યથાર્થ ગીતા સાર — ૫
[source: 2] ૐ શાંતાકારમ્ ભુજંગશયનમ્ પદ્મનાભમ્ સુરેશમ્, વિશ્વાધારમ્ ગગનસદૃશમ્ મેઘવર્ણમ્ શુભાંગમ્. લક્ષ્મીકાન્તમ્ કમલનયનમ્ યોગિભિર્ધ્યાનગમ્યમ્, વંદે વિષ્ણુમ્ ભવભયહરમ્ સર્વલોકૈકનાથમ્. એકમ નિત્યમ્ વિમલમચલમ્ સર્વધીસાક્ષીભૂતમ્, ભાવાતીતમ્ ત્રિગુણરહિતમ્ સદ્ગુરુમ્ તમ્ નમામિ, સદ્ગુરુમ્ તમ્ નમામિ. ૐ.
ગીતાના દ્વિતીય અધ્યાયનું ભાથું
બીજા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું કે તું યુદ્ધ કર. વિજયી બનીશ તો ઉત્તમ સ્થાન પામીશ અને હારીશ તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ અને પરાજયમાં દેવત્વ છે, કંઈક તો મળે જ છે, ગુમાવવાનું તો કાંઈ છે જ નહીં. હવે તું નિષ્કામ કર્મયોગના વિશે સાંભળ, એ વિચારથી તું કર્મના બંધનોથી સંપૂર્ણપણે છૂટી જઈશ. પછી તેની વિશેષતાઓ ઉપર ધ્યાન દોર્યું. કર્મ કરતી વખતે રાખવાની જરૂરી સાવધાની ઉપર પણ ભાર મૂક્યો કે ફળની વાસનાવાળા ન થવું. ઈચ્છાઓથી મુક્ત થઈને કર્મમાં પ્રવૃત્ત થવાથી, અને એ કર્મ પણ કેવું તો કે તું શ્રદ્ધારહિતપણે ના કરીશ, પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સહિત કર. આટલું કરવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ.
'શ્રી ભગવાનુવાચ'—ભગવાને આ વાત અહીંયા આગળ બહુ સુસ્પષ્ટ કરી દીધેલી છે આપણા સૌના માટે કે જો આવી રીતે કર્મ કરીશ, તો તું એમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જઈશ. અને જો તું જીતી જઈશ, તો તું પરબ્રહ્મ સ્વરૂપ પામી જઈશ પણ જો કદાચ સંજોગવશાત તું હારી પણ જઈશ—જે બનવાનું જ નથી—પણ તો પણ તને દેવત્વથી નીચે તો નહીં જ પડવા દે. તારી દૈવી સંપત્તિ જે એકઠી થયેલી છે, તે તો તારું હંમેશાં રક્ષણ કર્યા કરશે, તો તું પડીશ નહીં, તું પતિત નહીં થાય, જ્યાં છે ત્યાં તો તું ચોક્કસ રહીશ.
જ્ઞાનમાર્ગ વિરુદ્ધ નિષ્કામ કર્મયોગ
હવે અર્જુનને નિષ્કામ કર્મયોગની સરખામણીની અંદર જ્ઞાનયોગ સરળ અને ફળદાયી એવો દેખાવા માંડ્યો. મનુષ્યનું અંદર જે પેટર્ન પડેલી હોય ને, એ... હંમેશાં શોર્ટકટ શોધે—કેમ કરીને ઝડપથી પહોંચી જાઉં, કેમ કરીને ઝડપથી પ્રાપ્ત કરી લઉં! ત્યારે હંમેશાં જ્ઞાની કહે છે કે આમાં ઉતાવળ નહીં ચાલશે, સૌથી પહેલાં તો તું શાંત થા, તું ધીરજ કેળવ. ધીરજ કેવી રીતે કેળવાય? શાંત બેસી રહેવું. આમ કંઈક કરી નાખવાવાળું કંઈક ઊભું થતું હોય, કંઈક વિચારો આવી જતા હોય, એ પળે શાંત રહેવાનો પુરુષાર્થ કરવાનો. ધીમે-ધીમે એ અભ્યાસ કરતાં-કરતાં આપણે આગળ વધી રહીએ.
એટલે કહે છે ભગવાનને કે, "હે જનાર્દન, નિષ્કામ કર્મની અપેક્ષાએ જ્ઞાનમાર્ગ આપની દ્રષ્ટિએ જ ઉત્તમ છે, તો પછી મને ભયંકર... કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? મને શા માટે આ... કર્મની જંજાળમાં પાછો ફરી જોતો કર્યો?" હવે નિષ્કામ... કર્મયોગમાં અર્જુનને ભયંકરતા દેખાય, કારણ કે એમાં કીધું કે તેમાં કર્મ કરવામાં તારો અધિકાર છે અને ફળમાં ક્યારેય નહીં. "તો હવે ફળ જ નથી મળવાનું અને વિચારવાનું પણ નથી મારે, તો પછી આ તો કંઈ બહુ વિચિત્ર બાબત લાગે!" એટલે એને સ્પષ્ટતા નથી હજુ અંદર, એટલે એણે કીધું કે કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હોજો, તો એને સમજાયું નહીં. અને નિરંતર સમર્પણની ભાવના સાથે યોગ ઉપર દ્રષ્ટિ રાખીને તું કર્મ કર્યે જા, એમ જ્યારે ભગવાને એને કીધું, તો પાછો ફરી એ ગૂંચવાયો. હવે એને શોર્ટકટ દેખાવા માંડ્યો કે જ્ઞાનમાર્ગમાં કંઈ કરવાનું નથી, તો તો પછી આપણે...
