રૂપ જોવું છે." એનું કોઈના ગુપ્ત રહસ્ય પ્રસંગો બીજાઓની સામે કહેતો નથી. આની વાત આને, આની વાત આને — એ હંમેશા પુણ્ય કર્મોમાં લીન રહે છે. સતકર્મ કર્યા જ કરે, પણ એને ફળની ઈચ્છા નથી. સતકર્મથી પણ જે કૃત્યોથી કોઈ પ્રાણી ઉત્તેજિત ના થાય એવા દયા અને ઉદારતાપૂર્ણ સૌમ્ય કર્મો તે કરે. તે પાપથી ભયભીત રહે છે, જો કે નિર્ભય હોય છે, પણ પાપથી એટલે પાપ કરવાથી ડરે છે.
એ પાપ કરતો જ નથી, એનાથી એ અલગ જ રહે છે એમ કહે છે.
એવી જ રીતે ભોગ સાધનોની અભિલાષા કરતો નથી. સાધન આવે, જરૂરિયાત મુજબ બની જાય, પણ એના પર એની કોઈ ચોંટ લાગેલી હોતી નથી. અનંત ચીજો આવશે ને જશે, પણ એના પર એ અભિલાષા નથી કે "મારે આવું જોઈ છે, મારે આવું જોઈ છે." આ બધું એનામાં હોતું નથી. તે એવી વાણીનો પ્રયોગ કરે છે કે જેમાં સહજ સ્નેહ અને પ્રેમ પ્રગટ થતો હોય તથા જે મૃદુલ અને ઔચિત્યપૂર્ણ હોવાની સાથે સાથે દેશ, કાળ અને પાત્રને અનુકૂળ હોય. એક જ વાત બધાને એપ્લિકેબલ ન કરે. આ કોઈ નિયમ નથી કે બધાએ એનું પાલન કરવાનું, પણ એ દેશ, કાળ અને પાત્રને અનુકૂળ પોતાની વાણી પણ એ કરે છે.
મનથી, વચનથી અને કર્મથી શ્રેષ્ઠ પુરુષોનો સત્સંગ કરે. જ્યાં જ્યાંથી પ્રાપ્ત થઈ શકે છે ત્યાંથી તે મેળવે છે સત્સંગ. અને જ્યારે સત્સંગ ન હોય ત્યારે સદગ્રંથોનું પ્રતિદિન અધ્યયન કરે. સદગ્રંથોની અંદર ગમે તે પુસ્તકો ના વાંચ્યા કરતો હોય. સદગ્રંથ કોને કીધું? કે જેમાં સત વિશેનું જ્ઞાન આપેલું હોય. દાખલા તરીકે, શ્રીમદભગવદગીતા. તો પ્રતિદિન અધ્યયન કરતો હોય એના વિશે. રામાયણ છે તો એનું અધ્યયન કરતો હોય. ઉપનિષદ છે તો તેનો અભ્યાસ કરતો હોય. વેદોનું અધ્યયન કરતો હોય. વેદોમાં આત્મા નથી, પણ વેદોમાં આત્મા વિશે એટલે ધ્યાન રાખીને ન કરે. પછી વેદની ચોપડી લાઈને પછી પૂજા કર્યા કરે આખો દાડો, પછી મૂકી દે કબાટની અંદર, એવું નહીં. પ્રતિદિન એનું સન્માનપૂર્વક બેસીને અધ્યયન કરવું, એના સાથે એકરૂપતા છોડવાની. અગાઉના ઉપનિષદમાં જેમ કીધું ને કે એક એક અક્ષરનો એક એક પાવર છે.
એ પાવર જ્યારે તમે આમ વાંચો છો તો આંગળી આમ મૂકી અને એ અક્ષરને આમ તમે જુઓ તો અહીંયા જેમ દાખલા તરીકે લખેલું છે કે "આ સ્થિતિમાં તે પ્રથમ ભૂમિકાવાળો કહેવાય છે." વેદશાસ્ત્રનું અધ્યયન કરતો હોય ત્યારે. તો આ સ્થિતિમાં તે પ્રથમ ભૂમિકાવાળો કહેવાય છે. એમાં જેટલા અક્ષરો આવ્યા એ બધા અક્ષરો અહીંથી તમારા આંગળીના સ્પર્શ સાથે આમ આમ ઉડીને આમ કરીને આમ તમારી અંદર આવી રહ્યા છે, અંદર પ્રતિષ્ઠિત થઈ રહ્યા. આને વાંચન કહેવાય. આ દિવ્ય વાંચન છે.
ભવસાગરને પહેલે પાર જવાની તે અભિલાષા કરે છે. "આ સંસારમાંથી આપણે મુક્ત થવું છે," એ એને પ્રાથમિકતા છે. એ જ ભૂમિકાવાન કહેવાય છે. બીજો કોઈ ભૂમિકાવાન કહેવાતો નથી. જેને આ સંસારમાં રહેવું છે, આનંદ કરવું છે, તેના માટે આ બધી બાબતો નથી. જાણવા ખાતર જાણી લીધું, વાંચવા ખાતર વાંચી લીધું, એવી બાબતો કામ લાગતી નથી. તો આવી રીતે જ્યારે એ અધ્યયન કરે એક લાંબા સમય સુધી ત્યારે એ ભૂમિકામાં આવે છે અને બાકીના આર્ય એટલે બીજાઓની તુલનામાં એ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે.
જેઓ યોગની બીજી ભૂમિકાથી યુક્ત છે તેમના લક્ષણ હવે આગળ આવે છે. તો પહેલી ભૂમિકાની આખી વાત સમજી લીધી કે એક તો પુણ્ય કર્મોમાં લીન રહે છે, જુગુપ્સા બંધ કરી દે છે, ગુપ્ત રહસ્ય કોઈને કહેતો નથી, વાસનાત્મક ચિંતનથી દૂર હોય છે અંતઃકરણમાં. દિવસે દિવસે એ કોઈપણ પ્રાણી ઉત્તેજિત નહીં થઈ જાય તેવા દયા અને ઉદારતાપૂર્વક એવા સૌમ્ય કર્મો કરે છે. ભોગ સાધનોની અભિલાષા કરતો નથી. આ બધી ભૂમિકા પહેલાની. અને પછી પાછો એ સત્સંગ કરે છે. સતવાળા પુરુષને શોધીને તેના પાસે જઈને આત્મા વિશેની વાત કરે. ત્યાં આગળ જઈને એવું ના કહેવાનું કે "મારા છોકરાને નોકરી ક્યારે મળશે? એને મારે કંઈક કરી આપોને." એ એના માટે બેઠો જ નથી. ખરેખર થઈ જાય, ભૂલેચૂકે એક વાત જુદી છે, પણ એમાં એનો કોઈ એ નથી. એના માધ્યમથી થઈ જતું હોય છે એટલે પછી લોકો દોડે છે. પણ વાસ્તવિક પ્રથમ ભૂમિકાવાળો જે છે તે સદગ્રંથોનું સેવન કરતો હોય, પ્રતિદિન અધ્યયન આવી રીતે કરતો હોય, દિવ્ય વાંચન કરતો હોય, તો એક એક અક્ષરને પોતે આત્મસાત કરતો જાય છે.
આ અક્ષર છે. આ એક એક અક્ષર તમે અંદર પ્રાપ્ત કરો ત્યારે તમે અક્ષર બનશો અને પછી તમને પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.
