‘તમ આસીત્તમસા ગુ્હમર્ગડપ્રકેત સલિલં સર્વમા ઈદમ્’
સૌપ્રથમ અંધકારથી ગ્રસ્ત માત્ર અંધકાર હતો. જે કાંઈ હતું તે માત્ર અપ્રકાશિત જળ હતું.
આવા જળમાંથી સૃષ્ટિ નિર્માણ શરૂ થયું. વેદોમાં, ઉપનિષદમાં સૃષ્ટિ રચના વિષે અનેક સંદર્ભો જોવા મળે છે. જેમાં કેવી રીતે મહત્ તત્ત્વ અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી તત્વો પ્રગટ થયાં અને જીવન પ્રગટ્યું. છેવટે ઘણા કાળે માનવનો ઉદ્ભવ થયો.
બાઈબલ, જૂના કરાર પ્રમાણે
(૧) પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
(૨) પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
(૩) ઈશ્વરે કહ્યું, ‘ત્યાં અજવાળું થાઓ.’ અને અજવાળું થયું.
(૪) ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યા.
(૫) ઈશ્વરે અજવાળાને ‘દિવસ‘ અને અંધારાને ‘રાત’ કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ. પ્રથમ દિવસ
(૬) ઈશ્વરે કહ્યું. ‘પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.’
(૭) ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરનાં પાણીથી અલગ કર્યા. એ પ્રમાણે થયું.
(૮) ઈશ્વરે અંતરિક્ષને ‘આકાશ’ કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ. બીજો દિવસ
(૯) ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેના પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ” એ પ્રમાણે થયું.
(૧૦) ઈશ્વરે કોરી જગ્યાને ‘ભૂમિ’ કહી અને એકત્ર થયેલા પાણીને ‘સમુદ્રો’ કહ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
આ પ્રમાણે છઠ્ઠા દિવસે (૨૭) તેમણે પશુઓ અને માણસ પુરુષ-સ્ત્રી બનાવ્યા અને (રૂડ) જીવનનો શ્વાસ મૂક્યો.