પણ તે વખતે એને વિસ્મૃત થઈ ગયું કે કર્મ એક જ છે, ચાહે તું ગમે તે માર્ગે કરીશ—નિષ્કામ કર્મયોગ કરીશ અથવા તો તું જ્ઞાનમાર્ગે જઈશ—કંઈક તો છે તારે!
તો કહે છે કે, "હે અર્જુન, આ સંસારમાં સત્યની શોધના બે માર્ગ તને કહ્યા—જ્ઞાનીઓ માટે જ્ઞાનમાર્ગ અને યોગીઓ માટે નિષ્કામ કર્મયોગ કહ્યો." હવે આ ભેદ કેવી રીતે પડે છે તેની આગળ વાત કરશે ભગવાન કે જ્ઞાની કોણ અને યોગી કોણ. સ્ટેપ-બાય-સ્ટેપ જાય છે, કોઈ ઉતાવળ છે નહીં. આમ નાનકડા બાળકને જેમ કેવી રીતે આમ ધીમે-ધીમે માતા જમાડે, નાનો-નાનો કોળિયો કરી-કરીને પેલો ચાવે કે ગળી જાય એના પ્રમાણમાં એવી રીતના. તો હવે જેટલું ગળી ગયો હતો, એટલે પાછી ફરી એક ચમચી આપી એને. એટલે કહે છે કે, "ભાઈ જો, બંને માર્ગ અનુસાર કર્મ તો કરવું જ પડશે અને કર્મ જે છે, તે તો અનિવાર્ય છે. તું એને નિવારી શકે એમ છે જ નહીં. એટલે તું એમ સમજતો હોય કે તું નિષ્કામ કર્મમાંથી આની અંદર જતો રહીશ તો તું બચી જઈશ, એવું કંઈ છે નહીં હે અર્જુન! ના તો મનુષ્ય કર્મનો આરંભ ન કરીને નિષ્કામ કર્મની અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે." પહેલાં જ કહી દીધું કે કર્મનો તું આરંભ નહીં કરે નિષ્કામ કર્મનો, અને તું એમ વિચારે કે હું નિષ્કર્મની અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરી લઈશ, એમ કરતાં-કરતાં તો એવું શક્ય નથી, એવું થતું નથી.
"અને ન તો આરંભ કરેલી ક્રિયાનો ત્યાગ કરવા માત્રથી પણ ભગવાનની પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે." એટલે કીધું કે ક્રિયા જે તારી છે, તેનો તું ત્યાગ કરી દઈશ તો પણ તું ત્યાં પહોંચવાનો નથી.
કર્મની અનિવાર્યતા અને પ્રકૃતિના ગુણો
તો હવે શું કરવું? "હવે તને જ્ઞાનમાર્ગ યોગ્ય લાગે કે નિષ્કામ... કર્મનો આરંભ ન કરીને કોઈ પણ નિષ્કર્મી બની શકતું નથી. અમે તો જ્ઞાનમાર્ગી છીએ, જ્ઞાનમાર્ગમાં કોઈ કર્મ છે જ નહીં—આવું માનીને કર્મનો ત્યાગ કરનાર વાસ્તવમાં જ્ઞાની નથી. આરંભેલી કોઈપણ ક્રિયા ત્યાગવા માત્રથી પરમાત્માના સાક્ષાત્કારરૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહીં." અને સમજાવે છે કારણ કે કોઈપણ પુરુષ કોઈપણ કાળે, એક ક્ષણવાર માત્ર માટે પણ કર્મ કર્યા વગર રહી શકવાનો જ નથી. એટલે કર્મની તો અનિવાર્યતા બહુ સિદ્ધ થઈ ગયેલી છે, કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા વિવશ થઈને કર્મ કરે છે. હવે આગળની વાત કરી કે... કર્મ કેવી રીતે થાય છે—તો કે પ્રકૃતિના જે ત્રણ ગુણો છે: સત્વ, રજસ અને તમસ, તો એ ત્રણેય ગુણોથી એ લોકો વિવશ છે, ધે આર કમ્પેલડ ટુ ડુ સમથિંગ!
અને એવી રીતે પણ... કર્મ તો થઈ જ જાય છે, એવી કોઈ ક્ષણ હોતી નથી કે જ્યારે એ તો... કર્મ તો કરતો નથી. એટલે પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં સુધી ટકે છે, ત્યાં સુધી કોઈપણ માણસ... કર્મ કર્યા વગર રહી શકતો નથી—ભગવાને રૂલિંગ આપી દીધું.
