અનંતની યાત્રાAnant ni Yatra
યોગ વશિષ્ઠ મહારામાયણનો યથાર્થ તત્વ સાર પાર્ટ -૧

ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૩

ભાગ ૩ / ૧૨ · મૂળ PDF

શમ, વિચાર, સંતોષ અને સજ્જનનો સત્સંગ રૂપ ચોર મોક્ષનાં દ્વારપાલો છે.

વિચારવાન પુરુષો પર કદી પણ અનાદરની દૃષ્ટિ કરવી નહિં.

શીતળ અંતઃ કરણવાળા થવું અને સદ્ વિચારથી યથાર્થ બ્રહ્મવિદ્યાને પામવું.

મહર્ષિઓ એટલે કે સુક્ષ્મ વસ્તુઓને જાણવામાં સમર્થ જગતમાં જેમ વિષ્ણુ, શિવ, બ્રહ્મા રહ્યાા છે તેમજ જીવનમુક્ત થઈને રહેલાં છે તેમની સાથે વિચાર કરીને શરીર વગેરે અનાત્મ પદાર્થોનો વિનાશ કરીને બુદ્ધિથી પરમતત્ત્વ જાણવું એટલે મોઢું ક્ષીણ થાય અને અજ્ઞાનરૂપી વાદળ દૂર થઈ જાય.

આથી વાક્યો પરથી જાણેલાં વિશાળ પરમતત્ત્વનો પોતાનામાં અનુભવ થાય પોતાનું ચિન્મય સ્વરૂપ અનાત્મ પદાર્થો દુર કરવાથી સ્વચ્છ થાય, હૃદયમાં ઉત્તમ શાંતિનો આર્વિભાવ થાય ત્યારે આ જગતનું ભ્રમણ રમણ સમાન થઈ જાય.આત્મતત્ત્વનાં, આત્મસ્વરૂપનાં સાક્ષાત્કારથી તે અકર્તાભાવ અને અભોક્તાભાવ અનુભવે છે.

તેથી સર્વકર્મમાં તે નિર્લેપ વિચરે છે.

તેનું મન કશામાં માતું નથી તે નિત્ય પ્રફૂલ્લિત રહે છે.

આવી વૃત્તિઓ આત્મતત્ત્વનાં અવલોકનથી જ મળે છે.

તેથી પુરુષે આત્માને જ જાણવો જોઈએ અને જીવતાં સુધી તેનું જ શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવું જોઈએ.

બીજા વ્યર્થ કર્મ તેણે કરવા જ ન જોઈએ.

જેને અવિચ્છિન્ન અભ્યાસથી, પોતાનાં અનુભવથી, શાસ્ત્રની અને ગુરુની એકવાક્યતા થઈ હોય તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે.

આ શાસ્ત્રનું શ્રવણ કંઈક સંસ્કારી બુદ્ધિવાળા પુરુષની મૂર્ખતાને જેવી દૂર કરે છે તેવી બીજા કોઈ શાસ્ત્રનું શ્રવણ દૂર કરતું નથી.

આ શાસ્ત્રને વાક્યાર્થ પર ધ્યાન રાખીને સઘળું સાંભળવું જોઈએ કારણ કે અટળ આપદાઓ અને સઘળી નીચ યોનિઓ મૂર્ખપણાથી ઉત્પન્ન થાય છે.

જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યની નિર્મળ પ્રભાનો ઉદય ન થાય ત્યાં સુધી તૃષ્ણા માણસને પમાડે છે.

માટે દુઃ ખ આપનારા સુખ પર કદી પણ દૃષ્ટિ બાંધવી નહીં.આ સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે પુરુષ તુરત જ મોક્ષનો ભાગીદાર કહેવાય છે.

ત્રણે લોકમાં એક કૈવલ્યસ્વરૂપ નાં સ્વાસ્થ્ય વિના બીજું એકે સ્વાસ્થ્ય નાશરહિત, શંકારહિત અને વિભ્રમરહિત નથી.

જો આત્મવિચાર કરવામાં આવે તો કૈવલ્યની પ્રાપ્તિમાં કશો પરિશ્રમ પડતો નથી.

