યથાર્થ ગીતા સાર — ૨૨
૧૩મો અધ્યાય તો બહુ અગત્યનો છે, ભાઈ. અહીંયા મને કહે છે, ૧૩મો અધ્યાય જે છે એ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ યોગ વિશેની વાત છે. ક્ષેત્ર એટલે પ્લેસ (જગ્યા) અને ક્ષેત્રજ્ઞ એટલે એક જગ્યાનો જ્ઞાતા. અહીં વાત આવે છે પ્લેસલેસ પ્લેસની, એટલે ક્ષેત્ર એટલે ક્ષેત્રનો જાણકાર, જ્ઞાતા, જ્ઞેયની વાત છે. હવે આ ૧૩મા અધ્યાયમાં શ્રી ભગવાન ઉવાચ: "હે કૌંતેય! આ શરીર જ એક ક્ષેત્ર છે." એટલે એને એક પ્લોટ સમજવાનો છે, બીજું કંઈ ના સમજતો. શું સમજજે? "આ એક પ્લોટ સમજજે તું." અને એને જે સારી રીતે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે, એ એનો જાણકાર છે. ક્ષેત્રજ્ઞ કહેવાય ક્ષેત્ર છે પહેલું અને એનો જાણકાર એ ક્ષેત્રજ્ઞ. હવે બહુ મોટી વાત કરવી, તે એમાં ફસાયો નથી પરંતુ એનો સંચાલક છે. શું છે? એ ક્ષેત્રમાં ફસાયેલો નથી, ગૂંચવાયેલો નથી, કોકડામાં ઘૂસેલો નથી; એ તો એનો માલિક છે, ઓનર છે.
આવું તે તત્વને જાણનારા મહાપુરુષોએ કહ્યું છે, એ એનો સંચાલક છે, સંચાલન કરે છે એવો છે. કોનું? ક્ષેત્રનું મેનેજમેન્ટ કરે છે, એવો સંચાલક છે. શરીર તો એક જ છે, વળી એમાં પાછું ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એવા બે ક્ષેત્રો ક્યાંથી આવ્યા? શરૂઆતમાં જ એવું બોલે છે: "ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે..." એવી રીતના કરીને શરૂઆત કરી હતી. હકીકતમાં એક જ શરીરના અંતરાલમાં, અંદર અંતઃકરણની બે પ્રવૃત્તિઓ છે જે પુરાતન છે, આગે સે ચલી આઈ હૈ, એવું કહે છે. પુરાતન એક તો પરમ ધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી પુણ્યમય પ્રવૃત્તિ, કે જે દૈવી સંપત્તિ છે; અને બીજી આસુરી સંપત્તિ, એનું દૂષિત દ્રષ્ટિકોણથી ગઠન થયા રાખે છે અને થયું છે, તે નશ્વર સંસારમાં વિશ્વાસ અપાવે છે. ઈશ્વરમાંથી સંસાર તમારો વિશ્વાસ તોડાવે છે, નશ્વર સંસારમાં તમને વિશ્વાસ અપાવે અને ઈશ્વરમાં જે વિશ્વાસ હતો તે તોડાવે છે.
જ્યારે આસુરી સંપત્તિ વધી જાય છે, ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. કુરુ કુરુ કર્યા જ કર કે તું અત્યારે જો બરાબર ચાલ્યું છે ને? કુરુ કુરુ સવાર-સાંજ ઊઠતા ને બધા કુરુ થઈ ગયા છે, એકે પાંડવ મળતો નથી, પતતો જ નથી એમ. પછી પેલા એની ઉપર વિડીયો આવ્યા કરે, પાંડવો આવવાના છે ૨૦૨૭માં આવવાના છે, પછી કહે ના ના, ૩૨માં આવવાના છે. હવે તો બધા ખોળવા નીકળી પડે છે ને એમને કંઈક મળ્યા હોય એવા ફોટા ને બધું કંઈક કાઢી કાઢી મૂકે છે બધા. એટલું બધું આવી જાતનુંય કુરુ કુરુ કર્યા કરે, એટલું બધું કુરુ, બહુ કુરુ એમ! એટલે આ શરીર જે છે, તેની અંદર જ આ કુરુક્ષેત્ર ચાલતું થઈ જાય છે, પછી જે અત્યારે બધાની અંદર તમને બિલકુલ તાદ્રશ જોવા મળશે. જો આમ થોડુંક જરાક જોશો તો તમારી અંદર જ તમને તમારું કુરુક્ષેત્ર પણ જણાશે, તમારું ધર્મક્ષેત્ર પણ તમને જણાશે અને બંને શરીરના અંતઃકરણના અંતરાલની અંદર થતી, એક જ જગ્યાએ થતી પ્રવૃત્તિ છે.
એટલે તમે જોશો કે જે કુરુક્ષેત્ર છે, એ જ એક દિવસે ધર્મક્ષેત્ર બની ગયું હોય છે. કુરુઓનો નાશ થાય એટલે ધર્મક્ષેત્ર, પણ જો ધર્મનો નાશ થાય તો કુરુઓ બળવાન બની જાય છે. તો એ જગ્યા કઈ? તમારી અંદર છે, એને ખોળો. પ્લેસલેસ પ્લેસમાં જ આ બધું તોફાન તમને જોવા મળશે, એની બહાર તો કશું છે જ નહીં. વ્યાસની બહાર કોઈ જાય? ના જાય, કોઈથી જવાય જ નહીં, એટલા માટે તો વ્યાસ છે. એટલે કહે છે કે શરીરના અંતરાલમાં આ દૈવી સંપત્તિ જ્યારે વધી જાય ત્યારે એ ધર્મક્ષેત્ર છે, એટલે આવો બધો ચઢાવ-ઉતાર એકધારો ચાલ્યા જ કરે છે. "યુગે યુગે સંભવામી..." ચાલ્યા જ કરે છે. હવે શું છે? તત્વદર્શી મહાપુરુષના સાનિધ્યમાં આપણને મળી ગયા તત્વદર્શી. હવે જ્યારે કોઈ અનન્ય ભક્તિ દ્વારા લાગેલો છે બરાબર, દાદા ભગવાનના અસીમ જય જયકારની બૂમો નથી પાડતો પણ અંદર ચાલે છે, એને એવી ભજન ભક્તિ કે એને કીર્તન ભક્તિ કીધી.
અને ૨૪ કલાકનો મતલબ હતો નિરંતર. ૨૪ કલાકનો મતલબ શું હતો? નિરંતર કરવા. ૨૪ કલાક, ૨૬ કલાક, ૭૨ કલાક એવું બધું નહોતું, એવું પણ નહોતું અને આ આ કીર્તન ભક્તિ પૂરી થઈ ગઈ? ના થાય પૂરી તારી કોઈ દાડો કીર્તન ભક્તિ. જ્યાં સુધી તું પરમાત્મા સ્વરૂપની અંદર પ્રવેશ પામીને તદરૂપ નથી બન્યો, ત્યાં સુધી તારી કીર્તન ભક્તિ બંધ થઈ ના જાય, એનું તું ધ્યાન રાખ ભાઈ. તું તને જગાડું છું, હવે જાગી જજે. એટલે તત્વદર્શી મહાપુરુષના સાનિધ્યમાં જ્યારે કોઈ અનન્ય ભક્તિ દ્વારા આરાધનામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે બંને પ્રવૃત્તિઓમાં નિર્ણાયક યુદ્ધના મંડાણ શરૂ થઈ જાય. તત્વદર્શી આવ્યો એટલે પછી આ ચાલુ થઈ જશે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ત્યાં સુધી કશું ખબર જ ના હોય, બધું કુરુક્ષેત્ર છે કે શું છે, એ જ ખબર ના હોય એવી રીતે જીવતા હોય. હવે નિર્ણાયક યુદ્ધ શરૂ થઈ ગયું, ક્રમશઃ શું થશે?
દૈવી સંપત્તિની ઉન્નતિ થવા માંડશે, બળ આવશે. દૈવી સંપત્તિ ઇન્દ્રિયો જે છે એનો સમન થશે એટલે બળ આવશે. બળ ક્યાંથી? તો કે જે તમને નિર્બળ બનાવે છે એવી નિરર્થક પ્રવૃત્તિઓ ઉપર તમે જેવો રોક લગાવશો, એટલે તમારામાં બળ આવવા માંડશે. આંખોથી ૭૦ ટકા આપણે તે દાડે હિસાબ કાઢ્યો હતો, ખબર છે ને તમને? અને કાનથી ૧૨ ટકા અને બાકીના બીજા બધા ૩ થી ૭ થી ૮ ટકા, આ બધો લોસ થઈ રહ્યો છે. એનર્જી લોસીસ બધા આપેલા એ હોય છે ને તમારે, ટ્રાન્સમિશન લોસના નામે અમુક રૂપિયા આપણા પાસેથી લઈ લે છે, ખબર છે તમને? તમારું લાઈટ બિલ જોજો, હા, ટ્રાન્સમિશન લોસ. એમના ગ્રીડમાંથી અહીંથી તહીં સુધી જવામાં જે પેલા ૧૦૦ જવાના હતા, તેને બદલે ૮૦ જ ગયા, તો ૨૦ વચ્ચે ક્યાંક ઉતરી ગયા. ક્યાં ગયા? કંઈ ખબર ના પડી, શું થયું એનો કોઈ હિસાબ-પત્તો મળતો નથી. કોના માથે નાખવા?
તો કે બધાને માથે સરખે ભાગે નાખી દો, એટલે બધા ગ્રાહકોને આવી જાય ટ્રાન્સમિશન લોસના પૈસા, એવી રીતે થાય છે. એટલે કહે છે કે ક્રમશઃ દૈવી સંપત્તિની ઉન્નતિ થાય અને આસુરી સંપત્તિનું સમન થતું જાય છે. યુદ્ધ ચાલે બરાબરનું, જબરજસ્ત થાય, અંતે પછી આ જ થવાનું છે, એમણે ફાઇનલ રિઝલ્ટની વાત કરી. પરંતુ આસુરી સંપત્તિના સમગ્રત સમન પછી, દર્શન થવાની સાથે જ પરમના દિગદર્શનની અવસ્થા આવે છે. પછી પરમનું દિગદર્શન શરૂ થઈ જાય, દર્શન થવાની સાથે જ દૈવી સંપત્તિની આવશ્યકતા પણ સમાપ્ત થઈ જાય છે. એટલે પછી બધા પાંડવોને હેમાળો ગાળવા જવું પડે છે. શું કામ? તો કે મહાભારત પૂરું થઈ ગયું ભાઈ, હવે તારે શું કામ છે? જાઓ બધા પોતપોતાને, તેથી તે પણ પરમાત્મામાં સ્વતઃ વિલીન થઈ જાય છે. એ બધા એક પછી એક પડતા ગયા, પડતા ગયા, બતાવ્યું છે ને? ભજનિક પરમાત્મામાં પ્રવેશ પામે.
ભજનિક જે છે, ભજન કરનારો, વ્યક્તિ નથી, આ વૃત્તિની વાત છે. ભગવત વૃત્તિ જે છે એ ભજનિક, અહીં માણસની વાત નથી. એ પહોંચે છે ત્યાં આગળે, પરમાત્મામાં પ્રવેશ પામે. અગાઉ અર્જુને વિશ્વરૂપ દર્શનમાં જોયું કે કૌરવો તેમજ પાંડવોના પક્ષના યોદ્ધાઓ પણ યોગેશ્વરમાં જ વિલીન થઈ રહ્યા છે. આ બધું થઈ ગયા પછી, વિલય થયા પછી પુરુષનું જે સ્વરૂપ બાકી રહે છે તે જ ક્ષેત્રજ્ઞ છે. હવે આગળ: "હે અર્જુન! તું બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ મને જ જાણ, કારણ કે હું જ જ્ઞાતા છું, સર્વજ્ઞ છું હું તો." એટલે હું ક્ષેત્રજ્ઞ હું છું, એટલે શ્રીકૃષ્ણ કહે છે કે હું ક્ષેત્રજ્ઞ છું. આવી રીતે જેવો ક્ષેત્રને જાણી લે છે, તે સર્વક્ષેત્રજ્ઞ છે. તમે આ જાણી લીધું, તમે ક્ષેત્રજ્ઞ થયા, સમજાયું? ફરી કહું, આગળ કહે છે કે બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ મને જ જાણ, મને એટલે કોને?
પરબ્રહ્મને જાણ એમ કીધું, ઓકે? એટલે શ્રીકૃષ્ણ કહે છે કે હું પણ ક્ષેત્રજ્ઞ છું, એનો મતલબ હું પરબ્રહ્મ સાથે એકરૂપ છું. એવી રીતે જેવો ક્ષેત્રને જાણી લે છે કે હું ક્ષેત્રજ્ઞ છું અને આ ક્ષેત્ર છે, તેવો સર્વક્ષેત્રજ્ઞ છે; છૂટો પડી જશે તરત જ. એનો અર્થ એ થયો કે "આ દેહ હું નથી." એ જે બોલે છે ને, એ કોણ છે? છૂટો પડી ગયો તરત, "હું નથી" એમ બોલે છે ને, એ ક્ષેત્રજ્ઞ. આવી રીતે શ્રીકૃષ્ણ સ્વયં એક યોગેશ્વર જ હતા. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે વિકાર સહિત સમગ્ર પ્રકૃતિ અને તેને પુરુષને તત્વથી જાણવું એ જ્ઞાન છે. ક્ષેત્ર એટલે શું? તો કે વિકાર સહિત સમગ્ર પ્રકૃતિ જે છે તેને ક્ષેત્ર તરીકે જાણો. અને પુરુષ એટલે શું? તો કે તત્વથી તેને તમે જાણો છો કે આ પ્રકૃતિ છે, એ જ્ઞાન છે. "આ પ્રકૃતિ છે, હું નથી." છૂટી પડી ગઈ હતી આ પ્રકૃતિ તમારાથી, તમે એમ કહી દીધું કે "આ હું નથી" એમ, "હું તો પુરુષ છું, આ નારી છે, અબળા છે, પ્રકૃતિ છે, ઢીલી પોતી છે." પણ તોય કોક દાડો એવી ચડી બેસે છે કે ના પૂછવાની વાત, ભૂકા ભૂકા કાઢી નાખે!
