અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૬

લેખ ૬ / ૨૮ · 169 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

એટલે કે છે કે મોક્ષ અપાવનારું કર્મ નથી. હવે યજ્ઞ વિશે કંઈ પણ બતાવવાને બદલે પહેલા યજ્ઞ ક્યાંથી આવ્યો તે બતાવે. યજ્ઞ સહિત પ્રજાની રચના કોણે કરી? પ્રજાપતિ બ્રહ્માએ. તો બ્રહ્મા કોણ? શું ચાર મોઢાવાળા, આઠ આંખોવાળા દેવતા, જે લોકોમાં પ્રચલિત છે તે બ્રહ્માની વાત કરો છો? ભગવાન કહે છે, ના. શ્રીકૃષ્ણના મતે, જો અહીંયા એક બહુ સ્પષ્ટતા કરી લઈએ. ઉપર કહેવામાં આવે છે 'શ્રી ભગવાનુવાચ', અને અહીંયા આગળ આપણને સમજાવવામાં આવે છે. શ્રીકૃષ્ણના મતે કઈ સમજાય છે? તો જે વક્તા છે, બોલનાર છે, એ કોણ છે? તો કે શ્રી ભગવાન.

માધ્યમ કોણ છે? તો કે શ્રીકૃષ્ણ. માધ્યમ આ સૂક્ષ્મતા છે, આગળ આવશે આની વાત. તો કહે છે કે આ જે બ્રહ્માજીનું ચિત્ર હોય છે ને, આમ ચાર મોઢાવાળા, ચાર વેદોના આમ-તેમ બધું... પહેલા તો કોઈ વખતે પાંચ હતા કે છે, પંચમુખી બ્રહ્માજી. ના, પણ તો એ ચાર મોઢાવાળા જે બતાવવામાં આવ્યા છે, જે લોકોની અંદર મશહૂર છે એવા જે છે તે બ્રહ્માજી, તો કે ના. શ્રીકૃષ્ણના મતે દેવતા નામની કોઈ અલગ સત્તા છે જ નહીં. શું કીધું? દેવતા નામની કોઈ અલગ સત્તા છે જ નહીં. અને એ શું કહે છે? શ્રી ભગવાન. જો હવે તમે આનાથી વિરુદ્ધ જતા હોય કે માન્યતાઓ તમારી અલગ હોય આનાથી અલગ, તો તમે

શું કરી રહ્યા છો, એનો વિચાર કરો. તમે જ્ઞાનમાં છો કે અજ્ઞાનમાં છો? અને અજ્ઞાન ક્રિયાનું ફળ શું આવે? અજ્ઞાન. ઝીરો ને ઝીરો વડે ગુણો તો શું આવશે? ઝીરો. કઈ થતું જ નથી કે, અને છતાંય બધું આમ-આમ ચાલ્યા કરતું હોય. તો પછી પ્રજાપતિ કોણ છે? વાસ્તવમાં જેણે પ્રજાના મૂળ ઉદગમ પરમાત્મામાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તે મહાપુરુષ પ્રજાપતિ છે. જે મહાત્માએ પરમાત્માની અંદર પોતાનું સ્થાન સિક્યોર કરી લીધું... યસ, હવે આપણે એકરૂપ છીએ, તે મહાત્મા જે છે તે પ્રજાપતિ છે, બીજા કોઈ નહીં. તો બ્રહ્માજી માટે સ્પષ્ટતા થઈ ગઈ

આપણને કે બ્રહ્માજી છે પણ એ પરબ્રહ્મ સાથે અભિન્નપણે હોય જોડાયેલા. જોડાયેલા એટલે અભિન્નપણે હોય જ એમ, એવી સ્થિતિવાળા જે મહાપુરુષ છે, તે પ્રજાપતિ—પ્રજાના પતિ છે. તમારા વિચારો એ તમારી પ્રજા છે, તમારી વૃત્તિઓ એ તમારી પ્રજા છે, અને તેના તમે પતિ થાવ છો—માલિક બનો છો. પ્રજાપતિ તમે જ છો, વિચાર કરો. બુદ્ધિ જ બ્રહ્મ છે. હવે આગળ સ્પષ્ટતા કરે, એવી સમયે બુદ્ધિ કેવળ યંત્ર હોય, એક મશીન છે. કે ઇન્ટેલિજન્સ નામનું એ પુરુષની વાણીમાં પરમાત્મા જ બોલતા હોય, તેને પ્રજાપતિ કહેવાય, તે બ્રહ્મા છે એમ કે છે. ભક્તિની સ્વાભાવિક પ્રક્રિયાનો આરંભ થતા બુદ્ધિનું ઉત્તરોત્તર ઉત્થાન થાય. ધીરે

ધીરે ભક્તિ કેવી થવા માંડે? એ સમર્પણ ભાવથી થવા માંડે, એટલે ધીમે-ધીમે શું થશે? તો કે જે બુદ્ધિ છે તે નિર્મળ બનવા માંડે અને જે સુધ સમજણ પહેલા નહોતી, તે સુધ સમજણ પછી હવે તમને સહજપણે આવવા માંડે. ધીરે-ધીરે-ધીરે-ધીરે કરતા બોલો, આ કેટલું અદભુત એનું પરિણામ આવે છે ભક્તિનું, એ જોવાની વાત. ઉત્તરોત્તર વિકારો શાંત થાય છે, એટલે ઉત્થાન થાય છે કોનું? બુદ્ધિનું. પ્રારંભમાં તે બુદ્ધિ બ્રહ્મવિદ્યા સાથે હોવાને કારણે 'બ્રહ્મવિત્ત' કહેવાય છે, સંપત્તિ છે. ઉત્તરોત્તર વિકારો શાંત થતા બ્રહ્મવિદ્યામાં એ શ્રેષ્ઠ હોવાના કારણે તે 'બ્રહ્મવિદ્વર' કહેવાય છે. ઉત્થાન અને સૂક્ષ્મ થઈ જવાથી બુદ્ધિની એક

અલગ જ અવસ્થા વિકાસ પામે છે. તે સમયે તે 'બ્રહ્મવિદ્વરયાન' કહેવાય છે. અને આ અવસ્થામાં બ્રહ્મવિદ્યા, બ્રહ્મવેદતા પુરુષ અન્યને પણ ઉત્થાનના માર્ગે લઈ જવાનો નિમિત્ત બનાવે છે. એના અધિકાર આપે છે—નાવ યુ કેન ટોક. ત્યારે એ બુદ્ધિની પરાકાષ્ટા પર હોય છે. નિર્મળ બુદ્ધિની વાત છે, એટલે એને 'બ્રહ્મવિદ્વરિષ્ઠ' કહેવામાં આવે છે, અર્થાત બ્રહ્મવિતની એ અવસ્થા છે કે જેમાં ઈષ્ટ પ્રગટતો હોય છે. ઈષ્ટ કોણ છે? પરમાત્મા. પરમાત્મા સિવાય જો કોઈપણને જો ઈષ્ટ બનાવ્યું હશે, તેને અંતે રોવાનો જ વારો આવશે, રડવું જ પડશે, છૂટકો જ નથી. જન્મ-મરણના ચક્રમાંથી એ મુક્ત થઈ શકતો હોતો જ

નથી. એટલા માટે કીધું કે એવા મહાત્મા, મહાપુરુષના મુખેથી જે વાણી પ્રગટતી રહી છે, તે પરમાત્મા છે. જો અહીં કે છે, તે વાણી પરમાત્મા છે. તેને અધિકાર આપે છે—નાવ યુ કેન ટોક. ત્યારે એવા બ્રહ્મવિદ્વરેસ્ટ, અર્થાત બ્રહ્મવિતની એ અવસ્થાની અંદર ઈષ્ટ પૂર્ણપણે પ્રગટી ચૂક્યો હોય છે. ત્યારે જ્યારે એને ઉપદેશ કરવાનો વખત આવે છે, અન્યને એ માર્ગે લાવવા માટેનો એવો સંયોગ પ્રાપ્ત થાય છે, તે સમયે એક્ઝેટલી એ સમયે આવી સ્થિતિવાળા આ મહાપુરુષ પ્રજાના મૂળ ઉદગમનું કારણ પરમાત્મામાં પ્રવિષ્ટ અને સ્થિત જ રહેતા હોય છે. ઈઝ ઓલવેઝ ધેર કનેક્ટેડ બિલકુલ અને અભિન્નપણે જોડાયેલા છે, એવું કહેવાય. જો શબ્દો છે આ

તો બધા ખરેખર તો આ અભિન્નપણું શું જોડાયેલો છે? શું? એટલે ભાઈ ત્યાં જ છે, તદરૂપ બની ચૂકેલા છે બિલકુલ. હવે એમને આમનામાં કોઈ ફળક નથી અને વાણીમાંથી પરમાત્મા પ્રગટે છે. એ સમયે એને ગ્રહણ થવાનું છે, આપણે એને પ્રાપ્ત કરવાનું. આવા મહાપુરુષોની બુદ્ધિ માત્ર યંત્ર બની જાય. પછી એ કેવું થઈ જાય, બુદ્ધિને યંત્ર બનાવી દે પરમાત્મા એને, અને એ જ પ્રજાપતિ કહેવાય છે. એ પ્રકૃતિના યુગ્મો, દ્વંદવોનું વિશ્લેષણ કરીને આરાધના ક્રિયાની રચના કરે છે, અને યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ પ્રજાની પણ રચના કરે છે. કયા લેવલ ઉપર આખી વાત જાય છે તે, વૈદ્ય કલ્પ કરે છે.

કોઈ કાયાકલ્પ કરે, એ ક્ષણિક શરીરનો કલ્પ છે. પુરુ નામના એક રાજા હતા, તેમના પિતાશ્રી જ્યારે રાજા હતા, તે વખતે એ એવી સ્થિતિ આવી હતી કે એમને એક રાણી પર અતિશય પ્રીતિ થઈ ગઈ. પણ સ્થિતિ એવી હતી કે એમનો શરીર તે વખતે અતિશય વયોવૃદ્ધ હતું. તો રાજાને તો અંદર એવું આમ થયું હતું કે બસ મારે તો પરણવું જ છે. આગળ કે આ કેટલી સુંદર છે, આના સાથે ભોગ ભોગો... પુરુ નામનો એમનો દીકરો અતિશય સંસ્કારી, તો વ્યવસાય કરવામાં આવી, પુરુ

એગ્રી થઈ ગયા. કીધું, "પિતાશ્રી, મારું યૌવન તમને અર્પણ કરું છું." પિતાશ્રી યુવાન થઈ ગયા અને પુરુ વૃદ્ધ થયા, ઇનએક્સચેન્જ. અમુક લાંબા કાળ સુધી એમના પિતાશ્રીએ યુવાન હોવાના કારણે રાણી સાથે ભોગવટો ભોગવ્યો, પણ એક સમય પછી એ પણ એનાથી થાક્યા. પછી એમને વિચાર આવ્યો, "અરર! મેં કેટલું ખોટું કર્યું? મારા યુવાન દીકરાને માત્ર યુવાનીની એશણાઓ ભોગવવા માટે થઈને મેં એને વૃદ્ધ બનાવ્યો, એનું યૌવન મેં છીનવી લીધું. મેં બહુ ખોટું કર્યું, મારે આવું નહોતું કરવું જોઈતું." પાછા એ પુરુને બોલાવ્યા અને કીધું કે, "હવે મારી વૃદ્ધાવસ્થા તું મને પાછી આપ, કારણ કે મારું યૌવન હું તને ફરી અર્પણ કરું."

એ નેક્સ્ટ છે, પાછું આવી રીતના થયું. એવી રીતે એ રાજા પછી વૃદ્ધ થયા, પુરુ રાજા યુવાન થયા, એમને રાજપાટ સોંપવામાં આવ્યું અને ઘણા વર્ષો સુધી તેમણે રાજ કર્યું. તો તે સમયે કાયાકલ્પ કરાવવા માટે અશ્વિની કુમારોને બોલાવવામાં આવ્યા, ધનવંતરી સાહેબની હાજરીની અંદર આ આખું બધું થયું. આવી એક વાત છે. સમજાય તો જો સમજાયું છે તો શું છે કે ભાઈ વાસના તમને અંતિમ ક્યાં સુધીને લઈ જઈશ, જો તમારી પુણ્ય હશે તમે બધું પ્રાપ્ત કરશો, ભોગવશો, બધું કરશો, એ લાંબો કાળ સુધી પણ એક દિવસો તમારે ત્યાંથી પણ પાછા તો ફરવું જ પડશે. એ કર્મ પણ તમને છોડશે નહીં

અને પછી તમે થાકીને, હારીને છેવટે પાછા મૂળ માર્ગે તો આવી જ જશો. પછી તે રાજાએ પોતે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર કર્યો, જંગલની અંદર ગયા અને તપસ્ચર્યા કરી પોતાના દેહને ગાળી નાખી સંપૂર્ણપણે અને એનો ત્યાગ કરી દીધો, યોગ્ય સમય. આ વાત માટે કહે છે કે યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ પ્રજાની રચના છે. તો આવા ક્ષણિક કાયાકલ્પ કરતા હોય છે. કેટલાક યોગીઓના પણ દાખલા છે કે અમુક સમયે કોઈકના કાયામાં એ પ્રવેશી જાય, અમુક કર્મો કરે અને પછી પાછા પોતાના દેહની અંદર પરત આવી જાય, કારણો ગમે તે હોય, શક્ય છે. પ્રશ્ન થાય આજના ૨૦૨૬માં કે શું આ બધું શક્ય

છે? શંકાઓ થાય છે ને? શંકા થાય છે એ જ બતાવે છે કે કદાચ આવું થાય પણ ખરું, થતું જ હશે કે. મેં કોઈ શંકા જ ના થાય, પહેલા તો એસ્યોર હોય કે આવું કઈ હોતું જ નથી, તરત જોયા છે તમારે. સંપૂર્ણ પેલા અમુક લોકો એવું કહી દે કે હું નાસ્તિક છું, કે હું ભગવાનમાં માનતો નથી. પાછા એવું બોલે, ભગવાનમાં માનતો નથી. ભગવાનમાં ના માને તો વાંધો નહીં, પણ ભગવાન શું છે ભાઈ? પણ આજે એક્સટ્રા એમની જે બુદ્ધિ ચાલી ગઈ છે, ડેવલપ થઈ ગયેલી, એની ઉપર એ લોકોએ બરાબર આગળ વધેલા હોય, એટલે પછી આવું

બધું વાણીમાંથી પણ નીકળશે. અહીંયા કીધું આપણને કે વાણીમાંથી પરમાત્મા પ્રગટે છે અને અહીં જુઓ, તમે એ વખતે શું પ્રગટતું હોય છે? આવું જ્યારે બોલે કે હું ભગવાનમાં માનતો નથી, એ જ્યારે જે કોઈના આગળ આ બધું આવું કઈક સ્ટેટમેન્ટ કરે, એ લોકોની ઉપર કેવી અસરો એ ઊભી કરે? ઇફેક્ટ તો થઈ જ જાય ને, ફોટો તો પડી જ જાય ભાઈ. એણે જે રંગ મૂક્યા હોય એ રંગનો ફોટો પડી જ ગયો, આ બધાની ઉપર તો કેટલું ભયાનક કૃત્ય થઈ જાય, વિચાર કરો. હવે એને પછી કેટલું ભટકવું પડે! એવો કોઈ વખતે એને પાછો એમ વિચાર આવે, શંકા પડે, પાછો

કદાચ ભગવાન હશે, ત્યારથી પછી એને ફ્રેક્ચર થવાને શરૂ થાય બુદ્ધિ ધીરે-ધીરે. તે પેલી જે જડતા હતી બુદ્ધિની, તે બધી તૂટતી-તૂટતી-તૂટતી-તૂટતી ખલાસ થાય. એકે-એક પરમાણુ એનો બહાર નીકળી જાય, ત્યાર પછી જો એવો આ પાછો ફરી લાયક બને અને કોઈકના પાસે નિવેદન કરે, સંયોગોથી, એની કોઈ પૂર્વની પુણ્યાયથી, જો કોઈ સમયે એને કોઈક સત્સંગ, મહાપુરુષ, કાંઈક મળી આવે, કાંઈક એને બોધ ઉત્પન્ન થઈ જાય, એવો ઉપદેશ એને પ્રાપ્ત થઈ જાય, નિમિત રૂપે કોઈકથી, જરૂરી નથી કે મહાત્મા જ હોય, બાળકના મોઢે બોલાવી દે છે પરમાત્મા તો. તમારે શું જરૂર છે? તમને એ બધા વિટામિનો

આપી દે, એક જ ટાઈમ, એક જ વાક્યમાં બોલી કાઢે બાળક, તમારું તમ નામ છક કરી દે, એવી રીતે કેટલી વખત આવું થાય. એટલે વાણીમાંથી પરમાત્મા પ્રગટે છે અને અહીં જુઓ તમે. એ સમયે એને ગ્રહણ થવાનું છે, આપણે એને પ્રાપ્ત કરવાનું. આવા મહાપુરુષોની બુદ્ધિ માત્ર યંત્ર બની જાય, પછી એ કેવું થઈ જાય, બુદ્ધિને યંત્ર બનાવી દે પરમાત્મા એને, અને એ જ પ્રજાપતિ કહેવાય છે. એ પ્રકૃતિના યુગ્મો, દ્વંદવોનું વિશ્લેષણ કરીને આરાધના ક્રિયાની રચના કરે છે, અને યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ પ્રજાની પણ રચના કરે છે. કયા લેવલ ઉપર આખી વાત જાય છે તે, વૈદ્ય કલ્પ કરે છે.

કોઈ કાયાકલ્પ કરે, એ ક્ષણિક શરીરનો કલ્પ છે. આરાધનાનો પ્રારંભ એ કલ્પની શરૂઆત છે. આરાધના, અદભુત શબ્દ આવ્યો પાછો, આરાધના. આ આરાધના પૂરી થઈ તો તમારો કલ્પ પણ પૂરો થયો. હવે આરાધના માટે કીધું કે આ યજ્ઞથી તમને બુદ્ધિ પ્રાપ્ત થાવ. શું કહે છે? તો પેલા બુદ્ધિ હતી? ના, અતિશય બુદ્ધિશાળી પણ નરે, બુદ્ધુ, કઈ અપેક્ષાએ પરમાત્માની? કે ભાઈ આ ગાંગડું ચણો છે, કામ લાગે એવો નથી, ચડવાનો જ નથી, તમ ગમે તેટલો સોડા નાખો, બાફો, કઈ પેલું કુકરની અંદર એને પ્રેશર આપીને વરાળથી કઈ કરો, આમાં કઈ ફેરફાર થવાનો? તો એની જડપણું, ગાંગડું પણું એને વગાડવું પડે, શેમાં? પાણીમાં. ખૂબ લાંબો સમય સુધી એને મૂકી રાખે, ત્યારે એનામાં દ્રવતા આવશે, ધીરે-ધીરે-ધીરે, પાણીના ગુણોને એ ગ્રહણ કરશે, ગાંગડું લાંબા સમયે પથ્થરમાં પલડે. અમે

એક જગ્યાએ ગયા હતા, હમણાં દેરાદૂન કે કોઈ જગ્યાએ, ત્યાં આગળ એક મહાદેવનું મંદિર છે, બહુ સુંદર જગ્યા. હા, યસ! એક વિશાળ મોટું ગુફા જેવું છે, શહેરની તો ખાસ્સી નજીક છે, પણ ત્યાં આગળથી તમે જેવા હજી અંદર દાખલ થાવ ને ગુફાની અંદર, તો તમે જોશો કે ફર્સ બધી ભીની-ભીની, અને એ ગુફાના જે પથ્થર છે, આખો એક જ બહુ મોટો રોક જે હોય તેની પોલાણ જેવું, બધી જ જગ્યાએથી પાણી જમ્યા જ કરે છે, જમ્યા જ કરે છે. એ બધું ભેગું થાય છે પાછું આમ એક જગ્યાએ અને ત્યાં બાજુમાં થઈને મોટી નદી જેવું વહી રહ્યું છે, તે

નદીની અંદર એ બધું પાણી જઈ રહ્યું. અને આ વર્ષોથી અવિરત ચાલતી પ્રક્રિયા છે, એમાંથી પાણી જમ્યા જ કરે. પ્રશ્ન એ થાય કે યાર આ બધું કોરું છે, આખું ઉપર પહાડ ઉપર જઈને જુઓ તો ક્યાંય તમને કોઈ જગ્યાએ પાણી ન મળે, અને આ જે નીચેની અંદરની જે છે સરફેસ, ત્યાં બધી જગ્યાએથી પાણી-પાણી-પાણી! આમ એટલું બધું પાણી કે તમે શ્વાસ લેવામાં તકલીફ પડે, થોડી વાર ત્યાં આગળ ઊભા રહો, એટલું બધું પાણી આવે જ જાય છે, આવે જાય. કહેવાનું છે કે આવા પથ્થરમાં એ દ્રવતા પેદા થઈ છે. ગાંગડું બિલકુલ હોય પણ પલાળી રાખે ત્યારે થાય. તો પાણીનો

સંગ કરવાથી એનામાંથી જડતા જાય છે, એનામાં દ્રવતા આવે છે. વિચાર કરો, સત્સંગ તમારી અંદર અંદર શું કરે છે? વિચાર કરો, એક સત વિચાર જો પકડાઈ ગયો તો વાલ્મીકિ બનાવી દે, આ બધા મહાત્માઓની જે વાત કરે છે, નારદ ને આ બધા ફરતા હોય બધા, તો શું કરે છે એ લોકો? જગત કલ્યાણ. તો એ લોકો કરે કે અધિકારી જે હોય તેને પરમાત્મા સુધી પાછો મોકલાવે અને પાછું એને આપે કે બસ તું આ ગ્રહણ કર અને તું ચાલ્યો જા, હવે સ્થિર થઈ જા કે આની અંદર. બહુ જાજી કોઈ મોટી માથાપોડી ના આપી હોય આપણને. એમ થાય કે કઈક સચંડી

યજ્ઞો કરાવડાવે, આમ કરાવડાવે, તો જ કંઈક થાય. ના ભાઈ, એવું કઈ છે નહીં. એટલે કહ્યું કે આ યજ્ઞથી તમને બુદ્ધિ પ્રાપ્ત થાય. કેવી બુદ્ધિ? શું કાચા મકાનમાંથી પાકું મકાન બની જાય એવી બુદ્ધિ આપે તમને? ગરીબ હોય તો તવંગર થઈ જાય, આવક વધી જાય તમારી એવી બુદ્ધિ આપે? તો કે ના, યજ્ઞ ઈષ્ટને લગતી કામનાઓની પૂર્તિ કરશે. તમારો ઈષ્ટ છે ને તેની પ્રાપ્તિની અંદર તમને સહાય કરશે. યજ્ઞનું કામ આ છે, ઈષ્ટ છે એક પરમાત્મા, એ પરમાત્મા સંબંધી કામનાઓની પૂર્તિ કરાવનાર છે. હવે પ્રશ્ન થયો, યજ્ઞ સીધો જ તે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે કે ક્રમે-ક્રમે કરી? હવે પ્રશ્ન

થાય ને આપણને, યજ્ઞ કરી દઈએ આપણે બરાબર તો ઈષ્ટની પૂર્તિ થઈ જશે? ત્યારે કહે છે કે આ યજ્ઞ દ્વારા દેવતાઓની ઉન્નતિ કરો, દેવતાઓની ઉન્નતિ કર્યા વગર યજ્ઞ સંપન્ન થશે નહીં. દેવતાઓની હાજરી અને તેમનો રાજીપો, એમની ઉન્નતિ અનિવાર્ય છે. હવે પ્રશ્ન કે આ બધા દેવતાઓ કોણ? કોણ દેવો કહેવા? આપણે તો આમ તો કઈ જોતા નથી, જાણતા નથી, કોણ? ત્યારે કહે છે કે આ યજ્ઞ દ્વારા દેવતાઓની ઉન્નતિ કરો, અર્થાત દૈવી સંપત્તિની વૃદ્ધિ કરો. દૈવી સંપત્તિ, હવે વિચાર આવશે પાછો કે દૈવી સંપત્તિ એટલે શું? જો ભગવાન આમ ધીમે-ધીમે-ધીમે એટલું સુંદર રીતે એમણે કરેલું છે કામ કે

ક્યાંય કોઈ નોલેજ ગેપ ના રાખીશ. તું અર્જુન તું સ્પષ્ટ સ્પષ્ટ સમજી લેજે, અત્યારે તો તારું મહાભાગ્ય થયું છે કે તારો સંયોગ થયો છે અને આવી રીતે કોઈ તને સમજાવશે ક્યારે, કોણ, પાછો એ કાંઈ નક્કી નથી. તો જો બાજો છે સંજોગ તો તું લાભ મેળવી જ લેજે. એટલે કે છે કે દૈવી સંપત્તિની વૃદ્ધિ કરો. આ દેવતાઓ તમારી ઉન્નતિ કરશે. આ રીતે પરસ્પર વૃદ્ધિ કરીને દેવતાઓની ઉન્નતિ તમે કરશો, એટલે તમારી ઉન્નતિ થશે, તમે લાયકત કેળવશો, અધિકારી બનશો અને પછી એ દેવતાઓની ઉન્નતિ થવાના કારણે એમના સાથ અને સહકારમાં રહીને પછી તમે તમારી જાતને એટલી ઉન્નત કરશો કે તમે

પરમાત્માને ઈષ્ટને પ્રાપ્ત કરી શકો. સમજાઈ જાય છે કાઈ? એટલે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, એવું પરમ કલ્યાણ તમને પ્રાપ્ત થાવ. જેમ-જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરીશું, જેમ-જેમ તેમ-તેમ હૃદય પ્રદેશની અંદર દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી જશે, જો મહાત્મા આપણને કહી દીધું છે તો. યજ્ઞમાં આપણે પ્રવેશ કરીને એ પ્રક્રિયામાં બરાબર લાગેલા રહેવાનું છે, એનાથી દૈવી સંપત્તિ પ્રાપ્ત થવાની છે. અંતઃકરણની જે સજાતીય પ્રવૃત્તિ છે, એને જ દૈવી સંપત્તિ કહે છે. સજાતીય પ્રવૃત્તિ, વિજાતીય નહીં. તો સજાતીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જે કરવાથી, જે થવાથી તમારી અંદર દૈવી સંપત્તિ

પેદા થાય, દેવતાઓની ઉન્નતિ થાય. આ દૈવી ગુણોની વૃદ્ધિ કર્યા સિવાય જે આ સ્થિતિને ભોગવે પણ છે, તો નક્કી એ ચોર છે. બની બેઠેલા મહાત્માઓ વિશે એમને કીધેલું છે, એ લોકો ચોરે છે સંપત્તિને, દૈવી સંપત્તિને અહીંથી, ત્યાંથી કઈકથી આમ બધું પકડી લીધું હોય થોડું અને પછી ભેગું કરીને બેસી જાય. હવે હું તું કે છે એ લોકો ચોર છે, કારણ કે અંદર એ સ્થિતિ એમની બની નથી. એમના દેવતાઓની ઉન્નતિ એમણે કરી જ નથી અને એ લોકો આ સંપત્તિ લઈ આવ્યા છે, એટલા માટે ના પાડે છે કે એ લોકો ચોર છે. યજ્ઞથી બચેલો ખાનારો સંત પુરુષ સર્વ

પાપોથી મુક્ત થઈ જાય છે. તો યજ્ઞથી બચેલું ખાનારો તે કેવો બને છે? તો કે સંત પુરુષ બને, જેને જોવા માત્રથી બધું શાંત થઈ જાય, એવો બનતો જાય ધીરે-ધીરે-ધીરે-ધીરે. બોલો કેટલી બધી ઉન્નતિ! એમના દેવતાઓ ઉન્નતિ કરી, દેવતાઓ પછી એને આ બધું કરાવડાવે. એની દૈવી સંપત્તિ આ કક્ષાએ પહોંચે છે ધીરે-ધીરે, અને અધિકારપૂર્વક પહોંચે છે પાછી, ચોરેલી નહીં. એવી દૈવી સંપત્તિની વૃદ્ધિ કરતાં-કરતાં પ્રાપ્તિકાળ જ પૂર્તિકાળ બની જાય છે. પ્રાપ્તિકાળ જે છે, એ પૂર્તિકાળ, બસ એ સમયે થઈ જ જાય છે એમ કે. અને પ્રાપ્ત થઈ જ જાય, જ્યારે યજ્ઞ પૂર્ણ થઈ ગયો ત્યારે

શેષ રહી ગયેલ અન્ન જ બ્રહ્મ છે, શેષ રહી ગયેલ અન્ન જ બ્રહ્મ છે. આ કયા અન્નની વાત કરે? કઈ યજ્ઞની પ્રક્રિયા છે? આગળ કેસે આપણને સમજાવે છે. અને શ્રીકૃષ્ણે બીજા શબ્દોમાં કહ્યું કે યજ્ઞ જેનું સર્જન કરે છે, એ અસન છે. આહારનું સેવન કરનાર બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય છે. યજ્ઞની પૂર્તિ થઈ ગઈ હવે શેષ રહી ગયેલું જે છે તે અસન છે અને તેનું સેવન કરનાર બ્રહ્મમાં પ્રવેશ પામી જ જાય છે. યજ્ઞમાંથી શેષ બસેલા અસન એટલે કે બ્રહ્મ અમૃતનું સેવન કરનારો સર્વ પાપોમાંથી છુટકારો મેળવે છે. હવે આગળ કહે છે પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન

થાય. હવે અન્નની વાત આવી છે, યજ્ઞમાં જે પાછું અન્ન છે. અન્નમ્ વ્યજાનત, અન્ન જ પરમાત્મા છે, અન્ન પરમાત્મા. આ બ્રહ્મ અમૃતને લક્ષ્ય બનાવીને જીવ યજ્ઞ કરવા માટે તત્પર થાય છે. અન્નની ઉત્પત્તિ વૃષ્ટિથી થાય છે. વાદળોમાંથી થનાર વૃષ્ટિ નહીં, કૃપાવૃષ્ટિ. અન્નની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? કૃપાવૃષ્ટિથી થાય. મહાત્માનો રાજીપો જ પ્રાપ્ત કરવો પડે. બોલો! એ કૃપાવૃષ્ટિથી આવેલું અન્ન છે, જેના વડે યજ્ઞ કરવાનો અને એ યજ્ઞની પ્રાપ્તિકાળ એ પૂર્તિકાળ બની જાય છે અને પછી જે શેષ અન્ન રહી જાય છે તેને સેવન કરનાર જે હોય છે, તે બ્રહ્મમાં પ્રવેશ પામી જાય છે, ઈષ્ટને પામી જાય છે. સમજાય

છે કઈ? પૂર્વે સંચિત કરેલા યજ્ઞ કર્મો કૃપાના રૂપે વરસી જાય છે. પૂર્વે સંચિત કરેલા યજ્ઞ કર્મો... અર્પણમ મસ્તુ, અર્પણમ મસ્તુ. તમે તમારી સમજણથી, અણસમજણથી જે પણ કઈ અગાઉ-અગાઉ બધું આવું-આવું કરેલું હતું તે બધું... ક્ષમા કરીએ છીએ, અર્પણ કરીએ છીએ બધું છેવટે... કે ન્યુનમ અધિકમ જે કઈ થયું અમારાથી, એ બધું પણ તમને અર્પણ. આવું-આવું બધું પહેલા તમ બહુ કરેલું હોય, તે બધું ભેગું થઈને કૃપાવૃષ્ટિ રૂપે તમારી પર વળશે છે, તે પડે અને બસ તમને પછી ત્યારે યજ્ઞ પ્રાપ્ત થઈ જાય છે અને

એ યજ્ઞનું અન્ન પણ તમને પ્રાપ્ત થઈ જાય છે અને પછી એવી રીતે યજ્ઞની પૂર્તિ થાય છે. અને એમાંથી પ્રાપ્ત થયેલું જે અન્ન છે, શેષ રહી ગયેલું પાછું તેનું સેવન કરવાથી બ્રહ્મની અંદર પ્રવેશ પામી જાય, બ્રહ્મ સ્વરૂપ બની જવાય. આથી જ વૃષ્ટિ યજ્ઞથી થાય છે. વૃષ્ટિ શેનાથી થાય છે? યજ્ઞથી થાય છે. લોકો વરસાદ આવે તેને માટે પણ યજ્ઞ કરતા હોય છે. સ્વાહા સ્વાહા બોલવાથી, તલ અને જવ હોમવાથી જ જો વૃષ્ટિ થતી હોત, તો વિશ્વના મોટા ભાગની ભૂમિ મરુભૂમિ કે વેરાન કેમ હોત? થરપારકરનું રણ, કચ્છનું રણ, પેલી બાજુ ગોબીનું રણ, ચીન બાજુ પેલું ઈરાનની અંદર બે-ત્રણ

રણ છે, બધું આખો આ દુબઈવાળો એ મિડલ ઈસ્ટન બધું છે, બધું રણ પ્રદેશ છે. મોટા ભાગની પૃથ્વી પર આ જો રણ પ્રદેશ કેમ હોત? કે છે ત્યાં બેસીને યજ્ઞ કરવો જોઈને, તો પછી જો વૃષ્ટિ થાત અને પછી બધે પાણી મળત. એમ કે એવી રીતના તો હરિયાળી ફળદ્રૂપ એવી એ ભૂમિ બની જાત. અહીં કૃપાવૃષ્ટિ એ યજ્ઞની દેન છે, આ યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થાય છે અને કર્મથી જ યજ્ઞ પૂર્ણ થાય છે એમ સમજાવે છે. એ કર્મને, એ કર્મને વેદમાંથી ઉત્પન્ન થયેલું માનો. હવે વેદ એટલે શું? મહાત્માની વાણી જે વહે છે, તેને વેદ કહેવામાં આવે છે. કાલે જ

કહ્યું તું, તેમાંથી આવે છે કે છે. કર્મ એ કહે છે, આપે છે. "આમ બેટા શ્રીકૃષ્ણ શરણમ મમ, આનો જાપ નિરંતર કરજે," અને પછી નારદજી ચાલ્યા જાય, પેલો ધ્રુવ એને ગ્રહણ કરી લે, પાંચ વર્ષનો બાળક, અને બસ એની અંદર લાગી પડે, "ઓમ નમો ભગવતે તે વાસુદેવાય," બસ એક જ મંત્ર અને એમાં તારતાર થઈ ગયો હોય, એટલો તદલીન થઈ જાય, ઈષ્ટને આવવું પડે. અવ્યક્તને વ્યક્ત થવું પડે છે. કેટલો પાવર છે યજ્ઞનો, તમે વિચાર કરો. અવ્યક્ત છે એને વ્યક્ત થવું પડે છે. શું જરૂર પડતી હોય? ના કાઈ તો શું કરવું? શું કરવું? શું કરવું? આમ એકદમ

આમ ઝપકારો થાય છે, "અરે કૃપા થઈ તારી પર." તો એક ક્ષણે... નહી તો શું જ ના પડે તારે? પાછો બહાર આવીને પાછો ક્યાક મને વિચાર આવ્યો, પછી મેં આવું કરી નાખ્યું, બધું વેર-વિખેર થઈ જાય છે ભાઈ, અહંકારના હિસાબ છિન્ન-ભિન્ન થાય, હેને? એ કર્મને વેદમાંથી ઉત્પન્ન થયેલું માનો. નો, વેદ બ્રહ્મસ્થિત મહાપુરુષની વાણી છે અને એ પુસ્તક આકારે થઈ ગઈ છે ગ્રંથ અત્યારે, પણ આ જે જીવતા વેદ હોય છે તેની વાત કરે, એ વય જ જાય છે, નહીં કે થોડા શ્લોકોનો સંગ્રહ. રાજી થાય લોકો, "વેદમાં એક લાખ શ્લોક છે." કોઈ કે ના, ના આટલા હશે. પાછું એનો

વિવાદ ચાલે, તને ખબર નથી કેટલા છે અને કેટલા હતા, એમાંથી કેટલા મૂક્યા છે આની અંદર. પાછા હોય ને એડિટરો, એડિટ કરી નાખે બધું. વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ. આ વેદ નીકળ્યા તો મહાત્માઓના મુખેથી, પરંતુ જે મહાત્માઓ પરમાત્મા સાથે એકરૂપ થઈ ચૂકેલા છે, એમના માધ્યમથી અવિનાશી પરમાત્મા જ બોલે છે. એટલા માટે વેદ અપૌરુષે કહેવાય છે. મહાપુરુષ વેદોને ક્યાંથી પામી ગયા? હવે આ પ્રશ્ન થવો જોઈએ કે અમને કેમ મળ્યું? તો વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયા, એ મહાપુરુષો એની સાથે તદરૂપ થયા છે, એ કેવળ યંત્ર છે, એમના દ્વારા પરમાત્મા જ બોલી રહ્યા છે. આ યંત્ર છે,

પરમાત્મા બોલી રહ્યા છે, કારણ કે યજ્ઞ દ્વારા જ મનના નિરોધ કાળમાં એ જાણી શકાય. આ જે પરમાત્મા છે એને જાણવાનું છે, તે ક્યાં કહે? યજ્ઞ દ્વારા થશે અને પાછું ક્યારે? મનના નિરોધ કાળમાં. મનનો નિરોધ થઈ ગયો હશે, ખલાસ થઈ ગયું હોય, ખતમ થઈ ગયું હોય, એવું મન નહીં ચાલે. મન તો જોઈશે, સ્વસ્થ મન જોઈશે, તંદુરસ્ત મન જોઈશે, ભાગલું-તૂટતલું મન નહીં ચાલે. હે! આ તો કોઈ કે અહીં આમ કીધું હોય ને ખોટું લાગી ગયું હોય ને તો મન, મન ભાગી ગયું તમારું, પાછું એવું બોલે કે જવા દો ને કે વાત કરવા દઉં, મન ભાગી ગયું મારું.