તો આ પ્રથમ ભૂમિકાની પાર જવાનું ત્યારે બીજી ભૂમિકા જે આવે છે તેમાં શું કરે છે? તો કે ખ્યાતિ પ્રાપ્ત શ્રેષ્ઠ વિદ્વાનોનો આશ્રય ગ્રહણ કરવાનો. શરૂ શરૂઆતમાં કોઈ સારા માણસો હોય તેનો, પછી કોઈ વિદ્વાન છે તેના પાસે જાય. જાણે કે કોઈ સંન્યાસ આશ્રમમાં કોઈ સંન્યાસી આવ્યા છે, કોઈ આવ્યા છે, કોઈ સારું આપણને આત્મા વિશે કહેનાર છે, તો શોધીને તપાસ કરીને ત્યાં જાય છે. જે શ્રુતિ, સ્મૃતિ, સદાચાર, ધારણા અને ધ્યાનની ઉત્તમ વ્યાખ્યા માટે પ્રસિદ્ધ હોય છે, જાણીતા હોય છે. હવે પોપ્યુલર પણ હોય અને ગુપ્ત પણ રહે. ઘણા વ્યવહાર જગતની અંદર જ રહેતા હોય છતાં પણ આ બધું કરતા હોય પોતાના. તો એવા લોકોને પણ આપણે જાણવા.
જોઈએ, જેમ કે અમારા વખતમાં પહેલા હતા દ્વિજન દેસાઈને એવા ઘણા લોકો. તો એવાને શોધીને આપણે એમના પાસે જવું જોઈએ અને વિનંતી કરવી જોઈએ, નિવેદન કરવું જોઈએ કે, "ભાઈ, અમને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપો." શું માંગવાનું દરેક પાસે? બીજું કંઈ જોઈતું નથી. બાકી તો બધું છે. પરબ્રહ્મ પરમાત્માએ બધું ભરપૂર કરેલું છે આખું વિશ્વ. જેની જરૂર છે તે તમને જો પ્રાપ્ત નથી થતું, તો પછી એ નક્કી ક્યાંક આડાઈ આપણી જ છે એટલે પ્રાપ્ત નથી થતું. હજુ આપણે એના માટે લાયક નથી, અથવા તો એ વસ્તુની પ્રાપ્તિથી પછી આપણી દિશાવિહીનતા જો થવાની હોય એવું પરબ્રહ્મને ખબર છે, તો પણ એ તમને આપતો નથી. પછી મનમાં એમ થાય કે, "ભગવાન યાર, મને બહુ ટળાવે છે." પણ એ ટળાવતું નથી. ઘણી વખતે એ તમને તૈયાર કરે છે આગળના સ્ટેજ માટે. પ્રતીક્ષા કરે કે, "ભાઈ, આ તારા માટે અયોગ્ય છે, તું એમાં ના જઈશ." તો તમને એવો ટર્નિંગ પોઈન્ટ લાઈફમાં એક આપી દે.
તમારે ડાયરેક્શન ચેન્જ કરી નાખે, બિલકુલ રાતોરાત બદલાઈ જાય બધું.
તો એવા ધ્યાનની ઉત્તમ વ્યાખ્યા કરનારો હોય, શ્રુતિ, સ્મૃતિ, સદાચાર, ધારણા અને ધ્યાન એવાને આપણે શ્રવણ કરવા જોઈએ. બેસીને સાંભળવાનું છે, શ્રવણ કરવાનું. શ્રવણ કરવાનું એટલે બોલાયેલા શબ્દો છે ત્યાંથી આમ યદુક્તમ્ બ્રાહ્મણસ્ય મુખાત્ (બ્રાહ્મણના મુખેથી જે કહેવાયું તે) જે આવો છે તે બ્રાહ્મણ છે. તેના મુખમાંથી નીકળેલા જે શબ્દ, જે અક્ષરો છે તેને આપણે ગ્રહણ કરવાના. અક્ષરો શબ્દ રૂપે નીકળે છે તેને આપણે ગ્રહણ કરવાના. પહેલા પુસ્તકમાંથી કીધું, પછી કોઈ સતપુરુષ પાસેથી કીધું અને હવે વિદ્વાન પાસેથી કીધું. એવી રીતે આગળ સેકન્ડ સ્ટેજમાં ગયા. તે પદાર્થોના વિભાગ અને પદને સારી રીતે યોગ્ય જાણતો હોય છે. શ્રવણ કરવા યોગ્ય સતશાસ્ત્રોમાં પારંગત થઈ જાય છે. કર્તવ્ય અને અકર્તવ્યના નિર્ણયમાં એ કુશળ બની ગયો હોય છે. "કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી." મદ, અહંકાર, માત્સર્ય, લોભ અને મોહ વગેરેની અધિકતા તેના ચિત્તને ડામાડોળ કરતી નથી અને ચિત્ત સ્થિર થઈ ચૂકેલું હોય છે.
બાહ્ય આવરણમાં તેની સ્થિતિ થોડી થોડી રહે છે. બાહ્ય આવરણની અંદર પણ તેનો એ એ જ રીતે પરિત્યાગ કરે છે જેમ સાપ કાંચળી છોડે છે. આ પ્રકારના સદજ્ઞાન સંપન્ન સાધક શાસ્ત્ર, ગુરુ અને સતપુરુષોના સેવા સહયોગથી રહસ્યપૂર્ણ ગુરુજ્ઞાનને પણ પ્રયત્નપૂર્વક સ્વાભાવિક રૂપે પ્રાપ્ત કરી લે છે. જેમ આમ જળ પીવે માણસ કેટલો સહજતાથી પીવે, એવી રીતના એ એને ગટકાઈ શકે છે જ્ઞાનામૃતને.
ત્યાર પછી આ સ્ટેજમાં આવ્યો, સેકન્ડ સ્ટેજ. હવે ત્રીજા સ્ટેજમાં જશે. ત્રીજા સ્ટેજમાં શું છે? આગળ કહે છે, યોગની અસંસર્ગ નામની ભૂમિકામાં એ પ્રવેશ કરે છે. અસંસર્ગ સંસારમાંથી, જેવી રીતે કોઈ સુંદર માણસ સુંદર ફૂલોની પથારીમાં જાય છે. શાસ્ત્રો જે મત આપે છે તેમાં પોતાની મતિને સ્થિરતાથી એ જોડી દે છે કે, "આ શાસ્ત્રોનું નિવેદન છે, આ જ સત્ય." તો પોતાની બુદ્ધિને એમાં રેડી દે, જોડી દે. તપસ્વીઓના આશ્રમમાં વાસ કરતો હોય, અધ્યાત્મ શાસ્ત્રની ચર્ચા કરતો હોય અને કષ્ટદાયક એવી પાષાણ સૈયા પર બેસીને પોતાનું આયુષ્ય વિતાવે છે. સોફા જોઈતા નથી. તે નીતિ પુરુષ મળી જાય તો એને બેસવામાં બાધ પણ નથી. સહજ સ્વાભાવિકતા પણ, "મારે અદ્ભુત સોફા જોઈએ," એવી વાત હોતી નથી. તે નીતિ પુરુષ ચિત્તને શાંતિ આપનાર, અધિક શોભાપ્રદ વનભૂમિના વિહાર દ્વારા વિષય ઉપભોગમાંથી વિરક્ત થઈ જાય છે અને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતા સુખ સાધનોને ભોગવતા જઈને જીવનનું યાપન કરે જતો હોય.