એટલે પેલું નાટક કાઢ્યું હતું, 'બૈરી વિપરે ત્યારે'. જ્ઞાન છે તે શું છે? તત્વથી જાણી લેવું કે આ પ્રકૃતિ છે અને હું પુરુષ છું, તત્વ વડે જાણવાનું એને જ્ઞાન કહેવાય છે. સાક્ષાત્કાર સહિતની જાણકારીનું નામ જ્ઞાન છે, આને સાક્ષાત્કાર કહેવાય. વાણી વિલાસ અને વ્યર્થ કોરી ચર્ચાઓ જ્ઞાન માટે આવશ્યક નથી. તે ક્ષેત્ર જેવું છે જે વિકારો વાળું છે તથા જે કારણે થયું છે અને જે ક્ષેત્રજ્ઞ જેવા પ્રભાવવાળો છે, તે તું હવે સંક્ષેપમાં સાંભળ. આગળ વાત કરે છે થોડું વધારે ડીટેલિંગ કરવું, તને બરાબર બ્રીફિંગ બરાબર કરવું પડે ને, એટલે કરી દીધું. "અમને આજ હું તને કહું છું એવું નથી, ઋષિઓ પણ આજ કહે છે." એટલે બધા ઉપનિષદનો હવાલો અહીંયા આગળે એમને આપી દીધો કે હું એકલો જ આ કહું છું એવું નથી, ભલે હું યોગેશ્વર છું અને હું આ કહું છું તને, પણ એવું નથી કે આ બધા ઋષિઓ પણ એ જ કહી રહ્યા છે.
હવે આગળ કહે છે, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ઋષિઓએ અનેક પ્રકારે ગાયેલું છે ઉપનિષદની અંદર, વેદોમાં વિવિધ પ્રકારે, વેદોના મંત્ર દ્વારા વિભાજિત કરીને પણ કહેવામાં આવ્યું છે, યુક્તિયુક્ત એવા બ્રહ્મસૂત્રના વાક્યો દ્વારા પણ એ કહેવાયેલું છે. જે આ વેદાંત મહર્ષિઓ અને બ્રહ્મસૂત્ર અને હું, બધા એક જ વાત કરી રહ્યા છે, અહીંયા સમગ્રતાની વાત કરી કે અમે બધા એક જ વાત કરીએ છીએ અને આ અમે જાણીએ છીએ એટલે અમે તને કહીએ છીએ, એ ભગવાને અહીંયા કહી દીધું કે હું એકલો જ કહું છું એવું જો તને થતું હોય તો એવું નથી. કહે છે કે ખાલી હું કહું છું ને સાવ નિરાધાર પણ કહું છું એવું નથી, જો અહીં બધે કહેલું છે, આ બધાને ખબર જ છે. હવે તું જાણ કે તને ભલે અત્યાર સુધી ખબર નહોતી, પણ આ બધું અહીં પડેલું જ છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન અહીં બધે પડેલું છે, એ તું જાણી લે.
શું આ શરીર એટલે કે ક્ષેત્ર જેટલું દેખાય છે એટલું જ છે? પ્રશ્ન આવ્યો, તને શું લાગે? આ દેખાય છે એટલું જ શરીર છે કંઈ તારું? એટલું જ તારું ક્ષેત્ર છે? તારું કાર્યક્ષેત્ર કેટલું છે? આ શરીર જો એ ક્ષેત્ર છે, શરીર વડે જ તું બધું કરે છે ને, તો શરીર એ તારું કરણ છે, ઇન્દ્રિયો તારા ઉપકરણ છે. હવે તું મને કહે કે તારું શરીર કેટલું છે, તારું ક્ષેત્ર કેટલું છે? આગળ કહે છે કે અર્જુન સાંભળો: પાંચ મહાભૂત (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ), અહંકાર, બુદ્ધિ અને ચિત્ત આ જે એ તથા ૧૦ ઇન્દ્રિયો (એટલે આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, ઉપસ્થ, ગુદા અને વાંચા), ઉપરાંત એક મન, હવે પાછું પાંચ ઇન્દ્રિયોના વિષયો (એટલે પાંચ તનમાત્રાઓ: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ) તથા ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ આ બધાયનો સમૂહ એ સ્થૂળ દેહનો આ પિંડ ચૈતના અને ધૈર્ય, આ રીતે ક્ષેત્ર વિકારો સહિત સંક્ષેપમાં કહ્યું તે તેનું સ્વરૂપ છે.
આટલું તારું ક્ષેત્ર છે એમ કહી દીધું. હવે આ જેટલે દૂર સુધી તારું ક્ષેત્ર, તારું ચિત્ત જઈ શકે છે તે તારું ક્ષેત્ર છે અને ગયું અને પાછું આવ્યું એ તેં જોયું, જો તો તું એનો ક્ષેત્રજ્ઞ થઈ ગયો. આ બધામાં તને ખબર પડવી જોઈએ, તું તો સંચાલક છું, આ બધાનો તારા લીધે તો આ બધું કરી રહ્યા છે એ લોકો. તું છું એટલા માટે કરે, બીકોઝ યુ આર ધેર. આમાંથી એકેયની પહોંચ નથી કે ઇન્ડીવિજ્યુલી એ આ બધું ચલાવી શકે, આ તો સંમિલનથી ચાલી રહ્યું છે બધું, શંભુ મેળો થઈ ગયો છે આ બધાનો. કેટલી વસ્તુઓ ભેગી કરી? પાંચ તત્વો, પાંચ તનમાત્રાઓ, શું આપણે આપેલામાં લખેલું જ હતું આ વસ્તુઓ, પાંચ તનમાત્રાઓ, પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર, આટલું બધું તોફાન ભેગું કર્યું છે તે અને પછી પાછી એની તન્માત્રાઓ, એ ઉપરાંત પાછી ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ; એટલે ઈચ્છા અને દ્વેષ એટલે રાગ અને દ્વેષ એમ.
તમને ઈચ્છા શેની થાય? રાગની, જે વસ્તુ તમને ગમી જાય એની ઈચ્છા થાય છે તો એ રાગ છે. એટલે ઈચ્છા અને દ્વેષ એટલે રાગ-દ્વેષ, સુખ અને દુઃખ, તો આ તો તમારી અનુભૂતિ છે, લાઈક અને ડિસલાઈક. અત્યારે તો બસ લાઈક જ કર્યા કરવાનું એમ કહે છે, ડિસલાઈક કોઈને નહીં કરવાનું, નહિતર બધાનો સમૂહ પછી એવું થાય નહિતર કે એ છે ને તો એના સર્કલમાં કહી દે કે આની બધી પોસ્ટમાં ડિસલાઈક કરો, એટલે પાછું આવે તોફાન બધું. એવો અજંપો પેદા થઈ જાય કે અરરર મને આટલા ડિસલાઈક મળ્યા આજે! આજે આને તો કંઈ જીવન કહેવાતું હશે? બોલો, શેના માટે આ બધું કરી રહ્યા? અહીં ચિત્ત જે છે તે પરાપ્રકૃતિ છે, અહીં મૂળ પ્રકૃતિ પર પ્રકાશ પાડ્યો છે જેમાં પરાપ્રકૃતિ પણ સંમિલિત છે. ઉપયુક્ત જે આઠ કીધા એ અષ્ટતા મૂળ પ્રકૃતિ છે, જે આઠ છે તે મૂળ પ્રકૃતિ અને આ બધી ૧૦ ઇન્દ્રિયો આ તે બધું થાય છે તે બધું ભેગું થઈને તમારું પાછું ક્ષેત્ર બની જાય છે, એવી રીતના વાત.
આ રીતે ક્ષેત્ર વિકારો સહિત સંક્ષેપમાં કહ્યું તે તેનું સ્વરૂપ છે, "આ તું છે" એમ કહે છે. તારું ક્ષેત્ર, એમાં વાવેલું બીજ સારા અને ખરાબ સંસ્કારો રૂપે ઊગી નીકળે છે, ભૂતોમાં ખેતી થાય છે. ભૂમા છે આ તો, ભૂમિ છે તારી બરાબર, એટલે એની અંદર વાવેલું તારા સંસ્કારો જેવા છે તે જ પ્રમાણે બધું પાક આવે છે. માટે શરીર જ ક્ષેત્ર છે, શરીર એટલે તો પાંચ તત્વ, ઇન્દ્રિયો, મનનો સામૂહિક સંઘાત. જ્યાં સુધી વિકાર રહેશે ત્યાં સુધી આ પિંડ કે શરીર રહેવાનું જ છે. જે દિવસે તમને ખબર પડી ગઈ કે "આ હું નિર્વિકાર છું", પતી ગયું, પિંડ હોવાનું કંઈ કારણ રહેતું નથી. મથીને મરી જાઓ, ફરી બીજું શરીર લેવાનો તમને મોકો મળવાનો નથી, કેમ? તમારી એલિજીબિલિટી ખતમ થઈ ગઈ. હવે તમે જન્મમાં પાછા નહીં જઈ શકો, કેમ? તમે નિર્વિકારનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, તમે નિરાકારનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
બે જ વસ્તુઓ છે, આ બે આવી ગયું પતી ગયું. હવે તો મારો મેળ નહીં પડે કે સંસારની અંદર કોઈ જગ્યાએ નહીં પડે ને અને જ્યાં જશો ત્યાંથી તમને આમ હાડે હાડે કરીને હાડશે, મારશે સંસાર તો, કેમ? "તો કે હવે તમે અમારા કામના તો રહ્યા જ નથી ને ભાઈ!" એટલે પછી તો જ્યાંથી ને ત્યાંથી તમને હાંકી કાઢવામાં આવશે. તમને જ્યાં અવકાશ મળે, ક્યાં મળે પછી? મહીં તમે બેસી જવાનું, શાંત સ્થિર થઈ, નિરાપદ સ્થાન છે. પછી ભગવાન કહે છે: "તદ્દધામ પરમ મમ, આ જ મારું સ્થાન છે." આ જ ધામ છે, આ જે મારું ધામ છે ને એ જ તારું ધામ છે. શરીર બદલાય ભલે બદલાય, પિંડ રૂપે વિદ્યમાન રહેવાનું જ છે. શરીર ગમે તે તમે કરો પણ એ જે પિંડ રૂપે જે વાસનાનો પિંડ રહ્યો ને, એમાં બધું હોય જ છે. એટલે કોઈપણ એક સેલમાં એ પિંડ તો રૂપે મોજૂદ જ છે, આ બધું જ્ઞાનમય વિકારોનું. એટલે જેટલું વિકારી જ્ઞાન તમે ભેગું કર્યા કરશો ભાઈ, ત્યાં સુધી તમારા જન્મ-મરણનું ઠેકાણું પડવાનું બંધ થવાનું નથી, ટૂંકમાં ચાલુ ને ચાલુ જ રહેશે.
એટલે જો હવે તમે થાક્યા હો જન્મ જન્મ કરવાથી કે મર મર કરવાથી, તો આ જ્ઞાન તમારા માટે છે. તો જાણી લો કેટલું? કે તમે નિરાકાર છો, જાણી લો કે તમે નિર્વિકાર છો. વિકાર તમને સ્પર્શી શકે એવો છે નહીં, કારણ કે તમે શુદ્ધ ચેતન છો, આત્મા છો, પૂરું થઈ ગયું કમ્પ્લીટ. હવે એને જાણી લો, જાણ્યું? હવે એનું દર્શન કરો. કેવી રીતે? "અભ્યાસ, અર્જુન અભ્યાસ." અભ્યાસ કર્યા કરવાનો, તો બસ આટલાનો જ. અને અભ્યાસ કરીએ છીએ એટલે શું થશે? અનુભવ, અનુભવ પ્રગટ થશે. આપણે વાત કરી ને હમણાં, અણુમાં જે રહેલો ભાવ છે તે પ્રગટ થશે અને તને એક અનુભવ આપશે. અહીં સ્ટોર થાય છે બધું, ચાર્જિંગ થાય છે, તે જ તને આપશે બહાર પાછો અનુભવ રૂપે. એટલે એવું જ્યારે તને થઈ જશે, એટલે તને ૧૦૦ ટકા ખાતરી થઈ જશે, આ તારો સાક્ષાત્કાર છે. તને ખબર પડી જવી જોઈએ કે તું નિરાકાર છું અને તું નિર્વિકાર અને પાછો આનો તું જ્ઞાતા છું, એટલે આટલું બધું જાણે એટલે પછી સર્વજ્ઞ કહેવાય કે ના કહેવાય?
બોલો, કહેવાય કે ના કહેવાય? અત્યારે તો બે-ચાર વસ્તુઓ માણસ જાણે છે. યસ, મેં અને જ્ઞાતા એટલે આપણે તો જ્ઞાન કીધું, આમાં દ્રષ્ટા આવે છે. દ્રશ્ય-દ્રષ્ટાની વચ્ચે દર્શન કરીએ આપણે. હવે આટલું બધું એણે જાણી લીધું એટલે હવે એને સર્વજ્ઞ કહેવાય કે ના કહેવાય? બોલો, આ જે છે તેને ક્ષેત્ર કહેવાય, એની અંદર જો ધર્મ ચાલતો હોય એટલે દૈવી સંપત્તિ ચાલતી હોય તો એને ધર્મક્ષેત્ર કહેવાય અને જો અહીંયા કુરુ કુરુ ચાલતું હોય, અતિશય આસુરી સંપત્તિ બરાબર બળવાન બની ગઈ હોય તો એને કુરુક્ષેત્ર કહેવાય. અને આ બંને એક જ જગ્યાએ બરાબર ચાલ્યા કરતા હોય, યાદવાસ્થળી જામેલી હોય બરાબર, વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરતું હોય, તો તેનો પણ હું જ્ઞાતા છું. "હું યુદ્ધ કરું..." એમ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, શ્રીકૃષ્ણ યુદ્ધ નથી કરતા. એમણે તો ત્યારે કહી દીધું કે, "ભાઈ, હું કોઈ પક્ષ નહીં લઉં, મારા માટે બે બરાબર જ છે, દુર્યોધન હોય કે તું." એટલે જો પ્રભુને ઈષ્ટ કે અનિષ્ટ હોતું નથી, એને પ્રિય કે અપ્રિય હોતું નથી.
એ કોઈનો પક્ષ લે ને કોઈનો પક્ષ ના લે, એવું પણ ક્યારેય કરતા નહીં, નિષ્પક્ષપાતી છે, સમજાય છે? હવે વ્યક્તિત્વ, શ્રીકૃષ્ણ કોણ છે? સવાલ ઊભો થાય છે કે હતા જેવા લોકો કહે છે એવા ખરેખર હતા? લાગે છે તમને? વિચાર આવે છે હવે કંઈક આમ થોડો પ્રકાશ પડી રહ્યો છે? બધા બનાવી દે મોરલીવાળા ને મુગટ પેલા મોરપીંછવાળા ને બંસરીવાળા ને બધું કંઈ જાત-જાતનું, પાછો માખણચોર ને ઓહોહો બહુ ભવ્ય છે, કામ તો ગજબનું કરી નાખ્યું! તો એવી રીતે આ જે સર્વજ્ઞ થઈ ગયો, નિરાકાર છે અને નિર્વિકાર છું એવું જેને જાણી લીધું, બસ પત્યું, એ ક્ષેત્રજ્ઞ થઈ ગયો, આ બધાનો એ જાણકાર થઈ ગયો. હવે આ સમગ્ર આ જે છે તે પ્રકૃતિ છે, એ જે પ્રકૃતિ છે તે જ સૃષ્ટિ છે, જે સૃષ્ટિનો ભાગ છે આ બધો વ્યક્તમાં છે. પુરુષ પોતે અવ્યક્ત જ રહે છે, એ ક્યારેય એક્સપ્રેસ થતો નથી. પ્રકૃતિ કાયમ જ લટકા કરતી હોય, આમ કરીને આમ જુઓને જરાક કેવું લાગે છે એવું કરે છે ને?