તું તે દાળે આવું થઈ ગયું, તે અલા શું બોલે છે તું? ના બોલીશ, આવું ના બોલાય, કદાચ તારી વાણીમાં તે વખતે પરમાત્મા બોલતો હશે, કેવું થઈને રહેશે? બહુ જ ધ્યાન રાખો, એક શબ્દની શું કિંમત, આહા, તુમ ક્યાં જાનો કયા બાબુ. જે પુરુષ પ્રવર્તાવેલા સાધના ચક્ર અનુસાર વર્તતા નથી... જો જે પુરુષ પ્રવર્તાવેલ જે સાધના ચક્ર છે, અને ઈટ એક્ઝિસ્ટ, એમ એના અનુસાર વર્તતા નથી. અર્થાત દૈવી સંપત્તિનો ઉત્કર્ષ, દેવતાઓની વૃદ્ધિ અને પરસ્પર વૃદ્ધિ દ્વારા અક્ષયધામની પ્રાપ્તિ કરવી, આ એક આખું સાધના ચક્ર છે. એને તોડીને કોઈ એમ કહે કે હવે હું બધા કામ કરીને હું મારું પૈડું બનાવી

દઉં ને પછી દોડાવું કે બધા એવું કરે છે ને? તમે જુઓ છો ઘણા બધા લોકો એવું કરતા દેખાય છે આજકાલ. આ ક્રમ પ્રમાણે વર્તતો નથી, પરંતુ ઇન્દ્રિયોને આરામ આપે છે. ઇન્દ્રિયોને આરામ આપ્યા કારણે તો એ પાપાયું પુરુષ વ્યર્થ જ જીવી રહ્યો છે, એના જીવન વ્યર્થ જઈ રહ્યું અને આવું ને આવું ચાલે જ જશે, ચાલે જ જશે, ચાલે જ જશે. પેલા પૂર્વ રાજાને પિતાશ્રી જેવી હાલતમાં, પછી વધારે ખ્યાલ નથી. વધારે ગીતા નથી પણ એક ભગવદ્ ગીતાનો બધા શ્લોક તો એક જ સંસ્કૃતમાં છે ને બધા, આ બધા એનો અનુવાદ હોય, શું છે? તો આમાં કેમ યજ્ઞની વાત કરી છે? યજ્ઞ શું

છે? બીજા બધામાં આવું જ યજ્ઞની વાત કરેલી છે. બીજા જો આવું આ જે કોન્ટેક્સટ છે એ કેમ નથી આટલી બધી? કારણ કે એક જ ગીતાના બહુ બધા વર્જન છે. શ્લોક તો એક છે, ગુજરાતી એકનું એક જ થાય. અત્યારે તમે જે ગીતાસાર શ્રવણ કરી રહ્યા છો તે છે યથાર્થ ગીતાસાર. એક સ્ટેટમેન્ટમાં કહી દીધું તમને, બાકી આવું તો બધું બહુ છે જ પુષ્કોળ છે, એનો અનુવાદ અલગ, થોમ મતિ અનુસાર. યજ્ઞ શબ્દ સ્વચ્છંદતાથી... યજ્ઞ શબ્દ છે, એતો વપરાયો છે હા, શબ્દ વપરાયો હોય. યથાર્થ ક્યાં છે? યજ્ઞ-યજ્ઞ બધા કરતા હોય, પણ યજ્ઞ યથાર્થ હોવો જરૂરી છે ને ભાઈ!

અનંત આગળ ઉપર કહે કે જે બુદ્ધિ છે ને કેવી થઈ ચૂકેલી હોય છે? ભ્રષ્ટ થઈ ચૂકેલી હોય છે. સત્વ, રજસ અને તમસના ત્રણેયના પાસથી એ કેવી આવી કરપ્ટ થઈ ચૂકેલી હોય છે. એવી બુદ્ધિના કારણે બધું જાત-જાતનું થતું હોય છે. બધું બની જાય, રોકેટ જ બની જાય, આ થાય, તેમ થાય. બધા સાધનો શોધાય, બધું જાત-જાતનું થાય, પણ એ બધું સ્થૂળ ભૂમિકાઓ ઉપર રહી જાય છે. ત્યાં સુધીનું ઈષ્ટની પ્રાપ્તિ માટે આ બધું નકામું પડે, સૂક્ષ્મ નથી. આ યથાર્થ ગીતાસાર તમે શ્રવણ કરી રહ્યા છો અત્યારે. એટલે શ્રીકૃષ્ણે હજી તો શું યજ્ઞ શું છે એ તો જણાવ્યું

જ નથી. પરંતુ જે મનુષ્ય આત્મામાં રત, આત્મતૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ છે, તેને માટે કોઈ કર્તવ્ય શ્રેષ્ઠ રહેતું નથી. આ સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ પહેલા. આ સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. પેલા આજ લક્ષ્ય હતું. જ્યારે અવ્યક્ત, સનાતન, અવિનાશી આત્મતત્વ પ્રાપ્ત થઈ ગયું, તો પછી હવે આગળ શું શોધીએ આપણે? આવા પુરુષ માટે ના તો કર્મની આવશ્યકતા રહે છે ના તો આરાધનાની. આત્મા અને પરમાત્મા એકબીજાના પર્યાય છે. હવે તે પુરુષને કર્મ છોડી દેવાથી કોઈ નુકસાન થવાનું નથી, કારણ કે વિકાર જેની પર અંકિત થતા હોય છે, તે ચિત્ત જ બચતું નથી. યજ્ઞ કરે છે ત્યારે આવી રીતના સંપૂર્ણ ભૂતોમાં

પાંચે-પાંચ, હેને, બાહ્ય જગત અને આંતરિક સંકલ્પ વચ્ચે લેશ માત્ર પણ અર્થ રહેતો નથી. બધા પરી પૂર્ણ થઈ જાય છે, સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે, ભૂત શુદ્ધિ થઈ જાય છે એમ કહે છે. પાંચ ભૂતોની બહુ સૂક્ષ્મ બાબતો છે ભઈ જો, ગમે તેમ લોકો કે બોલે, સાંભળે, લખે એ વાત છે પણ યથાર્થ હોવું એ કેટલું જરૂરી છે એ હવે તમે નક્કી. વાણી તો વહી રહી છે આ પણ, જ્ઞાન છે જ બધું વર્ષોથી ચાલ્યું આવતું અને આ પણ જ્ઞાન વહી ગયું. ચોઈસ ઈઝ યોર્સ, અમારી કોઈ જબરજસ્તી તો છે નહીં. એટલે ચિત્ત બચતું જ નથી. હવે ભૂતોમાં પણ

સંઘર્ષ રહેતો નથી, કારણ કે ત્યાં કશું બાકી રહ્યું છે જ નહીં. સંસ્કાર જ નથી, કાંઈ પણ અંકિત થયેલું, એટલી બધી શુદ્ધિ થઈ ગઈ. કીધું ને 'ભૂત શુદ્ધિ', આપણે વિધિ આપેલી હતી ભૂત શુદ્ધિની. પણ સૌથી મોટો અર્થ હતો પરમાત્મા, તો અધ્યાત્મ એ જ અર્થશાસ્ત્ર છે. વાસ્તવમાં અર્થશાસ્ત્ર છે અને જેને લોકો અર્થશાસ્ત્ર સમજે છે તે બધું અનર્થશાસ્ત્ર છે, કારણ કે તે અનર્થો જ પેદા કરે છે, બીજું કાઈ નહીં. એસઆઈપી કરો, ૨૫ જણાને YouTube ઉપર બોલાઈને અલગ-અલગ રીતે બોલાવડાવશે. બધું એસઆઈપી કરો, એસઆઈપી કરો, એટલો બધો પ્રોપગેન્ડા થઈ જાય. માણસ બિચારો બેંકમાંથી પૈસા કાઢીને એસઆઈપીમાં નાખવા. હવે

આ આટલા બધા પાસેથી ભેગા થયેલા એસઆઈપીના પૈસા હોય, ભગવાન જાણે પાછું શું થાય એનું આગળ. એને તે વખતે કેવી બુદ્ધિ આવે એના ના પ્રમાણે બધું કામ ચાલે. આમાં બિચારા ચકલા બફાઈ જાય. નિર્દોષ, જેને કહેવાય ને એવા આમ તો કોઈ દોષિત છે નહીં અને બધા દોષિત છે, બે જાતની વાત છે. કારણ કે એને એવું થાય છે તો હેને, બેંક ફેલ કેમ નહીં જાય? એ જ બેંકનો તું કેમ નો ગ્રાહક બન્યો ભાઈ? આટલી બધી બેંકો હતી ને બીજી, નહીં કદાચ દાદાના નિયમ પ્રમાણે તો શું થઈ જાય, તારે ભોગવટો આવે તો તારી ભૂલ હોવી જોઈએ, એ આ બેંકમાં

કર્યું તું ને, એસઆઈપી કરી તી, એ જ કંપની ફેલ ગઈ. આટલી બધી બાકીની રહી ગઈ, તો બધું સંયોગોને આધીન થઈ રહ્યું છે. એટલે કહે છે કે મોટામાં મોટો અર્થ જે છે તે તો પરમાત્મા છે, એટલે પરમાત્માને લગતું જે કાંઈ શાસ્ત્ર છે તે જ અર્થશાસ્ત્ર છે, બાકી બધું. એટલે હવે જ્યારે તને પરમાત્મા ઉપલબ્ધ છે, તો બાકીના સાથે તારે શું લેવા દેવાય? સ્પષ્ટતા તો રાખ જરાક તું, આ સ્થિતિને પ્રાપ્ત કરવાનું આગળ કહે છે. તું અનાસક્ત બનીને નિરંતર જે કરવા યોગ્ય કર્મ છે, તે કર્મને સારી રીતે કર, બીજું બધું ના કર. તું બધું બહુ કર પણ જે કરવા યોગ્ય

છે તે જ કરતો નથી. શું? તો કે યજ્ઞ કરતો નથી, નિયત કર્મ કરતો નથી. કાર્ય કર્મ એક જ છે. જનક એટલે જનક રાજા નહીં, જન્મદાતાને જનક કહે છે, તો યોગ જે છે તે જનક છે. યોગ છે તે જનક છે, તમારા સ્વરૂપને જન્મ આપે છે, પ્રગટ કરે. યોગવડે સંયુક્ત પ્રત્યેક મહાપુરુષ જનક છે. રાજા જનકના દરબારમાં આમ-તેમ બધી વાર્તાઓ સાંભળ-સાંભળ કરી. હવે આ લાઈટમાં એ વસ્તુને સમજો. એ રૂપ જ છે. એટલે નાનક ન કહી શકાય, જનક તો છે જ, તો રૂપ છે ને બધા પ્રજાપતિ. આવા સંયુક્ત યોગ, સંયુક્ત ઘણા બધા ઋષિ-મુનિઓ જનક વગેરે

જ્ઞાનીજનો, મહાપુરુષોએ પણ 'કર્મણા એવ સંસિદ્ધમ', કર્મો દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. પરંતુ પ્રાપ્તિ બાદ પણ તેઓ લોક સંગ્રહને લક્ષમાં રાખીને, નજરમાં રાખીને કર્મ કરે જાય છે. હવે એમને આવશ્યકતા નથી, જરૂરત નથી એમને કર્મ કરવાની, પણ આવશ્યકતા પૂરી થઈ ચૂકેલી છે છતાં પણ એ કર્મ કરે જાય. કેમ? લોક સંગ્રહ માટે. એમને જોવા માત્રથી, એમના હોવા માત્રથી, એમને વિશે જાણવા માત્રથી પણ લોકો પ્રેરિત થાય છે શું કરવા? યજ્ઞ કરવા પ્રેરિત થાય છે. તો પ્રેરણાનો સ્ત્રોત છે આ લોકો વાસ્તવની અંદર તો, કોના માટે? જે લોકો મુમુક્ષું છે, જે લોકોને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, તેમના

માટે આ લોકો પ્રેરણાનો સ્ત્રોત છે. માટે તું પણ પ્રાપ્તિ પછી લોકનાયક બનવા માટે કાર્ય કરતા રહેવા યોગ્ય છે. માટે અર્જુન તું કર્મ કર. કારણ કે પાછું કારણ આપે છે કે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય લોકો તે પ્રમાણે કરે. વ્યવહાર ભૂમિકા ઉપર પણ તમે જુઓ કે તમે જેને શ્રેષ્ઠ માનો છો, તેનું આચરણ કરવા તમે ઓટોમેટિકલી પ્રેરિત થયેલા હોવ છો. આઈ એમ ઇમ્પ્રેસ, આઈ એમ ઇમ્પ્રેસ. તમે કોનાથી ઇમ્પ્રેસ થઈ રહ્યા છે ભાઈ? એ ક્યાં જઈ રહ્યો છે ને તમે એ ક્યાં તમને લઈ જશે? કયા સ્ટેશન? કઈ નક્કી છે? બોલો! તમે કોને શ્રેષ્ઠ પુરુષ

માન્યો છે? તમે કોનું ઇમિટેશન કરવા કરી રહ્યા છો? અને જો એક વસ્તુ કે જ્યારે તમે આ કરો છો, ત્યારે તમે ચાળા પાડો છો, એનું ઇમિટેશન કરો છો. પણ વાસ્તવની અંદર જે શ્રેષ્ઠ પુરુષ છે એ જ્યારે તમને કોઈ બોધ આપે છે, કોઈ ઉપદેશ આપે છે અને પછી તમે જે કરો છો તે એનું ઇમિટેશન નથી હોતું. ધેટ ઇસ ઓરિજિનલ, ધેટ ઇસ ઓરિજિનલ. ધ્રુવે જે કાઈ કર્યું તે ઓરિજિનલ, એ નારદજીનું ઇમિટેશન નહતું. સમજાયું? યસ, ઓરિજીનાલિટી. પ્રજ્ઞે અંદર પરમાત્મા, ધીરે-ધીરે-ધીરે-ધીરે કરીને આહા, છેવટે પેલો કે કે અનંત શક્તય પ્રભુ, તું અનંત છે. એટલે કહે છે

કે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય લોકો તે પ્રમાણે કરે. તો આચરણ ને ઇમિટેશનમાં બહુ ફરક છે ભાઈ. જે મહાપુરુષ જે કાંઈ પણ પ્રમાણ કરી દે છે, સંસાર તેને અનુસરે. મહાપુરુષોએ સર્ટિફાય કરેલું છે આ બધા, એને અનુસરે છે લોકો. પહેલા શ્રીકૃષ્ણે સ્વરૂપમાં સ્થિત, આત્મતૃપ્ત, સંતુષ્ટ એવા મહાપુરુષોની રહેણી-કરણી પર પ્રકાશ પાડ્યો કે તેના માટે કર્મ કરવાથી ના તો કોઈ લાભ છે, ન કરવાથી એને કોઈ હાનિ થાય તો પણ, જનક વગેરે આ યજ્ઞ સારી રીતે કર્મ આ કર્યા જ કરતા હતા. અહીં શ્રીકૃષ્ણ પણ ધીમેથી પોતાને તે મહાપુરુષને સાથે મૂકીને કહે છે

કે હું પણ એક મહાપુરુષ. હે પાર્થ! કારણ કે એ પ્રેરણા કરી રહ્યા છે ને અર્જુનને, એ પોતે પોતે પણ મહાપુરુષ છે, બહુ મોટા મહાત્મા છે શ્રીકૃષ્ણ. આગળ કહે છે, મારા ત્રણેય લોકમાં કોઈ પણ કર્તવ્ય નથી. હું કોઈની નોકરી કરતો નથી, કોઈ કામ કરવાનું મારે છે જ નહીં ત્રણેય લોકની અંદર. છતાં પણ હું સારી પેઠે કર્મ આચરું છું. સ્વયં એ કર્મ આચરે કરું છું, રોજી છે નિરંતર, કારણ કે જો હું સાવધાન રહીને કર્મનો અમલ ન કરું તો લોકો મારા વર્તન પ્રમાણે વર્તન કરવા લાગશે. તો શું આપનું અનુકરણ ખરાબ છે? શ્રીકૃષ્ણ કહે છે હા, ખરાબ છે, શ્રીકૃષ્ણનું

અનુકરણ નથી કરવાનું, એમ કહી દીધું એમને. જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો આ બધા ભ્રષ્ટ થઈ જશે, અને તો હું વર્ણસંકરનો કરનારો બનું, વર્ણસંકરોનો જનક, આ બધી જ પ્રજાનો હનન કરનારો બનું. સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ સતર્ક થઈને જો આરાધના કર્મને વળગી ના રહે તો સમાજ એની નકલ કરશે અને પછી એ સમાજ ભ્રષ્ટ થઈ જશે. બુદ્ધ પછીના સમયમાં જે કંઈ થયું જુઓ, બૌદ્ધ ધર્મની કેવી દુર્દશા થઈ. મહાપુરુષે તો આરાધના પૂર્ણ કરી અને નૈષ્કર્મ્યની સ્થિતિને મેળવી છે. તેઓ ન કરે તો તેમના માટે કોઈ નુકસાન નથી, સમાજે તો હજુ આરાધનાનો પ્રારંભ સુદ્ધા કર્યો નથી. સમજ્યા

જ નથી કે આરાધના શું છે, શરૂઆત જ નથી થઈ ભાઈ. સમાજમાં પાછળથી આવનારાઓના માર્ગદર્શન હેતુ મહાપુરુષો કર્મ કર્યા જ કરે છે, હું પણ કરું છું એમ કીધું. એટલે એનો અર્થ એ થાય છે કે શ્રીકૃષ્ણ પણ એક મહાપુરુષ હતા. પુરુષ અને મહાપુરુષમાં એ બહુ ફળક છે. આત્મા વિશે તમે શરૂઆત કરી જાણો, ત્યારે તમે પુરુષત્વ પામવાની શરૂઆત કરો. આ મહાપુરુષની વાત છે, બહુ ઉપર, બહુ ઉપર. નહી કે વૈકુંઠથી આવેલા કોઈ વિશેષ ભગવાન. શ્રીકૃષ્ણ કોણ છે? લોક સંજ્ઞામાં ચાલે રાખે બધું, બરાબર છે, ઓકે, ઓકે. હેને ભગવાન બી કે, લોકો એને પણ એવા કોઈ ભગવાન નથી, એમ કહે

છે કે વૈકુંઠમાંથી આમ પ્રગટ થયેલા હોય, મહારાજજી ના પાડે. તેઓ કહે છે કે હું પણ કરું છું, જો ન કરું તો લોકોનું પતન થઈ જાય અને લોકો પણ કર્મ છોડી દેશે. કારણ આપે છે આગળ, મન ખૂબ જ ચંચળ છે, એને બધું જ જોઈએ છે. કેવળ ભજન નથી જોતું, આમ કરીને આમ વાગે ને ગીત, "એસી લાગી લગન, હો ગઈ મેરા મગન", એટલે પેલો હસે ને કે ભાઈ બંધ કર ને આ શું લઈને બેઠો? જોયું આ શું લઈ? પેલું ભલે ગમે તે રીતે ગાતો હોય, ભાવથી ગાતો હોય, કદાચ એને બરાબર ગાતા ના આવડતું હોય ને થોડો બેસુરો બી લાગતો

હોય, બધી વાત સાચી, એનો ભાવ સાચો. અને પેલો એને શું કહે છે? બંધ કર, એના બદલે કઈક બીજું મુક, એને બદલે કઈક બીજું મુક. એટલે પછી પેલા આમ, આમ, આમ ચાલુ થાય ને એટલે પેલો આમ-આમ ડોલવા ચાલુ થઈ જાય. હેને? પછી કોક બીજું ગીત આવે, બિલકુલ એકદમ અને તમે સમજો છો કે પછી એમાં એ મગ્ન થઈ જાય, તો કે છે કે મનને આ નથી જોઈતું, ભજન નથી જોઈતું, એને આ બધું જોએ છે, બધું જ જોએ છે, બાકીનું બધું આના સિવાય. અને પછી પાછું એમ કે કે મારે ઈષ્ટની પ્રાપ્તિ કરવી છે. મારા મહાપુરુષ એની સામે

છું ને, કેમ વાસ્તવમાં તને ખબર છે ખરી કે તારે ખરેખર શું જોવે છે? મહાપુરુષ એને ચકાસે, એમનેમ ના આપી દે બધું. બાકી જો પુસ્તકો વાંચીને, શાસ્ત્રોથી, આમથી તેમથી ઉથલ-પૂથલ કરીને, અહીં બેસીને કઈ બેસીને બધું ઘણું પ્રાપ્ત કર્યું છે લોકોએ, એટલું બધું, હવે ઓવરલોડ થઈ ગયો, એટલું બધું કર્યું પણ જે મૂળ હતું ને સમજણ જેને કહેવાય કે જ્ઞાન જે બધ... બધ એ ચૂકી ગયા. આ એસી લાગી લગન બંધ થઈ ગયું, હવે ફક્ત લગનની લગન લાગી હોય, બાકી કોઈ. લગન એટલે મન બહુ જ ચંચળ છે, એને બધું જ જોઈએ, કેવળ ભજન જ નથી જોઈતું. જો સ્વરૂપ

સ્વરૂપસ્થ મહાપુરુષ કર્મ ન કરે તો તેની દેખાદેખીથી તેને અનુસરનારા પણ તરત જ કર્મ છોડી દેશે. આપણા બાપ-દાદાઓ જનોઈ પેરતા, સંધ્યા વંદન વગેરે કરતા, હેને? ત્રિકાળ સંધ્યા કરનારા લોકો કોક જમાનામાં તો હતા, ત્યાંથી પછી એક કાળની સંધ્યા આવી. ના, હવે તો એ પણ ચાલી ગઈ, કોઈને ખબર નથી શું? ક્યારે? ક... બહુ જુજ લોકો થોડું ઘણું કર્યા કરતા હોય, અને ખબર નથી એ લોકો એમાં પણ શું સમજીને કરે? એવી સ્થિતિ એક સમય પછી તો સ્થિતિ એવી આવશે કોઈને ખબર જ ના હોય, એ વિધિનો જ લોપ થઈ ગયો હોય. આવી તો કેટલી બધી વિધિઓનો લોપ થઈ ગયો

ગયો, અગાઉ જે બધા ઋષિ-મુનિઓને બધા બધું કરતા હતા. પેલા આમ એક તણખલું આમ હાથમાં લે અને બ્રહ્માંડ ધ્રુજાવે, આમ થવા માટે બધું ચારે બાજુથી એટલો પાવર હતો, બ્રહ્માસ્ત્રની શક્તિ ખાલી એક તણખલાની અંદર મૂકે. વિધિનો લોપ, કોઈને ખબર જ નથી આ બધું કેવી રીતે કરાય. હજી બધા ગોલ-ગોલ ફર્યા, કોક જમાનામાં બધા સ્પેસ ટ્રાવેલ કરતા હતા ઋષિમુનિઓ, કોઈને ખબર જ નહીં, પાછા સદેહે. અતા તો આટલા બધા સાધનો સરંજામ સહિત ઉપર જાય છે તોય. એટલે સ્થિતિ આવી, લોપ થઈ જાય એ વિદ્યાનો અને એ જ્ઞાનનો બધાનો માટે મહાપુરુષો એ કર્યા કરતા. તો એવા મહાપુરુષને ખોળ કે જે

જાણકાર હોય અને પછી એમના પાસે જઈ એમનો રાજીપો મેળવ. કૃપા વૃષ્ટિ થશે પછી તારું કામ થશે, તારો યજ્ઞ ત્યારે શરૂ થશે, ત્યાં સુધી નહીં થાય કે. બાકી તું જે કઈ કર્યા કરે છે, કઈ યજ્ઞ નથી એમ. અને કર્મ પણ વસ્તુતઃ આત્માનો શુદ્ધ વર્ણ છે. આત્મા પોતે કેવો છે? તો કે શુદ્ધ છે. પરમાત્માના પોતાના શાશ્વત સ્વરૂપના માર્ગથી ચલિત થઈ જવું એ જ વર્ણસંકરતા છે. પરમાત્માને છોડી દેવા, એ માર્ગને પણ છોડી દેવું, એ બાજુ જવાનું જ નહીં ને, જોવાનું જ નહીં કશું, એ વર્ણસંકર થાય. હવે આ લાઈટમાં વિચાર કરો, અત્યારના સમાજની સ્થિતિ, તો કેટલા વર્ણશંકરો મળે? વર્ણથી

પરમાત્માના પોતાના શાશ્વત સ્વરૂપના માર્ગમાંથી ચલિત થઈ ગયેલા! આ ટોટલ પોપ્યુલેશન આઠ અબજનું કેટલા મળશે તમને? બ્રહ્મ સ્વરૂપ એમાં લીન હોય, તલ્લીન હોય અને છતા એ પાછા પોતે એ નિયત કર્મ કરે જ જતા હોય, ઘરે જ જતા હોય. એમાં લીન થવાની જે પ્રક્રિયા વાળું છે, એમના માટે એ કર્મપૂરું પૂરું થઈ ગયું છે. તેમ છતાં પણ એ લોકો કન્ટીન્યુ કરતા હોય, કે મને જોઈને કોકને તો પ્રેરણા થશે, માટે થઈને કર્યા કરતા હોય. એમને આવશ્યકતા નથી, સંપૂર્ણતા પ્રાપ્ત કરી લીધી, છતાં પણ એ કરે જ જતા હોય. તો આવા છે? તો કે હા, આઠ અબજમાં તો કે હા

એનાથી અલગ તો કે હા. ખોળી તું શોધ તો ખરો. શોધીશ તો મળશે ને, શોધવાનું જ તે. હજી તો શરૂ નથી કર્યું. બીજા બધામાં જ પડી રહ્યો છે, કે આ પીઝા ખઈ લઉં ને પછી શોધું, આ કરી લઉં ને પછી શોધું. એટલે આગળ એક પહેલા કંઈક બીજું કરવાનું એણે ઊભું કરી રાખેલું છે, એ જ પૂરું નથી થયું. તો પછી આ યજ્ઞ અને પ્રક્રિયા અને આ બધું ક્યારે જ કરશે? બહુ દૂરની વાત છે ને, સ્વરૂપની વાત છે. એ ક્યાં કોઈને પ્રાપ્ત કરવું છે? આમ ખરેખર બહુ નિષ્પક્ષપાતી પણે પ્રત્યેકે વિચારવાની જરૂરત પડશે. ખરેખર શું જોવે તમારે? કારણ કે

એ જ ડિસાઈડ નથી થયું જ્યાં સુધી, ત્યાં સુધી તમે જે કઈ કરો છો તે તો યજ્ઞ બી નથી ને કર્મય નથી, કશું નથી ભાઈ. ક્યારે જ આવશું એ વાત જુદી છે. એટલે કહે છે કે આત્માનો શુદ્ધ વર્ણ છે અને શાશ્વત સ્વરૂપના માર્ગથી ચલિત થઈ જવું. પોતાના શાશ્વત સ્વરૂપ... પાછું લોકો પાછા નહિતર બીજા-બીજાના શાશ્વત સ્વરૂપો શોધવા માંડશે ને, કઈક બધું કર્યા કરશે, પોતાની જાતને એટલા બધા બીઝી કરીને રાખી મૂકશે એની અંદર કે ભૂલે-ચૂકે પેલી બાજુ જાહે જ નહીં, એમ. એટલું બધું આમ આની અંદર ગૂચવાયેલા રાખે પોતાને. એનાથી બચાઈ રાખે, જાણકે બધું કરીશ આ નહીં.

પાછા મોઢેથી બોલે શું ખબર છે? "કરીશ વચનમ તવ", તમે જે કહેશો તેમ કરીશ એમ. હવે આમની ઉપર કૃપાવૃષ્ટિ ક્યારે થાય પ્રભુ? બહુ વિચાર આવે. જો સ્વરૂપસ્થ મહાપુરુષ ક્રિયાનું આચરણ નથી કરતો તો લોકો તેના અનુકરણમાં ક્રિયા રહિત બની જાય છે અને પરિણામ આ સ્થિતિએ આવે છે. આત્માના માર્ગેથી ચલિત થઈ જશે, વર્ણસંકર થઈ જશે. તેઓ પ્રકૃતિમાં ખોવાઈ જશે, પ્રકૃતિમાં ખોવાઈ જશે એવા ડૂબશે, એવા ડૂબશે કે ડૂબાડૂબ પછી બહાર નીકળે જ નહીં. એવું નહતું કે મહાપુરુષો બી એમ કે આ બધા જંગલોમાં ને પર્વતોમાં, ગિરી-કંદરાઓમાં, ગુફાઓમાં, નદીઓના કિનારે ને બધે નોતા જતા, ને નોતા ફરતા? આજનો ૨૦૨૬નો મોડર્ન

મેન એ પિકનિક કરવા જાય છે નર્મદા કિનારે. અરે, પેલી નર્મદાની પરિક્રમા તો કરી આવે પાછો, આમ જઈ આયો તો કે જઈ આયો. પેલાને એમ થાય કે હું રહી ગયો એટલે પાછો એ નક્કી કરશે કે આપણે જવું જ છે કે, પાછો એવું પડશે એ ગયો એટલે વળી પાછો કોક બીજાને, તો આવી રીતે આમ બધું ચાલ્યું. અત્યારે એટલું માણસ જાય છે ઓહોહો ના પૂછવાની. ગઈકાલે કંઈક જોતો તો, ભારતવર્ષની સૌથી મુશ્કેલ જેને કહેવાય કે જટિલ યાત્રાઓ પાંચ કે છ છે, એમાંની એક કેદારનાથની યાત્રા છે. એ કાશી-કૈલાશની યાત્રા છે, હેને? એવી ઘણી યાત્રાઓ છે. એક મણી મહેશની છે

પાછી એવી પણ બધી યાત્રાઓ, પણ એ બધા કરવા જે લોકો જઈ રહ્યા છે. આટલી મુશ્કેલ હોવા છતાં પણ બધા બધું પેલું આમ પહેરીને બરફની અંદર બધા ચાલતા, બધા ફોટાને વિડીયોને બધું દેખાડી રાખ્યું. દરેક જગ્યાએ એટલી બધી ભીડ છે કે ના પૂછવાની વાત. અને જેટલા માણસો જાય છે આવી જગ્યાએ જઈને, એટલા એમના ના વજન બરાબર કચરો ફેંકીને આવે. દરેક જન. ઋષિમુનિઓ આવું નહોતા કરતા. 'પત્રમ પુષ્પમ ફલમ તોયમ' આહા, શું વાત! એ અર્પણ કરતા. તમે કહું એક વાત, એક બિલીપત્ર, એક ડાળખી લીમડાની, કડવા લીમડાની, એની એક ડાળખીમાં જેટલા પાંદડા હોય, એક-બે ડાળખી મીઠા લીમડાની, એમાં એક

મરી મૂકીને રોજ આમ સવારમાં લઈ લઉં. ભૂખનો એહસાસ જ... ગ્રીન બ્લડ. આ અનુભવની વાત, એટલું આમ તૃપ્ત આખો દિવસ મળ્યું ઓકે. ના મળ્યું, કોને જરૂર છે? પણ વિચાર પણ નથી આવતો. તમે વાત કરી લોકો પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું અત્યારે ખૂબ પસંદ કરે છે. જશે તો કે હું તો ત્યાં આગળ ગયો પ્રકૃતિની અંદર. આહાહા એટલું બધું અદભુત, આહ્લાદક, આહાહા! એટલે પ્રકૃતિ તો રંગ બદલ્યા જ કરે છે ક્ષણે-ક્ષણે અને જે પ્રકૃતિ તને અદભુત લાગે છે ને, પેલો બરફ પડવા ચાલુ થાય, અડધો કલાકની અંદર છ ઈંચ, આઠ ઈંચ, ત્રણ ફૂટ બરફ પડી જાય. હવે તું ફર. પ્રકૃતિ કહે છે,

ફાફા પડી જાય પહોંચતા. અનુભવ પ્રકૃતિમાં ખોવાવાની વાત નથી, એ પ્રકૃતિને ઓળંગવાની છે. લોકો હજી તો પ્રકૃતિને માણ્યા કરે, ક્યારે પાર આવશે? પર્યટનો કર્યા કરે, પિકનિક જાય બધા. પિકનિક કરવી પડે તો પ્રકૃતિમાં પિકનિક કરવા જાય છે આ બધા. કોઈને પરમાત્માની મુલાકાત કરવી છે? માતા-પિતાની ભૂલોનો સંતાનની સાધના ઉપર કોઈ પણ પ્રભાવ પડતો નથી. માતા-પિતાની ભૂલો, આપણું કર્મ, તારે પાર ઉતરવું છે તો કરો, ખુદ કરો. હનુમાન, વ્યાસ, નારદ, વશિષ્ઠ, સુખદેવ, કબીર, ઈશુ વગેરે મહાન પુરુષો થઈ ગયા, જેમને સામાજિક કુલીનતા સાથે કોઈ સંબંધ નથી. આમાંથી અમુકને તો લોકો સજ્જન બી ના કે કે સજ્જન બી ના છેક એવા સમાજના એવા

નીચલા સ્તરમાંથી આ બધા આવેલા, કુલીનતા સાથે કોઈ સંપર્ક નથી. આત્મા તો પોતાના જ પૂર્વ જન્મના ગુણધર્મને લઈને આવે છે. શું? આત્મા પોતાના પૂર્વજન્મ ના ગુણધર્મને પૂર્યાષ્ટક લઈને આવે છે. શ્રીકૃષ્ણ કહે છે, મન સહિત ઇન્દ્રિયો વડે જે કાર્ય આ જન્મમાં થાય છે તેના સંસ્કારોથી જીવાત્મા જૂના શરીરને ત્યાગીને નૂતન શરીરમાં પ્રવેશ કરે છે. નવો બુસકોટ પહેરવા જાય છે, જૂનો કાઢી નાખે, 'વસ્ત્રાણ જીરણા'. આમાં જન્મદાતાનો શો સંબંધ? વાસ્તવમાં શુદ્ધ સ્વરૂપ તરફ અગ્રેસર ન થતા પ્રકૃતિની અંદર વિખરાઈ જવું એ જ વર્ણસંકરતા. તો પરમાત્માને ભૂલીને, એમની પ્રાપ્તિને લક્ષને ભૂલીને બાકીનું જે કઈ કરવામાં આવે છે, એ બધી નરી વર્ણસંકરતા

જ છે. એમ જ્ઞાનનો અર્થ છે, જ્ઞાનનો અર્થ છે પ્રત્યક્ષ જ્ઞાન. જ્ઞાન એટલે પ્રત્યક્ષ હોય તો જ જ્ઞાન કહેવાય, બાકીની માહિતી ભંડાર મોટો લાઈબ્રેરી. જ્યાં સુધી લેશ માત્ર પણ આપણે અલગ છીએ, આરાધ્ય અલગ છે, ત્યાં સુધી અજ્ઞાનતા વિદ્યમાન છે. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી કર્મમાં આસક્તિ રહે છે. આવા કર્મમાં, કયા? પ્રકૃતિમાં ખૂપી જવાના એવા કર્મોની અંદર આસક્તિ રહ્યા જ કરે છે. અજ્ઞાની જેટલી આસક્તિથી આરાધના કરે છે, આ બધી આમાં, અનાસક્ત થઈ અને આમાં આસક્ત થવાની એને જરૂર છે. વાસ્તવ સમજાતું નથી, મિસપ્લેસમેન્ટ થઈ ગયું છે, એ જ અજ્ઞાન છે. જ્ઞાની પુરુષોએ, જો અહીંયા એક સલાહ આપવામાં

આવી. જ્ઞાની પુરુષ હોય જેને આ બધું જાણી લીધું, સમજી લીધું એને પાછું શું કરવાનું? કર્મમાં આસક્તિ વાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો જોઈએ, કારણ કે આ લોકોની કર્મની આસક્તિ ક્યાં છે? ત્યાં કાઢે છે. હવે તમે એમને કઈ... તમે જ્ઞાની છો, થઈ ગયા, હવે તમારે એમની બુદ્ધિમાં ભ્રમ પેદા નહીં કરવાનો કે આ ખોટું છે, આ સાચું છે, આ આમ છે, તેમ છે એમ. અર્થાત સ્વરૂપસ્થ મહાપુરુષ ધ્યાન આપે કે તેમના કોઈ આચરણથી તેમના અનુસરનારાઓના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન ન થઈ જાય. બોલો કેટલા આ પરીક્ષામાંથી પાસ થાય? શ્રીકૃષ્ણ ભગવાને આપી દીધું છે આ સ્ટાન્ડર્ડ ઉપર

કેટલા ખરા ઉતરશે? જે સમજે છે કે અમે મહાપુરુષ થઈ ગયા કે અમે મહાત્મા થઈ ગયા, એ બધાના માટે અહીંયા આગળ માપદંડ આપી દીધેલો છે. માનદંડ છે આ તો. ખરેખર તો અને પાછો આ કેવો? આટલું તો હોવું જ જોઈશે. મિનિમમ ક્વોલિફિકેશન છે. શું? તો કે એમના આચરણથી અનુસર કરનારાઓના... જાય. હવે આ કર્મની પણ વાત કરે છે અને નિષ્કામ કર્મની પણ વાત કરે છે, યજ્ઞની પ્રક્રિયાવાળા. એટલે કે તમે કોઈ એવા ભ્રમ પેદા ના કરી નાખશો, આ કઈક ગૂચવાડા ઊભા ના કરી નાખશો, કે જેનાથી એ લોકોને આમાંય અશ્રદ્ધા થઈ જાય અને આ પકડાય બી નહી, એમ કહેવા માંગે. યજ્ઞની

પ્રક્રિયા વાળું કર્મ છે, નિયત કર્મ છે, એ તો સમજાયું જ નથી. અને તમે આ કર્મ પ્રત્યે બી અશ્રદ્ધા પેદા કરી નાખશો તો આ બધા જશે ક્યાં ને જીવશે કેવી રીતે? પછી નોકરી-ધંધા, વેપાર બધું છોડી દેશે અને પછી ફર્યા કરશે. અને આ તો પકડાયું નથી હજી તો, એને સમજણ જ નથી પડી અને આ બધું છોડીને ભાગવા માંડશે લોકો. તો આવી પલાયનવાદ ના થાય, એવી વૃત્તિઓ એમ કે લોકો ના પોષી બેસે તમારા નિમિત્તે, એ જવાબદારી મહાપુરુષોની છે. એ જવાબદારી મહાપુરુષોની. કહે છે કે ઉઠો માટીના પુતળાઓ, સૌ ઉઠીને ચિંતનમાં લાગો. કયા ચિંતનમાં? આત્માનું ચિંતન. એ જ ચિંતન