સદગ્રંથોનો અભ્યાસ અને પુણ્ય કર્મો કરવાથી એની વાસ્તવિક પર્યવેક્ષણ દ્રષ્ટિ બહુ જ પવિત્ર બની જાય છે. વ્યવહાર દ્રષ્ટિ છે તેમાં પણ એ સંપૂર્ણતા મેળવતો જાય છે. આ ત્રીજી ભૂમિકાએ પહોંચીને સાધક સ્વયમેવ જ્ઞાનવાન થઈને આ સ્થિતિનો અનુભવ કરવા માંડે. ત્રીજી સ્થિતિમાં પહોંચ્યા પછી બીજા જ સામાન્ય લોકોની સરખામણીમાં એ ત્રીજી સ્થિતિમાં પહોંચ્યો હોય ત્યારે ઘણો પવિત્ર, ઘણો અલગ લાગે. બહુ આપણને અસંસર્ગ સામાન્ય છે અને શ્રેષ્ઠ એમ બે પ્રકારનો છે. પાછા એની અંદર પણ હવે એ બેની વાત કરીએ તો કે છે કે, "હું કર્તા નથી, હું ભોક્તા નથી. હું કર્તા નથી, હું ભોક્તા નથી. હું બાધ્ય નથી કે હું બાધક નથી. હું કોઈને બંધનમાં પણ રાખતો નથી." બધાને મુક્તિ આપી દો. આ પ્રકારની વિષય ભોગની જે આસક્તિ રહિતતા થવાની બાબત છે તેને સામાન્ય અસંસર્ગ સ્થિતિ કહેવામાં આવે છે.
"બધું જ પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું ફળ છે," અથવા તો, "બધું પરમાત્માના આધીન છે." પૂર્વ જન્મમાં ભલે એ બહુ વિચાર ના કરતો હોય. કે છે કે, "નથી ખબર, નથી પડતી." તો કંઈ વાંધો નહીં, "બધું પરમાત્માના આધીન છે." વ્યવસ્થિત નામની શક્તિને આધીન છે, કુદરતી રચના છે. બધું કરીને એને સ્વીકાર કરી લીધો. એટલે શું થયું? આ જે ડિવાઇન કિંગડમ છે એમાં જે ઓર્ડરલીનેસ છે પરબ્રહ્મ પરમાત્માની, એને એણે એક્સેપ્ટ કરી લીધી. Now he is not questioning anything. આ બાબતે નહીં, એનો એને સંપૂર્ણ દ્રઢતાપૂર્વકનો વિશ્વાસ બેસી ગયો છે. એવી માન્યતા રાખવી. સુખ હોય કે દુઃખ, એમાં મેં કરેલા કાર્યનું અસ્તિત્વ જ શું છે? મેં તો કંઈ કર્યું જ નથી. ભોગ સાધનોનો અતિસંગ્રહ એ મહારોગરૂપ છે. સમજાયું શું કહે છે? સાધનોની સગવડો અને પછી એને ભોગવવાની. તો એ અતિસંગ્રહ જે થાય છે દરેક ઘરમાં, બધી જ વસ્તુઓ જોવાય છે, એ મહારોગરૂપ છે ખરેખર.
અને બધો જ વૈભવ પરમ આપત્તિરૂપ છે. સવારે આપણે જે બાબતની વાત કરતા કે દુઃખ છે કે સુખ છે, પણ સુખ છે એ ફ્લિપ-ફ્લોપની જેમ જ પાછું દુઃખ એટલું જ આપશે. જે અત્યારે સુખ આપે છે એ એટલું જ દુઃખ પછી આગળ આપવાનું જ છે. તો એનાથી વિરક્તતા મેળવી લો માનસિક રીતે. સાધનનો ઉપયોગ ભલે તમારે કરવો પડતો હોય, એક વાત છે, પણ એને સાથે જે જોડાયેલાપણું હોય.
"મારાપણું હોય કે 'મને આના વગર ન ચાલે' વાળી જે વાત હોય, એનાથી મુક્ત થવું એ બહુ જ આવશ્યક છે," એમ કહે છે. એટલે બધો વૈભવ પરમ આપત્તિરૂપ છે. અહીંયા આમ લખી નાખવાનું અને એ પ્રમાણે જીવવાનું છે પાછું. બધા સંયોગોની અંતિમ પરિણતિ એ વિયોગના રૂપમાં છે. વ્યક્તિ જ્યારે અહીંથી આમ વિદાય લે છે સંસારમાંથી, તો આ નામરૂપવાળા સંસાર જે છે તેને ત્યાગી દે. શું થાય? નામરૂપવાળો સંસાર છોડી દે છે. એવું હોય અને આગળ હોતે તો અંતિમ પરિણતિમાં વિયોગ તો છે જ.
પછી તો માનસિક ચિંતાઓ અજ્ઞાનગ્રસ્તોને માટે વ્યાધિરૂપ છે. માનસિક ચિંતાઓ અજ્ઞાનગ્રસ્તોને માટે વ્યાધિરૂપ છે. બધા જ ક્ષણભંગુર પદાર્થો અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય. આ કાયમી નથી, શાશ્વત ચાલનારા નથી. બધા જ ક્ષણભંગુર, ક્ષણમાં ભાગી જાય એવા છે બધા. એટલે કોઈપણ ઘટના અને કોઈપણ વસ્તુ, કોઈપણ સ્થિતિ પણ કાયમી રહેતી નથી એમ આપણને ખ્યાલ. બધાને પોતાનો કોળિયો બનાવવા માટે કાળ કરાળ બનીને તૈયાર થયો છે. તો શાસ્ત્રના વચનોને જાણી લેવાથી અનાસ્થાથી મનમાં તેમના અભાવની ભાવના પેદા થાય, એને સામાન્ય અસંસર્ગ કહેવામાં આવે છે.
આ રીતે મહાન પુરુષોના નિરંતર સંયોગથી જેઓ "હું કર્તા નથી, ઈશ્વર જ કર્તા છે" અથવા તો "મારા પૂર્વ જન્મમાં કરાયેલા કર્મ જ કર્તા છે" પૂર્યાસ્તક એવું તે કહે છે. આજ તે બધી ચિંતાઓ અને શબ્દ અર્થના ભાવને વિસર્જન કરી દીધા છે. પછી એ મૌન. મૌન એટલે મન અને ઇન્દ્રિયોનો સંયમ. એને મૌન કહેવાય. બોલવાનું બંધ કર્યું એ મૌન. આસન એટલે આંતરિક રીતે અંદરે આત્માની અંદર સ્થિત થઈ ગયો હોય ત્યારે એને આસન ન કહેવાય. ત્યાં સુધી ના. ક્યાંક બેઠેલો છે એટલે આસન લીધું છે એવું ના કહેવાય. દિવ્યાસન અને શાંત ભાવ. બધા ભાવોનું વિસર્જન કયા ભાવમાં કરવાનું છેવટે? શાંત ભાવમાં કરવાનું. એટલે કોઈપણ મંત્રનું ઉચ્ચારણ કર્યા પછી, કોઈપણ મંત્ર સ્તુતિ કેટલી બી મોટી હોય, બધું કર્યા પછી, કેટલો બી મોટો યજ્ઞ કર્યા પછી પણ છેવટે શું કરવાનું? શાંતિ પાઠ કરે છે.
એટલે એ બી કેટલો મોટો હોઈ શકે. છેવટે શું બોલે? "ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:". પૂરું થઈ અને પછી એનો અનુભવ કરવાનો છે.