યજ્ઞ કરતાં-કરતાં પણ ત્રણ ગુણોથી પર થઈ જવાય ત્યારે મનનો વિલય થઈ જાય છે, અને પ્રભુનો સાક્ષાત્કાર થતાં જ યજ્ઞનું ફળ આવતાં... કર્મ શેષ થઈ જાય છે. યજ્ઞ જ... કર્મ સમાપ્ત કરી આપશે, ત્યાં સુધી... કર્મ તો થઈ જ જશે. એટલે એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર... કર્મ મટતા જ નથી, પ્રકૃતિ પીછો છોડતી જ નથી. એટલે કોઈ એમ કહે કે, "હું ૨૦૦૦ વર્ષ સમાધિની અંદર રહ્યો અને પછી હવે હું પાછો આવ્યો છું," કે ના, એવું બનતું નથી. પરાશર જેવા મહાન ઋષિ, બસ એક ગંગા પાર કરવા માટે બેઠા અને માછીમાર કન્યા પર મોહિત થઈ ગયા! પ્રકૃતિ છોડતી નથી, ઋષિ હોય તો પણ. એમ ઘણી વખત એને નિમિત્ત બનાવે પણ એના પાસે જ કાર્ય કરાવે, એ પોતે પણ એ... કર્મમાં આસક્ત ના હોવા છતાં પણ, એમને કોઈ લેવા-દેવા નથી પણ... કર્મ તો એમના દ્વારા, એમના નિમિત્તે કરાવવામાં આવે.
એટલે નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર... કર્મ મટતા નથી, આ બહુ સ્પષ્ટતા આપણને થઈ જવી જોઈએ એકદમ ક્રિસ્ટલ ક્લિયર. પ્રકૃતિ પીછો છોડતી નથી.
મિથ્યાચાર વિરૂદ્ધ સાચો સંયમ
જ્યાં સુધી તમે એના ગુણોથી પર થતા નથી, હવે આટલું જાણ્યા પછી પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકીને મનથી વિષયોનું સ્મરણ કર્યા જ કરતા હોય છે. એટલે ઇન્દ્રિયોને બરાબર રોકી રાખે પણ મનમાં તો પેલું ચાલ્યું જ હોય, તે મિથ્યાચારી અને આડંબર કરનારા છે. જ્યાં સુધી ગુણોથી પર નથી થયા, ત્યાં સુધી તમે એમ વિચાર કરો છો કે, "હવે મારો કાબુ આવી ગયો છે પ્રકૃતિ ઉપર," તો એ શક્ય બનતું જ નથી, અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું. અને ભગવાન કહે છે કે એ લોકો પાખંડી છે, નહીં કે જ્ઞાની. શ્રીકૃષ્ણ કહે છે આગળ કે, "તે લોકો ધૂર્ત છે. જ્ઞાનમાર્ગ સારો લાગે કે નિષ્કામ... કર્મયોગ, બંને માર્ગમાં... કર્મ તો કરવું જ પડશે."
હે અર્જુન, જે પુરુષો મનથી ઇન્દ્રિયોને વશ કરીને, મનમાં પણ વાસનાઓનું સ્ફૂરણ ન થાય, સંપૂર્ણ અનાસક્ત બનીને કર્મેન્દ્રિયોથી... કર્મયોગનું આચરણ કરે છે, તે શ્રેષ્ઠ છે. કર્મેન્દ્રિયોથી... કર્મનું આચરણ કરવાનું કીધું, જ્ઞાનેન્દ્રિયોથી... |કર્મનું આચરણ કરવાનું નથી કીધું, આપણને આ સ્પષ્ટ થવું જોઈએ. તો કર્મેન્દ્રિયોથી... કર્મનું આચરણ કરવાનું છે અને જ્ઞાનેન્દ્રિયોને કાબુમાં રાખવાની છે, એની પર સંયમ કેળવવાનો છે.
પ્રશ્ન એ છે કે... કર્મ કયું કરવું? હવે એવું થાય કે કર્મેન્દ્રિયથી... કર્મ કરવાનું ભગવાને કીધું છે પણ કયું... કર્મ? તો કહે છે કે, "હે અર્જુન, તું ચોક્કસ નિર્ધારિત... કર્મ કર. તું ગમે તે... કર્મ કરીશ અને તું એ માને છે કે તું આ ગુણોથી ને પ્રકૃતિથી ને બધાથી પાર પામી જઈશ ને છૂટી જઈશ, એવું બનવાનું નથી." એના માટે કંઈ ચોક્કસ નિર્ધારિત... કર્મ છે, એ નિર્ધારિત... કર્મ કરવું જરૂરી છે. હજી કહેતા નથી કે એ કયું... કર્મ છે, આગળ કહે છે કે, "તું ચોક્કસ નિર્ધારિત... કર્મ કર,... કર્મ જન્મ-મરણના ભયથી ઉદ્ધાર કરી દેનારું છે." આ... કર્મ કેવું છે? એવું છે, જન્મ અને મૃત્યુ બંનેમાંથી તને મુક્ત કરી દેશે, તારે ફરી જન્મ જ લેવો નહીં પડે, અને નહીં પડે એટલે તારું પછી પાછું ફરી મૃત્યુ પણ નહીં થાય, અને એટલે પાછું ફરી તારો જન્મ પણ નહીં થાય.