કહેવાય, બાકી કોઈ ચિંતન હોતું નથી, બાકી બધું ચિંતા પેદા કરતા. આ એક જ ચિંતન એવું છે કે તમને આમ ડોપામેન, સિરોટોનિન બધું બોલ-બોલ કરે છે ને, એવું નહીં. એ તો બધા કેમિકલોને તમ વાતો કરો. ફેક્ટરી મેડ અમૃત બિંદુ જરે. જે પ્રકૃતિમાં ખોવાયેલા છે એ બધા ડોપામીન, સિરોટોનિન, પેલો કોર્ટિસોલને એ બધું જર્યા જ કરવાનું છે. જે સાધક છે, જે સાધનારથ છે, જે યજ્ઞની પ્રક્રિયામાં છે જોડાઈ ગયેલો, બરાબર એકદમ અનુષ્ઠાન આરાધના કરી રહ્યો છે નિષ્ઠાપૂર્વક, એના માટે ડોપામીન કામનું નથી, એના માટે કોર્ટિસોલ હોતું જ નથી, એને તો કેવળ અમૃતબિંદુ જ ટપક્યા પડ કરતું હોય. એ અમૃત

છે. માટે એનામાં કોઈ રોગ ઊભો રહેવાનો જ નથી, એને દૂર કરે. એ ટપકા શું કરે છે? તમારી આંતરબાહ્ય શુદ્ધિ કરી નાખે. એક પરમાણુ તમારો બગડેલો ના હોય. એના માટે અમૃતબિંદુ પહેલેથી ટપકવાનું ચાલુ થઈ જાય. જુઓ પરમાત્માની કેટલી બધી કૃપા હોય, એ નિરોગી બનાવે, સંપૂર્ણ નિરામય, એ લક્ષ્ય છે. તો એ ક્યારે પ્રાપ્ત થશે? પરમાત્મામાં જ્યારે તમે પ્રવેશ પામી જશો ત્યારે પ્રાપ્ત થશે. ત્યાં સુધી તો રોગી જ છે બધા, કોઈ નિરોગી પણ જે અહીંયા આગળ પાર પામી ગયેલા છે, પ્રકૃતિને ઓળંગી ગયેલા છે, એ બધા નિરોગી... એને નિરોગી કીધા. માટે કહે છે કે સૌ ઉઠીને ચિંતનમાં લાગી

જાઓ માટીના પૂતળાઓ! એમ કહે છે. આવું મહારાજ સાહેબ બોલતા, તો કેવું એવું લાગે આમ? 'ઓ માટીના પૂતળા!' કેમ બેસી રહ્યો છે? ચાલ, ચિંતનમાં લાગે. કેવો પાવર હશે અને પેલાને આમ બેસાડી દે બિલકુલ સરસ, જબરજસ્ત. તમારે તો સ્થિર, સીધા બેસીને ચિંતનમાં લાગી જવાનું છે. જ્યાં સુધી તેલની ધારાની જેમ શ્વાસની દોરી ના લાગી જાય. પહેલા તો શ્વાસ જ નથી સમજાતો, અહીં તો હવે આગળ કહે છે કે તેલની ધારાની જેમ શ્વાસની દોરી ના લાગે, તમને દોરી જાણે આમ ચાલતી હોય ને, રતસર એવો અનુભવ આપવો જોઈશે. આમ ઘરઘડી ચાલી રહી છે, ઘરડ-ઘરડ-ઘરડ-ઘરડ-ઘરડ-ઘરડ, એવી

રીતના આમ પોલી મુકાયેલી છે બધી. આ બધા ચક્રો ઉપર ભણે આમ ચાલી રહી છે, તો મંથન થઈ રહ્યું છે અમૃતનું. આ યજ્ઞની પ્રક્રિયા વિશે આગળ વાત કરીશું, એટલે શ્વાસની દોરી ના લાગી જાય ત્યાં સુધી કામ કરો, માટીના પૂતળાઓ. ક્રમ ના તૂટે, અનબ્રોકન, અનબ્રોકન અટેન્શનથી કામ કરો. અન્ય સંકલ્પમાં વચ્ચે વ્યવધાન ઉત્પન્ન ન થાય એનું ધ્યાન રાખજો, ત્યાં સુધી સતત લાગેલો રહેવું એ સાધકનો ધર્મ છે. પછી તમે જૈન હોય તો અમને વાંધો નથી, તમે હિન્દુ સનાતની કો છો તમારી જાતને, તોય વાંધો નથી, તમે શિખ હશો તો પણ અમને વાંધો નથી, તમે ક્રિશ્ચિયન છો, તો પણ અમને

કોઈ વાંધો નથી. પણ સાધકનો ધર્મ શું છે? સાધક એક વૈજ્ઞાનિકની જેમ કામ કરતો હોય. સાયન્ટિસ્ટ છે, એ તો બહુ મોટો સાયન્ટિસ્ટ. આ બધાના મોટા સાયન્ટિસ્ટ તો ના કહેવાય, સમાજની અંદર ભલે નામ કમાયેલા હોય બધા, પણ જે સાધક છે, એ બહુ મોટો સાયન્ટિસ્ટ. એ સંશોધન કરે છે, શું કરે છે? શોધન કરે છે, સંશોધન કરે છે માટે બહુ મોટો વિજ્ઞાની તો મારો શ્વાસ તો વાંસની જેમ સ્થિર. સાધકમાં સાધનાનો અહંકાર ના આપવો જોઈએ. આગળ હજી બીજી વાત કરી, સાધનાનો અહંકાર તો બિલકુલ ના આવવું જોઈએ. કર્મ કોની દ્વારા થાય છે તે થવામાં કયું કારણ છે? આના પર

શ્રીકૃષ્ણ પ્રકાશ પાડે છે કે આરંભથી પૂર્તિ પર્યંત સંપૂર્ણ કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. આ જે કઈ બધા કર્મ-કર્મ કરો છોને તમે બધા, તે બધું શું છે? કે શરૂઆતથી, ફ્રોમ ધ બીગીનિંગ ટુ એન્ડ, એ બધું જ જે કાંઈ છે તે પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં... પ્રકૃતિના ગુણો કેવા છે? ચંચળ છે, વિનાશી છે, પરિવર્તન પામ્યા જ કરી... એટલા બધા પર્યાયો, એટલા બધા પર્યાયો, અને પડે-પડે બદલાય. એને પર્યાય કહેવાય, એ તો ચાલે જ કરે. એના ગુણો દ્વારા આ બધું કર્મ કરવામાં આવે છે, બધું છતાં પણ... છતાં પણ અહંકારથી વિશેષ મૂઢ પુરુષ, મૂઢ જેની બુદ્ધિ બિલકુલ

આમ થઈ ગઈ હોય, કુંઠિત, તેને મૂઢ કહેવાય. "હું કર્તા છું," એવું માની લે છે. હવે જો પ્રકાશ આપ્યો છે ભગવાને થોડો કે જે પ્રકૃતિના ગુણો છે તેના દ્વારા આ બધું કર્મનું સંચાલન બધું ચાલી રહ્યું છે, વાસ્તવમાં જે કઈ થઈ રહ્યું છે તે બધું ત્યાં, મૂઢ પુરુષ પોતે "હું કર્તા છું" એમ કરી, હું કરું છું એમ જે અહંકારે કરીને ઉત્પન્ન કરે છે અને પછી એને માનવા માંડે છે. આરંભથી પૂર્તિ પર્યંત સંપૂર્ણ કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવામાં આવે છે, છતાં પણ અહંકારથી વિશેષ મૂઢ પુરુષ "હું કર્તા છું" એવું માન્યા કરે છે. માટે હે મહાબાહુ... મહાબાહુ જેનામાં

સાધના કરવાની હોય એનામાં બળ આપવું જોઈએ. માટે જો એને કેવો શબ્દ વાપર્યો અર્જુનને, પેલો સાવ ઢીલો-દસ થઈને ગાંડી-બાંડી બાજુ પર આમ ને પોતે એવો થઈને બેઠો તો... ત્યાંથી એને ઊભો કરે છે કે, "હે મહાબાહુ, તું ગુણ અને કર્મના વિભાગને તત્વ પરમ તત્વ પરમાત્માને જાણનારા મહાપુરુષોએ જોયા અને સંપૂર્ણ ગુણો ગુણોમાં જ વર્તી રહ્યા છે, આવું માનીને તે ગુણો અને કર્મોના કર્તાપણામાં આસક્ત થતા નથી." કોક આમ ગુસ્સે થયો એટલે કે, "બરાબર છે, આ તમસનો ગુણ છે." કે શું? આ તમસનો ગુણ, અને એ ગુણ જે તમસ છે તેના કારણે જ આ ગુણ ક્રોધ ઉત્પન્ન

થઈ રહ્યો છે, એને એવી રીતે જ જોતા હોય, નહી કે આણે ક્રોધ કર્યો એવી રીતે. કોઈ બહુ ખુશ થતો હોય અને આનંદથી કાઈક ભોજન કરતો હોય તો જોયા કરે મહાપુરુષ. એને જુએ, "બરાબર છે, ગુણો ગુણમાં જ પ્રવૃત્ત છે, અત્યારે તો આ ભોજન નથી કરી રહ્યો કે, એ ગુણો જ એનું એ આ બધું કામ કરાઈ રહ્યા છે." જો કે એ કેટલા અનુરાગથી એ ખાઈ રહ્યો છે, એ હેપી છે, કોઈ સાધનામાં રત થઈને આમ બેસવાનો ત્યારે પુરુષાર્થ આદરીને બેઠો હોય, મહાપુરુષ અને પાસે જઈને કોઈ આમ પ્રાર્થના કરવા માટે થોડીક વખત આમ સ્થિર થઈ જાય, આ પુરુષ જોઈએ

ઓકે, આ પેલો જે હમણાં ૧૦ મિનિટ પહેલા ગુસ્સે થયો હતો, પછી અહીંયા પ્રસાદ કેટલા પ્રેમથી ખાતો હતો એ હવે અહીંયા આવીને બેસી ગયો છે અને પ્રાર્થના કરી રહ્યો છે. અરે વાહ! આ તો સત્વગુણ ઊભો થયો છે એમાં એ નિર્દોષ, એ તો યંત્રરૂપ જ છે, કશું નથી જે પૂતળું છે. એટલે કીધું માટીનું પૂતળું, બધા પરમાણુ જે છે ને એ બધી માટી છે એમ. એટલે કીધું માટીના પૂતળા. એમાં આ ત્રણ ગુણો હોય જ કે અને વારેવાર એક પછી એક બે ત્રણે એકબીજાના કોમ્બિનેશનમાં અલગ-અલગ ડિગ્રીના ના સંયોજનમાં કાઈક ને કાઈક રીતે પ્રવૃત્ત થયા કરે છે. બરાબર. વેરી ગુડ.

એ એ સમજી જાય, મહાપુરુષને ખબર પડી જાય. એટલે ક્યારે એ કોઈને દોષી જોતા જ નથી, કશાના માટે. એ કોઈને પણ જવાબદાર ઠેરવતા જ નથી. બધાને નિર્દોષ જુવે છે, બધાને કેવા જુવે છે? નિષ્પાપ જુવે છે, કે ભાઈ આટલું સરસ મજાનું બોક્સ છે એમાં ગમે તેમ કાણા પાડવાની શું જરૂર છે? આપણે વચમાં પરણો જ કરે ને આમ કરીએ છીએ, તેમ એના વિશે વિચારીએ સારું કે ખોટું, ગમે એ કરીએ સારું વિચાર્યું તો લપકો મારીએ, ખોટું વિચાર તો ગોદો મારીએ. પણ એવું કરવાની ક્યાં જરૂર છે? મહાપુરુષને ખબર છે, એટલે એટલે એ તો બસ લીલા રૂપે જોયા કરે. "વાહ! ક્યા

હો રહા હૈ!" પતા હે તમે જેસલમેરના રણની અંદર જાવ જીપમાં બેસીને, અંદર ઊંડે પછી ત્યાં આગળ ખૂબ ધીરે-ધીરે-ધીરે-ધીરે પવન વધવાનું શરૂ થાય, આંધી આમ વધતી જાય, વધતી જાય, શું થાય? એ રેતીના બધા કણો છે ને, તે બધાનું ડિસ્પ્લેસમેન્ટ થવાનું શરૂ થાય. આમ કરતો પવન એને ઉચકે, એ રેતીના કણને, આયા ભારે છે પણ પવન એને ઉચકે. આમ ઉચકે, ઉચકે, પોતાની સાથે ગોળ-ગોળ ફેરવે અને પછી અહીંથી ત્યાં, તો ઘડીકમાં આ ટેકરો મોટો હતો, હવે ત્યાં મોટો થઈ ગયો ટેકરો. જોત-જોતામાં, એટલે માણસો હવ અહીં સુધી અંદર ખૂપી જાય છે, એવું આવે આંધી

રણ તુફાનની અંદર જબરજસ્ત થાય, ત્યારે જીવતા રહેવા માટે માણસે મોઢું ને આંખો ને બધું આમ કાન-બાન બધું ઢાંકીને બરાબર રહેવું પડે, તૈયાર. બોલો અનુભવ કરવા જેવો, ખબર પડે આમ એક વખત આવો અનુભવ કર્યો હોય તો ખાલી શું પ્રકૃતિ ફરફર કરે? જેસલમેર જઈ આયા તો કે જઈ આયો, બોલો શું કરી આયા? કઈ ગ્રહણ થયું? કઈ જ્ઞાન થયું? ત્યાં આગળ ગયા તો કઈ પામ્યા? તો કે ના, બહુ મજા આવી, ત્રણ દિવસ હતા ને કે બહુ મજા આવી. બોલો! આટલી મજા કરીને પાછા આયા તો પૂરું તો પામ્યા ને! પૈસા કેટલા બધા ખર્ચા તો કહે છે કે એને પ્રયાસનું

પૂરતું ફળ પણ મળતું નથી બિચારાને અને એની પણ એને સમજણ પડતી નથી. કરુણા તો એ છે મહાપુરુષની, એ જાણે છે કે આ ડેલી હાથ દઈને આયો છે. એને, એને ખબર છે કારણ કે પરમાત્મા તો એને ત્યાં પણ પ્રાપ્ત થઈ શકતું. એક તક એવી આમ ઊભી થઈ હતી આ બધા પેલા જૈન વાળા જે હોય છે ને, જાપાનમાં જૈન સંપ્રદાયના છે, તે લોકોને તો આવું હોય. કોઈપણ ક્ષણે, કોઈપણ પડે બસ એકદમ જ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. બહુ પહેલા અમે કોઈ જગ્યાએ વાંચ્યું હતું તો કે એક બહુ મોટા મહાપુરુષ આયા એક જગ્યાએ હતા એમનો મુકામ. હવે મોટા

નગરમાં ને એ બધાએ પાછા બધી પ્રજાએ બહુ મોટી ઓરિએન્ટલ એટલે આડંબરવાળી ગામનો કોઈ મોટો ઉમરાવ, જેને કહેવાય નોબલ, શ્રેષ્ઠી આપણા હિસાબે, પૈસાદાર માણસ મોટો વગવાળો, એવો તેવો આવ્યા, બેસાડ્યા. પછી આ તો શાંત હતા, મેં સાંભળ્યું છે કે તમે પરમાત્માને સાથે વાતો કરી શકો, મારે પણ વાતો કરવી. તારે શીખવું છે? પેલા આમ ઉપાડીને એને આમ બારીમાં જ બહાર ફેકી દી, અધવચ્ચે. એને પછી આમ જરાક આધાર આપે અને પકડી રાખ્યો. થઈ વાત છે, પાછો એને નીચે મૂકી દીધો, નીચે. તો આ મેળો હાકડો-બાકડો થયેલો, તમારે શું કરવું છે? કે મળે આમ ફેકી દેવાનું. તમારાથી આવું થાય? કેમ? એને

વાતચીત કરાવ્યું તો ના થઈ ગયા છે. કઈ પકડાયું જ નહી પાછું, ફોડી મને કઈ ના કર, ઊભો થઈને ચાલવા માટે કે ભલા લોકો, ભલે ગમે તે કહેતા હોય પણ આપણે તો અહીંયા આવાય જ ને. કે પાછા નીચે જઈને કે, "પાંચ જણને." એટલે આવી બાબત છે, જો ક્ષણમાં સાક્ષાત્કાર નથી થયો તો પછી એનો કોઈ અર્થ જ નથી એમ. એટલે એ લોકો એ એવી ક્રિએટ કરે એવી ક્ષણ કે જેની અંદર આ સાક્ષાત્કાર પ્રગટ થઈ શકે, એનલાઈટનમેન્ટ. યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે કે તત્વ એકમાત્ર પરમાત્મા છે. પછી એલ્યુમિનિયમ છે, એલ અને આ ગોલ્ડ છે ને આ સિલ્વર છે ને એવું

બધું જે કહે છે કે તત્વ છે તો કે ના, તત્વ એકમાત્ર પરમાત્મા. આ બધા વિજ્ઞાનની અંદર કહેવામાં આવે છે એને પણ, તત્વ તો એક જ છે, પરમાત્મા, બીજું કોઈ છે જ નહીં. અને શ્રીકૃષ્ણ પાછા સ્વયં પોતે તત્વજ્ઞાની તત્વદર્શી મહાત્મા છે, એમણે કીધેલી વાત છે. ગુણોને પાર કરીને પરમાત્મા પરમ તત્વમાં સ્થિત મહાપુરુષ ગુણ પ્રમાણે કર્મોના વિભાજનને જોઈ શકે છે. દાદા કહેતા હતા, કાળના પરમાણુઓ માત્ર તીર્થંકરો જોઈ શકે, બીજા કોઈ નહીં. તો આવા તીર્થંકર જે આમ સાધકમાં તીર્થ પેદા કરી દે, ફટ દઈને એવા તીર્થ, તો એવા જે મહાપુરુષો છે, અહીંયા શબ્દ એ વાપરે છે. આ બધા શબ્દોની વાત

છે, મૂળ તો સ્થિતિની વાત છે ભાઈ, સમજવાનું, એ ઝગડા ના કરી બેસતા આમાં કે ભાઈ આમને કેમ તીર્થંકર કીધા ને આમને ને કેમ ના કીધા ને, બધા જે કોઈ છે તે બધા પરમ તત્વનો પાર પામી ચૂકેલા હતા, એવા છે એમ જાણજો, બસ એટલું જ રાખજો. નહીં તો એ તો પહોંચી ગયા ને તમે અહીં ઝગડા જ પાર નથી મેલતા કે આનો તો આ મોટો ને પેલો મોટો, અલે ભાઈ પેલા બે ગયા, આપો બે સમજતા હતા કે આપણે બે એક અને આ તમે એ ઝગડ્યા કરો. એ પાછો પેલો મહાપુરુષ જાણતો હોય, એ બોલે નહીં કે નહીં કશું નહીં.

કેમ? આવશે કોક દાડો મોટો થઈને આવશે, તમને દાદાએ કહ્યું તું ને, "મોટો થઈને આવજ," એવી રીતે એને બી મોટો થવા દે. યોગેશ્વર કહે છે કે બીજું કોઈ તત્વ છે જ નહીં, કે એટલે પરમાત્મામાં સ્થિત મહાપુરુષ છે એ શું છે? કરે કે ગુણ પ્રમાણે કર્મોના વિભાજનને જોઈ શકે કે, "આ સત્વ પ્રધાન કર્મ છે, આ રજ પ્રધાન કર્મ છે અને આ તમો પ્રધાન કર્મ છે." પ્રધાન કર્મ કહેવામાં આવે. કર્મમાં પ્રધાનતા કોની છે? ગુણની છે. હવે તે વખતે એનામાં કયો ગુણ પ્રવર્તી રહ્યો છે, એક્ટિવ થયો છે. બે ડોર્મન્ટ હોય અને એક એક્ટિવ હોય, એવું એ બને અથવા અલગ-

અલગ-અલગ ડિગ્રીની એક્ટિવનેસ વાળા મિશ્ર ચેતન બની ચૂકેલા હોય. મિશ્ર ચેતન કેવી રીતે થાય? અલગ-અલગ કોમ્બિનેશન, પરમ્યુટેશન છે. અને આ ત્રણના કોમ્બિનેશન તો કેટલા બધા થાય, અને એમની ૩૬૦ ડિગ્રી દરેકની ગણો, હવે ક્યાં પાર આવશે? એટલા માટે તમે જુઓ છો કે આ પ્રકૃતિની અંદર અનંતતા છે, વૈવિધ્યપણું આટલું બધું છે એની અંદર, એના કારણે જ છે. ૩૬૦ * ૩, ઓહોહો ચાલ્યું, ચાલ્યું, ચાલ્યું, ચાલ્યું, બહુ ચાલ્યું. માટે કર્મોના વિભાજનને સમજવું જરૂરી છે. આવશ્યક એ છે આપણા માટે. ગુણ પરિવર્તનશીલ છે, પ્રત્યક્ષદર્શી જ્ઞાની જ જોઈ શકે છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની જે આમ જુવે ને જાણે એવો જુવે

અને જાણે, ના સમજાયું. જુવે એને જાણે, પકડાયું છે એને, એને જાણ્યું કહેવાય. પેલા ત્રણ ગુણોના જે વિભાજન છે એ જે એક્ટિવનેસમાં છે જે છે, એને એક જુવે છે, એને પેલો જાણે. ચાલો, જોઈ રહ્યો છે. કેવી રીતે જુવે? તો પ્રત્યક્ષ દર્શી જ્ઞાની હોય એ આવી રીતે જોઈ શકે કે ગુણનો ગુણોનો અનુરૂપ કર્મનો ઉત્કર્ષ અને અપકર્ષ. આપણે કીધું ને એક્ટિવનેસ-પેસિવનેસ કે ઉત્કર્ષ અને ઉત્કર્ષ અને અપકર્ષ એવા બે શબ્દ આ લોકોએ અહીંયા આગળ મૂકેલા છે, એટલે એક્ટિવનેસ અને પેસિવનેસ. ગુણો પોતાના કાર્યો કરાવી લે છે. આ ગુણો પોતાના કાર્યો કરાવી લે છે, માણસ બિચારો શું કરે? એના પાસે

તો કરાવવામાં આવે છે, કમ્પલસન છે. બિચારાને કરવાનું, કરવું જ પડે છે. અરે જેલમાં પુરાયેલો હોય છે ને પેલો કેદી, એને પાસે કામ કરાવવામાં જેમાં આવે છે ને પથ્થર ફોડાવવામાં આવે છે ને, એવી હાલતમાં છો. શેનો નવા બુસકોટો પહેરીને ફરજો ને ખુશ થાવજો! તમને તો કેદની સજા કરવામાં આવી છે, ખરેખર તો તમને તો અહીંયા આગળ કમ્પલસરી કામ કરાવવામાં આવે પાછું. કેટલું? ૧૮ કલાક કામ લે છે, છ કલાક બિચારો માંડ ઊંઘતો હશે, પાછું એ ઊંઘવાનું બી પાછું કામ એની પાસે કરાવવામાં આવે છે, એ બી કમ્પલસન છે. પેલાને જાગવું હોય તો કે ના, તારે સૂઈ જ જવું પડશે.

આ મારું કહ્યું નહીં, મને ને તો ઢોળી પાડીશ હું, આમ કરીને આમ થાય એવું. એટલા જોરથી ને માથું ભટકાય, ધડામ દઈ, ઊંઘના આવેગની અંદર માણસ આવી ગયો હોય, હી કેનોટ કંટ્રોલ હિમસેલ્ફ. તમે જુઓ, બસમાં ટ્રેનમાં આમ લોકો જોકે ચડ્યા હોય, હે કરતાં-કરતાં એવા જોરથી ભટકાતા હોય છે, જોયેલા ને અમે જોયેલા. ગુણો પોતાના કાર્યો કરાવી... અહીં, અહીંયા આમ ગ્રહણ કરી લેજો, બહુ જ ક્લિયર સ્પષ્ટ. ગુણો પોતાના કાર્યો કરાવી લે છે, અર્થાત ગુણ ગુણમાં પ્રવર્તે છે. મતલબ દરેક ગુણ પોતાનું પોત પ્રકાશે છે. તમને એમ લાગે કે આ કઈ ટાઈમે ને કઈ ટાઈમે આ શું થયું, પણ થાય

કે છે, ૨૫ની વચ્ચે માણસ બેઠો હોય પણ પછી ધીમે રહીને આમ કરીને આમ કરીને આમ થવા માંડે, એટલે તરત તમને ખબર પડી જાય, પડી જાય કે ના હવે એને ઘણું નથી કરવું. પણ એવું પ્રેશર મારે, એવું પ્રેશર મારે બસ થઈ જ જાય, પછી કે હાશ. એને આવેગ કહેવામાં તો ગુણોનો વેગ એટલો બધો પ્રબળ હોય છે કે માણસ એની આગળ કશું નથી. વાસ્તવમાં ત્રણ ગુણો એને ચલાવે છે. આવું સમજીને પ્રત્યક્ષ દ્રષ્ટા કર્મમાં આસક્ત થતો જ નથી. આવા કર્મની અંદર શું પડવાનો નથી? એણે તો સેમ્પલ જોઈ લીધું પછી એમાં જરાય મોહ પડે જ નહી એને, કોઈપણ

વસ્તુ માટે એને પછી કર્મની અંદર કોઈપણ પ્રકારના જીવનની અંદર જે કઈ લો કર્યા કરે છે, એવા કોઈપણ કર્મની અંદર ઓટોમેટિક એને આસક્તિ રહેતી કારણ કે એવું હોય એને જોયું અને જાણ્યું. હવે એની આસક્તિ જતી રહી, તથી આમ ઉડી જશે. એનો જે રાગ હતો ને, એની આસક્તિ હતી ને, એનામાં એ જતો રહેશે, પૂરું થઈ ગયું, ઉખડી ગયો ભાઈ કે સંસારમાંથી. એને વૈરાગ્ય કહેવામાં આવે. પછી કોક લપકો લઈને આવે ખરો પેલો કે, "ના, તું મને ચોટાડીશ નઈ, કઈક." ના પાડી દે હમણાં, "જરૂર નથી કે મારે આવી, હું નોનસ્કીપ છું." વૈરાગી એટલે... એટલે નોનસ્પ. બરાબર. પ્રકૃતિના ગુણોથી

મોહિત થયેલ પુરુષ ગુણ અને કર્મમાં ક્રમશઃ નિર્મળ ગુણો તરફ ઉન્નતિ જોઈને તેમાં આસક્ત થાય છે. સાધના જેને કરવાની ઈચ્છા થતી હોય, તેવા માણસોની વાત કરે છે. હવે એ પોતે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલો છું. ગુણ અને કર્મના ક્રમશઃ નિર્મળ ગુણો તરફ ઉન્નતિ જોઈને કે આ ત્રણ ગુણોથી પાર થવામાં મારી ઉન્નતિ છે. આનાથી ઉપર ઉઠવામાં મારી ઉન્નતિ થઈ રહી છે. મને હળવાસ વરતાય છે, મને સારું ધ્યાન થાય છે, ખાધેલો ખોરાક બિલકુલ પચી જાય છે અને આખો દિવસ પ્રસન્ન ચિત્ત રહેવાય છે, એવું જ્યારે થાય એટલે એ જાણીને પછી એની અંદર આસક્ત થાય.

અહીંથી ઉખડી ગયો અને ત્યાં આગળ આસક્ત થવાનો શરૂ થયો છે. હવે કર્મમાં, યજ્ઞની પ્રક્રિયામાં, નિષ્કામ કર્મમાં, જ્ઞાન યોગની અંદર આ બાજુ જવાનો શરૂ થયો, તેને સારી રીતે નહીં સમજનારો મનદાન, એટલે કે શિથિલ પ્રયત્ન વાળાઓને આ સારી રીતે જાણનારો જ્ઞાની ચલાયમાન ના કરે. એટલે કહે છે કે જેને આ વસ્તુ સારી રીતે ના જાણે, મતલબ બહુ સ્પષ્ટ કહી દીધો કે જેને એને વૈરાગ્ય થોડો ઘણો પણ શરૂ ના થયો હોય, એવાને આ કર્માસક્ત જે કઈ છે તેમાંથી એને ઉખાડે નહીં, એને ત્યાં પડ્યો રહેવા દે છે. એ જે કરે છે એ બરાબર છે એના માટે. તો જ્ઞાની એને

તે વખતે ચલાયમાન નહીં કરવાનું, જ્યાં સુધી કોઈ તૈયાર ના હોય, જિજ્ઞાસા પણ ના વર્તાવ આવતો હોય. એવા માણસ આગળ જઈને આપણે આમ જ્ઞાન આપવાનું શરૂ કરી દઈએ, ઉપદેશ આપવાનું ચાલુ કરી દઈએ, એવું નહી કરવું એમ કે. તેમને હતો પણ ન કરે કે તારથી આ ના થાય, તારે આ નહી કરવાનું, એવું પણ ના કરે, પણ એને પ્રોત્સાહન આપે. મતલબ પ્રેરણા આપે કે ભાઈ જો, આ કરીશ તો આવું થાય છે. પણ અમે એ જાણીએ-સમજીને તને કહી રહ્યા છે, એવી રીતે પ્રોત્સાહન આપે. કેમ કે કર્મ કરીને તેમને પણ પરમ નૈષ્કર્મ્યની સ્થિતિને પામવાનું છે. એ પામી ગયો છે,

પહેલા લોકોને પામવાનું બાકી, પણ પ્રેરણા કરશે ત્યારે થશે ધીમે-ધીમે-ધીમે-ધીમે કરીને આમાંથી ઉઠાવીને આ બાજુ સ્થાપિત કરવાનો, સ્થિર કરવાનો છે. શરૂઆતમાં તો બહુ વાલશે આંદોલન. કેવા હોય? એક ઘડીમાં વૈરાગ્ય હોય ને ઘડીકની અંદર તો કે બસ આપણા કાળો બાટલી ગયા, પેલી ક્લબમાં જવાનું વાનું છે, કેટલા વાગ્યા? આપણે એમ તરત જ બોલશે. અલ્યા તું હમણાં તો પેલું મેડીટેશન કરીને બહાર આવ્યો ને પાછું પણ આ બધું હોય શરૂઆતમાં અને જ્ઞાનીએ જાણતા હોય તો એને ડિસ્કરેજ ના કરે કોઈ દિવસ. ત્યાં જવા પ્રોત્સાહિત ના કરે. અહીંયા આ કરતો હોય તેમાં એને ડિસ્કરેજ ના કરે, "ધ્યાન-ધ્યાન મૂકી દે,"

તારાથી ના થાય, એવું કોઈ કોઈ દિવસ ના કે, કોઈ દિવસ ના. એને ધીરે-ધીરે-ધીરે કરીને પણ ભલે જેટલું થાય, પાંચ મિનિટ બેસ, આજે જો આજે બેસાયું ને, કાલે બેસીશ પાંચ મિનિટ બેસ, કશું નહી. ખાલી મને યાદ કરીને બેસ, તને એકલું એકલું નહી લાગે, તને એમ લાગશે કે હું તારી સાથે છું. પાંચ-પાંચ મિનિટ કરતાં-કરતાં એક બહુ સરસ મજાના સ્વામી હરિહરાનંદ સ્વામી, "એવું મેડીટેશન, વેરી સ્મોલ થિંગ, ઓન્લી ૫ મિનિટ્સ એન્ડ યુ આર ગોઈંગ ટુ એક્સપરિયન્સ રાઈટ હિયર રાઈટ નાવ ઓકે ઇનહેલ ફોર થ્રી ફોલ એન્ડ એક્સેલ ફોર ૬. ઇનહેલ ફોર ૩, એક્સેલ ફોર ૬. ઇનહેલ... સી વેર ગોઝ યોર બ્રેથ વેરી

બરે, વેર ગોઝ, ટચ અસ હિયર, કન્ટીન્યુ ડુઈંગ ઈટ ફોર ૫ મિનિટ્સ. ઓફર યોર બ્રીથ ટુ ગોડ, એવરી સિંગલ ઇઝ લિવિંગ પ્રેયર, ઓફરિંગ ટુ ધ ગોડ. ઓકે, વેરી-વેરી સ્લોલી, વેરી જેન્ટલી, ઓપન યોર થેન્ક્યુ." જ્ઞાનમાર્ગી સાધકોએ કર્મોને ગુણોને બેન હોવાનું માનવું જોઈએ. જ્ઞાનમાર્ગી સાધક પોતાને કર્મ માનીને, કર્તા માનીને અહંકારી ન બની જવાય એનો ખ્યાલ રાખવાનો, પણ ગુણો જ કરાવે છે. જો ગીતામાં કીધું "હું કરતા નથી", હું કશાયનો કરતા નથી ભાઈ, "હું કરતા નથી" એટલે ભોગતા બી નથી, હું કઈ ભોગવતો બી નથી. ગુણો કરતા હું કઈ કરતો નથી. નિર્મળ ગુણોને પ્રાપ્ત કરીને પણ તેમાં આસક્ત ના બને. શુદ્ધ સત્વની અંદર બી પાછું ભયસ્થાન

બતાડી દીધું, જોજે ત્યાં ના અટકી જતો પાછો. ઘણ ત્યાં લટકેલા હોય, એનાથી આગળ જ ના જાય. એટલે કહી દે છે કે નિર્મળતાના નિર્મળ ગુણોને પ્રાપ્ત કરીને... ત્રણે-ત્રણ ગુણો શુદ્ધ થઈ ગયા છે એટલે હવે એ પ્રાપ્ત થઈ ગયા, તો પછી એમાં પાછો આસક્ત થઈને બેસી ના રહી શકે. આ તો એનાથી પાર જોવાનું છે. નિષ્કામ કર્મ યોગીએ કર્મ અને ગુણોના વિશ્લેષણમાં સમય આપવાની કોઈ જરૂર નથી. કર્મ અને ગુણ, આ ત્રણ ગુણ છે ને, આ બધા કર્મો થાય છે ને, આમ થાય છે ને તેમ થાય છે, આ બધા વિશ્લેષણમાં પણ એને પડવાની જરૂર નથી. એટલે આ બધું

વિચારવાની પણ જરૂર નથી. સમજણ માટે આ તો આપી, એને તો કર્મ જ કરતા રહેવાનું છે. પાછા ફરી લાઈન તારે મૂકી દીધો, કયો ગુણ આવે છે ને જાય છે એ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય છે. કારણ આપી દીધું કેમ જોવાનું નહીં? તો તરત તમારી બુદ્ધિ ડખો કરશે કે આવું કેમ કીધું મને કે મારે ગુણોને જો... પહેલા આટલી બધી માહિતી આપે છે ત્રણ ગુણો આમ તેમ બધું, પછી કે તું જવા દે કે. હવે એ તારા હાથમાં જ નથી, એટલે તું પેલી બાજુ જો, કે તારું ઈષ્ટ છે એને સંભાળે છે. તારા ત્રણ ગુણો વિશેની બધી જે કઈ છે

તે પ્રકૃતિમાં તારી જે કઈ રહેલું છે, પ્લસ-માઇનસ બધું, તેની જવાબદારી તારી નથી. એટલે તું એ બધા ગુણો ને પ્રકૃતિને એ બધું જોવા ના બેસીશ. તારી... તારે તો કર્મ કરવાનું, બસ બીજું કાઈ નહીં. એટલે કયો ગુણ આવે છે અને જાય છે એ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય છે. ગુણોમાં વધઘટ કેમને થાય છે? શું થાય છે? પ્રકૃતિની પાર એને કેમને

ઉતારવું, શું કરવું, એ બધું એ કર્યા કરશે. એ જવાબદારી કે એની છે. કે આ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય છે. ગુણોનું પરિવર્તન અને ક્રમે-ક્રમે ઉત્થાન એ પણ ઈષ્ટની દેન છે, તારી ન. તું આ બધા પડીશ ની, એમ તે માને અને કર્મ કરાય તો પણ એની જ દેન છે. કોની? ઈષ્ટની દેન. આપણે ગુણો તને કરવા જ ના દે, જપવા જ ના દે કે તારે ઘણુંય કરવું હોય મેડીટેશન, થવા જ ના દે ને પણ તોય તું જો બેસીશ તો પણ જવાબદારી એની કે

તને ધ્યાન થઈ જાય. ઈશ્વરના અનુગ્રહ એટલે ત્યાં કૃપા વૃષ્ટિ થાય. સમજ્યા ને? ઈશ્વરનો અનુગ્રહ ક્યારે થાય? કૃપા થઈ જાય. આહા! માટે કર્તાપણાનો અહંકાર અથવા ગુણોમાં આસક્ત થવાની સમસ્યા તે ભક્ત સાધક માટે રહેતી નથી, પરંતુ તે કર્મમાં સતત વ્યસ્ત રહે છે. સતત વ્યસ્ત. સમયનો વ્યય ક્યાં કરે છે? તે નિષ્કામ કર્મમાં કરે છે. આ વિશે તેમજ તેની સાથે સાથે યુદ્ધનું સ્વરૂપ બતાવતા શ્રીકૃષ્ણ આગળ કહે છે કે, "હે અર્જુન, તું અધ્યાત્મ ચેતસા" એટલે કે અંતરાત્મામાં ચિત્તનો નિરોધ કરીને. અંતરાત્મામાં ચિત્તનો નિરોધ કરીને ધ્યાનસ્ત થઈ, સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને, આશા રહિત, મમતા રહિત અને સંતાપ રહિત થઈને તું

યુદ્ધ કર. તું જે કરે છે તે યુદ્ધના સ્પિરિટથી કર. યુદ્ધ કર, યુદ્ધ કર એટલે શું? યુદ્ધના સ્પિરિટથી—એઝ ઇફ યુ આર ગોઈંગ ટુ ફાઈટ—એવા સ્પિરિટથી તું કરજે, એમ કહેવા માંગે છે ભગવાન. જ્યારે ચિત્ત ધ્યાનમાં સીધ... બોલો કેવી મજાની વાત! માણસ અહીં બેઠો છે પલાઠી વાળીને, અને પછી એને એમ કહે છે કે તું યુદ્ધ કર. કયું શસ્ત્ર? કશું નથી. તું યુદ્ધ કર અર્જુન, તું યુદ્ધ કર. એટલે પાછો કેવો? આશા રહિત, મમતા રહિત અને સંતાપ રહિત. અજંપો, સંતાપ ના હોય, મમતા બી ના હોય, કોઈ વાત ન દેહ પર પણ નહી મમતા હોય ત્યારે એવી સ્થિતિ કરીને

પછી બેસજે, મન પર પણ નહી, તારા વિચારો ઉપર પણ નહી, તારા અંતઃકરણ ઉપર પણ નહી, કશું જ નહી. અને આમાંથી કઈક થવાનું છે એવા ભાવથી બી ના બેન. કે આજે જ હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, એવી રીતે પણ નહી. પણ તોય પાછું કરવાનું શું? તો કે યુદ્ધ કર. જ્યારે ચિત્ત ધ્યાનમાં સ્થિત છે, લેશ માત્ર પણ ક્યાંય આશા નથી, કર્મમાં મમત્વ નથી, અસફળતાનો સંતાપ નથી, તો તે પુરુષ કયું યુદ્ધ કરશે? જ્યારે ચારે બાજુથી ચિત્ત સમેટાઈને હૃદય પ્રદેશમાં નિરુદ્ધ થતું જાય, થતું જાય, થતું જાય, ત્યારે તે લડે છે. શા માટે? કોની જોડે લડે? અને ત્યાં

છે કોણ? હૃદય પ્રદેશમાં તમારા... તમારા હૃદય પ્રદેશમાં કોણ છે? કે જેની સામે તમારે લડવાનું છે. હકીકતમાં જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશ કરો છો, ત્યારે જ તે ક્ષણે યુદ્ધનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. જે ક્ષણે તમે ધ્યાનમાં બસ આમ પ્રવેશ, એ ક્ષણે શરૂ થયું યુદ્ધ. આ બહુ સમજવા જેવી વસ્તુ કરી, તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આશા, તૃષ્ણા વગેરે વિકારોનો સમૂહ, વિજાતીય પ્રવૃત્તિઓ જે કુરુ કહેવાય છે, જે તમને કુદાવે છે કરવા માટે હેને? ગુણોના સાનિધ્યમાં જઈને તે સંસારમાં પ્રવૃત્તિઓ આપતી જ રહે છે, અડચણના સ્વરૂપે ભયંકર આક્રમણ કરતા. ધ્યાનમાં પ્રવેશ કરતા હોય ને આમ, એવો દુખાવો થાય, "ઓ બાપ

રે ગયા! હવે શું કરું કે ની?" તું ધ્યાનમાં જ રહેજે. આ જ જતું રહેશે, કેવું બી હશે, કશું બી હશે કારણ કે આ તો ગુણોએ ચાલુ કર્યું છે. બસ આનો પાર પામવો એ જ યુદ્ધ છે. એટલે અડચણના સ્વરૂપે જ્યારે ભયંકર આક્રમણ આમ બધું આમ અંદર ઊભું થયું હોય, આક્રમણ ઘરે તૂટી પડે, બરાબર. બસ એક ટાઈમે તમે ધ્યાનમાં પ્રવેશ કરી આને છોડી દે. આનો નાશ કરતા અંતરાત્મામાં સમેટતા જવું, સમેટતા જવું. નાશ કેવી રીતે કરવાનો? પાછો... જસ્ટ ઇગ્નોર. એને ધ્યાન ના આપો, એટલે એની શક્તિ પડી જાય. એ જે ગુણ છે ને તે, એક્ટિવનેસ એનામાં ક્યાંથી આવ્યું તું?