પણ માત્ર મનથી કલ્પેલાં દ્વૈતનો મૂળથી ઉચ્છેદ કરવામાં આવે તો તે પદની પ્રાપ્તિ થાય છે.

આમ તે બ્રહ્માકાર ને દૃઢતા આપે છે.

વિષયોને છોડી દેનાર પુરુષ માત્ર વિવેકથી સાધ્ય થનાર અને વિચારથી તથા એકાગ્રતાથી નિશ્ચય કરી શકાય એવાં એ પદને પામે છે.

સુખદાયી આસન પર બેઠાં બેઠાં તે પદન્તે પોતાની મેળે વિચાર કરવામાં આવે તો પણ તે પદની પ્રાપ્તિ થાય છે.

પછી શોકન થી.

પાછો જન્મ પણ ધરવો પડતો નથી.

એથી શમ અને સંતોષરૂપી સાધનથી મનને જીતવાનો જ યત્ન કરો એટલે અનંત પદમાં એકરસરૂપ થવાથી આનંદની જ પ્રાપ્તિ થાય.

સર્વત્ર બ્રહ્મનો જ અનુભવ કરનારને કાંઈ તજવાનું કે ઈચ્છવાનું રહેતું નથી.

જ્ઞાનીનું મન વ્યવહારને ઈચ્છતું નથી તેમ વ્યવહાર ને ઈચ્છતું નથી તેમ વ્યવહારને છોડી દેવાનું પણ ધારતું નથી.

વ્યવહાર કરવા છતાં પણ જેની બુદ્ધિ આકાશની પેઠે નિર્લેપ જ રહે તે પુરુષ શાંત કહેવાય છે.માટે શાસ્ત્રના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે વિદ્વાન ગુરુની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ.

બુદ્ધિ આત્મવિચારથી અત્યંત તીક્ષ્ણ થાય છે.

તો પરમપદને જાણી શકે છે.

પ્રકટ થયેલી વિસ્તિર્ણ શક્તિવાળા વિચારની અવિચળ સ્થિતિને લીધે સર્વોતત્મ પણાવાળી નિષ્કામતાનો ઉદય થાય છે.

ઉત્તમ સ્થિતિને આપનારી ચિત્તમાં જ રેહલી પોતાનાં વિચારરૂપ મોટી ઔષધિથી સિદ્ધ થયેલ સાધુ-પુરુષ અપ્રાપ્ત સુખને ઈચ્છતો નથી.

તેમ પ્રાપ્ત સુખને છોડી દેતો નથી.

તે બહારનાં વિષયોમાં મુંઝાઈ રહેતો નથી તેમ અંદરની વાસનાઓમાં ડુબતો પણ નથી.

એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે લાંબા કાળ સુધી જગતમાં રહીને અંતે આભાસ જેવા દેહને છોડી દે છે અને વિદેહ કૈવલ્યને પામે છે.

બુદ્ધિમાન પુરુષે આપત્કાળમાં પણ સંસારને ટાળવાનાં શ્રવણ-મનન જેવા ઉપાયોમાં રત રહીને પ્રયત્નપૂર્વક હું કોણ છું અને સંસાર કોનો થયો છે ? એવો વિચાર પોતાનાથી જ કર્યા કરવો.હું કોણ છું અને મને આ સંસારરૂપી દોષ શા કારણથી આવ્યો છે.

તે અવલોકન કરવું તેને જ વિચાર કહે છે.

તત્ત્વજ્ઞાન થવાથી જ આત્મામાં વિશ્રાંતિ થાય છે અને મનમાં શાંતિ થાય છે.

આમ કરતાં કરતાં તે સાતમી ભૂમિકા સુધીની ઉત્તમ પ્રખ્યાતિ પામે છે.સંતોષ વિનાના અને આશાની આળપંપાળથી પરવશ થયેલાં ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી.

જે અત્યંત સૌમ્ય અને સદાચારી પુરુષ અપ્રાપ્ત વસ્તુને ઈચ્છતો નથી અને પ્રાપ્ત થયેલ સુખદુઃખને ભોગવ્યા કરે છે, તે સંતુષ્ટ કહેવાય છે.