તો આ જે ઘટમાળ છે આખી, એમાંથી તું મુક્ત થઈ જઈશ, પણ ક્યારે? કે જ્યારે તું ચોક્કસ નિર્ધારિત... કર્મ કરીશ. માર્ગ તું ગમે તે પસંદ કર—જ્ઞાનમાર્ગ કરીશ કે... કર્મયોગ, નિષ્કામ... કર્મયોગ કરીશ—બંનેની અંદર... |કર્મ તો એક જ છે. હજુ કીધું નથી કે શું... કર્મ, એટલે કહે છે કે, "ચોક્કસ નિર્ધારિત... કર્મ કર અને એ કેવું છે?" તો કે શ્રેષ્ઠ છે,... કર્મમાં એ શ્રેષ્ઠ છે. પાછું... કર્મ નહીં કરે તો તારા શરીરની યાત્રા પણ ચાલશે નહીં, એટલે... કર્મ તો કરવું જ પડે. હવે એવું કયું... કર્મ છે કે જે ના કરો તો शरीरની યાત્રા બંધ થઈ જાય? વિચાર કરો, બહુ એક્ઝેટ છે ને! જે... કર્મ બંધ કરી દેવાથી, એ... કર્મનો ત્યાગ કરવાથી શરીરની યાત્રા બંધ પડી જાય અને એ... કર્મ કરવાથી નિર્ધારિત કર્મો, વિધિસરનું પૂજન કર... આગળ પણ કીધું હતું, તો પૂજનના ભાવ સહિત કરવાનું કહે છે...
કર્મ આપણને. એ... કર્મ આટલું હજી થોડું સ્પષ્ટ થયું છે આપણને.
શરીર નિર્વાહ કે જીવંત યાત્રા?
શરીર યાત્રાનો અર્થ લોકો કહે છે, અર્થ કરે છે શરીરનો નિર્વાહ કરવાનો—ખાધું-પીધું ને રાજ કર્યું! "ખાયા પીયા ઓર ખૂટા દિયા ખસમ," ખતમ, ટૂંકું! ના, એવું નહીં. કેવો શરીરનો નિર્વાહ? પછી પ્રશ્ન કરે છે, "શું તમે શરીર છો? તમે શરીર છો?" વિચાર તો કરો! આ પુરુષ અનેક યોનિઓથી, જન્મ-જન્માંતરથી શરીરની યાત્રા કરતો ચાલ્યો આવે છે. જો, અહીં ભગવાને પુનર્જન્મને સ્થાપિત કરી આપ્યો. એટલે જે કોઈને શંકા હોય, તો ભગવાને અહીં સ્પષ્ટ કહી દીધું છે કે તું અનેક યોનિઓથી, અનેક જન્મો લેતો જ આવ્યો છે.
અવે પ્રશ્ન થાય છે આપણને કે કયું... કર્મ કરવું, નિર્ધારિત શું છે ભગવાન એ તો કહો! ત્યારે એને કહે છે કે, "યજ્ઞની પ્રક્રિયા એ જ... કર્મ છે." યજ્ઞની પ્રક્રિયા છે, એ જ... કર્મ છે, એક પ્રોસેસ છે. સ્પષ્ટ છે કે... કર્મ જ એક નિર્ધારિત પ્રક્રિયા છે યજ્ઞની. હવે વાત કરી દીધી એમ આખી. એ સિવાયના જે કંઈ કર્મો થાય છે, તે શું... કર્મ નથી? શ્રીકૃષ્ણે કહે છે કે, "ના, તે... કર્મ નથી." તો ભોજન કર્યું એ... કર્મ નથી? સૂઈ ગયા એ... કર્મ નથી? ઓફિસમાં ગયા એ પણ... કર્મ નથી? ભગવાન ના પાડે છે, આ બધું... કર્મ નથી. અત્યાર સુધી જાણેલું જે કંઈ છે તે બધું સમજો ફરી એક વખત, બ્રિંગ બેક! તો ભગવાને કીધું, શ્રીકૃષ્ણએ કે, "ના, તે... કર્મ નથી." આ યજ્ઞની પ્રક્રિયા સિવાય દુનિયામાં જે કંઈ કરવામાં આવે છે, આખું જગત રાત-દિવસ જેમાં ડૂબેલું રહે છે, તે આ લોકનું બંધન છે.
એટલે જ બધા અહીં છે અને પાછા વારે-વારે આવે છે, 'પુનરપી જનનમ્' ચાલ્યા જ કરે છે, નહીં કે તે... કર્મ છે.... કર્મ તો મોક્ષ છે, અશુભ અર્થાત સંસાર બંધનથી છૂટકો, અપાર છુટકારો અપાવનારું છે.