You paid attention, એટલે એ જીવતું થયું તું એવું તમને લાગે છે, અને હવે એ પાછું લડતું-લડતું તમારી સામે આવ્યું તું. આ તમારો 'ટર્મિનેટર' પિક્ચર ચાલે છે અંદર. એલા રમકડાં ભયંકર બની-બનીને બધા સામે લડવા આવે છે ને, બધા જોયું તું ને એમાં. એ આ છે ભાઈ એક્ચ્યુઅલ, તો હવે તમે આમ કરીને આમ બેસીને ત્રણ કલાક જોયું તું ને, હવે આ જોયા કરો. અને આ તો યુદ્ધ છે એક્ચ્યુઅલ, પેલું તો પિક્ચર હતું, આ એક્ચ્યુઅલ યુદ્ધ છે. અને આ તમારું છે પાછું, એનાથી કોઈ લાભ ન હતો, આનાથી લાભ છે. એટલે આત્મામાં આને સમેટતા જવાનું, જસ્ટ

ઇગ્નોર. એટલે આમ પડી જશે. જસ્ટ ઇગ્નોર એટલે પડી જશે. એનો પાવર ખલાસ. તમે એને પણ ધ્યાન આપશો તો વધારે ને વધારે જોર-જોરથી ફરશોય, એટલે કીધું કે તું યુદ્ધ કર પણ કેવી રીતે? બિલકુલ ધ્યાનસ્થ હોય. અને માણસ કેમનું યુદ્ધ કરે? કઈ બેસે છે? શું વાત કરે છે? અર્જુન ત્યાં ધ્યાનસ્થ તઈ બેઠો હોય ભાઈ અને બધી તઈ યુદ્ધ કરવાનું કે છે. આનો નાશ કરતાં અંતરાત્મામાં સમેટતા જવાનું. ધ્યાનસ્થ થતા જવું એ જ યથાર્થ યુદ્ધ છે. આની પર ફરી પાછો ભાર મૂકે છે ભગવાન અને કહે છે, "અર્જુન! જે કોઈ મનુષ્ય દોષ દ્રષ્ટિથી રહિત થઈને... દોષ દ્રષ્ટિથી રહિત થઈને, શ્રદ્ધાભાવથી

સમર્પણથી સંયુક્ત થઈને, શ્રદ્ધા અને સમર્પણ... સંયુક્ત થઈને સદા મારા મત પ્રમાણે વર્તે છે, કે યુદ્ધ કરે છે, તે પુરુષ પણ સંપૂર્ણ કર્મોથી છૂટી જાય છે." શ્રદ્ધા અને સમર્પણ. બે વસ્તુ માંગી, શ્રદ્ધા અને સમર્પણ. હકીકતમાં આ અંતરદેશની લડાઈ છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, વિદ્યા અને અવિદ્યાનો, ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે સંઘર્ષ છે. તમે જેમ-જેમ ધ્યાનમાં ચિત્તનો નિરોધ કરતા જશો, વિજાતીય પ્રવૃત્તિ અડચણના રૂપમાં પ્રત્યક્ષ થશે જ. એ બધી બહાર આવશે, એકદમ ઉભરો આવતો હોય ને એવી રીતના, એટલી બધી આવશે કે ના પૂછવાની. ય જસ્ટ ઇગ્નોર. કેવી રીતે? શીલ્ડ યુ આર અન્ડર પ્રોટેક્શન. આવશે બધી, આમ-આમ

થઈ-થઈને બધી આ બધી બીઆર છે, વર્ચ્યુઅલ રિયાલિટી. તે બધા જીવડા જીવડા ઉડતા-ઉડતા અહીં સુધી આવશે પણ તમારી ને એની વચ્ચે પરમાત્મા છે, તમને પહોંચી શકશે નહીં. એ પહેલા પરમાત્મા છે જ, અડશે-ઉડીને ખતમ થઈ જશે. આ શ્રદ્ધા અને એ છે, અને આવું થવાનું છે એ શ્રદ્ધા. એવી રીતે તમે ધ્યાનસ્થ થઈને બેસો. કોઈપણ બાજુએ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવું આ લોકોએ બનાવ્યું તું કોક જમાનાની અંદર, અત્યારે તો બધું એમાં બહુ સુધારા-વધારા થઈ ગયા. એને બેસ્કેપ કહેતા એ જમાનામાં બેસ્કેપ એટલે કેવું? કે મોટું જહાજ હોય, મતદરીયા અંદર જાય અને અંદર ગયા પછીથી એમાં જે કંઈ

માણસો હોય, એક કે બે જણા, તેને એક આવા મોટા સિલિન્ડ્રિકલ એવા પ્રકારનું હોય છે. ઊભા રહી શકે, બેસી શકે એવા પ્રકારની થોડી જગ્યાવાળું, ચાર ફૂટ, છ ફૂટની ગોળાઈઓ વાળું અને બધી બાજુ અનબ્રેકેબલ ગ્લાસ વાળું. તે એના અંદર એને ઉતારે એને ફિટ કરી દે અને પાછું એ વોટર ટાઈટ હોય, એટલે એર ટાઈટ કરે પણ પાછું એની અંદર શું ઓક્સિજનના તે બધી ફેસિલિટી હોય. પછી એને ૫૦૦ ફૂટ, ૧૦૦૦ ફૂટ જેટલું નીચે ઉતારે. હવે ચારે બાજુ ફરતે પાણી જ પાણી, પાણી જ પાણી હોય. એને એવી જગ્યાએ લઈ જાય, પેલો સાયન્ટિસ્ટ હોય તો ફોટા પાડે કે કોઈ ચિત્રકાર હોય તો ચિત્ર

દોરે કે કઈ પલો મરીન બાયોલોજીસ્ટ હોય તો એ બધી ત્યાં આગળ જે જળચળ સૃષ્ટિ હોય તેનો અભ્યાસ કરે કે પેલો વનસ્પતિશાસ્ત્રી હોય તો મરીન વેજીટેશન શું છે, કેવી રીતનું છે અહીંયા આગળ તેનો અભ્યાસ કરે, આના માટે થઈને કરતા. હવે ચારે બાજુ પાણી પાણી આમ ક્લેરિટી છે, સ્પષ્ટ છે અને પાછું બધું સાધનો આપેલા હોય એટલે આ તો ફર્સ્ટ અને પેલું સેકન્ડરી પોતે તો પહેરી-ઓઢીને બધો મસ્ત તૈયાર થઈ જત બેઠેલો હોય. લો અવકાશ યાત્રીઓના જેમ હોય એ પ્રકાર. એમનું તો પહેરવાનું હોય પણ એના ઉપરાંત પણ પેલું, એટલે ડબલ પ્રોટેક્શન સાથે. હવે આમ ત્યાં આગળ આમ

પેલું ઉતાર્યું હોય તો સામેથી આમ જુએ મોટી વહેલ આવતી હોય, ધમ-ધમ-ધમ-ધમ કરતી. એક ટ્રેન જેટલી મોટી હોય એ તો વેલ, વેલ જે હોય એક્ચ્યુલી એ ટ્રેન જેટલી મોટી હોય અને આ તો બે માળની આ લોકોએ બનાવી છે, એ તો આખે-આખી ટ્રેનને આમ ગળી જઈ શકે એટલી એ, અને આમ આમ કરીને આવતી હોય પાણીની અંદર એટલા પાવરથી, તમે વિચાર કરો. આમ સામે આવીને તમારી આમ ઊભી રે, પછી આમ કરીને મોઢું ખોલે એનું, એન્ડ ટ્રાય ટુ બાઈટ યુ. તમે જાણ-જાણો છો કે આ કશું કરી શકવાની, કેમ? વચ્ચે આડો અનબ્રેકેબલ ગ્લાસ છે. પછી પણ

મારી પાસે આ સ્પેસશૂટ છે, એટલે ઇન કેસ આમાં કાણા પાડી દેશે તો પણ હું એની અંદર બ્રીધિંગ તો કરી જ શકીશ. આ ડબલ પ્રોટેક્શન સાથે અને તમના વિશ્વાસ હોય એવા વિશ્વાસ સાથે એ વૈજ્ઞાનિકો ત્યાં નીચે ગયા હોય અને પોતાનું કાર્ય કરી-કરી કરીને આયા છે અને એમણે આજની તારીખમાં જે કંઈ બધું કાર્ય સંપાદન ત્યાં આગળ જઈને કરેલું છે, તમે સુંદર પુસ્તકોની અંદર બધા ફોટોગ્રાફ્સની અંદર બધી જગ્યાએ એમણે વિડીયો કર્યા જે કંઈ કર્યું તે બધું તમે જોઈ શકો છો. પણ ધે હેડ અ ફેથ, આ થતી વખતે કે અમને કઈ થવાનું. અને પાછું એક સાહસ હતું, જે

કોઈએ એ નોતું કર્યું એ બધું કરવા એ લોકો તત્પર બન્યા હતા. તમે એક સાધક તરીકે જ્યારે આવી રીતના એક એની ઇંદર શરૂઆત કરો છો પરમ તત્વને શોધવાની, ત્યારે તમારામાં આ એટીટ્યુડ હોય છે, એને સમજો. તમે કેટલું મોટું મહાન કાર્ય કરી રહ્યા છો એનો તમે વિચાર કરો. તમે પરમ તત્વના સંશોધકો! આહા શું તમારી વાત! બધા ૧૪ લોકમાં તમારી વાહવાહી છે કે જો આ કરી રહ્યા છે. તમને ખબર નથી. એમ કરતાં-કરતાં દેવો ખુશ થાય છે, તમારી દૈવી સંપત્તિ વધારે છે. એ દેવો તમારા ઉન્નત થાય છે કારણ કે એ લોકો પ્રવૃત્ત થાય છે, તમારી વૃત્તિ જોઈને એ

લોકો પ્રવૃત્ત થાય છે. તમારા આ દેવો છે, આ દેવો છે તમારા, પાંચ તત્વના પાંચ દેવો છે, પાંચ ઇન્દ્રિયોના પાંચ દેવો છે, એ દેવતાઓને તમારે ઉન્નત કરવાના. એમને તમારે પ્રદાન કરવાનું છે—શું તમારો સ્નેહ અને વિનય. અને કર્મ તો પાછું એક જ છે, એ તમારે કર્યા કરવાનું. દેવતાઓ ઉન્નત થશે કે છે અને એ ઉન્નતતા થશે એટલે... એટલે તમને દૈવી સંપત્તિ પ્રદાન કરશે. દૈવી સંપત્તિ પ્રદાન થશે એટલે ત્રણ ગુણોથી તમે પર થતા જશો, પાર થઈ જશો. તમે દેવતાઓને ઉન્નત કર્યા, હવે દેવતાઓ તમારી સહાયમાં કશું અડશે નહીં, નળશે નહીં, કઈ તકલીફ નથી તમને તો ના ભૂખ લાગે, ના

તરસ લાગે, ના પરે કોઈ જાતની પરેશાન ના. બિલકુલ ઊંઘ આવે તમને, બસ પરમ તત્વમાં સ્થિર બેઠા છો. બેઠા, પરમાનંદ, પરમાનંદ, પરમાનંદ. હવે નામ નથી, રૂપ નથી, સ્થળ નથી, કાળ નથી, કાઈ નથી. બસ હું છું ખાલી અને આ નિયત કર્મ ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે અવિરત પણે. બસ એની અંદર એક તામ થઈ ગયા પછી આ 'હું છું' ને 'આ કરું છું' એને પણ તમે ત્યાગી દીધું છે, બસ હવે તો એક સ્થિતિ થઈને રહી છે. ત્યાગ, આત્મા પ્રગટ થઈ. ત્યાં આત્મા પ્રગટ થઈ જ જશે, એટલે હકીકતમાં આ અંતરદેશની લડાઈ છે, ક્ષેત્રને ક્ષેત્રજ્ઞનો, વિદ્યા અને અવિદ્યાનો, ધર્મક્ષેત્ર

અને કુરુક્ષેત્રનો આ સંઘર્ષ છે ભાઈ. એને તમે સમજો, તમે જેમ-જેમ ધ્યાનમાં ચિત્તમાં ચિત્તનો નિરોધ કરશો ત્યારે વિજાતીય પ્રવૃત્તિ અડચણના રૂપમાં ભલે પ્રત્યક્ષ થાય, ભયંકર આક્રમણ ભલે કરે, પણ એનું સમન થશે જ. એવી રીતે કરતાં-કરતાં ચિત્તનો નિરોધ કરતા જવું એ જ યુદ્ધ છે. હવે જો અહીંયા યુદ્ધનું સ્વરૂપ એમણે સ્પષ્ટ કરી દીધું છે. આમાં કઈ તલવારની જરૂર પડે છે? કયો ભાલો મારવાનો છે? કોને ઘાયલ કરવાના છે? ક્યાંય નથી ભાઈ. જે દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધા સાથે આ યુદ્ધમાં જોડાય છે, તે કર્મના બંધનથી આવા ગમનથી સારી રીતે છુટકારો મેળવી લે છે. જે આ યુદ્ધમાં પ્રવૃત્ત

થતો, તેની શું ગતિ થાય એ પણ જાણી લો. તો કહે છે કે સગળા પ્રાણી પોતાની પ્રકૃતિને જ પામે છે. પ્રાણી જે પ્રાણનો ઉપયોગ કરતા હોય, પ્રાણ વડે જીવિત હોય એ બધા પ્રાણી. તમે પ્રાણી છો? ના, તમે આત્મા છો. તમને પ્રાણની જરૂર છે? તમને જરૂરિયાત તમારી છે? ના, સ્પષ્ટતા કરો. દેહને જીવવા માટે પ્રાણની આવશ્યકતા. તમારે જીવવાનું છે? તમે જીવો છો? તમે મરેલા છો, તમે અમર છો, શાશ્વત છો, અનંત! તો સ્વભાવથી પરવસ થઈને કર્મમાં ભાગ લે છે, એટલે ત્રણ ગુણો છે ને, તેને પ્રવૃત્ત કરી દે છે, "ચલ ઉભો થા." આ તો કોક ટપલી મારે છે

ને આપણે કૂદકો મારીએ છીએ, એના જેવી વાત થઈ ગઈ ને ભાઈ. બોલો આ પરતંત્રતા, સમજાયું? આ પરતંત્રતા. તમારે લાખ બેસવું છે ધ્યાનમાં પણ પેલો કૂદકો મરાવે તમને, તે વખતે જ બરાબર અને અનિચ્છા એ પાછો તમારી મરજી બી નથી. આ તો ના જ ચલાઈ લેવાય ને, બંધ કરી દો, બિલકુલ બંધ કરી દો. પ્રત્યક્ષ દર્શી જ્ઞાનીની પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે. એની પ્રકૃતિ કેવી થઈ ગઈ છે? નિર્મૂળ થઈ ગઈ એટલે પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા. અજ્ઞાની પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે. પ્રાણી પોતાના કર્મમાં વર્તે છે અને જ્ઞાની પોતાના સ્વરૂપમાં જે પ્રમાણે ને જેની પ્રકૃતિનું દબાણ હોય

તે રીતે તે કાર્ય કરે છે. એની પ્રકૃતિ નિર્મળ થઈ ગઈ, સહજ થઈ ગઈ. પ્રકૃતિના અતિક્રમી ગયો હવે જ્ઞાની, તો પોતે પોતાના સ્વરૂપમાં જ છે. બસ હવે એ એમાં જ રહેવાની એકમાત્ર ચેષ્ટા છે એની, બીજું કઈ કરવાનું નથી. અને અજ્ઞાની તો કે એને તો પેલો કુદાવશે. થોડી-થોડી વાર સાડા થયો ને એકદમ મારી ઊંઘ ઉડી ગઈ, કેમ ભઈ શું થયું? તું હું તો ઊંઘતો હતો ને? કે મને ખબર ના પડી પણ કઈક એવું થયું કે ઊંઘમાંથી બહાર જ આવી ગયો અને પછી તો કે હું આમ ગયો તેમ ગયો, પાણી પીધું પછી આવીને સુવાનો મેં ટ્રાય કર્યો પણ

મારાથી ઊંઘાયું જ નહી કે અને પછી તો કે આક્રમણ પછી તો એટલા બધા વિચારો આયા, એટલા બધા એવા-એવા વિચારો આયા કે પેલો બેબાકડો બેચ થઈ ગયો. પછી એને ઊંઘ જ ના આવી, તડે હળદયને વાગતા સુધીને આ બધું ધમસાન ચાલ્યું. પછી એ બધા વિચારોને એ બધાનો ટાઈમ પૂરો થઈ ગયો એનો કોટા ખલાસ થઈ ગયો ત્યાં સુધીમાં આ બધું આમ થઈ ગયું. એટલે ધીમે-ધીમે-ધીમે-ધીમે કરીને કઈ નથી, કઈ નથી, કઈ નથી થયું ત્યારે એવા પેલો ક્યારે ઊંઘમાં સરી ગયો એને ખબર ના પડી તી. હવારમાં સાડા આઠે જાગ્યો, લો! આવું એટલે જ્ઞાની

અને અજ્ઞાની પ્રાણી જે છે એ પોતાના કર્મમાં. એ આવી રીતે વર્ત્યા કરે તો જે પ્રમાણે જેની પ્રકૃતિનું દબાણ હોય તે રીતે કાર્ય કરે છે. આ સ્વયં સિદ્ધ છે. જે પ્રમાણે તેની પ્રકૃતિનું દબાણ હોય તેમ તે કરે, તેમ જ કરે. આમાં કોઈ શું નિરાકરણ કરી શકે? કોઈ બીજું આમ આમાંથી એને કેવી રીતે બહાર કાઢી શકે, બચાવી શકે? આ જ કારણ છે કે સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા... શ્રીકૃષ્ણએ પણ ના પાડી દીધું કે હું કહું છું, મારો મત છે, હું આ કહું છું પણ તો પણ બધા કરી શકતા... બધા ગીતા વાંચે જ છે

ભાગવતે વાંચે ને પુરાણે વાંચે ને બધું કરે પણ કહી દીધું ને, "સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી," અને તેમનાથી કર્મનું સાચું આચરણ પણ થતું ના થાય. અને એની એમને ખબર છે પાછા. એવું નથી કે એ જાણે છે કે ભઈ આ ના થાય. બરાબર, આ બધા ના કરી શકે. બીજું કારણ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના ભોગોમાં રાગ અને દ્વેષ રહેલા છે. એટ્રેક્શન અને રિપલશન, હેને? ને આ બંનેને વશ થવું જોઈએ નહીં. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના ભોગમાં, હવે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય છે. હવે આ રસનાનો વિષય શું છે જીભનો? તો કે સ્વાદ. બરાબર, હવે એ એક જ દાખલો લઈને

જુઓ આગળ કે તેની અંદર શું છે કે રાગ અને દ્વેષ રહેલા છે.

હું કહું, આમ અંધારો રૂમ હોય, હું કહું કે ભાઈ તમે બેસો, બરાબર. પછી કહું છું કે ભાઈ હવે આંખો બંધ છે તમારી, ઓલરાઈટ, મોઢું ખોલો. એકદમ ખોલ્યું અને મોઢામાં પેલો કારેલાનો પાવડર મેલ દઉં એક ચપટી. જરા શું થયું એ ઘડીએ? શું સંવેદના થઈ તમને? અભ્યાસ કરો બરાબર બેસીને, ખાલી ઈમિટેટ કરશો તો બી તમને ખ્યાલ આવી ઓહો બધું કડવું કારેલું કે એવું થાય. કેમ? રસગુલ્લા જેટલું મીઠું કારેલું કોઈ દાડો ના હોય. આ કામ પ્રાણી કિલર કરી શકે, એક ધેટ વેરી મોમેન્ટ આમ છૂટું કરી દે ફટ દઈને, કેટલો પાવર છે બોલો! સમજ્યો છો આ તમે? ખરેખર તો

વાસ્તવમાં શું શીખ્યા છે એની પરાકાષ્ટાનો વિચાર જો આવે ને પાર ઉતરી જવાય, એટલું બધું મહ છે અને આ બધું આ ઋષિ મુનિઓ જાણતા હતા. એક જ સમયે હું એમ કહું કે આહાહા... એક આ જરા એક ચમચી બાસુંદી આમ લીધી હોય મેં અને તમારા મોઢામાં મૂકી અને કહું કે આ ટેસ્ટ કેવું લાગે છે, આમાં શું-શું છે એવું તમને લાગે? કઈ ખૂટે છે? અને તમે એનો ટેસ્ટ કરો, તમ કેશો કે દૂધ છે, આવું છે, તીળ છે, એની અંદર તો ચારોળી નાખી છે, એમાં તો એલચી નાખી છે, સરસ આમ દૂધ સરસ થઈ ગયેલું છે. એનો સાદા દૂધનો

ટેસ્ટ તમને ખબર છે અને બાસુંદીનો ટેસ્ટ તમને ખબર છે, બોલો કેટલું બધું જ્ઞાન છે અંદર તો. આહા, આહા એમ થાય. આ જ્ઞાનેન્દ્રિય તમારી એક. તારે કીધું કે એ કારેલાના ટેસ્ટમાં અણગમો પેદા થયો અને પેલાની અંદર આમ ગમ્યું તમને, હેને? ભલે ને ડાયાબિટીસ હોય કે બે-બે ચમચી તો પીવાય કેવાતો, હેને ભાઈ? થોડો ફડક-ફડક થતું હોય કે ડાયાબિટીસ સેવ મંડા લે, પણ ડોક્ટરે કહ્યું, તમના ડાપટ તમે સાચુંમાં નહીં બેઠા. ઇફેક્ટ થઈ ગઈ, રિપોર્ટ વાંચી લીધો, ડોક્ટરે પાછો એનેય ખબર નહોતી એને, તમારા બ્લડમાંથી આમ-આમ કાઢીને બધું કરીને જોયું. હવે એને જે કઈ કર્યું એને પાછું તમે

સાચું માની બેઠા, બોલો કેટલું બધું થયું છે વચ્ચે તો. આમ સીધે-સીધો થોડો તમને ડાયાબિટીસ થાય? નથી થતો એટલે તમે પકડી... એ ઇફેક્ટ તમે એ ઇફેક્ટ જો ના પકડી હોત તો આ રિપોર્ટ પ્રત્યે તમને રાગ થયો, ડોક્ટર પ્રત્યે અનુરાગ થયો, દેવદૂત જેવો દેખાય તમને કે મને બચાવી લેશો, આખી જિંદગી ગોળીઓ ખવડાવશો, તો કે સાહેબ મને બચાઈ લેજો, તો કે હા ભાઈ તને બચાઈશ, તો આવતો રહેજે ને બે-ત્રણ મહિને. એને ૩૦૦ જ ડાયાબિટીસના દર્દીઓ રાખવાના, વધારે ની થઈ ગયું ને આ વ્યવસાય છે, આવું આ જ કામ બાકી લોકો આજ કામ... બધ દરેક પોતાના ગુણોમાં પ્રવર્તે

છે, આમાં પાછો કોઈ દોષિત નથી, ડોક્ટરે નહી ને તમેય નહી. શું થઈ રહ્યું છે સમજો. જ્ઞાની શું કહે છે, જ્ઞાની શું સમજાવા માંગે તમને? બધું તો એ શબ્દો દ્વારા પણ નહી બોલી શકે, જ્ઞાન તો માટે મુક્ત થાવ, એ તો એમ જ કહે છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના ભોગો માં રાગ અને દ્વેષ રહેલા છે. આ બંનેને વસ થવું જોઈએ નહીં. કર્મથી ચલિત કરનારી પ્રણાલીમાં આ રાગ અને દ્વેષ એ બંને ભયંકર શત્રુ છે, જે તમે આ કર્મ કરી રહ્યા છો તેમાંથી તમને ચલિત કરી દેશે. કાઈકને કાંઈક ઊભું થશે એટલે રાગ અને દ્વેષ બંને તમારી મારી તકલીફો છે એ

તમારી આરાધનાનું અપહરણ કર્યા. રોજે રોજ, જ્યારે શત્રુ અંદર છે, તો બહાર બીજા કોઈના જોડે કેમ લડો છો? તમને હવે ખ્યાલ આવે છે કે તકલીફ તો અંદર છે બકા અને તમે બહાર કોકની જોડે બાખડી પડો છો. એના લીધે એ પ્રેરણા કરે છે તમને, તઈ આમ બહાર ઝગડી પડાય છે. એવું પણ ના, તમાર તો અંદર એનો પ્રતિકાર કરવાનો અને પાછો એ કેવી રીતે યુદ્ધ કરીને? કેવું યુદ્ધ કરવાનું? કે કઈ નથી કરવાનું, ખાલી જે નિયત કર્મ છે એ કર્યા કરીને, બોલો! આવું યુદ્ધ કરવાનું ભગવાને કીધું છે. કારણ કે શત્રુઓ અંદર છે, તો બહાર જોડે કેમ બધાને જોડ લડવાનું?

શત્રુ તો ઇન્દ્રિયો અને ભોગોના સંસર્ગમાં છે. શત્રુઓ ક્યાં છે? ઇન્દ્રિયો અને ભોગોના સંસર્ગમાં છે. તો તમારી જે તન્માત્રાઓ છે, એના ઇન્દ્રિયો છે, બસ એ બે જોડે જ બાખડે છે આતો. તમારા શત્રુઓ તો ત્યાં છે, એની જોડે અંતઃકરણમાં છે. માટે આ યુદ્ધ પણ અંતઃકરણનું યુદ્ધ. આ બહારનું યુદ્ધ છે જ નહીં કારણ કે શરીર જ ક્ષેત્ર છે, એનું ક્ષેત્ર શું છે? શરીર. આમાં સજાતીય અને વિજાતીય બંને પ્રવૃત્તિઓ, વિદ્યા અને અવિદ્યા રહે છે, જે માયાના બે અંગ છે. વિદ્યા અને અવિદ્યા બંને ભેગી થાય એટલે પછી માયા થઈ જાય. થોડા થોડા જાણતા, હું જાદા નહી, ઘણો બધો અજ્ઞાની છું,

થોડી થોડી ખબર છે, તું એ તો માયામાં લપેટાયેલો છે એમ કહે છે. આ પ્રવૃત્તિઓનો પાર પામબો, એટલે કે સજાતી પ્રવૃત્તિઓને સાધવાની અને વિજાતીયનો અંત લાવવાનો એ જ યુદ્ધ છે. સજાતીય પ્રવૃત્તિ કઈ છે? બસ કે આ કર્મની અંદર લીન થતા જવાનું, બસ બધું બધું જ એમાં લીન કરતા જવાનું, બધાનો જે-જે શત્રુ આવતા જાય તે બધાનો લય કરતા જવાનું. આમ બેઠા-બેઠા-બેઠા-બેઠા, સમજાય છે? આ કેવી જાતનું સામાયિક છે, એકદમ લાઈવ છે, આમ કરીને આમ બસ કરે જ જાવ, કરે જ જાવ. જેટલા અંદર-અંદર દેખાય અંતઃકરણની અંદર ઊભા થતા આવે, બધાનો લય કરતા જાવ. જે કીધું છે એટલે

એટલે વિજાતીય સમાપ્ત થતા જ સજાતિનો ઉપયોગ પણ સમાપ્ત થઈ જાય. તો ૧૧ની સામે જે પહેલા સાત છે તે પણ ખતમ થઈ જાય. ૧૧ અક્ષૌહિણી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન એની સામે સાત તક સૌ એની લડાવાની છે તમારે. તમારી પાસે જે છે તે, વાત્સલ્ય, લાવણ્ય, સ્થિરતા, કાલે આપણે વાત કરી તી વિનય, આ બધું વૈરાગ્ય, એનાથી એની સામે આનો ઉપયોગ કરવાનો. પછી શું થશે કે સ્વરૂપનો સ્પર્શ કરીને સજાતિનું પણ તેના અંતરાલની અંદર વિલીન થઈ જવું. આ રીતે પ્રકૃતિનો પાર પામવો તે યુદ્ધ છે. આ ધ્યાનમાં જ સંભવી શકે છે, બીજી કોઈ જગ્યાએ શક્ય બનતું

નથી. રાગ-દ્વેષના સમયમાં યા...

એટલે આ રીતે પ્રકૃતિનો પાર પામવો તે યુદ્ધ છે. અહીંયા આ યુદ્ધની વાત કરવામાં આવે અને આવું યુદ્ધ ધ્યાનમાં જ સંભવી શકે. રાગ-દ્વેષના સમયનમાં માં સમય લાગે. માટે ઘણા સાધક ક્રિયાને છોડી દે અને અચાનક મહાપુરુષોની નકલ કરવા લાગે, મહાત્મા બની જાય અને પહેલા જે કરતા હોય એ બધું કરે. શ્રીકૃષ્ણ આનાથી સાવધાન કરે છે, બી કેરફુલ. એક સાધક જે ૧૦ વર્ષથી સાધનામાં લાગેલો અને બીજો આજે જ સાધનામાં પ્રવેશ કરી રહ્યો છે, તો બંનેની ક્ષમતા સરખી ન હોય. પ્રારંભિક સાધક જો તેની નકલ કરશે, તો તે નષ્ટ થઈ જાય. આના પર શ્રીકૃષ્ણ કહે છે કે પોતાની ક્ષમતા મુજબ

કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક દિવસે સે પાર ઉતરી જાય છે. કોઈ દિવસ તો હોય ને, સાતમાંથી એક દિવસ તો હોવાનો જ છે, સોમવાર ની તો મંગળવાર ની તો બુધવારની તો ગુરુવારની તો શુક્રવારની તો શુક્રવારની, તો શનિવારની તો રવિવાર તો છે જ. પછી પાકું તો સાતમાંથી એક દિવસ છે કે જ્યારે તમે બ્રહ્મમાં પણ પ્રવેશ કરવાના જ છો અને આપણને ખબર નથી કે એ દિવસ આજે છે તો, તો એ આજે છે એમ કરીને આપણે આમ બેસી જવાનું અને પછી સાધનાની અંદર પ્રવૃત્ત થવાનું. માટે કે છે કે સ્વધર્માચરણમાં મરવું જ પરમ કલ્યાણકારી હોય છે, પોતાને કામ કરતા કરતાં કરતાં કરતાં

ભલે જો મૃત્યુ પણ આવી જાય, તો એ પરમ કલ્યાણકારી હોય છે. પેલા હિન્દુ બ્રાહ્મણના છોકરાઓ, ૧૦ બધા બ્રહ્માજી થઈ ગયા, સ્વધર્મનું આચરણ કરતા-કરતા બધા બ્રહ્માદી થઈ ગયા. તો સ્વયં બ્રહ્મા આવીને પણ એમના બ્રહ્માંડોને ભાગી શક્યા નહી અને પાછું પેલા સૂર્યનારાયણે આવીને એ બ્રહ્માજીને કીધું કે, "આ બ્રહ્માંડોનો નાશ એક તો તમે કરી પણ શકશો નહી અને બીજું કે તમને શોભે પણ માટે ના કરશો," એમ તો વિચાર કરો, એક-એક વ્યક્તિ એક-એક બ્રહ્માંડની રચના કર્યા જ કરતો હોય, તો એમાંથી તમે થોડોક ભાગ બી તોડો તો પછી એ તમને છોડે તો નહીં ને.