શુદ્ધતા અને પરિપૂર્ણતા પામેલાં અને સંતોષથી અત્યંત તૃપ્ત થયેલાં મહાત્માના મુખ ઉપર કોઈ અપૂર્વ શોભા મઝળકી રહે છે.

આવાનો જ સન્સમાગમ નો જ જયજયકાર છે.

સંતોષ સત્સંગ, વિચાર અને શમ એ ચારમાંથી નિર્મળફળ આપનારા એકનો પણ જો અભ્યાસ થાય તો ચારેનો અભ્યાસ થઈ જાય છે.જેનાં મનમાં વિવેક ઉત્પન્ન થયો હોય તે મહાત્મા પુરુષ જ્ઞાનની વાતો સાંભળવા યોગ્ય છે.

આ ગ્રંથનો અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વિના પણ મુક્તિ આપે છે.

આ સંહિતા પોતાની મેળે જ અભ્યાસ કરીને સમજી હોય અથવા વર્ણન કરતાં બીજા કોઈનાં મુખથી સાંભળી હોય તો તે તરત જ સઘળી ભ્રાંતિની શાંતિ કરી પરમ સુખ આપે છે.

આનાં અભ્યાસથી વૈરાગ્ય વધે છે.

# વૈરાગ્ય પ્રકરણનાં દોઢ હજાર શ્લોકોનો વિચાર કરવાથી હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે.

મુમુક્ષુ વ્યવહારમાં માનવ સ્વભાવનું વર્ણન છે.

તેનાં એક હજાર શ્લોકો છે.

ત્યારબાદ ઉત્તપત્તિમાં વિજ્ઞાનનું પ્રતિપાદન છે જેમાં સાત હજાર શ્લોકો છે.

તેમાં હું અને આ એવા રૂપવાળી જગતસંબંધી દષ્ટા અને દૃશ્યોની વિચિત્રતા ઉત્પન્ન થઈ જ નથી.

છતાં ભ્રાંતિને લીધે તે ઉત્પન્ન થયેલી જણાય છે.

તેનું વર્ણન છે.

તેને સાંભળવાથી શ્રોતા મનુષ્ય આ સઘળા જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે.દૃષ્ટાના તથા દૃશ્યનાં પરસ્પર અધ્યાસવાળું અનંત બ્રહ્માંડોના વિસ્તારવાળું અને પ્રત્યેક બ્રહ્માંડમાં લોક, આકાશ તથા પર્વતોવાળું જગત અમુક રીતિથી નિરૂપણ કરવાને અશક્ય છે.

જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ સાક્ષાત્ અગ્નિ નહીં હોવા છતાં પણ અગ્નિ કહેવાય છે.

તેમ જગત પણ નામરૂપથી કહેવા માત્ર જ છે.

# વિચાર કરતાં તે રહેતું નથી.ચોથું પ્રકરણ સ્થિતિ છે.

તેમાં (3,000) ત્રણ હજાર શ્લોકો છે.

બ્રહ્મ જે રીતે ભોગ્યરૂપે તથા ભોક્તારૂપે સ્થિતિ પામ્યું છે.

આ જગતરૂપી બ્રહ્મ જે રીતે વૃદ્ધિ પામ્યો છે.

તેની રીતિનું ઘણું ઘણું વર્ણન કર્યું છે.

તે પછી પાંચમું (5,000) પાંચ હજાર શ્લોકનું પવિત્ર અને અનેક યુક્તિઓથી રમણીયતાવાળું ‘ઉપશાંતિ’ પ્રકરણ છે.

જેમાં આ જગત હું, તું અને તે એવી રીતે ઉઠેલી ભ્રાંતિ જે પ્રકારથી શાંત થાય છે.

એ ઉપશાંતિ પ્રકરણ સાંભળવાથી જીવનમુક્ત થયેલાં પુરુષને જન્મમરણરૂપી સંસાર શાંત થઈ જાય છે.

# જગત ભૂંસાઈ ગયેલી જણાય છે.છઠ્ઠું નિર્વાણ પ્રકરણ છે.

તેમાં (14,500) સાડા ચૌદ હજાર શ્લોકો છે.

તે જ્ઞાનરૂપી મહાન પુરુષાર્થને આપવાવાળું છે.

