અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

અનુક્રમ

ભાગ ૩ / ૭૫ · મૂળ PDF

૧. સૃષ્ટિ ૧૧

૨. પ્રાણચિકિત્સાના અભિગમ ૪૬

૩. ચક્રો ૪૭

૪. પ્રાણચિકિત્સા ૫૦

૫. પ્રાણચિકિત્સાના અનુભવો ૬૦

૬. પ્રાણ-શ્વસન ૭૫

૭. સ્વયંપ્રાણચિકિત્સા  ૯૩

૮. પ્રભુનાં હૃદયમાંથી ૧૧૪

૯. અર્હાતિકયોગ ૧૧૯

મહાત્મા MCKS દ્વારા નિર્દેશિત અન્ય કોર્સિસ અને ઉપલબ્ધ પુસ્તકો ૧૩૦

સંદર્ભ ઋણ સ્વીકાર ૧૩૧

પરિશિષ્ટ ૧૩૨

૧. સૃષ્ટિ

આ અદ્ભુત સૃષ્ટિને જોતાં જણાય છે કે અનેકવિધ પ્રાકૃતિક અને પ્રાણીજન્ય ગતિવિધિનો શંભુમેળો છે. અહીં સૂર્યમાળા, ગ્રહો, નક્ષત્રો ઉપરાંત સમુદ્ર, પવન, અગ્નિ, વર્ષા જે તાલબદ્ધ રીતે ચાલે છે. જેનાં વડે જીવન જેવી અદ્ભુત ઘટનાનો આવિર્ભાવ થયો છે પ્રાણીસૃષ્ટિમાં માનવોએ ગજું કાઢ્યું છે. માનવોની પ્રવૃત્તિઓ સમુદ્રનાં પેટાળથી માંડીને અવકાશ સુધી જોવા મળે છે.

બધી જ પ્રવૃતિઓ જીવન ટકાવી રાખવા, જીવનકાળ લંબાવવા થતી જણાય છે. આ માટે આવશ્યક ભોજન-પાણી અને સલામતી હોવી જરૂરી છે. જન્મથી અપિતુ જન્મ પહેલાંથી મૃત્યુપર્યંત આહારની આવશ્યકતા રહેલી છે. એક ઉક્તિ પ્રમાણે જીવ-જીવસ્ય ભોજનમ્ એટલે આહાર જીવંત હોવો જરૂરી છે. અને એના માટે એમાં પ્રાણ હોવો જ જોઈએ. લોખંડ લાકડું આપણને પોષણ આપી શકતું નથી એ વિદિત છે.

જીવનની ત્રણ આવશ્યકતાઓ હવા,પાણી અને ખોરાક છે. ઝીણવટથી જોતાં પાણી અને ખોરાકમાં પણ હવા પોતાનાં પ્રાણસ્વરૂપે મોજૂદ હોવી જ જોઈએ. પ્રાણસિંચનની પ્રક્રિયા શ્વાસ-ઉચ્છવાસ દ્વારા થયા જ કરતી હોય છે. પ્રાણનાં અભાવે અનેક આરોગ્યસમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે અને જો તેમાં સુધારો-વધારો ન થાય તો પ્રાણી, વનસ્પતિ કે માનવનું મૃત્યુ નિપજે છે. આજે અદ્યતન તબીબી સારવારમાં વેન્ટિલેટર જેવા મશીનની મદદથી બીમાર વ્યક્તિને હવાનો પુરવઠો પૂરો પાડવાની સવલત હોવા છતાં પ્રાણસિંચનની પ્રકિયા બંધ થવાથી માણસનું જીવન સમાપ્ત થઈ જાય છે, તે મૃત જાહેર થાય છે.

ઋગ્વેદના નાસદિય સુક્તમાં કહે છે. આ સૃષ્ટિ ન હતી ત્યારે કાંઈપણ ન હતું.

‘નાસદાસીન્ને સદાસીત્તદાની નાસીદ્રજો નોવ્યોમ પરોયતા’ ત્યારે કાંઈપણ ન હતું હતું અસ્તિત્વ, વાયુ પણ ન હતો, આકાશ પણ ન હતું.