બહુ વિહવળતા વ્યાપી હોય જીવનની અંદર, બહુ તકલીફો હોય, પરમાત્માને શાંત મુખ નિવેદન કરો, પ્રાર્થના કરો: "પ્રભુ, આવી આવી પરિસ્થિતિ છે, મુશ્કેલી આવી છે, આમાંથી બહાર ઉગરવાની મને શક્તિઓ આપો, સૂઝ પાડો, કૃપા કરો." અને પછી બોલવાનું: "ઓમ શાંતિહી." ખરેખર ભાવપૂર્વક શ્રદ્ધાથી જ્યારે આવું કરશો, તમે જોશો કે પરિસ્થિતિનું નિવારણ થઈ ગયું હશે. પરિસ્થિતિ આખી પલટાવવા માંડી ગયા હશે, બદલાઈ જશે બધું. તો આવી સ્થિતિ જ્યારે પકડે કે બાહ્ય ભાવોનું પણ વિસ્મરણ કરી દે અને પછી શાંતિ પ્રાપ્ત કરી લે, તેને શ્રેષ્ઠ સંસર્ગ કહેવામાં આવે છે.
અંતઃકરણની ભૂમિકામાં અમૃતનો નાનકડો અંકુર ફૂટે તેમ સંતોષ અને આલ્હાદક હોવાથી અમૃત મધુર લાગતી પ્રથમ ભૂમિકાનો અભ્યુદય થાય છે. તે ઉત્પન્ન થતા અંતરંગમાં બાકીની ભૂમિકાઓ માટેની ભૂમિ તૈયાર થઈ જાય. મેદાન તૈયાર થાય છે, ખેતર તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આવતી બીજી અને ત્રીજી ભૂમિકામાં પણ સાધક કુશળતા પ્રાપ્ત કરી લે છે. આ ત્રીજી ભૂમિકામાં સાધક બધી જ સંકલ્પજન્ય વૃત્તિઓનો સંપૂર્ણપણે પરિત્યાગ કરે. હવે એ સંકલ્પ કરવાના બંધ કરે: "મારે આમ જોઈએ છે કે આમ થાવ." આ બધું બંધ. સહજ ભાવે જે થયા કરે છે, બસ એ જોયા કરે છે કે બસ "હોરાય હોરાય, બહુત અચ્છે હોરાય." બસ એમાં એનો સ્વીકાર બી નથી, ગ્રહણ નથી, ત્યાગ નથી. કોઈપણ અવસ્થા, પરિસ્થિતિને ક્યાંય ધક્કો બી મારતો નથી કે આવું ના હોવું જોઈએ, એવું પણ એને થતું નથી.
દાદા કહેતા હતા એમ કે ઘરે ૧૧ વાગ્યે રાત્રે કોઈ ડોરબેલ વગાડે ને કોઈ ઊભો રહ્યો હોય, પેલું મનમાં એમ થયા કરે કે આ ક્યાંથી આયો ભાઈ? આ ક્યાંથી આયો? પણ તે વખતે પરબ્રહ્મ પરમાત્મા બધું ભૂલાઈ જાય છે. "આ ના થવું જોઈએ." સહજભાવે જે બન્યું છે તે બન્યું છે. જુઓ એમાં શું થઈ શકે છે પરિસ્થિતિ. સહાય, હેલ્પ માંગવા આવ્યો છે. તમારા આશ્રયમાં આવ્યો છે કોઈ, એમનેમ તો આયો નથી. વાસ્તવમાં કોઈ મનુષ્ય આજના જમાનામાં એટલા બધા જડ અને વાંકા થઈ ચૂક્યા છે મહાવીર ભગવાનના કહેવા પ્રમાણે કે કોઈ હાલય એવા નથી. પણ જો એ તમારા આંગણે આયો છે તો મતલબ એને ઘણું કામ કર્યું અને હવે એ તમારા આશ્રયે છે, તમારી હેલ્પ માંગે છે, મતલબ તમારા આશ્રયમાં છે. તો જે યથાશક્તિ તમે કરી શકતા હોય એ હેલ્પ એને કરો અથવા તો જ્યાંથી એને મદદ મળી શકે છે તેનું તમે એને માર્ગદર્શન પૂરું પાડો.
પણ એને જાકારો આપશો નહીં અને અહીંયા કોઈ ખેદર કરશો નહીં કે ૧૧ વાગ્યે મને કેમ જગાડે? મારા આરામનો ટાઈમ હતો. તો ના, તું આવી ગયું કારણ કે એટલો તકલીફમાં છે, વિવરડમાં છે ત્યારે આયો છે. તમે તો ઘરમાં બેઠા છો પણ એને તો બધો બ્રહ્માંડ ભાગી પડે એવી હાલત થઈ છે ત્યારે એ ૧૧ વાગ્યા આવ્યો હોય ને તમને. તો આનો હંમેશા ખ્યાલ રાખવો.
અને એવી રીતના આગળ જતાં આ ત્રીજી ભૂમિકામાં પણ તમે કુશળતા પ્રાપ્ત કરો છો. અદ્વૈત ભાવની દ્રઢ ભાવનાથી દ્વૈતભાવ સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. અહીંયા આમ લખે રાખો: "અદ્વૈત ભાવની દ્રઢ ભાવના કરો કે આ બધું એક, એક અદ્વૈત પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં." એ ભાવ જે છે તેને અદ્વૈત કહેવામાં. તો સ્વતઃ સમાપ્ત થઈને અદ્વૈત એટલે પરબ્રહ્મ આવીને છેવટે ઊભો રહી જાય છે. એવી રીતે ચોથી ભૂમિકાને પ્રાપ્ત થયેલો સાધક આ લોકને, આ લોકને, આ પૃથ્વી લોક જેની અંદર અત્યારે આપણે છીએ, એમાં જે કાંઈ થઈ રહ્યું છે તે બધાને શું કરે છે? સ્વપ્નની જેમ સ્વીકાર કરે છે. સ્વપ્નો સહજતાથી આવે ને કે તમારે લાવવું પડે? તમે ચાહો એવું આવે? એવી રીતે આનો પણ સ્વપ્નની જેમ અને એ પોતે જાણે કે સ્વપ્ન.
જોઈ રહ્યો છે એવી રીતે જ આ બધું પૂરું કરતો હોય. સ્વપ્નમાં હોય છે કશું. જે કંઈ હોય એ બધા એની અંદર એને કરવું જ પડે. જે કંઈ થતું હોય એ થવા દે, એમાં એ કંઈ કશું કરી શકે નહીં કે દખલ. જે આ થવાનું હોય એ થયા કરે. સ્વપ્નું તો એ પ્રમાણે આવે, ફિલ્મની જેમ દેખાય. બસ, આ પણ એ જ છે ભાઈ, બીજું કશું છે નહીં. એવી રીતે સ્વીકાર કરી ચૂકેલો હોય એ સાધક ચોથી ભૂમિકામાં પહોંચી ગયો હોય છે.
ક્યારેક ક્યારેક તો આવું તમને પણ થતું હશે કે આ સંસાર સ્વપ્ના જેવો લાગવા માંડે. તો એટલી ક્ષણ પૂરતા તમે ચોથી ભૂમિકાને સ્પર્શ કરીને પાછા જરાક નીચે આવી જાવ છો, પાછા વ્યવહાર ભૂમિકામાં આવી જાવ છો. પણ આવો અનુભવ તો આવતો જ હોય છે. એને જોશો, તમે સમજશો. તમે જોશો કે આ સહજતાથી સ્વપ્ના સમાન જ જગત લાગશે. પછી તમને આ જીવન પણ તમને સ્વપ્ના જેવું લાગશે.