# આ પ્રકરણ યથાર્થ કલ્પનાઓની શાંતિવાળું પરમકલ્યાણરૂપ નિર્વાણ પ્રાપ્ત થાય છે.

નિર્વાણ પામેલો પુરુષ નિર્વિષય થાય છે.

ચૈતન્યનાં પ્રકાશરૂપ થાય છે.

સર્વ ઉપાધિઓથી રહિત થાય છે.

તે શરીર ઈન્દ્રિયો દેવતા, ત્યાજ્ય તથા ગ્રાહ્ય એવા વિચારથી રહિત થાય છે.

શરીરવાળો પણ શરીર વગરનો થાય છે.

સંસારવાળો છતાં સંસારરહિત થાય છે.

તે ચૈતન્યમય થાય છે તે જગતને પ્રકાશ આપનાર ચૈતન્યાત્મક સૂર્યરૂપે પરમપ્રકાશ રૂપ થાય છે.

સંસારની દુષ્ટ ખટપટોથી મુક્ત થાય છે.જે વ્યાપક ચૈત્યરૂપ પરબ્રહ્મનાં ઉદરમાં એક એક પરમાણું જેટલાં ભાગમાં હજારો બ્રહ્માંડોની રચનાઓ બનાવીને જુએ છે.

તે પરબ્રહ્મ જીવનમુક્તનાં સ્વરૂપભૂત છે.

જીવનમુક્ત થયેલાં મહામતિ પુરુષનાં હૃદયની વિશાળતાનું માપ સેંકડો અને લાખો વિષ્ણુઓથી, શિવોથી કે બ્રહ્માઓથી પણ કરી શકાતું નથી, કારણ કે સર્વોત્તમ બ્રહ્મરૂપ થયેલાં જીવનમુક્તનાં હૃદયની વિશાળતા અપાર જ છે....

ગ્રંથના ગુણ ...વશિષ્ઠ બોલ્યાં : જેમ સારું બીજ વાવવામાં આવ્યું તો તેમાંથી સારું ફળ અવશ્ય ઉતપન્ન થાય છે તેમ આ સંહિતાને વાંચવાથી અવશ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે.

શાસ્ત્ર જો તત્ત્વનો નિર્ણય કરાવતું હોય તો તેને અવશ્ય ગ્રહણ કરવું.

આ સંહિતા વાંચવાથી અવશ્ય સારો વિવેક પ્રાપ્ત થાય છે.

આ ગ્રંથને વિધ્વાનનાં મુખથી સંપૂર્ણ સાંભળવામાં આવેતો પોતાની મેળે, ધીરે ધીરે વિચાર કરતાં બુદ્ધિમાં સંસ્કાર પ્રાપ્ત થાય છે, ત્યારે મનમાં પ્રથમ અત્યંત શુદ્ધ સંસ્કૃત વાક્યોનો ઉદય થાય છે.

તે સર્વ વિષયોનાં પૂર્વાપર સંબંધોને જાણી શકે છે.

આ ગ્રંથનો વિચાર કરતાં બુદ્ધિનાં લોભ તથા મોહ આદિ દોષો ધીરે ધીરે સારી પેઠે ઓછા થતાં જાય છે.

તમારે કેવળ બુદ્ધિમાં વિવેક દૃઢ કરવાનો અભ્યાસ રાખવો; કારણ કે અભ્યાસ વિના કોઈ ક્રિયા કોઈપણ ફળ આપતી નથી.આ ગ્રંથનાં અભ્યાસથી મન સ્વસ્થ થાય છે અને રત્નનાં દીવાની આંચની પેઠે અત્યંત પ્રકાશી રહે છે.

સંશયો ટળી જાય છે.મનમાં સમુદ્રની જેમ ગંભીરતા, મેરુના જેવી સ્થિરતા અને ચંદ્રનાં જેવી શીતળતા સાંપડે છે.

જેની સઘળી કલ્પનાઓ શાંત થઈ છે તે પુરુષનું જીવનમુક્તપણું ધીરે ધીરે પરિપાક પામે છે.

તત્ત્વને જાણનાર વિષયોની આસક્તિરૂપ ખાડામાં પડતો નથી.

આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચારવામાં આવે અને સમજવામાં આવે તો તે માણસ તે મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિ ની કાંઈપણ અપેક્ષા રહેતી નથી.

આ શાસ્ત્રનાં દૃઢ અભ્યાસ કરી અને તેનાં વારંવાર અવલોકનથી ચિત્ત સંસ્કારી થાય છે અને અપૂર્વ પાંડિત્ય પ્રાપ્ત થાય છે.

હું અને જગત એવા પ્રકારનો દૃષ્ટા અને દૃશ્યરૂપી પ્રબળ પિશાચ પણ પ્રયત્ન વગર પોતાની મેળે શાંત થાય છે.માટે સુખદાયી આસન પર બેસવું જેવા મળે તેવા ભોગો ભોગવવા અને સદાચારથી વિરોધીકાર્યો ન કરવાં.

દેશકાળને અનુસરીને બનતા સત્સંગ થી સુખપૂર્વક આ શાસ્ત્રોનો અથવા ઉપનિષદ આદિ શાસ્ત્રોનો સુક્ષ્મ વિચાર કરવો.

આથી આ સંસારની શાંતિ આપનારો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.

જેથી ફરીવાર યોનિરૂપી યંત્રમાં દવાબું પડતું નથી.

અધમોનું નામ પણ લેવું નહિ.હે રામ \! હવે હું અત્યંત શુદ્ધિ બુદ્ધિવાળાઓના પ્રાણરૂપ અને જ્ઞાનનો વિસ્તાર કરનારું શાસ્ત્ર કહું છું તે તેમે સાંભળો.

પ્રથમ એ શાસ્ત્ર કઈ રીતે સાંભળવું અને કઈ રીતે તથા કઈ પરિભાષાથી (શાસ્ત્રના અસાધારણ સંકેતથી) તેને વિચારવું તે હું કહું છું.જોવામાં આવેલાં પદાર્થોથી અનુભવમાં નહિં આવેલાં પદાર્થને જે સમજાવવામાં આવે તે તેને દૃષ્યંત કહે છે.

તેનાથી બોધમાં કેટલીક સુગમતા પડે છે.

હું અહીં જે જે દૃષ્ટાંતોથી સમજાવીશ તે તે દૃષ્ટાંતોને તમારે ઉત્પન્ન થયેલાં અને તેમ હોવાથી ખોટા સમજવા.

એ દૃષ્ટાંતોથી તમારે જ્ઞેય જે બ્રહ્મ છે, તેને જ નિત્ય અને સત્ય સમજવું.

એક પરબ્રહ્મ વિનાં બીજા જે કાંઈ ઉપમાનો અને ઉપમેયો છે.

તે સઘળાં સ્પષ્ટ રીતે કોઈનાં કાર્યરૂપ છે અને કોઈનાં કારણરૂપ છે.

બ્રહ્મનાં ઉપદેશમાં તમને જે દૃષ્ટાંત કહેવામાં આવે છે તેમાંથી એક અંશની સરખાઈ લેવી, પણ સઘળા અંશોની સરખાઈ મેળવવાનો આગ્રહ રાખવો નહિ.

માટે તેને આ જગતની અંદરનું જ અને સ્વપ્ન સંબંધી પદાર્થ જેવું જ સમજવું.ગમે તે યુક્તિથી પણ મહાવાક્યોનો અર્થ યથાર્થ સમજવા પર લક્ષ્ય રાખવું.

દૃષ્ટાંતો સમજીને યત્ન કરવો.

પરમ પદ મેળવવું અને શાંતિ આપનારાં શાસ્ત્રોનાં અર્થ તો નિરંતર વિચાર કર્યા કરવો.

જ્યાં સુધી ચિત્તમાં પુનરાવૃત્તિથી ‘સાતમી ભૂમિકા’ નામની શાંતિરૂપ વિશ્રાંતિ સારી રીતે મળે, ત્યાં સુધી સમજુ પુરૂષે પ્રત્યેક અવકાશમાં ગુરુની સેવા આદિ ધર્મો તથા તેઓમાં ઉપયોગી સાધનો સંપાદન કરવાં અને શાસ્ત્રોના વચનોથી, સૌજન્યથી, બુદ્ધિથી તથા તત્ત્વેત્તાઓનાં સમાગમથી વિચાર કર્યા કરવો.