તૈયાર થઈ જાય પછી એમ કહે છે બરાબર લાગે છે ને? એટલે પેલો દાઢી કર્યા વગરનું મોઢું આમ કરીને કહે: "હા, બરાબર લાગે." જોયું જ ના હોય એ બાજુ તો! પ્રકૃતિની સામે જોવાય નહીં, જોવાય તો શું થાય? "મારું મન મોહી ગયું..." પછી ગાયા કરે આખો દાડો, થાય છે ને આગળ તો ગીત બહુ વિચિત્ર. માટે શરીર જે છે તે ક્ષેત્ર છે અને તમે ક્ષેત્રજ્ઞ છો, ગૂંચવાડો ના કરી શકો. બરાબર આટલી સ્પષ્ટતા રાખી, તો જે જ્ઞાતા છે એ જ્યારે જુએ છે કે આ આમ છે, ત્યારે એ દ્રષ્ટા પણ છે; એવી રીતે એ જ્ઞાતા અને દ્રષ્ટા કહેવાય છે. જે ક્ષેત્રજ્ઞ છે તે જ જ્ઞાતા છે અને તે જ દ્રષ્ટા છે, ક્ષેત્રજ્ઞ અને તે જ આત્મા છે, તે જ પરમાત્મા છે, તે પરબ્રહ્મ છે. હવે આગળ કે બોલ, દ્રશ્ય છે અને એમ જોનારો છે અને એની વચ્ચે જે છે દર્શન છે, એ આગળની વાત છે. એ આને અહીંયા આગળ નથી આપણે મુકતા, આપણે આગળ જોઈએ, એ તો આપણે કરીએ છીએ આવશે અને આમાં આવશે આગળ.
એટલે કે તને બતાવું, હવે જો કહે છે કે શરીર ભલે બદલાય, અત્યારે મનુષ્ય દેહમાં છે પછી કંઈક બીજું બને કે પછી દેવતા પણ બની જાય, પેલા દેવ બની જાય ગમે તે કરે, પણ પિંડ રૂપે વિદ્યમાન અંદર જે છે તે વિકારો તેને વારેવારે શરીર ધારણ કરવા માટે કમ્પલશન કર્યા કરે છે, મજબૂર કરે છે. "નહીં, એક નવું હજુ ચાર્જિંગ બાકી છે, એટલે ત્યાં સુધી તો તારે કરવું પડશે." આ કેવી વાત છે? કે રબરનો એક ફુગ્ગો હોય ભાઈ કરીને, તો ફુલાવ્યો, આટલો ફૂલ્યો. હવે પકડી રાખ્યો, પકડી સવારથી સાંજ સુધી પકડી રાખો, ધીરે ધીરે ધીરે ધીરે થોડીક તો હવા જશે ને? સાવ છેવટે શું થશે? સાંજે તો તમારા હાથથી થાકી ગયો ભલે હોય, તો પણ એ જે એ ફુગ્ગો હતો ને તેનો આકાર તો સાવ જ આમ પેલું થઈ ગયો હોય, ફૂસ થઈ ગયું હોય બરાબર. પણ તોય અંદર છે ને આમ પકડીને તો તમે રાખ્યો ને? અંદર થોડીઘણી જો હવાના પરમાણુઓ રહી ગયા હશે, ત્યાં સુધી એ થોડો ફૂલેલો જ રહેશે, સાવ એકદમ કોલેપ્સ નહીં થઈ જાય.
એટલે હવે એવો છે ત્યાં સુધી પણ પોસિબલ છે કે પાછો ફરી એ ફૂલી જાય, સમજાયું? ફૂલી જાય પાછો ફરી, જેવી હવા ભરાય એટલે પાછો વધી જશે, હવા ભરાય એટલે વધી. અહીં તો તમારે શું કરવાનું? તો કે ફોડી નાખવાનો છેલ્લી વખતે. "આ હું નથી, આ મારું નથી." ફુગ્ગો ફૂટી ગયો, પતી ગયો. હવે તમારો ફુગ્ગો ફૂલશે નહીં, તમારે હવે કોઈ બોડીની જ જરૂર પડશે નહીં, એટલે તમારે સમબોડી સમબોડી એવું નહીં કરવાનું પછી, નો બોડી, ઓકે? એટલે કે શરીર જે છે તે વિકારોના લીધે જ બનેલું છે. હવે તમારે જેટલું પંપાળવું હોય એટલું પંપાળો, ફેર એન્ડ લવલી ચોપડો અને બધું કરે રાખો જે કંઈ બધું કરે છે ને. હવે આ બાજુએ ક્ષેત્રજ્ઞ, આ વાત પૂરી થઈ ગઈ હવે વિકારવાળી. બરાબર આ બાજુ એક ક્ષેત્રજ્ઞ છે, જે આ ક્ષેત્રમાં લિપ્ત નથી પણ કેવો છે? નિવૃત્ત છે, એનાથી અલગ થઈ ચૂકેલો છે, એ ક્ષેત્રજ્ઞ છે જે જાણે છે કે, "હું આ ક્ષેત્ર નથી, હું આ નથી." બસ એટલે એ ક્ષેત્રજ્ઞ થઈ ગયો.
હે અર્જુન! માન-અપમાન, દંભરહિતતા, અહિંસા એટલે કે પોતાના કે અન્યના આત્માને કષ્ટ ના પહોંચાડવું. અર્થાત કીડી-મચ્છર ના મારવા એવું નહીં, શ્રીકૃષ્ણે કહ્યું છે કે પોતાના આત્માને અધોગતિમાં નહીં પહોંચાડવાનો, એને અહિંસા કીધી. અન્યના આત્માને કષ્ટ ના પહોંચાડવું એનો મતલબ આ થાય, અધોગતિમાં મૂકવો એ જ હિંસા છે અને આત્માનું ઉત્થાન એ શુદ્ધ અહિંસા. એક-એક આત્માનું આમ ઉત્થાન થાઓ, બસ આપણો આ ભાવ છે. તમે અહિંસામાં બીજા સાથે તમે દંડો લઈને ફરી વળો, તલવાર લઈને ફરી વળો, કારણ કે તમારું કર્તવ્ય છે ભાઈ. પોલીસવાળા છો તમે, સૈનિક છો, તો તમારે તો કાર્ય તો કરવું જ પડશે ને? તમારું કર્તવ્ય તો બંદૂક ધડાધળ ગોળીઓ છોડવી પડશે. સામે પડશે ખરા બધા આકારો જે આવીને ઉભેલા છે, પણ એ તો બધા હિસાબી છે તમારા. ભગવાને એ જ કહ્યું હતું આગળ કે, "આ બધાને મેં મારેલા છે, તું એની ચિંતા ના કર." એટલે એ ટાઈમે તું ખચકાટ ના કરતો અને વિચાર ના લાવતો કે હું આત્માને મારું, કારણ કે આત્મા જે છે તે તો અવધ્ય છે, ક્યારેય મરવાનો નથી, વિંધાવાનો જ નથી, કશું થવાનું નથી; એ ભાન સહિત ત્યાં આગળે યુદ્ધ કર.
યુદ્ધ તું સૈનિક છું, તું પોલીસ છું, તારે કર્તવ્ય તારું આ જે કરવાનું છે એ કરવાનું, સમજાય છે? એટલે આડો ચાલતો હોય છોકરો તો એક જોરથી ધોલ મારી દેવી પડશે તારે તે વખતે, જો નહીં કરે તો પેલો ચાલ્યો જશે, દોડતો દોડતો જશે આડા રસ્તે. ચૂકતો નહીં તે વખતે, પછી ત્યારે જો પંપાળવા બેસી ગયો, તો પ્રકૃતિની વિકૃતિઓ વધારી દઈશ એની અંદર અને પછી જે થશે ને એ સહન નહીં થાય. માટે કીધું છે કે આત્માનું ઉત્થાન એ જ શુદ્ધ અહિંસા. આવા મનુષ્ય અન્યના આત્માના ઉત્થાન માટે પણ ઉન્મુખ રહે છે, જે ક્ષેત્રજ્ઞ છે બીજાને પણ શું કરશે? ઉત્થાન માટે ઉન્મુખ રહેશે, કંઈક પણ એવું કરશે. હા, એનો આરંભ કોઈને ઠેસ ના પહોંચાડવાથી થાય, આપણે કોઈને ઠોકર ના મારવી, કોઈનું આપણે અપમાન ના કરવું, આવા એનાથી એની શરૂઆત થાય. તેથી અહિંસા, ક્ષમાભાવ, મન-વાણીની સરળતા, આચાર્યની ઉપાસના (આચાર્ય જાણકાર છે, આચાર્યદેવની ઉપાસના આપણે કહીએ છીએ ને 'નમો આયરિયાણં'), આચાર્યદેવને નમસ્કાર કે આચાર્યદેવ જે તમને આચાર આપશે તેના પર ચાલતા ચાલતા તમે તીર્થંકર બની શકો છો, તમે સિદ્ધ બની જશો.
એટલે આચાર્યની ઉપાસના એટલે કે શ્રદ્ધા સહિત અને ભક્તિભાવપૂર્વક સદગુરુની સેવા અને એમની જ ઉપાસના, મતલબ એમના આદેશનું પાલન, એમને બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું. એમના ચરણ નહીં પકડાવાના, એમનું આચરણ પકડવાનું છે; લોકો એમના ચરણ પકડે, પેલો તો કહે: "યાર, મને ચાલવા તો દે!" આ ઉપરાંત મન અને વાણીની સરળતા, અહિંસાની સાથે સાથે ક્ષમાભાવ હોય. આહાહા બધાને ક્ષમા કરું છું, બધાને ક્ષમા કરું, બધાને ક્ષમા માગું છું, બસ બસ બધા કોઈ બાકી નહીં એમ. કારણ કે અજાણતા-જાણતામાં આ બધું થઈ જ રાખ્યું છે આપણાથી અને અંદર બધો છે ને તમારા આ બધા પાંચ ભૂતોના એટમ્સ જે છે ને બધા, તેની અંદર એનો ડેટા બધો મોજૂદ છે કે તમે કેટલા કર્યા. એટલે તારે પેલો કહે છે ને જગાડે છે ત્યારે: "પાપ તારું પરકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહીં દઉં હે જાડેજા રે..." એમ તોરલ કહે છે.
ત્યારે પેલો કહે છે, બધા પાપો બધા બહુ ગણાવે છે. શરૂઆતમાં તો પેલા ભગવાને જેમ બતાવી ને એમની વિભૂતિ, એ પ્રમાણે પોતાના પાપ બતાવી દીધા. છેલ્લે પછી થાક્યો કે હવે તો શું કરવું? પછી આગળ કહે છે: "જેટલા માથાના વાળ તોરલ રાણી, જેટલા માથાના વાળ રે, એટલા પાપ તો મેં કર્યા હે તોળી રાણી રે..." એમ જેસલ કહે છે. આવું તો એણે ત્યાં આગળે શું કર્યું? આલોચના પછી પ્રતિક્રમણ એને આપ્યું કે, "હવે પાછો આય કે હું તને તારી બેલીને બૂડવા નહીં દઉં કે આ તારી જીવન નૈયા..." એટલે બેલી આ અહીં બચી જા કે તું અત્યારે, હવે તું પાછો અહીંથી નીચે અધોગતિમાં ના જઈશ. તો રાણીએ એ જ કહ્યું હતું, જે અત્યારે કૃષ્ણ ભગવાન કહે અર્જુનને. એટલે દરેક સમયે જ્ઞાની તો એક જ વાત કરતા હોય કે, "હવે તારા આત્માનો ઉદ્ધાર કર." બધાને એ જ કહે, મૂઢાત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે.
"અપૂર્વ અગોચર ને ઉલ્લસિત આ જળહળ જ્યોતિ, તન-મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે..." શું કીધું? મૂઢાત્મા છે અત્યારે તારી દશા, તેમાંથી તારો ઉદ્ધાર કરી નાખ તું અને એને શુદ્ધાત્મા બનાવી દે. દાદાએ જ્ઞાન આપી દીધું, અત્યારે અંતરાત્મા બની ગયા તમે. તમારા અંતરની અંદર તમને એક વસ્તુ શરૂ થઈ ગઈ છે હવે કે, "હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું." એ પૂરેપૂરો અનુભવ નથી આપતો હજી, કારણ શું છે? તો કે આ હજી પહેલા ભૂતોમાં પડેલો ડેટા છે તમારો આ બધો ભૂંસવો પડશે. એ ભૂંસી કાઢશો તે દાડે તમને શુદ્ધાત્મા સામે દેખાશે આમ અબુધ પડછંદ, કેવો દેખાશે? પડછંદ દેખાશે, એવો દેખાશે તે દિવસે તમારો જ શુદ્ધ આત્મા અને ખબર પડે છે આપ જ છો. "મારા શુદ્ધ આત્મા..." પણ તે વખતે આમ બોલાઈ જશે, "અરે વાહ કે બસ કામ થઈ ગયું." એટલે મન-વાણીની સરળતા જોઈશે.
શું? આચાર્યની ઉપાસના એટલે શ્રદ્ધા સહિત ભાવથી સદગુરુની સેવા કરવાની, એમની ઉપાસના, પવિત્રતા, પછી મોટી વાત અંતઃકરણની સ્થિરતા. આમ હશે કે આમ હશે? આમ હશે કે આમ હશે? અંદર અંદર છે ને તમારો જો એક ઓડિયો પેલી કેસેટ જાણે ચાલતી હોય એમ બધું બોલ બોલ બોલ બોલ કર્યા જ કરતું હશે બધું. આ બધું ધીરે ધીરે ધીરે ધીરે શાંત, સ્થિર ને બંધ થઈ જશે, ઓલમોસ્ટ બંધ થઈ જશે. અત્યારે આટલો બધો ઘોંઘાટ છે એની અંદર, પેલો ભગવાન તમને બોલાવે છે: "મારી પાસે આય." તમને ક્યાંથી સંભળાવાનું છે? "આ રસ્તે આય, હું અહીં ઊભો છું." ભગવાન તો તમને રોજ બોલાવે છે, કેવી રીતે સંભળાશે જ્યાં સુધી આ ઘોંઘાટ છે? તમે રેડિયો ધીમો કરતા નથી, મોબાઈલ પણ બહુ જ મોટા અવાજે વાતો કરી રહ્યા છો અને તમે એક્સપેક્ટ કરો છો કે ભગવાન તમને સાંભળી દે! ભગવાન કહે છે કે, "હું તો બોલ બોલ કરું જ છું, તું મને સાંભળતો નથી." યુગે યુગે પણ તોય કહે છે: "સંભવામી, હજી પણ મને પોસિબિલિટી લાગે છે કે કદાચ તું તારા આત્માનો ઉદ્ધાર કરી જ નાખીશ આ વખતે." દરેક જન્મે કે, "હું તારી રાહ જોયા કરતો હોઉં દરેક જન્મે, મને એવું થશે કે ના, આ જન્મમાં તો તું નક્કી આવી જ જઈશ મારી પાસે અને તને આ માટેના બધા સાધનો બધી વસ્તુઓ તને આપેલી, ખબર નથી પડતી તું વળી પાછો કઈ દિશામાં જતો રહે છે ને તારું આવું કરે.