યજ્ઞ અને અનાસક્તિ નું સાધન
હવે આગળ વાત કરી કે એ... કર્મ છે, યજ્ઞની પ્રક્રિયા છે, એ જ નિષ્કામ... |કર્મ છે અને એ શું કરશે? તો કે તમને જન્મ-મરણના બંધનમાંથી, આ લોકના બંધનમાંથી તમને મુક્ત કરી આપશે, જેથી ફરી પાછું તમારે આવવું જ ના પડે. માટે યજ્ઞની પ્રક્રિયા જ... કર્મ. ફરી એક વખત કે યજ્ઞ કરો, જે કરવાથી યજ્ઞ પૂર્ણ થાય. શરૂઆત કરી છે એટલે ક્યાંક પૂર્ણ થશે, જો શરૂઆત તો કર એમ કહે એટલે પૂર્ણ થશે. શરૂઆત કરવા માત્રથી સંસારની સમાપ્તિ થવા માંડે. કયું... કર્મ? હજી કીધું નથી, કહે છે કે યજ્ઞની પ્રક્રિયા. તો કઈ પ્રક્રિયા? જે કરવાથી યજ્ઞ પૂર્ણ થાય છે, તે આચરણ કર્મો છે—આ આચરણ સમર્પણ. તો યજ્ઞની પ્રક્રિયા પણ કેવી રીતે કરવાની કીધી છે? સમર્પણ ભાવથી કરવાની કીધી છે, ભાવ અને અભાવ નથી, આ સમર્પણ ભાવ આ બહુ ઉચ્ચ કક્ષાની વસ્તુ છે—સમર્પણ. 'સમર્પયામિ' આપણે કહી દીધું એટલે બસ સંપૂર્ણ સમર્પણ થયું છે એમ કહેવાય—mન, વચન, કાયા બધું આવી ગયું અંદર.
આ યજ્ઞની પૂર્તિને માટે સંગદોષથી અલગ રહીને સારી રીતે... કર્મનું આચરણ કરો. સંગદોષ, 'તત્સંગ દોષા' એવો અંદર આપેલો છે શબ્દ, તો તારે સંગદોષને જીતવો પડશે. આ યજ્ઞ શું છે જેને આપણે કરીએ અને તે કરવાથી આપણા... કર્મ થવા લાગે? યોગેશ્વર શ્રીકૃષ્ણની શૈલી બહુ જ સ્પષ્ટ છે કે જે વસ્તુનું ચિત્રણ કરવાનું હોય, તે વસ્તુની વિશિષ્ટતાઓને પહેલાં આલેખે છે કે આમાં આવું કરવાનું છે, તો એમાં આવું હોય છે, આવું હોય છે, આવું હોય—એમ-એમ કરતા જાય, પણ કહેતા નથી કે શું કરવાનું! જેથી પ્રથમ શું થાય છે? એના પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય છે, તમને એમ થાય કે, "ના, હવે તો કરવું જ પડે, સમર્પણ વગર ચાલે જ નહીં મારે." એટલે પહેલાં શ્રદ્ધા જાગૃત કરે છે એ... કર્મ પ્રત્યે, પછી તે... કર્મ કરતી વખતે રાખવાની સાવધાનીઓ વિશે સમજાવે. હંમેશાં કોઈપણ બાબત એકદમ જ આપણે આમ કરી નાખીએ અને સાવધાની ના રાખીએ, તો એના દુષ્પરિણામો આવતા હોય છે, જેને આપણે પછી ભોગવ્યે જ છૂટકો.
એટલે પહેલાં... કર્મ કરવાની વખતે રાખવાની સાવધાની પણ એમણે સમજાવી દીધી અને કહી દીધું કે ભાઈ, યજ્ઞરૂપી... કર્મ કરવાનું છે અને એની પાછી એક નિર્ધારિત પ્રક્રિયા છે, એ જ્યારે તું કરે છે ત્યારે યજ્ઞ થાય છે એ તું ધ્યાનમાં રાખજે અને એ પણ પાછું કેવી રીતે કે જ્યારે પણ કરવા બેસે ત્યારે સમર્પણ ભાવથી કરજે, આટલું સ્પષ્ટ કરી દીધું.
લોકો પલાઠી વાળીને બેસી જાય આમ કરીને આમ કંઈક કરી નાખું, કંઈક કરી નાખું કરીને, તો એને 'સ્વચ્છંદ' કીધો, એટલા માટે એને સ્વચ્છંદ કીધો. તો ઇન્દ્રિયો પણ સ્વચ્છંદી છે અને હવે તમે પણ જે કંઈ કરવા બેસી જાઓ છો—એકદમ સમજ્યા-કર્યા વગર, કોઈપણ સાવધાની રાખ્યા વગર કે એના વિશેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કર્યા વગર—ત્યાં સુધી એની એ જ વસ્તુ તમે કરતા હોવા છતાં પણ એ સ્વચ્છંદ છે, પરિણામે રોગ અને मृत्यु! ચોઈસ ઈઝ યોર્સ, હવે તમારા રસ્તે ચાલવું છે કે પરમાત્માના રસ્તે ચાલવું? એટલે સૌપ્રથમ શ્રદ્ધા જાગૃત થાય, પછી તે... કર્મ કરતી વખતે રાખવાની સાવધાનીઓ વિશે સમજાણ આપે છે અને છેલ્લે મુખ્ય સિદ્ધાંતને પ્રતિપાદિત, સ્પષ્ટ કરી દે છે—સિદ્ધાંત યાદ રાખો.