એ સમયમાં જ્યારે સ્વપ્ન જેવું જગત હોય, એ સમયમાં એ ઉપયોગમાં એ જ હોય કે આ પરબ્રહ્મ પરમાત્મા બસ કંઈ છે, ભગવાનના આધારિત આ બધું જે છે એવું. એ આત્મ પ્રતાપ, એ બધું જ્ઞાન સાથે હોય. જ્ઞાન સાથે હોય તો શરૂઆતની ત્રણ ભૂમિકાઓ જાગૃત સ્વરૂપ છે. આપણે એને સ્વપ્ન જાગૃત જ કહીએ. ચોથી ભૂમિકામાં પહોંચેલો હોય તેના માટે એ ભૂમિકાઓ કઈ છે? સ્વપ્ન જાગૃત છે. પણ જેને હજી આ બધી ભૂમિકાઓનો પણ ખ્યાલ નથી, એ લોકોના માટે આ ત્રણ ભૂમિકાઓ જાગૃત સ્વરૂપ છે.
ચોથી ભૂમિકાને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે. સંસારમાં એ સૂઈ ચૂક્યો છે. હવે સંસારમાં એને કોઈ પણ લેવા દેવા કશું ખાસ રહ્યું નથી. એટલા માટે એને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે.
પાંચમી ભૂમિકા પ્રાપ્ત થતા વેંત જ શું થશે? સાધકનું ચિત્ત શરદ ઋતુના વાદળોની જેમ વિલીન થય. શરદ ઋતુ એટલે ફેબ્રુઆરી-માર્ચ લગભગ આવી હોય, આપણે દિવાળી પછીનો લગભગ ટાઈમ. એ ટાઈમે તમે આકાશ જુઓ તો તમને એક પણ વાદળ ક્યારેય દેખાતું હોતું નથી. તો એટલે કીધું કે શરદ ઋતુના વાદળની જેમ વિલીન થઈ ગયું હોય શું? એનું ચિત્ત.
ચિત્તથી સંસાર છે, જ્ઞાનીઓએ કહ્યું છે. એટલે જ્યાં સુધી ચિત્ત ઊભું છે ત્યાં સુધી તમે સંસાર જોઈ શકશો. હવે તમારું ચિત્ત જ સંસારમાંથી ખેંચાઈ ગયું છે. ભૂમિકામાં તમે સ્વપ્ન જે બધું જોઈ રહ્યા છો, તો ત્યાં આગળ ચિત્ત છે તેનો લય થવા માંડે. એટલે શરદ ઋતુનું જેમ વાદળ નથી હોતું તેવી રીતે ચિત્ત પણ ગાયબ થઈ જશે. બસ, ચાલ્યા કરશે. એટલે ડાયરેક્ટ પ્રકાશ, ડાયરેક્ટ...
એનાથી આગળ જતાં શું થાય? તો કે માત્ર સત્વ જ બાકી રહી જાય એની અંદર. સત્વશીલતાનો પ્રાગટ્ય થવા માંડે. ચિત્ત વિલીન થઈ જતાં, જાગતિક વિકલ્પોનો અભ્યુદય થતો. "આમ કરવું કે આમ કરવું? આમ કરવું જોઈએ કે આમ કરવું જોઈએ?" આવું બધું કશું એને હોતું જ નથી, કોઈ દિવસ થાય નહીં.
ચોથી-પાંચમી ભૂમિકામાં પહોંચી ગયો માણસ, પૂરું થઈ ગયું. એ નિશ્ચયવર્તી હોય. એનો નિશ્ચય શું? "બધું પરબ્રહ્મ, બધું પરબ્રહ્મ છે. એટલે હું પણ, તમે પણ, સર્વ કંઈ જે કાંઈ છે તે બધું જ પરબ્રહ્મ પરમાત્મા જ છે." આ એનો નિશ્ચય થઈ ચૂકેલો.
એટલે સુષુપ્તિ નામની આ પાંચમી ભૂમિકામાં સમગ્ર વિભેદ, આ વિશિષ્ટતા જે હોય છે તેના કારણે ઉત્પન્ન થતા ભેદો, એ બધા કેવા થઈ જાય? શાંત થઈ જાય. અને સાધક પોતે પોતાની અદ્વૈત અવસ્થામાં સ્થિર થઈ જાય છે. દ્વૈતનો અંત થતાં, આત્મબોધથી પ્રસન્ન થયેલો સાધક પાંચમી ભૂમિકામાં જઈને સુષુપ્ત દાન એટલે કે આનંદપ્રદ અવસ્થામાં પોતે સ્થિર થઈ જાય. તે બહિર્મુખી વ્યવહાર કરતો હોવા છતાં પણ હંમેશા અંતર્મુખી થયેલો રહે છે.
તે થાકેલો હોય, તે હંમેશા નિદ્રાતુર હોય કે "હમણાં ઊંઘી જવાનો છે" એવી સ્થિતિમાં ફર્યા કરતો દેખાય તમને. મતલબ, પુષ્કળ ઘેનમાં હોય એવું દેખાય.
અમે હમણાં વારાણસી ગયા હતા. ત્યાં આગળ પેલા લાહાડી મહાસાઈના ઘરે પણ ગયા હતા. એમની એક નાનકડી વાત: તે લાહિરી મહાશય વારાણસીની અંદર પોતે સાધનામાં પોતાને રત હતા. એ તો અવસ્થા પ્રાપ્ત કરી ચૂકેલા હતા. હવે એમને મળવા માટે ઘણા લોકો આવતા. તો સહજભાવે જે કોઈ આવે એ બધા બેસે અમુક સમય સુધી, પછી એ ચાલે છે. પછી કોઈક વખતે આમ અંદરથી ઈચ્છા થાય તો કોઈકને કંઈક કહે, અથવા કોઈક પૂછે તો એને કંઈક બતાવે, અથવા ના પણ બતાવે. માત્ર હસે જ કરે.
હસવું આવે, તમે પાંચમી ભૂમિકામાં પહોંચી જાવ પછી તમને હસું જ આવ્યા કરશે. બહુ જ હસવું આવશે. દરેક વસ્તુ પર હસું જ આવ્યા કરે કે "આ શું છે?" એટલે ખૂબ હાસ્ય સ્ફૂટે એટલું બધું. પણ એ હાસ્ય કેવું હોય? નિર્મળ અને નિર્દોષ હોય. કોઈની મજાક ઉડાવવા માટેની હસી આખી અલગ વસ્તુ છે. આનો ભેદ સમજવો બહુ જરૂરી છે. અને માણસ ઘણી વખત એના માટે ભૂલ, ફૂલ થાપ પણ ખાઈ બેસે.
પોતાની ભૂમિકાથી એ કોઈક બીજાને જોવાનું શરૂ કરે. ખરેખર એ જુદું એ કરીને હાસ્ય એને ઉત્પન્ન થયું હોય, પણ પેલી વ્યક્તિને એમ થાય કે "મને હસી કાઢ્યો." કારણ કે અહંકાર ઊભો છે એની ભૂમિકામાં. તો આની ભૂમિકામાં તો અહંકાર તો દૂર દૂર પણ નથી. કારણ કે ચોથી ભૂમિકામાં જ શરદ ઋતુના વાદળની જેમ ચિત્ત જતું રહ્યું. ચિત્ત ગયું એટલે અહંકાર ગયો ભાઈ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ચોકડી. એમાંથી એક ગયું એટલે બધું ગયું જ સમજી લો તમે.