હું તો તારી રાહ જોઉં છું કે હવે મારે છૂટકો નથી, કારણ કે શાશ્વત છું અને તું ૭૦ વર્ષનો, કોક વખત સાત વર્ષે જતો રહે છે, કોક વખત ૬૦ વર્ષે જતો રહે પણ જા જ કરે છે તું અને પાછો આવે છે દર વખતે. હવે આવે એટલે પાછો મને એમ થાય કે આ જો બાળકનો જન્મ થયો છે, નક્કી આ જન્મમાં તો એ કશું કરશે જ ચોક્કસ બહુ સારું. મારી તો બધી ભાવના બહુ સારી છે કે તારા માટે, તું ગડબડ કરીને બેસે હું શું કરું?" ખદબદ કરે છે ને, આ ઉદ્ભવ પામે છે બધું અંદર એની અંદર તું એકરૂપ થઈ, આ ઉદ્ભવ પામે છે એમાં એકરૂપ થવાનું બંધ કર, તન્માત્રાઓમાં ભળી જવાનું બંધ કર. શું? તન્માત્રાઓમાં ભળી જવાનું બંધ કર, તો એ તો યોગ છે. યોગ કરશો એટલે શું થશે? તન્માત્રાઓ બધી શું છે સ્ટેન્ડસ્ટિલ થવા માંડશે, ધીમે ધીમે બધી બેભાન થઈ જશે પહેલા તો, પછી બિલકુલ નિષ્ક્રિય થઈ જશે.
એટલે તમને શાંતિથી પછી યોગ કરવા દેશે પરમાત્મા સાથે, રિયલ કમ્યુનિકેશન સ્ટાર્ટ્સ ધેન, પછી શરૂ થશે. પછી તમને અવાજ પણ સંભળાશે, પછી તો પરમાત્મા તમને શું બધું જ્ઞાન આપે છે, વેદોનું જ્ઞાન આપી દે છે એ ટાઈમે. કે લે, આ બધું જ્ઞાન તારે જોઈએ એટલું, અને બોલી બોલીને તો ના જ આપે ને? એ તો પરમાત્મા પણ આમ સ્ફૂરણ કરે તમારી અંદર, વેદો સ્ફૂરવા માંડે. તમને ખબર ના પડે, યાર એ ફાલતુ માણસ હોય ઊંઘમાંથી જાગે ને રચીને બોલવા માંડે છે એવું બને છે ને? તો પછી આટલું પરમાત્મા ના કરી શકે? તો પેલા હતા ને કોણ આપણે, જ્ઞાનદેવ, નામદેવ કોના હતા તે, પેલા પાડા પાસે બોલાવ્યા હતા એમણે વેદ, પેલો ચાંગદેવ આવ્યો હતો વાઘ પર બેસીને. તો આ પેલા જે ઓટલા પર બેઠા બેઠા સત્સંગ કરતા, "ચાલ બેઠા કે આપણે જઈએ ચાંગદેવ આવ્યા છે કે ચાલ ચાલ કે આપણે સત્સંગ કરીએ." તો પેલો ઓટલોય ચાલતો ચાલતો ત્યાં આગળે પહોંચી ગયો, વાત લખેલી છે ને?
આ જડ, આને તમે જડ કહો છો? શું કહો છો? આને જડ કહેવાય? આટલું બધું તુકારામનું સાંભળે, જે જ્ઞાનદેવનું સાંભળે એ બધાને તમે આવી રીતના જડ કહો? અરે, આ તો બધું નર્યું ચૈતન્ય છે, એ દાડે જે દાડે ખબર પડશે ત્યારે કેવી રીતે છે તમે જાણી જશો ચોક્કસ, જાણી એટલે અંતઃકરણની સ્થિરતા અને મન અને ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ થવો, આ વાત કરી એમ. હવે આગળ કહે છે, આ લોક તથા પરલોકના, જે આ લોકમાં નથી તે બધું પરલોક જ છે ને? દેશ-પરદેશ, સમજાયું? દેશ-પરદેશ, જે દેશમાં નથી તે પરદેશમાં છે બધું અને જે પરદેશમાં છે તે દેશમાં નથી, એ વાત તો નક્કી છે. તો આ લોક અને પરલોકના દેખેલા-સાંભળેલા તમામ ભોગોમાં આસક્તિનો અભાવ. કોક આવીને એકદમ કહે: "મોહિતભાઈ! આપણે તો થયા ને કે આમ સૂટો લગાવવાનો કે બહુ મજા આવે કે દમ મારો દમ." મોહિતભાઈ કહે: "મારે એની જરૂર નથી, હું તો એના વગર જ આનંદમાં છું કે મારે દમ મારવાની શું જરૂર?
હું તો હમ મારો હમ કરું છું." શું? દમ મારો દમ કરતો નથી કે રોજ રોજ મારા અહંકારને જ હું મારું છું, બેસ નીચે શેનો ઉછળે છે! એટલે એવા કોક આવી એ રીતના કરી કરીને પણ આપણને જાત-જાતની કુટેવોની ભેટ આપી દે છે અને અજાણપણે પણ આપણે એક્સેપ્ટ કરી લઈએ. એક પહેલી જાહેરાત કેવી હોય છે? "આની સાડી મારા કરતાં સફેદ કેમ?" એના જેવું આ બધું, પછી ઈર્ષ્યા. આખો ધંધો ઈર્ષ્યાનો, વેપાર કરી નાખ્યો એણે, બોલો કેટલા કરોડો કમાઈ લીધા એટલાથી! એવું છે ને બધું જાત-જાતનું. એટલે નાની નાની ચીજોમાં સાવધાન, એમ કહેવા માગું છું તમને ભાઈ કે જે જુઓ છો કે જે સાંભળો છો, ગ્રહણ ના કરી લેતા. જરા વિવેક તો રાખો, ગ્રહણીય શું છે અને ત્યજવા યોગ્ય શું? અરે, પકડવા જેવું જ નથી, તજવાની વાત જવા દો, પકડવા જેવું જ નથી એને શું ત્યાજવાની વાત છે? પકડ્યું હોય તો ત્યાજે ને?
આ તો છે જ નહીં એમ, "મારું જ નથી, મારે જોઈતું જ નથી." એવી રીતે તમે નક્કી કરો કે, "આ બોડી મારે જોઈતું જ નથી, મારું છે જ નહીં." આ મન તો કે, "મારું છે જ નહીં, મારે જોઈતું જ નથી." આવું તો કંઈ મારું મન થોડી હોતું? મારું મન હોય તો કેવું કેવું હોય? તો કે ભગવત ભક્તિમાં ભરપૂર હોય, આમ પરાયણ હોય. મારું બોડી હોય તો કેવું હોય? તો કે સુંદર, નિરોગી હોય, સશક્ત હોય, બિલકુલ હંમેશા એને કશાની એ ના પડે એવું. મારું મન હોય તો... એવો વિચાર કોઈ કરતું નથી કે કોઈ એની જાહેરાતોય કરતું નથી, વિચાર કરો તકલીફ છે ને? બહુ મુશ્કેલી હો આ સંસારમાં, એટલે કહું છું જટ નીકળ, અનુભવથી કહું છું. એટલે આસક્તિનો અભાવ, ભોગોમાં આસક્તિનો અભાવ. અભાવ એટલે બસ સહજતાથી, "એને મારે એની આવશ્યકતા નથી." આ બધા સંસારમાં જવાની તો કે, "મારે કોઈ આવશ્યકતા જ નથી." એવું અંદર હોવું જોઈએ આપણને.
કોકને તો એકાદ જન્મ લઈને કંઈક આઈસ્ક્રીમ ચાટવાનો જો બાકી રહી ગયો હોય તો પાછો આવે, પણ ના હોય તો શું? કંઈ જરૂરત જ નથી ભાઈ કે આપણે તો પછી જન્મ શું શેના માટે જન્મ લઉં? શું કરવાનું ત્યાં આગળ? "નોબેલ પ્રાઇઝ તો મારે જોઈતું નથી, તમે બધા લઈ લો કે વહેંચી લેજો સરખા ભાગે." આપણે એમ કહી દેવું. તો એવી વાત, આસક્તિનો અભાવ, અહંકારનો અભાવ. આખો દાડો ચાલતું હોય દરેક બાબતમાં. જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થા, રોગ અને ભોગોથી થતા દુઃખ અને દોષોનું વારંવાર ચિંતન કરો, એનાથી શું થશે? વીતરાગતા ઉપરામ થશે, બધા વિકારો શાંત થશે, થતા જશે. આ પણ એક માર્ગ છે. પુત્ર, સ્ત્રી, ધન અને ઘરમાં આસક્તિનો અભાવ, સમજી ગયા? પુત્ર પુત્ર સમાન બધા સમાન, સ્ત્રી બધી સ્ત્રી સમાન, ધન એટલે કે સમાન બધાનું સહન વચ્ચે કે, "મારું નથી." સીધો સાદો ઉપાય, એટલે એનાથી આસક્તિનો અભાવ થવા માંડશે.
એવી રીતે શું? તો કે પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં પણ સદેવ સમત્વ આવ્યું તો કે, "મૂકી દે ભાઈ." પછી કોક આવે કે, "આ તમારું?" "મને મારું તો લાગતું નથી, જોઈતું હોય તો લઈ જા ને!" બોલો, કેવી વાત, જે પોટલું ઉપાડીને જવું હોય. કેમ? "તો કે હું તો અહીં બેઠો છું, કેમ? ક્ષેત્રજ્ઞ છું એટલે બેઠો છું, પેલો મૂકી ગયો હતો છે અત્યારે તો પણ આ કંઈ મારું નથી, તારે જોઈતું હોય તું લઈ જા." એવો ભાવ એમ એ જાતનો. પણ હવે તમે ક્ષેત્રજ્ઞ થયા છો, તો વાસ્તવમાં તો તમે એવું કરો કે પહેલાના પણ આત્માનો ઉદ્ધાર થઈ જાય કે, "ભાઈ, તું આ લઈ જઈશ નહીં, આ કંઈ તારા યોગ્ય વસ્તુ નથી, આ લઈ જવાથી તો પારવાર તું બંધનમાં આવી પડશે, તારે આમ થશે તેમ થશે વગેરે વગેરે." કહેવાય પણ આ બધી ખટપટ કહેવાય થોડીઘણી, પણ તોય માફ છે અમુક લેવલ સુધી. એ તો આ બધા કરતા આવ્યા છે અને એ કરતા આવ્યા હતા ત્યારે તો આપણને આ બધા ઝબૂકિયા થઈ રહ્યા છે અત્યારે, એટલા માટે કીધું છે કે જ્ઞાની હંમેશા પોતાના કર્તવ્યમાં જ લાગેલો હોય, એના ફળ માટે નહીં પણ પાછળવાળાઓ માટે થઈને.
હા, ગાઈડેડ પાથ મૂકીને જાય છે, ઇલ્યુમિનેટેડ પાથ કે, "ભાઈ, હું જાઉં છું, તું આ જ રસ્તે પાછો આવજે કે આજે મારા ઘેર હું જાઉં છું અને તારે જ્યારે ઘેર આવવું હોય ત્યારે આ જ રસ્તાનો ઉપયોગ કરી લેજે." એવી રીતે મૂકીને જાય. એટલે કહે છે સમત્વ, સદેવ સમત્વ. ક્યારેય એવું ના થાય, આ ઊંચ-નીચ, આમ-તેમ, આગા-પાછી કશું કંઈ કરવા જેવું છે જ નહીં સંસારમાં, ગૂંચવાઈ જ જઈશ. દાદાએ કીધું: "બહુ ગૂંચો પાડી, બહુ ગૂંચો પાડી." આ સમત્વને આવા અઘરા-અઘરા શબ્દો બધા બોલ બોલ કરતા હતા ને, તો લોકો અત્યાર સુધીને સમજ્યા નહીં. દાદાએ તે એમને સીધી સાદી વાત કરી દીધી: "ભાઈ, તું ગૂંચો પાડવાનું બંધ કર, નવી ગૂંચો ના પાડીશ." તે પેલાને ગમ પડી ગઈ, "અથડામણ ટાળો." બહુ સીધી વાત કરી દીધી એમને. શું કીધું? મન, વચન, કાયાથી હિંસા નહીં કરવાની, આવું બધું ભારેખમ બધું શું કે?
એટલે એમને એની એ જ વાત અલગ રીતે કરી છે, બીજું કશું થયું નથી. તમે જોશો સત્ય, અહિંસા, આ અસ્તેય, અપરિગ્રહ, આ બધી વસ્તુ એમણે એમની ટર્મિનોલોજી ચરોતરી ત્રણ પદીની અંદર સમજાવી દીધી લોકોને, લોકભોગ્ય. તે આટલા બધા લોકોને ગમ પડી ગઈ, જુઓ અત્યારે આખું અડાલજ ઉભરાય છે, ઓછું પડે છે હવે તહીં તો જગા અને રોજ ઓછી પડવાની છે એમને તો; કારણ કે નવા લોકો જવાના, આવું જ્ઞાન સાંભળ્યું નથી, અપૂર્વનું જ્ઞાન પૂર્વે ના સાંભળ્યું હોય એવું. એટલે પછી દોડે છે બધા ત્યાં એકદમ આહાહા રોજ તમે જુઓ તો માનવ મહેરામણ રોજ ઉભરાય, રોજ ઉભરાય. એટલે કીધું છે કે મારામાં અનન્ય યોગ, એટલે કે યોગથી અતિરિક્ત કશું યાદ ન રાખીને. શ્રીકૃષ્ણ એક યોગી છે, એટલે એમના જેવા કોઈપણ મહાપુરુષમાં, નોટ નેસેસરી કે એ જ કે આ જ કે એવું કશું નહીં, પણ જે કેવો હોવો જોઈએ? પહોંચેલો હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ, યોગેશ્વર હોવો જોઈએ, પરમેશ્વરમાં પ્રવેશ પામેલો હોવો જોઈએ એવો મહાત્મા.