સાતમી ભૂમિકામાં વિશ્રાંતિ પામેલાં અને સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરેલા ગૃહસ્થ કે સંન્યાસીને આ લોકમાં કે પરલોકમાં કરેલાં કર્મોનું ફળ થતું નથી, તેમ કર્મ નહિ કરવાથી તેને કશો દોષ લાગતો નથી.હૃદયમાં વ્યાપક ચૈતન્યનો અનુભવ આવવાં છતાં જે પુરુષ તેમાં કૃતકો કર્યા કરે છે તે પુરુષ દોઢડાહ્યો કહેવાય છે.

જે મુર્ખ મનુષ્ય અભિમાનથી ઉડતાં કલ્પનાનાં અંશોથી જ્ઞાનમાં ખોટા વાંધા નાક્યા કરે છે, તે પોતાનાં નિર્મળ બોધને મલિન કરી નાખે છે.હવે તમને મુખ્ય પ્રમાણરૂપ પ્રત્યક્ષ તત્ત્વ કહું છું, તમે ેત સાંભળો - સઘળાં પ્રમાણો એ મુખ્ય પ્રમાણરૂપમાં વિશ્રાંતિ પામે છે.

સઘળી ઈન્દ્રિયોને સત્તા તથા સ્ફૂરણ આપનાર જે મુખ્ય અખંડિત જ્ઞાન વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે, તે જ અનુભવથી સિદ્ધ એવું પ્રત્યક્ષ તત્ત્વ કહેવાય છે.

અર્થ ને અનુસરીને એ તત્ત્વનાં જ, અનુભૂતિ, વેદન, પ્રતિપાત તથા પ્રત્યક્ષ (અનુભવ, જ્ઞાન, સમજ) અને વ્યવહારની દશામાં એ જ આપણો જીવ કહેવાય છે.

એ પ્રત્યક્ષ તત્ત્વરૂપ અખંડિત જ્ઞાન વૃત્તિરૂપ ઉપાધિને લઈને સંવિત્ત કહેવાય છે અને ‘હું’ એવી પ્રતીતિ ને લઈને પ્રમાતાં (પ્રમાણને જાણનાર) કહે છે.

વળી તે જ જ્યારે બહારનાં આવરણોનો ભંગ થઈને વિષયરૂપે પ્રકટ થાય છે ત્યારે ઘટ આદિ પદાર્થરૂપ કહેવાય છે.

જેમ વાયુને લીધે જળમાં તરંગ સ્ફુરે છે તેમજ અનેક પ્રકારના ભ્રમોને ઉત્પન્ન કરનારા સંકલ્પ વિકલ્પ ને લીધે એ જ તત્ત્વ જગત રૂપે સ્ફૂરે છે.

એ બ્રહ્મતત્તવનું કોઈ કારણ નથી છતાં સૃષ્ટિનાં આરંભમાં તરત સૃષ્ટિરૂપે સ્ફૂરીને સૃષ્ટિનાં કારણરૂપ થયેલ છે, એટલે પોતે પોતામાં જ પોતાનાં કારણરૂપ થયેલ છે.

એ બ્રહ્મ કોઈનું કારણ નથી છતાં પણ જીવનું કારણ છે એમ માનવામાં આવે છે પણ એ જીવ જ અજ્ઞાનથી ઉઠેલો છે, એટલે વાસ્તવિક રીતે તો બ્રહ્મ જીવનું કારણ નથી.

જગતરૂપે પણ પ્રકટ થયેલો છે.

જ્ઞાનદશામાં એ બ્રહ્મ જ સાક્ષાત્કારરૂપ થાય છે ને પોતાથી ઉત્પન્ન થયેલાં પોતાનાં શરીર (જગત) નો નાશ કરીને તુરત જ પોતા (જીવ) ને પરમ વ્યાપક પ્રત્યક્ષરૂપ કરે છે.

જીવ જ્યારે સાક્ષાત્કારથી આત્માકાર થાય છે ત્યારે તે સાક્ષાત્કાર પણ કોઈ શબ્દ થી કહી શકાય નહીં એવાં પરમ સ્વરૂપથી રહે છે.