લૌકિક ઉદાહરણો અને વિવેક બુદ્ધિ
અહીં શ્રીકૃષ્ણએ કર્મના બીજા અંગ ઉપર પ્રકાશ પાડ્યો કે... કર્મ એક નિર્ધારિત પ્રક્રિયા છે. રોજબરોજમાં જે કંઈ કરવામાં આવે છે, તે તમે રોજબરોજ કરો જ છો પાછા, આગળ ઉપર આપણે જોઈશું તે... કર્મ નથી. યજ્ઞને કાર્યનું રૂપ આપવું, તેને... કર્મ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન થઈ ગયો આપણને, તો પછી આ યજ્ઞ શું છે? યજ્ઞ કરવાનું હવે બેસવાનું એટલે આપણને એમ થઈ જાય કે કેટલો બધો આડંબર! લોકો, રાજાઓ કરે ત્યારે એક યજ્ઞ સંપન્ન થાય, શતચંડી યજ્ઞ પણ કરતા હોય છે લોકો, નવચંડી યજ્ઞ કરતા હોય છે, તો પછી કેટલી જાતના યજ્ઞ હોય છે? હવે પ્રશ્ન થાય છે કે યજ્ઞ શું છે? અહીં યજ્ઞની ઉત્પત્તિ બતાવીને શાંત થઈ જાય. કોઈ સમાજ સેવાને... કર્મ માને તો કોઈ દેશ સેવાને... કર્મ માને, વળી આ જ કર્મોમાં લોકો સકામ અને નિષ્કામ... કર્મની ભૂમિકાઓ બાંધીને બેઠા છે.
કોઈ ગાયોની સેવા કરવા માંડે યજ્ઞ રૂપે, સમજ્યા વગર કરે જ જાય, કરે જ જાય અને પોતે માની લે કે આ આમ કરવાથી મને બહુ આમાંથી લાભ થવાનો છે.
અમે એક જગ્યાએ ચાલતા જતા હતા, હમણાં થોડા દિવસ પહેલાં જ. તો રોડ ઉપર બહુ વિચિત્ર જગ્યાના આમ રોડ છે ને, ઘણી વખત આવી રીતના આમ વળાંક લેતો હોય. હવે એ રોડની કિનારી ઉપર આમ માણસ જો ભૂલેચૂકે આવી જાય ને, તો એકદમ નીચે ગબડી પડે, કારણ કે આ રોડ અને આની વચ્ચે ૬ ઇંચનો, ૮ ઇંચનો ફરક છે—સરફેસ અને પેલી કાચી જગ્યા ઉપર. તો એ જગ્યાએ સાવધાનીપૂર્વક હું ચાલતો હતો, ત્યાં આગળ એક ગાડી પાર્ક કરીને એક ભાઈ ઊભેલા, એક જ જગ્યાએ બિલકુલ આમ ટર્નિંગ ઉપર જ એમણે નીચે ગાડી પાર્ક કરી. એ ગાડીમાંથી એમણે કાઢીને મોટું એક તપેલું, તગારું કે કંઈક વસ્તુ રાખેલી હતી કે જેની અંદર કોઈક પદાર્થ હતો, અને એમણે ત્રણ-ચાર પાછા નાના-મોટા એવા વાસણો જેવું રાખેલું હતું, પેલા પ્લાસ્ટિકના આવે છે ને એવા પ્રકારના. અને એમાંથી એ એક કપ જેવું હતું સ્ટીલનું, મેટલનું કંઈક, એ લઈને પછી આવી રીતના પેલાની અંદર એ નાખે અને એ ત્રણ-ચાર જે હતા તેની અંદર પુષ્કળ કૂતરા, પુષ્કળ!
સાંજનો સમય સાડા સાત-પોણા આઠ, બધા ત્યાં આગળ એમને ભેગા કરે, ૧૦-૧૨ તો દેખાતા લગભગ, તો બધા ત્યાં આગળ આમ ખાતા હતા.