એટલે યોગથી અતિરિક્ત કશું ન યાદ રાખીને અવ્યભિચારિણી ભક્તિ, એટલે કે ઈષ્ટ સિવાય બીજા કશાનું ચિંતન ના કરતો હોય તેને અવ્યભિચારિણી ભક્તિ કહેવાય. એટલે જ્યારે ભક્તિ કરતા હોઈએ અને કંઈક બીજું કરવા બેસી જઈએ, તો એ તો વ્યભિચાર કહેવાય શાસ્ત્રની ભાષામાં તો, જો સમજો. આમ કહે છે ને કે આ તો વ્યભિચારી છે, કોકને એકદમ કોક સંભળાવી દે આવી રીતના એનો આમ શૉટ પડી જાય બધા ૫૦ માણસની વચ્ચે એવું એકદમ કોકને તમે અવ્યભિચારી કહી દો એટલે શું થઈ જાય? પણ એ તો એક જાતનો થયો, પણ એવું નથી હોતું. કોઈપણ પ્રકારનો ઈશ્વર સિવાય બીજો કોઈપણ વિચાર આવ્યો એટલે વ્યભિચાર થઈ ગયો, એ વિચારને ભૂસી નાખવો પહેલામાં પહેલો જેવો આવે તે મિનિટે. ઉગતો ડામવો શ્રેષ્ઠ છે, હજી વિચાર પૂરો નથી થયો તે પહેલા પતાવી દો. મચ્છર મારો છો, માંકડ મારો છો, તો વિચાર મારો. આ મચ્છર-માંકડ છે ખરેખર, તમારું લોહી નહીં તમારું જીવન સત્વ ખાઈ જાય છે આ લોકો.
પેલા લોકો તો કંઈ નહીં કરે તમને અને જો આ નહીં હોય ને તો પેલાય નહીં હોય ફિઝિકલમાંય, તમને હેરાન નહીં કરે અતિશય હશે ને તેની જ આગળ-પાછળ આ બધી માયા ફરતી હોય, આ બધી માયા કહેવાય યોગમાયા. કોની માટે? ઈષ્ટ સિવાય કોઈનુંય ચિંતન ન કરવું. અમથા અમથા પેલા પિક્ચરના ગીતો ગુનગુનાયા કરે, સાંભળ સાંભળ કર્યા જ કરે, અલ્યા પણ તું શું કરે છે? તને ખબર નથી કે તું જે કરે છે એનાથી તારું શું થવાનું છે હવે પછી? એકાંત સ્થાનનું સેવન, જો જે મર્દ, અરે શું કહેવાય એને, એકાંતમાં કોણ બેસી શકે ખબર છે? જે સિંહ જેવો હોય એટલે કે મર્દ હોય, નીડર હોય. કાચો-પોચો એકાંતમાં જાય ને, ભડકીને બીને પાછો આવે અને ત્યાં ના હોય તોય એને ભૂત દેખાય, દેખાય ને દેખાય; કારણ કે પાંચ તો એ જોડે લઈને ફરતો હોય અને પછી એ પાંચની અંદર રહેલી બધી ભૂતાવળ જે છે ને એની, તે બધી ખડી થઈ જાય ત્યાં એકદમ એને દેખાવા માંડે.
તો કે ભડકે ભાગે એવો એકાંતમાં, તો કે હું એકલો ના રહું કે એકલો ના રહું. હવે પાછો કોકને ખોળી લાવે, કંપની તો જોઈશે જ. કેમ? તો કે આમાં રહું તો પહેલામાંથી તો કમ સે કમ બચી જાઉં ને! એટલે કેટલાક લોકો પોતાનો સ્વયંનો પણ ફેસ કરી શકતા નથી, એટલા બધા અંદરથી વિકૃત થઈ ચૂકેલા હોય છે, એટલા માટે એવું થાય છે. વાસ્તવમાં ત્યાં કશું નથી, પ્રોજેક્ટ થાય છે, એ અંદર જ પડેલું છે એમની અંદર, એટલે એમને દેખાવવા માટે બાકી કશું છે નહીં. એટલે કહે છે કે ઈષ્ટ સિવાય કોઈનું ચિંતન કશું ચિંતન નહીં કરવાનું, એકાંત સ્થાનનું સેવન અને મનુષ્યોના સમૂહમાં રહેવાની આસક્તિ ના હોવી જોઈએ. અત્યારે ફ્લેટ બાંધ્યા લોકોએ, પહેલા ગામમાં રહેતા હતા લોકો, પછી પોળ બનાવી, ફળિયા બનાવ્યા, બધું કર્યું બરાબર, સમાજ ઊભો કર્યો બધો એ પહેલા એક જમાનામાં કેવી રીતે રહેતા હતા બધા?
અલગ અલગ અલગ રહેતા, એમાંથી એ જે લોકો તૈયાર થઈ જતા હતા, વિરક્ત થઈ જતા હતા, એ તો બધા જંગલમાં એકલા જ રહેતા હતા, એકાંત. ઋષિ-મુનિઓ ઋષિ ક્યારે બન્યા? એકાંતમાં જઈને બન્યા, ચિંતન કરીને પરમેશ્વરનું ચિંતન કરીને. એમણે વિષય ચિંતન ત્યાં એ જંગલમાં જઈને કર્યું હોય, તો એ લોકો ઋષિ ના હોય. એવી રીતે તો આત્માના પ્રભુત્વ વિશે અંગેના જ્ઞાનમાં એકરસ સ્થિતિ, બસ બેઠા બેઠા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યા જ કરે, એને સમજ્યા જ કરે, સમજ્યા જ કરે, નીત નવું સમજાયા કરે અંદરથી. જે પણ કોઈ સારું શાસ્ત્ર કે જે આત્મા વિશે આપણને સમજાવતું હોય, માનો યોગવાસિષ્ઠ છે કે બ્રહ્મસૂત્ર છે, કંઈ પણ લઈ લો તમે અને એનો અભ્યાસ કરો. તમને જે મનપસંદ એક ઉપનિષદ હોય, બસ એક જ ઉપનિષદ લો, તમને પાર પાડી દેશે. સાધન તો સાધન જ છે ને, એક જગ્યાએ પહોંચ્યા પછી જો એ સાધનની આવશ્યકતા સમાપ્ત થઈ જશે, ત્યાં બીજું સાધન મળી જશે જે તમને આગળ લઈ જશે, સો ડોન્ટ વરી કેવી રીતે પહોંચીશ, શું કરીશ ને હાઈવેમાં પડવાની જરૂર નથી ને?
પરમાત્માની પ્રાપ્તિનું પ્લાનિંગ ના હોય, જંપલાવવું પડે. "મરજીવા જીવડા મર ગયા, માર ભુસકો અંદર." એ જ લોકો ત્યાં પહોંચે, પ્લાનિંગ વાળા બધા અહીંના અહીં બેઠા હજી સુધી, બહુ પ્લાનિંગ કરે જોડે ને જોડે જ કર્યા રાખે. શું? એવી રીતના ટાઈમ ટેબલ હોય પાછા એમના: સાડા ચારે ઊઠવાનું પાક્કું, પછી તો કે આ કરવાનું સાત વાગ્યે, આઠ વાગ્યે, નવ વાગ્યે બધું ગોઠવી કાઢ્યું હોય એમ. પહેલો દાડો ગયો એ પ્રમાણે ના થયું, બીજો દાડો ગયો એ પ્રમાણે ના થયું, ત્રીજે દાડે કદાચ શરૂ કર્યું હોય તો ૫૦ ટકા થયું, એમાં તો રાજી થઈ જાય કે આધ્યાત્મ થઈ ગયું આજે સંતોષ થઈ ગયો! પણ પેલી અહિંસાનું શું? અને પેલું ગીતો ગાયા કરે છે બધા વિષય વિકારના તેનું શું? સમજાય છે? કંઈ પણ નહીં એ તો કે બસ હું તો આધ્યાત્મ કરું છું ને કે છે હવે આપણે ફૂલ ટાઈમ એ જ છે કે પાછો ફૂલ ટાઈમ એ જ તત્વજ્ઞાનના અર્થ સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર, આ બધું જ્ઞાન છે અને એનાથી જે કંઈ વિપરીત હોય છે તે બધું જ અજ્ઞાન છે.
તે પરમ તત્વ પરમાત્માના સાક્ષાત્કારની સાથે મળનારી જાણકારીનું નામ જ જ્ઞાન છે. સાક્ષાત્કાર થાય ને એ સાથે જ બધી બહુ જ જાણકારી એકદમ આવી જશે, જે પહેલા પણ તમે નહોતી જાણી કદાચ, એ બધી જ એકસામટી આવે છે, તેને જાણકારીને જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાનામૃતનું પાન કરનાર સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે. આમ તત્વ સ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કારનું નામ જ્ઞાન છે, યાદ રાખો અહીં લખેલું છે. તત્વ સ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કારનું નામ જ્ઞાન છે, આનાથી વિપરીત એ બધું જ અજ્ઞાન છે. અર્જુન! જે જાણવા યોગ્ય છે તથા જેને જાણીને મરણધર્મમાં મનુષ્ય અમૃત તત્વ પ્રાપ્ત કરે છે, તેવું કહે છે કે જેનો આદિ નથી તે પરમબ્રહ્મ ના તો સત કહેવામાં આવે છે ના તો અસત કહેવામાં આવે છે; કેમ કે જ્યાં સુધી તે અલગ છે ત્યાં સુધી તે સત છે, જ્યાં સુધી તે અલગ છે ત્યાં સુધી તેને સત કહેવામાં આવે છે ન અસત કહેવામાં આવે છે.
જ્યારે મનુષ્ય તેમાં સમાહિત થઈ જાય ત્યારે પછી કોણ કોને શું કહે? એક જ રહી જાય છે, અન્યનું ભાન તો હોતું જ નથી. આવી સ્થિતિમાં બ્રહ્મ ન તો સત્ર છે કે ના તો અસત, પરંતુ જે સ્વયં સહજ છે તે જ છે. કેવા સહજ છે? સત પણ નથી ને અસત પણ નથી, પરમાત્મા સાવ સહજ છે. તે બ્રહ્મ બધી બધી બાજુથી હાથ-પગવાળો, બધી બાજુથી આંખ-માથું અને મુખવાળો અને બધી બાજુથી કાનવાળો છે, કેમ કે સંસારમાં બધાને વ્યાપીને ઉભેલો છે. આ રૂપક છે, પરમાત્માને કોઈ અંગ જ નથી, પરબ્રહ્મને બ્રહ્મને કશું નથી; એટલે હાથ-પગ આ બધું કશું છે નહીં. એ તો એમ કહેવા માંગે છે કે એ કંઈ પણ કરી શકે છે, હાથનો મતલબ એ છે સર્વશક્તિમાનપણું છે બ્રહ્મનું. પગવાળો છે મતલબ એ ક્યાંથી ક્યાંય પણ હોઈ જ શકે છે, અહીંથી ત્યાં સુધી જોવામાં એને જરાય વાર લાગતી નથી, એટલા માટે હાથ-પગવાળો છે એમ અહીંયા ગાડે લખ્યું છે બધી બાજુથી દરેક દિશામાં તમે જ્યાંથી જુઓ ત્યાંથી.
હવે આજકાલ તો એવા કેમેરાય નીકળ્યા છે યાર, શું વાત કરું! નથી હોતા પેલા સીસીટીવી ૩૬૦ ડિગ્રી? આંખ, માથું અને મુખવાળો છે પાદ એટલે આંખથી જોઈ લે છે, માથું છે એટલે થિંકિંગ પણ કરી લે છે અને મુખવાળો છે એટલે બધી બાજુથી એ ગ્રહણ પણ કરી લે છે બધું જ અને બધી બાજુથી કાનવાળો છે કારણ કે અને પાછો કેવો સંસારમાં બધાને વ્યાપીને ઊભો છે, આ મોબાઈલને પણ આમ કરીને આમ વ્યાપીને રહેલો છે, ઉપર ખોળ ઢાંકી હોય ને એવી રીતે. તો ખોળ અલગ છે ને મોબાઈલ અલગ છે ને બરાબર છે? હવે ખોળ તમને દેખાતી નથી પણ છે તો ખરી ને, બસ એવી રીતે પરમાત્મા બધે વ્યાપેલો છે, એવરીવેરનેસ છે એની તો; એટલે કીધું ઓલ પાવરફુલ, ઓમ્નીપ્રેઝન્ટ, ઓમ્નીપોટેન્ટ, ઓમ્નીશિયન્ટ એવો આ પરબ્રહ્મ પરમાત્મા. તે તમામ ઇન્દ્રિયોના વિષયોને જાણે છે, ઇન્દ્રિયોના વિષયોને એ જ જાણે છે, ઇન્દ્રિયો જાણતી નથી, છતાં ઇન્દ્રિયો રહિત છે.
જો, હવે અહીંયા કહી દીધું, કાન વગરનો છે, નાક વગરનો છે, નાક વગરનો બ્રહ્મ પહેલા ઉપર કહી દીધું કે છે આ બ્રહ્મ. તો તે કેવો છે પાછો? આસક્તિ રહિત, ગુણાતીત, પ્રકૃતિનો કોઈ ગુણ એનામાં નથી, માટે એને ગુણાતીત કીધો છે અહીંયા. પોતાના ગુણોથી તો ભરપૂર, અનંત ગુણ છે એના, અનંત ગુણ જય સચ્ચિદાનંદ એમ, વાહ પરમાત્મા કેટલું! તો એવી રીતે એક નાનો છોકરો હતો ને અમે અમેરિકા ગયા હતા, એને મેં આટલું જ શીખવાડ્યું હતું, એવો સરસ આમ કરીને બોલે, આહા બહુ અનંત ગુણ જય સચ્ચિદાનંદ એવું બોલે જ્યારે. હવે મારી સામે ત્યારે આવું બોલવાનું, મેં કીધું તારે બોલ, એટલે આપણને તો થોડી-થોડી વારે આવીને જગાડે આપણને, કહેજો એટલે. આવું ગોઠવવાનું આપણે પણ અંદર. આ અમને તો બહાર છોકરો એવો મળે, તો તમે અંદર રાખો એકાદો, થોડીવારમાં એ બોલે તો ટેવ પાડો, એટલે બધું સારું થવા માંડશે.
એટલે કહે છે કે તે તમામ ઇન્દ્રિયોના વિષયોને જાણે છે છતાં ઇન્દ્રિયો રહિત છે, તે આસક્તિ રહિત છે, ગુણાતીત છે, છતાં બધાને ધારણ કરનારો, બધાને પોષણ આપનારો છે અને તે બધા ગુણોનો ભોક્તા છે, કેવો છે? બધા ગુણોનો ભોક્તા એ પોતે જ છે, એટલે પ્રાકૃતિક ગુણો હોય કે પહેલા હોય બધા એની અંદર શમી જાય, એ બધાનું ભક્ષણ કરી જાય એવો છે. એટલે એક-એક કરીને બધા ગુણોને તે પોતાનામાં લય કરી લે છે. શ્રીકૃષ્ણે આગળ કહ્યું કે: "યજ્ઞ અને તપનો ભોગવનારો હું છું, વિષયોનો ભોગ કરનારો હું નથી." શું કીધું? યજ્ઞ અને તપનો ભોગવનારો હું, અંતમાં બધા ગુણો મારામાં વિલીન થાય. તે બ્રહ્મ બધા જીવધારીઓની અંદર-બહાર, આ બ્રહ્મ જે તે ક્યાં છે? જો એનું એડ્રેસ આવ્યું: બધા જીવધારીઓની અંદર-બહાર પરિપૂર્ણ છે, ચર અને અચર રૂપે પણ તે જ છે, સચરાચરમાં છે વ્યાપેલો. સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી, અવિજ્ઞેય છે એટલે એને જાણી શકાતો નથી કોઈ રીતે.
