– આદેશ નિરામય ભવતુ
– પ્રાર્થના, આભાર.
આ પ્રક્રિયા પ્રત્યેક ચક્રઅવયવ પર કરો.
(૪) ઉપરોક્ત વિધિનો પ્રયોગ:
સમગ્ર રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, ત્વચા અને શુક્રનાં સંપૂર્ણ શોધન માટે કરી શકાય. તેમાંથી ઉદ્ભવતા bio-feedback, પ્રાણ feedback સ્પંદન દરમાં ફેરફાર, તેનાં પ્રકાશ (light)માં આવતો ફરક, ઊર્જામાં ગુણવત્તામાં આવતાં સુધાર, તેમજ ગરમી, ઠંડી, સામાન્ય તાપમાન, સુગંધ વગેરેની સૂક્ષ્મ અવલોકન વિધિ (પહેલાં અને પછી) દ્વારા નોંધ લો. (૩) પર બતાવેલ વિધિનો ઉપયોગ નીચે મુજબ કરી શકાય.
– રક્તાભિસરણતંત્ર
– સ્નાયુતંત્ર
– અસ્થિતંત્ર
– શ્વસનતંત્ર
– પાચનતંત્ર
– ઉત્સર્જનતંત્ર
– મૂત્ર અને જાતીય (પ્રજનનતંત્ર)
– ચેતાતંત્ર
– અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર
(૫) દર્દી લવણ સમુદ્રમાં સ્નાન કરી તેનાં પ્રાણદેહની દુષિત ઊર્જાથી મુક્ત થઈ રહ્યો છે તેવી ધારણા કરો. ૧થી ૩ મિનિટ સુધી.
– હવે તે કિનારે આવતા वं બીજમંત્ર વડે તેની પર અમૃતવર્ષા કરો. ૧ થી ૩ મિનિટ.
– ઊર્જા સ્થાપિત કરો, આશીર્વાદ આપો ‘નિરામય ભવતુ’
– પ્રાર્થના, આભાર
(૬) અહીં દૃષ્ટાંત રૂપે ચક્ર બતાવેલ છે. તેમાં આ પ્રકારે સૂક્ષ્મ બિંદુઓ ચોક્કસ પદ્ધતિમાં પ્રકાશીને ઓલવાય છે. પ્રથમ તેનાં ઉપરનાં સ્તરને પ્રાણિક બ્લોઅરથી સાફ કરો. હવે તે ચક્રનાં x પોઈન્ટને લક્ષ્ય બનાવી તેને ઊર્જાન્વિત કરો. સમગ્ર ચક્ર તેનાં તમામ પ્રકાશબિંદુઓ વડે પ્રકાશિત થાય છે તેવી ધારણા કરો. જે પોઈન્ટ પ્રકાશિત ન થાય તેને unplug કરી તેની replacement માં નવું પ્રકાશબિંદુ સ્થાપિત કરી ફરી વાર x પર ઊર્જા આપો. સમગ્ર ચક્ર પ્રકાશિત થશે. સૂક્ષ્મ અવલોકન કરી ચોકસાઈ કરો.
(૭) આ પદ્ધતિનાે ઉપયોગ દર્દી પર અથવા સ્વયં ચિકિત્સા માટે કરી શકાય.
દર્શીકૃત કરો અને મક્કમતાપૂર્વક મોટેથી અથવા મનમાં કહો.
“મારા / અન્યનાં તમામ અંગો, અવયવો સહિતનાં ભૌતિક દેહ, પ્રાણદેહ અને કારણદેહનાં સંજોગોનાં દબાણથી ઊભા થયેલા સર્વે વિકારો અને તેને પરિણામે ઊભી થયેલી ઊર્જાની તમામ ગાંઠો, ગૂંચવાડાને ઓગાળી નાખું (वं) છું. કારણ દેહમાં પડેલાં અનારોગ્ય સંબંધી તમામ કારણ બીજને રં બીજ વડે સળગાવીને નષ્ટ કરૂં છું.”
ઊર્જાવાહક સર્વે નાડીઓ અને કોષો હવે સંપૂર્ણ સાફ થવાથી વં બીજ વડે તેમાં અમૃત સિંચન કરું છું. હવે પ્રાણઊર્જાનું ઝડપી વહન સુચારુ રૂપે થઈ રહ્યું છે. આથી કારણદેહ, માનસદેહ, ઊર્જાદેહ અને ભૌતિક શરીર તમામ અંગો, અવયવો સહિત સંપૂર્ણ નિરોગી બની ગયાં છે.