હવે આ લોકોનો સ્વભાવ તમને khયાલ છે કે આમ ખેંચે એક, તો એવું કરતાં-કરતાં એક બીજો કૂતરો કંઈક આગળથી આવ્યો હશે અને આવીને એણે મોઢું માંડ્યું, અને પછી તો થયું રમખાણ! તે બધા કૂતરાઓ પેલા કૂતરા ઉપર તૂટી પડ્યા અને એટલું બધું ત્યાં આગળ એમને ભસાભસ કરીને તોફાન મચી ગયું, તો થોડીક વખત માટે તો આખું આમ રોડ જ આખો એ લોકોએ ઓક્યુપાય કરીને બ્લોક કરી દીધો. કોઈ વાહન ત્યાંથી પસાર જ ન થઈ શકે, કોઈ ત્યાંથી જઈ જ ના શકે, અને એટલા પેલા જેને કહેવાય વિકરાળ અને հિંસક ભાવવાળા આમ દૂરથી અમે તો જોયું ઓહોહો જોયું! હવે એ ભાઈની પણ નજર અમારી પર પડી એટલે એમણે શું કર્યું? ધીમે રહીને পેલા જે કૂતરાને જમાડવાના વાસણો હતા તે થોડાક-થોડાક જરાક હાથથી આમ કર્યા અને પેલા બધા કૂતરા જે હતા તેને હાંકી કાઢ્યા, સહેજ આ બાજુ પર લીધા. અને એક બીજો જે કૂતરો હતો તેની પાછળ પાછા એ બિલકુલ કૂતરાની જેમ જ પડ્યા અને ખાસો બધો એને દૂર મૂકી આવ્યા.
મીનટાઈમ બાકીના કૂતરા આવીને પાછા ફરી ભોજન શરૂ કરી દીધું. અમે તો ત્યાંથી અબધ રહી, શાંતિથી ત્યાં બાજુમાં થઈને નીકળી ગયા.
તો આવા પ્રકારની વિચિત્રતાઓવાળા કર્મો લોકો કર્યા જ કરતા હોય. અહીંયા આગળ આપણા ગેટની બહાર કોઈ સમય પહેલાં ખાસો ટાઈમ થયો, એક ભાઈ આવે સ્કૂટર ઉપર અને પેલા પાર્લે-જીના પુષ્કળ પડીકા ત્યાં આગળ આમ કરીને આમ બધા નાખે. પછી ૧૦-૧૫ કૂતરા આવે, તો બધાને આમ નાખે, આમ નાખે, આમ નાખે. વાહન વ્યવહાર ચાલુ હોય, લોકો પસાર થતા હોય અને પેલા લોકો ઝૂંટતા જ હોય, પોતાના સ્વભાવગત જ છે ને એમને તો સંજ્ઞા રૂપે છે. આ બધી વસ્તુઓમાં એમનામાં હિંસા ને એવું બધું હોતું નથી, સંજ્ઞા હોય એટલે એ લોકો ત્રાટકે એની ઉપર. હવે જે લોકો મોર્નિંગ વોક પર નીકળેલા હોય, એ બધાને આનો ભોગ બનવું પડે અને એ ભાઈ બેઠા-બેઠા એમ માને છે કે, "હું આ બધા કૂતરાઓને ખવડાવું છું, એનાથી હું પુણ્ય પેદા કરું છું અને એનાથી મારું દારિદ્ર્ય મિટાવું છું," એમનો આ ભાવ છે. ક્યાંક વાંચેલું હોય છે કે ભાઈ ગાય-કૂતરાને ખવડાવવું.
હવે એમણે પાર્લે-જી ખવડાવવા માટે કદાચ એ ફેક્ટરી જ એનાથી એના માટે જ ચાલે છે આજકાલ તો એવું લાગે, કારણ કે કૂતરા એ સિવાય જાણે બીજું કંઈ ખાતા દેખાતા નથી! તો એટલી બધી મુશ્કેલી થવા માંડી, પછી એ કૂતરાઓને આની આદત પડી ગઈ, એ ભાઈને પણ આવી આદત પડી ગઈ હતી, રોજ પુણ્ય કમાવા આવી જાય અને એ આપણા ગેટ પાસે જ, બાજુમાં. હવે જેટલા લોકો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય બધા પસાર થાય, તો બધાને આવા કૂતરાઓના ટોળાની વચ્ચેથી જ પસાર થવું પડે.
પછી નીતાએ એક દિવસ કીધું કે, "ભાઈ, તમે આ બધું જે કંઈ કરો છો, તમે અહીંયા આગળ બિલકુલ ગેટની નજીક કરો છો. અહીંથી આટલા બધા લોકો પસાર થઈ રહ્યા છે અને તમે તો પુણ્ય કમાઈને ચાલ્યા જાઓ છો, પણ તમને ખ્યાલ નથી કે આ બધા કૂતરાઓ પછી બીજા લોકોની પાછળ પડે છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોને કરડી ચૂક્યા છે આ માહિતી એને આપી, તમે મહેરબાની કરીને આવી જગ્યાએ આ કાર્ય ના કરો. તમને યોગ્ય લાગે તો બીજી કોઈ સલામત જગ્યા શોધીને તમારે જે કંઈ કરવું હોય એ કરો, પણ એટલીસ્ટ અહીં ના કરો." એ ભાઈએ પછી આપણી રોડની આપણી તરફ જે કંઈ કરતા હતા, એ બધું બંધ કરીને હવે સામેની તરફ આ કામ શરૂ કર્યું છે. એટલે સાડા સાત-પોણા આઠ વાગે હાજર થઈ જાય છે, કૂતરાઓ પણ બધા એમને ઓળખી જ ગયેલા છે, તો હવે આ બાજુથી ફક્ત પેલી બાજુ ગયું.