મન અને ઇન્દ્રિયોથી તો એ પર છે તેમજ અત્યંત દૂર અને અત્યંત નજીક પણ તે જ છે. જો અત્યંત દૂર અને અત્યંત નજીક છે, બિલકુલ સામે છે તમારી, આ એ છે એમ ખબર પડવી જોઈએ. એ સંજ્ઞાથી તમને સમજાવનારો તમારા જીવનમાં બસ તમને એક વખત મળી જવો જોઈએ અને પછી તમને એના પ્રત્યે ક્યારેય શંકા ન થવી જોઈએ. અવિભાજ્ય હોવા છતાં પણ તે ચરાચર સંપૂર્ણ ભૂતોમાં અલગ-અલગ હોય તેમ પ્રતીત થાય છે, જાણે કે આ આત્મા, આ આત્મા, આ આત્મા, પેલો આત્મા, પેલો આત્મા એવો પ્રતીત થાય છે. બિંબ પ્રતિબિંબ પરમાત્મા તો અવિભાજ્ય છે, તમે એના ટુકડા કેમ પીસીસ કરો છો, સ્લાઈસો બનાવો છો બધા? અખંડ છે એ તો, ચરાચર સંપૂર્ણ ભૂતોમાં અલગ-અલગ હોય તેમ એ પ્રતીત થાય છે. જાણવા માણવા યોગ્ય તે પરમાત્મા તમામ પ્રાણીઓને ઉત્પન્ન કરનારો, પાલન પોષણ કરનારો અને અંતમાં સંહાર કરનારો છે. અહીં બાહ્ય અને આંતરિક બંને ભાવો પ્રતિ સંકેત કરેલો છે; જેમ બહાર જન્મ ભીતરમાં જાગૃતિ, બહાર પાલન ભીતરમાં યોગક્ષેમનો નિર્વાહ, બહાર શરીરનું પરિવર્તન અંદર સર્વસ્વનો લય, એટલે કે પ્રાણીમાત્રની ઉત્પત્તિના કારણોનો લય અને લયની સાથે જ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ જવું, આવા બધા આ બ્રહ્મના લક્ષણો છે.
એના વડે તમે એને જાણી શકો છો. તે બ્રહ્મ જ્યોતિઓમાં પણ જ્યોતિ છે, બ્રહ્મ જ્યોતિઓમાં પણ જ્યોતિ છે, પરમજ્યોતિ છે. અંધકારથી પર કહેવાય, તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, સંપૂર્ણતા છે એની અંદર, જ્ઞાતાપણું ભરપૂર ભરેલું જ છે. દરેક વસ્તુ જાણે જ છે એવી રીતના, પૂર્ણ જ્ઞાતા છે. એ જાણવા યોગ્ય છે અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થનાર છે, વાહ બહુ સરસ, જ્ઞાન થશે એટલે આપણને પ્રાપ્ત તો થઈ જ જશે ને! સો ધીસ ઇસ ગુડનેસ, કારણ કે ઘણી વખત શું કહે છે એ તો અવિજ્ઞેય છે, તો હવે જાણવું કેમનું ભાઈ? ડખો થઈ ગયો ને! કોઈકે કહી દીધું એકલું આમ નોધારું કે બ્રહ્મ તો અવિજ્ઞેય છે, તો પછી પૂરું થઈ ગયું કામ. એટલે આવી રીતે અધૂરા જ્ઞાનથી અટકી જાય છે માણસ. ઘણી વખત કોઈ એક વસ્તુમાં શંકા પડી જાય પછી આગળ વધી શકતો હોતો નથી, તો શંકાની બેડી એના પગમાં લાગી જાય, આગળ વધી ના શકે.
એને તો ઘણુંય ઊડવું હોય ગરૂડની જેમ, પણ પેલી શંકા છે ને સાપણ જેવી એવી વીંટળાઈ હોય કે છોડે જ નહીં ને. રાતે સૂતો હોય તો જાગે, "આનું શું?" એટલે આવી જાણકારી દ્વારા જ બ્રહ્મની પ્રાપ્તિ સંભવિત છે, પોસિબલ છે, થશે ભાઈ કે આ રસ્તો છે. તે સૌના હૃદયમાં રહેલો છે, એનું નિવાસસ્થાન હૃદય છે; આ નહીં આ નહીં, આ હૃદય પ્રદેશ છે જે તમે આ બસ આ જુઓ છો તે. આ જ તમારું અંતઃકરણ છે ને એ જ પરબ્રહ્મ છે ને એ જ પરમાત્મા છે બધું આનું. જોજો બીજે ફાંફા મારતા, તે બીજે ક્યાંય નહીં મળશે હો! જો આ ચૂકી ગયા તો પૂરું થઈ ગયું, તેથી હૃદયમાં ધ્યાન અને યોગ આચરણ દ્વારા જ બ્રહ્મની પ્રાપ્તિનું વિધાન છે. હે અર્જુન! બસ આટલું જ ક્ષેત્ર, જ્ઞાન અને જાણવા યોગ્ય પરમાત્માના સ્વરૂપ વિશે તને સંક્ષેપમાં કહી દીધું, આટલું જાણીને મારો ભક્ત મારા સાક્ષાત સ્વરૂપને પ્રાપ્ત કરે.
આ તમે જાણી લીધું, હવે પ્રાપ્ત કરવાની જવાબદારી એના પર મૂકી દો, પણ તમે એના માર્ગે ચાલશો તો. જેમ દાદા કહેતા હતા ને: "જો તું આત્મા છું તો જેવો તું ચંદુ થયો તો પણ તારી જવાબદારી નહીં લૂંટે, તું શુદ્ધાત્મા છું તો?" તો કે, "હા." "તો તારી જવાબદારી કે, તો પછી મારો બીજો જન્મ ના થાય ને?" તો કે, "ના થાય, પણ પછી તું ચંદુ થયો તો તારી જવાબદારી." મોઢે જ કહેતા હતા એવી રીતે. એટલે અત્યાર સુધી યોગેશ્વરે જેને ક્ષેત્ર કહ્યું તે પ્રકૃતિ છે અને જેને ક્ષેત્રજ્ઞ કહ્યો તેને પુરુષ કહે છે અને પછી હવે આગળ વધે છે, સમજાઈ ગયું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ જ પ્રકૃતિ છે અને પુરુષ છે, એટલું ક્લિયર થઈ ગયું હવે. હવે આગળ, આ પ્રકૃતિ અને પુરુષ બંનેને તું અનાદિ જાણ. શું કીધું? પ્રકૃતિ પણ અનાદિ છે અને આ પણ અનાદિ છે એવું તું જાણ. તમામ વિકાર અને ત્રણેય ગુણો પ્રકૃતિમાંથી પ્રકૃતિમાં જ ઉત્પન્ન થયેલા જાણ, પુરુષમાં ઉત્પન્ન થઈ શકતા નથી; સો લિમિટેડ ટુ પ્રકૃતિ ડોમેન, નોટ પુરુષ ડોમેન, એવા તું જાણ.
એટલે આ બે વાત બહુ સ્પષ્ટ કરી નાખો. ત્રીજી વાત કરે છે હવે આગળ, કાર્ય અને કરણ. કાર્ય અને કરણ એટલે કે જેના દ્વારા કાર્ય કરવામાં આવે છે વિવેક, વૈરાગ્ય વગેરે તથા અશુભ કાર્ય કરવામાં ક્રોધ વગેરે કરણ બને. આ દેહ પણ એક જાતનું કરણ છે, કંઈ પણ થાય છે ને એના વડે માટે એ કરણ કહેવાય અને પછી તમે પાછા એ કરણમાંથી કંઈક બનાવો તો એને શું કહેવાય? ઉપકરણ કહેવાય, શું કહેવાય? ઉપકરણ કહેવાય. એટલે એની ઉત્પત્તિમાં પ્રકૃતિ એ હેતુ છે, પ્રકૃતિ શું છે હેતુરૂપ બને છે; જ્યારે પુરુષ સુખ-દુઃખને ભોગવવામાં કારણ બને છે. આ હેતુ છે તો પેલો કારણ બને છે. હવે આ છે એટલા માટે પ્રકૃતિમાં પણ સુખ અને દુઃખનો अनुभव આવે છે. અનુભવ ક્યાં આવે છે? પ્રકૃતિના ભાગમાં આવે છે, એની જાણ ક્યાં થાય છે? પુરુષ ભાગમાં થાય છે, ક્લિયર થયું? સમજાયું કંઈ? આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ બધું પ્રકૃતિમાં છે પણ એનું જાણપણું જે છે ને સર્વજ્ઞતા અહીંયા હોવાના કારણે પુરુષને થાય છે.
પ્રકૃતિ ક્યારેય પોતાને જાણી શકતી? સ્ત્રી પોતાને જાણી શકે? અરે, પુરુષ પણ સ્ત્રીને જાણી શકતો નથી, તકલીફ થાય છે અહીંયા તો! પણ જે મહાપુરુષ થઈ ગયો એ પ્રકૃતિને પ્રકૃતિ જાણે, આ જ તો સાધના છે. પુરુષ પણ સ્ત્રીને નથી જાણી શકતો, સમજી જ ના શકે ને? શું કરવાની? આમ રોડ ઉપર આવતી હોય ને આમ સીધી આમ આવતી હોય એકદમ આમ જતી રહે, ખબર જ ના પડે શું થશે. એવું ખતરનાક ડિસીઝન આવે ને, ચક્કર ખાઈને પડે માણસ કે "વો માતાજી!" એટલે એવું તો થાય છે, પણ આ પરિસ્થિતિમાં એ જે પુરુષ છે ને તે જ્યારે મહાપુરુષ બની જાય છે ત્યારે પ્રકૃતિને સંપૂર્ણપણે જાણી જાય છે, સમજાયું? પુરુષ એટલે પુરુષ નહીં હો, હમણાં મેં વાત કરી એટલે હસવાનું નહીં, જે પ્રકૃતિ છે પુરુષની તે પણ એ જ કરે છે, એ પણ સ્ત્રી જ છે ખરેખર તો. એટલે જે પ્રકૃતિનો ભાગ છે તે બધો સ્ત્રી પ્રધાન જ છે, પુરુષ તો હજી કોઈ થયો જ નથી.
પેલી એને કહ્યું હતું ને ત્યારે, ભાઈ આ પુરુષ જે છે તે સુખ અને દુઃખને ભોગવવામાં કારણ રૂપે હોય છે. હવે પ્રશ્ન એ થાય કે તે શું ભોગવતો જ રહેશે કે એનાથી કોઈ દિવસ છુટકારો પણ પામશે? આ પુરુષ પ્રકૃતિથી મુક્ત થશે કે નહીં થાય એમ? ડિવોર્સ લેતો છૂટો થાય છે એવું કંઈ હોતું નથી, એ તો પાછી ફરી ગૂંચ પડી. હવે પ્રકૃતિ-પુરુષ બંને અનાદિ છે ત્યારે દેવ એકબીજાથી છૂટે પણ કેવી રીતે? એના વિશે કહે છે, હવે ૨૨મા શ્લોકમાં ભગવાન કહે છે: પ્રકૃતિની વચ્ચે ઉભેલો પુરુષ, શું? પ્રકૃતિની વચ્ચે ઉભેલો પુરુષ પ્રકૃતિથી પેદા થયેલા ગુણોના કાર્યરૂપ પદાર્થોને ભોગવે છે. આ બધા કાર્યરૂપ પદાર્થો છે, ભોજન કરવું, કપડા પહેરવા આ બધા કાર્યરૂપ પદાર્થો છે તેને ભોગવે છે અને આ ગુણોના સંગને કારણે જીવાત્મા સારી કે નરસિહ યોનિમાં જન્મ લે છે, સારું છે ખરાબ છે, ગમે છે નથી ગમતું.
આ જે ઊભું થયું છે એના કારણે આ બધું થાય છે, એટલે રાગ અને દ્વેષ કીધો એ જન્મનું કારણ છે. આ ગાઢું થઈ ગયું એટલે અજ્ઞાન થઈ ગયું બધું, પછી તો પોતે બેશુદ્ધ જ થઈ ગયો, ભૂલી જ ગયો પ્રકૃતિમાં અટવાયો એટલે કે હું કોણ છું. અને અત્યાર સુધી તો હું જ્ઞાતા છું, જ્ઞાતા છું, જ્ઞાતા છું હતું, પણ પછી જ્ઞાતા ગાયબ થઈ ગયું, જાણપણું જ જતું રહ્યું. હવે તો કે, "જાઓ જાણતલ જોશી પાસે જોષ જોવડાવો કે એને ખબર પડે કે હું કરવાનું છે કે આગળ અમારે જઈ-જઈને બતાવે પછી ત્યાં આગળ." એટલે પ્રકૃતિના ગુણોનો સંગ સમાપ્ત થાય ત્યારે જન્મ-મૃત્યુમાંથી આવાગમનથી મુક્તિ મેળવે છે, આ વિધાન છે અહીંયા આગળ. પ્રકૃતિના ગુણોનો જ્યાં સુધી સંગ કરશો, પ્રકૃતિના સંગમાં પણ રહેશો, તો એના ગુણોનો સંગ તો ઓટોમેટિક થવાનો છે; એટલે કીધું છે કે તમે એનાથી અલગ છો બસ એ તમે જાણી લો અને કોના પાસેથી?
મહાપુરુષ પાસેથી જાણો, એ તમને બતાવશે. તમે તમારી રીતે એને જાણી નહીં શકો, પુસ્તક વાંચીને યથાર્થ જ્ઞાન થશે નહીં તમને, માહિતી મળી ગઈ તમને એનાથી કશું વળશે? જિજ્ઞાસા વધશે તમારી કે ના થયું એટલે હવે શું કરવું, શું કરવું, શું કરવું? છેવડે ખોળશે કે કોણ આનો જાણકાર છે, ચાલો આપણે જઈએ. તો અહીંથી યુરોપ સુધીને લોકો જાય છે જાણવા માટે, પણ મહાપુરુષ પાસે ના જાય. હિમાલયમાં કોક ખોળ્યો કે કોક તો હશે ને કે મળશે ત્યાં ઉપર બેઠેલા કોઈ, એમ કરી કરીને લોકો ચડી જાય હિમાલયમાં બધે આવી રીતના. તે પુરુષ દ્રષ્ટા હૃદય પ્રદેશમાં ખૂબ જ સમીપ દ્રષ્ટાના રૂપે એ હોય છે. તમને એમ લાગે છે કે હું આમ કરીને આમ જોઉં એટલે હું જ્ઞાતા છું ને હું દ્રષ્ટા છું એટલે હું અહીં ક્યાંક છું, આ હૃદય પ્રદેશ જે છે તેની અંદર એ દ્રષ્ટા છે. એના પ્રકાશમાં તમે સારું કરો કે ખરાબ કરો, એને કોઈ પ્રયોજન નથી, લીસ્ટ કન્સર્ન; એટલે તો એ કેવળ સાક્ષી રૂપે બેઠેલો છે.