બસ આ સ્થિતિ છે માટે પોતાની ક્ષમતા મુજબ કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક દિવસે પાર ઉતરી જાય છે. જ્યારે સાધન છૂટશે શરીર મળતા ફરી ત્યાંથી પ્રારંભ થશે. આત્મા તો અમર છે, શરીર વસ્ત્ર બદલવાથી તમારી બુદ્ધિ તો બદલાઈ જવાની નથી. પોતાનાથી આગળ છે તેમના જેબો સ્વાંગ સજવાથી સાધક ભય પામશે અને ભય પ્રકૃતિમાં હોય છે, આત્મામાં ભય હોતો નથી, પરમાત્મામાં નહી ભય હોતો જ નથી. પ્રકૃતિનું આવરણ હજુ વધુ ગાઢ થઈ જશે માટે કહે છે કે નકલ ના કરશો, સ્વધર્મનું આચરણ કરો. તમારી ક્ષમતા મુજબ તમે કર્મ કરો, નિયત કર્મ, કર્મો યજ્ઞની પ્રક્રિયા વાળું કર્મ કરો. આ ભગવત માર્ગમાં નકલનું

બહુ જ બાહુલ્ય છે. ભગવો પેરી લેમ પછી અમુક પ્રકારનો છાપો બાધવાનો ને આમ કરવાનું ને એવું એમ જે કઈ બધું હોય છે પણ હવે એ બીમારી એક્ચ્યુલી ગૃહસ્થોની અંદર બહુ જ ભયંકર પ્રમાણમાં વધી ગઈ છે. સ્વધર્મ શું છે? શ્રીકૃષ્ણએ કહ્યું કે સ્વધર્મનો ઉલ્લેખ કરીને કહ્યું કે સ્વધર્મનો વિચાર કરીને પણ તારે યુદ્ધ કરવું જોઈએ. સ્વધર્મમાં અર્જુન ક્ષત્રિય જ છે, પોતે તો ક્ષત્રિય છે તો એને કહે છે, "તું વેદોથી ઉપર ઉઠ અને બ્રાહ્મણ બન," અર્થાત સ્વધર્મમાં પણ પરિવર્તન સંભવ છે, એમાં પણ તમે ઉત્ક્રાંતિ કરી શકો છો. તમારા સ્વધર્મને તમે એટલો ઉત્કૃષ્ટ બનાવી દો કે બસ પરબ્રહ્મની અંદર

તમારો પ્રવેશ નિશ્ચિત છે. ત્યાં કહ્યું કે રાગ-દ્વેષને વશ ના થાય અને એને તું કાપી નાખ. રાગ ઊભો થાય એને પણ કાપી નાખ અને દ્વેષ ઊભો થાય તેને પણ કાપી નાખ. પાછું કેવી એવી રીતે? જસ્ટ ઇગ્નોર, કઈ ન કરી, ડોન્ટ રએક્ટ, ડોન્ટ રિસ્પોન્ડ એવી રીતે એને ખતમ કરવા. સ્વધર્મ શ્રેયસ્કર છે, શ્રેયસ્કર છે. સ્વધર્મ, સ્વધર્મનું આચરણ કરવા માત્રથી તમારું એમ કે ધર્મનું જે પાલન છે જે તમારું શ્રેષ્ઠ છે, શ્રેય સર્વોત્તમ કલ્યાણ જેને કહેવાય એ કરનારું છે સ્વધર્મ અને આનો એ આશય નથી કે અર્જુન કોઈ બ્રાહ્મણની નકલ કરીને એના જેવો વેશ પહેરી લે. શુદ્ર જેવી ક્ષમતા વડે

કર્મનો આરંભ થાય છે અને અંતે સાધનાક્રમથી એ જ માણસ છેવટે બ્રાહ્મણ બની જાય છે. આમાંથી પણ ઉપર જ્યારે દે પરમાત્મામાં પ્રવેશ મેળવી લે છે, ત્યારે તો તે વર્ણાશ્રમથી પણ ઉપર જતો રહે છે. 'ન બ્રાહ્મણો, ન ક્ષત્રિય, ન વૈશ્યો, ન શુદ્ર, ચિદાનંદ રૂપ શિવો કેવલોહમ્' શિવ સ્વરૂપ. તો ગુણ કર્મ વિભાગશઃ ગુણના આધારે કર્મને વહેંચ્યું. કયું કર્મ? શું સંસારિક કર્મ? શ્રીકૃષ્ણ કહે છે કે નહીં, નિયત કર્મ. નિયત કર્મ શું છે? તો કે કે છે યજ્ઞની પ્રક્રિયા જેમાં હોય છે. શ્વાસનો પ્રશ્વાસમાં હવન અને પ્રશ્વાસનો શ્વાસમાં હવન, ઇન્દ્રિય સંયમ વગેરે જેનો શુદ્ધ અર્થ યોગ સાધના

કે આરાધના, આરાધ્ય દેવ સુધી પહોંચવાવાળી વિધિ વિશેષ આરાધના છે. એ જ આરાધના કર્મને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેવી ક્ષમતા વાળો પુરુષ હોય, તેને તે શ્રેણીથી આરંભ કરવો. આજ સૌના પોતપોતાના સ્વધર્મ છે. જો તે પુરોગામીઓની, એના આગળ ગયેલાઓને પુરોગામી કહેવાય, પુરોગામીઓની જો નકલ કરશે તો તેને ભય લાગશે. એટલે સ્વધર્મનું પાલન કરવાનું કીધું. સર્વધા નષ્ટ તો નહીં થઈ જાય કારણ કે આમાં બીજનો નાશ તો થતો જ એ પ્રકૃતિના દબાણથી, થોડો સમય ભયાક્રાંત દીન અને હીન અવશ્ય થઈ જશે. અહીં બેઠા હોય તમને એમ થાય, "સાહેબ તમે કેટલા કલાક ધ્યાન કરો?" હું તો કહું ભાઈ

જો હું તો કશું કરતો નથી. એટલે તમે ઘેર કો પાછા. પેલો અંદર ચળ-વિચળ થયા કરતું હોય ને, એટલે કોક આવો બીજો મળશે ને એટલે પાછળ તરત તમે એને પૂછશો. તમે ધ્યાનને બધું બહુ કરો છો ને? પેલું કે છે, "હા, કરું છું." તમે કેટલા? પેલું કે છે, "છ થી આઠ કલાક તો ધ્યાન કરું છું." એમ બહુ સરસ, વેરી ગુડ. આ સરસ ને વેરી ગુડ બોલે છે, એને હાથે-હાથે અંદરમ ઘૂટાવાનું ચાલુ થાય. મારે છ થી આઠ કલાક ધ્યાન કરવું જોઈએ. હવે બ્રાહ્મણ શ્રેણીનો જે હોય, એ કક્ષાએ પહોંચેલો તે માણસ છ થી આઠ કલાક કદાચ ધ્યાનમાં

પ્રવૃત્ત થાય, થઈ શકે, રહી શકે. હવે ઘણી વખત માણસો કલાક ધ્યાન કરતા, હું તો છ કલાક કરું છું, એટલે એને તો પહોંચાય જ નહી પા... તો હવે આ ભઈએ કહી દીધું કે હું છ થી આઠ કલાક ધ્યાન કરું છું, ઓકે. એટલે પેલો ઘેર જાય ને પાછો કે કે, "હવે તો મારે નક્કી કરવું." બસ એટલે પહેલો મહિનો હતો, બે કલાક ધ્યાન કરે. બીજા મહિને આવે તો કે, "હવે ચાર કલાક ધ્યાન કરું." ચાર કલાક જેવું ધ્યાન કરવાનું થાય એટલે પોણો કલાક થાય એટલે પછી એને બરાબર ડૂચો ફાટવા માંડે અને પછ ઢીચણ જવાબ આપવા માંડે અને પછી

એમ થાય કે મળ્યું છે આવું ધ્યાન કરવાનું છે, મારું ધ્યાન તો સતત આ દુખાવોમાં જ હોઈ શકે છે, હું કેમનું ધ્યાન કરું? કરવા ગયો, ન કર. ક્ષમતા નથી. હેને? પહેલા જ કીધું છે કે ભઈ સ્થિર સુખ આસન, તું સ્થિર સુખ આસનમાં બેસી છે, સુખેથી આસનમાં બેસજે. પછી ત્યાં બેઠા પછી તારે આગળનું કામ કરવાનું. પણ પેલું બેસવાની આદત પડી ના હોય ને, અડધો કલાક થાય ને ક્યાં આટો મારી આવું, આટો મારી આવું વાળું ચાલતું હોય અંદર બધું. એવું ચિત્ત લઈને જ્યારે ધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે, એટલે પછી એને આવી બધી મુશ્કેલી આવે. તો એનું બોડી એને હેલ્પ

કરે શું કરે? દુખાવો પેદા કરીને હેલ્પ કરે, કે ઊભો થઈ જા, ને ઊભો થઈ જા કે. બીજા કોકને કહે છે તો કે હા, બરાબર છે, વાંધો નહી કે, "પગ દુખાવો થાય છે ને" કે ઊભા થઈ બધા એને હેલ્પ કરશે શેમાં? ઊભો થઈ જવામાં, પણ ઊભો થવામાં એનું ઉત્થાન અટકી ગયું. ઊભો થવામાં એનું ઉત્થાન અટકી ગયું. તો ભગવાન કહે છે કે તમે આવી રીતના નકલખોરી ના કરો. તમે પહેલા શરીરનું મનનું બધાનું બળાબળ જુવો. આ જે કઈ કરવાનું છે, તો તેની અંદર પહેલા શરીરને તમે સારી-સારી રીતે વ્યવસ્થિત તૈયાર કરો, મનને કેળવો, પછી ઇન્દ્રિયો અને વૃત્તિઓ ઉપર ધીમે-ધીમે-ધીમે-ધીમે કરીને લગામ કરશો. પહેલી જ વખત જેવું તમે આમ ખેંચો લગામ તો પછી શું થાય? ઘોડા બધા જેમ ઊંચા થઈને દોડવા માંડે ને એકદમ બેફામ, એવી રીતે આ ઇન્દ્રિયોને વૃત્તિઓ દોડશે પછી અને બેકાબુ બની જશે તો બેકાબુ થયેલી ઇન્દ્રિયો તો વળી પાછો બીજો અકસ્માત કરી દેશે.

એટલે એનાથી સાવદ રહેવા માટે કહે છે કે તમે આવું ના કરતા. ક્ષમતા જેટલી હોય તે શ્રેણીથી આરંભ કરો. આજ પોત પોતાના સ્વધર્મ છે. તો કહે છે કે માણસ સ્વધર્મનું આચરણ કેમ નથી કરી શકતો? ભગવાન, અર્જુને પૂછ્યું. તે કોનો પ્રેરયો પાપનું આચરણ કરે છે? શ્રીકૃષ્ણ કહે છે કે રજોગુણથી ઉત્પન્ન

કામ અને ક્રોધ અગ્નિની જેમ ભોગવવાથી ક્યારેય તૃપ્ત ન થનારા મોટા પાપીઓ છે. કામ અને ક્રોધ, અગ્નિની જેમ ભોગ ભોગવવાથી ક્યારેય તૃપ્ત ન થનારા મોટા પાપીઓ, એવા દોડશે કે ના પૂછવાનું. અને એનું મૂળ કારણ શું છે? તો કે રજોગુણ છે. તમોગુણ નથી, સત્વગુણ બી નથી. તમે જુઓ, મોટામાં મોટા પાપીઓ થાય છે આશ્ચર્ય, તમને એમ થાય કે તમોગુણ સૌથી ખરાબ છે, ભઈ ગુણ કોઈ પણ ગુણ સારો બી નથી ને ખરાબ પણ નથી. આપણને થાય ને મનમાં કે આના કરતા તો ક્રોધ સારો, કે પેલો કરે બહુ ખરાબ કે છે તો કે ના, ક્રોધ નહી. રજોગુણથી ઉત્પન્ન

થાનારા કામ અને ક્રોધ એ જ્યારે અગ્નિની જેમ ભોગ ભોગવે, અગ્નિ એટલે ભડકો થાય બહુ મોટો, એવી રીતના ત્યારે કે એ સૌથી વધુ તકલીફ આપનારા છે. અને કામ, ક્રોધ એ રાગ-દ્વેષના પૂરક છે. આ વિકારોથી જ જ્ઞાન ઢંકાયેલું છે. શેનાથી? રજોગુણમાંથી ઉત્પન્ન થારા કામ અને ક્રોધથી આ જ્ઞાન બધું ઢંકાયેલું છે. તે વિકારો હોવાથી પરમાત્માનું જ્ઞાન થતું નથી. હકીકતમાં કામમાં ક્રોધનો અંતઃભાવ છે જ. ઈચ્છા છે, હવે ઈચ્છા અવરોધ પામી એટલે ક્રોધ આવશે. અને ક્રોધ આવશે એટલે પછી ના કરવાનું કરી બેસશે, ના બોલવાનું બોલી બેસશે, અને મુશ્કેલીનો ત્રસ, એટલે કહે છે કે કાર્ય પૂરું થવાથી ક્રોધ સમાપ્ત થઈ

જાય છે. પરંતુ કામના સમાપ્ત થતી ઈચ્છા તો અધૂરી જ રહી જાય છે. કામના પૂર્તિમાં વ્યવધાન, અવરોધ આવતા જ ક્રોધ પુનઃ ઉભરાય છે. વળી પાછો એક બીજો અવરોધ આવશે એટલે પાછા ફરી ક્રોધ આવશે. ગુસ્સે થઈ જશો. કામના અંતરાલમાં ક્રોધ પણ સમાવિષ્ટ જ છે. આ શત્રુનો નિવાસ ક્યાં છે? આ વિશે શ્રીકૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ આના નિવાસસ્થાન છે. કોના? કામ અને ક્રોધના, રાગ અને દ્વેષના. ઇન્દ્રિયો કઈ, કેટલી ઇન્દ્રિયો? પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ. અંતઃકરણના બે ભાગ થયા, એમાં એક ભાગ મન છે અને બીજો છે બુદ્ધિ. મનનું કામ શું છે? તો કે બતાવવાનું. બધું સ્ટોર

હાઉસ જેવું હોય ને, એમાંથી કાઢી-કાઢીને બતાવે તમને કે આ જોવે છે, આ જોવે છે એમ પૂછ્યા કરે એવી રીત અને બુદ્ધિ છે તે શું કરે છે? એ એનો એક્ટિવ ફોર્સ છે, ડિસીઝન લેનારો. એટલે એટલે ડિસીઝન કમ્પલસરી લેવડાવી દે તમને, બુદ્ધિ હોય ને ત મન હોય તો નક્કી ના કરી શકે, આમ કોક જગ્યાએ જઈને આમ ઉભો રે પછી આમ ગૂચવાય કે આ બાજુ જવું કે આ બાજુ જવું. આ બુદ્ધિ કે ડાબી-જમણે હું જોજો કરે, સીધો ચાને નાકને દોડીએ, એટલે પછી એ દોડવા મળશે નાગને દોડીએ, એટલે હંમેશા મન અને બુદ્ધિ જે હોય એમાં બુદ્ધિ જ

જીતે. આગળ મોટાભાગે બુદ્ધિ જ બધાને. એટલા માટે કીધું કે મતિ સો ગતિ, એટલા માટે કીધું કે જેવી તમારી મતિ થશે તે પ્રમાણે ગતિ થશે. તેવી પ્રગતિ થશે અથવા જીવનની સ્થિતિ થશે. તો મતિ શોભ. હવે આ મતિ જે છે તેનો આધાર શું? તો કે જેવું અન્ન તેવી મતિ. અન્ન આહાર છે એ પ્રમાણે એની મતિ થશે. તમે શું ખાવ છો, કેવી રીતે ખાવ છો, કયું ખાવ છો, કોનું ખાવ છો, ક્યારે ખાવ છો, કેમ ખાવ છો... અન્ન આહાર આ બધું અન્ન છે. બરાબર, તો ઇન્દ્રિયોનો આહાર દરેકનો પોતપોતાનો અલગ-અલગ છે ને. આંખો સાંભળી ના શકે, કાન જોઈ ના શકે.

બરાબર છે એ તો સ્પષ્ટ છે કે ઇન્દ્રિયો પોત પોતાનો આહાર ખોળ્યા કરતી હોય આખો દિવસ, અને પછી એને વાગોળવા જોઈએ પાછો તે વાગોળવાનો ક્યાં? બેકગ્રાઉન્ડમાં, ક્યાં મનમાં. મન નામનો એક ખાડો છે, આ બધી ઇન્દ્રિયો લાઈ-લાઈને ખાઈ-ખાઈને બધું પછી ત્યાં આગળ નાખે અને પછી એને પાછો બેઠું-બેઠું મન વાગોડે. ઇન્દ્રિયોનું ખાધેલું હોય તે ઉચ્ચેષ્ઠ, ઇન્દ્રિયો ખાધેલું મન ખઈ જાય અને બેઠા-બેઠો વાગોળ-વાગોળું કય, એનો વાગોળવાની જે વાગોળ પ્રવૃત્તિ છે એ બધ જ ના થાય. મનની કોદા, એ જેટલું વધારે વાગોળે ને, એટલું એ વધારે વાગે. એને જેવું મળ્યું ને ચાલુ થઈ જાય, એટલે પાછું

વાગોળવાનું ચાલુ, ચાલુ, ચાલુ, ચાલુ એટલે તમે જોશો કે કોઈનાય મન ક્યારેય બંધ કે શાંત થયેલા દેખાશે અને ઘણી-ઘણી વખતે તો માણસ આમ શાંત થઈને બેઠો હોય, પણ શાંત હોય નહી. પેલા ગૌતમ સ્વામી જોઈને મહાવીર ભગવાનને એક જણાએ પૂછ્યું કે આ કેટલી વારમાં મોક્ષે જાય? ત્યારે એને કહે છે કે અત્યારે તો એ સોપાન શ્રેણી ચડી રે... પાછો થોડી વાર રહીને પૂછ્યું તો કે, "ઓહો મે તો હવે નરકમાં જવાની તૈયારીઓ કરો." પાછો થોડોક ટાઈમ ગયો ને પછી કીધું કે હવે તો કે બસ હવે એમનો મોક્ષ થવાનો છે. કે ભગવાન કે પહેલા આવું, પછી અત્યારે આવું ને પછી

કારણ એ મહાવીર પોતે મહર્ષિ, તો પોતે બધું જોઈ શકતા હતા. એ તો જ્યારે તમે પહેલીવાર પૂછ્યું, ત્યારે એમ થયું કે મારી જિંદગી વ્યર્થ કાઢી, આટલું બધું કરવાને જે કરવા યોગ્ય એ કશું જ મેં કર્યું નથી. હવે કે બસ, જે કઈ બાકી રહ્યું છે તેમાં લાવો કે છે હું સારી લઉં. એવો વિચાર એમને કર્યો અને પછી એમાં પ્રવૃત્ત થયા, એટલા માટે કહ્યું તું બે સોપાન શ્રેણી હવે સર કરવાની. એક-બે પગથી આગળ ગયા, બે અંગૂઠાના વળી પાછો એકદમ વિચાર આવ્યો કે આ કરવાનું રહી ગયું છે, પેલું કરવાનું રહી ગયું છે. નાના-મોટા બધા જે કઈ

હતા એ બધા વિચારો આવવા માંડ્યા એમને, જે એમની કક્ષાએ એમને શોભે પણ. એટલે કીધું કે આ નરકે જવાની તૈયારી કરે. પણ કે ત્રીજી વખત તમ પૂછ્યું ત્યારે શું થયું ભગવાન? ને પછી કહ્યું કે ત્રીજી વખતે જ્યારે તમે પૂછ્યું, ત એ વખતે એકદમ એ પાછા ભાનમાં આવી ગયા. અરર, હું આ શું બધું વિચારું છું? મારે આવું નતું કરવું જોઈએ. મને આવા વિચારો શોભે? હું અહીં ભગવાન મહાવીરની સમક્ષ બેસીને આવા આવા વિચારો કરતો તો? અરર, બહુ મોટી ભૂલ થઈ ગઈ, ભગવાન મહાવીર મને માફ કરજો, આલોચના, પ્રતિક્રમાણ, પ્રતિઆખ્યાન કરતા હતા અને બસ એ નિર્મળ બોધ એમને પ્રાપ્ત થવાની

થોડીક જ વાર હતી, એટલા માટે કહી દીધું કે હવે મોક્ષે જવાની તૈયારી કરતા. તો પળ-પળે તમારી સ્થિતિ બદલાઈ જાય છે. આ દાખલો, દખલો આપણને એ બતાવે છે, એટલે નિરાશ કે હતાશ થવાની કોઈ જરૂરત નથી. આપણાથી અત્યાર સુધી નથી થયું, તો કોઈ જરૂરી નથી કે હવે નહીં જ થાય કે, આપણાથી ન જ કરી શકાય. કારણ કે ઈષ્ટ છે અને આપણું જ છે. કોઈ બીજાનું ઈષ્ટ હોય ને સાધના કરો, તો તમને ભય છે. 'પરધર્મ ભયાવહ' એમ કીધું છે. પરધર્મનું પાલન કરશો તો, તમારે સ્વધર્મનું પાલન કરવામાં તો કોઈ ભય છે જ નહી, તમે નિર્ભય રહો અને પાલન

કરો, કે સ્વધર્મનું પાલન કરતાં-કરતાં જો તમારો કદાચ દેહ પણ પડી જશે તો પણ તમારે તો બે હાથમાં લાડુ છે. પહેલા જ કહી દીધું તું ને, કા તો તું સ્વર્ગે જઈશ ને કા તો તું મોક્ષે જઈશ, તારે કોઈ ચિંતા જ નથી. માટે સ્વધર્મનું પાલન કરો, પરધર્મ ભયાવહ. પેલો કરે છે એટલા માટે હું કરું, એ પરધર્મ થઈ જાય અને એ કેવો થાય? ભયાવહ, કારણ કે એના ભયસ્થાનોને ખબર નથી. પેલો જોઈને ચોક્કસ કરીને બેઠો હોય, પણ તમે તો શું છે, કશું જોયા વગર ફક્ત એને જુઓ છો કે એ શું કરે છે. લાઈ હું એ કરું. ખ્યાલ આવ્યો આ

ભાઈ? વિષ્ણુ સહસ્ત્ર નામ કર્યા કરતા હોય, હવે તમે છે તો કાઈક બીજું કરતા હતા ને, એ બધું છોડીને હવે પાછા કેલાય હું વિષ્ણુ સહસ્ત્ર જ કરું. હવે પેલા જે સમજણથી જેવી રીતે કરે છે એ બધું તમે જાણ્યું ના હોય, અને તમે એકદમ એ બધું શરૂ કરી દો. અડધે પહોંચો ને પછી ત્યાં આમ થાય યાર આતો સહસ્ત્ર નામ છે, બહુ ટાઈમ થાય છે આની અંદર તો, બહુ ટાઈમ બહાર કેવું નામ છે? ઓમ પુન્ડરીક્ષાય નમઃ, ઓમ અનંતાય નમઃ... આવું બધું બોલવાનું અંદર આવે એટલે એક ટાઈમ પછી શું થશે? એના પ્રત્યે તમને અભાવ થવાનું શરૂ થશે. હવે વિષ્ણુ આજે

ક્રિયા છે તેના પ્રત્યેનો અભાવ જે થઈ રહ્યો છે ને એ તો એક દોષ છે. એના પરિણામ સ્વરૂપે મહત દોષ શું થાય છે તમને? એ અનંતાય નમઃ પર દોષ થાય છે, એટલે એક-એક નામો ઉપર હવે તો જ્ઞાન છે, એટલે પેલાને ખાલી ધક્કો મારો છો કે એનો ત્યાગ કરો છો, કે એના પ્રત્યે તમે અભાવ પેદા થાય છે. વાસ્તવની અંદર એની અંદર વિષ્ણુના સહસ્ત્રનામનો તમે અભાવ કરી બેસો છો, પેલા તો ભાવ તો હતો જ નહી, નકલ જ કરી તી ને તમે. હવે અભાવ થઈ ગયો, હવે થતું નથી ને કે આ હું એકનું એક બોલ-બોલ કર, મગજ કંટાળી જાય

છે. આમ તો અનંત થાય એને, એવું તો કઈ અનંત હોતું હશે. પછી પેલી બુદ્ધિ એની છે ને પાછી એ બાજુ દોરી જશે, એની મતિ બગડશે, ભ્રષ્ટ થશે. તો મતિ ભ્રષ્ટ થઈ, આ અટકી ગયું અને હજી તો બહુ મોટી વાત એ છે કે સ્વયં વિષ્ણુના સહસ્ત્રનામ જે છે તો વિષ્ણુજીનો પણ અભાવ થઈ જાય છે. જ્યાં પ્રીતિ કરવાની હતી ત્યાં ભાવ-અભાવ થઈ ગયો અને અભાવ થઈ ગયો એટલે શું થયું? તો કે પ્રજ્ઞાપરાધ થઈ જાય છે. અને પ્રજ્ઞાપરાધ ક્યારેય મટો, ખૂબ-ખૂબ પશ્ચાતાપ પછી, કેટલાય વર્ષો સુધી આ બધું કરવા પછી પ્રજ્ઞા અપરાધ મટી શકે. એ પણ કાળે

કરીને વળી પાછો કોક જ્ઞાની પુરુષ, કોઈ સતપુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ મહર્ષિ કોઈ મળી જાય અને એની કૃપા કરે. ભગવાન આતો ગધેડો હતો, એને માફ કર, એના વતી હું માફી માંગું, ત્યારે પેલાને ઠેકાણું પડે. સાર કે તું ભલામણ કરે છે તો હું આ વખતે છોડી દઉં છું. તે વખતે ભગવાન જાણતા હોય કે આણે આ ઈને ભલામણ કરી તી પણ આનો ને આનો ઋણાનો સંબંધ હતો, તો આ ઋણનો સંબંધ હતો. આને આની ઉપર એક વખત ઉપકાર કરેલો હતો, હવે ઉપકારનો બદલો વાળવાનો બાકી રાખ્યો હતો. અને આ તો આ નીકળી ગયો, પછી કે મારે તો કશું છે

નહી કરીને, તો એ તો જ્ઞાનની ઉન્નત અવસ્થામાં પહોંચી ગયો, પણ પેલો તો ત્યાંને ત્યાં રહ્યો હતો. હવે કે છે આ આવું ફેરવા એવું તારે ત્યારે કુદરતની વ્યવસ્થામાં નિમિત રૂપે પેલો આયો પાછો અને કે છે કે આને બચાવી લો ભગવાન. ભગવાન કે સારું, તારો સેટલ થતો હોય સ્કોર તો મને વાંધો નથી, થવા દે. આવું કરતાં-કરતાં કેટલી વખત થાય ત્યારે મેળ પડે. કારણ કે દર વખત એ એક વખત કરેલી વસ્તુ છે ને, એના આઠ પડગા પડતા હોય. એને એક જ વખત ઠોકર વાગેલી હોય તો બીજી આઠ વખત તમારે ઠોકર ખાવાની તૈયારી રાખજો. એક વખત અવળો

વિચાર જો થોડીક વાર માટે બી આવી ગયો, તો આઠ વખત એ હુમલો કરવાનો છે. એવું નક્કી તૈયારી કરી રાખજો. એટલે બિલકુલ ચોક્કસ થઈને રહેજો, કે આવે એટલે શૂટ એન્ડ સાઈટ પાડી જ દેવાનું. તો આઠ ભવ લેવા માત્રથી તમે બચી જશો. મતલબ મનુષ્ય પછી તમે ફરી મનુષ્ય જ બની શકશો. વચ્ચેના આઠ ભવ જે જાનવર યોનીમાં જવાના બધા હતા, એમાં જવાના બધા હતા, એમાંથી તમે બચી જશો, એને તમે બંધ કરી શકશો અને સીધો જંપ મનુષ્યથી મનુષ્ય યજ્ઞની અંદર આવું તમારા માટે શક્ય છે. તો સાધનાની અહી તમે જો શરૂઆત કરી છે તો કન્ટીન્યુટી રહી શકશે, બહુ સારી.

વચ્ચે પાછું હાથી બનવા જવાનું આવે એટલે શું થઈ જાય? થોડો ટાઈમ સુધીને તો પાછા આયા પછી એ પેલા હાથીના જીવનના પડગા પડ્યા કરે. એમ કઈ બધું જતું નથી. જટ રહેતું સ્મૃતિમાં, આમાં તેમાં બધી જગ્યાએ રહેલું હોય. અહીંયા આવે પછી હાથી જેમ ખાતો એમ અહીયાંય ખાવાનું ચાલુ કરે હેને? અને એ ખાય એટલે પછી પૂરો ડાયાબિટીસ થાય. જૂની ટેવો હતી, બીજું કોષ કોઈ કરતાં કોઈ કારણ નહતું કે બસ એનો પડગો પડ્યો અને ખા-ખા કરે રાખતો હોય. બીજું કઈ કારણ નહીં, એક જ ક્રિયા, એક જ પ્રવૃત્તિ. એટલે હવે વળી પાછો દર્દથી પરેશાન, આ તે ભય, આતંક, અજંપો,

દવાઓ, ગોળીઓ ખા-ખા કરવાની. પગ કપાઈ જવાનો ડર લાગે, હેને? ડાયાબિટીસમાં એવું થાય છે ને, પેલું બધું બધું કોવાઈ જાય ને બધું થાય તે કાપવું પડે છે. ઘણાને પગ તો પેલો કેવો ફૂટ થાય છે, બે ફૂટ કે બે ફૂટ કે એવું કઈક કે છે. એટલે એવું થઈ જાય, એનો પગ કોવાન ચાલુ થઈ જાય, એટલે એને કાપી નાખે, પછી દાખલો અને ફેકી દે. હવારમાં જ અનિતા વાત કરતી હતી, હતા કોક સગાને આવું થયું. હવે આ બધી પરિસ્થિતિઓમાં જ્યારે માણસ મુકાયો હોય ત્યારે એ બ્રહ્મમાં સ્થિતિ કેવી રીતે કરી શકે? તમે તો હજી પરિસ્થિતિઓમાંથી જ પસાર થાવ છો.

એક ટનલમાંથી નીકળો તો આ બીજીમાં પેસી જાવ છો, બીજીમાંથી નીકળો ત્યાં ત્રીજીમાં પેસી જાવ છો, તો બ્રહ્મ તો બહુ દૂર રહી ગયો ભાઈ, કે એવું થાય છે ને. એટલે માણસ એમાંથી જ પાર આવે નહીં. તમે બહાર રોડ ઉપર ગમે તને બોલાઈને હા બેસાડો શાંતિથી કે આય ભાઈ તું બેસ, બે મિનિટ મારે તારી જોડે બ્રહ્મજ્ઞાન વિશે વાત કરવી. પેલો ઊભો થઈને બોલ્યા-ચાલ્યા વગર ભાગવા માંડશે એકદમ. કોઈને જોઈતું જ નથી. જાણે કે, કેમ? તો કે આ જે છે ને અને એના જે ઇન્દ્રિયોના અંદર જે બધા આ ગુણો ત્રણ પ્રવર્તિમાન થયા છે ને, તાણીને એને ભગાડી મૂકશે

ત્યાંથી. તમારી પાસેથી બીજે ગમે ત્યાં બેહી રહીશ કે અહીંયા તો નહી જ બેહીશ. બોલો, હવે આ કેવો અપરાધ થાય? પણ શું વાત કરવાની? એટલે શત્રુ તો અંદર જ સંતાયેલો છે, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એના નિવાસસ્થાન છે અને આ કામ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરે છે, એને મોહમાં નાખ્યા કરે. માટે અર્જુન, તું પહેલા જ ઇન્દ્રિયોને શું થાય? સંયત કર, નિરોધ કર, કંટ્રોલ કર, કારણ કે શત્રુ તો એની અંદર જ બેઠેલો છે. ઇન્દ્રિયમાં, આંખમાં ઝેર છે, જો દ્રષ્ટિ દોષ ઉત્પન્ન કર્યા જ કરે છે. હવે દ્રષ્ટિ જ્યાં સુધી નિર્દોષ જ ના થઈ, ત્યાં સુધી તું એ

બ્રહ્મ જોવાને પણ, પ્રભુને પામવાને પણ લાયક બનતું જ નથી. એવું થયું ને. માટે કહે છે કે બહાર શોધવાથી તે ક્યાંય નહી મળે, એ તમારા શરીરની અંદર છે. આ હૃદય પ્રદેશની, અંતરજગતની લડાઈની વાત છે. ઇન્દ્રિયોને વશમાં કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આવા પાપી કામને તું મારી નાખ. આ કામ સીધો પકડમાં નહીં આવે, માટે વિકારોના નિવાસસ્થાન પર ઘેરાવો કર. શું કે છે? પહેલાના જમાનામાં તો પેલા રાજાઓ આવું કરતા હતા ને, કિલ્લાબંદી કરી હોય તે કિલ્લાના ઘેરાવો કરી લશ્કરથી અને પછી હુમલો કરે. તો પેલા લોકોને ક્યાંય જવાની જગ્યા ના મળે, તો આ લોકો કિલ્લાના બારી-દરવાજા બધું તોડી

નાખે ને બધું અંદર લશ્કર પેસી જાય, આવી રીતે લડતા. તે કહે છે કે આ ઇન્દ્રિયોને વશમાં કરવા માટે તું સીધો ઘેરો જ ઘાલ. કે વિકારોનો નિવાસસ્થાન શું છે? ઇન્દ્રિયો જ. એટલે એને તું ઘેરો ડાલ. પરંતુ ઇન્દ્રિયો અને મનને સંયત કરવા ખૂબ મુશ્કેલ છે. અર્જુને શંકા વ્યક્ત કરી, આ તો બહુ અઘરું કામ આપ્યું તમે, ખરેખર આ ઇન્દ્રિયોને તો કેમ કાબુ કર્યું? શું આપણે આ કરી શકીએ? શ્રીકૃષ્ણ કહે છે કે આ તમારા સામર્થ્યમાં છે, એને પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે અર્જુન, આ શરીરથી તું ઇન્દ્રિયો પર, અર્થાત સૂક્ષ્મ અને બળવાન જાણ. ઇન્દ્રિયો ઉપર પાછું મન છે

અને મન તેનાથી પણ બળવાન છે. ઇન્દ્રિયો કરતા મનથી ઉપર બુદ્ધિ છે. મનથી ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ સાવ ઉપર જે છે તે તારો આત્મા, જે સૌથી બળવાન છે તે જ તું છે. હવે જે જો તું જાણી લે કે તું આટલો બળવાન છું, તું આત્મા છું. માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો નિરોધ કરવા માટે તું સક્ષમ છું, તું ૧૦૦ ટકા છું અને આ... આ તો બધા ૨૦, ૧૦%, ૨%, કશું છે નહી કે તારા માટે, કોઈ ચિંતા નથી, તું તારે તૂટી પડે એની. આ રીતે બુદ્ધિથી ભિન્ન અને સૂક્ષ્મ બળવાન પોતાના આત્માને જાણીને, આત્મબળને સમજીને બુદ્ધિ

દ્વારા પોતાના મનને વશમાં કરીને. આત્માથી બુદ્ધિને વશમાં કરવાનું, બુદ્ધિ થી મનને વશમાં લેવાનું અને એવા વશ થયેલા મનથી ઇન્દ્રિયોને તું સંયત કરી નાખે. અર્જુન! આ કામરૂપી દુર્જય શત્રુને તું મારી નાખ. આ શત્રુ આંતરિક છે અને યુદ્ધ પણ અંતરદેશમાં છે. માટે તું આ ચોક્કસ કરી શકીશ, કારણ કે તું આત્મા છે. બસ, તું આટલું જાણી લે અને તારાથી બળવાન કોઈ ઇન્દ્રિય હોઈ શકે નહીં, તારું મન પણ નહીં અને તારું ચિત્ત પણ નહીં અને તારી બુદ્ધિ પણ નહી, કારણ કે તું તે છે. આ વાત કરે એટલે કીધું, "શ્રી ભગવદ્ગીતા ઉપનિષદ શું? બ્રહ્મવિદ્યા, યોગશાસ્ત્ર, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, કર્મયોગ સંવાદ

અધ્યાય સમાપ્ત." કેટલી સુંદર વાત કરે છે! ભગવદ્ગીતા નામનું ઉપનિષદ છે, શ્રીમદ ભગવદ્ગીતા એક ઉપનિષદ છે, આખે આખી બ્રહ્મવિદ્યા એના અંતર્ગત રહેલી, એવી બ્રહ્મવિદ્યા કે જે યોગશાસ્ત્રના નિહિત છે. તેની અંદર શ્રી કૃષ્ણ-અર્જુન સંવાદ છે અને તેમાં અંદર આ કર્મયોગ વિશેની સમજણ આપેલી છે, તે અહીંયા આગળ પૂરી થાય છે. હવે આગળ વાત કરે છે ભગવાન જ્ઞાન કર્મ સન્યાસ, અહીંયા કર્મ સન્યાસ યોગની વાત કરી લીધી. હવે જ્ઞાન કર્મની વાત કરી, ત્યારે કહે છે, "શ્રી ભગવાનુવાચ: અર્જુન! મેં અવિનાશી... આ અવિનાશી યોગ કલ્પની શરૂઆતમાં જ વિવસવાન સૂર્યને કહ્યો હતો." વિવસવાન

નામના સૂર્યને કહ્યો હતો. વિવસવાને તે મનુને કહ્યો અને મનુએ ઈક્ષવાકુને કહ્યો. મેં શ્રીકૃષ્ણ કોણ હતા? એક યોગી, તત્વસ્થિત મહાપુરુષ. આ અવિનાશી યોગ કે જે કલ્પના આરંભમાં, કલ્પના કરો તેના 'ઇન ધ બીગીનિંગ ઓફ યોર ઇમેજીનેશન'. હેને? એક યોગી આરંભમાં જ... ભજનના વિવસવાન એટલે કે જે વિવસ હોય તેવા પ્રાણીઓને કહે છે, શ્વાસમાં સંચાર કરી દે છે. કેવી રીતે કહે છે? શ્વાસમાં સંચાર કરી. અહીં સૂર્ય એક પ્રતીક છે, કારણ કે શ્વાસમાં તે પરમ પ્રકાશ સ્વરૂપ છે અને ત્યાં જ પામવાનું વિધાન પણ. વાસ્તવિક પ્રકાશદાતા સૂર્ય તે જ છે, આત્મા. આત્મા છે, તે જ વાસ્તવિક સૂર્ય છે એમ કે છે.

