અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

VIII

ભાગ ૩૦ / ૪૪ · મૂળ PDF

સમર્પણવિધિ

શાંત બેસો. ૭-૧-૭-૧ શ્વાસ રીધમમાં ૮ થી ૧૦ વાર લો. હવે તમારી અંદર રહેલાં પ્રભુને કહો,

“હે પરમાત્મા, આજ ક્ષણ સુધી અહંકારે કરીને અજ્ઞાન દશામાં મૂર્ખતાપૂર્ણ જીવ્યો. હવે આવતો પ્રત્યેક શ્વાસ, પ્રત્યેક વિચાર અને કર્મો આપને સમર્પિત કરું છું. સર્વસ્વ અર્પણ કરું છું. પ્રતિસાદ, ઉત્તરની રાહ જોતો હવેથી કેવળ આપનો જ છું. આપ સાથે એકરૂપ થાઉં છું.”

શાંતિથી બેસો. કોઈ અપેક્ષા, કશું બનશે બધું છોડીને બેસો. રોજ અનુકૂળતા શોધીને બેસવાની ટેવ પાડો. જીવન પરિવર્તિત થવા માંડશે.

(૧) જેને ચિકિત્સા આપવી હોય તેને સામે બેસાડો. ઊભા પણ રાખી શકાય. હવે પ્રાર્થના કરો. પછી તમારા હાથની તર્જનીમાંથી લેસર પ્રાણ પ્રકાશ (શ્વેત) નીકળતો નિહાળો, અનુભવ કરો. તે એકમાંથી ૯ થાય છે. તે પ્રત્યેક પ્રકાશસૂત્ર દર્દીનાં, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણીપૂર, સોલર (F), અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા ફોરહેડ અને સહસ્ત્રાર પર જઈ Point A અને Point B પર જઈને ૧/૧૦ of second માટે on/off થતું જુઓ. આથી પ્રત્યેક ચક્ર ઘડિયાળનાં કાંટા અને વિરુદ્ધ દિશામાં ઘૂમવાનું શરૂ કરશે. તે વખતે બીજા હાથની આંગળીઓ વડે તેનું સૂક્ષ્મ અવલોકન (scanning) કરતાં રહો. આ સમગ્ર પ્રક્રિયા ૧ થી ૩ મિનિટ જરૂર પ્રમાણે કરો. દુષિત પ્રાણઊર્જા ત્યાંથી નીકળીને સ્વચ્છ, શુદ્ધ પ્રાણમાં પરિવર્તિત થતી નિહાળો. લગભગ પ્રત્યેક ચક્રમાં આંગળીઓમાં ધબકારાનાં સંવેદન આવશે. ૩ મિનિટ બાદ તમામ ચક્રો સ્વચ્છ અને એક તાલમાં ઘૂમવાનાં શરૂ થશે. હવે સંપર્કસૂત્ર તોડી નાખો. તમારા હાથને કોણી સુધી શોધન-માર્જન કરો. આદેશ આપો. નિરામય ભવતુઃ। પ્રાર્થના કરી આભાર વ્યક્ત કરો. આ પદ્ધતિનો સ્વયંચિકિત્સા માટે પણ પ્રયોગ કરી શકાય. દુરસ્થ પ્રાણચિકિત્સા માટે પણ તેને વાપરી શકાય.

(૩) અન્ય પદ્ધતિમાં પ્રથમ દર્દીની સંમતિ મેળવી સૂક્ષ્મ અવલોકન વિધિ કરો. ત્યારબાદ જે ચક્રની સફાઈ કરવી હોય તેની સામે તમારી હથેળી આશરે ૬ ઇંચ દૂર રાખો. હવે દા.ત. નેવલ ચક્ર છે ત્યાં રહેલા દુષિત પ્રાણને ‘યં’ બીજમંત્રનું ઉચ્ચાર કરીને પ્રથમ સૂકવી નાખો. (૧ to ૭ times મનમાં ઉચ્ચારણ કરો)

– હવે રં બીજમંત્ર વડે દુષિત પ્રાણ બાળી નાખો.

– હવે દુષિત પ્રાણની (Ash) વિભૂતિ પર વં બીજમંત્ર વડે અમૃતવર્ષા કરો. (spray)

– પ્રાણઊર્જાને ત્યાં સ્થાપિત કરો. તેને આશરે ૬”/૬” નું બન્યું છે એવી ધારણા કરો. હાથ સ્વચ્છ કરો.