હવે આ લોકો ખબર નહીં, પેલી એની છોડી કાઢી કે નહીં પટ્ટી ન્યાયની દેવીની? હવે જ્યોતિ થઈ છે કે નથી થઈ? નથી થઈ, આ એવું એક હતું ખરું આમ આપણે એ પટ્ટી બાંધતા હતા એ છોડી કે નથી છોડી? હા, તલવાર તો છોડી દીધી એવું કંઈક કહે છે, આ તો હવે નવી મૂર્તિઓ, તલવાર છોડી દીધી પણ પેલી પટ્ટી કાઢી કે ના કાઢી એમ કહું! એનીવે, આ જે બેઠો છે ને એ તો પટ્ટી વગરનો બેઠો છે અને પાછો સર્વજ્ઞ છે બરાબર, એટલે આનો ન્યાય પાક્કો એકદમ પરફેક્ટ. અહીં ચૂક થાય પણ ત્યાં કોઈ દિવસ ચૂક હોતી નથી, કુદરતમાં કોઈ દિવસ ચૂક હોતી નથી, કુદરતમાં ક્યારેય નિર્દોષને પનિશમેન્ટ આવતી નથી. പનિશમેન્ટ આવી એનો મતલબ હતો હતો, છે નહીં હતો; કારણ કે અહીંયા આવ્યો ત્યાં સુધીમાં તો એણે પશ્ચાતાપ કરી નાખ્યો, બધું હોય છે. તેમ છતાંય પણ પેલી પનિશમેન્ટ કેપિટલ હોય ને એટલે એને ભોગવવા તો જવું પડે, વચ્ચે એણે પશ્ચાતાપ કર્યો હોય થોડોઘણો તો થોડું તો થાય ને?
ઘણીવાર તો યાર આ ખોટું થઈ ગયું આજ મારાથી આમ, સાવ નાના છોકરાને આવી રીતનો મેં લાફો મારી દીધો, એવું થાય એને દુઃખ તો થાય ના થાય? પણ પછી એને આવ્યું છે એટલે હવે આવડા છોકરાનો જીવ દુભાયો છે તો પછી આવશે તો જોરદાર જ ને! એટલે પછી કોક આવશે પછી એક દાડો હલ્ક જેવો કોક એની સામે જ ભમ્મ થઈને ઠોકે ને પછી ગરથોલું ખવડાવે ત્યારે ખબર પડે કે, "યસ બરાબર છે." જો એ જાગતો હશે તો તરત એને ખબર પડી જશે કે, "આ મારી પનિશમેન્ટ આવી, તે દાળે મેં કરેલું હતું." મોટાભાગના બેભાન હોય અને આવું બધું શોધવું જ નથી કોઈને, તો ઉપરથી એમ કહે કે, "તેં મને કેમ માર્યું?" પેલાની પાસે જઈને એવા અવળા ચોંટે એમાં થઈ ગયા છે, અત્યારની પ્રજા આવી છે. એની મહાવીરને ખબર જ હતી ભાઈ કે જડ વંકાય કેવા હશે, કહે છે ભવિષ્યમાં છોકરો માણસો બધા આવા હશે, જડ અને વાંકા. આમ સીધું બોલો તો એ તો વાંકું જ બોલે અને જડ એટલે સાવ જ જડ હશે કે ચેતનતાનો છાંટોય ન મળે તમને જોવા, એટલા બધા જડ થઈ ગયા હશે અને હાજી તો આ વધતું જ ચાલે છે.
આગે ક્યાં હોગા ભાઈ સોચો જરા! એટલા માટે ભગવાનને બહુ કરવું ના થાય તો જો આવા ભયંકર કળિયુગની અંદર પણ એણે કેટલા બધા સાધનો કેવું બધું મૂક્યું છે કે ત્યાંથી પણ આવું જ્ઞાન વધતું જાય, આગળ વધ્યા કરે, આગળ વધે વધ્યા કરે લોકોને ઉપલબ્ધ થાય ગમે તે કોઈ રીતે કરે. એટલે એ શું કરે છે? સાધનાનો યોગ્ય ક્રમ હાથમાં આપતા જ પથિક થોડો ઉપર ઉઠે છે, પછી એની તરફ આગળ વધે છે. દ્રષ્ટા પુરુષનો ક્રમ બદલાઈ જાય છે. દ્રષ્ટા જે છે ને પહેલા જે જોતો હતો ને હવે જુએ છે તેમાં ફેરફાર થઈ જાય છે દ્રષ્ટાની એની અંદર અને તે સંમતિ અનુમતિ આપે છે, અનુભવ આપે છે. સાધના દ્વારા વધુ નજીક પહોંચીને તે પુરુષ ભર્તા બનીને ભરણ-પોષણ કરે છે આગળ, એ તમારા યોગક્ષેમની વ્યવસ્થા પણ કરી દે, પાર ઉતારી દેશે કે ચિંતા ના કરીશ. જો સાધના દ્વારા સૂક્ષ્મ બનીને એ ભોક્તા પણ બની જાય: "ભોક્તારં યજ્ઞતપસામ્..." યજ્ઞ તપ જે કંઈ થાય છે તે બધાનો તે સ્વીકાર કરી લે છે, તમે જે કંઈ કરો છો તે એનો સ્વીકાર કરી લે.
અને પછી જ્યારે એ બધું ગ્રહણ કરી લે છે ત્યારે એની તે પછીની અવસ્થામાં મહેશ્વર, મહેશ્વર એટલે કે મહાન ઈશ્વરના રૂપમાં તે પરિવર્તિત થઈ જાય, પછી તે પ્રકૃતિનો સ્વામી બની જાય છે. એકવાર તમે મહેશ્વર થઈ ગયા એટલે તમે પ્રકૃતિનો પાર પામી ગયા, પછી જે મહેશ્વર છે તે પ્રકૃતિને બોધ કરી શકે, બીજો કોઈ કરે નહીં. હવે પ્રકૃતિ છે તે બોધ ગ્રહણ કરે પણ પ્રકૃતિને તો જે કરવું હોય તે જ કરે, એટલે શિવજી ગમે તેટલું બોલે, પાર્વતી ગ્રહણ કરે પણ કરવું હોય તે જ કરે; દાખલો મોજૂદ છે, પેલા દક્ષ યજ્ઞની વખતે. શિવજીએ એને ઘણું કહ્યું કે, "ભાઈ, તમારા પિતાશ્રી છે ને એ સતત અમારું અપમાન કરે છે. અમે મહેશ્વર છીએ અને તમારા પિતાશ્રી અમારું અપમાન કરે માટે અમે ત્યાં આગળે નથી આવતા અને આમે તે આપણને જે યજ્ઞ કરે છે તેમાં આપણને આમંત્રણ આપ્યું નથી." હવે મહેશ્વરને આમંત્રણ આપ્યું ના હોય, તો બાકીના દેવી-દેવતાઓ તો આવીને ટોળે-ટોળે બેઠેલા જ હોય પણ બધું સફળ જતું નથી થતું, બરાબર.
એટલે પછી પેલા પાર્વતીજીએ તો હઠ પકડી: "મારા પિતાને ત્યાં છે ને કે મારે કેમ ના જવાય? હું તો એમની પુત્રી છું એટલે હું તો જઈશ." એટલે ભગવાન કશું બોલ્યા નહીં અને પછી એણે કીધું પેલા નંદીને કે, "માતાજી જા રહી હૈ, થોડા ખ્યાલ રખના." મહેશ્વર છે તો બધું જાણતા હોય ને કે શું થવાનું છે, જાનકીનાથ આગળ બધું, એટલે મોકલી દીધા. હવે પાર્વતીજી તો અહીંયા પહોંચ્યા તો કોઈએ આવકાર આપ્યો નહીં, કશું થયું નહીં, યજ્ઞ ચાલુ થઈ ગયો હતો. આહુતિઓ અપાઈ જાય બધા દેવોને આ તે બધા, અગ્નિદેવ સ્વાહા સ્વાહા કરીને બધા દેવોને આહુતિઓ પહોંચાડતા હતા, બધું કરતા. પછી દેવીને આવ્યો ક્રોધ, પ્રકૃતિની તમે અવજ્ઞા કરો છો એટલે હમણાં આવીને યજ્ઞની અંદર પડતું મૂક્યું, સ્વાહા! ભડભડ ભડભડ બધું પ્રકૃતિ બળવા માંડી, સમજાય છે? પ્રકૃતિ બળવા માંડી એટલે પછી જે પહેલા નંદી હતા, તેમણે તો બધું પછી ટૂક ધ ચાર્જ ઓફ ધ સિચ્યુએશન અને પછી બધું તહસ-નહસ કરી નાખ્યું, ધ્વંસ કરી નાખ્યો, ભમભમાવીને બધું તોડી નાખ્યું.
એટલે યજ્ઞ યજ્ઞસ્થળી બધું, હવે દેવી એવી આવી સ્થિતિમાં આવ્યા હતા અહીં તરત સમાચાર પહોંચ્યા, એટલે શિવજી તો સીધા પ્રગટ જ થાય ને, કારણ કે એમને તો પગે ચાલવાનું તો હતું જ નહીં ને અને જાણતા જ હતા એટલે ઉપાડીને પછી આમ દોડ્યા. તો અલગ અલગ જગ્યાએ દેહ દેવીના બધા અંગો પડ્યા તે તમારા ૫૧ શક્તિપીઠ કહેવાયા, આવી એક વાત છે ને! એટલે દરેક જગ્યાએ અલગ-અલગ અંગો પ્રકૃતિના પડેલા જ છે બધા, ૫૧ જગ્યા છે આવી એની વિશિષ્ટતા, દરેક અંગની હોય કે ના હોય, એ અંગનાય દેવો હોય કે ના હોય, એનું મહત્વ છે ત્યાં આગળ. એટલે લોકો ત્યાં ગયા કર્યા કરે બધા. એટલે કહે છે કે જે મહાન ઈશ્વરના રૂપમાં પરિણત થઈ જાય છે તે પ્રકૃતિનો સ્વામી બની જાય છે, પરંતુ જ્યાં હજી પ્રકૃતિ જીવિત છે ત્યાં સુધી એ એનો માલિક છે. એનાથી પણ ઉન્નત અવસ્થામાં પરમાત્મેતિ ચ અપિ ઉક્તઃ, જ્યારે પરમ તત્વમાં એ મળી જાય છે ત્યારે જ એ પરમાત્મા કહેવાય છે.
આમ શરીરમાં રહેતો હોવા છતાં આ પુરુષ એટલે આત્મા પરમ તત્વ જ છે, જો અહીંયા પણ સ્પષ્ટતા આપી છે, સર્વદા પ્રકૃતિથી પર બને છે. ફરક એટલો જ છે કે આરંભમાં આ દ્રષ્ટાના રૂપમાં હતો આરંભમાં, ક્રમશઃ ઉત્થાન થતા-થતા પરમનો સ્પર્શ પામીને પરમાત્માના રૂપમાં એ પરિણત થઈ જાય છે. કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે, કેવળ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે, બસ પછી હવે કરવાનું કશું પણ રહેતું નથી આગળ, આનાથી આગળ બીજું કશું નથી. આમ પુરુષને અને ગુણો સહિત, આવી રીતે પુરુષને અને એના ગુણો સહિત પ્રકૃતિને તે મનુષ્ય સાક્ષાત્કાર સહિત જાણી લે છે. સાક્ષાત્કાર કરીને જાણે, નથી કે આ વાત આમ જ છે આમ. આપણે કોઈ વિજ્ઞાનનો પ્રયોગ હોય, એની જાણકારી લીધી, પુસ્તકમાંથી લીધી, બધું કર્યું, એક પ્રેક્ટિકલ પણ કર્યો બરાબર છે; હવે તમારે એને આત્મસાત કરવાનો, શું કરવાનો છે? આત્મસાત કરવાનું.
તમે શું વિધિ કરો છો? આમ બેસો છો, પછી આમ નક્કી કરો છો હેતુ (ઓકે), સાધનો (ઓકે), પછી એનો પ્રોસીજર, એવું જ હોય છે ને વન, ટુ, થ્રી પ્રોસીજર? પછી એમાં સ્ટેપ ૧, ૨, ૩, ૪, ૫, ૬ એવી રીતના તમે આમ કરીને ફરી એક વખત આમ જોઈ જાઓ. એઝ ઇફ તમે લેબોરેટરીમાં એને રી-એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો, એઝ ઇફ અહીંયા જ આમ બંધ આંખે કે ઉઘાડી આંખે, જે તમને અનુકૂળ હોય. સો તમે વિઝ્યુઅલાઈઝેશનનો ઉપયોગ કરો છો તે વખતે, તો તમે શું કરો છો? રી-ક્રિએટ કરો છો સેમ એક્સપિરિયન્સ કે જે તમે લેબોરેટરીમાં ફિઝિકલમાં કરેલો હતો, સ્થૂલમાં કર્યો હતો; આ તમે હવે સૂક્ષ્મમાં કર્યો. તો એ જે જાણકારી હતી તમારી સ્થૂલની, તેને તમે શું કરી? સૂક્ષ્મમાં કરી, એને શું કરી વધારે સૂક્ષ્મ બનાવી, ઓકે? હવે એને લગતી આ જે આખી બાબત છે, તેની પણ એક સ્મૃતિ બની ગઈ તમારી, ઓકે? હવે તમારે ત્રીજી વખત જ્યારે એનો ઉપયોગ કરવાનો આવે, ત્યારે સ્મૃતિ જે છે તેનો આઈકોન હોય, એને તમે આમ કરીને આમ જઈને ક્લિક કરો એટલે પછી ખુલે ને એ ફાઈલ આખેઆખી અને બતાવે કે, "ભાઈ, આ જે છે ને સૂક્ષ્મમાં આવું થયું હતું, ફિઝિકલમાં આવું થયું હતું." બંને બતાવશે તમને.