આ યોગ અવિનાશી છે, ક્યારેય નાશ પામતો નથી. શ્રીકૃષ્ણે કહ્યું છે કે આ યોગ જે છે તે અવિનાશી છે, ક્યારેય નાશ પામવાનો નથી. જેનામાં ભજનના કોઈ સંસ્કાર નથી, યોગ વિશે જેને ક્યારેય કંઈ પણ વિચાર્યું નથી, એવો માનવ, એવો માનવ કોઈ મહાપુરુષ ને જુવે છે તો તેમના દર્શન માત્રથી પણ, તેમની વાણીથી પણ, તૂટી-ફૂટી સેવા અને સાનિધ્યથી પણ યોગના સંસ્કાર તેનામાં સંચારિત થઈ જાય. 'ટ્રાન્સફર ઓફ પાવર', 'ટ્રાન્સફર ઓફ નોલેજ', હેને? અંદર આવી જ જાય છે કે એવા કોઈ મહાપુરુષનો ખાલી એને સંપર્ક થવું જોઈએ, કે જેને કશું જ ખબર નથી, કઈ કરતા કાઈ નહી, તો પણ એને

આટલી તો અસર થઈ જ જાય છે એમ કહે છે. હવે આગળ કહે છે યોગેશ્વર શ્રીકૃષ્ણ કે આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો, "ચક્ષો સૂર્ય અજાયત", મહાપુરુષની દ્રષ્ટિ પડવાથી માત્ર યોગના સંસ્કાર શ્વાસમાં પ્રસારિત થઈ... ખાલી દ્રષ્ટિ પડવા, તમે જુઓ મહાપુરુષ ખાલી તમને આમ જોવે તો કેટલું બધું થઈ શકે. "સ્વબસ પરમેશ્વરન" નો નિવાસ સૌના હૃદયમાં હોય છે, સુરા, શ્વાસના નિરોધથી જ તેની પ્રાપ્તિનું વિધાન પણ છે. સુરામાં સંસ્કારોનું સર્જન એ સૂર્ય પ્રતિ નું સમર્પણ, એમ કહેવું છે. સૂર્ય એટલે આત્મા. તો સુરામાં સંસ્કારોનું સર્જન અને વિસર્જન કરી શકાય છે. આ વાત અહીંયા સ્પષ્ટ કરી દીધી

એમને. સમય આવતા આ સંસ્કાર મનમાં સ્ફુરિત થશે. ભલા ને કશું કોઈ કહે નહી, કાઈ. શરૂઆતમાં તો જોયા જ કરે, જોયા જ કરે કે, "વાહ મહારાજ સાહેબ બેઠા છે, બેઠા છે, બેઠા!" કેવું પડે ધીમે-ધીમે-ધીમે એને જોવા માત્રથી જ પેલાના સંસ્કારો આના નામાં સંસ્કાર થવાના ચાલુ થઈ... પ્રવાહિત થવાનું ચાલુ થઈ જાય. પછી એને મન થાય લાય હું કરી જોવું. એ કરે અને બસ એનામાં એ સંસ્કાર એ વખતે બેસી ગયો. હવે યોગ્ય સમય એ સંસ્કાર એવો થાય એકદમ પછી ફૂટી નીકળે જબરજસ્ત. નથી કાલે આપણે આ બધું કર્યું રાત્રે? હું તો મારું બધું આમ-આમ કરીને સોઈ ગયો,

ભગવાન આ હોપ્યું તને બધું જો ગોટો કરીને મેલું દું કરીને આપી દઉં. આપણે અંતરધ્યાન થઈ ગયા પછી આમ થોડું જરાક ખ્યાલ આવ્યો. બહુ ટાઈમ પછી મેં જોયું તો બાજુ નીતા જાગ્યા કરે પણ મોબાઈલમાં કઈક જોતી. હું કઈ બોલ્યો નહી પાછું હું તો ઓઢીને સુઈ ગયો વેલી પડે સવાર, હવે સેજ અણસાર આવ્યો ત્યારે મેં જોયું તો એ તો જાગતી તી. મને કું ઉઠી શું? હવે મે કીધું હા આપણે તૈયાર. કશો વાધો નહી. પછી હમણાં સવારમાં મને કીધું કે ગઈકાલે જે કઈ કર્યું તું રૂમમાં એવું થઈ ગયું હતું કે મને પછી તો ક્યાંય સુધી ઊંઘ જ

ના આવી અને પછી જાગી ગઈ, તો જાગી તે વખતે એકદમ જ અલગ પ્રકારનો શ્વાસ મને ચાલુ થઈ ગયો, જે અમુક સમયે થતો હોય, અમુક લોકોને થતો હોય. આ એની, એને ખબર છે પાછી. એટલે કે માર તો એ સ્વરૂપ થઈ ગયું હતું, ભલું થાય તારું, કલ્યાણ થાય, બીજું શું પણ. એટલે કન્ટીન્યુટી, અત્યારે ભલે માનો કે આ જન્મમાં નથી પણ એ જે સંસ્કાર પડેલો છે ને, ક્યારે એને આમ ઉચકી લેશે ને કાઈ કહેવાય નહી. એટલે લિફ્ટ તો આવાની જ, એ વાતનો ચોક્કસ, ઉપાડી દેશે આમ. સમય આવતા આ સંસ્કાર મનમાં સ્ફૂરિત થશે જ. આ યોગ સૂર્ય મનુને

કહ્યો હતો. સૂર્ય એટલે આત્મા, આત્માએ મનને કહ્યું તું. હવે મનમાં સ્ફુરિત થવાથી તે મહાપુરુષના વાક્ય પ્રત્યે ઈચ્છા જાગૃત થશે. મનમાં કે લાવું આમ કરવું, આમ સાંભળું, આમ કઈ તો આવી ઈચ્છા થશે, લાલસા જાગશે કે તે નિયત કર્મ કરીએ. પેલામ કહ્યું છે ને ગીતામાં આપણે કરી તો જોઈએ અને એક દાડો તે કર્મ જ અવિનાશી છે. હવે એ જે પેલું એક વખત કરવા જાય છે ને, પણ એ તો અવિનાશી છે. એને એક વખત કર્યું પણ એ અવિનાશી હોવાના કારણે એ આગળ ઉપર આવી-આવીને એ જ કર્મ પાછું કરાવે અને એ કર્મ પૂરું થાય છે ત્યારે તેનો મોક્ષ

થઈ ચૂક્યો હોય છે. આમ જ છે. તો નિયત કર્મ જ કરીએ અને આમ થતા જ આરાધના ગતિ પકડી લેશે. તમને ખબર નહી પડે કે ત્યારે તમારી ગાડી એકદમ દોડવા જ મારી. બસ હવે તો ગતિ પકડાતા આ યોગ ક્યાં પહોંચાડે છે તે વિશે કહે કે આ રીતે કોઈ મહાપુરુષ દ્વારા સંસ્કાર રહિત પુરુષોમાં પણ શ્વાસમાં, પ્રશ્વાસમાંથી, મનમાં, મનમાંથી ઈચ્છા અને ઈચ્છા તીવ્ર બની અને ક્રિયાત્મક આચરણમાં પરિણમે છે અને જ્યારે આવું થાય તો આ યોગ ક્રમશઃ ઉત્થાન કરતાં-કરતાં એને રાજર્ષી શ્રેણી સુધી પહોંચાડી દાય. એ અવસ્થામાં પહોંચતા જ્ઞાનમાં આવે છે. આ સ્તરના સાધકમાં રિદ્ધિઓ

અને સિદ્ધિઓનો પણ સંચાર થાય. વિશ્વામિત્ર બહુ મોટા રાજા હતા. વન્સ અપોન અ ટાઈમ તો વશિષ્ઠ ગુરુને જોયા કરે, એમના વિશે જાણ્યા કરે, એટલા માત્રોથી જ એમને ઈચ્છા અંદર પ્રબળ થઈ હતી કે હું... હું પણ આમના જેવો થવ. શું હું પણ આમના જેવો છું? એ કરે છે તેવું બધું પછી હું કરી શકું. પોતે રાજા તો વિશ્વામિત્ર પોતાના લાવ-લશ્કર સાથે વશિષ્ઠ મુનિના આશ્રમમાં આવ્યા, આખું લશ્કર, બધું વિચિત્ર ટાઈમે આયા, પા કશું વાધો તમે બધા ફ્રેશ થઈ જાવ કે આપણે ભોજન તૈયાર થઈ ત્યાં સુધી બધા ભોજન કરી લો, આરામ કરો, પછી ઈચ્છા થાય ત્યાર જો. વશિષ્ઠ મુનિએ

આદર સત્કાર કર્યો વિશ્વામિત્રનો રાજા તરીકે, વિચાર્યા કરે કે આ દાળીવાળો બાવો ફક્કડ ગિરધારી દેખાય છે, કઈ ઠામ-ઠેકાણું નથી કે મારા આખા લશ્કરને ભોજન જમાડશે? અહીંયા ચૂલવું નથી, હાંડલું નથી, કશું નથી દેખાતું મને. તો કે આ તો જબરી વાત કહેવાય, કે છે શું સારું જોઈએ? કે છે આ વખત શું તાલ થાય! રાજા હોય ને પાછા અમુક થોડા તોરેલા હોય, એટલે થોડી રાહ જોઈ. સમય થયો એટલે બધાને સાદ પાડ્યો કે ભાઈ બધા પંગત કરીને આવી જાવ, ભોજન માટે બેસો. તો બધા આવી-આવીને બધા બેસી ગયા, પછી રાજાને પણ વ્યવસ્થિત જગ્યાએ બેસાડીને એમણે સામે ભોજન પી-

રસવા માટે વ્યવસ્થિત ભોજન. સ્વાદિષ્ટમ એવું કે એની સોડમ માત્રથી આમ માણસ બેબાકડો થઈ જાય, ભૂખ લાગી જાય, જબર ખાવા માંડે, આમ આકળ-વિકળ થઈ જાય. એવું એ વિચારમાં પડ્યું કે આ કર્યું કેવી રીતે? લાની તપાસ તો કરવી પડશે. તે પહેલા તો હમણાં વ્યવસ્થિત ભોજન કરી લીધું પણ પછી પણ એમની જે પેલી મતી આમ ફરેલી ને આટલું ભોજન એમનું કર્યા છતાં

પણ એની મતી તો ત્યાં જ ફરતી હતી, એટલે એને કીધું કે, "ઋષિવર! મને એક વાત જણાવો કે આમ તો તમારી પાસે કશું દેખાતું નથી, તમે કર્યું કેવી રીતે કે આ બધાનો આટલા બધાનો આદર સત્કાર કરવાનો આવી રીતના?" તો કે એ તો એવું છે ને કે આમ મારી પાસે કામધેનું છે, એટલે કામધેનું ના પ્રતાપે કે આ બધું જ શક્ય બને. એટલે રાજાને થયું કે તમારી પાસે કામધેનું... તો કે મારી પાસે તો નથી અને હું રાજા, આપણો દેશ તો શ્રેષ્ઠ વસ્તુઓ બધી મારી. એ જમાનામાં તો શ્રેષ્ઠ સ્ત્રી, સુંદર સ્ત્રીઓ પણ બધી રાણી બનાવીને રાખે એનો અધિકાર ગણાતો.

એ જેને ચાહે તેને રાણી બનાવી દે. એટલે એ જ ન્યાયે એને તો કહી દીધું કે આ તમારે કામધેનું મને આપી દો. એટલે વશિષ્ઠ મુનિએ એને બહુ શાંતિથી કીધું કે ભાઈ આ કામધેનું એ આશ્રમ માટે છે, એ તમને આપવા યોગ્ય નથી, યોગ્ય નથી. બસ જો જ્ઞાનીઓ બહુ મોઘમ બોલે તો કે ના-ના મને આપી જ દે. કે, "રાજા અનર્થ થશે, તમે એને સંભાળી પણ નહી શકો." કેમ? તો કે હું રાજા, તમારું એ સામર્થ્ય પણ નથી, મારી વિનંતી કરું છું, જીત છોડી દો. ના માન્યા. એ જ લશ્કરને કીધું કે આ ઋષિને પાસેથી એ કામધેનું લઈ

આવો. કે મારે ત્યાં આગળ લઈ જઈને બાંધી દે. જબરજસ્તી. પછી તો થયું એવું કે એટલા બધા સૈનિકો આયા અને વિશ્વામિત્રના આખા સૈન્યને એ લોકોએ મારી-મારીને નસાડી મૂક્યા અને પછી બધા પાછળ પડ્યા વિશ્વામિત્રની, તે જેમ-તેમ કરીને પોતાનો જાન બચાયો. વિશ્વામિત્ર એને સમજણ ના પડી કે આ શું થઈ રહ્યું. હવે જે કામધેનું આખા લશ્કરને જમાડી શકે એટલું બધું અન્ન પેદા કર્યા, તે બધું કર્યું, તો શું ન કરી શકે? એ જ કામધેનુંમાંથી એ સૈનિકો નીકળ્યા... બધાને એવા ખો ભૂલવાડી દીધી કે આ બાજુ આવાય જ નહી. સમજાય છે? સામર્થ્ય વગર તમે જો કોઈ

વસ્તુને ધારણ કરો તો બહુ મુશ્કેલી થાય. આવું થાય. જો સામર્થ્ય હતું તો એની પાસેથી કોઈ કશું લઈ જઈ શકતું પણ ગમે તેટલી બળજબરી કરે તો. અલ્ટીમેટલી આખી વાતનો સુર એ છે કે ભાઈ સામર્થ્ય કેળવજો. જીવનની અંદર સામર્થ્ય એ જ તમારી મૂડી છે. સામર્થ્ય કેળવજો, શાંત રહેવાનું સામર્થ્ય, ગમે તે પરિસ્થિતિ. રાજાને આખું લશ્કર આવી ગયું તું લડવા, બોલો! ઋષિ બિચારા એકલા શાંત, સ્થિર. હાલે તેવું નહી. કેવું સામર્થ્ય કેવળ્યું? હસન, શાંત ભાવે રહીને. રાજાએ ઘણું બધું કહ્યું, લાલચો આપી, આ તે બધું કર્યું. વચ્ચે-વચ્ચે એ તો બધું લાંબી વરતા વાર્તા ના કહી તમને તો એ બધાની એમણે

ઉપેક્ષા કરી, રાજા મારે આ પૂરતું છે, મને તારા રાજપાટની જરૂર નથી, મને તારા શું કહેવાય સોના મોરોની એ જરૂર નથી. તું આખું તારું રાજ્ય આપી દે તો પણ એના એક્સચેન્જમાં પણ તને આ મળી શકે એવું નથી. તો કે આને રાખવાનું તારું સામર્થ્ય પણ નથી, ગજું જ નથી. એટલે પછી પેલાને બહુ ચાટી ગયેલી. આવું-આવું થતું હોય તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સામર્થ્યવાન બનો, ધૈર્ય કેળવો, સતત લાગો. જે નિયત કર્મ છે તમારું તેને છોડશો. જે કરતા હોય એ ચાલુ રાખો, ચાલુ રાખો, કર્યા જ કરવું, કર્યા... પણ નિયત કર્મ કયું? યજ્ઞ કર્મ.

હવે યજ્ઞ અને નિયત કર્મ વિશે આગળ વાત થાય એટલે કીધું ને કે મહાપુરુષ સંસ્કાર રહિત પુરુષની અંદર પણ એના શ્વાસમાં કે એના પ્રશ્વાસમાં, એના મનમાં કંઈક એવું આમ ગોઠવણી કરી દેશે કે પછી પહેલાના આચરણમાં એ વસ્તુ આવવા માંડે. મહાપુરુષ આ કરી શકે. કરે એવું જરૂરી નથી, વશિષ્ઠ મુનિ પણ આવું વિશ્વામિત્ર કરી શકતા હતા પણ એમણે કર્યું નથી. તો જો તમને કોક કરવા આવતું હોય તો વિચારી લેજો, "યાર, હું ધન્ય છું, હું ધન્ય હું મારો." બસ હવે ટાઈમ આવી ગયો છે, એટલે ઉત્થાન કરતાં-કરતાં કરતાં એને રાજર્ષિની શ્રેણી સુધી પહોંચાડી દે. એટલે આટલું બધું થયા

પછી હવે આગળ કહું, વિશ્વામિત્રને પછી તો રાજાને તો બહુ જ આમ પશ્ચાતાપ થવા માંડ્યો, "અરર! કે આવા એક ફાલતું કેમ માણસ જોડે હું હારી ગયો?" કે બહુ ખરાબ થયું. પણ ગમે તે કરું હું એના જેવો સામર્થ્યવાન તો બનું જ બનું. કે પાછો વિચાર આવે એને, વળી પાછું અંદર બધું ક્રોધ વ્યાપે ને આમ થાય ને તેમ થાય, કે નહી, એની પાસે શા માટે કામધેનું હોવી જોય? હું સાચો જ છું. બસ મારે ત્યાં આગળ જ હોવી જોઈએ, હું રાજા છું અને આ રાજાનો ધર્મ છે કે જેના પાસે આ બધું શ્રેષ્ઠ હોય તે બધું આંચકીને એને પોતાની

પાસે રાખવાનું. એટલે કે એમનો તો વિરોધ હોય જ ને, સ્વાભાવિક છે. એ લોકોને ના જ આપવું હોય, મારે લેવાનું જ હોય, કે લેવું એ જ મારો ધર્મ છે. હું તો રાજા કે, હજી તો એને બેઠા-બેઠા આમ જ ચાલ્યા કરતું હોય. પણ આવા બધા વિચારો કરતાં-કરતાં-કરતાં કઈ ઘડી પડે એનું ચિત્ત શાંત થઈ ગયું. એને કઈ સમજણ પડી ગઈ. ધીરે-ધીરે-ધીરે-ધીરે કરતાં એટલો બધો અંદર શાંત થઈ ગયું. પછી એ કામનું ભૂલી ગયો અને વશિષ્ટ પણ ભૂલી એવી એક સ્થિતિ આવી ગઈ. બસ એ પોતાનામાં એટલો બધો તદલીન થઈ ગયો. પેલા પૂછો એની તપસ્ચર્યા

ઘણા ઘણા ઘણા વર્ષો સુધી ચાલી, પછી એક દિવસ વશિષ્ઠ મુનિ ત્યાં આવ્યા ને કે, "રાજર્ષિ, ઉઠો! ઉત્થાન કરો તમારું." કેમ? તો કે, "તમારું કર્તવ્ય કર્મ હજી આગળ બાકી છે." શું? તો કે તમારે ત્યાં ભગવાન રામને તમારે બોલાવવાના છે અને તમારા નિમિત્તે એમને અહીંયા આગળ બોલાવી, એમના મારફતે તમારે આ વન વિસ્તાર જે છે, અરણ્ય છે, એ અરણ્યને તમારે અસુરોથી સુરક્ષિત કરાવવાનું છે. આ તમારું કર્તવ્ય છે, ઉઠો રાજર્ષિ." પાછું ઓછું આવી ગયું, મને રાજર્ષિ કે છે. આટલું બધું કર્યા પછી થોડું આમ થઈ ગયું, "અરર! મને રાજદર્શી કીધો?" મને પોતાના જેવો બ્રહ્મર્ષિ તો કહેતા જ નથી પાછા

ફરી ક્રોધ આવી ગયો. આજે તો બસ આનું તો પતાઈ જ દઉં કે છે. હવે વશિષ્ઠ મુનિ સતી અરુંધતી પાસે બેઠેલા. આમ બહુ સુંદર આહ્લાદક વાતાવરણ અને આમ બે જઈને બેઠા તા. સાંજનો સમય, સંધ્યા વંદન બધું પરવારી ગયેલા, પછી તો અરુંધતી દેવી પૂછે છે વશિષ્ઠ મુનિને કે, "પ્રભુ આ આવું અદભુત પૂર્વ એવું આભામંડળ કેટલું સુંદર દેખાય! આ નભોમંડળ એનાથી કેવું ઝગઝગી રહ્યું છે! આ કોનું આટલું જબરજસ્ત તેજ છે? આ કોનો પ્રભાવ હશે આવો?" પોતે સતી જાણી શકે એવી, પણ ચંચૂપાત ના કરે કે એ અધિકાર જણાવવાનો કોનો છે? વશિષ્ઠ મુનિનો. તો એ અધિકાર પ્રમાણે વર્તન કરે,

તેને પૂછે, પાછી નહી. તો સ્વયં જાણી શકે એવી, હા આ શિષ્ટાચાર હતો આર્ય સંસ્કૃતિમાં. દોઢ ડાઈ ના થાય, આમ પતિ-પતિ બોલતો હોય વચ્ચે બોલવા માટે કાપવા માટે કાતરને આમ કતર-કતર-કતર-કતર એવું બધું નહી. આ હોવા છતાં પણ, બ્રહ્મર્ષિ હોવા છતાં પણ એ પણ એટલા જ વિનય અને એનાથી અનુગ્રહ કરે. કે છે, "સતી દેવી! આ તો છે ને તે પહેલા બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર છે ને, એના તપનો પ્રભાવ છે," કે છે. "આજે તો પૃથ્વી ધન્ય થઈ ચૂકી છે એમના તપના પ્રભાવથી, કે આ જો બધું કેટલું અદભુત થઈ ગયું છે." તો પણ હાથમાં તલવાર લઈને આયેલા વિશ્વામિત્ર

ત્યાં તો કે બસ આમ પકાઈ દઉં, સાંભળ્યું ત્યાં ગણે આમ ખડાક દઈને હાથમાંથી પડી ગઈ તલવાર. જઈને ચરણમાં પડ્યો, "પ્રભુ માફ કરો, કે મારી ભૂલ થઈ ગઈ." અહંકાર ક્યારે-ક્યારે વ્યાપી જાય? આ બધું આપણને સમજાવે છે. એ છોડશે નહીં. આટલી બધી તપશ્ચર્યા કર્યા પછી પણ અહંકાર ઉદભવ્યો, "મને બ્રહ્મર્ષિ કેમ ના કીધો?" ખાલી ના કીધો, એની સમક્ષ ના કીધો. કારણ કે તે સમયે એ એ સ્ટેજ ઉપર હતો. એને પણ જ્યારે એને જોયું કે ઓહો આ પ્રભામંડળ તો અદભુત છે, તરત કહી દીધું કે, "નહી ઇસ ધેટ બ્રહ્મર્ષિ જ છે કે, વાંધો નહી." ત્યારે એને આ બાજુ

કે હવે જેવો એને કીધો ને, પેલો રાજર્ષિપણું છોડીને બ્રહ્મર્ષિ બની ચૂક્યો ધેટ વેરી મોમેન્ટ. આ તપનો પ્રભાવ છે. મહર્ષિના કે શબ્દ માત્રથી એ આટલું બધું વહન કરે છે, એ અહી સમજાવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે મહર્ષિ એક તમારી મારી સામે આમ ખાલી દ્રષ્ટિપાત કરે, કે એક શબ્દ બોલે છે, કે એક સ્પર્શ માત્ર કરે છે, ત્યારે એ... જે મૂળ બ્રહ્મ સંસ્કાર છે ને, જે એમણે રાખેલો છે સાચવીને, સંજોગીને અને બળવત્તર બનાયેલો છે, તમારી અંદર એ પ્રવાહિત કરી આપે અને પછી એક દિવસ તો એ... અને પાછું કેવું છે છેક અધ્યાયની શરૂઆતમાં કહી દીધું કે આ

સંસ્કાર અવિનાશી છે, એનો ક્યારેય નાશ થવાનો નથી. એવો સંસ્કાર એ તમને આપે છે. કેટલી મોટી કૃપા થાય! ઓહો! એટલે આ સ્તરના સાધકમાં રિદ્ધિ અને સિદ્ધિનો સંચાર થવાનો શરૂ થાય. રિદ્ધિ અને સિદ્ધિ આવે એટલે રાગ અને દ્વેષ આવવાની તૈયારીઓ થવા માંડે, "ખૂન ખરાબ હો જાયેગા", તો તમે માનો કે અષ્ટ સિદ્ધિ ને નિધિ હોય તો જલસો થઈ જાય પણ આ તારે શું જરૂર છે? એક મોબાઈલ છે, સ્વીગી છે, બ્લિંકેટ છે અને પેલું શું ઝોમેટો છે, જે ચાહે તું બસ ઘર બેઠે મંગાઈ શકે છે ને, જલસો મારતું, તારે તારી સમૃદ્ધિનો તો કઈ પાર નથી યાર. આ તમારી કામધેનું

તો ઓછો છે તમારો મોબાઈલ. તમને શું લાગે? આટલી અપાર સમૃદ્ધિની અંદર એ બધે હોવા છતાં જો તમને એમ વિચાર આવે કે "ચાલો આજે બ્રહ્મ વિચાર કરીએ", કે બ્રહ્મચિંતન કરીએ તો તમે ધન્ય છો. એ સંસ્કાર જે તમારી અંદર અત્યારે જાગી રહ્યો છે ને તે કોક મહાપુરુષોએ કોઈક કાળે પ્રવાહિત કરેલા એ સંસ્કારનું પરિણામ છે. તમારો પુરુષાર્થ તો હજી છે જ નહીં. એટલે કહે છે કે અહીં ભયસ્થાન છે, સાચવો તે યોગ. આ મહત્વપૂર્ણ કાળમાં આ લોકમાં, એટલે શરીરમાં લગભગ નષ્ટ થઈ જાય છે. જ્યારે પણ એને સંસ્કાર આપવામાં... હવે... હવે આ સીમા રેખાને કઈ રીતે પાર કરી શકાય? ત્યારે

કહે છે શ્રીકૃષ્ણ કે, "મારો આશ્રિત મારો પ્રિય ભક્ત છે, અનન્ય સખા છે તે નષ્ટ થતો જ નથી. દેહ ભલે નષ્ટ થઈ જાય, તે ક્યારેય નષ્ટ થતો કારણ કે એ મારો ભક્ત છે, મારો સખા છે." શ્રીકૃષ્ણનો સખા છે. પ્રભુ કહે છે કે આ કાળમાં પણ યોગ કલ્યાણકારક જ છે. પરંતુ સાધક ત્યાં પહોંચતા સુધી ઘણું કરીને લપસી પડે. આ યોગ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યો કારણ કે અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો, રાજર્ષિ અવસ્થાવાળો હતો. જ્યાં રિદ્ધિ-સિદ્ધિઓના પથારામાં સાધક નષ્ટ થઈ જાય છે. અર્જુન પણ નષ્ટ થવાની એવી અવસ્થાની અંદર પહોંચી ગયેલો હતો. [નસકોરા બોલાવે છે] શા માટે કહ્યો?

કારણ કે તું મારો ભક્ત છે, અનન્ય ભાવથી મારો આશ્રિત છે અને પ્રિય છે, અને મારો તું સખા છે. ગીતા શ્રવણના અંતે અર્જુને કહ્યું કે, "મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, જેવી મનુને પ્રાપ્ત થઈ હતી." અસ્તુ. આ શ્રીમદ ભગવદ્ ગીતા જ વિશુદ્ધ મનુસ્મૃતિ છે. જે પરમાત્માની આપણને ઝંખના છે, તે પરમાત્મા સદગુરુ રૂપે આત્માથી અભિન્ન થઈને જ્યારે નિર્દેશ આપવા લાગે છે, ત્યારે જ વાસ્તવિક ભજનનો આરંભ થાય છે. તમને નિર્દેશન એ જ કરશે, ડાયરેક્ટર એ છે, દિગદર્શન કર્યા જ કરશે તમને ત્યારે ભજનનો આરંભ થાય છે. અહીં સદગુરુ-પરમાત્મા પ્રેરકની અવસ્થામાં છે. એકબીજાના પર્યાય છે, પરમાત્મા અને સદગુરુ બે

એક જ છે. તમે એને પર્યાય રૂપે જુઓ છો, તમારી રિક્વાયરમેન્ટ એવી છે, માટે એને સદગુરુ રૂપે થઈને આવવું પડે છે પરમાત્માને. કોકને પ્રેરણા કરીને કે ભાઈ જા ત્યાં આગળ ને પેલાને માથે હાથ મૂક, એને પાસે આ કરાવવાનું બાકી છે અને પરમાત્માનું આયોજન તો કેટલી પેઢીનું હશે? તમે વિચાર તો કરો! આને પ્રેરણા કરે, પેલો તરત પકડી શકે એવું... હા ભગવાન, હા, હા બરાબર છે, માનવ આવવાનો છે બરાબર છે... હા તો શું એનું માથે હાથ મૂકો, ઓકે, મૂકી દઈશું. એવી રીતના કેમ? તે આ સદગુરુ અને પરમાત્માએ કહી રાખેલું હોય કે માનવ પાસે બહુ કામ કરાવવાનું, બધું આગળનું

એનાથી કેટલાય લોકો તરી જશે, એવું કામ એની પાસે લેવાનું છે કે, "સારું ઓકે, ઓકે." કારણ કે યાદ રાખજો હો, બાજુમાં અમિતભાઈ બેઠા છે, બોલી ના જતો પાછો, એમને, "ના સાહેબ, નહી બોલું," કે "કોઈ દાડ નહી ભૂલું, તમે કહેશો એમ કરીશ, કરીશ વચનમ તવ." પ્રભુ કહે છે તેમજ કરું છું, તેવું જ થાય. અહીં સદગુરુ પરમાત્મા પ્રેરકની અવસ્થામાં આવી જાય છે. જે સ્તર પર આપણે ઊભા હોઈએ તે સ્તર પર પ્રભુ પોતે હૃદયમાં ઉતરી અને પછી રોકટોક કરવા લાગે. વૈકુંઠમાંથી ઉતરીને આવતા તો વાર લાગે, કે ભાઈ હવે થોડીક ચા ઓછી કરજે, તું આ કરજે ને આ ના

કરજે, હવે છેક તથી આટલું બધું આવું કહેવા માટે આવવું પડે એમને એને... કથ ઉભા રહો, જોડે રાખો, કે છે ને થોડા દિવસ દિવ્યાંગ એટલે... મેરે એ બધું કહી દેશે, પહોંચી જાય નિમિત બનાવી દેશે. છે મોહિત ને આમ વાસાદે મૂકી દેવા છે. કરતાં-કરતાં એ રોકટોક કરવા લાગે, લથાડીયા ખાતા-ખાતા હોય તો તેને સંભાળી લે. પહેલા જ અર્જુને કીધું, "પ્રભુ, હું હું પડી રહ્યો છું, સંભાળો," કે છે મને ઉચકી લો. પ્રાર્થના શું હતી? હવે પરમાત્મા એને ઉચકી રહ્યા છે, ધીરે-ધીરે કરી અને બતાવે છે કે જો આ કેવી રીતે થઈ શકે છે, એટલે કહે

છે કે લથડિયા ખાતા આપણને સંભાળી લે છે અને ત્યારે મન વસ થઈ જાય છે. જ્યાં સુધી ઈષ્ટદેવ રથી બનીને, રથી આત્માથી [નસકોરા બોલાવે છે] અભિન્ન થઈને પ્રેરક રૂપે પાસે ઊભા નથી રહેતા, ત્યાં સુધી આ પથમાં સાચો પ્રવેશ જ થતો નથી. નો એન્ટરી. ક્યાંય જોવા નહીં મળે, એટલે જેને જેમ ફાવે એમ બધા અંદર ઘૂસે રાખે છે ને બધુ કરે રાખે છે. પણ જે સૂક્ષ્મની અંદર જે અહીંયા બધા ઇનહિબિશન છે તે જ એમને રોકી પાડે છે, એ લોકો આગળ વધતા વધી શકતા જ નથી. આજે આ ભોપાલ તમને આવું દેખાય છે, એક કાળ એવો હતો કે જ્યારે આપેલા

અત્યારના ઇસ્કોન ચાર રસ્તા છે, ત્યાં તો પેલો ફ્લાય ઓવર નહી ને કાઈ નહી, એ માણસ ત્યાં સુધીને આવે અને આમ કરીને આમ જુવે, ખૂણાની અંદર તો એક રસ્તો આમ આમ જતો દેખાય. ગીચ ઝાડી બિલકુલ વાળો રસ્તો કે અંદર પેઠા પછી તમને સૂર્ય પણ ના દેખાય, આંબલી સુધીને આવો તો પણ એટલું સુંદર... તો બપોરે ૧૧ વાગ્યે કોક માણસ આમ કરીને આમ જોયા કરતો હોય, આ રસ્તો ક્યાં જાય છે? આ જવાય કે ના જવાય? સલામત છે કે નથી? કોઈને ખબર નહોતી. ત્યારે આટલો એસજી હાઈવે આવો ધમધમતો નહતો, કશું નતું. એટલે પરમાત્માના માર્ગે જ્યારે કોઈ આમ બધા આમ લટાર

મારવા નીકળેલા હોય ને બધા તો આમ ડોકિયા કરતા હોય ખરા, આમ કે, "આમ જવાય કે ના જવાય?" "જવાય કે ના જવાય?" આમ થાય, પછી ત્યાં આગળ કોક પ્રેરક આવીને ઊભો રે કે, "શું? ક્યાં જવું છે ભાઈ?" તો કે, "આ રસ્તો ક્યાં જાય છે?" તો કે, "આ તો પરમાત્માને ત્યાં જાય." એમ તો આમ જવાય કે ના જવાય? "અરે, ચોક્કસ જવાય, તમારી આટલી-આટલી ક્વોલિફિકેશન હોય તો તમે જાવ." કે, "ના હોય તો ના જશો." પ્રિસ્ક્રિપ્શન તૈયાર જ હોય એની પાસે આખું રેડી અને તરત તમને એ કહી દેશે કે ભઈ આવું-આવું કરવાનું, આવું-આવું નહી કરવાનું, બસ

અને તમને પહોંચાડી દે છે. એટલે ત્યાં સુધી આત્માથી અભિન્ન થઈને સદગુરુ ઈષ્ટદેવ રથી બનીને ઊભા રહે છે, ત્યાં સુધી પથમાં સાચો પ્રવેશ પામી શકાતો નથી. પણ જેવા આવી ગયા તે પડે સાધક અવશ્ય છે, પણ એની પાસે ભજન ક્યાં છે? પૂજ્ય ગુરુદેવ ભગવાન ઘણીવાર કહેતા હતા, "હર હું તો કેટલી વાર નષ્ટ થતાં-થતાં બચી ગયો, મને તો ભગવાને જ બચાવી લીધો. ભગવાને આવું સમજાવ્યું, ભગવાને આવું કહ્યું." તો અમે પૂછતા કે, "મહારાજજી શું ભગવાન પણ બોલે છે? વાતચીત કરે છે?" તેઓ બોલ્યા, "હા, હા, ભગવાન બોલે છે, એ રીતે જ બોલે છે, જો હું અને આ તમે બોલીએ

છીએ ને, એવી જ રીતે બોલે છે." કે, "ભગવાન તો કલાકો સુધી બોલ-બોલ કરે છે, કલાકો સુધી અને ક્રમ પણ ના તૂટે." કે અમે ઉદાસ થઈ ગયા અને આશ્ચર્ય પણ થયું કે ભગવાન કઈ રીતે બોલતા હોય? આ તો સાવ નવી વાત કરે છે. કે થોડીવાર પછી મહારાજજી કહે છે કે, "કેમ ગભરાય? તારી જોડે પણ બોલશે, ચિંતા શું વખત." આ સાખ્ય ભાવ છે. આમ થાય ત્યારે આ નષ્ટ થવાની સ્થિતિમાંથી સાધકને પાર ઉતારી દે. પ્રભુએ કહ્યું, "અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે, તું એ બધાને નથી જાણતો પરંતુ હું જાણું." સાધક નથી જાણતો, સ્વરૂપસ્થ મહાપુરુષ

એ જાણે છે, અવ્યક્તની સ્થિતિ જેને મેળવી લીધેલી છે, વ્યક્તમાંથી અવ્યક્તમાં જઈને પ્રાપ્ત કરી લીધેલી છે, એ જાણે છે. તો અર્જુન પૂછે છે, પ્રશ્ન કરે છે કે શું આપ પણ બધાની જેમ જ પેદા થાવ? શ્રીકૃષ્ણને પૂછી લીધું એને, તો સખા છે તો પછી વાંધો શું છે? કે આપણે તો શ્રીકૃષ્ણ કહે છે કે, "ના, સ્વરૂપની પ્રાપ્તિ, શરીર પ્રાપ્તિથી ભિન્ન... સ્વરૂપની પ્રાપ્તિ શરીરની પ્રાપ્તિથી ભિન્ન છે." મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી, આ આંખો વડે જોઈ શકાતો નથી. હું અજનમાં અવ્યક્ત શાશ્વત હોવા છતાં પણ શરીર ધારણ કરું છું. શરીર ના હોવા છતાં પણ તે પરમ તત્વમાં

પ્રવેશ પામી શકાય છે. લેશ માત્ર પણ ઉણપ હોય તો જન્મ લેવો પડે છે. અત્યાર સુધી અર્જુન શ્રીકૃષ્ણને પોતાની જેમ દેહધારી સમજતો, કે જેવો હું છું એવા જ આપ મારા સખા છે. શું આપનો જન્મ એ રીતે જ છે જેમ આ બધાનો થાય છે? શું આપ પણ સૌને શરીરની જેમ જ પેદા થાવ છો? શ્રીકૃષ્ણ કહે છે, "ના, હું વિનાશ રહિત, પુનર્જન્મ રહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચારિત હોવા છતાં પણ પોતાની પ્રકૃતિને અધીન કરીને આત્મમાયા વડે પ્રગટ થવું." એક માયા અવિદ્યા છે. [નસકોરા બોલાવે છે] એક માયા અવિદ્યા છે કે જે પ્રકૃતિમાં તમને વિશ્વાસ અપાવે છે, નીચ અને અધમ

યોનિઓનું કારણ બને છે તે, અને બીજી માયા છે આત્મમાયા જે આત્મામાં તમને પ્રવેશ અપાવે છે. આત્મમાયા, પ્રજ્ઞા, ઋતંભરા, એત... એ તમને પરમાત્મામાં અવશ્ય પ્રવેશ અપાવે છે. સ્વરૂપના જન્મનું કારણ બને. સ્વરૂપના જન્મનું કારણ, જ્યાં સુધી આત્મમાયા પ્રગટે નહી, ત્યાં સુધી સ્વરૂપનો જન્મ સંભવ નથી. આમ પણ તમને આત્મા વિશે જાણવાની જ્યાં સુધી જિજ્ઞાસા સાદ ન થાય હોય, ત્યાં સુધી તમે જાણો છો કે એ માર્ગે તમે બિલકુલ આગળ વધ્યા હોતા. કોઈ આવીને સ્પષ્ટતા કહી શકે, હું સામાન્ય માહિતી છે બાકી હું કઈ વિશેષ જાણતો નથી કે આ આત્મા શું છે, શું નહી. પ્રભુ જણાવવાની કૃપા કરો અને પછી એ

સ્વરૂપસ્થ મહાત્મા એની સામે આમ કરીને આમ જુવે, "ઓ પોલીસ સ્લેટ આવી છે, આજે તો લાઈ બધું લખી કાઢું," તો આમ કરીને આમ એક દ્રષ્ટિપાત કરે ને અને બસ બધા વેદો તહી અંકિત થઈ જાય, એવો પાવર. પણ નિમિત રૂપે મૂળ કોણ? પરબ્રહ્મ. એ તો ગમે તેના નામરૂપને પકડીને કામ કરાવી જ લેને. એને તો જે કરવું હોય, સુપ્રીમ બીંગ છે એ તો, એને કોઈ પરવાજ નથી, કોઈ એને કોઈ સરહદ નથી, કશુંય નથી, ના નામ, ના રૂપ, ના દેશ, ના કાલ, કોઈ કોઈ દિશાઓ કે કશાનું કઈ એને મહત્વ જ નથી અને કોઈની સત્તાને સત્તા માનતા જ નથી. કેમ? તો

કે એમની સત્તાથી તો બાકીના બધા સત્તાવાન બન્યા છે. એમના સમર્થનના કારણે તો આ સૂર્ય ઉગે છે, ચંદ્ર પણ આટલો પ્રકાશિત થાય છે અને નદીઓ વહે છે, સમુદ્ર પોતાની જગ્યાએ રહે છે અને ગ્રહો પણ પોત પોતાની સ્થિતિ કરીને રહે છે. એમના સમર્થન મૂળ સત્તા એમની. આયોજન કર્યું હોય હેને? એક બહુ જ મોટો જેને કહેવાય કે કંપનીની ફેક્ટરી હોય તો એ પ્રોડક્શન મેનેજર હોય, એક પેલો સેલ્સ વાળો હોય, માર્કેટિંગ વાળા હોય, બધા હોય. બરાબર, એને એટલી બધી છૂટ સ્વતંત્રતા આપી દીધી હોય કે દરેક પોતપોતાની રીતે પોતાનું બેસ્ટ કરો પણ આ કંપની ચાલવી જ જોય, બસ આટલું જ એને

કહી દીધું હોય. હું બેઠો છું, પછી હું આવું, જાઉં, શું કરું, શું નહી, કશું તમારે જોવાનું. તમારે તમારું કર્તવ્ય કરી રાખવાનું અને કોઈ કોઈનામાં ઇન્ટરફિયરન્સ કરશે નહીં. તો સેલ્સવાળો માર્કેટિંગમાં ના કરે, માર્કેટિંગ વાળો ફાયનાન્સમાં ના કરે, ફાઇનાન્સ વાળો પ્રોડક્શનમાં કચકચ ના કરવા જાય, કશું નહી. સમજાયું? હવે એવો ત્યાં બેઠો છે દરેકને એવીય ખબર છે કે બેઠો છે એ હોય. કરો ને, નાય વખતે એ વખત તો મર્સડીઝ નહોતી, એટલે ભગવાન પેલા ની પર ફરતા. આમ કરી ગરૂડી અમે ફાવે વધારે ને જરા પાછું આમ ટ્રાફિક જામના અંતે બધામાં ચિંતા ની, ગમે ત્યાં જંગલોમાંથી જવું પડે, આ તે રસ્તા બસતા તે