પછી આના મનમાં કશું હોય નહીં, કોઈના માટે કશું ના હોય. તો એવા બેઠેલા. પછી ટપાલી હતો, બહુ સામાન્ય પોસ્ટમાં નોકરી કરે બિચારો. ત્યાં આવીને બેસે ભક્તિભાવથી, શ્રદ્ધાથી. બસ, એ જોયા કરે. પોતાની સ્થિતિ એવી હતી એટલે ઘરે ઘરે જઈને એને તો ડાક નાખવાની હોય, એટલે ખૂબ ફરવાનું થતું.
એ જમાનામાં સાયકલ એને બહુ મુશ્કેલીથી મળે. એટલી જેને કહેવાય કે ક્ષમતા જ ના હોય કે કોઈ સાયકલ ખરીદી શકે. ઇનફેક્ટ, એવી સ્થિતિ અમે 1970 સુધી તો જોયેલી છે કે ધેર વેર પીપલ કે જે લોકોને પાસે ઘરમાં સાયકલ સુદ્ધાં ના હોય. એટલે એ જમાનામાં, એટલે એ તો ઘણો આગળનો સમયની વાત હતી. તો એ ટપાલીને ચાલીને...
બધે ઘરઘર, બધે પોસ્ટ નાખવા જવું પડે તે વખતનું વારાણસી આજના જેટલું ભલે મોટું નહોતું, પણ તો પણ ઘણું મોટું સેન્ટર હતું. કારણ કે વન ઓફ ધ એન્શિયન્ટ સિટી છે વારાણસી, તો એટલે પહેલેથી સમૃદ્ધિ અને એ તો એ ટપાલી બધે ફરીને બધું એ થઈને આવ્યો હોય બિચારો. ખૂબ આટલો બધો થાકેલો હોવા છતાં પણ ત્યાં આગળ બેસે થોડોક સમય અને બસ ભક્તિભાવથી એ લાહિરી મહાશયને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે.
હવે મહાશયને એક વખતે બસ આમ અંદરથી આવ્યું, તેને બોલાવીને બેસાડ્યો કે, "આમ આવ." એટલે એ એમના પાસે આવ્યો. આવ્યા પછીથી એને સમજાવ્યું વિધિ બહુ સામાન્ય સહજ ભાવથી કે, "તારે બધી બહુ ધમાલ કરવાની જરૂર નથી. તું જ્યારે શ્વાસ લે છે ત્યારે અને જ્યારે છોડે છે ત્યારે 'સ' આનો ખ્યાલ રાખી અને શ્વાસ લીધા કરતા શું લેવાનો નથી. સહજભાવે જે આવે છે અને જાય છે એમાં આ અવાજ થાય છે એની પણ ધ્યાન રાખજે."
ટપાલી ત્યાં કરીને બેસી ગયો. પછી જોઈને આમાં બંધ રાખો આંખ કે ખુલ્લી રાખો, કંઈ ફરક નથી પડતો, પણ બંધ રાખો તો થોડી એકાગ્રતા વધારે થાય. એટલે પછી આમ કીધું એ પ્રમાણે એ ટપાલી ભાઈએ તો શરૂ કરી દીધું. હવે લીન થઈ ગયું એની અંદર સહજતા એકદમ બિલકુલ પહોંચી ગયું હતું, પણ એને ખબર નહોતી કશી. બહુ સામાન્ય શ્રદ્ધાળુ જેને કહેવાય ને એવા પ્રકાર. ઘણા ટાઈમ સુધી આવતો રહેતો. પછી એક સમય સ્થિતિ એની એવી થઈ કે પછી ક્યારેક ક્યારેક આવતો થયો, ક્યારેક જ આવે. બસ આમ એકદમ જાણે કે પેલો ધૂમકેતુ આવે છે એવી રીતે આવતો થઈ ગયો.
એ દિવસોની અંદર એક બીજા જાણકાર જેમ કે અભ્યાસુ વિદ્વાન હોય ને એમાંથી ઘણા લોકો આવતા હતા. એમાં એક બીજા ભાઈ આવવાનું શરૂ કર્યું. પછી એ ત્યાં બેઠા હતા. નિવેદન કર્યું, "પ્રભુ, કંઈક." "બેસ કે, બેસી જા શાંતિથી બેસ કે, શાંત થા પહેલા." તો આપણને સમજણ નથી પડતી હોતી. જો એટલે ઘણા લોકો પાસે આ રણમુક્તેશ્વરમાં જે બાપુ હતા, આઈ.જી. સાહેબના ગુરુ, એમનું એવું હતું. બસ એના પાસે જઈને તમારે શાંત થઈને બેસવાનું, બીજું કંઈ નહીં. એવી રીતના કશું કહેવાનું નહીં, બોલવાનું નહીં, કંઈ નહીં. થોડોક સમય બેસો, શાંત થઈ જાવ, પાછા જાવ. એનાથી શું થાય? તો કે, "બહુ થાય ભાઈ." પણ ખબર ના હોય આપણને.
તે પેલા ભાઈ છે ને તે રોજ આવે, બેસે, આવે, બેસે. પણ મનમાં ઉત્પાત, વલોપાત થયા કરે કે મને કંઈક કહે તો સારું. પણ આ તો બિલકુલ એકદમ મસ્ત મોલા. એટલે એ સ્થિતિમાં એ બેઠા બેઠા જોયા કરે પેલાને કે આ પેલો ચળવિચળ થઈ રહ્યો છે ખરો. બેઠો જ, પણ હજી એને સ્થિરતા નથી. એ કર્યા કરી. પછી બહુ સમય ગયો. ત્યાર પછીથી એને પાછું ફરી વખત લાહિરી મહાશયે કીધું, "ભાઈ, તું આવી રીતે શ્વાસ લેજે." તેણે થોડા દિવસ આવી રીતે અભ્યાસ કર્યો. પછી આવીને કહે છે, "પ્રભુ, મને હવે આગળનું કંઈક બીજું શીખવાડો ને." કહે છે, "બીજું કંઈક મને શીખવાડ ને."
હી ફેઈલ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એને જે કંઈ એમને આપી દીધેલું હતું એટલું બધું ગ્રેસ પૂર્વક આપી દીધું હતું કે એટલું માત્ર કર્યા કરવાથી જ એ પાર પામી જવાનો હતો. પણ કે, "મને આગળનું કંઈક શીખવાડ, બીજું કંઈ શીખવાડ, ત્રીજું કંઈ શીખવાડ." તો આ બધી વસ્તુઓ પણ એક જાતની જંખના છે, દોડ છે. દરેક વસ્તુ દરેક જગ્યાએથી તમને છે ને છેવટે તો પરબ્રહ્મ પરમાત્મા સુધી જ પહોંચાડી દેવા માટે બધું થયેલું. કોઈપણ વિધિ, કોઈ પણ ક્રિયા, કોઈ પણ ટેકનિક, કશું પણ, કોઈ ભેદ નથી. પરબ્રહ્મમાં ભેદ ના હોય. આ બધા એના વિવિધ સ્વરૂપો. આદિત્યની કૃપાથી આપણે આ બધું જોવા દ્રષ્ટિમાન થાય છે અને આપણે શક્ય બને છે. આપણે જોતા હોઈએ તો રૂપ નથી જોતા, આપણે વાસ્તવમાં પરબ્રહ્મને જોઈએ છીએ. બટ વી ફેઈલ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. એનું કારણ અજ્ઞાન છે.