પોતાની બુદ્ધિની, ઈન્દ્રિયોની અને કર્મોની સાથે જ્યારે ક્રિયારહતિ થયેલું મન શાંત થાય છે, ત્યારે તે પાછું ઉઠવાનું નહિ હોવાથી જીવનમુક્તિ ને કરેલા કર્મોથી કશું ફળ થતું નથી, અને વિહિન કર્મો નહિ કરવાથી કશો દોષ પ્રાપ્ત થતો નથી.

વિષયોનું સ્ફૂરણ નહિ રહેવાથી મન જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે કર્મેન્દ્રિયો બંધ પાડેલા યંત્રની પેઠે કર્મમાં પ્રવર્તતી નથી.

મનરૂપી યંત્રનાં ચાલવામાં વિષયોનું સ્ફૂરણ કારણ છે.

એમ વિદ્વાનોનો નિશ્ચય છે.

જેમ ચલન વાયુની અંદર જ રહેલું છે.

તેમ ઈન્દ્રિયોના તથા મનનાં વિષયોથી ખીચોખીચ ભરેલું જગત બ્રહ્મમાં જ રહેલું છે.

શુદ્ધ અને સર્વના અધિષ્ઠાનરૂપ બ્રહ્મ જ્યારે જગતરૂપે દેખાય છે ત્યારે તે જાણે ઉત્પન્ન થયું હોય અને જાણે દિશા, કાળ, બાહ્ય પદાર્થો આદિ અપારદેહોવાળું થયું હોય તેમ જણાય છે.

દૃશ્યરૂપે ભાસતાં દેહો વગેરેને જોઈને ‘એ જ મારું સ્વરૂપ છે’ એમ મોહથી સમજી લેવામાં આવે છે.

તો એ જ પરબ્રહ્મ જીવરૂપ થઈ જાય છે જ્યાં જેવી રીતે જે રૂપ દૃશ્ય થયું હોય ત્યાં પરબ્રહ્મ પણ તેવી રીતે તે રૂપ જણાય છે.

એ સર્વાત્મા જ્યાં જેવી રીતે ઉલ્લાસ પામે છે, ત્યાં તરત જ તેવી રીતે જ રહે છે અને જાણે દૃશ્યરૂપ થઈ ગયેલ હોય તેમ પ્રકાશે છે.

સર્વાત્મકપણાને લીધે જાણે તેમાં દૃષ્ટાપણું અને દૃશ્યપણું આવ્યું હોય તેમ બને છે.

પણ વાસ્તવિક રીતે એ બંને મિથ્યા છે.

કારણ કે દૃષ્ટા વિના દૃશ્ય હોતું નથી તેમ દૃશ્ય વિના દૃષ્ટા હોતો નથી.

આ પ્રમાણે સઘળું મિથ્યા છે.

માટે બ્રહ્મનું કોઈ કારણ હોતું નથી, એ સિદ્ધ થાય છે સર્વને સત્તા તથા સ્ફૂરણ આપનાર એ બ્રહ્મ પ્રત્યક્ષ જ છે.

અનુમાન વગેરે અન્ય પ્રમાણો તેનાં અંશરૂપ છે.

હે રામ \! પૂર્વે પોતે જ કરેલાં યત્નમાં દૈવની કલ્પના કરીને પુરુષો તેને ઉપાસે છે.

પરંતુ વીર પુરુષો તો દૈવ શબ્દનાં અર્થને દુર છોડી દે છે અને પરબ્રહ્મરૂપ ઉત્તમ પદને પોતાનાં પુરુષાર્થતી પોતાનામાં પામે છે.

જ્યાં સુધી તમને પોતાની બુદ્ધિથી પોતાની મેળે જ શુદ્ધ અને અનંતરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી તમે આચાર્યોની પરંપરાના સત્ય અને ઉજ્જવલ મત પ્રમાણે વિચાર કર્યા કરો.

યથાર્થ જ્ઞાન વિના એ મહાપુરુષપણું કોઈ રીતે સિદ્ધિ થતું નથી.

જ્ઞાનથી શમ આદિ ગુણો શોભે છે.

સદાચારથી જ્ઞાનની વૃદ્ધિ થાય અને જ્ઞાનથી સદાચારની વૃદ્ધિ થાય છે.