વખત હરખા લઈ. એટલે આવી રીતે થાય. એટલે એવી આત્મમાયા હોય, તો આત્મમાયા જ્યારે પ્રગટ થાય ત્યારે પરમાત્માની અંદર પ્રવેશ તમને અપાવી દે અને ત્યાં જ વાસ્તવિક સ્વરૂપનું કારણ જન્મનું કારણ બને. એટલા માટે એને યોગમાં માયા પણ કહેવામાં આવે છે. જેનાથી આપણે અલગ છીએ તે શાશ્વત સ્વરૂપ સાથે આપણને જોડે છે, અલગતાનું ભાન ધીમે થઈને મિટાઈ દે છે, મિલન કરાવે છે તે આત્મિક પ્રક્રિયા દ્વારા. હું પોતાની ત્રિગુણમય પ્રકૃતિને અધીન કરીને પ્રગટ થવ છું. એમને એમ નથી થતા, એ ત્રણેય ગુણોની જે પ્રકૃતિ છે તેને પોતાને અધીન કરી દે છે અને પછી એ પ્રગ... આધિપત્ય કોનું છે? આત્માનું છે,

પરબ્રહ્મનું, પરમાત્માનું છે, સ્વરૂપનું છે. પ્રકૃતિ પોતાની રીતે સ્વતંત્ર નથી, કામ કરવા પૂછીને કામ કરવું પડશે, મારું સમર્થન જોઈશે જ, આવી સ્થિતિ કરીને પછી પ્રગટ થાવ છું. શ્રીકૃષ્ણ એમ પણ કહે છે કે એવું કઈ નથી થતું કે બીજો કોઈ જોઈ શકે. જે આજે બધું થાય છે તેની અંદર સ્વરૂપનો જન્મ પિંડ રૂપમાં નથી થતો. પેલા બધા પિંડદાન કર્યા, કથામાં છાણ જાય ને કઈ જાય શું કરે? મારો જન્મ દૈવી પરિસ્થિતિથી પેદા થાય છે કે પ્રગટ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે યોગ સાધના દ્વારા, આત્મમાયા દ્વારા પોતાની ત્રણ ગુણવાળી ત્રિગુણમય પ્રકૃતિને સ્વવશ હું કરું છું અને હું ક્રમશઃ પ્રગટ થું

ધીરે ધીરે હોલે-હોલે, કઈ પરિસ્થિતિમાં પ્રગટ થાવ છું એમ... તો કહી દીધું એમને. હવે આગળ કે હે અર્જુન, જ્યારે જ્યારે પરમ ધર્મ, પરમાત્મા માટે હૃદય જ્ઞાનીથી ભરાઈ જાય, ત્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી. તેવા સમયે હું અવતાર લઉં છું. તેવા સમયે હું અવતાર... ગ્લાનીર ભવતિ ભારતે. અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સરજામયહમ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય [ગાયન] ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના સંભવામી યુગે યુગે. પ્રત્યેક યુગમાં પ્રગટ થઈ જાવ છું, પણ ક્યારે? જ્ઞાનીર ભવતી ભારત. ભારત દરેક શિષ્યનું નામ છે. તો ભારત જ્યારે-જ્યારે ગ્લાની આઉન્ડ અનુભવે ત્યારે અધર્મનો વિનાશ કરવા માટે થઈને અને ધર્મની સ્થાપના કરવા માટે થઈને હું એનામાં

પ્રગટ થું. ભગવાન આ કહેવા માંગે. પ્રત્યેક સાધકમાં હું અવતાર રૂપે પ્રગટ થાવ છું. પ્રત્યેક સાધકમાં એટલે કીધું કે મારો જન્મ પણ દિવ્ય છે અને મારા કર્મો પણ દિવ્ય છે. જ્યારે તમારું હૃદય અનુરાગથી ભરાઈ જાય, એ શાશ્વત ધર્મ માટે ગદગદ ગીરા નયન બહનીરા ની સ્થિતિ આવી જાય, ગદગદ ગીરા, ગિરા એટલે ધરતી ગદગદ થઈ જાય બિલકુલ આમ અને નયન બહનીરા, નયનમાંથી અશરુપાત થયા જ કરે, તમે રોકી ના શકો પ્રભુ, આવી સ્થિતિ આવી જાય ત્યારે પ્રયત્ન કરવા છતાં પણ અનુરાગ અધર્મને પાર નથી કરી શકતો. આવી પરિસ્થિતિમાં હું પોતાના સ્વરૂપની રચના કરું કરું છું. અર્થાત ભગવાનનો આવિર્ભાવ માત્ર

અનુરાગી માટે છે. બીજાને તો એનું કોઈ પ્રયોજન પણ નથી. આ અવતાર કોઈ ભાગ્યશાળી સાધકના અંતરાલમાં પ્રગટ થાય. પછી અર્જુનને જિજ્ઞાસા થઈ આગળ કે આપ પ્રગટ થઈને શું કરો છો પ્રભુ? ત્યારે કહે છે, અર્જુન સાધુના પરિત્રાણાય. પરમ સાધ્ય એકમાત્ર પરમાત્મા જ છે, જેને સાધવાથી કોઈપણ સાધના બાકી રહી જતી નથી. તે સાધ્યમાં પ્રવેશ આપનાર... અપાવનાર, વિવેક, વૈરાગ્ય, શ્રમ, દમ વગેરે દૈવી સંપત્તિને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દુષ્કૃતામ જેનાથી દૂષિત કાર્યો આકાર લે છે તેવા કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વિજાતીય પ્રવૃત્તિઓને જળમૂઢથી નષ્ટ કરી નાખવા માટે, અને ધર્મને સારી રીતે સ્થિર કરવા માટે, સારી પેઠે સ્થિર કરવા હું દરેક

યુગમાં માં પ્રગટ થવું છું. તમારી પ્રત્યેક જીવનની શ્વાસ અને પ્રશ્વાસની એક આ જે છે ને આમ આરોહ અને અવરોધ એક-એક યુગ છે, ત્યાં પ્રગટ થઉ છું. સંભવામી યુગે યુગે, ધારણ કે શ્વાસે-શ્વાસે હું પ્રગટ થઉં છું, એમ કહેવા માંગે છે ભગવાન. યુગનો અર્થ ત્રેતા સતયુગ કે દ્વાપર નથી, એ યુગ ધર્મ બધાના હૃદયમાં હંમેશા પ્રવર્તે છે. અવિદ્યાથી નહીં પરંતુ વિદ્યાથી રામમાયાની પ્રેરણાથી હૃદયમાં હોય છે, રામ માયાની પ્રેરણાથી હૃદયમાં હોય. જ્યારે હૃદયમાં શુદ્ધ સત્વ ગુણ જ કાર્યરત, શુદ્ધ સત્વ, રજસ અને તમસ બંને ગુણો શાંત થઈ જાય, વિષમતાઓ બધી સમાપ્ત થઈ ગઈ હોય, જેનો કોઈ

દ્વેષ ના હોય, વિજ્ઞાન હોય. અર્થાત ઈષ્ટ પાસેથી નિર્દેશન લેવા અને તેના ઉપર ટકવાની ક્ષમતા આવી ચૂકેલી હોય, મનમાં પ્રસન્નતાનો પૂર્ણ સંચાર હોય. જ્યારે આવી યોગ્યતા આવી જાય, સતયુગમાં પ્રવેશ મળી ગયો, આ સમજી લેજો. તામસ ગુણ ભરપૂર હોય, કંઈક રાજસી ગુણ પણ એનામાં હોય, ચારે બાજુ અંદર વેર ને વિરોધ હોય, તો એવી વ્યક્તિ એ કળિયુગની વ્યક્તિ છે. જ્યારે તામસી ગુણ કાર્ય કરે છે મનુષ્યમાં માં, આળસ, નિન્દ્રા, પ્રમાદ નામ દેતામાં હાજર થઈ જાય, વધી જાય છે તે કર્તવ્ય જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, ગમે તેટલા બગાસા આવે, બોલવાનું બંધ નહી, ત્યારે એને કીધું કે કર્તવ્ય

જાણું છું તો એમાં જ હું પ્રવૃત્ત રહીશ, એવા નિશ્ચયપૂર્વક સાધક આગળ વધ્યા જ કરે, વધાયા જ કરે. એ તમસ ગુણોને વશ ના થઈ જાય, ત્રણમાંથી એકે ગુણને ઇનફેક્ટ એ વશ થતો નથી. એટલે આ યુગ ધર્મના ઉતાર અને ચઢાવ એ મનુષ્યની આંતરિક યોગ્યતા ઉપર આધારિત હોય છે.

એટલે આ લોકો ઇન જનરલ એમ કહેતા હોય છે કે આ ૨૦૨૬ એટલે કલયુગ ચાલ્યો, ઘણા કહે છે કે કલયુગ પતી ગયો સતયુગ આયુ એમ. એવું નથી હોય. સંભવામી યુગે યુગ પ્રતિપલ યોગ્યતાઓને ચાર યુગ કહે છે. તમારી ક્ષમતા જેવી તમે હાસેલ કરેલી છે, તો અત્યારે તમારા માટે સતયુગ અને આમ કરું તેમ કરું કોઈનો પડાઈ લઉં, ફલાનું કરી નાખું, પેલાને ભેરવી કાઢું, આમ કરીને ને એને પાસે બધું લઈ લઉં એ બધો નર્યો કલયુગ છે. સમજાય છે કઈ? ત્યારે કળયુગ એવો વ્યાપે ત્યારે એની એવી મતિ થઈ જાય અને પછી એવું જ કર્યા કરે અને પછી એના પરિણામો પેલો

સતયુગ વાળો ભોગવ્યા કરે, સમજે? કારણ કે આવો કોક કળયુગી આવશે સામે ત્યારે તો એનામાં સતયુગ હશે ને તો કિંમત એની છે ને યાર. એની સામે જ પડશે ત્યારે જ તૈયાર થશે બરાબર, યસ. કોઈએ યોગ્યતાઓને ચાર યુગ કહે છે, તો કોઈ આને ચાર વર્ણના નામ આપી દે છે, તો કોઈ આને જ અતિ ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ એવા ચાર શ્રેણીના સાધક કહીને નવાજે છે. પ્રત્યેક યુગમાં ઈષ્ટ સાથ આપે છે. સંક્ષેપમાં શ્રીકૃષ્ણ કહે છે કે સાધ્ય વસ્તુ અપાવનારા વિવેક, વૈરાગ્ય વગેરેને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દૂષણના કારક એવા કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેને પૂર્ણવિના નાશ કરવા માટે પરમધર્મ

ની સ્થાપના, પરમાત્મામાં સ્થિર થવા માટે હું યુગે-યુગે અર્થાત દરેક પરિસ્થિતિ દરેક શ્રેણીમાં પ્રગટ થાવ છું. માત્ર શરત એટલી છે કે ગ્લાની ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. એટલે માત્ર ગ્લાનેર ભવતી ભારત. તમને એમ લાગે બસ આ મારો જ્ઞાનનો દીપક બુછાઈ રહ્યો છે, ભગવાન કઈક હેલ્પ કરદો. બસ આ ક્ષણને આટલી જ પ્રાર્થના અને સંભવામી યુગે-યુગે પ્રગટ થઈ જશે. અર્જુન! મારો તે જન્મ અર્થાત જ્ઞાની સાથે સ્વરૂપની રચના તથા મારું કર્મ અર્થાત દુષ્કૃતોના કારણોનો વિનાશ, સાધ્ય વસ્તુને અપાવનારી ક્ષમતાઓનો નિર્દોષ સંચાર, ધર્મની સ્થિરતા. આ કર્મ અને જન્મ દિવ્ય અર્થાત અલૌકિક છે, એ લૌકિક નથી. આ ચર્મ ચક્ષુઓ વડે એને

જોઈ શકાય એવું છે જ નહી. કેવળ તત્વદર્શી જ મારા આ જન્મ અને કર્મને જોઈ શકે. અને મારો સાક્ષાત્કાર કરીને તે આ પુનર્જન્મ મને પ્રાપ્ત થતો નથી, પરંતુ મને જ પ્રાપ્ત થાય છે. તત્વદર્શી એક પ્રશ્ન છે, એવું કઈ નથી કે પાંચ તત્વો છે કે ૨૫ તત્વો છે અને ગણતરી શીખી લીધી એટલે બની ગયા તત્વદર્શી. એવું છે? શ્રીકૃષ્ણે અગાઉ બતાવ્યું છે કે આત્મા જ પરમ તત્વ. આત્મા પરમ સાથે જોડાઈને પરમાત્મા થઈ જાય. આત્મા તત્વની આરાધના કરીને પરમાત્મા થઈ જાય છે. સમજાયું? સિદ્ધ એ છે કે અવતાર કોઈ વિરહી વિરહ અનુરાગીના હૃદયમાં થાય. આરંભમાં તો તે સમજી પણ નથી

શકતો કે આપણને કોણ સંકેત કે માર્ગદર્શન આપે છે. એને શરૂઆતમાં તો ખબર બી નથી પડતી કે પ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે ભાઈ. એને ખબર જ ના હોય એ તો ગ્લાનીમાં હોય બરાબરની શું, હવે શું થશે? શું કરવું? ભગવાન આ કેમ કરીને તમને તમારો પાર કેમ પામાય? એવું છે જ નહી કે પ્રકૃતિનો કેવી રીતે હું પાર લાવું અને ક્યારે હું નવરો પડું ને ક્યારે હું તમારી પાસે બેસવું? આવી આમ અંદરથી આમ થયેલી હોય એવા સાધક. બસ હવે એ સાધકને ખબર નથી કે ઓલરેડી પરમાત્મા એની અંદર પ્રગટ થવા માંડ્યો છે. પછી ધીમે-ધીમે બહુ મોઢા એને

ખ્યાલ આવશે. હેને, એને સાધનામાં પેલો એવો વાળી દીધો હશે ધીમે રહીને ધીરે-ધીરે-ધીરે-ધીરે-ધીરે, બહુ મોડા, "ઓહો આટલા માઈલ મને ચલાયો!" પણ એ પરમાત્મા તો એ તો કે પહેલેથી કે મારા માટે રોડ બાંધવા બેઠા હતા, આખું તૈયારી કરીને જ આયા છે કે છે તો અને એ તો પરમાત્મા છે, એ આવે તો પછી તમારે ત્યાં આગળ જેમ-તેમ થોડી આવે? હે પોતાનો આમ બધો ઐશ્વર્ય વૈભવ બધું લઈને આવે, કઈ ચિંતા નહી કરવાની. શું તન અફ્રૂટ હલા બહુ જ જમાડે અને પછી પાછો આત્મા, આત્મા કરાવ આવે તમારી પાસે, શું બોલ્યા કર? કે તું તારા આનંદ કર,

ખુશ રહે છે કે. એટલે કે છે કે અવતાર કોઈ વિરહી અનુરાગીના હૃદયમાં થાય. અવતાર આરંભમાં તો એ સમજી પણ શકતો નથી કે આપણને કોણ સંકેત કે માર્ગદર્શન આપે. પરંતુ પરમ તત્વ પરમાત્માના એને જ્યારે દર્શન થાય છે. દર્શન થાય, દેખાય છે, નથી કીધું સમજો, દેખાવું અને દર્શન થવું તેમાં બહુ ફરક છે. અવ્યક્તના હંમેશા દર્શન હોય, વ્યક્તને તમે દેખી શકો. એના પરથી સમજો અને પછી જ્યારે આવું થઈ જાય પછી એ શરીરને, એ શરીરને ત્યાગીને પુનર્જન્મ પામતો નથી. કેમ? જે દેહની અંદર પરમાત્માનું પ્રગટીકરણ થઈ ચૂક્યું હોય, ધેટ ઇઝ લાસ્ટ. ચરમ શરીર, ધેટ ઇસ ફાઇનલ. જ્યાં તમે આત્મા

પ્રગટ કર્યો, એ બોડી તમારું છેલ્લું, આ નિયમ છે. માટે પુનર્જન્મ થતો નથી કારણ કે હવે તો ઓલરેડી પરમાત્મા આવી ચૂકેલા છે, બધું વાળી જોડીને આમ તેમ સુપડા સાફ કરી નાખશે. બધું ખતમ, કોઈ વિકાર જ નહી, કાઈ ની. તમે નિર્વિકારીની સંગમાં છો, પરમ મંગલમય એવો નિર્વિકારી પાછો. કે જ્યાં જાય ત્યાં મંગલ મંગલ મંગલ. બસ હવે તો કે આ છેલ્લું દંગલ, લાસ્ટ બેટલ. બસ અને એ તો તમારે આમાં જીતવાનું જ છે પાછું, નક્કી છે. કેમ? રથી તમારો કોણ છે? પરમાત્મા છે. મય બેઠો, હાહાહા ખાતર થઈ ગઈ, ધન્ય થઈ ગયો પ્રભુ! ક્યારેય એને હારી જ ના શકીએ. વિચાર

સુધા નહી આવે આપણને કે બસ હવે આ વખત તો હારવું જ નહી. અને આપણે તો એમ કહી દઈએ કે હારે હું નહી, હેને? સ્થિતિ ગમે... પરિસ્થિતિ ગમે થી કે હવે તો પરમાત્મા મારી સાથે તો અર્જુન કેવો આમ-આમ તૂટી પડ્યો હશે બરાબરનો. હે આમ વિચાર કરો તો જોઈ જરા આગળ શ્રીકૃષ્ણ હોય તો કેવી તાકાત આવી જાય હે? તમે વિચાર કરો, તમે છો ને તમારી આમ બાજુમાં જ આવીને ઊભા રહેલા છે હે, અને બાજુમાં જ છે તમને અત્યાર સુધી દેખાતા નતા. હવે દર્શન કરાવી દીધા બરાબર, આ રહ્યા કે છે જો અહીંયા આમ જ છે. એના દર્શન કર

ધરાઈ-ધરાઈને કરી લેજે કારણ કે તને દેખવા નહી મળે, દર્શન કરી લે. અને બસ એક વખત અમને એમના દર્શન થઈ ગયા પછ તમે જગત જીતી જાવ, તમે જ જગજીત. એ જગન્નાથ તમારા દ્વારા એ જગત જીતી લે. તમને નિમિત્ત બનાવી, એવો એ જગતનો નાથ છે. એટલે સંભવામી યુગે-યુગે કરે અવતાર રૂપે પ્રગટ થઈને દર વખતે બધા વિકારોને ખતમ કરીને બસ એનું કાર્ય પૂરું થઈ જાય, વળી પાછા એ શાંત થઈ જાય, પાછું ફરી આગળ ફરી કોક અનુરાગી પાછો ઉત્પન્ન થાય ને એને જ્ઞાની થાય ત્યારે પાછ ફરી પરમાત્માનું પ્રગટીકરણ થવાનું. તો શ્રીકૃષ્ણે કહ્યું છે કે મારો જન્મ દિવ્ય

છે અને એને જોનાર મને પ્રાપ્ત થાય. તો લોકો એની મૂર્તિ બનાવી દીધી, પૂજા કરવાના લાગ્યા અને આકાશમાં ક્યાં કોક એના નિવાસની કલ્પના કરી લીધી. અલા ભાઈ આવું કઈ! તે મહાપુરુષોનો આશય માત્ર એટલો જ હતો કે જો તમે નિર્ધારિત કર્મ કરો, તો તમને લાગશે કે તમે દિવ્ય છો, તમે જે થઈ શકો છો તે હું થઈ ગયો છું. હું તમારી સંભાવના છું, હું તમારું ભવિષ્ય છું, જે દિવસે તમે મારી અંદર આવીને પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશો તે દિવસે તમે પણ જે શ્રીકૃષ્ણ છે તે જ બની જશો. જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે તે પણ તમારું સ્વરૂપ થઈ શકે. અવતાર ક્યાંય

બહાર થતો નથી. હા જો પ્રેમ-ભક્તિ ભર્યું હૃદય હોય તો તમારી અંદર પણ તમને અવતારની અનુભૂતિ તો સંભવ છે ભાઈ. તેઓ પ્રોત્સાહિત કરે છે. કોણ? શ્રી કૃષ્ણ. કૃષ્ણ પોતે, કે ઘણા લોકો આ માર્ગ ઉપર ચાલીને મારા સ્વરૂપને પામ્યા છે. તું ચિંતા ના કરીશ અર્જુન, તું બસ લાગેલો રહે, તું તારા નિષ્કામ કર્મની અંદર તું લાગેલો રહેજે. આવી રીતે આ માર્ગે ચાલીને અગાઉ પણ ઘણા લોકો મારા સ્વરૂપને પામી ચૂક્યા છે, ઘણા દાખલા મોજૂદ છે. રાગ અને વિરાગ બંનેથી પર એવા વિતરાગ, એ જ રીતે ભય અને અભય, ક્રોધ અને અક્રોધ બંનેથી પર અનન્ય ભાવથી અર્થાત સંપૂર્ણ અહંકાર રહિત

બનીને મારે શરણે આવેલા ઘણા લોકો જ્ઞાન તપથી જ્ઞાનથી તપીને પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. હંમેશા આવું જ થતું આવ્યું છે ભાઈ. અને આ કઈ પહેલી વખતનું થઈ રહ્યું અને હવે કઈ આ નથી થવાનું એવું પણ નથી કારણ કે સંભવામી યુગે-યુગે, જેના-જેના હૃદય ધર્મની વૃદ્ધિ જોઈને પરમાત્મા માટે જ્ઞાનીથી ભરાઈ ગયા છે, તે સ્થિતિમાં હું પોતાના સ્વરૂપને રચું છું, તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. વાત પૂરી થઈ ગઈ અહીંયા, આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે તેઓ યોગ્યતાના આધારે ભજવાવાળાની શ્રેણીઓનું વિભાજન કરે છે. પાર્થ! જે મને જેટલી તલ્લીનતાથી ભજે છે, હું પણ

તેને એ જ રીતે ભજું છું. હવે ભક્ત એવું માને છે કે હું ભગવાનને ભજું છું, ભગવાન કહે છે કે હું... હું એને ભજું છું. લો કરો વાત! સમીકરણમાં 'ઈઝ ઈક્વલ ટુ' હોય છે, બે બાજુની વચ્ચે 'ઈઝ ઇકવલ ટુ' હોય છે કે નથી? એટલે એ જ પ્રમાણમાં હું એને સહયોગ પણ આપું છું, કયો યોગ આપે છે? સહયોગ આપે છે. એ જેટલો મને સહયોગ આપે છે એટલો જ સહયોગ હું એને આપું છું. સાધકની શ્રદ્ધા જ કૃપા બનીને એને પાછી મળે છે. લો, તમારી જ શ્રદ્ધા કૃપા થઈને તમારી પર પાછી વળશે. જે મને પ્રિય

છે, તે એવું જ આચરણ કરે છે કે જે હું તેને કરાવવા માગું. જેમ મળો તે મળી જઈશ. ભગવાન પણ તમે મારી જોડે રહેજો, બસ આટલું કહેવાનું આપણે અને પછી એ ક્યારેય આપણને છોડીને જતા નથી. અંતિમ સ્વરૂપમાં પ્રવેશ કરાવી દેશે, સંપૂર્ણપણે. બહુ કૃપાળુ ભગવાન, કઈ રીતે ભજે છે ભક્તને તે રથી બનીને ખડા થઈ જાય. રથી બનીને ખડા થઈ જાય જ્યાં-જ્યાં દૂષિત પેદા થાય, દુર્મતિ પેદા થાય, તેનો વિનાશ કરવા માટે ખડા થઈ જાય. તમારી પાસે જ એ કરાવશે, "હું ઊભો છું, ખતમ કર આને." "હું ઊભો છું, ખતમ કર આને." હવે પોતે સ્વયં મંગલમૂર્તિ અને તેમ છતાં

પણ આપણી પાસે આ કરાવી રાખે. બધા વિકારો એક-પછી-અરે, પરમાત્મા પ્રગટ થઈ ગયા, સ્વયં એમની હાજરી માત્રથી વિકારો તો બધા માઈલો દૂર નાસી ગયા, કઈ-કઈ દાડાના. હવે તો તમારે પાસે નિમિત રૂપે આ કરાવડાવે બધું. ફિજીકલ આય કે જેથી કરીને તમને સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એમ લાગે કે હું પણ કઈક કરીને અહીં પામ્યો છું. અમથું-અમથું મન નથી આપી દીધી એવી રીતના, એટલા માટે બાકી પરમાત્માએ તો ત્યાં કહી દીધેલું છે કે આ બધા તો મરેલા જ છે. આગળ ઉપર આવશે, તમે જો, કારણ કે સાધક જાતે પ્રકૃતિના દ્વંદ્વનો પાર પામી શકે નહીં. તે કઈ

રીતે સમજશે કે તે કેટલે પહોંચ્યો? કેટલું બાકી? ઈષ્ટ પર, ઈષ્ટ જ આત્માથી અભિન્ન થઈને સાથે ઊભા રહે અને તેનું માર્ગદર્શન કરે છે કે તમે અહીંયા છો, તમે આમ કરો, તેમ કરો. અને આ પ્રકૃતિને ખાઈને પાર કરતા આટલે આયા છો. ધીમે-ધીમે આગળ વધતા તમે સ્વરૂપમાં એ પ્રવેશ પણ એમ કરતાં-કરતાં જ અપાવી દે છે. શું કર્મમાં પ્રવૃત્ત થતા જ તક્ષણ આ પરમ સિદ્ધિ મળી જાય છે? શ્રીકૃષ્ણ કહે છે કે ના, તમામ શરૂઆત કરી એટલે થઈ જાય કે છે? તો કે ના એવું નહી, આ સોપાન પર ક્રમશઃ ચડવાનું વિધાન છે. ક્રમશઃ ચડવાનું વિધાન છે. કોઈ

છલાંગ લગાવીને ભાવાતિત ધ્યાન જેવો ચમત્કાર કઈ થતો નથી. હવે ગુણોના માધ્યમથી કર્મને ચાર વિભાગમાં વહેંચ્યું છે. ગુણ એક આધાર માપદંડ છે. તમે બે કલાક આરાધનામાં બેસો છો પરંતુ ૧૦ મિનિટ પણ પોતાના પક્ષમાં હોતા નથી. શરીર અવશ્ય બેઠું હોય, પરંતુ મન જે બેસવું જ હોય ત્યાં આગળ શરીરની સાથે. જો દેહ અને મન જ્યારે-જ્યારે છૂટા પડે છે, શરીરમાં ગરબડ ચાલુ થઈ જાય. જ્યાં જ્યાં મન છે, શરીર હોય ત્યાં મન હોવું જ જોઈએ. મનની ગેરહાજરી દેહની અંદર ગરબડ ચાલુ. આ બધા રોગ આવી રીતે આયા છે, બધા રોગ આવી થાય કારણ કે મન જે છે તે પ્રાણનું વહન

કર્યા કરે. પ્રાણ છે તે લાઈફ છે, લાઈફ ફોર્સ છે, જીવંત પ્રવાહિત થઈ રહી છે ભાઈ. એ મન દ્વારા તમે એમ કહો કે મારું મન નથી શરીરમાં ને ક્યાંક બીજે હોય ભટકતું હેને? કે એ બરાબર નથ. એટલે મન કે જે બેસવું જ હોય તે તો હવા જોડે વાતો કરતું હોય તમારું, કૂતરકોના જાળા રચ્યા કરતું હોય, કંઈક જાણે કરીને આમ કરી નાખું ને આમ કરી નાખું. એ આમ કરશે ને, એટલે પછી હું આમ કરી દઈશ. એ આવું કહેશે ને ત્યારે હું આમ કહીશ ને, જો આમ કહેશે તો હું આમ કહીશ, પહેલાથી બધી આમ નવ-નવ આ બાજુ

તૈયાર રાજ રાખેલી હોય. એને પોતાની ચાલ, તરંગ પર તરંગ છવાઈ જાય છે. તો તમે બેઠા છો, તમે સમય બગાડો છો. ઉઠો, આ માર્ગમાં અગ્રેસર ઉન્નત લોકોની સેવામાં લાગી જાવ. જ્યારે તમને આવું થાય તો ત્યારે પેલાની છોડી દેજો. આ માર્ગમાં અગ્રેસર હોય, તમારી આગળ હોય, એવા લોકોને ખોળીને તેની સેવા કરજો. જે કઈ શક્ય હોય બની શકે એટલી તો, એમ કરવાથી શું થશે કે દૂષિત સંસ્કારો જે છે તેનું ધીરે-ધીરે-ધીરે-ધીરે શમન થશે. શા માટે કરવાની? જો ખબર નહી હોય તો તમે કહેશો કે હું કઈ નોકર થોડું છું. પણ કે છે ના એવું નહીં, તું જો સેવા કરીશ તો તારામાં જે દૂષિત સંસ્કારો છે જે તને ૧૦ મિનિટ

બેસવા નથી દેતા, તે શાંત થતા જશે, એટલા માટે તારે સેવા કરવી છે. એટલા માટે તું ત્યાં આગળ જઈને તું સેવા કર. સાધનામાં પ્રવેશ અપાવનારા સંસ્કારો તારા પ્રબળ બની જશે. સાધક વૈશ્ય શ્રેણીમાં આવી શકે. શુદ્ર શ્રેણીમાંથી વૈશ્ય શ્રેણીમાં આવી જશે અને તામસી ગુણો ઓછા થતાં-થતાં તો રાજસી બનશે. પછી સાધક ઇન્દ્રિય સંયમ અને આત્મિક સંપત્તિનો સંગ્રહ કરી શકશે. આગળ આ તામસી ગુણોનો ક્ષય થતા તે ક્ષત્રિય શ્રેણીમાં આવી જશે. કર્મમાં પ્રવૃત્ત રહેવાની, પાછળ નહી હટવાની, "ડગલું ભર્યું કે ના હટવું વાલો", સ્વભાવ પર સ્વામિત્વ મેળવવાની, "આઈ મસ્ટ ગેટ કંટ્રોલ ઓવર માયસેલ્ફ" વાળી જે

વાત છે ને તે, તેના પર એ કરીને પ્રકૃતિના ના ત્રણેય ગુણોને કાપવાની, સ્વભાવ પર સ્વામિત્વ મેળવવાની ક્ષમતા વાળો બની જશે. ધીરે-ધીરે-ધીરે કરતા, છેવટે કર્મો સૂક્ષ્મ થવાથી માત્ર સ્વભાવમાં સાત્વિકતા આવી જવાથી મનનું સમન, ઇન્દ્રિયોનું દમન, એકાગ્રતા, સરળતા, ધ્યાન, સમાધિ, ઈશ્વરીય નિર્દેશ, આસ્તિકતા આ બધું પછી ઉભરાવવા માણશે અને બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી ક્ષમતા છે આ બધી. એની સાથે જ સાધક બ્રાહ્મણ શ્રેણીમાં આવી જશે. આથી પણ આગળ જ્યારે તે બ્રહ્મમાં સ્થિર થવા માંડશે ત્યારે તે આ બધાથી પાર થઈ, પરવારીને અન્ય લોકોના માર્ગદર્શન પૂરતો બ્રાહ્મણ બનીને બેસી રહે. એને પ્રાપ્ત કરી લીધો, હવે પાછો કોક બીજાને પ્રાપ્ત કરાવવામાં

સહાયક ભૂમિકામાં આવી જાય. પણ રહે છે માત્ર બ્રહ્મમાં જ. હેને, જ્યારે જુઓ ત્યારે કેમ? તો કે મારી ટીકી લાગી છે. તુરિયાતીતમાં રહું છું, તુરિયામાં, કારણ કે તુરિયામાં સહાય શક્ય છે, તુરિયાતીતમાં શક્ય નથી. તો તુરિયાતીતમાં લાગેલા જે હોય તેવાની પાસે તો ભલભલા જાય ને એટલે ઝાટકો લાગે, એમના બધા વિકારોના અંતે ને તો બધું કેટલે દૂર થઈ બધું ખતમ થવા માંડે, એટલે એ એક આખું લેવલ પાછું ઓટોમેશનનું થઈ જાય છે. એ આખી જુદી વાત છે. કર્મ એક જ છે અહીંયા આગળ ચોથા અધ્યાયમાં ૧૩મા શ્લોક ની અંદર ભગવાન કહે છે આગળ કે નિયત કર્મ એ જ કર્મ છે,

બાકી બીજું તમે જે કઈ કહો છો એ બધું કઈ કર્મ નથી. એમ કર્યા કરો છો એ વાત જુદી છે. આ કરતાં-કરતાં જ સાધક અવ્યક્ત મહાપુરુષ બની જશે. કેવો બની જશે? અવ્યક્ત મહાપુરુષ બની જશે. વ્યક્ત તો થઈ ગયેલું છે આ બધું જે કઈ એ તો કઈ કામ લાગે એવું આપણને દેખાતું નથી ભાઈ. કે હવે ચલો હવે 'જ્ઞાનીર ભવતી ભારત', ત્યાર પછી આમ થાય, પ્રભુ કઈક. અને પછી રથી આવે અને આપણો માર્ગદર્શન કરે અને બસ, પછી તો કે અવ્યક્તની અંદર તમને આરાધના કરાવીને સ્વરૂપની પ્રાપ્તિ કરાઈ જ દેશે. છતાય તું મને અવિનાશી અને અકર્તા જાણત. ભગવાન જે

છે એ કેવો છે? અવિનાશી છે અને અકર્તા છે. તું મને એવો જ જાણજે. કારણ કે કર્મના મને તેના ફળમાં સ્પૃહા નથી, કારણ કે કર્મમાં મને... કે એના ફળમાં ભગવાનને કોઈ સ્પૃહા નથી કે. હું તો એનાથી જુદું. કર્મોનું ફળ શું? શ્રીકૃષ્ણે બતાવ્યું હતું કે યજ્ઞ જેનાથી પૂર્ણ થાય છે તે ક્રિયાનું નામ કર્મો છે અને પૂર્તિકાળમાં યજ્ઞ જેની રચના કરે છે તે જ્ઞાનામૃતનું પાન કરનાર શાશ્વત, સનાતનમાં બ્રહ્મમાં પ્રવેશ પામે છે. કર્મનું પરિણામ છે પરમાત્મા. કર્મનું પરિણામ છે પરમાત્મા. તે પરમાત્માની ઈચ્છા પણ મને હવે નથી. તે મારાથી અભિન્ન નથી. હું

તદરૂપ થઈ ચૂકેલો લઉં છું, હવે પાછું પામવાનું ક્યાં રહ્યું? એટલા માટે મને ઈચ્છા નથી. જ્યાં સુધી ભિન્નતા છે ત્યાં સુધી તમને... ત્યાં સુધીને જવાનું છે. યાદ રાખો. એટલે ક્યાં વચ્ચે તમે બોલો કે હવે જરૂર નથી પરમાત્માની, આવું ના બોલાય ભાઈ. મહાપુરુષ રોકી લે છે કે જોજે ભાઈ તું શું બોલે છે. બરાબર, હમજી-વિચારીને બોલજે. અને આ તો અહીંયા એકદમ જેને કહેવાય લાઈવ એન્વાયરમેન્ટ છે. લાઈવ એન્વાયરમેન્ટ એટલે ૧૦૦ ડિગ્રી ટેમ્પરેચર ઉપર ઓઈલ ઉકળી જ રહ્યું છે. તળપડ-તળપડ... આ મંદર થઈ જ રહ્યું છે અંદર. તે જેવું ફાબડું નાખ્યું, સમોસું નાખ્યું એટલે તળપડ કરીને બધું થઈ જ

જશે કે તૈયાર. એટલે ધ્યાન રાખજે પછી તારે ખાવું પડશે, 'એન્ડ યુ હેવ ટુ પે ફોર ઈટ'. હવે તું વિચાર કર, તો જે બોલે છે એનો બહુ વિચાર કરો. હું અવ્યક્ત સ્વરૂપ છું, એવી જ સ્થિતિવાળો છું માટે આ કાર્યો પર સ્નેહ રાખું એવી. હવે આગળ કોઈ મારી સત્તા બાકી રહેતી નથી. માટે કર્મ મને લેપાયમાન કરી શકતું. હું તદરૂપ થઈ ગયો છું એટલે કર્મ તો બાજુ પર જ રહી ગયું, પૂરું. હવે કરવાનું કઈ છે જ નથી. જે કર્મના પરિણામ સ્વરૂપ, હવે કે છે કે મને લેપાયમાન કરતા નથી, એટલે આ સ્થિતિએ જે કોઈ પણ મને જાણે છે, આ બાબતને

જેને જાણી લીધી છે, એટલે કે કર્મના પરિણામરૂપ પરમાત્માને તે પ્રાપ્ત કરી લે છે. કર્મના પરિણામરૂપ પરમાત્માને તે પ્રાપ્ત કરી લે છે. તેને કોઈ કર્મ બાંધી શકતું જ નથી, કેમ? બાંધી શકતું નથી? તે સ્વયં પરમાત્મા રૂપ બની ગયો, પરમાત્મા કોઈથી બંધાય? અને આ એને જાણી લીધું છે કે હું અને પરમાત્મા બે અભિન્ન છે, બસ પૂરું થઈ ગયું. જ્યાં સુધી એ છૂટો હતો, ત્યાં સુધી બધા એને બાંધશે, પકડશે કે ખોળેલા... કે રાજાને બેટો છે ને પેલો ત્યાં છૂટો ફરે છે ને, કે એને પકડી લાવે તો કે રાજા એની મેલે આવશે. પહેલાના જમાનામાં લોકો લડાઈ કરતા હતા આવું

બધું કરતા હતા. હવે શું થયું? પાછળ પડ્યા બધા સૈનિકો એને મારવા, તો રાજકુંવર જરા હોશિયાર નીકળ્યો, એ ગોળ-ગોળ-ગોળ-ગોળ, પોતે પોતાનું નગર તો સારી રીતે જાણતો હોય ને, તો દોડાઈ-દોડાઈ-દોડાઈ બધા વિકારરૂપી સૈનિકોનો ખોળો કાઢ નાખ્યો, એવા દોડાએ હંફાઈ દીધા અને પછી પોતે પાછો પોતાના મહેલમાં પહોચી ગયો, પરમાત્મા સાથે એક. હવે બાપ-દીકરો બે ભેગા થઈ ગયા, કોઈ-કોઈ શું કરી લેવાના છે? બોલો, કોઈ કશું ના કરી એટલે બધા સબ ધરે કે... ધરે રે ગયા કે. હવે બધા વિકારોને બધું જ ગયું. એટલે પરમાત્માને તેવા સ્તરથી જાણનારા મહાપુરુષ છે આ બધી બાબતને, અર્જુન!

મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષો દ્વારા અગાઉ પણ આમ જ જાણીને કર્મો કરાવ્યા, કરાવવામાં આવ્યા હતા. શું જાણીને? કે જ્યારે કર્મોના પરિણામ રૂપ પરમાત્મા ભિન્ન ન રહે, તેથી તેઓ કર્મથી લેપાતા નથી. માટે ફળની આશા નહી રાખવાની અને કર્મ કરાઈ જવાનું, ફળ જોઈ તો ફળમાં બેહી રહીશ તું અહીંયા. કર્મનું પરિણામરૂપ પરમાત્મા તને મળે છે, બોલ હવે તારે શું કરવું? કઈ સમજાયું? જે કર્મ, નિયત કર્મ તું કરી રહ્યો છો તેના પરિણામ સ્વરૂપે તને પરમાત્મા પ્રાપ્ત છે. હવે જ્યારે આ ખબર પડી ગઈ હોય તો પછી પેલો ફળની આશા બેહી રેવામાં બેહી રે, તડબૂચ કહેવાય કે સકટેટી કહેવાય શું કે

એટલા માટે કીધું કે અર્જુન તું ફળની આશા ના રાખે. તું કર્મ કરે, પણ છેક અહીંયા આયા પછી ભગવાન કે તૈયાર થા, આમ થોડો-થોડો-થોડો-થોડો. એટલે ચોથા અધ્યાયમાં જરા હાય તો ખરો, પહેલા અધ્યાયમાં તાર બધું પૂર્ણ હોતી કરી નાખ્યું, એવું બધું નહી ચાલે. [હાસ્ય] મને સમજણ પડવી જોઈએ ને કે તને સમજણ પડી છે. કીધું છે ને કે, "તું મને જેટલો ભજે છે એટલા જોરથી હું તને ભજું છું." [હાસ્ય] એટલે જ્યારે આપણે આ જાણી લીધું છે તેથી કર્મ આપણને લેપાયમાન થતું કે મારે કર્મનું ફળ જો જરૂરી જ નથી, મારે જોઈતું પણ નથી કારણ કે મને ખબર

છે કે આ કર્મનું પરિણામ શું છે, શું? "આઈ નો ઈટ." [હાસ્ય] "આઈ ડોન્ટ વોન્ટ ઈટ." [હાસ્ય] એટલે આને મારે ફળબળ લેવા જવાનું. અત્યાર સુધી યોગેશ્વર શ્રીકૃષ્ણે કર્મ કરવા ઉપર ભાર મૂક્યો, પરંતુ એ સ્પષ્ટ કર્યું નથી કે કર્મ શું છે. ઓર લાગે, થોડા ઓર લાગે. હવે કહે છે કે, "હે અર્જુન, કર્મ શું છે, અકર્મ શું છે, આ વિષયમાં મોટા-મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે." એટલે મોહિત જ મોહિત થાય એવો કોઈ નિયમ નથી, એમ ખબર પડી ગઈ ને? મોટા-મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે, એને સારી રીતે સમજીએ, જેને જાણીને અશુભ એટલે કે સંસાર બંધનથી

સારી રીતે તું છૂટી જઈશ. આમ, કર્મ એવી કોઈક વસ્તુ છે કે જે [હાસ્ય] સંસાર બંધનને મુક્તિ અપાવે છે. એને કર્મ કહેવાય. કઈ સમજણ પડી? [હાસ્ય] ઓર ગુમેર દિયા એક ઓર ટર્ન મારો [હાસ્ય]. સંસાર બંધન થઈ મુક્તિ અપાવે છે. તેઓ ફરીવાર કહે છે કે કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. તો કર્મ વિશે બોલે નથી કે છે એનું પહેલા સ્વરૂપ [હાસ્ય] અને એના એના માટે પાછું અકર્મનું સ્વરૂપ પણ ચાલવું જોઈ કે છે [હાસ્ય]. એટલે ઓર બીજો કૂચવાડો કરી... હવે બાકી-બાકી રહ્યું તો કે અને વિકર્મ એટલે કે વિકલ્પ શૂન્ય વિશેષ કર્મને વિકર્મ કહેવામાં આવે છે. કે જે આપ્ત પુરુષો

દ્વારા થાય છે એને પણ જાણવું જોઈએ, કારણ કે કર્મની ગતિ ગહન છે, ડૂબી જાય છે. કેટલાક વિકર્મનો અર્થ નિષિદ્ધ કર્મ એટલે કે મનપૂર્વક કરેલા કર્મો વગેરે કર્યા છે. વિકર્મનો અર્થ વાસ્તવમાં અહીંયા વી ઉપસર્ગ લગાવવાના કારણે આ વાત થાય છે. તો 'વી' ઉપસર્ગ વિશિષ્ટતા બતાવે છે. પ્રાપ્તિ થયા પછી મહાપુરુષોના કર્મો કેવા હોય છે? વિકલ્પ શૂન્ય હોય છે. એમને કોઈ વિકલ્પ હોતો નથી, કરવું ના કરવું, એટલે જે કઈ કરતા હોય એ કરે જાય. આમ ઓટોમેશન પણ જાણે કે હોય. સવાર પડી, સુરજ ઉગ્યો અને પછી પક્ષી જાગ્યા અને પછી આમને જે કાઈ કરવાનું હોય તે બધું કર્યા

જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે અને જે તે સમયે જે કરવા યોગ્ય હોય તે બધું પાછું આમ કેવી રીતે નિર્લેપતાથી કરે જ જાય, કરે જ જાય. એમ એને વિકર્મ કહેવામાં આવે. મતલબ આગળ કહું, જે જીવન મુક્ત કે વિદેહી બની ચૂક્યા છે તેવાની સ્થિતિ, તેઓ જે કરી રહ્યા છે તેને વિકર્મ કહેવામાં આવે. અત્યારે બીજા બધા કરતા હોય એ બધાને આપણે વિકર્મ કહી શકાતું નથી. આવા મહાપુરુષો તો કે જેને કર્મનો વિકલ્પ જ શૂન્ય હોય છે. શું આત્મસ્થિત છે? આત્મતૃપ્ત છે? આપ્તકામ છે? એવા મહાપુરુષોને કર્મ ન કરવાથી ના તો કોઈ લાભ થાય છે કે ના

છોડવાથી કોઈ હાનિ થાય છે. છતાં પણ તેઓ આવનારા લોકોના હિત માટે થઈને આ કર્મ કરી જતા હોય છે. પ્રાપ્તિ પછી આવા જે કર્મો થાય છે મહાપુરુષો દ્વારા તે કેવા હોય છે? વિશુદ્ધ હોય છે, શુદ્ધ પણ નહી, વિશુદ્ધ હોય છે. વિકર્મ એટલે વિશુદ્ધ કર્મ એમ તમારે સમજવું હોય તો સમજી શકાય કે જે શુભ અને અશુભ કરતા નથી, એટલે એને શુભ અને અશુભ પરિણામો પણ પેદા થતા નથી. એમને તો કર્મ કર્યું અને પ્રાપ્ત થઈ ગયો શું? પરિણામ સ્વરૂપે પરમાત્મા. હવે પરમાત્માને પ્રાપ્ત કર્યા પછીના જે કઈ કર્મો થઈ રહ્યા છે તે બધા વિકર્મ કહેવાય છે, કારણ કે

હવે એમને કઈ ફળ પ્રાપ્ત કરવાનું તો રહ્યું જ નથી. હવે જો એ લોકો કર્યા કરે છે તો એનાથી કોઈ એમને લાભ નથી, એ છોડી દે છે તો એમને કોઈ હાની નથી અને તેમ છતાં એ કરી રાખે. કેમ? તો કે કોક દા સત્યમ જોશે, કોક દિવસે એનો છોકરો જોશે તો ઓમ-ઓમ-ઓમ કરતો. બસ આ ભાવના કે એમનુંય કલ્યાણ થશે. જોશે ને એટલે પછી થશે. એટલે કહેવામાં આવે છે કે કર્મ અને હવે આ વિકર્મ વિશે તો આપણે સ્પષ્ટતા થઈ ગઈ. હવે કર્મ અને અકર્મ બાકી રહ્યા. જો અહીં અત્યારે કર્મ અને અકર્મનું વિભાજન ન સમજાય તમને તો ક્યારેય

સમજાશે નહીં. હવે એ કહે છે કે જે પુરુષ, જે પુરુષ કર્મમાં અકર્મને જુએ. કર્મનો અર્થ આરાધના, કર્મનો અર્થ આરાધના એટલે કે જે વ્યક્તિ કર્મ એટલે કે આરાધના કરે પણ એવું સમજીને કરે કે આનો કરવાવાળો હું નથી. એટલે કર્મમાં અકર્મ જોવે, એટલે હું આરાધના કે આ કર્મ કરતો નથી, ગુણોની અવસ્થાએ કરીને તે અવસ્થા આપણને ચિંતનમાં નિયુક્ત કરે છે. આમ હું ઈષ્ટ દ્વારા જ સંચાલિત છું, કે હું પૂતળું છું અને પરમાત્મા પાસે મારી ચાવી છે અને એ જે કરાવે છે તે મારે કરવાનું છે એમ સમજીને જે કર્મ કરી રાખે છે એવું જુએ અને જ્યારે આ રીતે અકર્મ

જોવાની ક્ષમતા આવી જાય, એટલે કે વ્યવસ્થિત કર્તા છે, હું નથી. કોઈપણ કર્મનો કર્તા હું નથી. હવે જો હું નથી તો તું પણ નથી, દોસ્ત, ખાતરી રાખજે. કોઈપણ કર્મનો કરતા જો હું નથી, તો તું નથી અને આ હું ને તુંની જ બબાલ છે. જેવું હું નથી અને તું નથી, તો પછી કેવળ પરમાત્મા જ છે. એટલે આ બધું જે સમગ્ર સંચાલન છે એ ક્યાંથી કેવી રીતે થઈ રહ્યું છે, એટલું બધું જટિલ, ગહન માં ગહન... ત કે વ્યવસ્થિત છે. કરતા તો તું... એટલે તું એમ સમજજે કે તું એના દ્વારા સંચાલિત છો, પરમાત્મા દ્વારા, હું નિયુક્ત છું, એને જે કઈ

કર્મ થઈ રહ્યું છે તે પરમાત્માના નિર્દેશનમાં થઈ રહ્યું છે. 'હી ઈઝ ધ ડાયરેક્ટર, હી ઈઝ ધ ડાયરેક્ટર'. એવું જ્યારે તું જુએ અને જ્યારે આવી રીતે અકર્મ જોવાની ક્ષમતા આવી જાય અને એવી રીતે જ્યારે ધારાવાહિક રૂપે કર્મ થયા જ કરે ત્યારે જાણવી લેવું કે કર્મ ઉચિત દિશામાં થઈ રહ્યા છે. વ્યવસ્થિત કરતા છે. બસ પકડી લીધું, પૂરું થઈ ગયું, હું કરતા નથી, તું પણ કરતા નથી. આ ભાન સાથે આગળ જવાનું આપણે અને કોઈપણ કર્મ હું કરતો નથી, એનો કર્તા હું હોઈ શકો જ નહી, આ ગુણો દ્વારા સંચાલિત છે આખું. એટલા માટે હું કરતો નથી. પાછું એનું લોજીક આપી દીધું

છે તમને કે ગુણો દ્વારા એ કરાવવામાં આવે છે. તમારી પાસે, યુ આર નોટ ધ ડુઅર. ત્રણ ગુણો છે, એ ત્રણમાંથી જે ડોમિનેન્ટ હશે, જેવી રીતના જે સમયે જેનું પરમ્યુટેશન-કોમ્બિનેશન લાગુ પડી જશે, એ રીતે કામ કરે. એટલે તે જ પુરુષ બુદ્ધિમાન છે, જે કર્મમાં અકર્મને જુએ. આવી રીતે જુવે છે પાછો, મનુષ્યોમાં યોગી છે. કોણ છે?

મનુષ્યોમાં એ યોગી છે. બાકીના જે આ નથી જોઈ શકતા તે બધા મનુષ્યો છે. પણ જે આવું જોઈ જાય છે તે યોગી, જાણી લે છે કે આ ગુણો નિર્મિત ચાલી રહ્યું છે બધું, કર્મની આખી ઝંજાળ એણે ઊભી કરેલી. હવે આ ત્રણ ગુણોમાંથી ટપકતો જે રસ છે ને, સત્વ, રજસ અને તમસનો એનો તાર નીકળે છે અને એનાથી તાણા બને છે. આમ જાય ત્યારે, અને આમ જાય ત્યારે એ વાણા બને. એમ કપડું સિવાય છે તમારું. સમજાય ગયું આણા-વાણા-તાણા-વાણા વણાઈ જ જતા હોય. આ જન્મમાં જે વણ્યું તે આવતા જન્મે પાછું તમારે આવશે. આ જન્મમાં

જે વણ્યું, તે વખતે જે ભાવ થયા, ત્યાં આવતા જન્મે આવશે. પછી એને વણતા-વણતા પાછા બીજા જે ભાવ થશે, તે પાછા પરી એના નેક્સ્ટમાં આવશે. આમ ચાલ્યા કરે છે. હવે આ વણતી વખતે મેં કીધું કે હું અકર્તા છું. આ હું કરતો નથી, સમજાયું? આ હું કરતો નથી. આમ કોમ્પેરે ટુ ડૂ ધસ, આઈ એમ નોટ ધ ડુર. પાછળ પેલો જેલર સાબ બેઠો છે, મને કરાવે છે કે છે, અને હું તો આ મજબૂરીનો માર્યો કરું છું. એ છૂટી જાય છે, એટલે એમ કરીને પછી એને નવું કર્મ બન્યું નથી, તો એને નવો જન્મ પણ રહેતું કારણ કે એને

પરમાત્માને ક્રેડિટ આપી દીધી બધી અને વ્યવસ્થિતને સોંપી દીધું, એની પાસે કશું એને રાખ્યું નથી. એટલે એટલે હવે એને ભોગવટો બી નથી, કરતા નથી તો ભોગતા પણ નથી. એટલે ભોગવટો નહી આવે, એટલે પછી ભોગવવું નહી પડે. હેને? લોકો કેવું ધરાઈ-ધરાઈને ભોગવતા હોય. હે, થાકી જાય તો કે ના, તારે તો ભોગવવું જ પડશે. ભગવાનને એ લીધે જ રાખે કે ના-ના ખાવ ઓર જ્યાદા, ઓર જ્યાદા. બે કેટલાય લોકો એવા જુવા છે આમ ડબલાને ડબલા ભરેલા ગોલીઓના બિલકુલ બાજુમાં પડ્યા હોય. પધારે ન પહેલી-બીજી વાર ખબર અંતર જોવા જાવ તાર તો જુઓ બતાવે કે આ ડોક્ટર

બતાવ્યું, પેલો રિપોર્ટ કરાયો, આમ કર્યું તેમ કર્યું. હે બહુ ચાલે, બહુ ચાલે, તમે ઓકે ઓકે કરીને પાછા આવો પછી તો પેલો ડબલા વધતા જ જાય, છ મહિના થાય તે એક ઓર, એક ઓર ગોળી એડ થયેલી હોય. હવે રોગોને તમે ગોળીથી મારવાનો પ્રયત્ન કરો છો, રોગોને ગોળી મારવાનો પ્રયત્ન... પણ વિકારોને કોક દિવસ ગોળી મારો નહી યાર! બસ કામ થઈ જશે તો ખોટી જગ્યાએ ખોટું કામ કરો. બસ એ સમજાય છે ને વિકારોને ગોળી મારો. વિકાર ઉત્પન્ન જ ન થાય એવી સ્થિતિ પેદા કરો, શરીરની અંદર, મનની અંદર કે જેથી કરીને રોગને ઉદ્ભવ થવાની કોઈ જગ્યા જ

નથી, સ્થાન જ નથી, તો પછી ક્યાં ફરશે રોગ? તમારી પાસે નહી આવે કે, "હું તો આ ક્ષેત્રમાં પ્રવેશ પામી શકતો નથી, કેમ? તો કે આ તો ક્ષેત્રજ્ઞ છે, પોતાના ક્ષેત્રને બરાબર જાણે છે. ચોકી-પેરો એનો પાકો છે કે મારાથી અંદર પેસાતું જ નથી." તો આ વાત કરવા માંગતા હતા માસ્ટર, છો આપણને. યુઝ યોરસેલ્ફ, બીકમ સો વેરી પાવરફુલ, સો વેરી પાવરફુલ. પ્રાણવાન બનો કે બસ આમ પછી રોગ અંદર સંભવ શક્ય નથી. એને એવી રીતે પણ તમે જોઈ લો જરા. યોગથી યુક્ત બુદ્ધિવાળો છે, સંપૂર્ણ કર્મનો કર્તા છે, તેના દ્વારા હવે થનારા કર્મો ને તે માત્ર આમ જ જાણે

છે. તેથી તેના દ્વારા થતા કર્મોમાં લેશ માત્ર ત્રુટિ રહી જતી નથી. કોણ કર્મમાં જે અકર્મને જુવે, કે આનો કરતાં હું નથી, એવું જે જાણે છે તેને આ થાય. તો કહે છે કે એ પુરુષ બુદ્ધિમાન છે. મનુષ્યોમાં યોગી છે. યોગથી યુક્ત બુદ્ધિવાળો છે અને સંપૂર્ણ કર્મનો કર્તા છે, એટલે એ બધું કામ બરાબર કરે છે. પાછો આમ ચોક્કસ રીતે જે કમ્પ્લીટ કરવાનું, એવું બધું એ સારી રીતે કરે. બીજા બધા કરતાં એ વધારે સારું કામ કરે છે કે એના દ્વારા થનારા કર્મો મને તે માત્ર આમ જ જાણે છે, અને

તેથી જ તેના દ્વારા થતા કર્મોમાં લેશ માત્ર ત્રુટિ રહી જતી. એમાં કોઈ દોષ કાઢી શકતો નથી. હવે કોઈ દોષ જ ના હોય તો પછી એને ક્યાં પ્રોબ્લેમ થવાનો છે? કોઈ દિવસ. સારાંશ શું છે કે આરાધના જ કર્મ છે, તે કરતી વખતે અકર્મને જોઈએ કે, "હું તો યંત્ર છું." મતલબ હું સાધના કરું છું, એ મહા ભયંકર અહંકાર અને બ્લન્ડર છે કે હું તો યંત્ર જ છું. કરાવનાર ઈષ્ટ જ છે, એને ગુણો દ્વારા ઉત્પન્ન થયેલી અવસ્થા પ્રમાણે હું તો માત્ર પ્રયત્ન જ કરી શકું છું. જ્યારે આ કર્મની આ ક્ષમતાને સમજ આવી જાય અને પછી એક પછી એક

કર્મો જ્યારે થયા કરશે ત્યારે પરમ કલ્યાણની સ્થિતિ અપાવનારા કર્મો તમારા દ્વારા કરાવવામાં આવે છે, થવા માંડે. જ્યાં સુધી ઈષ્ટ રથી બનીને રોકટોક ન કરવા લાગે ત્યાં સુધી સાધનાની શરૂઆત જ થતી નથી. આની પહેલા જે કાંઈ કરવામાં આવે છે તે તો કર્મના પ્રવેશ માટેના પ્રયાસથી અધિક કશું. જેમ હળનો બધો ભાર બળદની કાંધ ઉપર હોય છે, છતાં પણ ખેતરની વાવણી એ હળ ચલાવનારની દેહ, જે હળ ચલાવે છે તે ખેતરની વાવણી કરે. વાસ્તવમાં પેલો બોજો ઉપાડે છે બધું. એ રીતે સાધનાનો બધો ભાર સાધક બળદ બનીને રહે છે, એની પર હોય છે પણ વાસ્તવિક હળ ચલાવનારો તો ઈષ્ટ

છે, પરમાત્મા છે. તમે એને આવી રીતે આમ જોઈ લેજો, બસ. અને તમને ખ્યાલ આવી જશે કે સાધનાનો હું કરતા નથી. હવે એના નિર્દેશનમાં છે, સાધના મારી. તમારો બોજો હટી જશે. અત્યાર સુધી સાધનામાં જે તમે પ્રગતિ જોઈ નહોતા શકતા, સમજી નહોતા શકતા, ક્યાં જવું? શું કરવું? કેમ કરવું? હવે છોડી દો. હવે રથી આવી ગયો છે તમારી પાછળ જ, બરાબર તમને નિર્દેશન આપ્યા જ કરશે, આપ્યા જ કરશે અને એ સફળ થશે. અને પાછું કેવું? સ્વરૂપમાં તમને પ્રવેશ અપાવનારી સાધના એ કરાવી લેશે. બોલો કેટલી અદભુત વાત! તોય લોકો પાછું વાંચ્યા કરે હો. એક કાલે પઠે નિત્યમ, દ્વિકાલે પઠે નિત્યમ, હેને?

સ્તોત્રોમાં તમે જુઓ છો ને ઘણી જગ્યાએ એમ લખેલું કે ભઈ એનું ફળ હોય, બધું નીચે લખેલું, એ લોકો એ પહેલા વાંચે કે આ તે ફાયદો હું થશે મને. ત્રિકાલે પઠે નિત્યમ... પછી કે આગળ વિચાર કરવું, આમાં કઈક વધારે લાગે પેલાના સ્તોત્ર કરતા આમાં વધારે લાગે, તો એમાંય લોકો આવું બધું શોધવા બેસી જાય. શું કરે? ખાતરી રાખો, તમારી પાછળ દિગદર્શન કરનારો બેઠો છે. તમારા દરેક કર્મનું દિગદર્શન એ કરે, માત્ર આરાધના સાધનામાં જ કરે છે એવું નથી. આખા જીવન દરમિયાન પણ જે કંઈ કરી રહ્યા છો બધા તેમાં પણ એ જ કરાવે છે. જ્યારે એવું થશે ને કે આનો

કર્તા હું નથી ને એ છે, તો પણ તમે કુકર્મો કરતાં અટકી જશો. કુવિચારો કરતાં અટકી જશો. એનો એટલો બધો પ્રભાવ છે. કારણ કે કરો કઈક તમે અને કો કે આ શ્રીકૃષ્ણે કરાવડાયું તું, મને ગાળ બોલવાનું કીધું તું. તને બોલો જો... પછી પદમ-ભમ થઈને પ્રગટ થાય તમારી હામે, અંદર હૃદયની અંદર કે શું બોલ્યો? કેમ બોલ્યો? [હાસ્ય] અચ્છા, તો આના માટે પણ હું જ જવાબદાર છું? [હાસ્ય] એટલે જેમ-જેમ ખા ખ્યાલ આવતો જશે, એમ ખાતરી પડતી જશે કે ભગવાન છે અને જે ખાતરી પડશે ને એવી જબરજસ્ત હોય, એટલી અદભુત ઘટનાઓ પછી, બસ જીવન

જીવન જેવું રહેશે નહી, તમને જંગલ જેવું નહી લાગે. તમે જંગલમાં ફરો છે એ તમે ગાડો-ગાડો જ થઈ ગયો. [હાસ્ય] એટલે જ્યાં સુધી ઈષ્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી તો આપણને સમજાતું પણ નથી કે આપણાથી શું થયું? આપણે તો પ્રકૃતિમાં ભટકીએ છીએ કે પરમાત્મામાં. આમ ઈષ્ટના નિર્દેશનમાં જે સાધક આત્માના માર્ગે ચાલવા તત્પર થયો છે, પોતાને અકર્તા સમજીને એક ધારું એ કર્મ કરે છે, તે જ બુદ્ધિમાન છે અને તેનું જ જ્ઞાન આવું જે જ્ઞાન છે તે યથાર્થ છે, તે જ યોગી છે. હવે એવું લાગે કે ક્યાં સુધી આમ કર્મ કરતા રહીશું, કે ક્યારેય કર્મોથી કઈ છુટકારો

થશે કે આપણો કે બસ આમ કરે જ જવાનું, કરે જ જવાનું. તમે તો આવી વાત કરો છો, ભગવાન કરાવશે ને, તમારે કરે જવાનું તો મારે ક્યાં સુધી પણ કરે જવાનું એમ પ્રશ્ન થાય છે. કે આ વિશે યોગેશ્વર કહે છે કે જે કંઈ કરવામાં આવે છે તે તો કર્મ જ નથી. કર્મ તો નિર્ધારિત નક્કી થયેલી ક્રિયા છે. તે શું? ત્યારે કહે છે કે યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ કર્મ છે. યજ્ઞને કાર્યરૂપ આપવાનું છે તમારે, એને ઇફેક્ટિવ બનાવવાનો છે. યજ્ઞને ચિતરેલો યજ્ઞ કામ ના લાગે, એક્ચ્યુઅલ તમારે અહિયા કરવાનું. તો આના વગર જે કર્મ કરવામાં આવે છે તે

ભગવાને કહ્યું છે કે યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ કર્મ છે અને તે સિવાય જે કાંઈ પણ કરવામાં આવે છે તે બધું જ બધું જ આ લોકનું, મનુષ્ય લોકનું બંધન છે, બધું જ બંધન છે. પછી અર્જુન તે યજ્ઞની પૂર્તિ માટે તું સારી રીતે આચરણ કરજે અને જ્યારે યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું તો તે શુદ્ધ રૂપથી આરાધનાની એક વિધિ વિશેષ જ છે. કે જે તે આરાધ્ય દેવ સુધી પહોંચાડીને તેમાં લીન કરી દે છે. હમણાં શું કરાવડાયું તમને? બસ આ યજ્ઞ, આરાધના. આ યજ્ઞમાં ઇન્દ્રિયોનું દમન, મનનું સમન અને દૈવી સંપત્તિનું ઉપાર્જન, આ ત્રણ કાર્યો એ દર્શાવતા અંતમાં કહ્યું કે ઘણા

યોગીઓ પ્રાણ અને અપાનની ગતિનો નિરોધ કરીને પ્રાણાયામ પરાયણ થઈ જાય છે, જ્યાં ન અંદરથી સંકલ્પ ઉઠે છે ન બાહ્ય વાતાવરણમાં સંકલ્પ મનમાં પ્રવેશ પામે છે. સંકલ્પ બંધ, બિલકુલ ડાંટો વાગી ગયો છે અને હવે પ્રાણનો અપાનમાં, અપાનનો પ્રાણમાં હવન કર્યા કરે. આવી સ્થિતિમાં ચિત્તનો સર્વથા નિરોધ અને એવા નિરુદ્ધ ચિત્તના પણ વિલય કાળમાં તે પુરુષ, યાંતિ બ્રહ્મ સનાતનમ્, શાશ્વત બ્રહ્મને, સનાતનમ્ બ્રહ્મની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી લે છે. આ બધું યજ્ઞ છે. હવે કીધું ભગવાને કે જો આ યજ્ઞ કહેવાય. અત્યાર સુધી યજ્ઞ-યજ્ઞ બધું કર્યું એમણે જેને કાર્યરૂપ આપવાનું નામ એ કર્મ છે. આટલું કરવાનું, આમ કર્મનો વિશુદ્ધ

અર્થ થાય છે આરાધના, કર્મનો અર્થ છે ભજન, કર્મનો અર્થ છે યોગ સાધના સારી રીતે સંપાદિત કરવી. એટલે કર્મ કોઈ એક એવી વસ્તુ છે કે જે આ મન ને કામના અને સંકલ્પ અને વિકલ્પથી પણ ઉપર લઈ જાય છે. તે સમયે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ્, અંતિમ-અંતિમ સંકલ્પ પણ સમાપ્ત થઈ જાય છે, શાંત થઈ જાય. જેને આપણે પહેલા જાણતા નથી, જેને જાણવા વા માટે આપણે પહેલા ઈચ્છુક હતા, તે પરમાત્માનો આપણને તે ક્ષણે પ્રત્યેક્ષ પરિચય થઈ જાય છે. શ્રીકૃષ્ણ કહેલું છે, આ ક્લિયર કટ ક્રિયાત્મક જ્ઞાન માર્ગે ચાલીને જ, એટલે કે આ જે કરવાનું છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય

તેવા માર્ગે ચાલીને જ પરમાત્માનો પ્રત્યેક્ષ પરિચય થવો તેનું નામ... પ્રત્યેક્ષ પરિચય થવો તેનું નામ જ્ઞાન છે. એ જ્ઞાન થતા જ દગ્ધમ કર્માણમ, કર્મ સદાના માટે દગ્ધ થાય છે, બળી જાય છે. પામવું હતું તે પામી લીધું. આગળ કોઈ સત્તા નથી કે જેની શોધ કરીએ આપણે. તે જ્ઞાન સાથે કર્મની જરૂરિયાત પણ સમાપ્ત થઈ જાય છે. 'ધ એન્ડ'. આવી સ્થિતિ બુદ્ધ સ્વરૂપ ને મહાપુરુષોએ પંડિત કહીને નવાજ્યા છે, એને પંડિત કહેવાય. પેલું આમ બોલ-બોલ કહે છે ને 'પઢેશો પંડિત હોય', એ પંડિતની વાત નથ, એ તો લોક ભાષામાં લોકો બોલે છે પંડિત, એટલે આને પંડિત કહેવાય, કે બોધ સ્વરૂપ

થઈ ગયો હોય એવા મહાત્માને પંડિત કહેવાય. ગમે તેને પંડિત ના કહેવાય. મતલબ એ પંડિત એ છે કે જેને પરબ્રહ્મ સ્વરૂપનો બોધ થઈ ચૂક્યો છે, એ બ્રહ્મ સ્વરૂપ છે. બીજી રીતે કહો તો તેનું જ્ઞાન સંપૂર્ણ છે. તો કે એ લોકો શું કરતા હોય? કેવી રીતે રહેતા હોય? પ્રશ્ન થાય છે પાછો અર્જુનને, તો ભગવાન જવાબ આપે. અર્જુન, એ પુરુષો સાંસારિક આશ્રયથી રહિત થઈને નિત્ય વસ્તુ પરમાત્મામાં તૃપ્ત રહીને... પરમાત્મા એક જ નિત્ય છે, બાકી બધું અનિત્ય છે. એટલે એના આશ્રયમાં રહેતા જ નથી. બાહ્ય કોઈ આશ્રય એમનો આધાર કોઈ છે જ નહી, કશું જ નહી. બાહ્યાચારમાં કોઈ... કોઈની ઉપર

એ લોકો આધાર, આલંબન રાખતા હોતા જ નથી, કે આ મારું કરશે કે પેલું મારું કરશે કે પેલું મારું કરશે, એવું નહી. પરમાત્મા મારું બધું ધ્યાન રાખે, પરમાત્મા મારા બધું કરાવે છે, મારે જે કરવા યોગ્ય છે એ બધું એજ કરાવે. અત્યાર સુધી શું હતું? પોતે આ મારી હેલ્પ કરશે કે પેલો મારી હેલ્પ કરશે કરીને ભોગવૃત્તિ હતી એની કે, પેલો કરશે ને હું ભોગવીશ એમ. આ વૃત્તિ આખી જુઓ. બાહ્ય વૃત્તિઓ કે આ મળશે, પેલું મળશે, પેલું મળશે, અને અહીંયા શું થયું? પરમાત્મા મને કરાવે, એ કે જે એ છે ત્યારે કે છે, "કરીશ વચનમ તવ", હવે મેર પડી જશે.

તું જે કહે છે તે હું કરવા તૈયાર છું પરમાત્મા. હવે મેર પડી જશે. અહીં પોતે સેવકને શ્રેણીમાં બેઠો, તહી કર્તાને ભોગતા બનવા જતો હતો, રોજ ડફણા ખાતો હતો ચારે બાજુથી પ્રકૃતિ તરફથી, દે... જ દે કરી લે. એટલો બધો માર પડ્યો, એટલો બધો માર પડ્યો રોજે રોજ પડ્યો, તોય હમજન જ નોતી પડતી કે થાય છે... અરે જેવું જે દિવસે બેસીને આમ 'જ્ઞાનીર ભવતી ભારત' થયું, ભગવાન હવે યાર તું બહુ થયું, હવે કઈક [હાસ્ય] કર, તું કઈક કર યાર. હેને? તું જે કહીશ એ હું કરીશ. અને પછી ભગવાને નિર્દેશન આપવાનું ચાલુ કર. એના પ્રમાણે ધીરે-ધીરે-ધીરે

એમ કરતો ગયો. હવે એ કર્મનો કર્તા જ નથી રહ્યો. એ પોતે કરી રહ્યો છે પણ એને ભાન પણ નથી એનું. એનું તો કેવું ભાન છે? પરમાત્મા કરાવે છે. તો એને એટલા માટે થઈને એ કર્મ પોતે કરે છે. એવું બળદની જેમ બોજો પણ નથી લાગતો, આનંદપૂર્વક થઈ રહ્યું છે એના દ્વારા. એ તો યંત્ર ચાલિત થઈ ગયો છે જાણે, બસ. હવે કાંઈ નથી કે. એટલે આખો કર્મો-કર્મ વાળું જે છે ને એ બધું આખું આમ ઉડી જ જાય છે, રીતસર તમે જુઓ તો. ખરેખર કર્મ જેવું કઈ છે જ નહી, રહેતું જ નથી. જે કઈ છે તે પરમાત્મા

છે એમ. અને એ પણ જે તે સાધનની જરૂરિયાતમાની પૂર્તિ માટે એના પાસે કરાવડાવે છે. એ ત્યાં એને રથી બને છે, એનું કામ પૂરું કરાવે છે ને પછી પૂરું થઈ ગયું, તો બે જણ એક થઈ ગયા, પછી બીજાનો વારો, પછી ત્રીજાનો વારો. એમ ચાલ્યા કરે છે. સતત આવી રીતે ચાલે છે. આ યુગ ધર્મ પ્રવર્તન. એટલે ભગવાને કહ્યું કે અર્જુન! તે પુરુષ સંસારિક આશ્રયથી રહિત થઈને સંસારમાં કોઈનો આશ્રય લેતો નથી, આધાર બી લેતો નથી, નિત્ય વસ્તુ પરમાત્મામાં તૃપ્ત રહીને બસ પરમાત્મા છે, બીજું કઈ નહી. કર્મોના ફળ અને પરમાત્માની આસક્તિને પણ ત્યાગીને... પરમાત્માની પણ આસક્તિ નથી, તારી ઈચ્છા

હોય તેમ તું કર. આસક્તિને ત્યાગીને કારણ કે હવે તે પરમાત્માથી પણ ભિન્ન નથી, અભિન્નપણે જોડાઈ ગયું હોય તો. હવે કયો કોને પ્રાર્થના કરવાની? શેના માટે કરવાની? જે કરવાનું હતું એ તો થઈ ગયું. એટલે રહેતું નથી. કર્મમાં સારી રીતે લાગેલો રહેતો હોવા છતાં પણ કંઈ કરતો નથી, એ રીતે એ અકર્મ છે. એવી સ્થિતિની અંદર કરે જાય છે જેણે અંતઃકરણ અને શરીરને જીતી લીધું છે. ભોગની સંપૂર્ણ સામગ્રીનો જેણે મનથી ત્યાગ કર્યો, આવા આશા રહિત પુરુષનું શરીર માત્ર કર્મ કરતું દેખાય છે કે એનું શરીર કર્મ કરી રહ્યું છે, એવું દેખાય. બાકી કઈ હોતું નથી. હકીકતમાં તે કશુંય કરતો

નથી. તૂટી ગયેલો છે માટે પાપને નથી પામતો, તે પૂર્ણત્વને જ પામ્યો છે અને તેથી એને આવાગમન પણ રહેતું નથી. આગળ કહે છે કે યજ્ઞનું આયોજન જ કર્મ છે અને સાક્ષાત્કારનું નામ જ જ્ઞાન છે. મુક્ત પુરુષોને પોતાને માટે કર્મ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ, છતાં પણ તેઓ લોક સંગ્રહ માટે કર્મ કરે અને કરતા છતાં પણ તેઓ કર્મથી લિપ્ત થતા હોતા નથી. કેમ કે આવા મુક્ત પુરુષોનું સમર્પણ જ બ્રહ્મ, હવી પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ જ છે, એટલે કે બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી કર્તા દ્વારા જે હવન કરવામાં આવે છે, તે પણ બ્રહ્મ છે. બ્રહ્મ કર્મ સમાધિના...

૪-૨૩-૪ કે છે: "ૐ બ્રહ્માર્પણમ્ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્માણાહુતમ્, બ્રહ્મૈવ તેન ગંતવ્યમ્ બ્રહ્મ કર્મ સમાધિના." ૐ બ્રહ્મ કર્મ કે જેમાં અર્પણ એટલે કે શરુવા આદિ ઉપકરણ છે, તે પણ બધા બ્રહ્મ જ છે, હવન કરવા માટેનું દ્રવ્ય જે છે, તે પણ બધું બ્રહ્મ છે. બ્રહ્મરૂપી હોતા દ્વારા હોતા... જે હવન કરવા બેઠો હોય તે હોતા દ્વારા, બ્રહ્મરૂપી અગ્નિની અંદર હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ જ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવાથી એ બ્રહ્મ કર્મમાં સ્થિતિ કરનાર એ યોગીને મળનારું ફળ જે છે તે પણ બ્રહ્મ છે. એવું આ સુંદર મજાનો આપણને સ્તોત્ર કહી રહ્યો છે. આ આ શ્લોક

કહી રહ્યો છે. તો અહીં આપણે બ્રેક લઈએ. ૐ શાંતિ: શાંતિ: જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.