આજ જેવું જ્ઞાન પ્રગટ થશે એટલે બધું આ સૃષ્ટિ દેખાશે જ નહીં. કીધું ને પાંચમી ભૂમિકામાં તો સૃષ્ટિ દેખાવાની બંધ થઈ જશે. સ્વપ્નું પછી શું? અને પછી તો એ પણ નહીં. "શરદ ઋતુનું વાદળ ગયું" કહે છે, "ચિત્ત ગયું." એટલે તો ચિત્ત ગયું એટલે મન ગયું, બુદ્ધિ ગઈ, અહંકાર ગયો. પછી એ કોઈની વકીલાત ના કરે, પોતાની પણ નહીં. અહંકારની વકીલાત કરતી હોય એનું નામ બુદ્ધિ. અહંકારની વકીલાત કરતી હોય એનું નામ બુદ્ધિ. અને પાછી વગર વળતરે કર્યા કરે. અહંકાર એને પગાર ના ચૂકવે, એને કન્સલટેશન ફી બી ના આપે, તોય બુદ્ધિ એનું કામ કર્યા કરે. આ વિચિત્રતા કે હવે આ બધું ગાયબ. ચોથી પાંચમી ભૂમિકાની અંદર પતી ગયો.
તો આ ભાઈ આવીને પછી મહાશયને કહે છે કે, "બીજું આગળનું કંઈ શીખવાડ." ઘણો સમય ગયો. મહાશય કંઈ બોલે નહીં, કશું નહીં. આગળ ચાલ્યું, ચાલ્યું, ચાલ્યું. ઘણા દિવસો થયા. પાછા ફરી જઈને નિવેદન કર્યું. એટલે મહાશય પછી શું કર્યું? લાહિરી મહાશયે કીધું એક જણને કે, "પેલા ટપાલીને બોલાઈ લાવો કે, ખોળી લાવો કે, ક્યાંક હશે." તો પેલો તો તહીંને પડેલો. એને લાવવો પડ્યો. બેસાડ્યો એને. પછી એને પૂછે છે, "તારે બીજું કંઈ શીખવું છે?" તો કહે છે, "મહારાજ, આ તમે જે શીખવાડ્યું છે તે મારે બંધ જ નથી થતું." કહે છે, "મારે બંધ જ નથી થતું." માને આ એવું કંઈક થઈ ગયું છે નિરંતરતા. એના લીધે મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું બે પગ ઉપર સીધો ચાલી નથી શકતો. આમ લથડિયા, અડબળિયા ખાતો હોય એવી રીતે હું ચાલું છું. અને હવે મારે નોકરીને થોડા દાડા બાકી છે. તો કે, "કૃપા મારી પર એટલી જ કરો કે આ હું નોકરી પૂરી કરી શકું કાં તો મારી નોકરી પૂરી થઈ જાય.
બાકી હું બહુ આનંદમાં. મને બધું મળી ગયું. મારે કંઈ કરવું નથી, આગળ કંઈ શીખવું નથી."
પેલાને કહે, "જો આ શું કહે છે?" પેલાને શંકા ઊભી થઈ કે આનાથી તો કંઈક થતું હશે, આગળ કંઈક બીજું હશે, આગળ કંઈક બીજું હશે. કેટલા લોકો આજે ભમે છે અધ્યાત્મની અંદર આવું શોધવા માટે! કેટલી ભયંકર મોટી ભૂલ થઈ રહી છે ને બધાને! સમજાતું નથી હજી. જે સાધન એમણે પકડ્યું છે એના ઉપર પણ શ્રદ્ધા. બસ તો એને પછી કીધું કે, "જે રીતે આ કરે છે ને એ રીતે તું કરીશ ને તો તારે કશાની જરૂર નહીં પડે. તું પૂર્ણતા."
પામી જ ચૂક્યો છે, પછી તારે ખાલી તને અનુભવ કરવાનો છે કે હું પૂર્ણ છું." સ્વામી આટલું એને કીધું. આ વાત અહીં પૂરી થઈ. એટલે દ્વૈતનો અંત થતાં આત્મબોધથી પ્રસન્ન થયેલો સાધક પાંચમી ભૂમિકામાં જઈને સુષુપ્ત દાન એટલે કે આનંદપ્રદ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. પછી એ સદા એ આનંદમાં જ હોય. કોઈપણ વસ્તુ એને શોકમગ્ન બનાવી શકતી નથી. એ બહિર્મુખ વ્યવહાર કરતો હોવા છતાં પણ હંમેશા અંતર્મુખ જ રહે છે. આમ અંદરથી જ આમ બહાર વાત કરતો દેખાય, પણ વાસ્તવમાં એ ધ્યાન એનું અંદર જ હોય. એ થાકેલો હોય એવો નિદ્રાતુર જેવો દેખાય. આ ભૂમિકામાં કુશળતા મેળવતો વાસનાવિહીન થઈને તે સાધક ક્રમશઃ તુર્ય નામની છઠ્ઠી ભૂમિકામાં પ્રવેશ કરી જાય. તો પહેલા જે ટપાલીભાઈની સ્થિતિ હતી, તુર્યની અંદર પ્રવેશના પહેલાની સ્થિતિમાં એ પહોંચી ગયેલા હતા. આટલી સામાન્ય સહજ જે આપણને લાગતી આ બાબત છે, પણ એ સામાન્ય નથી.
પરબ્રહ્મ જે કાંઈ છે, જે કંઈ આ બધું કર્યું છે, એ બધું શું છે? અસામાન્ય છે બધું. એટલે વિશિષ્ટ છે બધું. એક કે એક તો એ તુર્ય નામની છઠ્ઠી ભૂમિકામાં પછી આગળ ઉપર પ્રવેશ કરશે.
તો એ જે ટપાલી ભાઈ હતા, પછી તુરિયામાં ગયા, તુરિયાતીતમાં ગયા અને મહાશયની મોજુદગીની અંદર એ પોતે નિર્વાણ પામ્યા. જીવનમુક્ત સ્થિતિની અંદર જઈને આ આપણા બધાના સાથે આ શક્યતા તો ઉભેલી જ છે. જ્યાં સત-અસતનો અભાવ છે. સત પણ નહીં, અસત પણ નહીં. અહંકાર અને અનઅહંકાર પણ નથી હોતું. અહંકાર છે એવું એને એહસાસ પણ ના હોય કે અહંકાર નથી એવું પણ ના હોય એને. એવી સ્થિતિ વિશુદ્ધ અદ્વૈત સ્થિતિમાં મનનાત્મક વૃત્તિથી રહિત હોવાના કારણે તે અત્યંત નિર્ભયતાને પ્રાપ્ત કરે. સવારે શું વાત કરી હતી? ત્રણ વસ્તુઓ કઈ? ભૂખ, ભીખ અને ભય. આ છઠ્ઠી ભૂમિકાની અંદર, પાંચમી ભૂમિકાની અંદર નિર્ભય થઈ જાય માણસ. ભૂખ, ભીખ અને ભય બધું જતું રહ્યું હોય એટલે નિર્ભયતાને એ પ્રાપ્ત કરી લે છે. વિશુદ્ધ અદ્વય સ્થિતિમાં એ પહોંચી ગયો હોય. હૃદયની ગ્રંથિઓ બધી ખુલી જવાથી સંશય રહેતો નથી.