હવે તમે સર્વજ્ઞ થયા કે તમે તો સ્થૂળથી સૂક્ષ્મ સુધીનું બધું જ જાણો છો, તમને ખબર પડી ગઈ. એવી રીતે આને પણ જાણવું જ હોય, ગુણો સહિતની પ્રકૃતિને અને પોતાને સ્વયં જાણવું જોઈએ. આવી રીતે પાછો કેવી રીતે? સાક્ષાત્કાર સહિત. આ જે પ્રોસેસ છે ને, એ બહુ પ્રોસેસ તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે તમારી અંદર કરો છો, સેમ પ્રોસેસ છે, બીજું કશું બહુ છે નહીં અંદર. જુઓ તો સાક્ષાત્કારને એક જાતનું તમને કન્ફર્મેશન જોવે છે અંદરથી કે "હું આ છું, હું આ છું." આ હવે આ જે મિસિંગ લિંક છે ને, ત્યારે તમે આવી રીતના બેસીને આવી રીતના કરો છો કે: "આટલી પ્રકૃતિ છે, આ હું છું, આ મારા ગુણો છે, આ એના ગુણો છે, આ આમ છે, આમ છે, આમ છે." ઓકે, બેસીને ત્યાં ક્લિયર થયું, અંદર સૂક્ષ્મમાં તમને એનો અનુભવ આવશે. એ જે અનુભવ આવશે, તે ઘડીએ તમને કન્ફર્મેશન મળશે કે "હું મહેશ્વર છું, મતલબ હું પરબ્રહ્મ." પૂરું થઈ ગયું કામ, બરાબર.
હવે આગળ, એટલે કહે છે કે કર્મને કાર્યરૂપ આપ્યા વગર, કર્મને કાર્યરૂપ આપ્યા વગર (ઇન એક્શન) આવી રીતના આમ કરીને કર્યા વગર કોઈ મુક્તિ પામતું, એટલે ધ્યાનની સ્થિતિની અંદર જે કરો છો તમે આખું એ તમે કાર્યરૂપ આપી રહ્યા છો. એ જ કર્મને નિષ્કામ કર્મ, કારણ કે આ કર્મનું કોઈ ફળ નથી ખરેખર, સંસારિક કોઈ ફળ મળતું નથી એનું. એનું જે ફળ છે એ તો ઓલરેડી ત્યાં છે અને એ તો પરમાત્મા પોતે સ્વયં, બસ પ્રાપ્તિમાં ફળરૂપી એ જ આ સાક્ષાત જ થઈ જાય છે તમારી એવી રીતે. એટલે આવું બોલવું પણ એક બાબત જ છે, આમ તો જોઈએ તો એ તો અનુભવની જ વાત છે ને, માટે હે અર્જુન! આત્મનામ પરમાત્મા માને, કેટલાક માણસો તો આત્માના પોતાના અંતઃચિંતન ધ્યાન દ્વારા આત્મની એટલે કે હૃદય પ્રદેશમાં જુએ છે. કેટલાક સાંખ્ય યોગ દ્વારા, એટલે પોતાની શક્તિ સમજીને તે કર્મમાં પ્રવૃત્ત બને છે અને બીજા કેટલાક નિષ્કામ કર્મ યોગ દ્વારા તેને જુએ છે, સમર્પણ સાથે નિયત કર્મમાં પ્રવૃત્ત થાય છે.
મુખ્ય સાધન છે ધ્યાન. આ ધ્યાનમાં પ્રવૃત્ત થવા માટે સાંખ્ય યોગ અને નિષ્કામ કર્મ યોગ એ બે ધારાઓ છે; પરંતુ બીજા કે જેમને સાધનાનું જ્ઞાન નથી અને તે આ રીતે તત્વને જાણતા ન હોવાથી અન્યોભ્યઃ, એટલે કે બીજા જે તત્વને જાણનારા મહાપુરુષો છે તેમની પાસેથી સાંભળીને ઉપાસના કરે છે. આમ શ્રવણ પરાયણ થયેલા લોકો પણ, શ્રવણ પરાયણ થયેલા લોકો પણ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી નિશંક રીતે તરી જાય છે. આથી બીજો કોઈ માર્ગ ના મળે તો સત્સંગ અવશ્ય કરવો. હે અર્જુન! સ્થાવર અને જંગમ જે કોઈ વસ્તુ પેદા થાય છે તે બધી જ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલી જાણ, વ્યતિરેક ગુણ બરાબર. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ અને પુરુષ આવી ગયો, શુદ્ધ ચેતન અને પ્રકૃતિ બે સાથે જ છે એટલે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થવાનો જ છે, એટલે સંસાર થવાનો જ. પણ પુરુષ પોતાને જો પ્રકૃતિથી અલગ રાખીને, "પ્રકૃતિ મારાથી અલગ જ છે" એમ જોયા કરશે, કશું ઉત્પન્ન નહીં થાય, કશું ઉત્પન્ન નહીં થાય પ્રકૃતિમાં.
એ પોતાની પ્રકૃતિને યોગથી અલગ જુએ છે પોતાનાથી કે, "હું આ છું ને આ એ છે." એ યોગનું જ્ઞાન એ આ છે. હવે યોગ ક્યાં છે? પ્રકૃતિથી ઉપર ઊઠવાનું છે યોગ આખેઆખો. તમે જુઓ એની અંદર શું છે? આ જ બધા ગુણો જે છે તેનાથી ઉપર ઊઠવાનું છે આપણને પદ્ધતિ આપેલી. એટલે કહે છે કે પ્રાપ્તિ ક્યારે? આ બધી વાત કરી પણ એની પ્રાપ્તિ તે અંગે કહે છે આગળ કે, બધા નાશવંત પ્રાણીઓમાં જે અવિનાશી પરમેશ્વરને સભાનપણે સ્થિત રહેલો જાણે છે, અભાનપણે નહીં, શબ્દ જો બહુ ધ્યાન રાખો: સભાનપણે સ્થિત રહેલો જાણે છે. દરેક નાશવંત પ્રાણીઓના હૃદયમાં અવિનાશી પરમેશ્વર છે જ, એવું જે જાણે છે તે જ સાચું જાણે, સાચો જાણનારો એ જ છે બીજો નથી. એટલે પ્રકૃતિ વિશેષ રૂપે નાશ પામે, ત્યારે તે પરમાત્મા સ્વરૂપ છે. વિશેષ રૂપે નાશ એટલે એનો નષ્ટ કરવાની નથી, પણ "આ પ્રકૃતિ હું નથી" એમ જ્યારે કરે છે, તે વિશેષ રૂપે એનો નાશ થયો કહેવાય પ્રકૃતિનો; ત્યારે તે પરમાત્મા સ્વરૂપ બને છે, પરંતુ એનાથી પહેલા નહીં.
કારણ કે ત્યાં સુધી તો પ્રકૃતિની ગુણોની મર્યાદામાં જ છે, એટલે ગમે ત્યારે લપેટી લેશે અને ખબર જ નહીં પડે ને! તો હવે લપેટી લેશે શું? ઊંઘમાં એક સ્વપ્ન આપ્યું એટલે ચાલ્યું, પેલા નારદની વાત નહોતી કરી તમને? કે "ભગવાન! મને એક દાડો માયા બતાડો કે તમારી, તમે બહુ વાત કરો છો." પછી તો એવી એની આ થઈ છે કે ના પૂછવાની, એટલે એવું. એટલે પરમાત્મા સ્વરૂપ છે જો, પરંતુ એનાથી પહેલા તો નહીં. અગાઉ આઠમાં અધ્યાયમાં પણ કહ્યું હતું કે ભૂતોનો જે ભાવ, ભૂતોનો જે કોઈ ભાવ જે કંઈ પણ રચના કરે, સારી કરે કે ખરાબ કરે, તેનું મટી જવું, તેનું બંધ થઈ જવું તે કર્મોની પરાકાષ્ટા છે, ભાવ જ ઉત્પન્ન નથી થતો. એટલા માટે કીધું કે "ભલા-ભૂંડાને ટાળ." કોણ આવ્યો હતો? પેલા ઈશુ ખ્રિસ્ત એ આવું બોલતા હતા કે, "ભલા-ભૂંડાને ટાળ." આપણે ત્યાં શું કહેતા? ઈષ્ટ અને અનિષ્ટ જેવું કંઈ નથી, એટલે તું દ્વંદ્વાતીત થા, એવી રીતે કહેતા હતા.
પછી કે પ્રિય અને અપ્રિય કંઈ નથી, એટલે તું એનાથી મુક્ત થા; પછી કે આસક્તિ અને અનાસક્તિ એવું કંઈ પણ નથી, તું એનાથી પણ મુક્ત રહે અલગ થા તું. પ્રિય-અપ્રિય ના હોવું જોઈએ તને, લાઈકિંગ-ડિસલાઈકિંગ ના હોવું જોઈએ. "આ ગમે છે ને આ નથી ગમતું." એટલે એ શું છે? તો કે રાગ અને દ્વેષ છે. મતલબ રાગ-દ્વેષ ઉત્પન્ન ન થવા દો, તો અજ્ઞાન રહેશે નહીં, ટકશે નહીં, પછી જ્ઞાન થવા જ માંડશે. આધાર જ શેનો છે? તો કે રાગ અને દ્વેષનો, કોકની પર રાગ, કોકની પર દ્વેષ. તટસ્થ કોક દાડો તો રોગ અને જાણ માનો તો ખરા કે તમે તટસ્થ છો પાછા, ત્યારે તમારાથી તટસ્થ રહેવાશે જ; કારણ કે એ તો તમારો સ્વભાવ છે, અત્યાર સુધી તમે જાણતા જ નહોતા. તમે એમ જાણો કે આ બધું સરખું જ છે કે, "આ ભાઈને એવું છે ને આ ભાઈને એવું છે ને મનેય થાય છે." એટલે આને તાવ આવે છે ને મનેય આવે છે, બધું સરખું જ છે.
અરે ના એવું નહીં, એનો તાવ જુદો ને તારો જુદો, એની દવા જુદી ને તારી દવા જુદી કે તને શેનો તાવ આવ્યો હોય? તને તે તારા ભૂતોને જે પીવડાવ્યું હોય એનાથી તાવ તારો ચડ્યો હોય, એણે એના ભૂતોને જે પીવડાવ્યું હોય એનાથી એને તાવ ચડ્યો હોય; તો બેની દવા એક હોય? ના, અલગ અલગ હોય કે એટલે ધ્યાન રાખજે. એટલે કીધું છે કે આ ભૂતોનો જે ભાવ છે, એ લોકો જે કંઈ અંદર રચના કરે છે, પેલું ઉદ્ભવ પામે છે ને પુરીયાષ્ટકમાં તેની વાત; પરમાણુવાદ છે આખેઆખું, તે સમયે જ કર્મ પૂર્ણ થાય છે. એટલે આ કર્મની પરાકાષ્ટા શું છે? કે જે રચના થાય છે તેનું મટી જવું, એટલે રચના થતી બંધ થઈ જાય, ચાર્જિંગ થતું બંધ થઈ જાય અને જે થયેલું છે તે ડિસ્ચાર્જ થઈ જાય એટલે કામ પૂરું, તાળો મળે છે. શું કહે છે? આમ મહાપુરુષો કશું ક્યારેય કોઈ અલગ બોલ્યા જ નથી, સમજણ ફેર થાય છે દરેક યુગમાં થતું આવ્યું છે અને પછી તો ક્યાં ને ક્યાંય આમ ગોળાનો ગપ થઈ જાય ને, ગપનો પછી ગપ ગોળો થઈ જાય ને પછી એ ગબડે જ કરે, ગબડે જ કરે, ગબડે જ કરે; કરુણતા છે ને!
એટલે જ્ઞાની પુરુષ હોય, મહાપુરુષ હોય એને હંમેશા બહુ દુઃખ થાય, આર્દ્રતા હોય એનામાં કરુણા: "અરરર બચારાઓને બધાને ઉપર ઉઠાવો યાર, આવું ના કરવા દેશો, આટલા બધા પડી રહે એવું તો થોડું ચાલે!" તમને હમણાં જ કોક એમ કહે કે ફલાની જગ્યાએ કંઈક થયું હોનારત અને હજારો લોકોને આમ આમ થઈ ગયું છે, તો તમને શું થાય છે અત્યારે અહીં તમે વિચાર તો કરો? જો તમે તો અહંકારી પુરુષ છો સ્વીકાર કરો છો તો તમને જો આવું થાય છે, તો એ તો મહાપુરુષ છે અને સર્વજ્ઞ છે એને કેવું થતું હશે? એનો વિચાર કરો તમે, એને કેવું થતું હશે! પણ એને દુઃખ નથી થતું તમને દુઃખ થાય, તમે સુખ-દુઃખમાં પડ્યા છો, એ એનાથી નિર્લેપ છે, એનું દુઃખ નથી કરુણા છે. એટલે કહે છે કે જે રચના થાય છે તે બંધ થઈ જાય અથવા તેનું મટી જવું એ કર્મોની પરાકાષ્ટા છે અને એ તો એક વખત તમારે ત્યાં સુધીને પહોંચવું જ પડશે અને જેવી એ કર્મોની પરાકાષ્ટાએ પહોંચ્યા તે સમયે જ કર્મ પૂર્ણ થાય છે.
પૂર્ણ થાય છે નહીં તો ચક્ર રૂપે પાછું નિરંતર ચાલ્યા જ કરે છે, ચોર્યાસી લક્ષ. પરમાત્માની જે શક્તિઓ છે ને એમાંની એક ચક્ર શક્તિ પણ છે જ, એટલે ચક્ર ચક્કરમેં ચક્કર ફરિયાદ કરતો હોય. દર સાત વર્ષે થાય, કોકને કશીક વસ્તુ દર ત્રણ વર્ષે થાય, એકની એક જ ઘટના. પછી સમજણ ના પડે કે શું થયું હવે ત્રણ વર્ષે થયા એક્ઝેટ ત્રણ વર્ષ ગયા, પેલા ફાધર ગયા કે બીજા ત્રણ વર્ષ થયા કે મારા મધર ગયા, પછી બીજા ત્રણ વર્ષ થયા ને પાછું કોક બીજું ગયું; કે સારું કંઈક ગડબડ લાગે છે, એવું શંકા તો એને પડે પણ સમજણ ના પડે કે શું થયું. ગોઠવણી છે બધી કુદરતની અંદર અને એ કેવી હોય? એક્યુરેટ, વ્યવસ્થિત હોય, કંઈ એમાં ગપોડાની બાજી ચાલતી નથી કોઈની પણ અંદર, દખલઅંદાજી પણ ચાલતી નથી. એક વખત ચાલુ થઈ ગયું એટલે કહે: "મેં કેસે કે નહીં સુનતા..." એવું કહી દે છે.
તો તરત શું? એટલે કહે છે કે તે સમયે કર્મ પૂર્ણ થાય છે, નહીં તો ચક્રરૂપી એ ચાલુ રહે છે. તે જ અહીં કહે છે કે, જે ચરાચર ભૂતોને નષ્ટ થતા અને પરમેશ્વરને એમાં સમભાવથી સ્થિત જુએ છે, તે જ યથાર્થ સાચું જુએ છે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.