તમે પણ નિર્મળ બુદ્ધિથી આ શાસ્ત્રનું શ્રવણ કરીને પોતાની મેળેજ પરમપદને પ્રાપ્ત થશો.

મનન કરનારા પુરુષનું મન આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી, પરમપદને ઈચ્છતું ન હોય તો પણ તે પરવશ થઈને તે પરમપદને પામે છે.

કારણ કે અજ્ઞાનનો તથા તેનાં કાર્યોનો નાશ કરીને જાગૃત થયેલી એ અખંડિત ઉત્તમ વસ્તુ જ્ઞાનને આધીન હોવાથી મનને કદી પણ ત્યજતી નથી....

ઉત્પત્તિ ...વશિષ્ઠ બોલ્યાં : બ્રહ્મરૂપ જ બ્રહ્મવેત્તા મહાવાક્યોથી પ્રાપ્ત થયેલાં બોધરૂપી પ્રકાશથી પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે; કારણ કે આ જે દૃશ્ય પદાર્થરૂપ જગત છે તે સ્વપ્નની પેઠે આત્મામાં જ પ્રકટ થયેલું છે.

જે કોઈ માણસ શ્રવણાદિક ઉપાયોથી બ્રહ્મને જાણે છે, તે બ્રહ્માનો સાક્ષાત્કાર પામે ચે.

આ ન્યાય પ્રમાણે આ સઘળી સૃષ્ટિ બ્રહ્મ માત્રમાં જ છે.

માટે આ જગત શું છે, કોનું છે અને તે શામાં રહેલું છે વગેરે શંકાઓને, અવકાશ જ રહેતો નથી.

હે રામ \! આ જગત મેં જે રીતનું જાણ્યું છે તે જે વસ્તુરૂપ છે અને તે જે ક્રમથી ગોઠવાયું છે તે સઘળું હું શ્રોતાઓનાં મનમાં ઉતરે એવી રીતે કહું છું તે તમે સાંભળો.ચિદાકાશ જ પોતે જીવરૂપ થઈને પોતાના જ સ્વપ્નની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે.

દૃષ્ટા તથા દૃશ્ય સાથેનાં આ જગતને સ્વપ્નમાં પ્રતીત થયેલાં સંસારનું દૃષ્ટાંત જ લાગુ પડે છે.

દૃશ્ય પદાર્થોની સ્થિતિથી બંધન દેખાય છે અને દૃશ્યોનો બાધ થઈ જાય તો બંધન રહેતું જ નથી.

હવે દૃશ્યોનો કેવી રીતે બાધ થાય તે હું અનુક્રમથી કહું છું.જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે જ વૃદ્ધિ પામે છે, તે જ સ્વર્ગ કે નરકમાં જાય છે, અને તે જ મોક્ષનો અનુભવ કરે છે.

આથી હું તમને તમારા સ્વરૂપનો બોધ થાય, એ માટે પ્રથમ ઉપદેશ આપુ છું.ઉત્પતિ વગેરે સંસારમાં હોય છે.

આત્મામાં નથી.

આત્મા તો જેવો પ્રથમથી છે તેવો જ રહે છે.

જેમ સ્વપ્ન સુસુપ્તિમાં લય પામે છે,.

તેમ આ જે સ્થાવર અને જંગમરૂપ સર્વ જગત જોવામાં આવે છે, તે પ્રલયકાળમાં લય પામે છે.

એ સમયે સ્થિર, ગંભીર તેજથી ન્યારું અંધકારથી ન્યારું, વ્યાપક અને નામરૂપ વગરનું કાંઈક સદ્ વસ્તુ બાકી રહે છે.

એ સદ્ વસ્તુનાં ઋત, આત્મા, પરબ્રહ્મ અને સત્ય ઈત્યાદિ નામો કલ્પેલાં છે એ આત્મા કાંઈપણ વિકાર પામતો નથી, છતાં જાણે પોતે બીજી રીતનો જ હોય તેમ પ્રકાશ પામી ને તે ભવિષ્યમાં ભ્રાંતિને લીધે ‘જીવ’ એવું ક્ષુદ્ર નામ ધારણ કરે છે.