તો વ્યક્તિ જે છે ને તે, "પુણ્ય કમાવવાનું છે" એવું જે અંદર ખ્યાલ આવી ગયેલો છે, હાથમાંથી એ મુક્ત થતા જ નથી. એમને એ ખ્યાલ નથી આવતો કે, "હું આ કૂતરાઓને જમાડું છું એનાથી આ ગ્લુકોઝ રોજ ખાઈ-ખાઈને..." કારણ કે એમના માટે મિષ્ટ જેને કહેવાય કે મીઠું જે છે ને, એ ઝેર સમાન છે કૂતરા માટે, ધે બીકમ વેરી એગ્રેસિવ. તમે નાના બાળકોને પણ જો માત્ર ચોકલેટ જ આપ કર્યા કરો, તો તમે જોશો કે એ લોકો તમારી સામે થશે, ગમે તેમ બોલશે. આ આપવી સારી વસ્તુ છે બાળકને, એની ના નથી પણ એનો વિવેક હોવો જોઈએ, એનું પ્રમાણ હોવો જોઈએ. બાળકને જો તમે એવી રીતે એમ કે આ આપો તો એ સારું છે અને એની આદત તો બિલકુલ ના એને હોવી જોઈએ કે કોઈક વસ્તુ કે તમને પરેશાન ના કરે, એટલા માટે થઈને તમે ચોકલેટ ધરી દો છો અને સમજો છો કે અત્યારના અત્યારે આ કામ ટળી ગયું છે બરાબર ને, એટલે તમને શાંતિ મળી ગઈ, મોકળાશ મળી ગઈ, તમારે જે કરવું હોય એ કરશો, બાળક ચોકલેટ ચાટશે.
પરંતુ ફરી પાછા તમે કોઈ એવા જ સમયે ભેરવાયેલા હશો, તે જ વખતે એગ્રેસિવ બનીને આવશે તમારી સામે અને એ પરિસ્થિતિ બહુ મુશ્કેલ હોય છે બાળકને સંભાળવાની, સાચવવાની. આવી જ ટેવો પડતાં-પડતાં બાળકો હિંસાચાર તરફ વળી જતા હોય છે અને તે વખતે એ લોકોને એ પ્રમાણ પણ, એ વિવેક પણ નથી હોતો કે એ લોકો માતા-પિતાની સામે આ કરી રહ્યા છે, પછી તેના પણ દુષ્પરિણામો ભોગવવાનો વખત આવે.
તો આ પુણ્ય કમાવવાનું આવું જે કંઈ એમણે માનેલું છે, એ આપણે એને માટે કશું કહેવાનું નથી પરંતુ એક વિવેક હોવો જોઈએ કે ભાઈ શું આપવું, ક્યારે આપવું, ક્યાં આપવું, કેટલું આપવું? એટલે આ બધા રીતસર થઈને ખાવા જાય, ૧૦-૧૫ કૂતરા એકદમ કોઈ એક માણસની પાછળ પડે રાત્રે, પેલો સ્કૂટર પર બિચારો જતો હોય, કલ્પનામાંય ના હોય ને બધા ચારે બાજુથી હુમલો કરે. પેલો ત્યાં પડે, ઘવાય, રીતસર આમ એના પગ-બગ બધું ખેંચવા માંડે છે લોકો... એટલે એકદમ દોડીને જવું પડે આપણે એને જો કોઈ હેલ્પમાં આગળ-પાછળ એકદમ જો ના હોય તો બહુ મોટી હોનારત થઈ જતી, જે કોઈ કાળે જંગલોમાં થતા હતા એવા સીન પછી અહીંયા રોડ ઉપર જોવાનો વારો આવે, અને એ જોવાતું નથી. માટે કીધું છે કે... કર્મ જે કંઈ કરો, સાવધાનીપૂર્વક કરો, સમજીને કરો. શ્રીકૃષ્ણ કહે છે કે, "આ... કર્મ નથી, યજ્ઞની પ્રક્રિયા સિવાય જે કંઈ કરવામાં આવે છે, તે આ લોકનું બંધનકારી...
કર્મ છે, નહીં કે મોક્ષ અપાવનારું... કર્મ." અહીં સ્પષ્ટતા થઈ ગઈ કે બાકીના બીજા બધા જ જે કંઈ કરવામાં આવે છે તે... કર્મ નથી. હવે યજ્ઞ વિશે કંઈ બતાવવાને બદલે પહેલાં યજ્ઞ ક્યાંથી આવ્યો, ત્યાંથી શરૂઆત કરે છે કે જેથી કરીને સ્પષ્ટતા હોવી જોઈએ કે યજ્ઞ શું છે, એ ક્યાંથી આવ્યો.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.