બધા સંશયો છેદાઈ ગયા હોય. "સંશયાત્મા વિનશ્યતિ." અહીંયા એ સંશયાત્મા નથી. એ તો શરૂઆત્મા બની ચૂક્યો કહેવાય છે. તો જેનો સંશય ગયો, શરૂઆત્મા બન્યો. જેનો સંશય ગયો, એ શરૂઆત્મા બન્યો. એની સ્થિતિ નિર્વાણ પદને પ્રાપ્ત થયેલા સાધક જેવી થઈ જાય છે. છઠ્ઠી ભૂમિકામાં તે વખતે સ્થિર દીપકની જેમ નિશ્ચલ રહે છે. છઠ્ઠી ભૂમિકા પછી તે સાતમી ભૂમિકાની સ્થિતિએ પહોંચે છે અને વિદેહમુક્તની સ્થિતિને સાતમી ભૂમિકા કહેવામાં આવી છે. દેહ હોવા છતાં પણ દેહનો કોઈ એહસાસ સુદ્ધાં ના હોય. વિદેહમુક્ત. આ ભૂમિકા પરમ શાંતિની છે તથા વાણીથી અગમ્ય છે. એટલે સાતમી ભૂમિકા વિશે ક્યાંય કોઈ જગ્યાએ તમને કોઈ લખાણ પણ મળશે નહીં કે કોઈ એને વર્ણવી પણ શકશે. અવર્ણનીય છે સાતમી ભૂમિકા. એ બધી ભૂમિકાઓની સીમારૂપ છે. લાસ્ટ બેરિયર જેને કહેવાય ને, ક્રોસ કરે એટલે સીધો સાતમાની અંદર એવી રીતના હોય છે.
અને પછી તો કે બસ અનંત બ્રહ્મની જ વાત. એની મુસાફરી જેને કહેવાય, એનો ત્યાં અંત આવે. ત્યાં બધી જ યોગની ભૂમિકાઓ સમાપ્ત થઈ જાય. લોકાચાર, દેહાચાર અને શાસ્ત્રનું અનુગમન છોડી દઈને બધા અધ્યાસનો નાશ થઈ જાય છે. એને કોઈપણ પ્રકારનો અધ્યાસ રહેતો જ નથી. એટલે કોઈ ભાસ્યમાન પરિણામો એનામાં હોતા નથી. એ સ્વયં સ્પષ્ટ પરબ્રહ્મ પરમાત્માનો જ નિરંતર અનુભવ કર્યા જ કરતો હોય, કર્યા જ કરતો કરે. જય મહારાજ કી જય. વિશ્વ, પ્રાજ્ઞ અને તેજસના રૂપમાં આ સઘળું વિશ્વ જે છે, તે ઓમકાર સ્વરૂપ જ છે. વાચ્ય અને વાચકમાં અભેદ થાય છે. કાલે બતાવ્યું હતું ને કેવી રીતે? "ૐ". પ્રેમથી, સન્માનપૂર્વક આ ઓમકાર કરો. દિવસ-રાત કરો. જેટલા થાય એટલા કરો. પોતાની ક્ષમતા અનુસાર કરો. એમાં લીન થઈ જાવ. એટલે વાચ્ય અને વાચક જે ઉચ્ચારણ થઈ રહ્યું છે તે અને એ જે કોઈ એને સાંભળે છે, આ બધું એક થઈ જશે.
સ્થિતિ તો તમને એક ઓમકાર માત્રથી આવી શકે છે. એક જ વખત ઓમકારનું ઉચ્ચારણ અને બ્રહ્મમાં છલાંગ લગાવો. તો આ સઘળું વિશ્વ ઓમકાર સ્વરૂપ છે. એટલે વાચ્ય અને વાચક અભેદ થાય છે. એને ક્રમશઃ જાણો કે પ્રણવની પ્રથમ માત્રા જે છે, 'અ' એ વિશ્વ છે. જે થાય છે તે તેજસ છે. એ પ્રાજ્ઞ રૂપ છે. સમાધિ પહેલા ખાસ અભ્યાસપૂર્વક આ અંગે ચિંતન-મનન કરીને સ્થૂળ-સૂક્ષ્મથી ક્રમશઃ બધું ચિદાત્મામાં વિલીન કરતા જવાનું. ચિદાત્માના સ્વસ્વરૂપને સ્વીકારીને એવો દૃઢ વિશ્વાસ કરવાનો કે હું જ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સત્તાપ, અદ્વિતીય, પરમાનંદ, સંદોહરૂપ અને વાસુદેવ પ્રણવ ઓમકાર હું જ છું. આમ તો આદિ, મધ્ય અને અંતમાં આ સમગ્ર પ્રપંચ દુઃખ આપનારો જ છે. વાસ્તવમાં આદિમાં છે નહીં, અંતમાં છે નહીં, મધ્યમાં જણાય છે. તો આ પ્રપંચ છે એ સંસાર છે. સંસાર છે એ પ્રપંચ છે.
આટલો અંદર એહસાસ ઊભો થવા માંડે. માણસ એનાથી છૂટો પડવા માટે પછી જે સંસારની ચોંટ હોય ને, એમાંથી એ ઉખડવા માંડે છે ધીમે ધીમે.
તાળી પાડેલ. "તેથી હે નિષ્પાપ!" જો સંબંધ કેટલો સુંદર કરે છે. સૂર્યનારાયણ કોને કરે છે? સાંકૃત મુનિને કરે છે. ભગવાન સાંકૃતિને કરે છે. "હે નિષ્પાપ!" પોતાની જ્ઞાનદૃષ્ટિથી એને એ શું કહે છે? "હે નિષ્પાપ!" એટલે પેલો એક ક્ષણે નિષ્પાપ થઈ ગયો. સંબોધનનો આટલો બધો પાવર હોય છે. "હે નિષ્પાપ!" બસ પૂરું થઈ ગયું. "હે નિષ્પાપ! બધાનો ત્યાગ કરી તત્વનિષ્ઠ બન. તત્વમાં નિષ્ઠાઓ રાખ કે પરમ તત્વ શ્રેષ્ઠ તત્વ છે. એનાથી ઉપર કાંઈ નથી. એનાથી બીજું કંઈ નથી. એનાથી પર કંઈ નથી અને બીજું કંઈ નથી. જે કંઈ છે એ બધું પરમ તત્વ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. બસ આ નિષ્ઠાપૂર્વક તું ગ્રહણ કરી લે, સ્વીકાર કરી લે. બસ હું અજ્ઞાનરૂપી અંધકારથી પર, બધા પ્રકારના આભાસોથી રહિત, આનંદરૂપ, મળ રહિત, શુદ્ધ મન અને વાણીથી પણ અગોચર, પ્રજ્ઞાન ઘન આનંદ સ્વરૂપ."
"બ્રહ્મ છું હું, બ્રહ્મ છું હું, બ્રહ્મ છું હું, બ્રહ્મ છું હું" એવી ભાવના કરો. આ ઉપનિષદનું રહસ્યમય વિદ્યા આજ છે.
"ઓ ૐ સહનાભવતુ સહન ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીના વદિતમસ્તુ મા વિદવિષાવહે." "આત્મલાભ!" "વાહ! અદભુત સંયોગ!" "જો, ધર્મ મેઘ આવી ગયો, વરસી રહ્યો." "ઓમ ઓમ ઓમ."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.